Breaking News : દેશમાં 17 વર્ષ બાદ દુષ્કાળનો ભય ! ચોમાસું નબળું પડતાં મોંઘવારી વધવાની શક્યતા

Breaking News : દેશમાં 17 વર્ષ બાદ દુષ્કાળનો ભય ! ચોમાસું નબળું પડતાં મોંઘવારી વધવાની શક્યતા

દેશમાં વર્ષ 2026નું ચોમાસું છેલ્લા 17 વર્ષમાં સૌથી નબળું રહેવાની સ્થિતિ સર્જાઈ છે. 1 જૂનથી 19 સપ્ટેમ્બર સુધી દેશમાં સામાન્ય કરતાં આશરે 15 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં વરસાદની ઘટ ચિંતાજનક બની છે. બીજી તરફ દેશભરમાંથી ચોમાસાની વિધિવત વિદાયની શરૂઆત પણ થઈ ગઈ છે.

17 વર્ષ બાદ નબળા ચોમાસાની સ્થિતિ

દેશમાં ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેતાં અનેક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાવાની ચિંતા વધી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં દેશમાં સામાન્ય કરતાં આશરે 15 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. 1 જૂનથી 19 સપ્ટેમ્બર સુધી દેશમાં 27.84 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળામાં સામાન્ય રીતે 32.68 ઇંચ વરસાદ પડતો હોય છે. આમ, સામાન્ય વરસાદની સરખામણીમાં દેશ લગભગ 15 ટકા ઓછો ભીંજાયો છે. ઓછા વરસાદ પાછળ અલ નીનોની મજબૂત અસરને પણ એક કારણ તરીકે જોવામાં આવી રહી છે.

દક્ષિણ ભારતમાં વરસાદની ઘટ ચિંતાજનક

દેશના વિવિધ હિસ્સાઓમાં વરસાદની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ભારતમાં પણ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહ્યો છે. ખાસ કરીને કેટલાક રાજ્યોમાં વરસાદની મોટી ઘટ નોંધાઈ છે. આંધ્રપ્રદેશમાં સૌથી વધુ 43 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. મેઘાલયમાં 59 ટકા, મણિપુરમાં 43 ટકા, પુડુચેરીમાં 42 ટકા અને અરુણાચલ પ્રદેશમાં 41 ટકા વરસાદ ઓછો રહ્યો છે.

કયા રાજ્યમાં કેટલો ઓછો વરસાદ?

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ વરસાદની ઘટ
મેઘાલય 59%
મણિપુર 43%
આંધ્રપ્રદેશ 43%
પુડુચેરી 42%
અરુણાચલ પ્રદેશ 41%
પંજાબ 39%
બિહાર 36%
ગોવા 35%
કર્ણાટક 31%
લક્ષદ્વીપ 29%

45 ટકા જિલ્લાઓમાં વરસાદનો ક્વોટા અધૂરો

દેશના આશરે 45 ટકા જિલ્લાઓમાં હજુ વરસાદનો ક્વોટા અધૂરો હોવાનું સામે આવ્યું છે. ઉત્તર અને દક્ષિણ ભારતના કેટલાક જળાશયોમાં પણ પાણીની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ઓછા વરસાદની અસર જળસંગ્રહ અને ખેતી બંને ક્ષેત્રે જોવા મળી શકે છે. અગાઉ પણ દેશના કેટલાક વિસ્તારોમાં આવી સ્થિતિ સર્જાઈ હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે ટ્રેનનો ઉપયોગ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી.

ચોમાસાની વિદાયનો પણ આરંભ

દરમિયાન દેશમાં હવે ચોમાસાની વિધિવત વિદાયનો પ્રારંભ થઈ ગયો છે. રાજસ્થાનથી ચોમાસું પાછું ખેંચાવાની શરૂઆત થઈ છે. આગામી સમયમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના વિસ્તારોમાં પણ ચોમાસું નબળું પડવાની શક્યતા છે. ચોમાસાની વિદાય શરૂ થતાં હવે વરસાદના દિવસો ઘટશે. જેના કારણે જે વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદની ઘટ છે ત્યાં વરસાદની ખોટ પૂરી કરવાની શક્યતા પણ મર્યાદિત બની શકે છે.

ઓછા વરસાદથી મોંઘવારી વધવાની શક્યતા

ચોમાસું નબળું રહેવાની સૌથી મોટી અસર કૃષિ ક્ષેત્ર પર પડી શકે છે. ઓછા વરસાદના કારણે ખરીફ પાકના ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે. ચાલુ વર્ષે દેશમાં ખરીફ પાકનું વાવેતર પણ ગયા વર્ષની સરખામણીમાં આશરે 1.6 ટકા ઘટ્યું હોવાનું જણાવાયું છે. કૃષિ ઉત્પાદન ઘટે તો તેની સીધી અસર ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે. અનાજ, કઠોળ, શાકભાજી સહિતની વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના પુરવઠા પર અસર થવાથી મોંઘવારી વધવાનું દબાણ ઊભું થઈ શકે છે.

ખેડૂતોની આવક પર પણ અસર

ઓછા વરસાદ અને ઓછા ઉત્પાદનની અસર ખેડૂતોની આવક પર પણ પડી શકે છે. ઉપલબ્ધ આંકડા અને અંદાજ મુજબ ખેડૂતોની આવકમાં આશરે 10 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જળાશયોમાં પાણીની ઉપલબ્ધતા ઘટવાથી આગામી રવિ સિઝનના વાવેતર પર પણ તેની અસર પડી શકે છે. સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ ન રહે તો ખેડૂતોને વધારાની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ગયા વર્ષની સરખામણીએ ભારત ઓછું ભીંજાયું

આ વર્ષે અત્યાર સુધીમાં દેશના અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી છે. પરિણામે ગયા વર્ષની સરખામણીમાં ભારત 21 ટકા ઓછું ભીંજાયું હોવાનું આંકડાઓમાં દર્શાવવામાં આવ્યું છે. હવે ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ હોવાથી આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ, જળાશયોમાં પાણીનો સંગ્રહ અને ખરીફ પાકના ઉત્પાદન પર તેની અસર પર સૌની નજર રહેશે.

Breaking News : આવો જ હાલ રહેશે! સામાન્ય વરસાદમાં અમદાવાદ પાણી-પાણી, પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ, જુઓ Video

સોનું એ કિંમતી ધાતુ છે જેનો ઉપયોગ આભૂષણો અને સિક્કા બનાવવા માટે થાય છે. એ જ રીતે, ચાંદી પણ એક કિંમતી ધાતુ છે. અહી ક્લિક કરો

Pakistan Breaking News : પાકિસ્તાનમાં 1000 રૂપિયે વેચાશે 1 લિટર પેટ્રોલ, પૈસા હશે તો પણ પેટ્રોલ નહીં મળે તેવી પેટ્રોલિયમ મંત્રીની ચિંતાએ પ્રજામાં પેઠો ફફડાટ

ગઈકાલ રવિવારે, પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે, પાકિસ્તાનમાં સંભવિત ઈંધણની અછત અંગે ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું કે જો ઈંધણની અછત સર્જાય, તો પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ રૂપિયા 1,000 પ્રતિ લિટર સુધી વધી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું, “એવું પણ બની શકે કે કોઈપણ કિંમતે પેટ્રોલ ઉપલબ્ધ ના પણ હોય.” પેટ્રોલિયમ મલિકના આ નિવેદનને કારણે પાકિસ્તાનની જનતામાં ચિંતા વધી ગઈ છે. પેટ્રોલિમય પ્રધાના આ વિવાદાસ્પદ નિવેદનના એક દિવસ પહેલા જ, પાકિસ્તાની સરકારે પાત્ર નાગરિકો માટેની ઈંધણ રાહત યોજના હેઠળ પેટ્રોલ પરની ‘પ્રતિ ટોકન પાંચ લિટર’ની મર્યાદા હટાવી લીધી હતી.

પોતાના સંબોધન દરમિયાન, પેટ્રોલિયમ મંત્રી મલિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાલમાં પાકિસ્તાનમાં ઈંધણની કોઈ અછત નથી, કારણ કે સપ્ટેમ્બર માટેના શિપમેન્ટ અને ઓક્ટોબર માટેનું આયોજન પહેલેથી જ નક્કી કરી લેવામાં આવ્યું છે. જોકે, ઈંધણની ભૌતિક ઉપલબ્ધતા જાળવી રાખવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે નોંધ્યું હતું કે, પ્રાદેશિક સંઘર્ષોને કારણે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 80%નો વધારો થયો હોવા છતાં, પાકિસ્તાને અત્યાર સુધી સ્થાનિક ગ્રાહકો પર માત્ર 50% જેટલો જ ભાવ વધારો લાદ્યો છે.

પાકિસ્તાનમાં ઊર્જા સંકટ કેમ ઘેરૂં બની રહ્યું છે?

જોકે પાકિસ્તાને ઓક્ટોબર સુધીના ઈંધણ પુરવઠાનું આયોજન કર્યું છે, પરંતુ હોરમૂઝ સ્ટ્રેટ (Strait of Hormuz) લાંબા સમય સુધી બંધ રહેવાની અને મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધવાની શક્યતા આ યોજનાઓને ખોરવી શકે છે. સાઉદી અરેબિયાની ‘ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન’ પર હુથી બળવાખોરોના હુમલાને કારણે પાકિસ્તાન માટે પુરવઠાનો એક મહત્વપૂર્ણ વૈકલ્પિક માર્ગ મર્યાદિત થઈ ગયો છે. પરિણામે, દેશ ગલ્ફ ક્ષેત્રની બહાર વૈકલ્પિક સપ્લાયર્સ શોધી રહ્યો છે, જેમાં યુએસ, પશ્ચિમ આફ્રિકા અને લિબિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત કરવી અથવા ઓમાન થઈને શિપમેન્ટ મેળવવાનો સમાવેશ થાય છે. પાકિસ્તાન વધતી જતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર છે.

ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાનનો હાલનો ઓઈલ સ્ટોક અને બુક કરાયેલ કાર્ગો ઓક્ટોબર સુધીની માંગને પહોંચી વળવા માટે પૂરતો છે, પરંતુ જો શિયાળાની ઋતુ સુધી પ્રાદેશિક સંઘર્ષો ચાલુ રહેશે તો નવેમ્બરથી પુરવઠાની અછત શરૂ થઈ શકે છે. જો આવું થાય, તો આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ અનેકગણી વધી જશે. આવી સ્થિતિમાં, પાકિસ્તાની સરકાર આ બોજ સીધો જ જનતા પર નાખી શકે છે.

Breaking News : ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે USA સામે મૂકી 7 શરત, હવે બોલ ટ્રમ્પની કોર્ટમાં

Breaking News : Asian Games 2026 મિક્સ માર્શલ આર્ટસમાં ભારતે પહેલી વખત જીત્યો મેડલ

સુચિકા તરિયાલે મિક્સ માર્શલ આર્ટ્સ (MMA)માં બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. મહિલાઓની 60 કિગ્રા સેમિફાઇનલમાં સુચિકા તરિયાલને સિંગાપોરની ટીઓ હુઈ હૂનને 2-0 થી હરાવી છે. એશિયન ગેમ્સમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં આ ભારતનો પહેલો મેડલ છે.એશિયન ગેમ્સમાં પ્રથમ વખત MMAનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

MMA પહેલીવાર એશિયન ગેમ્સમાં સામેલ

ભારતીય MMA ફાઇટર સુચિકા તરિયાલે 2026 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં આ ભારતનો ચોથો મેડલ છે. અગાઉ, ભારતે શૂટિંગમાં ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. સુચિકાનો મેડલ શૂટિંગ સિવાયની રમતમાં ભારતનો પહેલો મેડલ છે. MMA ને પહેલીવાર એશિયન ગેમ્સમાં સામેલ કરવામાં આવ્યું હતું. તેથી, સુચિકા તરિયાલની સફળતા નોંધપાત્ર છે.

સુચિકા સેમિફાઇનલના પરિણામથી નારાજ

સુચિકા તરિયાલ તેની સેમિફાઇનલ મેચ હારી ગઈ હતી, પરંતુ તે નિર્ણયથી નારાજ દેખાતી હતી. મેચ પછી જ્યારે તેમણે રેફરી સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો ત્યારે આ સ્પષ્ટ થયું. જ્યારે રેફરીએ તેનો હાથ પકડીને વિજેતા જાહેર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સુચિકાએ ઇનકાર કર્યો. પોતાનું અંતર જાળવી રાખ્યું.

 

 

 

2017માં ડેબ્યૂ અને 7 વર્ષનો બ્રેક

સુચિકા તરિયાલે 2017માં જીત સાથે MMA માં ડેબ્યૂ કર્યું, ત્યારબાદ તેણીએ રમતમાંથી 7 વર્ષનો બ્રેક લીધો, પરંતુ આ સમય દરમિયાન જુડો અને જુ-જિત્સુમાં સફળતાપૂર્વક સ્પર્ધા કરવાનું ચાલુ રાખ્યું. નવેમ્બર  2024માં, તે મહિલા સ્ટ્રોવેઇટ વિભાગમાં BRAVE કોમ્બેટ ફેડરેશન સાથે મલ્ટી-ફાઇટ કરાર પર હસ્તાક્ષર કર્યા. ડિસેમ્બર 2024માં તે બહેરીનમાં BRAVE CF 92માં  મિશ્ર માર્શલ આર્ટ્સમાં પાછી ફરી અને જીતી.

સુચિકા એમએમએને તેના માટે માર્શલ આર્ટ્સનું સૌથી સંપૂર્ણ સ્તર ગણાવે છે. તેમણે કહ્યું, “જુડોએ મને એમએમએ માટે તૈયાર કરી. જુડોને કારણે મારી ગ્રાઉન્ડ ફાઇટિંગ અને ગ્રેપલિંગ મજબૂત હતું. મારે ફક્ત મારી સ્ટેન્ડિંગ ગેમ અને સ્ટ્રાઇકિંગ શીખવાની હતી.”

એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલ વિજેતાઓ

1. ઇલાવેનિલ વાલારિવન, સોનમ મસ્કર અને વિધર્ષા વિનોદ – મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): સિલ્વર

2. ઇલાવેનિલ વાલારિવન – મહિલા 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): સિલ્વર

3. રુદ્રાક્ષ પાટિલ, હિમાંશુ ધિલ્લોન અને પાર્થ રાકેશ માને – પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): સિલ્વર

4. સુચિકા તરિયાલ – મહિલા  60 કિગ્રા (MMA) – બ્રોન્ઝ

5. રુદ્રાક્ષ પાટિલ – પુરુષોની 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): બ્રોન્ઝ

6. હિમાંશુ ધિલ્લોન – પુરુષોની 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): સિલ્વર

લોકપ્રિય ટીવી શોમાં જોવા મળી

સુચિકા તરિયાલની જુડોમાં સફળતાએ તેમની લોકપ્રિયતામાં પણ વધારો કર્યો છે. ચાર વિશ્વ ચેમ્પિયનશિપ અને 30 થી વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા બદલ, તેમજ તેમની એથ્લેટિક શ્રેષ્ઠતા, યુવાનો પર પ્રભાવ અને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ આપવા બદલ, તેમને ભારતના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તરિયાલ એમટીવી રોડીઝ અને પ્રાઇમ વિડીયોના “ઇન્ડિયાઝ અલ્ટીમેટ વોરિયર” જેવા લોકપ્રિય ટીવી શોમાં પણ જોવા મળી છે.

Breaking News : કોણ છે સુચિકા તરિયાલ ? એશિયન ગેમ્સમાં ભારતનો MMA મેડલ પાક્કો કર્યો અહી ક્લિક કરો

 

Breaking News  : એક્ટિંગ પર ટ્રોલ કરનારને સલમાન ખાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું ટિકિટ ખરીદી છે અમને ખરીદ્યા નથી

Salman khan Angry In Bigg Boss 20 : સલમાન ખાને બિગ બોસમાં શનિવારની સાંજે ટ્રોલિંગ મુદ્દા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર દરેક ક્ષેત્રે સેલિબ્રિટિસને ટ્રોલ કરનાર હોય છે. આને લઈ સલમાન ખાન ગુસ્સે થયો હતો. દરરોજ ટ્રોલ આર્મી સક્રિય બને છે અને સેલિબ્રિટીઓને તેમના અભિનય અથવા ફિલ્મના કોઈ ચોક્કસ દ્રશ્યને લઈને નિશાન બનાવે છે. સલમાન ખાને આ મુદ્દા પર કડક શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેણે બિગ બોસ 20 ના સ્ટેજ પરથી કહ્યું કે તમે લોકોએ ફિલ્મની ટિકિટ ખરીદી છે, અમને નહીં.

ટિકિટ ખરીદી છે અમને ખરીદ્યા નથી : સલમાન ખાન

સલમાન ખાને વીકએન્ડ કા વાર દરમિયાન પોતાની ટ્રોલિંગનો ઉલ્લેખ કરતા કહ્યું ટકલા હો ગયા હૈ, આ ફિલ્મનો લુક છે અને અસલી કારણ એ છે કે, મારો એક નજીકના મિત્રનું 2 મહિના પહેલા નિધન થયું છે. ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યો છે. મને કોઈ ફરક પડતો નથી. પરંતુ કેટલાક લોકો ડિપ્રેશનમાં આવી જાય છે. હું તમને ખોટો સાબિત કરીશ. મારા વખાણ કરો, હું એવું કરીશ કે, પછી તમે વખાણ કરશો. આ મારી પર્સનાલિટી છે. દરેકની પર્સનાલિટી અલગ છે. હું ખોટું અને સાચું બંન્નેમાંથી ફાયદાની વસ્તુ કાઢું છું. પરંતુ આટલા બધા લોક છે.જ્યારે તેના વિશે ખોટું લખો છો. જે સત્ય નથી. તો તે ડિપ્રેશનમાં આવી જાય છે.

ટ્રોલની ભાષાથી તેની પરવરિશ ખબર પડી જાય

સલમાન ખાન કહે છે કે, કેટલા બધા સુસાઈડ થયા છે. ટ્રોલ ટ્રોલ ટ્રોલ, કાંઈ પણ યાર, તે એવી ભાષા ઉપયોગ કરે છે. જેનાથી તેની પરવરિશની ખબર પડી જાય છે. આ કોણ છે. ક્યારેક કયારેક એવું લાગે છે કે, આ આપણા લોકો છે કે, માણસ છે કે નહી. તમારે ફિલ્મ જોવી નહી. એક નવું આવ્યું કે, તમે અમારા કારણે આવા બન્યા છે. અમે ચાહકોની રિસ્પેક્ટ કરીએ છીએ. એનો મતલબ એ નથી કે, તમે ગમે તેવું વર્તન અમારી સાથે કરો. ટિકિટ ખરીદી છે તમે ફિલ્મ જોવા માટે. અમને ખરીદ્યા નથી. અમે અમારું બેસ્ટ આપીએ છીએ. જેનાથી ફિલ્મમાં મજા આવે.

 

 

 

બિગ બોસમાં 108 કેમેરા છે

સલમાને બિગ બોસના બધા સ્પર્ધકોને કહ્યું, “અને આ તમારા બધા માટે છે, જ્યારે તમે ઘરની બહાર આવો છો. તમે સલમાન ખાન છો, તેથી તમે કંઈપણ કહી શકો છો. કોઈ નૈતિકતા નથી, કોઈ મોરલ નથી, કોઈ સિદ્ધાંતો નથી. અમારી પાસે 108 કેમેરા છે. એક કેમેરામેને આવો શોટ લીધો નથી. તમે લોકો હંમેશા કોમ્પ્રોમાઈઝિંગ સ્થિતિમાં છો. બાથરૂમમાં, દરેક જગ્યાએ. આ અમારો નિર્ણય છે. અમે ક્યારેય મહિલાઓને ખરાબ રીતે દર્શાવીશું નહીં. અમે ક્યારેય આવું કંઈ બતાવીશું નહીં. આ અમારી વિચારસરણી છે.”

બિગ બોસને વિવાદિત શો કહેવા પર સલમાન ખાને શું કહ્યું?

બિગ બોસને વિવાદિત શો કહેવા પર સલમાન ખાને કહ્યું કે, બોલે છે મોટો વિવાદિત શો છે. ખુબ અગ્રેસિવ અને ચેલેન્જિંગ શો છે. ખુબ અપશબ્દો કહે.પરંતુ મહિલાને ખોટી રીતે દેખાડવું ક્યારે હોતું નથી. જે દુખી છે. પરેશાન છે. તેને ખબર નથી. આમાંથી કેવી રીતે નીકળવું. વજન ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમે કોણ છો જે આના પર કોમેન્ટ કરી રહ્યા છો. આનાથી પૈસા બનાવો. તમને લોકોને શરમ આવવી જોઈએ યાર.

 

60મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે સલમાન ખાન, આવો છે પરિવાર અહી ક્લિક કરો

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દુનિયાની સૌથી અનોખી સ્પર્ધા : માત્ર 90 મિનિટ ઊંઘો અને જીતી લો 13.7 લાખ રૂપિયાનું ઈનામ !

આ પણ વાંચો, Tips and Tricks: વાઇ-ફાઇ રાઉટરના પાછળ આપેલા USB પોર્ટના અદ્ભુત ફાયદા, જાણો શું શું થશે કનેક્ટ

Breaking News : Asian Games 2026માં ટેકબોલ ચર્ચાનો વિષય બન્યો, ઇતિહાસ અને નિયમો વિશે જાણો

જાપાનના નિયોગા શહેરમાં એશિયન ગેમ્સની શરુઆત થઈ ચૂકી છે. આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને જાપાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ છે. તો આ દરમિયાન એક એવી રમત ચર્ચાનો વિષય બની છે. કે, લોકો હવે જાણવા માંગે છે કે, આ ટેકબોલ શું છે. ટેકબોલ કઈ રીતે રમાઈ. આ વિશે વિસ્તારથી જાણીએ

શું છે ટેકબોલ રમત?

ટેકબોલ ફુટબોલ અને ટેબલ ટેનિસની સાથે કનેક્શન રહેલું છે. આ રમતમાં ફુટબોલ અને ફ્રીસ્ટાઈલ સિક્લસને મિશ્રણ છે. ટેબલ ટેનિસના ટેબલના આકારનું એકટેબલ પર ટેકબોલ રમાઈ છે. ટેકબોલમાં 2 ખેલાડીઓ, સિંગલ અથવા 2 જોડીઓ ડબલસ પણ રમાઈ છે. ખેલાડીઓ ટેબલની બંને બાજુ ઉભેલા હોય છે. ટેબલની વચ્ચે એક ઉપસેલો ભાગ હોય છે. જેના ઉપરથી ખેલાડીઓ પ્રતિસ્પર્ધીના કોર્ટમાં પ્રમાણભૂત કદના ફૂટબોલને વોલીબોલ મોકલે છે. ટેકબોલની શરુઆત વર્ષ 2012માં હંગરીથી થઈ હતી.

એશિય ગેમ્સ 2026માં ટેકબોલની એન્ટ્રી

ટેકબોલ સતત પોતાની વૈશ્વિક ઓળખ વધારી રહ્યું છે. આઈચી-નાગોયા એશિયન ગેમ્સ 2026માં પોતાનું ડેબ્યુ કરી રહી છે. આ ઐતિહાસિક ડેબ્યુ ઈવેન્ટમાં ભારત તરફથી ડેક્લન માર્શલ ગોંસાલ્વેસ,મોહમ્મદ અનસ ઈમરાન બેગ અને કિમ્સી ડિસૂજા જેવા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. એશિયન ગેમ્સના ઉદ્ધાટન સમારોહ પહેલા ટેકબોલની મેચ 17 સપ્ટેમ્બરથી શરુ થઈ ચૂકી છય

ટેકબોલના નિયમો

3 સ્પર્શ : એક ખેલાડી અથવા ટીમ બોલને એકબીજા સાથે અથવા પોતાના શરીર સાથે વધુમાં વધુ 3 વખત સ્પર્શ કરી શકે છે અને પછી તેને વિરોધીના કોર્ટમાં પાછો મોકલી શકે છે.

બોડી પાર્ટ રોટેશનના નિયમ: ખેલાડી બોલને એક જ શરીરના ભાગ સાથે સતત બે વાર સ્પર્શ કરી શકતો નથી. ઉદાહરણ તરીકે, જો પહેલો સ્પર્શ છાતી સાથે હોય, તો બીજો સ્પર્શ પગ અથવા માથા સાથે હોવો જોઈએ. તમે સતત બે વાર છાતીને સ્પર્શ કરી શકતા નથી.

નો હેન્ડ નિયમ : હાથ અને ખભાથી આંગળીઓ સુધી સખત પ્રતિબંધિત છે.

ડબલ્સ મેચના નિયમો: ડબલ્સમાં, બોલને વિરોધીના કોર્ટમાં મોકલતા પહેલા બે પાર્ટનર વચ્ચે ઓછામાં ઓછો એક પાસ ફરજિયાત છે, જેનો અર્થ છે કે બંને ખેલાડીઓ સ્પર્શમાં સામેલ હોવા જોઈએ.

ટેબલ અને બોડી ટચ પ્રતિબંધિત: ખેલાડી રમત દરમિયાન ટેબલને સ્પર્શ કરી શકતો નથી. ખેલાડી વિરોધીના કોર્ટની સીમામાં પ્રવેશી શકતો નથી અથવા વિરોધીને સ્પર્શ કરી શકતો નથી.

સર્વિસ નિયમો : સર્વિસ કરનાર ખેલાડીએ ટેબલથી ઓછામાં ઓછા 2 મીટર પાછળ (સર્વિસ લાઇન પાછળ) રહેવું જોઈએ. સર્વિસ બોલ સીધો નેટ ઉપરથી વિરોધીના કોર્ટમાં ઉછળવો જોઈએ.

 

Breaking News : Asian Games 2026માં મોટો વિવાદ, 30 કલાકની મુસાફરી બાદ જિમ્નાસ્ટ પ્રણતિ નાયક અને પુરુષ કોચને અડધી રાત્રે એક જ રુમ મળ્યો અહી ક્લિક કરો

Breaking News : જો તમે તમારી બેંક બદલો છો, તો શું તમારે તમારો FASTag પણ બદલવો પડશે ? જાણો

હવે FASTagનો ઉપયોગ કરનાર માટે એક ગુડ ન્યુઝ સામે આવી રહ્યા છે. જો તમે તમારા FASTag ની બેંક બદલવા માંગો છો. તો જલ્દી તેનો નવો ટેગ લેવો અને જૂનો FASTag બંધ કરવાની જરુર નહી પડે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ OneTag નામની નવી સુવિધા શરુ કરી છે. જેની મદદથી તમે તમારી ગાડી પર લાગેલી આ FASTagને રાખી તેની બેંક બદલી શકશો. પરંતુ બેંક બદલવા પર જુના FASTag વોલેટમાં રાખેલા પૈસાનું શું થશે? શું બીજી વખત KYC કરાવવી પડશે? ચાલો આજે તમને સરળ ભાષામાં સમજાવીએ.

OneTagનો ઉપયોગ કેવી રીતે કરવો?

OneTag ની સુવિધા NHAIના Rajmargyatra મોબાઈલ એપ દ્વારા મળશે. આ એપમાં FASTagની બેંક બદલવાની પ્રકિયા પુરી કરવામાં આવશે. સૌથી પહેલા એપમાં લોગ ઈન કરવાનું રહેશે. તેમજ ગાડીનો રજિસ્ટ્રેશન નંબર નાંખો. ત્યારબાદ એપ પર બતાવવામાં આવેલ તમારી ગાડી OneTag માટે યોગ્ય છે કે, નહી. જો તમે બેંક બદલી શકો છો, તો આગળની પ્રક્રિયા શરૂ થશે. આમાં તમારી ઓળખ ચકાસવા, તમારી મંજૂરી આપવા અને નવી બેંક પસંદ કરવા જેવા પગલાં સામેલ હશે.

શું નવી બેંકમાં ફરીથી KYC કરવી પડશે?

બેંક બદલતી વખતે KYC કરવાની રહેશએ. KYCનો અર્થ બેંક તમારી ઓળખ અને જરુરી જાણકારી વિશે તપાસ કરશે. આ પ્રકિયામાં સૌથી પહેલા તમારે બેંકના 6 અંકના મોબાઈલ વેરિફિકેશન કોડ MVC મળશે. જેની મદદથી તમારી ઓળખની પુષ્ટિ થશે. ત્યારબાદ તમારે નવી બેંકને પસંદ કરવાની રહેશે. નવી બેંક તમારી KYC
અને વોલેટ શરુ કરવાની પ્રકિયાને પુરી કરશે. આ બધું પૂર્ણ કર્યા પછી ફાસ્ટટેગ નવી બેંકની સાથે કામ કરવા લાગશે.

તમારા જૂના FASTag વોલેટમાં રહેલા પૈસાનું શું થશે?

બેંક બદલ્યા પછી, તમારું જૂનું FASTag વોલેટ બંધ થઈ જશે. જરૂરી હિસાબ અને કપાત પછી જૂની બેંકમાં બાકી રહેલા કોઈપણ ભંડોળ તમને પરત કરવામાં આવશે. આનો અર્થ એ છે કે બેંક બદલ્યા પછી તમારા જૂના વોલેટમાં રહેલા ભંડોળ માટે એક પ્રક્રિયા સ્થાપિત થઈ ગઈ છે. જો કે, પૈસા પરત કરતા પહેલા જૂની બેંક જરૂરી ચકાસણી અને હિસાબ પૂર્ણ કરશે.

શું તમારે નવું FASTag લેવાની જરૂર પડશે?

ના. OneTag ની ખાસ વિશેષતા એ છે કે બેંક બદલ્યા પછી પણ તમારા વાહન સાથે સંકળાયેલ FASTag ID એ જ રહેશે. તેથી, વિન્ડસ્ક્રીન પર પહેલાથી ઇન્સ્ટોલ કરેલ ટેગનો ઉપયોગ હજુ પણ કરી શકાય છે. એ નોંધવું યોગ્ય છે કે એકવાર તમે બેંક બદલો છો, પછી તમારે તમારા FASTag ને બીજી બેંકમાં ટ્રાન્સફર કરતા પહેલા છ મહિના રાહ જોવી પડશે. આને કૂલિંગ પીરિયડ કહેવામાં આવે છે.

OneTag શું છે?

OneTag એક એવી સુવિધા છે.જે NETC FASTag વપરાશકર્તાઓને જરૂર મુજબ બેંકો બદલવાની મંજૂરી આપે છે. આનાથી તેઓ નવું FASTag ખરીદવાની જરૂર વગર બેંકો બદલી શકે છે. તેનો હેતુ બેંક સ્વિચિંગ પ્રક્રિયાને સરળ બનાવવા અને ગ્રાહકોને વધુ વિકલ્પો પૂરા પાડવાનો છે.

 

FASTag એ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે, જે ભારતમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સંચાલિત છે. અહી ક્લિક કરો

Breaking News: AIની એક ભૂલ અને થઈ જાત અમેરિકા-ચીન વચ્ચે યુદ્ધ! ટ્રમ્પની સેનાએ કરી લીધી હતી હુમલાની તૈયારી

આ વર્ષની શરૂઆતમાં અમેરિકા અને ચીન વચ્ચે મોટું યુદ્ધ છેડાતા રહી ગયુ હતુ. CNNના અહેવાલ મુજબ, અમેરિકી સૈન્ય મધ્ય પૂર્વમાં ચીની જહાજને રોકવા અને તેના પર ચઢવાની તૈયારી કરી રહ્યું હતું. આ પગલું AIની મદદથી તૈયાર કરાયેલા ગુપ્તચર અહેવાલ (intelligence report)ને કારણે લેવામાં આવ્યું હતું. અમેરિકી ગુપ્તચર માહિતીમાં સંકેત મળ્યો હતો કે ચીની જહાજ પર પરમાણુ હથિયારો સંબંધિત સામાન લઈ જવામાં આવી રહ્યો હતો.

AI કરાવી દેત ચીન-અમેરિકા વચ્ચે યુદ્ધ!

આ માહિતી મળ્યા બાદ, અમેરિકી સૈન્યે જહાજને રોકવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જોકે, કોઈ પણ કાર્યવાહી થાય તે પહેલાં અધિકારીઓએ અહેવાલની ફરીથી સમીક્ષા કરી. સમીક્ષામાં જાણવા મળ્યું કે અહેવાલ તૈયાર કરનાર વિશ્લેષકે AI ચેટબોટનો ઉપયોગ કર્યો હતો. AI ચેટબોટે જહાજ પરના સામાનની ખોટી ઓળખ કરી હતી; જે વસ્તુઓને અગાઉ પરમાણુ હથિયાર સંબંધિત માનવામાં આવી હતી, તે વાસ્તવમાં કંઈક અલગ જ નીકળી. પરિણામે, અમેરિકી અધિકારીઓએ આ કામગીરી અટકાવી દીધી.

જહાજમાં રહેલા સામાનની વિગતો ખોટી આપી

CNNએ આ બાબતથી વાકેફ એવા ચાર અનામી સૂત્રોને ટાંકીને આ માહિતી આપી હતી. એક સૂત્રએ ગુપ્તચર અહેવાલને સંપૂર્ણપણે ભૂલભરેલો ગણાવ્યો અને નોંધ્યું કે તેના કારણે લગભગ યુદ્ધ છેડાઈ ગયું હોત. જોકે, CNNએ એ ખુલાસો કર્યો નથી કે જહાજમાં વાસ્તવમાં શું હતું અથવા તે ક્યાં જઈ રહ્યું હતું. મધ્ય પૂર્વમાં અમેરિકી લશ્કરી કામગીરીનું સંચાલન કરતા ‘યુએસ સેન્ટ્રલ કમાન્ડ’એ આ બાબતે ટિપ્પણી માટે CNNની વિનંતીનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો.

AI જેટલુ યુઝફુલ તેટલું જ ખતરનાક!

આ અહેવાલ AIના લશ્કરી ઉપયોગ અને તેના સંભવિત જોખમો અંગે વધી રહેલી ચર્ચા વચ્ચે આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં, AI કંપની ‘એન્થ્રોપિક’ (Anthropic)ના એક સંશોધકે રાજીનામું આપ્યું હતું અને ચિંતા વ્યક્ત કરી હતી કે AI માનવ નિયંત્રણની બહાર જઈ શકે છે. કંપનીના અન્ય એક કર્મચારીએ પણ જાહેરમાં જણાવ્યું હતું કે AI માનવજાતના અસ્તિત્વ માટે જોખમ ઊભું કરી શકે છે અને આગામી દાયકામાં આવું થવાની સંભાવના 10%થી વધુ છે.

F-35ના ભાગો ગુમ થયા

દરમિયાન, અમેરિકા અને ચીન સાથે સંકળાયેલી અન્ય એક ઘટના પણ સામે આવી છે. પોલિટિકો મુજબ, F-35 ફાઇટર જેટના કેટલાક સંવેદનશીલ ભાગો ઓસ્ટ્રેલિયાથી યુએસ સમારકામ માટે મોકલવામાં આવી રહ્યા હતા. તેના બદલે, તેમને હોંગકોંગ મોકલવામાં આવ્યા હતા, અને હવે ભાગો ગુમ છે. આમાં કોકપીટ માટે એક સંવેદનશીલ સ્ટીલ્થ કેનોપીનો સમાવેશ થાય છે. તે હજુ સુધી સ્પષ્ટ નથી કે તેમને હોંગકોંગ કેમ મોકલવામાં આવ્યા હતા અથવા તેઓ હાલમાં ક્યાં સ્થિત છે.

F-35 સપ્લાય ચેઇનનું સંચાલન કરતી લોકહીડ માર્ટિને સુરક્ષા કારણોસર કોઈપણ ચોક્કસ શિપમેન્ટ અંગે વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે તે યુએસ નિયમો અને સંરક્ષણ એજન્સીઓના નિર્દેશોનું પાલન કરીને વિમાનના ભાગોના સુરક્ષિત શિપિંગનું સંચાલન કરે છે.

Asian Games 2026 : એશિયન ગેમ્સમાં પહેલીવાર સામેલ થઈ આ નવી રમતો, જુઓ ભારત કઈ રમતોમાં રચશે ઇતિહાસ!, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

આ પણ વાંચો, ‘જ્યારે લોકો તમારા પર પથ્થર ફેંકે… અભિષેક શર્માની 30 બોલમાં સદી બાદ યુવરાજ સિંહે કહી ગજબ વાત

Rajkot Breaking News : દેશી ગાયના શુદ્ધ ઘીના નામે મોટું કૌભાંડ, SOGના દરોડામાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય! જુઓ Video

રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં SOGની ટીમે દરોડો પાડીને 500 કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળવાળું ઘી જપ્ત કર્યું હોવાની માહિતી સામે આવી છે. દરોડા દરમિયાન ઘી ઉપરાંત વનસ્પતિ અને અન્ય પ્રકારના ઘીનો જથ્થો પણ મળી આવ્યો છે.

સૂત્રો અનુસાર, ગાય અને અન્ય પશુઓના ઘીના નામે વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જયપ્રકાશ ચંદાણીના વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગે તેના નમૂના લઈને કાર્યવાહી હાથ ધરી છે.

2 લાખથી વધુ કિંમતનો ઘીનો જથ્થો જપ્ત

SOG ની કાર્યવાહી દરમિયાન ડેપોમાંથી રૂ. 2 લાખથી વધુ કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમાં ત્રણ પ્રકારના લૂઝ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. ઉપરાંત, પેકિંગમાં વેચાતા ત્રણ પ્રકારના ઘી પણ શંકાસ્પદ જણાતા તેમના નમૂના લેવામાં આવ્યા છે.

આ જથ્થામાં ખાસ કરીને ગૌશાળાનું દેશી ગાયનું શુદ્ધ ઘી અને હોમમેડ ઘીનો સમાવેશ થાય છે. સૂત્રો અનુસાર, આ બંને પ્રકારનું ઘી વેપારી દ્વારા પોતે તૈયાર કરીને પેકિંગ કરી વેચવામાં આવતું હતું. હાલ આરોગ્ય વિભાગ દ્વારા ઘીના નમૂનાઓની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘીમાં ખરેખર ભેળસેળ છે કે નહીં, તે લેબોરેટરી રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો, Breaking News : IIT બોમ્બેની હોસ્ટેલમાં રહસ્યમય સંજોગોમાં વિદ્યાર્થીનું મોત… આખરે રૂમમાં શું બન્યું હતું?

Bigg Boss 20નું પહેલું એલિમિનેશન! સલમાનના શોમાંથી આ સ્પર્ધક થયો બહાર

Bigg Boss 20: સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો પ્રખ્યાત અને વિવાદાસ્પદ રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ 20’ 6 સપ્ટેમ્બરના રોજ Jio Hotstar પર શરૂ થયો હતો. શરૂઆતથી જ તેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. હંમેશની જેમ, વિવિધ ક્ષેત્રોના સ્પર્ધકો આ શોમાં જોડાયા છે. આ સીઝનમાં ટીવી સ્ટાર્સ, ગાયકો, રમતગમતની હસ્તીઓ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને રેપર્સ સહિત કુલ 16 સ્પર્ધકોએ બિગ બોસના ઘરમાં પ્રવેશ કર્યો છે. હવે, પ્રથમ એલિમિનેશન (સ્પર્ધકની વિદાય) થઈ ગયું છે. ચાલો જાણીએ કે તે કોણ છે.

આ સ્પર્ધક થયો બેઘર!

‘બિગ બોસ 20’ના ઘરમાંથી પ્રથમ સ્પર્ધકને બહાર કરવામાં આવ્યો છે. અહેવાલો સૂચવે છે કે તે સ્પર્ધક રોહેદ ખાનને એલિમિનેટ કરવામાં આવ્યો છે. શો દરમિયાન રોહેદ બહુ ઓછો જોવા મળ્યો હતો; પછી તે ઘરની અંદરના ટાસ્કમાં યોગદાન આપવાની વાત હોય કે રસોડાના કામમાં મદદ કરવાની, તે સતત આ પ્રવૃત્તિઓથી દૂર રહેતો જોવા મળ્યો હતો.

સલમાને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા

‘વીકેન્ડ કા વાર’ દરમિયાન, સલમાન ખાને રોહેદ ખાનને કહ્યું હતું કે શોમાં તેની રમત દેખાતી નથી. આ ઉપરાંત, અન્ય સ્પર્ધકોએ પણ વિવિધ કાર્યો દરમિયાન તેને નોમિનેટ કર્યો હતો કારણ કે તે શોમાં બહુ દેખાતો ન હતો.

આ ત્રણને નોમિનેટ કરવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે આસિફ ખાન, તન્મય સિંહ (ScoutOP) અને રોહેદ ખાનને સજાના ભાગરૂપે સીધા નોમિનેટ કરવામાં આવ્યા હતા. જોકે, એલિમિનેશનની ગાજ રોહેદ ખાન પર પડી અને તેણે ઘર છોડવું પડ્યું. તેની વિદાય તેના ચાહકો માટે મોટો આંચકો છે.

આ છે ‘નકલી’ (fake) ઘરનો સભ્ય

બિગ બોસ તમામ ઘરના સભ્યોને એક રૂમમાં બોલાવે છે. બિગ બોસ કહે છે, “ઘરના સભ્યો, ચાલો એક ક્વિઝ રમીએ.” સૌથી મોટો ‘નકલી’ સભ્ય કોણ છે? ઘરનો crybaby સભ્ય કોણ છે? ઘરમાં વારંવાર સંભળાતો એક શબ્દ છે ‘બુલી ગેંગ’ તમારા મતે અહીં ‘બુલી ગેંગ’માં કોનો સમાવેશ થાય છે? અમનનું નામ ‘નકલી’ સભ્ય તરીકે લેવામાં આવ્યું હતું, જ્યારે અરિશફાની ઓળખ ‘crybaby’ સભ્ય તરીકે કરવામાં આવી હતી. જોકે, ‘બુલી ગેંગ’ કોણ છે તેનો ખુલાસો હજુ સુધી થયો નથી; આ આજના એપિસોડમાં બતાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુલ્લુ બિગ બોસના ઘરનો બીજો કેપ્ટન બન્યો છે.

ઘરમાં હાલ કયા કયા સ્ટાર્સ?

બિગ બોસ 20ના ઘરમાં સોળ સ્પર્ધકોએ પ્રવેશ કર્યો છે. આ યાદીમાં મેરી કોમ, માહી વિજ, કનિકા માન, આમ્રપાલી દુબે, ઈશા રિખી, ખુશી દુબે, અરિશ્ફા ખાન, કુશલ તંવર (ઉર્ફે ગુલ્લુ), તન્મય સિંહ (ઉર્ફે સ્કાઉટઓપ), રેપર યંગ ડીએસએ (હર્ષ વિજય માચરે), ‘પંચાયત’ ફેમ આસિફ ખાન, ગાંધી ક્વાજી, ખાન, ઉર્ફે ખાન, ઉર્ફે ખાન, ઉર્ફે ખાન, ફૈસી, ઉ. અને રીતિ તિવારી.

Breaking News : ‘ડાયરેક્ટર સાથે સૂવું પડશે, તો કામ મળશે !’ મેડમ સરની ફેમસ અભિનેત્રી બની કાસ્ટિંગ કાઉચનો શિકાર, નીમ કરોલી બાબાની ભક્તિએ બચાવી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News : ભારતમાં લોન્ચ થયો મોંઘોદાટ ફોન, ખરીદવા માટે રાતના 10 વાગ્યાથી લાગી લાંબી લાઈનો, જુઓ Video

Appleના નવા iPhone 18 Pro અને iPhone 18 Pro Max ખરીદવા માટે રાહ જોતા લોકો માટે એક ગુડન્યુઝ સામે આવ્યા છે. બંને ફોનની પહેલી સેલ આજે 18 સપ્ટેમ્બરથી શરુ થઈ ચૂકી છે. દિલ્લી હોય કે મુંબઈ Apple Storeની બહાર લાંબી લાઈનો લાગી છે. ફોન લેવા માટે લોકોની ઉત્સુક્તા વધી ગઈ છે.દિલ્લીના સેક્ટર સિટીવોક મોલમાં Appleના નવા iPhone 18 અને iPhone 18 Pro Maxને લઈ લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.

સવારથી જ Apple Store પર નવા iPhone ખરીદવા માટે ગ્રાહકો પહોંચી રહ્યા છે. યુવાઓની સાથે કેટલાક લોકો એવા પણ છે. જે સ્ટોર પર જુના આઈફોનથી નવા મોડલમાં અપગ્રેડ કરવા માટે પહોંચ્યા છે.

200 કિલોમીટર દુરથી મોબાઈલ લેવા આવ્યા

આઈફોન 18 ખરીદવા માટે સાંજે 10 કલાકથી જ સિટી વોક મોલની બહાર લોકોની લાંબી લાઈનો લાગી હતી. કેટલાક લોકો સાંજે10 કલાકે તો કેટલાક 11 કલાકે, 12 વાગ્યાથી લાઈનમાં લાગ્યા હતા. જેનાથી સૌથી પહેલા આઈફોન 18 તેને મળી જાય. લોકોનું કહેવું છે કે, આઈફોનના પોતાના પસંદગીના કલર મળે. આ માટે કલાકો સુધી લાઈનમાં ઉભા હતા. કેટલાક લોકો એવા પણ હતા. જે 200 કિલોમીટર દુર હરિયાણાથી આઈફોન ખરીદવા માટે સાંજના 10 કલાકથી લાઈનમાં લાગ્યા હતા.

લોકો વચ્ચે સૌથી વધુ ચર્ચા iPhone 18 Pro Max ને લઈને છે. ગ્રાહકો ફોનની ડિઝાઈન, કેમેરા, ડિસ્પ્લે અને નવા ફીચર્સને નજીકથી જોઈ રહ્યા છે. સિલેક્ટ સિટીવોક મોલમાં જે રીતે iPhone 18ને લઈ લોકોની ભીડ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે,Appleના નવા iPhoneને લઈ દિલ્લીના ગ્રાહકો ખુહ ઉત્સાહિત છે.

 

 

 

જો તમે પણ નવો આઈફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો કેટલીક ઓફરની મદદથી ઓછા પૈસામાં ખરીદી શકો છો. તો ચાલો જાણીએ. ફોનની કિંમત , ઓફર અને ખાસ ફીચર્સ વિશે.

iPhone 18 Pro અને Pro Maxની કિંમત

iPhone 18 Proની શરુઆતની કિંમત 1,64,900 રુપિયા જણાવવામાં આવી છે. આ કિંમતમાં 256GB સ્ટોરેજ વાળું મોડલ મળશે.તેમજ તેનું 2TB સ્ટોરેજ વાળું ટોપ વેરિએન્ટ અંદાજે 3,14,900 રુપિયાનું હોય શકે છે. બીજી બાજુ, iPhone 18 Pro Maxની શરુઆતની કિંમત અંદાજે 1,79,900 રુપિયા છે. જેમાં પણ 256GB સ્ટોરેજ મળશે. આનો 2TB વાળા વેરિએન્ટની કિંમત અંદાજે 3,29,900 રુપિયા જણાવવામાં આવી છે.

જો તમારી પાસે જૂનો સ્માર્ટફોન છે, તો તમે તમારા નવા iPhone ને એક્સચેન્જ કરીને તેની કિંમત પણ ઘટાડી શકો છો. Apple ના સત્તાવાર સ્ટોર પર, એક્સચેન્જ ક્રેડિટ 21,000 થી 81,500 સુધીની હોઈ શકે છે, જે તમારા જૂના ફોનના મોડેલ અને સ્થિતિ પર આધાર રાખે છે.

iPhone 18 Pro ની કિંમત

  • 256GB: 1,64,900 રુપિયા
  • 512GB: 1,89,900 રુપિયા
  • 1TB: 2,39,900 રુપિયા
  • 2TB: 3,14,900 રુપિયા

iPhone 18 Pro Maxની કિંમત

  • 256GB: 1,79,900 રુપિયા
  • 512GB: 2,04,900 રુપિયા
  • 1TB: 2,54,900 રુપિયા
  • 2TB: 3,29,900 રુપિયા

આજકાલ દરેક વ્યક્તિ મોબાઈલ ફોનથી પરિચિત હશે. આ પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે, જેનો ઉપયોગ વૉઇસ કૉલિંગ, ટેક્સ્ટિંગ, ઇન્ટરનેટ ઍક્સેસ, ફોટોગ્રાફી, વીડિયો રેકોર્ડિંગ, ગેમિંગ, ચાલી રહેલ એપ્લિકેશન્સ અને અન્ય હેતુઓ માટે થાય છે. અહી ક્લિક કરો

AC ને વારંવાર ON/OFF કરવું કે સતત ચાલુ રાખવું ? જાણો લાઈટ બિલ અડધું કરવાનો સાચો રસ્તો

Breaking News : અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા, જુઓ Video

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વીજળીના કડાકા સાથ વરસાદ વરસી રહ્યો છે. વસ્ત્રાપુર , માનસી ચાર રસ્તા અને પકવાન ચાર રસ્તા પર વરસાદના પાણી ભરાયા છે.તો હવામાન વિભાગે 20 તારીખ સુધી આગાહી કરી હતી. અમદાવાદમાં સરેરાશ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.સૌથી વધુ સરખેજમાં સવા 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વાસણામાં સવા 3 ઇંચ, નવરંગપુરામાં પોણા 4 ઇંચ વરસાદ,ચાંદખેડામાં 2 ઇંચ વરસાદ, ઉસ્માનપુરમાં સવા 2 ઇંચ,સાયન્સ સિટીમાં 2 ઇંચ, ગોતામાં પોણા 3 ઇંચ વરસાદ,થલેતજમાં 2 ઇંચ, ઓગણજમાં સવા 2 ઇંચ વરસાદ,વાસણા બેરેજના 14 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. અમદાવાદના 5 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે.

વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા

અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમજ વાસણા બેરેજમાંથી 17 હજાર ક્યુસેક પાણી છોડવાંમાં આવી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં સાવત્રિક વરસાદી માહોલના કારણે જીલ્લા શિક્ષણ અધિકારીએ ખાસ સૂચના આપી છે.શાળાઓને રજા માટે નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે.

અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી.કર્ણાવતી ક્લબ રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા.પાણી ભરાતા વાહનવ્યવહારને વ્યાપક અસર થઈ હતી. વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો.સતત બે કલાકના વરસાદથી હાટકેશ્વર સર્કલ તળાવમાં ફેરવાયું હતુ.હાટકેશ્વર, ખોખરા, અમરાઈવાડી અને મણિનગરમાં પાણી ભરાયા હતા.સ્થાનિકોનો આક્ષેપ પાણીના નિકાલ માટે AMC કર્મચારીઓ સ્થળ પર દેખાયા નહીં

 

Ahmedabad Rain Breaking News : અમદાવાદમાં સવારમાં તુટી પડેલા તોફાની વરસાદથી જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અહી ક્લિક કરો

આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : સોનામાં મોટો કડાકો ! 18 ઓગસ્ટથી અત્યાર સુધી પ્રતિ 10 ગ્રામ ₹3,060 ઘટી ગયો ભાવ, જુઓ આજનો લેટેસ્ટ રેટ

Breaking News : પાકિસ્તાનમાં લોકડાઉન જેવા નિયમો, રાત્રે 9 વાગ્યે બજારો બંધ, લગ્નમાં ફક્ત એક જ વાનગી, જાણો મુશ્કેલીઓ કેમ વધી?

ભારતનો પાડોશી દેશ હાલમાં તેલ સંકટનો સામનો કરી રહ્યો છે, જેની અસરો હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મધ્ય પૂર્વમાં કટોકટી વચ્ચે પાકિસ્તાન સરકારે ઇંધણ બચત અને ખર્ચ બચાવવાના પગલાં ફરીથી લાગુ કર્યા છે. કેબિનેટ વિભાગે 17 સપ્ટેમ્બરના રોજ આ નિર્દેશો જાહેર કર્યા હતા, જે તાત્કાલિક અમલમાં આવશે, અને બજાર બંધ થવા પર અગાઉના નિયંત્રણો ઉપરાંત સરકારી ખર્ચ, સરકારી વાહનો અને વિદેશ મુસાફરી પર નવા નિયંત્રણો સામેલ છે.

સરકારે લગાવ્યા આ પ્રતિબંધો

  • લગ્નના ફંકશનમાં હવે માત્ર એક જ ડીશ સર્વ કરવામાં આવશે
  • દુકાન, માર્કેટ, મોલ અને બજાર તેમજ કરિયાણાની દુકાન રાતના 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
  • મેરેજ હોલ તેમજ ઉત્સવના સ્થળોરાત્રે 10:00 વાગ્યા સુધીમાં બંધ કરવામાં આવશે
  • રેસ્ટોરન્ટ, કાફે, ખાણીપીણીની દુકાનો અને ફુડની દુકાનો રાત્રે 11:00 વાગ્યા સુધીમાં બંધ થઈ જશે
  • ફળ અને શાકભાજીની દુકાનો રાત્રે 11:00 વાગ્યા સુધીમાં બંધ થઈ જશે

સરકારી ડિપાર્ટમેન્ટ માટે પણ આ નિયમો

  • નોટીફિકેશનમાં સરકારી ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓ માટે પણ નિયંત્રણોનું લિસ્ટ આપવામાં આવ્યું છે.
  • ત્રણ મહિના માટે સરકારી વાહનો માટે ઇંધણની જોગવાઈમાં 50% ઘટાડો
  • નાણાકીય વર્ષ 2026-27 માટે સરકારી બજેટમાં માસિક 5% ઘટાડો.
  • વિકાસ પ્રોજેક્ટ્સ સિવાય નવા વાહનોની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ.
  • કેટલીક છૂટ સાથે આવશ્યક સત્તાવાર મુલાકાતો સહિત વિદેશ મુસાફરી પર 3 મહિનાનો પ્રતિબંધ.
  • શહેરની અંદરની બેઠકો સિવાય, ટેલિકોન્ફરન્સિંગ દ્વારા સત્તાવાર મીટિંગોને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • વિદેશી પ્રતિનિધિમંડળોની મુલાકાતો સિવાય, સત્તાવાર રાત્રિભોજન પર પ્રતિબંધ રહેશે.
  • સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા સેમિનાર, તાલીમ અને પરિષદો જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી પ્રતિબંધિત રહેશે.
  • મંત્રીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આવશ્યક વિદેશી મુલાકાતો પર ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાની જરૂર રહેશે.

પાકિસ્તાન પર વધ્યું દબાણ

ઇંધણ પ્રતિબંધોમાં ચોક્કસ સશસ્ત્ર દળો, કાયદા અમલીકરણ, આવશ્યક સેવાઓ અને ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુના વાહનોને બાકાત રાખવામાં આવ્યા છે, જે સૂચનાની શરતોને આધીન છે. વિકાસ પ્રોજેક્ટ્સને પણ ઘણા ખર્ચ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ પગલાં માર્ચમાં રજૂ કરાયેલા અગાઉના બચતનાં પગલાંને અનુસરે છે અને હોર્મુઝ સ્ટ્રેટ અને બાબ અલ-મંડાબ સહિતના તેલ માર્ગોમાં અવરોધો અંગેની ચિંતાઓ વચ્ચે આવે છે, જેણે ઇંધણ પુરવઠા અને કિંમતો પર દબાણ લાવ્યું છે.

 

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. અહી ક્લિક કરો

 

IND vs AFG: ત્રીજી T20I પહેલા અફઘાનિસ્તાને, ટીમ ઈન્ડિયાને ડિનર માટે કેમ આમંત્રણ આપ્યું? અહી ક્લિક કરો

Charge On UPI : સરકારે એમ જ નથી લગાવ્યો UPI પર ચાર્જ ! નિર્ણય પાછળ મોટી રણનીતિ, સમજો અહીં

UPI પેમેન્ટ્સ પરના શુલ્ક અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. સરકારે ₹2000થી વધુના વેપારી વ્યવહારો (merchant payments) પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાદવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન, સંસદની નાણાં બાબતોની સ્થાયી સમિતિનો 32મો અહેવાલ પણ ચર્ચામાં આવ્યો છે. અહેવાલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભવિષ્યમાં UPI પર માસિક 15 હજાર કરોડ વ્યવહારો થઈ શકે છે અને 600 મિલિયન નવા વપરાશકર્તાઓ જોડાઈ શકે છે. સમિતિએ UPI માટે સ્વ-નિર્ભર આવક મોડેલની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. આનાથી પ્રશ્ન ઊભો થાય છે: સરકારે શા માટે ચાર્જ લાદવાનો નિર્ણય લીધો અને તેની પાછળની વ્યૂહરચના શું છે?

સંસદમાં રજૂ કરાયેલા સમિતિના 32મા અહેવાલમાં જણાવાયું છે કે નાણાં મંત્રાલયે જાહેર તિજોરી પર વારંવાર બોજ નાખ્યા વિના UPIને આર્થિક રીતે ટકાઉ બનાવવા માટે આવકનું માળખું તૈયાર કરવું જોઈએ. સમિતિએ સ્વીકાર્યું કે નાના શહેરોમાં જ્યાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ મર્યાદિત છે ત્યાં ડિજિટલ ચૂકવણીને વેગ આપવા માટે સૂચિત ત્રણ વર્ષની યોજના અને કેશબેક જેવા પ્રોત્સાહનો આવશ્યક છે. જોકે, સમિતિએ નાણાકીય તાણ વિના યોજનાની લાંબા ગાળાની સક્ષમતા સુનિશ્ચિત કરવા માટે સ્વ-નિર્ભર આવક મોડેલ શોધવાની દિશામાં ગંભીરતાથી કામ કરવાની સલાહ પણ નાણાકીય સેવા વિભાગને આપી હતી. અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે MDRનો સંપૂર્ણ અભાવ અથવા ‘ઝીરો-MDR’ વ્યવસ્થા બેંકો અને પેમેન્ટ ઓપરેટરો માટે આર્થિક રીતે ટકાઉ રહી નથી; ચાર્જ લાદવાના નિર્ણય પાછળનું આ જ કારણ છે.

ચાર્જ લગાવવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો?

  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ: UPI નેટવર્કની જાળવણી માટે બેંકો અને પેમેન્ટ પ્રદાતાઓ વાર્ષિક ₹20,000 કરોડ સુધીનો ખર્ચ કરે છે.
  • ટેક્નોલોજી અને સુરક્ષા: વ્યવહારોની વધતી સંખ્યાને કારણે સાયબર સુરક્ષા, છેતરપિંડી નિવારણ અને તકનીકી અપગ્રેડમાં સતત રોકાણની જરૂર પડે છે.
  • સ્વ-નિર્ભર આવક મોડેલ: સરકારી સબસિડી પરની નિર્ભરતા ઘટશે. સામાન્ય વપરાશકર્તાઓ માટે P2P વ્યવહારો અને ₹2000થી ઓછી રકમના વ્યવહારો મફત રહેશે.

વ્યવહારની સંખ્યા 15 હજાર કરોડ સુધી પહોંચશે

સમિતિએ તેના અહેવાલમાં આંકડાઓનો ઉપયોગ કરીને આ મુદ્દાની ગંભીરતા પર પ્રકાશ પાડ્યો હતો. સમિતિના અંદાજ મુજબ, ભવિષ્યમાં UPI દ્વારા દર મહિને અંદાજે 150 અબજ વ્યવહારો (transactions) થવાની અપેક્ષા છે અને આ નેટવર્ક સાથે લગભગ 600 મિલિયન નવા વપરાશકર્તાઓ જોડાઈ શકે છે. આ આંકડા UPIના વ્યાપના ઝડપી વિસ્તરણને દર્શાવે છે, પરંતુ તે એક નોંધપાત્ર પડકાર તરફ પણ ઈશારો કરે છે.

સરકાર સબસિડી અથવા પ્રોત્સાહનો દ્વારા બેંકો અને પેમેન્ટ કંપનીઓને થતા વાસ્તવિક ખર્ચ જેમ કે સર્વર, સુરક્ષા, છેતરપિંડી નિવારણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણીનો ખર્ચના માત્ર 11 ટકા હિસ્સો જ પૂરો પાડે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ખર્ચવામાં આવતા દરેક ₹100 સામે સરકાર માત્ર ₹11નું યોગદાન આપે છે, જેનાથી બાકીના ₹89નો બોજ બેંકો અને પેમેન્ટ કંપનીઓએ ઉઠાવવો પડે છે. તેવી જ રીતે, જો સરકારે UPI પર પ્રમાણભૂત MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) વસૂલ્યો હોત તો બેંકો અને કંપનીઓને જે આવક થઈ હોત, તેની સરખામણીમાં સરકાર હાલમાં તે રકમના માત્ર 14 ટકા જ “વળતર” (compensation) તરીકે આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો, વપરાશકર્તાઓ માટે UPI મફત હોવા છતાં તેનું સંચાલન ખર્ચાળ છે, અને સરકારની નાણાકીય સહાય વાસ્તવિક ખર્ચ અને સંભવિત આવક બંનેની તુલનામાં ઘણી ઓછી છે.

વિદેશી રોકાણ આકર્ષવાના પ્રયાસો

સમિતિએ ચેતવણી આપી હતી કે આ અસંતુલન ભંડોળની દ્રષ્ટિએ એક માળખાગત ખાધ (structural funding gap) ઊભી કરી રહ્યું છે, જે UPI-સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભવિષ્યના રોકાણ પર સીધી અસર કરી શકે છે. સમિતિએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે મૂડી એકત્ર કરવા, મોટા વિલીનીકરણ (mergers) કરવા અને વિદેશી રોકાણ આકર્ષવાના પ્રયાસો જાહેર ક્ષેત્રની બેંકોના આવશ્યક કાર્યો—જેમ કે પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને ધિરાણ આપવું અને ઓછો નફો કરતી ગ્રામીણ શાખાઓનું સંચાલન કરવું—ને નબળા ન પાડે.

હાલમાં UPI માર્કેટ કેટલું મોટું છે?

ચાલો હવે ભારતમાં UPI નેટવર્કના વર્તમાન વ્યાપ પર નજર કરીએ. વર્તમાન આંકડા દર્શાવે છે કે દેશમાં દરરોજ અંદાજે 660 મિલિયન UPI વ્યવહારો થઈ રહ્યા છે. માત્ર જુલાઈ 2026ના મહિનામાં જ લગભગ 23.66 અબજ UPI વ્યવહારો નોંધાયા હતા, જેનું કુલ મૂલ્ય અંદાજે ₹29.88 લાખ કરોડ હતું. આ આંકડા પુષ્ટિ કરે છે કે UPI હવે માત્ર એક વિકલ્પ નથી રહ્યો, પરંતુ સામાન્ય માણસના રોજિંદા જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે. નાણાકીય વર્ષ 2025-26માં દેશના કુલ ડિજિટલ વ્યવહારોમાં UPIનો હિસ્સો 84% સુધી પહોંચ્યો હતો, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે રોજિંદા ડિજિટલ વ્યવહારો માટે સૌથી મહત્વપૂર્ણ અને વિશ્વસનીય માધ્યમ બની ગયું છે.

એકંદરે, સરકારનું આ પગલું સુવિચારિત વ્યૂહરચનાનો એક ભાગ હોય તેવું જણાય છે. જ્યારે સામાન્ય અને નાના ગ્રાહકોને ₹2,000 સુધીના વ્યવહારો પર સંપૂર્ણ રાહત આપવામાં આવી છે, ત્યારે સરકાર સાથે સાથે મોટા અને ઊંચા મૂલ્યના વ્યવહારો પર નજીવો શુલ્ક લાદીને આ વિશાળ નેટવર્કને લાંબા ગાળે સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ પણ કરી રહી છે. સંસદીય સમિતિની ચેતવણીને ગંભીરતાથી લેતાં એ સ્પષ્ટ છે કે આગામી વર્ષોમાં જેમ જેમ UPIનો વ્યાપ ઝડપથી વધશે, તેમ આ ડિજિટલ ક્રાંતિની ગતિ અકબંધ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેના નાણાકીય મોડેલને મજબૂત કરવાની જરૂરિયાત પણ વધશે.

Breaking News : આજથી ખુલશે NSE IPO ! 8 શેરનો એક લોટ, પૈસા લગાવતા પહેલા જાણી લો ફાયદો થશે કે નહીં?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષ શાસ્ત્રના આધારે છે આથી TV9 Gujarati તેની સત્યતાની પુષ્ટિ કરતુ નથી. આ અંગે વધારે માહિતી માટે જે તે નિષ્ણાંતની સલાહ લેવી

Radha Ashtami 2026 : કૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ પછી રાધાષ્ટમી કેમ ઉજવવામાં આવે છે, આ વ્રત વિના કૃષ્ણની પૂજા કેમ અધૂરી છે? જાણો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Gold-Silver Rate Today: સોનું થયું વધુ મોંઘું, દિલ્હીમાં ₹1,40,810 પર પહોંચ્યો 22 કેરેટનો ભાવ, જાણો લેટેસ્ટ કિંમત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં વધારો; જાણો 24K, 22K નો આજનો દર અને ફિઝિકલ કે ETF માંથી કઈ ખરીદી પડશે સસ્તી ?

Breaking News : ગીર-સોમનાથમાં બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા, તપાસ શરૂ, જુઓ Video

ગીર-સોમનાથના ઉના નજીક દરિયામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વલસાડની માધવી નામની ફિશિંગ બોટ ભાથોડા વિસ્તારમાં પથ્થર સાથે અથડાતા ડૂબી ગઈ હતી. આ ઘટના ભારે પવન, વરસાદ અને ઉછળતા મોજાં વચ્ચે બની હતી, જેના કારણે બોટને મોટું નુકસાન થયું હતું અને તે ડૂબવા લાગી હતી.

બોટ ડૂબી રહી હોવાનું જણાતા તેમાં સવાર કુલ 12 માછીમારોએ પોતાનો જીવ બચાવવા માટે દરિયામાં કૂદકો લગાવ્યો હતો. સદનસીબે, અકસ્માતની જાણ થતા જ આસપાસ ફિશિંગ કરી રહેલી અન્ય બોટો તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે દોડી આવી હતી. સમયસરના રેસ્ક્યૂ ઓપરેશનને કારણે તમામ 12 માછીમારોને દરિયામાંથી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને અન્ય બોટોમાં લાવવામાં આવ્યા હતા.

આ ઘટનાને પગલે મરીન પોલીસ અને ફિશરીઝ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. બોટ કેવી રીતે પથ્થર સાથે અથડાઈ અને અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે કાર્યવાહી ચાલુ છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી તે એક રાહતની વાત છે.

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

હોર્મુઝ બાદ બાબ અલ-મંદેબમાં વધ્યો તણાવ, ભારત પર શું થશે અસર?

Ganesh visarjan 2026 : બાપ્પાને વિદાય આપતી વખતે શું કરવું અને શું ન કરવું? વિસર્જનના મહત્વપૂર્ણ નિયમો જાણો

Ganpati Visarjan Rules: પંચાગ અનુસાર ગણેશ ચતુર્થીની શરુઆત 14 સપ્ટેમ્બરથી થઈ છે. સમાપન 25 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીના દિવસે થશે. આ દિવસે ભક્તો પોતાના ઘરે અને પંડાલોમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરી તેની પુજા-અર્ચના કરે છે. ત્યારબાદ પોતાની શ્રદ્ધા અને પરંપરા અનુસાર બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ગણપતિ વિસર્જન માત્ર મૂર્તિને જળમાં પ્રવાહિત કરવાની પ્રકિયા નથી. પરંતુ બાપ્પાને સમ્માન અને શ્રદ્ધાની સાથે વિદાય આપવાની પરંપરા માનવામાં આવે છે. આ માટે વિસર્જન દરમિયાન કેટલીક વાતનું ધ્યાન રાખવું ખુબ જરુરી માનવામાં આવે છે.

વિસર્જન પહેલા કરો ઉત્તર પુજા

ધાર્મિક માન્યતા અનુસાર ગણપતિ વિસર્જન પહેલા ઉત્તર પુજા કરવાની પરંપરા છે. જેમાં ભગવાન ગણેશની વિધિ વિધાનથી પુજા કરવામાં આવે છે. તેમજ તેને ભોગ લગાવવામાં આવે છે. ત્યારબાદ બાપ્પાને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખવાની પ્રાર્થના કરવામાં આવે છે. પુજા પછી ગણપતિની મૂર્તિને તેના સ્થાનથી થોડી આગળ રાખવાની પરંપરા અનેક સ્થળોએ જોવા મળે છે. જેને બાપ્પાની વિદાયની તૈયારી સાથે જોડવામાં આવે છે.

બાપ્પાને સમ્માન સાથે વિદાય આપો

વિસર્જન સમયે નીકળતી વખતે ગણપતિ બાપ્પાની મૂર્તિને સમ્માનપૂર્વક ઉઠાવવા જોઈએ. આ દરમિયાન ઘરના સભ્યો કે ભક્તો મળી ગણપતિ બાપ્પાનો જયકાર લગાવી વિદાય કરે છે. ગણપતિ બાપ્પા મોરયા, અગલે બરસ તુ જલ્દી આ જેવા જયકારો સાથે બાપ્પાને વિદાય આપવાની પરંપરા છે. વિસર્જન પહેલા ભગવાન ગણેશને ફૂલ, દુર્વા, મોદક અથવા પોતાની શ્રદ્ધા અનુસાર ભોગ અર્પિત કરવામાં આવે છે. ત્યારબાદ આરતી કરી બાપ્પાથી જાણે અજાણતા થયેલી ભૂલ માટે ક્ષમા માંગવાની પણ પરંપરા છે.

વિસર્જન દરમિયાન શું ન કરવું?

ગણપતિ વિસર્જન દરમિયાન ઉતાવળ કે બેદરકારી ટાળવી જોઈએ. બાપ્પાની મૂર્તિને આદરપૂર્વક સંભાળવી જોઈએ, અને વિસર્જન દરમિયાન કોઈ પણ પ્રકારનું અપમાનજનક વર્તન ન કરવું જોઈએ. એવી જગ્યાએ મૂર્તિનું વિસર્જન ટાળવું જોઈએ જ્યાં પાણીનું પ્રદૂષણ અથવા પર્યાવરણને નુકસાન થઈ શકે.

શું બાપ્પાને એકલા વિદાય કરવા જોઈએ?

ગણપતિ વિસર્જનનો ઉત્સવને અંતિમ તબક્કો માનવામાં આવે છે. આ માટે પ્રયત્ન કરો કે, પરિવારના સભ્યો સાથે મળી બાપ્પાને વિદાય આપે.

ગણેશ ઉત્સવની શરૂઆત 1893માં મહારાષ્ટ્રમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી. તે સમયે દેશમાં આઝાદીની લડાઈ ચાલી રહી હતી. અહી ક્લિક કરો

 

Breaking News : ભારત પર 100% ટેરિફ લગાવવાની દિશામાં અમેરિકા, આજે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મતદાન !

અમેરિકા ભારત પર 100% ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે રશિયા પર પ્રતિબંધો લાદતા બિલ પર મતદાન કરીને આગળ વધ્યું છે. બિલમાં રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારત પર 100% ટેરિફ લાદવાની જોગવાઈ છે. આ બિલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયાના મુખ્ય તેલ અને ગેસ ખરીદદારો, (જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે) પર 100% સુધી ટેરિફ લાદવાનો અધિકાર આપી શકે છે. જેની સીધી અસર થઈ શકે છે.

આ બિલનું નામ Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026 છે. અમેરિકન સેનેટે ગયા મહિને આ બિલને 86-11 ના મતથી પાર કર્યું હતું. હવે બિલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ સમક્ષ છે. હાઉસ રુલ્સ કમિટીએ તેને આગળની વિચારણા માટે મંજૂરી આપી છે.

પ્રતિનિધિ ગૃહમાં ઠરાવ પસાર

મંગળવાર 15 સપ્ટેમ્બરના રોજ પ્રતિનિધિ ગૃહમાં પ્રક્રિયાગત મતદાનમાં 214-211 મતથી આ ઠરાવ પસાર થયો હતો. બે ડેમોક્રેટિક કોંગ્રેસમેનોએ પાર્ટી લાઇન તોડીને રિપબ્લિકન સાથે મતદાન કર્યું. જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ. રશિયા પ્રતિબંધ બિલ અને અન્ય ઘણા કાયદાઓને આગળ ધપાવતો ઠરાવ 214-211 મતથી પસાર થયો છે. આ પરિણામથી હાઉસ ડેમોક્રેટિક નેતૃત્વને ફટકો પડ્યો છે.

ગૃહમાં અંતિમ મતદાન

આ બિલ પર આજે બુધવારે (16 સપ્ટેમ્બર) ગૃહમાં મતદાન થવાની ધારણા છે. હાઉસ ફોરેન અફેર્સ કમિટીના રેન્કિંગ સભ્ય, ડેમોક્રેટિક કોંગ્રેસમેન ગ્રેગરી મીક્સે સોમવારે બિલનો વિરોધ કર્યો હતો, દલીલ કરી કે તે રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોઈપણ સુરક્ષા વગર ટેરિફ લાદવાની અમર્યાદિત સત્તા આપશે.

10 દેશો પર 100 ટકા ટેરિફ

ડેમોક્રેટિક કોંગ્રેસમેન સ્ટેની હોયર દ્વારા રજૂ કરાયેલા સુધારામાં 10 દેશોને 100 ટકા સુધીના ટેરિફ માટે પાત્ર જાહેર કરવામાં આવ્યા છે. આમાં ચીન, ભારત, તુર્કી, અઝરબૈજાન, હંગેરી, સ્લોવાક રિપબ્લિક, સંયુક્ત આરબ અમીરાત, સિંગાપોર, કઝાકિસ્તાન અને કિર્ગીઝ રિપબ્લિકનો સમાવેશ થાય છે.

આ સુધારાથી ભારત પર આપમેળે 100 ટકા ટેરિફ લાદવામાં આવશે નહીં, પરંતુ જો બિલ કાયદો બની જાય અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનો ઉપયોગ કરે, તો ભારત આવા ટેરિફ માટે પાત્ર બની શકે છે.

રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત

સેનેટ દ્વારા પસાર કરાયેલા સંસ્કરણમાં દેશોના નામ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યા નહોતા. તેમાં રશિયન તેલ અને ગેસના પાંચ સૌથી મોટા આયાતકારોનો ઉલ્લેખ હતો. બિલમાં રશિયાના નેતૃત્વ અને એનર્જી સેક્ટર પર પ્રતિબંધો લગાવવા ઉપરાંત પ્રતિબંધોથી બચવા માટે ઉપયોગમાં લેવાતા જહાજો સામે પણ કાર્યવાહી કરવાની જોગવાઈ છે.

સાથે જ રશિયન ઊર્જાના મોટા ખરીદદારો પર 100% સુધીનો ટેરિફ લગાવવાની સત્તા રાષ્ટ્રપતિને આપવાની જોગવાઈ છે. ભારત અને ચીન હાલમાં રશિયા પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઇલની આયાત કરે છે, તેથી બંને દેશો આ ચર્ચાના કેન્દ્રમાં છે.

રશિયાના નેતૃત્વ અને ઉર્જા ક્ષેત્ર પર પ્રતિબંધો

આ બિલ દ્વારા, અમેરિકા ખાસ કરીને રશિયાના નેતૃત્વ અને ઉર્જા ક્ષેત્ર પર પ્રતિબંધો લાદવાનો પ્રયાસ કરે છે. તે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોને બાયપાસ કરીને રશિયન તેલના વેપારને સરળ બનાવતા જહાજો પર પણ પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરે છે. આને સામાન્ય રીતે શેડો ફ્લીટ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાએ દાવો કર્યો છે કે રશિયા આ શેડો ફ્લીટમાંથી ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરીને યુક્રેન સામેના તેના યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યું છે.

આ પણ વાંચો, Breaking News : UPI ફ્રી નહીં રહેવાના અહેવાલોનું સત્ય, જાણો કયા ટ્રાન્ઝેક્શન પર લાગશે ચાર્જ અને કયા રહેશે મફત

Train Ticket UPI Charge: ટ્રેનની ટિકિટના પેમેન્ટ પર UPIથી કેટલો ચાર્જ લાગશે? NPCIએ સ્પષ્ટતા કરી

Train Ticket UPI Charge : 15 ઓક્ટોબરથી દેશમાં ડિજિટલ પેમેન્ટને લઈ એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ મંગળવારે જાહેરાત કરી કે, સરકાર 15 ઓક્ટોબરથી પર્સન ટુ મર્ચેન્ટ (P2M) યુપીઆઈ ટ્રાન્જેક્શન પર મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરશે. જેના હેઠળ મર્ચેન્ટને 2,000 રુપિયાથી વધારેના ટ્રાન્જેક્શન પર 0.4 ટકા અને 75,000 રુપિયા અથવા તેનાથી વધારેના પેમેન્ટ પર 300 રુપિયાની ફી આપવી પડશે.

આ જાહેરાત પછી લોકો ચિંતામાં મુકાયા છે. સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થવા લાગી કે, શું હવે ટ્રેનની ટિકિટ પણ મોંઘી થશે? મંગળવારના રોજ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ એક એફએક્યુ જાહેર કરી આ મામલે તમામ સવાલોના જવાબ આપ્યા છે. જેનાથી લોકોની મુંઝવણ દુર થઈ છે.

મુસાફરોના ખિસ્સા પર અસર નહી પડે

આજના સમયમાં મોટાભાગના લોકો રેલવેની ટિકિટ બુક કરતી વખતે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરે છે. ત્યારે એક્સટ્રા ચાર્જની વાત સાંભળી દરેક પરેશાન હતા. NPCI (National Payments Corporation of India)એ પોતાના જવાબમાં સ્પષ્ટ કર્યું કે, યુપીઆઈ પેમેન્ટ કરવા પર રેલવે મુસાફરોને કોઈ વધારાનો ચાર્જ આપવો પડશે નહી. નવું પેમેન્ટ માળખું એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ગ્રાહકે ફક્ત નિર્ધારિત ટિકિટ કિંમત ચૂકવવી પડશે. પછી ભલે તમારી ટિકિટની કુલ કિંમત 2000 રુપિયાથી વધારે હોય પરંતુ તમારા ખીસ્સામાંથી એક રુપિયો પણ વધારે જશે નહી.

કોણ ભરશે વધારાના ચાર્જના પૈસા

હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે, જ્યારે મુસાફરો પાસેથી વધારાના પૈસા લેવામાં આવતા નથી. તો પછી આ વધારાનો ચાર્જ કોણ ભરશે. નવા નિયમ મુજબ 2000 રુપિયાથી વધારેના રેલવે ટ્રાન્જેક્શન પર 5 રુપિયાનું ફ્લેટ MDR લગાવવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું કે, આ પૈસા વેપારીને ચૂકવવી પડશે. આનો અર્થ એ છે કે જો તમે ટિકિટ બુક કરાવો છો, તો ભારતીય રેલ્વે અથવા IRCTC આ 5 રુપિયાનો ચાર્જ પોતાના ખિસ્સામાંથી ઉઠાવશે. ધારો કે તમારી ટિકિટની કિંમત 3,000 છે, તો તમારે ચુકવણી પર ફક્ત 3,000 ચૂકવવા પડશે. વધારાના 5 ચાર્જનો સંપૂર્ણ બોજ રેલવે ભોગવશે. આનાથી મુસાફરને કોઈ અસર થશે નહીં.

 

Breaking News : શું વિદેશ મુસાફરી કરતી વખતે UPI ચુકવણીઓ વધુ મોંઘી થશે? ફ્રાન્સથી સિંગાપોર સુધીના 11 દેશોમાં 0.4% ફી પાછળનું આખું ગણિત જાણો અહી ક્લિક કરો

Breaking News: રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો, જુઓ Video

રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ સાર્વત્રિક મહેર વરસાવી છે. રાજ્યના કુલ 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.

અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ભાવનગરના વલ્લભીપુરમાં 6.10 ઇંચ અને જામનગર શહેરમાં 5.59 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત આણંદના બોરસદમાં 5.51 ઇંચ, ગીર સોમનાથના ઉનામાં 5.43 ઇંચ અને રાજકોટના કોટડાસાંગાણીમાં 5.20 ઇંચ વરસાદ નોંધાયો છે.

કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

કચ્છના ગાંધીધામમાં 4.61 ઇંચ અને ભચાઉમાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો છે. મહેસાણાના કડીમાં 4.29 ઇંચ અને વડોદરાના કરજણમાં પણ 4.29 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરત શહેરમાં 4.17 ઇંચ, બોટાદ શહેરમાં 4.17 ઇંચ અને અમદાવાદના ધોળકામાં 4.13 ઇંચ વરસાદ નોંધાયો છે.

15 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ

રાજ્યના 15 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 40 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. કુલ 80 તાલુકામાં 2 ઇંચથી વધુ અને રાજ્યના 145 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

સાર્વત્રિક વરસાદથી ખેડૂતોને પણ મોટી રાહત મળી છે. ખાસ કરીને વરસાદની રાહ જોઈ રહેલા વિસ્તારોમાં સારા વરસાદથી પાકને ફાયદો થવાની આશા છે. જોકે, જ્યાં ભારે વરસાદ થયો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અને સ્થાનિક માર્ગો પર અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો- Breaking News: સૌરાષ્ટ્ર-કચ્છને ઘમરોળશે મેઘરાજા, 20 સપ્ટેમ્બર સુધી વરસાદની મોટી આગાહી

Breaking News : સહારા ગ્રુપમાં તમારા પણ અટકી રહ્યા છે પૈસા? હવે રિફંડ પોર્ટલ થઈ શરુ, ​જાણો કેવી રીતે કરવું ક્લેમ

સહારા ગ્રુપની ચાર સહકારી મંડળીઓમાં ફસાયેલા નાણાંના રિફંડની રાહ જોઈ રહેલા લાખો રોકાણકારો માટે મોટા સમાચાર છે. કેન્દ્ર સરકારે CRCS-સહારા રિફંડ પોર્ટલને ફરીથી સક્રિય કર્યું છે. પરિણામે, લાંબા સમયથી પેન્ડિંગ રહેલા લગભગ 20 લાખ દાવાઓની ચકાસણી અને પ્રક્રિયા ફરી શરૂ થઈ છે. પોર્ટલ અનુસાર, ચકાસાયેલ અને પાત્ર દાવાઓ માટે ₹10 લાખ સુધીનું રિફંડ આપવામાં આવી રહ્યું છે, અગાઉ આ મર્યાદા માત્ર ₹50,000 હતી.

₹9,267 કરોડનું રિફંડ

સહકાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 41.56 લાખથી વધુ થાપણદારોને ₹9,267 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી છે. આ રકમ આધાર-લિંક્ડ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. પેન્ડિંગ અરજીઓની ચકાસણી અને પાત્ર રોકાણકારોને રિફંડ આપવાની પ્રક્રિયા હવે આગળ વધી રહી છે.

રિફંડ પ્રક્રિયા કેમ અટકી હતી?

સરકારના જણાવ્યા અનુસાર, પોર્ટલના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લાયસન્સ, હાર્ડવેર, AMC (વાર્ષિક જાળવણી કરાર) અને સ્ટાફિંગ સંબંધિત સમસ્યાઓને કારણે નવેમ્બર 2025 પછી દાવાની પ્રક્રિયા પર અસર પડી હતી. આ તકનીકી અને વહીવટી અવરોધોને દૂર કર્યા પછી હવે પોર્ટલ ફરીથી કાર્યરત કરવામાં આવ્યું છે.

શું 45 દિવસમાં પૈસા મળી જશે?

રિફંડ પ્રક્રિયામાં પાત્ર દાવો ફાઈનલ થયા પછી 45 દિવસની અંદર ચુકવણી પ્રક્રિયા પૂર્ણ કરવાની જોગવાઈ છે. જો કે, આની કોઈ ગેરંટી નથી કે અરજી કર્યાના 45 દિવસની અંદર પૈસા આપમેળે ખાતામાં જમા થઈ જશે.

સૌ પ્રથમ, આધાર e-KYC, બેંક ખાતાની વિગતો, સભ્યપદ/થાપણના રેકોર્ડ્સ અને સંબંધિત સહકારી મંડળીના રેકોર્ડ્સની ચકાસણી કરવામાં આવે છે. જો કોઈ વિસંગતતા જોવા મળે તો દાવો અટકી શકે છે.

જો ક્લેમ રિજેક્ટ દર્શાવવામાં આવે તો શું કરવું?

જે રોકાણકારોની અરજીઓમાં ખામીઓ જણાઈ છે તેમના માટે ‘રી-સબમિશન પોર્ટલ’ (ફરીથી સબમિટ કરવાની સુવિધા) ઉપલબ્ધ છે. આવા રોકાણકારોએ નોંધાયેલી ખામીઓને સુધારવી જોઈએ અને તેમના દાવા ફરીથી સબમિટ કરવા જોઈએ. કૃપા કરીને ખાતરી કરો કે તમે રિફંડના સંબંધમાં કોઈપણ અનધિકૃત વ્યક્તિ અથવા વેબસાઇટ સાથે તમારો OTP, બેંક વિગતો અથવા અન્ય સંવેદનશીલ માહિતી શેર ન કરો. અરજીઓ અને સ્ટેટસ તપાસવા માટે ફક્ત અધિકૃત પોર્ટલનો જ ઉપયોગ કરો.

આ પ્રક્રિયા 31 ડિસેમ્બર, 2026 સુધી ચાલુ રહેશે

સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ, સહારા સોસાયટીઓના થાપણદારોને રિફંડ (નાણાં પરત) આપવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવી છે. પરિણામે, આગામી મહિનાઓમાં બાકી રહેલા દાવાઓની પ્રક્રિયા અને ચુકવણી પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

કોઈપણ સહાય માટે, કૃપા કરીને નીચેના નંબરો પર કૉલ કરો

પોર્ટલ હેલ્પ ડેસ્ક નંબરો:

  • 01120909044 / 01120909045

સોસાયટીના નંબરો:

  • 0522 6937100
  • 0522 3108400
  • 0522 6931000
  • 08069208210

Gold-Silver Rate Today In Gujarat : ગુજરાતમાં સોનાનો ભાવ ફરી ઘટ્યો, 24 કેરેટ અને 22 કેરેટની કિંમત થઈ આટલી, જાણો આજના ભાવ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

VIDEO: અંબાણી પરિવારની નાની વહુ રાધિકાએ ગણપતિ આગમનમાં કર્યો જબરદસ્ત ડાન્સ, હવે વીડિયો આવ્યો સામે

બિઝનેસમેન મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈ સ્થિત નિવાસસ્થાન ‘એન્ટિલિયા’ ખાતે ગણેશ ચતુર્થીની ઉજવણી ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી રહી છે. આ ખાસ અવસર પર, અંબાણી પરિવારની નાની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટે ભગવાન ગણેશના સ્વાગતમાં ભજન ‘એકદંતાય વક્રતુંડાય’ પર ભરતનાટ્યમનું સુંદર નૃત્ય પ્રદર્શન કર્યું હતુ.જે જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. હવે આ નૃત્યનો વીડિયો ANIએ શેર કર્યો છે.

પરંપરાગત વસ્ત્રોમાં રાધિકાનો આકર્ષક દેખાવ

ANI સમાચાર એજન્સી અનુસાર, રાધિકાએ આ ખાસ પ્રદર્શન માટે ગુલાબી અને લાલ રંગના સુંદર પરંપરાગત ‘લહેંગા-સાડી’ના પોશાકની પસંદગી કરી હતી. તેમના પોશાકમાં ઝીણવટભરી ભરતકામ અને મણકાનું કામ (બીડવર્ક) જોવા મળતું હતું. તેમના દેખાવને પૂર્ણ કરવા માટે, તેમણે વાળમાં વચ્ચેથી માંગ પાડી હતી અને તેને પરંપરાગત ‘માથા પટ્ટી’ (માથાનું ઘરેણું) તથા સુંદર ‘ગજરા’ (ફૂલોની માળા)થી શણગાર્યા હતા. આ ઉપરાંત, ભારે ઝુમકા, ગળાનો હાર અને બંગડીઓ જેવા પરંપરાગત ઘરેણાંએ તેમના ઉત્સવના દેખાવની શોભામાં વધારો કર્યો હતો.

13 સપ્ટેમ્બરે ‘એન્ટિલિયા ચા રાજા’નું ભવ્ય સ્વાગત

અંબાણી પરિવારે 13 સપ્ટેમ્બરની સાંજે ખૂબ જ ઉત્સાહ સાથે તેમના ગણપતિ બાપ્પા, ‘એન્ટિલિયા ચા રાજા’નું સ્વાગત કર્યું. આ પ્રસંગ માટે, સમગ્ર એન્ટિલિયા નિવાસસ્થાનને હજારો ઝબકતી લાઈટો અને ફૂલોની સુંદર સજાવટથી શણગારવામાં આવ્યું હતું. નીતા અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પૂજા અને સ્વાગતની વિધિઓનું નેતૃત્વ કર્યું હતું. ઢોલ-તાશાના તાલ અને ફૂલોની વર્ષા વચ્ચે નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ નૃત્ય કરતા જોવા મળ્યા હતા.

એન્ટિલિયામાં બોલિવુડ સ્ટાર્સ પહોંચ્યા દર્શન કરવા

ઉત્સવના બીજા દિવસે, એટલે કે 14 સપ્ટેમ્બરે, બોલિવૂડ અને રમતગમતની દુનિયાની અનેક જાણીતી હસ્તીઓ ‘એન્ટિલિયા ચા રાજા’ના આશીર્વાદ લેવા માટે એકત્રિત થઈ હતી. બાપ્પાના આશીર્વાદ લેવા માટે આવેલા મુખ્ય મહેમાનોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

આ બોલિવૂડ હસ્તીઓ થઈ સામેલ

સલમાન ખાન, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, કેટરિના કૈફ, વિક્કી કૌશલ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને કાજોલ. રમતગમત જગત: પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પ્રાર્થના કરવા માટે તેમના પરિવાર સાથે આવ્યા હતા.

Ramayana Song Breaking: ‘રામાયણ’નું પ્રથમ ગીત ‘જય જય રામ’ થયું રિલીઝ! છવાયા રામ-સીતા, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News : ભારત સાથે વેપારી સંબંધો સુધારવા ચીન તૈયાર, શું તણાવનો અંત આવશે?

ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ બાદ, બંને દેશો તેમના વેપાર સંબંધો સુધારવા તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગે છે. ચીને સોમવારે સ્પષ્ટ કર્યું કે તે ભારત સાથેની તેની વેપાર અને આર્થિક ચિંતાઓને સંતુલિત રીતે ઉકેલવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ચીની દૂતાવાસના આ નિવેદનથી બંને દેશો વચ્ચે સુધારેલા આર્થિક સહયોગ માટે નવી આશાઓ જાગી છે. આ પગલાથી બંને દેશોના વ્યવસાયો તેમજ સામાન્ય જનતાને સીધો ફાયદો થશે.

પીયુષ ગોયલ સાથે ચીની મંત્રીની ચર્ચા

ચીન તરફથી આ સકારાત્મક નિવેદન ભારતીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે તેમના ચીની સમકક્ષ સાથે મહત્વપૂર્ણ બેઠક કર્યા પછી આવ્યું છે. રવિવારે (13 સપ્ટેમ્બર), પીયુષ ગોયલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શેર કર્યું કે તેમણે ચીનના વાણિજ્ય મંત્રી વાંગ વેન્ટાઓ સાથે ખાસ બેઠક કરી હતી.

આ બેઠક દરમિયાન, બંને નેતાઓએ ભારત-ચીન વેપાર સંબંધો પર વિગતવાર ચર્ચા કરી. આ વાતચીતના એક દિવસ પછી, ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગનું નિવેદન બહાર પાડવામાં આવ્યું. તેમણે સ્પષ્ટતા કરી કે ચીન બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે થયેલી સર્વસંમતિને અમલમાં મૂકવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર છે.

પીએમ મોદી-શી જિનપિંગ બેઠકનું પરિણામ ?

વેપારી સંબંધોમાં આવેલી આ નવી ગરમાહટને તાજેતરમાં યોજાયેલી બ્રિક્સ (BRICS) સમિટ સાથે જોડીને જોવામાં આવી રહી છે. બ્રિક્સ સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તે સમયે શી જિનપિંગે કહ્યું હતું કે ભારત-ચીનને એકબીજાને જોખમ અથવા પ્રતિસ્પર્ધી તરીકે નહીં પરંતુ ભાગીદાર તરીકે જોવું જોઈએ.

તેમણે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે તર્કસંગત વિચારસરણીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચીની પ્રવક્તા યુ જિંગે પણ આ વાતનું પુનરાવર્તન કરતાં કહ્યું કે ભારત ચીનનો અત્યંત મહત્વપૂર્ણ પાડોશી છે. આર્થિક ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવાથી બંને દેશોની કંપનીઓને સીધો લાભ થશે.

વેપાર ખાધ ઘટાડવી એ સૌથી મોટો પડકાર છે.

જ્યારે ચીન હાલમાં સંબંધો સુધારવાની વાત કરી રહ્યું છે, ત્યારે બંને દેશો વચ્ચે વેપાર અસંતુલન એક મહત્વપૂર્ણ મુદ્દો છે. ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2026-27 (નાણાકીય વર્ષ 27) ના એપ્રિલ અને જુલાઈ વચ્ચે, ભારતે ચીનને આશરે 7.8 અબજ ડોલરની નિકાસ કરી હતી. દરમિયાન, આ જ સમયગાળા દરમિયાન ચીનથી આયાત 52.7 અબજ ડોલર થઈ હતી. અગાઉ, નાણાકીય વર્ષ 2025-26 (FY26) માં, ભારતે ચીન પાસેથી 131.6 અબજ ડોલરનો માલ ખરીદ્યો હતો, જ્યારે ભારતની કુલ નિકાસ માત્ર 19.5 અબજ ડોલર સુધી મર્યાદિત હતું.

આ વિશાળ અંતરને કારણે, ભારતને 112 અબજ ડોલરથી વધુની વેપાર ખાધનો સામનો કરવો પડ્યો હતો. ભારત હવે ભારતીય કંપનીઓને ચીની બજારમાં પ્રવેશ મેળવવા માટે પ્રયત્નશીલ રહેશે. ચીનનો આ નવો અભિગમ ભારતીય અર્થતંત્રને આ નોંધપાત્ર ખાધ ઘટાડવામાં કેટલી મદદ કરશે તે જોવાનું બાકી છે. જો ચીન તેના શબ્દોને કાર્યમાં રૂપાંતરિત કરે છે, તો IT અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓને ત્યાં કામ કરવાની નવી તકો મળી શકે છે.

આ પણ વાંચો, Breaking News : મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે મદીનામાં મળ્યો મોટો ખજાનો, સાઉદી અરેબિયાની વધશે તાકાત ?

 

પરિવારમાં સૌથી નાની છે અભિનેત્રી, 3 મિનિટના ગીત માટે લીધા હતા 5 કરોડ, જુઓ સામંથા રુથનો પરિવાર અહી ક્લિક કરો

Breaking News  : અનંત અંબાણીએ ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું, રાધિકા મર્ચન્ટ કૃષ્ણને ખોળામાં લઈને નાચી, જુઓ Video

ગણેશોત્સવ 2026ની શરુઆત સાથે દેશભરમાં બપ્પાના સ્વાગતની તૈયારીઓ જોવા મળી હતી. દર વર્ષેની જેમ આ વર્ષે પણ અંબાણી પરિવારે ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. મુંબઈ સ્થિત એન્ટિલિયામાં ગણેશ ઉત્સવની શરુઆત રીતિ-રિવાજ અને ધામધુમ સાથે કરવામાં આવી હતી. જેના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં અંબાણી પરિવારના સભ્યો બાપ્પાની ભક્તિમાં ડુબેલા જોવા મળી રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે સેલિબ્રેશનમાં ડુબ્યા હતા.

રાધિકા, ઈશા અંબાણીના દીકરા કૃષ્ણાને ખોળામાં લઈ જતી જોવા મળી હતી. તો અનંત પણ ઉત્સાહ સાથે ગણપતિ બાપ્પાના સ્વાગતમાં સામેલ થયો હતો. એન્ટિલિયામાં થયેલા આ ગ્રાન્ડ ગણેશોત્સવની ઝલક સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

 

 

 

View this post on Instagram

 

 

રાધિકા ઉત્સાહમાં જોવા મળી

સામે આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રાધિકા મર્ચેન્ટ ભાણેજ નણંદનો દીકરો કૃષ્ણાને લઈ જતી જોવા મળી હતી. તેની પાછળ અનંત પણ જોવા મળ્યો હતો. બાપ્પાને જોઈ રાધિકા ખુશીથી ઝુમી ઉઠી હતી. બાપ્પાનું સ્વાગત કર્યું હતુ. આ ઝલક જોયા પછી લોકોનું કહેવું છે કે, રાધિકાની બાપ્પામાં ખુબ ઉંડી આસ્થા છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, રાધિકા બાળકોને કેટલા પ્રેમથી રાખે છે.

 

 

 

View this post on Instagram

 

 

રાધિકા અને અનંતે મેચિંગ કપડાં પહેર્યા

સામે આવેલી ઝલકમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટે મેચિંગ કપડાં પહેર્યા હતા. બંને ઓરેન્જ કપડાં પહેર્યા હતા. રાધિકાએ સૂટ તો અનંત અંબાણીએ કુર્તો પાયજામો પહેર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, બાપ્પાને ફુલોથી સજેલા ટ્રેકમાં લઈ આવવામાં આવે છે. પાછળ રાધિકા અને અનંત અંબાણી કારમાં બેસતા જોવા મળ્યા હતા. વાજતે ગાજતે બાપ્પાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન એન્ટિલિયા આખું ફુલોથી શરણગારવામાં આવ્યું હતુ. લોકો કહી રહ્યા છે કે, બાપ્પાની ગ્રાન્ડ એન્ટી થઈ છે.

લગ્ન પછી રાધિકા કરી રહી છે બાપ્પાનું સ્વાગત

વીડિયોમાં રાધિકા આદિયાને ખોળામાં લઈ જતી જોવા મળી રહી છે. આખો પરિવાર ખુબ ખુશ જોવા મળી રહ્યો છે. અંબાણી પરિવારમાં દર વર્ષે ઉત્સાહ સાથે બાપ્પાનું સ્વાગત કરવામાં આવે છે. અનંત અને રાધિકાના લગ્ન પછી નાની વહુ રાધિકા પરિવારમાં બાપ્પાનું સ્વાગત કરે છે.

4 ભાઈ-બહેન, 2 દીકરાના પિતા છે અનિલ અંબાણી જુઓ પરિવાર અહી ક્લિક કરો

Gold Silver Rate Today : ગણેશ ચતુર્થી પર ઘટ્યો સોનાનો ભાવ! જાણો 22 કેરેટ સોનું કેટલું થયું સસ્તું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

આ પણ વાંચો: Kitchen Knife Sharpening: ચપ્પુની ધાર કેમ થાય છે ઓછી? ઘરે શાર્પ કરવા માટે જાણો આ સરળ ઉપાયો

Gold Silver Rate Today : ગણેશ ચતુર્થી પર ઘટ્યો સોનાનો ભાવ! જાણો 22 કેરેટ સોનું કેટલું થયું સસ્તું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News  :  “ટ્રોફી ચોર” ના નારા લાગ્યા, મોહસીન નકવી સ્ટેડિયમમાંથી ભાગતો જોવા મળ્યો, જુઓ Video

દુબઈમાં ફરી એ સ્ટોરી રિપીટ થઈ છે. જે 350 દિવસ પહેલા જોવા મળી હતી. જેમાં મોહસિન નકવી ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તફાવત માત્ર એટલો હતો કે, ભારતીય પુરુષ ટીમના સ્થાને ભારતીય મહિલા ટીમ આ વખતે હતી. પુરુષ એશિયા કપને બદલે મહિલા એશિયા કપ હતો. 13 સપ્ટેમ્બર 2026ના મોહસિન નકવીના આબરુના ધજાગરા થયા હતા. જે 28 સપ્ટેમ્બર 2026ના પણ થયા હતા. આ વખતે સ્ટેડિયમમાં ટ્રોફી ચોરના નારા પણ સાંભળવા મળ્યા હતા.

ભારતીય મહિલા ટીમે મોહસિન નકવીની મજાક ઉડાવી

ભારતની મહિલા ક્રિકેટ ટીમે 13 સપ્ટેમબર 2026ના રોજ મહિલા એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાને 72 રનથી હરાવ્યું હતુ. આ મોટી જીત બાદ ધમાલ મચી હતી. જ્યારે ભારતીય મહિલા ટીમે પણ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ના પાડી હતી. પીસીબી ચેરમેન હોવાની સાથે એસીસી ચીફ હોવાની સાથે મોહસિન નકવી પહેલા તો ટ્રોફી આપવા માટે સ્ટેજ પર ભારતીય ટીમની રાહ જોતો હતો. 15-20 મિનિટ પછી ભારતીય મહિલા ટીમે નક્કી કર્યું કે, તે નકવીના હાથે ટ્રોફી લેશે નહી.

 

 

ટીમ ઈન્ડિયાએ ના કહ્યા પછી નકવી સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા

આ જાહેર અપમાન પછી, મોહસીન નકવી સ્ટેડિયમમાંથી ભાગી જતા જોવા મળ્યા. તે ઝડપથી સ્ટેડિયમની બહાર નીકળી ગયા હતા.

 

 

ટ્રોફી ચોરના નારા લાગ્યા

મોહસિન નકવી સ્ટેડિયમમાંથી બહાર જતાં જોઈ ત્યાં રહેલા ચાહકોએ ટ્રોફી ચોરના નારા લગાવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

 

 

 

Women’s Asia Cup Final : ભારતે શ્રીલંકાને હરાવીને 2024ની હારનો બદલો લીધો, 8મી વખત એશિયા કપ જીત્યો અહી ક્લિક કરો

Breaking News: યહી સમય હૈ, સહી સમય હૈ ! UN સુરક્ષા સમિતીમાં ફેરફાર માટે PM નરેન્દ્ર મોદીએ BRICS Summit માં ઉઠાવેલા મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન

સંયુક્ત રાષ્ટ્રે, દિલ્હીમાં આયોજીત BRICS Summit 2026 દરમિયાન UN સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારા માટે વડાપ્રધાન મોદીએ કરેલી હાકલને ઐતિહાસિક સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા  સ્ટેફન દુજારિકે જણાવ્યું હતું, કે વર્તમાન વ્યવસ્થા 21મી સદીની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી અને તેમણે ભારતને શાંતિ માટે ‘સેતુ-નિર્માતા’ તરીકે વર્ણવ્યું હતું.

વૈશ્વિક શાસન માળખા અને UN સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારા અંગે BRICS Summit 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી પ્રબળ માંગને સંયુક્ત રાષ્ટ્રે ઐતિહાસિક સમર્થન આપ્યું છે. વડાપ્રધાન મોદીના વલણને સંપૂર્ણ સમર્થન આપતા, UNના પ્રવક્તા સ્ટેફન દુજારિકે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, UN સુરક્ષા પરિષદ માત્ર પાંચ કાયમી સભ્યોનું વર્ચસ્વ ધરાવે છે. UN સુરક્ષા પરિષદ હાલની વ્યવસ્થા અનુસાર 21મી સદીની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી, અને તેને સમયને અનુરૂપ બનાવવાનું કામ હવે વધુ મુલતવી રાખી શકાય તેમ નથી.

દુજારિકે એવી પણ ટિપ્પણી કરી હતી કે, UN સુરક્ષા પરિષદ કે જેને ઘણીવાર શાંતિ અને સુરક્ષાના મુખ્ય આધાર તરીકે વર્ણવવામાં આવે છે. તેણે અન્ય વૈશ્વિક નાણાકીય સંસ્થાઓની સાથે, 1945ની નહીં પરંતુ 2026ની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સંસ્થાને વધુ સમાવેશી અને અસરકારક બનાવવાનો આ જ સમય, યોગ્ય સમય છે.

BRICS Summit 2026માં, વડાપ્રધાન મોદીએ વૈશ્વિક શાસનને એક ‘પિરામિડ’ તરીકે દર્શાવ્યું હતું જ્યાં નિર્ણય લેવાની સત્તા ટોચ પર કેન્દ્રિત છે. જ્યારે વિવિધ સંકટોનો સામનો કરી રહેલો ‘ગ્લોબલ સાઉથ’ (વિકાસશીલ દેશો) પોતાને ‘પાછલી હરોળ’માં હોવાનુ અનુભવે છે.

તેમણે આ ‘વિશેષાધિકારના પિરામિડ’ને ‘ભાગીદારી માટેના મંચ’માં પરિવર્તિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જે દરેક રાષ્ટ્રના અવાજ અને સહભાગિતાને સુનિશ્ચિત કરે. વડાપ્રધાન મોદીએ BRICS દેશોને ત્રણ મુખ્ય સ્તંભો – પ્રતિનિધિત્વ, જવાબદારી અને નિયમ-નિર્માણ – પર આધારિત નક્કર ‘BRICS સુધારણા રોડમેપ’ તૈયાર કરવા આહ્વાન કર્યું.

વધુમાં, વડાપ્રધાન મોદી અને મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકનો ઉલ્લેખ કરતા દુજારિકે નોંધ્યું હતું કે, પશ્ચિમ એશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રો ભારતને એક એવા ‘સેતુ-નિર્માતા’ તરીકે જુએ છે, જે યુદ્ધમાં રહેલા રાષ્ટ્રો, પક્ષો વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપવામાં અને શાંતિપૂર્ણ ઉકેલ માટે માર્ગ મોકળો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા સ્ટેફન દુજારિકે ભારતની સફળ BRICS Summit 2026ની અધ્યક્ષતા અને ‘નવી દિલ્હી ઘોષણાપત્ર’ના સર્વસંમતિથી સ્વીકાર બદલ વડાપ્રધાન મોદીને હાર્દિક અભિનંદન પણ પાઠવ્યા હતા.

Breaking News : LAC પર શાંતિ, વેપારમાં વિશ્વાસ… મોદી-જિનપિંગ વચ્ચેની બેઠકમાં શું નક્કી થયું?

આ પણ વાંચો, આ 8 બીમારીઓ માટે રામબાણ માનવામાં આવે છે દાડમ, જાણો તેના મોટા ફાયદા ! 

