વાવ થરાદ સુઇગામના રણ વિસ્તારમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું છે.મીઠા ઉદ્યોગ સંકળાયેલા લોકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.બોરુ, મસાલી, માધપુરા સહિત ગામોના અગરિયાઓને નુક્સાન થયું છે. 4 થી 5 મહિના મહેનત કરી તૈયાર કરેલા મીઠાનું ધોવાણ થયું છે. મીઠાનું ધોવાણ થતાં વેપારીઓ અને અગરિયાઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 2 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો વેપારીઓનો દાવો છે. મીઠા ઉદ્યોગ સાથે 2 હજારથી વધુ પરિવારો સંકળાયેલા છે. સરકાર નુકસાની બદલ સહાય ચૂકવે તેવી માગ હાલ કરવામાં આવી રહી છે. વાવેતર પાણીમાં ડૂબતાં ખેડૂતોમાં ચિંતા ભાભરના ખારા અને મીઠા ગામના ખેતર વરસાદથી જળબંબાકાર થયા છે.ધોધમાર વરસાદથી 100થી વધુ ખેડૂતના ખેતર પાણીમાં ગરકાવ થયા છે.ખેતરોમાં 3થી 4 કિમી સુધી ઘૂંટણસમા પાણી ભરાતા પાકને નુકસાન થયું છે. મગફળી, જુવાર, ઘાસચારાનું વાવેતર પાણીમાં ડૂબતાં ખેડૂતોમાં ચિંતા છે.પાક નુકસાનીનો સર્વે કરી રાજ્ય સરકાર ખેડૂતોને સહાય આપે તેવી આશ હાલ ખેડૂતો કરી રહ્યા છે. Breaking News : વરસાદી સિસ્ટમ હજુપણ ગુજરાતને ભીંજવશે, રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય અહી ક્લિક કરો Post navigation તમારા નખ પર પણ છે આવું સફેદ નિશાન ? તો જાણો ખરેખર ભાગ્યશાળી છો કે નહીં તમે