Breaking News : મોબાઈલ નંબરની જેમ જ પોર્ટ કરી શકાશે Fastag, હવે સ્ટીકર બદલ્યા વગર બદલી શકશો બેંક, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Ganeshotsav 2026 : 66 કિલો સોનું અને 366 કિલો ચાંદી, મુંબઈના ગણપતિનો 703 કરોડનો વીમો

Ganeshotsav 2026:મુંબઈનો ગણેશોત્સવ તેની ભવ્યતા અને અનોખી પરંપરાઓ માટે દેશભરમાં જાણીતો છે. આ દરમિયાન, ગણપતિ ઉત્સવ ફરી એકવાર ચર્ચામાં છે. અહીં, બાપ્પાની ભવ્ય સજાવટ, વૈદિક પરંપરાઓ અને ઉત્સવ માટેની ખાસ વ્યવસ્થા દર વર્ષે ભક્તોનું ધ્યાન ખેંચે છે. આ વખતે પણ, ગણેશોત્સવ મંડળે ગણેશોત્સવ માટે એવી તૈયારીઓ કરી છે કે તે તેને વધુ ખાસ બનાવી રહ્યું છે.

66 કિલોથી વધારે શુદ્ધ સોનુ, 335 કિલો ચાંદી

મુંબઈના કિંગ્સ સર્કલ સ્થિત જીએસબી સેવા મંડળે પોતાના 72માં ગણેશોત્સવ પહેલા ભગવાન મહાગણપતિના ભવ્ય વિરાટ દર્શનનું અનાવરણ કર્યું છે. GSB મહાગણપતિની પ્રતિમાને 66 કિલોથી વધારે શુદ્ધ સોના, 335 કિલો ચાંદી અને કિંમતી રત્નોથી શણગાર્યું છે. આ પ્રતિભા આસ્થા, ભક્તિ અને પરંપરાનું પ્રતિક માનવામાં આવે છે. GSB સેવા મંડળની આધ્યાત્મિક પરંપરા ખુબ સમુદ્ધ રહી છે.

અત્યાર સુધીમાં અહીં 1 લાખથી વધુ પૂજા અને સેવા યોજાઈ છે. ગણેશોત્સવ દરમિયાન, સેવા અને અન્નદાન પર ખાસ ભાર મૂકવામાં આવે છે. અન્નદાન રસોડું દરરોજ આશરે 40 હજાર ભક્તોને સેવા આપે છે, જ્યારે સમગ્ર ઉત્સવ દરમિયાન અન્નદાન 2 લાખ થી વધુ લોકો સુધી પહોંચે છે.

703 કરોડ રુપિયાના રેકોર્ડ વીમા કવર

આ વર્ષે મહાગણપતિની પ્રતિમા અને તેની સાથે જોડાયેલી સંપત્તિો સહિત સમગ્ર ઉત્સવ માટે 703.27 કરોડ રુપિયાના રેકોર્ડ વીમા કવર લેવામાં આવ્યો છે. આ પહેલા મંડળ દ્વારા 2025માં 474 કરોડ રુપિયા અને વર્ષ 2024માં 400 કરોડ રુપિયાના વીમા કરાવવામાં આવ્યો હતો.જીએસબી સેવા મંડળે આ વર્ષે ગણેશઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની આશા છે.

પર્યાવરણીય સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો

મંડળ અનુસાર ભક્તોની સુરક્ષા અને તેની સુવિધાઓ સુનિશ્ચિત કરવા તેની પ્રાથમિક જવાબદારીઓ છે. મંડળે આ વખતે પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ પગલું ઉઠાવ્યું છે. પારંપારિક અને પ્રિન્ટેડ રીસીપ પ્રકિયા પૂર્ણ કરવામાં આવી છે. આખી પ્રકિયા ડિજિટલ કરવામાં આવી છે. કાગળનો બગાડ ઘટાડીને ગણેશોત્સવને પર્યાવરણને અનુકૂળ રીતે ઉજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મંડળના જે ગણપતિ છે. તેની સજાવટની પણ ખુબ ચર્ચા કરવામાં આવી રહી છે. આ વર્ષે પણ મહાગણપતિની પ્રતિમા અને તેની ભવ્ય સજાવટ સુંદર છે. તમને જણાવી દઈએ કે, પાંચ દિવસના ગણેશઉત્સવ 14 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બરસુધી આયોજિત કરવામાં આવ્યું છે.

 

ગણેશ ઉત્સવની શરૂઆત 1893માં મહારાષ્ટ્રમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી. તે સમયે દેશમાં આઝાદીની લડાઈ ચાલી રહી હતી.  અહી ક્લિક કરો

આ પણ વાંચો, Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું પહોંચ્યું ₹1.54 લાખને પાર, જુઓ 1 મહિનાની સરખામણીએ કેટલો ભાવ ઘટ્યો !

BRICS સમિટમાં મહેમાનોને પીરસાતું ભોજન કોણ નક્કી કરે છે? મેનૂમાં શું છે સામેલ, જાણો અહીં

નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરના રોજ 18મી BRICS સમિટ યોજાઈ રહી છે. વિશ્વના અનેક નેતાઓ અને વિદેશી પ્રતિનિધિઓ ‘ભારત મંડપમ’ ખાતે આગમન કરશે. સુરક્ષા, પ્રોટોકોલ અને બેઠકની વ્યવસ્થાઓની સાથે સાથે, મહેમાનોના ભોજનના અનુભવ માટે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

મહેમાનો માટે ખાસ મેનૂ તૈયાર કરાયું

આંતરરાષ્ટ્રીય સમિટ માટે મેનૂ તૈયાર કરવું એ કોઈ સરળ કાર્ય નથી. વિવિધ દેશોમાંથી આવતા પ્રતિનિધિઓની આહાર સંબંધી પસંદગીઓ, ધાર્મિક માન્યતાઓ, એલર્જી અને ખાવાની આદતોને ધ્યાનમાં લેવી પડે છે. તેથી, મેનૂને આખરી ઓપ આપતા પહેલા મહેમાનોની પસંદગીઓ અને સંબંધિત પ્રોટોકોલ વિશે માહિતી એકત્રિત કરવામાં આવે છે. BRICS સમિટ માટે, ભારતીય વાનગીઓ પીરસવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિદેશી પ્રતિનિધિઓની વિશિષ્ટ જરૂરિયાતોને અનુરૂપ વિકલ્પો પણ પૂરા પાડવામાં આવે છે. દિલ્હીની જાણીતી હોટેલોના શેફ વિશેષ મેનૂ તૈયાર કરે છે, જેમાં વિવિધ પ્રતિનિધિ મંડળોની પસંદગી મુજબ ભોજન તૈયાર કરવામાં આવે છે.

BRICS સમિટમાં ભારતીય સ્વાદની ઝલક

વિદેશી મહેમાનોને માત્ર ભોજન પૂરું પાડવા ઉપરાંત ભારતના પ્રયાસોમાં દેશના વિવિધ પ્રદેશોની ભોજન-વિવિધતાને પ્રદર્શિત કરવાનો પણ ઉદ્દેશ્ય રહેલો છે. ભારતીય ભોજન વિવિધ રાજ્યોના સ્વાદ, મસાલા અને પરંપરાગત વાનગીઓની સમૃદ્ધ વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ‘મિલેટ્સ’ (જાડાં ધાન્ય કે બાજરી-જુવાર જેવાં અનાજ) ભારતીય ભોજનનું એક મુખ્ય આકર્ષણ બની ગયા છે, જ્યાં તેને પરંપરાગત અને આધુનિક બંને શૈલીમાં પીરસવામાં આવે છે.

VIP મહેમાનો માટે મેનૂ કેવી કોણ અને કેવી રીતે નક્કી કરે છે?

આંતરરાષ્ટ્રીય સમિટમાં રાષ્ટ્રાધ્યક્ષો અને અન્ય VIP મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવે છે. BRICS સમિટ જેવા મોટા કાર્યક્રમ માટે, મેનૂ તૈયાર કરવાની અને તેને આખરી ઓપ આપવાની પ્રક્રિયામાં તૈયારીના અનેક તબક્કાઓ સામેલ હોય છે, અને આ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ યજમાન દેશ દ્વારા કરવામાં આવે છે. ભારતમાં, વડાપ્રધાન કાર્યાલય, વિદેશ મંત્રાલય અને કાર્યક્રમ સાથે સંકળાયેલી વિશેષ પ્રોટોકોલ સમિતિઓ ભોજનની વ્યવસ્થાનું આયોજન કરવા માટે સહયોગ કરે છે.

મેનૂને આખરી ઓપ આપતી વખતે ભારતીય સંસ્કૃતિ અને દેશના વિવિધ પ્રદેશોની ભોજન-પરંપરાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. સાથે જ, મુલાકાતે આવતા રાષ્ટ્રાધ્યક્ષોની વ્યક્તિગત પસંદગીઓ, આહારની આદતો અને આહાર સંબંધી કોઈપણ ચોક્કસ નિયંત્રણોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ટૂંકમાં, મહેમાનોની આહાર સંબંધી જરૂરિયાતો અને પસંદગીઓનું સન્માન કરવાની સાથે તેમને ભારતીય ભોજનનો સ્વાદ ચખાડવો એ તૈયારીઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ બ્રિક્સ (BRICS) સમિટ માટે ભોજનની વ્યવસ્થા “સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ અને ટકાઉપણું માટે નિર્માણ” (Building for Resilience, Innovation, Cooperation, and Sustainability) ની થીમ અને માનવ-કેન્દ્રિત અભિગમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. પરિણામે, આ મેનૂ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય આતિથ્ય, વિવિધતા અને સ્થાનિક સ્વાદોનું પ્રદર્શન કરશે.

બાજરી-જુવાર જેવાં જાડાં ધાન્ય અને પરંપરાગત ભારતીય પીણાં

આ બ્રિક્સ સમિટમાં પીરસવામાં આવતા ભોજનમાં ભારતના પરંપરાગત જાડાં ધાન્ય—જેને ‘શ્રી અન્ન’ તરીકે ઓળખવામાં આવે છે. તેના પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. મેનૂમાં બાજરી, જુવાર અને રાગી જેવાં પોષક તત્વોથી ભરપૂર ધાન્યમાંથી તૈયાર કરાયેલી વિવિધ વાનગીઓનો સમાવેશ કરવામાં આવશે. આ વાનગીઓને માત્ર ભારતના ભોજન-વારસાના ભાગરૂપે જ નહીં, પરંતુ સ્વાસ્થ્યપ્રદ ભોજનના વિકલ્પો તરીકે પણ રજૂ કરવામાં આવશે. નાસ્તામાં, વિદેશી મહેમાનોને રાગી ઢોસા, બાજરીનો ઉપમા અને મિલેટ પોંગલ જેવી વાનગીઓ પીરસવામાં આવશે.

કબાબથી લઈને તંદૂરી વાનગીઓ પણ સામેલ

ભારતીય ભોજનની વિવિધતામાં કબાબ અને તંદૂરી વાનગીઓનું આગવું સ્થાન છે. બ્રિક્સ સમિટમાં ભાગ લેનારા રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ માટેના મેનૂમાં આ પરંપરાગત સ્વાદોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મહેમાનોને અવધી કબાબ, વિવિધ પ્રકારની તંદૂરી વાનગીઓ અને ખાસ ધીમી આંચ પર રાંધવામાં આવતી ભારતીય કરી (curries) પીરસવામાં આવશે. ભોજનનું આયોજન કરતી વખતે પ્રતિનિધિઓની ધાર્મિક માન્યતાઓ અને વ્યક્તિગત આહાર પસંદગીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તે મુજબ, શાકાહારી અને માંસાહારી ભોજન માટે અલગ-અલગ વિભાગો બનાવવામાં આવ્યા છે જેથી ભોજનની તૈયારી અને પીરસવાની પ્રક્રિયા સુચારુ રીતે થઈ શકે.

દેશના ટોપ શેફ દ્વારા તૈયાર થાય છે ભોજન

બ્રિક્સ સમિટ જેવા મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં મહેમાનો માટે ભોજન તૈયાર કરવાની જવાબદારી અનુભવી શેફના પસંદગીના જૂથને સોંપવામાં આવી છે. દેશના વિવિધ ભાગોમાંથી આવેલા ટોચના શેફની ટીમ આ કાર્યમાં સહયોગ કરી રહી છે. આ શેફ પાસે ભારતીય વાનગીઓને આધુનિક અંદાજ અને વિશ્વ-સ્તરીય પ્રસ્તુતિ સાથે પીરસવાની કુશળતા છે. ઉત્કૃષ્ટ સ્વાદની સાથે સાથે ઉચ્ચ ગુણવત્તા જાળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. વિદેશ મંત્રાલયના કાર્યક્રમ અનુસાર, દિવસભરની બેઠકો બાદ સાંજે 7 વાગ્યે ‘ભારત મંડપમ’ ખાતે વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા આયોજિત એક વિશેષ રાત્રિભોજન યોજાશે. આ કાર્યક્રમમાં બ્રિક્સ (BRICS) સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

BRICS Breaking News : આજે દિલ્હીમાં દેખાશે ભારતનો દમ, મોદી-પુતિન-જિનપિંગ સહિત અનેક દિગ્ગજ એક મંચ પર… જુઓ સંપૂર્ણ શેડ્યૂલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો, Breaking News: રિટર્ન ઓછું જોઈને સોનાથી મોં ન ફેરવતા, માર્કેટ એક્સપર્ટ્સની રોકાણકારોને ‘ખાસ સલાહ’

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Women’s Asia Cup: ફાઇનલમાં ફરી ભારત vs શ્રીલંકા! એશિયા કપમાં હવે ‘હિસાબ બરાબર’ કરવાની ટીમ ઈન્ડિયાની તક

મહિલા એશિયા કપ 2026ની ટ્રોફી કઈ ટીમના હાથમાં જશે તેનો નિર્ણય હવે 13 સપ્ટેમ્બરે થવાનો છે. ખિતાબ માટે ફરી એક વખત ભારત અને શ્રીલંકાની ટીમો આમને-સામને આવવાની છે. ખાસ વાત એ છે કે બંને ટીમો સતત ત્રીજી વખત એશિયા કપની ફાઇનલમાં ટકરાશે. અગાઉ રમાયેલી બે ફાઇનલમાં બંને ટીમો એક-એક વખત વિજેતા બની ચૂકી છે. હવે ટીમ ઈન્ડિયા પાસે શ્રીલંકા સામે અગાઉની હારનો બદલો લેવાની શાનદાર તક છે.

પાકિસ્તાન સામે શ્રીલંકાની રોમાંચક જીત

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 11 સપ્ટેમ્બરે રમાયેલા બીજા સેમિફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 130 રન બનાવ્યા હતા. ટીમ માટે ફાતિમા સનાએ સૌથી મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેમણે માત્ર 36 બોલમાં 47 રન ફટકારીને પાકિસ્તાનને પડકારજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. શ્રીલંકા તરફથી કેપ્ટન ચામરી અટાપટ્ટુ અને ચામુડી પ્રબોધાએ બે-બે વિકેટ ઝડપી હતી.

હવે ફાઇનલમાં ભારત સામે ટક્કર

શ્રીલંકાની આ જીત સાથે મહિલા એશિયા કપની ફાઇનલમાં ભારત અને શ્રીલંકાની ટક્કર સતત ત્રીજી વખત નક્કી થઈ છે. આ બંને ટીમો અગાઉ 2022 અને 2024માં પણ ફાઇનલમાં આમને-સામને આવી ચૂકી છે.

2022ની ફાઇનલમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. જોકે 2024માં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. દામ્બુલામાં રમાયેલી એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને 8 વિકેટે હરાવીને ખિતાબ જીતી લીધો હતો.

હવે 2026ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયા પાસે એ હારનો હિસાબ સરભર કરવાની તક છે. બીજી તરફ શ્રીલંકાની ટીમ પણ સતત ત્રીજી વખત ફાઇનલમાં પહોંચ્યા બાદ વધુ એક વખત ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે.

દુબઈમાં થશે દામ્બુલાનો બદલો?

ભારત માટે આ ફાઇનલ માત્ર વધુ એક મેચ નથી. 2024માં દામ્બુલામાં મળેલી હારની યાદ હજુ તાજી છે. હવે બે વર્ષ બાદ બંને ટીમો ફરી એક વખત ખિતાબ માટે સામસામે છે અને આ વખતે મેદાન દુબઈનું હશે.

ટીમ ઈન્ડિયા પાસે ટી20 ફોર્મેટમાં ચોથી વખત અને કુલ મળીને આઠમી વખત એશિયા કપ જીતવાની તક છે. બીજી તરફ શ્રીલંકા પણ પોતાની મજબૂત લય જાળવીને ખિતાબ પોતાના નામે કરવા માગશે.

રેકોર્ડ શું કહે છે?

આંકડાઓની વાત કરીએ તો અગાઉની બે ફાઇનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે જીતનો રેકોર્ડ 1-1નો છે. તેથી 13 સપ્ટેમ્બરે રમાનારી ફાઇનલમાં માત્ર ટ્રોફી જ નહીં, પરંતુ બંને ટીમો વચ્ચેના ફાઇનલ રેકોર્ડમાં પણ એક ટીમને સરસાઈ મળશે.

હવે ક્રિકેટ ચાહકોની નજર દુબઈ પર છે. એક તરફ ભારત દામ્બુલાની હારનો બદલો લઈને એશિયા કપની ટ્રોફી ફરી પોતાના નામે કરવા ઉતરશે, જ્યારે શ્રીલંકા સતત બીજી વખત ભારતને ફાઇનલમાં હરાવીને ખિતાબ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. તેથી ભારત-શ્રીલંકા વચ્ચેની આ ફાઇનલમાં રોમાંચની કોઈ કમી રહેવાની નથી.

આ પણ વાંચો: Kitchen Knife Sharpening: ચપ્પુની ધાર કેમ થાય છે ઓછી? ઘરે શાર્પ કરવા માટે જાણો આ સરળ ઉપાયો

આ પણ વાંચો, Gold Silver Rate In Ahmedabad : સોનાના ભાવમાં ફરી તેજી! અમદાવાદમાં Gold Rate વધ્યો, જાણો આજનો ભાવ

રશિયા કરશે ભારતીય એવિએશન સેક્ટરને મજબૂત, 3 એરલાઇન્સને મળશે 105 IL-114-300 પેસેન્જર વિમાન

ભારત અને રશિયા વચ્ચે વિમાન ક્ષેત્રે સહયોગનો વ્યાપ હવે સતત વિસ્તરી રહ્યો છે. રશિયાની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન (UAC) દ્વારા ભારતીય એરલાઇન્સ સાથે IL-114-300 રિજનલ પેસેન્જર વિમાનોની સપ્લાય અંગે સમજૂતીઓ કરવામાં આવી છે. આ કરારો હેઠળ ભારતમાં કુલ 105 વિમાનો પૂરા પાડવાની યોજના તૈયાર કરાઈ છે.

આ કરાર હેઠળ Pinnacle Air ને 50 વિમાનો ફાળવવાની યોજના છે. તે જ સમયે Air Kerala ને 20 જેટલા IL-114-300 વિમાનો સોંપવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય Sleek Aviation સાથે 35 વિમાનોની સપ્લાય માટે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે.

નાના શહેરો વચ્ચે એર કનેક્ટિવિટી પર વિશેષ ધ્યાન

IL-114-300 વિમાનો ખાસ કરીને પ્રાદેશિક એર રૂટ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ વિમાનોનો ઉપયોગ ટૂંકા અને મધ્યમ અંતરના રૂટ્સ પર સરળતાથી કરી શકાય છે. ભારતમાં રિજનલ એર કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવાના સંદર્ભમાં આ સોદો ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ભારત સરકાર સતત નાના શહેરો અને સ્થાનિક એરપોર્ટને મોટા નેટવર્ક સાથે જોડવા પર ભાર મૂકી રહી છે, તેથી સ્થાનિક એવિએશન સેક્ટર માટે આવા વિમાનોની ઉપલબ્ધતા અત્યંત જરૂરી છે.

રશિયાનો દાવો: ‘Sanctions-proof’ વિમાન

રશિયા તરફથી આ વિમાનોને સંપૂર્ણપણે ‘Fully Sanctions-proof’ (પ્રતિબંધોથી મુક્ત) ગણાવવામાં આવ્યા છે. એટલે કે પશ્ચિમી દેશોના આર્થિક કે વ્યાપારી પ્રતિબંધો વચ્ચે પણ તેમના ઉત્પાદન અને સપ્લાય શૃંખલાને અવિરત જાળવી રાખવાની ક્ષમતા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. યુક્રેન યુદ્ધ બાદ રશિયા પર પશ્ચિમી પ્રતિબંધોની અસર તેના ઉડ્ડયન ઉદ્યોગ પર પણ પડી હતી. આવી સ્થિતિમાં ભારતને 105 વિમાનો સપ્લાય કરવાની યોજના રશિયાના વિમાન ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય બજારને સ્થિરતા આપવા માટે પણ મહત્વનું પગલું છે.

ભારત-રશિયા ઉડ્ડયન સહયોગનો નવો અધ્યાય

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે લાંબા સમયથી વ્યૂહાત્મક ભાગીદારી રહી છે. હવે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સહયોગ વધવાના પ્રયાસો બંને દેશોના સંબંધોને એક નવો વ્યાપ આપી શકે છે. IL-114-300 ની આ પ્રસ્તાવિત સપ્લાય એવા સમયે સામે આવી છે જ્યારે ભારત પોતાના સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રનું ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. જોકે, આ વિમાનોની વાસ્તવિક ડિલિવરી, સેફ્ટી સર્ટિફિકેશન, કન્ફિગરેશન અને ભારતીય કંપનીઓ સાથેની અંતિમ વ્યાપારી શરતો અંગેનું ચિત્ર આગામી સમયમાં વધુ સ્પષ્ટ થશે.

BRICS Summit 2026 : માત્ર એક રિસર્ચ પેપરથી શરૂ થયેલું સંગઠન કેવી રીતે બન્યું 11 દેશોનું મહાગ્રુપ ? જાણો રસપ્રદ ઈતિહાસ

દુનિયામાં નહીં બચે સોનું? 22 મહિનાથી અંધાધૂંધ ખરીદી કરી રહ્યું ડ્રેગન, શું છે ચીનની ચાલ જાણો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News: ટીમ ઈન્ડિયાએ જેટલી સિક્સ ફટકારી તેટલી 7 ટીમો સાથે મળીને પણ બરાબરી કરી શકી નહી

મહિલા એશિયા કપમાં ફરી એક વખત ભારતની દીકરીઓનો દબદબો જોવા મળ્યો છે. આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમે 10મી વખત ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાએ મહિલા એશિયા કપ 2026ની સેમિફાઈનલમાં બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી છે. ભારતની આ સફળતા માત્ર જીત નથી પરંતુ એા આંકડા પણ છે. જે આ જીતનું મોટું કારણ છે. જેમાં સૌથી મહત્વનું સિક્સ ફટકારવાનું. ભારતીય બેટ્સમેનેએ અત્યારસુધી 25 સિક્સ ફટકારી છે. જે ટૂર્નામેન્ટની અન્ય ટીમોથી વધારે છે.

ટીમ ઈન્ડિયાની બેટિંગ શાનદાર

UAEમાં ચાલી રહેલી આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ શાનદાર જોવા મળી રહી છે.કોઈ એવી મેચ રહી નથી. જેમાં દીકરીઓએ સારું પ્રદર્શન કર્યું ના હોય.
દરેક મેચમાં ઓછામાં ઓછા બે બેટ્સમેનોએ જીત મેળવવા માટે પૂરતા રન બનાવ્યા છે. ભારતીય ટીમે દરેક મેચમાં 150 થી વધુ રન બનાવ્યા છે, જેમાં આવી ઇનિંગ્સનો ફાળો છે, અને છગ્ગા મારવા સ્વાભાવિક છે.

સૌથી વધારે સિક્સ

ભારતે અત્યારસુધી ગ્રુપ સ્ટેજ અને સેમિફાઈનલ મેળવી કુલ 4 મેચ રમી છે. આંકડા દર્શાવે છે કે, ભારતીય બેટ્સમેનોએ આ 4 મેચમાં કુલ 25 સિક્સ ફટકારી છે. જેમાં સૌથી વધારે 9 સિક્સ ઓપનર શેફાલી વર્મા અને 7 સિક્સ તેની પાર્ટનરશીપ સ્મૃતિ મંધાનાએ ફટકારી છે. તો ટૂર્નામેન્ટની બાકી 7 ટીમો સાથે મળીને પણ 25 સિક્સ ફટકારી શકી નથી.આ 7 ટીમોએ કુલ 13 સિક્સ ફટકારી છે. ટુંકમાં ભારતની સંખ્યાથી અડધી સિક્સ આ 7 ટીમોએ ફટકારી છે. જેમાં શ્રીલંકાએ 5 અને પાકિસ્તાને માત્ર 3 સિક્સ ફટાકારી છે. તો હોન્ગ કોંગ અને યુએઈ એવી 2 ટીમો છે. જેમણે એક પણ સિક્સ ફટકારી નથી.

 

 

 

View this post on Instagram

 

 

 

ટૂર્નામેન્ટમાં ટોપ પર

માત્ર સિક્સ ફટકારવામાં જ નહી પરંતુ રન બનાવવામાં પણ ભારતીય ખેલાડી આ ટૂર્નામેન્ટમાં ટોપ પર છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન શેફાલીના નામે છે. જેમણે 4 ઈનિગ્સમાં 168 રન બનાવ્યા છે. જેમાં 2 અડધી સદી સામેલ છે. બીજા નંબર પર 154 રનની સાથે સ્મૃતિ મંધાના છે. જ્યારે ત્રીજા નંબર પર બાંગ્લાદેશની શોભના મોસ્તરી 95 છે. તો વિકેટના મામલે દિગ્ગજ સ્પિનર દીપ્તિ શર્મા 11 વિકેટની સાથે ટોપ પર છે. જ્યારે બીજા સ્થાને શ્રીલંકાની કેપ્ટન ચામરી અટાપટ્ટુ 9 અને ત્રીજા સ્થાને ભારતની શ્રી ચરણી 8 વિકેટ છે.

Breaking News : એશિયા કપમાં ભારતનો દબદબો, 10મી વખત ફાઇનલમાં એન્ટ્રી, બાંગ્લાદેશને 40 રનથી હરાવ્યું અહી ક્લિક કરો

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

ODI World Cup 2027 : શું વર્લ્ડકપ રમશે રોહિત-કોહલી? દિગ્ગજના નિવેદનથી હલચલ મચી

સાઉથ આફ્રિકામાં રમાનાર 2027 વનડે વર્લ્ડકપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમશે કે નહી? ક્રિકેટ ચાહકોના મનમાં આ સવાલ સતત ચાલી રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના વનડે ભવિષ્ય પર દિગ્ગજોની સતત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હવે આ મુદ્દા પર ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અને ગુજરાત ટાઈટન્સના હેડ કોચ આશિષ નેહરાનું પણ નિવેદન સામે આવ્યું છે. નેહરાનું માનવું છે કે, આટલી જલ્દી એ નક્કી કરવું યોગ્ય નથી. કે, બંને ખેલાડીઓ વર્લ્ડકપ રમશે. હજુ વધારે સમય છે અને આ વચ્ચે કાંઈ પણ થઈ શકે છે.

હાલમાં કોલકાતામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન આશિષ નેહરાએ કહ્યું 2027 વર્લ્ડકપમાં હજુ પણ સમય વધ્યો છે. ભારતીય ટીમની પાસે હવે વનડે મેચ ઓછી રમવાનું શેડ્યુલ છે. ત્યારે આટલી દુરની ભવિષ્યવાણી કરવું યોગ્ય નથી.

રોહિત -કોહલીએ છેલ્લા 10 વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું

નેહરાના મુજબ આપણે સૌ જાણીએ છીએ કે, રોહિત અને વિરાટે છેલ્લા 10 વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.પરંતુ મારા માટે 13 મહિનાનો સમય ખુબ મોટો હોય છે. હજુ પણ એ કહેવું મુશ્કેલ છે કે,તે વર્લ્ડકપ ટીમમાં હશે કે નહી.ઉંમરને બાજુ પર રાખો તો પણ ભારતીય ક્રિકેટમાં પરિસ્થિતિઓ ઝડપથી બદલાય છે.

 

 

View this post on Instagram

 

 

ગિલને લઈ શું કહ્યું?

પોતાની વાતને સાબિત કરવા માટે નેહરાએ ગિલનું ઉદાહરણ આપ્યું છે. તેમણે કહ્યું કે, શુભમન ગિલ ભલે વનડે અને ટેસ્ટ ટીમના મોટા ચેહરો હોય પરંતુ તે ભારતની ટી20 ટીમનો ભાગ નથી. રમવાનું ફોર્મેટ જલ્દી બદલાય રહ્યું છે. આ માટે કોઈ પણ ખેલાડીની જગ્યા પાક્કી માનવી યોગ્ય નથી.

વર્લ્ડકપના સમય રોહિત શર્મા 40 વર્ષના અને વિરાટ કોહલી લગભગ 39 વર્ષનો થશે. પરંતુ નેહરાનું માનવું છે કે, જો બંને ખેલાડી સતત રન બનાવતા રહે તો. ઉંમરમાં કોઈ અડચણ આવશે નહી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, કોઈ પણ ખેલાડીને પસંદ કરવો કે બહાર કરવાનો નિર્ણય માત્ર કોચનો નથી હોતો. તેની પાછળ પસંદગીકર્તા અને બોર્ડનો પણ મોટો હાથ હોય છે. જો તે શાનદાર પ્રદર્શન કરે છે. તો તેને ટીમમાં ન રાખવાનો કોઈ પ્રશ્ન જ થતો નથી.

2 બાળકોનો પિતા છે રોહિત શર્મા, જાણો પરિવારમાં કોણ કોણ છે, અહી ક્લિક કરો

 

Breaking News : બાલ-બાલ બચ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી, વિમાન સાથે અથડાવાનો હતો ડ્રોન, સુરક્ષામાં મોટી ચૂક !

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી, નોર્વેના દિવંગત રાજા હેરાલ્ડ પાંચમાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ઓસ્લો જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની સુરક્ષાને લઈને ગંભીર ખતરો ઉભો થયો હતો. નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોરેએ બુધવારે (09 સપ્ટેમ્બર) સરકારી પ્રસારણકર્તા NRK સાથેની વાતચીતમાં આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે આ ઘટના યુક્રેનના રાષ્ટ્રપતિની મુસાફરી દરમિયાન વડાપ્રધાન સ્ટોરેએ NRKને જણાવ્યું કે મોલ્ડોવાથી ઉડાન ભરતી વખતે ઝેલેન્સ્કીનું વિમાન લગભગભ થયેલા સુરક્ષા ખતરાની ગંભીરતા દર્શાવે છે.

યુક્રેને ઘટના અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી

વડાપ્રધાન સ્ટોરેએ NRKને જણાવ્યું કે મોલ્ડોવાથી ઉડાન ભરતી વખતે ઝેલેન્સ્કીનું વિમાન લગભગ એક ડ્રોનની ચપેટમાં આવી ગયું હતું. જોકે, યુક્રેનના અધિકારીઓ તરફથી હજુ સુધી આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ડ્રોનના ખતરાને કારણે ફ્લાઇટમાં વિલંબ

વોલોદિમિર ઝેલેન્સ્કી મંગળવારે (08 સપ્ટેમ્બર) સાંજે સુરક્ષિત રીતે ઓસ્લો પહોંચી ગયા હતા. તેઓ મોલ્ડોવાથી રવાના થઈને રાજા હેરાલ્ડના અંતિમ સંસ્કારમાં સામેલ થવા પહોંચ્યા હતા. આ સમારોહમાં વિશ્વભરના અનેક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ હાજર રહી હતી. આ પહેલાં ઝેલેન્સ્કીએ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોરે સાથે પણ મુલાકાત કરી હતી. નોર્વેના વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય સચિવ ભાનુજા રસિયાહે NRKને જણાવ્યું કે મોલ્ડોવાના હવાઈ ક્ષેત્રમાં ડ્રોનનો ખતરો હતો. તેના કારણે ઝેલેન્સ્કીની ઓસ્લો જતી ફ્લાઇટમાં વિલંબ થયો હતો.

નોર્વેના નાણામંત્રીએ પણ કરી પુષ્ટિ

નોર્વેના નાણામંત્રી જેન્સ સ્ટોલ્ટેનબર્ગે પણ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે ઓસ્લો પહોંચ્યા બાદ થોડા સમય પછી ઝેલેન્સ્કીએ પોતે તેમને આ ઘટના વિશે માહિતી આપી હતી. સ્ટોલ્ટેનબર્ગે કહ્યું કે ઝેલેન્સ્કીએ તેમની સાથેની બેઠક દરમિયાન આ ઘટના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ફ્લાઇટમાં વિલંબ થયો હતો અને વિમાનને લઈને કેટલીક સુરક્ષા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ હતી, પરંતુ તેમની પાસે ઘટનાની વધુ વિગતો નહોતી.

તેમણે વધુમાં કહ્યું કે ઝેલેન્સ્કીને ત્યાંથી બહાર નીકળવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ યુક્રેનની બહાર મુસાફરી કરવી ક્યારેય સરળ નથી. તેમ છતાં, તેમણે અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે જરૂરી સમય અને પ્રયાસ કર્યા.

રાજા હેરાલ્ડના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા ઝેલેન્સ્કી

સ્ટોલ્ટેનબર્ગે કહ્યું કે સુરક્ષા જોખમો છતાં અંતિમ સંસ્કારમાં ઝેલેન્સ્કીની હાજરી મહત્વપૂર્ણ હતી. NRK અનુસાર, તેમણે કહ્યું કે બુધવારે રાજા હેરાલ્ડના અંતિમ સંસ્કાર દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિને વિશ્વના અન્ય નેતાઓ સાથે ચાલતા જોવું પ્રભાવશાળી હતું.

અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ ઝેલેન્સ્કીએ X પર દિવંગત રાજા હેરાલ્ડને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે યુક્રેન નોર્વે તરફથી મળેલી મદદ માટે હંમેશા આભારી રહેશે. આ સહયોગ માત્ર નોર્વેની સરકાર તરફથી નહીં, પરંતુ શાહી પરિવાર અને નોર્વેના લોકો તરફથી પણ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું.

આ પણ વાંચો, Breaking News : ગાંધીનગરના કુડાસણ પાસે નિર્માણાધીન ઇમારત ધરાશાયી, 10-15 લોકો દબાયા

Breaking News   : iPhone Duo થી લઈને AirPods 5 સુધી! Apple Mega Launch Eventમાં આવ્યા આ મોટા પ્રોડક્ટ, જોઈ લો આખું લિસ્ટ

એપલે પોતાની વર્ષની મોટી સપ્ટેમ્બર ઈવેન્ટ ‘Surprise and Shine’માં હાર્ડવેર અને ઈકોસિસ્ટમ ટેક્નોલોજીનું અત્યારસુધીનું સૌથી મોટું લાઈનઅપ રજુ કર્યું છે. કૈલિફોર્નિયા સ્થિત એપલ પાર્કમાં આયોજિત આ ભવ્ય ઈવેન્ટમાં ટેક દિગ્ગજોએ પોતાના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duo થી પડદો ઉઠાવી સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં એક નવા અધ્યાયની શરુઆત કરી છે.

એપલની સૌથી મોટી છલાંગ

આ સાથે ફ્લૈગશિપ iPhone 18 Pro અને iPhone 18 Pro Max, એક્સટ્રીમ સ્પોર્ટસ વિયરેબલ Apple Watch Ultra 4, ઓલ ન્યુ હેલ્થ સેસિંગ સિસ્ટમથી લેન્સ Apple Watch Series 12, અને નેક્સટ જેનરેશન AirPods 5 ને પણ દુનિયાની સામે રાખવામાં આવી છે.આ ઈવેન્ટ હાર્ડવેર અટોનોમીની દિશામાં એપલની સૌથી મોટી છલાંગનું પ્રતિક છે. જ્યાં કંપનીએ પોતાના આ ઈન હાઉસ 2nm A20 Pro સિલિકોન, C2 5G મોડમ, અને H3 ઓડિયો પ્રોસેસરની તાકાતનું પ્રદર્શન કર્યું છે.

 

 

 

50 કલાકની બેટરી લાઈફ

પ્રીમિયમ ગેઝેટ માર્કટ માટે આ મેગા લોન્ચ રણનીતિક રુપથી ખુબ મહત્વની માનવામાં આવી રહ્યું છે. ભારતમાં જ્યાં iPhone Duoની શરુઆતની કિંમત ₹2,99,900 રાખવામાં આવી છે, તો iPhone 18 Pro સીરિઝ1,64,900 રુપિયાથી શરુ થાય છે.એપલે વિયરેબલ્સ સેગમેન્ટમાં Apple Watch Ultra 4 (1,09,900રુપિયા) દ્વારા 50 કલાકની બેટરી લાઈફ અને Watch Series 12 (56,900 રુપિયા) દ્વારા ઓલ ન્યુ પ્રેડિકિટ્વિ વાઈટલ્સ ટ્રેકિંગ રજુ કર્યું છે.જેનું એન્ટ્રી લેવલ પ્રીમિયમ ઓડિયોને રી ડિઝાઈન કરી AirPods 5 સીરિઝને ₹14,900 ની આકર્ષક શરુઆતની કિંમત પર ઉતારવામાં આવી છે. ભારતમાં આ તમામ પ્રોડક્ટસના પ્રી ઓર્ડર 12 સપ્ટેમ્બર 2026 થી ચાલુ થશે. તેમજ મોટાભાગની ડિલીવરી 18 સપ્ટેમબરથી શરુ થશે.

 

 

 

આ પ્રોડક્ટસ થયા લોન્ચ

iPhone Duo: એપલની પહેલી ફોલ્ડેબલ ક્રાંતિ : એપલનો પહેલો ફોલ્ડેબલ ડિવાઈઝ અલ્ટ્રા ફાઈન લિકિવડ મેટલ હિંઝની સાથે આવે છે. જે જડિસ્પેલ પર કોઈ પણ વિઝિબલ ક્રિઝ વગર 7.9 ઈંચનું ઈનર રેટિના OLED કૈનવાસ આપે છે. આ ડિવાઈઝ 2nm A20 Pro ચિપ અને વિશેષ રુપથી તૈયાર કરાયેલા iOS Duo પર ચાલે છે. જે એક સાથે 3 એક્ટિવ એપ્સ અને ડ્રૈગ એન્ડ ડ્રોપ વર્કફ્લોને સપોર્ટ કરે છે.

iPhone 18 Pro व Pro Max : TSMCની2nm કટિંગ ટેકનિક પર બનેલા A20 Pro ચિપ અને ઈન-હાઉસ C2 5G મોડમની સાથે પ્રો સીરિઝ 40% સુધી ફાસ્ટ સસ્ટેન્ડ પરફોર્મન્સ આપે છે. 48MP ફ્યુઝન કેમેરામાં મિકેનિકલ વેરિયેબલ એપરચર ટેકનોલોજી આપવામાં આવી છે.Pro Max મોડલમાં 30 કલાકની અત્યારસુધીની સૌથી લાંબી બેટરી લાઈફનો દાવો કરવામાં આવ્યો છે.

Watch Ultra 4 और Watch Series 12 : એક્સટ્રીમ એડવેચર્સ માટે તૈયાર આ વોચમાં 50 કલાકના મોન્સટર બેટરી બેકઅપ, નવું‘Readiness Score’ (0-10 સ્કેલ), અને ઓફ ગ્રિડ સૈટેલાઈટSOS કનેક્ટિવિટી આપવામાં આવી છે. Apple Watch Series 12 માં ઓલ ન્યુ ‘Health-Sensing System’ થી લેન્સ આ ઘડિયાળ સ્લીપ એપનિયા ડિટેક્શન અને પ્રેડિક્ટિવ હેલ્થ અલર્ટસ પ્રદાન કરે છે.

AirPods 5: AirPods 5 સીરિઝને રીડિઝાઈન એર્ગોર્નોમિક્સ અને H3 ચિપની સાથે લોન્ચ કરવામાં આવી છે. જે સ્ટૈન્ડર્ડ વેરિએન્ટની સાથે સાથે પહેલી વખત ઓપન ઈયર સ્ટાઈલમાં પણ 2x સુંદર એક્ટિવ નોઈઝ કેન્સિલેશન(ANC) આપે છે. USB-C વ ફાઈંડ માય સ્પીકર ચાર્જિંગ કેસમાં USB-C, વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ અને કેસ શોધવા માટે બિલ્ટ ઈન સ્પીકર આપવામાં આવી છે.

 

ભારતીય બજારમાં બે પ્રકારના મોબાઈલ ફોન ઉપલબ્ધ છે – એક ફીચર ફોન અને બીજો સ્માર્ટફોન. અહી ક્લિક કરો

Ganesh Chaturthi 2026: ઘર માટે ગણેશજીની મૂર્તિ ખરીદતા સમયે ન કરતા આ ભુલ, જાણો કઈ બાબતો ધ્યાનમાં રાખવી

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો પોતાના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 14 સપ્ટેમ્બરે ઉજવાશે. પરંપરા મુજબ ભક્તો ઘરે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી પૂજા-અર્ચના કરે છે અને ત્યારબાદ વિસર્જન કરવામાં આવે છે. મૂર્તિ ખરીદતી વખતે પણ કેટલીક ધાર્મિક માન્યતાઓનું ધ્યાન રાખવામાં આવે છે. માન્યતા અનુસાર, ઘર માટે ડાબી તરફ વળેલી સૂંઢવાળી ગણેશજીની મૂર્તિ શુભ માનવામાં આવે છે. બેઠેલી મુદ્રાની મૂર્તિને પણ ઘરમાં સ્થાપના માટે શુભ માનવામાં આવે છે, જ્યારે ઉભી મૂર્તિ ટાળવાની માન્યતા છે.

મૂર્તિના રંગ અને સ્વરૂપનું પણ રાખો ધ્યાન

ગણેશજીની મૂર્તિમાં કેસરિયો, સફેદ કે પીળો રંગ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કાળા રંગની મૂર્તિ ઘરમાં ન લાવવાની સલાહ આપવામાં આવે છે. મૂર્તિ સાથે ભગવાન ગણેશનું વાહન ઉંદર પણ હોવું જોઈએ. ઉપરાંત, મૂર્તિમાં ચાર હાથ અને દાંતનું પરંપરાગત સ્વરૂપ હોવું જોઈએ.

ઘર માટે કેવી મૂર્તિ પસંદ કરવી?

ઘરમાં સ્થાપના માટે શુદ્ધ માટી, પિત્તળ, તાંબા, ચાંદી અથવા સફેદ આરસપહાણની મૂર્તિ પસંદ કરી શકાય છે. મૂર્તિ ખરીદતી વખતે તેમાં કોઈ તિરાડ કે નુકસાન ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘરના પૂજા સ્થળના કદ પ્રમાણે નાની મૂર્તિ પસંદ કરવી યોગ્ય માનવામાં આવે છે. માન્યતા અનુસાર ખૂબ મોટી મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવાનું ટાળવામાં આવે છે. મૂર્તિની સ્થાપના માટે ઉત્તર-પૂર્વ ખૂણો અથવા પૂર્વ દિશા શુભ માનવામાં આવે છે.

ગણેશ પૂજા દરમિયાન આ નિયમોનું રાખો ધ્યાન

ગણેશજીની સ્થાપના પહેલાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા, લાકડાની ચોકી પર લાલ કે પીળું કપડું પાથરી મૂર્તિ સ્થાપિત કરવી અને શુભ મુહૂર્તનું ધ્યાન રાખવું જોઈએ. પૂજા દરમિયાન તાંબાના વાસણમાં પાણી, સોપારી, સિક્કો અને કેરીના પાન રાખી શકાય છે. ભગવાન ગણેશને ફળ, ફૂલ, મોદક અથવા લાડુ અર્પણ કરીને આરતી કરવામાં આવે છે.

આ પણ વાંચો- 10 September 2026 રાશિફળ: નોકરીમાં પ્રમોશનથી વેપારમાં મોટો નફો, આજે આ રાશિઓ માટે પ્રગતિના સંકેત

10 September 2026 રાશિફળ: ઓફિસમાં વધશે પ્રભાવ, બિઝનેસમાં મળશે મોટી ડીલ; આર્થિક લાભના યોગ

આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી યુગલો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં.

મેષ રાશિ:

કાર્યક્ષેત્રમાં તમારા આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિની પ્રશંસા થશે, જેનાથી અધૂરા કામો સમયસર પૂરા થશે. વેપારમાં નવી ભાગીદારી અથવા વિસ્તરણના પ્રયાસો સફળ બનશે અને રોકાણમાંથી સારો નફો મળશે.

વૃષભ રાશિ:

નોકરીમાં પદોન્નતિ અથવા નવી જવાબદારી મળવાના ઉત્તમ સંકેત છે, સહકર્મીઓ તરફથી પૂરતો સહયોગ મળશે. ધંધામાં લાંબા સમયથી અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે, જે આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે.

મિથુન રાશિ:

ઓફિસમાં તમારી વાણી અને કમ્યુનિકેશન સ્કીલથી અટકેલા પ્રોજેક્ટ સરળતાથી આગળ વધશે. વેપારમાં ગ્રાહકો સાથેના સંબંધો સુધરશે અને કોઈ મોટો સપ્લાય ઓર્ડર મળવાના મજબૂત યોગ છે.

કર્ક રાશિ:

કાર્યસ્થળ પર આજે તમારા કામ પ્રત્યેની નિષ્ઠા જોઈને ઉચ્ચ અધિકારીઓ તમારી ભલામણ આગળ વધારી શકે છે. પ્રોપર્ટી અથવા શેરબજાર સાથે સંકળાયેલા વેપારીઓને અણધાર્યો આર્થિક લાભ થવાના સંકેત છે.

સિંહ રાશિ:

નોકરીમાં તમારા નેતૃત્વ ગુણોની પ્રશંસા થશે અને પ્રમોશન સંબંધિત સારી વાતચીત આગળ વધશે. બિઝનેસમાં નવી ડીલ ફાઇનલ થઈ શકે છે, જે ભવિષ્યમાં મોટો આર્થિક ફાયદો કરાવશે.

કન્યા રાશિ:

આજે ઓફિસમાં સમયસર કામ પૂર્ણ થવાથી તમારો પ્રભાવ વધશે અને નવા કાર્યો સોંપવામાં આવી શકે છે. વેપારમાં લેવડદેવડ અને એકાઉન્ટ્સમાં પારદર્શિતા રાખવી ફાયદાકારક સાબિત થશે, નવો માલ ખરીદવા સારો સમય છે.

તુલા રાશિ:

કાર્યક્ષેત્રમાં તમારી સર્જનાત્મક વિચારસરણીને યોગ્ય પ્રોત્સાહન મળશે અને નવી તકો સામે આવશે. બિઝનેસ પાર્ટનર સાથે તાલમેલ સારો રહેશે, જેનાથી નવા પ્રોજેક્ટ ઝડપથી આગળ ધપશે. કોઈપણ કાનૂની દસ્તાવેજ યોગ્ય રીતે વાંચ્યા વિના હસ્તાક્ષર કરવા નહીં.

વૃશ્ચિક રાશિ:

નોકરીમાં તમારી કાર્યક્ષમતા અને મહેનતથી અધિકારીઓ પ્રભાવિત થશે અને જૂના વિવાદોનો અંત આવશે. વેપારમાં જોખમી નિર્ણયો લેવાનું ટાળવું, પરંતુ રૂટિન ધંધામાં સારો નફો જળવાઈ રહેશે.

ધન રાશિ:

આજે કાર્યક્ષેત્રમાં અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે અને વિદેશ સંબંધિત પ્રોજેક્ટ્સમાં ઉત્તમ પ્રગતિ થશે. ઇમ્પોર્ટ-એક્સપોર્ટ અને ટ્રાવેલ સંબંધિત વેપારમાં મોટો આર્થિક ફાયદો થવાના યોગ છે.

મકર રાશિ:

ઓફિસમાં તમારા અનુભવ અને ધીરજના કારણે મુશ્કેલ પરિસ્થિતિઓ પણ સરળતાથી ઉકેલાઈ જશે. રિયલ એસ્ટેટ, બાંધકામ અને મશીનરીના વેપારીઓને મોટી ડીલ મળવાની પૂરી શક્યતા છે.

કુંભ રાશિ:

કાર્યક્ષેત્રમાં તમારા નવા વિચારો અને તકનીકી જ્ઞાનના કારણે તમારો દબદબો વધુ મજબૂત થશે. ટેકનોલોજી, કન્સલ્ટન્સી અને ડિજિટલ માર્કેટિંગના વેપારમાં અણધાર્યો મોટો ધનલાભ થઈ શકે છે.

મીન રાશિ:

નોકરીમાં ટ્રાન્સફર કે ઈચ્છિત જગ્યાએ બદલાવના મજબૂત સંકેત છે, જે ભવિષ્યમાં ઘણી પ્રગતિ કરાવશે. વેપારમાં નવો સ્ટોક લાવવા કે વેચાણ વધારવા માટે શ્રેષ્ઠ સમય છે, નફાનું પ્રમાણ વધશે.

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Gujarat Rain Forecast: ભાદરવો ગાજશે ! ગુજરાતમાં ફરી ચોમાસુ જામશે, 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગે 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 12 અને 13 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શક્યતા છે.

12-13 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ 12 અને 13 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આ બંને દિવસ દરમિયાન કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં પણ વરસાદનું જોર

13 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કેટલાક સ્થળોએ ગાજવીજ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડી શકે છે.

ગાજવીજ સાથે વરસાદની શક્યતા

વરસાદની સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાન તથા વૃક્ષો નીચે ઊભા ન રહેવાની સલાહ આપી છે.

વરસાદની આગાહીએ ખેડૂતોમાં આશા જગાવી

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની અછત વચ્ચે હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂતોમાં પણ આશા જાગી છે. આગામી દિવસોમાં જો આગાહી મુજબ સારો વરસાદ થાય તો પાણીની અછતનો સામનો કરી રહેલા વિસ્તારોને રાહત મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી સ્થાનિક જળાશયો અને ડેમોમાં પાણીની આવક વધવાની આશા છે.

આ પણ વાંચો- Ahmedabad Honor Killing : બાઈક અકસ્માત કે બહેનની હત્યાનો ખતરનાક પ્લાન? CCTVમાં ખુલ્યું સત્ય!

09 September 2026 રાશિફળ: આજે કોનું ભાગ્ય ચમકશે? કઈ રાશિઓને મળશે નવી તક અને થશે ધનલાભ

આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી યુગલો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં.

મેષ રાશિ:

આજે કાર્યક્ષેત્રમાં તમારી યોજનાઓ સફળ થશે અને વરિષ્ઠ અધિકારીઓ તરફથી મહત્વપૂર્ણ માર્ગદર્શન મળશે. વેપારમાં નાણાકીય લેવડ-દેવડમાં સાનુકૂળતા રહેશે અને જૂનું રોકાણ ઉત્તમ વળતર આપશે.

વૃષભ રાશિ:

આજે ઓફિસમાં નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે, જેમાં તમારી કામગીરીની પ્રશંસા થશે. વેપારના ક્ષેત્રમાં નવા સંપર્કોથી સારો ફાયદો થશે અને અટકેલા નાણાં પાછા મળવાના યોગ છે.

મિથુન રાશિ:

નોકરીમાં તમારી વાતચીત કરવાની શૈલી અને તર્કશક્તિ તમને અન્યોથી આગળ રાખશે. વ્યાપારમાં નવી ભાગીદારી અથવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સાનુકૂળ દિવસ સાબિત થશે. ટેકનિકલ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો શ્રેષ્ઠ સમય છે.

કર્ક રાશિ:

કાર્યસ્થળ પર આજે કામનું ભારણ વધુ રહી શકે છે, પરંતુ તમારી ધગશથી પરિણામ ઉત્તમ મળશે. ધંધામાં અણધાર્યા ધનલાભના સંકેત છે, પરંતુ ઉધાર આપવાથી દૂર રહેવું. વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં મિત્રોનો ઉત્તમ સહયોગ પ્રાપ્ત થશે.

સિંહ રાશિ:

નોકરીમાં તમારા નેતૃત્વ ગુણોની પ્રશંસા થશે અને પ્રમોશન સંબંધિત સારી વાતચીત આગળ વધશે. બિઝનેસમાં નવી ડીલ ફાઇનલ થઈ શકે છે, જે ભવિષ્યમાં મોટો આર્થિક ફાયદો કરાવશે.

કન્યા રાશિ:

આજે ઓફિસમાં તમારા આયોજનબદ્ધ કામની નોંધ લેવાશે અને મહત્વના પ્રેઝન્ટેશનમાં ધાર્યું પરિણામ મળશે. વેપારમાં ખર્ચ પર સારો અંકુશ મેળવી શકશો અને લોન સંબંધિત પ્રક્રિયાઓ સરળ બનશે.

તુલા રાશિ:

આજે કાર્યક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થશે અને તમારા સહયોગીઓ સાથે તાલમેલ ઉત્તમ રહેશે. વેપારમાં ગ્રાહકોનો ધસારો વધવાથી નફાનું પ્રમાણ વધશે અને સ્થિતિ મજબૂત બનશે. ઉધાર આપેલા નાણાં પરત મેળવવા ધીરજ રાખવી,

વૃશ્ચિક રાશિ:

નોકરીમાં મુશ્કેલ કાર્યો તમારી મહેનતથી સરળતાથી ઉકેલાઈ જશે અને ઓફિસમાં વર્ચસ્વ વધશે. વેપારમાં જોખમી રોકાણ કરવાથી બચવું, ચકાસાયેલા ક્ષેત્રમાં જ આગળ વધવું સલાહભર્યું છે.

ધન રાશિ:

કાર્યસ્થળ પર તમારી દૂરંદેશી યોજનાઓ સફળ થશે અને નવી જવાબદારી મળવાના પૂરા સંકેત છે. વિદેશ સંબંધિત બિઝનેસ કે આયાત-નિકાસના કામમાં સારો આર્થિક ફાયદો જોવા મળશે. કોઈપણ દસ્તાવેજ પર વિચાર્યા વિના સહી ન કરવી

મકર રાશિ:

ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ સાથેનો તાલમેલ સુધરશે અને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સની જવાબદારી સોંપાશે. જમીન-મકાન કે રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને ઉત્તમ નફો મળવાના યોગ છે. વડીલોનું યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થશે.

કુંભ રાશિ:

કાર્યક્ષેત્રમાં તમારી નવીન વિચારસરણી અન્યો કરતાં તમને આગળ રાખશે અને પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ થશે. માર્કેટિંગ, આઈટી અને શેરબજાર સાથે જોડાયેલા વેપારીઓને અણધારી આવક થઈ શકે છે.

મીન રાશિ:

નોકરીમાં ટ્રાન્સફર કે સ્થળ બદલાવના સંકેત મળી રહ્યા છે, જે ભવિષ્ય માટે લાભદાયી રહેશે. વેપારમાં નવો માલ ખરીદવા કે સ્ટોક વધારવા માટે સારો સમય છે, નફો ચોક્કસ મળશે. કોઈપણ દસ્તાવેજ વાંચ્યા વગર સહી ન કરવી અને લોભ-લાલચથી દૂર રહેવું.

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News : યુદ્ધ જહાજ પર મિસાઇલ હુમલાથી ગુસ્સે ભરાયેલા અમેરિકાએ 5 ઇરાની તેલ ટેન્કરોનો નાશ કર્યો

ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઓછો થવાનું નામ લઈ રહ્યું નથી. બંને દેશ એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. આ વચ્ચે અમેરિકી સેનાએ ઈરાનના પાંચ કાચા તેલને લઈ જનારા ટેન્કરોને નિશાન બનાવી નાશ કર્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ આ કાર્યવાહી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસ એટલે કે, IRGC તરફથી અમેરિકી નૌસેનાના યુદ્ધ જહાજ પર બૈલિસ્ટિક મિસાઈલથી બે વખત હુમલો કરવાના પ્રયત્ન બાદ કરવામાં આવી છે.

CENTCOMએ મંગળવારના રોજ કહ્યું કે, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોરે છેલ્લા 2 દિવસમાં અમેરિકી નૌસેનાના એક યુદ્ધ જહાજને 2 વખત નિશાને બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બંને વખતે આ હુમલા અસફળ રહ્યા હતા. અમેરિકી યુદ્ધજહાજ મિસાઈથી બચવામાં સફળ રહી અને ત્યારબાદ તેમણે તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. આ હુમલાઓમાં કોઈ યુએસ સૈનિકો ઘાયલ થયા ન હતા.

5 ઈરાની ટેન્કરો પર હુમલા

CENTCOMએ ઈરાનના હાલના અસફળ હુમલાના જવાબમાં કહ્યું કે, સેનાએ IRGCના તેલ દાણાચોરી નેટવર્ક થી કથિત રીતે જોડાયેલા 5 ટેન્કરો પર હુમલો કર્યો છે. ઓમાનની ખાડીમાં લક્ષિત જહાજની ઓળખ એમટી કવિઝ,એમટી ચારમીનાર, એમટી હોરાઈઝન 1 અને એમટી રીસ્કોના રુપમાં કરવામાં આવી છે. આ સાથે ઈરાનના ખાર્ગ દ્વીપની પાસે એમટીડેર્યા પર પણ હુમલો કર્યો છે.

 

 

અમેરિકાનો ઈરાન પર આરોપ

CENTCOMએ આરોપ લગાવ્યો કે, આ તેલ ટેન્કરનો ઉપયોગ અરબો ડોલરના એક ગુપ્ત તેલ નેટવર્કના ભાગ રુપે કરે છે. અમેરિકાનો દાવો છે કે, નેટવર્કથી મળનારી રકમ IRGC અને તેના ક્ષત્રીય સહયોગી સંગઠનોની ગતિવિધિને આર્થિક મદદ આપે છે. આ સાથે એ પણ કહ્યું કે, ઈરાનની પાસે આ ટેન્કરોની રક્ષા કરવાનું કોઈ સાધન નથી.

ઈરાની તેલ ટેન્કરો સામે આ પહેલી યુએસ કાર્યવાહી નથી. સેન્ટકોમે અહેવાલ આપ્યો છે કે 5 સપ્ટેમ્બરના રોજ, યુએસ દળોએ ત્રણ ઈરાની ક્રૂડ ઓઇલ ટેન્કરોનો પણ નાશ કર્યો હતો.અહેવાલો અનુસાર, અમેરિકાની નવી કાર્યવાહી બાદ ઈરાને કુવૈત અને બહેરીનના બંદરો નજીક કાર્યરત તેલ ટેન્કરો સામે બદલો લેવાની ધમકી આપી છે.

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

09 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં અનુભવાયા ભૂકંપના ઝટકા,  3 અને 4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

આજે 09 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

08 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે, વડોદરા અને નવસારીના કાર્યક્રમોમાં આપશે હાજરી

આજે 08 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: તહેવારો પહેલા મોંઘી થઈ મારુતિની ગાડીઓ, કિંમતમાં થયો ₹20,000 સુધીનો વધારો

તહેવારી સીઝન પહેલા Maruti Suzuki ઈન્ડિયા લિમિટેડે ગ્રાહકોને મોટો આંચકો આપતા પસંદગીના મોડેલ્સની કિંમતોમાં વધારો કરી દીધો છે. કંપનીએ વાહનોની કિંમતોમાં ₹20,000 સુધીનો વધારો કર્યો છે, જે May પછીનો ત્રીજો વધારો છે.

કિંમતમાં વધારા પાછળ કંપનીએ વધતી ઇનપુટ કોસ્ટ (કાચા માલનો ખર્ચ) અને મોંઘવારીના બોજને કારણ બતાવ્યું છે. અગાઉની બે વાર કંપનીએ આખા પોર્ટફોલિયોની કિંમતો વધારી હતી પરંતુ આ વખતે માત્ર કેટલાક ખાસ મોડેલ્સની કિંમતો જ વધારવામાં આવી છે.

રેગ્યુલેટરી ફાઇલિંગમાં કંપનીએ આપી માહિતી

કંપનીએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહ્યું છે કે, “ઇનપુટ કોસ્ટમાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને કંપનીએ કેટલાક ખાસ મોડેલ્સની કિંમતોમાં ₹20,000 સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.” કિંમતોમાં આ વધારો સપ્ટેમ્બર 2026 થી લાગુ થઈ ગયો છે.

ઇનપુટ કોસ્ટના કારણે કિંમતો વધી

માત્ર મારુતિ સુઝુકી જ નહીં પરંતુ ટાટા અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓએ પણ ઇનપુટ કોસ્ટના કારણે સપ્ટેમ્બરથી ગાડીઓની કિંમતો વધારી છે. ભારતની સૌથી મોટી ઓટોમેકર કંપની મારુતિ સુઝુકી ખર્ચ ઘટાડવાના ઉપાયો દ્વારા તેની અસર જેટલી બને તેટલી ઓછી કરવાનો સતત પ્રયાસ કરી રહી છે.

કંપનીએ ઉમેર્યું કે, “મોંઘવારીનો બોજ ઊંચા સ્તરે હોવાને કારણે અને ખરાબ ખર્ચ પરિસ્થિતિના લીધે કંપની વધેલા ખર્ચનો કેટલોક હિસ્સો ગ્રાહકો પર નાખવા માટે મજબૂર છે. સાથે જ એ પણ સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખશે કે, ગ્રાહકો પર આની અસર જેટલી બને તેટલી ઓછી થાય.” મારુતિ સુઝુકીએ હજુ સુધી એ ખુલાસો કર્યો નથી કે, આ વખતે કયા-કયા મોડેલ્સની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે?

Maruti Arena અને Nexa રેન્જમાં છે આ ગાડીઓ

કંપની તેની એરિના (Arena) રેન્જમાં S-Presso, Celerio, Alto K10, Eeco, WagonR, Dzire, Swift, Ertiga, Brezza અને Victoris વેચે છે, જ્યારે કંપની તેની નેક્સા (Nexa) રેન્જમાં e VITARA, Jimny, Invicto, Grand Vitara, XL6, Baleno અને FRONX વેચે છે.

શું તમેં પણ કાર પાર્ક કરીને ભૂલી જાણો છો કે કઈ જગ્યાએ પાર્ક કરી? Google Mapsની આ ટ્રિક લાગશે કામ

ભારતને જેટલું જોઈશે તેટલું ક્રૂડ ઓઇલ આપીશું, ટેરિફની ધમકીઓ વચ્ચે રશિયાએ વ્યક્ત કર્યો અતૂટ ભરોસો

રશિયા ભારતને તેની જરૂરિયાત મુજબનું “જેટલું જોઈએ તેટલું” ક્રૂડ ઓઇલ સપ્લાય કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. નવી દિલ્હી ખાતેના રશિયન રાજદૂત ડેનિસ અલીપોવ (Denis Alipov) એ આ મહત્વનું નિવેદન આપ્યું છે. આ સાથે જ તેમણે અમેરિકા દ્વારા અપનાવવામાં આવતી “દબાણ કરવાની નીતિ”ની આકરી ટીકા કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે મોસ્કો ભારત સાથે તેલનો વેપાર અવિરત ચાલુ રાખવા માટે કટિબદ્ધ છે.

સમાચાર એજન્સી ના અહેવાલ મુજબ, રશિયન રાજદૂતનું આ નિવેદન એવા નાજુક સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયા પાસેથી કાચું તેલ ખરીદવા બદલ નવી દિલ્હી પર આકરા ટેરિફ લાદવાની ધમકી આપી છે.

શું કહ્યું ડેનિસ અલીપોવે?

રશિયન રાજદૂતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “ભારતને જેટલા તેલની જરૂર પડશે, અમે તેટલો જથ્થો પૂરો પાડવા માટે હંમેશાં તૈયાર રહીશું. કમનસીબે, જે દેશો પ્રતિબંધો અને ટેરિફ ઝીંકે છે, તેમણે ઈમાનદાર સહયોગના બદલે અન્યાયી દબાણનો માર્ગ પસંદ કર્યો છે. વાસ્તવિકતા એ છે કે તે દેશો ભારતને અમારા કરતાં વધુ સારી અને સસ્તી ડીલ આપી શકતા નથી.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો વૈશ્વિક સ્તરે રશિયન ક્રૂડનું વેચાણ અટકાવવામાં આવે, તો સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા તેને સહન કરી શકશે નહીં. આંતરરાષ્ટ્રીય એનર્જી માર્કેટ રશિયન તેલને બહાર રાખવાનું જોખમ ઉઠાવી શકે તેમ નથી. રશિયન તેલ ભારત અને અન્ય ખરીદદાર દેશો માટે બજારમાં ઉપલબ્ધ રહેશે જ. રશિયા ભારતને સપ્લાય કરવામાં રસ ધરાવે છે અને ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે તે ખરીદવામાં રસ ધરાવે છે. ભારતે પણ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના નાગરિકોના હિત અને જરૂરિયાતોને હંમેશાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે.

અમેરિકા શું કરી રહ્યું છે?

યુક્રેન યુદ્ધને આગળ ધપાવવાનો આરોપ મૂકીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકાએ ભારત પર 50 ટકા સુધી ટેરિફ લાદ્યા છે. આ ઉપરાંત, યુદ્ધ વચ્ચે રશિયાની ઓઇલ આવક રોકવા માટે અમેરિકા દ્વારા વૈશ્વિક સ્તરે સતત દબાણ ઊભું કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે.

100 ટકા સુધી ટેરિફ લાદવાનો પ્રસ્તાવ

હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ની નાકાબંધીને ધ્યાને રાખીને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે અમેરિકા તરફથી અગાઉ અપાયેલી કામચલાઉ છૂટછાટો છતાં, યુએસ સેનેટમાં એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં રશિયન ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના ટોચના 5 ખરીદદાર દેશો પર 100 ટકા સુધી ટેરિફ લાદવાનો આકરો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

કયા દેશો પર થશે આ બિલની સીધી અસર?

આ વિધેયક ટ્રમ્પ વહીવટીતંત્રને અન્ય દેશો પર વધારાના કડક આર્થિક પ્રતિબંધો લાદવાની સત્તા આપશે. જો આ બિલ સંપૂર્ણપણે અમલી બનશે, તો તેની સીધી અને મોટી અસર ભારત, ચીન તેમજ તુર્કી જેવા પ્રમુખ આયાતકાર દેશો પર પડી શકે છે.

સોલાર પ્લાન્ટ લગાવવો હવે વધુ સસ્તો બનશે, જીએસટી કાઉન્સિલ ટેક્સમાં સીધો 4% ઘટાડો કરવાની તૈયારીમાં

Trending Video: “ભારતીયો હાથથી કેમ ખાય છે ?” અમેરિકન યુઝરે ભારતની પરંપરા પર સવાલ પૂછ્યો, ભારતીય અર્થશાસ્ત્રીએ આપ્યો ‘રોકડો જવાબ’

ભારતમાં હાથથી ખાવું એ કોઈ નવી કે અજીબ વાત નથી. ઘણા ભારતીય પરિવારોમાં આજે પણ દાળ-ભાત, શાક-રોટલી, કઢી અને અન્ય પરંપરાગત વાનગીઓ હાથથી જ ખાવામાં આવે છે પરંતુ અન્ય દેશોના લોકો માટે હાથથી ખાવું થોડું અજીબ છે.

અન્ય દેશોમાં શરૂઆતથી જ ચમચી, ચમચી-કાંટા વડે ખાવાનો રિવાજ છે. એવામાં જ્યારે એક અમેરિકન સોશિયલ મીડિયા યુઝરે ભારતીયોના હાથથી ખાવા પર સવાલ પૂછ્યો, તો તેને લઈને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ.

અમેરિકન યુઝરે Video શેર કરીને પૂછ્યો હતો આ ‘સવાલ’

ફ્લોરિડાના એક સોશિયલ મીડિયા યુઝરે એક વીડિયો શેર કર્યો હતો. જોતજોતામાં તેનો એ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક કપલ કોઈ દક્ષિણ ભારતીય લગ્ન કે પરંપરાગત કાર્યક્રમમાં હાથથી ખાઈ રહ્યા છે. આ વીડિયો શેર કરતાં તે અમેરિકન યુઝરે સવાલ કર્યો કે, “ભારતના લોકો હાથથી કેમ ખાવાનું ખાય છે?”

પોસ્ટ પર અર્થશાસ્ત્રીએ કર્યો ‘Reply’

આ પોસ્ટ મૂળરૂપે નવેમ્બર 2025 માં શેર કરવામાં આવી હતી. પાછળથી આ સવાલ પર અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલની નજર પડી. તેણે ભારતીય ભોજન અને સંસ્કૃતિ પર કોઈ લાંબુ ભાષણ આપવાને બદલે માત્ર એક લાઈનમાં પોતાનો જવાબ આપ્યો. સાન્યાલે આ પોસ્ટ પર રિપ્લાય કરતાં લખ્યું, “જો તમે તેને સ્પર્શ કરવામાં અસહજ અનુભવો છો અને ધાતુના સાધનોની જરૂર પડે છે, તો કદાચ તેને તમારા મોંમાં મૂકવું એ એક ખરાબ વિચાર છે.”

સાન્યાલના જવાબ પર ‘લોકોની પ્રતિક્રિયા’

અર્થશાસ્ત્રીનો આ જવાબ જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. તેની પોસ્ટને લાખો લોકોએ જોઈ અને મોટી સંખ્યામાં યુઝર્સે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી. એક યુઝરે તેને “મજબૂત વિચાર” ગણાવ્યો.

બીજાએ કહ્યું કે, ભારતીયો હાથથી કેમ ખાય છે? તેની આ શ્રેષ્ઠ સમજૂતી છે. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે, ભારતીય ભોજન હાથથી ખાવાથી વધુ સ્વાદિષ્ટ બને છે.

હાથથી ખાવા પર પૂરેપૂરો મળે છે ‘ભોજનનો સ્વાદ’

ભારતમાં હાથથી ખાવું એ માત્ર ખાવાની એક રીત નથી પરંતુ તે ઘણા લોકો માટે પરંપરા અને રોજિંદા જીવનનો એક ભાગ છે. ખાસ કરીને ભાત અને કઢી/ગ્રેવી વાળી વાનગીઓને હાથથી ભેળવીને ખાવાથી અલગ-અલગ સ્વાદ એકસાથે ભળી જાય છે.

ઘણા લોકોનું માનવું છે કે, હાથથી ખાવા પર ખાવાની ગરમાહટ, નરમાશ અને પોત (ટેક્સચર) નો પણ વધુ સારો અહેસાસ થાય છે. આંગળીઓથી ભોજનને ભેળવીને એક નાનો કોળિયો તૈયાર કરવો એ ભારતીય ભોજનની પરંપરાગત શૈલીનો જ એક ભાગ છે.

Trending Video: છોકરીઓ 3 અને રૂમ 1, તો પછી રસોડામાં ગેસ સિલિન્ડર 3 કેમ? રૂમમેટ્સનું આ કારનામું જોઈ હસી પડશો

07 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : PM મોદી આજે પ્રધાનોની કામગીરીની સમક્ષી બેઠકની અધ્યક્ષતા કરશે

આજે 07 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

UN એ બદલ્યો દુનિયાનો નકશો: ભારત પર શું થશે અસર અને અમેરિકાએ કેમ કર્યો એકલા વિરોધ?

આપણે બાળપણથી દુનિયાને જે નકશા પર જોતા આવ્યા છીએ, તેમાં હવે મોટા ફેરફારની શરૂઆત થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) એ 4 સપ્ટેમ્બરના રોજ ‘Correct the Map’ નામના એક ઐતિહાસિક પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વિશ્વ નકશાઓને પ્રોત્સાહન આપવાનો છે જેમાં તમામ દેશો અને ખંડોનું ક્ષેત્રફળ તેમના વાસ્તવિક પ્રમાણ (સાચો આકાર અને કદ) ની નજીક દેખાય. આ પ્રસ્તાવના પક્ષમાં ભારત સહિત 164 દેશોએ મતદાન કર્યું હતું, જ્યારે અમેરિકાએ તેનો એકલા વિરોધ કર્યો અને 6 દેશો વોટિંગથી દૂર રહ્યા હતા.

જોકે, અહીં એક મહત્વની બાબત સમજવી જરૂરી છે કે સંયુક્ત રાષ્ટ્રએ કોઈ દેશની સરહદ, જમીન કે આંતરરાષ્ટ્રીય સીમામાં કોઈ ફેરફાર કર્યો નથી. આ નિર્ણય માત્ર ગોળાકાર પૃથ્વીને સપાટ કાગળ કે ડિજિટલ સ્ક્રીન પર વધુ વાસ્તવિક રીતે કેવી રીતે દર્શાવવી તે અંગેનો છે. આ પ્રસ્તાવ કાયદેસર રીતે કોઈ પર બંધનકર્તા નથી, તેથી રાતોરાત તમામ પુસ્તકો કે એપ્સમાં જૂનો નકશો બદલાઈ નહીં જાય.

ભારતે પ્રસ્તાવનું સમર્થન કેમ કર્યું?

ભારતનું વલણ એ રહ્યું છે કે આ પ્રસ્તાવને ‘ઇક્વલ એરિયા મેપ પ્રોજેક્શન’ (Equal Area Map Projection) ના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન તરીકે જોવો જોઈએ, કોઈ એક ચોક્કસ પ્રોજેક્શનના સમર્થન તરીકે નહીં. ભારતીય પ્રતિનિધિએ સ્પષ્ટ કર્યું કે નકશાઓનો ઉપયોગ વિવિધ જરૂરિયાતો (જેમ કે દિશા, અંતર કે કદ) માટે થાય છે, તેથી ભારત ટેકનિકલ તટસ્થતાને ટેકો આપે છે.

આ સાથે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિતનો ભારતનો સાર્વભૌમ વિસ્તાર ભારતના સત્તાવાર નકશા મુજબ જ દર્શાવવો જોઈએ. કોઈપણ ભ્રામક કે ખોટા ચિત્રણને ભારત ક્યારેય સ્વીકારશે નહીં.

અમેરિકાએ વિરોધ કેમ કર્યો?

અમેરિકા આ પ્રસ્તાવનો વિરોધ કરનારો એકમાત્ર દેશ હતો. અમેરિકી પ્રતિનિધિ યારિના ફેરેન્સેવિચે ચર્ચા દરમિયાન દલીલ કરી કે સંયુક્ત રાષ્ટ્રએ દુનિયાની વાસ્તવિક કટોકટીઓ અને સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, નહીં કે 16મી સદીથી ચાલતા નકશા બદલવાની ચર્ચાઓમાં સમય વેડફવો જોઈએ. અમેરિકાએ આ પગલાંને એક વૈચારિક એજન્ડા તરીકે ગણાવ્યું.

બીજી તરફ, આફ્રિકન યુનિયને આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમનું કહેવું છે કે સદીઓ જૂનો મર્કેટર પ્રોજેક્શન (Mercator Projection) આફ્રિકા ખંડને તેના વાસ્તવિક કદ કરતાં ઘણો નાનો દર્શાવે છે, જે હવે સુધરશે.

ભારતના નકશા પર શું અસર પડશે?

ભારતની જમીન, વાસ્તવિક ક્ષેત્રફળ કે આંતરરાષ્ટ્રીય સરહદોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ભારતનું સાર્વભૌમત્વ અને પાડોશી દેશો સાથેની સરહદો યથાવત રહેશે.

  • ફેરફાર માત્ર એટલો હશે કે વિશ્વ નકશા પર ઉત્તરીય દેશો (જેમ કે કેનેડા, રશિયા કે ગ્રીનલેન્ડ) ની સરખામણીમાં ભારતનું સાચું કદ વધુ પ્રમાણસર અને વાસ્તવિક દેખાશે.
  • ક્ષેત્રફળ: બદલાશે નહીં.
  • આંતરરાષ્ટ્રીય સીમા: બદલાશે નહીં.
  • સાર્વભૌમ પ્રદેશ: બદલાશે નહીં.
  • નકશા પર આકાર: નવા પ્રોજેક્શન મુજબ સહેજ અલગ દેખાઈ શકે છે.
  • અન્ય દેશો સાથે કદની સરખામણી: વધુ વાસ્તવિક અને સચોટ બનશે.

New World Map: દુનિયાનો નકશો હવે બદલાશે? 1569ના નકશાને ટક્કર આપશે UNનો આ નવો World Map, Africaનું કદ હવે દેખાશે વધુ વાસ્તવિક!

Trending Video: છોકરીઓ 3 અને રૂમ 1, તો પછી રસોડામાં ગેસ સિલિન્ડર 3 કેમ? રૂમમેટ્સનું આ કારનામું જોઈ હસી પડશો

રૂમમેટ્સ સાથે રહેવાનો અર્થ સામાન્ય રીતે એ જ થાય છે કે, ઘરની ઘણી વસ્તુઓ સાથે મળીને ઉપયોગ કરવામાં આવે. એક જ રસોડું હોય, સામાન વહેંચાયેલો હોય અને જરૂર પડ્યે એકબીજાની વસ્તુઓ કામ આવી જાય. જો કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં આનાથી બિલકુલ વિપરીત દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક જ ફ્લેટમાં રહેતી ત્રણ છોકરીઓએ પોતાના રસોડાનો સામાન પૂરી રીતે અલગ-અલગ રાખેલો છે. એક જ ઘરમાં રહેવા છતાં પણ કોઈની વસ્તુ બીજી છોકરી ઉપયોગ નથી કરતી.

ત્રણ સિલિન્ડર અને ત્રણ ચૂલા

વીડિયોમાં એક રસોડાનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે પરંતુ જેવો જ કેમેરો રસોડામાં રાખેલા સામાન તરફ જાય છે, સમગ્ર મામલો મજેદાર બની જાય છે. રસોડામાં ત્રણ અલગ-અલગ ગેસ સિલિન્ડર અને ત્રણ ચૂલા નજરે પડે છે. એટલું જ નહીં, વાસણ પણ અલગ-અલગ રાખવામાં આવ્યા છે.

પ્લેટ, ચમચી, સ્પોન્જ, સાબુ અને રસોઈ બનાવવાથી જોડાયેલો બીજો સામાન પણ અલગ-અલગ બાસ્કેટમાં રાખેલો દેખાય છે. દરેક છોકરીનો પોતાનો એક નાનો રસોડાનો સેટઅપ છે. કોનું સિલિન્ડર કોણ વાપરશે, કોનું વાસણ કોના કામ આવશે અને કોણ કોની વસ્તુને હાથ લગાડશે? તેનો હિસાબ-કિતાબ પહેલેથી જ નક્કી નજરે પડી રહ્યો છે.

કોમેન્ટ સેક્શનમાં થઈ ખૂબ મસ્તી

આ વાયરલ વીડિયોને સોશિયલ સાઈટ X પર @SamSiff નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. પોસ્ટમાં છોકરાઓ અને છોકરીઓના રૂમ શેર કરવાની રીતની સરખામણી પણ કરવામાં આવી છે. દાવો છે કે, જ્યાં છોકરાઓ ઘણી વસ્તુઓ એકબીજા જોડે શેર કરી લે છે, ત્યાં આ ત્રણ છોકરીઓએ દરેક વસ્તુ માટે પોતાની સીમા નક્કી કરી રાખી છે. વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ્સમાં મજેદાર વાતો લખવાની શરૂ કરી દીધી.

છોકરાઓ સાથેની સરખામણી

કોઈકે આ વ્યવસ્થાને લગ્ન પછીની જિંદગી સાથે જોડી દીધી. કોઈકે મજાકમાં કહ્યું કે, આગામી વખતે કદાચ દરેક સામાન પર તાળું પણ લગાવી દેવામાં આવશે. કેટલાક લોકોએ આને જરૂર કરતા વધારે અલગ-અલગ રહેવા વાળી વ્યવસ્થા બતાવી. ઘણા યુઝર્સે કહ્યું કે, જો રૂમમેટ્સને આનાથી સુવિધા મળતી હોય તો એમાં ખોટું શું છે? તો વળી, છોકરાઓ સાથે સરખામણી કરતા પણ ઘણી મજેદાર કોમેન્ટ્સ કરવામાં આવી. કેટલાક યુઝર્સે લખ્યું કે, છોકરાઓ અવારનવાર કપડાં, જૂતા અને ખાવાની વસ્તુઓ પણ એકબીજા સાથે શેર કરી લેતા હોય છે.

Trending Video: મમતાથી મોટું દુનિયામાં કાંઈ નથી! પોસ્ટરને જ પોતાની ‘મા’ સમજી બેઠું આ બચ્ચું, દૃશ્ય જોઈ આંખો ભીની થઈ જશે

લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે નોંધાયો ગુનો, મુકેશ રબારી સાથે મૈત્રી કરાર થયા હોવાનો પોલીસ ફરિયાદમાં ખૂલાસો

લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ હવે આ મામલે ગુનો નોંધાઈ ચુક્યો છે. ACP ડી.વી. રાણાના જણાવ્યા અનુસાર લોકગાયિકા કિંજલ રબારી રાધનપુરથી બહેન-બનેવી સાથે અમદાવાદ આવ્યા બાદ મુકેશ રબારી સાથે મૂવી જોવા પહોંચ્યા હતા. પોરે 2:18 વાગ્યે કથિત અપહરણની ઘટના બનતા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. ચાંદખેડાના CBD મોલ બહારથી કિંજલ રબારીને લઈ જવાનો આરોપ મુકેશ રબારીએ લગાવ્યો છે. મૂવી દરમિયાન કિંજલ રબારી તબિયત ખરાબ હોવાનું કહી મોલની બહાર નીકળ્યા હતા. CCTVમાં કિંજલ રબારી કારમાં બેસતી દેખાતા તપાસમાં નવો વળાંક આવ્યો છે.

નરસી ઉર્ફે મુકેશ રબારી સાથે કિંજલ રબારીના થયા હતા મૈત્રી-કરાર

ACP ડી.વી. રાણાએ પ્રે જણાવ્યું કે ફરિયાદમાં જણાવ્યા અનુસાર કિંજલ રબારી અને નરસી ઉર્ફે મુકેશ રબારી મૈત્રી કરારથી સાથે રહેતા હતા. ફરિયાદમાં અપહરણ અંગે પૂર્વ પતિ અશોક ચૌધરીનું નામ લખાવ્યુ છે. પરંતુ પોલીસ હજુ આ બાબતે વિગતો ચકાસી રહી છે. પ્રાથમિક તપાસ માં સામે આવ્યું કે હાલ અશોક ચૌધરી અને કિંજલ રબારી વચ્ચે છૂટાછેડાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. ફરિયાદીને પકડી રાખનાર સફેદ શર્ટ વાળો વ્યક્તિ કોણ તે બાબતે પોલીસે અજાણ છે. હાલ પોલીસે વીડિયો, CCTV અને ટેકનિકલ પુરાવાના આધારે તપાસ તેજ કરી છે. ચાંદખેડા પોલીસે BNS કલમ 137(2), 126(2) અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે.

શું હતો સમગ્ર ઘટનાક્રમ ?

રવિવારે બપોરના સમયે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયુ હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. જે મુજબ અજાણ્યા શખ્સોએ ક્રેટા અને અન્ય ગાડીમાં અપહરણ કર્યુ હોવાની ચર્ચા હતી. ત્યારબાદ પોલીસે CCTVને આધારે તપાસ હાથ ધરી હતી. કિંજલ રબારી તેના પતિ સાથે હતી તે સમયે આ ઘટના બની હોવાનો દાવો કરવામાં આવ્યો હતો

જે બાદ આ ઘટનામાં મોટો વળાંક આવ્યો અને ખુદ કિંજલ રબારીએ વીડિયો જારી કરી ઘટસ્ફોટ કર્યો હતો. કિંજલે વીડિયો જારી કરી ખૂલાસો કર્યો કે તેનુ કોઈ અપહરણ થયુ નથી પરંતુ તે સ્વચ્છાએ તેના પહેલા પતિ અશોક ચૌધરી સાથે આવી ગઈ છે. કિંજલ રબારીએ અગાઉ અશોક ચૌધરી સાથે આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કર્યા હતા. આ આંતરજ્ઞાતિય લગ્નને લઈને બે સમાજ વચ્ચે વિવાદ થયો હતો અને અંતે બંને સમાજની સમજાવટ બાદ કિંજલ રબારી તેના પિતાના ઘરે પરત ફરી હતી.

Input Credit- Harin Matrawadia

સમાજના બંધનો ફગાવી કિંજલ રબારીએ ફરી થામ્યુ પ્રેમી-પતિનું દામન, અપહરણની ઘટના અંગે કિંજલે ખુદ વીડિયો જારી કરી કર્યા આ મોટા ખૂલાસા- વાંચો

06 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજકુમાર બેનીવાલ સુરતના મ્યુનિસિપલ કમિશનર, હર્ષિત મહેતા મહેસાણા જિલ્લાના નવા DDO બન્યા

આજે 06 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

તમારા ઘરે નકલી સોલાર પેનલ તો નથી લાગી રહીને? માત્ર 2 મિનિટમાં આ રીતે ઓળખો અસલી ‘DCR’ પેનલ

Breaking News: ગુજરાત ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાયા, મુકુલ વાસનિકના બદલે રણદીપસિંહ સુરજેવાલાને સોંપાઈ કમાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટાપાયે સંગઠનમાં ફેરબદલ કર્યા છે. જેમા સૌથી મોટી ફેરબદલ પ્રભારીની નિમણૂકથી જ શરૂઆત કરી છે. વર્તમાન પ્રભારી મુકુલ વાસનિકને બદલે હવે રાજ્યસભા સાંસદ રણદીપસિંહ સુરજેવાલાને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સાથે ગુજરાત કોંગ્રેસની કમાન રણદીપસિંહ સુરજેવાલાને સોંપાઈ છે. વર્તમાન પ્રભારી મુકુલ વાસનિકે આ જવાબદારીમાંથી મુક્ત કરવા હાઈકમાન્ડને રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને ધ્યાને રાખી હવે તેમને ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત કરાયા છે અને હવે રણદીપસિંહ સુરજેવાલાને આ કમાન સોંપાઈ છે. રણદીપ સુરજેવાલાને ગુજરાત પ્રભારી સહિત કર્ણાટકની પણ વધારાની જવાબદારી સોંપાઈ છે.

ગુજરાત સહિત 6 રાજ્યોના પ્રભારી પણ બદલાયા

ગુજરાત સહિત અન્ય 6 રાજ્યોના પ્રભારી પણ બદલવામાં આવ્યા છે. કોંગ્રેસમાં મોટા સંગઠનાત્મક ફેરબદલ અંતર્ગત છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પંજાબના પ્રભારી પદેથી હટાવી દેવાયા છે. હવે તેમને આસામની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે સચિન પાયલોટને પંજાબના નવા પ્રભારી બનાવવામાં આવ્યા છે.

સચિન પાયલોટને પંજાબના પ્રભારી બનાવાયા

કોંગ્રેસ હાઈકમાન્ડે સંગઠનમાં મોટા ફેરબદલ કરતા ભૂપેશ બઘેલને પંજાબ રાજ્યના પ્રભારી પદેથી હટાવી અસમની જવાબદારી સોંપી છે. ચર્ચાઓ એવી પણ છે કે છેલ્લા લાંબા સમયથી પંજાબ કોંગ્રેસમાં આંતરિક ઝઘડા અને જૂથવાદ વચ્ચે પાર્ટીએ સંગઠનને મજબૂત કરવા માટે આ નિર્ણય લીધો છે. આ સંગઠનાત્મક બદલાવ વચ્ચે સચિન પાયલોટન પંજાબ કોંગ્રેસના નવા પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.

સુરજેવાલાને ગુજરાત સહિત કર્ણાટકની પણ જવાબદારી

પાર્ટી દ્વારા જારી કરાયેલી સંગઠનાત્મક યાદી અનુસાર સુખદેવ ભગતને છત્તીસગઢના નવા પ્રભારી નિયુક્ત કરાયા છે. આ સાથે જ ડૉ સિરિવેલ્લા પ્રસાદને મહારાષ્ટ્ર અને પી.વી. મોહનને આંધ્રપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ તમામ નિમણૂકો પાર્ટી અધ્યક્ષની મંજૂરી બાદ તાત્કાલિક અમલમાં આવી છે. સંગઠનાત્મક ફેરફાર વચ્ચે રણદીપસિંઘ સુરજેવાલાને ગુજરાત ના મહાસચિવ પ્રભારીની સાથે-સાથે કર્ણાટકના મહાસચિવ પ્રભારીની પણ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યુ છે કે મુકુલ વાસનિક AICC ના મહાસચિવ પદ પર યથાવત રહીને તેમની જવાબદારી પહેલાની જેમ જ જારી રાખશે.

Input Credit- Narendra Rathod

શું જૌહર કરનારી રાણીઓ કાયર હતી કે વિરાંગના? શું સમયને પારખી જઈ નર્કની જિંદગી છોડીને જૌહર કરવુ એ કાયરતા હતી કે વીરતા?

Nepal Breaking News : ન મૃતદેહ મળ્યા, ન જીવિત મળ્યા… નેપાળમાં ટનલ ખોદ્યા બાદ પણ 39 મજૂરોનો કોઈ પત્તો નહીં!

નેપાળના ત્રિશુલીમાં પૂરના નવ દિવસ પછી, ટનલ નંબર 3-A ની સંપૂર્ણ તપાસ પૂર્ણ થઈ છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, ટનલ નંબર 3-A માં 42 લોકો હતા. તેમાંથી બેને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા અને એકનો મૃતદેહ મળ્યો હતો. બાકીના 39 લોકો વિશે કોઈ માહિતી મળી નથી. અમે તપાસ કરી રહ્યા છીએ કે તેઓ ક્યાં છે.

ઈ-કાન્તિપુરના જણાવ્યા અનુસાર, નેપાળમાં પૂરને કારણે 900 કામદારો ટનલમાં ફસાયા હતા. શુક્રવાર 04 સપ્ટેમ્બરના રોજ ટનલ નંબર 3-A નું ખોદકામ પૂર્ણ થયું હતું. આ પછી, સેનાની ટીમે અંદર જઈને સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન, બે લોકો જીવતા અને એક મૃત મળી આવ્યો હતો.

શું 39 મજૂરો જમીનમાં સમાઈ ગયા?

સશસ્ત્ર પોલીસ દળના પ્રવક્તા નેત્ર બહાદુર કાર્કીના જણાવ્યા અનુસાર, ટનલ નંબર 3-A માં બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં, અમને બે લોકો જીવતા અને એક મૃત હાલતમાં મળી આવ્યા છે. આ ટનલમાં કુલ 42 લોકો હતા. અમને 39 લોકોના ઠેકાણા વિશે કોઈ માહિતી મળી નથી. અમે કંપનીનો સંપર્ક કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટનલમાં બીજું ઓપરેશન હાથ ધરવામાં આવશે. ટનલમાંથી લોકો ક્યાં ગયા તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે મૃતદેહો ટનલના ખાડામાં પડ્યા હોઈ શકે છે.

ટનલમાંથી બચાવાયેલા લોકોના નિવેદન

ટનલ 3-A માંથી બચાવાયેલા સંજય સાહનો એક વીડિયો સામે આવ્યો છે. સંજયના જણાવ્યા અનુસાર, ટનલમાં કામ કરતી વખતે તેને પૂરની ચેતવણી મળી હતી. ભાગવાને બદલે, તેણે લોકોને બચાવવાનું નક્કી કર્યું. છેલ્લી ઘડીએ, ટનલમાં તેની સાથે 25 લોકો ફસાયેલા હતા.

સંજયના જણાવ્યા અનુસાર, તેણે પોતાને બચાવવા માટે મહામંત્રનો જાપ કર્યો હતો. સંજય કહે છે કે તે ત્રણ કે ચાર લોકોના સંપર્કમાં હતો. સંજયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સપ્તારીના રહેવાસી 30 વર્ષીય સાહ નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીમાં મિકેનિકલ ફોરમેન છે. પૂર પહેલા, સંજયને ટનલના કંટ્રોલ રૂમમાં સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો, Breaking News : નેપાળ પૂરના 9 દિવસ બાદ ચમત્કાર, ટનલમાંથી 2 શ્રમિકોને જીવતા બહાર કઢાયા!

05 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : યાત્રાધામ ડાકોર, દ્વારકા, શામળાજી સહિતના મંદિરમાં થઇ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી

આજે 05 સપ્ટેમ્બરના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Janmashtami 2026 : મંદિરોમાં જયઘોષ, મધરાતે થયો કાન્હાનો જન્મ, ઠેર ઠેર ઉજવણી, જુઓ Video

ગુજરાત સહિત સમગ્ર દેશમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં જન્માષ્ટમીના પર્વને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

શામળાજી ધામમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

શામળાજીમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને મંદિર પરિસરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ભજન, કીર્તન, આરતી અને જયઘોષના માહોલ વચ્ચે સમગ્ર શામળાજી ધામ કૃષ્ણભક્તિમાં રંગાઈ ગયું હતું.

મધરાતે 12 વાગ્યે કાન્હાના પ્રાગટ્યની પાવન ક્ષણ આવતા જ ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ‘જય દ્વારકાધીશ’ના ગગનભેદી નાદ સાથે ભક્તોએ પોતાના વ્હાલા ઠાકોરજીના વધામણા કર્યા હતા. ભગવાનના જન્મોત્સવ સાથે જ સમગ્ર મંદિર પરિસર કૃષ્ણમય બની ગયું હતું.

મથુરામાં જન્મભૂમિ મંદિર ખાતે ભવ્ય ઉજવણી

ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં પણ જન્માષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્યની પાવન ક્ષણને લઈને મંદિર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે ઉમટી પડ્યા હતા. કાન્હાના જન્મોત્સવની ખુશીમાં ભક્તોએ પૂજા-અર્ચના કરી હતી અને જયઘોષ સાથે જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લીધો હતો.

દેશભરમાં ગુંજી કાન્હાની આરતી, મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

શ્રીકૃષ્ણના જન્મોત્સવ બાદ દેશભરના કૃષ્ણ મંદિરોમાં આરતી અને પૂજા-અર્ચનાનો માહોલ જોવા મળ્યો હતો. શંખનાદ અને ઘંટનાદ વચ્ચે ભક્તોએ કાન્હાની આરતી ઉતારી હતી. ‘જય કનૈયા લાલ કી’ અને ‘નંદ ઘેર આનંદ ભયો’ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં પહોંચ્યા હતા. ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહ સાથે દેશભરમાં કાન્હાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર, CCTVમાં ઘટના કેદ

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News :માણેકચોકના ઘાંચીની પોળમાં ભીષણ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ, 1 કિમી સુધી ગૂંજ્યો ધડાકો

અમદાવાદના ઐતિહાસિક માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ છે. ધડાકાનો અવાજ 1 કિમી દૂર સુધી સંભળાયો હતો અને તેના કારણે સ્થળ પર આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

NPS Calculator : 40 વર્ષની ઉંમરે દર મહિને ₹10,000 નું રોકાણ બનાવી શકે છે ₹76 લાખથી વધુનું રિટાયરમેન્ટ ફંડ, સમજો ગણતરી

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027: CM ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં વૈશ્વિક રોકાણનું આહ્વાન કર્યું, જુઓ Video

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના ઉપલક્ષ્યમાં યોજાયેલા એક સંવાદ કાર્યક્રમમાં કોન્સ્યુલેટ જનરલ અને અગ્રણી ઉદ્યોગપતિઓને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ, મુખ્ય સલાહકાર શ્રી હસમુખ અઢિયા, અને ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII) જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ મુંબઈને આર્થિક રાજધાની અને સપનાના શહેર તરીકે ઓળખાવતા, ત્યાં ઉપસ્થિત રહેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ ભારતના આર્થિક વિકાસના વર્તમાન પ્રવાહો પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ભારતના અર્થતંત્રે 2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં 7.8%નો પ્રભાવશાળી જીડીપી ગ્રોથ રેટ નોંધાવ્યો છે. આ વૃદ્ધિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ભારતની વધતી આર્થિક તાકાતનું પ્રતીક છે, અને દેશ હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમણે મોદી છે તો મુમકિન છેના સૂત્રને વૈશ્વિક અર્થવ્યવસ્થાની અસ્થિરતા વચ્ચે ભારતના સ્થિર વિકાસ સાથે જોડ્યું.

ભૂપેન્દ્ર પટેલે ગુજરાત અને મુંબઈ વચ્ચેના ઐતિહાસિક અને ગાઢ આર્થિક સંબંધોને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે, 1 મે 1960 પહેલા ગુજરાત મુંબઈ પ્રાંતનો જ એક ભાગ હતું. મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો હાઈ-સ્પીડ રેલ કોરિડોર અને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર જેવા પ્રોજેક્ટ્સ આ સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યા છે. ગુજરાતના બંદરો પશ્ચિમ ભારતના ઔદ્યોગિક વિસ્તારોને વૈશ્વિક બજાર સાથે જોડીને એશિયાના સૌથી શક્તિશાળી ઇકોનોમી કોરિડોરમાં એક બનવાની સંભાવના ધરાવે છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 એ આ અવસરોને વધુ મજબૂતી આપવા માટેનું એક ઉત્તમ વૈશ્વિક મંચ છે. આ સમિટની શરૂઆત 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ગુજરાતને રોકાણકારો માટે વિશ્વસનીય ભાગીદાર બનાવવાના ઉદ્દેશ્યથી થઈ હતી. બે દાયકાની સફળતાના પરિણામસ્વરૂપ, ગુજરાત હવે પરંપરાગત ઔદ્યોગિક વિકાસથી આગળ વધીને સેમિકોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સેન્ટર, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, એરોસ્પેસ, ડિફેન્સ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા નવા અને ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં વિકાસનો આધારસ્તંભ બની ગયું છે.

ગુજરાત આજે ભારતનું ઔદ્યોગિક પાવરહાઉસ હોવા ઉપરાંત ગ્લોબલ ગેટવે પણ બની ગયું છે. રાજ્ય પાસે દેશનો સૌથી મોટો દરિયાકિનારો, વર્લ્ડ-ક્લાસ પોર્ટ્સ, સમર્પિત ફ્રેઇટ કોરિડોર (DFC), દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (DMIC), આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી, ગિફ્ટ સિટી, મજબૂત MSME ઇકોસિસ્ટમ અને કુશળ માનવબળની તાકાત છે. નીતિ-આધારિત અને રોકાણકાર-મૈત્રીપૂર્ણ શાસન એ ગુજરાતની એક વિશેષ ઓળખ છે. ગુજરાત દેશના જીડીપીમાં 8.2%, મેન્યુફેક્ચરિંગમાં 17% અને મર્ચન્ડાઇઝ એક્સપોર્ટમાં 25% યોગદાન આપે છે. શ્રમ શાંતિ, ઝીરો મેન-ડેઝ લોસ અને મજબૂત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે ગુજરાત વિશ્વના રોકાણકારો માટે પ્રથમ પસંદગી બની ગયું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત હવે ઝડપી વિકાસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વિકસિત ગુજરાત 2047ના સંકલ્પ સાથે રાજ્યને ₹3.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે, રાજ્યે રિજનલ એસ્પિરેશન, ગ્લોબલ એમ્બિશન થીમ સાથે પ્રાદેશિક સંમેલનો અને 6 રિજન ઇકોનોમી માસ્ટર પ્લાન પણ તૈયાર કર્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ભારતના ભવિષ્યના વિકાસ માટે આપેલા સપ્તધારાના આહ્વાનને પણ મુખ્યમંત્રીએ ગુજરાત સાથે જોડ્યું. મેન્યુફેક્ચરિંગ, એગ્રી એન્ડ ફૂડ પ્રોસેસિંગ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન, ગતિ શક્તિ અને કનેક્ટિવિટી, રક્ષા શક્તિ, ગ્રીન એન્ડ બ્લુ ઇકોનોમી – આ તમામ ક્ષેત્રોમાં ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવવા તૈયાર છે. મેન્યુફેક્ચરિંગ તો ગુજરાતના DNAમાં છે. ધોલેરા અને સાણંદમાં વિકસિત થતી સેમિકોન ઇકોસિસ્ટમ રાજ્યને ભવિષ્યલક્ષી ટેકનોલોજી માટે તૈયાર કરી રહી છે, જ્યારે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ગુજરાત સ્વચ્છ અને ટકાઉ વિકાસ યાત્રામાં નેતૃત્વ લઈ રહ્યું છે.

મુખ્યમંત્રીનું વિઝન સ્પષ્ટ છે કે, ગુજરાત રોકાણ અને નવીનતા માટે વૈશ્વિક પસંદગી બને અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027 આ માટે એક સંપૂર્ણ ટેકઓફ પ્લેટફોર્મ પૂરું પાડે. તેમણે ઉપસ્થિત તમામ કોન્સ્યુલેટ જનરલ અને ઔદ્યોગિક અગ્રણીઓને ગુજરાતને માત્ર એક પ્રોજેક્ટનું સ્થાન ન ગણતા, બલ્કે તેમના ભવિષ્યના વિકાસ માટેના સાચા ભાગીદાર બનાવવા અનુરોધ કર્યો.

સામે તહેવાર અને મોંઘી થઈ મીઠાઈઓ, કારણ ફક્ત એક, જુઓ Video

એશિયા કપમાં સ્મૃતિ મંધાનાએ ફટકારી શાનદાર સદી, બે વર્લ્ડ રેકોર્ડ તોડ્યા

જ્યારે સ્મૃતિ મંધાનાનું બેટ ફોર્મમાં હોય છે, ત્યારે રનનો વરસાદ થાય છે અને રેકોર્ડ તૂટે છે. મહિલા એશિયા કપમાં, આ ખેલાડીએ હોંગકોંગ સામે શાનદાર સદી ફટકારી હતી. મંધાનાએ હોંગકોંગ સામે 57 બોલમાં સદી ફટકારી હતી. આ મંધાનાની T20 આંતરરાષ્ટ્રીયમાં બીજી સદી છે અને તે મહિલા એશિયા કપમાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય ખેલાડી પણ બની છે. મંધાનાએ આ મેચમાં ધીમી શરૂઆત કરી હતી પરંતુ તે સદી સુધી પહોંચવામાં સફળ રહી. મંધાના હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ બની ગઈ છે. મંધાનાએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 સદી ફટકારી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન

હોંગકોંગ સામે સદી ફટકાર્યા બાદ, સ્મૃતિ મંધાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો. તેણીએ મિતાલી રાજના 10,868 રનના રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો. મંધાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 18 સદીઓ પણ ફટકારી છે. તેણીએ ODI માં 14 સદી, જ્યારે ટેસ્ટ અને T20I માં બે-બે સદી ફટકારી છે. મંધાનાએ દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડને પાછળ છોડી દીધી હતી, જેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 સદી છે.

 

મહિલા એશિયા કપમાં સૌથી મોટી ઇનિંગ

સ્મૃતિ મંધાનાએ મહિલા એશિયા કપમાં ન માત્ર પોતાની પહેલી સદી ફટકારી, પરંતુ ટુર્નામેન્ટમાં સૌથી મોટી ઇનિંગનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. અગાઉ આ રેકોર્ડ શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુના નામે હતી. અટાપટ્ટુએ 2024માં 119 રન બનાવ્યા હતા. મંધાનાએ હવે હોંગકોંગ સામે 64 બોલમાં 124 રન બનાવીને તેનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી

દુબઈની પીચ પર મંધાનાએ શરૂઆતની કેટલીક ઓવરોમાં ધીમી બેટિંગ કરી. જોકે, તેની સાથી શેફાલી વર્માએ આક્રમક બેટિંગ કરી. બંનેએ 34 બોલમાં સ્કોર 50 સુધી પહોંચાડ્યો. જોકે, શેફાલી 28 રન બનાવીને આઉટ થઈ ગઈ. મંધાનાએ 40 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. ફિફ્ટી પૂરી કર્યા પછી, મંધાનાએ ગિયર બદલ્યા અને આગામી 17 બોલમાં પોતાની સદી પૂરી કરી. મંધાનાએ પોતાની સદીમાં 7 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા. તેની ઇનિંગને કારણે ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 193 રન બનાવ્યા.

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વારંવાર ઈજાગ્રસ્ત કેમ થઈ રહ્યા છે? BCCIએ આપ્યો જવાબ

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Trending Video: અરે બાપ રે! અમેરિકામાં દાંત કઢાવવો આટલો મોંઘો? NRI નો આ વીડિયો જોઈને માથું ચકરાઈ જશે

અમેરિકામાં આરોગ્ય સેવાઓ કેટલી મોંઘી છે, તેનો નમૂનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક નવા કિસ્સામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહેતા નિતિન મલ્હોત્રા નામના એક NRI એ જ્યારે પોતાના એક દાંતને કઢાવવાનું 2,500 ડોલર એટલે કે લગભગ 2.37 લાખ રૂપિયાનું બિલ (Rs 2.37 Lakh To Remove A Tooth) જોયું, તો તેના હોશ ઊડી ગયા.

ડેન્ટલ ઇન્સ્યોરન્સ હોવા છતાં પણ ખિસ્સામાંથી આટલી મોટી રકમ ચૂકવવાની વાત સાંભળીને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, આખરે પશ્ચિમી દેશોમાં મેડિકલ અને ડેન્ટલ કેર આટલી મોંઘી કેમ થઈ રહી છે?

અમેરિકી ડેન્ટલ બિલનું ચોંકાવનારું સત્ય

ઇન્સ્ટાગ્રામ પર @desidadinamerica એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા આ વીડિયોમાં નિતિને જણાવ્યું કે, સામાન્ય દાંતના દુખાવા પછી જ્યારે તે ડૉક્ટર પાસે પહોંચ્યા, તો માત્ર એક્સ-રેના નામે જ 180 ડોલર (17,000 રૂપિયાથી વધુ) વસૂલવામાં આવ્યા.

વીમા કંપનીઓના તમામ દાવાઓ અને કપાત પછી પણ તેને પોતાના ખિસ્સામાંથી અઢી હજાર ડોલર આપવા માટે કહેવામાં આવ્યું. ભારત જેવા દેશોમાં રૂટ કેનાલ, દાંતની સફાઈ અને એક્સ્ટ્રેક્શન (દાંત કઢાવવા) જેવી મોટી પ્રોસિજર માત્ર 10,000 થી 20,000 રૂપિયાની અંદર સરળતાથી થઈ જાય છે.

‘ફ્લાઇટની ટિકિટ પણ આનાથી સસ્તી’

નિતિને પોતાના વીડિયોમાં કહ્યું કે, અમેરિકાથી ભારત જવાની અને પાછા આવવાની ફ્લાઇટ ટિકિટ લગભગ 1,200 ડોલર (લગભગ 1.14 લાખ રૂપિયા) ની છે. એવામાં અમેરિકામાં ઇલાજ કરાવવા કરતાં તો વધુ સારું એ છે કે, તે ભારતની ટિકિટ બુક કરાવે. ત્યાં પોતાના આખા દાંતની સફાઈ અને ઇલાજ કરાવે તેમજ રજાઓ માણીને પાછો આવી જાય. આ ઓપ્શન તેને આર્થિક રીતે વધુ સમજુતીભર્યો લાગ્યો.

લોકોની પ્રતિક્રિયાઓ

આ વીડિયો જોતજોતામાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. હજારો નેટિઝન્સે આના પર કમેન્ટ કરીને અમેરિકાની મોંઘી મેડિકલ વ્યવસ્થા પર કટાક્ષ કર્યો. એક યુઝરે લખ્યું, ભાઈ કશું વિચાર્યા વગર ભારતની ફ્લાઇટ પકડી લે, ઇલાજ પણ થઈ જશે અને ફરવાનું પણ થઈ જશે. અન્ય એક યુઝરે લખ્યું કે, અમેરિકામાં દાંતનો ઇલાજ કરાવવો એ કોઈ લક્ઝરી કાર ખરીદવા જેટલો મોંઘો સોદો છે.

Trending Video: બાથરૂમમાં પણ નહીં સમાય આટલું ‘મોટું ટૂથબ્રશ’, ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ 2027 માં નામ દાખલ

ડરનો એવો માહોલ કે જોઈને રુંવાડાં ઊભા થઈ જશે, મોટા પડદે અજય દેવગણ લાવશે એક રહસ્યમય હોરર ફિલ્મ

બોલીવૂડ એક્ટર અજય દેવગણ (Ajay Devgn) તાજેતરમાં ફિલ્મ ‘ધમાલ 4’ માં જોવા મળ્યો હતો. આ ફિલ્મને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો અને બોક્સ ઓફિસ પર પણ તેણે ઠીક-ઠાક કમાણી કરી. અજય દેવગણ પાસે આ સમયે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે, જેમાં ‘દ્રશ્યમ 3’ (Drishyam 3) પણ જોડાયેલ છે.

આ દરમિયાન અજય દેવગણની વધુ એક ફિલ્મ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. અજય દેવગણ ટૂંક સમયમાં જ એક હોરર ફિલ્મમાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તેનો બિલકુલ અલગ અંદાજ જોવા મળશે. ફિલ્મને લઈને ફેન્સ વચ્ચે અત્યારથી જ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

અજય દેવગણની નવી મુવીની જાહેરાત

બોલીવૂડ એક્ટર અજય દેવગણની દેવગણ ફિલ્મ્સ અને પેનોરમા સ્ટુડિયોઝ ફરી એકવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. બંને એક નવી અને મોટી હોરર થ્રિલર ફિલ્મ લઈને આવી રહ્યા છે. હાલમાં ફિલ્મનું નામ નક્કી કરવામાં આવ્યું નથી. જો કે, આ ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને તેનું નિર્દેશન રોહિત જુગરાજ કરશે.

ફિલ્મ પ્રેક્ષકોને રહસ્ય, ડર અને સસ્પેન્સથી ભરેલી એક બિલકુલ નવી દુનિયામાં લઈ જવાનું વચન આપે છે. આ ફિલ્મનું શૂટિંગ આજે એટલે કે 2 સપ્ટેમ્બર 2026 થી શરૂ થઈ ગયું છે. અજય દેવગણે આ વાતની જાણકારી પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને આપી છે.

ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ

ફિલ્મને અજય દેવગણ, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં શાનદાર ક્રિએટિવ ટીમ અને અનુભવી પ્રોડક્શન ટીમ એકસાથે આવી છે. એવામાં ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. ફિલ્મના નિર્દેશક રોહિત જુગરાજ અલગ-અલગ પ્રકારની વાર્તાઓ પર કામ કરવા માટે જાણીતા છે.

તેમણે પંજાબીની સફળ ફ્રેન્ચાઇઝી ‘સરદાર જી’, સોની લિવની ચર્ચિત સિરીઝ ‘ચમક’ અને નેટફ્લિક્સની હિટ સિરીઝ ‘યે કાલી કાલી આંખેં’ જેવી ફિલ્મો અને સિરીઝનું નિર્દેશન કર્યું છે. હવે રોહિત જુગરાજ હોરર જોનરમાં પોતાની નવી વાર્તા સાથે મોટા પડદા પર એક અલગ અનુભવ આપવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મમાં ડરની સાથે રહસ્ય અને રોમાંચ પણ જોવા મળશે.

પ્રિયદર્શને કેમ છોડી ‘Hera Pheri 3’? ડાયરેક્ટરે કર્યો ‘ચોંકાવનારો ખુલાસો’, બોમન ઈરાનીએ પણ આપ્યો ‘સાથ’

પોસ્ટ ઓફિસ RD સ્કીમ : માત્ર ₹5000 ની માસિક બચતથી બનાવો ₹8.50 લાખનું ફંડ, ફક્ત વ્યાજથી જ થશે ₹2.50 લાખની કમાણી

IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં એક જ સમયે રમશે ભારતની 2 ટીમો, ટેસ્ટ શ્રેણી પહેલા 3 મહત્વપૂર્ણ મેચો

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Asian Games 2026: શું ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ટોઈલેટ માટે અડધો કિલોમીટર દૂર જવું પડશે? જાપાન ક્રિકેટે કરી સ્પષ્ટતા

2026 એશિયન ગેમ્સમાં ક્રિકેટ મેચોનું સ્થળ જાપાનના કરોગી સ્પોર્ટ્સ પાર્ક હશે. એવા અહેવાલો હતા કે સ્થળ પરથી શૌચાલય અડધા કિલોમીટર દૂર સ્થિત છે. જાપાન ક્રિકેટ એસોસિએશનના CEO નાઓકી એલેક્સ મિયાજીએ બુધવારે જણાવ્યું હતું કે આગામી એશિયન ગેમ્સ ક્રિકેટ સ્પર્ધા દરમિયાન કોઈપણ ટીમના ખેલાડીઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે તેઓએ સખત મહેનત કરી છે અને કોઈપણ ટીમને પડતી હોટલ સંબંધિત કોઈપણ સમસ્યાઓને ઉકેલવા માટે પૂરતી વ્યવસ્થા કરી છે. જાપાન ક્રિકેટના CEOએ શૌચાલય સંબંધિત અહેવાલોને પણ અફવા ગણાવીને ફગાવી દીધી હતી.

શું શૌચાલય અડધો કિલોમીટર દૂર છે?

મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા કે જે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટ યોજાવાની હતી ત્યાં યોગ્ય શૌચાલયની સુવિધાનો અભાવ હતો. દાવા કરવામાં આવી રહ્યા હતા કે શૌચાલય મેદાનથી ઓછામાં ઓછા અડધો કિલોમીટર દૂર હતા. જોકે, જાપાન ક્રિકેટના CEOએ આ અફવાઓને પાયાવિહોણી ગણાવી હતી. તેમણે કહ્યું, “જ્યાં પણ ક્રિકેટ મેચ યોજાશે, ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ હશે. શૌચાલય મેદાન પર જ હશે. મેદાન પરની સુવિધાઓ કામચલાઉ છે, પરંતુ અમે આ મેદાન બનાવવા માટે સમય જતાં સખત મહેનત કરી છે.” જાપાન ક્રિકેટના CEOએ માહિતી આપી હતી કે મેદાન પર કામચલાઉ ડ્રેસિંગ રૂમ બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમાં તમામ પ્રકારની આરામદાયક સુવિધાઓ છે.

 

હોટેલ પસંદ કરવાનો વિકલ્પ

જાપાન ક્રિકેટના CEOએ જણાવ્યું હતું કે તેઓ બધી ટીમોના ખેલાડીઓને હોટેલમાં રહેવાની સુવિધા આપી રહ્યા છે. જો કોઈ ટીમને રહેવાની વ્યવસ્થા અંગે ખાતરી ન હોય, તો તેઓ પોતાની હોટેલ બુક કરાવી શકે છે. કોરોગી સ્પોર્ટ્સ પાર્ક નાગોયા શહેરથી આશરે 20 કિમી દૂર છે, અને મુસાફરીમાં લાગતો સમય ઘણી ટીમો માટે ચિંતાનો વિષય છે. નિશિન ​​શહેરમાં સ્થિત આ ક્રિકેટ ગ્રાઉન્ડ અગાઉ બેઝબોલ ગ્રાઉન્ડ હતું. અહેવાલો સૂચવે છે કે તેમાં ફક્ત 300 લોકો જ બેસી શકે છે, પરંતુ કામચલાઉ સ્ટેન્ડના ઉમેરા સાથે, તેની ક્ષમતા 2,000 સુધી વધારી શકાય છે.

IND vs AFG: 7 મેચમાં 169 રન, 15 છગ્ગા ફટકાર્યા, છતાં રિંકુ સિંહ ટીમ ઈન્ડિયાની બહાર

ગુજરાતમાં ભેળસેળનો ખેલ, સ્વાસ્થ્ય સામે ખતરો અને તંત્રના કડક પગલાં, જુઓ Video

ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો ખેલ હવે ચિંતાની તમામ હદો વટાવી ચૂક્યો છે. આ માત્ર નકલી ખોરાકની વાત નથી, પરંતુ સીધી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં છે. રાજ્યના ખૂણેખૂણેથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ચિંતાજનક તસવીરો સામે આવી રહી છે, જ્યાં નકલી પનીર, દૂધ, ઘી, ચીઝ અને દવાઓ પણ વેચાઈ રહી છે. તહેવારોની સિઝનમાં ખાદ્ય પદાર્થોની વધતી માંગનો ગેરલાભ ઉઠાવીને કેટલાક લેભાગુ તત્વો લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ રમત રમી રહ્યા છે.

તાજેતરના બનાવો પર નજર કરીએ તો, વલસાડમાંથી 4600 કિલોથી વધુનો શંકાસ્પદ હિંગનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત ₹26 લાખથી વધુ હતી. ઉમરગામ જીઆઈડીસીમાંથી સીઝ કરાયેલી આ હિંગ એવરેસ્ટ કંપનીના નામે જોબવર્ક કરાતી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નમૂના લઈને તપાસ કરતા તેમાં અર્કનું પ્રમાણ નિયત માત્રામાં ન હોવાનું બહાર આવ્યું, જેના પગલે FSSAI દ્વારા એવરેસ્ટ કંપનીની હિંગ પર પ્રતિબંધ મુકાયો છે. આ પ્રકારની ભેળસેળયુક્ત હિંગ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે અને પેટ સંબંધી ગંભીર રોગો નોતરી શકે છે.

જામનગરમાં ફૂડ વિભાગે સપાટો બોલાવીને 152 જેટલા એકમોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 14 એકમોને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ અને વાસી ખોરાક રાખવા બદલ દંડ ફટકારવામાં આવ્યો. આ કાર્યવાહીમાં 353 કિલો વાસી ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો અને મીઠાઈ-ફરસાણ તેમજ દૂધની બનાવટોના 139 નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આવી 14 પેઢીઓને ₹22,500નો સ્થળ પર જ દંડ કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં પણ આવા જ દર્શન થયા, જ્યાં RMCના આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા ચેકિંગ દરમિયાન ફરાળી વાનગીઓના નામે ગ્રાહકો સાથે છેતરપિંડીનો પર્દાફાશ થયો. જૈન સ્વીટ એન્ડ નમકીનમાંથી મકાઈના લોટમાંથી બનાવેલી 32 કિલો ફરાળી પેટીસનો જથ્થો ઝડપાયો અને તેનો નાશ કરવામાં આવ્યો. શહેરમાંથી 44 પેઢીઓની તપાસ થઈ અને 17 પેઢીઓમાંથી ફરસાણના નમૂના લેવાયા, જ્યારે ગંદકી અને લાયસન્સ મુદ્દે ત્રણ પેઢીઓને નોટિસ અપાઈ.

સુરતમાં એક પ્રસિદ્ધ પાવભાજી રેસ્ટોરાંમાં ગ્રાહકને વાસી કઢી અને ખરાબ લસ્સી પીરસવામાં આવતા કડવો અનુભવ થયો. ગ્રાહકની ફરિયાદ બાદ મહાનગરપાલિકાએ ત્વરિત કાર્યવાહી કરી રેસ્ટોરાં પર દરોડા પાડી ₹3000નો દંડ ફટકાર્યો અને ખાદ્ય સામગ્રીના સેમ્પલ લીધા. પોરબંદરમાં જન્માષ્ટમી નજીક હોવાથી ઘીની વધતી માંગ વચ્ચે છાયા વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં વનસ્પતિ ઘીમાંથી ભેળસેળયુક્ત ઘી તૈયાર કરી તેને શુદ્ધ ઘીના નામે વેચવામાં આવતું હોવાનું બહાર આવ્યું, જેમાં 50 બોક્સ વનસ્પતિ ઘી અને નવ ડબ્બા જપ્ત કરાયા.

આવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા સક્રિય બની છે. હવે ખાદ્ય એકમોના રસોડામાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બનાવાયા છે. આ ઉપરાંત, ફરસાણના એકમોમાં તેલની ગુણવત્તા ચકાસવા માટે ટીપીસી (Total Polar Compounds) મશીન પણ વસાવવામાં આવ્યા છે. ટીપીસી મશીન તેલની શુદ્ધતા માપે છે, જેમાં 0 થી 18.50 સુધીનો આંકડો શુદ્ધ તેલ, 19 થી 24 સુધીનો આંકડો ખરાબ તેલ અને 25થી વધુનો આંકડો આવે તો તેલ હાનિકારક હોવાનો સંકેત આપે છે. આ નિર્ણય ગ્રાહકોને પણ જાતે તેલની ગુણવત્તા ચકાસવાની સુવિધા પૂરી પાડે છે.

તંત્ર દ્વારા કાર્યવાહી અને લોકોમાં જાગૃતિના પ્રયાસો છતાં, સૌથી મોટો સવાલ એ છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આ ભેળસેળ પર આખરે ક્યારે સંપૂર્ણ અંકુશ આવશે. ગ્રાહકોએ પણ ખાદ્ય પદાર્થો ખરીદતી વખતે તેની ગુણવત્તા અને પેકિંગ ચકાસવામાં સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

CG રોડ પર હવે આડેધડ પાર્કિંગ નહીં, AMC દ્વારા સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમનો પ્રારંભ, જુઓ Video

બદલાઈ ગઈ ફ્લૂ વેક્સિન: નવા ‘સુપર-K’ સ્ટ્રેન સામે રક્ષણ આપશે ટ્રાઈવેલેન્ટ રસી, જાણો કોના માટે આ રસી લેવી અનિવાર્ય

ઇન્ફ્લુએન્ઝા વાયરસ દર વર્ષે પોતાનું સ્વરૂપ બદલતો રહે છે, તેથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સતત મોનિટરિંગ બાદ રસીને અપડેટ કરવાની ભલામણ કરે છે. આ વખતે WHO એ આગામી ફ્લૂ સીઝન માટે વેક્સિનમાં ‘સુપર-K’ (Super-K) નામના નવા સ્ટ્રેનને સામેલ કરવાની સલાહ આપી હતી, જેના આધારે નવી અપડેટેડ રસી તૈયાર કરી લેવામાં આવી છે.

શું છે આ ‘સુપર-K’ સ્ટ્રેન?

સુપર-K કોઈ નવી બીમારી કે નવો વાયરસ નથી, પરંતુ તે અગાઉથી પ્રચલિત H3N2 ફ્લૂ વાયરસનું જ એક બદલાયેલું સ્વરૂપ (મ્યુટેશન) છે. તેનું વૈજ્ઞાનિક નામ ઇન્ફ્લુએન્ઝા A(H3N2) સબ ક્લેડ K છે. આ વાયરસના સતત બદલાતા સ્વરૂપને કારણે વેક્સિન અપડેટ કરવામાં આવે છે, જેથી સંક્રમણ અટકે અને દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની નોબત ન આવે. ગયા વર્ષે આ વાયરસ વિશ્વભરમાં ઝડપથી ફેલાયો હોવાથી આ વર્ષે પણ કેસો વધવાની આશંકા છે.

કોણે તૈયાર કરી નવી અપડેટેડ વેક્સિન?

ફ્લૂ માટે કોઈ સાવ નવી રસી નથી બનાવવામાં આવી, પરંતુ હાલની રસીઓને નવા સ્ટ્રેન મુજબ અપગ્રેડ કરવામાં આવી છે:

  • બ્રિટનમાં 2026-27 સીઝન માટે એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) કંપનીએ ‘ફ્લૂએન્ઝ’ (Fluenz) વેક્સિન તૈયાર કરી છે.
  • આ એક ‘લાઈવ એટેન્યુએટેડ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન’ છે, જે બાળકો અને યુવાનોને નાક વાટે (Nasal Spray) આપવામાં આવે છે.
  • આ રસી એક જ ડોઝમાં વાયરસના ત્રણ અલગ-અલગ સ્ટ્રેન સામે સુરક્ષા આપે છે, તેથી તેને ટ્રાઈવેલેન્ટ (Trivalent) વેક્સિન કહેવામાં આવે છે.
  • ગ્લેક્સોસ્મિથક્લાઇન (GSK) અને ઝાયડસ (Zydus) જેવી અગ્રણી ફાર્મા કંપનીઓ પણ નવા નિયમો મુજબ રસીનું ઉત્પાદન કરી રહી છે.

બાળકો માટે શું છે વિશેષ વ્યવસ્થા?

બાળકોના રસીકરણ માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. 2 વર્ષથી લઈને શાળાએ જતા બાળકોને સોય (ઇન્જેક્શન) ના દર્દ વગર નાકના સ્પ્રે (Nasal Spray) સ્વરૂપે જ આ રસી આપવામાં આવી રહી છે. જોકે, જે બાળકોને કોઈ તબીબી કારણોસર નેઝલ સ્પ્રે ન આપી શકાય, તેમના માટે પરંપરાગત ઇન્જેક્શનવાળી રસીનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે.

શું ભારતમાં પણ આ જ વેક્સિન લાગશે?

WHO દ્વારા વાયરસના સ્ટ્રેનને લઈને અપાતી ભલામણો વિશ્વભરના તમામ વેક્સિન ઉત્પાદકો માટે મુખ્ય આધાર બને છે. ભારતમાં ઉપલબ્ધ ફ્લૂ વેક્સિનના પેકેજ પર આપેલી તબીબી વિગતો અને કમ્પોઝિશન જોઈને જ જાણી શકાય કે તેમાં 2026 ના H3N2 નો નવો સુપર-K કમ્પોનન્ટ સામેલ છે કે નહીં. માત્ર રસી અપડેટ થઈ હોવાના સમાચાર સાંભળીને કોઈપણ જૂની રસી લેવાને બદલે ડોક્ટરની સલાહ મુજબ નવી અપડેટેડ બેચની રસી લેવી જ હિતાવહ છે.

હવે Amul અને Hocco જેવી મોટી બ્રાન્ડ્સની ઊંઘ ઉડાવવા રિલાયન્સે ₹10 માં ઉતારી ‘બોમ્બે ક્રીમરી’ આઇસક્રીમ

Ishan Kishan: કેપ્ટન હોય તો ઈશાન કિશન જેવો, નથી હાર્યો એક પણ મેચ, શાનદાર છે કપ્તાનીનો રેકોર્ડ

ઘરની આ દિશામાં ભૂલથી પણ ન રાખશો કચરો: ફેંગશુઈમાં સીધો ધન અને સમૃદ્ધિ સાથે છે સંબંધ, જાણો સાચા નિયમો

ઘરમાં સાફ-સફાઈનો સીધો સંબંધ આપણા દૈનિક આરામ અને માનસિક શાંતિ સાથે છે. પરંતુ ફેંગશુઈની માન્યતાઓમાં ઘરની દિશાઓ અને ત્યાં મૂકવામાં આવેલી વસ્તુઓને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર ઘરનો દક્ષિણ-પૂર્વ ભાગ ધન અને સમૃદ્ધિ સાથે સંકળાયેલો માનવામાં આવે છે. આ જ કારણથી આ ભાગમાં ગંદકી, કચરો કે ભંગાર રાખવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

દક્ષિણ-પૂર્વ દિશાને કેમ માનવામાં આવે છે વિશેષ?

ફેંગશુઈના બાગુઆ (Bagua) સિદ્ધાંત મુજબ દક્ષિણ-પૂર્વ દિશાને ‘શુન’ (Xun) ક્ષેત્ર સાથે જોડવામાં આવે છે. આ ક્ષેત્ર વુડ એલિમેન્ટ (Wood Element – કાષ્ઠ તત્વ) અને વેલ્થ એટલે કે ધન-સંપત્તિ સાથે સંકળાયેલું છે. પારંપરિક ફેંગશુઈના મતે આ ક્ષેત્રનો સંબંધ માત્ર પૈસા સાથે જ નહીં, પરંતુ વિકાસ, નવી તકો અને એકંદર સમૃદ્ધિ સાથે પણ છે.

આથી ફેંગશુઈના નિષ્ણાતો આ ખૂણાને હંમેશાં સ્વચ્છ, વ્યવસ્થિત અને ખુલ્લો રાખવાની સલાહ આપે છે. જોકે, એ સમજવું પણ જરૂરી છે કે કોઈ દિશામાં કચરો રાખવાથી વાસ્તવિક આર્થિક નુકસાન થાય છે તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી.

દક્ષિણ-પૂર્વમાં કચરાપેટી કેમ ન રાખવી જોઈએ?

ફેંગશુઈ માન્યતાઓ અનુસાર જો દક્ષિણ-પૂર્વ ક્ષેત્રમાં કચરો, ગંદકી કે નકામી વસ્તુઓ જમા થાય, તો ત્યાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ (Energy Flow) અવરોધાય છે. ખાસ કરીને ડસ્ટબિન, તૂટેલી વસ્તુઓ અને લાંબા સમયથી પડેલો કચરો અહીં રાખવાની મનાઈ છે.

વ્યવહારુ પાસું: ઘરનો કોઈપણ ખૂણો સતત ગંદો કે અસ્તવ્યસ્ત રહે તો તે દેખાવમાં ખરાબ લાગે છે અને ઘરની સમગ્ર સ્વચ્છતા પ્રભાવિત થાય છે. આથી કચરાપેટી નિયમિત ખાલી કરવી અને બિનજરૂરી કચરો હટાવવો એ સારી ઘરગથ્થુ આદત છે.

આ દિશામાં કઈ વસ્તુઓ રાખી શકાય?

દક્ષિણ-પૂર્વ દિશા વુડ એલિમેન્ટ સાથે જોડાયેલી હોવાથી અહીં:

  • તંદુરસ્ત લીલા છોડ (Healthy Green Plants) અને લાકડાની કુદરતી વસ્તુઓ રાખી શકાય છે.
  • સ્વચ્છ જગ્યા અને પૂરતો પ્રકાશ પણ સકારાત્મક વાતાવરણ બનાવવામાં મદદરૂપ બને છે.
  • આ માટે મોંઘી ફેંગશુઈ પ્રોડક્ટ્સ ખરીદવી જરૂરી નથી; માત્ર એક સુંદર લીલો છોડ અને સુઘડ વ્યવસ્થા જ પૂરતી છે.

તૂટેલા અને જૂના સામાનથી પણ દૂર રહો

દક્ષિણ-પૂર્વ ખૂણામાં માત્ર કચરો જ નહીં, પરંતુ ખરાબ ઇલેક્ટ્રોનિક્સ, તૂટેલું ફર્નિચર કે લાંબા સમયથી બિનઉપયોગી પડેલી ચીજોનો સંગ્રહ કરવાથી પણ બચવું જોઈએ. જો ઘરમાં આ દિશામાં પહેલેથી સ્ટોરરૂમ કે કચરાપેટી હોય, તો સૌથી સારો ઉપાય તેની નિયમિત સફાઈ કરી નકામી વસ્તુઓ હટાવી દેવાનો છે.

એક મહત્વપૂર્ણ બાબત

ફેંગશુઈ એ ચીનની પરંપરાગત વ્યવસ્થા છે જે ઘર અને પર્યાવરણમાં ઉર્જાનું સંતુલન જાળવવાનો વિચાર આપે છે. દક્ષિણ-પૂર્વને ધન સાથે જોડવું એ પરંપરાગત માન્યતા છે, જેને નાણાકીય સફળતાની ગેરંટી ન માની શકાય. આથી ઘરને સ્વચ્છ અને કચરા-મુક્ત (clutter-free) રાખવાની સાથે-સાથે આર્થિક પ્રગતિ માટે સાચું બજેટ, બચત અને નાણાકીય આયોજન સૌથી મહત્વપૂર્ણ છે.

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ચોમાસામાં ડ્રાયફ્રૂટ્સને ફંગસ અને ભેજથી કેવી રીતે બચાવવા? જાણો ફ્રિજ કે પેન્ટ્રીમાં સાચવવાની સરળ રીતો

સોશિયલ મીડિયા પરની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ, પછી લગ્ન, દોઢ વર્ષમાં એક પ્રેમ લગ્નનો આવ્યો ભયાનક રીતે અંત

સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમી અને ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા. પરંતુ દોઢ વર્ષમાં જ આ પ્રેમ લગ્નનો કરુણ અને ભયાનક અંત આવ્યો. ઝાંસીમાં એક પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ રૂમને બહારથી તાળું મારી ફરાર થઈ ગયો હોવાનો આરોપ છે. પોલીસે આરોપી પતિ યશ ઠાકુરની શોધખોળ શરૂ કરી છે.

ઘટના ઝાંસીના સિપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મસીહગંજ ચોકી વિસ્તારમાં બની હતી. મૃતકની ઓળખ શિવાની ઉર્ફે સુધા (27) તરીકે થઈ છે. શિવાની મૂળ દતિયાના ઇન્દ્રગઢની રહેવાસી હતી. તે છેલ્લા લગભગ ત્રણ મહિનાથી તેની નાની બહેન મુસ્કાન અને ભાઈ અનિકેત સાથે ફૌજી તિરાહા નજીકના સંગમ વિહાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી. તેનો પતિ યશ ઠાકુર ગ્વાલિયરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તે સમયાંતરે ઝાંસી આવતો હતો.

મૃતકની બહેન મુસ્કાનના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે શિવાની અને યશ વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર ઝઘડો થયો હતો. બંને વચ્ચેના ઝઘડાનો અવાજ સાંભળીને નજીકમાં રહેતા તેમના કાકા સંતોષ ત્યાં પહોંચ્યા હતા અને બંનેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ શિવાનીનો ભાઈ અનિકેત તેના કાકાના ઘરે જતો રહ્યો હતો.

ઝઘડા બાદ શિવાનીએ રાત્રિભોજન તૈયાર કર્યું અને ત્યારબાદ ઘરના તમામ સભ્યો પોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા. મુસ્કાનના જણાવ્યા મુજબ, રાત્રે લગભગ 2 વાગ્યે યશે તેની બેગ અને કેટલીક વસ્તુઓ માંગી હતી. તે દરવાજો અડધો ખુલ્લો રાખીને બહાર ઊભો રહ્યો હતો. સામાન આપ્યા બાદ મુસ્કાન ફરીથી સૂઈ ગઈ હતી.

સવારે લગભગ 5 વાગ્યે મુસ્કાન જાગી ત્યારે તેણે જોયું કે તેના રૂમનો દરવાજો બહારથી બંધ હતો. તેણે લાંબા સમય સુધી ફોન કરીને અને અવાજ આપીને દરવાજો ખોલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. લગભગ અડધા કલાક સુધી પ્રયાસ કર્યા બાદ પણ કોઈ ન આવતાં તે ફરીથી સૂઈ ગઈ હતી.

સવારે લગભગ 9 વાગ્યે શિવાનીનો ભાઈ અનિકેત ઘરે પહોંચ્યો હતો. તેણે જોયું કે શિવાનીનો રૂમ પણ બહારથી બંધ હતો. રૂમમાં પ્રવેશ કરતાં તેને શિવાની ફ્લોર પર પડેલી મળી હતી. તેના કાનમાંથી લોહી નીકળતું હતું અને ગળા પર ઉઝરડાના નિશાન જોવા મળ્યા હતા.

અનિકેતે ત્યારબાદ બીજા રૂમનું તાળું ખોલીને મુસ્કાનને જગાડી હતી. પડોશીઓ અને પરિવારજનોની મદદથી શિવાનીને તાત્કાલિક મેડિકલ કોલેજ લઈ જવામાં આવી હતી. જોકે, ત્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની પુષ્ટિ થતાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલ આરોપી પતિ યશ ઠાકુર ફરાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને પોલીસ તેની શોધમાં વિવિધ સ્થળોએ તપાસ કરી રહી છે.

સોશિયલ મીડિયા પર મિત્રતા, પછી પ્રેમ અને લગ્ન

મુસ્કાનના જણાવ્યા અનુસાર, શિવાનીની લગભગ બે વર્ષ પહેલા સોશિયલ મીડિયા મારફતે યશ સાથે મિત્રતા થઈ હતી. ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરિવારની સંમતિ બાદ બંનેએ લગભગ દોઢ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ શિવાની પતિ યશ સાથે ગ્વાલિયરમાં રહેવા ગઈ હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ નાની-નાની બાબતોને લઈને શિવાની સાથે મારપીટ કરવામાં આવતી હતી. આ પરિસ્થિતિથી કંટાળીને શિવાની લગભગ ત્રણ મહિના પહેલા ઝાંસી આવીને તેના ભાઈ-બહેન સાથે રહેવા લાગી હતી.

રક્ષાબંધનના એક દિવસ પહેલા શિવાની તેના નાના ભાઈ કપિલ સાથે ગ્વાલિયર ગઈ હતી. ત્યાં બે દિવસ રોકાયા બાદ તે પતિ યશ સાથે ઝાંસી પરત આવી હતી. ત્યારબાદ રવિવારે રાત્રે બંને વચ્ચે ફરી ઝઘડો થયો હતો અને સોમવારે સવારે શિવાની મૃત હાલતમાં મળી આવી હતી.

પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો

શિવાની ચાર બહેનોમાં સૌથી મોટી હતી. તેની નાની બહેનો પ્રીતિ અને નેહા પરિણીત છે, જ્યારે 18 વર્ષની મુસ્કાન હજુ અપરિણીત છે. શિવાનીના બે ભાઈઓ અનિકેત (17) અને કપિલ (14) છે.

પરિવારની આર્થિક સ્થિતિ પણ સામાન્ય હોવાનું જણાવવામાં આવ્યું છે. શિવાનીના પિતા સંતરામ વંશકર ફળો વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે તેની માતા દિલ્હીમાં ઘરકામ કરે છે. શિવાનીના અચાનક અને કરુણ મૃત્યુથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

બે દિવસમાં ત્રીજી હત્યાથી વિસ્તારમાં ગભરાટ

સિપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના મસીહગંજ ચોકી વિસ્તારમાં બે દિવસમાં હત્યાની આ ત્રીજી ઘટના હોવાનું સામે આવ્યું છે, જેના કારણે પોલીસ વિભાગમાં પણ ચિંતાનો માહોલ છે.

આ પહેલાં 29 ઓગસ્ટની રાત્રે ગોવિંદપુરી વિસ્તારમાં એક ઘરની અંદર પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બંનેના મૃતદેહ અંદાજે ચારથી પાંચ દિવસ જૂના હોવાનું જાણવા મળ્યું હતું.

હાલ શિવાની હત્યા કેસમાં પોલીસ ફરાર આરોપી યશ ઠાકુરની શોધખોળ કરી રહી છે. પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ક્યારેક અહીં, ક્યારેક ત્યાં… ‘Daarya’ના ટ્રેલર લોન્ચ પર કરીના કપૂર કેમ ગુસ્સે થઈ? બતાવ્યા પોતાના સેન્ડલ!

30 વર્ષની હોમ લોન 11 વર્ષમાં થઈ જશે પૂરી, સમજો આ 2 સ્માર્ટ ફોર્મ્યુલા, લાખો રૂપિયાના વ્યાજની થશે બચત

ક્યારેક અહીં, ક્યારેક ત્યાં… ‘Daarya’ના ટ્રેલર લોન્ચ પર કરીના કપૂર કેમ ગુસ્સે થઈ? બતાવ્યા પોતાના સેન્ડલ!

દુલીપ ટ્રોફીમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની શાનદાર કપ્તાની, લીધો પહેલો DRS અને મુકેશ કુમારને અપાવી મોટી વિકેટ

Breaking News : સ્કોર્પિયોએ ટક્કર મારી… અને પછી શરૂ થયું ફાયરિંગ! ગુજરાતમાં બની આ ચોંકાવનારી ઘટના, જુઓ VIdeo

મહેસાણાના નાગલપુર ચાર રસ્તા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. નાગલપુર પકવાન હોટલ નજીક માધવી પાર્લર પાસે ઊભેલી ગાડીને સફેદ રંગની સ્કોર્પિયોએ ટક્કર મારી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ ભાવેશ ઝીલિયા પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવેશ ઝીલિયા પોતાના મિત્રો સાથે ગાડીમાં બેઠા હતા ત્યારે સ્કોર્પિયોમાં આવેલા શખ્સોએ તેમની ગાડી પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાના સમયે ભાવેશ ઝીલિયા લેજેન્ડર ગાડીમાં જઈ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ફાયરિંગ બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં મહેસાણા બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બી ડિવિઝનના પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી મિસફાયર થયેલા રાઉન્ડ અને ખાલી કારતૂસ પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે. હુમલાખોરો કોણ હતા અને ફાયરિંગ પાછળનું કારણ શું હતું તે જાણવા માટે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હુમલાખોરોને ઝડપી લેવા માટે બી ડિવિઝન પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ગુનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભાવેશ ઝીલિયા સામે મહેસાણા સહિત વિવિધ સ્થળોએ 20થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળે છે. તેમના પર ગુજસીટોક, ખંડણી સહિતના અનેક ગંભીર ગુનાઓમાં સંડોવણીના આરોપો છે. જોકે, આ ફાયરિંગની ઘટનામાં હુમલાખોરો અને હુમલા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

પેકેટ ખોલતા પહેલા સાવધાન! હવે ચિપ્સ-કોલ્ડ ડ્રિન્ક્સ પર દેખાશે લાલ ચેતવણી? FSSAI નો મોટો નિર્ણય

ઈન્દોરથી અમદાવાદ માત્ર 6 કલાકમાં: MP-ગુજરાત ફોરલેન હાઈવે તૈયાર, દાહોદ, ગોધરા અને રાજકોટ સુધી સુપરફાસ્ટ કનેક્ટિવિટી

મધ્ય પ્રદેશ અને ગુજરાત વચ્ચેનો સંપર્ક હવે વધુ સુદ્રઢ થશે, કારણ કે ઈન્દોરથી ઝાબુઆ થઈને ગુજરાત બોર્ડર સુધી પહોંચતો નેશનલ હાઈવે-47 (NH-47) ફોરલેન સેક્શન પૂર્ણ થઈ ગયો છે. 162 કિલોમીટર લાંબા આ હાઈવેને 4-લેનમાં અપગ્રેડ કરવામાં આવ્યો છે, જેનાથી ઈન્દોરથી ધાર, ઝાબુઆ, દાહોદ, ગોધરા અને અમદાવાદ સુધી સુપરફાસ્ટ કનેક્ટિવિટી મળશે. આ પ્રોજેક્ટથી પેસેન્જર વાહનો તેમજ ભારે માલવાહક વાહનોને સૌથી વધુ ફાયદો થશે.

ઈન્દોરથી અમદાવાદનું અંતર અને સમય ઘટશે

નેશનલ હાઈવે-47 ના આ નવા સેક્શનથી ઈન્દોર અને અમદાવાદ બંને શહેરોને મોટો લાભ થશે: અગાઉ બંને શહેરો વચ્ચે 380 થી 400 કિલોમીટરનું અંતર કાપવામાં 8 થી 9 કલાક જેટલો લાંબો સમય લાગતો હતો. વાહનોને સાંકડા રસ્તાઓ અને જંગલો વચ્ચેના જોખમી વળાંકોમાંથી પસાર થવું પડતું હતું. હવે ફોરલેન બન્યા બાદ આ સફર માત્ર 5 થી 6 કલાક માં જ પૂરી થઈ રહી છે, જેનાથી મુસાફરો અને ટ્રાન્સપોર્ટરોનો સમય અને ઇંધણ બંને બચશે.

મધ્ય પ્રદેશ અને ગુજરાતના આ શહેરો જોડાશે

  • મધ્ય પ્રદેશના વિસ્તારો: ઈન્દોરથી શરૂ થઈને આ હાઈવે ધાર અને ઝાબુઆ જેવા આદિવાસી બહુલ અને ઔદ્યોગિક વિસ્તારોમાંથી પસાર થશે.
  • ગુજરાતના શહેરો: બોર્ડર પાર કરતાં જ આ હાઈવે સીધો દાહોદ, ગોધરા અને ત્યાંથી અમદાવાદ તેમજ બામણબોર (રાજકોટ નજીક) સુધી કનેક્ટ થશે.

NH-47 પ્રોજેક્ટની વિગતો અને કવર થતા મુખ્ય રૂટ્સ

વાસ્તવમાં NH-47 ગુજરાતના બામણબોરથી શરૂ થઈને મધ્ય પ્રદેશમાંથી પસાર થતાં મહારાષ્ટ્રના નાગપુર સુધી જાય છે, જેની કુલ લંબાઈ આશરે 1006 કિલોમીટર છે. આ હાઈવેનો ઈન્દોરથી MP-ગુજરાત સીમા સુધીનો ભાગ 150 થી 160 કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે. NHAI દ્વારા તાજેતરમાં 16 કિલોમીટર લાંબા મુખ્ય બાયપાસ અને રી-અલાઈન્ડ સેક્શનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જે નીચે મુજબના મુખ્ય શહેરો/વિસ્તારોને જોડે છે:

  • ઈન્દોર
  • બેતમા
  • ધાર
  • સરદારપુર
  • ઝાબુઆ
  • પિટોલ
  • દાહોદ
  • લીમખેડા
  • ગોધરા

7 નવા વ્હીકલ અંડરપાસ (VUP) નું નિર્માણ

આ હાઈવેને સંપૂર્ણપણે ‘એક્સિડન્ટ-ફ્રી’ બનાવવા માટે સરકાર ₹168.58 કરોડના ખર્ચે 7 નવા વ્હીકલ અંડરપાસ અને સર્વિસ રોડ બનાવી રહી છે. આ વ્યવસ્થાથી સ્થાનિક ગામડાઓનો લોકલ ટ્રાફિક મુખ્ય હાઈવે પર સીધો નહીં આવે, જેના લીધે હાઈવે પર વાહનો કલાકના 100 કિલોમીટરની ઝડપે સુરક્ષિત રીતે દોડી શકશે.

આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલે સારવારની ના પાડી? જાણો ફોન પર ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની સંપૂર્ણ રીત

ડિસ્ક્લેમર:

આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

મેડિકલ ઇમરજન્સીમાં તાત્કાલિક જોઈએ છે બ્લડ, પ્લાઝમા કે પ્લેટલેટ્સ? ફોન પર ઓનલાઇન જાણો ઉપલબ્ધતા, આ રહી સંપૂર્ણ રીત

Sanatan Sanskruti: મહાભારત કાળના 5 રહસ્યમી શિવ મંદિર, જે કળિયુગ આજે પણ છે જાગૃત

પેકેટ ખોલતા પહેલા સાવધાન! હવે ચિપ્સ-કોલ્ડ ડ્રિન્ક્સ પર દેખાશે લાલ ચેતવણી? FSSAI નો મોટો નિર્ણય

ભારતમાં ફૂડ સેફ્ટી અને ગ્રાહક જાગૃતિના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવવાની તૈયારીમાં છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા વધુ પડતી ખાંડ, મીઠું અને ફેટ ધરાવતા પ્રોસેસ્ડ ફૂડ તેમજ પીણાં પર લાલ રંગનું ચેતવણી લેબલ (Red Warning Label) લગાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પગલું ભારતીય ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે એક મોટો વળાંક સાબિત થઈ શકે છે, કારણ કે તે તેમને ખરીદી કરતી વખતે વધુ જાગૃત અને માહિતીપૂર્ણ નિર્ણયો લેવામાં મદદ કરશે.

આ પ્રસ્તાવ પાછળનું મુખ્ય કારણ એ છે કે હાલમાં બજારમાં ઉપલબ્ધ ચિપ્સ, કોલ્ડ ડ્રિન્ક્સ, પેકેજ્ડ સ્નેક્સ અને અન્ય પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સમાં રહેલા હાનિકારક તત્વો વિશે ગ્રાહકો સંપૂર્ણપણે અજાણ હોય છે. મોટાભાગના લોકો પેકેટ તોડતા પહેલા તેમાં રહેલી પોષણ સંબંધિત માહિતી વાંચતા નથી. તેનું એક કારણ એ પણ છે કે આ માહિતી પેકેટની પાછળ અને ખૂબ જ નાના અક્ષરોમાં લખેલી હોય છે, જેને વાંચવાનું મોટાભાગે લોકો ટાળતા હોય છે. આ પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે FSSAI દ્વારા એક કવાયત હાથ ધરવામાં આવી છે. પશ્ચિમી દેશોની જેમ ભારતમાં પણ પેકેજ્ડ ફૂડ પર સ્પષ્ટ વોર્નિંગ લેબલ્સ લાગુ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી હતી.

આરોગ્ય નિષ્ણાંતો દલીલ કરે છે કે ભારતમાં પ્રોસેસ્ડ ફૂડનું ચલણ ઝડપથી વધી રહ્યું છે, અને તેના કારણે સ્થૂળતા (obesity) તથા જીવનશૈલી સંબંધિત બીમારીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. લાલ ચેતવણી લેબલ્સ ખાસ કરીને એવા ઉત્પાદનો પર જોવા મળશે જેમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ફેટ, વધુ પડતી ખાંડ કે ગળપણ, વધુ પડતું મીઠું કે સોડિયમ, અને અતિશય ગળ્યા કોલ્ડ ડ્રિન્ક્સ તેમજ પેકેજ્ડ પીણાંનો સમાવેશ થાય છે. આ માહિતી ગ્રાહકોને ખરીદી વખતે નુકસાનકારક તત્વોને સરળતાથી ઓળખવામાં મદદરૂપ થશે.

જોકે, આ પ્રસ્તાવનો ફૂડ જાયન્ટ્સ અને મોટી મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા આંતરિક રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વૈશ્વિક બ્રાન્ડ્સનું માનવું છે કે પેકેટના આગળના ભાગ પર લાલ રંગની ચેતવણી મૂકવાથી તેમના ઉત્પાદનોના વેચાણ પર ખુબ મોટી નકારાત્મક અસર પડી શકે છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ મામલે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. કોર્ટે જણાવ્યું છે કે વેપારી હિતોને લોકોના જીવન અને સ્વાસ્થ્ય કરતાં વધારે મહત્વ આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ખાસ ચિંતા વ્યક્ત કરતા નોંધ્યું છે કે આજના સમયમાં બાળકો અને યુવાનો અલ્ટ્રા પ્રોસેસ ફૂડની આક્રમક જાહેરાતોનો શિકાર બની રહ્યા છે. પ્રોડક્ટ પેકેટ પર કોઈ સ્પષ્ટ વિઝ્યુઅલ વોર્નિંગ ન હોવાને કારણે માતા-પિતા કે બાળકો તેનાથી થતા પોષણ સંબંધી જોખમો કે સ્થૂળતાના ખતરાનો અંદાજ લગાવી શકતા નથી.

આ મામલે સુપ્રીમ કોર્ટે FSSAI ને ચેતવણી લેબલિંગનું ચોક્કસ માળખું તૈયાર કરવા માટે માત્ર બે અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે સ્થૂળતા અને જીવનશૈલી સંબંધિત બીમારીઓને રોકવા માટે ન્યુટ્રિશનલ ડેટા જાહેર કરવો ફરજિયાત છે અને કોમર્શિયલ નફા સામે પબ્લિક હેલ્થને પ્રાથમિકતા આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આ કડક વલણ બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ફૂડ કંપનીઓએ પોતાના નફા કરતાં લોકોના સ્વાસ્થ્યને આગળ રાખવું જ પડશે. આગામી બે અઠવાડિયામાં FSSAI દ્વારા રજૂ થનારું અંતિમ માળખું ભારતીય ફૂડ માર્કેટની દિશા બદલી શકે છે અને કરોડો લોકોના સ્વાસ્થ્યને સકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે.

નેપાળ જળપ્રલયમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓની ઓળખ કરશે ભારત, ગુજરાત સ્થિત NFSU ના DNA એક્સપર્ટની ટીમ પહોંચી નેપાળ

51 વર્ષની બોલરે મચાવ્યો કહેર: ઝડપી 5 વિકેટ, 149 વર્ષના ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર બન્યો આવો રેકોર્ડ

ઉંમર માત્ર એક આંકડો છે, આ વાતને આઇલ ઓફ મેન (Isle of Man) ની 51 વર્ષીય ઓફ સ્પિનર જોઆન હિક્સે (Joanne Hicks) સાચી સાબિત કરી બતાવી છે. રોમાનિયાના મોઆરા વ્લાસી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં હિક્સે ગ્રીસની મહિલા ટીમ સામે 5 વિકેટ ઝડપી હતી. 51 વર્ષ અને 173 દિવસની ઉંમરે આ અદ્ભુત સિદ્ધિ મેળવીને જોઆન હિક્સ ઇન્ટરનેશનલ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં 50 વર્ષની વય વટાવ્યા પછી ફાઇવ-વિકેટ હોલ (ઇનિંગ્સમાં 5 વિકેટ) ઝડપનારા વિશ્વના સૌથી પ્રથમ ક્રિકેટર બન્યા છે.

જોઆન હિક્સ સામે ગ્રીસની ટીમનું સરેન્ડર

જમણેરી ઓફ સ્પિનર જોઆન હિક્સે મેચમાં ઘાતક બોલિંગ કરીને ગ્રીસના બેટિંગ લાઇન-અપને સંપૂર્ણપણે વેરવિખેર કરી નાખ્યું હતું. હિક્સે પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 10 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેમના T20 ઇન્ટરનેશનલ કરિયરનો આ ત્રીજો ફાઇવ-વિકેટ હોલ હતો. તેમની સ્પિન જાળ સામે ગ્રીસની સમગ્ર ટીમ 15 ઓવરમાં માત્ર 52 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ આઇલ ઓફ મેને માત્ર 1 વિકેટ ગુમાવીને પાવરપ્લેની અંદર જ આ લક્ષ્યાંક હાંસલ કરી 9 વિકેટે ધમાકેદાર જીત મેળવી હતી.

તોડ્યો 96 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ

જોઆન હિક્સે આ ઐતિહાસિક સ્પેલ સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી મોટી ઉંમરે 5 વિકેટ લેવાનો 96 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડાબોડી સ્પિનર બર્ટ આયર્નમોન્ગર (Bert Ironmonger) ના નામે હતો, જેમણે 1932 માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં 49 વર્ષ અને 314 દિવસની ઉંમરે 5 વિકેટ ઝડપી હતી. નોંધનીય છે કે, હિક્સે 47 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં તેઓ 3 વખત 5 વિકેટ લેવાની અનોખી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

જોઆન હિક્સની ઇન્ટરનેશનલ કારકિર્દી

જોઆન હિક્સે આઇલ ઓફ મેનની ટીમ માટે અત્યાર સુધીમાં 29 T20 મેચો રમી છે, જેમાં તેમણે 36 વિકેટ ઝડપી છે. ખાસ વાત એ છે કે તેમનો ઇકોનોમી રેટ માત્ર 4.12 નો રહ્યો છે. તેમણે 3 વખત 5 વિકેટ ઉપરાંત 1 વખત ઇનિંગ્સમાં 4 વિકેટ પણ ઝડપી છે. જોઆન હિક્સ એવા ગણ્યાગાંઠ્યા બોલરોની યાદીમાં પણ સામેલ છે, જેમણે સતત 2 T20I મેચોમાં 4 કે તેથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો હોય.

સૂર્યકુમાર યાદવ સાથે BCCIએ ફોન પર શું વાત કરી હતી? T20 ટીમમાંથી બહાર થયા બાદ સૂર્યાએ પહેલીવાર તોડ્યું મૌન

ડિસ્ક્લેમર:

આ માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વીડિયો પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.

રક્ષાબંધન પૂરું થતાં જ રાખડી ન ઉતારશો: જાણો ક્યારે અને કેવી રીતે રાખડી ખોલવી શુભ ગણાય

Tara Sutaria કરી રહી છે ‘Dyscalculia’ નો સામનો, જાણો તેના લક્ષણો

વિકાસની દિશામાં ગુજરાત, 31 ઓગસ્ટે દિલ્હીમાં વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ તેજ, જુઓ Video

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ની તૈયારીઓ હવે જોરશોરથી ચાલી રહી છે, અને રાજ્ય સરકાર દ્વારા તેને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 31 ઓગસ્ટના રોજ નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે સમિટનો કર્ટન રેઇઝર કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જે આગામી વાઇબ્રન્ટ સમિટ માટે પાયાનું કાર્ય કરશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાશે, જે ગુજરાતમાં વૈશ્વિક રોકાણ આકર્ષવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડશે.

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જે 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન યોજાવાની છે, તેને અત્યાર સુધીની સૌથી મોટી સમિટ બનાવવાનો સરકારનો દાવો છે. આ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી દ્વારા અગાઉ વિદેશ પ્રવાસો પણ કરવામાં આવ્યા છે અને ત્યાં પણ રોકાણકારો સાથે બેઠકો યોજાઈ ચૂકી છે. દિલ્હીમાં યોજાનાર કર્ટન રેઇઝર કાર્યક્રમ આ જ દિશામાં એક મહત્વનું પગલું છે.

આ કાર્યક્રમ દરમિયાન, ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વિશ્વભરની દિગ્ગજ કંપનીઓના CEO સાથે વન-ટુ-વન બેઠકો કરશે. આ બેઠકોમાં ટાટા રિન્યુએબલ એનર્જી, JSW, MG મોટર અને શ્રી રાઇડર ઇલેક્ટ્રોનિક જેવી અગ્રણી કંપનીઓના વડાઓ ભાગ લેશે. આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર, ઓટોમોબાઇલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ઉભરતા અને પરંપરાગત ક્ષેત્રોમાં ગુજરાતમાં મોટા પાયે રોકાણ આકર્ષવાનો છે.

તાજ હોટેલ ખાતે યોજાનારી આ બેઠકમાં માત્ર CEO જ નહીં, પરંતુ વિવિધ દેશોના મિશન હેડ્સ અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ ઉચ્ચસ્તરીય સંવાદ ગુજરાતમાં રોકાણ માટેના અનુકૂળ વાતાવરણ, નીતિઓ અને તકોનું પ્રસ્તુતિકરણ કરશે.

રાજ્ય સરકાર દ્વારા રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે. 31 ઓગસ્ટનો આ દિવસ વાઇબ્રન્ટ ગુજરાત 2027 ની સફળતા માટે એક મહત્વપૂર્ણ પાયો નાખશે, જે રાજ્યના આર્થિક વિકાસને નવી ગતિ આપશે. આ કાર્યક્રમ ગુજરાતને વૈશ્વિક રોકાણ હબ તરીકે સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.

પગાર વધારા પહેલા આ 5 મોટા અપડેટ્સ જાણો

‘સાઈ સુદર્શન’ કે ‘દેવદત્ત પડિક્કલ’? ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં નંબર 3 પર કોણ રમશે? રહાણેએ આપ્યો ‘જવાબ’

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાના સૌથી મોટા પોઝિટિવ પાસાની વાત કરીએ તો, નંબર 3 પર બેટિંગ કરનાર દેવદત્ત પડિક્કલ રહ્યો, જેણે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પોતાના નામે કર્યો.

પડિક્કલને સાઈ સુદર્શનની જગ્યાએ ટીમ ઇન્ડિયામાં તક મળી હતી અને તેણે આ તકને બંને હાથે ઝડપી લીધી. હવે સવાલ એ ઊભો થાય છે કે, જ્યારે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે, ત્યારે ત્યાં નંબર 3 નો બેટ્સમેન કોણ હશે? આ બાબતે અજિંક્ય રહાણેએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

પડિક્કલ જ છે હાલમાં નંબર 3 બેટ્સમેન

રહાણેએ આ અંગે બોલતા કહ્યું કે, “પડિક્કલે હાલમાં ત્રીજા નંબરની જગ્યા પોતાના માટે પાકી કરી લીધી છે. આ તેની પોતાની મહેનતનું પરિણામ છે અને હું તેના પ્રદર્શનથી ખુશ છું. હવે જ્યારે તે ન્યૂઝીલેન્ડ જશે, ત્યારે ત્યાંની પરિસ્થિતિ અલગ હશે અને તૈયારી પણ અલગ રીતે કરવી પડશે. જો કે, અત્યારે તો આપણે તેની બે સદીઓની ઉજવણી કરી શકીએ છીએ.”

પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો ‘પડિક્કલ’

શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાં પડિક્કલે 109.33 ની એવરેજથી બે સદીઓની મદદથી 328 રન બનાવ્યા. આ દરમિયાન તેણે ગાલે ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 167 રન બનાવ્યા અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. તેની શાનદાર બેટિંગના દમ પર જ ટીમ ઇન્ડિયાએ આ સિરીઝ 1-0 થી પોતાના નામે કરી.

પડિક્કલનો ફેન બન્યો ‘અજિંક્ય રહાણે’

રહાણેએ પડિક્કલના વખાણ કરતા કહ્યું કે, “નંબર 3 પર બેટિંગ કરતી વખતે તમારે બોલરો પર હાવિ થવાનું હોય છે અને પડિક્કલે એ જ કર્યું. સતત બે સદી બનાવવી આસાન નથી હોતું. એક બેટ્સમેન તરીકે તેણે આ સાબિત કરી બતાવ્યું. તેની પાસે દરેક પ્રકારના શોટ્સ હતા. તેને તક મળી અને દમદાર બેટિંગ કરીને પોતાની કાબિલિયત સાબિત કરી.”

સંન્યાસ પછી ‘નવી ઇનિંગ’! યુરોપની ધરતી પર ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓનું કમબેક, T20 લીગમાં છવાઈ જશે ‘3 દિગ્ગજ’

ચાર ઝડપાયા, સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, જુઓ Video

સુરત શહેરમાં બોગસ ડોક્ટરો સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઝોન-1 LCB અને પુણા પોલીસે સંયુક્ત રીતે પુણા-ઉમરવાડા વિસ્તારમાં દરોડા પાડી ચાર બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો પાસે કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી ન હોવા છતાં તેઓ વર્ષોથી ગેરકાયદેસર રીતે એલોપેથી પ્રેક્ટિસ કરતા હતા.

પકડાયેલા બોગસ ડોક્ટરો ધોરણ 10 પાસ છે અને તેમની પાસે MBBS કે અન્ય કોઈ મેડિકલ સર્ટિફિકેટ નથી. તેઓ પરપ્રાંતીય હોવાનું અને અગાઉ કમ્પાઉન્ડર તરીકે કામ કરીને પ્રેક્ટિસ શીખ્યા હોવાનું સામે આવ્યું છે. આ પૈકી એક ડોક્ટર 26 વર્ષથી, એક 10 વર્ષથી અને અન્ય એક 8 વર્ષથી ગેરકાયદેસર ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા. તેમના ગેરકાયદે ક્લિનિક્સ રાજીવનગર, આશાનગર અને ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોમાં ધમધમતા હતા.

પોલીસના દરોડા દરમિયાન, ઘટના સ્થળેથી 4.90 લાખ રૂપિયાનો એલોપેથી દવાઓનો જથ્થો અને મેડિકલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ બોગસ ડોક્ટરો વિરુદ્ધ BNS કલમ 125 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 2025માં પણ પુણા પોલીસ સ્ટેશનમાં સમાન પ્રકારનો ગુનો નોંધાયો હતો. આ કાર્યવાહીથી જાહેર આરોગ્યને જોખમમાં મૂકતા તત્વો સામે કડક સંદેશ પહોંચ્યો છે.

રાજકોટ વાળા આવી તમાકુ ખાય છે ! SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ, જુઓ Video

Trending Video: પ્રસાદમાં લાડુ નહીં પણ Munch ચોકલેટ, આ મંદિરની અનોખી પરંપરા જોઈને લોકો પણ ચોંક્યા

સામાન્ય રીતે મંદિરમાં પ્રસાદ તરીકે લાડુ, મીઠાઈ, ફળ કે અન્ય પરંપરાગત વસ્તુઓ મળતી હોય છે પરંતુ જો કોઈ મંદિરમાં તમને પ્રસાદ તરીકે મંચ ચોકલેટ (Munch Chocolate) મળે તો તમે પણ કદાચ આશ્ચર્યચકિત થઈ જશો. કેરળના એક મંદિરની આવી જ અનોખી પરંપરા આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી છે.

કયા મંદિરમાં છે આ પરંપરા અને તે ક્યાં આવેલું છે?

આ મંદિર કેરળના અલાપ્પુઝામાં આવેલું થેલાવાડી મંદિર (Thelavadi Temple) છે, જેને દક્ષિણ પલાની શ્રી સુબ્રહ્મણ્ય સ્વામી મહા ક્ષેત્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ભગવાન મુરુગનને મંચ ચોકલેટ ધરાવવાની પરંપરા જણાવવામાં આવે છે.

બાદમાં આ જ ચોકલેટ ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. આ અનોખી પરંપરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો રેહા અદાણી નામની યુઝરે પોતાના એકાઉન્ટ @stitchyourmap પરથી શેર કર્યો છે.

વીડિયોમાં યુવતીએ જણાવ્યો ‘પોતાનો અનુભવ’

આ વીડિયોમાં યુઝરે મંદિર સાથે જોડાયેલા પોતાના અનુભવ વિશે જણાવતા કહ્યું કે, આ મંદિર બહારથી સામાન્ય મંદિર જેવું લાગે છે પરંતુ અંદર જવા પર પ્રસાદ તરીકે મંચ મળે છે. એવું કહેવાય છે કે, ભક્તો ઘણા વર્ષોથી ભગવાન મુરુગનને મંચ બાર (Munch Bar) ધરાવતા આવ્યા છે.

ચોકલેટની સાથે ફૂલ અને ચંદન જેવી પરંપરાગત વસ્તુઓ પણ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. પૂજા પછી મંચને ભક્તો વચ્ચે પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Reha Adani (@stitchyourmap)

કેવી રીતે શરૂ થઈ મંચ ધરાવવાની પરંપરા?

આ પરંપરાની શરૂઆતને લઈને અલગ-અલગ વાતો કહેવાય છે. જો કે, આના પાછળની સાચી વાર્તાની સત્તાવાર પુષ્ટિ સ્પષ્ટપણે થઈ નથી. સોશિયલ મીડિયા પર એક લોકપ્રિય વાર્તા ચોક્કસપણે સામે આવે છે. તે મુજબ, એક બીમાર બાળકે ભગવાન મુરુગનને મંચ ચોકલેટ ધરાવી હતી.

ત્યાર બાદ બાળકની તબિયત સારી થઈ ગઈ. આ ઘટના પછી ભગવાનને મંચ ધરાવવાની પરંપરા શરૂ થઈ હોવાનું કહેવાય છે. આ જ કારણે ભગવાન મુરુગનને પ્રેમથી ‘મંચ મુરુગન’ કહેવામાં આવતા હોવાની વાત પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં સામે આવી છે.

સોશિયલ મીડિયા પર લોકોને પસંદ આવી પરંપરા

વીડિયો વાયરલ થયા પછી લોકોની રસપ્રદતા આ મંદિરમાં વધી ગઈ છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ કરીને જણાવ્યું કે, તેઓ પોતે આ મંદિરમાં જઈ ચૂક્યા છે.

કેટલાક લોકોએ આ પરંપરાને ખૂબ જ ખાસ ગણાવી, તો કેટલાકે રમુજી અંદાજમાં મંચ પ્રસાદ તરીકે મળવા પર પોતાની ખુશી વ્યક્ત કરી. હાલમાં આ અનોખી પરંપરાએ સોશિયલ મીડિયા પર લોકોની ઉત્સુકતા વધારી દીધી છે.

Trending Video: મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકો છવાયા, હાથમાં ગ્લાસ-ચમચી લઈને કર્યો ‘નાગિન ડાન્સ’

ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ કરી, બેની શોધખોળ

સાબરકાંઠાના પ્રાંતિજથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પ્રાંતિજ પોલીસે બાલીસણા ગામે સફળતાપૂર્વક ડ્રગ્સ વિરોધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે, બાલીસણામાં એક શખ્સ પોતાના ઘરમાં ગાંજો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પ્રાંતિજ પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.

પોલીસના દરોડા દરમિયાન ઘરમાંથી 1 કિલો 96 ગ્રામ એટલે કે કુલ 1.096 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સના જથ્થા સાથે રમેશ મકવાણા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ગાંજાનો જથ્થો ભરૂચના અસલમ અને અશોક નામના બે શખ્સો દ્વારા મોકલવામાં આવ્યો હતો.

પ્રાંતિજ પોલીસે રમેશ મકવાણાની ધરપકડ કરી છે અને ભરૂચના અસલમ તથા અશોકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ત્રણેય શખ્સો સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસે ડ્રગ્સના દૂષણને ડામવા માટે કડક કાર્યવાહી ચાલુ રાખી છે.

રાજકોટ વાળા આવી તમાકુ ખાય છે ! SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ, જુઓ Video

સસ્તો અને શ્રેષ્ઠ Insurance ! પતિ-પત્ની બંને માટે એક જ પોલિસી, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળશે ₹50 લાખ સુધીનું કવર

જો તમે પણ વીમો ઉતરાવવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વીમા યોજનાના વધતા બજારમાં જ્યાં ખાનગી કંપનીઓ ઊંચા પ્રીમિયમ પર મર્યાદિત લાભ આપી રહી છે, ત્યાં પોસ્ટ ઓફિસની વીમા યોજના (Postal Life Insurance) પોતાના જબરદસ્ત બોનસ અને ભરોસાપાત્ર સુવિધાઓના કારણે સામાન્ય જનતા માટે વરદાન સાબિત થઈ રહી છે. ખાસ કરીને બોનસનો દર એટલો આકર્ષક છે કે, આ યોજના અન્ય વીમા કંપનીઓથી ઘણી આગળ નીકળી જાય છે.

સૌથી જૂની લાઇફ ઇન્સ્યોરન્સ સર્વિસ

આમાં પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI) ભારતની સૌથી જૂની લાઇફ ઇન્સ્યોરન્સ સર્વિસ છે, જે 100 વર્ષથી પણ વધુ સમયથી પરિવારોને સુરક્ષા કવરેજ આપી રહી છે. PLI માં 19 વર્ષની ઉંમરથી જ જોડાઈને તમે 50 લાખ રૂપિયા સુધીનો વીમા કવર લઈ શકો છો.

આની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં દરેક ઉંમર અને જરૂરિયાત મુજબ પોલિસી ઉપલબ્ધ છે, જે સુરક્ષાની સાથે સાથે બોનસ અને ટેક્સ લાભ પણ આપે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI) ભારતની સૌથી જૂની લાઇફ ઇન્સ્યોરન્સ સ્કીમ છે. તેને 1 ફેબ્રુઆરી 1884 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સ્કીમ માત્ર પોસ્ટલ એમ્પ્લોયી માટે હતી. આ પછી વર્ષ 1888 માં ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટમાં પણ આ ચાલુ કરવામાં આવી. ત્યારબાદ સેમી ગવર્નમેન્ટ વાળા પણ આના દાયરામાં આવી ગયા.

મહિલા કર્મચારીઓને કવર આપવાનું શરૂ કર્યું

હવે આનો દાયરો વધુ વધારી દેવામાં આવ્યો છે. આ ગ્રામીણ વિસ્તારો સુધી ખેડૂતો અને મજૂરો માટે પણ ઉપલબ્ધ છે. ઇન્ડિયા પોસ્ટ અને મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ આ સ્કીમ ઓપરેટ કરે છે. PLI એ જ તત્કાલીન P&T ડિપાર્ટમેન્ટની મહિલા કર્મચારીઓને વર્ષ 1894 માં કવર આપવાનું શરૂ કર્યું હતું. ખાસ વાત એ છે કે, તે સમયે કોઈ કંપની મહિલા કર્મચારીઓને લાઇફ ઇન્સ્યોરન્સ કવર આપતી નહોતી.

કપલ્સનું ભવિષ્ય આર્થિક રીતે ‘સુરક્ષિત’

પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI) ની યુગલ સુરક્ષા (Yugal Suraksha) પોલિસી પરિણિત યુગલો (દંપતીઓ) માટે ખાસ છે. આ પોલિસી હેઠળ પતિ-પત્ની બંને એક જ કવર હેઠળ સુરક્ષિત રહે છે. બોનસ સહિત ચુકવણી જીવનસાથીને અથવા પોલિસી મેચ્યોર થવા પર મળે છે, જેનાથી કપલ્સનું ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત બને છે.

યુગલ સુરક્ષા પ્લાનની ખાસ વાતો:

  1. સ્કીમનો લાભ લેવા માટે કપલની ઉંમર 21 થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  2. સિનિયર પોલિસીહોલ્ડરની મેક્સિમમ આયુ 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  3. પોલિસીનો મિનિમમ ટેન્યોર 5 વર્ષ અને મેક્સિમમ ટેન્યોર 20 વર્ષ હોવો જોઈએ.
  4. આ સ્કીમમાં પતિ કે પત્નીમાંથી કોઈ એક PLI માટે પાત્ર હોવા જોઈએ.
  5. યુગલ સુરક્ષા યોજનામાં મિનિમમ કવર 20,000 હોવું જોઈએ.
  6. મેક્સિમમ કવર 50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
  7. આ સ્કીમ ઓછા પ્રીમિયમમાં વધુ બોનસ આપે છે.
  8. 3 વર્ષ પછી આના પર લોન લઈ શકાય છે.

300% રિટર્ન આપનાર કંપનીની ‘મોટી જાહેરાત’! ₹900 કરોડના બાયબેકને આપી મંજૂરી, ખરીદશે 58.82 લાખ શેર

સૈફ-સલમાન નહીં પણ આમિર ખાન સંભાળશે ‘Race 4’ ની કમાન, 2 યંગ એક્ટર્સ સાથે ફ્રેન્ચાઈઝીને મળશે ‘નવો લૂક’

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફ્લોપ થયા પછીથી આમિર ખાને કોઈ મોટી કે ખાસ એન્ટરટેનર ફિલ્મ સાઈન કરી નથી. લાલ સિંહ ચડ્ડા જેવી ફિલ્મ પછી તો તે કન્ટેન્ટ બેસ્ડ સિનેમા સુધી જ સીમિત થઈ ગયો છે. હવે આમિર ખાને નિર્ણય લીધો છે કે, તે ‘રેસ’ ફ્રેન્ચાઈઝીનો હિસ્સો બનશે અને મોટા પડદા પર દર્શકોને એ જ રીતે એન્ટરટેન કરશે, જે રીતે તેના સાથી કલાકારો સલમાન ખાન, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર કરી રહ્યા છે.

પિંકવિલાએ તેના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે કે, આમિર ખાને રેસ ફ્રેન્ચાઈઝીનો હિસ્સો બનવાનો નિર્ણય લીધો છે. તેમાં તેની સાથે બે યંગસ્ટર્સ પણ જોવા મળશે.

Race 4 માં જોવા મળશે ‘Aamir Khan’

સામે આવેલી માહિતી મુજબ, નિર્માતા રમેશ તૌરાનીએ રેસ ફ્રેન્ચાઈઝીને રીબૂટ કરવાનો નિર્ણય લીધો છે. તેઓ રેસ ફ્રેન્ચાઈઝીમાં આમિર ખાનની એન્ટ્રી કરાવવા માંગે છે. રમેશ તૌરાનીએ જે આઈડિયા આમિર ખાનને સંભળાવ્યો છે, તે તેને પસંદ આવ્યો છે. બીજું કે, તે ફિલ્મના રાઈટર્સ સાથે કામ કરવાનું શરૂ કરી ચૂક્યા છે.

Tiger Shroff-Sidharth Malhotra પણ ‘Race 4’ નો હિસ્સો

જો ઈનસાઈડર્સનું માનીએ તો, માત્ર આમિર ખાન જ નહીં પરંતુ ટાઈગર શ્રોફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ રેસ 4 નો હિસ્સો હશે. મેકર્સ એક એવી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, જે ભારતીય દર્શકોએ અત્યાર સુધી મોટા પડદા પર જોઈ નથી. મેકર્સ આ ત્રણેય કલાકારો સાથે એક નવા રેસ વર્લ્ડની રચના કરશે, જેથી કરીને ફ્રેન્ચાઈઝીને સાચી દિશામાં આગળ વધારી શકાય.

જો રિપોર્ટ્સને ધ્યાનથી જોઈએ તો, તેમાં સૈફ અલી ખાનનું નામ નથી. આના પરથી એવું લાગી રહ્યું છે કે, થોડા સમય પહેલા જે સમાચાર આવ્યા હતા, તે પાયાવિહોણા હતા. સૈફ અલી ખાનની રેસ ફ્રેન્ચાઈઝીમાં એન્ટ્રી થવા જઈ રહી નથી. મેકર્સ નવા ચહેરાઓ સાથે આગળ વધવાનો નિર્ણય લઈ ચૂક્યા છે.

Breaking News : ‘હવે મને વિદાય આપો’ અમાલ મલ્લિકે ફિલ્મ મ્યુઝિકમાંથી લીધો બ્રેક, કારણ પણ જણાવ્યું

રક્ષાબંધન પર રોકડને બદલે બહેનને આપો આ 4 ફાઇનાન્સિયલ ગિફ્ટ્સ, ભવિષ્યમાં બનશે લાખોનું ફંડ !

હોમ લોન ટોપ-અપ કે પર્સનલ લોન? અચાનક આવી પડેલા મોટા ખર્ચ સામે કયો વિકલ્પ તમારા માટે છે શ્રેષ્ઠ

જીવનમાં જ્યારે અચાનક કોઈ મોટો ખર્ચ આવી પડે — જેમ કે ઘરનું સમારકામ, મેડિકલ ઈમરજન્સી કે બાળકોના ઉચ્ચ શિક્ષણનો ખર્ચ — ત્યારે લોકો લોનનો સહારો લેતા હોય છે. આવા સંજોગોમાં જો તમારી પહેલેથી કોઈ હોમ લોન ચાલુ હોય, તો તમારી પાસે બે મુખ્ય વિકલ્પો રહે છે: હોમ લોન ટોપ-અપ અથવા નવી પર્સનલ લોન. બંને વિકલ્પોના પોતાના ફાયદા અને મર્યાદાઓ છે. તેથી માત્ર વ્યાજ દર જોવાને બદલે લોનની કુલ મુદત, પ્રોસેસિંગ ફી અને તમારી પરત ચૂકવવાની ક્ષમતા સમજવી ખૂબ જરૂરી છે.

શું છે હોમ લોન ટોપ-અપ?

હોમ લોન ટોપ-અપ એ તમારી વર્તમાન હોમ લોન પર મળતી એક વધારાની લોન સુવિધા છે. તમે બેંકના જૂના ગ્રાહક હોવાથી અને તમારી મિલકત પહેલેથી જ બેંક પાસે ગીરવે હોવાના કારણે બેંક આ લોન સરળતાથી મંજૂર કરે છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનો વ્યાજ દર અનસિક્યોર્ડ પર્સનલ લોનની સરખામણીએ ઘણો ઓછો હોય છે. ઉપરાંત જો તમારો પાછલો રીપેમેન્ટ ટ્રેક રેકોર્ડ સારો હોય, તો ડોક્યુમેન્ટેશન પણ ઓછું કરવું પડે છે.

પર્સનલ લોનની પોતાની સુવિધાઓ

જો તમારી પાસે અગાઉથી કોઈ હોમ લોન ન હોય અથવા તમે તમારી પ્રોપર્ટી પર વધુ લોનનો બોજ ન નાખવા માંગતા હોવ, તો પર્સનલ લોન એક વ્યવહારુ વિકલ્પ છે. આ એક અનસિક્યોર્ડ લોન છે, એટલે કે તેમાં કોઈ પ્રોપર્ટી કે ગેરંટી ગીરવે મૂકવાની જરૂર પડતી નથી. તેનો મોટો ફાયદો તાત્કાલિક ફંડ મળવાનો અને નાણાં ગમે ત્યાં વાપરવાની સ્વતંત્રતાનો છે. જોકે, બેંક માટે જોખમ વધુ હોવાથી તેનો વ્યાજ દર ટોપ-અપ લોન કરતાં ઊંચો હોય છે.

હોમ લોન ટોપ-અપ vs પર્સનલ લોન: મુખ્ય સરખામણી

પરિમાણ હોમ લોન ટોપ-અપ પર્સનલ લોન
લોનનો પ્રકાર સિક્યોર્ડ (મિલકત સામે) અનસિક્યોર્ડ (કોઈ ગેરંટી નહીં)
વ્યાજ દર તુલનાત્મક રીતે ઓછો પ્રમાણમાં વધુ
લોનની મુદત લાંબી (હોમ લોનની બાકી મુદત જેટલી) ટૂંકી (સામાન્ય રીતે 1 થી 5 વર્ષ)
પ્રોસેસિંગ સમય થોડો સમય લાગી શકે છે ખૂબ જ ઝડપી / તત્કાલ
ટેક્સ લાભ ઘર સુધારણા માટે વાપરો તો શરતી લાભ કોઈ ટેક્સ લાભ મળતો નથી

માત્ર ઓછી EMI ન જુઓ, કુલ વ્યાજનો હિસાબ ગણો

મોટાભાગના લોકો ઓછી માસિક EMI જોઈને ટોપ-અપ લોન પસંદ કરવાની ભૂલ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે ટોપ-અપ લોન લઈને તેને હોમ લોનની બાકી 15 કે 20 વર્ષની લાંબી મુદત સાથે જોડી દો, તો ઓછો વ્યાજ દર હોવા છતાં આટલા લાંબા સમય સુધી વ્યાજ ચૂકવવાને કારણે ખિસ્સા પર કુલ બોજ વધી જાય છે. બીજી તરફ પર્સનલ લોનની EMI ભલે થોડી વધારે હોય, પણ તેની મુદત 1 થી 5 વર્ષની ટૂંકી હોવાથી અંતે કુલ ચૂકવવાપાત્ર વ્યાજ ઓછું રહે છે.

ટેક્સ છૂટ અને અન્ય છુપા ખર્ચ

ઘણા લોકોને લાગે છે કે હોમ લોન ટોપ-અપ લેતાં જ આવકવેરા કાયદાની કલમ 24(b) હેઠળ ટેક્સ છૂટ મળી જશે. વાસ્તવમાં ટેક્સ બેનિફિટ પૈસાના વપરાશ પર નિર્ભર કરે છે. જો લોનની રકમનો ઉપયોગ ઘરના રિનોવેશન કે સમારકામ માટે થયો હોય, તો જ નિયમો મુજબ ટેક્સ છૂટ ક્લેમ કરી શકાય છે. આ ઉપરાંત પ્રોસેસિંગ ફી, લીગલ ચાર્જીસ અને સ્ટેમ્પ ડ્યુટી જેવા ખર્ચાઓની પણ ગણતરી કરવી જરૂરી છે.

તમારા માટે કયો વિકલ્પ યોગ્ય છે?

  • હોમ લોન ટોપ-અપ ક્યારે લેવી: જ્યારે તમને મોટી રકમની જરૂર હોય, EMI ઓછી રાખવી હોય અને રકમનો ઉપયોગ ઘર સંબંધિત કાર્યો માટે કરવાનો હોય. જોકે તેને લાંબી મુદત સુધી ખેંચવાને બદલે ઝડપથી પ્રીપેમેન્ટ કરીને બંધ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
  • પર્સનલ લોન ક્યારે લેવી: જ્યારે તમને ટૂંકા ગાળા માટે તાત્કાલિક નાણાં જોઈતા હોય અને તમે દર મહિને વધુ EMI સરળતાથી ભરી શકતા હોવ, જેથી તમે વહેલી તકે દેવામુક્ત થઈ શકો.

ડિસ્ક્લેમર:

આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

ઘરમાં આજે જ કરો આ 3 સરળ ફેરફાર, ચુંબકની જેમ ખેંચાઈને આવશે ધન-દૌલત ! જાણો અસરકારક ફેંગશુઈ ટિપ્સ

Breaking News : ગુજરાતમાં નકલી દવાનું આંતરરાજ્ય રેકેટ ઝડપાયું, ત્રણ આરોપીઓની ધરપકડ

ગુજરાતમાં બ્લડ પ્રેશરની નકલી દવા બનાવતી અને વેચતી એક આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. પોલીસ અને આરોગ્ય ઔષધ નિયમન તંત્ર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા ઓપરેશનમાં ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ અસલી દવા ઉત્પાદક કંપનીઓના નામ, લેબલ અને બેચ નંબરનો બેફામ ઉપયોગ કરીને નકલી દવાઓનું ઉત્પાદન કરતા હતા અને તેને ગુજરાતના વિવિધ શહેરોમાં આવેલા મેડિકલ સ્ટોર્સ સુધી પહોંચાડતા હતા.

આ રેકેટનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ તરફથી ફરિયાદ મળી કે તેમની નિકાર્ડિયા રિટાર્ડ નામની દવા લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડમાંથી ડુપ્લીકેટ વેચાઈ રહી છે. આ ફરિયાદને આધારે ત્વરિત કાર્યવાહી શરૂ કરવામાં આવી. બોગસ ગ્રાહકોને મોકલીને નકલી દવા ખરીદવામાં આવી. શરૂઆતમાં સેમ બેચ નંબરની દવા ન મળતા, અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી. જ્યાં-જ્યાંથી આ દવા સપ્લાય થઈ હોવાનું સામે આવ્યું, તે તમામ સ્થળોએ તપાસ કરીને સેમ બેચનો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો અને જપ્ત કરવામાં આવ્યો. આ સંપૂર્ણ તપાસ બાદ સિટી ક્રાઈમ બ્રાન્ચમાં એફઆઈઆર નોંધાવવામાં આવી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે, નિકાર્ડિયા રિટાર્ડ 10 એમજીની જે દવા ઓરિજિનલ ફોર્મ્યુલામાં બને છે, તે જ રીતે નકલી દવાઓ બનાવવામાં આવતી હતી. દવાનું રેપર (પેકેટ) પણ દસ ગોળીના ઓરિજિનલ પેકેટ જેવું જ બનાવવામાં આવતું હતું. જોકે, અનુભવી અને જાણકાર વ્યક્તિ તરત જ પારખી શકે કે આ રેપર અસલી કંપની દ્વારા બનાવવામાં આવેલ નથી. આ નકલી દવાઓનો જથ્થો અમદાવાદ, નડિયાદ અને ભુજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. નડિયાદના એક મેડિકલ સ્ટોરમાંથી નકલી દવાની 30 સ્ટ્રીપ જપ્ત કરવામાં આવી હતી, જ્યારે ભુજની મહાદેવ મેડિકલ એજન્સીમાંથી પણ નકલી દવાનો મોટો સ્ટોક મળી આવ્યો હતો.

આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓમાં અમદાવાદના હોલસેલ દવા વેપારી દર્શીલ સંઘવીનો સમાવેશ થાય છે. દર્શીલ સંઘવી અમદાવાદ અને અન્ય શહેરોમાં સબ-ડિસ્ટ્રિબ્યુટર્સને આ નકલી દવાઓ વેચતો હોવાનું ખુલાસો થયો છે. ઉપરાંત, લખનઉ, ઉત્તર પ્રદેશના દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીની પણ ધરપકડ કરવામાં આવી છે. દેવેન્દ્ર યાદવ નકલી દવાઓ ખરીદીને ગુજરાતમાં સપ્લાય કરવાનું મુખ્ય કામ કરતો હતો, જ્યારે ઉમંગ રસ્તોગી દવાઓની ખરીદી-વેચાણમાં મદદ કરીને કમિશન મેળવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને વધુ તપાસ માટે તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે ત્રણેય આરોપીઓના 2 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે આ નકલી દવાઓના નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને તેમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓને ઝડપી પાડવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

અંબાણીના ઘરથી પણ મોંઘું ઘર, સ્પા-જીમ, પાંચ માળનું પાર્કિંગ, આ ઉધ્યોગપતિની શાહી શાન- શૌકત જોઈ ચોંકી જશો..

Reliance Industries Strategy : અંબાણીની નવી ચાલથી અદાણીને ટક્કર ? 

હવે ઇથેનોલથી ચાલશે ઇલેક્ટ્રિક વાહનો, હૈદરાબાદમાં લોન્ચ થઈ નવી ચાર્જિંગ ટેકનોલોજી, જાણો કેવી રીતે કરશે કામ

પોતાના ઘર આંગણે જ પવનચક્કી હોય તો કેવું રહેશે? જાણો VAWT ટેકનોલોજી કેવી રીતે કરે છે કામ

Braking News: આ ખેલાડીના કારણે વિરાટ કોહલીના કોચ મુશ્કેલીમાં, DPL 2026 માં એક મોટો ‘કૌભાંડ’

દિલ્હી પ્રીમિયર લીગ 2026 માટે ન્યૂ દિલ્હી ટાઇગર્સના ખેલાડી દેવ ચૌધરીની પસંદગીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ખેલાડીની નબળી બેટિંગના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે બાદ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે આ ખેલાડીને DPLમાં રમવાની તક કેવી રીતે મળી? ન્યૂ દિલ્હી ટાઇગર્સે દેવ ચૌધરીને પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે સામેલ કર્યો?

કોહલીના કોચ પર સવાલ ઉભા થયા

વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્મા વિશે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જે ન્યૂ દિલ્હી ટાઇગર્સના મુખ્ય કોચ પણ છે. શર્માએ હજુ સુધી આ મામલે કોઈ જવાબ આપ્યો નથી. આ મામલે ભૂતપૂર્વ ક્રિકેટર અને અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ફાસ્ટ બોલર પ્રદીપ સાંગવાનનું નામ પણ ઉઠાવવામાં આવી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સાંગવાને તક માટે દેવ ચૌધરીની ભલામણ કરી હતી.

 

દેવ ચૌધરીને તક કેવી રીતે મળી?

અહેવાલ મુજબ એક સૂત્રએ જણાવ્યું હતું કે, “ભૂતપૂર્વ ભારતીય અંડર-19 અને દિલ્હીના ફાસ્ટ બોલર પ્રદીપ સાંગવાને દેવ ચૌધરીની ભલામણ કરી હતી. દેવે બે મેચ રમી હતી, અને પછી અમારા ક્લબના એક વરિષ્ઠ અધિકારીએ તેના પિતાને ફોન કરીને કહ્યું, ‘મહેરબાની કરીને તમારા દીકરાને ન મોકલો કારણ કે તે એટલો સારો નથી.’ પિતાએ કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં, અને દેવ ક્યારેય આવ્યો નહીં. આ પછી, દેવ DPLમાં દેખાયો. રાજકુમાર શર્મા જેવો કોઈ વ્યક્તિ આવું કેવી રીતે થવા દે?”

 

દેવ ચૌધરીનું ખરાબ પ્રદર્શન

દિલ્હીના ઓલરાઉન્ડર દેવ ચૌધરીને બેટિંગ અને ફિલ્ડિંગ બંનેમાં મુશ્કેલી પડી રહી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોએ ટુર્નામેન્ટના વહીવટ પર પ્રશ્નો ઉભા કર્યા છે અને લીગ તેમજ DDCA પર પણ નજર રાખી છે. આ ટુર્નામેન્ટમાં ન્યૂ દિલ્હી ટાઇગર્સનો સમય મુશ્કેલ રહ્યો છે. તેઓ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે અને તેમની 10 મેચમાંથી ફક્ત એક જ જીતી છે. દેવ ચૌધરીએ બે મેચ રમી છે, એકમાં 0 રન અને બીજીમાં 24 બોલમાં 16 રન બનાવ્યા છે. પ્રશ્ન એ છે કે આ ખેલાડીની પસંદગી કેવી રીતે થઈ?

IND vs SL: સારાંશ જૈન માટે ખતરાની ઘંટડી! આ ભૂલ નહીં સુધારે તો ટીમમાંથી થઈ શકે છે બહાર

સાગબારામાં ખેડૂત આંદોલન, 80,000 પેન્ડિંગ દાવાઓ પર સરકારની બેઠક, રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જમીનના હક માટે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલન બાદ હવે એક મોટો અપડેટ સામે આવ્યો છે. ગુજરાત સરકાર આંદોલનકારી ખેડૂતો સાથે સીધી ચર્ચા કરવા માટે તૈયાર છે. રક્ષાબંધન પર્વ પૂર્ણ થયા બાદ રાજ્યના વન પ્રધાન અને પ્રભારી મંત્રી સાગબારાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ સ્થાનિક અધિકારીઓ સાથે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરશે અને ખેડૂતોની રજૂઆતો સાંભળશે.

સરકાર અને ખેડૂતો વચ્ચેની આ ચર્ચામાં જંગલની જમીનના હક અને આશરે 80,000 પેન્ડિંગ દાવાઓનો મુદ્દો કેન્દ્રસ્થાને રહેશે. સાંસદ મનસુખ વસાવાની સરકાર સાથેની તાજેતરની બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને વન તથા પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા. સરકારના આ પગલાથી પોતાના હક માટે લડી રહેલા સાગબારાના ખેડૂતોમાં નવો આશાનો સંચાર થયો છે કે વર્ષો જૂનો આ જમીન વિવાદ ઉકેલાશે. સરકાર હવે આ દાવાઓ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.

190 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં! અમદાવાદની શાળામાં એવું શું થયું કે શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્ણય? 

IND vs SL: ટીમ ઈન્ડિયાની જીતની રાહમાં નો-બોલનો કાંટો, કોચે જણાવ્યો આ સમસ્યાનો ઉકેલ

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

પોતાના ઘર આંગણે જ પવનચક્કી હોય તો કેવું રહેશે? જાણો VAWT ટેકનોલોજી કેવી રીતે કરે છે કામ

ફોનમાંથી બિનજરૂરી Apps નહીં હટાવો તો શું થશે? 99% લોકો નથી જાણતા

નાઈટક્લબ વિવાદથી ગુસ્સે થયો ઈંગ્લેન્ડનો કેપ્ટન, તમામ ખેલાડીઓને આપી કડક ચેતવણી

લોર્ડ્સમાં પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ પહેલા, ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ફરી એકવાર મેદાનની બહારના વિવાદોને કારણે ચર્ચામાં આવી છે. ડર્બીમાં એક ક્લબની બહાર પોલીસે હાથકડી લગાવીને અટકાયત કર્યા બાદ ફાસ્ટ બોલર બ્રાઇડન કાર્સેને લોર્ડ્સની ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ, ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટ તેના સાથી ખેલાડીઓના બેજવાબદાર વલણથી ગુસ્સે ભરાયો છે.

જો રૂટે લગાવી ક્લાસ

લોર્ડ્સ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, રૂટે સ્પષ્ટ કર્યું કે મેદાનની બહાર ખેલાડીઓની વારંવારની ભૂલોથી તે ખૂબ જ દુઃખી અને નિરાશ છે. જો રૂટે ટીમના વલણની આકરી ટીકા કરતા કહ્યું, “સાચું કહું તો, હું સંપૂર્ણપણે નારાજ છું. ગયા અઠવાડિયે હેડિંગ્લીમાં અમારા શાનદાર પ્રદર્શન પછી, અમે અહીં એવી વાત પર ચર્ચા કરી રહ્યા છીએ જેનો રમત સાથે કોઈ સંબંધ નથી. આ કોઈ અલગ ઘટના નથી. સમસ્યા એ છે કે આપણે મેદાનની બહાર સતત એવી ભૂલો કરીએ છીએ જે મેદાન પર આપણી મહેનત અને પ્રદર્શનથી ધ્યાન ભટકાવી દે છે.” રૂટે કહ્યું કે તેણે કાર્સે સાથે વાત કરી છે, જે તેની હરકતથી ખૂબ જ દુઃખી છે અને માફી પણ માંગી છે. આ મામલો હાલમાં ક્રિકેટ રેગ્યુલેટરની તપાસ હેઠળ છે.

એક જ સિઝનમાં ત્રીજો કેસ

દારૂ અને મોડી રાતના વિવાદો ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે માથાનો દુખાવો બની રહ્યા છે. ગુસ એટકિન્સન અને ભૂતપૂર્વ કેપ્ટન બેન સ્ટોક્સ પછી બ્રાયડન કાર્સ આ સિઝનમાં ત્રીજો ખેલાડી બન્યો છે, જે મોડી રાતના બનાવો અને તપાસને કારણે ટેસ્ટ મેચ ગુમાવશે. બેન સ્ટોક્સની નિવૃત્તિ બાદ કેપ્ટનશીપ સંભાળતા રૂટે ખેલાડીઓ માટે મધ્યરાત્રિનો કર્ફ્યુ ઉઠાવી લીધો હતો. આ ઘટના છતાં, રૂટે જણાવ્યું હતું કે તે કર્ફ્યુ ફરીથી લાદવાના પક્ષમાં નથી, પરંતુ ખેલાડીઓએ તેમની જવાબદારી સમજવી જોઈએ.

સ્ટીફન ફ્લેમિંગ સાથે ટીમ કલ્ચર બદલાશે

જો રૂટે જણાવ્યું હતું કે તે ટીમમાં મજબૂત અને સકારાત્મક કલ્ચર બનાવવા માટે નવા હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ સાથે કામ કરશે. તેણે જણાવ્યું હતું કે લંડન પહોંચ્યા પછી, ટીમે આ મુદ્દા પર ગંભીર અને સીધી ચર્ચા કરી હતી, જેથી ખેલાડીઓ ઇંગ્લેન્ડની જર્સી પહેરવાની જવાબદારીઓને સમજી શકે. ટીમનું ધ્યાન હવે લોર્ડ્સ ટેસ્ટમાં પાકિસ્તાન સામે મેદાન પર મજબૂત પ્રદર્શન કરવા પર છે.

એક સમયે કરોડોની સંપત્તિનો માલિક હતો આ સ્ટાર ખેલાડી, હવે ખુલ્લા પગે દુનિયા ફરે છે

IND vs SL: રવિન્દ્ર જાડેજા શુભમન ગિલ પાસેથી કરાવે છે ભૂલ? 22 રિવ્યૂ થયા નિષ્ફળ

Breaking News: સુરતમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ટ્રેનમાં હતા સવાર, પોલીસ તપાસ શરૂ

સુરતથી અમદાવાદ જઈ રહેલી સેમી હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર વાગવાની ઘટના સામે આવી છે. સુરતના ઉત્રાણ રેલવે સ્ટેશન નજીક આ બનાવ બન્યો હતો, જેમાં ટ્રેનના કોચ નંબર 6 અને 10ની બારીના કાચ પર પથ્થરમારો કરવામાં આવો હતો.

આ ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મુસાફરી કરી રહ્યા હતા. અજાણ્યા શખ્સે પથ્થરમારો કર્યો હોવાથી રેલવે સુરક્ષા દળ (RPF) તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખાંડ પછી હવે ગોળના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, તહેવારો પહેલાં કિંમતો આસમાને પહોંચી

 

Trending video: ગર્લફ્રેન્ડે 3400 કિસ કરી… VIDEO થયો વાયરલ, 55 લાખ વ્યૂઝ મળતાં જ પોલીસે ફટકાર્યો ₹5,500 નો દંડ

 

FIFA World Cup 2026માં રમનારી 3 ટીમો સામે ટકરાશે ભારત, જાણો ક્યારે રમાશે મેચ

Ganesh Chaturthi 2026 : ઘરે જ બનાવો માટીના Eco-Friendly ગણેશજી, જાણી લો સ્ટેપ-બાય-સ્ટેપ સરળ DIY રીત- જુઓ Video

IND vs SL: બે ટેસ્ટમાં બે સદી, હવે પડિકલને ટીમમાંથી બહાર રાખવું અશક્ય, ODIમાં પણ મળશે તક?

IND vs SL: રિષભ પંત પાસેથી સલાહ લે છે, પણ તેની બેટિંગ સ્ટાઈલ ફોલો નથી ધ્રુવ જુરેલ, જાણો કેમ

Miss Universe India 2026: કેરળની 19 વર્ષીય લૉ સ્ટુડન્ટ કઝિયા લિઝ મેજો બની Miss Universe India 2026; જાણો કોણ છે આ બ્યુટી ક્વીન

ભારતીય બ્યુટી પેજન્ટની દુનિયામાં એક નવું નામ ચમકી ઊઠ્યું છે. જયપુરમાં આયોજિત ભવ્ય ગ્રાન્ડ ફિનાલેમાં કેરળની 19 વર્ષીય લૉ સ્ટુડન્ટ અને મોડલ કઝિયા લિઝ મેજોએ (Kaziah Liz Mejo) 52 ફાઇનલિસ્ટ્સને પાછળ છોડીને ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’નો પ્રતિષ્ઠિત તાજ પોતાના નામે કરી લીધો છે. કઝિયા હવે આ વર્ષે નવેમ્બરમાં પ્યુર્ટો રિકો ખાતે યોજાનારી 75મી મિસ યુનિવર્સ (વર્લ્ડ) સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

જો તમે પણ મોડલ બનવા અને મિસ યુનિવર્સના વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું જોતા હોવ, તો તમારે ગ્લેમેનન્ડ એન્ટરટેઈનમેન્ટ (Glamanand Entertainment) દ્વારા આયોજિત સત્તાવાર મિસ યુનિવર્સ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવો પડે છે. તેના વિજેતાને વૈશ્વિક મિસ યુનિવર્સ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળે છે.

(Image from: Instagram: kaziahmejo)

કોણ છે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026ની વિજેતા કઝિયા લિઝ મેજો?

  • કેરળના માવેલિક્કારાની રહેવાસી 19 વર્ષીય કઝિયા લિઝ મેજો હાલમાં કાયદાનો અભ્યાસ (Law Student) કરી રહી છે. જોકે તેનું બાળપણ અબુ ધાબી (UAE) માં વીત્યું હતું. કઝિયાની બ્યુટી પેજન્ટ સફર ખૂબ જ શાનદાર રહી છે:
  • પ્રેજન્ટ જર્ની: 17 વર્ષની ઉંમરે તેણે ‘મિસ ટીન દિવા 2024’ નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ તેણે ‘મિસ ટીન ઇન્ટરનેશનલ 2025’ માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ફર્સ્ટ રનરઅપ રહી હતી. હવે તેણે મિસ યુનિવર્સ કેરળ 2026નો ખિતાબ જીત્યો હતો.
  • બહુમુખી પ્રતિભા: કઝિયા છેલ્લા 12 વર્ષથી શાસ્ત્રીય નૃત્યની તાલીમ લઈ રહી છે. આ ઉપરાંત તે વાયોલિન અને ડ્રમ્સ વગાડે છે. તે એક શ્રેષ્ઠ ગાયિકા પણ છે અને મલયાલમ ફિલ્મ ‘Shylock’ થી એક્ટિંગમાં ડેબ્યૂ કરી ચૂકી છે.
  • જયપુર ફિનાલેમાં બની વિજેતા: જયપુરમાં આયોજિત ફિનાલેમાં સુષ્મિતા સેન, ઉર્વશી રૌતેલા અને સેલિના જેટલી જેવા દિગ્ગજોના જજિંગ પેનલે વિજેતાના નામ પર મહોર લગાવી હતી. આ સ્પર્ધામાં તમિલનાડુની વૈષ્ણવી ગણેશ ફર્સ્ટ રનરઅપ અને ગુજરાતની અનુશ્રી સાતવલેકર સેકન્ડ રનરઅપ રહી હતી.

(Image from: Instagram: kaziahmejo)

મિસ યુનિવર્સ (World) જીતવા પર મળે છે 2.1 કરોડ રૂપિયા

  • વૈશ્વિક મિસ યુનિવર્સ વિજેતાને આશરે $250,000 (આશરે ₹2.1 કરોડ) ની ઇનામી રકમ આપવામાં આવે છે.
  • ન્યૂયોર્ક સિટી (USA) માં એક વર્ષ સુધી લક્ઝરી એપાર્ટમેન્ટમાં મફત રહેવાની સુવિધા મળે છે, જેનો સમગ્ર ખર્ચ સંસ્થા ઉઠાવે છે.
  • વિશ્વના ટોચના ડિઝાઇનર્સના આઉટફિટ્સ, ફ્રી ઇન્ટરનેશનલ ટ્રાવેલ, પર્સનલ શેફ, સ્ટાઇલિસ્ટ, સ્કીનકેર અને મેકઅપનો એક વર્ષનો તમામ ખર્ચ તેમાં શામેલ રહે છે.

Home Decor Tips: પરફ્યુમની ખાલી બોટલોનો જમા થઈ ગયો છે ઢગલો ? ફેંકવાને બદલે અજમાવો આ 4 ક્રિએટિવ રીતો

Duleep Trophy 2026: ઇશાન કિશન, વિરાટ સિંહ, વૈભવ સૂર્યવંશી ફ્લોપ; શાહબાઝ-સુદીપની સદી, ઇસ્ટ ઝોને બનાવ્યા 355 રન

દુલીપ ટ્રોફી 2026ની પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઇસ્ટ ઝોનના સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશી, વિરાટ સિંહ અને ઇશાન કિશનનું બેટ પ્રથમ ઇનિંગ્સમાં નોર્થ ઇસ્ટ ઝોન સામે ચાલ્યું નહોતું, જ્યારે સુદીપ ઘરામી અને શાહબાઝ અહેમદે શાનદાર સદી ફટકારી હતી.

દુલીપ ટ્રોફી 2026માં પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચ ઇસ્ટ ઝોન અને નોર્થ ઇસ્ટ ઝોન વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં નોર્થ ઇસ્ટ ઝોને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઇનિંગ્સમાં પહેલા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઇસ્ટ ઝોનની ટીમે સુદીપ કુમાર ઘરામી અને શાહબાઝ અહેમદની સદીની મદદથી 6 વિકેટના નુકસાને 355 રન બનાવી લીધા છે. હાલમાં ક્રિઝ પર શાહબાઝ અહેમદ 100 રન અને અનુકૂલ રોય 22 રન બનાવી અણનમ છે.

ઇશાન, વિરાટ, વૈભવ નિષ્ફળ; શાહબાઝ-સુદીપે ફટકારી સદી

નોર્થ ઇસ્ટ ઝોન સામે રમતનાં પહેલા દિવસે પ્રથમ ઇનિંગ્સમાં ઇસ્ટ ઝોનના ઓપનર વૈભવ સૂર્યવંશીનું બેટ ચાલ્યું નહોતું અને તેઓ 6 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 8 રન બનાવી આઉટ થઈ ગયા હતા. ટીમના બીજા ઓપનર અભિમન્યુ ઈશ્વરને પણ નિરાશ કર્યા હતા અને તેમણે 20 બોલમાં 15 રન બનાવ્યા હતા.

ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા કુમાર કુશાગ્રએ 65 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 55 રનની ઇનિંગ રમી હતી, જ્યારે વિરાટ સિંહે નિરાશ કર્યા હતા અને તેઓ 7 બોલમાં માત્ર 2 રન બનાવી આઉટ થયા હતા.

ઇસ્ટ ઝોન માટે પ્રથમ દિવસે ચોથા નંબરે બેટિંગ કરવા આવેલા સુદીપ કુમાર ઘરામીએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેમણે 185 બોલમાં 1 સિક્સર અને 25 ચોગ્ગા સાથે 146 રનની પ્રભાવશાળી ઇનિંગ રમી હતી. કેપ્ટન ઇશાન કિશને પ્રથમ ઇનિંગ્સમાં નિરાશ કર્યા હતા અને 9 બોલમાં 4 રન બનાવી પેવેલિયન ભેગા થયા હતા.

શાહબાઝ અહેમદે ટીમ માટે શાનદાર બેટિંગ કરતા 2 સિક્સર અને 9 ચોગ્ગાની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા. નોર્થ ઇસ્ટ ઝોન તરફથી પહેલા દિવસે ફેરોઇઝમ જોતિને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

રોજના માત્ર ₹172 ની બચત પર મળશે ₹28.5 લાખ, LIC ની જીવન લક્ષ્ય પોલિસીમાં મોટો ફાયદો

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ, ભાવનગરનો મુસાફર ઝડપાયો

અમદાવાદ એરપોર્ટ ફરી એકવાર સોનાની દાણચોરીના પ્રયાસને કારણે ચર્ચામાં આવ્યું છે. કસ્ટમ વિભાગે શારજાહથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી અંદાજે ₹84 લાખની કિંમતનું 499 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કરીને મોટી કાર્યવાહી કરી છે. આ ઘટનામાં ભાવનગરના 31 વર્ષીય મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુસાફરે સોનાની ચેઇન પોતાના ગળામાં પહેરી હતી અને તેને ચાલાકીપૂર્વક હાઇ નેક સ્વેટરની આડમાં છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કસ્ટમ અધિકારીઓની સક્રિયતા અને સતર્કતાને કારણે આ દાણચોરીનો પર્દાફાશ થયો હતો. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરીને મુસાફર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પર થતી આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરીના નેટવર્ક અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું આ મુસાફર માત્ર એક કેરિયર હતો કે પછી તેની પાછળ કોઈ મોટું દાણચોરીનું રેકેટ સક્રિય છે, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દર્શાવે છે કે એરપોર્ટ પર સુરક્ષા અને કસ્ટમ વિભાગની બાજ નજર સતત કાર્યરત છે.

મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન, ફાયર ટીમે સફળ રેસ્ક્યુ કર્યું, જુઓ Video

Budh Gochar 2026: બુધનું કેતુ માં ગોચર આ ચાર રાશિઓને રક્ષાબંધન સુધીમાં કરશે માલામાલ

ગાડી ઊભી નહિ રહે તો પણ કપાઈ જશે ટોલ, જાણો ANPRથી ઓટોમેટિક ટોલ કેવી રીતે કપાશે

કીરાતપુર-મનાલી ચાર માર્ગીય હાઇવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર છે. હાઇવે પરના ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામની સમસ્યા ઘટાડવા માટે હવે ANPR (Automatic Number Plate Recognition) ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તૈયારી ચાલી રહી છે. આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ વાહનોને ટોલ ભરવા માટે લાંબી કતારમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે.

કીરાતપુર-મનાલી હાઇવે પર આવેલા ચાર ટોલ પ્લાઝામાંથી મૌરા, ટાકોલી અને દોહલુનાલાને અવરોધમુક્ત ટોલ પ્લાઝા તરીકે વિકસાવવાની યોજના છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા આ અંગેનો પ્રસ્તાવ અંતિમ મંજૂરી માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

નવી વ્યવસ્થા હેઠળ વાહન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ટોલ પ્લાઝા પરથી પસાર થાય ત્યારે પણ ટોલ ચાર્જ આપમેળે વસૂલ થઈ શકશે. રસ્તા પર લગાવવામાં આવેલા કેમેરા અને ANPR સેન્સર વાહનની નંબર પ્લેટને ઓળખશે, જ્યારે FASTag સાથે જોડાયેલા બેંક ખાતામાંથી ટોલની રકમ આપમેળે કપાઈ જશે.

આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ થશે કે ટોલ પ્લાઝા પર વાહનોને રોકવાની જરૂરિયાત ઘટશે. પરિણામે લાંબી કતારો, સમયનો બગાડ અને ઇંધણનો વધારાનો ખર્ચ ઓછો થવાની શક્યતા છે. ખાસ કરીને મનાલી અને કુલ્લુ તરફ જતા પ્રવાસીઓ અને સ્થાનિક વાહનચાલકોને તેનો સીધો લાભ મળશે.

FASTag વગરના વાહનો માટે પણ ANPR ટેકનોલોજી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આવા વાહનોની નંબર પ્લેટ સ્કેન કરીને તેમની સામે ઓનલાઈન ચલણ જનરેટ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ચલણ વાહનના રજિસ્ટર્ડ માલિક સુધી મોબાઇલ ફોન અથવા તેમના સરનામે મોકલવામાં આવી શકે છે.

ત્રણ ટોલ પ્લાઝાનું સંચાલન બેંક કરશે

પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ મૌરા, ટાકોલી અને દોહલુનાલા ટોલ પ્લાઝાનું સીધું સંચાલન બેંકને સોંપવાની યોજના છે. નવી વ્યવસ્થામાં કેમેરા અને ANPR સેન્સર વાહનની ઓળખ કરશે અને FASTag સાથે જોડાયેલા ખાતામાંથી ટોલ ફી આપમેળે વસૂલ કરવામાં આવશે.

ટાકોલી અને દોહલુનાલામાં ટોલ વસૂલાત ફરી શરૂ થશે

મૌરા ટોલ પ્લાઝા કૈંચી મોડ-કીરાતપુર વિભાગ પર આવેલો છે, જ્યારે ટાકોલી મંડી જિલ્લામાં અને દોહલુનાલા કુલ્લુ જિલ્લામાં આવેલું છે. વર્ષ 2025માં કુદરતી આફત બાદ ટાકોલી અને દોહલુનાલા ખાતે ટોલ વસૂલાત સ્થગિત કરવામાં આવી હતી. હવે નવી વ્યવસ્થા સાથે અહીં ફરી ટોલ વસૂલાત શરૂ કરવાની તૈયારી છે.

15 સપ્ટેમ્બર બાદ દ્યોદ અને હનોગી ટનલ ખુલશે

કીરાતપુર-મનાલી ચાર માર્ગીય પ્રોજેક્ટ હેઠળ મંડી અને કુલ્લુ જિલ્લાઓ વચ્ચે બની રહેલી ટનલનું કામ પણ અંતિમ તબક્કામાં છે. દ્યોદ અને હનોગી વિસ્તારમાં નિર્માણાધીન ટનલને 15 સપ્ટેમ્બર બાદ વાહનવ્યવહાર માટે ખોલવાની તૈયારી છે.

દ્યોદ ખાતે આશરે 2.5 કિલોમીટર લાંબી ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે હનોગી ટનલમાં હાલમાં જરૂરી સમારકામ અને અન્ય કામગીરી ચાલી રહી છે. ટનલ શરૂ થયા બાદ મુસાફરોને ભૂસ્ખલનના જોખમવાળા વિસ્તારોમાંથી પસાર થવાનું ઓછું થશે અને મનાલી તથા કુલ્લુ તરફની મુસાફરી વધુ સરળ બની શકે છે.

જોકે, દાવડા ફ્લાયઓવર બંધ હોવાના કારણે ડાબી બાજુની ટનલને હાલ તાત્કાલિક ખોલવામાં આવશે નહીં. આ કામગીરી પૂર્ણ થયા બાદ હનોગી નજીકનો જૂનો ચંદીગઢ-મનાલી માર્ગ બંધ કરવાની યોજના છે.

ANPR આધારિત ટોલ વસૂલાત અને નવી ટનલ શરૂ થવાથી કીરાતપુર-મનાલી હાઇવે પર મુસાફરી વધુ ઝડપી અને સુવિધાજનક બનવાની આશા છે. ખાસ કરીને ટોલ પ્લાઝા પર થતા ટ્રાફિક જામમાં ઘટાડો થતાં પ્રવાસીઓ તેમજ સ્થાનિક વાહનચાલકોને મોટી રાહત મળી શકે છે.

વિદેશથી વૈજ્ઞાનિકો પરત ફરી રહ્યા છે, PM મોદીએ ભારતના સ્પેસ ક્ષેત્રની પ્રગતિ માટે કરી મોટી વાત

અમદાવાદની ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જ 3-4 સ્ટાર હોટલથી પણ મોંઘા, ₹50 હજાર સુધી પહોંચ્યા

ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી દિવસેને દિવસે સામાન્ય માણસ માટે મોંઘી બની રહી છે. ખાસ કરીને મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારો માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું આર્થિક રીતે મોટો પડકાર બની રહ્યું છે. હવે ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે. સંસદીય સમિતિએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે અને સરકારને ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જ નક્કી કરવા અંગે વિચારણા કરવાની અપીલ કરી છે. આ સમગ્ર મુદ્દે અમદાવાદ શહેરમાં અલગ-અલગ ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જ અંગે તપાસ કરવામાં આવી હતી. સામે આવેલી વિગતો મુજબ કેટલીક હોસ્પિટલોમાં સ્પેશિયલ અને ડિલક્સ રૂમનું એક દિવસનું ભાડું ₹5,000થી લઈને ₹50,000 સુધી પહોંચી ગયું છે. આ ચાર્જ ઘણી વખત 3-સ્ટાર અને 4-સ્ટાર હોટલના એક દિવસના રૂમ ભાડા કરતાં પણ વધારે હોવાનું સામે આવ્યું છે.

સારવારનો ખર્ચ પણ અલગ

ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવે ત્યારે માત્ર રૂમનું ભાડું જ ચૂકવવાનું હોતું નથી. રૂમ ચાર્જ ઉપરાંત સારવારનો ખર્ચ, ડોક્ટરની વિઝિટ ફી અને દવાનો ખર્ચ અલગથી થાય છે. એટલું જ નહીં, હોસ્પિટલમાં રૂમની કેટેગરી બદલાય ત્યારે ડોક્ટરની વિઝિટ ફી, નર્સિંગ ચાર્જ અને કેટલીક સારવાર અથવા સર્જરી સાથે જોડાયેલા ચાર્જમાં પણ વધારો થઈ શકે છે. પરિણામે મોટી ખાનગી હોસ્પિટલમાં સારવારનો કુલ ખર્ચ દર્દીના પરિવાર માટે ખૂબ જ વધારે બની શકે છે. મધ્યમવર્ગ અને ગરીબ વર્ગના પરિવારો માટે ગંભીર બીમારીના સમયે હોસ્પિટલમાં દાખલ થવું એટલે ઘણી વખત તેમની વર્ષોની બચત ખર્ચાઈ જવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જ કેટલા?

અમદાવાદની કેટલીક જાણીતી હોસ્પિટલોના જણાવાયેલા રૂમ ચાર્જની વિગતો આ પ્રમાણે છે:

હોસ્પિટલ રૂમ ચાર્જ
હેલ્થ વન હોસ્પિટલ ₹4,500થી ₹10,000
AB પ્લસ હોસ્પિટલ ₹5,000થી ₹25,000+
સીમ્સ હોસ્પિટલ ₹8,000થી ₹25,000
અપોલો હોસ્પિટલ ₹8,000થી ₹45,000

આ આંકડા દર્શાવે છે કે ખાનગી હોસ્પિટલોમાં રૂમની કેટેગરી અને સુવિધા પ્રમાણે એક દિવસના ચાર્જમાં મોટો તફાવત જોવા મળે છે.

હોસ્પિટલ સામે 3-સ્ટાર અને 4-સ્ટાર હોટલના રૂમ ચાર્જ

અમદાવાદની 3-સ્ટાર અને 4-સ્ટાર હોટલના એક દિવસના રૂમ ચાર્જની સરખામણી કરવામાં આવે તો આ પ્રમાણેના દર સામે આવ્યા:

કેટેગરી એક દિવસનું રૂમ ભાડું
3-સ્ટાર હોટલ ₹2,500થી ₹4,500
4-સ્ટાર હોટલ ₹5,000થી ₹9,000

આ સરખામણીમાં ખાનગી હોસ્પિટલોના કેટલાક સ્પેશિયલ અને ડિલક્સ રૂમના ચાર્જ 3-સ્ટાર અને 4-સ્ટાર હોટલના રૂમ રેટ કરતાં પણ વધારે જોવા મળે છે.

હોટલ કરતાં હોસ્પિટલના રૂમ મોંઘા કેમ?

હોટલમાં રહેવા માટે વિવિધ લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં કેટલીક સ્થિતિમાં તેનું એક દિવસનું ભાડું હોસ્પિટલના સામાન્ય સ્પેશિયલ અથવા ડિલક્સ રૂમ કરતાં ઓછું છે. પરંતુ હોસ્પિટલમાં રૂમ માત્ર રહેવાની જગ્યા નથી. રૂમની કેટેગરી બદલાતાં ડોક્ટરની વિઝિટ ફી, નર્સિંગ ચાર્જ અને સારવાર અથવા સર્જરી સંબંધિત ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. આ કારણે ખાનગી હોસ્પિટલમાં સારવારનો કુલ ખર્ચ વધુ મોંઘો બની જાય છે.

સરકાર પાસે રૂમ ચાર્જ નક્કી કરવાની માંગ

આ વધતા ખર્ચ વચ્ચે હવે એવી માંગ ઉઠી રહી છે કે સરકારે ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જ અંગે કોઈ નિયમ બનાવવો જોઈએ અને ચાર્જની મર્યાદા નક્કી કરવી જોઈએ. માત્ર રૂમ ચાર્જ જ નહીં, પરંતુ ખાનગી હોસ્પિટલોએ રૂમના ચાર્જ અને સારવારને લગતી તમામ વિગતો ઓનલાઈન જાહેર કરવી જોઈએ, જેથી દર્દી અને તેના પરિવારને સારવાર શરૂ કરાવતા પહેલાં અંદાજિત ખર્ચની જાણકારી મળી શકે. સંસદીય સમિતિએ પણ ખાનગી હોસ્પિટલોના વધતા ચાર્જ અંગે સવાલો ઉઠાવ્યા છે અને આ મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. હવે સરકાર આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

ખાનગી હોસ્પિટલના વધતા ખર્ચ વચ્ચે ઘણા પરિવારો માટે મેડિકલ ઇન્શ્યોરન્સ એક મહત્વપૂર્ણ સહારો માનવામાં આવે છે. જોકે, હવે વીમા કંપનીઓ દ્વારા પણ પ્રીમિયમના દરોમાં 15%થી 30% સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.

સૌથી ગંભીર સ્થિતિ એવા પરિવારોની છે જેમની પાસે આયુષ્માન ભારત અથવા અન્ય સરકારી આરોગ્ય કાર્ડ નથી અને વધતા ખર્ચને કારણે તેઓ ખાનગી મેડિકલ ઇન્શ્યોરન્સ પણ લઈ શકતા નથી. આવા મધ્યમવર્ગીય પરિવારમાં કોઈ ગંભીર બીમારી આવે અને લાંબી સારવારની જરૂર પડે ત્યારે પરિવારને દેવું કરવું પડે અથવા પોતાની મિલકત વેચવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

 

હોસ્પિટલ સંચાલકોની શું છે દલીલ ?

આ મુદ્દે અમદાવાદની જાણીતી હોસ્પિટલોના સંચાલકો સાથે વાતચીત કરવામાં આવી હતી. હોસ્પિટલ સંચાલકોનું કહેવું છે કે મોંઘવારીમાં મોટો વધારો થયો છે અને તેની સાથે હોસ્પિટલોમાં આપવામાં આવતી સુવિધાઓ પણ વધી છે, જેના કારણે હોસ્પિટલના ખર્ચમાં વધારો થયો છે.

હોસ્પિટલની સફાઈ, આધુનિક સાધનો અને આધુનિક સારવાર પાછળનો ખર્ચ પણ વધ્યો છે. સર્વિસ ટેક્સ, GST, વીજળીનું બિલ સહિત વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો થયો હોવાથી આ તમામ વધેલા ખર્ચની અસર રૂમ ચાર્જ પર પણ પડે છે.

હવે સરકારની મહત્વની ભૂમિકા

  • એક તરફ ખાનગી હોસ્પિટલોના સંચાલકો વધતી મોંઘવારી, સ્ટાફના પગાર, આધુનિક સાધનો, સ્વચ્છતા, વીજળી અને અન્ય સુવિધાઓના વધેલા ખર્ચને રૂમ ચાર્જ પાછળનું કારણ ગણાવી રહ્યા છે. બીજી તરફ દર્દીઓ અને તેમના પરિવાર માટે સારવારનો કુલ ખર્ચ સતત વધતો જઈ રહ્યો છે.
  • ખાસ કરીને રૂમ ચાર્જ ₹5,000થી ₹50,000 સુધી પહોંચવાના અહેવાલો, મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં 15%થી 30% સુધીનો વધારો અને રૂમ કેટેગરી પ્રમાણે વધતા અન્ય ચાર્જ વચ્ચે હવે સરકાર માટે આ મુદ્દે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો હોવાની માંગ ઉઠી રહી છે.
  • ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જ અંગે નિયમન, ચાર્જની પારદર્શિતા અને તમામ સારવાર ખર્ચની વિગતો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાથી દર્દીઓને સારવાર પહેલાં ખર્ચ અંગે વધુ સ્પષ્ટતા મળી શકે છે. હવે સરકાર ખાનગી હોસ્પિટલોના વધતા રૂમ ચાર્જ અંગે કોઈ મર્યાદા અથવા નિયમન લાવે છે કે નહીં, તે જોવાનું રહેશે.

સરકારી બાબુઓ મફતના 8 કિલો કાજુ સાફ કરી ગયા… ! પાર્સલ લેવા પહોંચ્યા તો પેકેટ ખાલી જોતાં સ્ટાફનો ઉધડો લીધો

ભાવનગર લઠ્ઠાકાંડ: મુકેશ ડામોરના મોત સાથે મૃત્યુઆંક 12 પર પહોંચ્યો, જુઓ Video

ભાવનગરમાં ફાટી નીકળેલા લઠ્ઠાકાંડની ગંભીરતા વધી રહી છે. વધુ એક વ્યક્તિ, મુકેશ ડામોરના મોત સાથે આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે. મુકેશ ડામોરનું ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું.

આ પહેલા પણ અનેક લોકોએ આ લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવ્યા છે. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં જ દાખલ દર્દી અવિનાશ પરમારનું પણ મોત નીપજ્યું હતું. તે જ દિવસે સવારે 35 વર્ષીય હાર્દિક કલજીનું પણ દારૂ પીધાના પાંચમા દિવસે સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક યુવક ભરતનગર વિસ્તારના વર્ધમાન નગરમાં રહેતો હતો. તેણે પ્રથમ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, ત્યારબાદ તબિયત વધુ લથડતા તેને સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નકલી ઈંગ્લીશ દારૂ પીધા બાદ બ્રેઈન ડેડ થયેલા સંજયસિંહ ડોડીયાને ભાવનગરથી સુરત ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ નિધન થયું હતું. આમ, આજે ભાવનગર અને સુરતમાંથી કુલ ચાર લોકોના મોત નોંધાતા મૃત્યુઆંક 12 પર પહોંચ્યો છે.

આ લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા માટે FSL રિપોર્ટ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થયો છે. FSL રિપોર્ટમાં સામે આવ્યું છે કે નકલી દારૂમાં 38.59% મિથેનોલનું પ્રમાણ મળી આવ્યું છે, જે અત્યંત ઝેરી તત્વ છે. દારૂમાં ઈથેનોલનું પ્રમાણ માત્ર 0.94% હોવાનું સામે આવ્યું છે. આ ઉચ્ચ પ્રમાણમાં રહેલું મિથેનોલ ઝેર ભળવાના કારણે જ પીનારા લોકોના મોત થયા હોવાનું સ્પષ્ટ થયું છે. દારૂ પીધા બાદ લોકોને ધૂંધળું દેખાવું અને ઉલટી થવી જેવી ગંભીર ફરિયાદો સામે આવી હતી, જે મિથેનોલ ઝેરના સામાન્ય લક્ષણો છે.

મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે અને હજુ પણ કેટલાક લોકો ગંભીર હાલતમાં હોવાથી આ આંકડો વધવાની શક્યતા છે. હાલમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જેટલા પણ લોકો સારવાર લઈ રહ્યા છે, તેમને બચાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

SMCના વડા ગગનદીપ ગંભીર પણ ભાવનગર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુનેગારોને તાત્કાલિક ઝડપી પાડવા અને અસરગ્રસ્ત લોકોને કેવી રીતે વધુ સારી સારવાર આપી શકાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આ મામલે ઝડપી કાર્યવાહી કરીને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા PMJVK ગ્રાન્ટમાં નાણાકીય ગેરરીતિના ગંભીર આરોપો હેઠળ

Viral Video: નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? પહેલા આ વીડિયો જુઓ, તમારી આંખો ખોલી નાખશે

ઇન્કમટેક્સ વિભાગની અપીલ, ટેક્સપેયર્સ 31 ઓગસ્ટ પહેલાં ભરે ITR-3, 4, 5 અને 7, જાણો કોના માટે છે છેલ્લી તારીખ

આકારણી વર્ષ (AY) 2026-27 માટે ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આવકવેરા વિભાગના તાજેતરના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં 6.5 કરોડથી વધુ કરદાતાઓ પોતાનું રિટર્ન ફાઈલ કરી ચૂક્યા છે, જેમાં માત્ર ITR-3 અને ITR-4 ભરનારાઓની સંખ્યા જ 2 કરોડથી વધુ છે. જે કરદાતાઓના ખાતાઓનું ઓડિટ કરાવવું ફરજિયાત નથી, તેમના માટે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે.

આવકવેરા વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું છે કે છેલ્લા દિવસોમાં સર્વર પર ટેકનિકલ સમસ્યાઓ અને ટ્રાફિકથી બચવા માટે કરદાતાઓએ 31 ઓગસ્ટ 2026 પહેલાં પોતાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જોઈએ, જેથી લેટ ફી કે પેનલ્ટીથી બચી શકાય.

કોના માટે 31 ઓગસ્ટ છે આખરી તારીખ?

31 ઓગસ્ટની ડેડલાઇન એવા વ્યક્તિગત કરદાતાઓ, ફ્રીલાન્સર્સ અને વ્યવસાયિકો માટે લાગુ પડે છે જેમને ટેક્સ ઓડિટની જરૂર નથી:

  • ફ્રીલાન્સિંગ, કન્સલ્ટિંગ અથવા નાનો વ્યવસાય ચલાવતા લોકો.
  • ઇન્ટ્રાડે અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) માં ટ્રેડિંગ કરતા રોકાણકારો.
  • કલમ 44AD, 44ADA અને 44AE હેઠળ પ્રિઝમ્પ્ટિવ ટેક્સ સ્કીમનો લાભ લેતા કરદાતાઓ.
  • પગાર (સેલેરી) ઉપરાંત સાઇડ બિઝનેસ કે પ્રોફેશનલ આવક ધરાવતા લોકો.

ઈ-વેરિફિકેશન (e-Verification) કેમ જરૂરી છે?

રિટર્ન સબમિટ કર્યા બાદ 30 દિવસની અંદર તેને ઈ-વેરિફાય કરવું ફરજિયાત છે. જો નિયત સમયમાં વેરિફિકેશન પૂર્ણ કરવામાં નહીં આવે, તો ફાઈલ કરેલું રિટર્ન અમાન્ય (Invalid) ગણાશે અને વિભાગની નજરમાં રિટર્ન ભર્યું જ નથી તેમ માનવામાં આવશે.

તમારા માટે કયો ITR ફોર્મ યોગ્ય છે?

  • ITR-3: જે વ્યક્તિઓ અથવા હિન્દુ અવિભાજિત પરિવાર (HUF) ને વ્યવસાય કે પ્રોફેશનમાંથી નફો કે આવક થાય છે તેમના માટે.
  • ITR-4 (સુગમ): પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કીમ પસંદ કરનારા નાના વેપારીઓ અને પ્રોફેશનલ્સ માટે.
  • ITR-5: પાર્ટનરશિપ ફર્મ, LLP, AOP અને BOI જેવી સંસ્થાઓ માટે.
  • ITR-7: ટ્રસ્ટ, પોલિટિકલ પાર્ટીઓ, સંશોધન સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનો માટે.
  • નોંધ: જો ફોર્મની પસંદગીમાં મૂંઝવણ હોય તો પોર્ટલ પર ‘Help me decide’ વિકલ્પની મદદ લઈ શકાય છે.

ખોટો ફોર્મ ભરવાથી શું નુકસાન થઈ શકે?

જો ખોટો ITR ફોર્મ સબમિટ કરવામાં આવે, તો આવકવેરા વિભાગ કલમ 139(9) હેઠળ તેને ‘ક્ષતિપૂર્ણ રિટર્ન’ (Defective Return) ગણીને નોટિસ મોકલી શકે છે. જ્યાં સુધી ભૂલ સુધારવામાં ન આવે ત્યાં સુધી રિટર્ન પ્રોસેસ થતું નથી અને ટેક્સ રિફંડ અટકી શકે છે. જો ખોટી માહિતી કે ઓછી આવક દર્શાવવામાં આવી હોય તો વ્યાજ, દંડ અથવા સ્ક્રૂટિનીની કાર્યવાહી પણ થઈ શકે છે. તેથી સાચો ફોર્મ પસંદ કરીને સમયસર રિટર્ન ફાઈલ કરવું હિતાવહ છે.

ટેક્સપેયર્સ માટે આવકવેરા વિભાગની નવી સ્કીમ શરૂ, વિદેશી સંપત્તિ અને આવક જાહેર કરવા આદેશ, જાણો નિયમો અને શરતો

VIDEO: લિયોનેલ મેસ્સીએ લાઈવ મેચ દરમિયાન વિરોધી ટીમના એક ખેલાડીને થપ્પડ મારી, MLSએ ફટકાર્યો દંડ

છેલ્લા કેટલાક દિવસો આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી માટે ઉદાસી અને પીડાથી ભરેલા રહ્યા છે. આર્જેન્ટિનાને વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડવા છતાં, તે સતત બીજી વખત ટાઇટલ જીતવામાં નિષ્ફળ ગયો. આ નિષ્ફળતાનું દુઃખ હજુ ઓછું થયું ન હતું કે તેના પિતાનું અવસાન થયું, જેના કારણે મેસ્સીને મોટો ફટકો પડ્યો. તે આમાંથી સ્વસ્થ થયો અને ફૂટબોલ મેદાનમાં પાછો ફર્યો, પરંતુ મેચ દરમિયાન તે એક વિવાદમાં ફસાઈ ગયો. મેજર લીગ સોકર (MLS) મેચ દરમિયાન મેસીએ એક વિરોધી ખેલાડીના ગળા પર થપ્પડ મારી દીધી, જેના માટે તેને દંડ ફટકારવામાં આવ્યો.

લિયોનેલ મેસ્સી ફરી હેડલાઇન્સમાં

અમેરિકન ફૂટબોલ લીગ MLS માં ઇન્ટર મિયામી ફૂટબોલ ક્લબ માટે રમતા લિયોનેલ મેસ્સીએ 19 ઓગસ્ટ, બુધવારે રાત્રે ફિલાડેલ્ફિયા યુનિયન સામે મેદાનમાં ઉતર્યા હતા. મેસ્સીએ ગોલ કરીને મેચની સારી શરૂઆત કરી હતી. તેના પિતાના મૃત્યુ પછી આ તેનો પહેલો ગોલ હતો. જોકે, આ ગોલ જ હેડલાઇન્સમાં આવ્યો અને ચાહકો તરફથી તેને અભિવાદન અને સહાનુભૂતિ મળી.

 

મેસ્સીએ ખેલાડીને થપ્પડ મારી

પરંતુ આ બધા વચ્ચે, મેસ્સી ખોટા કારણોસર પણ હેડલાઇન્સમાં આવ્યો હતો. તે જ મેચના બીજા ભાગમાં મેસ્સીનો ફિલાડેલ્ફિયાના ખેલાડી ક્વિન સુલિવાન સાથે ઝઘડો થયો, અને મેસ્સીએ સુલિવાનના ગળા પર થપ્પડ મારતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ. મેસ્સીની હરકતથી ગુસ્સે થઈને ફિલાડેલ્ફિયાનો ખેલાડી પણ મેસ્સી પાસે ગયો. પરંતુ પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં રેફરીએ બંનેને અલગ કરી દીધા અને રમત ચાલુ રહી.

મેસ્સીને દંડ ફટકારવામાં આવ્યો

આ મામલે હવે મેસ્સી સામે કાર્યવાહી કરવામાં આવી છે. MLS એ તેને આક્રમક વર્તન માટે દોષિત ઠેરવ્યો અને દંડ ફટકાર્યો. જોકે, મેસ્સીએ ચૂકવવા પડશે તે દંડની ચોક્કસ રકમ જાહેર કરવામાં આવી નથી. મેચ વિશે વાત કરીએ તો, મિયામી અને ફિલાડેલ્ફિયા વચ્ચેની મેચ 2-2 થી ડ્રો રહી હતી. મેસ્સીએ 26મી મિનિટમાં ગોલ કર્યો હતો.

FIH World Cup: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, નેધરલેન્ડ્સ સામે હારથી સેમિફાઇનલનો રસ્તો મુશ્કેલ

Trending Video: સ્ટાઈલ મારવાના ચક્કરમાં બાઈક ચાલકનો રસ્તા પર થયો ‘પોપટ’, વાયરલ વિડીયો જોઈને હસી પડાશે

આજકાલ સોશિયલ મીડિયા પર ‘કૂલ’ દેખાવા અને રીલ્સ બનાવવાનો શોખ યુવાનોના માથે ચડીને બોલી રહ્યો છે. જો કે, કેટલીકવાર આ ‘સ્ટંટબાજી’ હાસ્યાસ્પદ બનવાની સાથે-સાથે હોસ્પિટલના દરવાજા પણ ખોલી દે છે.

આ દિવસોમાં ઈન્ટરનેટ પર એક 14 સેકન્ડની ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી. એટલું જ નહીં, આ ફની સ્ટંટ વિડીયો (Stunt Video) પર લોકો ભરપૂર મજા પણ લઈ રહ્યા છે.

સ્ટાઈલ મારવાના ચક્કરમાં થયો ‘પોપટ’

વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક છોકરો અવાવરુ રસ્તા પર ફુલ સ્પીડમાં બાઈક દોડાવતો આવે છે. બેકગ્રાઉન્ડમાં ભોજપુરી ગીત વાગી રહ્યું છે અને યુવક સ્ટાઈલ મારતા સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે. હવે ‘ટેલેન્ટ’ બતાવવાના ચક્કરમાં જેવો તે અચાનક બ્રેક મારે છે, ત્યારે બાઈકનું સંતુલન પૂરી રીતે બગડી જાય છે.

આમાં પરિણામ એ આવ્યું કે, બાઈક રોકાવાને બદલે યુવકને પોતાની સાથે દૂર સુધી ઘસડીને લઈ ગઈ અને બંને રસ્તાના કિનારે જોરથી પટકાયા. હદ તો ત્યારે થઈ જ્યારે વિડીયો બનાવી રહેલો તેનો મિત્ર ગભરાયા વગર અને કેમેરો રોક્યા વગર દોડતા દોડતા આખી દુર્ઘટના રેકોર્ડ કરતો રહ્યો.

સ્ટંટ કરવો ભારે પડી ગયો

વિડીયો જોઈને તમને હસવું પણ આવતું હશે અને આશ્ચર્ય પણ થતું હશે. વાત એમ છે કે, આ વિડીયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. X પર આ વિડીયો Nalanda_index નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. બીજી તરફ, વિડીયો પર યુઝર્સ સતત કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, EMI પર ગાડી તો લઈ લે છે પરંતુ રસ્તા પર મગજ ચલાવવાનું ભૂલી જાય છે. હવે હાથ-પગ ભાંગીને આરામ કરશે. અન્ય એક યુઝરે લખ્યું કે, બાઈક સવાર કરતા વધારે પ્રશંસા તો કેમેરામેનની કરવી પડી, જેણે પડતા-પડતા પણ ફ્રેમ બગડવા ન દીધી.

‘સોનું’ કે ‘શેરબજાર’? પૈસા ક્યાં ઝડપથી વધશે? કઈ એસેટમાં રોકાણ કરવાથી મળશે ‘સૌથી વધુ રિટર્ન’?

Breaking News : દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના, વણાંકબારા નજીક માછીમારોનો આબાદ બચાવ

દીવના વણાંકબારાના દરિયામાં માછીમારી કરતી વખતે એક બોટ ડૂબી જવાનો બનાવ બન્યો છે. સદનસીબે આ બોટમાં સવાર તમામ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. બોટ ડૂબવાની આ ઘટના દીવના વણાંકબારા નજીક બની હતી. માછીમારી કરવા દરિયામાં ગયેલી બોટ અચાનક ડૂબી જતાં ક્ષણભર માટે ખલાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા.

જોકે, આ પ્રથમ ઘટના નથી. બે દિવસ પહેલા પણ વણાંકબારા નજીક જ બીજી એક બોટ દરિયામાં ડૂબી હતી. તે ઘટનામાં પણ તમામ માછીમારો અને ખલાસીઓનો સુરક્ષિત બચાવ થયો હતો. ટૂંકા સમયગાળામાં બોટ ડૂબવાની બે સમાન ઘટનાઓ સામે આવતા સ્થાનિક માછીમાર સમાજમાં ચિંતાનો માહોલ છે. આ ઘટનાઓને પગલે દરિયામાં માછીમારી કરતા ખલાસીઓની સુરક્ષા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે.

બોટની સ્થિતિ, દરિયાની અનિશ્ચિત પરિસ્થિતિઓ અને સુરક્ષા ઉપકરણોના મહત્વ પર ધ્યાન આપવાની જરૂરિયાત સ્પષ્ટ બની છે. સદનસીબે બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આવી પુનરાવર્તિત ઘટનાઓ માછીમારોની સલામતી માટે વધુ સતર્કતા અને યોગ્ય વ્યવસ્થાની જરૂરિયાત દર્શાવે છે.

ગુજરાત સહિત 8 રાજ્યોના DM પાસે છે ભારતીય નાગરિકતા આપવાનો અધિકાર, નિયમો કરાયા કડક

શું ડ્રીમગર્લ ફરી કોઈ ફિલ્મમાં દેખાશે? હેમા માલિનીએ Comeback ની વાત પર આપ્યો જવાબ

બોલિવૂડની ‘ડ્રીમ ગર્લ’ તરીકે જાણીતી અભિનેત્રી હેમા માલિની લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. દાયકાઓ સુધી પોતાના અભિનય, સુંદરતા અને શાસ્ત્રીય નૃત્યથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવનાર હેમા માલિની હવે પરિવાર, રાજકારણ અને નૃત્ય સાથે વધુ સમય વિતાવી રહી છે. ખાસ કરીને પતિ ધર્મેન્દ્રના અવસાન બાદ તેમના જીવનમાં અનેક બદલાવ આવ્યા છે અને તેઓ જાહેર કાર્યક્રમોમાં પણ પહેલાંની સરખામણીએ ઓછા જોવા મળે છે.

હેમા માલિનીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. જોકે, લગ્ન અને ત્યારબાદ પરિવારની જવાબદારીઓ વધતાં તેમણે ફિલ્મોમાં કામ કરવાનું ધીમે ધીમે ઓછું કર્યું હતું. તેમ છતાં તેમણે અભિનયને સંપૂર્ણપણે અલવિદા કહી દીધો નહોતો. વર્ષ 2020માં આવેલી ફિલ્મ ‘શિમલા મિર્ચી’માં પણ તેઓ જોવા મળ્યા હતા. હવે ચાહકોમાં સતત સવાલ ઉઠી રહ્યો છે કે શું હેમા માલિની ફરી એકવાર મોટા પડદા પર વાપસી કરશે?

ફિલ્મોમાં વાપસી અંગે હેમા માલિનીએ શું કહ્યું?

એક મુલાકાત દરમિયાન હેમા માલિનીને ફિલ્મોમાં પુનરાગમન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હાલમાં આ સવાલનો ચોક્કસ જવાબ આપવો મુશ્કેલ છે, કારણ કે તેમને આ અંગે ખાસ કોઈ ઓફર કે પ્રશ્ન કરવામાં આવ્યો નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હાલમાં જે જીવન જીવી રહ્યાં છે તેનાથી ખુશ અને સંતુષ્ટ છે.

હેમા માલિનીએ જણાવ્યું હતું કે તેઓ પોતાના મતવિસ્તારના લોકો માટે કામ કરે છે. જ્યારે તેઓ ઘરે હોય છે ત્યારે પોતાની પુત્રીઓ અને પૌત્રો સાથે સમય પસાર કરવાનું તેમને ગમે છે. તેમના જણાવ્યા અનુસાર, પરિવારનો પ્રેમ અને સાથે તેમના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત, ધર્મેન્દ્ર સાથે જોડાયેલી યાદો પણ તેમના જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે.

લગ્ન બાદ ફિલ્મોમાં કામ ઓછું થયું, પરંતુ અભિનય સંપૂર્ણપણે છોડ્યો નહીં

હેમા માલિનીએ અગાઉ પણ જણાવ્યું છે કે લગ્ન અને બાળકોના આગમન બાદ ફિલ્મોમાં કામ કરવાની તેમની સંખ્યા સ્વાભાવિક રીતે ઘટી હતી. જોકે, તેમણે ક્યારેય સર્જનાત્મક ક્ષેત્રથી સંપૂર્ણ અંતર બનાવ્યું નહોતું.

અભિનય ઉપરાંત હેમા માલિનીએ દિગ્દર્શન અને ટેલિવિઝન ક્ષેત્રે પણ કામ કર્યું છે. તેમણે ‘નૂપુર’ જેવી ટીવી સિરિયલ સાથે જોડાઈને પોતાની અલગ ઓળખ બનાવી હતી. ત્યારબાદ તેમણે ‘દિલ આશના હૈ’ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે વિવિધ ટેલિવિઝન પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે.

ફિલ્મો કરતાં શાસ્ત્રીય નૃત્યને આપ્યું વધુ મહત્વ

હેમા માલિનીના જીવનમાં શાસ્ત્રીય નૃત્યનું પણ વિશેષ સ્થાન છે. ફિલ્મી કારકિર્દી સાથે તેમણે વર્ષો સુધી શાસ્ત્રીય નૃત્યને જાળવી રાખ્યું છે. ‘દુર્ગા’, ‘મહાલક્ષ્મી’, ‘રાધા-કૃષ્ણ’ અને ‘દ્રૌપદી’ જેવા પૌરાણિક વિષયો પર આધારિત નૃત્ય કાર્યક્રમો અને બેલે દ્વારા તેમણે દેશ-વિદેશમાં પોતાની કળાનું પ્રદર્શન કર્યું છે.

હેમા માલિનીએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે સ્ટેજ પર ફિલ્મી ગીતો પર નૃત્ય કરવાને બદલે હંમેશાં શાસ્ત્રીય નૃત્યને પ્રાથમિકતા આપી. તેમના મતે, શાસ્ત્રીય નૃત્યથી આવક ભલે ઓછી હોય, પરંતુ તે તેમના માટે કળા અને સંતોષ સાથે જોડાયેલું છે. તેથી તેમણે પોતાના આ નિર્ણયને હંમેશાં મહત્વ આપ્યું છે.

તો શું ‘ડ્રીમ ગર્લ’ ફરી મોટા પડદા પર જોવા મળશે?

હેમા માલિનીના તાજેતરના નિવેદન પરથી એટલું કહી શકાય કે હાલમાં બોલિવૂડમાં વાપસી તેમની પ્રાથમિકતા નથી. પરિવાર સાથે સમય પસાર કરવો, પોતાના મતવિસ્તાર માટે કામ કરવું, શાસ્ત્રીય નૃત્ય સાથે જોડાયેલા રહેવું અને ધર્મેન્દ્રની યાદોને સાચવીને આગળ વધવું તેમના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે.

ચાહકો ચોક્કસપણે હેમા માલિનીને ફરી એકવાર મોટા પડદા પર જોવા માંગે છે, પરંતુ હાલમાં તેમની વાત પરથી એવું લાગે છે કે તેઓ કોઈ ખાસ ફિલ્મની વાપસી કરતાં પોતાના વર્તમાન જીવનથી વધુ સંતુષ્ટ છે. ભવિષ્યમાં જો તેમને પોતાની ભૂમિકાને યોગ્ય લાગતી કોઈ ફિલ્મ મળે, તો કદાચ ‘ડ્રીમ ગર્લ’ ફરી એકવાર દર્શકો સામે જોવા મળી શકે.

8 વર્ષનો સંબંધ, 2 બાળકો… હવે અર્જુન રામપાલે ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે કર્યા લગ્ન

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

હાથમાં છે ‘₹10 લાખ’ ? આ ખાસ ટ્રિકથી બની શકે છે ₹70 લાખનું ‘મોટું ફંડ’, જાણો બમ્પર રિટર્ન મેળવવાની ‘બેસ્ટ સ્ટ્રેટેજી’

શું ખરેખર પ્રેગ્નન્ટ છે ‘કરીના કપૂર’? વાયરલ વીડિયોનું સત્ય આવ્યું સામે

IND vs BAN: ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી સંકટ, હવે બદલાઈ શકે છે મેચની તારીખો!

ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી એકવાર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) પ્રસ્તાવિત શેડ્યૂલ પર પુનર્વિચાર કરી રહ્યા છે અને શ્રેણી માટે નવી વિન્ડો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. BCB પ્રમુખ તમિમ ઇકબાલે પોતે ઢાકામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતની પુષ્ટિ કરી હતી. શેડ્યૂલ મુજબ, ભારતીય ટીમ બાંગ્લાદેશમાં 3 ODI અને 3 T20 મેચની શ્રેણી રમવાની હતી, જેમાંથી પ્રથમ ODI 3 સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી. જોકે, પ્રવાસ શરૂ થવામાં બે અઠવાડિયાથી ઓછો સમય બાકી હોવાથી, BCCI દ્વારા હજુ સુધી સત્તાવાર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી.

હવે ફરી તારીખોમાં ફેરફારના સંકેત

આ પ્રવાસ મૂળ ઓગસ્ટ 2025 માં યોજાવાનો હતો, પરંતુ બાદમાં તેને સપ્ટેમ્બર 2026 સુધી મુલતવી રાખવામાં આવ્યો. આ વર્ષના જાન્યુઆરીમાં, BCB એ જાહેરાત કરી હતી કે બંને ટીમો ઢાકા અને ચિત્તાગોંગમાં ત્રણ ODI અને ત્રણ T20I રમશે. જોકે, તમીમ ઇકબાલે પત્રકારોને જણાવ્યું હતું કે, “બંને બોર્ડ ભારત-બાંગ્લાદેશ શ્રેણી અંગે સતત ચર્ચા કરી રહ્યા છે. તારીખોમાં કેટલાક ફેરફારો થઈ શકે છે.”

 

અન્ય એક ટુર્નામેન્ટ એ જ સમયે યોજાશે

BCBએ તેની નવી ટુર્નામેન્ટ ગેમ ડેવલપમેન્ટ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 28 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન મીરપુરના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમવાનું છે, જે ભારતના પ્રવાસની તારીખો સાથે જ છે. આ ટક્કર વિશે બોલતા તમીમ ઇકબાલે જણાવ્યું હતું કે જો જરૂરી હોય તો સ્થાનિક ટુર્નામેન્ટ ઝડપથી ખસેડી શકાય છે. તેણે કહ્યું, “ભલે આ ટુર્નામેન્ટ મીરપુરમાં યોજાવાની છે, પણ ભારત સામેની શ્રેણીનું શેડ્યૂલ નક્કી થતાં જ તેને બે મિનિટમાં બાસુંધરા ગ્રાઉન્ડમાં ખસેડી શકાય છે. અમે તે મુજબ વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપીશું.”

બોર્ડ વચ્ચે પહેલાથી જ તણાવ ચાલી રહ્યો છે

આ પરિસ્થિતિ એવા સમયે આવી છે જ્યારે તાજેતરના મહિનાઓમાં બંને ક્રિકેટ બોર્ડ વચ્ચેના સંબંધો થોડા તણાવપૂર્ણ રહ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા IPL દરમિયાન બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને પરત બોલાવ્યા બાદ બંને ટીમો વચ્ચે ઘર્ષણના અહેવાલો સામે આવ્યા હતા. હવે, ટૂંકા ગાળામાં નવા પ્રવાસ શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપવું એ બંને બોર્ડ માટે એક મોટો પડકાર છે.

IND vs SL: ડરી ગયું શ્રીલંકા!… ગાલેમાં કારમી હાર બાદ કોલંબોની પિચ બદલી, ટીમ ઈન્ડિયાને રોકવા નવી રણનીતિ?

ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો, સ્વતંત્ર તપાસ અને ન્યાયિક દેખરેખની માંગ, જુઓ Video

ભાવનગરના ખરકડી વિસ્તારમાં બનેલા ગંભીર લઠ્ઠાકાંડનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચી ગયો છે. આ ઘટનાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવ્યો છે, જેમાં નકલી દારૂ પીવાથી અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે બીમાર પડ્યા છે. આ મામલે ન્યાય મેળવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે એડવોકેટ નીતિન ગાંધીએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ સત્તાવાર રજૂઆત કરી છે.

એડવોકેટ નીતિન ગાંધીએ તેમની રજૂઆતમાં આ લઠ્ઠાકાંડની સંપૂર્ણપણે સ્વતંત્ર તપાસ હાથ ધરવાની માંગ કરી છે. નકલી દારૂમાં મેથેનોલ જેવા અત્યંત ઝેરી રસાયણની ભેળસેળ હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જે મૃત્યુનું મુખ્ય કારણ બની શકે છે. આ રજૂઆત માત્ર વર્તમાન ઘટના પૂરતી સીમિત નથી, પરંતુ નકલી દારૂના સમગ્ર ગેરકાયદેસર નેટવર્કને ઉજાગર કરવા અને તેને મૂળમાંથી નાબૂદ કરવા પર ભાર મૂકે છે.

મુખ્ય માંગણીઓમાં નકલી દારૂના ઉત્પાદનથી માંડીને તેના સપ્લાય, ટ્રાન્સપોર્ટ અને વેચાણ સુધીની સંપૂર્ણ ચેઈનની વિગતવાર તપાસનો સમાવેશ થાય છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા તમામ તત્વોને શોધી કાઢીને તેમને કાયદાના કઠેડામાં લાવવા અત્યંત જરૂરી છે. આ ઉપરાંત, જો પોલીસ, પ્રોહિબિશન વિભાગ, એક્સાઇઝ વિભાગ અથવા અન્ય કોઈપણ વહીવટી અધિકારીઓની ફરજમાં બેદરકારી કે સંડોવણી સામે આવે તો તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આવા બનાવો વારંવાર બનતા હોવાથી તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

પીડિતો અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે પણ ચોક્કસ માંગણીઓ કરવામાં આવી છે. મૃતકોના પરિજનોને યોગ્ય વળતર પૂરું પાડવામાં આવે, જ્યારે આ લઠ્ઠાકાંડથી અસરગ્રસ્ત થયેલા લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર અને પુનર્વસનની સુવિધા મળે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે. ઘટનાના મહત્વના સાક્ષીઓને પૂરતું રક્ષણ પૂરું પાડવાની પણ માંગ કરાઈ છે, જેથી તેઓ કોઈપણ ભય વિના પોતાની જુબાની આપી શકે.

સૌથી મહત્વની રજૂઆતો પૈકી એક એ છે કે આ સમગ્ર તપાસની પ્રગતિનું ગુજરાત હાઈકોર્ટ દ્વારા ન્યાયિક મોનિટરિંગ કરવામાં આવે. આ પ્રકારની દેખરેખ તપાસની નિષ્પક્ષતા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે અને સુનિશ્ચિત કરશે કે ગુનેગારો છટકી ન જાય. એડવોકેટ ગાંધીએ તો એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવાની પણ ભલામણ કરી છે, જેમાં નિવૃત્ત ચીફ જસ્ટિસ કે નિવૃત્ત જજ સભ્ય તરીકે હોય, જેથી ગુનાની તપાસ યોગ્ય રીતે થાય અને પીડિતોને ન્યાય મળે.

હવે સૌની નજર ગુજરાત હાઈકોર્ટ પર છે કે તે આ ગંભીર મામલે શું વલણ અપનાવે છે. આશા રાખવામાં આવે છે કે હાઈકોર્ટ પીડિતોને ન્યાય અપાવવા અને ભવિષ્યમાં આવા બનાવો રોકવા માટે કડક અને નિર્ણાયક પગલાં ભરશે.

બુટલેગરો પર પોલીસનો સપાટો.. અમદાવાદમાં બે દિવસીય પ્રોહિબિશન ડ્રાઇવ, રોડોનો દારૂ ઝડપાયો 

Joint Pain : નાની ઉંમરે સાંધાનો દુખાવો કેમ થાય છે? જાણો કારણો અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી

સાંધાનો દુખાવો સામાન્ય રીતે વધતી ઉંમર સાથે જોડવામાં આવે છે, પરંતુ આજકાલ નાની ઉંમરના લોકોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને ઘૂંટણ, ખભા, કોણી, કાંડા અને અન્ય સાંધામાં દુખાવો થવાની ફરિયાદ યુવાનોમાં પણ સામાન્ય બની રહી છે.

સાંધાનો દુખાવો હળવો હોય કે તીવ્ર, તેની સાથે સોજો, જકડાશ, લાલાશ અથવા સાંધાની આસપાસ ગરમી અનુભવાઈ શકે છે. કેટલાક કિસ્સામાં સાંધાને હલાવવામાં પણ તકલીફ પડે છે. જો દુખાવો વારંવાર થતો હોય તો તેની પાછળનું ચોક્કસ કારણ સમજવું જરૂરી છે.

નાની ઉંમરે સાંધાનો દુખાવો થવાના કારણો

નાની ઉંમરે સાંધામાં દુખાવો થવાના અનેક કારણો હોઈ શકે છે. રમતગમત અથવા ભારે કસરત દરમિયાન થતી ઈજા, મચકોડ કે સ્નાયુઓમાં ખેંચાણને કારણે સાંધાની આસપાસની પેશીઓને નુકસાન થઈ શકે છે. તેના કારણે દુખાવા ઉપરાંત સોજો પણ આવી શકે છે.

કેટલાક લોકોમાં ગાઉટ એટલે કે સંધિવાની સમસ્યા પણ સાંધાના દુખાવાનું કારણ બની શકે છે. શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે ત્યારે તેના સ્ફટિકો સાંધામાં જમા થઈ શકે છે. આ સ્થિતિમાં ખાસ કરીને અચાનક અને તીવ્ર દુખાવો, સોજો તથા સાંધાની આસપાસ ગરમી અનુભવાઈ શકે છે.

આ ઉપરાંત, રુમેટોઇડ આર્થ્રાઇટિસ જેવી ઓટોઇમ્યુન બીમારીમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી સાંધાના સ્વસ્થ ભાગો પર હુમલો કરવા લાગે છે. પરિણામે સાંધામાં સોજો, જકડાશ અને દુખાવો થઈ શકે છે.

ઓસ્ટિયોઆર્થરાઈટિસ પણ સાંધાના દુખાવાનું એક કારણ છે. આ સ્થિતિમાં સાંધા વચ્ચે રહેલું કોમલાસ્થિ ધીમે ધીમે ઘસાઈ જાય છે. સામાન્ય રીતે આ સમસ્યા વધતી ઉંમર સાથે વધુ જોવા મળે છે, પરંતુ ઈજા, વધારે વજન અથવા સાંધા પર લાંબા સમયથી પડતા વધુ દબાણને કારણે નાની ઉંમરે પણ તે થઈ શકે છે.

કેટલાક અન્ય કારણોમાં લ્યુપસ, ફાઈબ્રોમાયલ્જિયા, ટેન્ડિનાઇટિસ, થાઈરોઇડ સંબંધિત સમસ્યાઓ અને કેટલાક વાયરલ ઇન્ફેક્શનનો પણ સમાવેશ થાય છે. તેથી દરેક પ્રકારના સાંધાના દુખાવાને માત્ર સામાન્ય થાક અથવા વધારે કસરતનું પરિણામ માનવું યોગ્ય નથી.

કયા લોકોને જોખમ વધારે હોઈ શકે?

જે લોકો નિયમિત રીતે રમતગમત કરે છે અથવા વધારે તીવ્ર શારીરિક પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે, તેમને સાંધા પર વધુ દબાણ પડવાથી દુખાવો થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત, સતત એકસરખી હલનચલન કરતી નોકરી અથવા દૈનિક પ્રવૃત્તિઓને કારણે પણ સાંધા અને આસપાસના સ્નાયુઓ પર ભાર વધી શકે છે.

કેટલાક લોકોમાં દુખાવો થોડા સમય માટે રહે છે અને આરામ કર્યા પછી ઓછો થઈ જાય છે. જોકે, જો આ સમસ્યા વારંવાર થતી હોય અથવા ધીમે ધીમે વધતી જાય, તો તેને અવગણવાને બદલે તબીબી સલાહ લેવી જરૂરી છે.

સાંધાના દુખાવામાં ક્યારે ડૉક્ટરને મળવું?

જો સાંધાના દુખાવા સાથે સોજો, લાલાશ, વધુ પડતી ગરમી અથવા તાવ આવે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ઈજા બાદ સાંધાનો આકાર બદલાઈ ગયો હોય, અચાનક વધારે સોજો આવ્યો હોય અથવા દુખાવો એટલો તીવ્ર હોય કે સાંધાને હલાવવામાં મુશ્કેલી પડે, તો તાત્કાલિક તબીબી મદદ લેવી જરૂરી છે.

હળવો દુખાવો હોય તો આરામ કરવાથી કેટલીકવાર રાહત મળી શકે છે. પરંતુ જો દુખાવો સતત રહે, વારંવાર પાછો આવે અથવા દૈનિક કામકાજમાં અડચણ ઊભી કરે, તો તેનું યોગ્ય કારણ જાણવા માટે ડૉક્ટર જરૂરી તપાસ કરાવી શકે છે.

સાંધાના દુખાવા માટે લાંબા સમય સુધી પોતાની રીતે પેઇનકિલર લેવાને બદલે નિષ્ણાતની સલાહ લેવી વધુ યોગ્ય છે. કારણ કે સાંધાનો દુખાવો માત્ર એક સામાન્ય સમસ્યા નહીં, પરંતુ કેટલીકવાર અન્ય સ્વાસ્થ્ય સમસ્યાનું લક્ષણ પણ હોઈ શકે છે.

આ દિશામાં પગ રાખીને સૂતા હોવ તો સાવધાન રહેજો, રાતોરાત બગડી જશે જિંદગી!

બુટલેગરો પર પોલીસનો સપાટો.. અમદાવાદમાં બે દિવસીય પ્રોહિબિશન ડ્રાઇવ, રોડોનો દારૂ ઝડપાયો, 244 આરોપીની ધરપકડ

અમદાવાદ શહેર પોલીસે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP)ના આદેશ બાદ બે દિવસીય સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઇવ હાથ ધરી હતી. આ ડ્રાઇવ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારો, ખાસ કરીને સોલા, સાબરમતી અને નરોડામાંથી, ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

બે દિવસ ચાલેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 215 પ્રોહિબિશન કેસ નોંધ્યા હતા અને આ કેસોમાં 244 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. વિદેશી દારૂ સંબંધિત 47 કેસમાં આશરે 11,000 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કુલ કિંમત આશરે રૂપિયા 28 લાખ આંકવામાં આવી છે.

વધુમાં, દેશી દારૂ સામે પણ પોલીસે કડક કાર્યવાહી કરી હતી. દેશી દારૂના 168 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં 1,900 લિટરથી વધુ દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. દેશી દારૂના આ જથ્થાની બજાર કિંમત આશરે રૂપિયા 3.88 લાખ જેટલી થાય છે. અમદાવાદ પોલીસની આ સઘન કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

શું બુટલેગરો સાથે હતી પોલીસની સાંઠગાંઠ? મોટા બુટલેગરો સુધી પોલીસ ક્યારે પહોંચશે?

Bhavnagar lattha kand : શું બુટલેગરો સાથે હતી પોલીસની સાંઠગાંઠ? મોટા બુટલેગરો સુધી પોલીસ ક્યારે પહોંચશે?

ભાવનગરમાં તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડના બનાવ બાદ સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી પર અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે લાંબા સમયથી ગેરકાયદેસર ઝેરી દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમી રહી હતી, છતાં પોલીસને તેની જાણ નહોતી અથવા તો જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલતી હોય અને પોલીસને તેની ગંધ પણ ન આવે તે વાત સામાન્ય જનતા માટે અસ્વીકાર્ય છે.

ઘટના બાદ તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ઘણા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વરતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.ડી. પઢેરિયા અને એલસીબીના પીઆઈ મયુરધ્વજ સરવૈયાને તેમની ફરજમાં બેદરકારી દાખવવા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વરતેજ પોલીસ સ્ટેશનના બીટ જમાદાર ધર્મપાલસિંહ ગોહિલ, ડી-સ્ટાફના જયરાજસિંહ પ્રકાશસિંહ અને અનિરુદ્ધસિંહ જશવંતસિંહ ગોહિલ પણ સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓમાં સામેલ છે. આ સસ્પેન્શન દર્શાવે છે કે ઉચ્ચ અધિકારીઓએ પોલીસની પ્રાથમિક જવાબદારી સ્વીકારી છે કે આવા ગેરકાયદેસર હાટડીઓ તેમની નજર હેઠળ ધમધમી રહી હતી.

સવાલ એ છે કે, આવા ગેરકાયદે દારૂના ધંધા કોના ઈશારે ચાલતા હતા? આ નેટવર્ક પાછળ કયા મોટા મગરમચ્છ અથવા મોટા માથાનો હાથ છે? શું બુટલેગરોને પોલીસનું સીધું અથવા આડકતરું રક્ષણ મળતું હતું? દારૂનો માલ ક્યાંથી આવતો હતો અને તેને કોણ પહોંચાડતું હતું તેવા અનેક પ્રશ્નો અનુત્તરિત છે. પોલીસની નજરથી આટલો મોટો અને ગેરકાયદે દારૂનો વેપલો, જેમાં નકલી અને ડુપ્લીકેટ દારૂનું ઉત્પાદન થતું હતું, તે કેવી રીતે છુપાવી શકાયો તે એક રહસ્ય છે. જાહેરમાં ખુલ્લેઆમ ચાલતો આ ધંધો સ્થાનિક પોલીસની કાર્યક્ષમતા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે.

આ લઠ્ઠાકાંડમાં થયેલી કાર્યવાહી ફક્ત પોલીસકર્મીઓના સસ્પેન્શન પૂરતી સીમિત ન રહેવી જોઈએ. લોકોની અપેક્ષા છે કે પોલીસ તપાસ ગેરકાયદે દારૂના સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચે અને તેમાં સંડોવાયેલા તમામ મોટા અને નાના આરોપીઓને કાયદાના કઠેડામાં લાવે. પોલીસ વિભાગ માટે આ એક મોટો પડકાર છે કે તેઓ પોતાની છબી સુધારે અને સાબિત કરે કે તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબદ્ધ છે. ભાવનગર લઠ્ઠાકાંડનો સમગ્ર ઘટનાક્રમ પોલીસિંગ અને સમાજમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર પર ચિંતાજનક પ્રકાશ પાડે છે, અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે વધુ સઘન તપાસની જરૂર છે.

આ દિશામાં પગ રાખીને સૂતા હોવ તો સાવધાન રહેજો, રાતોરાત બગડી જશે જિંદગી!

ટ્યુશન એક્ટને લઈ અમદાવાદમાં ચર્ચા તેજ, શાળાઓમાં ટ્યુશન ક્લાસ પર પ્રતિબંધની રજૂઆત

હવે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ₹1.51 કરોડની છેતરપિંડી, કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ

જૂનાગઢ શહેરના જવાહર રોડ પર આવેલા સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વારના નિર્માણ કાર્યમાં ₹1.51 કરોડની વિશાળ રકમની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે મંગલ ટેમ્પલ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રકશન કંપનીના પ્રોપરાઈટર નંદીશ સોમપુરા સામે વિશ્વાસઘાત અને કરોડોની ઠગાઈ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

મંદિરના મુખ્ય પ્રવેશદ્વારને પથ્થરો પર અદભુત નકશીકામ સાથે ભવ્ય અને કલાત્મક રીતે તૈયાર કરવાની યોજના હતી. આ ભવ્ય નિર્માણ કાર્ય માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંગલ ટેમ્પલ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રકશન કંપની સાથે કરાર કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વર્ષ 2021થી લઈને 2025 સુધીના સમયગાળા દરમિયાન, મંદિર તરફથી અલગ-અલગ તારીખે ચેક અને રોકડ મારફતે કુલ ₹1 કરોડ 51 લાખ જેટલી મોટી રકમ આરોપીને ચૂકવવામાં આવી હતી.

જોકે, નિર્ધારિત સમયમર્યાદા, જે એક વર્ષની હતી, તે પૂરી થઈ જવા છતાં મુખ્ય ગેટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નહોતું. એટલું જ નહીં, મંદિર દ્વારા ચૂકવવામાં આવેલી કરોડો રૂપિયાની રકમ પણ પરત આપવામાં આવી નહોતી. મંદિરના કોઠારી સ્વામી ધર્મકિશોર સરજીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં કોન્ટ્રાક્ટરે અન્ય સ્થળોએ ચાલી રહેલા પોતાના કામો બતાવીને વિશ્વાસ જીત્યો હતો અને કામ શરૂ કરવા માટે અગાઉથી મોટી રકમની માંગણી કરી હતી. થોડો માલસામાન આવ્યા બાદ, કોન્ટ્રાક્ટરે કામ અટકાવી દઈને વધુ પૈસાની માંગણી કરી હતી. સંસ્થાએ વધારાની રકમ પણ ચૂકવી હતી, પરંતુ તેમ છતાં કામ પૂર્ણ થયું નહોતું.

મંદિર સત્તાવાળાઓ દ્વારા કોન્ટ્રાક્ટર નંદીશ સોમપુરાનો ઘણીવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમને વારંવાર રિક્વેસ્ટ કરવામાં આવી, પરંતુ તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર આપ્યો નહીં. આખરે, કોઈ વિકલ્પ ન રહેતા, મંદિરના કોઠારી સ્વામી ધર્મકિશોર સરજીએ નંદીશ સોમપુરા સામે જૂનાગઢ પોલીસમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન, આરોપી નંદીશ સોમપુરાનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, આરોપી વિરુદ્ધ અગાઉ ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં પણ વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલો છે. આ ખુલાસાએ આ કેસને વધુ ગંભીર બનાવી દીધો છે. પોલીસે હવે આરોપીને પકડી પાડી, ચૂકવાયેલા કરોડો રૂપિયા ક્યાં ગયા, કામ શા માટે અધૂરું રહ્યું અને કરારની શરતોનું પાલન શા માટે ન થયું તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ મામલે વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ, ગૌતમ સોલંકી મુખ્ય આરોપી, 12 ઝડપાયા

ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ, ગૌતમ સોલંકી મુખ્ય આરોપી, 12 ઝડપાયા

શું તમારી કુંડળીમાં ચાલી રહી છે ‘મંગળની મહાદશા’? જીવનમાં આવતી મુશ્કેલીઓથી બચવા કરો આ 5 ચમત્કારી ઉપાય

નવગ્રહોમાં અપાર ઊર્જા સમાયેલી હોય છે. તેમાંથી કેટલાક ગ્રહો શાંત સ્વભાવના હોય છે તો કેટલાક અત્યંત ઉગ્ર હોય છે. મંગળ એક ઉગ્ર અને તેજસ્વી ગ્રહ છે. જો કોઈ જાતકની કુંડળીમાં મંગળની મહાદશા ચાલી રહી હોય, તો તેના જીવનમાં ઉથલપાથલ મચવી સ્વાભાવિક છે. મંગળની મહાદશા સાત વર્ષ સુધી વ્યક્તિને પ્રભાવિત કરે છે. આવી સ્થિતિમાં તેના અશુભ પ્રભાવથી બચવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક અત્યંત પ્રભાવશાળી ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

જો તમને પણ તમારી ઊર્જા, સાહસ, પરાક્રમ અને ઉત્સાહમાં સતત ઘટાડો અનુભવાતો હોય અને આવું લાંબા સમયથી ચાલી રહ્યું હોય, તો તમારે કોઈ યોગ્ય જ્યોતિષી પાસે પોતાની કુંડળી બતાવી લેવી જોઈએ. બની શકે કે તમારા પર પણ મંગળની મહાદશા ચાલી રહી હોય. કુંડળીમાં મંગળ નબળો કે અશુભ હોવાથી જીવનમાં અતિશય ક્રોધ, વાદ-વિવાદ, દુર્ઘટના અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ વધવા લાગે છે.

આવા સમયે કેટલાક શક્તિશાળી ઉપાયો કરવાથી મંગળ ગ્રહ શાંત થાય છે અને તેના નકારાત્મક પ્રભાવોમાં ઘટાડો થાય છે:

  • હનુમાનજીની ઉપાસના કરો

મંગળ ગ્રહને શાંત અને અનુકૂળ કરવા માટે સંકટમોચન હનુમાનજીની પૂજા-આરાધનાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે હનુમાનજીની ભક્તિથી સાહસ, આત્મવિશ્વાસ અને રક્ષણ મળે છે. મંગળની મહાદશા દરમિયાન નિયમિતપણે હનુમાન ચાલીસા, બજરંગ બાણ કે સંકટમોચન હનુમાન અષ્ટકના પાઠ કરવાથી અદ્ભુત લાભ થાય છે.

  • મંગળવારનું વ્રત અને દાન કરો

મંગળવારનો દિવસ મંગળ ગ્રહ અને હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે પોતાની શ્રદ્ધા અને ક્ષમતા મુજબ વ્રત રાખી શકાય છે. આ દિવસે દાન કરવું ખૂબ જ શુભ અને પુણ્યશાળી માનવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને લાલ મસૂરની દાળ, ગોળ, તાંબાના વાસણ કે લાલ રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ.

  • ક્રોધ અને ઉતાવળ પર નિયંત્રણ રાખો

મંગળ ઊર્જા અને આક્રમકતાનું પ્રતીક છે. તેથી મંગળની મહાદશા દરમિયાન ક્રોધ, આવેશ અને ઉતાવળા નિર્ણયો પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે. બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહો અને ગુસ્સામાં કોઈ મોટો આર્થિક કે પારિવારિક નિર્ણય ન લો. શાંતિપૂર્ણ વાતચીતથી સંબંધોમાં તણાવ ઘટશે.

  • વ્યાયામ અને શારીરિક રમતો અપનાવો

મંગળ શારીરિક શક્તિ અને સ્નાયુબળનું પ્રતિનિધિત્વ કરે છે. જો માનસિક તણાવ કે બેચેની વધુ રહેતી હોય, તો રમતગમત, કસરત કે યોગને પોતાની દિનચર્યાનો ભાગ બનાવો. શારીરિક પ્રવૃત્તિઓથી શરીરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે, મગજ શાંત રહે છે અને આત્મવિશ્વાસ વધે છે.

  • ભાઈ-બહેનો સાથે સંબંધો મધુર રાખો

જ્યોતિષશાસ્ત્રમાં મંગળનો સંબંધ ભાઈ-બહેનો, ખાસ કરીને નાના ભાઈઓ સાથે માનવામાં આવે છે. તેથી આ મહાદશા દરમિયાન પોતાના ભાઈઓ અને નજીકના પરિવારજનો સાથે સારો વ્યવહાર રાખો અને તેમના આશીર્વાદ મેળવો. ઉપર દર્શાવેલી સરળ અને વ્યવહારુ બાબતોનું પાલન કરવાથી મંગળની સાત વર્ષની મહાદશાનો સમયગાળો સરળતાથી અને સુખ-શાંતિથી પસાર થઈ જાય છે.

ડિસ્ક્લેમર:

આ સામગ્રી પરંપરાગત જ્યોતિષીય માન્યતાઓ અને ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ પર આધારિત છે. આને એક સામાન્ય માહિતી તરીકે જુઓ, કોઈ નિશ્ચિત પરિણામ કે ભવિષ્યવાણીના દાવા તરીકે નહીં. કોઈપણ વ્યક્તિ પર ગ્રહ ગોચરની અસર તેની જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ, દશા, મહાદશા અને અન્ય જ્યોતિષીય પરિબળોના આધારે અલગ-અલગ હોઈ શકે છે.

 

ઘરમાંથી બહાર નીકળતી વખતે પાછળથી અવાજ આપવો કેમ અશુભ મનાય છે? જાણો વાસ્તુ, જ્યોતિષ અને મનોવૈજ્ઞાનિક કારણો

વૈભવ સૂર્યવંશીએ જ્યાં સદી ફટકારી હતી, હવે ત્યાં જ યોજાશે દુલીપ ટ્રોફીની ફાઇનલ, BCCI એ બદલ્યું સ્થળ

Breaking News : ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ, ગૌતમ સોલંકી મુખ્ય આરોપી, 12 ઝડપાયા

ભાવનગરમાં નકલી દારૂ કેસમાં કાયદાકીય કાર્યવાહી વધુ ઉગ્ર બની છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ બાદ વરતેજ પોલીસ સ્ટેશનમાં કુલ 21 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત અન્ય 20 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વરતેજ પોલીસ સ્ટેશન હદમાં આવેલા ખરકડી ગામે ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવાના કારણે કેટલાક લોકોના મૃત્યુ થયા હતા. આ સંદર્ભે શરૂઆતમાં અકસ્માત મૃત્યુનો ગુનો દાખલ કરીને તપાસ ચાલુ કરવામાં આવી હતી. જોકે, સરકાર તરફે હવે 21 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા આ મામલે અત્યાર સુધીમાં 12 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. વરતેજ પીઆઈ દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં ગુનો દાખલ થયા બાદ તેની વધુ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સોંપવામાં આવી છે. આ નકલી દારૂના નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રોકાણકારોના જબરદસ્ત પ્રતિસાદથી લલિતા જ્વેલરી IPOએ સર્જ્યો નવો રેકોર્ડ

Breaking News : સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી

દિલ્લીમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ટેન્ડર કેસને લઈને એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈન સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્લી જળ બોર્ડના પૂર્વ CEO ઉદિત પ્રકાશ રાય પણ ધરપકડ કરાયેલા લોકોમાં સામેલ છે.

ACBના આરોપ મુજબ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટેન્ડરમાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હતી. ટેન્ડરની શરતો એક ચોક્કસ કંપનીને ફાયદો પહોંચે તે રીતે તૈયાર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પૂર્વ CEO ઉદિત પ્રકાશ રાયને ₹1.52 કરોડની કથિત લાંચ આપવામાં આવી હોવાનો પણ ACBનો આરોપ છે.

સત્યેન્દ્ર જૈનની ધરપકડથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે. ACB દ્વારા આ કેસમાં તપાસ હજુ ચાલુ છે અને વધુ ખુલાસા થવાની શક્યતાઓ છે. આ કાર્યવાહીથી દિલ્લીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કથિત ભ્રષ્ટાચાર અને ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ અંગેની તપાસ આગળ વધતા વધુ નામો સામે આવી શકે છે.

ભરૂચ ACBનો સકંજો, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Breaking News : ભરૂચ ACBનો સકંજો, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં વિભાગના બે ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિભાગમાં અને વેપારી વર્ગમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મદદનીશ કમિશનર પ્રકાશભાઈ પોસાણ અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ લાંચ સ્વીકારતા ACBના છટકામાં ફસાયા હતા. તેમના પર દવાના હોલસેલ લાઇસન્સ આપવા માટે રૂ. 50 હજારની લાંચની માંગણી કરવાનો આરોપ હતો. ફરિયાદ મળ્યા બાદ ACBએ સુઆયોજિત છટકું ગોઠવ્યું હતું, જેમાં બંને અધિકારીઓ રૂ. 40 હજારની લાંચ સ્વીકારતા પકડાઈ ગયા હતા.

આ કાર્યવાહીથી સરકારી વિભાગોમાં લાઇસન્સ મેળવવાની પ્રક્રિયામાં લાંચની માંગણી થતી હોવા અંગે અનેક સવાલો ઊભા થયા છે. ACBએ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટના ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પારદર્શિતાના અભાવ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે, જેના કારણે વિભાગની છબીને મોટો ફટકો પડ્યો છે.

ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી, જુઓ Video

Breaking News : ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી, જુઓ Video

ગુજરાતમાં આગામી બે દિવસ, એટલે કે 19 અને 20 ઓગસ્ટના રોજ, વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. રાજ્યના કુલ 17 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ આગાહી ઉત્તર ગુજરાતથી લઈને પૂર્વ અને દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારોને આવરી લે છે.

19 ઓગસ્ટના રોજ વરસાદની શક્યતા ધરાવતા જિલ્લાઓમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા અને આણંદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની સંભાવના છે.

20 ઓગસ્ટના રોજ પણ આ જ જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે.

આ આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં અપેક્ષિત વરસાદ ન થતાં ચિંતાનો માહોલ યથાવત છે.

ગુજરાતમાં મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ, પાકિસ્તાનને હજારો OTP સપ્લાય કરતી ગેંગ સકંજામાં

રેલવે ટિકિટ બુકિંગ પર વધી શકે છે ચાર્જ? UPI થી ટિકિટ બુકિંગ 51% ને પાર થતાં IRCTC ની કમાણી પર અસર, જાણો વિગતો

IND vs SL: 6 વિકેટ અને જીત પાક્કી! ગાલે ટેસ્ટમાં શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાનો જીતનો રસ્તો સાફ

ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ પોતાની પકડ મજબૂત બનાવી લીધી હતી. 372 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા, યજમાન શ્રીલંકાએ ચોથા દિવસની રમતના અંતે 84 રનમાં ચાર મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. ગાલેના ટર્નિંગ ટ્રેક પર મેચના પાંચમા અને અંતિમ દિવસે, ભારતને ઐતિહાસિક જીત મેળવવા માટે ફક્ત છ સારા બોલની જરૂર છે, એટલે કે જીત માટે તેમને છ વિકેટની જરૂર છે, જ્યારે શ્રીલંકાને હજુ પણ 288 રનની જરૂર છે.

રિષભ પંતે શાનદાર ઇનિંગ રમી

દિવસની શરૂઆત ભારતીય ટીમના બીજા દાવથી થઈ. ભારત બીજી ઇનિંગમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગયું હોવા છતાં, પ્રથમ ઇનિંગમાં નોંધપાત્ર લીડને કારણે તેઓ શ્રીલંકા માટે 372 રનનો વિશાળ લક્ષ્યાંક રાખવામાં સફળ રહ્યા. આ દરમિયાન રિષભ પંતે મહત્વપૂર્ણ ઇનિંગ રમી. પંતના વિસ્ફોટક 69 બોલમાં 66 રનથી ટીમ ઝડપથી સ્કોરને આગળ વધારવામાં મદદ મળી. દરમિયાન, પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર દેવદત્ત પડિકલે 44 રન અને કેએલ રાહુલે 35 રન સાથે ઉપયોગી યોગદાન આપ્યું.

ભારતીય બોલરોએ તબાહી મચાવી

ચોથી ઇનિંગમાં 372 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી. ભારતીય બોલરોએ સતત કડક લાઇન અને સચોટ લેન્થ સાથે દબાણ બનાવ્યું. યુવા સ્પિનર ​​માનવ સુથારે શાનદાર બોલિંગ કરી, બે વિકેટ લીધી. આ દરમિયાન, ઝડપી બોલરો મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક વિકેટ લીધી. દિવસની રમતના અંતે, શ્રીલંકાનો કેપ્ટન ધનંજય ડી સિલ્વા 31 રન, જ્યારે પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર સોનલ દિનુષા 25 રન પર હતો.

પાંચમા દિવસે ભારતીય સ્પિનરોનો દબદબો રહેશે

પાંચમા દિવસે ગાલેની પિચ વધુ ઘાતક થવાની અપેક્ષા છે, જેમાં ટર્ન અને અસમાન ઉછાળ જોવા મળશે. જાડેજા, માનવ સુથાર અને કુલદીપ યાદવની ત્રિપુટી શ્રીલંકાના બેટ્સમેનોને આખો દિવસ ટકી રહેવાનું મુશ્કેલ બનાવશે. આ સાથે, ટીમ ઈન્ડિયા બે મેચની શ્રેણીમાં 1-0થી અજેય લીડ મેળવવાની કગાર પર છે.

IND vs SL: 32 વર્ષ પછી કોઈ ભારતીય બોલરને મળી આવી વિકેટ, માનવ સુથારે રચ્યો ઈતિહાસ

Trending Video: ગોવિંદાએ પટાયાના ક્લબમાં લગાવ્યા જોરદાર ઠુમકા, 90ના દાયકાના હિટ ગીતો પર કર્યો ડાન્સ-જુઓ Video

બોલિવૂડ એક્ટર ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે, ત્યારે આ દરમિયાન તેમનો એક નવો ડાન્સ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ગોવિંદા પટાયાના એક નાઈટ ક્લબમાં પોતાના સુપરહિટ ગીતો પર ડાન્સ કરી રહ્યા છે. ગોવિંદાને તેમના સિગ્નેચર અંદાજમાં ડાન્સ કરતા જોઈને તેમના ફેન્સ ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ક્લબમાં એક્ટર બેકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે 90ના દાયકાના લોકપ્રિય ગીતો પર પર્ફોર્મ કરતા જોવા મળ્યા હતા. બ્લેક એન્ડ વ્હાઇટ સૂટમાં સજ્જ ગોવિંદાએ પોતાના સિગ્નેચર સ્ટેપ્સ રજૂ કર્યા હતા.

સોશિયલ મીડિયા પર મળ્યા મિશ્ર પ્રતિભાવો

ગોવિંદાના આ પર્ફોર્મન્સ પર સોશિયલ મીડિયા યુઝર્સના મિશ્ર રિએક્શન જોવા મળ્યા છે. ઘણા ફેન્સે તેમના ડાન્સના વખાણ કર્યા, તો કેટલાક યુઝર્સે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે સુપરસ્ટાર તરીકે ક્લબમાં પર્ફોર્મ કરવું તેમની ઈમેજને શોભતું નથી. એક યુઝરે લખ્યું, “આ સુપરસ્ટાર માટે દુઃખ થાય છે કે તેઓ ક્લબમાં પર્ફોર્મ કરી રહ્યા છે.”

બીજી તરફ, ગોવિંદાના સમર્થનમાં એક પ્રશંસકે લખ્યું, “પોતાની મહેનતથી કમાણી કરવામાં કશું ખોટું નથી, તેઓ ફરી પોતાના પગ પર ઊભા થઈ રહ્યા છે.” એક અન્ય યુઝરે આ પર્ફોર્મન્સની સરખામણી પાન મસાલાની જાહેરાતો સાથે કરતાં લખ્યું, “પાન મસાલાની એડ કરવા કરતાં આ પર્ફોર્મન્સ ઘણું સારું છે.” અન્ય એક ફેને લખ્યું, “ગોવિંદા હંમેશાં અમારા હીરો નંબર 1 રહેશે.”

 

View this post on Instagram

 

A post shared by S.suchada18 (@s.suchada18)

સુનીતા આહૂજા સાથે ચાલી રહેલો વિવાદ

હાલમાં જ ગોવિંદા જ્યારે એરપોર્ટ પર કોમલ રાની સ્વર્ણકાર સાથે જોવા મળ્યા હતા ત્યારે સુનીતા આહૂજાએ તીખી પ્રતિક્રિયા આપી હતી. સુનીતાએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “પહેલા ફિલ્મ બનવી જોઈએ. પ્રમોશન ફિલ્મ બન્યા પછી થાય. તેઓ પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે ફરી રહ્યા છે, તેમને શરમ આવવી જોઈએ.”

ગોવિંદાએ સુનીતાના આ નિવેદનનો જવાબ આપતાં તેમને પોતાની મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી. ગોવિંદાએ જણાવ્યું હતું કે, “તમારી પાછળ કયું ગ્રુપ અને ગેંગ કામ કરી રહી છે તે સૌ જાણે છે અને ટૂંક સમયમાં બધું સામે આવી જશે. ભવિષ્યમાં તમને મારી જરૂર પડી શકે છે, તેથી મને નીચો બતાવવા માટે આવા નિવેદનો આપવાનું અને પોડકાસ્ટ ચલાવવાનું બંધ કરો.”

Firearm Rules for Air Travel: ફ્લાઇટમાં લાયસન્સવાળી બંદૂક લઈ જવાના નિયમો શું છે? કેટલી ગોળીઓ રાખી શકાય અને કેવી રીતે થાય છે ચેકિંગ?

Trending Video: ટૂથપેસ્ટ અને ઈનોથી કરી દીધું ‘ફેસિયલ’, વાણંદનો આ અજીબોગરીબ પ્રયોગ જોઈને મગજ ચકરાઈ જશે

સોશિયલ મીડિયા પર અવારનવાર અનોખા વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં જ એક વાણંદનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફેસિયલના નામે એક નવો જ પ્રયોગ કરતો જોવા મળે છે. વાણંદની આ રીત જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વાણંદે બનાવ્યું અજીબોગરીબ ફેસિયલ

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, આ અજીબોગરીબ ફેસિયલમાં વાણંદ ટૂથપેસ્ટ, ઈનો, ગુલાબજળ અને પાણીનો ઉપયોગ કરતો જોવા મળે છે. આ વીડિયો રાશિક એમકે નામના હેરડ્રેસરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વાણંદ એક ગ્રાહકના ચહેરા પર પહેલા બે પ્રકારની ટૂથપેસ્ટ લગાવે છે, ત્યારબાદ તે ગ્રાહકના ચહેરા પર ઈનો નાખી દે છે.

એવામાં જ્યારે વાણંદ આ બધી વસ્તુઓ ચહેરા પર લગાવી દે છે, ત્યારે તે ગ્રાહકના ચહેરા પર ગુલાબજળ અને પાણી મિક્સ કરીને લગાવે છે. આ પછી તે બધી વસ્તુઓને ચહેરા પર લગાવ્યા બાદ સારી રીતે મસાજ કરે છે. હવે જ્યારે મસાજની પ્રક્રિયા પૂરી થઈ જાય છે, ત્યારે તે ગ્રાહકના ચહેરાને પાણીથી ધોઈ નાખે છે. આના પછી તે ગ્રાહકનો ચહેરો સાફ અને ફ્રેશ દેખાવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Rashid Mk (@m_k_hair_styles_77)

વીડિયો પર લોકોનું આવું રહ્યું ‘રિએક્શન’

આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી. લોકો આ અજીબોગરીબ ફેસિયલને લઈને પોતાની અલગ-અલગ રાય આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે તેને મજાકમાં લીધું અને ભાત-ભાતની કોમેન્ટ્સ કરી. કેટલાક લોકોએ આ રીતને લઈને ચિંતા પણ વ્યક્ત કરી. એક યુઝરે મજાક કરતા લખ્યું કે, આમાં હજુ એક વસ્તુની કમી રહી ગઈ. કેટલાક લોકોએ આને ત્વચા માટે નુકસાનકારક ગણાવ્યું.

વીડિયો જોઈને પોતે આ રીત ન અજમાવો

માત્ર વીડિયોમાં ચહેરો સાફ દેખાવાથી એ સાબિત નથી થતું કે, આ રીત સ્કીન માટે સુરક્ષિત કે ફાયદાકારક છે. ટૂથપેસ્ટ અને ઈનો ચહેરાની ત્વચા માટે બનાવેલી પ્રોડક્ટ્સ નથી, તેથી વાયરલ વીડિયો જોઈને તેને પોતાની સ્કીન પર અજમાવવું યોગ્ય રહેશે નહીં. કોઈ પણ નવી પ્રોડક્ટ કે ઘરેલું નુસખાને ચહેરા પર લગાવતા પહેલા ડર્મેટોલોજિસ્ટ (ચામડીના ડોક્ટર) ની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લોકોએ લાઈક કર્યો છે. જો કે, પોસ્ટમાં કરાયેલા દાવાઓ કે આ ફેસિયલની અસર શું છે, તેની પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ એક વાત સાફ છે કે, વાયરલ થવાનો મતલબ કોઈ સ્કીનકેર રીતનું સુરક્ષિત હોવું નથી, તેથી ટ્રેન્ડ જોઈને પોતાની ત્વચા પર કોઈ પણ પ્રયોગ કરવાથી બચો.

મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સને કહો બાય-બાય ! ઘરે જ બેસન-હળદરથી બનાવો ફેસ પેક, ચહેરા પર આવશે ‘નેચરલ ગ્લો’

12 સેકન્ડનો ગેપ અને કરોડો રૂપિયાનો સટ્ટો… લાઈવ મેચમાં સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા અને ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓએ ઈંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડ 2026 ટુર્નામેન્ટ દરમિયાન એક મોટા ગેરકાયદેસર સટ્ટાબાજીના ઓપરેશનને નિષ્ફળ બનાવ્યું. આ ઘટના લંડન સ્પિરિટ અને એમઆઈ લંડન વચ્ચે મેન્સ ડર્બી મેચ દરમિયાન બની હતી. અહેવાલો અનુસાર, મેચ શરૂ થયાના માત્ર 30 મિનિટ પછી, સ્ટેન્ડમાં બેઠેલા એક પતિ-પત્નીને શંકાસ્પદ પ્રવૃત્તિ માટે ગ્રાઉન્ડમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. આ દંપતી સ્ટેડિયમની અંદર બહારના સટ્ટાબાજી નેટવર્કને બોલ-બાય-બોલ અપડેટ્સ મોકલી રહ્યું હતું. પિચ-સાઇડિંગની આ ઘટનાને કારણે દંપતી સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પિચ-સાઇડિંગ શું છે?

સ્ટેડિયમની અંદરથી બહાર બેઠેલા સટ્ટેબાજોને તાત્કાલિક લાઇવ એક્શન ટ્રાન્સમિટ કરવાની પ્રક્રિયાને પિચ-સાઇડિંગ અથવા કોર્ટ-સાઇડિંગ કહેવામાં આવે છે. વાસ્તવમાં, ટીવી અથવા ડિજિટલ પ્રસારણમાં ઘણીવાર મેદાન પરની એક્શન અને સ્ક્રીન પરના પ્રદર્શન વચ્ચે 10 થી 12-સેકન્ડનો ગેપ હોય છે. સટ્ટેબાજો આ 12-સેકન્ડના વિલંબનો લાભ લઈને ઓડ્સ બદલાય તે પહેલાં દાવ લગાવે છે. જોકે આ ટેકનિકલી ગેરકાયદેસર નથી, પણ તે સ્ટેડિયમ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના ગ્રાઉન્ડ નિયમોનું સીધું ઉલ્લંઘન છે, અને જો પકડાય તો, ચાહકોને તાત્કાલિક બહાર કાઢી મૂકવામાં આવે છે અને સ્ટેડિયમમાં ફરીથી પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

આ દંપતી ત્રીજી વખત પકડાયું

આ પહેલી વાર નહોતું જ્યારે આ દંપતીને સ્ટેડિયમમાંથી બહાર કાઢવામાં આવ્યું હોય. તેઓ અગાઉ લોર્ડ્સમાં સધર્ન બ્રેવ્સ સામે ધ હન્ડ્રેડ 2026 દરમિયાન અને તે પહેલાં, એજબેસ્ટનમાં T20 બ્લાસ્ટ ફાઇનલ્સ ડે દરમિયાન પકડાયા હતા. પ્રતિબંધ હોવા છતાં, આ દંપતી વારંવાર થર્ડ-પાર્ટી ટિકિટનો ઉપયોગ કરીને મેદાનમાં પ્રવેશવામાં સફળ રહ્યું હતું. આ કાર્યવાહી ક્રિકેટ રેગુલેટર દ્વારા કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા ફંડેડ પૂરું ક્રિકેટ રેગુલેટરની સ્થાપના ડિસેમ્બર 2023 માં કરવામાં આવી હતી. તેનું કામ ભ્રષ્ટાચાર વિરોધી, સુરક્ષા અને ડોપિંગ વિરોધી પગલાં દ્વારા રમતનું રક્ષણ કરવાનું છે.

IND vs SL : કેપ્ટન શુભમન ગિલ બન્યો ‘બેટિંગ કોચ’ ! નેટ્સમાં સાથી ખેલાડીઓને આપી રહ્યો છે ખાસ ટિપ્સ

આ પોલીસકર્મીએ શું કહી દીધું ! જો તમારે પણ PUC, વીમો અને RC ની ઝંઝટમાંથી છુટકારો મેળવવો હોય તો આ વાહનનો ઉપયોગ કરો – જુઓ Video

IND vs SL : કેપ્ટન શુભમન ગિલ બન્યો ‘બેટિંગ કોચ’ ! નેટ્સમાં સાથી ખેલાડીઓને આપી રહ્યો છે ખાસ ટિપ્સ

શુભમન ગિલ તેની ઉત્તમ બેટિંગ માટે જાણીતો છે, પરંતુ શું તમે તેની કોચિંગ કુશળતા વિશે જાણો છો? શું તમે જાણો છો કે તે મેદાન પર કેપ્ટન છે, પરંતુ તે નેટમાં કોચ પણ બની જાય છે? આશ્ચર્ય પામશો નહીં, આ બિલકુલ સાચું છે, અને આ સત્યનો ખુલાસો વરિષ્ઠ સ્પોર્ટ્સ પત્રકાર વિમલ કુમારે કર્યો હતો. ગાલેમાં ભારત-શ્રીલંકા ટેસ્ટ મેચ દરમિયાન, તેણે ખુલાસો કર્યો કે શુભમન ગિલ કેવી રીતે નેટમાં નીચલા ક્રમના બેટ્સમેનોને બેટિંગ ટિપ્સ આપે છે, તેમની બેટિંગ સુધારવાનો પ્રયાસ કરે છે.

શુભમન ગિલ બેટિંગ કોચ બન્યો!

વિમલ કુમારે સોની સ્પોર્ટ્સના શોમાં જણાવ્યું હતું કે શુભમન ગિલ તેના સાથી ખેલાડીઓને તેમની બેટિંગ સુધારવામાં કેવી રીતે મદદ કરી રહ્યો છે. તેમણે કહ્યું, “ગૌતમ ગંભીરના નેટ છોડીને ગયા પછી, શુભમન ગિલ ત્યાં ઊભો રહ્યો, તેના ખેલાડીઓને બેટિંગ કોચની જેમ બેટિંગ કરતા જોતો રહ્યો. તેણે ગુર્નુર બ્રાર, માનવ સુથાર અને મોહમ્મદ સિરાજને બેટિંગ કરતા જોયા. તેણે માનવ સુથારને બેટિંગ ટિપ્સ આપી. તેણે ગુર્નુર બ્રાર સાથે પંજાબીમાં લાંબા સમય સુધી વાત કરી. અંતે, તે મોહમ્મદ સિરાજને બેટિંગ ટિપ્સ આપતો જોવા મળ્યો. ત્યારે સિરાજે ગિલને એમ પણ કહ્યું કે, ‘હું તને આઉટ કરી શકું છું, પણ તું મને આઉટ નહીં કરી શકે.”

 

ગિલની કેપ્ટનશીપ વિશે ચર્ચાઓ

શુભમન ગિલ ગેલ ટેસ્ટમાં તેની કેપ્ટનશીપ માટે પ્રશંસા મેળવી રહ્યો છે. ગેલ ટેસ્ટના ત્રીજા દિવસે ગિલે જે રીતે તેના સ્પિનરોને રોટેટ કર્યા તે ખરેખર નોંધપાત્ર હતું. તેણે રવિન્દ્ર જાડેજા અને માનવ સુથારને અસરકારક રીતે રોટેટ કર્યા, ખાસ કરીને રવિન્દ્ર જાડેજા કરતાં માનવ સુથારને વધુ તક આપી. સુથાર પર વિશ્વાસ કરવાનું ફળ મળ્યું અને તેણે પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ ચાર વિકેટ લીધી.

ગાલેમાં ટીમ ઈન્ડિયા ફ્રન્ટફૂટ પર

ગાલેમાં ટીમ ઈન્ડિયા ફ્રન્ટફૂટ પર છે. પ્રથમ ઇનિંગમાં 462 રન બનાવ્યા બાદ, શ્રીલંકાની ટીમ 284 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેનાથી ભારતને 178 રનની લીડ મળી હતી. ગાલેમાં બે દિવસની રમત બાકી હોવાથી, ટીમ ઈન્ડિયા મંગળવારે બીજા સત્રમાં ઝડપથી સ્કોર કરીને શ્રીલંકા માટે મોટો લક્ષ્યાંક નક્કી કરવા અને અંતિમ ઇનિંગમાં તેમને ઓલઆઉટ કરવાનો પ્રયાસ કરશે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે જ્યાં લગ્ન કર્યા તે ઘરની કિંમત કેટલી છે?

Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા, જૂની અદાવતમાં યુવકની હત્યા, જુઓ Video

અમદાવાદના રાણીપ વિસ્તારમાં થયેલી યુવકની હત્યાના મામલે પોલીસે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા 8 આરોપીઓને પોલીસે કડીના છત્રાલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. આ કેસમાં અન્ય કેટલાક આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પોલીસ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અંગત અદાવત અને અગાઉ થયેલા ઝઘડાને કારણે યુવકની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ અગાઉના વિવાદને લઈને યુવક સાથે રોષ રાખતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

હત્યાની ઘટનાને અંજામ આપવા આરોપીઓ ટેમ્પોમાં સવાર થઈને આવ્યા હતા. ઘટનાને લગતા સીસીટીવી ફૂટેજ પણ પોલીસના હાથે લાગ્યા છે, જેમાં આરોપીઓ ટેમ્પોમાં આવતા નજરે પડે છે. આ ફૂટેજના આધારે પોલીસે તપાસ આગળ વધારી હતી.

હાલ પોલીસે ઝડપાયેલા તમામ 8 આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ તેમજ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પણ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા પ્રયાસો ચાલુ છે.

ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, પુલ સલામતી પર ગંભીર સવાલ, જુઓ Video

ટેક્સપેયર્સ માટે આવકવેરા વિભાગની નવી સ્કીમ શરૂ, વિદેશી સંપત્તિ અને આવક જાહેર કરવા આદેશ, જાણો નિયમો અને શરતો

ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, પુલ સલામતી પર ગંભીર સવાલ, જુઓ Video

ગંભીરા બ્રિજ બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે, જેના કારણે રાજ્યમાં બ્રિજ સલામતી અને માળખાગત સુવિધાઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ચિતલાવથી સરદારપુરાને જોડતો લગભગ 70 વર્ષ જૂનો માઇનોર બ્રિજ ધડાકાભેર તૂટી પડ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, બ્રિજના પિલ્લર પાસે થયેલા માટી ધોવાણને કારણે સ્ટ્રક્ચર નબળું પડ્યું અને તે ધરાશાયી થયું હોવાની આશંકા છે. સદનસીબે, ઘટના સમયે બ્રિજ પર કોઈ વાહન કે રાહદારી ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ ઘટના બાદ જાન્યુઆરીમાં આ બ્રિજ માટે નવા બ્રિજ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું સામે આવ્યું છે.

આરએનબી અને સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જ્યાં અધિકારીઓ જવાબદારી એકબીજા પર ઢોળી રહ્યા છે. વારંવાર બ્રિજ તૂટવાની ઘટનાઓ, જૂના બ્રિજની સલામતી નિરીક્ષણ અને જાળવણીની અસરકારકતા પર પ્રશ્નાર્થ ઊભા કરે છે.

ઠાસરા બ્રિજ તૂટ્યા બાદ હવે રાજ્યના અન્ય જૂના બ્રિજની સુરક્ષા અંગે પણ ચિંતા વધી છે. તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્થાનિકો નવા બ્રિજની માંગ કરી રહ્યા છે. રાજ્યના પુલોની સુરક્ષા માટે હવે તાત્કાલિક મોટા પગલાં લેવાની જરૂરિયાત છે.

બચત ખાતામાં એક વર્ષમાં કેટલી રોકડ જમા કરી શકાય? જાણો બેંકના નિયમો અને તેની અસર

ધૂળ ખાતી સુપરસ્પેશ્યિલિટી: 200 કરોડના ખર્ચે ગરીબ દર્દીઓ માટે અદ્યતન 7 વિભાગો તૈયાર કરાયા, ડૉક્ટરના અભાવે બન્યા શોભાના ગાંઠિયા- જુઓ Video

 

ભાવનગર શહેરની પ્રસિદ્ધ સર. ટી. હોસ્પિટલમાં ન માત્ર ભાવનગરમાંથી પરંતુ, આસપાસના અમરેલી, બોટાદ અને ઉનામાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. કાયમ દર્દીઓથી ઊભરાતી આ હોસ્પિટલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની જરૂર હતી.

જરૂરિયાતને ધ્યાને લઈ પૂરા 200 કરોડના ખર્ચે ભાવનગરમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર કરાઈ. આ હોસ્પિટલમાં 7 વિભાગો તૈયાર કરાયા છે. જેમાં જરૂરિયાત મુજબ કરોડાના ખર્ચે આધુનિક મશીનો પણ મુકાઈ ચુક્યા છે. પરંતુ, ખાટલે મોટી ખોટ એ છે કે સાડા ચાર વર્ષથી બનેલી આ હોસ્પિટલમાં હજુ સુધી માત્ર એક ન્યુરો સર્જરી વિભાગ જ શરૂ થયો છે. હોસ્પિટલના અન્ય વિભાગો અને સાધનો ધૂળ ખાઈ રહ્યા છે કારણ કે હોસ્પિટલ માટે જરૂરી તબીબો જ ઉપલબ્ધ નથી. એક તરફ ગરીબ દર્દીઓના સગાની માગ છે કે ઝડપથી અન્ય વિભાગો શરૂ થવા જોઈએ તો બીજી તરફ કોંગ્રેસે સમગ્ર મામલે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો.

વર્ષ 2017માં રાજ્ય સરકારે સર ટી. હોસ્પિટલમાં જ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે મંજૂરી આપી હતી. વર્ષ 2018માં તેના માટે કામ શરૂ થયું. આધુનિક તપાસ કે મોંઘા લેબોરેટરી રિપોર્ટ ન કરાવી શકતા દર્દીઓ… આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પર આશા રાખીને બેઠા હતા. જો કે તમામ વોર્ડ, AC, ઓક્સિજન પ્લાન્ટ, વેઈટિંગ રૂમ, ડૉક્ટરોની ચેમ્બર, ઑપરેશન થિયેટર બધું જ સજ્જ થઈ જવા છતાં હોસ્પિટલ શરૂ ન થઈ. ત્યારે દોઢ વર્ષ પહેલાં… ભાવનગરના સાંસદ નિમુ બાંભણિયાના પ્રયાસોથી માત્ર એક ન્યૂરો સર્જરી વિભાગ શરૂ થયો. હવે સવાલ એ ઊઠી રહ્યા છે કે સરકારી હોસ્પિટલમાં સ્પેશ્યિલ વિભાગો શરૂ ન કરીને ક્યાંક ખાનગી હોસ્પિટલોને કમાવવા માટેનો કારસો તો નથી રચાઈ રહ્યો ને ? જો કે હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ અને શાસક પક્ષનો દાવો છે કે હોસ્પિટલના તમામ વિભાગ શરૂ થાય તે માટે પૂરા પ્રયાસ થઈ રહ્યા છે.

અન્ય વિભાગો માટે ભાવનગર મેડિકલ કોલેજ દ્વારા સ્ટાફ અને ડૉક્ટરોની માંગણી સરકારમાં કરવામાં આવી છે. પરંતુ, આ માંગણી સરકાર ક્યારે પૂરી કરશે… તે મોટો સવાલ છે.

Input Credit- Ajit Gadhvi- Bhavngar

ભારતમાં ક્યાં આવેલુ છે ‘તાળાવાળા મહાદેવ’ નું મંદિર? શ્રાવણમાં દર્શન માટે ઉમટે ભક્તોની ભીડ

 

સુહાગરાતની પરંપરા ક્યાંથી શરૂ થઈ ? જાણો લગ્નની પહેલી રાતનો રસપ્રદ ઇતિહાસ અને અલગ-અલગ રાજ્યોના રિવાજો

CCTV : પોલીસથી ભાગ્યો.. બેરિકેડ તોડ્યું, અમદાવાદમાં થાર ચાલકે સર્જ્યો અકસ્માત, નશાની હાલતમાં ઝડપાયા બાદ કાર્યવાહી

અમદાવાદમાં વધુ એક વખત થાર ચાલકની બેદરકારી સામે આવી છે. ગત શુક્રવારની રાત્રે પોલીસ ચેકિંગ દરમિયાન એક થાર ચાલકે ભાગવાનો પ્રયાસ કરતાં અકસ્માત સર્જાયો હતો. હરિહરાનંદ સર્કલ નજીક પોલીસે વાહનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી રોકવાને બદલે સ્પીડમાં ભગાવવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, 23 વર્ષીય મોહિતસિંગ તોમર થાર કાર ચલાવી રહ્યો હતો. પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, થાર ચાલકે બેરિકેડિંગ સાથે કાર અથડાવી દીધી હતી અને ત્યારબાદ પૂરપાટ ઝડપે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસથી બચવા માટે ઝડપથી થાર હંકારી રહેલા ચાલકે થોડે આગળ જઈને કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ દરમિયાન થાર દિવાલ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ પોલીસે કારમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, થારમાંથી બહાર આવ્યા બાદ મોહિતસિંગ તોમર નશાની હાલતમાં લથડતો જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે થાર ચાલક મોહિતસિંગ તોમરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માત અને વાહન ચલાવવાની પરિસ્થિતિ અંગે પણ તપાસ હાથ ધરી છે.

સામાન્ય ઓપરેશનના 3 કલાકમાં પરિવારનો ચિરાગ બુઝાયો, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુવકના મોતના મામલે ઘેરા સવાલો

શું રોહિત શર્માના કારણે અજિત અગરકરની થશે છુટ્ટી? ચીફ સિલેક્ટરના એક્સટેન્શન પર સસ્પેન્સ

અજિત અગરકરે 2023 માં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકારનું પદ સંભાળ્યું. તેના કાર્યકાળ દરમિયાન ભારતે સતત ત્રણ ICC વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટ ટ્રોફી જીતી. તેનો કાર્યકાળ ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહ્યો છે. તેથી, પહેલા એવું માનવામાં આવતું હતું કે તેને એક્સ્ટેંશન મળી શકે છે, એટલે કે તેનો કાર્યકાળ લંબાવવામાં આવી શકે છે. જોકે, હવે અગરકરના એક્સટેન્શન અંગે BCCI અધિકારીઓમાં અનિશ્ચિતતા છે, અને રોહિત શર્મા તેનું કારણ માનવામાં આવે છે.

અજિત અગરકરના એક્સટેન્શન અંગે સસ્પેન્સ

એક અહેવાલ મુજબ, ઇંગ્લેન્ડમાં ODI શ્રેણી દરમિયાન, પસંદગીકારોએ રોહિત શર્માને સંકેત આપ્યો હતો કે આ શ્રેણી પછી તેની જગ્યાએ યશસ્વી જયસ્વાલ જેવા યુવા બેટ્સમેનને લેવામાં આવશે. જોકે, રોહિતે ODI ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે મીડિયા અહેવાલો ફેલાતા હતા કે લોર્ડ્સ ODI રોહિતની છેલ્લી મેચ હોઈ શકે છે, ત્યારે ચાહકો સોશિયલ મીડિયા પર ગુસ્સે ભરાયા હતા. આ પછી, BCCI સચિવ દેવજીત સૈકિયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે રોહિત શર્મા જ્યાં સુધી ટીમની યોજનાઓનો ભાગ રહેશે ત્યાં સુધી ભારત માટે રમવાનું ચાલુ રાખશે. અહેવાલ મુજબ, પસંદગી સમિતિ સચિવના નિવેદનથી ખુશ નહોતી.

અગરકરના ભવિષ્ય પર વિચારણા

આવી સ્થિતિમાં, રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ભવિષ્ય અંગે પસંદગીકારો અને BCCIના ટોચના અધિકારીઓ વચ્ચેના મતભેદો જાહેર થયા પછી, અગરકરના ભવિષ્ય પર હવે વિચારણા કરવામાં આવી રહી છે. શ્રીલંકા સામે ચાલી રહેલી બે મેચની ટેસ્ટ શ્રેણીના સમાપન પછી BCCIના અધિકારીઓ એક બેઠક કરશે, જેમાં અગરકરના કાર્યકાળ અને પસંદગી સમિતિની કામગીરી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

રોહિત શર્મા વેસ્ટ ઇન્ડીઝ શ્રેણીમાં રમશે!

રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની અંતિમ મેચમાં શાનદાર સદી ફટકારીને આ બધી અટકળોનો જવાબ આપ્યો. અહેવાલો અનુસાર, રોહિતે પ્રવાસ દરમિયાન BCCIના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને પસંદગીકારોના અભિગમ પર પોતાનો અસંમતિ વ્યક્ત કરી હતી. BCCI એ હવે પસંદગીકારોને 2027 ODI વર્લ્ડ કપની તૈયારીઓ દરમિયાન રોહિત શર્માને સીધી રીતે બરતરફ કરવાને બદલે શ્રેણી-દર-શ્રેણીના આધારે તેના ભવિષ્યનું મૂલ્યાંકન કરવાની સૂચના આપી છે. પરિણામે, તેની શાનદાર સદી અને બોર્ડ અધિકારીઓ સાથેની ચર્ચા પછી, વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરઆંગણે ODI શ્રેણીમાં રોહિતની ભાગીદારી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

IND vs SL: શું કેએલ રાહુલ પહેલી ઇનિંગમાં ફરી બેટિંગ કરી શકશે? જાણો ક્રિકેટમાં રિટાયર્ડ હર્ટ નિયમ શું કહે છે

Breaking News : સામાન્ય ઓપરેશનના 3 કલાકમાં પરિવારનો ચિરાગ બુઝાયો, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુવકના મોતના મામલે ઘેરા સવાલો

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ છે. સાબરકાંઠાના ભારવાડા ગામના 21 વર્ષીય યુવરાજ નાડિયા નામના યુવકનું પગના સામાન્ય પ્લાસ્ટિક સર્જરીના ઓપરેશનના માત્ર ત્રણ કલાક બાદ મોત નિપજતા પરિવારજનોમાં આક્રોશ વ્યાપી ગયો છે. પરિવારજનોએ ડોક્ટરોની ઘોર બેદરકારી અને હોસ્પિટલના વહીવટ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, યુવરાજને ત્રણ મહિના પહેલા એક અકસ્માત નડ્યો હતો, જેના પગલે તેના પગમાં ઇજા થઈ હતી. ઇજા બાદ પગમાં રૂઝ ન આવતા અગાઉ એક ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ બીજું ઓપરેશન પગમાં ચામડી લગાવવાનું (સ્કિન ગ્રાફ્ટ – STG) હતું, જેને હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે પણ “ખૂબ જ સામાન્ય” અને “રૂટિન સર્જરી” ગણાવ્યું છે. યુવરાજને સવારે 10:45 વાગ્યે ઓપરેશન માટે લઈ જવાયો હતો અને લગભગ 12:45 વાગ્યે તેને ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવવામાં આવ્યો હતો. તે સમયે તે ભાનમાં હતો, પરંતુ હાથમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી.

લગભગ ત્રણ કલાક સુધી તે બેભાન અવસ્થામાં જ રહ્યો

પરિવારજનોના જણાવ્યા મુજબ, યુવરાજને દુખાવો થતા નર્સે એક ઇન્જેક્શન આપ્યું હતું. આ ઇન્જેક્શન આપ્યા પછી બે-ત્રણ મિનિટની અંદર તે બેભાન થઈ ગયો અને પછી ક્યારેય ભાનમાં આવ્યો ન હતો. પરિવારનો ગંભીર આરોપ છે કે ઇન્જેક્શન આપ્યા બાદ કોઈ ડોક્ટર કે નર્સે યુવરાજની તપાસ કરી ન હતી. લગભગ ત્રણ કલાક સુધી તે બેભાન અવસ્થામાં જ રહ્યો, જેને પરિવારજનો દવાના કારણે ઊંઘી ગયો હોવાનું સમજતા રહ્યા. જ્યારે તેને વોર્ડમાં શિફ્ટ કરવાનો સમય આવ્યો, ત્યારે ડોક્ટરોએ તપાસ કરતા યુવરાજનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું. પરિવારનો દાવો છે કે જો ડોક્ટરો સમયસર આવ્યા હોત અને યુવરાજની તબિયત બગડતી જોઈને તાત્કાલિક સારવાર આપી હોત, તો તેનો જીવ બચાવી શકાયો હોત.

આ ઘટના અંગે સિવિલ સુપરિન્ટેન્ડન્ટે તપાસની ખાતરી આપી છે. સુપરિન્ટેન્ડન્ટે સ્વીકાર્યું છે કે આ ઓપરેશન “સાદું” હતું અને ઓપરેશન સંબંધિત કોઈ મુશ્કેલી નહોતી. તેમણે જણાવ્યું કે દર્દીને પોસ્ટ-ઓપરેટિવ વોર્ડમાં ત્રણ કલાક સુધી રાખવામાં આવ્યો હતો અને ત્યાં અન્ય 20 થી વધુ દર્દીઓ પણ હતા. જોકે, સામાન્ય ઓપરેશન બાદ યુવકનું મોત કેવી રીતે થયું તે મોટો પ્રશ્ન છે અને તેનો જવાબ મેડિકલ ઇન્વેસ્ટિગેશન બાદ જ સ્પષ્ટ થશે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.

પરિવારજનોએ અન્ય કેટલાક ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે જ્યારે યુવરાજની તબિયત બગડી, ત્યારે તેઓ રેસિડેન્ટ ડોક્ટરોને બોલાવવા ગયા હતા. પરંતુ રેસિડેન્ટ ડોક્ટરો સિગારેટ પી રહ્યા હતા અને તાત્કાલિક દર્દી પાસે પહોંચ્યા ન હતા. હોસ્પિટલ પરિસરમાં સિગારેટ પીવી એ નિયમ વિરુદ્ધ છે, જે વાત સુપરિન્ટેન્ડન્ટે પણ સ્વીકારી છે. આ ઉપરાંત, પરિવારજનો જ્યારે ઘટનાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે સિક્યોરિટી સ્ટાફે તેમનો મોબાઈલ છીનવી લીધો હતો. સિક્યોરિટી સ્ટાફની દાદાગીરી અને “તમારે જે કરવું હોય તે કરી લો, અમારું કોઈ કશું બગાડી નહીં શકે” જેવા નિવેદનો પણ સામે આવ્યા છે.

એક મહિનાના વિલંબ બાદ થયું ઓપરેશન. યુવરાજને એક મહિના સુધી બેડ ખાલી ન હોવાના કારણે દાખલ કરવામાં આવ્યો ન હતો. તેને 15 દિવસ અને 10 દિવસ બાદ ફરી આવવાનું કહેવામાં આવ્યું હતું, જેના કારણે સારવારમાં વિલંબ થયો. યુવરાજ પહેલા પણ સિવિલ હોસ્પિટલમાં એક ઓપરેશન કરાવી ચૂક્યો હતો, જેમાં તે સફળ રહ્યો હતો અને સંપૂર્ણ સ્વસ્થ હતો. તે ગામમાં હરતો ફરતો અને સામાન્ય જીવન જીવતો યુવાન હતો, તેને કોઈ અન્ય ગંભીર બીમારી કે મેડિકલ હિસ્ટ્રી નહોતી. સામાન્ય પરિવારનો આ દીકરો આજે તેમના પરિવાર સાથે નથી, અને તેના મજૂરી કરતા માતા-પિતા ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી અનિવાર્ય છે.

ઓનલાઈન મળતું ફૂડ કેટલું સેફ? Blinkit, Zepto સહિતના ડાર્ક સ્ટોર્સમાં ફૂડ સેફ્ટીનો રિયાલિટી ચેક, જુઓ

ઓનલાઈન મળતું ફૂડ કેટલું સેફ? Blinkit, Zepto સહિતના ડાર્ક સ્ટોર્સમાં ફૂડ સેફ્ટીનો રિયાલિટી ચેક, જુઓ

આજના ઝડપી યુગમાં મોબાઈલ પર એક ક્લિકથી મનપસંદ ભોજન ઘરઆંગણે મળી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ઝડપી ડિલિવરી પાછળ તમારા ખોરાકની સુરક્ષા કેટલી જોખમાય છે? મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા 13 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવેલી એક વિશેષ નિરીક્ષણ ડ્રાઈવે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સાથે સંકળાયેલા ડાર્ક સ્ટોર્સની ચોંકાવનારી વાસ્તવિકતાઓ બહાર લાવી છે. આ ખુલાસા ગ્રાહકો માટે તેમના આગામી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલાં બે વાર વિચારવા મજબૂર કરે તેવા છે.

આ ડ્રાઈવ અંતર્ગત Blinkit, Zepto અને Instamart સહિત રાજ્યભરમાં કુલ 86 ફૂડ ડિલિવરી પ્રતિષ્ઠાનોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસના પરિણામ સ્વરૂપે, 60 સુધારા નોટિસ ફટકારવામાં આવી હતી અને 14 ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી સીધો સવાલ ઉભો કરે છે કે જે ફૂડ આપણે વિશ્વાસથી ઘરે મંગાવીએ છીએ, તેના સ્ટોરેજથી લઈને ડિલિવરી સુધી ખરેખર કેટલા નિયમોનું પાલન થાય છે.

ડાર્ક સ્ટોર્સમાં વ્યાપક ગંદકી અને સુરક્ષા ભંગ

FDAની તપાસમાં સામે આવેલી સૌથી ચોંકાવનારી બાબતોમાં સફાઈનો અભાવ, પેસ્ટ કંટ્રોલની ગંભીર ખામીઓ, અયોગ્ય સ્ટોરેજ પદ્ધતિઓ અને તાપમાન નિયંત્રણમાં બેદરકારી મુખ્ય હતી. મુંબઈના ઘાટકોપરમાં આવેલા Blinkitના એક સેન્ટરને માત્ર 46% કમ્પ્લાયન્સ સ્કોર મળ્યો, જ્યારે લોખંડવાલામાં Zeptoને 47% અને મુલુંડમાં Zeptoને માત્ર 45% માર્ક્સ મળ્યા. આ સ્ટોર્સમાં કાટ લાગેલા રેક્સ, ડ્રેનેજ અને કચરાની સમસ્યાઓ તેમજ ફૂડ અને નોન-ફૂડ વસ્તુઓનું અલગ ન રાખવાની બેદરકારી જોવા મળી હતી.

ફૂડ સેફ્ટી માટે તાપમાનનું નિયંત્રણ અત્યંત મહત્વનું છે. જોકે, FDAને ઘણી જગ્યાએ રેફ્રિજરેટેડ અને ફ્રોઝન ફૂડ માટે જરૂરી તાપમાન જળવાતું ન હોવાનું જણાયું. મલાડના Blinkit સ્ટોરમાં ચિલરનું તાપમાન જરૂરી મર્યાદા કરતા વધારે હતું. આ ઉપરાંત, 40 ફૂડ હેન્ડલર્સના મેડિકલ ચેકઅપના રેકોર્ડ્સ પણ ઉપલબ્ધ નહોતા, જે દર્શાવે છે કે ફૂડ માત્ર સારું દેખાય છે એટલું જ નહીં, પરંતુ તે કેવી રીતે સ્ટોર અને હેન્ડલ થાય છે તે પણ એટલું જ મહત્વનું છે.

વાસી અને એક્સપાયર્ડ માલનો જથ્થો જપ્ત

પુણેના લોહેગાંવમાં આવેલા Zepto સેન્ટરમાં વધુ ગંભીર ઉલ્લંઘનો સામે આવ્યા હતા. અહીં રેફ્રિજરેટેડ અને ફ્રોઝન સ્ટોરેજમાં જરૂરી તાપમાન જળવાયું નહોતું. કેટલાક ઉત્પાદનો યુઝ બાય તારીખ બાદ પણ સ્ટોર થયેલા હતા, અને FIFO (First In First Out) તથા FEFO (First Expired First Out) જેવી મહત્વપૂર્ણ સ્ટોરેજ સિસ્ટમનું પણ પાલન નહોતું થતું.

FDAની કાર્યવાહી માત્ર ઓનલાઈન ડિલિવરી સ્ટોર્સ પૂરતી સીમિત નહોતી. મુંબઈના ચેમ્બુરમાં આવેલા પાર્લે એગ્રોના વેલોસિટી એક્સપ્રેસ વેરહાઉસમાં FDAને Apple Fizz, Frooti, Apple Juice સહિતના એક્સપાયર્ડ ફૂડ અને બેવરેજીસ પ્રોડક્ટ્સ મળી આવ્યા હતા, જેની કિંમત લગભગ ₹99,970 હતી. FDAએ આ માલ જપ્ત કર્યો અને સંબંધિત પ્રતિષ્ઠાનનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રના રાયગઢમાં પણ લગભગ 698 લિટર શંકાસ્પદ અને નિમ્ન ગુણવત્તાનું પાશ્ચરાઇઝ્ડ ગાયનું દૂધ જપ્ત કરવામાં આવ્યું હતું.

12 થી 13 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં દૂધ અને દૂધની બનાવટો, ખાદ્યતેલ અને ગોળ સહિત 1270 કિલોથી વધુ ખાદ્યસામગ્રી જપ્ત કરવામાં આવી હતી. પ્રતિબંધિત પાન-મસાલા, ગુટખા અને ફ્લેવર્ડ તમાકુ સામેની કાર્યવાહીમાં ₹46 લાખથી વધુનો માલ જપ્ત થયો હતો અને 10 FIR નોંધાઈ હતી, જેમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ગ્રાહક સુરક્ષા અને ભવિષ્યની દિશા

FDAએ ઓનલાઈન ફૂડ પ્લેટફોર્મને ફૂડ સેફ્ટી, હાઈજીન, તાપમાન નિયંત્રણ, પેસ્ટ કંટ્રોલ, તેમજ FIFO અને FEFO નિયમોનું કડક પાલન કરવા નિર્દેશ આપ્યો છે. કારણ કે ગ્રાહક એપ પર ફક્ત ફૂડનો ફોટો અને ભાવ જોઈ શકે છે, પરંતુ તે ફૂડ ક્યાં રાખવામાં આવ્યું હતું, કેટલી સફાઈ હતી, અને તેની કોલ્ડ ચેન જળવાઈ હતી કે નહીં તે જોઈ શકતો નથી. આથી, ઓનલાઈન ફૂડની ઝડપ કરતાં ફૂડ સેફ્ટી વધુ મહત્વની છે. મહારાષ્ટ્ર FDAની આ કાર્યવાહી એક મોટો સવાલ છોડી જાય છે કે, શું ઝડપી ડિલિવરીની દોડમાં ફૂડ સેફ્ટી ક્યાંક પાછળ તો નથી રહી ગઈ ને?

લાખો ચાહકોની પ્રિય, આ અભિનેત્રી 36 વર્ષની ઉંમરે પણ છે કુંવારી, જુઓ Photos

જામનગરની જી.જી. હોસ્પિટલ સામે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અનામી ફરિયાદ, રેસિડેન્ટ્સનું શોષણ કરવાનો આરોપ

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી. રેસિડેન્ટ ડોક્ટરો સાથે કથિત શોષણ થતું હોવાના ગંભીર આક્ષેપો કરતી એક અનામી ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. વાયરલ ફરિયાદમાં રેસિડેન્ટ ડોક્ટરો પાસે 40થી 44 કલાક સુધી સતત ડ્યૂટી કરાવાતી હોવાનો દાવો કરવામાં આવ્યો.

એટલું જ નહીં, ઇમરજન્સી દરમિયાન 60 કલાક સુધી સતત ફરજ કરાવાતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. રેસિડેન્ટ ડોક્ટરોને મહિને એક પણ દિવસની રજા મળતી નથી. પૂરતો આરામ અને સમયસર ખોરાક ન મળતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા.

જોકે અનામી ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ એમ.પી. શાહ મેડિકલ કોલેજ પ્રશાસને તપાસ હાથ ધરી અને તે બાદ ડીને દાવો કર્યો કે મેડિકલ કોલેજમાં કોઈ નકારાત્મક પ્રવૃત્તિ ચાલતી નથી.

“જો તલસ્પર્શી તપાસ નહીં થાય તો હજુ અનેક હર્ષે જીવ ગુમાવવો પડશે”- સુરતના રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત કેસમાં પિતાની વેદના

Breaking News : 6,000 કરોડના ડ્રગ્સ કેસનો કથિત માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર બૈસોયા દુબઈથી ભારત લાવવામાં આવ્યો

₹6,000 કરોડના ડ્રગ્સ કેસના કથિત માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર બૈસોયાને UAEથી ભારત પરત લાવવામાં આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બૈસોયા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. તેની ધરપકડથી ડ્રગ્સ નેટવર્કમાં વધુ કડીઓ ઉકેલાય તેવી સંભાવના છે.

આ કેસની શરૂઆત 1 ઓક્ટોબર 2024ના રોજ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા મહીપાલપુર એક્સટેન્શન વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળવાથી થઈ હતી.

તપાસમાં તેનું કનેક્શન ગુજરાતના અંકલેશ્વર સુધી પહોંચ્યું હતું. 13 ઓક્ટોબરના રોજ અંકલેશ્વરની અવકાર ડ્રગ પ્રાઇવેટ લિમિટેડમાં દરોડો પાડી આશરે ₹5,000 કરોડનું મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. કુલ 1289 કિલો કોકેન, મેફેડ્રોન અને 39.7 કિલો હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો મળ્યાની માહિતી છે.

આ ડ્રગ્સ નેટવર્ક યુકે, મલેશિયા, પાકિસ્તાન, થાઇલેન્ડ અને દુબઇ સુધી ફેલાયેલું હોવાનું તપાસ એજન્સીઓનો દાવો છે. વીરેન્દ્ર બૈસોયાનું નામ દિલ્હી પોલીસના ₹13,000 કરોડના ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી સંદીપ ધુનિયા સાથે પણ જોડાયેલું છે. બૈસોયાને સંદીપ ધુનિયાનો નજીકનો સાથી માનવામાં આવે છે. સંદીપ ધુનિયા દુબઈથી પાકિસ્તાન ભાગી ગયો હોવાના અહેવાલો છે. બૈસોયાની ધરપકડ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટની ઊંડાણપૂર્વક તપાસમાં મદદરૂપ થશે.

આનંદ નિકેતન સ્કૂલ વિવાદ, રાષ્ટ્રગાન અને પુસ્તકોના આક્ષેપો પર બજરંગ દળનો ઉગ્ર વિરોધ

આનંદ નિકેતન સ્કૂલ વિવાદ, રાષ્ટ્રગાન અને પુસ્તકોના આક્ષેપો પર બજરંગ દળનો ઉગ્ર વિરોધ, જુઓ Video

અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ ફરી વિવાદોના વંટોળમાં ફસાઈ છે. તાજેતરમાં બજરંગ દળના કાર્યકરોએ સ્કૂલ મેનેજમેન્ટ સામે ગંભીર આક્ષેપો કરીને પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બજરંગ દળના આગેવાનોનો મુખ્ય આરોપ છે કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા રાષ્ટ્રગાન બંધ કરવામાં આવ્યું છે અને વાલીઓ પર ચોક્કસ પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે.

બજરંગ દળના કાર્યકરોએ માંગણી કરી છે કે આ શૈક્ષણિક સંસ્થામાં “ઇસ્લામિક પ્રચાર પ્રસાર” બંધ થાય અને “ઇસ્લામિક વિચારધારા ધરાવતા લોકોને” દૂર કરવામાં આવે. તેમની મુખ્ય માંગણીઓમાં શાળામાં ફરીથી પ્રાર્થના અને રાષ્ટ્રગીત શરૂ કરવાની વાત સામેલ છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન, જ્યારે સ્કૂલના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે કેટલાક કાર્યકરો ગેટ કૂદીને સ્કૂલ પરિસરમાં પ્રવેશ્યા હતા અને કથિત રીતે તાળાં તોડી નાખ્યા હતા. સ્કૂલ પરિસરમાં વધતા જતા તણાવ અને હોબાળાને જોતા બોડકદેવ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ પણ આ સ્કૂલ વિવાદમાં હતી, જ્યારે સ્કૂલના નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવતા વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. નવા આક્ષેપો અને વિરોધને કારણે વાલીઓ અને સંગઠનનો ગુસ્સો વધુ ભડક્યો છે. આ સમગ્ર ઘટનાને કારણે સ્કૂલ મેનેજમેન્ટ અને વિરોધ કરી રહેલા સંગઠન વચ્ચે તણાવ વધુ વધ્યો છે.

આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ

ગુજરાતમાં ટ્રાફિક ચલણના નવા નિયમો, જાણો DL-RC પર શું અસર થસે..

ગુજરાત રાજ્યમાં 12 ઓગસ્ટથી ન્યૂ જનરેશન ટ્રાફિક ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ નવા નિયમો હેઠળ ટ્રાફિક ભંગ કરનાર વાહનચાલકોને મળતા ચલણની ચુકવણી અને તેને પડકારવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

નવા નિયમ મુજબ, ટ્રાફિક ચલણ મળ્યાની તારીખથી 75 દિવસની અંદર તેની રકમ ભરવી પડશે. જો કોઈ વાહનચાલક ચલણ સામે વાંધો ધરાવતો હોય, તો તેને ચલણને પડકારવા માટે 45 દિવસનો સમય આપવામાં આવશે. જો 45 દિવસની અંદર ચલણ સામે પડકાર કરવામાં નહીં આવે, તો ચલણ સ્વીકાર્ય હોવાનું માનવામાં આવશે.

45 દિવસ પછી, જો ચલણને પડકારવામાં ન આવે, તો ચુકવણી માટે વધારાના 30 દિવસનો સમય આપવામાં આવશે. જો સક્ષમ સત્તાધિકારી સમક્ષ કરાયેલો પડકાર નામંજૂર થાય, તો આદેશ મળ્યાના 30 દિવસમાં ચલણની રકમ ભરવાની રહેશે.

નિયત સમયમર્યાદામાં ચલણની ચુકવણી કરવામાં નિષ્ફળ રહેનાર વાહનચાલકો માટે ગંભીર પરિણામો આવી શકે છે. સમયસર ચલણ ન ભરવામાં આવે તો વાહનના ડ્રાઇવિંગ લાયસન્સ (DL) અને રજિસ્ટ્રેશન (RC) સંબંધિત સેવાઓ અટકાવી દેવામાં આવશે.

આ નવી સિસ્ટમનો મુખ્ય હેતુ ટ્રાફિક ઉલ્લંઘનની કાર્યવાહીને વધુ વ્યવસ્થિત અને જવાબદાર બનાવવાનો છે. વાહનચાલકોએ હવે ચલણની તારીખ અને મુદત પર વિશેષ ધ્યાન આપવું પડશે, કારણ કે નિયમોનું પાલન ન કરવાથી મુશ્કેલીઓ વધી શકે છે.

રાષ્ટ્રપતિ મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન, સિંધુ જળ સંધિ સ્થગિત કરવી રાષ્ટ્રીય હિતમાં, ખેડૂતોને થશે ફાયદો

સુરત: ઔદ્યોગિક નીતિ-2026ની જાહેરાત છતા સરકારી GR અદ્ધરતાલ, અબજો રૂપિયાના પ્રોજેક્ટ લટકી પડ્યા

સુરત સહિત ગુજરાતના ઉદ્યોગ જગતમાં ઔદ્યોગિક નીતિ 2026ના સરકારી ઠરાવ (GR) માં વિલંબને કારણે મૂંઝવણ ઉભી થઈ . નીતિની જાહેરાત થઈ ગઈ હોવા છતાં, લાંબા સમયથી GR બહાર ન પડતાં અબજો રૂપિયાના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ હોલ્ડ પર આવી ગયા છે, જેનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને ફટકો પડી રહ્યો છે.

આ વિલંબની સીધી અસર રોકાણકારો પર પડી રહી છે. જમીન ખરીદી, નવા પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા અને મશીનરીના ઓર્ડર અટકી ગયા છે. ઉદ્યોગકારો માટે બેંકો પાસેથી ટર્મ લોન મેળવવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે, કારણ કે GR વગર બેંકો લોન મંજૂર કરવામાં સંકોચ અનુભવી રહી છે. આ પરિસ્થિતિને કારણે ઘણા રોકાણકારો નવી ઔદ્યોગિક નીતિ હેઠળ મળતી સબસિડી ગુમાવવાનો ભય સેવી રહ્યા છે. અગાઉ સબસિડી ત્રણ તબક્કામાં (10%, 18%, 23% કે 30% સુધી) આપવામાં આવતી હતી. જોકે, ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત બાદ નવી નીતિમાં બે તબક્કામાં, A ગ્રેડ અને B ગ્રેડમાં 35% થી 45% સુધીની સબસિડી જાહેર કરવામાં આવી છે, જે ઉદ્યોગમાં સકારાત્મક માહોલ સર્જે છે. આ ઉચ્ચ સબસિડીનો લાભ લેવા ઘણા ઉદ્યોગકારો નવા પ્રોજેક્ટ સ્થાપિત કરવાની તૈયારીમાં છે, પરંતુ GR ના અભાવે તેઓ કયા સેક્ટરમાં અને કયા વિસ્તારમાં કેટલી સબસિડી મળશે તે અંગે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.

આ ગંભીર મુદ્દે સુરત ચેમ્બર ઓફ કોમર્સે સક્રિય ભૂમિકા ભજવી છે. ચેમ્બરના પ્રમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. તેમણે સરકારને વિનંતી કરી હતી કે તાત્કાલિક ધોરણે GR બહાર પાડવામાં આવે, જેથી સુરત જેવા વિકસતા ઔદ્યોગિક કેન્દ્રમાં નવા રોકાણો આવી શકે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રોને ફાયદો થાય. ચેમ્બરના પ્રમુખના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ હૈયાધરપત આપી છે કે આગામી 10 થી 12 દિવસમાં આ GR જાહેર કરવામાં આવશે.

GR બહાર પડ્યા બાદ રોકાણકારોને કયા વિસ્તારમાં કેટલી સબસિડી મળશે તે સ્પષ્ટ થશે અને તેઓ પોતાના પ્રોજેક્ટ્સને આગળ ધપાવી શકશે. જોકે, આ વિલંબથી ગુજરાતના ઉદ્યોગોને લાખો-કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, કારણ કે રોકાણકારોની મૂડી અટવાઈ ગઈ છે અને પ્રોજેક્ટ્સ શરૂ થવામાં વિલંબ થયો છે. ઉદ્યોગ જગત આશા રાખી રહ્યું છે કે સરકારી ખાતરી મુજબ GR સમયસર બહાર પડશે અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો વેગ જળવાઈ રહેશે.

Input Credit- Baldev Suthar Surat

“પહેલી વાત તો એ કે રેગિંગ થયુ જ નથી..” સુરત નવી સિવિલમાં આપઘાત કેસમાં જવાબદાર અનુજ મહેશ્વરીનો દાવો

Independence Day 2026: ભારત માટે ડેબ્યૂ કરનારા ક્રિકેટરો, જે ભાગલા બાદ પાકિસ્તાન તરફથી રમ્યા ક્રિકેટ

પાકિસ્તાની ક્રિકેટરની પુત્રીના લંડનમાં ખ્રિસ્તી વિધિથી લગ્ન, તસવીરો સામે આવતા જ કેમ ભડક્યા ચાહકો?

પાકિસ્તાનના મુખ્ય કોચ આકિબ જાવેદની પુત્રીના લગ્ન હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે. પાકિસ્તાનમાં આ એક મુખ્ય મુદ્દો બની ગયો છે, જેના વિશે ચાહકો ચર્ચા કરી રહ્યા છે. લોકો આકિબ જાવેદની પુત્રી વિશે વિચિત્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. જાવેદની પુત્રી ઉકબા આકિબે યુનાઇટેડ કિંગડમમાં લવ મેરેજ કર્યા હતા. લગ્ન 9 ઓગસ્ટના રોજ થયા હતા. આકિબની પત્ની ફરઝાનાએ લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ફરઝાના એક લેખિકા છે અને લંડનમાં રહે છે.

આકિબ જાવેદની પુત્રીના લગ્ન

ફરઝાના આકિબે ઉકબા અને તેના પતિને તેમના નવા જીવન માટે શુભેચ્છા પાઠવી. તેણીએ લખ્યું, “અલહમદુલિલ્લાહ. અમારી પુત્રીના લગ્ન 9 ઓગસ્ટના રોજ યુકેમાં થયા. આ યાત્રા બંને પરિવારો અને હૃદય માટે ખુશીઓથી ભરેલી રહે! આમીન.” વિડિઓમાં, આકિબ તેની પુત્રીને લગ્ન સ્થળ પર લઈ જતો જોવા મળે છે, તેની સાથે તેની દુલ્હનો પણ છે, જેઓ પરંપરાગત અંગ્રેજી લગ્નના પોશાકમાં સજ્જ છે. જોકે, પાકિસ્તાની ચાહકોને આકિબની પુત્રીનો દેખાવ પસંદ નથી આવી રહ્યો. પાકિસ્તાનમાં લોકો સોશિયલ મીડિયા પર તેણીને ટ્રોલ કરી રહ્યા છે, તેણીના હાથ અને ખભા પર ઉકબાના ટેટૂઝનો ઉલ્લેખ કરીને.

 

 

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ

ફરઝાના આકિબે ઉકબા અને તેના પતિને તેમના નવા જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. તેણીએ લખ્યું, “અમારી પુત્રીના લગ્ન 9 ઓગસ્ટના રોજ યુકેમાં થયા હતા. આ યાત્રા હંમેશા બંને પરિવારો અને હૃદય માટે ખુશીઓથી ભરેલી રહે.” વીડીયોમાં આકિબ તેની પુત્રીને લગ્ન સ્થળ પર લઈ જતો જોવા મળે છે, તેની સાથે દુલ્હનની સહેલીઓ પણ છે, જેઓ પરંપરાગત અંગ્રેજી લગ્નના પોશાકમાં સજ્જ છે. જોકે, પાકિસ્તાની ચાહકોને આકિબની પુત્રીનો આ લુક પસંદ નથી આવી રહ્યો. પાકિસ્તાનમાં લોકો સોશિયલ મીડિયા પર તેણીને ટ્રોલ કરી રહ્યા છે, આનું કારણ ઉકબાના ટેટૂ છે, જે તેણે પોતાના હાથ અને ખભા પર બનાવડાવ્યા છે.

ઉકબા શું કરે છે?

ઉકબાએ બ્રિટનમાં શિક્ષણ મેળવ્યું હતું અને યુનિવર્સિટી ઓફ સસેક્સમાંથી મીડિયા અને ઇન્ટરનેશનલ મીડિયામાં ડિગ્રી મેળવી હતી. આકિબ જાવેદે પાકિસ્તાનની 1992 વર્લ્ડ કપ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પાકિસ્તાન માટે 22 ટેસ્ટ અને 163 વનડે રમી હતી. હાલ તે પાકિસ્તાનનો મુખ્ય કોચ છે.

IND vs SL: સરફરાઝ ખાન બહાર, આ ખેલાડીની રમશે, ગાલે ટેસ્ટમાં આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11

નિવૃત્તિ પછી તરત જ ન ઉપાડો PF ના તમામ પૈસા, શું મળતું રહેશે વ્યાજ? જાણી લો EPFO નો આ મહત્વપૂર્ણ નિયમ

રોજ ચહેરા પર એલોવેરા જેલ લગાવવાથી શું થાય છે? જાણો ત્વચા માટે તેના અદ્ભુત ફાયદા

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી, હળવાથી મધ્યમ વરસાદનુ અનુમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની ગતિવિધિ યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર ચાર સિસ્ટમ સક્રિય થશે. જેમા શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોનસૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. સૌરાષ્ટ્ર સહિત અમુક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 14 થી 19 ઓગસ્ટ સુધી હળવા થી મધ્યમ વરસાદની સંભાવના રહેશે. જોકે વરસાદની તીવ્રતા થોડી ઓછી થવાનુ અનુમાન છે. આ સમયગાળા દરમિયાન અનેક સ્થાનોએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.

તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત, નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ માટે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.

 

“તમારુ નામ નરેન્દ્ર છે… મને ‘નરેન્દ્ર’ નામથી નફરત થઈ ગઈ છે” ભારતીય બૉક્સરે વડાપ્રધાન મોદીને આવુ કેમ કહ્યુ? વાંચો

પાન મસાલા ખાનારાઓ અને વેચનારાઓ ખાસ ધ્યાન આપે… FSSAI એ પ્લાસ્ટિક પેકેજિંગ પર મૂક્યો સંપૂર્ણ બાન, જાણો નવો નિયમ

IND vs SL: ગાલેની હવા ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો, ચોંકાવનારી હકીકત આવી સામે

Weather Report : ક્યાંક ધોધમાર, તો ક્યાંક સાંબેલાધાર… જુઓ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો – Video

ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાત રાજ્યમાં સરેરાશ 71.48% વરસાદ નોંધાયો છે, જે રાજ્ય માટે એકંદર સંતોષકારક આંકડો કહી શકાય. જોકે, આ આંકડો સમગ્ર રાજ્યની વાસ્તવિક સ્થિતિનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરતો નથી, કારણ કે રાજ્યના વિવિધ ઝોનમાં વરસાદની સ્થિતિમાં નોંધપાત્ર ભિન્નતાઓ જોવા મળી રહી છે. ક્યાંક મેઘમહેર થઈ છે, તો ક્યાંક લોકો હજુ પણ આકાશ તરફ મીટ માંડીને સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

રાજ્યના દક્ષિણ ગુજરાત ઝોનમાં વરસાદે રેકોર્ડ બનાવ્યો છે, જ્યાં 98% વરસાદ નોંધાયો છે. આ આંકડો લગભગ 100% નજીક છે અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નદીઓ છલકાઈ ગઈ છે, જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે, અને ખેડૂતોમાં હર્ષની લાગણી છે. આ વિસ્તારમાં સારો વરસાદ કૃષિ ઉત્પાદન માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવનાર સાબિત થયો છે.

મધ્ય ગુજરાતની વાત કરીએ તો, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જેવા મુખ્ય શહેરો ધરાવતા આ ઝોનમાં 70% વરસાદ થયો છે. છેલ્લા 10-15 દિવસમાં થયેલા વરસાદને કારણે મધ્ય ગુજરાતની સરેરાશ ટકાવારીમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ વરસાદે શહેરી વિસ્તારોમાં પાણીની જરૂરિયાત પૂરી કરી છે અને ગ્રામીણ વિસ્તારોમાં ખેતી માટે પણ લાભદાયી સાબિત થયો છે.

60% થી વધુ વરસાદ સારો ગણાય

જોકે, રાજ્યના ઉત્તર ભાગમાં વરસાદની સ્થિતિ પ્રમાણમાં ઓછી સંતોષકારક છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં 52% વરસાદ નોંધાયો છે. ચોમાસાનો અડધો સમય વીતી ગયો હોવાથી આ આંકડો સરેરાશ કરતાં થોડો ઓછો કહી શકાય. સામાન્ય રીતે, 60% થી વધુ વરસાદ સારો ગણાય છે. તેમ છતાં, આ આંકડો ખૂબ ઓછો નથી અને આગામી સમયમાં વધુ વરસાદની અપેક્ષા રાખી શકાય છે.

સૌરાષ્ટ્ર ઝોનમાં પણ 54% વરસાદ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે, પરંતુ હજી પણ અનેક જિલ્લાઓ એવા છે જ્યાં સિઝનનો ભારે વરસાદ થયો નથી. આ કારણે સૌરાષ્ટ્રની સરેરાશ ટકાવારી ઓછી રહી છે અને અહીંના લોકો હજુ પણ સારા અને પૂરતા વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ખેતી માટે સૌરાષ્ટ્રમાં પાણીની ઉપલબ્ધતા અત્યંત મહત્વપૂર્ણ છે.

પરંતુ, સમગ્ર રાજ્યમાં સૌથી ચિંતાજનક સ્થિતિ કચ્છ જિલ્લાની છે. કચ્છ ઝોનમાં માત્ર 29% વરસાદ નોંધાયો છે, જે અત્યંત ઓછો છે. કચ્છ એ રણપ્રદેશની નજીકનો વિસ્તાર હોવાથી ત્યાં પાણીની સમસ્યા હંમેશા રહે છે, અને આટલો ઓછો વરસાદ આગામી સમયમાં મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ખાસ કરીને સિંચાઈ માટે અને પીવાના પાણી માટે ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે, કારણ કે આનાથી ડેમ અને અન્ય જળસ્રોતોની સ્થિતિ પર નકારાત્મક અસર પડશે.

આમ, ગુજરાતમાં સરેરાશ 71.48% વરસાદ સારો કહી શકાય, જે રાજ્યની જળ જરૂરિયાતો માટે આશાનું કિરણ છે. પરંતુ, પ્રાદેશિક અસમાનતાઓને કારણે કેટલાક વિસ્તારોમાં રાહત છે તો કેટલાક વિસ્તારોમાં ચિંતા હજુ પણ યથાવત છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં પાણી વ્યવસ્થાપન માટે અગમચેતીના પગલાં લેવા અત્યંત જરૂરી છે.

અમદાવાદમાં સિક્યુરિટી એજન્સીઓ સામે પોલીસની કડક કાર્યવાહી, ભૂતિયા એજન્સીઓનો પર્દાફાશ

ચોખાના પાણીથી મોં ધોવાથી શું થાય? જાણો ત્વચા પર તેની અસર અને અદ્ભુત ફાયદા

ત્વચાને ગ્લોઈંગ અને સાફ બનાવવા માટે લોકો તમામ પ્રકારના નુસખા અજમાવે છે. આ જ નુસખાઓમાંથી એક ચોખાના પાણીનો ઉપયોગ કરવાનો છે. રાઈસ વોટર એટલે કે ચોખાના પાણીને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા સ્કિન કેર પ્રોડક્ટ્સમાં પણ ઈન્ગ્રીડિયન્ટ (સામગ્રી) તરીકે ચોખાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

કોલેજન વધારવામાં બતાવી શકે છે ‘અસર’

હેલ્થલાઈનના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2013 માં એક સ્ટડી કરવામાં આવી હતી. તેમાં કેટલાક અઠવાડિયા સુધી રોજ ચહેરા પર ફર્મેન્ટેડ (આથો લાવેલું) રાઈસ વોટર લગાવીને જોવામાં આવ્યું.

રિસર્ચના પરિણામોમાં સામે આવ્યું કે, ચોખાનું પાણી સ્કિનના ઈન્ફ્લેમેશન (સોજો/બળતરા) ને ઓછું કરવામાં અને ક્યાંક ને ક્યાંક કોલેજનની અસરને વધારવામાં મદદ કરી શકે છે. કોલેજન સ્કિનને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

એન્ટી-એજિંગમાં બતાવી શકે છે ‘અસર’

કેટલાક અન્ય રિસર્ચમાં સામે આવ્યું કે, ચોખાના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. આ ગુણ સ્કિનને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે. તેનાથી સ્કિન પર એજિંગના સાઈન જેમ કે ફાઈન લાઈન્સ અથવા કરચલીઓને ઓછી કરવામાં મદદ મળી શકે છે.

ડ્રાય સ્કિનમાં મળી શકે છે ‘રાહત’

જો તમારી ત્વચા ખૂબ ડ્રાય (શુષ્ક) રહે છે તો પણ રાઈસ વોટરનો ઉપયોગ ફાયદાકારક થઈ શકે છે. ચોખાનું પાણી ત્વચામાં ભેજને વધારવામાં મદદ કરે છે, જેનાથી સ્કિન ઓછી ખેંચાયેલી કે ડ્રાય જોવા મળે છે.

સ્કિન માટે કેવી રીતે તૈયાર કરવું ચોખાનું પાણી?

  1. ચોખાને સારી રીતે ધોઈ લો.
  2. હવે સાફ ધોયેલા ચોખામાં ફરી એકવાર પાણી ઉમેરો અને લગભગ 30 મિનિટ માટે રહેવા દો.
  3. નક્કી કરેલા સમય પછી પાણીમાંથી ચોખા અલગ કરી લો.
  4. તમે આ પાણીને કોઈ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો અને રોજ મોં ધોવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.
  5. બીજી તરફ, જો તમારી પાસે વધારે સમય નથી તો તમે ચોખાને ઉકાળીને પણ વધેલા પાણીનો ઉપયોગ કરી શકો છો.

આ વાતોનું રાખો ધ્યાન

ચોખાનું પાણી ફાયદાકારક છે પરંતુ આ તમામ ફાયદા ત્યારે જ જોવા મળે છે, જ્યારે તમે નિયમિતપણે તેનો ઉપયોગ કરવામાં આવે. તેનાથી ડ્રાય સ્કિનની સમસ્યાને ઓછી કરવામાં મદદ મળી શકે છે, સાથે જ સ્કિન પહેલાની સરખામણીમાં વધુ સોફ્ટ, ક્લીન અને ગ્લોઈંગ જોવા મળી શકે છે.

ધ્યાન રાખો કે, જો તમને સ્કિન સંબંધિત કોઈ સમસ્યા છે અથવા ચહેરા પર વધારે પિમ્પલ્સ છે, તો આ પ્રકારના નુસ્ખાને અજમાવતા પહેલાં એકવાર એક્સપર્ટની સલાહ જરૂર લો.

નોંધ: આ માહિતી માત્ર સામાન્ય જાણકારી અને ઘરગથ્થુ નુસ્ખા પર આધારિત છે. ચોખાનું પાણી ત્વચા માટે કુદરતી ઉપાય હોવા છતાં, દરેક વ્યક્તિની ત્વચાનો પ્રકાર (Skin Type) અને સંવેદનશીલતા અલગ-અલગ હોય છે. જો તમને અતિશય એકને, પિમ્પલ્સ કે કોઈ પણ પ્રકારની ત્વચાની એલર્જી હોય, તો આ ઉપાય અજમાવતા પહેલાં ચામડીના નિષ્ણાત (Dermatologist) ની સલાહ અવશ્ય લેવી.

કેમિકલવાળા ફેસવોશથી પિમ્પલ્સ થઈ રહ્યા છે? રસોડાની આ 5 વસ્તુથી ઘરે જ બનાવો ‘નેચરલ ફેસવોશ’, ચહેરા પર આવશે ‘કુદરતી નિખાર’

IND vs SL: ગાલેની હવા ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો, ચોંકાવનારી હકીકત આવી સામે

ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 15 ઓગસ્ટની સવારે ગાલે ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થશે. આ સાથે, શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા માટે વાસ્તવિક પડકાર શરૂ થાય છે. આ પડકારમાં શ્રીલંકાની અજાણી પરિસ્થિતિઓમાં, ખાસ કરીને ગાલે ક્રિકેટ ગ્રાઉન્ડ પર, જ્યાં શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ રમાશે, એક મહત્વપૂર્ણ ખતરાનો સામનો કરવાનો સમાવેશ થશે. આ મેદાન પરનો પવન બેટિંગ અને બોલિંગ બંને દરમિયાન ભારત માટે ખતરો બની શકે છે.

ગાલેમાં ભારત-શ્રીલંકા ટેસ્ટ

15 ઓગસ્ટના રોજ ગાલે ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહેલી ટેસ્ટ મેચ રમાશે . નવ વર્ષમાં શ્રીલંકાની ધરતી પર ટીમ ઈન્ડિયાનો આ પહેલી ટેસ્ટ મેચ હશે. આમ, લગભગ આખી ટીમ આ પરિસ્થિતિઓથી અજાણ છે. હાલની ટીમમાં સામેલ ખેલાડીઓમાં ફક્ત ત્રણ જ ખેલાડીઓએ ગાલેમાં ટેસ્ટ મેચ રમી છે, જ્યારે કેપ્ટન ગિલ સહિત ઘણા ખેલાડીઓ અહીં ODI કે T20 રમ્યા છે, પરંતુ તેમને રેડ-બોલ ક્રિકેટનો કોઈ અનુભવ નથી. ખાસ કરીને, ગાલેમાં ટેસ્ટ મેચ અન્ય વિદેશી ટેસ્ટ જેટલી જ પડકારજનક હોય છે.

પવન મોટી ભૂમિકા ભજવશે

હવે પ્રશ્ન એ છે કે આમાં પવન શું ભૂમિકા ભજવે છે? સૌ પ્રથમ, ગાલે હિંદ મહાસાગરના કિનારે આવેલું એક શહેર છે, અને સ્ટેડિયમ બે બાજુથી સમુદ્રથી ઘેરાયેલું છે. આ સ્ટેડિયમ અન્ય કોઈપણ ભારતીય સ્ટેડિયમથી અલગ છે કારણ કે તેની આસપાસ મોટા સ્ટેન્ડ નથી, પરંતુ એક મોટો વિસ્તાર ખુલ્લો છે. તેથી, દરિયામાંથી આવતા તીવ્ર પવનો ઘણીવાર અસર કરે છે. જો કે, અહીંના પવનની સ્પિનરો પર વધુ અસર પડે છે, અને આ જ વાસ્તવિક પડકાર છે.

પવનનો ખેલ અને સ્પિનનો જાદૂ

શ્રીલંકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ફરવીઝ મહારૂફે એક ઇન્ટરવ્યુમાં આ ચોંકાવનારી હકીકતનો ખુલાસો કર્યો. તેણે શ્રીલંકાના સ્પિનર ​​પ્રભાત જયસૂર્યાને ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટો ખતરો ગણાવતા કહ્યું, “પ્રભાતને ‘ગાલેનો રાજા’ કહેવાય છે કારણ કે તેણે અહીં ઘણી વિકેટ લીધી છે. તે જાણે છે કે પવન સાથે કેવી રીતે બોલિંગ કરવી, અને ગાલેમાં પવન એક મોટું પરિબળ રહેશે, કારણ કે સ્પિનરો પવનનો ઉપયોગ સારી ડ્રિફ્ટ બનાવવા માટે કરી શકે છે, પરંતુ તે સરળ નહીં હોય. બંને દિશાઓથી જોરદાર પવન ફૂંકાશે, તેથી ભારતીય સ્પિનરોએ ઝડપથી અનુકૂલન સાધવું પડશે.”

ગેલમાં જયસૂર્યા બનશે મોટો ખતરો

ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ જેવા અનુભવી સ્પિનરો છે, જેમાં માનવ સુથાર અને સારાંશ જૈનનો સમાવેશ થાય છે. જોકે, આ ત્રણેયમાંથી કોઈને પણ આવી સ્થિતિમાં બોલિંગનો અનુભવ નથી, જેના કારણે તેના માટે યોગ્ય લાઇન અને લેન્થ શોધવાનું મુશ્કેલ બને છે. ડાબોડી સ્પિનર ​​પ્રભાત જયસૂર્યાએ આ જ મેદાન પર ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે સતત નિષ્ફળ રહ્યો છે. જયસૂર્યાએ ગાલેમાં 11 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 81 વિકેટો લીધી છે. ટીમ ઈન્ડિયાએ હજુ સુધી એક પણ વખત તેનો સામનો કર્યો નથી, જેના કારણે આ ટેસ્ટ મેચ ખૂબ જ પડકારજનક બની ગઈ છે.

IND vs SL: જાડેજા-કુલદીપ નહીં.. આ ભારતીય સ્પિનર શ્રીલંકામાં બની શકે છે ટીમ ઈન્ડિયાનો એક્કો

અમદાવાદમાં સિક્યુરિટી એજન્સીઓ સામે પોલીસની કડક કાર્યવાહી, ભૂતિયા એજન્સીઓનો પર્દાફાશ

અમદાવાદમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ચલાવાતી અનિયમિતતાઓનો પર્દાફાશ કરવા માટે પોલીસે સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે. તાજેતરમાં આનંદનગર વિસ્તારમાં એક યુવતી પર સિક્યુરિટી ગાર્ડ દ્વારા થયેલા દુષ્કર્મની ઘટના બાદ રાજ્ય પોલીસ વડાએ ગુજરાતની તમામ સિક્યુરિટી એજન્સીઓની તપાસના આદેશ આપ્યા હતા. જેના અનુસંધાને અમદાવાદ SOG દ્વારા શહેરભરમાં સિક્યુરિટી એજન્સીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. આ તપાસમાં ભૂતિયા સિક્યુરિટી એજન્સીઓ, ખોટા સરનામા અને તાળાબંધ ઓફિસો જેવી ગંભીર ગેરરીતિઓ સામે આવી છે.

પોલીસ ટીમો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સિક્યુરિટી એજન્સીઓની નોંધણીકૃત ઓફિસોની રૂબરૂ મુલાકાત લઈ દસ્તાવેજો, નોંધાયેલા ગાર્ડ્સની વિગતો અને અન્ય જરૂરી માહિતીની ચકાસણી કરી રહી છે. Tv9 ની ટીમે પણ પોલીસની આ કાર્યવાહીનું રિયાલિટી ચેક કર્યું, જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા. અનેક સિક્યુરિટી એજન્સીઓના રજિસ્ટર્ડ એડ્રેસ પર ઓફિસને બદલે રહેઠાણના સરનામા મળી આવ્યા હતા. કેટલીક ઓફિસો તો કાયમ માટે તાળાબંધ જોવા મળી હતી, જે સિક્યુરિટી એજન્સીઓની કામગીરી અને પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે.

આ તપાસ દરમિયાન, નારોલ પાસે આવેલી સિક્રોન સિક્યુરિટી એજન્સીનો એક ચોક્કસ કિસ્સો સામે આવ્યો છે. આ એજન્સીનું રજિસ્ટર્ડ સરનામું “502 પ્રતિભા પ્લસ, નારોલ ગામ ક્રોસ રોડ” દર્શાવવામાં આવ્યું છે, પરંતુ સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે આ ઓફિસ છેલ્લા બે વર્ષથી બંધ છે અને AMC દ્વારા ટેક્સ ન ભરવા બદલ તેને સીલ કરી દેવામાં આવી છે. આવા અનેક કિસ્સાઓ છે જ્યાં સિક્યુરિટી એજન્સીઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે, અને તેમનું કોઈ વાસ્તવિક ઓપરેશનલ સરનામું નથી.

અમદાવાદ SOG દ્વારા આવી તમામ સિક્યુરિટી એજન્સીઓ સામે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે સિક્યુરિટી એજન્સીઓના સરનામા ખોટા છે અથવા તો ઓફિસો તાળાબંધ છે, તેમના સંચાલકોને બોલાવી પૂછપરછ કરવામાં આવશે. જો કોઈ એજન્સી પાસે કાયદેસરના દસ્તાવેજો નહીં હોય, લાયસન્સ રિન્યુ નહીં થયા હોય, અથવા તો અન્ય ગેરરીતિઓ જણાશે, તો તેમના લાયસન્સ રદ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત, પોલીસ સિક્યુરિટી ગાર્ડ્સની સંખ્યા, તેમના PFની વિગતો અને અન્ય સંબંધિત માહિતીની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય સિક્યુરિટી એજન્સીઓની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો અને તેમની દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષા સેવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો છે. શહેરની સુરક્ષા વ્યવસ્થા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે, જે ભવિષ્યમાં આવી ગેરરીતિઓને રોકવામાં મદદરૂપ થશે.

અમેરિકામાં હવે પેપર ઇમિગ્રેશન નાબૂદ? ભારતીયોને ગ્રીન કાર્ડથી સિટીઝનશીપ સુધી શું શું બદલાયું

બેંક લોકરમાં મૂકેલા ₹50 લાખના ઘરેણાં અચાનક ગાયબ! વર્ષો પછી મહિલાએ લોકર ખોલ્યું તો હોશ ઊડી ગયા

ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વૃદ્ધ મહિલાએ બેંકના લોકરમાં રાખેલા આશરે રૂ. 50 લાખના સોના અને ચાંદીના ઘરેણાં ગાયબ થઈ ગયા છે. બેંકના લોકરને સામાન્ય રીતે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ આ વૃદ્ધ મહિલા માટે તે એક દુઃસ્વપ્ન સાબિત થયું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, રશ્મિ અરોરા નામના મહિલા જ્યારે પોતાનું બેંક લોકર ખોલવા ગયા ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા, કારણ કે તેમાં રાખેલા લાખો રૂપિયાના દાગીના ગાયબ હતા. મહિલાએ વર્ષ 2003 માં ‘સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર’ (SBT) ના લોકરમાં પોતાના ઘરેણાં મૂક્યા હતા. જોકે, વર્ષો પછી જ્યારે તેમણે લોકર ખોલ્યું ત્યારે તે સાવ ખાલી મળ્યું હતું.

2003 માં બેંક લોકરમાં રાખ્યા હતા ઘરેણાં

રશ્મિ અરોરા અને તેમના પતિએ સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોરમાં લોકર ખોલાવ્યું હતું. તેમણે લોકરમાં રૂ. 50 લાખના દાગીના રાખ્યા હતા અને સમયાંતરે બેંક શાખાની મુલાકાત લઈને ઘરેણાં તપાસતા હતા. જોકે, થોડા વર્ષો પછી રશ્મિના પતિનું અવસાન થયું અને તેઓ કાનપુરના સ્વરૂપ નગરથી લખનૌ ખાતે પોતાની પુત્રી અને જમાઈ સાથે રહેવા જતા રહ્યા. અંતર વધુ હોવાને કારણે અને પોતાના કિંમતી દાગીના બેંકમાં સુરક્ષિત છે તેવા વિશ્વાસ સાથે તેમણે બેંક શાખામાં જઈને લોકર ઓપરેટ કરવાનું બંધ કરી દીધું હતું.

બેંક મર્જર અને ખાતું ડિએક્ટિવેટ થવાની જાણ થઈ

ચાર મહિના પહેલાં, રશ્મિ તેમની નાની પુત્રી સાથે બેંક શાખામાં પહોંચ્યા હતા, પરંતુ ત્યાં તેમને મોટો આંચકો લાગ્યો. તેમને જણાવવામાં આવ્યું કે સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોરનું હવે અલગ અસ્તિત્વ નથી અને તેનું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં વિલીનીકરણ (મર્જર) થઈ ગયું છે.

આ સાંભળીને આશ્ચર્યચકિત થયેલા મહિલા જરૂરી દસ્તાવેજો સાથે બીજી વાર બેંક શાખામાં ગયા. ત્યાંના બ્રાન્ચ મેનેજરે તેમને જણાવ્યું કે આટલા વર્ષોથી લોકર ચાર્જ પેટે તેમના ખાતામાંથી નાણાં આપમેળે કપાતા હતા, જેના કારણે ખાતામાં ઝીરો બેલેન્સ થઈ ગયું હતું અને એકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ ગયું હતું.

21 જુલાઈના રોજ, મહિલાએ લોકર સાથે લિંક થયેલા પોતાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા અને તેને ફરીથી એક્ટિવ કરાવ્યું. જોકે, તે દિવસે તેઓ લોકરની ચાવી લાવવાનું ભૂલી ગયા હતા. તેથી તેમણે બીજી અઠવાડિયું રાહ જોવી પડી અને આખરે 27 જુલાઈના રોજ ચાવી મળતાં તેઓ બેંક પહોંચ્યા.

લોકર ખોલતાં જ ઘરેણાં ગાયબ મળ્યા

જ્યારે તેમણે તેમને ફાળવવામાં આવેલું લોકર નંબર 23 ખોલ્યું, ત્યારે તેમને બીજો મોટો આંચકો લાગ્યો. લોકર સંપૂર્ણપણે ખાલી હતું અને તેમના તમામ દાગીના ગાયબ હતા. આ ઘટના બાદ મહિલાએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો અને બેંકના કર્મચારીઓ તથા મેનેજમેન્ટ સામે પોતાની સંપત્તિનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બ્રાન્ચ મેનેજર અને સ્ટાફ સામે એફઆઈઆર (FIR) નોંધી લીધી છે. પોલીસે જણાવ્યું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે. દાગીનાનું શું થયું તે બરાબર સમજવા માટે તેઓ લોકરના રેકોર્ડ્સ, બેંકના દસ્તાવેજો અને તે ચોક્કસ શાખાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ ચકાસી રહ્યા છે.

વરસાદનું પાણી બદલી શકે છે તમારું ભાગ્ય, ધન અને સ્વાસ્થ્યની સમસ્યાઓ દૂર કરવા કરો આ અચૂક વાસ્તુ ઉપાયો

IND vs SL: ટીવીથી મોબાઇલ સુધી… જાણો ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણીનું લાઇવ પ્રસારણ ક્યાં થશે?

12 વર્ષ જૂના બ્લાઇન્ડ કેસનો ભેદ ઉકેલાયો, 16 PI બદલાયા પણ પોલીસે હિંમત ન હારી, 13 વર્ષ જૂના ફોટાથી આરોપી પકડાયો!

અમરેલી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ 12 વર્ષથી વધુ જૂના એક ‘બ્લાઇન્ડ અને અનનેમડ’ કેસનો ઉકેલ લાવીને મોટો અપ્રતિમ સફળતા મેળવી છે. વર્ષ 2014 માં સગીર બાળકીના અપહરણ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં કોઈ અજાણ્યા આરોપી સામે પોલીસ તપાસ કરી રહી હતી. વર્ષો વીતી ગયા છતાં ગુમ થયેલી સગીરા કે આરોપીનો કોઈ પત્તો મળતો નહોતો. આ કેસની તપાસ દરમિયાન 16 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બદલાઈ ચૂક્યા હતા, છતાં પોલીસના હાથે કોઈ નક્કર કડી લાગી નહોતી.

આખરે, અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતના આદેશ બાદ AHTU ની ટીમે આ જૂના કેસની ફાઈલો ફરી ખંગાળી હતી. PI વી.પી. ગોલની ટીમે દસ્તાવેજો, સોશિયલ મીડિયા, મોબાઈલ નંબર અને બેંકિંગ વિગતોના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી એક પછી એક કડીઓ જોડવાનું શરૂ કર્યું હતું.

1800 સોશિયલ મીડિયા આઈડી અને 13 વર્ષ જૂનો ફોટો બન્યો મુખ્ય કડી

TV9 ની વિશેષ રજૂઆતમાં સામે આવ્યું કે, તપાસ દરમિયાન પોલીસને 13 થી 14 વર્ષ જૂનો એક ફોટો મળ્યો હતો, જે આ કેસની સૌથી મોટી અને મહત્વની કડી સાબિત થયો. પોલીસ ટીમે સગીરાની જન્મતારીખના આધારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આશરે 1800 જેટલી પ્રોફાઈલ્સ અને આઈડી ફંગોળ્યા હતા. આ ઝીણવટભરી તપાસ દરમિયાન એક શંકાસ્પદ સોશિયલ મીડિયા આઈડી મળી આવ્યું, જેના પરથી મોબાઈલ નંબર હાથ લાગ્યો હતો. જૂના ફોટા અને ડિજિટલ માહિતીની ખરાઈ કર્યા બાદ તપાસની સોય મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામ સુધી પહોંચી હતી.

 

વસ્તી ગણતરીના બહાને તપાસ અને આરોપીની ધરપકડ

સત્ય સુધી પહોંચવા માટે પોલીસ કર્મચારીઓએ ભલગામડા ગામમાં વસ્તી ગણતરીની કામગીરીના બહાને સ્થાનિક સ્તરે પૂછપરછ કરી હતી અને માહિતીની ખરાઈ કરી હતી. તપાસના અંતે પોલીસને જાણવા મળ્યું કે 12 વર્ષથી જે ભોગ બનનાર યુવતીની શોધ ચાલી રહી હતી, તે યુવતી ત્યાં જ પોતાના પરિવાર સાથે રહેતી હતી.

આ સફળતાના આધારે પોલીસે આરોપી સંજય રાજુભાઈ દેત્રોજા (ઉંમર 33 વર્ષ, રહે. ભલગામડા, તા. હળવદ, જી. મોરબી) ની અટકાયત કરી લીધી છે.

મનદુઃખ બાદ ઘર છોડ્યું હતું, હવે સંતાનોની માતા છે યુવતી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2014 માં પરિવાર સાથેના મનદુઃખના કારણે યુવતીને લાગી આવતા તે ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ આરોપીના સંપર્કમાં આવી હતી. સમયની સાથે તેનું જીવન આગળ વધ્યું અને હાલમાં તે પોતાના પતિ સાથે સુખરૂપ જીવન જીવી રહી છે તથા સંતાનોની માતા બની ચૂકી છે.

એક તરફ 12 વર્ષથી વધુ જૂનો કેસ હતો જ્યાં સુધી પહોંચવું મુશ્કેલ હતું, પરંતુ અમરેલી પોલીસે હિંમત હારી નહીં. 12 વર્ષ બાદ ઉકેલાયેલો આ કેસ ગુજરાત પોલીસની સચોટ અને ઝીણવટભરી તપાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યો છે.

(With Input: જયદેવ કાઠી)

ગૌતમ અદાણીને યુએસ કોર્ટ તરફથી ક્લીન ચિટ મળતાં અદાણી ગ્રૂપના શેરોમાં મોટો ઉછાળો, જાણો રોકાણકારો માટે આ ચુકાદો મહત્વનો રહ્યો કે સામાન્ય?

વિટામિન B12 ની ઊણપ શરીર માટે કેમ છે ‘ખતરનાક’? જાણો તેનાં મુખ્ય લક્ષણો અને ઉપાયો

શું તમારું પણ કોઈ કામમાં મન નથી લાગતું અને વાત-વાત પર ચીડચીડાપણું થાય છે? જો તમારો જવાબ હા છે, તો આ સામાન્ય થાક નથી પરંતુ તમારા શરીરમાં થઈ રહેલી એક વસ્તુની ઊણપ છે. સરળ રીતે કહીએ તો, આ સમસ્યા વિટામિન B12 ની ઊણપથી થાય છે. આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે આપણી સેહતનું એટલું ધ્યાન નથી રાખી શકતા જેટલું રાખવું જોઈએ.

વિટામિન B12 શા માટે આપણા શરીર માટે જરૂરી છે?

આપણા શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે ઘણા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે. આમાં વિટામિન B12 ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તે આપણા શરીરમાં લોહી (Red Blood Cells) બનાવવાનું, મગજને સ્વસ્થ રાખવાનું અને નસોને મજબૂત કરવાનું કામ કરે છે. હવે જ્યારે શરીરમાં તેની ઊણપ થવા લાગે છે, ત્યારે મશીનની જેમ કામ કરતું આપણું શરીર સુસ્ત પડવા લાગે છે.

વિટામિન B12 ની ઊણપથી થતી બીમારીઓ

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આ વિટામિનની ઊણપ થવા પર શરીર ઘણા પ્રકારના સંકેતો આપવા લાગે છે. જો સમયસર ધ્યાન આપવામાં ન આવે, તો તે ગંભીર બીમારીઓનું રૂપ લઈ શકે છે.

  1. લોહીની ઊણપ (Anemia): વિટામિન B12 ની ઊણપની સૌથી મોટી અસર આપણા લોહી પર પડે છે. શરીરમાં લાલ રક્તકણોનું બનવાનું ઓછું થઈ જાય છે, જેનાથી હિમોગ્લોબિન ઘટવા લાગે છે અને વ્યક્તિ હંમેશા નબળાઈ તથા ચક્કર આવવાની સમસ્યાથી પીડાતો રહે છે.
  2. યાદશક્તિ: ભૂલી જવાની બીમારી, ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું અને નાની-નાની વાતો યાદ ન રહેવી પણ આ જ ઊણપનું પરિણામ હોઈ શકે છે. ઘણી વાર લોકો તેને ઉંમરની અસર સમજીને છોડી દે છે, જ્યારે અસલ કારણ વિટામિન B12 હોય છે.
  3. હાથ-પગ સુન્ન થવા કે ઝણઝણાટી: જો તમારા હાથ અને પગમાં અવારનવાર સોય વાગવા જેવો અહેસાસ થાય છે અથવા તે સુન્ન પડી જાય છે, તો સમજી લો કે તમારી નસો નબળી પડી રહી છે.
  4. તણાવ અને ડિપ્રેશન: શરીરમાં એનર્જીની ઊણપ અને હોર્મોન્સના અસંતુલનને કારણે વ્યક્તિ જલ્દી ઉદાસ થવા લાગે છે અને માનસિક રીતે પરેશાન રહેવા લાગે છે.

હવે આ ઊણપ કેવી રીતે પૂરી કરવી?

  1. નોન-વેજ: વિટામિન B12 ની ઊણપને દૂર કરવા માટે તમે ઈંડા, માછલી, ચિકનને ડાયટમાં એડ (Add) કરી શકો છો.
  2. ડેરી પ્રોડક્ટ્સ: જો તમે શાકાહારી છો, તો દૂધ, દહીં, પનીર અને છાશને તમારી રોજિંદી ડાયટનો ભાગ બનાવો. તેમાં વિટામિન B12 સારી માત્રામાં હોય છે.
  3. ફોર્ટિફાઈડ ફૂડ્સ: બજારમાં ઘણા એવા ફૂડ્સ (જેમ કે ફોર્ટિફાઈડ લોટ, સોયા મિલ્ક અને ઓટ્સ) આવે છે, જેમાં ઉપરથી વિટામિન્સ ઉમેરવામાં આવે છે. આને તમે તમારા ડાયટમાં એડ (Add) કરી શકો છો.
  4. સપ્લીમેન્ટ્સ: જો શરીરમાં ઊણપ ખૂબ વધારે હોય, તો માત્ર ખાવાથી વાત નથી બનતી. એવામાં ડોક્ટરની સલાહ લઈને વિટામિન B12 ના સપ્લીમેન્ટ્સ લઈ શકાય છે.
ડિસ્ક્લેમર: આ લેખ માત્ર સામાન્ય માહિતી અને જાગૃતિ માટે લખવામાં આવ્યો છે. તેને કોઈ પણ પ્રકારની તબીબી (મેડિકલ) સલાહ ન ગણવી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સમસ્યા, લક્ષણ કે ઉપચાર માટે હંમેશા તમારા ડોક્ટર અથવા નિષ્ણાત તબીબની સલાહ અવશ્ય લેવી.

‘છાવા’ ના મેકર્સનો ‘મોટો નિર્ણય’! શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘ઈથા’ની રિલીઝ ડેટ આગળ ઠેલાઈ, જાણો મુખ્ય કારણ

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

માર્કેટના ‘મોટા સંકેત’! સોના-ચાંદીના ભાવ નવી ઊંચાઈએ પહોંચશે, એક્સપર્ટ્સે તેજીને લઈને કરી ‘મોટી ભવિષ્યવાણી’

Metaનું નવું AI મોડેલ ‘Muse Glimmer’ લોન્ચ, સામાન્ય PC પર પણ ચાલશે

મેટાએ પોતાનું નવું ઓપન-વેઇટ AI મોડેલ ‘Muse Glimmer’ રજૂ કર્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, આ મોડેલ ખાસ કરીને એજન્ટિક AI વર્કફ્લો માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તેને ગ્રાહક-સ્તરના GPU ધરાવતા સામાન્ય Mac અથવા PC પર પણ ચલાવી શકાય છે. Meta CEO માર્ક ઝુકરબર્ગે AIને વધુ લોકો સુધી પહોંચાડવાની કંપનીની દિશા અંગે કહ્યું છે કે દરેક વ્યક્તિને સુપરઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની તક મળવી જોઈએ.

એજન્ટિક AI શું કરી શકે?

Muse Glimmer સામાન્ય ચેટબોટ કરતાં આગળ વધીને કામ કરવાની ક્ષમતા ધરાવતા AI એજન્ટ્સ માટે બનાવવામાં આવ્યું છે. સામાન્ય ચેટબોટ મુખ્યત્વે પ્રશ્નોના જવાબ આપે છે, જ્યારે એજન્ટિક AI કોઈ કાર્યનું આયોજન કરી શકે છે, વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી શકે છે, પોતાના પરિણામની ચકાસણી કરી શકે છે અને ભૂલ થાય તો તેને સુધારીને આગળ વધી શકે છે.

Meta અનુસાર, Muse Glimmer કોડિંગ, ફંક્શન કોલિંગ, સ્થાનિક ફાઇલોનું મેનેજમેન્ટ અને અન્ય મલ્ટી-સ્ટેપ વર્કફ્લો જેવા કાર્યો સંભાળી શકે છે. તેમાં ખાસ પર્સેપ્શન એન્કોડર પણ આપવામાં આવ્યું છે, જે સ્ક્રીનશોટ, ચાર્ટ અને ડોક્યુમેન્ટ જેવી વિઝ્યુઅલ માહિતી સમજવામાં મદદ કરે છે.

30 અબજ પેરામીટરનું AI મોડેલ

Muse Glimmerમાં લગભગ 30 અબજ પેરામીટર છે. આ મોડેલને સતત સ્થાનિક રીતે ચાલતા AI એજન્ટ વર્કફ્લો માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવ્યું છે. મોડેલને નાનું અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે તેના વેઇટ્સને લગભગ 4-બીટ પ્રિસિઝન સુધી ક્વૉન્ટાઇઝ કરવામાં આવ્યા છે. પરિણામે તેનું કદ 20GBથી ઓછું રાખવામાં આવ્યું છે.

Metaના જણાવ્યા મુજબ, Muse Glimmerને 24GB VRAM ધરાવતા GPU પર પણ ચલાવી શકાય છે. એટલે કે, તેને ચલાવવા માટે જરૂરી હાર્ડવેર માત્ર મોટા ડેટા સેન્ટર સુધી મર્યાદિત રહેતું નથી અને યોગ્ય GPU ધરાવતા સામાન્ય કમ્પ્યુટર પર પણ તેનો ઉપયોગ શક્ય બની શકે છે.

100થી વધુ ભાષાઓને સપોર્ટ

Muse Glimmerને Metaના મોટા Muse Spark મોડેલના આઉટપુટનો ઉપયોગ કરીને તાલીમ આપવામાં આવી છે. ત્યારબાદ તેને લાંબા સંદર્ભને સમજવા, તર્ક, કોડિંગ અને એજન્ટિક કાર્યો માટે વધુ તાલીમ આપવામાં આવી છે.

કંપનીના જણાવ્યા મુજબ, મોડેલ 100થી વધુ ભાષાઓને સપોર્ટ કરે છે. AI ડેવલપર્સ માટે તેને વિવિધ ટૂલ્સ અને પ્લેટફોર્મ સાથે ઉપયોગમાં લઈ શકાય તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. તેના મોડેલ વેઇટ્સ Hugging Face પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જ્યારે Ollama, LM Studio, Llama.cpp, MLX, ExecuTorch, vLLM અને SGLang જેવા પ્લેટફોર્મ સાથે ઇન્ટિગ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે.

AMDથી Nvidia સુધીની કંપનીઓ સાથે Metaની ભાગીદારી

Muse Glimmerનું પ્રદર્શન વધુ ઉપકરણો પર સુધારવા માટે Meta AMD, Arm, Dell, Intel અને Nvidia જેવી કંપનીઓ સાથે પણ કામ કરી રહી છે. કંપનીનો હેતુ AI મોડેલને માત્ર હાઇ-એન્ડ સર્વર્સ પૂરતું મર્યાદિત રાખવાને બદલે વધુ પ્રકારના ડિવાઇસ પર ઉપયોગી બનાવવાનો છે.

Meta લાંબા સમયથી ઓપન-વેઇટ AI મોડેલો પર ભાર મૂકી રહી છે. Muse Glimmer સાથે કંપનીનો પ્રયાસ એ છે કે શક્તિશાળી AI ક્ષમતાઓને સ્થાનિક ડિવાઇસ સુધી પહોંચાડવામાં આવે. જો આ ટેક્નોલોજી વધુ કાર્યક્ષમ અને સરળતાથી ઉપલબ્ધ બનશે, તો ભવિષ્યમાં વ્યક્તિગત કમ્પ્યુટર પર AI એજન્ટ્સ દ્વારા કોડિંગ, ફાઇલ મેનેજમેન્ટ અને અન્ય જટિલ કામ કરાવવાની રીતમાં મોટો બદલાવ આવી શકે છે.

દરેક ઘર માટે સોલાર પેનલ યોગ્ય નથી! ઇન્સ્ટોલ કરતા પહેલા જાણો આ મહત્વની વાત

6,6,6,6,6,6… સતત છ છગ્ગા ફરી એકવાર ક્રિકેટ સ્ટેડિયમમાં ગુંજી ઉઠ્યા, યુવરાજ સિંહની યાદો તાજી થઈ

Rajkot : વાહન ચેકિંગ દરમિયાન Harassment કરવામાં આવતા હોવા આક્ષેપ, જુઓ Video

રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસની કામગીરી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. કોંગ્રેસ પક્ષે રાજકોટ ટ્રાફિક પોલીસ પર ગંભીર આક્ષેપો કરીને તેમની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂતે એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં દાવો કર્યો છે કે ટ્રાફિક પોલીસ દંડના નામે સામાન્ય નાગરિકોને હેરાનગતિ કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસનું મુખ્ય કાર્ય ટ્રાફિક નિયમન અને શહેરની વાહન વ્યવસ્થા સુચારુ રીતે જાળવવાનું છે, લોકો સાથે કનડગત કરવાનું નથી.

રોહિતસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર, છેલ્લા એકાદ મહિનાથી રાજકોટ શહેર પોલીસની ટ્રાફિક શાખા અતિ સક્રિય બની છે, જાણે રાજકોટ શહેરની ચારે બાજુ કિલ્લેબંધી કરી હોય તેવું વાતાવરણ સર્જાયું છે. શહેરની શેરી ગલીઓમાં પણ ટ્રાફિક પોલીસના બ્રિગેડિયરોના ટોળાં જોવા મળી રહ્યા છે. તેમણે કબૂલ્યું કે બ્લેક ફિલ્મ, હોર્ન, હથિયારો કે કેફી પદાર્થો બાબતે પોલીસ દ્વારા જે ડ્રાઈવ ચલાવવામાં આવે છે તે આવકારદાયક છે, પરંતુ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના નામે રાજકોટના સામાન્ય જનતાઓને કનડગત કરવાની અનેક ફરિયાદો તેમની સમક્ષ આવી છે.

કોંગ્રેસ નેતાએ રાત્રીના સમયે વાહન ચેકિંગ દરમિયાન થતી પરેશાનીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, રાત્રીના સમયે બહારથી આવતા લોકોને પણ પોલીસ દ્વારા પરેશાન કરવામાં આવે છે. ચોટીલાથી રાજકોટ શહેર પોલીસની હદમાં પ્રવેશતા બામણબોર ચોકી, હિરાસર એરપોર્ટવાળી ચોકડી અને ગ્રીનલેન્ડ ચોકડી જેવા મુખ્ય પ્રવેશદ્વારો પર રાત્રિના ત્રણ-ત્રણ વાગ્યે પણ ટીઆરબી (ટ્રાફિક બ્રિગેડ) જવાનોના મોટા ટોળાં તૈનાત હોય છે. ફેમિલી સાથે મુસાફરી કરી રહેલા લોકોને પણ ટોર્ચથી ચેક કરવામાં આવે છે. રોહિતસિંહ રાજપૂતે આ સ્થિતિને “પાંચ કિલ્લાઓ પાર કરવા પડે” તેવી ગણાવીને સામાન્ય નાગરિકોની અગવડતાને ઉજાગર કરી છે.

આ ઉપરાંત, તેમણે વધુ એક ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે વાહન ચેકિંગના નામે ટ્રાફિક પોલીસ દ્વારા “તોડ” કરવામાં આવતી હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. આ તમામ આરોપો અને પુરાવાઓ સાથે રોહિતસિંહ રાજપૂતે રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનર સમક્ષ સત્તાવાર રજૂઆત કરી છે. કોંગ્રેસે ટ્રાફિક પોલીસની કથિત ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે, જેથી સામાન્ય નાગરિકોને થતી પરેશાનીઓનો અંત આવે.

આ સમગ્ર મામલે પોલીસ તંત્ર તરફથી સત્તાવાર સ્પષ્ટતા શું આવે છે અને તેઓ આ આક્ષેપો અંગે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવી આવશ્યક છે, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોના અધિકારોનું હનન ન થાય અને પોલીસની કામગીરી પારદર્શક રહે તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આ વિવાદ હવે રાજકોટમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.

₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલો

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ શેર ₹2,000 ને પાર જશે, મળશે 46% નું બમ્પર રિટર્ન… ડિજિટલ પેમેન્ટ કંપનીના રોકાણકારો માટે ‘મોટા સમાચાર’

મોરબીના વિરપરડા ગામના કૂવાની જિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયાની ટીમે લીધી મુલાકાત- Video

મોરબીના વિરપરડા ગામના કૂવાનું પાણી છેલ્લ કેટલાય દિવસથી હિલોળા લેતુ જોવા મળી રહ્યુ છે. સામાન્ય રીતે સ્થિર રહેતુ કૂવાનું પાણી શા માટે આ પ્રકારે હિલોળા લઈ રહ્યુ છે તે તપાસનો વિષય બન્યો છે ત્યારે જિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયાની ટીમે હાલ કૂવાની મુલાકાત લઈ આસપાસની સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતુ.

મોરબીના વિરપરડા ગામે છેલ્લા એક સપ્તાહથી કૂવામાં વિચીત્ર હલચલ જોવા મળી રહી છે. કૂવાનું પાણી આપમેળે હાલકડોલક થતુ જોવા મળી રહ્યુ છે. ત્યારે મોરબીના કલેક્ટર, વીરપરડા ગામના સરપંચ, TDO, અને જિયોલોજિસ્ટ સહિતના લોકો આ ઘટનાના સાક્ષી બન્યા છે. જે બાદ આજે જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ પણ કૂવાની મુલાકાતે આવી હતી. છેલ્લા કેટલાય દિવસથી આ કૂવાનુ પાણી દરિયાના પાણીની જેમ હિલોળા લઈ રહ્યુ છે. ત્યારે હાલ અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે.

જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર વિજયકુમાર દાસ અને તેમની ટીમે સ્થળ મુલાકાત કરી હતી. તેમણે હાલક ડોલક થતા પાણીવાળા કૂવાના સેમ્પલ લીધા તેમજ તેનાથી 500 મીટરના અંતરે આવેલા અન્ય એક કૂવાની પણ તપાસ કરી હતી અને તેના પણ સેમ્પલ લીધા હતા.

હાલ ટીમ દ્વારા પાણીમાં શું ગતિવિધિ થઈ રહી છે તે જોવા માટે સરવે હાથ ધર્યો હતો. તેમણે વિવિધ એંગલથી ત્યાં કૂવાની મુલાકાત લીધી હતી. હાલ તેમણે કૂવામાં શું પ્રક્રિયા થઈ રહી છે તે અંગે મીડિયા સમક્ષ તો કોઈ જાણકારી શેર નથી. હાલ તેઓ સેમ્પલ એકત્ર કરી રિપોર્ટ તૈયાર કરશે અને એ રિપોર્ટ મોરબી કલેક્ટરને સોંપવામાં આવશે. ત્યારબાદ જ જાણવા મળશે કે કૂવાનું પાણી શા માટે સતત હાલક-ડોલક થઈ રહ્યુ છે.

Input Credit- Rajesh Ambaliya- Morbi

જનતા પર પડશે મોંઘવારીનો વધુ એક માર, તેલ, સાબુ, બિસ્કિટ થી લઈને આ રોજબરોજની ચિજવસ્તુઓની વધશે ભાવ

‘બોલર’ બની ગયો ‘સિક્સર કિંગ’! છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર ને સિરાજે ફટકાર્યા 3 છગ્ગા, શ્રીલંકન ટીમે ચેક કર્યું ‘બેટ’

ભારતીય ટીમે શ્રીલંકા પ્રવાસની શરૂઆત સારા સંકેત સાથે કરી છે. 3 દિવસીય વોર્મ-અપ મેચમાં ભારતને જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી અને મોહમ્મદ સિરાજે છગ્ગાની હેટ્રિક લગાવીને ટીમ ઇન્ડિયાને 6 વિકેટે જીત અપાવી દીધી.

સિરાજે કેશારા નુવાન્થાની એ ઓવરમાં કુલ 23 રન ફટકાર્યા અને બીજી ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાનો સ્કોર 4 વિકેટના નુકસાને 214 રન સુધી પહોંચાડી દીધો.

સિરાજ 15 બોલમાં એક ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 32 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ પહેલાં ભારતે પોતાની પહેલી ઇનિંગ્સ બીજા દિવસના સ્કોર 6 વિકેટના નુકસાને 357 રન પર જાહેર કરી દીધી હતી.

બીજી ઇનિંગ્સમાં શું થયું?

બીજી ઇનિંગ્સમાં શ્રીલંકા ઇલેવને 45 ઓવર બેટિંગ કરી અને 6 વિકેટના નુકસાને 200 રન બનાવીને ઇનિંગ્સ જાહેર કરી દીધી. બીજી ઇનિંગ્સમાં શ્રીલંકા ઇલેવન તરફથી નિશાન મદુષ્કાએ સૌથી વધુ 63 રનની ઇનિંગ્સ રમી.

ભારત તરફથી આ ઇનિંગ્સમાં આકિબ નબીએ બોલિંગ કરી, જેને જસપ્રીત બુમરાહના સ્થાને લેવામાં આવ્યો છે. 5 ઓવરમાં નબીએ 27 રન આપ્યા અને તે વિકેટલેસ રહ્યો હતો.

શ્રીલંકાએ પહેલી ઇનિંગ્સમાં 8 વિકેટના નુકસાને 363 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી આ ઇનિંગ્સમાં 3 અડધી સદી ફટકારવામાં આવી હતી. નિશાન મદુષ્કાએ 66, રવિન્દુ રસાંથાએ 71 અને સોનલ દિનુશાએ 52 રનની ઇનિંગ્સ રમી.

ભારતીય ટીમે પહેલી ઇનિંગ્સમાં દેવદત્ત પડિક્કલની શાનદાર શતકીય ઇનિંગ્સની મદદથી 6 વિકેટના નુકસાને 357 રન બનાવ્યા. પડિક્કલે 142 અને રવિન્દ્ર જાડેજાએ 63 રનની ઇનિંગ્સ રમી.

15 ઓગસ્ટથી સિરીઝનો પ્રારંભ

ભારત-શ્રીલંકા બે મેચની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ 15 ઓગસ્ટથી થશે. પહેલો મુકાબલો ગાલે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. આ સિરીઝ WTC ફાઇનલના દ્રષ્ટિકોણથી બંને ટીમ માટે મહત્વપૂર્ણ છે. ભારતને ટોપ-4માં પહોંચવા માટે શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરવું પડશે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ‘મેડન ઓવર’ નાખવાનો રેકોર્ડ કોના નામે? TOP-4 માં કેટલા ભારતીય બોલર છે અને કોણ કયા નંબરે છે?

છલકાયું ગોવિંદાનું દર્દ! આ ખાસ વ્યક્તિના અવસાન પછી કરવા માગતા હતા ‘આત્મહત્યા’, એક પંડિતે બચાવ્યો જીવ

બોલિવૂડ એક્ટર ગોવિંદા પોતાની માતાની ખૂબ જ નજીક હતા. વર્ષ 1996 માં જ્યારે તેમની માતાનું નિધન થયું, ત્યારે ગોવિંદા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. માતાને ગુમાવવાના ગમમાં તેઓ એટલા ડિપ્રેશનમાં આવી ગયા હતા કે, તેમણે નર્મદા નદીમાં જઈને પોતાના જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.

સુનીતા આહૂજાએ ઘણી વખત કહ્યું છે કે, આગામી જન્મમાં તેઓ પ્રાર્થના કરશે કે તેમને ગોવિંદા પુત્ર તરીકે મળે, કારણ કે ગોવિંદા પોતાની માતાને ખૂબ જ પ્રેમ કરતા હતા. હવે ગોવિંદાએ પોતાની માતા નિર્મળા દેવી સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી અને જણાવ્યું કે, તેમના નિધને તેમને કેટલા દુઃખી કરી દીધા હતા.

ગોવિંદાની માતાનું નિધન વર્ષ 1996 માં થયું હતું અને તેમને ગુમાવવાનું દુઃખ એટલું ઊંડું હતું કે, એકવાર એક્ટર નર્મદા નદીમાં ચાલ્યા ગયા હતા; એ વિચારીને કે કદાચ તેઓ તેમને ફરીથી મળી શકશે. આ દરમિયાન તેઓ લગભગ આત્મહત્યા જ કરવાના હતા.

માતાને ગુમાવવાનું દુઃખ સહન ન કરી શક્યા ‘ગોવિંદા’

ANI સાથે વાત કરતા ગોવિંદાએ તે સમયે અનુભવેલા દર્દને યાદ કર્યું. ગોવિંદાએ જણાવ્યું કે, તેમના નિધનની તેમના પર કેટલી ઊંડી અસર પડી હતી અને તેમણે સ્વીકાર્યું કે, તે દરમિયાન તેમના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘હું ખૂબ જ દર્દમાં હતો. મને અતિશય તકલીફ થઈ રહી હતી. તે સમયે મને લાગ્યું કે, બધું જ પૂરું થઈ ગયું છે. બસ આ જ અંત હતો.’

તે ઘટનાને યાદ કરતા તેમણે કહ્યું, ‘હું નર્મદા નદી પાસે હતો. મેં વિચાર્યું કે, હું નદીમાં થોડો વધુ આગળ જઈશ અને પોતાની માતાને ફરીથી મળી શકીશ. એટલા માટે હું નદીમાં ચાલ્યો ગયો.’

ગોવિંદાએ માતાના નિધન પછી આત્મહત્યા પર મૌન તોડ્યું

ગોવિંદાને પૂછવામાં આવ્યું કે, શું તે સમયે તેમને આત્મહત્યા કરવાનો વિચાર આવી રહ્યો હતો? તો ગોવિંદાએ કહ્યું, ‘અમુક અંશે આવી રહ્યો હતો. હું મારી માતા સાથે ખૂબ જ જોડાયેલો હતો. હું તેમને ખૂબ જ પ્રેમ કરતો હતો.’ તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના આ પગલાને જીવ આપવાના પ્રયાસ તરીકે નથી જોતા.

તેમણે કહ્યું કે, ‘દુનિયા આને એ જ કહે છે. લોકો આત્મહત્યા જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં આપણા ત્યાં એવું કંઈ નથી હોતું. જિંદગી ક્યારેય પૂરી નથી થતી. તે નવાં રૂપ લે છે, નવા આકાર લે છે.’

ગોવિંદાનો દર્દનાક ખુલાસો

ગોવિંદાએ એ પણ યાદ કર્યું કે, કેવી રીતે એક પૂજારી, જેમને તેઓ રામ કુંડળના નામે યાદ કરે છે, તેમણે વચ્ચે પડીને નદીમાંથી બહાર નીકળવામાં તેમની મદદ કરી હતી. એક્ટરે કહ્યું, ‘તેમણે મને બૂમ પાડી અને મારી તરફ આવ્યા. હું નદીમાંથી બહાર આવ્યો અને તેમણે પૂછ્યું શું થયું ગોવિંદા? મને અહેસાસ થયો કે, તે સમયે કોઈએ મને કહ્યું હતું કે હું કંઈક ખોટું કરી રહ્યો છું અને મેં એક પાઠ શીખ્યો. મને અહેસાસ થયો કે, મારે મારાં બાળકો માટે જીવવાનું છે.’

આ સાથે જ ગોવિંદાએ કહ્યું કે, તે માનસિક સ્થિતિમાંથી બહાર આવવા અને જિંદગીનો નવો મકસદ શોધવામાં તેમને 15 દિવસથી વધુ સમય લાગ્યો. આ અનુભવે તેમના કરિયર અને સ્ટારડમને જોવાના દ્રષ્ટિકોણને પણ બદલી નાખ્યો.

હોસ્પિટલમાં સર્જરી દરમિયાન ગીત ગાતો જોવા મળ્યો સોનુ નિગમ, Video વાયરલ

Breaking News : શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ પર AIUએ ઝડપી પાડ્યો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ₹65 લાખથી વધુની કિંમતનું ગેરકાયદેસર સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જેદ્દાહથી દોહા થઈને અમદાવાદ આવેલી એક ફ્લાઇટના મુસાફર પાસેથી આ સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું. આ મુસાફર દાહોદનો હોવાનું સામે આવ્યું છે. દાણચોરી કરવાના ઇરાદે મુસાફરે 467.09 ગ્રામ સોનું પેસ્ટ ફોર્મમાં પોતાના શરીરના ગુપ્ત ભાગમાં છુપાવીને લાવ્યો હતો. કસ્ટમ્સ અધિકારીઓની પ્રાથમિક તપાસ અને સોનાને શુદ્ધ કરવાની પ્રક્રિયા બાદ તેનું વજન 422.83 ગ્રામ શુદ્ધ સોનું હોવાનું માલુમ પડ્યું છે.

કસ્ટમ્સ વિભાગે તાત્કાલિક ધોરણે સોનાની દાણચોરી કરનાર આ મુસાફરની ધરપકડ કરી લીધી છે. હાલ, તેની પાસેથી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ દાણચોરી પાછળનો મુખ્ય હેતુ અને આમાં સંડોવાયેલા અન્ય કોઈપણ વ્યક્તિ કે આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરી શકાય. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ AIU દ્વારા કરવામાં આવેલી આ સફળ કાર્યવાહીએ સોનાની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.

સાગબારામાં આદિવાસી ખેડૂતોના જમીન અધિકાર માટે ધરણા, સાંસદ મનસુખ વસાવા જોડાયા

સાગબારામાં આદિવાસી ખેડૂતોના જમીન અધિકાર માટે ધરણા, સાંસદ મનસુખ વસાવા જોડાયા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે આદિવાસી ખેડૂતોએ જંગલની જમીન પર ખેડાણ કરવાના અધિકાર મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. આ ધરણામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન સહિતના સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતો જોડાયા હતા. વિશ્વ આદિવાસી દિવસના રોજ યોજાયેલા આ વિરોધ પ્રદર્શને જમીન અધિકારના મુદ્દે રાજકીય ગરમાવો લાવ્યો છે.

ખેડૂતો અને વન વિભાગ વચ્ચે લાંબા સમયથી જમીન વિવાદ ચાલી રહ્યો છે. આદિવાસી ખેડૂતો જંગલની જમીન પર ખેડાણ કરવાની મંજૂરી આપવાની માંગ કરી રહ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે ગંભીરતા દાખવી અગાઉ સુરત જિલ્લા કલેક્ટરને ધરણા અંગે પત્ર પણ લખ્યો હતો. તેમણે વન મંત્રી પ્રવીણ માળી સાથે પણ વાતચીત કરીને સાગબારાના ખેડૂતો માટે રજૂઆત કરી હતી.

ધરણા દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ભાવુક અપીલ કરતા જણાવ્યું હતું કે, વન મંત્રી અર્જુનભાઈ હોય કે માનનીય મુખ્યમંત્રી સાહેબ હોય, આદિવાસીઓની માનવતાની દ્રષ્ટિએ આ માંગણીનો સ્વીકાર કરવો જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે, જો સાગબારાના લોકો પાસેથી જંગલની જમીન છીનવી લેવામાં આવશે, તો તે ઉમરપાડા કે અન્ય કોઈ આદિવાસીને મળવાની નથી. તેના બદલે, વન વિભાગ ત્યાં પ્લાન્ટેશન કરશે અને બે વર્ષ પછી ઉમરપાડાનો પણ વારો આવશે. તેમણે વન વિભાગ પર આદિવાસીઓને ડરાવી, ધમકાવી, પટાવી, ફોસલાવી અને આદિવાસીઓમાં ભાગલા પડાવીને જંગલની જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના પ્રત્યે તેમણે સખત નારાજગી વ્યક્ત કરી હતી.

સાંસદ વસાવાએ વન મંત્રી પ્રવીણ માળીને વિનંતી કરી હતી કે, તેઓ રાજ્ય કક્ષાના વન મંત્રી અને નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી તરીકે અધિકારીઓની વાતમાં ન આવે. તેમણે આદિવાસીઓના હિતને ધ્યાનમાં રાખવા અને ચૂંટાયેલા સંસદસભ્ય તરીકે તેમની વાત માનવા પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ સાત ટર્મથી લોકપ્રતિનિધિ છે અને તેમના મતવિસ્તારના લોકોનો સહયોગ તેમને મળતો રહ્યો છે, જેથી દુઃખના પ્રસંગે તેમને સહકાર આપવો એ તેમની ફરજ છે.

વસાવાએ અધિકારીઓને રૂબરૂ સ્થળ મુલાકાત લેવા વિનંતી કરી હતી, કારણ કે બે તાલુકા વચ્ચે સંબંધ સારા ન હોય તો વન સમિતિના અભિપ્રાય પણ ન મળી શકે. તેમણે ઉમરપાડાની જેમ સાગબારામાં પણ ખેડૂતોને જમીન ખેડાણ કરવાની મંજૂરી આપવા માટે અપીલ કરી હતી. આદિવાસી ખેડૂતો સાથે અન્યાય ન થાય અને એક પક્ષના ખેડૂતોને ભેદભાવનો ભોગ ન બનવું પડે તેવો નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે. આ વિવાદનો ઉકેલ ક્યારે આવશે અને સરકાર તથા વન વિભાગ આદિવાસી ખેડૂતોની માંગ પર શું નિર્ણય લેશે, તે જોવું રહ્યું.

ગિરની ગર્જનાથી 891 સિંહોની ગૌરવગાથા સુધી… પરિમલ નથવાણીની યાદોમાં સિંહો

Tv9 ગુજરાતીના ધારદાર અહેવાલ બાદ જાગ્યુ ભાવનગરનું તંત્ર, શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડા પુરવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાઈ- Video

ભાવનગર શહેરમાં વરસાદ બાદ તમામ રસ્તા પર ખાડા પડ્યા હતા અને રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા છે તે નક્કી કરવુ મુશ્કેલ બની ગયુ હતુ. જો કે ભાવનગર મહાનગરપાલિકાના પ્રતાપે ખાડાની આ સમસ્યા ન માત્ર ચોમાસા પુરતી સીમિત રહી છે, તે કાયમી બની ગઈ છે. આ અંગે Tv9 ગુજરાતની દ્વારા મહાનગરપાલિકાના સત્તાધિશોને અણિયાળા સવાલો કરતો અને ભાવેણાવાસીઓની વ્યથાને રજૂ કરતો ધારદાર અહેવાલ પ્રસારીત કર્યો હતો. આ અહેવાલ બાદ મહાનગરપાલિકાના સત્તાધિશોએ જાણે આળસ ખંખેરી હોય તેમ તાત્કાલિક ધોરણે ખાડ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ શહેરમાં રોડને સમતલ બનાવવાની અને જ્યાં જ્યા રસ્તા તૂટી ગયા હોય કે ઉબડ ખાબડ બન્યા હોય તેનુ સમારકામની કામગીરી ચાલી રહી છે

શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાને કારણે વાહનચાલકો ત્રાહિમામ છે. અનેકવાર અકસ્માત સર્જાવાની સમસ્યા સામે આવી છે તો ખાડામાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી હતી. આ તમામ સમસ્યાને લઈને મહાનગરપાલિકાના શાસકોને ઉંઘમાંથી જગાડવાનું કામ tv9 દ્વારા કરવામાં આવ્યુ અને અહેવાલ રજૂ થતા શાસકો અને અધિકારીઓ બેદરકારીની ઉંઘમાંથી ઉઠીને તાત્કાલિક ધોરણે શહેરમાં પડેલા ખાડા પુરવાની કામગીરી શરૂ કરાઈ છે.

આ સમગ્ર ઘટનાને લઈને સ્ટે.કમિટીના ચેરમેનને પૂછતા તેમને જણાવેલ કે ભારે વરસાદને લઈને શહેર ના અમુક રોડ રસ્તા પર ખાડા પડી ગયા હતા જે tv9 ના માધ્યમથી અમને જાણ થતા તાત્કાલિક ધોરણે સૂચના આપીને કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે વિપક્ષના સભ્ય દ્વારા પણ tv9 ના અહેવાલની પ્રશંસા કરવામાં આવી હતી અને શાસકો શહેરના રોડ રસ્તા કેટલી નબળી ગુણવત્તાવાળા કરે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

હાલ શહેરના અનેક રસ્તાઓ પર મજૂરો અને મશીનરી દ્વારા ખાડા પૂરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેથી વરસાદી સિઝનમાં નાગરિકોને વધુ મુશ્કેલી ન પડે. આમ ફરી એકવાર ટીવીનાઈનના અહેવાલના પડઘા પડ્યા છે અને ટીવીનાઈનના અહેવાલ અસરદાર સાબિત થયો છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

ગિરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, ચારે બાજુ હરિયાળી અને વાદળોથી ઘેરાયેલા પર્વતનો સુંદર નજારો આવ્યો સામે- જુઓ Video

IND vs SL: 6 ફૂટ 5 ઈંચના ફાસ્ટ બોલરની જોરદાર ફટકાબાજી, છેલ્લી ઓવરમાં 4 છગ્ગા ફટકારી મચાવી ધમાલ

શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ માટે ખરી કસોટી હજુ શરૂ થઈ નથી. ટીમ ઈન્ડિયા હાલમાં તેની તૈયારી કરી રહી છે. આ તૈયારીના ભાગ રૂપે, શ્રીલંકા ક્રિકેટ 11 અને ટીમ ઈન્ડિયા વચ્ચે કોલંબોમાં ત્રણ દિવસીય વોર્મ-અપ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. મેચના બીજા દિવસના અંતે શું થયું તેની કલ્પના ભાગ્યે જ કોઈ કરી શકે. ટીમ ઈન્ડિયાના 6 ફૂટ 5 ઈંચના યુવા ફાસ્ટ બોલર ગુર્નુર બ્રારે દિવસની અંતિમ ઓવરમાં ચાર છગ્ગા ફટકારીને પોતાની બેટિંગ કુશળતા દર્શાવી.

5 ઈંચના ફાસ્ટ બોલરની જોરદાર ફટકાબાજી

8 ઓગસ્ટ, શનિવાર, ભારત અને શ્રીલંકા ક્રિકેટ 11 વચ્ચેની પ્રેક્ટિસ મેચનો બીજો દિવસ હતો. ભારતીય ટીમે આખો દિવસ બેટિંગ કરી, જેમાં દેવદત્ત પડિકલ ચમક્યો હતો. તેણે દમદાર સદી ફટકારી હતી. રવિન્દ્ર જાડેજાએ પણ અડધી સદી ફટકારી હતી. જ્યારે કેટલાક અન્ય બેટ્સમેન નિષ્ફળ ગયા, ત્યારે 6 ફૂટ 5 ઈંચના ફાસ્ટ બોલર ગુર્નુર બ્રારે દિવસનો અંત ધમાકેદાર ફટકાબાજી સાથે કર્યો.

 

છેલ્લી ઓવરમાં ચાર છગ્ગા ફટકાર્યા

જ્યારે ટીમ ઈન્ડિયાની ઇનિંગની 90મી ઓવર શરૂ થઈ, ત્યારે દેવદત્ત પડિકલે એક સિંગલ લીધો. પછી બ્રાર સ્ટ્રાઇક પર આવ્યો. તેનો સામનો શ્રીલંકાના સ્થાનિક ક્રિકેટમાં અનુભવી સ્પિનર ​​દિલમ સુદિરા સાથે હતો. પરંતુ તેનાથી બ્રારને કોઈ ફરક ના પડ્યો. તેણે ઓવરના બીજા બોલે લોંગ-ઓન પર સિક્સર ફટકારી. પછી તેણે આગળનો બોલ સીધો બાઉન્ડ્રી પાર કર્યો અને છગ્ગો ફટકાર્યો. ચોથા બોલ પર કોઈ રન આવ્યો નહીં. જોકે, બ્રારે ઓવરના છેલ્લા બે બોલ પર સતત બે સિક્સર ફટકારી ફટકારીને દિવસનો અંત શાનદાર રીતે કર્યો.

કોચ ગૌતમ ગંભીર જોર-જોરથી હસ્યો

ગુર્નુર બ્રારે પહેલા દિવસે પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. પરંતુ તેના બેટિંગ પ્રદર્શને ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને ખુશ કરી દીધા. ખાસ કરીને હેડ કોચ ગૌતમ ગંભીર પોતાની હસી રોકી શક્યો નહીં. તેણે બ્રારની બેટિંગને તાળીઓથી વધાવી અને જોર-જોરથી હસ્યો. બ્રાર માત્ર 18 બોલમાં 36 રન બનાવી અણનમ રહ્યો, જેમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. આનાથી ટીમ ઈન્ડિયા બીજા દિવસે આઠ વિકેટે 357 રન સુધી પહોંચી ગઈ.

77 લાખ રૂપિયા પગાર, ટુર્નામેન્ટમાં ફક્ત 6 મેચ રમી, હવે ઈજાને કારણે સ્ટાર ભારતીય ખેલાડી બહાર

શું ₹5,000 ની SIP થી ખરેખર બની શકાય છે કરોડપતિ? જુઓ 10, 20 અને 30 વર્ષમાં કેટલી વધશે તમારી સંપત્તિ!

Breaking News: અમદાવાદ SOG નું ‘મેગા ઓપરેશન’, ₹60 લાખના ગેરકાયદે કફ સિરપ હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ – જુઓ Video

અમદાવાદ SOG એ ગેરકાયદે કફ સિરપની હેરાફેરી સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. શહેરના રિલીફ રોડ પોસ્ટ ઓફિસમાંથી ₹60 લાખની કિંમતનો 5000થી વધુ કફ સિરપ બોટલનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

તપાસમાં સામે આવ્યું છે કે, આ કફ સિરપનો જથ્થો પોસ્ટ મારફતે પૂર્વોત્તરના રાજ્યો જેવા કે મિઝોરમ, ત્રિપુરા અને આસામ સુધી મોકલવામાં આવતો હતો. SOG એ તાત્કાલિક કાર્યવાહી કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે અને NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આટલો મોટો જથ્થો ઝડપાતા ગેરકાયદે દવા હેરાફેરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે. SOG હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને તેની પાછળ કોણ સંકળાયેલું છે, તે શોધવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.

પોસ્ટ ઓફિસ જેવા માધ્યમથી આટલો મોટો જથ્થો કેવી રીતે મોકલાતો હતો અને આ સિન્ડિકેટનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, તે અંગે પણ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

એનાલોગ પનીર પર પ્રતિબંધથી શુદ્ધ દૂધની માંગ વધશે, ખેડૂતોને સારા ભાવ મળશે: NDDB ચેરમેન – જુઓ Video

અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ, કયા વોર્ડને થશે અસર, જુઓ Video

અમદાવાદના રાણીપ અને નવા વાડજ વોર્ડના રહેવાસીઓ માટે 11 ઓગસ્ટ, શુક્રવારનો દિવસ પાણીના પુરવઠાને લઈને મુશ્કેલીભર્યો રહી શકે છે. શહેરના જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે આવશ્યક મેઇન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી પાણી પુરવઠામાં કાપ મૂકવામાં આવશે. આ કામગીરીને કારણે પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો પ્રભાવિત થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાણી પુરવઠાની વ્યવસ્થા જાળવવા અને સુધારવા માટે આ મેઇન્ટેનન્સ કાર્ય મહત્વપૂર્ણ ગણાવ્યું છે. જોકે, આ એક દિવસીય પાણી કાપને કારણે રાણીપ અને નવા વાડજ સહિત પશ્ચિમ ઝોનના રહેવાસીઓની દૈનિક જરૂરિયાતો પર સીધી અસર પડશે. ઘર વપરાશ, વેપાર-ધંધા અને અન્ય જરૂરી કામો માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

AMCએ જણાવ્યું છે કે મેઇન્ટેનન્સ દરમિયાન પાણીના પુરવઠામાં ઘટાડો અથવા વિક્ષેપ થવાની પૂરી શક્યતા છે. આથી, રાણીપ અને નવા વાડજ વોર્ડના રહેવાસીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ 11 ઓગસ્ટ પહેલા પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી લે. કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો સામાન્ય થવાની અપેક્ષા છે. રહેવાસીઓને આ પાણી પુરવઠા અપડેટ અંગે જાગૃત રહેવા અને અગાઉથી આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.

ભારતીય કામદારો માટે ખુશખબર, બ્રિટન જોબ માટે આપી રહ્યુ છે ખાસ વિઝા, જાણો વિગત

IND vs SL: 2 બોલ અને 0 રન… શ્રીલંકામાં યશસ્વી જયસ્વાલની ખૂલી ગઈ પોલ, શૂન્ય પર થયો આઉટ

Breaking News: ભારત-શ્રીલંકા ટેસ્ટ જોવા નહીં આપવો પડે એક પણ રૂપિયો, સ્ટેડિયમમાં મફતમાં જોઈ શકશો મેચ

ડિવોર્સની વાતો વચ્ચે આકાંક્ષા ચમોલાનું ‘મોટું પગલું’, Show પછી અચાનક લીધો ‘ચોંકાવનારો નિર્ણય’

રિયાલિટી Show લોકઅપ 2 પૂરો થઈ ગયો છે અને તમામ સ્પર્ધકો પોતાની સામાન્ય જિંદગીમાં પાછા ફરી ગયા છે. Show માં આકાંક્ષા ચમોલા (Akanksha Chamola) એ ખુલાસો કર્યો હતો કે, તે અને ગૌરવ ખન્ના (Gaurav Khanna) અલગ થઈ ચૂક્યા છે. ત્યારબાદ ગૌરવે ખુલાસો કર્યો હતો કે, તેમના છૂટાછેડાની પ્રક્રિયા ચાલુ છે પણ હજુ સુધી બધું ફાઇનલ થયું નથી.

હવે લોકઅપ 2 માંથી બહાર આવતા જ આકાંક્ષા ચમોલાએ એક ચોંકાવનારું પગલું ભર્યું છે. આકાંક્ષાએ પોતાના નામ આગળથી ગૌરવ ખન્નાનું નામ હટાવવા માટે એક લાંબી પહોળી પોસ્ટ કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આકાંક્ષા ચમોલા હટાવશે ‘ગૌરવ ખન્નાનું નામ’

આકાંક્ષા ચમોલાનું ઇન્સ્ટાગ્રામ પર નામ akankshagkhanna છે. આકાંક્ષાએ પોતાના નામની પાછળ ગૌરવ ખન્નાનું નામ લગાવી રાખ્યું છે પરંતુ હવે આકાંક્ષા આ નામ હટાવવા માગે છે અને આ જ કારણે તેણે ફેસબુક અને મેટાના નામે એક નોટ લખી છે.

Trending Akanksha Chamola Takes Shocking Decision Amid Divorce Rumours After Lockup 2

આકાંક્ષાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘તેઓ યુઝરનેમ (username) બદલવા માટે તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે. વેરિફિકેશન સાથે જોડાયેલા પ્રતિબંધોના કારણે, ઘણા પ્રયાસો છતાં યુઝરનેમ બદલવામાં અસમર્થ રહ્યા છીએ. જો તમારી ટીમ આ સમસ્યાની સમીક્ષા કરી શકે અને આના સંભવિત ઉકેલ પર સલાહ આપી શકે, તો અમે તેની પ્રશંસા કરીશું.’

આકાંક્ષા ચમોલાએ આ પોસ્ટમાં મેટા, મેટા ઇન્ડિયા અને ઇન્સ્ટાગ્રામને ટેગ કર્યા છે. આ પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે, આકાંક્ષા પોતાનું નામ બદલવાના ઘણા પ્રયાસો કરી ચૂકી છે અને તે ટૂંક સમયમાં પોતાના નામ આગળથી ગૌરવ ખન્નાની સરનેમ હટાવવા માગે છે.

આકાંક્ષા ચમોલા અને ગૌરવ ખન્ના થયા હતા ‘Troll’

જણાવી દઈએ કે, લોકઅપ 2 માં જેવી આકાંક્ષા ચમોલાએ ગૌરવ ખન્નાથી છૂટાછેડા લેવાનો ખુલાસો કર્યો હતો, ત્યારે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવવા લાગ્યો કે, તેણે આ બધું ફક્ત ગેમ માટે કર્યું છે. ઘણા કલાકારોએ આકાંક્ષા અને ગૌરવના છૂટાછેડાના સમાચારને ફેક પણ ગણાવ્યા હતા.

આ પછી આકાંક્ષાએ ખુલાસો કર્યો હતો કે, તે બાયસેક્સ્યુઅલ (bisexual) છે. આકાંક્ષાના આ ખુલાસાએ દરેકને હેરાન કરી દીધા હતા. ગૌરવે પણ છૂટાછેડા પર રિએક્શન આપતા કહ્યું હતું કે, તે આકાંક્ષાને હંમેશા સપોર્ટ કરશે અને તેને હંમેશા પ્રેમ કરતો રહેશે. જો કે, બંને પોતાના આ વિવાદના કારણે ખૂબ ટ્રોલ થયા હતા.

અભિનેત્રી 16 વર્ષ પછી બની ટ્રાન્સજેન્ડર મેન, સર્જરી પછી બદલાયો લુક, જુઓ ફોટો

Breaking News : ભરતી કૌભાંડ મામલે ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યવાહી, પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન કરાયેલી નિમણૂકો વિવાદમાં

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી ભરતી પ્રક્રિયા અને નાણાકીય વ્યવહારોમાં કથિત અનિયમિતતાઓને કારણે ચર્ચામાં છે. આ વિવાદે હવે એક નિર્ણાયક વળાંક લીધો છે, જેમાં યુનિવર્સિટી પ્રશાસને 10 હંગામી કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી રાજ્ય સરકારની સૂચના બાદ ગઠિત એક તપાસ કમિટીની ભલામણોના આધારે કરવામાં આવી છે, જેણે યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર આટલો મોટો અને કડક નિર્ણય લીધો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ આખો મામલો પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી ભરતીઓ અને નાણાકીય ગોબાચારી સાથે સંકળાયેલો છે. વિદ્યાર્થી સંગઠનો દ્વારા અગાઉ પણ આ મામલે ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ ત્યારે કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી. કાર્યકારી કુલપતિ જગદીશ જોશીએ ચાર્જ સંભાળ્યા બાદ આ ફરિયાદોને ગંભીરતાથી લઈ એક કમિટીનું ગઠન કર્યું હતું, જેણે ઊંડાણપૂર્વક તપાસ કરી રિપોર્ટ રજૂ કર્યો છે.

આક્ષેપો મુજબ, નવી નિમણૂકોમાં કર્મચારીઓને અગાઉના કર્મચારીઓની સરખામણીમાં પાંચ ગણા સુધીના ઉંચા પગાર ચૂકવવામાં આવ્યા હતા. દાખલા તરીકે, કોર્ડીનેટરનો માસિક પગાર ₹45,000 થી વધારીને ₹2.50 લાખ કરવામાં આવ્યો હતો, જ્યારે GUSECના CEOનો પગાર ₹1.20 લાખથી વધારીને ₹5 લાખ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

કેટલાક નવા કર્મચારીઓને તો ₹1.50 લાખ સુધીનો માસિક પગાર મળતો હોવાનો પણ દાવો છે. આ ઉપરાંત, યુનિવર્સિટીનો વાર્ષિક ખર્ચ જે અગાઉ ₹85.40 લાખ હતો, તે વધીને ₹4.50 કરોડ સુધી પહોંચી ગયો હતો. પરિણામે, પૂર્વ કુલપતિના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીની તિજોરીને કુલ ₹10.93 કરોડનું નુકસાન થયું હોવાનો સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે.

સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં GUSECના ગ્રુપ સીઈઓ શ્રીનિવાસ રાવ, IDSRFના સીઈઓ માનસિંગ રજોરા, AIC GUSECના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ બિશ્વજીત અધિકારી, હિસાબ વિભાગના OSD અને ચીફ એકાઉન્ટ ઓફિસરનો ચાર્જ સંભાળતા દિનેશકુમાર, તેમજ કે.એસ. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ અને CPCના ડાયરેક્ટર ડૉક્ટર પાવન પંડિતનો સમાવેશ થાય છે.

કાર્યકારી કુલપતિ જગદીશ જોશીએ જણાવ્યું કે, તપાસ કમિટીએ આ 10 કર્મચારીઓની સામે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થઈ શકે તે માટે તેમને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. પ્રાથમિક તપાસમાં પગારના આંકડા સાચા હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ તે નિયમ પ્રમાણે અપાયા હતા કે કેમ, તે અંગે કમિટી વધુ અભિપ્રાય આપશે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો કમિટી આવા પગલાં સૂચવશે અને કાનૂની સલાહ તેમજ સરકારનું માર્ગદર્શન પ્રાપ્ત થશે તો ટર્મિનેશન સુધીના પગલાં પણ લેવામાં આવી શકે છે. કમિટીની ભલામણોના આધારે જ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

આ ઘટના ગુજરાત યુનિવર્સિટીના વહીવટીતંત્રમાં પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક કલહ: ઉત્તર ગુજરાતના નેતાઓ દિલ્હી પહોંચ્યા

Ajinkya Rahane: નિવૃત્તિ બાદ ફરી મેદાનમાં અજિંક્ય રહાણે, આ વિદેશી T20 લીગમાં બતાવશે તાકાત

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શું ₹5,000 ની SIP થી ખરેખર બની શકાય છે કરોડપતિ? જુઓ 10, 20 અને 30 વર્ષમાં કેટલી વધશે તમારી સંપત્તિ!

ભાવનગરમાં બજરંગદાસ બાપાના નામે ભ્રામક પોસ્ટ થઈ વાયરલ, AI થી બાપાનો વીડિયો બનાવવા સામે દર્શાવી આપત્તિ- Video

ભાવનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ અને હજારો લોકોની આસ્થા જેમની સાથે જોડાયેલી છે તેવા બગદાણાના બજરંગ દાસ બાપાના નામથી એક AI જનરેટેડ ભ્રામક વીડિયો વાયરલ થયો છે. ત્યારે બગદાણા આશ્રમ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના વીડિયો સામે આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે અને ભાવિકોને આ પ્રકારે બાપાના મૂળ રૂપ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવા જણાવાયુ છે.

બગદાણા ગુરુ આશ્રમ દ્વારા ભાવિકોને અપીલ કરતા AI જનરેટેડ ફેક ફોટા-વીડિયોથી સાવધાન રહેવા જણાવાયુ છે. લાઈક્સ-વ્યુઝ ની ઘેલછામાં આ પ્રકારની ખોટી-ભ્રામક પોસ્ટ વાયરલ ન કરવા અપીલ કરવામાં આવી છે.

AIના વધી રહેલા ટ્રેન્ડ અને ઉપયોગ વચ્ચે બજરંગદાસ બાપાના AIથી બનાવાયેલા ફોટો અને વીડિયો વાયરલ થયા હતા. જેને પગલે સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમે બજરંગદાસ બાપાના AIથી બનાવાયેલા ફેક ફોટા અને વીડિયોથી સાવધાન રહેવા અપીલ કરી છે. બજરંગ દાસ બાપાના મૂળ સ્વરૂપને AI વડે કાલ્પનિક ફોટા અને મનઘડત કહાની જોડીને વ્યુઝ અને લાઈક્સ મેળવવાની ઘેલછામાં લોકો બાપાના વાસ્તવિક અને પવિત્ર સ્વરૂપ સાથે અન્યાય ન કરે તે માટે પત્ર જાહેર કરાયો છે.

આશ્રમના ટ્રસ્ટી યોગેશભાઈ સગરે Tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે કેટલાક ઈન્ફ્લુએન્સર અને યુટ્યુબર્સ સોશિયલ મીડિયા પર લાઈક્સ કે વ્યુઝના ચક્કરમાં બાપાને મનઘડંત રીતે ચીતરી રહ્યા છે. કેટલાકે બાપાને ગોગલ્સ પહેરેલા અને જલારામ બાપા સહિતના અન્ય સંતો સાથે ચા પીતા બતાવ્યા છે. તેમની ભાવના સામે શક નથી પરંતુ આવુ કરવાથી બાપાના જીવન વિશેનો ખરો સંદેશ લોકો વચ્ચે જવો જોઈએ તે નથી જઈ રહ્યો.

જુઓ વીડિયો

ગુરુ મહારાજ જીવનપર્યંત વાસ્તવવાદી રહ્યા છે ક્યારેય કોઈ ચમત્કારો કરવાનો દાવો નથી કર્યો

યોગેશભાઈએ સ્પષ્ટ જણાવ્યુ કે બાપા યોગી, તપસ્વી અને ત્યાગી અવધૂત હતા. તેમણે ખુદ ક્યારેય ચમત્કારો અંગેનો દાવો નથી કર્યો. તેઓ ત્રિકાળજ્ઞાની હોવા છતા વાસ્તવવાદી જીવન જીવતા હતા. તેઓ પર્યાવરણ પ્રેમી, બાળકો પ્રેમી હતા. તેમનુ તપ યોગી કક્ષાનું હતુ. તેઓ કોઈ વિરક્ત યોગી અને અવધૂત પુરુષ જેવા હતા. બાપા ત્રિકાળજ્ઞાની હતા પરંતુ કોઈપણ જાતનો આડંબર તેમનામાં ક્યારેય ન હતો.

યોગેશભાઈએ કહ્યુ આવા યોગી વ્યક્તિત્વને અલગ રીતે રજૂ કરશુ તો આવનારી પેઢીઓને તેમના જીવન વિશે નવી જ કલ્પના બાંધી લેશે. ત્યારે ટ્રસ્ટ વતી વિનંતિ કરાઈ છે ગુરુમહારાજની ગરિમાને સાચવીને આવી કોઈ ભ્રામક પોસ્ટ કે ફોટા ન બનાવવા વિનંતિ કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં ફરી વાગી રહ્યા છે તખ્તાપલટના ભણકારા…મુનીર બની શકે છે રાષ્ટ્રપતિ અને ‘ટ્રોફી ચોર’ મોહસીન નક્વી હાઈબ્રિડ PM- વાંચો

 

Breaking News : જામનગરના રાજાપાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનની છત તૂટી પડતા ત્રણ વ્યક્તિઓ ઘાયલ, જુઓ Video

જામનગર શહેરના રાજાપાર્ક વિસ્તારમાં આવેલી રંગમતી સોસાયટીના શેરી નંબર-2માં એક ગંભીર દુર્ઘટના બની છે. આજે બપોરના સમયે એક રહેણાંક મકાનની છત અચાનક ધરાશાયી થતાં મકાનમાં રહેતા ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોમાં ભયનો સંચાર થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇજાગ્રસ્તો ભાડાના મકાનમાં રહેતા હતા. છત તૂટી પડતાં તેઓ કાટમાળ નીચે દટાયા હતા. ત્રણમાંથી એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય બેને નાની-મોટી ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે ઝડપથી ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ હટાવીને દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ ત્રણેય ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું અને તેઓ સલામત હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ પણ સક્રિય થયું હતું. જામનગર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે છત ધરાશાયી થવાનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં સામે આવ્યું છે કે આ મકાન જૂનું અને જર્જરિત હાલતમાં હતું. હાલમાં ચાલી રહેલા વરસાદી માહોલ અથવા વાતાવરણના કારણે પણ છત તૂટી પડી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જોકે પોલીસની સઘન તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.

આ ઘટનાએ શહેરમાં જર્જરિત મકાનોની સુરક્ષા અંગેના સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકો દ્વારા આવા જૂના અને જોખમી મકાનો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

વડોદરા SSG હોસ્પિટલમાંથી દુષ્કર્મ કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર, 6 ટીમો બનાવી શોધખોળ શરૂ….

Breaking News : વડોદરા SSG હોસ્પિટલમાંથી દુષ્કર્મ કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર, 6 ટીમો બનાવી શોધખોળ શરૂ

વડોદરાની SSG હોસ્પિટલમાં ગુરુવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સારવાર માટે લાવવામાં આવેલા પોલીસ જાપ્તાના એક 18 વર્ષીય આરોપીએ કોન્સ્ટેબલને ધક્કો મારીને ફરાર થઈ જતાં પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આરોપી કાચા કામનો હોવાનું અને તે દુષ્કર્મના કેસમાં સંડોવાયેલો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

મળતી માહિતી મુજબ, આરોપીને સ્કિન સંબંધિત સારવાર માટે SSG હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તકનો લાભ ઉઠાવી તેણે ફરજ પર રહેલા કોન્સ્ટેબલને ધક્કો માર્યો અને હોસ્પિટલ પરિસરમાંથી ભાગી છૂટ્યો. ફરાર થયા બાદ આરોપી હોસ્પિટલના નવા બની રહેલા બિલ્ડિંગમાં ઘૂસી ગયો હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો SSG હોસ્પિટલ પહોંચી ગયો હતો. આરોપીની શોધખોળ માટે હોસ્પિટલ પરિસરમાં તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા બાંધકામ ચાલી રહેલી સાઇટને ખાલી કરાવી દેવામાં આવી હતી, જેથી આરોપી છુપાયો હોય તો તેને ઝડપી શકાય.

 

આરોપીની શોધ માટે પોલીસે કુલ 6 અલગ-અલગ ટીમો બનાવી છે. ઉપરાંત, સમગ્ર હોસ્પિટલ અને આસપાસના વિસ્તારની તપાસ માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા બિલ્ડિંગના દરેક માળ અને ખૂણે-ખૂણે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

હાલ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તમામ શક્ય પ્રયાસો શરૂ કર્યા છે. ફરાર આરોપીની શોધખોળ સતત ચાલુ છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અકસ્માત કરીને ભાગ્યા તો ગયા સમજજો, હિટ એન્ડ રન કેસ કેટલી સજા થઈ શકે? જાણી લો

Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, કેપ્ટન શુભમન ગિલ થયો ઈજાગ્રસ્ત, ટેસ્ટ શ્રેણી પહેલા વધ્યું ટેન્શન

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ફિટનેસ એક નવો માથાનો દુખાવો બની ગયો છે. T20 હોય, ODI હોય કે ટેસ્ટ ટીમ હોય, ઘણા ખેલાડીઓ સતત ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. કેપ્ટન શુભમન ગિલે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. જોકે, શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલા ગિલ પોતે ઘાયલ થયો છે. એક અહેવાલ મુજબ, કોલંબોમાં પ્રેક્ટિસ મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન શુભમન ગિલના અંગૂઠામાં બોલ વાગ્યો હતો, જેના કારણે તેને નેટ છોડી બહાર જવાની ફરજ પડી હતી.

 

શુભમન ગિલ ઈજાગ્રસ્ત

ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણી 15 ઓગસ્ટથી શરૂ થવાની છે, જેની પહેલી મેચ ગાલેમાં રમાશે. તે મેચ પહેલા, ટીમ ઈન્ડિયા 7 થી 9 ઓગસ્ટ દરમિયાન પ્રેક્ટિસ મેચ રમશે. ટીમ ઈન્ડિયા કોલંબોના NCC ગ્રાઉન્ડ ખાતે આ પ્રેક્ટિસ મેચ માટે સતત પ્રેક્ટિસ કરી રહી છે. ગુરુવાર, 6 ઓગસ્ટના રોજ, આવા જ એક પ્રેક્ટિસ સેશનમાં બેટિંગ કરતી વખતે, ભારતીય કેપ્ટન શુભમન ગિલના જમણા અંગૂઠામાં એક બોલ જોરથી વાગ્યો અને તે ઈજાગ્રસ્ત થયો હતો.

પ્રેક્ટિસ સેશન છોડવું પડ્યું

ઈજા થતા જ ટીમ ઈન્ડિયાના મેડિકલ સ્ટાફે તાત્કાલિક ગિલની તપાસ કરી અને તેના અંગૂઠા પર પાટો બાંધ્યો હતો. ગિલે ત્યારબાદ પ્રેક્ટિસ ફરી શરૂ કરી હતી. જોકે, બેટિંગ પ્રેક્ટિસ પછી જ્યારે કેપ્ટન ગિલ અન્ય ખેલાડીઓ સાથે સ્લિપ કેચિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે એક બોલ તેના ઈજાગ્રસ્ત અંગૂઠા પર વાગ્યો હતો. આ વખતે, ગિલની ઈજા પહેલા કરતાં વધુ ગંભીર લાગી, અને તે વધુ પીડામાં હોય તેવું લાગતું હતું. મેડિકલ ટીમ દ્વારા તેની ફરીથી તપાસ કરવામાં આવી, ત્યારબાદ તેણે વધુ પ્રેક્ટિસમાં ભાગ લીધો નહીં.

પ્રેક્ટિસ મેચમાં રમવા પર સસ્પેન્સ

શુભમન ગિલની ઈજા કેટલી ગંભીર છે તે હજુ સ્પષ્ટ નથી. જોકે, તેની ઈજાથી ટીમ ઈન્ડિયા ચોક્કસપણે મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગઈ છે. પહેલી ટેસ્ટ મેચ હજુ એક અઠવાડિયા દૂર છે, પરંતુ ભારતીય ટીમની એકમાત્ર પ્રેક્ટિસ મેચ 24 કલાકથી પણ ઓછા સમયમાં એટલે કે 7 જુલાઈના રોજ શરૂ થવાની છે. એવામાં શુભમન ગિલ આ મેચમાં ભાગ લઈ શકશે કે નહીં તે એક મોટો પ્રશ્ન બની ગયો છે.

Breaking News: હાર્દિક પંડ્યાને IPLમાં મળી નવી ટીમ? આ ફ્રેન્ચાઈઝીનો બનશે કેપ્ટન!

અમદાવાદ: ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકરોની દાદાગીરી, જૂની અદાવતમાં વિદ્યાર્થી પર કર્યો જીવલેણ હુમલો, 3 સામે ફરિયાદ

અમદાવાદની  નામાંકિત ગુજરાત કોલેજ કેમ્પસમાં ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) ના કાર્યકરોની ગુંડાગીરી અને દાદાગીરીનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. કેમ્પસમાં જૂની અદાવત રાખીને એક વિદ્યાર્થીને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થઈ જતાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

નેહરુ હોલ સામે ઘટી ઘટના

મળતી માહિતી મુજબ, 5 ઓગસ્ટના રોજ ગુજરાત કોલેજના નેહરુ હોલની સામે આ ઘટના બની હતી. જ્યાં કેમ્પસમાં અભ્યાસ કરતા અને સેમેસ્ટર 5 માં ભણતા ધ્રુવરાજસિંહ સોલંકી નામના વિદ્યાર્થી પર ABVP ના કેટલાક કાર્યકરોએ અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ કેમ્પસમાં જાહેરમાં ગાળો બોલીને અને ધમાલ મચાવીને આખો વિસ્તાર બાનમાં લીધો હતો.

વિદ્યાર્થીને માથામાં આવ્યા ત્રણ ટાંકા

આ હુમલામાં સેમેસ્ટર 5 ના વિદ્યાર્થી ધ્રુવરાજસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. માથાના ભાગે ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ત્રણ ટાંકા આવ્યા છે. ઘટના બાદ કોલેજ કેમ્પસમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ABVPના ભૂમિકા અને વર્ચસ્વ સામે ઊઠ્યા ગંભીર સવાલો

ગુજરાત કોલેજમાં બનેલી આ ઘટના પાછળ અંગત અદાવત હોવાનું સામે આવ્યું છે, જેમાં માત્ર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે વિદ્યાર્થી સંગઠનના કાર્યકરોએ જાહેરમાં ગાળાગાળી કરીને બબાલ મચાવી હતી અને નિર્દોષ વિદ્યાર્થીને ઢોર માર મારી તેનું માથું દીવાલ સાથે ભટકાવી દેતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં હતો. જે વિદ્યાર્થી સંગઠન (ABVP) ની રચના કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પડતી તકલીફના નિદાન માટે કરવામાં આવી હતી, તેના જ કાર્યકરો આજે વિદ્યાર્થીઓ માટે મુસીબત બની રહ્યા હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. દેશમાં ભાજપ સરકાર યુવાનોને ભણી-ગણીને આગળ વધવાની વાત કરે છે, ત્યારે ભાજપના જ વિદ્યાર્થી પાંખ એવા ABVPના કાર્યકરો દ્વારા આચરવામાં આવતી આવી હિંસક પ્રવૃત્તિઓ તેનાથી તદ્દન વિપરીત છે. હજારો વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરવા આવે છે, ત્યાં આ પ્રકારની દાદાગીરી અને ગુંડાગીરીથી યુવાનો પર કેવો માનસિક ત્રાસ અને નકારાત્મક અસર પડશે તે અંગે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં 3 સામે ફરિયાદ

વિદ્યાર્થી પર હુમલો કર્યાના દ્રશ્યો અને વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની ફરિયાદના આધારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ABVP ના ત્રણ કાર્યકરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ VIDEO

 

Input Credit- Narendra Rathod- Ahmedabad

NHAI નો ઐતિહાસિક નિર્ણય, 20 દિવસમાં રસ્તો ધસી જતાં કોન્ટ્રાક્ટર સામે આકરી કાર્યવાહી, એક્સપ્રેસવે ટોલ ફ્રી કરાયો

સિદ્ધિવિનાયક મંદિર દાન વિવાદ, મહારાષ્ટ્ર સરકારે પાંચ વર્ષના વિશેષ ઓડિટનો આદેશ આપ્યો

મુંબઈના અત્યંત શ્રદ્ધાળુ સિદ્ધિવિનાયક મંદિરમાં દાનના ગેરવહીવટ અને કથિત ગોટાળાને લઈને ઊભો થયેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ વિવાદ બાદ મહારાષ્ટ્ર સરકાર સક્રિય થઈ છે અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મંદિરમાં છેલ્લા પાંચ વર્ષમાં આવેલા તમામ દાનનું વિશેષ ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી સમગ્ર મહારાષ્ટ્રમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

વિવાદની શરૂઆત અને રાજ ઠાકરેના આક્ષેપો.

આ વિવાદ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરેએ સિદ્ધિવિનાયક મંદિરમાં દાનમાં ₹18 કરોડની ગેરરીતિ અને “દાનચોરી” થયાનો ગંભીર આક્ષેપ કર્યો. તેમના આ આક્ષેપો બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો અને વિરોધ પક્ષોએ પણ સરકાર પર દબાણ વધાર્યું. રાજ ઠાકરેના મજબૂત નિવેદનોએ આ મામલાને રાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચાવ્યું.

મહારાષ્ટ્ર સરકારનો નિર્ણાયક નિર્ણય

વિવાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો. નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ નિર્દેશ આપ્યા છે કે છેલ્લા પાંચ વર્ષમાં સિદ્ધિવિનાયક મંદિરને મળેલા તમામ પ્રકારના દાનનું, જેમાં રોકડ રકમ, સોના-ચાંદીના આભૂષણો અને અન્ય કીમતી વસ્તુઓનો સમાવેશ થાય છે, તેનું વિસ્તૃત અને વિશેષ ઓડિટ કરવામાં આવે.

ઓડિટનો વ્યાપક દાયરો

આ વિશેષ ઓડિટ માત્ર રોકડ અને ઝવેરાતના ભૌતિક જથ્થાની ચકાસણી પૂરતું સીમિત નહીં રહે. તેમાં દાનની તમામ એન્ટ્રીઓ, નાણાકીય વ્યવહારોના રેકોર્ડ્સ અને ઝવેરાતના હિસાબોની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. સરકારનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દાનમાં આવેલી દરેક વસ્તુનો યોગ્ય હિસાબ હોય અને તેમાં કોઈ પણ પ્રકારની અનિયમિતતા ન હોય. ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. જો કોઈ અનિયમિતતા કે ગોટાળો સામે આવશે, તો જવાબદારો સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે તેવી સરકારે સ્પષ્ટતા કરી છે.

મંદિર ટ્રસ્ટનો બચાવ અને સ્પષ્ટતા

બીજી તરફ, સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ સદા સરવણકરે રાજ ઠાકરે દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ટ્રસ્ટ પોતે જ પારદર્શિતા જાળવવા પ્રતિબદ્ધ છે અને આક્ષેપો થયા તે પહેલાં જ, તેમણે કાયદા અને ન્યાય વિભાગને પત્ર લખીને છેલ્લા પાંચ વર્ષના દાનના વિસ્તૃત ઓડિટની માંગ કરી હતી. સરવણકરે એમ પણ જણાવ્યું કે, ગેરવહીવટની શંકા ઊભી થતાં જ ટ્રસ્ટે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના પ્રમુખને ફરિયાદ કરી હતી અને મંદિર પરિસરમાં સુરક્ષા વધારીને પોલીસકર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આ મામલે, સરવણકરે એક દિવસ પહેલા જ નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે સાથે મુલાકાત પણ કરી હતી.

હાલમાં, આ મામલે તપાસ ચાલુ છે અને વિશેષ ઓડિટની પ્રક્રિયા શરૂ થશે. ઓડિટ પૂર્ણ થયા બાદ તેનો અહેવાલ જાહેર થશે, જેના આધારે જ સમગ્ર સત્ય સામે આવશે અને આગળની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે. આ ઘટનાએ ધાર્મિક સંસ્થાઓના નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા અને જવાબદારીના મુદ્દાને ફરીથી કેન્દ્રસ્થાને લાવ્યો છે.

અકસ્માત સમયે ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર હોય તો શું મળશે વીમો? જાણો સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ક્રિકેટમાં મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગ અલગ-અલગ છે, જાણો બંનેમાં શું છે તફાવત

ક્રિકેટમાં પારદર્શિતા અને રમતની ભાવના જાળવવી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, જ્યારે ફિક્સિંગના કિસ્સાઓ સામે આવે છે ત્યારે રમતની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થાય છે. મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગ બંને ગંભીર ગુના છે, પરંતુ બંનેની પદ્ધતિ અને હેતુ અલગ હોય છે.

મેચ ફિક્સિંગ શું છે?

મેચ ફિક્સિંગમાં આખી મેચનું પરિણામ પહેલેથી નક્કી કરવામાં આવે છે. તેમાં કોઈ ટીમ જીતશે કે હારશે તે અગાઉથી ગોઠવવામાં આવે છે અને કેટલાક ખેલાડીઓ જાણીજોઈને ખરાબ પ્રદર્શન કરીને નક્કી કરાયેલ પરિણામ લાવવામાં મદદ કરે છે. ઘણી વખત તેમાં એકથી વધુ ખેલાડીઓ અથવા અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે.

સ્પોટ ફિક્સિંગમાં શું છે?

બીજી તરફ, સ્પોટ ફિક્સિંગમાં આખી મેચ નહીં પરંતુ કોઈ ચોક્કસ ઘટના નક્કી કરવામાં આવે છે. જેમ કે કોઈ ચોક્કસ બોલ પર નો-બોલ ફેંકવો, વાઈડ બોલ કરવો અથવા ઓવરમાં ચોક્કસ રન આપવાના હોય. મેચનું અંતિમ પરિણામ અલગ હોઈ શકે છે, પરંતુ નક્કી કરાયેલી ઘટના જરૂર બને છે.

બંને પ્રકારના કૌભાંડો સામે આવ્યા

ક્રિકેટ ઈતિહાસમાં બંને પ્રકારના કૌભાંડો સામે આવ્યા છે. વર્ષ 2000માં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન હેન્સી ક્રોનિયે મેચ ફિક્સિંગ કેસમાં દોષી સાબિત થયા હતા, જ્યારે 2010ની લોર્ડ્સ ટેસ્ટમાં પાકિસ્તાનના મોહમ્મદ આમિર, મોહમ્મદ આસિફ અને સલમાન બટ્ટ સ્પોટ ફિક્સિંગ કેસમાં સસ્પેન્ડ થયા હતા.

ICC કરે છે કડક કાર્યવાહી

ICC અને વિવિધ ક્રિકેટ બોર્ડ આવા ગુનાઓને લઈને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે. મેચ ફિક્સિંગ હોય કે સ્પોટ ફિક્સિંગ, બંને રમતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે અને ચાહકોના વિશ્વાસને તોડી નાખે છે. તેથી આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે.

Ishan Kishan in RBI: ઈશાન કિશનને RBIમાં કેટલો પગાર મળે છે? જાણો કયા પદ પર કરે છે નોકરી?

કરોડનો પગાર છોડીને ભારત પરત ફરી રહ્યા છે ટેક પ્રોફેસનલ્સ, જાણો શું છે કારણો

એક સમય હતો જ્યારે અમેરિકામાં નોકરી કરવી એ દરેક ભારતીય આઈટી (IT) પ્રોફેસનલનું સ્વપ્ન ગણાતું હતું. ઊંચો પગાર, બહેતર કરિયર અને ગ્લોબલ કંપનીઓમાં કામ કરવાની તક લોકોને અમેરિકા તરફ ખેંચી જતી હતી. પરંતુ હવે ચિત્ર ધીમે ધીમે બદલાતું દેખાઈ રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં મોટી સંખ્યામાં ભારતીય ટેક પ્રોફેસનલ્સ અમેરિકા છોડીને ભારત પરત ફરી રહ્યા છે. જેને હવે ‘રિવર્સ માઇગ્રેશન’ (Reverse Migration) નો નવો દોર માનવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં એડોબી (Adobe) ના ડિરેક્ટર ઓફ એન્જિનિયરિંગ ગૌરીશંકર રવિન્દ્રને લગભગ 10 વર્ષ કેલિફોર્નિયાના બે એરિયા (Bay Area) માં વિતાવ્યા બાદ પોતાના પરિવાર સાથે બેંગલુરુ પરત ફરવાનો નિર્ણય લીધો છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે પરિવારની નજીક રહેવાની ઈચ્છા આ નિર્ણયનું સૌથી મોટું કારણ રહી. તેમણે એ પણ કહ્યું કે હવે તેઓ ભારતમાં રહીને જ એડોબી માટે પહેલાની જેમ જ કામ કરતા રહેશે.

અનેક મોટા ટેક લીડર્સ પણ પરત ફર્યા

ગૌરી શંકર એકલા નથી. આ પહેલા મેટા (Meta) ના સીનિયર એન્જિનિયરિંગ લીડર બાલાજી ગુરુરાજન પણ લગભગ 18 વર્ષ અમેરિકામાં વિતાવ્યા બાદ બેંગલુરુ પરત આવી ગયા છે. તેમનું કહેવું હતું કે પરિવારથી દૂર રહેવાને બદલે હવે તેઓ પોતાના સ્વજનો સાથે સમય વિતાવવા માગે છે. આવી જ રીતે ઓપનએઆઈ (OpenAI) ના B2B એપ્લિકેશનના ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) શ્રીનિવાસ નારાયણને પણ પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે સમય વિતાવવા માટે પદ છોડવાનો નિર્ણય લીધો હતો.

આંકડા પણ આપી રહ્યા છે બદલાતા ચિત્રની જુબાની

બેંગલુરુની ટેક ટેલેન્ટ કંપની ‘એક્સફેનો’ (Xpheno) ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2026 માં અત્યાર સુધીમાં લગભગ 7,300 ભારતીય ટેક પ્રોફેસનલ્સ ભારત પરત ફરી ચૂક્યા છે. 2025 માં આ સંખ્યા 15,100 હતી, જ્યારે 2024 માં 9,800 લોકો પાછા આવ્યા હતા.

બીજી તરફ અમેરિકા જનારાઓની સંખ્યા સતત ઘટી રહી છે. 2026 માં અત્યાર સુધીમાં માત્ર 9,100 પ્રોફેસનલ્સ અમેરિકા ગયા છે, જ્યારે 2025 માં આ આંકડો 21,200 અને 2024 માં 17,600 હતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે હવે ભારત પરત ફરનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

H-1B વીઝા બન્યા ચિંતાનું મોટું કારણ

  • આ ફેરફારનું સૌથી મોટું કારણ H-1B વીઝાને લઈને વધતી અનિશ્ચિતતા બતાવવામાં આવી રહી છે. એક્સફેનોના સરવેમાં સામેલ 1,276 લોકોમાંથી 53 ટકા લોકોએ કહ્યું કે વીઝા સંબંધિત સમસ્યાઓ ભારત પરત ફરવાનું મોટું કારણ છે.
  • અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં H-1B નિયમોને લઈને અનેક પ્રસ્તાવો સામે આવ્યા છે. વીઝા ફી વધારવાથી લઈને આ વ્યવસ્થામાં ફેરફારની ચર્ચાએ પણ ભારતીય પ્રોફેસનલ્સની ચિંતા વધારી છે. આવા માહોલમાં ઘણા લોકો પોતાના ભવિષ્યને લઈને પહેલા કરતા વધુ સાવચેત થઈ ગયા છે.

AI અને બદલાતું જોબ માર્કેટ પણ જવાબદાર

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધતા ઉપયોગના કારણે અમેરિકામાં ટેક સેક્ટરમાં ભરતીની સ્પીડ પહેલા જેવી રહી નથી. ઘણી કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે, જ્યારે સ્થાનિક કર્મચારીઓને વધુ પ્રાથમિકતા આપવાની વાત પણ સામે આવી રહી છે. આનાથી વિદેશી કર્મચારીઓમાં નોકરીને લઈને અસુરક્ષા વધી છે.

ભારતમાં ઝડપથી વધી રહી છે નવી તકો

બીજી તરફ ભારતનું ટેક ઈકોસિસ્ટમ પહેલા કરતાં ઘણું મજબૂત થયું છે. સ્ટાર્ટઅપ્સ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs), AI પ્રોજેક્ટ્સ અને મલ્ટીનેશનલ કંપનીઓના રિસર્ચ સેન્ટરો ઝડપથી વધી રહ્યા છે. જેને લીધે હવે ભારતમાં પણ સારો પગાર અને બહેતર કરિયરની તકો મળવા લાગી છે.

કેટલાક ભારતીય મૂળના પ્રોફેસનલ્સનું કહેવું છે કે અમેરિકામાં તેમના પ્રત્યે નકારાત્મક માહોલ પણ વધ્યો છે. સોશિયલ મીડિયા પર તેમને ‘જોબ સ્ટીલર’ અને ‘વીઝા સ્કેમર’ જેવા શબ્દોથી નિશાન બનાવવામાં આવ્યા હતા. આવા અનુભવોએ પણ ઘણા લોકોને પોતાના દેશ પરત ફરવાના નિર્ણય પર વિચારવા માટે મજબૂર કર્યા છે.

ધુમ્મસ કે વરસાદ નહીં… તો પછી સૌથી વધુ કયા કારણોસર મોડી પડે છે ટ્રેનો? જાણી લો અસલી કારણો

સૌરાષ્ટ્રના દર્દીઓ માટે રાહતના સમાચાર, રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો સફળતાપૂર્વક પ્રારંભ- Video

સૌરાષ્ટ્રના દર્દીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટની એઈમ્સ હોસ્પિટલમાં હવે સ્પાઈન સર્જરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ પ્રકારની સર્જરી માટે દર્દીઓને વડોદરા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં જવુ પડતુ હતુ પરંતુ હવે રાજકોટ એઈમ્સમાં સ્પાઈન સર્જરીનો પ્રારંભ થતા સ્થાનિક તેમજ સૌરાષ્ટ્રભરના દર્દીઓને બહુ દૂર નહીં જવુ પડે. ખાસ કરીને રાજકોટના દર્દીઓને ઘર આંગણે જ શ્રેષ્ઠ સારવાર મળી રહેશે.

એઈમ્સ રાજકોટમાં કરવામાં આવેલી પ્રથમ સ્પાઇન સર્જરીની સફળતાએ આ ક્ષેત્રમાં નવી આશા જગાવી છે. આ સર્જરી ખાસ કરીને આર્થિક રીતે નબળા દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હશે, તેમને નિ:શુલ્ક સર્જરીની સુવિધા મળશે, જ્યારે અન્ય દર્દીઓ માટે પણ ટોકન દરે સારવાર ઉપલબ્ધ થશે. આનાથી ગરીબ દર્દીઓના આશરે દોઢથી ત્રણ લાખ રૂપિયાની બચત થશે, જે અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોમાં થતા ખર્ચ કરતાં ઘણો ઓછો છે.

અગાઉ ઓર્થોપેડિક વિભાગમાં આ પ્રકારની સર્જરીઓ કરવામાં આવતી હતી, પરંતુ હવે એઈમ્સ રાજકોટમાં વિશેષજ્ઞો દ્વારા સ્પાઇન સર્જરીની સુવિધા ઉપલબ્ધ થતાં દર્દીઓને વધુ સારી અને સુલભ સારવાર મળી શકશે. સૌરાષ્ટ્રમાં આ ક્ષેત્રમાં બહુ ઓછી હોસ્પિટલો વિશેષ સ્પાઇન સર્જરીની સુવિધા છે, ત્યારે રાજકોટ એઈમ્સના આ પ્રયાસથી દર્દીઓને ઘણો લાભ થશે.

Input Credit- Mohit Bhatt- Rajkot

રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના VRS કૌભાંડના ગંભીર આક્ષેપો, 127 કર્મચારીઓને અનફિટ બતાવી આચર્યુ કૌભાંડ

IND vs SL: પિતાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, હવે પુત્ર ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાં રમશે

રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના VRS કૌભાંડના ગંભીર આક્ષેપો, 127 કર્મચારીઓને અનફિટ બતાવી આચર્યુ કૌભાંડ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવા અંગે કૌભાંડ થયા હોવાનો આરોપ લાગ્યો છે. સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ આક્ષેપ લગાવ્યા છે. એક મહિનામાં 127 જેટલા સફાઈ કર્મચારીના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરી કરી દેવાયા. સ્વૈચ્છિક રાજીનામું મંજૂર કર્યા બાદ જે વારસદાર હોય છે તેને નોકરીની તક મળે છે. સિવિલ હોસ્પિટલ 127 સફાઈ કર્મચારીઓ ફિટ હોવાનો દાવો કર્યો હતો જ્યારે મનપાના આરોગ્ય કેન્દ્રએ તેમને અનફિટના સર્ટિફિકેટ આપી દીધા. ભાજપના આગેવાનો દ્વારા ખોટા સર્ટિફિકેટ બનાવ્યા હોવાનો આક્ષેપ થયો. વિજિલન્સ તપાસનો રિપોર્ટ આવ્યા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરાયાનો આરોપ લાગ્યા છે. જેના પર આક્ષેપ છે તે આગેવાનોએ રૂપિયા લઈને બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યાના આરોપ છે. પારસ બેડિયાએ ભાજપના આગેવાન મુકેશ પરમાર, દીપક વાઘેલા, શ્રવણ, ભગીરથ તેમજ લલિત નામના વ્યક્તિઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ  રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની સ્વૈચ્છિક નિવૃત્તિ માટે બોગસ મેડિકલ સર્ટિફિકેટ વપરાતા હોવાનો એક આક્ષેપ કરવામાં આવ્યો છે.

પારસ બેડિયાએ આ કૌભાંડમાં ભાજપના કેટલાક આગેવાનોના નામ પણ આપ્યા છે. તેમણે ભાજપના આગેવાન મુકેશ પરમાર, દીપક વાઘેલા, શ્રવણ, ભગીરથ અને લલિત નામના વ્યક્તિઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે કે તેઓએ રૂપિયા લઈને બોગસ દસ્તાવેજો અને ખોટા ફિટનેસ સર્ટિફિકેટ તૈયાર કરાવ્યા હતા. આ મામલે વિજિલન્સ તપાસનો રિપોર્ટ પણ આવી ગયો હોવા છતાં, અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, તેવો પણ પારસ બેડિયાનો દાવો છે.

આ આક્ષેપો અંગે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, ડૉક્ટર વાકાણીએ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આ સમગ્ર મામલે નિયમ મુજબ અને જનરલ બોર્ડના ઠરાવ મુજબ જ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે આક્ષેપોને રદિયો આપતા તમામ પ્રક્રિયા પારદર્શક હોવાનો દાવો કર્યો.

આ મામલો રાજકોટ RMC માં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે અને સફાઈ કર્મચારીઓ તથા તેમના પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિજિલન્સ રિપોર્ટ પછી પણ કોઈ કાર્યવાહી ન થવાના આક્ષેપોને કારણે આ મામલો વધુ ગરમાયો છે. આગામી સમયમાં આ સમગ્ર કૌભાંડમાં કયા પ્રકારની કાર્યવાહી થાય છે અને જવાબદારો સામે પગલાં લેવાય છે કે કેમ, તે જોવું રહ્યું.

Input Credit- Mohit Bhatt- Rajkot

 દેશની 1 લાખથી વધુ શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે! શું આ છે નવી શિક્ષણ વ્યવસ્થા?

IND vs SL: પિતાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, હવે પુત્ર ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાં રમશે

ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 15 ઓગસ્ટથી શરૂ થવાની છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની દ્રષ્ટિએ આ શ્રેણી બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. શ્રીલંકાનો ટેસ્ટ કેપ્ટન ધનંજય ડી સિલ્વા આ શ્રેણીમાં ભારતીય ટીમ માટે સૌથી મોટો પડકાર ઉભો કરી શકે છે. 34 વર્ષીય ખેલાડી માત્ર ટીમનું નેતૃત્વ જ નહીં પરંતુ વર્તમાન શ્રીલંકન બેટિંગ લાઈન-અપનો આધાર પણ છે.

વર્ષ 2018માં પિતાની ગોળી મારીને હત્યા

આજે મેદાન પર શાંત દેખાતા ધનંજય ડી સિલ્વાને જીવનમાં એક એવા વળાંકનો સામનો કરવો પડ્યો જેણે તેને હલાવી દીધો હતો. 2018નું વર્ષ તેના માટે એક દુઃસ્વપ્નથી ઓછું નહોતું. તેના પિતા રંજન ડી સિલ્વા, જે મ્યુનિસિપલ કાઉન્સિલર હતા, તેમની અજાણ્યા હુમલાખોરોએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ દુર્ઘટના છતાં તે દૃઢ નિશ્ચયી રહ્યો અને શ્રીલંકન ક્રિકેટની સેવા કરવાનું ચાલુ રાખ્યું.

 

ધનંજય ડી સિલ્વા શ્રીલંકાની ટેસ્ટ ટીમનો કેપ્ટન

ધનંજય ડી સિલ્વા છેલ્લા બે વર્ષથી શ્રીલંકાની ટેસ્ટ ટીમનો કેપ્ટન છે. આ સમયગાળા દરમિયાન, તેણે 16 ટેસ્ટ મેચોમાં શ્રીલંકાની કેપ્ટનશીપ કરી છે. તેણે આમાંથી સાત મેચ જીતી છે અને એટલી જ મેચ હારી છે. બે ટેસ્ટ મેચ ડ્રો પણ થઈ છે. તેની કેપ્ટનશીપ હેઠળ શ્રીલંકાની જીતની ટકાવારી 43.75 છે, જે છેલ્લા 10 વર્ષમાં 10 થી વધુ ટેસ્ટ મેચોમાં શ્રીલંકાની કેપ્ટનશીપ કરનારાઓમાં શ્રેષ્ઠ છે.

 

10 વર્ષથી શ્રીલંકન ટીમનો આધારસ્તંભ

છેલ્લા એક દાયકાથી શ્રીલંકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહેલા ધનંજય ડી સિલ્વાનો ટેસ્ટ રેકોર્ડ પ્રભાવશાળી છે. તેણે 67 ટેસ્ટ રમી છે અને 39.27 ની સરેરાશથી 4,320 રન બનાવ્યા છે, જેમાં 13 સદી અને 19 અડધી સદીનો સમાવેશ થાય છે. ભારત સામે પણ તેનો રેકોર્ડ સારો છે. તેણે ભારત સામે અત્યાર સુધી રમાયેલી ચાર ટેસ્ટમાં એક સદીની મદદથી 182 રન બનાવ્યા છે. તેથી, આગામી ટેસ્ટ શ્રેણીમાં ભારતીય બોલરો માટે તેની જલ્દી વિકેટ લેવી મહત્વપૂર્ણ રહેશે.

ગુજરાતી મૂળના 16 વર્ષના નીલ પટેલની ઓસ્ટ્રેલિયાની ટીમમાં પસંદગી, જાણો કોણ છે આ યુવા સ્ટાર

હાઈવે સલામતી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે NHAIને ઝાટકી, યોગ્ય ફેન્સિંગ અને ટોલ ઉઘરાણી સામે નારાજગી

ગુજરાત હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા રાજ્યમાં હાઈવે નિર્માણ અને તેના પરની સલામતી વ્યવસ્થા અંગે દાખવેલી ઉદાસીનતા બદલ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે NHAIને કડક શબ્દોમાં ટકોર કરતા હાઈવે પરની મૂળભૂત સુવિધાઓ અને સલામતી પગલાં સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ દિશા નિર્દેશો આપ્યા છે.

કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જ્યારે નવા હાઈવેનું નિર્માણ થાય ત્યારે તેની બંને બાજુ યોગ્ય ફેન્સિંગ કરવામાં આવે. આ દિશા નિર્દેશ રખડતા ઢોર અથવા શ્વાનના કારણે થતા અકસ્માતોને રોકવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ભૂતકાળમાં આવા બનાવોને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, અને આવા પ્રાણીઓ હાઈવે પર આવતા રોકવા માટે મજબૂત ફેન્સિંગ અનિવાર્ય છે.

આ ઉપરાંત, હાઈકોર્ટે હાઈવે પર ટ્રોમા સેન્ટર અને ફર્સ્ટ એઇડ સેન્ટરના અભાવ અંગે પણ ગંભીર નોંધ લીધી છે. કોર્ટે અવલોકન કર્યું કે દેશમાં આવેલા હાઈવે પર આવા કેન્દ્રોનો અભાવ જોવા મળે છે. અકસ્માતના સંજોગોમાં તાત્કાલિક સારવારની જરૂર પડે છે, અને તેમાં વિલંબ થવાને કારણે ઘણી વખત ઇજાગ્રસ્તોના જીવ જોખમમાં મુકાય છે. હાઈકોર્ટે સૂચવ્યું કે નવા હાઈવે તૈયાર કરતી વખતે ટ્રોમા સેન્ટર અંગે પણ વિચાર કરવામાં આવે અને તેની વ્યવસ્થા કરવામાં આવે.

આ સુઓ મોટો અરજી પર સુનાવણી દરમિયાન, જે રખડતા શ્વાન સહિતના મામલાઓને લઈને દાખલ કરવામાં આવી હતી, હાઈકોર્ટે રાજ્ય સરકાર અને NHAI બંનેને યોગ્ય જવાબો રજૂ કરવા જણાવ્યું હતું. ટીવીનાઇન સંવાદદાતા રોનક વર્માએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, હાઈકોર્ટે NHAIને એ પણ યાદ અપાવ્યું છે કે તેઓ હાઈવે પરથી ખૂબ ઊંચો ટોલ ઉઘરાવે છે. આટલો ઊંચો ટોલ ઉઘરાવવા છતાં, વાહનચાલકોની સલામતી અને તાત્કાલિક સારવાર જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં NHAI નિષ્ફળ રહ્યું છે, જે ચિંતાજનક છે.

હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે NHAIએ હવે નવી ડિઝાઇન તૈયાર કરતી વખતે યોગ્ય ફેન્સિંગ, ટ્રોમા સેન્ટર અને ફર્સ્ટ એઇડ સેન્ટરની જોગવાઈને ગંભીરતાથી ધ્યાનમાં લેવી જોઈએ. હાઈકોર્ટની આ ટકોર એ બાબત પર ભાર મૂકે છે કે, માત્ર માળખાગત સુવિધાઓ ઊભી કરવી જ પર્યાપ્ત નથી, પરંતુ તેનો ઉપયોગ કરનાર નાગરિકોની સલામતી અને સુખાકારી પણ સર્વોપરી છે. આગામી સમયમાં NHAI આ દિશા નિર્દેશોનું પાલન કરીને હાઈવે પરની સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરે તેવી અપેક્ષા છે, જેથી અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય અને ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી શકે.

માનવતાનો જીવંત દાખલો, પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોને મળ્યું નવું જીવન, જુઓ Video

Breaking News : માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપના સતીશ પટેલનો વિજય, કોંગ્રેસ દ્વારા ચૂંટણી ભંગના આક્ષેપો, જુઓ Video

વડોદરાની પ્રતિષ્ઠિત માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલે શાનદાર વિજય મેળવ્યો છે. તેમણે 30,499 મતની પ્રભાવશાળી લીડ સાથે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને હરાવી આ બેઠક પર ભાજપનો દબદબો યથાવત રાખ્યો છે. આ જીત બાદ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો, જ્યાં ઢોલ-નગારા સાથે વિજયની ઉજવણી કરવામાં આવી.

સતીશ પટેલે TV9 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં તેમની જીતને પ્રજાજનો અને પાર્ટી નેતૃત્વને સમર્પિત કરી હતી. તેમણે જણાવ્યું કે, “આ સીટ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીની રહી છે અને પ્રજાજનોએ ફરીથી પુરવાર કર્યું છે કે આ કમળ અને ભારતીય જનતા પાર્ટી માંજલપુરનો ગઢ છે.”

તેમણે વડોદરાના સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલના અધૂરા રહેલા કાર્યોને પ્રાથમિકતા આપી, જેમાં જમીન સંબંધિત અને સ્થાનિકોની રજૂઆતોવાળા કામોનો સમાવેશ થાય છે, તેને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. સતીશ પટેલે એ પણ સ્પષ્ટ કર્યું કે ધારાસભ્ય બન્યા બાદ તેઓ તરત જ માંજલપુરમાં પોતાનું કાર્યાલય શરૂ કરશે, જેથી સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી થઈ શકે.

બીજી તરફ, માંજલપુર પેટાચૂંટણીમાં પરાજયનો સામનો કરનાર કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીએ ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે તેમને હરાવવા માટે સરકારી મશીનરીનો ખુલ્લેઆમ દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ભીખા રબારીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ચૂંટણીમાં “આચારસંહિતાનો સરેઆમ ભંગ” થયો હતો અને “સામ, દામ, દંડ, ભેદ” ની નીતિ અપનાવીને તેમને હરાવવાનો પ્રયાસ કરાયો હતો. તેમના મતે, મંત્રીઓ સહિત આખી સરકારી મશીનરી તેમની વિરુદ્ધ કામે લગાડવામાં આવી હતી. તેમણે મતદાનના દિવસે ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ-નગારા વગાડી મતદારોને ડરાવવાના અને તેમના કાર્યકરો પર હુમલા કરવાના પણ આરોપો લગાવ્યા, જેના કારણે મતદાન ઓછું થયું અને તેમને ન્યાય મળ્યો નથી. ભીખા રબારીએ પોતાની 50 વર્ષની જાહેર સેવા કારકિર્દીનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ જીવંત રહેશે ત્યાં સુધી જનતાની સેવા કરતા રહેશે, ભલે તેમને ચૂંટણીમાં હાર મળી હોય.

ચૂંટણી પ્રચાર દરમિયાન પણ અનેક ઘટનાઓ બની હતી. શરૂઆતમાં ભાજપ દ્વારા છાણીના સતીશ પટેલને ટિકિટ અપાતા સ્થાનિક કાર્યકરોમાં ક્યાંક નારાજગી જોવા મળી હતી. મતદાનના દિવસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હાઈ-વોલ્ટેજ ડ્રામા અને ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. કુલ 37% જેટલું મતદાન નોંધાયું હતું, જે ગત વિધાનસભા ચૂંટણીમાં યોગેશ પટેલની જીતની લીડ કરતાં પણ ઓછું હતું.

ભાજપ દ્વારા કેન્દ્રીય, પ્રદેશ અને સ્થાનિક નેતાઓ સહિત એક મોટી ફોજને માઈક્રો-પ્લાનિંગ દ્વારા બુથ લેવલ સુધી પહોંચાડવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસનો પ્રચાર પ્રમાણમાં નિરસ દેખાતો હતો. સતીશ પટેલે કોંગ્રેસ દ્વારા કરાયેલા આચારસંહિતા ભંગના આક્ષેપોને નકારી કાઢતા કહ્યું કે, તમામ કામગીરી ચૂંટણી પંચના નિયમોને આધીન જ કરવામાં આવી હતી.

આમ, માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે, પરંતુ તેની સાથે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર ઉઠાવવામાં આવેલા સવાલો પણ ચર્ચાનો વિષય બન્યા છે. હવે જોવું રહ્યું કે નવનિયુક્ત ધારાસભ્ય સતીશ પટેલ તેમના વચનો કેટલા અંશે પૂર્ણ કરી શકે છે.

અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે આણંદમાં બની ઘટના, ટ્રેનો પ્રભાવિત થવાની સંભાવના, જુઓ Video

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

સોનામાં ₹1.98 લાખ કરોડનો નવો રેકોર્ડ… માગ 6 વર્ષના તળિયે, છતાં ભાવમાં આવેલી આ સુનામી પાછળ ‘હાથ’ કોનો?

Breaking News : અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે આણંદમાં બની ઘટના, ટ્રેનો પ્રભાવિત થવાની સંભાવના, જુઓ Video

આણંદ જિલ્લામાં આજે બપોરના સુમારે એક માલગાડીનો ડબ્બો રેલવે ટ્રેક પરથી ઉતરી જવાની ઘટના બની છે. આ દુર્ઘટનાને કારણે વ્યસ્ત અમદાવાદ-મુંબઈ રેલવે રૂટ પર ટ્રેન વ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા ઊભી થઈ છે. ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રેક પરથી ઉતરેલા ડબ્બાને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે.

રેલવે અધિકારીઓ દ્વારા પરિસ્થિતિને ઝડપથી સામાન્ય બનાવવા અને રેલવે ટ્રેકને પુનઃસ્થાપિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં, રેલવે વિભાગ દ્વારા ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, સ્થિતિ અને દ્રશ્યો જોતાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સાંજ પછી અમદાવાદ-મુંબઈ રૂટ પરની કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર થઈ શકે છે.

રેલવે વિભાગ દ્વારા આ અંગે કોઈ પણ માહિતી જાહેર કરવામાં આવે તેની પર સૌ કોઈની નજર રહેશે. આ ઘટનાને કારણે મુસાફરોને સંભવિત અસુવિધાનો સામનો કરવો પડી શકે છે.

સુરતના RTI એક્ટિવિસ્ટની અભિજીત દિપકે અને તેમના પિતા સામે તપાસની માંગ

Ramayana Controversy : રણબીરની ₹4,000 કરોડની ફિલ્મ ‘રામાયણ’ મુશ્કેલીમાં, રામલીલા મહાસંઘે આપી ચેતવણી

રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ અભિનીત ફિલ્મ ‘રામાયણ’ પર વિવાદ ચાલી રહ્યો હોય તેવું લાગે છે. દિલ્હીમાં રામલીલા મહાસંઘે માંગ કરી છે કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તે પહેલાં તેમના માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રામલીલા મહાસંઘના પ્રમુખ અર્જુન કુમારે ટ્રેલરમાં કેટલાક દ્રશ્યો અંગે પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કલાકારોના પોશાકોને વિચિત્ર ગણાવ્યા અને ટિપ્પણી કરી કે ટ્રેલર ‘રામાયણ’ના સાચો સાર દર્શાવવામાં નિષ્ફળ ગયું છે. તેમણે ભાર મૂક્યો કે ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચાડવી જોઈએ.

નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ‘રામાયણ’ લાંબા સમયથી ચર્ચાનો વિષય રહી છે. નમિત મલ્હોત્રા દ્વારા બે ભાગમાં આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો છે કે બંને ભાગનું સંયુક્ત બજેટ આશરે ₹4,000 કરોડ છે. જોકે, આ ઊંચા બજેટના પ્રોજેક્ટ પર વિવાદના વાદળો ઘેરાઈ રહ્યા છે, અને નિર્માતાઓને રિલીઝ થાય તે પહેલાં જ ચેતવણી મળી છે.

“અમને દુઃખ થયું છે”

સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં અર્જુન કુમારે કહ્યું, “અમે ફિલ્મનું સ્વાગત કરીએ છીએ. અમે લાખો લોકોને તે જોવા માટે પ્રોત્સાહિત પણ કરીશું અને રામલીલા સમિતિના સભ્યો માટે મફત સ્ક્રીનીંગની વ્યવસ્થા પણ કરીશું. જોકે, ટ્રેલરે અમને થોડી તકલીફ આપી. તે યોગ્ય ભાવના કે સાર વ્યક્ત કરવામાં નિષ્ફળ ગયું છે. કોસ્ચ્યુમ જુઓ તે એકદમ વિચિત્ર લાગતા હતા. આના કારણે અમે નિર્માતાઓ અને દિગ્દર્શકને ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં રામલીલા સમિતિના સભ્યો માટે સ્ક્રીનીંગ કરવા કહ્યું.”

રામાયણ ફિલ્મના નિર્માતાઓને ચેતવણી આપવામાં આવી

તેમણે કહ્યું, “આ ફિલ્મ સનાતન ધર્મના લોકોને બતાવવામાં આવશે. જો ફિલ્મમાં કોઈ ખામીઓ જોવા મળશે, તો અમે અમારો અભિપ્રાય આપીશું. અમે ફિલ્મનું સ્વાગત કરીશું. જોકે, જો ફિલ્મ અમને બતાવવામાં નહીં આવે અને રિલીઝ કરવામાં આવે જેમ કે આદિપુરુષ આવ્યું જેણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાળી, જો આ રામાયણમાં પણ આમ હશે તો અમે ચેતવણી આપીએ છીએ કે અમે ફિલ્મ ચલાવવા દઈશું નહીં. અમે રામલીલા મહાસંઘ અને દિલ્હીની રામલીલા સમિતિઓ વતી આ જાહેરાત કરી છે. અમારું વલણ એ છે કે અમારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી જોઈએ નહીં.”

તેમણે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજીને પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું, “અમે ફિલ્મનું સ્વાગત કરીએ છીએ. જોકે, પૌરાણિક કથા સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ. જો આવી કોઈ છેડછાડ થાય છે. ઉદાહરણ તરીકે, કોસ્ચ્યુમ અંગે, જેમ અમે ટ્રેલર જોયા પછી નોંધ્યું હતું તો અમે વાંધો ઉઠાવીશું. ફિલ્મમાં જે આવશ્યક ભાવના હોવી જોઈએ તેનો અભાવ છે. ભગવાન રામનો સાચો સાર દેખાતો નથી. ઓછામાં ઓછું, તે ભાવના સ્પષ્ટ હોવી જોઈએ.”

‘આદિપુરુષ’નો સંદર્ભ

પ્રભાસ અભિનીત ફિલ્મ આદિપુરુષનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “આપણા સંવાદો અથવા આપણા પ્રાચીન શાસ્ત્રો સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ, જેમ કે આદિપુરુષ સાથે થયું હતું. અમારો ઉદ્દેશ્ય આ છે. અમે રામલીલા (રામાયણ) ફિલ્મના આગમનનું સ્વાગત કરીએ છીએ. જો કે તે રિલીઝ પહેલાં અમારા માટે પ્રદર્શિત કરવામાં આવે અને અમે સુધારાની જરૂર હોય તેવા ક્ષેત્રોને ઓળખીએ, તો અમે ફેરફારો સૂચવીશું અને ખાતરી કરીશું કે તે કરવામાં આવે; અમે પછી તેની રિલીઝનું સ્વાગત કરીશું. પરંતુ જો કંઈ ખોટું હશે, તો અમે તેનો વિરોધ કરીશું.”

બીજા લગ્ન બાદ 41 વર્ષીય અભિનેત્રી જેનિફરે શેર કર્યા હલ્દીના ફોટો, સ્ટાઈલિસ લુકમાં સુંદર લાગી એક્ટ્રેસ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી માર્કેટ રિપોર્ટ્સ, ઓટોમોબાઇલ રિસર્ચ અને ઉપલબ્ધ ડેટા પર આધારિત છે. વાહનોની કિંમત (ઓન-રોડ પ્રાઇસ), માઇલેજ, વેરિઅન્ટ્સ અને ફીચર્સ રાજ્ય, શહેર, ડીલરશીપ તથા સમય અનુસાર બદલાઈ શકે છે. TV9 Gujarati આ તમામ માહિતીની સત્તાવાર પુષ્ટિ કરતું નથી. કોઈપણ ગાડી ખરીદતા પહેલાં નજીકના અધિકૃત (ઓથોરાઇઝ્ડ) શોરૂમની મુલાકાત લેવી અને ટેસ્ટ ડ્રાઇવ સાથે યોગ્ય ચકાસણી કરી લેવી સલાહભર્યું છે.

Brezza vs Nexon: ટાટા નેક્સોનને ટક્કર આપવા મારુતિ સુઝુકીનો મોટો દાવ, Brezzaમાં આવ્યું ટર્બો એન્જિન; જાણો શું શું બદલાયું

આ પણ વાંચો, શિવજી સ્મશાનમાં કેમ નિવાસ કરે છે ? જાણી લો ભસ્મ ધારણ કરવા પાછળનું રહસ્ય !

આ પણ વાંચો, સંસદમાં ગુંજ્યા Gen-Z સ્લેંગ્સ, Delulu, FOMO અને Clocked It જેવા શબ્દોથી નેતાઓએ એકબીજા પર સાધ્યા નિશાન ! જાણો આ શબ્દોનો અર્થ

Trending Videos : જીવન અને મૃત્યુ વચ્ચે માત્ર એક ઈંચનું અંતર..છતાં ચમત્કારિક રીતે બચી ગયો જીવ !

સોશિયલ મીડિયા પર હાલમાં એક CCTV વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મોટો રોડ અકસ્માત કેદ થયો છે, જે દર્શકોને ચોંકાવી દે છે. ફૂટેજમાં મોટરસાઇકલ પર સવાર એક પુરુષ અને એક મહિલા રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે પાછળથી એક ફુલ સ્પિડ પર ટ્રક આવી રહી હતી અને જોરથી તેમની સાથે અથડાય છે. ટક્કર એટલી ગંભીર છે કે બંને બાઇક પરથી નીચે પટકાઈ જાય છે અને રસ્તા પર પડી જાય છે. પણ ટ્રકની નીચે કચડાતા બચી જાય છે. આખી ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ છે અને હવે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી ફરતી થઈ રહી છે.

દ્રશ્ય એક જ સેકન્ડમાં બદલાઈ જાય છે

વાયરલ વીડિયોમાં રસ્તા પર સામાન્ય રીતે વાહનો આગળ વધતા દેખાય છે જ્યારે મોટરસાઇકલ પર સવાર એક પુરુષ અને એક મહિલા ક્રોસ કરવાનું શરૂ કરે છે. અચાનક, એક ઝડપી ટ્રક નજીક આવે છે અને તેમની બાઇક સાથે અથડાય છે. ટક્કર થતાં, બંને વ્યક્તિઓ રસ્તા પર પડી જાય છે, અને મોટરસાઇકલ થોડે દૂર પટકાઈ જાય છે, અને ટ્રક પર એટલી સ્પીડમાં હતો કે બીજી સેકન્ડે તમને લાગે છે કે બાઈક સવારનું મોત થઈ જશે પણ તેમ છતા ચમત્કારિક રીતે બચી જાય છે.

લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ શેર કરે છે

આ વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર થઈ રહ્યો છે, જેના પર દર્શકો તરફથી વિવિધ પ્રકારની ટિપ્પણીઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું, “ઝડપ હંમેશા અકસ્માતોનું કારણ બને છે.” બીજા યુઝરે ટિપ્પણી કરી, “વાહન ચલાવતી વખતે હંમેશા સાવધાની રાખવી જોઈએ.” દરમિયાન, ત્રીજા યુઝરે ટિપ્પણી કરી, “રસ્તા પર બેદરકારીની એક ક્ષણ પણ કોઈનો જીવ લઈ શકે છે.”

રસ્તા પર હંમેશા સાવધાની રાખો

આવા અકસ્માતો આપણને રસ્તા પર અથવા વાહન ચલાવતી વખતે સતર્ક રહેવાનું મહત્વ શીખવે છે. ઝડપ, બેદરકારી અને ટ્રાફિક નિયમોની અવગણના ઘણીવાર ગંભીર અકસ્માતો તરફ દોરી જાય છે. તેથી, હંમેશા મધ્યમ ગતિએ વાહન ચલાવો અને રસ્તો ક્રોસ કરતી વખતે અત્યંત સાવધાની રાખો. હાલમાં, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે, ઘટનાના સ્થાન અને સમય અંગેની વિગતો અજાણ છે. તેથી, વાયરલ વીડિયો સાથે સંકળાયેલા કોઈપણ દાવાઓ પર વિશ્વાસ કરતા પહેલા ચોક્કસ માહિતીની રાહ જોવી મહત્વપૂર્ણ છે.

Trending Video : તરસ્યા કાગડાની વાર્તા બદલાઈ! હવે સ્ટ્રોથી પાણી પીતા કાગડાનો વીડિયો વાયરલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

શિવજી સ્મશાનમાં કેમ નિવાસ કરે છે ? જાણી લો ભસ્મ ધારણ કરવા પાછળનું રહસ્ય !

ભગવાન શંકર હિંદુ ધર્મના ત્રિમૂર્તિઓમાં સંહાર અને પુનઃસર્જનના અધિપતિ માનવામાં આવે છે. તેમને મહાદેવ, ભોળેનાથ, નીલકંઠ, શંભુ, રુદ્ર અને પશુપતિનાથ જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. ભગવાન શિવજીનું સ્વરૂપ માત્ર સૌંદર્યનું પ્રતિક નથી. પરંતુ તેની પાછળ ઊંડો આધ્યાત્મિક અને તાત્વિક સંદેશ પણ છે. શિવજીના સમગ્ર શરીર પર લાગેલું ભસ્મ અને તેમનો સ્મશાનમાં નિવાસ લોકોમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે. ધર્મગ્રંથો અને પુરાણોમાં તેમના વિશે વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભગવાન શંકર સ્મશાનમાં કેમ રહે છે?

વિવિધ પુરાણો અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શંકરને ‘સ્મશાનવાસ’ અથવા ‘સ્મશાનનાથ’ પણ કહેવામાં આવે છે. શૈવ પરંપરા અને પુરાણોમાં આ પાછળ ખૂબ જ ઊંડો આધ્યાત્મિક છે. ભગવાન શિવજી માટે સ્મશાન ભયનું નહીં પરંતુ સત્ય, અનાસક્ત અને સમાનતાનું પ્રતીક માનવામાં આવે છે.

  1. જીવનના અંતિમ સત્યનો સાક્ષાત્કાર: ધાર્મિક માન્યતાઓ અનુસાર, દરેક આત્મા સ્મશાનમાં સમાપ્ત થાય છે. સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા અને અહંકાર મૃત્યુ પછી સમાપ્ત થાય છે. ભગવાન શિવજી સ્મશાનમાં રહીને આપણને એ અહેસાસ કરાવે છે કે જન્મ અને મૃત્યુ સૃષ્ટિના અપરિવર્તનશીલ સત્ય છે.
  2. અનાસક્તતાનો સંદેશ: ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શંકર એક યોગી અને તપસ્વી છે. તેમને ભૌતિક સુખ, કીર્તિ કે રાજવી મહિમાની કોઈ ઈચ્છા નથી. સ્મશાનમાં તેમનું નિવાસ સાંસારિક ભ્રમ, લોભ અને અહંકારનો ત્યાગ કરવાનો સંદેશ આપે છે.
  3. સમાનતા: ધાર્મિક માન્યતાઓ અનુસાર, સ્મશાનમાં રાજા, અમીર, ગરીબ, જાતિ, વર્ગ વચ્ચે કોઈ ભેદ નથી. મૃત્યુ પછી બધા સમાન છે. ભગવાન શિવજીનું આ નિવાસસ્થાન સમાનતા અને બધા જીવો પ્રત્યે સમાન દ્રષ્ટિ દર્શાવે છે.
  4. મહાકાલનું સ્વરૂપ: ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવજીને મહાકાલ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, તેઓ સમય, મૃત્યુ અને પરિવર્તનના સ્વામી છે. સ્મશાનમાં તેમનું નિવાસ મૃત્યુ અને નિર્ભયતા પર વિજયનું પ્રતીક માનવામાં આવે છે.
  5. શિવ પુરાણની માન્યતાઓ: શૈવ પરંપરા અનુસાર, સ્મશાનગૃહને આધ્યાત્મિક અભ્યાસ, ધ્યાન અને આત્મસાક્ષાત્કાર માટે ખૂબ જ પવિત્ર સ્થાન માનવામાં આવે છે. તેથી, ઘણા પુરાણોમાં, ભગવાન શિવજીને ભૂતોની સાથે સ્મશાનમાં નિવાસ કરતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે તેઓ ભયના દેવતા નથી, પરંતુ અજ્ઞાનનો નાશ કરનાર અને મુક્તિનો માર્ગ બતાવનાર દેવ છે.

ભગવાન શિવજી અને ભસ્મનો શું છે સંબંધ? જાણો પૌરાણિક કથા

ભગવાન શિવજીના સ્વરૂપમાં સૌથી વિશિષ્ટ વસ્તુ તેમના આખા શરીર પર લગાવવામાં આવતી ભસ્મ એટલે કે રાખ અને વિભૂતિ છે. શિવ પુરાણ, લિંગ પુરાણ અને અન્ય શૈવ ગ્રંથોમાં, ભસ્મને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તે ફક્ત એક આભૂષણ નથી પરંતુ તેને અનાસક્તિ, અસ્થાયીતા અને આધ્યાત્મિક જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભસ્મ દરેક જીવના પરમ સત્યનું પ્રતિનિધિત્વ કરે છે. જન્મ અને મૃત્યુના ચક્ર પછી શરીર આખરે પાંચ તત્વોમાં ભળી જાય છે. તેથી, રાખ માણસને અહંકાર, ભ્રમ અને ભૌતિક સુખોના ક્ષણિકતાની યાદ અપાવે છે.

  1. અનાસક્તતાનો સંદેશ: ભગવાન શિવજી યોગી અને સંન્યાસી છે. શરીર પર ભસ્મ ધારણ કરીને તેઓ સંસારિક મોહ, વૈભવ અને અહંકારથી દૂર રહેવાનો સંદેશ આપે છે.
  2. પવિત્રતા: પૌરાણિક માન્યતાઓ અનુસાર, શૈવ પરંપરામાં ભસ્મને પવિત્ર માનવામાં આવેલું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભસ્મ ધારણ કરવાથી મન અને વિચારો શુદ્ધ થાય છે અને નકારાત્મક ઉર્જાથી રક્ષણ મળી શકે છે.
  3. શિવપુરાણમાં મહત્વ: શિવપુરાણ અનુસાર, ભગવાન શિવજીને ભસ્મ ખૂબ જ પ્રિય છે. શિવપૂજા પછી ભસ્મ ધારણ કરવી શુભ માનવામાં આવે છે. તેને ભગવાન શિવજીની કૃપા અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક માનવામાં આવે છે.
  4. અહંકારનો નાશ: પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભસ્મ વ્યક્તિને યાદ અપાવે છે કે ધન, સુંદરતા, શક્તિ અને પ્રતિષ્ઠા કાયમી નથી. તેથી, ભગવાન શિવજી નમ્રતા અને સદ્ગુણ સાથે જીવન જીવવાનો સંદેશ આપે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવજી દ્વારા શરીર પર લગાવવામાં આવેલી ભસ્મને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. ભસ્મ લગાવવાની ક્રિયામાંથી એક મહત્વપૂર્ણ પાઠ શીખવા મળે છે કે મૃત્યુ કોઈ ભયાનક અંત નથી, પરંતુ જીવનની એક હકીકત છે જેને દરેક વ્યક્તિએ સ્વીકારવી જોઈએ.

સતીના દેહની ભસ્મને ભગવાન શિવજીએ તેમની સ્મૃતિરૂપે પોતાના શરીર પર ધારણ કરી હતી

પૌરાણિક કથા અનુસાર, જ્યારે ભગવાન શિવજીની પત્ની દેવી સતીએ પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં જવાનો નિર્ણય કર્યો, ત્યારે ભગવાન શિવજીએ તેમને ત્યાં ન જવા કહ્યું હતું. તેમ છતાં દેવી સતી યજ્ઞમાં ગયા. યજ્ઞમાં પહોંચ્યા બાદ સતીએ પ્રજાપતિ દક્ષને પૂછ્યું કે તેમને આમંત્રણ કેમ આપવામાં આવ્યું નહોતું. ત્યારે દક્ષે ભગવાન શિવજી વિશે અપમાનજનક શબ્દો કહ્યા. પતિનું અપમાન સહન ન થતા દેવી સતીએ યજ્ઞની અગ્નિમાં આત્માહુતિ આપી હતી. આ ઘટનાથી ભગવાન શિવજી અત્યંત ક્રોધિત અને શોકગ્રસ્ત થયા હતા. તેઓ સતીના દેહને લઈને સમગ્ર બ્રહ્માંડમાં ભટકવા લાગ્યા હતા. ભગવાન વિષ્ણુજીએ ભગવાન શિવજીનો આ દુઃખ જોઈને પોતાના સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા, જેથી ભગવાન શિવજીનો વિરહ ઓછો થાય. કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર ત્યારબાદ સતીના દેહની ભસ્મને ભગવાન શિવજીએ તેમની સ્મૃતિરૂપે પોતાના શરીર પર ધારણ કરી. ત્યારથી તેઓ ભસ્મ ધારણ કરે છે એવી માન્યતા છે.

શિવપુરાણમાં વર્ણન

ભગવાન શિવજીના શરીર પર ભસ્મ લગાવવાનું વર્ણન શિવપુરાણની વિદ્યેશ્વર સંહિતા અને રુદ્ર સંહિતામાં જોવા મળે છે. ભગવાન શિવજીના શરીર પર ભસ્મ દર્શાવે છે કે ભગવાન શિવજી ભૌતિક સુખો અને સાંસારિક ઇચ્છાઓથી મુક્ત છે. આ ઉપરાંત, તે એ પણ સૂચવે છે કે મૃત્યુ પછી વ્યક્તિ રાજા હોય કે ગરીબ તેનું શરીર સ્મશાનમાં રાખ સાથે ભળી જશે.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, અન્નદાનથી લઈને ઘી અને તેલ સુધી… શ્રાવણ માસમાં કરો આ 8 વસ્તુનું દાન, ઘરમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ !

Maharashtra Pune Breaking News “જીવનમાં ક્યારેય ભૂલ નહીં થાય…” અમિત શાહે યુવાનોને આપી આ ખાસ સલાહ !

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 01 ઓગસ્ટના રોજ પુણેમાં હતા. પુણેમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન યુવાનોને લોકમાન્ય બાલ ગંગાધર ટિળક દ્વારા લખાયેલું ‘ગીતા રહસ્ય’ પુસ્તક વાંચવાની સલાહ આપી. તેમણે કહ્યું કે આ ગ્રંથ જીવનમાં સાચા નિર્ણયો લેવા અને ભૂલોથી બચવા માટે ખૂબ જ ઉપયોગી છે.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલને લોકમાન્ય ટિળક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે અમિત શાહે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને ટિળકના વિચારોને જીવનમાં અપનાવવાની અપીલ કરી.

ગીતારહસ્ય પુસ્તક વાંચવાની આપી સલાહ

ગયા અઠવાડિયે જંતર મંતર પર જોરદાર વિરોધ પ્રદર્શન થયું હતું. તે વખતે લાઠીચાર્જ પણ થયો હતો. વિરોધને કારણે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ આ મામલો સંસદમાં પણ ગુંજ્યો હતો. જ્યારે આ બધું થઈ રહ્યું હતું, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફક્ત એક વીડિયો શેર કરીને યુવાનો સાથે વાતચીત કરી હતી. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વિરોધ પર કોઈ ટિપ્પણી કરી ન હતી. જોકે અમિત શાહ તરફથી કોઈ નિવેદન પણ સામે આવ્યું નહીં. અમિત શાહ આજે પુણેમાં હતા. તેમણે ત્યાં પણ આ વિરોધ પર કોઈ ટિપ્પણી કરી નહીં. જોકે લોકમાન્ય ટિળકનો ઉલ્લેખ કરીને તેમણે યુવાનોને ટિળકનું ગીતારહસ્ય પુસ્તક વાંચવાની સલાહ આપી.

અજિત ડોવલને લોકમાન્ય ટિળક રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકમાન્ય ટિળક રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો. તેમના ભાષણ દરમિયાન અમિત શાહે વિદ્યાર્થીઓને ટિળકના માર્ગ પર ચાલવાની સલાહ આપી. અમિત શાહે કહ્યું કે મને લોકમાન્ય ટિળકનું ગુજરાતીમાં પુસ્તક ગીતારહસ્ય મળ્યું. હું યુવાનોને અપીલ કરું છું કે તમારે ટિળકની ગીતારહસ્ય પુસ્તક વાંચવું જોઈએ. તમે તમારા જીવનમાં ક્યારેય ભૂલ નહીં કરો. હું તેની ખાતરી આપું છું. આ પુસ્તક ભગવદ ગીતાનું વ્યવહારુ સ્વરૂપ છે. એક સામાન્ય માણસ ભગવદ ગીતા કેવી રીતે જીવી શકે. તેનું વ્યવહારુ સ્વરૂપ તેમાં છે.

અંગ્રેજો કેસરીથી ડરતા હતા

અમિત શાહે ભાષણમાં લોકમાન્ય ટિળકના પત્રકારત્વ અને સ્વાતંત્ર્ય આંદોલનમાં આપેલા યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અંગ્રેજ શાસકો કેસરી અને મરાઠા જેવા છાપાથી ડરતા હતા. કારણ કે આ છાપા લોકોમાં રાષ્ટ્રીય ચેતના જગાડવાનું કામ કરતા હતા. તેમણે જણાવ્યું કે લોકમાન્ય ટિળકનું માનવું હતું કે માત્ર સ્વાતંત્ર્ય મેળવવું પૂરતું નથી, પરંતુ લોકોમાં રાષ્ટ્રભાવના અને જાગૃતિ ઉભી કર્યા પછી મળેલું સ્વાતંત્ર્ય જ સાચા અર્થમાં મૂલ્યવાન હોય છે. તેમણે જાહેર ઉત્સવો દ્વારા લોકોને સંગઠિત કરીને સ્વાતંત્ર્ય ચળવળને મજબૂત બનાવી હતી.

અજિત ડોભાલના કાર્યની પ્રશંસા

અમિત શાહે લોકમાન્ય ટિળક સ્મારક ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે અજિત ડોભાલને પુરસ્કાર અર્પણ કરવાનો અવસર મળવો તેમના માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ સમાજ અને દેશ માટે અસાધારણ કાર્ય કરે ત્યારે તે માત્ર વ્યક્તિ નહીં રહે, પરંતુ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની જાય છે. આવા લોકોનું સન્માન કરવું એ સમાજની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો માર્ગ છે. અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકમાન્ય ટિળક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત અજિત ડોભાલનું કાર્ય દેશના દરેક ક્ષેત્રના લોકોને પ્રેરણા આપશે.

આ પણ વાંચો, Weather Breaking News : સુરત જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, નદીઓમાં પૂર, અનેક લોકોનું રેસ્ક્યુ, જુઓ Video

Weather Breaking News : સુરત જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, નદીઓમાં પૂર, અનેક લોકોનું રેસ્ક્યુ, જુઓ Video

સુરત જિલ્લામાં સતત વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. ઓલપાડ, કીમ, ઝંખવા, માંડવી અને માંગરોળ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. કીમ નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે. અનેક ગામો અને રહેણાંક વિસ્તારો પાણીમાં ઘેરાઈ ગયા છે. જિલ્લા તંત્ર, પોલીસ અને SDRFની ટીમો રાહત કામગીરીમાં લાગી છે.

આર્મીની પણ લેવામાં આવશે મદદ

સુરત જિલ્લાના પોલીસ અધિક્ષક (SP)એ જણાવ્યું કે, સ્થિતિને ધ્યાનમાં રાખીને આર્મીની એક ટીમની મદદ પણ લેવામાં આવશે. જ્યાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તેવા તમામ માર્ગોને સલામતીના હેતુથી બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. કીમ નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. પાણીના વધતા સ્તરના કારણે નરોલી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સાથે લોકો ફસાઈ ગયા છે. પોલીસ અને SDRFની ટીમે સમયસર પહોંચીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી છે.

GIDC વિસ્તારમાં ફસાયા લોકો

માંગરોળ વિસ્તાર અને કીમ ચાર રસ્તા નજીક આવેલા GIDC વિસ્તારમાં પણ મોટાભાગે લોકો પાણીમાં ફસાયા હતા. બચાવ ટીમે તેમનું સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યું છે. બચાવાયેલા લોકોએ પોલીસ અને SDRFની સમયસરની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો છે.

સુરતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

સુરત શહેરમાં પણ ફરી એકવાર ભારે વરસાદ છે. પીપલોદ, ઉધના, અથવાલાઇન્સ, રાંદેર, અડાજણ સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ આશરે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સુરત શહેરમાં લગભગ 5 ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ માંગરોળ વિસ્તારમાં નોંધાયો હોવાનું તંત્રએ જણાવ્યું.

આ પણ વાંચો, Weather Breaking News : અડધા ઇંચ વરસાદમાં ભૂજ બેટમાં ફેરવાયું! સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા, જુઓ Video

Trending Video : તરસ્યા કાગડાની વાર્તા બદલાઈ! હવે સ્ટ્રોથી પાણી પીતા કાગડાનો વીડિયો વાયરલ

લગભગ બધાએ બાળપણમાં “તરસ્યા કાગડા” ની વાર્તા વાંચી હશે. જેમાં કાગડો પાણીનું સ્તર વધારવા અને તેની તરસ છીપાવવા માટે ઘડામાં કાંકરા નાખે છે. હવે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ તે વાર્તા યાદ અપાવી છે, જોકે આ વખતે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ સંપૂર્ણપણે અલગ છે. વીડિયોમાં, કાગડો પાણી પીવા માટે કાંકરા નથી નાખતો પણ તેના બદલે, તે સ્ટ્રોનો ઉપયોગ કરીને પાણી પીતો જોવા મળે છે. આ જ કારણ છે કે લોકો મજાકમાં તેને “Gen Z કાગડો” કહી રહ્યા છે અને વીડિયો પર વિવિધ પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે.

કાગડો સ્ટ્રોનો ઉપયોગ કરીને પાણી પીતો દેખાયો

વાયરલ વાડિયોમાં રસ્તાની બાજુના ઢાબા પર એક ટેબલ પર એક કાગડો બેઠો દેખાય છે. તેની સામે પાણી ભરેલો ગ્લાસ છે, જેની નજીકમાં એક સ્ટ્રો દેખાય છે. થોડીવાર આસપાસ જોયા પછી, કાગડો તેની ચાંચથી સ્ટ્રો ઉપાડે છે અને તેને પાણીના ગ્લાસમાં મૂકે છે. પછી તે શાંતિથી સ્ટ્રોનો ઉપયોગ કરીને પાણી પીવે છે. પૂર્ણ કર્યા પછી, કાગડો ઉડી જાય છે, અને વીડિયો સમાપ્ત થાય છે. આ વીડિયોમાં કાગડાના વર્તને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

લોકો તરસ્યા કાગડાની વાર્તા સાથે જોડી રહ્યા

વીડિયો જોયા પછી, ઘણાને તેમના બાળપણની “તરસ્યા કાગડો”ની વાર્તા યાદ આવે છે. કેટલાક યુઝર્સે ટિપ્પણી કરી છે કે સમય બદલાઈ ગયો છે, તેથી કાગડાની પણ વિકસિત થઈ ગયા છે. ઘણાએ મજાકમાં તેને “Gen Z કાગડો” તરીકે ઓળખાવ્યો.

સોશિયલ મીડિયા પર મનોરંજક પ્રતિક્રિયાઓ

લોકોએ વીડિયો પર ઘણી મનોરંજક ટિપ્પણીઓ પોસ્ટ કરી છે. એક વપરાશકર્તાએ ટિપ્પણી કરી, “બુદ્ધિશાળી કાગડો.” બીજાએ લખ્યું કે સમય બદલાઈ ગયો છે, અને પદ્ધતિઓ પણ બદલાઈ ગઈ છે. કોઈએ ટિપ્પણી કરી કે પક્ષીઓ, માણસોની જેમ, વધુ સ્માર્ટ બન્યા છે. બીજા વપરાશકર્તાએ ટિપ્પણી કરી કે આ કાગડો આધુનિક યુગ સાથે તાલમેલ રાખવા માટે પોતાને અપડેટ કરી રહ્યો છે. કેટલાક લોકોએ કહ્યું કે પુસ્તકોમાંથી જૂની વાર્તા પાછળ રહી ગઈ છે, અને આ તેનું નવું વર્ઝન છે.

Trending Video : આખલાનો જીવ બચાવવા લોકો પાયલટે રોકી દીધી ટ્રેન, વીડિયો જોઈ પ્રશંસા કરવા લાગ્યા યુઝર્સ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Best Rotis for Diabetes in Monsoon: ચોમાસામાં ડાયાબિટીસના દર્દીઓ માટે આ 5 રોટલી છે બેસ્ટ, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં!

Weather Breaking News : અડધા ઇંચ વરસાદમાં ભૂજ બેટમાં ફેરવાયું! સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા, જુઓ Video

કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં અડધા ઇંચ જેટલા વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. સામાન્ય વરસાદ બાદ જ ભુજ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે.

કચ્છમાં અડધા ઇંચ વરસાદમાં ભુજ સ્ટેશન વિસ્તાર પાણી પાણી થયું છે. ભુજ સ્ટેશન નાના બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દર વર્ષે જેમ આ વર્ષે પણ ભુજ નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી નિષ્ફળ ગઈ છે. ભુજ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ભારે પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર બસ સ્ટેશનના ભારે પાણીમાં પસાર થયા. દર વર્ષે અનેકો રજુઆતો છતાં સમસ્યા કાયમી નિકાલ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.

પાણીના નિકાલની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નથી

સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદી સિઝનની શરૂઆતમાં આ જ સ્થિતિ સર્જાય છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પરિણામે સામાન્ય વરસાદમાં પણ મુખ્ય માર્ગો જળબંબાકાર બની જાય છે.

આ પણ વાંચો, Weather Breaking News : નવસારી જિલ્લામાં ત્રીજી વખત ભયંકર પૂર, એક લાખથી વધુ લોકો પ્રભાવિત, હજારોનું સ્થળાંતર! જુઓ Video

Trending Video: ધોનીના શરૂઆતી દિવસોની ‘મસ્તી’, ‘દાદા’ સાથેનો જૂનો વીડિયો થયો ‘Viral’

ક્રિકેટ જગતના બે મહાન દિગ્ગજ ‘મહેન્દ્ર સિંહ ધોની’ અને ‘સૌરવ ગાંગુલી’ હંમેશા ચાહકોના પ્રિય રહ્યા છે. તાજેતરમાં, તેમનો એક વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, જેણે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જગાવ્યો છે. આ Viral Video બંને ખેલાડીઓ વચ્ચેની એક કેન્ડિડ અને રમૂજી પળને કેદ કરે છે, જે સામાન્ય રીતે ભાગ્યે જ જોવા મળે છે.

ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં જ્યારે પણ બે સૌથી સફળ કેપ્ટનની વાત થાય છે, ત્યારે સૌરવ ગાંગુલી અને મહેન્દ્રસિંહ ધોનીનું નામ સૌથી પહેલા આવે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આ બંને દિગ્ગજ ખેલાડીઓનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સની જૂની યાદો તાજી થઈ ગઈ છે.

આ Viral Video ધોનીના કરિયરના શરૂઆતી દિવસોનો છે, જેમાં તે પોતાના આઈકોનિક લાંબા વાળવાળા લૂકમાં જોવા મળી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં ધોની મસ્તીના મૂડમાં કંઈક ખાતા અને કેમેરા સામે મનોરંજક એક્સપ્રેસન્સ આપતા નજરે પડે છે.

વીડિયોમાં આગળ જોવા મળે છે કે, સૌરવ ગાંગુલી પણ ત્યાં (દાદા) બેઠા છે, જે ધોનીની આ મસ્તી જોઈને હસી રહ્યા છે. ત્યાર બાદ ધોની એક નાનો ડિજિટલ કેમેરો હાથમાં લે છે અને ફોટો ક્લિક કરવા લાગે છે.

Breaking News : ODI World Cup 2027ના વેન્યુની જાહેરાત, 3 દેશો, 12 સ્ટેડિયમ, 57 મેચ રમાશે

આ પણ વાંચો, Shravan : જળ, દૂધ કે પંચામૃત…., શિવલિંગ પર સૌથી પહેલા શું અર્પણ કરવું !

Breaking News : સાવધાન..અમદાવાદમાં ધમધોકાર વરસાદ શરૂ! જરૂર ના હોય તો ઘરની બહાર ન નીકળવા આપીલ

અમદાવાદ શહેરમાં સવારે તડકો નીકળ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર પૂર્વે જ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જોકે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી બપોરથી આગામી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યારે જરુર ના હોય તો ઘરમાંથી બહાર ન નિકળવા માટે હવામાન વિભાગે સૂચન કર્યું છે.

અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ

શહેરના એસજી હાઇવે, થલતેજ અને સેટેલાઇટ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ગોતા, ચાંદલોડિયા, હંસપુરા, નરોડા અને બાપુનગર સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદ શરૂ થતાં જ કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભીના થયા હતા અને ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી. જોકે બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી એટલે કે આ 3 કલાક અતિભારે હોવાનું હવમાન વિભાગે જણાવ્યું છે.

એસજી હાઇવે, થલતેજ અને સેટેલાઇટમાં ભારે વરસાદ

હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં બપોર બાદ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. આગાહીને પગલે નાગરિકોને જરૂરી કામ હોય ત્યારે જ બહાર નીકળવા અને વરસાદ દરમિયાન સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી કલાકોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી વાહનચાલકોને સતર્ક રહેવા અને ટ્રાફિક એડવાઇઝરીનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Breaking News : પાવાગઢમાં મોડી રાતથી જામ્યો વરસાદી માહોલ ! પગથિયાં પરથી વહેતા પાણી વચ્ચે સર્જાયો મનમોહક નજારો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Health Tips: શું રાત્રે સૂતી વખતે અચાનક પગમાં નસ ચડી જાય છે? જાણો ક્યાં વિટામિનની ઉણપને કારણે આવુ થાય છે

સલમાન ખાને ચૂકવી સ્ટાર બનવાની કિંમત, ફિલ્મમેકરે કહ્યું- અભિનેતા બનવા માટે માથા પર લગાવ્યા હતા ઈન્જેક્શન

ફિલ્મ પ્રોડ્યુસર શૈલેન્દ્ર સિંહે સલમાન ખાનની સાથે થયેલી એક મીટિંગમાં એક અનોખો સીન યાદ કર્યો છે. તેમણે જણાવ્યું કે, કેવી રીતે અભિનેતાએ તેની સાથે વાતચીત કરતી વખતે આરામથી બિરયાની ખાતા હેરટ્રીટમેન્ટ કરાવ્યું હતુ. સાઈરસબ્રોચ સાથે વાતચીત કરતા કહ્યું આ ઘટના કેટલાક વર્ષો પહેલા સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટના ઘરમાં બની હતી. ત્યારે તે લોકોને સોમવારના રોજ સાંજે મળતા હતા.

શૈલેન્દ્રએ કહ્યું કે, સલમાન ખાનની એક અજીબો ગરીબ આદત હતી કે, અરીસાની સામે બેસી જમવું. હંમેશા અરીસામાં બેસી વાતો કરતા હતા. તેમણે કહ્યું હું ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાન ખાનને મળવા ગયો તો તે દિવસે સોમવારની સાંજે પાર્ટી કરતો હતો. તે ડાઈનિંગ ટેબલ પર બેસી જમતો હતો અને અરીસા સામે વાત કરતો હતો. તેમને અરીસા સામે બેસી જમવું પસંદ હતુ.

 

 

 

View this post on Instagram

 

 

એક વ્યક્તિ સલમાન ખાનની પાસે આવ્યો

શૈલેન્દ્રે કહ્યું એક વ્યક્તિ મેડિકલનો સામાન લઈ અંદર આવ્યો હતો. તેમણે કહ્યું તે બિરયાની ખાઈ રહ્યો હતો. તમે સલમાન ખાનને જાણતા હશો. તેમને જમવાનું ખુબ પસંદ છે ખાસ કરીને ડ્રિંક લીધા બાદ અચાનક એક અજીબો ગરીબ વ્યક્તિ આવ્યો. તેમણે હાથમાં ગ્લવ્સ પહેર્યા, સોય હાથમાં લીધી અને માથા પર ઈન્જેક્શન લગાવવા લાગ્યો. મે આ બધું અરીસામાં જોયું અને વિચારી રહ્યો હતો કે, આ બધું શું થઈ રહ્યું છે.

સલમાન ખાન ઈમોશનલ

જ્યારે તેમણે સલમાન ખાનને પુછ્યું કે, આ બધું શું થઈ રહ્યું છે. તો જવાબ આપ્યો સ્ટાર બનવા માટે એક કીંમત ચુકવવી પડે છે. ભાઈ સારવાર વખતે પણ જમતા હતા.

સલમાન PRP સારવાર લઈ રહ્યો હતો

શૈલેન્દ્રએ કહ્યું કે તેમને પાછળથી ખબર પડી કે સલમાન PRP (પ્લેટલેટ-રિચ પ્લાઝ્મા) સારવાર લઈ રહ્યો છે. તેમણે કહ્યું, “આ એક એવી ટ્રીટમેન્ટ છે. જેમાં વાળના વિકાસને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિના પોતાના પ્લાઝ્માનો ઉપયોગ કરવામાં આવે છે. મને તે સમયે ખબર નહોતી કે તે શું છે. મને લાગે છે કે આજકાલ દરેક વ્યક્તિ તે કરે છે. ઋતિક તે કરે છે, દરેક વ્યક્તિ તે કરે છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે અને તમારા વાળ પાતળા થવા લાગે છે, તેમ તેમ તમારે આ વસ્તુઓ કરાવવી પડે છે.

60મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે સલમાન ખાન, આવો છે પરિવાર અહી ક્લિક કરો

સંસદમાં ગુંજ્યા Gen-Z સ્લેંગ્સ, Delulu, FOMO અને Clocked It જેવા શબ્દોથી નેતાઓએ એકબીજા પર સાધ્યા નિશાન ! જાણો આ શબ્દોનો અર્થ

શાસક અને વિપક્ષ બંને પક્ષોના ઘણા સાંસદોએ તેમના ભાષણોમાં Clocked It, Delulu, FOMO, M.I.A. અને “Vaaste Guna Huiya” જેવા Gen-Z શબ્દોનો ઉપયોગ કર્યો. જ્યારે સોશિયલ મીડિયા પર વારંવાર સાંભળવામાં આવતા આ શબ્દો સંસદમાં ગુંજ્યા ત્યારે તે દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો.

પહેલીવાર આટલા મોટા સ્તરે Gen-Zની ભાષા સંસદની કાર્યવાહી દરમિયાન સાંભળવા મળી. Gen-Z એટલે આજની યુવા પેઢી. જે સોશિયલ મીડિયા અને રોજિંદી વાતચીતમાં આવા શબ્દોનો ભરપૂર ઉપયોગ કરે છે. આ શબ્દો ભલે ટૂંકા હોય પરંતુ તેના અલગ-અલગ અર્થ હોય છે.

  1. Clocked Itનો અર્થ છે કોઈ વાત, પરિસ્થિતિ અથવા સંકેતને બરાબર સમજી જવું અથવા તરત જ પકડી લેવું.
  2. Delulu શબ્દ Delusion પરથી બન્યો છે. તેનો અર્થ છે કોઈ ગેરસમજ અથવા ભ્રમમાં જીવવું, અથવા હકીકતથી અલગ કલ્પનાઓમાં રહેવું.
  3. FOMOનું નામ Fear Of Missing Out છે. એટલે કે કોઈ તક, ઇવેન્ટ અથવા મહત્વની ઘટનાથી વંચિત રહી જવાનો ડર.
  4. M.I.A. (Missing In Action) નો ઉપયોગ એવી વ્યક્તિ માટે થાય છે, જે લાંબા સમયથી દેખાતી ન હોય અથવા કોઈ કામ કે પ્રવૃત્તિમાં સક્રિય ન હોય.

આ શબ્દો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ સામાન્ય બની ગયા છે. યુવાનો વાતચીત, મીમ્સ અને રીલ્સમાં તેનો વારંવાર ઉપયોગ કરે છે. હવે, આ શબ્દો સંસદીય ચર્ચાનો પણ ભાગ બની ગયા છે.

‘વાસ્તે ગુના હુઇયા’ શબ્દનો અર્થ શું છે?

સંસદમાં કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ પોતાના ભાષણ દરમિયાન “વાસ્તે ગુના હુઇયા” શબ્દપ્રયોગનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક મીમ અને ટ્રેન્ડિંગ શબ્દ છે. તેનો કોઈ સત્તાવાર અથવા નિશ્ચિત અર્થ નથી. પરંતુ લોકો તેનો ઉપયોગ મજાકમાં અથવા હળવા અંદાજમાં કરે છે.

સોશિયલ મીડિયાની ભાષા રાજકીય ચર્ચાનો ભાગ બની રહી છે?

Gen-Z ભાષા એક સમયે સોશિયલ મીડિયા, મીમ્સ અને રીલ્સ સુધી મર્યાદિત માનવામાં આવતી હતી. પરંતુ હવે તેનો પ્રભાવ રાજકારણમાં પણ અનુભવાઈ રહ્યો છે. આ જ કારણ છે કે, પહેલીવાર, સંસદીય ચર્ચામાં આટલા બધા Gen-Z શબ્દો સાંભળવામાં આવ્યા. એ સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા ભાષા ધીમે ધીમે જાહેર અને રાજકીય ચર્ચાનો ભાગ બની રહી છે.

આ પણ વાંચો, Credit Card: વિદેશમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ઉપયોગ થશે મોંઘો, Axis Bank અને Kotak Mahindra Bankએ વધારી DCC ફી

Gujarat Rain Breaking News : અંબાલાલ પટેલની આગાહી આગામી 48 કલાકમાં, અમદાવાદ-ગાંધીનગરથી દક્ષિણ ગુજરાત સુધી અતિભારે વરસાદની સંભાવના

ગુજરાત રાજ્યની આસપાસ સર્જાયેલ વરસાદી સિસ્ટમને પગલે, રાજ્યમાં ફરી એકવાર ચોમાસુ જોર પકડશે. હવામાન અંગેના જાણકાર અંબાલાલ પટેલે, આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના આંબલી, બોપલ, ઘુમા, સિંધુ ભવન, વસ્ત્રાપુર અને ગોતા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમરાઈવાડી, ઓઢવ, નિકોલ અને મહાદેવનગર ટેકરા વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે હોવાથી સ્થાનિક તંત્રને જળનિકાલની વ્યવસ્થા સજ્જ રાખવાની સલાહ આપવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં માણસા, કલોલ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે. જ્યારે સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા, મોરબી, રાજકોટ અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાંથી લઈને ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 1થી 3 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે.

જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢ અને ગીર વિસ્તારમાં પણ સારો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, નવસારી અને સુરત જિલ્લાઓ માટે વિશેષ ચેતવણી આપવામાં આવી છે. અહીં 8થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે નદીઓમાં જળસ્તર ઝડપથી વધી શકે છે અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. સમગ્ર વરસાદી તબક્કા દરમિયાન કેટલાક વિસ્તારોમાં કુલ 15થી 20 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વચ્ચે મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં આગામી 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદની અસર યથાવત રહી શકે છે. સતત વરસાદને કારણે તાપી નદીનું જળસ્તર વધવાની સંભાવના છે. જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

નોંધ: આ આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી સંભાવનાઓ પર આધારિત છે. વરસાદની સત્તાવાર આગાહી અને ચેતવણીઓ માટે ભારતના હવામાન વિભાગ (IMD) અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી સૂચનાઓને અનુસરવી જરૂરી છે.

અમદાવાદ સહિત ગુજરાતમાં ફરી મેઘમહેરનો આવશે દોર, 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, 1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

Hockey World Cup Team India jersey:  ભારતીય હોકી ટીમની ઓરેન્જ જર્સી પર હોબાળો, પૂર્વ કેપ્ટને તેને શરમજનક ગણાવ્યું

Hockey World Cup Team India jersey : આગામી મહિને નેધરલેન્ડ એને બેલ્જિયમમાં થનાર ફીફા વર્લ્ડકપમાં ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમ પોતાની પારંપારિક કિટના બદલે કેસરિયા રંગની જર્સીમાં જોવા મળશે. જેના વિશે પૂર્વ કેપ્ટન વિરેન રાસ્કિન્હાએ સવાલ ઉઠાવ્યો છે. હોકી ઈન્ડિયાએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર નવી જર્સીને રજુ કરતા જર્સીની ડિઝાઈન અને રંગ ” ભારતનું ગૌરવ” દેખાડવા માટે છે.

હોકી ઈન્ડિયાએ કહ્યું કે, કેસરિયો રંગ સાહસ, ત્યાગ અને જીતનું પ્રતિક છે. સંસ્થાએ કહ્યું ભારતીય રાષ્ટ્રીય ધ્વજ અને ઉગતા સુરજથી પ્રેરિત આ જર્સી નવી શરુઆત દર્શાવે છે. તમને જણાવી દઈએ કે, વર્લ્ડકપ 15 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી ચાલશે.

સાંસ્કૃતિક વિરાસતનો જશ્ન

જર્સીમાં મંડલાથી પ્રેરિત પેટર્ન પણ છે. જે ભારતની સાંસ્કૃતિક વિરાસતનો જશ્ન માને છે. હોકી ઈન્ડિયાએ કહ્યું કે, નેવી બ્લુ રંગના ભાગમાં અશોક ચક્રથી પ્રેરિત છે. જે પ્રગતિ ,શાંતિ અને ફોકસનું પ્રતિક છે. હોકી ઈન્ડિયાએ કહ્યું છાતી પર બનેલા ગ્રાફિક સુદર્શન ચક્રનું આધુનિક રુપ છે. જે શક્તિ એકતા અને ગતિનું પ્રતિક છે. ખભા પર તિરંગાનું પાઈપિંગ છે. જે રાષ્ટ્રીય ગૌરવ તરફ વધારે છે.

 

 

હોકી ઈન્ડિયાએ જર્સી લોન્ચ વીડિયોમાં કહ્યું નવી જર્સીની ડિઝાઈન એક ભારત,શ્રેષ્ઠ ભારતની ભાવનાને દર્શાવે છે. કેસરિયા સિવાય ભારતીય ટીમની કિટમાં સફેદ જર્સી પણ છે.જેમાં આ નવી ડિઝાઈન હશે. મુખ્ય જર્સીનો રંગ વાદળીમાંથી કેસરિયો કરવાથી ભારતના પૂર્વ કેપ્ટન વિરેન રાસ્કિન્હાને પસંદ આવી નથી.

ઓલિમ્પિક ગોલ્ડ કેસ્ટના સીઈઓ રાસ્કિન્હાએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, હોકી ઈન્ડિયાએ અનેક સારા કામ કર્યા છે પરંતુ આ શર્મજનક છે. ભારતીય ટીમની ઓળખ અને વિરાસત હંમેશા વાદળી રંગની રહી છે. મે અનેક વર્ષો સુધી ગર્વ સાથે વાદળી જર્સી પહેરી છે. ચાહકો આપણી ભારતીય ટીમને વાદળી રંગમાં જોવા માંગે છે. ઓરેન્જ રંગ પાછળનો તર્ક શું છે?”

Breaking News : ભારતને કોમનવેલ્થમાં ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો, 100 મીટર ગોલ્ડ અને સિલ્વર 2 મેડલ આવ્યા અહી ક્લિક કરો

Vadodara Breaking : માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા, ઘટનાનો Video વાયરલ

વડોદરાના માંજલપુરમાં પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જેવો માહોલ સર્જાતા વિસ્તારમાં થોડા સમય માટે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા દ્રશ્યો વિશ્વામિત્રી સોસાયટી વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.

માંજલપુર પેટાચૂટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે માથાકૂટ

મળતી માહિતી મુજબ કોંગ્રેસના કેટલાક કાર્યકરો પક્ષના ખેસ પહેરીને મતદાન કેન્દ્રની બહાર બેઠા હતા. ભાજપના યુવા મોરચાના મહામંત્રી ઋત્વિક પુરોહિતે તેનો વિરોધ નોંધાવતા બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ માથાકૂટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લેવા માટે કોંગ્રેસના કાર્યકરોના ખેસ હટાવી મામલો થાળે પાડ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પ્રચાર સમય પૂર્ણ થઈ ગયા પછી પણ ભાજપના કાર્યકરો અનેક વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા.

ભાજપના કાર્યકર પક્ષનો ખેસ પહેરીને બેઠાના આક્ષેપ

કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીએ ભાજપ પર આચારસંહિતાના ભંગનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે ભાજપના કાર્યકરો ખુલ્લેઆમ ખેસ પહેરીને મત માગી રહ્યા હતા, છતાં ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેમણે ચૂંટણી પંચની કામગીરી પર પણ સવાલ ઉઠાવતા નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

વીડિયો થયો વાયરલ

બીજી તરફ, વાયરલ થયેલા વીડિયોને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, વીડિયોની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે પોલીસ તેમજ ચૂંટણી તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. હાલ પોલીસ સમગ્ર ઘટનાની વિગતો એકત્ર કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Breaking News : ખેડા અને ભરુચની તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ જાહેર, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Junagadh Breaking : ગિરનારની સીડીઓ પર ફરી દેખાયા સિંહ! યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી મહત્વની સૂચના

જૂનાગઢના ગિરનાર પર્વતની નવી સીડી પર ફરી એકવાર સિંહો જોવા મળતા વન વિભાગ સતર્ક બન્યું હતું. મોડી રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ નવી સીડીના 50મા પગથિયા નજીક ત્રણ નર સિંહો જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને ટ્રેકર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તારનું મોનિટરિંગ શરૂ કર્યું હતું.

ગિરનારની સીડીઓ પર ફરી દેખાયા સિંહ

અગાઉ થોડા દિવસ પહેલા જ ગિરનારની ચઢાઈ દરમિયાન એક 11 વર્ષના બાળકને સિંહ ખેંચીને લઈ ગયો હતો જે બાદ યાત્રા રોકી દેવામાં આવી હતી. જોકે તે બાદ કડક સુરક્ષાઓની સાથે સીડી માર્ગ શરુ કરવામાં આવ્યો છે, અને રોજ હજારો શ્રદ્ધાળુ મંદિર દર્શન માટે આવતા હોય છે, ત્યારે હવે સીડીઓ પર પણ સિંહોની હાજરી જોવા મળતા વનવિભાગ ચિંતામાં મુકાયું છે.

વન વિભાગે સમગ્ર કામગીરી દરમિયાન ખાસ કાળજી રાખી હતી કે સિંહોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય. સાથે જ યાત્રાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ત્રણેય સિંહોને સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના બની નહોતી.

મોડી રાતે અને વહેલી સવારે યાત્રા જૂથમાં કરવા સૂચના

ઘટના બાદ વન વિભાગે યાત્રાળુઓને ખાસ અપીલ કરી છે કે જો ગિરનાર યાત્રા દરમિયાન સિંહ દેખાય તો ગભરાવું નહીં અને તાત્કાલિક નજીકના વનકર્મીઓને જાણ કરવી. ઉપરાંત, વહેલી સવારે અને મોડી રાત્રે શક્ય હોય ત્યાં સુધી જૂથમાં યાત્રા કરવાની સલાહ આપવામાં આવી છે.

યાત્રાળુઓને સુરક્ષામાં સહભાગી બનવા કરી અપીલ

વન વિભાગે યાત્રાળુઓને ગિરનારની સીડી પર ખાદ્યપદાર્થો અથવા પ્રસાદ ન ફેંકવાની પણ સૂચના આપી છે, જેથી વન્ય પ્રાણીઓ માનવ વસાહત તરફ આકર્ષાય નહીં. વન વિભાગે સૌને તેમની સૂચનાઓનું પાલન કરીને વન્યજીવ સંરક્ષણ અને યાત્રાળુઓની સુરક્ષામાં સહભાગી બનવા અપીલ કરી છે.

Breaking News : વિવાદમાં રહેતી કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી પોલીસે અટકાયત કરી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

કેનેડામાં સ્ટડી પરમિટ અને PGWP અંગે નવી માર્ગદર્શિકા જાહેર, ભારતીય વિદ્યાર્થીઓ માટે શું બદલાયું?  

Guru Purnima 2026 : ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને આ વસ્તુઓની ભેટ આપવી સૌથી શુભ અહી ક્લિક કરો

આ પણ વાંચો: Indian Currency Note: પાણીમાં ભીંજાય તો પણ સહેલાઈથી કેમ નથી બગડતી ભારતીય નોટ?

Surat Breaking News : શેરબજારના લોસની ભરપાઈ કરવા માલિકોએ જ કરી ₹3.49 કરોડની ચોરી! CCTV ડિલીટ કરવા AIની પણ લીધી મદદ, ‘નક્ષત્ર સેફ વોલ્ટ’ કાંડમાં પર્દાફાશ

સુરત ચર્ચિત નક્ષત્ર સેફ વોલ્ટ ચોરીકાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન ચોરીનો આંકડો હવે ₹3.49 કરોડ સુધી પહોંચી ગયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શેરબજારમાં થયેલા અંદાજે ₹3 કરોડના નુકસાનની ભરપાઈ કરવા માટે વોલ્ટના માલિક પિતા-પુત્રોએ જ ચોરીનું કાવતરું રચ્યું હતું. દરરોજ ઓછા લોકર ખુલતા હોવાથી સિંગણપોર બ્રાન્ચને ‘સોફ્ટ ટાર્ગેટ’ બનાવવામાં આવી હતી. ડુપ્લિકેટ ચાવી બનાવનાર વ્યક્તિને એક લોકર તોડવા બદલ ₹1,200 રોકડા ચૂકવવામાં આવતા હતા.

સૂત્રો અનુસાર, આરોપીઓએ CCTV ફૂટેજ કાયમી રીતે ડિલીટ કરવા માટે ‘Google Gemini’ (AI)ની પણ મદદ લીધી હોવાનું સામે આવ્યું છે. વધુ ત્રણ ગ્રાહકોના 116.5 તોલા સોનાની ચોરી પણ થઈ છે. આ કેસમાં વોલ્ટના માલિક પિતા-પુત્રો ઉપરાંત ચોરીનું સોનું ખરીદનારા બે સોનીઓની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹15 લાખની રોકડ રકમ તેમજ બેંકમાં જમા કરાયેલી રકમની સ્લિપો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

પીડિતના પોલીસ ફરિયાદ બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો

સૂત્રો અનુસાર, વર્ષ 2020થી સિંગણપોરના નક્ષત્ર સેફ હાઉસમાં લોકર ધરાવતા એક ગ્રાહકનું સોનું ચોરાયાનું સામે આવ્યું હતું. 8 મે, 2026ના રોજ જ્યારે લોકર ખોલાયું ત્યારે બધું સલામત હતું. પરંતુ, તેના બે મહિના બાદ જ્યારે લોકર ખોલાયું ત્યારે 63 તોલા સોનાના દાગીના ગાયબ હતા. પીડિતે CCTV ચકસાસવા માંગતા સંચાલકો ઉશ્કેરાયા હતા. જેને લીધે શંકા જતા પોલીસ ફરિયાદ કરવામાં આવી અને પછી સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

પિતા-પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે

લોકરના સંચાલક મહેશ દિયોરા, તેના બે પુત્ર હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરાએ જ પૂર્વનિયોજીત ષડયંત્ર રચી સોનું ગાયબ કર્યું હતું. આ માટે લોકર બ્રેકર મણીલાલની મદદ લીધી હતી. તેમજ લોકર તોડવામાં આવ્યા હતા. દાગીના કાઢી લઈ તેને બજારમાં વેચી રકમ પડાવી લેવાનું કાવતરું હતું. સમગ્ર મામલે પોલીસે પિતા-પુત્ર અને લોકર બ્રોકર એમ ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો છે. સંચાલક પિતા-પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ

જો કે ચોરીની વાત ફેલાતા જ લોકરધારકો ચિંતામાં મુકાયા હતા. અને પોતાના દાગીના ચેક કરવા નક્ષત્ર સેફ હાઉસમાં પહોંચી ગયા હતા. જો કે ચોંકાવનારી વાત એ છે કે કેટલાંક લોકરધારકો જ્યારે સેફ હાઉસ પર પહોંચ્યા તો ડેટામાં તેમનું નામ જ નથી બોલી રહ્યું. જેને પગલે છેતરપિંડીનો આ આંક હજુ ઊંચો જાય તેવી ભીતિ છે. વરાછા બ્રાન્ચમાં પણ ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો. સમગ્ર શહેરમાં અફરાતફરી જેવો માહોલ સર્જાતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તો પોલીસ વધુ તપાસ માટે CCTV ફૂટેજની મદદ લઈ રહી છે.

આ પણ વાંચો, Breaking News : પાવાગઢ ફરવાનો પ્લાન બનાવતા પહેલા આ સમાચાર વાંચી લો, રોપ-વે સેવા 5 દિવસ બંધ રહેશે, જુઓ Video

અમદાવાદ સહિત ગુજરાતમાં ફરી મેઘમહેરનો આવશે દોર, 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, 1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

Meteorological Department forecast regarding rain in Gujarat : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય બનેલી વરસાદી સિસ્ટમોના કારણે આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતમાં ફરી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી મુજબ 30 જુલાઈથી વરસાદનું જોર વધશે, જ્યારે 31 જુલાઈના રોજ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કઈ તારીખે ક્યા વરસશે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 1 ઓગસ્ટના રોજ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ રહેશે. ઉપરાંત 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં પાણીની આવક વધવા તેમજ પૂરના કારણે વાહન વ્યવહાર પર અસર થવાની શક્યતા હોવાથી લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં નોંધાયો વધુ વરસાદ

હાલમાં રાજ્યમાં સરેરાશ 372.1 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 353.4 મીમી વરસાદ થતો હોય છે. આ જોતા રાજ્યમાં આજની તારીખે વધુ વરસાદ નોંધાયો છે.  એટલે કે ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય કરતાં અંદાજે 5 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

કેમ ફરીથી ગુજરાતમાં વરસશે ભારે વરસાદ ?

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ગુજરાતની આસપાસ વરસાદી સિસ્ટમ એકદમ સક્રીય થવાની સ્થિતિમાં છે.  હાલમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી, વરસાદ વરસાવનારી હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. આ બધી સિસ્ટમ સક્રીય થવાને કારણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા અને નાગરિકોને હવામાન વિભાગની સત્તાવાર આગાહી પર નજર રાખવાની સલાહ આપી છે. ખાસ કરીને નદી કિનારાના વિસ્તારો, નીચાણવાળા વિસ્તારો અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ વરસેલા ભારે વરસાદથી રાજ્યના અનેક શહેરો-ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. આ સ્થિતિથી બચવા માટે વહીવટીતંત્રના સંપર્કમાં રહેલા સુચન કરવામાં આવ્યું છે.

ધોલેરા નજીક ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, વણિતળાવ ગામનો સંપર્ક તૂટ્યો, NDRF અને પોલીસે કર્યું રેસ્ક્યુ ઓપરેશન

Ahmedabad Breaking News : અમદાવાદના કાલુપુરમાં મોડી રાત્રે બની કાળમુખી ઘટના! જર્જરિત મકાન ધરાશાયી થતાં એકનું કરુણ મોત તો યુવક ઇજાગ્રસ્ત ! જુઓ Video

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા ડબગરવાડમાં મોડી રાત્રે એક જર્જરિત મકાન ધરાશાયી થયું. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત છે. બચાવ કામગીરી હાથ ધરીને બે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

સૂત્રો અનુસાર, ડબગરવાડ વિસ્તારમાં આવેલું જૂનું અને જર્જરિત મકાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતા અંદર રહેલા બે લોકો નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરી હતી.

બચાવ કામગીરી દરમિયાન આશરે 30 વર્ષીય યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આશરે 55 વર્ષીય મહિલાનું નીચે દબાઈ જવાથી મોત થયું છે.

મકાન ખાલી કરવા માટે અગાઉ આપવામાં આવી હતી સૂચના

જર્જરિત મકાન ખાલી કરવા માટે ચાર દિવસ અગાઉ જ રહેવાસીઓને સૂચના આપવામાં આવી હતી. મકાનમાં રહેતા ચાર પરિવારોમાંથી મોટાભાગના લોકો સમયસર બહાર નીકળી ગયા હતા. જોકે બે વ્યક્તિઓ હજુ પણ મકાનમાં હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારની તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં જૂના અને જોખમી મકાનોને લઈને વારંવાર ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. ચોમાસાની ઋતુ દરમિયાન આવા જર્જરિત બાંધકામો ધરાશાયી થવાના બનાવોનું જોખમ વધી જાય છે.

આ પણ વાંચો, Dahod Breaking News : દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન! ભાજપ, કોંગ્રેસ કે આપ… કોણ મારશે બાજી? જુઓ Video

 

આ પણ વાંચો: Astronomy Facts: તારા કેવી રીતે બને છે? 9500 પ્રકાશવર્ષ દૂર મળી આવી અનોખી ખગોળીય ઘટના, ભારતીય સંશોધનથી બ્રહ્માંડના રહસ્યો ખુલશે

ટેક્સ બચાવવા માટે પત્નીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા છો? તો પહેલા જાણી લેજો આ નિયમ

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની ટેસ્ટ ટીમમાં કોલ-અપ મેળવનાર સરાંશ જૈન કોણ છે? જાણો

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની ટેસ્ટ ટીમની જાહેરાત થઈ ચૂકી છે. શ્રીલંકા પ્રવાસ પર ભારતને 2 ટેસ્ટની સીરિઝ રમવાની છે. જેના માટે 15 સભ્યોની ટીમમાં 33 વર્ષના એક નવા ખેલાડીની એન્ટ્રી થઈ છે. આ ખેલાડીનું નામ સારાંશ જૈન છે. સારાંશ જૈન ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. તો ચાલો જાણીએ કોણ છે આ ખેલાડી જેને અચાનક ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. બધાનું ધ્યાન ખેચ્યું છે.

મધ્યપ્રદેશનો ઓલરાઉન્ડર છે સારાંશ

ઈન્દોરનો રહેવાસી સારાંશ જૈન મધ્યપ્રદેશની રણજી ટ્રોફીનો ખેલાડી છે. ટીમમાં તેની ભૂમિકા ઓલરાઉન્ડરની છે. તેના ફર્સ્ટ ક્લાસ કરિયર અત્યારસુધી 54 મેચ રમી છે. જેમાં તેમણે 2223 રન બનાવવા સિવાય 188 વિકેટ લીધી છે. સારાંશ ડાબા હાથનો બેટ્સમેન હોવા ઉપરાંત એક ઓફ સ્પિનર ​​પણ છે. ભારતને શ્રીલંકા પ્રવાસ પર 2 ટેસ્ટ સીરિઝ રમવાની છે. પહેલી ટેસ્ટ મેચ 15 ઓગસ્ટથી ગોલમાં શરુ થશે. તો બીજી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. ટીમ ઈન્ડિયા 4 ઓગસ્ટના રોજ શ્રીલંકાના પ્રવાસ પર છે. અહી 7 ઓગ્સ્ટથી કોલંબોમાં એક દિવસની વોર્મ અપ મેચ રમશે.

સારાંશના લોહીમાં ક્રિકેટ

મોટી વાત એ છે કે, સારાંશ જૈનના લોહીમાં ક્રિકેટ છે. ટુંકમાં આ રમત તેને વારસામાં મળી છે. તેના પિતા સુબોધ જૈન પણ મધ્યપ્રદેશ માટે ઘરેલું ક્રિકેટ રમી ચૂક્યા છે. પોતાના પિતાપાસેથી પ્રરેણા લઈ ક્રિકેટ કરિયર બનાવ્યું છે. સારાંશ જૈન આજે ટીમ ઈન્ડિયાનો ભાગ બની ચૂક્યો છે. તેમાં તેના પિતાની નોટનું મોટું યોગદાન છે. જેમણે જિંદગી બદલી નાંખી.

સારાંશ જૈનના પ્રોફેશનલ ક્રિકેટ કારકિર્દી 2014 માં શરૂ થઈ હતી. તે જ વર્ષે તેણે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું.સરાંશ જૈન જન્મ 31  માર્ચ 1993ના રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે. તેમણે 21 ડિસેમ્બર 2014ના રોજ 2014-15 રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ માટે પોતાની પ્રથમ શ્રેણીની શરૂઆત કરી હતી. તેમણે 25 ફેબ્રુઆરી 2017ના રોજ વિજય હજારે ટ્રોફીમાં મધ્ય પ્રદેશ માટે પોતાની લિસ્ટ A મેચમાં પ્રવેશ કર્યો હતો.

ભારતીય ટેસ્ટ ટીમ

શુભમન ગિલ, ઋષભ પંત,યશસ્વી જ્યસ્વાલ, કે.એલ રાહુલ, સાંઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, દેવદત્ત પેડિક્કલ, માનવ સુથાર, રવિન્દ્ર જાડેજા,કુલદીપ યાદવ,જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ,પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બરાડ અને સારાંશ જૈન

Breaking News : શ્રીલંકા સામેની 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 262 દિવસ પછી આ ખેલાડીની વાપસી થઈ અહી ક્લિક કરો

ઈન્કમટેક્સના રિટર્ન ITR-1 કે ITR-2 અંગે મૂંઝવણમાં છો ? જાણો તમારે કયું રિટર્ન ફાઈલ કરવુ પડશે

ITR-1 કે ITR-2 : આકારણી વર્ષ 2026-27 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આકારણી વર્ષ 2026-27 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ આગામી 31મી જુલાઈ છે. આવકવેરા વિભાગના સત્તાવાર ડેટા અનુસાર, 4 કરોડથી વધુ કરદાતાઓએ અત્યાર સુધીમાં તેમના રિટર્ન ફાઇલ કરી દીધા છે.

આવકવેરા વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા કરદાતાઓને વિનંતી કરી છે કે, તેઓ આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2026 ની રાહ ન જુએ. આ તારીખ અગાઉ તમારું ITR ફાઇલ કરવાથી છેલ્લા દિવસોમાં ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ભારે ટ્રાફિકને કારણે થતી સમસ્યાઓ ટાળવામાં મદદ મળશે. આ વચ્ચે, રિટર્ન ફાઇલ કરતી વખતે ઉદ્ભવતો પ્રાથમિક અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, કોણે ITR-1 પસંદ કરવો જોઈએ અને કોણે ITR-2 ? ખોટું ફોર્મ પસંદ કરવાથી ખરેખર આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે.

ITR-1 ફોર્મ કોણે ફાઇલ કરવું જોઈએ ?

ITR-1 સૌથી સરળ ફોર્મ માનવામાં આવે છે. આ ફોર્મને ‘સહજ’ ફોર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મુખ્યત્વે ઓછી અને મર્યાદિત આવક ધરાવતા પગારદાર વ્યક્તિઓ માટે છે. તો, આ ફોર્મ ફાઇલ કરવા માટે કોણ પાત્ર છે ? મૂળભૂત રીતે, કોઈપણ ભારતીય નાગરિક જેની કુલ વાર્ષિક આવક રૂપિયા 50 લાખ સુધીની છે. આ ફોર્મ એવા લોકો ફાઇલ કરી શકે છે, જેઓ કેટલીક નિશ્ચિત ક્ષેત્રમાંથી આવક મેળવતા હોય.

  • પગાર અથવા પેન્શનમાંથી આવક મેળવનાર
  • એક જ ઘરની મિલકતમાંથી આવક, એટલે ​​કે, ભાડાની આવક અથવા હોમ લોનના વ્યાજથી સંબંધિત આવક ધરાવનાર.
  • અન્ય સ્ત્રોતોમાંથી આવક, જેમ કે બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ, બચત ખાતાનું વ્યાજ, અથવા શેર ડિવિડન્ડની આવક મેળવનાર.
  • કૃષિ આવક, જો તે વાર્ષિક રૂપિયા 5,000 સુધી મર્યાદિત હોય. ITR-1 એવા લોકો માટે નથી જેમની આવક રૂપિયા 50 લાખથી વધુ હોય.

કરદાતાઓ ITR-1 ફાઇલ કરી શકતા નથી જો તેમની આવક રૂપિયા 50 લાખથી વધુ હોય અને તેઓ એક કરતાં વધુ ઘર ધરાવતા હોય, કંપની ડિરેક્ટર તરીકે સેવા આપતા હોય, સૂચિબદ્ધ શેર ધરાવતા હોય અથવા શેરબજારમાંથી મૂડી લાભ મેળવ્યો હોય.

ITR-2 ફોર્મ કોના માટે છે?

જો તમારી નાણાકીય પ્રવૃત્તિઓ પગાર અથવા વ્યાજની આવક સુધી મર્યાદિત ન હોય અને તમે રોકાણ અથવા મિલકતમાંથી આવક મેળવી હોય, તો ITR-2 તમારા માટે યોગ્ય છે. આ ફોર્મ વ્યક્તિગત કરદાતાઓ અને હિન્દુ અવિભાજિત પરિવારો (HUFs) ને લાગુ પડે છે. અહીં દર્શાવેલા સ્ત્રોતોમાંથી આવક મેળવનારા કરદાતાઓએ ITR-2 ફોર્મ ફાઇલ કરવું આવશ્યક છે.

  • જેમની આવક રૂપિયા 50 લાખથી વધુ છે.
  • જેમણે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિ અથવા મિલકતના વેચાણમાંથી મૂડી લાભ મેળવ્યો છે.
  • જેઓ એક કરતાં વધુ ઘર- મિલકતમાંથી આવક મેળવે છે.
  • જેઓ વિદેશી સંપત્તિ અથવા વિદેશમાંથી આવક ધરાવે છે.
  • રૂપિયા 5,000 થી વધુ કૃષિ આવક ધરાવતા લોકો.

ITR-3 અથવા ITR-4 કોના માટે છે ?

જો તમે કોઈ વ્યવસાય અથવા વ્યવસાયમાંથી નફો અથવા આવક મેળવો છો, જેમ કે ડોક્ટર, વકીલ અથવા ફ્રીલાન્સર તો તમે ITR-2 માટે પાત્ર નથી. તેના બદલે, ITR-3 અથવા ITR-4 ફોર્મ લાગુ પડે છે.

આકારણી વર્ષ 2026-27 માટે નવા નિયમો

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ આ વર્ષે ITR ફોર્મમાં નોંધપાત્ર અપડેટ્સ અને વધારાની ડિસ્ક્લોઝર આવશ્યકતાઓ રજૂ કરી છે. તે મુજબ, શેર બાયબેકથી થતા નુકસાન અને ટ્રેડિંગ વ્યવહારો સંબંધિત નિયમો અંગે ચોક્કસ માહિતી આપવી હવે ફરજિયાત છે. વધુમાં, લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના મૂડી લાભ દાવાઓની ચકાસણીને સરળ બનાવવા માટે ફોર્મમાં વધારાના કૉલમ ઉમેરવામાં આવ્યા છે.

કરદાતાઓની સંખ્યામાં ઝડપી વધારો

આવકવેરા વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલનો ડેટા ભારતમાં કરદાતાઓની સંખ્યા અને પાલન સ્તરમાં સતત વધારો દર્શાવે છે. નીચેનો ચાર્ટ કરદાતાઓની સંખ્યામાં વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ કુલ ITR ફાઇલ કરાયા

નાણાકીય વર્ષ 2022-23 7.78 કરોડ
નાણાકીય વર્ષ 2023-24 8.52 કરોડ
નાણાકીય વર્ષ 2024-25 9.19 કરોડ
આયોજન વર્ષ 2026-27 (અત્યાર સુધી) 4 કરોડથી વધુ

જો કરતા હોવ વિદેશમાં જોબ અને ઘર હોય ઇન્ડિયામાં, તો તમારા માટે શું છે Tax ના નિયમો ? જાણો શું કહે છે ‘ઇન્કમ ટેક્સ એક્ટ’

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી. આના માટે કોઈ નિષ્ણાતની સલાહ જરૂર લો.

શું તમે પણ આખો ‘શ્રાવણ મહિનો’ ઉપવાસ કરો છો? તો ભૂલથી પણ ન કરતા આ ‘ભૂલ’, જાણી લો સાચા નિયમો

Breaking News : NEET બાદ હવે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીકની આશંકા! 12માંથી 11 પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા

જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં લેવાયેલી BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના એક પેપરને લઈને પેપર લીક થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પ્રશ્નોની યાદી અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વચ્ચે નોંધપાત્ર સમાનતા જોવા મળતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીકની આશંકા !

મળતી માહિતી મુજબ, છ દિવસ પહેલાં લેવાયેલી BAMS ત્રીજા વર્ષના ‘શલ્યતંત્ર-1’ વિષયની પરીક્ષાના પેપર અંગે સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી 12 પ્રશ્નોની યાદીમાંથી 11 પ્રશ્નો પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછાયા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પેપર લીક થયાની આશંકા વધુ મજબૂત બની છે.

આ મામલે ફરિયાદ મળ્યા બાદ યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવ્યું છે. સમગ્ર ઘટનાની તપાસ માટે યુનિવર્સિટીએ તપાસ કમિટીની રચના કરી છે.

વાયરલ થયેલા પ્રશ્નેની થશે તપાસ

પરીક્ષા નિયામકે જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પ્રશ્નો ક્યારે અને ક્યાંથી વાયરલ થયા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ દોષિત સાબિત થશે તો યુનિવર્સિટીની ગાઇડલાઇન મુજબ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને તપાસનો અહેવાલ આવ્યા બાદ જ પેપર લીક અંગેનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Breaking News : બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ, જુઓ-Video

રાજ્યમાં થયેલા ભારે વરસાદની અસર હવે બનાસકાંઠાના સરહદી વિસ્તાર નડાબેટમાં પણ જોવા મળી રહી છે. વરસાદી પાણીથી નડાબેટનું રણ દરિયામાં ફેરવાઈ ગયું છે, જેના કારણે અહીં અદ્ભુત કુદરતી નજારો સર્જાયો છે. આ મનમોહક દૃશ્યો જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો નડાબેટ પહોંચી રહ્યા છે.

રણ બન્યું દરિયો !

રણમાં હમેંશા રેતી જોવા મળતી હોય છે પણ વરસાદના કારણે સર્જાયેલ કુદરતી નજારો ખુબ જ અદ્ભૂત છે. અહીં રેતીના રણમાં છલોછલ ભરાયેલ પાણીના દૃશ્યોએ પર્યટકોને આકર્ષ્યા છે. અનેક લોકોએ આ અનોખા નજારાને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યો હતો. સોશિયલ મીડિયા માટે ફોટા અને વીડિયો બનાવવા પણ પર્યટકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

કુદરતી નજારો જોવા પર્યટકોની ઉમટી ભીડ

પર્યટકોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને નડાબેટ ખાતે પોલીસ અને GRD દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને કોઈ પર્યટક રણના પાણીમાં ઉતરી જોખમી રીતે રિલ્સ કે વીડિયો ન બનાવે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી રહી છે.

વરસાદ બાદ સર્જાયેલ અનોખું દૃશ્ય જોઈ લોકો થયા ખુશ

પ્રશાસન દ્વારા પર્યટકોને સલામત સ્થળેથી જ કુદરતી સૌંદર્ય માણવાની સૂચના આપવામાં આવી છે. વરસાદ બાદ સર્જાયેલા આ અનોખા દૃશ્યને જોવા માટે આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં પર્યટકો ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News : લીંબડીના નાની કઠેચી ગામ પાણીમાં ગરકાવ, લોકો હોડીઓ લઈ ગામમાં નીકળ્યા,જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

 

અર્શદીપ સિંહ બન્યો ટીમ ઈન્ડિયાનો નંબર-1 બોલર, જાણો તેના પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Breaking News : રણ વિસ્તારમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ થયું, 2 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો દાવો

વાવ થરાદ સુઇગામના રણ વિસ્તારમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું છે.મીઠા ઉદ્યોગ સંકળાયેલા લોકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.બોરુ, મસાલી, માધપુરા સહિત ગામોના અગરિયાઓને નુક્સાન થયું છે. 4 થી 5 મહિના મહેનત કરી તૈયાર કરેલા મીઠાનું ધોવાણ થયું છે. મીઠાનું ધોવાણ થતાં વેપારીઓ અને અગરિયાઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

2 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો વેપારીઓનો દાવો છે. મીઠા ઉદ્યોગ સાથે 2 હજારથી વધુ પરિવારો સંકળાયેલા છે. સરકાર નુકસાની બદલ સહાય ચૂકવે તેવી માગ હાલ કરવામાં આવી રહી છે.

વાવેતર પાણીમાં ડૂબતાં ખેડૂતોમાં ચિંતા

ભાભરના ખારા અને મીઠા ગામના ખેતર વરસાદથી જળબંબાકાર થયા છે.ધોધમાર વરસાદથી 100થી વધુ ખેડૂતના ખેતર પાણીમાં ગરકાવ થયા છે.ખેતરોમાં 3થી 4 કિમી સુધી ઘૂંટણસમા પાણી ભરાતા પાકને નુકસાન થયું છે. મગફળી, જુવાર, ઘાસચારાનું વાવેતર પાણીમાં ડૂબતાં ખેડૂતોમાં ચિંતા છે.પાક નુકસાનીનો સર્વે કરી રાજ્ય સરકાર ખેડૂતોને સહાય આપે તેવી આશ હાલ ખેડૂતો કરી રહ્યા છે.

 

Breaking News : વરસાદી સિસ્ટમ હજુપણ ગુજરાતને ભીંજવશે, રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય અહી ક્લિક કરો

હાથની હથેળીઓ ભેગી કરતા બને છે અડધો ચાંદ? તો જાણો કેટલા ભાગ્યશાળી છો તમે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News : રાજેશ ખન્નાએ 1, 2 નહી 10 વખત છૂટાછેડા માંગ્યા છતાં ડિમ્પલ કાપડિયાએ ના પાડી ! શું હતી મોટી શરત ? જાણો

બોલિવુડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિંપલ કાપડિયાની લવ સ્ટોરી જેટલી ચર્ચિત રહી છે. તેટલી તેની પર્સનલ લાઈફ પણ ચર્ચામાં રહી છે. બંને 1973માં લગ્ન કર્યા હતા. તે સમયે રાજેશ ખન્ના 31 વર્ષ હતા. જ્યારે ડિંપલ કાપડિયાની ઉંમર માત્ર 16 વર્ષની હતી. લગ્ન પછી ડિંપલે બોબી જેવી સુપરહિટ ડેબ્યુ ફિલ્મ આપ્યા બાદ એક્ટિંગ છોડી હતી. બંને 2 દીકરીઓ ટ્વિંકલ અને રિંકલ ખન્ના છે. વર્ષ 1982માં ડિંપલ કાપડિયા રાજેશ ખન્નાનું ઘર છોડી અલગ રહેવા લાગી હતી. બંને ક્યારેય ઓફિશિયલ છુટાછેડા લીધા નથી. પરંતુ રાજેશ ખન્નાના નિધન સુધી અલગ રહી છે.

નિધન પહેલા રાજેશ ખન્નાએ પોતાની લિવ ઈન પાર્ટનર અનીતા અડવાણી સાથે રહેતા હતા. જેમણે બોમ્બે હાઈકોર્ટેમાં તેમની સાથે પોતાના સંબંધોને માન્યતા અપાવવા માટે અરજી દાખલ કરી હતી. હાલમાં અનીતા અડવાણીએ ડિંપલ કાપડિયા અને રાજેશ ખન્ના સંબંધોને લઈ મોટો ખુલાસો કર્યો છે.

ડિંપલ કાપડિયા પાસે છુટાછેડા માંગ્યા

રાજેશ ખન્નાની લિવ ઈન પાર્ટનર અનીતા અડવાણીએ હાલમાં આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના કેસ અને રાજેશ ખન્નાની સાથે સંબંધોને લઈ ખુલ્લીને વાત કરી છે. તેમણે દાવો કર્યો છે કે, રાજેશ ખન્નાએ અનેક વખત ડિંપલ કાપડિયા પાસે છુટાછેડા માંગ્યા હતા. પરંતુ તેમણે ક્યારેય છુટાછેડા આપ્યા નહી. આ સાથે અભિનેત્રીએ છુટાછેડા આપવા માટે એક શરત પણ રાખી હતી.

અનીતા અડવાણીએ શું કહ્યું?

અનીતા અડવાણીએ કહ્યું મારો કેસ હિન્દુ મેરેજ લો હેઠળ ચાલ્યો. જ્યારે ભલે તેનો મારા કેસ સાથે કોઈ સંબંધ ન હતો. તેને સિવિલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું, કારણ કે સિવિલ કાયદા અલગ છે. મેં લગ્નના સ્વભાવના સંબંધને માન્યતા આપવાની માંગ કરી, પરંતુ મને કહેવામાં આવ્યું કે હું પત્ની નથી. આ કાયદો ફક્ત લિવ-ઇન પાર્ટનર્સને જ નહીં, પણ બહેન અને માતા જેવા સંબંધોને પણ આવરી લે છે. તેણે ઘણી વાર છૂટાછેડા માંગ્યા, પણ તેને આપ્યા નહી. તેની એકમાત્ર માંગણી હતી કે જો તે છૂટાછેડા ઇચ્છતો હોય, તો તેણે બધું જ તેના નામે ટ્રાન્સફર કરી દે.

રાજેશ ખન્નાનું 2012માં અવસાન થયું. એપ્રિલ 2026 માં બોમ્બે હાઈકોર્ટ દ્વારા અનિતા અડવાણીની અરજી ફગાવી દેવામાં આવી.

Khanna family tree :રાજેશ ખન્નાના સુપરસ્ટારડમથી લઈને જમાઈ અક્ષય કુમાર સુધી, પરિવાર પર એક નજર અહી ક્લિક કરો

 

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

કરોડોનો ઓર્ડર મળ્યો! આ શેરમાં એક્સપર્ટે આપ્યું ‘BUY’ સિગ્નલ, 75% જેટલું રિટર્ન મળવાની શક્યતા

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર તમારી જાણકારી માટે છે TV9 Gujarati રોકાણ કરવા કે તેના નફા નુકસાન અંગેની કોઈ પુષ્ટિ કરતુ નથી આથી રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી.  

Gold-Silver Rate Today : સોનાના ભાવમાં આજે મોટો ફેરફાર ! જાણો ભાવ વધ્યો કે ઘટ્યો ?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

‘ગૌરવ ખન્ના કરતાં મારો કૂતરો આવ્યો હોત તો સારું હોત!’ પતિની એન્ટ્રીથી નાખુશ આકાંક્ષા આ શું બોલી ગઈ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

(Disclaimer: અહીં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. TV9 Gujarati આમાંથી એક પણ વાતની સત્યતાનો દાવો કરતું નથી.)

Devshayani Ekadashi 2026 : ભગવાન વિષ્ણુ 4 મહિના કેમ યોગનિદ્રામાં ચાલ્યા જાય છે? જાણો

Ahmedabad Breaking : સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ, જુઓ Video

અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સાણંદ-વિરમગામ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહારને ગંભીર અસર પહોંચી છે. સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા હાઈવે પર વાહનોની અવરજવર તાત્કાલિક બંધ કરવામાં આવી છે.

સાણંદ-વિરમગામ હાઈવે બંધ કરવામાં આવ્યો

મળતી માહિતી મુજબ, સાણંદ GIDCથી આગળ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતાં માર્ગને બેરિકેડ લગાવી બંધ કરવામાં આવ્યો છે. સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહનચાલકોને આગળ વધતા રોકવામાં આવી રહ્યા છે.

હાઈવે બંધ થતાં 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ

હાઈવે બંધ થતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. વિરમગામ ત્રિરંગા સર્કલથી લઈને સચાણા સુધી અંદાજે 20 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત વિરમગામથી બજાણા તરફના માર્ગ પર પણ ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે.

ભારે વરસાદના કારણે હાઈવેની બંને બાજુ પાણી ભરાઈ જતાં નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. ટ્રક સહિતના ભારે વાહનોને આગળ જવા દેવામાં આવતા ન હોવાથી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી છે અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાણી ઓસરાયા બાદ માર્ગ ખુલ્લો મુકાશે

સ્થાનિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વરસાદી પાણી ઓસર્યા બાદ અને માર્ગ સલામત જાહેર થયા પછી જ સાણંદ-વિરમગામ હાઈવે ફરીથી વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવશે. હાલમાં વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Breaking News : હેલિકોપ્ટરથી ભારતીય કોસ્ટગાર્ડનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન! 170થી વધુ પૂરપીડિતોને બચાવાયા, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

નબળા પરિણામો છતાં ‘BUY’ રેટિંગ, તમારા પોર્ટફોલિયોમાં આ IT સ્ટોક છે કે નહીં?

ક્રિકેટર દુનિયામાં બેટ્સમેનનું છે મોટું નામ શ્રેયસ અય્યરનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Breaking News : ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરમાં 15 ઈંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

નડિયાદમાં 5 ઈંચથી વધુ વરસાદ

ભારે વરસાદ બાદ નાના કુંભનાથ રોડ, વાણિયાવાડ સર્કલ અને રબારીવાસ વિસ્તાર સહિત અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચારેય ગરનાળા પણ પાણીમાં ગરકાવ

વરસાદના કારણે શહેરના ચારેય ગરનાળા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પરિણામે પૂર્વ અને પશ્ચિમ નડિયાદને જોડતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયા છે, જ્યારે લોકોને વૈકલ્પિક માર્ગોનો સહારો લેવો પડી રહ્યો છે.

પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી

સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, સતત વરસાદ અને ભારે જળભરાવને કારણે સ્થિતિ સામાન્ય બનવામાં હજુ સમય લાગી શકે છે. તંત્રએ લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરી છે.

Breaking News : આખું અમદાવાદ પાણી-પાણી ! મેયર અને કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોચ્યાં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

‘ગૌરવ ખન્ના કરતાં મારો કૂતરો આવ્યો હોત તો સારું હોત!’ પતિની એન્ટ્રીથી નાખુશ આકાંક્ષા આ શું બોલી ગઈ

અભિનેત્રી આકાંક્ષા ચમોલા ‘લોક અપ 2: સચ યા સઝા’ માં હેડલાઇન્સમાં છે. શોના તાજેતરના એપિસોડમાં, આકાંક્ષાએ તેના પતિ ગૌરવ ખન્ના વિશે એક આશ્ચર્યજનક નિવેદન આપ્યું. તે શોમાં ગૌરવની અચાનક એન્ટ્રીથી ખુશ દેખાઈ ન હતી. તે બાદ તેણે હવે તેને સ્ટ્રેન્જર એટલે કે “અજાણી વ્યક્તિ” ગણાવીને, તેના પર ટિપ્પણી કરતા કહ્યું કે કે તેના આગમનથી તેને કોઈ ખાસ ખુશી મળી નથી.

ગૌરવ કરતા મારો કૂતરો આવ્યો હોત તો હું ખુશ હોત !

‘લોક અપ 2’ માં તેના પતિ ગૌરવની એન્ટ્રીથી આકાંક્ષા નાખુશ હતી. તાજેતરના એક એપિસોડમાં, ધીરજ ધૂપરની પત્ની, વિન્ની અરોરા, મહેમાન તરીકે આવી હતી. ત્યારબાદ, આકાંક્ષા ચમોલા, શિલ્પા શિંદે અને શ્રેયા કાલરા આ બાબતે ચર્ચા કરતા જોવા મળ્યા. વાતચીત દરમિયાન, આકાંક્ષાએ કહ્યું કે જો ગૌરવ ખન્નાને બદલે તેના માતાપિતા આવ્યા હોત તો સારુ હોત અથવા તો કઈ નઈને તેનો પાલતુ કૂતરો પણ આવ્યો હોત તો તે વધુ ખુશ હોત.

આકાંક્ષા ચમોલાએ કેમ પતિ ગૌરવ વિશે આમ કહ્યું?

વાતચીતની શરુઆત શ્રેયા કાલરાથી થઈ હતી શ્રેયાએ આકાંક્ષાને કહ્યું, “તમારા આવી ગયા, અને બીજાના પણ આવી ગયા. હું ઇચ્છું છું કે મારો બોયફ્રેન્ડ પણ થોડા સમય માટે આવે.” આકાંક્ષાએ મજાકમાં જવાબ આપ્યો, “મારો તો ‘ભૂતપૂર્વ'(Ex) આવ્યો હતો. વરુણ (લૈલા) પણ હસતો હતો; તેણે કહ્યું, ‘તમારો પરિવાર ક્યાં આવ્યો? એક અજાણી વ્યક્તિ તમને મળવા આવી.’” આ સાંભળીને શ્રેયા કાલરા, શિલ્પા શિંદે અને આકાંક્ષા પોતે જોરથી હસવા લાગ્યા.

આકાંક્ષાએ ઉમેર્યું, “ગૌરવની જગ્યાએ મારા પરિવારમાંથી કોઈ આવ્યું હોત તો સારું થાત.” જ્યારે શ્રેયાએ કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, “મને તે સમયે મારા પોતાના કોઈની જરૂર હતી. હું તેમના માટે નહીં, પરંતુ મારા પોતાના મનની શાંતિ અને આરામ માટે નજીકના વ્યક્તિને મળવા માંગતી હતી.”

આકાંક્ષાની વાત પરથી ફેન્સ નારાઝ

આકાંક્ષાએ આગળ કહ્યું, “જો મારા મમ્મી, પપ્પા, અથવા તો મારો કૂતરો પણ મને મળવા આવ્યો હોત, તો હું વધુ ખુશ થાત.” આ સાંભળીને શ્રેયા કાલરા અને શિલ્પા શિંદે પોતાનું હાસ્ય કાબૂમાં રાખી શક્યા નહીં અને હસી પડ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આકાંક્ષાના નિવેદનથી લોકો ગુસ્સે છે. ઘણા લોકો તેના પર પ્રહાર કરી રહ્યા છે; કેટલાક દાવો કરે છે કે તે ફક્ત હેડલાઇન્સ મેળવવા માટે આવું કરી રહી છે, જ્યારે કેટલાક કહે છે કે તેને પોતાને શરમ આવવી જોઈએ.

નોંધનીય છે કે આકાંક્ષા ચમોલા અને ગૌરવ ખન્નાએ 2016 માં કાનપુરમાં એક ભવ્ય લગ્ન કર્યા હતા. લગભગ એક 10 વર્ષ સુધી સાથે રહ્યા પછી, આ દંપતીએ અલગ થવાનો નિર્ણય લીધો.

Breaking News : અભિનેત્રીએ અભિનેતા પર મોટો આરોપ લગાવ્યો, કહ્યું મને Kiss કરી, પછી જોરથી થપ્પડ મારી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News : પશ્ચિમ રેલવેએ 15 ટ્રેનો કરી રદ, ભારે વરસાદથી મુંબઈ-સુરત-વલસાડ રૂટ પર અસર

ભારે વરસાદ અને સંચાલન સંબંધિત મુશ્કેલીઓને પગલે પશ્ચિમ રેલવેએ 24 જુલાઈના રોજ 15 ટ્રેનો સંપૂર્ણપણે રદ કરી છે. વરસાદની અસર મુંબઈ, સુરત, વલસાડ, અમદાવાદ સહિતના અનેક મહત્વના રૂટ પર જોવા મળી રહી છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુંબઈ-ગુજરાત વચ્ચેની અનેક ટ્રેનો પ્રભાવિત

પશ્ચિમ રેલવે દ્વારા સુરત-વિરાર, વલસાડ-દાહોદ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર રાજધાની સહિતની મહત્વપૂર્ણ ટ્રેનો રદ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક અને સંચાલન વ્યવસ્થાને અસર થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉધના-અયોધ્યા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર

આ ઉપરાંત ટ્રેન નંબર 09093 ઉધના-અયોધ્યા કેન્ટ સ્પેશિયલ ટ્રેનના સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન હવે ઉધનાથી સવારે 7:25 વાગ્યાના બદલે સવારે 10:25 વાગ્યે રવાના થશે.

બે ટ્રેનો આંશિક રીતે રદ કરાઈ

પશ્ચિમ રેલવેએ બે અન્ય ટ્રેનોના રૂટમાં પણ ફેરફાર કર્યો છે. હિસાર-વલસાડ ટ્રેનને મરોલી ખાતે રોકવામાં આવી છે અને મરોલી-વલસાડ વચ્ચેની સેવા રદ રહેશે. જ્યારે બાંદ્રા ટર્મિનસ-ભુજ ટ્રેન હવે બાંદ્રા ટર્મિનસના બદલે સુરતથી શરૂ થશે, જેના કારણે બાંદ્રા ટર્મિનસ-સુરત વચ્ચેનો રૂટ આંશિક રીતે રદ રહેશે.

રદ કરાયેલી ટ્રેનો નીચે મુજબ છે

  • 19002 સુરત – વિરાર
  • 22444 બાંદ્રા ટર્મિનસ – કાનપુર સેન્ટ્રલ
  • 19011 વલસાડ – દાહોદ
  • 22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ જંકશન
  • 20959 વલસાડ – વડનગર
  • 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર રાજધાની
  • 59049 વલસાડ – વડોદરા જંકશન
  • 12009 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ જંકશન
  • 12935 બાંદ્રા ટર્મિનસ – સુરત
  • 69139 બોરીવલી – વલસાડ
  • 59045 મુંબઈ સેન્ટ્રલ – વાપી
  • 59024 વલસાડ – મુંબઈ સેન્ટ્રલ
  • 19010 વિરાર – ભરૂચ જંકશન
  • 69161 વિરાર – સુરત
  • 59039 વિરાર – વલસાડ

મુસાફરોને રેલવેની સૂચનાઓનું પાલન કરવા અપીલ

વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિ તપાસી લેવા અને રેલવેના તાજા અપડેટ્સનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- Breaking News : ગુજરાતમાં ભારે વરસાદને પગલે CM ની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક, અમદાવાદમાં આર્મી તૈનાત

Breaking News : ગુજરાતમાં ભારે વરસાદને પગલે CM ની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક, અમદાવાદમાં આર્મી તૈનાત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સક્રિય બની છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં દક્ષિણ ગુજરાત અને અમદાવાદની વર્તમાન પરિસ્થિતિ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી.

સુરત અને દક્ષિણ ગુજરાતમાં 41 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે અમદાવાદમાં માત્ર 5-6 ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે સતત મોનીટરીંગ ચાલી રહ્યું છે, જેમાં વરસાદની સ્થિતિ, રેસ્ક્યુ કામગીરી અને NDRFની તૈનાતી જેવા મુદ્દાઓ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. એક કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

વહેલી સવારે પોલીસ વિભાગની મહત્વપૂર્ણ બેઠક બાદ મુખ્યમંત્રી દ્વારા સચિવાલય ખાતે પણ એક બેઠક યોજાઈ હતી, જેમાં વર્તમાન પરિસ્થિતિ અને અમદાવાદમાં પાણીના નિકાલ અંગે પ્રશાસન સાથે ચર્ચા કરવામાં આવી. રાહત કમિશનર ગૌરાંગભાઈએ માહિતી આપતા જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં હાલ વરસાદનું પ્રમાણ નહિવત છે, જેના કારણે પાણી ધીમે ધીમે ઓસરવા માંડ્યા છે. ગણદેવીમાં ઝીંગા તળાવમાં ફસાયેલા લોકોનું એર રેસ્ક્યુ ચાલી રહ્યું છે.

જોકે, રાજ્યભરમાં વરસાદની અસર વ્યાપક છે. કુલ 1100થી વધુ રસ્તાઓ હાલ પણ બંધ છે, જેમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોને જોડતા પંચાયતના રસ્તાઓ છે. અત્યાર સુધીમાં નવસારી અને વલસાડમાં એક-એક મૃત્યુ નોંધાયા છે. ઉમરગામના અમુક વિસ્તારો હાલ પણ સંપર્કવિહોણા છે.

અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો, ધોળકા જેવા વિસ્તારો કનેક્ટિવિટીથી કપાઈ ગયા છે. ત્યાં SDRFની એક ટીમ અને આર્મીનું એક કોલમ સવારે જ રવાના કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. બોપલ, ઘુમા અને શેલા જેવા અમદાવાદના વિસ્તારોમાં વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા આર્મીની ટીમો તૈનાત કરવામાં આવશે.

રાહત કમિશનરના જણાવ્યા અનુસાર, અમદાવાદ સિટીમાં ત્રણ આર્મી કોલમમાંથી એક ટીમ ઓલરેડી તૈનાત થઈ ચૂકી છે અને બાકીની બે ટીમો પણ ટૂંક સમયમાં મોકલવામાં આવશે. આર્મીની આ ટીમો બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં રાહત તથા બચાવ કામગીરી હાથ ધરશે. આ નિર્ણયથી નવસારી અને દક્ષિણ ગુજરાત બાદ હવે અમદાવાદમાં પણ આર્મીની મદદ લેવાઈ રહી છે, જે સરકારની પરિસ્થિતિ પર ગંભીરતા દર્શાવે છે.

નવસારીમાં અંબિકા નદીના પૂરના ભય વચ્ચે ભારતીય સેના તૈનાત, જુઓ Video

 

Army Deployed in Navsari : નવસારીમાં અંબિકા નદીના પૂરના ભય વચ્ચે ભારતીય સેના તૈનાત, જુઓ Video

નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી ગંભીર પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાની ટુકડીને તૈનાત કરવામાં આવી છે. અંબિકા નદી ભયજનક સપાટીએ પહોંચી જતાં શહેર અને આસપાસના વિસ્તારોમાં મોટા જોખમનો સામનો કરવો પડી રહ્યો છે. સેનાના જવાનો અમલસાડ અને ગણદેવી જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે પહોંચી ગયા છે.

આપત્તિની ગંભીરતા એવી છે કે, NDRF અને SDRFની ટીમો પહેલાથી જ કાર્યરત હોવા છતાં, વધારાના સહયોગ અને વ્યાપક પહોંચ માટે સેનાને બોલાવવામાં આવી છે. સંવાદદાતા નિલેશ ગામીતના જણાવ્યા અનુસાર, નવસારી જિલ્લામાં પૂર્ણા, અંબિકા અને કાવેરી જેવી મુખ્ય નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ત્રણેય નદીઓ તેમની ભયજનક સપાટીથી 5 થી 8 ફૂટ ઉપર વહી રહી છે, જેના કારણે ભયાનક પૂરના દ્રશ્યો સર્જાયા છે.

NDRF અને SDRF પાસે બચાવ કાર્ય માટે મર્યાદિત સાધનો અને માનવબળ ઉપલબ્ધ છે. આવી વિકટ પરિસ્થિતિમાં, જ્યાં મોટા પાયે લોકોના સ્થળાંતર અને બચાવની જરૂરિયાત છે, ત્યાં ભારતીય સેનાની મદદ અનિવાર્ય બની છે. ખાસ કરીને, હવાઈ બચાવ કામગીરી દ્વારા ઓછા લોકોને બચાવી શકાય છે, તેથી જમીન પર સક્રિયપણે કામ કરવા માટે સેનાના જવાનોને ઉતારવામાં આવ્યા છે.

સેનાના જવાનોને નવસારી શહેર અને ખાસ કરીને ગણદેવી વિસ્તારમાં, અંબિકા નદીના કેચમેન્ટ એરિયામાં તૈનાત કરવામાં આવ્યા છે. ગણદેવી તાલુકાનો લગભગ 70% જેટલો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે, અને આ નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની જવાબદારી સેનાને સોંપવામાં આવી છે. વરસાદના માહોલ વચ્ચે પણ સેનાના જવાનો દિવસ-રાત બચાવ કામગીરીમાં જોતરાઈ ગયા છે.

વળી, આજના દિવસે એકાદશી હોવાથી દરિયામાં ભરતીના પાણી ખુબ જોરમાં આવે છે. આને કારણે દરિયો નદીઓમાંથી આવતું પાણી સ્વીકારતો નથી. પરિણામે, નદીઓના જળસ્તર સ્થિર થઈ ગયા છે અને તેમાં ઘટાડો થતો નથી, જેના કારણે પાણી ભરાયેલા વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધી છે. પાણી ભરાઈ રહેવાથી રોગચાળા અને અન્ય સમસ્યાઓનો ભય પણ સતાવી રહ્યો છે.

આ સ્થિતિમાં, નવસારી જિલ્લાને આ પૂરના સંકટમાંથી બચાવવા માટે NDRF, SDRF અને હવે ભારતીય સેનાના જવાનો ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે. રસ્તાઓ પર પણ ભારતીય સેનાના જવાનો જોવા મળી રહ્યા છે, જેઓ અતિ પ્રભાવિત અને જ્યાં પહોંચવું અશક્ય છે તેવા જોખમી વિસ્તારોમાં જઈને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સેનાની આ તૈનાતી એ વાતનો પુરાવો છે કે નવસારીમાં ખરેખર કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને ભારતીય સેનાના જવાનો આ મુશ્કેલ સમયમાં લોકોની પડખે ઊભા રહ્યા છે.

અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! અનેક સોસાયટીમાં ભરાયા પાણી, 20થી વધુ કાર પાણીમાં ડૂબી

Monsoon Breaking Surat: સુરતમાં રાતભરના વરસાદથી ખાડીપૂરનો ભય, રસ્તા જળમગ્ન, 2200થી વધુ લોકોનું રેસ્ક્યૂ, ટેક્સટાઇલ માર્કેટ બંધ

સુરત શહેરમાં ગઈકાલે રાતથી શરૂ થયેલી અવિરત વરસાદી ધબધબાટીના કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં આશરે 5.04 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ સુરતમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે ઉકાઈ ડેમની સપાટી 313.59 ફૂટે પહોંચી છે.

શહેરમાં ફરી ખાડીપૂરની ગંભીર સ્થિતિ

ધોધમાર વરસાદ અને ડ્રેનેજ સિસ્ટમ ફેલ થઈ જવાના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને શહેરની તમામ મુખ્ય ખાડીઓ ભયજનક સપાટી વટાવી જતાં ખાડીપૂરનો ભય વ્યાપી ગયો છે:

  • ભેદવાડ ખાડી: 7.55 મીટરે પહોંચીને ઓવરફ્લો થઈ છે.
  • મીઠી ખાડી: 8.65 મીટરની સપાટીએ પહોંચી છે.
  • ભાઠેના ખાડી: 7 મીટરની સપાટી વટાવી ચૂકી છે.
  • કાંકરા ખાડી (ઉધના): 6.50 મીટરે વહી રહી છે.
  • સીમાડા ખાડી: 4.50 મીટરની ભયજનક સપાટી પર પહોંચી ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

ખાડીઓ ઓવરફ્લો થવાના કારણે મહાવીર ચોકથી લક્ષ્મણ નગર સુધીનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતાં બંધ કરી દેવામાં આવ્યો છે, જેનાથી વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા છે.

રાતોરાત રેસ્ક્યૂ ઓપરેશન અને 62 પરિવારોનું સ્થળાંતર

ભેદવાડ ખાડીનું પાણી પાંડેસરાના પ્રેમ નગર વિસ્તારમાં ઘૂસી જતાં, મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમોએ રાત્રે બોટ મારફતે સતત ચેકિંગ હાથ ધર્યું હતું. પાણી વધુ ભરાય તે પહેલાં જ મનપાએ પ્રેમ નગરના 62 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. અત્યાર સુધીમાં ખાડી નજીકના વિસ્તારોમાંથી 2,244 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સુરત ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય

ખાડીઓમાં પાણીનું સ્તર વધતાં અને રસ્તાઓ જળમગ્ન થવાના કારણે ‘ફોસ્ટા’ (FOSTTA) દ્વારા આજે સુરતનું પ્રખ્યાત ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વેપારીઓ અને કારીગરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. પૂર અને વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સુરત જિલ્લા તંત્ર અને પાલિકાનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે.

જુઓ Video

 

Rain Breaking News: અમદાવાદમાં આગામી 3 દિવસ રેડ એલર્ટ, સાબરમતીમાં પૂરનું જોખમ, અનેક વિસ્તારો પાણીમાં ડુબ્યા, જુઓ Video

Rain Breaking News: અમદાવાદમાં આગામી 3 દિવસ રેડ એલર્ટ, સાબરમતીમાં પૂરનું જોખમ, અનેક વિસ્તારો પાણીમાં ડુબ્યા, જુઓ Video

અમદાવાદ શહેર માટે આગામી ત્રણ દિવસ અત્યંત મહત્વના સાબિત થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસાદને કારણે શહેરમાં જળબંબાકાર, ટ્રાફિક જામ અને દૈનિક જનજીવન પર વ્યાપક અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉપરવાસમાંથી સાબરમતીમાં પાણી છોડાતા નદીનું જળસ્તર વધશે

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. જો ઉપરવાસમાં વરસાદનું જોર યથાવત રહેશે તો સાબરમતીના પ્રવાહમાં વધુ વધારો થઈ શકે છે.

આવતીકાલે સાબરમતીમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા

વધતા જળપ્રવાહને કારણે આવતીકાલે સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી શકે છે. સ્થાનિક વહીવટી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી પડે તો સ્થળાંતર સહિતના પગલાં પણ લેવામાં આવી શકે છે.

શહેરીજનોને સાવચેત રહેવા તંત્રની અપીલ

ભારે વરસાદ અને પૂર જેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા તેમજ પાણી ભરાયેલા રસ્તાઓ અને નદી કાંઠાના વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે. શહેરના નીચાણવાળા વિસ્તારો, અંડરપાસ અને જળભરાવની શક્યતા ધરાવતા માર્ગો પર ખાસ તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો- Breaking News: અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! SG હાઈવે પર ભરાયા પાણી, અનેક અંડરપાસ બંધ, જુઓ-Video

Breaking News : અમદાવાદમાં ધોધમાર વરસાદથી હાલાકી, રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો, રાહદારીઓ પરેશાન, જુઓ Video

અમદાવાદ પશ્ચિમનાં બોડકદેવ, માણેકબાગ, પાલડી, નહેરુનગર, ધરણીધર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકતા સવારનાં સમયે વરસાદથી લોકોને નોકરી-ધંધા પર જવાની મુશ્કેલી થઈ રહી છે. સવારથી વરસી રહેલા સતત વરસાદમાં ભરૂચમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર માટે બંધ થયો છે.

એસ.જી હાઇવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ બાદ પાણી-પાણી જોવા મળી રહ્યું છે. કેટલાંક વિસ્તારોમાં માત્ર એક કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.બોડકદેવમાં 2 ઈંચ, સરખેજમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો, તો જોધપુરમાં પોણા 2 ઈંચ, બોપલમાં 2 ઈંચ વરસાદ, બોપલ, જોધપુર, સેટેલાઈટ વિસ્તારોમાં પાણી ભરાયા છે. બોપલ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોમાં મુશ્કેલી વધી છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો, રાહદારીઓ હાલાકીમાં જોવા મળી રહી છે.એસ.જી હાઇવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35.67 ઇંચ નોંધાયો છે, જ્યારે કપરાડામાં 28.78 ઇંચ વરસાદ ખાબક્યો છે.

 

 

Rain Breaking : સુરત-વલસાડ-નવસારીમાં રેડ અલર્ટ! CM ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક બોલાવી બેઠક, રાહત પહોંચાડવા અપાઈ સૂચના અહી ક્લિક કરો

પેપર લીક કેસમાં વડાપ્રધાન મોદીનો મોટો નિર્ણય, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે સુનાવણી, દોષિતો સામે કડક કાર્યવાહીના આદેશ

દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલતા વિદ્યાર્થી આંદોલન અને વિપક્ષના વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક કેસ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે પેપર લીકના તમામ કેસોની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. હવે આ કેસનો ઝડપી નિકાલ આ જ કોર્ટ દ્વારા કરવામાં આવશે. વડાપ્રધાને પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.

વડાપ્રધાન મોદીએ લખ્યું કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને સખતમાં સખત સજા આપવામાં આવશે. કેસોના તાત્કાલિક નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી રહી છે અને સંબંધિત વિભાગને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.

વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવા નહીં દઈએ

તાજેતરમાં એનડીએ (NDA) ના સંસદીય દળની બેઠકમાં પણ પીએમ મોદીએ નીટ (NEET) પેપર લીક મામલાનો ઉલ્લેખ કર્યો હતો. આ બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાને આ મામલાને ઘોર પાપ ગણાવ્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવા દેવામાં આવશે નહીં. કેસ સામે આવતા જ તાત્કાલિક કાર્યવાહી કરીને ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને પરીક્ષા રદ કરીને ફરીથી યોજવામાં આવી હતી. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક તકેદારી રાખવા આદેશ અપાયા છે.

પેપર લીક મુદ્દે સંસદથી લઈને જંતર-મંતર સુધી વિરોધ

ઉલ્લેખનીય છે કે પેપર લીકના મુદ્દે વિપક્ષ સતત સરકાર પર નિશાન સાધી રહ્યો હતો. દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા એક મહિનાથી આ મુદ્દે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, જેને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોનો ટેકો મળી રહ્યો છે. સંસદના ચોમાસુ સત્રમાં પણ વિપક્ષ દ્વારા આ મુદ્દે સતત ચર્ચાની માંગ કરવામાં આવી રહી છે અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

નવસારીમાં ભયાવહ પૂર, પાણીમાં ડૂબી ગાડીઓ, 1 લાખથી વધુ લોકો પ્રભાવિત, જળબંબાકાર વચ્ચે NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન, જુઓ Video

Jan Neta Release : તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની ફિલ્મ ‘જન નેતા’નો ક્રેઝ વધ્યો, ચાહકોએ થિયેટરોમાં ડાન્સ અને લેસર શો સ્વાગત કર્યું

સાઉથ સુપરસ્ટાર અને તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની છેલ્લી ફિલ્મ જનનેતા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મની રિલીઝને ચાહકો લાંબા સમયથી રાહ જોતા હતા. હવે આ રાહ પૂર્ણ થઈ ચૂકી છે. ચાહકોએ તહેવારી જેમ સેલિબ્રેટ કરી છે. ફિલ્મની રિલીઝને લઈ આખા તમિલનાડુમાં શાનદાર ઉત્સાહ જોવા મળ્યો છે. કેટલાક સ્થળો પર થિયેટરની બહાર ડાન્સ, લેઝર શો, ડ્રોન શો અને ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે.

ચાહકોની સાથે -સાથે વિજયની પાર્ટી ટીવીકેના કાર્યકર્તાઓએ પણ આ સેલિબ્રેશન તહેવારની જેમ કર્યું છે. સોશિયલ મીડિયા પર તમામ વીડિયો સામે આવી રહ્યા છે. જેનાથી ચાહકોમાં ઉત્સાહ સ્પષ્ટ પણે જોવા મળી રહ્યો છે.

 

 

રિલીઝ થઈ વિજયની છેલ્લી ફિલ્મ જન નેતા

જનનેતા વિજયના એક્ટિંગ કરિયરની છેલ્લી ફિલ્મ છે. ત્યારબાદ તે સંપૂર્ણ પણે રાજકારણમાં ધ્યાન આપશે. ત્યારે ફિલ્મની રિલીઝનને લઈ તેના ચાહકો ખુબ ઈમોશનલ થયા હતા. ચેન્નાઈના Woodlands અને Casino જેવા સિનેમાઘરોમાં રિલીઝ પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યારે સાંજના આકાશમાં લેઝર શો અને ડ્રોન શો દ્વારા વિજયનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ચાહકોએ ઢોલ-નગાડા અને ડાન્સની સાથે ફિલ્મનો જશ્ન મનાવ્યો હતો.

 

 

 

એચ વિનોથના નિર્દેશનમાં બનેલી જન નેતામાં વિજયની સાથે પુજા હેગડે, બોબી દેઓલ, મમિતા બૈજુ, ગૌતમ વાસુદેવ મેનન, પ્રકાશ રાજ અને નારાયણ જેવા કલાકારો મહ્તવની ભૂમિકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મ વિજયના એક્ટિંગ કરિયરની છેલ્લી ફિલ્મ માનવામાં આવી છે. કારણ કે, ત્યારબાદ તે સંપૂર્ણ પણ રાજકારણમાં એક્ટિવ થશે. તમને જણાવી દઈએ કે, વિજયના ચાહકો ખુબ લાંબા સમયથી તેની આ ફિલ્મની રાહ જોતા હતા.

સિનેમા અને રાજનીતિના ‘GOAT’ વિજય થલાપતિનો આજે છે જન્મદિવસ, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Breaking News : નવસારીમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે નદીઓમાં ઘોડાપૂર આવ્યું, 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ, જુઓ Video

નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતની મીંઢોળા, અંબિકા, કાવેરી, ઓરંગા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.વરસાદી પાણી રસ્તા પર ભરાતા મુંબઈ-દિલ્લી નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર ઠપ થયો છે.કાવેરી નદીએ ભયજનક સપાટી બતાવતા બીલીમોરા શહેરમાં પૂર આવ્યું છે. 100થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, તેમજ SDRF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ

છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે નવસારી જિલ્લાની અને દક્ષિણ ગુજરાતની લોકમાતાઓ ગણાતી પૂર્ણ અંબિકા કાવેરી ખરેરા મીંઢોળા ઓરંગા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થાય તેવી શક્યતાઓના પગલે તંત્ર એલર્ટ પર છે

નદી કાઠાના ગામોને કરાયા એલર્ટ

વલસાડની મધુબન ડેમમાંથી પાણી છોડાતા દમણ વગર નદી કાઠા ના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.વલસાડ નજીકથી વહેતી ઔરંગા નદીની સપાટી વધતા વલસાડ શહેરના 15 જેટલા વિસ્તારોને એલર્ટ કરાયા છે.વલસાડ અને નવસારી જિલ્લામાં પૂરની ગંભીર સ્થિતિ નિર્માણ થાય તેવા સંજોગોને પગલે તંત્ર એલર્ટ પર છે.ઉપરવાસમાં વરસાદ અને પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા ભયજનક સપાટી વટાવે તેવો ભય હાલ જોવા મળી રહ્યો છે.

જિલ્લા તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નદીકાંઠાના લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.છેલ્લા 24 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબકતા તેની સીધી અસર નદીઓ પર જોવા મળી રહી છે.

 

Gujarat Rain Breaking News: વલસાડમાં આભ ફાટ્યુ! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદથી આફત આવી, નદી-નાળા થયા ઓવરફ્લો, જુઓ Video અહી ક્લિક કરો

 

 

Breaking News: ટ્રમ્પના 200% ટેરિફની જાહેરાતથી ભારતીય ફાર્મા શેરોમાં હલચલ, બજારમાં ભારે દબાણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયાતી જેનરિક દવાઓ પર તબક્કાવાર 200 ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેર પર દબાણ જોવા મળ્યું છે. જોકે ટ્રમ્પે આગામી બે વર્ષ સુધી શૂન્ય ટેરિફની રાહત આપવાની જાહેરાત કરી છે, તેમ છતાં લાંબા ગાળાની અનિશ્ચિતતાને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. બુધવારે શેરબજારમાં કારોબારની શરૂઆતથી જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો નોંધાયો હતો, જ્યારે ફાર્મા સેક્ટરના મોટાભાગના શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

સેન્સેક્સ અને નિફ્ટીની નબળી શરૂઆત

બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો 30 શેરો ધરાવતો સેન્સેક્સ અગાઉના 77,470ના બંધની સરખામણીએ 77,384ના સ્તરે ખુલ્યો હતો. ટ્રેડિંગ શરૂ થયાના થોડા જ સમયમાં તેમાં વધુ વેચવાલી જોવા મળતા સેન્સેક્સ 575થી વધુ પોઇન્ટ તૂટીને 76,851ની સપાટીએ પહોંચી ગયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી પણ 24,150ના સ્તરે ખુલ્યા બાદ લગભગ 170 પોઇન્ટ ઘટીને 24,011 સુધી સરકી ગયો હતો. બજારમાં વ્યાપક વેચવાલી વચ્ચે રોકાણકારો સાવચેત વલણ અપનાવતા જોવા મળ્યા હતા.

ફાર્મા શેરોમાં ભારે વેચવાલી

બજારમાં ઘટાડા વચ્ચે સૌથી વધુ અસર ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેર પર જોવા મળી હતી. લ્યુપિનનો શેર આશરે 3 ટકા તૂટ્યો હતો, જ્યારે ગ્લેન્ડ ફાર્મા પણ લગભગ 3 ટકા નીચે ગયો હતો. અરબિંદો ફાર્મામાં 2.80 ટકા, અલ્કેમ લેબોરેટરીઝમાં 2.50 ટકા અને ઝાયડસ લાઇફસાયન્સિસમાં 2.30 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત સિપ્લા 2.10 ટકા, ગ્લેનમાર્ક ફાર્મા 1.80 ટકા, મેનકાઇન્ડ ફાર્મા 1.75 ટકા, ફોર્ટિસ હેલ્થકેર 1.50 ટકા અને સન ફાર્માના શેરમાં પણ 1.20 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ટ્રમ્પની ટેરિફ નીતિથી વધ્યો ભય

ફાર્મા શેરોમાં આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિ છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકામાં આયાત થતી જેનરિક દવાઓ પર તબક્કાવાર 200 ટકા સુધી ટેરિફ લાગુ કરવામાં આવશે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે 1 ઓગસ્ટ, 2026થી આગામી બે વર્ષ સુધી આ દવાઓ પર કોઈ ટેરિફ લાગુ નહીં થાય. ત્યારબાદ એક વર્ષ માટે 100 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે અને પછી તેને વધારીને 200 ટકા સુધી લઈ જવામાં આવશે.

ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે પડકાર

ભારત વિશ્વના સૌથી મોટા જેનરિક દવા ઉત્પાદકોમાંનું એક છે અને અમેરિકી બજાર ભારતીય ફાર્મા કંપનીઓ માટે સૌથી મહત્વપૂર્ણ નિકાસ બજારોમાંનું એક ગણાય છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં વધનારા ટેરિફની જાહેરાતથી ભારતીય કંપનીઓના નફા અને નિકાસ પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે બે વર્ષની રાહતને કારણે કંપનીઓને તેમની વ્યૂહરચના બદલવા અને નવા બજારો શોધવા માટે સમય મળશે.

રોકાણકારો માટે નિષ્ણાતોની સલાહ

બજાર નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં રોકાણકારોએ ગભરાઈને નિર્ણય લેવાના બદલે લાંબા ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જોઈએ. ટ્રમ્પની નીતિ અમલમાં આવવામાં હજુ સમય છે અને તે દરમિયાન વૈશ્વિક વેપાર નીતિઓમાં ફેરફાર થવાની શક્યતાઓ પણ રહેલી છે. તેથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં બજારના નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો- Trending Video : યમરાજનો આવ્યો ‘મિસ્ડ કોલ’! ખીણમાં પડતા પડતા બચ્યો બાઇકર, જુઓ Video

Breaking News : ઘુમામાં ગાડી નીચે દીપડો દેખાવાની અફવા પર પૂર્ણવિરામ, CCTV તપાસમાં બિલાડી હોવાનો ખુલાસો, જુઓ Video

અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં ફરી એક વખત દીપડો જોવા મળવાની ઘટના ખોટી છે. ગ્રીન સિટી સોસાયટી ઘુમામાં ગાડી નીચેથી દીપડો નીકળ્યાના વાયરલ વીડિયોના આધારે વન વિભાગની ટીમ ત્યાં પહોંચે છે અને તપાસ કરતાં પગલા બિલાડીના હોવાનું જણાય છે અને અન્ય ગાડી નીચેથી પણ બિલાડી જ બહાર નીકળી હતી, જેથી આ વિડીયો દીપડાનું નહીં પરંતુ બિલાડીનો જણાઈ આવે છે.

તેમજ વન વિભાગ દ્વારા વિનંતી કરવામાં આવી કે આવી કોઈ પણ પ્રકારની અફવા ફેલાવી નહીં તેમજ કોઈ પણ વન્યપ્રાણી બાબતની માહિતી, તરત જ 76000 09845 પર વન વિભાગનો સંપર્ક કરવો.

વાયરલ દીપડાની અફવા

અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં જ ફરી એકવાર દીપડો દેખાયો હોવાનો દાવો હાલ કરવામાં આવી રહ્યો છે. કાર નીચેથી દીપડો બહાર નીકળી રહ્યો હોવાના CCTV પણ વાયરલ થયા હતા. ત્યારે આ વીડિયો દીપડો નહી પરંતુ બિલાડીના હોવાનો સામે આવ્યો છે.

RFO હરેશ દેસાઈએ સ્પષ્ટ કર્યું

અમદાવાદ શહેરમાં ઘુમા પાસે દીપડા દેખાવા અંગે વન વિભાગે તપાસ કરી રહી છે. ગ્રીન સિટીમાં તપાસમાં દીપડો ના હોવાનું આવ્યું સામે છે. RFO હરેશ દેસાઈએ સ્પષ્ટ કર્યું કે તપાસમાં દીપડો દેખાય રહ્યો નથી. અમદાવાદની જનતાને અપીલ કે આવા ખોટા મેસેજ ફરતા ના કરે. વન વિભાગની ટીમ સ્થળ તપાસ કર્યા બાદ જે હશે એ જણાવશે. શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયો એ બાદ ક્યાંય દેખાયો નથી.જો કોઈ ખોટી માહિતી ફેલાવશે તો કાયદાકીય કાર્યવાહી કરાશે. સંભવિત વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે.

વન વિભાગની ટીમો આ વિસ્તારમાં જ બે દિવસથી શોધખોળ કરી રહી છે. ટીવી9 ગુજરાતી આ વાયરલ વીડિયો ક્યારનો છે તેને લઇને કોઇ પુષ્ટી કરતું નથી.

 

Breaking News : દીપડાનો પત્તો ન લાગતા વન વિભાગે સર્ચ ઓપરેશનનું સ્થળ બદલ્યું, જુઓ Video અહી ક્લિક કરો

Trending Video :  યમરાજનો આવ્યો ‘મિસ્ડ કોલ’! ખીણમાં પડતા પડતા બચ્યો બાઇકર, જુઓ Video

પહાડોની સુંદરતા વરસાદમાં ખુબ સુંદર બની જાય છે. વરસાદ વચ્ચે બાઈક ચલાવવાનું દરેક રાઈડરનું સપનું હોય છે. પરંતુ થોડી લાપરવાહી અને સ્પીડ આ સપનાને દુખદ સપનામાં બદલી નાંખે છે. રુંવાડા ઉભા કરી દેતો વીડિયો પશ્ચિમ બંગાળના પહાડો જ્યાં બાઈકર સીધો ખાણાં ખાબકતા માંડ માંડ બચે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ લોકોના રુંવાડા ઉભા થયા હતા.

કુર્સિયોંગ વ્યુ પોઈન્ટ પાસે ભયંકર અકસ્માત

આ ઘટના સિલીગુડી અને દાર્જલિંગ વચ્ચે સ્થિત સુંદર હિલ સ્ટેશન કુર્સિયોગ વ્યુ પોઈન્ટ પાસેની છે. રેઈનકોટ પહેરી યુવક વરસાદમાં રસ્તા પર બાઈક સાથે લપસે છે. જેવો તે ટર્ન લે છે. બાઈક પર કંટ્રોલ ગુમાવે છે.

 

 

View this post on Instagram

 

 

ટકકર થતા બુટ હવામાં ઉડ્યું

બેલેન્સ ગુમાવતા બાઈક રસ્તાની બાજુમાં અથડાઈ. બીજી બાજુ સેંકડો ફૂટ ઊંડી ખાણ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બુટ પણ હવામાં ઉડી ગયું અને દૂર સુધી પટકાયું. સદનસીબે, તે રસ્તા પર પડી ગયો અને ખાણામાં પડવાથી બચી ગયો, જોકે તેની બાઇક સંતુલન ગુમાવી બેઠી અને રસ્તા પર પડી હતી.

વીડિયો જોઈ યુઝર્સ બોલ્યા યમરાજનો મિસ્ક કોલ હતો

આ ભયાનક ક્લિપ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અનેક કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે કહ્યું યમરાજનો મિસ્કોલ આવ્યો. રિસીવ થયો નહી. તો કોઈએ લખ્યું વ્યક્તિને જીવથી વધારે તેની બાઈક વ્હાલી હતી. કેટલાક લોકો વીડિયો જોયા બાદ લાપરવાહી કહી રહ્યા છે.

દેહરાદૂન પોલીસે ચેતવણી આપી

વાયરલ વીડિયો ઉત્તરાખંડના દેહરાદૂન પોલીસે તેમના સત્તાવાર X હેન્ડલ પર પણ શેર કર્યો હતો. આ ઘટનાને ઉદાહરણ તરીકે ટાંકીને, પોલીસે લોકોને વરસાદમાં સલામત વાહન ચલાવવા વિશે ચેતવણી આપી હતી.

 

 

 

Trending Video : કાકા રેલવેની ચાદરમાંથી બનેલો કુર્તો પહેરીને બજારમાં શાકભાજી લેવા નીકળ્યા, જુઓ વાયરલ Video અહી ક્લિક કરો

 

Gujarat Rain Breaking News: વલસાડમાં આભ ફાટ્યુ! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદથી આફત આવી, નદી-નાળા થયા ઓવરફ્લો, જુઓ Video

દક્ષિણ ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડે જોરદાર એન્ટ્રી કરી છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસાવ્યો છે. ભારે વરસાદના કારણે સમગ્ર વલસાડ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ નોંધાયો

હવામાનની અસરને પગલે વલસાડમાં વરસાદનો જોર સતત વધતો ગયો હતો. એક જ દિવસમાં 15.63 ઇંચ જેટલો વરસાદ નોંધાતા વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનવ્યવહારને પણ અસર પહોંચી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.

નીચાણવાળા વિસ્તારો જળમગ્ન

વલસાડ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. નાનાપોંઢામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 11.02 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશવાની સ્થિતિ સર્જાઈ છે.

ખેડૂતની વધતી ચિંતા

વરસાદના કારણે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. જોકે, લાંબા સમય બાદ પડેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં ખેતી માટે ફાયદાની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, સતત વરસતા વરસાદને કારણે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

વલસાડમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરની સામાન્ય ગતિવિધિઓ પર અસર પડી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળવાની અપીલ કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગ દ્વારા રેડ અલર્ટની સંભાવના

હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 27 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. નવસારી અને વલસાડમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ, જ્યારે સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના છે, તો ખેડા, આણંદ અને ભરૂચમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Gujarat Rain Data: રાજ્યભરમાં વરસાદનો ધમાકેદાર બીજો રાઉન્ડ, 24 કલાકમાં 173 તાલુકામાં મેઘમહેર

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Crispy Corn Bhajiya Recipe : વરસાદની મોસમમાં ઘરે બનાવો કરકરા મકાઈના ભજીયા, જાણો સરળ રેસીપી આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Gold-Silver Rate Today : સતત ઘટાડા બાદ આજે સોનું ઉછળ્યું ! જાણો આજે કેટલો થયો સોના-ચાંદીનો ભાવ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

લોક અપ 2માં થશે અપૂર્વા મખીજાની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી? લીક પ્રોમોથી મળી હિંટ, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Bigg Boss: પહેલી વખત આ શો એક સાથે 6 ભાષાઓમાં જોવા મળશે, સલમાન ખાનથી લઈ સૌરવ ગાંગુલી સહિત આ સ્ટાર હોસ્ટ કરશે

રિયાલિટી ટીવીના ચાહકો અને બિગ બોસના ચાહકો માટે એક ગુડ ન્યુઝ સામે આવી રહ્યા છે. આ ફેસ્ટિવ સીઝનમાં મનોરંજન ડબલ થવાનું છે. ઓટીટી અને ટીવીના સૌથી મોટા એન્ટરટેનમેન્ટ નેટવર્ક જિયોહોટસ્ટારે ભારતીય ટેલિવિઝન ઈતિહાસમાં મોટી જાહેરાત કરી છે. પહેલી વખત બિગ બોસ 6 અલગ અલગ ભાષામાં નવી સીઝન એક સાથે, એક જ સમયે દેશભરમાં રિલીઝ થવા જઈ રહ્યું છે.

સપ્ટેમ્બર 2026થી શરુ થવા જઈ રહેલી આ ફેસ્ટિવ સીઝનમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને બાંગ્લા ભાષામાં બિગ બોસનો મહાસંગ્રામ જોવા મળશે. જે ટીવી નેટવર્કની સાથે-સાથે ઓટીટી પ્લેટફોર્મ જિયોહોટસ્ટાર પર પણ સ્ટ્રીમ થશે.

આ વખતે બિગ બોસ માત્ર એક ભાષા કે રીઝનનો નહી પરંતુ આખા દેશનો સૌથી મોટો તહેવાર બનવા જઈ રહ્યો છે. જેમાં મહા-ધમાકો મુખ્ય આકર્ષણ થશે. જેના આઈકોનિક હોસ્ટ્સ, જે વર્ષોથી પોતાની ભાષામાં રાજ કરી રહ્યા છે.

  • હિન્દી: બોલીવુડના સુલતાન સલમાન ખાન ફરી એકવાર પોતાની શાનદાર સ્ટાઈલમાં એન્ટ્રી કરશે.
  • તમિલ: સાઉથ અભિનેતા વિજય સેતુપતિ ચમકશે.
  • તેલુગુ: રાજા નાગાર્જુન પોતાના સિગ્નેચર સ્વેગ સાથે હોટ સીટ સંભાળશે.
  • કન્નડ: એક્શન સ્ટાર કિચ્ચા સુદીપ પોતાના તીખા વલણથી સ્પર્ધકોને પાઠ ભણાવશે.
  • મલયાલમ: ભારતીય સિનેમાના અનુભવી અભિનેતા મોહનલાલ શોનું સંચાલન સંભાળશે.

બંગાળ (સૌથી મોટું આશ્ચર્ય): બંગાળનું ગૌરવ અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (દાદા) આ વખતે ‘બિગ બોસ બાંગ્લા’નું આયોજન કરશે, જેનાથી ફ્રેન્ચાઇઝની સ્ટાર પાવર અનેકગણી વધી જશે.

24×7 લાઈવ ફીડમાં જોવા મળશે એક્શન

બિગ બોસ જે રીતે દેશમાં ફેમસ છે. તેનો અંદાજો તમે આંકડાથી લગાવી શકતા નથી. ગત્ત વર્ષે 2025થી આ ફ્રેન્ચાઈઝીએ 50 કરોડથી વધારેની વ્યુઅરશિપ કરી હતી. 438 બિલિયનથી વધારે મિનિટ જોવાય છે. જિયોહોટસ્ટાર પર દર 10 માંથી 6 ચાહકો બિદ બોસ 24×7 લાઈવ ફીડ જોવાનું પસંદ કરે છે. આ વખતે 24×7 લાઈવ સ્ટ્રીમિંગ, વોટ અને લાઈવ ચેટ દ્વારા પણ ચાહકોના સીધા સ્પર્ધકોના રમતને પાવર અપાશે. આ વ્યુઅરશિપ ઓટીટીના અનેક રિયાલિટી શોથી વધારે છે.

જિયોહોટસ્ટારની ટીમના જણાવ્યા મુજબ ફેસ્ટિવ સીઝનના 3 મહિનામાં જશ્નમાં ડુબે છે. તો બિગ બોસદેશના 200 મિલિયન થી વધારે હિન્દી ભાષા અને સાઉથના 300 મિલિયનથી વધારે ચાહકોને એક પ્લેટફોર્મ પર લાવે છે. આ તકે સેલિબ્રેટ કરવા માટે જિયોહોટસ્ટારે ઈન્ડિયાસ બિગ રિયાલિટી નામની એક કોફી ટેબલ બુક પણ રિલીઝ કરી છે. જેમાં બિગ બોસના 2 દશકના સફળને દેખાડવામાં આવી છે. તો બસ હવે તૈયાર થઈ જાવ કારણ કે, સપ્ટેમ્બરથી તમારા ઘરના લિવિંગ રુમમાં ડ્રામા, એન્ટરટેનમેન્ટ અને કલેશનો સૌથી મોટો ઓવરડોઝ આવશે.

બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે. અહી ક્લિક કરો

વરસાદની ઋતુમાં Phone ચાર્જ કરતા પહેલા ચેક કરી લેજો આ 5 બાબતો ! એક નાની ભૂલ આખો ફોન કરી દેશે ખરાબ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

ગુજરાતના રસ્તાઓ હવે બનશે સ્માર્ટ, ટેક્નોલોજી અને હાઈ-સ્પીડ કોરિડોર સાથે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ

ગુજરાતમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આધુનિક બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વધતા ટ્રાફિક, શહેરી વિકાસ અને ઔદ્યોગિક વિસ્તરણને ધ્યાનમાં રાખીને નવા રસ્તાઓ, કોરિડોર અને પરિવહન વ્યવસ્થાના વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ગુજરાત રાજ્યમાં માર્ગ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે ડેટા આધારિત આયોજન, ટ્રાફિક મેનેજમેન્ટ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતી યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ સહિતના શહેરોમાં લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વધુ સુવ્યવસ્થિત કરવા માટે લાંબા ગાળાના પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે.

વિકાસને નવી ગતિ અને દિશા

ગુજરાત રાજ્યમાં નવા હાઈ-સ્પીડ કોરિડોર, એક્સપ્રેસવે અને મેટ્રો કનેક્ટિવિટી જેવા પ્રોજેક્ટ્સ રાજ્યના વિકાસને નવી ગતિ અને દિશા આપી રહ્યા છે. આવા પ્રોજેક્ટ્સનો હેતુ મુસાફરીનો સમય ઘટાડવાનો છે. સાથે જ ઉદ્યોગ, વેપાર અને રોજગાર માટે વધુ સારી કનેક્ટિવિટી ઉભી કરવાનો પણ છે.

સ્માર્ટ ટેક્નોલોજી વાપરવામાં આવી રહી છે

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ ઉકેલવા માટે સ્માર્ટ ટેક્નોલોજી વાપરવામાં આવી રહી છે. શહેરી આયોજનનો ઉપયોગ કરવાની દિશામાં પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાત માટે ભવિષ્યમાં વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક માર્ગ વ્યવસ્થા ઉભી કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામા આવી રહ્યા છે.

ગુજરાતના રસ્તાઓ વધુ સુવિધાજનક

હવે રસ્તાઓ માત્ર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનું માધ્યમ નથી. પરંતુ હવે તે રાજ્યના આર્થિક વિકાસની કરોડરજ્જુ બની રહ્યા છે. સારી કનેક્ટિવિટીથી ઉદ્યોગો, વેપાર, પ્રવાસન અને રોજગારીની તકોને પણ પ્રોત્સાહન મળે છે. ભવિષ્યમાં સ્માર્ટ ટેક્નોલોજી, ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, ડિજિટલ મોનિટરિંગ અને આધુનિક આયોજન દ્વારા ગુજરાતના રસ્તાઓ વધુ સુવિધાજનક બનવાની દિશામાં આગળ વધશે. ઔદ્યોગિક વિસ્તારોને મોટા શહેરો અને રાષ્ટ્રીય માર્ગો સાથે જોડવાથી પરિવહન વધુ સરળ બને છે. આ પ્રકારના પ્રોજેક્ટ્સ ગુજરાતને દેશના મહત્વપૂર્ણ આર્થિક હબ તરીકે વધુ મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. ગુજરાતના રોડનો વિકાસ હવે માત્ર મુસાફરી સુધી સીમિત રહ્યો નથી. સારા રસ્તાઓ રાજ્યના વિકાસનું મહત્વપૂર્ણ પરિમાણ છે. ગામડાંથી શહેરો સુધી સારી કનેક્ટિવિટી મળવાથી ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને સીધો લાભ મળે છે.

આ પણ વાંચો, Breaking News : અમદાવાદના ઘુમામાં દીપડાની લટાર, જુઓ CCTV વીડિયો

Anand Breaking News : વાસદમાં 4 વર્ષની બાળકીના અપહરણ બાદ હત્યાના કેસમાં આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

આણંદ જિલ્લાના વાસદમાં 4 વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના કેસમાં મોટો પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બાળકીના અપહરણનો આરોપી સુરેશ પરમારનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પર બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરી હત્યા કરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીનું એંકાઉન્ટર

મળતી માહિતી મુજબ, પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેને વધુ તપાસ માટે વાસદ લઈ જઈ રહી હતી. આ દરમિયાન આરોપીની તબિયત બગડતાં અને નશાની હાલતમાં ઉલ્ટી થતાં પોલીસને રસ્તામાં વાહન રોકવું પડ્યું હતું.

મળતી માહિતી મુજબ, 18 જુલાઈની રાત્રે આશરે 9:15 વાગ્યે વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 19 જુલાઈની સવારે પ્લેટફોર્મના રેલવે ટ્રેક પરથી બાળકીનો મૃતદેહ કચડાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની તેમજ પુરાવા નષ્ટ કરવા તેને ટ્રેન નીચે ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

આરોપીએ પોલીસ પર કર્યો હતો હુમલો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સ્ટેશન અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ અને FSLની ટીમે વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા હતા. આણંદ જિલ્લા પોલીસ, LCB, SOG અને વાસદ પોલીસ સહિતની 6થી 7 ટીમોએ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બોરસદ રૂરલ પોલીસે આરોપી સુરેશ પરમારને બોચાસણ વિસ્તારમાંથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેને લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, મધરાતે LCBની ટીમ આરોપીને લઈને આણંદ આવી રહી હતી ત્યારે રસ્તામાં આરોપીએ ઊલટી થવાનું બહાનું કરીને પોલીસનું વાહન ઉભું રાખાવ્યું હતું. વાહન ઉભું રહેતા જ આરોપીએ પોતાની પાસે છુપાવી રાખેલા ચપ્પુ વડે પોલીસ ટીમ પર અચાનક હુમલો કર્યો હતો. LCB PSIએ આરોપીને વારંવાર ચેતવણી આપી હોવા છતાં તેણે હુમલો કરતો રહ્યો હતો જે બાદ પરિસ્થિતિ ગંભીર બનતાં પોલીસે આત્મરક્ષામાં ફાયરિંગ કર્યું, જેમાં આરોપી સુરેશ પરમારને ગોળી વાગતા તેનું મોત થયું છે.

બે પોલીસ કર્મચારીઓ પણ ઈજા ગ્રસ્ત

આ સમગ્ર ઘટન એ આણંક સહિત સમગ્ર રાજ્યને હચમચાવી દીધુ છે. આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળકીના અપહરણ અને હત્યા કેસમાં આરોપીના એન્કાઉન્ટર બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

Breaking News: અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો, પ્રતિ કિલો ₹85.20 થયો ભાવ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

આ પણ વાંચો, શું તમારા પણ વ્હાઇટ શૂઝ પીળા પડી ગયા છે ? ઘરની આ 5 સસ્તી વસ્તુથી મિનિટોમાં ચમકાવો જૂના શૂઝ ! દેખાશે નવા જેવા

Crispy Corn Bhajiya Recipe : વરસાદની મોસમમાં ઘરે બનાવો કરકરા મકાઈના ભજીયા, જાણો સરળ રેસીપી આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

માત્ર 4 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે તમારા ફોન, લેપટોપ અને કારની બેટરી ! સોડિયમ મેટલ બેટરીએ બધાને ચોંકાવ્યા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

સોનમ વાંગચુક પર આધારિત નથી ‘3 Idiots’ ! આમિર ખાને કર્યો મોટો ખુલાસો, કહ્યું-અમે તો જાણતા પણ ન હતા

આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 3 ઇડિયટ્સ ઘણીવાર એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકથી પ્રેરિત હોવાનું કહેવાય છે. જોકે, ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ એ સ્પષ્ટપણે આ દાવાઓને નકારી કાઢ્યા છે અને કહ્યું કે આ ફિલ્મ સોનમ વાંગચુક પર આધારિત નથી. ફિલ્મ બની રહી હતી તે સમયે તેઓ તેમને જાણતા પણ ન હતા.

ગુરુવારે, આમિર ખાન લંડનમાં લગાનના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. સોનમ વાંગચુક વિશે પૂછવામાં આવતા, અભિનેતાએ 3 ઇડિયટ્સ વિશેની ગેરસમજનો અંત લાવ્યો, અને સ્પષ્ટપણે કહ્યું કે આ ફિલ્મ તેમના પર આધારિત નથી.

‘3 ઇડિયટ્સ’ સોનમ વાંગચુક પર આધારિત નથી

આ કાર્યક્રમમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું 3 ઇડિયટ્સ સોનમ વાંગચુકથી પ્રેરિત છે, ત્યારે તેમણે કહ્યું, “ના, તે સાચું નથી. તે એક ગેરસમજ છે. જ્યારે અમે 3 ઇડિયટ્સનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે મને સોનમ વાંગચુક વિશે ખબર નહોતી. મેં ચતુર (ઓમી વૈદ્ય)નો એક વીડિયો જોયો જેમાં તેમણે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તે તેમની ભૂલ છે.”

‘ચતુરના’ દાવા પર અભિનેતાની પ્રતિક્રિયા

આમિર ખાને ઉમેર્યું, “કદાચ ચતુર પણ એવું જ વિચારતા હતા, પરંતુ હું તમને કહેવા માંગુ છું કે ફિલ્મના લેખક રાજુ (રાજકુમાર હિરાણી) અને અભિજાત (અભિજાત જોશી) કે અમારામાંથી કોઈ પણ સોનમ વિશે જાણતા નહોતા. જોકે, સોનમ જે કામ કરી રહ્યા છે તે ઉત્તમ છે. તેમના અને તેમના કામનો આદર કરવા માટે તેમના માટે 3 ઇડિયટ્સ પાત્રનો આધાર બનવું જરૂરી નથી. હું આ હકીકતોના આધારે કહેવા માંગતો હતો.”

સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર આમિર શું બોલ્યા

દિલ્હીના જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેઠેલી સોનમ વાંગચુકની તબિયત ગંભીર છે અને હાલ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે . જ્યારે આમિરને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “અમે બધા તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે ખૂબ ચિંતિત છીએ. અમને આશા છે કે બધું સારું થશે. અમે બધા આશા રાખીએ છીએ કે તેઓ તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરશે.”

નોંધનીય છે કે થોડા સમય પહેલા ઓમી વૈદ્યએ પણ એક વીડિયો દ્વારા સોનમ વાંગચુકને પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ફુનસુખ વાંગડુ (ફિલ્મમાં આમિર ખાનની ભૂમિકા) નું પાત્ર તેમના પર આધારિત છે.

છૂટાછેડાના 12 વર્ષ બાદ TVની આ ફેમસ અભિનેત્રી ફરી બની દુલ્હન, વીડિયો શેર કરી પતિને કર્યો ઈન્ટ્રોડ્યુસ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

આ પણ વાંચો, લોર્ડ્સમાં મેચ પહેલાં રોહિત શર્મા અને ગૌતમ ગંભીરનો આ VIDEO કેમ થયો વાયરલ ?

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ધસમસતા પૂરથી ભારે વિનાશ, 200થી વધુ કાર રમકડાની માફક તણાઈ, જુઓ Video

મુશળધાર વરસાદને કારણે આવેલા ધસમસતા પૂરથી જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. બેલા બસ સ્ટેન્ડનો નીચાણવાળો વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો હતો, પૂરના વહેતા પાણીમાં અનેક વાહનો તણાઈ ગયા હતા. એકાએક ઘસી આવેલા પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં રહેવાસીઓને નોંધપાત્ર નુકસાન થયું છે.

જમ્મુ અને કાશ્મીરમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. રાજૌરી, અનંતનાગ અને ઉધમપુર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે સ્થાનિક લોકો માટે ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે. રાજૌરી શહેરમાં ગઈકાલે રાત્રે થયેલા મુશળધાર વરસાદ બાદ આવેલા પૂરના કારણે વ્યાપક વિનાશ થયો છે. શહેરના અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રહેવાસીઓને ભારે નુકસાન થયું છે.

અહેવાલો અનુસાર, રાજૌરી જિલ્લામાં પૂરના પાણી ઝડપથી વધી રહ્યા છે. બે મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે, જ્યારે બેલા બસ સ્ટેન્ડનો નીચાણવાળો વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. અહીં પાર્ક કરેલા અસંખ્ય વાહનો પૂરના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ ઘટના મધ્યરાત્રીના આશરે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. બસ સ્ટેન્ડનો કોઈ પત્તો નથી.

પૂરના પાણીમાં ગાડીઓ તણાઈ ગઈ

પાણીના સ્તરમાં વધારો થયા પછી, આશરે 200 થી 250 જેટલી ગાડીઓ પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી. આ દ્રશ્ય એક વીડિયોમાં કેદ થયું છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કુદરતના પ્રકોપની હદ સ્પષ્ટપણે દેખાય છે, જેમાં અસંખ્ય વાહનોને ભારે નુકસાન થયું છે. ઘરોને પણ નુકસાન થયું છે. સ્થાનિક રહેવાસીઓએ વહીવટીતંત્રને મદદ માટે અપીલ કરી છે, અને જણાવ્યું છે કે બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે નાશ પામ્યું છે.

Breaking News : ખરાબ હવામાનની આગાહીને પગલે, વૈષ્ણોદેવી-અમરનાથ યાત્રા આજથી અચોક્કસ મુદત માટે સ્થગિત

Breaking News : સલમાન બાદ હવે આમિર ખાન લોરેન્સ બિશ્નોઈના નિશાના પર, સોશિયલ મીડિયા પર આપી ધમકી

બોલીવુડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન 5 જુલાઈ, 2026 ના રોજ ત્રીજા લગ્નમાં જોડાયા છે. તેમણે લોન્ગ ટાઈ પાર્ટનર ગૌરી સ્પ્રેટને તેમના જીવનસાથી તરીકે પસંદ કર્યા, જેના કારણે તેઓ ચર્ચામાં રહ્યા. અનેક ધાર્મિક સંગઠનો અને રાજકારણીઓએ અભિનેતા પર ‘લવ જેહાદ’ને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપનો જવાબ આમિર ખાને થોડા દિવસો પહેલા જ આપ્યો હતો કે તેમની કોઈ પણ પત્નીએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો નથી. હકીકતમાં, તેમની ત્રીજી પત્ની ગૌરી સ્પ્રેટ એક ખ્રિસ્તી છે, હિન્દુ નથી.

જોકે, તેમની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. સલમાન ખાનને પગલે, આમિર ખાન પણ હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર આવી ગયો છે. તેમને સોશિયલ મીડિયા દ્વારા ધમકી મળી છે, જેમાં એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “આમીર ખાન જેવા લોકો આપણા દેશમાં ‘લવ જેહાદ’ના નામે આપણી સંસ્કૃતિ વિરુદ્ધના કૃત્યોને પ્રોત્સાહન આપી રહ્યા છે.”

આમિર ખાનને આપી ધમકી

લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા આરઝૂ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને ઓડિયો ક્લિપ્સ સામે આવી છે, જેમાં આમિર ખાનને ધમકીઓ આપવામાં આવી છે. સંદેશમાં લખ્યું છે: “અમે આરઝૂ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈ (લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ) છીએ. આમિર ખાન જેવા લોકો આપણા દેશમાં ‘લવ જેહાદ’ના નામે આપણી સંસ્કૃતિ વિરુદ્ધ કૃત્યોને પ્રોત્સાહન આપી રહ્યા છે. ખૂબ જ ટૂંક સમયમાં યોગ્ય જવાબ આપવામાં આવશે. આ પ્રથા આપણા સનાતન ધર્મ અને રાષ્ટ્રની વિરુદ્ધ છે.”

લવ જેહાદને પ્રોત્સાહન આપતા લોકોને અમે સજા આપીશું

લોરેન્સ બિશ્નોઈ ગ્રુપની પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે: “અમે અમારા ભાઈઓ, બહેનો અને દેશવાસીઓને વચન આપીએ છીએ કે જે કોઈ પણ આવા (લવ જેહાદ) કૃત્યને પ્રોત્સાહન આપશે તેને અમે સજા આપીશું. અમે સ્ટારડમની આડમાં આનો પ્રચાર કરનારા લોકોના જીવ લઈ લઈશું.” તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં બનેલી માસૂમ છોકરી સાથેની ઘટના અંગે વહીવટીતંત્રે ઉત્તમ કામ કર્યું છે, છતાં કેટલાક રાજકીય વ્યક્તિઓ કેટલાક ગુનેગારોને બચાવી રહ્યા છે. આ અમારી પહેલી અને છેલ્લી ચેતવણી છે: જો તે માસૂમ છોકરી સાથે જે બન્યું તેમાં કોઈ પણ સંડોવાયેલું સહેજ પણ હદ સુધી કાયદાથી છટકી જશે, તો અમે તેમને જાતે જ સજા કરીશું.” હકીકતમાં, આ પહેલી વાર નથી જ્યારે લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફિલ્મ સ્ટાર્સને ધમકીઓ આપી હોય.

સોશિયલ મીડિયામાં આપી ધમકી

લોરેન્સ બિશ્નોઈ વર્ષોથી કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને નિશાન બનાવી રહ્યા છે. તેમને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે, અને તેમના નિવાસસ્થાન પર ગોળીબારની ઘટના પણ બની હતી, જેના પગલે તેમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જો કે, ઘણા ગાયકોને પણ ધમકીઓ આપવામાં આવી છે. એ નોંધવું જોઈએ કે અમે સોશિયલ મીડિયા પોસ્ટ અથવા આમિર ખાન સંબંધિત ઓડિયો ક્લિપની સત્યતા ચકાસતા નથી જે સામે આવી છે.

છૂટાછેડાના 12 વર્ષ પછી ફરી દુલ્હન બની 41 વર્ષની આ અભિનેત્રી ! વેડિંગ ગાઉનમાં ફોટો આવ્યા સામે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Celebrities Film Stars House : અંદરથી આવું દેખાય છે ગોવિંદાનું આલીશાન ઘર, સુનીતાની વાસ્તુ ટ્રિક્સ જાણીને રહી જશો દંગ ! Video

ઘરના સિટિંગ રૂમને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે. અહીં પરિવારના સભ્યો કામકાજ, મીટિંગ અને મહત્વપૂર્ણ ચર્ચાઓ કરે છે. આ બેઠક વિસ્તાર ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશામાં રાખવામાં આવેલું છે. કારણ કે સુનીતા આહુજા વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશાને અત્યંત શુભ માને છે. તેની માન્યતા છે કે આ દિશામાં બેસીને લેવાયેલા નિર્ણયો વધુ સકારાત્મક પરિણામ આપી શકે છે.

સુનીતા આહુજાનો સ્વભાવ છે ધાર્મિક

ઘરની બાલ્કનીમાં તુલસી માતાનો છોડ પણ લગાવવામાં આવેલો છે. દર સાંજે સુનીતા આહુજા તુલસી પાસે રાઈના તેલનો દીવો પ્રગટાવે છે. હિંદુ પરંપરા અનુસાર તુલસીની પૂજા ઘર માટે સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. સુનીતા આહુજા પોતાના ધાર્મિક સ્વભાવ અને નિયમિત પૂજા-પાઠ માટે જાણીતી છે. આ ઉપરાંત, સુનીતા આહુજા દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરે.

એન્જલ્સ ટેબલ

ઘરની એક ખાસ વિશેષતા એન્જલ્સ ટેબલ છે. સુનીતા આહુજાની માન્યતા મુજબ, આ સ્થળ સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે. દર સાંજે અહીં મીણબત્તી પ્રગટાવે છે. જે ઘરમાં શાંતિ અને સકારાત્મક વાતાવરણ જાળવવાની પરંપરાનો એક ભાગ માનવામાં આવે છે.

સ્ટાફ સાથે જન્મદિવસની કરી હતી ઉજવણી

સુનીતા આહુજાએ પોતાનો છેલ્લો જન્મદિવસ ખૂબ જ સાદગીથી ઉજવ્યો હતો. ભવ્ય પાર્ટીના બદલે તે પોતાના સ્ટાફ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તે સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો અને પરિવાર જેવી લાગણી સાથે સમય વિતાવ્યો.

ઘરની રચના વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને કરી છે

સુનીતા આહુજાના મુજબ, ઘરની રચના પણ વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી છે. રૂમોની દિશા, ખુલ્લી જગ્યાઓ અને પૂજાસ્થળનું આયોજન વાસ્તુ અનુસાર કરવામાં આવ્યું છે. જેથી ઘરમાં સકારાત્મકતા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. સુનીતા આહુજાનું આ ઘર દર્શાવે છે કે આધુનિક જીવનશૈલી વચ્ચે પણ આધ્યાત્મિકતા, પરંપરા અને વાસ્તુમાં વિશ્વાસને કેવી રીતે જીવનનો અભિન્ન ભાગ બનાવી શકાય.

આ પણ વાંચો, Celebrities Film Stars House : ઘર હો તો એસા ! ચેન્નાઈના સૌથી પોશ વિસ્તારમાં નયનતારા-વિગ્નેશે ખરીદ્યું કરોડોનું ઘર, જુઓ વીડિયો

 

આ છે ભારતનો સૌથી સસ્તો પોસ્ટ પેઈડ પ્લાન ! કિંમત માત્ર 199 રુપિયા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Crispy Corn Bhajiya Recipe : વરસાદની મોસમમાં ઘરે બનાવો કરકરા મકાઈના ભજીયા, જાણો સરળ રેસીપી આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Gold-Silver Rate Today : સોનાના ખરીદદારોની લાગી લોટરી ! ધડાધડ નીચે આવી ગયો ભાવ, જાણો હજુ કેટલું ઘટશે?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

પંખા પર જામેલી ધૂળના કારણે શું વધી શકે છે વીજળીનું બિલ? 99% લોકો નથી જાણતા સત્ય, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Trending Video : ભક્તિ કે વ્યૂઝની ભૂખ ? પવિત્ર લાઈનમાં ઊભી રહીને ઠુમકા લગાવતી ‘રીલબાજ’ યુવતીને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો

રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલું ખાટૂશ્યામ હિન્દુઓનું અત્યંત પવિત્ર તીર્થધામ છે. ખાટુશ્યામ બાબાનુ સંબંધ મહાભારત કાળથી ગણાય છે. તાજેતરમાં ખાટૂશ્યામ મંદિર પરિસરમાં એક યુવતી દ્વારા ડાન્સ રીલ બનાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં મંદિરની ગરિમા જાળવવા માટે ત્યાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓએ યુવતીને રીલ બનાવતા રોકી હતી.

ધાર્મિક સ્થળો અને મંદિરોમાં સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાનો વધતો ટ્રેન્ડ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ વીડિયોમાં એક યુવતી મંદિર પરિસરની લાઈનમાં ઊભી રહીને ગીત પર ડાન્સ કરતી અને વીડિયો રેકોર્ડ કરતી જોવા મળે છે. આ દરમિયાન ત્યાં હાજર એક પોલીસકર્મીએ તાત્કાલિક કાર્યવાહી કરતા યુવતીને રોકી હતી અને તેને લાઈનમાંથી બહાર જવા કહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by News Watch India (@newswatchindia)

પોલીસે કરી કાર્યવાહી

વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે જ્યારે યુવતી કેમેરા સામે ડાન્સ સ્ટેપ્સ કરી રહી હતી ત્યારે સુરક્ષામાં તૈનાત પોલીસ અધિકારી તેની પાસે પહોંચ્યા હતો. તેણે તરત જ રેકોર્ડિંગ બંધ કરવા અને ત્યાંથી દૂર જવા માટે સૂચના આપી હતી. પોલીસકર્મીઓએ જણાવ્યું કે ધાર્મિક સ્થળો પ્રાર્થના અને શ્રદ્ધાના કેન્દ્રો છે, તેનો ઉપયોગ મનોરંજન અથવા કન્ટેન્ટ બનાવવાના સ્થળ તરીકે ન કરવો જોઈએ.

સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા

આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. મોટાભાગના યુઝર્સે પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી છે. લોકોએ કહ્યું કે Instagram રીલ બનાવવાના ચક્કરમાં કેટલાક લોકો પવિત્ર સ્થળોની ગરિમા ભૂલી જાય છે. ઘણા લોકોએ એવી પણ માંગ કરી છે કે દેશના મોટા મંદિરોમાં મોબાઈલ ફોન અથવા ઓછામાં ઓછા વીડિયો રેકોર્ડિંગ પર કડક નિયમો લાગુ કરવા જોઈએ.

ભક્તોએ પોલીસની કરી પ્રશંસા

ભક્તોએ પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી છે. લોકોનું કહેવું છે કે ધાર્મિક સ્થળોની ગરિમા જાળવવી ખૂબ જ જરૂરી છે. રીલ અને સોશિયલ મીડિયા માટે પવિત્ર સ્થળોનો દુરુપયોગ ન થવો જોઈએ. ઘણા ભક્તોએ પોલીસના સમયસર પગલાને યોગ્ય ગણાવ્યું છે.

આ પણ વાંચો, Breaking News : કચ્છના સીરક્રિકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ, જુઓ Video

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Breaking News : ગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન, જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા કુલ 13 આતંકીઓ સકંજામાં જુઓ Video

ગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન સામે આવ્યું છે. ગુજરાતમાંથી વધુ 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓ જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો.ખુલાસાને આધારે ગુજરાત ATSની સૌથી મોટી કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા  કુલ 13 આતંકીઓ સકંજામાં છે.

વિસ્ફોટક સાધનોના પરીક્ષણ

આતંકીઓ પાસેથી ધાર્મિક લખાણો અને અન્ય પુરાવા મળી આવ્યા છે. અગાઉના આઠ આતંકી સાથે મળી વિસ્ફોટનું પરીક્ષણ કરી રહ્યા હતા. બોમ્બ બનાવવાનું મટીરિયલ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે, પકડાયેલા આરોપીઓ અગાઉના આરોપીઓ સાથે જોડાયેલા હતા. તમામ આરોપીઓ વિસ્ફોટક સાધનોના પરીક્ષણમાં પણ સામેલ હતા.જેહાદી પુસ્તકો કોણે આપ્યાં તે અંગે ATS તપાસ કરશે.

5 આતંકીઓ સકંજામાં

ઉલ્લેખનીય છે કે અગાઉ 3 જુલાઈના રોજ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જે તમામ પાકિસ્તાની હેન્ડલરનો આદેશ માનતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તેઓ જૈશના સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરીને તેની વિચારધારા ફેલાવતા હતા. અને ગુજરાતમાં દારૂલ ઈસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ નામનું સંગઠન પણ બનાવ્યું હતું. આ આતંકીઓની પૂછપરછમાં જ નવા શકમંદોના નામ સામે આવ્યા છે. અને તેના આધારે કેટલાંક શંકાસ્પદોની અટકાયત કરાઈ હતી. અને હવે 5 આતંકીઓ સકંજામાં આવ્યા છે. ઝ

ડપાયેલા આતંકીઓમાંથી મોહમ્મદ અયુબ કડીવાલાએ ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યાનો પણ ખુલાસો થયો છે. ગઈકાલે તમામને કડી કોર્ટમાં રજૂ કરતાં પોલીસે તેમના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમની પૂછપરછમાંવધુ ખુલાસા થવાની શક્યતા છે.

 

 

Breaking News : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 7 આતંકીઓની કરી ધરપકડ, જૈશ એ મોહમ્મદ મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો અહી ક્લિક કરો

આ પણ વાંચો, પ્રસાદ માત્ર ખાવાની વસ્તુ નથી, ભગવાનનો આશીર્વાદ છે ! જાણો કેમ પૂજા પછી અન્ય લોકોને પ્રસાદ આપવો છે અનિવાર્ય

Breaking News :  અમદાવાદ જગન્નાથજીની રથયાત્રામાં હાથીની સુરક્ષા અને શાંતિ માટે ખાસ નિર્ણય, હાથી પસાર થયા બાદ જ DJ વગાડાશે

અમદાવાદ ભગવાન જગન્નાથની 149મીં રથયાત્રા ગજરાજ ખમાસા પહોચ્યા છે. ગયા વર્ષે બેકાબૂ થયેલ હાથીને યાત્રામાં સૌથી આગળ રાખવામાં આવ્યો છે.
હાથી સાથે વેટરનરી ડોક્ટરની વિશેષ ટીમ પણ છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને મહારાજ પણ હાથી સાથે ચાલી રહ્યા છે. તમામ 18 હાથીઓ પર CCTV અને ડિસેબલ મીટર લગાવવામાં આવ્યા છે.

રથયાત્રામાં હાથી પસાર થાય ત્યાં સુધી DJ પર બ્રેક!

હાથીના સંતુલન પર નજર રાખવા જાયરોસ્કોપ લગાવવામાં આવ્યા છે. હાથી પસાર થઈ રહ્યા છે ,ત્યાં DJ સિસ્ટમ બંધ જોવા મળી રહી છે.તેમજ હાથી પસાર થયા બાદ જ DJ ચાલુ કરવા સૂચના આપવામાં આવી છે.

હાથીની સુરક્ષા અને શાંતિ માટે ખાસ નિર્ણય

જય જગન્નાથ જય જગન્નાથ સાથે અમદાવાદમાં આજે 149મી રથયાત્રા નિહાળવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે.વહાલાને વધાવવા ભાવિકો આતુર છે. રથયાત્રામાં 18 ગજરાજ, 18 ભજન મંડળી જોડાય છે. તેમજ 30 અખાડા, 101 ટ્રક સાથે શોભાયાત્રા નીકળી છે. “નાથ”ના દર્શન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રથયાત્રાના 16 કિમી રૂટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.હાથી પસાર થાય ત્યાં DJ સિસ્ટમ બંધ, તેમજ હાથી પસાર થયાં બાદ DJ ચાલુ કરવા સૂચના આપવામાં આવી છે. પ્રથમવાર ‘એલિફન્ટ સ્ક્વોડ’ની તૈનાતી કરાઈ છે.

 

Ahmedabad Rath Yatra 2026 : CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રાંરભ કરાવ્યો અહી ક્લિક કરો

Breaking News : રથયાત્રાને લઈને અમદાવાદ સુરક્ષાથી સજ્જ ! 30 હજાર જવાન તૈનાત, 100 ડ્રોનથી થઈ રહ્યું મોનિટરિંગ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

અમદાવાદથી લઈને જગન્નાથ પુરી સુધી… કેમ ધામધૂમથી ઉજવાય છે રથયાત્રા ? જાણો રથયાત્રાનું ધાર્મિક મહત્ત્વ !

આષાઢ સુદ બીજના પવિત્ર દિવસે આજે 16 જુલાઈ 2026ના રોજ અમદાવાદ અને પુરીમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો છે. ઓડિશા સહિત સમગ્ર દેશ માટે આજનો દિવસ અત્યંત વિશેષ છે. કારણ કે આજે પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં પવિત્ર રથયાત્રા મહોત્સવનો પ્રારંભ થયો છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે ભવ્ય રથોમાં બિરાજમાન થઈ પોતાની માસી ગુન્ડિચા દેવીના મંદિરે જાય છે.

રથયાત્રાનું ધાર્મિક મહત્ત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, દર વર્ષે આષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેમની માસીના ઘરે, ગુંડિચા દેવી મંદિરમાં જાય છે. ભગવાન થોડા દિવસો માટે તેમની માસીના ઘરે રહે છે અને આરામ કરે છે. પછી શ્રીમંદિર પાછા ફરે છે. રથયાત્રાની સૌથી વિશેષ બાબત એ છે કે તેમાં દરેક વર્ગ, જાતિ અને સમાજના લોકો ભેદભાવ વિના રથની દોરી ખેંચે છે.

સૌથી પાછળ ચાલે છે ભગવાન જગન્નાથજીનો રથ

માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેવાથી, તેમના દર્શન કરવાથી અને રથયાત્રા દરમિયાન દોરડું ખેંચવાથી અપાર પુણ્ય મળે છે. જગન્નાથ રથયાત્રાને ભક્તિ, અટલ શ્રદ્ધા અને ભગવાન પ્રત્યે સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. રથયાત્રા માટે લીમડાના લાકડામાંથી ત્રણ ભવ્ય રથ બનાવવામાં આવે છે. રથયાત્રામાં, બલરામજીનો રથ ‘તાલધ્વજ’ (લાલ-લીલો રંગ) આગળ હોય છે. સુભદ્રાજીનો રથ ‘દર્પદલન’ જેને ‘પદ્મરથ’ (વાદળી-કાળો રંગ) તરીકે પણ ઓળખાય છે તે મધ્યમાં હોય છે અને જગન્નાથજીનો રથ ‘નંદી ઘોષ’ અથવા ‘ગરુડધ્વજ’ (લાલ-પીળો રંગ) પાછળ હોય છે.

નૃત્ય એક પ્રાચીન સાંસ્કૃતિક પરંપરા

રથયાત્રા દરમિયાન કરવામાં આવતા નૃત્યોને પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ખાસ કરીને પુરીમાં વિશ્વ વિખ્યાત રથયાત્રા દરમિયાન, ઓડિસી નર્તકો ભગવાન જગન્નાથજી, ભગવાન બલભદ્રજી અને દેવી સુભદ્રાજી પ્રત્યેની તેમની ભક્તિ અને આદર વ્યક્ત કરતા મનમોહક નૃત્યો રજૂ કરે છે. આ પ્રદર્શન ફક્ત કલાનું પ્રદર્શન નથી પરંતુ દેવતાઓ અને ઓડિશાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પ્રત્યેની ભક્તિનું જીવંત પ્રતીક પણ છે.

અમદાવાદમાં હાથી માટે નવી ટેકનોલોજી

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન હાથીઓની સુરક્ષાને લઈને આ વખતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગયા વર્ષે 148મી રથયાત્રા દરમિયાન ખાડિયા વિસ્તારમાં એક હાથી બેકાબૂ થતાં સાવચેતીના પગલાં વધુ મજબૂત બનાવાયા છે. આ વર્ષે હાથીઓ પર જાયરોસ્કોપ ડિવાઇસ લગાવવામાં આવ્યા છે. જે તેમની હાલચાલ અને સંતુલન પર સતત નજર રાખશે. ભીડ અથવા ડીજેના ઊંચા અવાજને કારણે કોઈ અસામાન્ય સ્થિતિ સર્જાય તો તાત્કાલિક માહિતી મળી શકે તે માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

નોંધ : આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરતી તેનું સમર્થન કરતું નથી.

આ પણ વાંચો, Ahmedabad Rath Yatra 2026 : CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રાંરભ કરાવ્યો

 

EPFO Alert: EPFO પોર્ટલ પર ફોટો નથી કર્યો અપડેટ, તો રિજેક્ટ થઈ જશે તમારો PF ક્લેમ

ઈ-નોમિનેશન પૂર્ણ કરવા અને ઓનલાઈન દાવાની પતાવટને સુવ્યવસ્થિત કરવા માટે, EPFO ​​(કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠન) ના સભ્યોએ યુનિફાઇડ મેમ્બર પોર્ટલ પર તાજેતરનો પ્રોફાઇલ ફોટો અપલોડ કરવો જરૂરી છે. પ્રોફાઇલ ફોટો વ્યક્તિના ડિજિટલ રેકોર્ડનો ભાગ બને છે અને ઓનલાઈન ચકાસણી પ્રક્રિયા દરમિયાન તેનો ઉપયોગ થાય છે.

દરેક EPFO ​​વ્યવહાર માટે પ્રોફાઇલ ફોટો અપલોડ કરવો ફરજિયાત નથી, પરંતુ જે સભ્યોએ પોતાનો ફોટો અપલોડ અથવા અપડેટ કર્યો નથી તેમને ઈ-નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં અથવા અમુક અન્ય ઓનલાઈન EPFO ​​સેવાઓને ઍક્સેસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. EPFO ​​દ્વારા જાહેર કરાયેલ ચેતવણી અહીં છે.

પ્રોફાઇલ ફોટો અપડેટ કરવો શા માટે મહત્વપૂર્ણ છે?

  1. મનીકન્ટ્રોલ રિપોર્ટ અનુસાર, EPFO ​​એ સભ્યોને ઈ-નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેમના પ્રોફાઇલમાં તાજેતરનો પાસપોર્ટ-કદનો ફોટો અપલોડ કરવાની સલાહ આપી છે.
  2. માન્ય નોમિનેશન ખાતરી કરે છે કે સંચિત EPF બેલેન્સ, તેમજ કર્મચારી પેન્શન યોજના (EPS) અને કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ (EDLI) હેઠળના લાભો, યોગ્ય લાભાર્થીને સરળતાથી ટ્રાન્સફર થાય છે.
  3. જો કોઈ ખાતાધારક નોમિની નિયુક્ત ન કરે, તો પરિવારના સભ્યોને ભંડોળનો દાવો કરતી વખતે વિલંબ અને કાગળકામમાં વધારો થઈ શકે છે. EPF ઈ-નોમિનેશનને માન્ય કરવા માટે, સભ્યોએ ઈ-સાઇન પ્રક્રિયા પણ પૂર્ણ કરવી આવશ્યક છે.
  4. વધુમાં, સચોટ વ્યક્તિગત વિગતો (પ્રોફાઇલ ફોટો સહિત) સાથે અપડેટ કરેલ પ્રોફાઇલ જાળવવાથી ખાતરી થાય છે કે સભ્યો કોઈપણ વિક્ષેપ વિના વિવિધ ઓનલાઈન EPFO ​​સેવાઓનો ઉપયોગ કરી શકે છે.

પ્રોફાઇલ ફોટો કેવી રીતે અપડેટ કરવો? જો તમારો નવીનતમ ફોટોગ્રાફ તમારા EPF એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો નથી, તો તમે આ પગલાંને અનુસરીને

તમારો પ્રોફાઇલ ફોટો અપડેટ કરી શકો છો:

  • EPFO યુનિફાઇડ મેમ્બર પોર્ટલની મુલાકાત લો અને તમારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN), પાસવર્ડ અને કેપ્ચાનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
  • ડેશબોર્ડ પર જાઓ અને ‘પ્રોફાઇલ’ અથવા ‘જુઓ’ વિભાગ પર ક્લિક કરો (તમારા પોર્ટલ સંસ્કરણમાં દેખાતા વિકલ્પના આધારે).
  • તમારો પ્રોફાઇલ ફોટો અપલોડ અથવા અપડેટ કરવા માટે વિકલ્પ પસંદ કરો.
  • તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો અને ફેરફારો સાચવો.
  • ઈ-નોમિનેશન અથવા ઓનલાઈન પીએફ ક્લેમ ફાઇલ કરતા પહેલા ખાતરી કરો કે અપડેટ કરેલ ફોટો તમારી પ્રોફાઇલ પર યોગ્ય રીતે પ્રદર્શિત થાય છે.

ઈપીએફ નોમિનેશન: કોણ પાત્ર છે અને કોણ નથી?

દરેક વ્યક્તિ તમારા ઈપીએફ ફંડ માટે નોમિનેટ થવા માટે લાયક નથી. ઈપીએફઓએ ચોક્કસ વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે જેમને નોમિની તરીકે પસંદ કરી શકાય છે. આમાં શામેલ છે:

  • પુરુષ સબ્સ્ક્રાઇબર્સ માટે: લાયક નોમિનીઓમાં પત્ની, બાળકો (પરિણીત અને અપરિણીત), આશ્રિત માતાપિતા અને પુત્રની વિધવા અને તેના બાળકોનો સમાવેશ થાય છે.
  • સ્ત્રી સબ્સ્ક્રાઇબર્સ માટે: લાયક નોમિનીઓમાં પતિ, બાળકો (પરિણીત અથવા અપરિણીત), આશ્રિત માતાપિતા, પતિના આશ્રિત માતાપિતા અને પુત્રની વિધવા અને તેના બાળકોનો સમાવેશ થાય છે.
  • પરિણીત સબ્સ્ક્રાઇબર્સે તેમના જીવનસાથી (પતિ/પત્ની) નું નામ ઉમેરવું જરૂરી છે, ભલે તેઓ તેમને પીએફ માટે નોમિનેટ કરવા માંગતા ન હોય.
  • પેન્શન ફંડ માટે, જીવનસાથી અને બાળકોને પરિવાર ગણવામાં આવે છે; તેથી, તેમના નામ પરિવારની યાદીમાં ઉમેરવા આવશ્યક છે.
  • એકવાર તમે તમારા EPF નોમિની પસંદ કરી લો, પછી તમારે તે પરિવારના સભ્યના આધાર કાર્ડની નકલ અને ફોટોગ્રાફ સબમિટ કરવો પડશે.

 

કાર ખરીદનારાઓ માટે મોટા સમાચાર ! હવે ITR ભરીને આવી રીતે પાછું મેળવી શકો છો ₹10,000નું રિફંડ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

France vs Spain, FIFA World Cup 2026: 40 વર્ષ પછી આવુ બન્યું, સ્પેન ફ્રાન્સને હરાવી ફાઇનલમાં પહોંચ્યું

સ્પેને ફ્રાન્સને હરાવી ફીફા વર્લ્ડકપ 2026ની ફાઈનલની ટિકિટ મેળવી છે. ડલાસ સ્ટેડિયમમાં રમાયેલ સેમિફાઈનલ મેચમાં સ્પેને ફ્રાન્સને 2-0થી હરાવ્યું હતુ. સ્પેનની ટીમ 16 વર્ષ પછી ફાઈનલમાં પહોંચી છે. 40 વર્ષમાં પહેલી વખત ફ્રાન્સને સેમિફાઈનલમાં હાર જોવા પડી છે. ફીફા વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલમા ફ્રાન્સ સામે સ્પેનની જીત સાથે લૈમિન યમાલે નોક આઉટ મેચમાં એમ્બાપ્પે વિરુદ્ધ પોતાનો જીતનો રેકોર્ડ યથાવત રાખ્યો હતો.

સ્પેને ફ્રાન્સ વિરુદ્ધ 2 ગોલ કર્યા

સ્પેને મેચ દરમિયાન બંને હાફમાં એક એક ગોલ કર્યા હતા. આ ગોલ પહેલા હાફની 22 મિનિટમાં કર્યો હતો. સ્પેન માટે આ ગોલ માઈકલ ઓયરજબઈએ કર્યો હતો. આ વર્લ્ડકપમાં માઈકલ ઓયરજબઈનો પાંચમો ગોલ હતો. આ ગોલની સાથે પહેલા હાફમાં સ્પેનની 1-0થી લીડ રહી હતી. ત્યારબાદ બીજા હાફ શરુ થતાંની 13 મિનિટ પછી સ્પેને ફ્રાન્સના ગોલપોસ્ટ પર પોતાનો બીજો ગોલ કર્યો હતો. સ્પેન માટે આ ગોલ મેચની 58મી મિનિટમાં પેડ્રો પોરોએ કર્યો હતો.

 

 

 

40 વર્ષ પછી આવું થયું

ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં ફ્રાન્સને 40 પછી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી વખત 1986ના વર્લ્ડકપના સેમિફાઈનલમાં હાર મળી હતી. ત્યારે જર્મનીએ તેને 2-0થી હરાવ્યું હતુ. તો સ્પેને 16 વર્ષ પછી ફાઈનલની ટિકિટ મેળવી હતી. 2010માં છેલ્લી વખત સ્પેનની ટીમ જ્યારે ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી હતી. તો તેમણે આ ખિતાબ જીત્યો હતો.ફ્રાન્સે અગાઉ 2018 અને 2022 વર્લ્ડ કપમાં સતત છ મેચ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

ગોલ્ડન બૂટ જીતવાની આશા પર પણ પાણી

તમને જણાવી દઈએ કે,ફ્રાન્સની સેમિફાઇનલમાં હારથી એમબાપ્પેની ગોલ્ડન બૂટ જીતવાની આશા પર પણ પાણી ફરી વળ્યું. તે અને મેસ્સી હાલમાં આઠ-આઠ ગોલ સાથે રેસમાં આગળ હતા.ફિફા રેન્કિંગમાં ટોચ પર રહેલ ફ્રાન્સ અને તેમના સ્ટાર સ્ટ્રાઈકર કાયલિયન એમબાપ્પે સતત ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બનવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ હાર બાદ, ફ્રાન્સ હવે શનિવારે ફ્લોરિડાના મિયામી ગાર્ડન્સમાં ત્રીજા સ્થાન માટે રમાનારી મેચમાં રમશે.

FIFA World Cup 2026 ફાઈનલ પછી મેદાનનું ઘાસ હજારો રુપિયામાં વેચાશે, જાણો કેમ? અહી ક્લિક કરો

Breaking News : ફરી તૂટવાના આરે NCP-SP પાર્ટી! શું શરદ પવાર NDAમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે?

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. સૂત્રો અનુસાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર) આ ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના બે સૌથી મહત્વપૂર્ણ બિલોના પક્ષમાં મતદાન કરી શકે છે. મહિલા અનામત બિલ અને પરિસીમન (Delimitation) બિલના પક્ષમાં મતદાન કરી શકે છે તેવી શક્યતા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર) પાસે કુલ આઠ લોકસભા સાંસદ છે. હાલમાં, શરદ પવારની પાર્ટી NDAનો ભાગ નથી. હકીકતમાં શરદ પવાર જૂથની અંદર એક જૂથ સરકારનો સાથ આપવાની માંગ કરી રહ્યું છે.

શરદ પવારની પાર્ટીમાં ક્યારે-ક્યારે ભાગલા પડ્યા

મહારાષ્ટ્રના રાજકારણમાં અનુભવી નેતા શરદ પવારે તેમની રાજકીય કારકિર્દીમાં અનેક ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં(NCP)સૌથી મોટો ભાગલો 2 જુલાઈ, 2023ના રોજ થયો હતો. જ્યારે તેમના ભત્રીજા અજિત પવારે બળવો કર્યો હતો. અજિત પવાર, પાર્ટીના મોટાભાગના ધારાસભ્યોને પોતાની સાથે લઈને મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સરકારમાં જોડાયા હતા. આ ભાગલા પછી, ચૂંટણી પંચે અજિત પવારના જૂથને વાસ્તવિક એનસીપી તરીકે માન્યતા આપી અને તેમને પાર્ટીનું નામ અને ચૂંટણી પ્રતીક (ઘડિયાળ) આપ્યું. આ પછી, શરદ પવારના નેતૃત્વ હેઠળના જૂથને એક નવી ઓળખ અપનાવવી પડી. જે હવે NCP-SP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર) તરીકે ઓળખાય છે અને એક નવું ચૂંટણી ચિહ્ન તૂરાઈ વગાડતો માણસ આપવામાં આવ્યું.

2019માં પડવાના હતા NCPમાં ભાગલા

અગાઉ નવેમ્બર 2019માં, અજિત પવારે અચાનક સવારે દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી. જોકે, તે સમયે શરદ પવારે લગભગ 80 કલાકમાં પરિસ્થિતિ સંભાળી લીધી હતી. વધુ પાછળ જઈએ તો, સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે કોંગ્રેસથી અલગ થયા પછી શરદ પવારે પોતે 1999માં NCPની સ્થાપના કરી હતી. જો કે 2023માં થયેલા આ મોટા વિભાજનથી મૂળ NCP બે જૂથોમાં વિભાજીત થઈ ગયું. જેના પરિણામે શરદ પવારનો પક્ષ NCP-SP બન્યો. તે જ સમયે આ વર્ષે જાન્યુઆરી 2026માં અજિત પવારનું અચાનક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.

ઉદ્ધવ ઠાકરેના (Shivsena UBT) પાર્ટીમાં પણ જોવા મળ્યા ભાગલા

અગાઉ, ઉદ્ધવ ઠાકરેના શિવસેના-યુબીટીમાં (Shivsena UBT) ભાગલા જોવા મળ્યા હતા. હવે, શરદ પવારના એનસીપી-એસપીમાં (NCP – SP) ભાગલા પડવાના સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં, ઉદ્ધવ ઠાકરેના પક્ષના છ સાંસદો એકનાથ શિંદેના જૂથમાં જોડાયા હતા. આ પછી, હવે શરદ પવારના પક્ષના ધારાસભ્યો અને સાંસદો પણ પક્ષ બદલી શકે છે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

આ પણ વાંચો, “જે પુત્રના લગ્નના સપના જોયા તેના જ અંતિમ સંસ્કાર કરવા પડ્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં ન્યાય માટે માતાએ સીધો વડાપ્રધાનનો દરવાજો ખટખટાવ્યો!

તાંબુ, સ્ટીલ, ચાંદી કે બીજી કોઈ ધાતુ? જાણો ભગવાન શિવનો અભિષેક કયા પાત્રથી કરવો સૌથી શુભ !

સનાતન ધર્મમાં, દેવતાઓની પૂજામાં વાસણની ધાતુને વિશેષ મહત્વ આપવામાં આવેલું છે. મહાદેવની પૂજામાં પણ આ નિયમ લાગુ પડે છે. શાસ્ત્રો અનુસાર, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે યોગ્ય રીતે અને યોગ્ય પાત્રમાં જળ કે દૂધ અર્પણ કરવું જરૂરી છે. શિવપુરાણ અને શાસ્ત્રો અનુસાર, શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે એ જાણવું મહત્વપૂર્ણ છે કે કયા ધાતુના વાસણનો ઉપયોગ કરવો જોઈએ અને કયા વાસણનો ઉપયોગ ટાળવો જોઈએ.

શિવલિંગ પર જળાભિષેક માટે કઈ ધાતુનું પાત્ર શ્રેષ્ઠ?

તાંબાનું પાત્ર : શાસ્ત્રો અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શિવલિંગ પર જળ અર્પણ કરતી તાંબુ શ્રેષ્ઠ અને સૌથી પવિત્ર ધાતુ છે. જ્યારે ભગવાન શિવને તાંબાના વાસણમાં જળ અર્પણ કરવામાં આવે છે, ત્યારે તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે. આનાથી ગ્રહોના ખરાબ પ્રભાવ દૂર થાય છે અને પરિવારમાં શાંતિ અને સુખ આવે છે. વૈજ્ઞાનિક રીતે, તાંબાના સંપર્કમાં આવેલું પાણી અત્યંત શુદ્ધ અને બેક્ટેરિયા મુક્ત બને છે.

પિત્તળ અથવા કાંસાનું પાત્ર : તાંબા પછી પિત્તળ અને કાંસું શુભ માનવામાં આવેલું છે. જો તાંબાનું પાત્ર ઉપલબ્ધ ન હોય તો શિવલિંગ પર જળ ચઢાવવા માટે પિત્તળ અથવા કાંસાના પાત્રનો પણ ઉપયોગ કરી શકાય છે.

ચાંદી અથવા સોનાનું પાત્ર : જો શક્ય હોય તો સોનું-ચાંદીના પાત્રનો ઉપયોગ કરી શકાય છે. ધાર્મિક માન્યતા છે કે ખાસ કરીને ચાંદીના પાત્રમાં જળ અથવા ગંગાજળ અર્પણ કરવાથી ચંદ્ર સંબંધિત અશુભ પ્રભાવ ઓછો થઈ શકે છે અને માનસિક શાંતિ મળે છે.

આ પાત્રોનો ઉપયોગ ટાળવો જોઈએ?

તાંબાનુ વાસણ : તાંબાના વાસણમાં દૂધ કે પંચામૃત અર્પણ કરવાનું ટાળો: ધ્યાનમાં રાખો કે તાંબાના વાસણમાં જળ અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. પરંતુ ભૂલથી પણ શિવલિંગ પર દૂધ, દહીં કે પંચામૃત અર્પણ કરશો નહીં. શાસ્ત્રો અનુસાર, જો દૂધ તાંબાના વાસણમાં સંગ્રહિત કરવામાં આવે છે, તો તે રાસાયણિક પ્રતિક્રિયાને કારણે ઝેરી બની જાય છે. તેથી જો તમે દૂધ સાથે અભિષેક કરવા માંગતા હો, તો હંમેશા પિત્તળ અથવા ચાંદીના વાસણનો ઉપયોગ કરવો.

લોખંડ અને સ્ટીલનું પાત્ર : આધુનિક સમયમાં ઘણા લોકો લોખંડ અથવા સ્ટીલના પાત્રથી જળાભિષેક કરે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર લોખંડ અને સ્ટીલના પાત્રનો ઉપયોગ શુભ માનવામાં આવતો નથી. લોખંડને શનિદેવની ધાતુ માનવામાં આવે છે. ધાર્મિક વિધિ દરમિયાન તેનો ઉપયોગ ટાળવાની માન્યતા છે. સ્ટીલ પણ લોખંડનું જ એક સ્વરૂપ છે. તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક : માન્યતા અનુસાર એલ્યુમિનિયમને રાહુ સાથે જોડાયેલી ધાતુ માનવામાં આવે છે. પ્લાસ્ટિકને પણ પૂજામાં યોગ્ય માનવામાં આવતું નથી. કોઈપણ ધાર્મિક વિધિમાં એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકના પાત્રોનો ઉપયોગ ટાળવો જોઈએ.

નોંધ: આ માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, શું ઘરના દ્વાર પર બેઠેલો કૂતરો જીવન અને મૃત્યુ વચ્ચેની દીવાલ હોઈ શકે છે ?

Breaking News: ખાદ્યતેલના ભાવમાં ફરીવાર ઝીંકાયો વધારો, ઘરેલુ બજેટ પર વધશે ભાર, જાણો કેટલો વધારો થયો

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાતા સામાન્ય પરિવારોનું રસોડાનું બજેટ ખોરવાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી હતી, પરંતુ હવે ફરી એકવાર ભાવમાં નોંધપાત્ર વધારો થતા ગ્રાહકોમાં ચિંતા વ્યાપી છે. વેપારીઓનું કહેવું છે કે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે બજારમાં આ તેજી જોવા મળી રહી છે.

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સૌથી વધુ વધારો

નવી કિંમતો મુજબ સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 50નો વધારો થતાં એક ડબ્બાનો ભાવ રૂ. 2,820 સુધી પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 30નો વધારો નોંધાતા તેનો ભાવ રૂ. 2,670 થયો છે. આ ઉપરાંત સાઇડ તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે વેપારીઓ અને ગ્રાહકો બંને પર તેની અસર જોવા મળી રહી છે.

સૂર્યમુખી અને મકાઈના તેલના ભાવમાં પણ તેજી

માત્ર સિંગતેલ અને કપાસિયા તેલ જ નહીં પરંતુ સૂર્યમુખી અને મકાઈના તેલના ભાવમાં પણ રૂ. 10થી 30 સુધીનો વધારો નોંધાયો છે. વિવિધ બ્રાન્ડ અને ગુણવત્તા પ્રમાણે ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. બજારમાં સતત વધી રહેલી માંગને કારણે આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો થવાની શક્યતા પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

આ કારણોસર વધી રહ્યા છે ભાવ

વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે અનિયમિત વરસાદને કારણે તેલીબિયાંના પાક પર અસર પડી છે. બીજી તરફ બિયારણની વધતી માંગ, કાચા માલની ઉપલબ્ધિમાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે આયાત-નિકાસ ખર્ચમાં વધારો થયો છે. આ તમામ પરિબળોની સીધી અસર ખાદ્યતેલના ભાવ પર પડી રહી છે.

સામાન્ય પરિવારોના બજેટ પર વધશે ભાર

ખાદ્યતેલના વધતા ભાવનો સૌથી વધુ ફટકો મધ્યમવર્ગ અને સામાન્ય પરિવારોને પડી રહ્યો છે. રોજિંદા ઉપયોગની જરૂરી વસ્તુઓમાં ખાદ્યતેલ મહત્વનું સ્થાન ધરાવતું હોવાથી તેના ભાવ વધતા ઘરખર્ચમાં વધારો થશે. જો આગામી સમયમાં પુરવઠાની સ્થિતિમાં સુધારો નહીં થાય તો ખાદ્યતેલના ભાવમાં હજુ વધુ વધારો થવાની શક્યતા બજારના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો- Breaking News: PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા એરપોર્ટને લઈને ‘મોટી જાહેરાત’, આગામી 3-4 મહિનામાં શરૂ થશે ‘ધોલેરા એરપોર્ટ’

ટીમ ઈન્ડિયાની મેચ જોતી વખતે ધોનીએ કાનમાં પહેર્યું હતું અનોખું મશીન, જાણો શું છે આ વસ્તુ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિધમના એજબેસ્ટન મેદાન પર પહેલી વનડે મેચ દરમિયાન સ્ટેન્ડમાં એક એવો ચેહરો જોવા મળ્યો હતો. જેમણે મેદાન પર રહેલા ખેલાડીઓ કરતા વધારે ચર્ચામાં રહ્યો હતો. ભારતના સૌથી સફળ અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની આ હાઈ વોલ્ટેજ મેચનો આનંદ ઉઠાવવા માટે સ્ટેડિયમ પહોંચ્યો હતો. જેવો કેમેરો સ્ટેન્ડ તરફ ફર્યો તો ધોનીનો ફોટો સ્ક્રીન પર આવ્યો હતો અને ચાહકો ખુશ થયા હતા.

સોશિયલ મીડિયા પર ધોનીની હાજરીને લઈ ચર્ચા થઈ રહી ન હતી પરંતુ તેના કાનમાં લાગેલા એક ડિવાઈઝે બધાનું ધ્યાન ખેચ્યું હતુ. ધોનીના આ ડિવાઈઝ કાનમાં લગાવી મેચ જોતો હતો.

ધોનીએ કાનમાં ક્યું ડિવાઈઝ લગાવ્યું હતુ?

એમએસ ધોનીના કાનમાં જે ડિવાઈઝ પહેર્યું હતુ. તે એક મિનિએચર સ્ટેડિયમ રેડિયો રિસીવર હતુ. આ એક નાનકડું ડિવાઈઝ હોય છે. જે સ્ટેડિયમની અંદર બેસેલા ચાહકોને મેચ જોતી વખતે લાઈવ બોલ બાય બોલ કોમેન્ટ્રી સાંભળવાની સુવિધા આપે છે. ઈંગ્લેન્ડના ક્રિકેટ મેદાનો પર આ એક જુનો અને લોકપ્રિય ટ્રેડિશનલ ફીચર છે. અહી મેદાન પર કમેન્ટ્રી સાંભળવાની એક લાંબી પરંપરા રહી છે. બ્રોડકાસ્ટર આ ડિવાઈઝ માટે લાઈવ ઓડિયો બ્રોડકાસ્ટ કરે છે. જેનાથી ચાહકો આ નાના રિસીવર્સ દ્વારા સરળતાથી સાંભળી શકે.

 

 

આ ડિવાઈઝ માટે સ્ટેડિયમમાં બેસેલા ચાહકો મેદાનની મોટી સ્ક્રીન કે પછી પબ્લિક એનાઉસમેન્ટ પર નિર્ભર રહ્યા વગર લાઈવ એક્શનની સાથે સાથે એકસપર્ટ એનાલિસિસ , ખેલાડીઓના ઈનસાઈટ અને સટીક કોમેન્ટ્રી રિયલ ટાઈમમાં સાંભળે છે. મેચ જોવા આવનાર ચાહકો આ રિસીવરને મેચ શરુ થતાં પહેલા સ્ટેડિયમમાં ખરીદી શકે છે. અથવા ભાડા પર લઈ શકે છે. આ એક સંપૂર્ણ પણે એક સ્થાનીય ટ્રાન્સમિશન સિસ્ટમ પર કામ કરે છે. આ માટે સ્ટેડિયમની સીમા બહાર નીકળતા જ આનો સિંગલ મળવાનું બંધ થઈ જાય છે.

નાનાકડા ચાહક સાથે પોપકોન ખાધા

આ મેચ દરમિયાન એમએસ ધોનીએ એક નાનો ચાહક દિવસ પણ બનાવ્યો. એક ચાહક મેચ જોઈ રહ્યો હતો અને પોપકોર્ન ખાઈ રહ્યો હતો. બાળકે ધોની સાથે તેનું પોપકોર્ન શેર કર્યું, અને ધોનીએ બાળકને ખુશ કરવા માટે તે પણ ખાધું. આનાથી બધાના દિલ જીતી ગયા.

આજે મહેન્દ્ર સિંહ ધોનીનો 45મો જન્મદિવસ, જુઓ પરિવારમાં કોણ કોણ છે, અહી ક્લિક કરો

 

વિયેતનામમાં બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 15 ભારતીયોના પાર્થિવ દેહ લઈને વિમાન મુંબઈ પહોંચ્યું

શનિવારે 11 જુલાઈ, 2026ના રોજ વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક બોટ અકસ્માતમાં મૃત્યુ પામેલા 15 ભારતીય નાગરિકોના મૃતદેહ લઈને હો ચી મિન્હ એરપોર્ટથી રવાના થયેલ વિમાન સોમવારે (13 જુલાઈ, 2026) મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યું હતું. આ માહિતી હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે આપી છે.

હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે આપી માહિતી

ભારતીય દૂતાવાસે સોમવારે 13 જુલાઈ, 2026ના રાત્રે આશરે 10 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી. પોસ્ટમાં, દૂતાવાસે લખ્યું કે, “11 જુલાઈના રોજ વિયેતનામના ફુ ક્વોકમાં થયેલા દુ:ખદ બોટ અકસ્માતમાં મૃત્યુ પામેલા ભારતીય નાગરિકોના મૃતદેહોને લઈને વિમાન મુંબઈ પહોંચી ગયું છે. હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસ અને હો ચી મિન્હ સિટીમાં આવેલ ભારતીય કોન્સ્યુલેટ સંબંધિત રાજ્ય સરકારો સાથે સંકલન કરી રહ્યા છે, જેથી પાર્થિવ દેહોને શક્ય તેટલી વહેલી તકે તેમના પરિવારજનો સુધી પહોંચાડી શકાય.” દૂતાવાસે વધુમાં જણાવ્યું હતું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે. આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાર્થના તેમની સાથે છે.

રાજ્ય સરકાર પાર્થિવ દેહને પરિવાર સુધી પહોંચાડશે

હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા 15 ભારતીયોના મૃતદેહોને વિયેતનામ એરલાઇન્સની ફ્લાઇટ VN979 દ્વારા હો ચી મિન્હ સિટીથી મુંબઈ લાવવામાં આવશે. ફ્લાઇટ સ્થાનિક સમય મુજબ રાત્રે 9:30 વાગ્યે મુંબઈ પહોંચશે. ત્યારબાદ, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુની રાજ્ય સરકારો મૃતદેહોને તેમના સંબંધિત રાજ્યોમાં તેમના પરિવારોને પહોંચાડવાની વ્યવસ્થા કરશે.

દૂતાવાસે વિયેતનામી એજન્સીઓનો વ્યક્ત કર્યો આભાર

ભારતીય દૂતાવાસે ફૂ ક્વોક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, આન જિયાંગ પ્રાંતનું વહીવટી તંત્ર, હો ચી મિન્હ સિટીનો વિદેશ વિભાગ, વિયેતનામનું વિદેશ મંત્રાલય તેમજ દુર્ઘટના બાદ સહાય કરનાર તમામ વિયેતનામી એજન્સીઓનો આભાર વ્યક્ત કર્યો. દૂતાવાસે જણાવ્યું કે વિયેતનામી મિત્રોએ મોકલેલા સંવેદના સંદેશો અને પ્રાર્થનાઓ બદલ અમે તેમના પણ આભારી છીએ. દુઃખ અને શોકની આ ઘડીમાં આપના સહયોગ, પ્રયત્નો અને પ્રાર્થનાઓએ અમને હિંમત આપી છે.

આ પણ વાંચો, ઈરાને હોર્મુઝમાં યુએઈએના તેલ ટેન્કરો પર ફેંકી ક્રૂઝ મિસાઈલો, હુમલામાં 1 ભારતીય નાવિકનું મોત, 8 ઘાયલ

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

ફેમસ ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલીની દિકરીએ કરી સગાઈ, બીચ પર બોયફ્રેન્ડે કરી પ્રપોઝ, પહેરાવી ડાયમંડ રિંગ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Breaking News : બોલિવુડનો ‘હીરો નંબર 1’ મોટા પડદા પર વાપસી કરશે, ટાઇટલ પોસ્ટર રિલીઝ કર્યું

બોલિવુડનો ‘હીરો નંબર 1’ ગોવિંદા લાંબા સમયથી કોઈ પ્રોજેકટમાં લીડ રોલમાં જોવા મળ્યો નથી. જ્યારે તેમણે ઓછા સમયમાં એક બાદ એક હીટ ફિલ્મો આપી હતી. તેના ચાહકો ઈચ્છે કે, ગોવિંદાએ ચાર્મ ફરી એક વખત પડદાં પર દેખાડવા માટે તૈયાર છે. હવે ચાહકોનું આ સપનું પુરું થવા જઈ રહ્યું છે. ગોવિંદાએ પોતાની આગામી ફિલ્મનું ટાઈટલ પોસ્ટર જાહેર કર્યું છે. સૌથી ખાસ વાત એ છે કે, ગોવિંદા આ ફિલ્મના નિર્માતા પણ છે.

ગોવિંદાએ પોતાની ફિલ્મનું ટાઈટલ પોસ્ટર એક કોન્ફરન્સમાં રિલીઝ કર્યું છે. આ સાથે તેમણે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને પણ વાત કરી છે. તેમણે કહ્યું કે, તે ટુંક સમયમાં આ ફિલ્મોની આખી કાસ્ટની જાહેરાત કરશે. તેના આ પ્રોજેક્ટમાં યુપી અને મહારાષ્ટ્રના અનેક નવા ચહેરાઓ જોવા મળશે.

ગોવિંદાની ફિલ્મનું નામ

અભિનેતા ગોવિંદાની અપકમિંગ ફિલ્મોના ટાઈટલ પોસ્ટરમાં ફિલ્મનું નામ રુપા અને દુનિયાદારી બતાવવામાં આવી છે. તેમણે પોતાની ફિલ્મ રુપાને લઈ વાત કરતા કહ્યું કે, તેના માટે આ પ્રોજેક્ટ ખુબ મહત્વનો છે. પોસ્ટર લોન્ચ કોન્ફરન્સમાં તેમણે કહ્યું, “હું હવે તૈયાર છું. તમે ટૂંક સમયમાં સંપૂર્ણ કલાકારો જોશો. અમે અમારી આગામી મીટિંગમાં તેની જાહેરાત કરીશું. દર્શકોને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા નવા કલાકારો જોવા મળશે.

યુવાઓ પર ફોક્સ છે આ ફિલ્મ

ફિલ્મ વિશે આગળ વાત કરતા ગોવિંદાએ કહ્યું રુપા અને દુનિયાદારી બંને અલગ પ્રકારની ફિલ્મો હશે. ખાસ કરીને આ યંગસ્ટર્સ માટે બનાવવામાં આવી છે. જે ક્યારેક ભટકી જાય છે. આ ફિલ્મ દ્વારા માયાનો એ પહેલું દેખાડવામાં આવશે. જે અમે દેખાડી શકીશું. યુવાઓનું ભીડમાં ખોવાય જવું મહેસુસ કરવું જોઈએ નહી.

કેટલાક લોકો અપશબ્દો બોલે

અભિનેતાએ આગળ વાત કરતા કહ્યું કે, જ્યારે હું ફિલ્મોમાં કામ કરું છું. તો દુનિયા આ વાતથી હેરાન રહી જાય છે કે, અહી હું કેવી રીતે છું મને કોઈ પણ વાતનો ડર લાગતો નથી. હું સાચું હોય તેનાથી મોઢું ફેરવતો નથી. મને પહેલાથી જ અંદાજો થઈ જાય છે કે, શું થશે. હું સાચું બોલું છું, લોકો મારા પર વિશ્વાસ કરતા નથી. કેટલાક લોકો તો મને અપશબ્દો કહે છે.

2019માં કરી હતી ફિલ્મ

ગોવિંદાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. તે ન માત્ર પોતાના ડાયલોગ ડિલીવરી પરંતુ શાનદાર કોમિક ટાઈમિંગ માટે પણ જાણીતો છે. તેના ડાન્સના આજે પણ લોકો દિવાના છે. ગોવિંદાને છેલ્લી વખત 2019માં ફિલ્મ રંગીલા રાજામાં જોવા મળ્યો હતો. પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નહી. આ સિવાય તે 2022માં ડોક્યુમેન્ટ્રી, નામ હતું કનૈયા લાલમાં જોવા મળ્યો હતો.

સુનિતા આહુજા પતિ ગોવિંદાથી અલગ રહી જીવે છે લક્ઝરી લાઈફ, જુઓ પરિવાર અહી ક્લિક કરો

આ પણ વાંચો: કેટલાક રાજ્યમાં ચોમાસું ખેંચાતા ખરીફ પાકની વાવણી અટકી, કેટલીક જગ્યાએ વાવણી 50 ટકા કરતા પણ ઓછી

Gujarat Rain update: ગુજરાતમાં ચોમાસું ફરી નબળું પડ્યું, આગામી એક અઠવાડિયા સુધી નોંધપાત્ર વરસાદની શક્યતા નહીં

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર નબળું પડતાં આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી હોવાનું હવામાનની સ્થિતિ પરથી જણાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં હાલ કોઈ મજબૂત લો પ્રેશર સિસ્ટમ કે સક્રિય હવામાન તંત્ર વિકસ્યું નથી. તેના કારણે ગુજરાત તરફ પૂરતા પ્રમાણમાં ભેજયુક્ત વાદળો ખેંચાઈ રહ્યા નથી અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ લગભગ અટકી ગઈ છે.

21 જિલ્લાઓમાં હજુ પણ 20 ટકાથી ઓછો વરસાદ

રાજ્યમાં ચોમાસાની ધીમી ગતિને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદની ભારે ઘટ યથાવત છે. હાલ પણ રાજ્યના 21 જિલ્લાઓમાં સિઝનનો વરસાદ સામાન્યની સરખામણીએ 20 ટકાથી ઓછો નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની અછતના કારણે ખેતી પર અસર જોવા મળી રહી છે.

રાજ્યમાં અત્યાર સુધી માત્ર 24.56 ટકા વરસાદ નોંધાયો

હાલની સ્થિતિ મુજબ ગુજરાતમાં સિઝન દરમિયાન સરેરાશ 8.81 ઈંચ એટલે કે 24.56 ટકા વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે જુલાઈના મધ્ય સુધી રાજ્યમાં આ કરતાં વધુ વરસાદ થવો જોઈએ, પરંતુ આ વર્ષે ચોમાસું નબળું રહેતાં વરસાદનો આંક નોંધપાત્ર રીતે ઓછો રહ્યો છે.

ગત વર્ષની સરખામણીએ વરસાદમાં મોટો ઘટાડો

ગત વર્ષે આ જ સમયગાળામાં રાજ્યમાં સરેરાશ 16 ઈંચ એટલે કે 48 ટકા વરસાદ નોંધાયો હતો. તેની સરખામણીએ આ વર્ષે વરસાદનો આંકડો લગભગ અડધો રહ્યો છે. વરસાદમાં આવેલા આ ઘટાડાથી જળાશયોમાં પાણીની આવક, ખેતી માટેનું પાણી અને પીવાના પાણીની ઉપલબ્ધિને લઈને પણ ચિંતા વધી રહી છે.

ખેડૂતોની નજર આગામી હવામાન સિસ્ટમ પર

વાવણી બાદ પાકના વિકાસ માટે સતત વરસાદ જરૂરી હોવાથી ખેડૂતો હવે આગામી વરસાદી સિસ્ટમની રાહ જોઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં કોઈ મજબૂત લો પ્રેશર સિસ્ટમ વિકસશે તો જ ગુજરાતમાં ફરી વ્યાપક વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હાલની સ્થિતિમાં હવામાનમાં ખાસ ફેરફારની શક્યતા ઓછી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- મિયાવાકી ટેકનિક શું છે? અમદાવાદે એક કલાકમાં 361,000 વૃક્ષો વાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Corona Alert Breaking : દેશમાં કોરોનાની ફરી એન્ટ્રી ! 3 રાજ્યોમાં 10 એક્ટિવ કેસ અને 2 દર્દીના મોતથી વધી ચિંતા

દેશમાં કોરોનાવાયરસ ફરી દેખાયો છે, જોકે તેણે હજુ સુધી ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું નથી. હાલમાં, ત્રણ રાજ્યોમાં 10 સક્રિય કેસ છે. આમાંથી આઠ કેસ આંધ્રપ્રદેશમાં છે. મહારાષ્ટ્રના મુંબઈમાં એક કેસ મળી આવ્યો હતો, જેમાં બોલિવૂડ ગાયક કુમાર સાનુના પુત્ર જાન કુમાર સાનુનો ​​સમાવેશ થાય છે, જેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન, ઉત્તર પ્રદેશમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) ના એક વિદ્યાર્થીનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ કેસોએ સરકાર માટે ચિંતા વધારી છે.

મુબંઈમાં એક કેસ !

મુંબઈમાં પહેલો કેસ નોંધાયો છે જેમાં પ્રખ્યાત બોલિવૂડ ગાયક કુમાર સાનુના પુત્ર અને ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક જાન કુમાર સાનુને વાયરસનો ચેપ લાગ્યો છે. તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં જાહેરાત કરવામાં આવી હતી કે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે; આ વીડિયો હોસ્પિટલની અંદરથી ફિલ્માવવામાં આવ્યો હતો. વધુમાં, શનિવારે, BHUની સર સુંદર લાલ હોસ્પિટલમાં દાખલ એક યુવાનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આશાપુરનો રહેવાસી 27 વર્ષીય યુવાન ઘણા દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યો હતો. જ્યારે છાતી અને ક્ષય વિભાગે પરીક્ષણ કર્યું, ત્યારે પરિણામ પોઝિટિવ આવ્યું.

રેપિડ રિસપોન્સ ટીમ કરાઈ તૈયાર

આ વખતે, વાયરસ સૌપ્રથમ આંધ્રપ્રદેશમાં દેખાયો. રાજ્યના કડપા જિલ્લામાં બે ચેપગ્રસ્ત વ્યક્તિઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. હાલમાં, આઠ સક્રિય કેસ છે, અને દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે કડપામાં ઝડપી પ્રતિભાવ ટીમો તૈનાત કરી છે. આ ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં 40 લોકો પાસેથી નમૂના લીધા હતા; 18 લોકોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, બે દર્દીઓના મૃત્યુથી રાજ્ય સરકાર માટે ચિંતા વધી ગઈ છે, જેના કારણે આરોગ્ય વિભાગને સાવચેતીનાં પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કોરોનાથી બે દર્દીઓના મોત

આંધ્રપ્રદેશમાં, કડપા જિલ્લાના રાજમપેટના 52 વર્ષીય વ્યક્તિનું વાયરસથી મૃત્યુ થયું છે. વેલ્લોરમાં ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (CMC) માં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. તાવ અને ખાંસી થયા બાદ એક વ્યક્તિનો COVID-19 પોઝિટિવ આવ્યો. કડપા શહેરના 43 વર્ષીય વ્યક્તિની હાલત બગડતા તેને સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો; તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો અને ત્યારબાદ કોવિડ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.

કોવિડ-19ના ફેલાવાને રોકવા માટેના નિર્દેશો

કડપ્પા મેડિકલ કોલેજની ૨૫ વર્ષીય મેડિકલ વિદ્યાર્થીની કોવિડ-૧૯ માટે પોઝિટિવ આવી છે અને હાલમાં તે ઘરે જ એકાંતમાં છે. જિલ્લાના પ્રભારી મંત્રી સવિતાએ ચેપના ફેલાવાને રોકવા માટે અધિકારીઓને નિર્દેશો જારી કર્યા છે. તેમણે જિલ્લા કલેક્ટર ચૌધરી શ્રીધર અને જિલ્લા તબીબી અને આરોગ્ય અધિકારી (DM&HO), રવિ બાબુને સૂચના આપી છે કે જ્યાં ચેપગ્રસ્ત વ્યક્તિઓની ઓળખ થઈ છે ત્યાં તાત્કાલિક અસરથી કોવિડ-19 માર્ગદર્શિકાનો કડક અમલ કરવામાં આવે.

આંધ્રપ્રદેશમાં માસ્ક ફરજિયાત કરાયું

એ નોંધવું જોઈએ કે આંધ્રપ્રદેશની હોસ્પિટલો અને જાહેર સ્થળોએ હવે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ભીડવાળા વિસ્તારોમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત છે. તાવ, ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો અનુભવતા વ્યક્તિઓને તાત્કાલિક હોસ્પિટલની મુલાકાત લેવાની અને કોવિડ-૧૯ પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવે છે; જો જરૂરી હોય તો દર્દીઓને એકાંતમાં રાખવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સેનિટેશન અને બ્લીચિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જનતાને તેમના આસપાસના વિસ્તારમાં કોવિડ-૧૯ અંગે સતર્ક રહેવા વિનંતી કરવામાં આવે છે.

Breaking News : કોરોના પોઝિટિવ થયો સિંગર કુમાર સાનુંનો દીકરો, તાત્કાલિક હોસ્પિટલમાં કરાયો દાખલ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

આ પણ વાંચો: Saving Tips: રિટાયરમેન્ટ પછી પણ દર મહિને ₹1 લાખની આવક મેળવવી છે? SIP અને SWPનું આ ફાઇનાન્સિયલ પ્લાનિંગ સમજો

બેંકમાં મુકી રાખેલા પૈસા તમને બનાવી શકે છે ગરીબ ! જાણો કેવી રીતે ?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

મિયાવાકી ટેકનિક શું છે? અમદાવાદે એક કલાકમાં 361,000 વૃક્ષો વાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

અમદાવાદે રવિવારના રોજ એક રેકોર્ડ બનાવ્યો છે. શહેરમાં વૃક્ષો વાવવાનું અભિયાન ગિનીસ વર્લ્ડરેકોર્ડમાં નોંઘાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ભાડજ વિસ્તારમાં મિયાવાકી ટેકનીકથી માત્ર એક કલાકમાં 3.61 લાખ વૃક્ષો વાવ્યા હતા. આ કામમાં અંદાજે 25,000થી વધારે લોકો અને સ્વયંસેવકોએ સાથે મળી કામ કર્યું હતુ.76,000 વર્ગ મીટર ક્ષેત્રમાં 35 પ્રકારના દેશી વૃક્ષો લગાવવામાં આવ્યા હતા. જેનાથી શહેરને વધારે હરિયાળું બનાવવું તેમજ પર્યાવરણને બચાવવાનું છે.

અંદાજે 50 લાખ વૃક્ષો

આ અભિયાન ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ અને અમદાવાદ શહેરમાં અંદાજે 50 લાખ વૃક્ષો વાવવાની મોટી યોજનાનો ભાગ છે. આ કાર્યક્રમ કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી તમેજ ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહની હાજરીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ,નાયબ મુખ્યમંત્રી, રાજ્ય ભાજપ અધ્યક્ષ, શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રી, મેયર , મુખ્ય સચિવ, વરિષ્ઠ અધિકારી સહિત અનેક લોકો સામેલ થયા હતા.

શું છે મિયાવાકી ટેકનીક?

મિયાવાકી જંગલોનો પોકેટ ફોરેસ્ટ પણ કહેવામાં આવે છે. નાના વિસ્તારમાં નજીકમાં વિવિધ પ્રકારના મૂળ વૃક્ષો અને છોડ વાવીને બનાવવામાં આવે છે, જેમાં પ્રતિ ચોરસ મીટર ત્રણથી પાંચ છોડ હોય છે.

 

 

તેની પાછળ મુખ્ય કારણ એ છે કે, જ્યારે નાના છોડ એકબીજાની નજીક વાવવામાં આવે છે, ત્યારે તેઓ પાણી, પોષક તત્વો અને પ્રકાશ માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે, જેનાથી તેઓ પરંપરાગત રીતે વાવેલા છોડ કરતાં વધુ ઝડપથી વિકાસ પામે છે.

આ માત્ર વર્લ્ડ રેકોર્ડ નથી, સ્વચ્છ વાતાવરણ માટે પણ જરુરી

AMCના અધિકારી, સ્કૂલ બોર્ડના પ્રતિનિધિઓ, BAPS સ્વયંસેવકો, CREDAI સભ્યો, પોલીસ કર્મચારી, NCC ક્રેડેટ, NGO, શિક્ષણ સંસ્થાઓ, સામાજિક સંગઠનોએ આ વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો હતો. AMCએ કહ્યું કે, આ પહેલા માત્ર એક વિશ્વ રેકોર્ડ છે પરંતુ હરિયાળી, સ્વચ્છ બનાવવા તરફ અમદાવાદનું એક મહત્વનું પગલું છે,

મ્યુનિસિપલ બોડીએ ભાર મૂક્યો હતો કે સ્થાનિક વનસ્પતિ પ્રજાતિઓનો ઉપયોગ શહેરી જૈવવિવિધતાને મજબૂત બનાવવામાં અને ભાવિ પેઢીઓ માટે સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવામાં મદદ કરશે. આ સિદ્ધિ સાથે, અમદાવાદે વૈશ્વિક પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ શહેરી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

 

રાજનીતિના ચાણક્ય અમિત શાહનો જુઓ પરિવાર કોણ કોણ છે, અહી ક્લિક કરો

આવી રહ્યો છે એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone ! ફોનમાં શું હશે ખાસ અને કેટલી હશે કિંમત જાણો?

યુએસ સ્થિત ટેકનોલોજી અને આઇફોન ઉત્પાદક Apple આ વર્ષે તેની નવી શ્રેણીના લોન્ચ માટે તૈયારી કરી રહી છે. છેલ્લા 3-4 વર્ષથી, કંપની સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા દરમિયાન તેની નવી શ્રેણી લોન્ચ કરી રહી છે, અને તે આ સપ્ટેમ્બરમાં પણ એક મોટી જાહેરાત પણ કરવાની છે.

ફોલ્ડેબલ iPhone લોન્ચ કરશે કંપની

કંપની સપ્ટેમ્બરમાં નવી iPhone 18 pro શ્રેણી અને એપલ અલ્ટ્રા ફોલ્ડ તેનો પહેલો ફોલ્ડેબલ હેન્ડસેટ લોન્ચ કરશે. જોકે એપલે આગામી શ્રેણી અંગે સત્તાવાર વિગતો શેર કરી નથી, પરંતુ અસંખ્ય લીક થયેલા અહેવાલો પહેલાથી જ ઘણી માહિતી જાહેર કરી ચૂક્યા છે.

લીક્સ, ડમી યુનિટ્સ અને રેન્ડરોએ આગામી આઇફોન શ્રેણી અને ફોલ્ડેબલ હેન્ડસેટમાં અપેક્ષિત નવી સુવિધાઓ વિશે સમજ આપી છે. તાજેતરમાં એક વિડિઓ સામે આવી છે જેમાં આઇફોન અલ્ટ્રા ફોલ્ડનું ડમી યુનિટ બતાવવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ એપલ આઇફોનની ખાસિયત શું હશે?

એપલ આઇફોન અલ્ટ્રા ફોલ્ડમાં બે ડિસ્પ્લે હશે: 5.49-ઇંચ બાહ્ય ડિસ્પ્લે અને 7.76-ઇંચ આંતરિક ડિસ્પ્લે. બંને ડિસ્પ્લે પેનલ LTPO OLED હશે.

iPhone Ultra Fold ના પાછળના પેનલમાં ડ્યુઅલ-કેમેરા સેટઅપ હશે, જેમાં બે 48-મેગાપિક્સલ સેન્સર હશે. વધુમાં, તેમાં સેલ્ફી માટે 18-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા શામેલ હશે.

iPhone 18 Pro ના અપેક્ષિત સ્પષ્ટીકરણો

iPhone 18 Pro ઉચ્ચ-પ્રદર્શન ચિપસેટ દ્વારા સંચાલિત હશે. Apple 2nm ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદિત આગામી પેઢીના પ્રોસેસરનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. iPhone 18 Pro માં અપગ્રેડેડ કેમેરા સેન્સર હશે, જેમાં ચલ છિદ્ર સાથે મુખ્ય કેમેરા લેન્સનો સમાવેશ થાય છે. જ્યારે કંપની ડિઝાઇનમાં મોટા ફેરફારો કરે તેવી અપેક્ષા નથી, ત્યારે નોંધપાત્ર હાર્ડવેર અપગ્રેડ અપેક્ષિત છે.

iPhone 18 Pro ની અપેક્ષિત કિંમત

ઘટક અને ચિપ્સના વધતા ખર્ચને કારણે, કંપની આ વર્ષે કિંમતમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. મીડિયા અહેવાલો દાવો કરે છે કે કિંમતોમાં આશરે ₹20,000 સુધીનો વધારો થઈ શકે છે.

જનરલ કોચમાં ટિકિટ વગર ટૂંકા અંતરની મુસાફરી કરી શકાય? રેલવેએ જાતે આપી આ માહિતી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

આ 5 છોડ ઘરમાં લગાવતા જ વધશે સુખ-સમૃદ્ધિ! વાસ્તુ મુજબ ધનની થશે વર્ષા

Vastu Lucky Plants: હિન્દુ ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં છોડ અને વૃક્ષોને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં એક નાનો છોડ પણ વ્યક્તિનું ભાગ્ય બદલવાની શક્તિ ધરાવે છે. ઘરને સજાવવા માટે ઘણીવાર છોડ વાવવામાં આવે છે. આનાથી ઘર અને તેની આસપાસનો વિસ્તાર શાંત અને લીલોતરી રહે છે. વાસ્તુ નિષ્ણાતો એમ પણ કહે છે કે અમુક છોડ સંપત્તિનો ચુંબકીય પ્રભાવ લાવે છે.

યોગ્ય દિશામાં મૂકવામાં આવેલા છોડ તમારા ઘરની આર્થિક સ્થિતિ સુધારી શકે છે. જો તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ લાવવા માંગતા હો, તો વાસ્તુ શાસ્ત્રમાં વર્ણવેલ આ પાંચ છોડ વરદાન છે. ચાલો જાણીએ આ છોડ વિશે જે તમારા ઘરને ભાગ્યશાળી બનાવી શકે છે.

ઘર માટે ભાગ્યશાળી છોડ

મની પ્લાન્ટ: વાસ્તુ શાસ્ત્રમાં આ છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે પૈસા આકર્ષવા માટે સૌથી વધુ લોકપ્રિય છે. ઘરના દક્ષિણપૂર્વ ખૂણામાં આ છોડ લગાવવો સૌથી શુભ માનવામાં આવે છે. ખાતરી કરો કે તેના વેલા જમીન પર ન ફેલાય. તેના ઉપર તરફ ફેલાયેલા વેલા પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે.

તુલસી: હિન્દુ ધર્મમાં તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી તુલસીમાં વાસ કરે છે. આ છોડને સૌથી પવિત્ર માનવામાં આવે છે અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. તેને ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તુલસીના છોડની આસપાસનો વિસ્તાર હંમેશા સ્વચ્છ રાખો. સાંજે ત્યાં એક નાનો દીવો પ્રગટાવો.

જેડ પ્લાન્ટ: તેના નાના, ગોળાકાર પાંદડા સિક્કા જેવા દેખાય છે, જે તેને ભાગ્યશાળી છોડ બનાવે છે. તેને મુખ્ય દરવાજાની જમણી બાજુ, અંદરથી લગાવો. એવું માનવામાં આવે છે કે તે સંપત્તિ આકર્ષે છે અને કારકિર્દીની પ્રગતિમાં અવરોધો દૂર કરે છે.

લકી બેમ્બુ : ઘરમાં આ છોડ લગાવવાથી પરિવારમાં સુખ અને શાંતિ આવે છે. તેને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઘરની પૂર્વ દિશામાં લગાવવું જોઈએ.

ક્રાસુલા: ક્રાસુલાને પૈસાનું વૃક્ષ કહેવામાં આવે છે. વાસ્તુ અનુસાર, આ છોડ ઘરમાં લગાવવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તેને ઘરના ઉત્તર ખૂણામાં લગાવો, કારણ કે આ દિશાને ધનના દેવતા કુબેરનું ઘર માનવામાં આવે છે.

(Disclaimer – આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)

દેવશયની એકાદશીથી શરૂ થશે ચાતુર્માસ, લગ્ન સહિત તમામ માંગલિક કાર્યો પર વિરામ

EPF વ્યાજને લઈને સૌથી મોટી ગેરસમજ! જાણો દર મહિને નહીં છતાં કેવી રીતે વધે છે PF, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News : અમેરિકાએ બેહરીન બેસથી ઈરાન પર હુમલો કર્યો, 12 સ્થળોનો નાશ થયો

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એક વખત વધ્યો છે. અમેરિકાએ શનિવારના રોજ ઈરાન વિરુદ્ધ આ અઠવાડિયે ત્રીજી વખત હવાઈ હુમલો કર્યો છે. રિપોર્ટ મુજબ અમેરિકાએ બેહરીન બેસથી મિસાઈલ છોડી 12 ઠેકાણાનો નાશ કર્યો છે. ચાબહાર, બુશહર, બંદર અબ્બાસ અને સિરિકમાં અનેક બ્લાસ્ટ થયા છે. અમેરિકાએ ઈરાનના 7 સ્થળો પર અટેક કર્યો છે. યુએનએ ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 24 કલાકનો અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે, ઈરાન આ કરવામાં નિષ્ફળ ગયું, જેના કારણે અમેરિકાએ હુમલો કર્યો.

આ પહેલા ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા સાઈપ્રસના ઝંડા વાળા કન્ટેનર જહાજ M/V GFS Galaxy પર હુમલો કર્યો હતો. ત્યારબાદ અમેરિકાએ આના પર હવાઈ હુમલો કર્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાંડ CENTCOMએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આની જાણકારી આપી છે. અમેરિકી સેનાનું કહેવું છે કે, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ હોમુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા સાઈપ્રેસના ઝંડાવાળા કંન્ટેનર જહાજ M/V GFS Galaxy પર હુમલો કર્યો હતો. આ હુમલાના જવાબમાં અમેરિકી સેનાએ ઈરાનના ઠેકાણા પર હુમલો કર્યો છે.

હુમલામાં જહાજનો એક વ્યક્તિ ગુમ

સેન્ટકોમના જણાવ્યા અનુસાર, IRGC એ સાયપ્રસ જહાજ M/V GFS ગેલેક્સી પર હુમલો કર્યો જ્યારે તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું. આ હુમલામાં આગ લાગી અને એન્જિન રૂમને નોંધપાત્ર નુકસાન થયું. આ કારણે જહાજ આગળ જઈ શક્યું નહી. હુમલામાં જહાજનો એક નાગરિક ક્રૂ મેમ્બર ગુમ થયાનું કહેવામાં આવી રહ્યું છે. CENTCOM સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આ અઠવાડિયામાં હુમલાઓનો ત્રીજો રાઉન્ડ શરૂ કર્યો, જેમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજ પર ખુલ્લેઆમ હુમલો કરવામાં આવ્યો.

 

 

ભારે કિંમત ચૂકવવી પડશે

CENTCOMએ આગળ કહ્યું કે, આ પહેલા પણ વ્યાવસાયિક જહાજો પર હુમલો કરવા માટે ઈરાનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. તેમણે કરાર કર્યા અને તેનું પાલન કરવાની તક આપવામાં આવી હતી પરંતુ ઈરાન ફરી ફેલ થયું છે.યુએસ સેક્રેટરી ઓફ વોર પીટ હેગસેથે સેન્ટકોમની પોસ્ટનો જવાબ આપતા લખ્યું, “ઈરાને ખોટો નિર્ણય લીધો. હવે તેઓ કિંમત ચૂકવશે.”

 

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રને સંબોધિત કરશે અહી ક્લિક કરો

આ પણ વાંચો, તમને કરડતા તમામ મચ્છરો નર નહીં પણ માદા હોય છે, જાણો લોહી ચૂસવા પાછળનું ચોંકાવનારું કારણ !

27 જુલાઈથી શનિ થશે વક્રી, મુશ્કેલીથી બચવા શનિવારે કરો આ 7 અસરકારક ઉપાયો

Saturday Remedies for Shani: જ્યોતિષ શાસ્ત્રમાં, શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના ફળ આપનાર માનવામાં આવે છે. તે લોકોને તેમના કાર્યો અનુસાર ફળ અને સજા આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં, શનિદેવને સૌથી ધીમી ગતિનો અને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. શનિની ચાલનો પ્રભાવ તમામ 12 રાશિના લોકો પર પડે છે. હવે, આ મહિનાની 27મી તારીખે શનિ મીન રાશિમાં વક્રી થશે, એટલે કે તેની વક્રી ગતિ શરૂ થશે.

લોકોને વધુ સાવધ રહેવાની સલાહ આપી

18 સપ્ટેમ્બર સુધી શનિ મીન રાશિમાં વક્રી રહેશે. જ્યોતિષ ગણતરીઓ અનુસાર, જ્યારે વક્રી થાય છે, ત્યારે શનિ અત્યંત શક્તિશાળી અને ક્રૂર બની જાય છે. તેથી, જ્યોતિષીઓ આ સમય દરમિયાન લોકોને વધુ સાવધ રહેવાની સલાહ આપી રહ્યા છે. કર્ક, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિવાળા લોકોએ આ સમય દરમિયાન સાવધાની રાખવી જોઈએ, કારણ કે તેમને નોંધપાત્ર નુકસાનનો સામનો કરવો પડી શકે છે. શનિના ક્રોધથી બચવા માટે, શનિવારથી શરૂ થતા આ સાત પગલાં લો.

શનિદેવ માટે સાત અસરકારક ઉપાયો

  1. શનિવારે સાંજે સ્નાન કર્યા પછી, પીપળાના ઝાડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો. દીવામાં કાળા તલ ઉમેરવાનું ભૂલશો નહીં. દીવો પ્રગટાવ્યા પછી, “ઓમ શં શનિશ્ચરાય નમઃ” મંત્રનો જાપ કરો અને પીપળાના ઝાડની સાત વાર પરિક્રમા કરો. આનાથી શનિદેવના ક્રોધથી રાહત મળે છે.
  2. શનિવારે સવારે અથવા સાંજે, શનિ મંદિરમાં જાઓ. શનિદેવની મૂર્તિને સરસવના તેલથી અભિષેક કરો. અભિષેક પછી, તેમને વાદળી અથવા કાળા ફૂલો અર્પણ કરો. આ કરવાથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થાય છે અને દુઃખમાંથી મુક્તિ મળે છે.
  3. શનિવારે, એક વાટકીમાં સરસવનું તેલ લો અને તેમાં તમારા ચહેરાને જુઓ. પછી, તે તેલ કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો અથવા તેને શનિ મંદિરમાં રાખો. આ કરવાથી સૌથી ગંભીર સમસ્યાઓ પણ દૂર થશે.
  4. શનિવારે ભગવાન હનુમાનની વિશેષ પૂજા કરો. આ દિવસે નિર્ધારિત વિધિ મુજબ હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે શનિદેવ ભગવાન હનુમાનની પૂજા કરનારાઓને ક્યારેય તકલીફ આપતા નથી.
  5. શનિવારે કાળા કૂતરાને સરસવના તેલ સાથે રોટલી ખવડાવો. ઉપરાંત કાગડાઓને સાત પ્રકારના અનાજ ખવડાવો. શનિ હંમેશા મૂંગા પ્રાણીઓની સેવા કરનારાઓ પર કૃપા કરે છે.
  6. શનિવારે ગરીબ અને અસહાય લોકોને મદદ કરો. કાળા તલ, ધાબળા, છત્રી અને જૂતાનું દાન કરો.
  7. શનિવારે, ‘ૐ શં શનૈશ્ચરાય નમઃ’ મંત્રનો એક માળા (108 વખત) જાપ કરો.

કઈ રાશિના જાતકોને કોઈ મહત્વની માહિતી હાથ લાગી શકે છે અને કોણ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરશે? જુઓ Video

તમારી પાસે છે ₹50 કે ₹100ની જૂની નોટ? ફટાફટ કરો આ કામ, બની જશો લખપતિ !

જો તમે એવા લોકોમાંના એક છો જેમની પાસે હજુ પણ જૂની નોટોનો ખજાનો પડેલો છે. તો તેને નકામી સમજી કે બાળકોને રમવા આપતા પહેલા બે વાર વિચારજો. આ જૂની નોટો તમારા માટે ધનવાન બનવાનો માર્ગ મોકળો કરી શકે છે. હા, જો તમારી પાસે જૂની નોટો પિગી બેંકમાં, કબાટના ખૂણામાં અથવા પલંગ નીચે છુપાયેલી હોય, તો તેમને નકામી માનવાની ભૂલ ન કરો. આજે દેશમાં જૂની અને વિંટેજ ભારતીય નોટોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. પરિણામે, આ નોટો ધરાવતા લોકો એક પણ રૂપિયો રોકાણ કર્યા વિના તેને વેચીને સારો નફો કમાઈ રહ્યા છે.

જોકે, એક બાબત સમજવા જેવી છે. ચાલો આપણે સમજાવીએ કે આ જૂની નોટો તમને કેવી રીતે ધનવાન બનાવી શકે છે.

786 નંબરની ભારે માંગ

તમારે સમજવાની જરૂર છે કે તમારી પાસે રહેલી દરેક જૂની નોટ લાખોની નથી, બેંકનોટ બજારમાં, સૌથી વધુ કિંમતો અનન્ય અથવા સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ સીરીયલ નંબરો ધરાવતી નોટો દ્વારા નક્કી કરવામાં આવે છે. જો તમારી પાસે ₹5, ₹10, ₹20, ₹50, અથવા ₹100 ની નોટ ‘786’ અંકો સાથે સમાપ્ત થાય છે, તો તે તેના ફેસ વેલ્યુ કરતા અનેક ગણી વધારે કિંમત મેળવી શકે છે. વધુમાં, કલેક્ટર્સ આતુરતાથી ‘ફેન્સી’ સીરીયલ નંબરોવાળી નોટો મેળવે છે, જેમ કે ‘111111’ અથવા ‘123456’.

જૂની ₹50ની નોટની માંગ

નવી ડિઝાઇનની નોટોની રજૂઆત પછી, જૂની ડિઝાઇનની ₹50 ની નોટનું પરિભ્રમણ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. RBI ધીમે ધીમે જૂની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચી રહી છે, છતાં કેટલીક અનિવાર્યપણે લોકોના હાથમાં રહે છે. જો તમારી પાસે જૂની ડિઝાઇનની ₹50 ની નોટ છે જે કડક અને નક્કર છે. એટલે કે તે ન તો ફોલ્ડ કરેલી છે કે ન તો ફાટેલી છે. તો તે તમને હજારોથી લાખો રૂપિયા સુધીની કિંમત આપી શકે છે.

જો જૂની ₹50 ની નોટમાં અનન્ય સીરીયલ નંબર અથવા છાપકામની ભૂલ હોય તો મૂલ્ય નોંધપાત્ર રીતે વધે છે.

ક્યાં અને કેવી રીતે વેચવું?

આજકાલ, અસંખ્ય ઓનલાઈન વેબસાઇટ્સ અને બજારો છે જ્યાં તમે તમારી નોટોના સ્પષ્ટ ફોટા અપલોડ કરી શકો છો અને તમારી ઇચ્છિત કિંમત સૂચિબદ્ધ કરી શકો છો. ખરીદદારો તમારો સીધો સંપર્ક કરી શકે છે, જેનાથી તમે શરતો પર વાટાઘાટો કરી શકો છો.

છેતરપિંડીથી સાવધ રહો

જૂના ચલણના વાસ્તવિક કલેક્ટર્સની સાથે, સ્કેમર્સ પણ સક્રિય થઈ ગયા છે. જો કોઈ તમારી નોટ લાખોમાં વેચવાનું વચન આપે છે પરંતુ નોંધણી ફી અથવા એડવાન્સ ચુકવણી માંગે છે, તો તે લગભગ ચોક્કસપણે એક કૌભાંડ છે. તમારી વ્યક્તિગત બેંકિંગ વિગતો અથવા OTP ક્યારેય અજાણ્યા ખરીદનાર સાથે શેર કરશો નહીં. વિશ્વસનીય પ્લેટફોર્મ અને સત્તાવાર ચેનલોને વળગી રહો.

વિદેશમાં છે બેંક એકાઉન્ટ કે પ્રોપર્ટી? તો ITRમાં આ માહિતી આપવી ફરજિયાત છે કે નહીં જાણો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

સાઉથહેમ્પટનમાં ભારતીય ટીમને પડશે આ સ્ટારની ખોટ? છેલ્લી વખત અપાવી હતી યાદગાર જીત !

ભારતીય ક્રિકેટ ટીમમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભાગ્યે જ એવું બન્યું છે કે ટીમ ઈન્ડિયાને સિરીઝમાં પોતાનું માન અને સન્માન બચાવવાનો પ્રયત્ન કરવો પડ્યો હોય. છેલ્લા અઢીથી ત્રણ વર્ષમાં ભારતીય ટીમ T20 ક્રિકેટમાં વિશ્વની સૌથી મજબૂત ટીમ રહી છે. જેમાં સતત બે T20 વર્લ્ડ કપ પણ જીત્યા છે. પરંતુ અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ અને ટીમ ઈન્ડિયાને સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે.

આયર્લેન્ડ સામે વ્હાઇટવોશ થયા પછી ઇંગ્લેન્ડ સામે પણ આવી જ સ્થિતિ ઊભી થઈ છે અને પડકાર એ છે કે સાઉથહેમ્પટનમાં રમાનારી અંતિમ મેચમાં આ શરમજનક સ્થિતિથી બચવું. પરંતુ આ વખતે ટીમને જીત અપાવનાર હાર્દિક પંડ્યા પણ નથી.

હાર્દિકે અપાવી હતી જીત

હાલમાં રમાઈ રહેલી T20 સિરીઝમાં ભારતીય ટીમને હજુ સુધી એકપણ જીત મળી નથી. સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ હતી. જ્યારે ઇંગ્લેન્ડે ત્યારબાદની ત્રણેય મેચ જીતી લીધી છે. હવે છેલ્લી મેચમાં પણ ભારત સામે ક્લીન સ્વીપનો ખતરો છે. સવાલ એ છે કે ટીમને આ શરમજનક પરાજયથી કોણ બચાવશે? તેનો જવાબ તો મેચ શરૂ થયા પછી જ મળી શકે છે.

જોકે એટલું ચોક્કસ છે કે જ્યારે છેલ્લી વખત ભારત અને ઇંગ્લેન્ડ સાઉથહેમ્પ્ટનમાં રમ્યા હતા ત્યારે ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. તે જીતનો સૌથી મોટો પ્લેયર હાર્દિક પંડ્યા હતો. જે હવે આ ભારતીય સિરીઝમાં ટીમનો ભાગ નથી. તે મેચમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ સહિતના ખેલાડીઓએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પરંતુ જીતનો સૌથી મોટો ચહેરો હાર્દિક પંડ્યા જ હતો.

કેવું હતું હાર્દિક પંડ્યાનું પ્રદર્શન?

2022માં સાઉથહેમ્પટન ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમવામાં આવી હતી. આ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એકમાત્ર T20 મેચ હતી. પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 198 રન બનાવ્યા અને પછી ઇંગ્લેન્ડને 148 રન પર રોકી દીધું હતું. જોકે હાર્દિકે સૌથી વધુ રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ માત્ર 33 બોલમાં 51 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે બોલ સાથે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. માત્ર 33 રનમાં 4 વિકેટ લીધી હતી. ભારતે મેચ 50 રનથી જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. હવે જોવાનું રહેશે કે હાર્દિક જેવી મેચ વિનિંગ કામગીરી કોઈ અન્ય ખેલાડી કરી શકશે કે નહીં.

શ્રેણી કેવી રીતે આકાર લઈ રહી છે

  • 1st T20 : પરિણામ નહીં
  • 2nd T20 : ઇંગ્લેન્ડ ચાર વિકેટથી જીત્યું
  • 3rd T20 : ઇંગ્લેન્ડ 125 રનથી જીત્યું
  • 4th T20 : ઇંગ્લેન્ડ નવ વિકેટથી જીત્યું
  • 5th T20 : 11 જુલાઈ સાઉથમ્પ્ટનમાં

આ પણ વાંચો, અર્શદીપ સિંહ પાસે ખાસ ‘હેટ્રિક’ નોંધાવવાની તક, શું ઇંગ્લેન્ડનો બેટ્સમેન આ શરમજનક રેકોર્ડથી બચી શકશે?

આ પણ વાંચો: 11 જુલાઈના મહત્વના સમાચાર : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ મહત્વના સમાચાર, અમદાવાદમાં તમામ 13 ભારે પોર્ટલ બીમનું સફળ લોન્ચિંગ પૂર્ણ

11 July 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને કોઈ મહત્વની માહિતી હાથ લાગી શકે છે અને કોણ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરશે? જુઓ Video

આજનું રાશિફળ (Video): આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?

મેષ રાશિ:-

કલા, લેખન કે સાહિત્યના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ કોઈ મોટી સિદ્ધિ અપાવનારો સાબિત થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને પદમાં વધારો થશે.

વૃષભ રાશિ:-

ઘરના રિનોવેશન કે ઈન્ટિરિયર બદલવા માટે તમે ખરીદી કરી શકો છો. લાંબા સમયથી પીઠ કે કમરના દુખાવાથી પરેશાન હોવ તો આજે આરામ મળશે.

મિથુન રાશિ:-

આજનો દિવસ જ્ઞાન મેળવવા અને નવી સ્કિલ શીખવા માટે ઉત્તમ છે. કમ્પ્યુટર, કોડિંગ, ડિજિટલ માર્કેટિંગ કે ભાષાને લગતો કોઈ નવો શોર્ટ-ટર્મ કોર્સ શરૂ કરવા માટે સમય સાનુકૂળ છે.

કર્ક રાશિ:-

જમીન-મકાનના દસ્તાવેજો કે પાસપોર્ટ/વિઝા સંબંધિત અડચણો આજે દૂર થતી જણાશે. ગાડી, બાઇક કે કોઈ કિંમતી સાધનની સર્વિસિંગ અથવા નાની-મોટી મરામત પાછળ તમારો સાંજનો સમય બગડી શકે છે.

સિંહ રાશિ:-

હિસાબ-કિતાબ અને ભવિષ્યના બજેટનું આયોજન કરવા માટે આજનો દિવસ અનામત રાખજો. બિનજરૂરી ખર્ચાઓ ક્યાં થઈ રહ્યા છે, તેના પર કાતર ચલાવવી પડશે.

કન્યા રાશિ:-

મેડિટેશન, યોગ કે આધ્યાત્મિક પુસ્તકો વાંચવામાં રુચિ વધશે. તમારી દિનચર્યા (Routine) માં સુધારો કરવા માટે સવારે વહેલા ઉઠવાની ટેવ પાડશો.

તુલા રાશિ:-

પરસ્પર સમજણ વધવાને કારણે સંબંધોમાં ફરીથી નવી તાજગી આવશે. કપડાં, પગરખાં કે જ્વેલરીની ખરીદી માટે પરિવાર સાથે બજારમાં જવાનો પ્લાન બની શકે છે.

વૃશ્ચિક રાશિ:-

દિનચર્યા (Routine) માં સુધારો કરવા માટે તમે રાત્રે વહેલા ઊંઘવા અને સવારે વહેલા ઉઠવાની નવી ટેવ પાડવાનો સંકલ્પ કરશો. ઓફિસ અને વ્યવસાયના ભારણમાંથી મુક્ત થઈને આજે સેલ્ફ-કેર પર વધુ ધ્યાન આપશો.

ધન રાશિ:-

કરિયરને લઈને મનમાં જે મૂંઝવણ હતી, તે કોઈ સિનિયર પ્રોફેસર, ગાઈડ કે જાણકાર વ્યક્તિની સલાહ મળવાથી દૂર થશે. નવા પુસ્તકો, કોર્સ મટીરિયલ કે સ્ટેશનરીની ખરીદી પાછળ થોડો નાણાકીય ખર્ચ થઈ શકે છે.

મકર રાશિ:-

પાડોશીઓ કે જૂના પરિચિતો સાથે જો કોઈ જૂની કડવાશ હતી, તો તે દૂર થશે અને સંબંધો વધુ મજબૂત બનશે. કોઈ એનજીઓ (NGO), અનાથાશ્રમ કે સામાજિક કાર્યો માટે ચેરિટીના કામોમાં જોડાવાની તક મળશે.

કુંભ રાશિ:-

ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા કે ઈમેઈલ દ્વારા કરિયર અથવા બિઝનેસને લગતી કોઈ ખૂબ જ મહત્વની માહિતી તમારા હાથ લાગી શકે છે. ભાઈ-બહેનો સાથે ચાલી રહેલી મિસ-અંડરસ્ટેન્ડિંગ આજે પૂરી થઈ જશે.

મીન રાશિ:-

છેલ્લા કેટલાક દિવસોથી મગજમાં જે વિચારોનું તોફાન ચાલતું હતું તે શાંત થશે. સાંજનો સમય લાઈટ મ્યુઝિક સાંભળવામાં, પેઇન્ટિંગ, ગાર્ડનિંગ કે તમારા જૂના શોખ (Hobby) ને પૂરો કરવામાં વિતાવશો.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News : ભારતમાં રમાશે ઓસ્ટ્રેલિયાની ‘બિગ બેશ લીગ’, મેલબોર્ન ગ્રાઉન્ડ પહોંચતા જ PM મોદીની મોટી જાહેરાત

ઓસ્ટ્રેલિયાની તેમની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિશ્વના સૌથી ઐતિહાસિક ક્રિકેટ સ્થળોમાંના એક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે પહોંચ્યા. આ ખાસ મુલાકાતમાં તેમની સાથે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પુરુષ ક્રિકેટ ટીમના કેપ્ટન સ્ટીવ વો પણ હતા.

ઓસ્ટ્રેલિયાની મુલાકાતે PM મોદી

આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે રમતગમત સહયોગ વધારવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત T20 ટુર્નામેન્ટ, ‘બિગ બેશ લીગ’ (BBL) ની ઓપનિંગ મેચ આ ડિસેમ્બરમાં ચેન્નાઈમાં યોજાશે. ઇતિહાસમાં આ પહેલી વાર બનશે કે કોઈ વિદેશી ક્રિકેટ લીગ ભારતીય ભૂમિ પર મેચ રમશે.

બિગ બેશ લીગને લઈને PM મોદીની મોટી જાહેરાત

નોંધનીય છે કે, આ પહેલી વાર છે જ્યારે બિગ બેશ લીગ (BBL) બીજા કોઈ દેશની ધરતી પર યોજાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતમાં BBLને લોકપ્રિય બનાવવા માટે આ પગલું ભર્યું છે. ક્રિકેટ મહાસત્તા તરીકે ભારતની વર્તમાન સ્થિતિને જોતાં, ભારતીય ધરતી પર BBLના આયોજનથી નિઃશંકપણે ટુર્નામેન્ટને ફાયદો કરાવશે.

આ ઇવેન્ટ ડિસેમ્બરમાં ભારતભરમાં યોજાનાર અઠવાડિયાના ‘G’day Namaste’ ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ હશે, જેમાં ઓસ્ટ્રેલિયન સંસ્કૃતિ, વ્યવસાય અને રમતગમત સંબંધિત વિવિધ કાર્યક્રમોનું પ્રદર્શન કરવામાં આવશે.

ભારતમાં રમાશે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ

અગાઉ, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીનું આગમન થતાં ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે સ્થળ પર હાજર યુવા ક્રિકેટરોને મળ્યા, તેમને પ્રોત્સાહન આપ્યું અને હસતાં હસતાં યુવા ખેલાડીઓની જર્સી પર હસ્તાક્ષર કર્યા.

મુલાકાતનો બીજો એક યાદગાર ક્ષણ એ બન્યો જ્યારે પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય માસ્કોટ ‘રૂબી ધ રૂ’ને મળ્યા. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ અને સ્ટીવ વોની હાજરીમાં, પીએમ મોદીએ માસ્કોટ સાથે હળવાશથી વાતચીત કરી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ઊંડા ક્રિકેટ બંધનને ધ્યાનમાં રાખીને, બંને વડા પ્રધાનો વચ્ચેની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે; તે રાષ્ટ્રો વચ્ચેના મજબૂત સંબંધોનો પુરાવો છે.

Breaking News : 16 ગોલ, એમબાપ્પે મેસ્સીની જેમ ચમત્કારો કર્યા, ફ્રાન્સ સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News : ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પછી આટલો ખરાબ દિવસ જોયો, ઈંગ્લેન્ડે સીરિઝ પર કબ્જો કર્યો

ભારતીય ક્રિકેટ ટીમ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ ખરાબ સપનાથી ઓછો નથી. બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાયેલી ચોથી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં યજમાન ઈંગ્લેન્ડે ભારતને શર્મનાક રીતે 9 વિકેટથી હરાવ્યું હતુ. આ હારની સાથે ઈંગ્લેન્ડે પાંચ મેચની આ ટી20 સીરિઝમાં 3-0થી લીડ મેળવી સીરિઝ પોતાને નામ કરી હતી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ 12 વર્ષ પછી થયું જ્યારે ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ કોઈ ટી20 સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો છે.

શ્રેયસની મહેનત પર પાણી ફર્યું

કરો યા મરો વાળી મેચમાં ભારતીય ટીમની શરુઆત ખુબ ખરાબ રહી હતી અને ટોપ ઓર્ડર પુરી રીતે ફ્લોપ રહ્યો હતા. કેપ્ટન શ્રેયસ અય્યરે મોર્ચાની આગેવાની કરતા 49 બોલમાં અણનમ 80 રનની ઈનિગ્સ રમી હતી. અય્યરની મોટી ઈનિગ્સે ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 158નો સ્કોર કર્યો હતો.પરંતુ ભારતીય બોલરના નબળા પ્રદર્શનને કારણે આ સ્કોર ઘણો નાનો લાગ્યો.

શ્રેયસ અય્યર સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન આ મેચમાં 30 રનનો આંકડો કરી શક્યો નહી. શિવમ દુબે 22 રનની સાથે બીજો સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. અભિષેક શર્માએ 16 રન અને વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 રન બનાવ્યા હતા. બીજી બાજુ ઈંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચર અને જોશ ટંગે શાનદાર બોલિંગ કરી 2-2 વિકેટ પોતાને નામ કરી હતી. જેક્સ અને આદિલ રશિદે પણ 1-1 વિકેટ લીધી હતી.

કેપ્ટન અય્યરે 7 વર્ષ જુનો ઈતિહાસ રિપીટ કર્યો

ટીમ ઈન્ડિયાની સાથે છેલ્લી વખત 2019માં થયું હતુ. જ્યારે બેક ટુ બેક ટી20 સીરિઝ હારી હતી. ત્યારે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પહેલા ન્યુઝીલેન્ડ વિરુદ્ધ તેના ઘર આંગણે રમેલી ટી20 સીરિઝ હારી ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે હાર મળી હતી. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં 7 વર્ષનો જુનો રેકોર્ડની બરાબરી કરી હતી.

સૂર્યકુમાર યાદવને 2 વર્ષ લાગ્યા અને અય્યરને માત્ર 2 અઠવાડિયા

શ્રેયસ અય્યરને સૂર્યકુમાર યાદવના સ્થાને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવ્યો છે. પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવને 5 હારમાં 2 વર્ષ લાગ્યા હતા. તો શ્રેયસ અય્યરને 2 અઠવાડિયા જ લાગ્યા હતા. આખી સીરિઝમાં તેની કેપ્ટનશીપમાં ટીમ હારી હતી.તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ પહેલા ટીમ ઈન્ડિયા શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં આયરલેન્ડ વિરુદ્ધ પહેલી ટી20 સીરિઝ પણ હારી ચૂકી છે.

ક્રિકેટર દુનિયામાં બેટ્સમેનનું છે મોટું નામ શ્રેયસ અય્યરનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

 

આ પણ વાંચો- હવે તમે નહીં, તમારું AI કરશે UPI પેમેન્ટ! જાણો શું છે ‘યુનિફાઇડ એજન્ટ પ્રોટોકોલ’ અને કેવી રીતે બદલાશે ચુકવણીની દુનિયા

હવે તમે નહીં, તમારું AI કરશે UPI પેમેન્ટ! જાણો શું છે ‘યુનિફાઇડ એજન્ટ પ્રોટોકોલ’ અને કેવી રીતે બદલાશે ચુકવણીની દુનિયા

કલ્પના કરો કે તમે તમારા AI સહાયકને આગામી મંગળવાર માટે અમદાવાદ-દિલ્હી ફ્લાઇટ બુક કરવાનું કહો છો અને તે તમને ફક્ત વિકલ્પો જ નહીં પણ શ્રેષ્ઠ વિકલ્પ પણ પસંદ કરી આપે છે. તમારી વિગતો ભરે છે અને ચુકવણી પણ કરે છે. નોંધપાત્ર વાત એ છે કે આ બધું તમારા હસ્તક્ષેપ વિના, ફક્ત તમારા આદેશ પર થાય છે.

હાલમાં AI ફ્લાઇટ બુકિંગ, ઓનલાઈન શોપિંગ અથવા અન્ય સેવાઓ માટે વિકલ્પો શોધી શકે છે. તેની સરખામણી કરી શકે છે અને ભલામણ પણ કરી શકે છે. પરંતુ જ્યારે UPI દ્વારા પેમેન્ટ કરવાની વાત આવે છે ત્યારે પ્રક્રિયા અટકી જાય છે. કારણ કે હાલમાં માત્ર યુઝર અને રજિસ્ટર્ડ પેમેન્ટ એપ્સ જ UPI ટ્રાન્ઝેક્શન કરી શકે છે. AI એજન્ટ નહીં.

NPCI નવા સિસ્ટમ પર કામ કરી રહ્યું છે

નજીકના ભવિષ્યમાં આ સ્થિતિ બદલાઈ શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એવા જ એક નવા સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. જેને યુનિફાઇડ એજન્ટ પ્રોટોકોલ (UAP) કહેવામાં આવે છે. તેના દ્વારા AI તમારી તરફથી સુરક્ષિત રીતે પેમેન્ટ કરી શકશે. આવી સ્થિતિમાં QR કોડ સ્કેન કરવાની કે દર વખતે UPI PIN નાખવાની જરૂર નહીં પડે.

AI હાલમાં સીધું પેમેન્ટ કેમ કરી શકતું નથી?

UPIમાં પહેલેથી જ ઓટોપે (AutoPay) અને રિઝર્વ પે (Reserve Pay) જેવી સુવિધાઓ છે. તેમાં યુઝર ખર્ચની મર્યાદા નક્કી કરે છે. એક વખત UPI PIN દ્વારા ઓથન્ટિકેશન કરીને વારંવાર થતા પેમેન્ટ માટે મંજૂરી આપી શકે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે Netflix જેવી સબ્સ્ક્રિપ્શન સેવાઓ અથવા અગાઉથી મંજૂર થયેલા ટ્રાન્ઝેક્શન માટે કરવામાં આવે છે.

પરંતુ આ સુવિધાઓ AI એજન્ટને સ્વતંત્ર રીતે ખરીદીનો નિર્ણય લઈને યુઝરની તરફથી પેમેન્ટ કરવાની મંજૂરી આપતી નથી. આ જ ખામી દૂર કરવા માટે NPCI યુનિફાઇડ એજન્ટ પ્રોટોકોલ (UAP) વિકસાવી રહ્યું હોવાનું કહેવાય આવી રહ્યું છે. આ UPI ઇકોસિસ્ટમમાં AI એજન્ટને વેરિફાય અને ઓથોરાઇઝ કરવા માટેનું એક પ્રસ્તાવિત ફ્રેમવર્ક છે.

UAPથી શું બદલાઈ શકે?

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, UAP એક વિશ્વસનીય, સામાન્ય અને ઇન્ટરઓપરેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે AI એજન્ટોને હાલના ચુકવણી સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈપણ ફેરફાર કર્યા વિના UPI ઇકોસિસ્ટમમાં વ્યવહારો નોંધણી, ચકાસણી અને અધિકૃત કરવાની મંજૂરી આપશે.

UAP, UPIનું સ્થાન નહીં લે!

UAP, UPI ને બદલશે નહીં. તેના બદલે, તે હાલના સિસ્ટમની ટોચ પર ચકાસણી સ્તર તરીકે કાર્ય કરશે. વિશ્વસનીય AI એજન્ટોને હાલના ચુકવણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જાળવી રાખીને UPI સાથે સુરક્ષિત રીતે ક્રિયા-પ્રતિક્રિયા કરવાની મંજૂરી આપશે. જો આ સિસ્ટમ અમલમાં આવશે તો પેમેન્ટ પ્રક્રિયા પહેલાં તે ખાતરી કરશે કે AI એજન્ટ ખરેખર યુઝરની મંજૂરીથી જ કાર્ય કરી રહ્યો છે.

આ કેવી રીતે કામ કરી શકે છે?

તે કેવી રીતે કામ કરશે તે વિશે માહિતી થોડી જ ઉપલબ્ધ છે. પરંતુ સંભવિત પ્રક્રિયા આ પ્રમાણે હોઈ શકે છે, યુઝર સૂચનાઓને પ્રદાન કરશે → AI સહાયક વિકલ્પોની તુલના કરશે, શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરશે અને પેમેન્ટ રિક્વેસ્ટ જનરેટ કરશે. પછી UAP ચકાસશે કે AI એજન્ટ નોંધાયેલ, વિશ્વસનીય અને યુઝર વતી કાર્ય કરવા માટે અધિકૃત છે. ત્યારબાદ રિક્વેસ્ટ UPI મારફતે મોકલાશે. જો યુઝરની મંજૂરી જરૂરી હશે તો તે મંજૂરી આપશે અથવા અગાઉથી નક્કી કરેલી મર્યાદામાં આવતું પેમેન્ટ હોય તો તે આપમેળે પૂર્ણ થઈ જશે.

શું AIને તમારા બેંક ખાતાનો સંપૂર્ણ ઍક્સેસ મળશે?

જરૂરી નથી. અંતિમ ફ્રેમવર્ક હજુ જાહેર થયું નથી. પરંતુ એવી અપેક્ષા છે કે આ સિસ્ટમ હાલની AutoPay અને Reserve Pay જેવી જ રીતે કાર્ય કરશે. જેમાં યુઝર માત્ર નક્કી કરેલી ખર્ચ મર્યાદા સુધી જ મંજૂરી આપે છે. બેંક ખાતાનો સંપૂર્ણ ઍક્સેસ નથી. જોકે અંતિમ સુરક્ષા વ્યવસ્થા NPCI અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા તૈયાર કરાયેલા ફ્રેમવર્ક પર આધારિત રહેશે. UAPને અમલમાં મૂકતા પહેલાં RBIની મંજૂરી પણ જરૂરી રહેશે.

શું જોખમો પણ હોઈ શકે છે?

જેમ જેમ AI આધારિત પેમેન્ટ સિસ્ટમો વિકસશે, તેમ તેમ સાયબર ગુનેગારો અને ઠગો પણ તેનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી શકે છે. AIને યુઝરની તરફથી ખરીદી કરવાની તક આપવાથી સુરક્ષા અને ગોપનીયતા સંબંધિત નવા પડકારો ઉભા થઈ શકે છે. આ ટેક્નોલોજી હજી પ્રારંભિક તબક્કામાં છે. તેથી તેની સાથે કેટલાક નવા જોખમો પણ જોડાયેલા હોઈ શકે છે.

આ કેમ મહત્વપૂર્ણ છે?

જો UAP સફળતાપૂર્વક અમલમાં આવશે તો ભારત AI એજન્ટ દ્વારા પેમેન્ટ માટે રાષ્ટ્રીય સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવનાર પ્રથમ દેશોમાં સામેલ થઈ શકે છે. તે UPIને માત્ર યુઝર દ્વારા સંચાલિત પેમેન્ટ સિસ્ટમમાંથી એક એવી સ્માર્ટ સિસ્ટમમાં પરિવર્તિત કરી શકે છે જેમાં વિશ્વસનીય AI એજન્ટ યુઝરની મંજૂરી હેઠળ તેમની તરફથી સુરક્ષિત રીતે પેમેન્ટ કરી શકે.

આ પણ વાંચો, BSNL એ લોન્ચ કર્યો iPhone કરતા પણ મોંઘો ફોન, કિંમત ₹1,34,166; જાણો શું છે ખાસિયત અને કોણ કરી શકશે ઉપયોગ?

Breaking News : 16 ગોલ, એમબાપ્પે મેસ્સીની જેમ ચમત્કારો કર્યા, ફ્રાન્સ સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની

ફીફા વર્લ્ડકપ 2026ની પહેલી ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાન્સે મોરક્કોને હરાવ્યું છે. બોસ્ટન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ફ્રાન્સે 2-0થી જીત મેળવી હતી. ફ્રાન્સ ફીફા વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે. ફ્રાન્સને સેમિફાઈનલમાં પહોંચાડવામાં કિલિયન એમ્બાપ્પેનો મોટો હાથ રહ્યો હતો. એમ્બાપ્પે ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કો વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. જેમ કે રાઉન્ડ ઓફ 16માં ઇજિપ્ત સામે આર્જેન્ટિનાના સ્ટાર લિયોનેલ મેસ્સીએ કામ કર્યું. બંને ખેલાડીઓએ પેનલ્ટી મિસને ગોલ કરવા અને તેમની ટીમને આગામી રાઉન્ડમાં લઈ જવા માટે કામ કર્યું હતુ.

6 મેચમાં 16 ગોલ કરી સેમિફાઈનલમાં ફ્રાન્સ

મોરક્કોને ક્વાર્ટર ફાઈનલમાં હરાવી ફ્રાન્સે ફીફા વર્લ્ડકપ 2026માં પોતાની 100 ટકા જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ફ્રાન્સે સેમિફાઈનલ સુધીની સફર 6 મેચમાં 16 ગોલ સાથે પુરી કરી છે. જેનાથી સેનેગલ અને ઈરાન વિરુદ્ધ પહેલી 2 મેચમાં 3-3 ગોલ સામેલ રહ્યા હતા. ત્યારબાદ નોર્વે વિરુદ્ધ 4 ગોલ કર્યા હતા. સ્વીડન વિરુદ્ધ 3 ગોલ કર્યા, પરાગ્વે વિરુદ્ધ 1 ગોલથી જીત મેળવી હતી અને હવે છઠ્ઠી મેચમાં મોરક્કોને 2-0થી હરાવ્યું હતુ.

28મી મિનિટમાં મેસ્સી જેવી પેનલ્ટી ચૂક્યો એમ્બાપ્પે

ફ્રાન્સે મોરક્કો વિરુદ્ધ ક્વાર્ટર ફાઈનલમાં બંને ગોલ મેચના બીજા હાફમાં કર્યા હતા. પહેલા હાફમાં ગોલ થયો નહી. પરંતુ પહેલા હાફના 28 મિનિટમાં ફ્રાન્સને 1-0થી લીડ મળી જાત જો અમ્બાપ્પે પણ મેસીની જેમ પેનલ્ટી મિસ ના કરી હોત. મેસ્સીએ જે રીતે રાઉન્ડ ઓફ 16માં ઈજિપ્ત વિરુદ્ધ પેનલ્ટી મિસ કરી આવું ક્વાર્ટર ફાઈનલ મેચમાં એમ્બાપ્પે ચૂકી ગયો હતો.

પેનલ્ટી ચૂક્યા બાદ મેસ્સી જેવો ગોલ ફટકાર્યો

બીજા હાફની રમત શરુ થયાના 15 મિનિટ પછી એમ્બાપ્પેએ ગોલ બિલકુલ એ અંદાજમાં કર્યો. જેવો ઈજિપ્ત વિરુદ્ધ મેસ્સીએ પેનલ્ટી મિસ થયા બાદ કર્યો હતો. એમ્બાપ્પે 60મી મિનિટમાં શાનદાર ગોલ કર્યો અને ફ્રાન્સને 1-0થી લીડ અપાવી હતી.

2-0ની જીત સાથે સેમિફાઈનલમાં ફ્રાન્સ

ગોલ કર્યા બાદ 6 મિનિટ પછી તેમણે એક શાનદાર અસિસ્ટ કર્યુ. જેના પર દેમ્બેલે મોરક્કોને ગોલપોસ્ટમાં ગોલ કર્યો હતો અને ફ્રાન્સની લીડને 2-0 કરી હતી. ફ્રાન્સની આ લીડ છેલ્લી સુધી રરહી હતી. જેનું પરિણામ એ આવ્યું કે, ફ્રાન્સની ટીમ સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

 

FIFA World Cup 2026 : કાયલિયન એમબાપ્પે ફરી ચમક્યો, ફ્રાન્સ પેરાગ્વેને હરાવીને સતત ચોથી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું અહી ક્લિક કરો

Lock Upp 2 : છૂટાછેડાની જાહેરાત પછી, ગૌરવ ખન્ના આકાંક્ષાને મળવા લોકઅપ પહોંચ્યો, જુઓ Video

ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ચાલી રહેલા રિયાલિટી શો લોકઅપ સીઝન 2માં હાલમાં ડ્રામા અને ઈમોશનનું કોકટેલ જોવા મળી રહ્યું છે. પરંતુ હવે શોમાં એક શાનદાર ટ્વિસ્ટ આવશે. ટીવી અભિનેતા ગૌરવ ખન્ના આ શોમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. 8 જુલાઈના એપિસોડના અંતે તેનો એક ઈમોશનલ પ્રોમો વીડિયો દેખાડવામાં આવ્યો છે. જેમણે સોશિયલ મીડિયા પર આવતા ધમાલ મચાવી હતી.

પ્રોમોમાં ગૌરવ ખન્ના પોતાની પત્ની આકાંક્ષા ચમોલા સાથે લોકઅપના ઘરની અંદર મળતા જોવા મળી રહ્યા છે. જેને જોયા બાદ અન્ય સ્પર્ધકોની સાથે ચાહકો પણ ભાવુક થયા હતા.

ઈમોશનલ પ્રોમો વીડિયો

પ્રોમોની શરુઆત ખુબ જ દુખદ ભરી થાય છે. ગૌરવ ઘરમાં આવતા પહેલા પોતાનું દુખ જાહેર કરી કેટલીક ભાવુક લાઈન બોલે છે. તે કહે છે એક ઉંમર છે. તે પસાર કરવાની છે તેના વગર. એક સમય છે જે પસાર થતો નથી. ત્યારબાદ તે જેલની અંદર આવે છે. ત્યાં રહેલા તમામ સ્પર્ધકો તેને જોઈ દંગ રહી જાય છે. ખાસ કરીને તેની પત્ની આકાંક્ષા ચમોલા તો ચોંકી ગઈ છે. તેમને અંદાજો ન હતો કે, ગૌરવ અચાનક તેની સામે આવશે.

 

 

 

View this post on Instagram

 

 

બેન્ડ બજા દી યાર તુમને

જ્યારે ગૌરવ અને આકાંક્ષા એકબીજાની આમને-સામને આવે છે. તો માહૌલમાં તણાવ અને સન્નાટો છવાય જાય છે. ગૌરવ મજાકના અંદાજમાં કહે છે. બેન્ડ બજા દી યાર તુમને. ગૌરવની આ વાત સાંભળી ત્યા રહેલા લોકો સ્માઈલ કરે છે. પરંતુ ત્યારબાદ આકાંક્ષા રડવા લાગે છે.બંનેના રિયુનિયન જોઈ શોના અન્ય સ્પર્ધકોની આંખમાં આસું આવી જાય છે.

રસપ્રદ વાત એ છે કે, ગૌરવે પણ આકાંક્ષાના નિવેદનનો પ્રેમથી જવાબ આપ્યો. તેમણે કહ્યું કે તેમના તરફથી કંઈ બદલાયું નથી અને તે હંમેશા આકાંક્ષાની સાથે રહેશે. આજે પણ, ગૌરવ હજુ પણ આકાંક્ષાને તેની “પત્ની” તરીકે ઓળખે છે, જેના કારણે ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે કે શું તેમની વચ્ચે સમાધાનની કોઈ તક છે. એ જોવું રસપ્રદ રહેશે કે શું આ મુલાકાત તેમના સંબંધોને નવો વળાંક આપશે.

ગૌરવ ખન્ના રિયાલિટી શો સેલિબ્રિટી માસ્ટરશેફનો સ્પર્ધક રહી ચૂક્યો પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

ફરી શરૂ થયો તેલનો ખેલ, શું યુદ્ધવિરામ સમાપ્ત થતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે?

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવે ફરી એકવાર વિશ્વભરમાં ચિંતા વધારી છે. યુદ્ધવિરામના અંત અને ઈરાન પર નવા પ્રતિબંધો લાદ્યા પછી, ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. અગ્રણી બજાર નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો બંને દેશો વચ્ચે આ તણાવ ચાલુ રહેશે, તો ભારતનો ક્રૂડ આયાત બાસ્કેટ પ્રતિ બેરલ $75 ને વટાવી શકે છે. આનો અર્થ એ થયો કે દેશનું આયાત બિલ નોંધપાત્ર બનશે, અને સામાન્ય લોકો ફરી એકવાર ફુગાવાના બોજ હેઠળ દબાઈ શકે છે.

ચિંતાઓ ઉભી કરી છે

પ્રતિબંધોએ આંતરરાષ્ટ્રીય બજારનું વાતાવરણ વધુ ખરાબ કર્યું છે. અમેરિકાએ ઈરાનને ક્રૂડ ઓઈલના વેચાણ પરની કામચલાઉ છૂટ રદ કરીને ફરીથી કડક પ્રતિબંધો લાદ્યા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. 80 થી વધુ ઈરાની લક્ષ્યો પર લશ્કરી હુમલાઓ કરવામાં આવ્યા. હોર્મુઝ સ્ટ્રેટ નજીક ક્રૂડ અને LNG ટેન્કરો પરના હુમલાઓએ વૈશ્વિક સપ્લાય ચેઇન અંગે નોંધપાત્ર ચિંતાઓ ઉભી કરી છે. આ ગભરાટને કારણે બ્રેન્ટ ક્રૂડ લગભગ 6 ટકાના ઉછાળા સાથે $78 પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું છે, જ્યારે યુએસ ક્રૂડ (NYMEX WTI) પણ $74 ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે.

ભારત પાસે પ્લાન બી તૈયાર છે

આ બધી વૈશ્વિક ચિંતાઓ વચ્ચે દિલાસો આપનારી વાત એ છે કે ભારત આ વખતે પહેલા કરતાં વધુ સુરક્ષિત સ્થિતિમાં છે. પિરામલ ગ્રુપના મુખ્ય અર્થશાસ્ત્રી દેબોપમ ચૌધરીના મતે ભારતે તેની ક્રૂડ ઓઇલ ખરીદી વ્યૂહરચનામાં નોંધપાત્ર વૈવિધ્યીકરણ કર્યું છે. ફક્ત મધ્ય પૂર્વીય દેશો પર આધાર રાખવાને બદલે, ભારત હવે યુનાઇટેડ સ્ટેટ્સ, વેનેઝુએલા અને રશિયા જેવા દેશોમાંથી મોટા પાયે તેલ આયાત કરી રહ્યું છે. એક્સિસ ડાયરેક્ટના કોમોડિટી વિશ્લેષક દેવૈયા ગગલાની પણ માને છે કે જો હોર્મુઝ સ્ટ્રેટમાં સમસ્યાઓ ઊભી થાય તો પણ ભારતને મોટા પુરવઠા સંકટનો સામનો કરવો પડશે નહીં. સાઉદી અરેબિયાએ તાજેતરમાં એશિયન બજારો માટે 20 વર્ષમાં સૌથી મોટા ભાવ ઘટાડાની જાહેરાત કરી છે, જે ફટકાથી કંઈક અંશે રાહત આપશે.

ક્રૂડ ઓઇલ વધુ મોંઘુ થઈ શકે છે

તૈયારીઓ છતાં એક મોટું આર્થિક જોખમ તોળાઈ રહ્યું છે. નિષ્ણાતો માને છે કે જો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમત વર્તમાન $68 પ્રતિ બેરલથી વધીને $75 થી વધુ થઈ શકે છે. કોટક સિક્યોરિટીઝના કોમોડિટી રિસર્ચના વડા અનિંદ્ય બેનર્જીના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ટેન્કર ટ્રાફિક હજુ પણ યુદ્ધ પહેલાના સ્તરથી 60 થી 70 ટકા નીચે છે. યુદ્ધના અંતની અપેક્ષાએ બજારે કિંમતો $120 થી ઘટાડીને $70 કરી દીધી હતી, પરંતુ હવે તે એ જ ભય તરફ ફરી રહ્યું છે.

સામાન્ય માણસના ખિસ્સા પર અસર પડી શકે છે

ભલે ભારત ઈરાન પાસેથી સીધું તેલ ખરીદતું નથી અને પુરવઠાની કોઈ અછત નથી, છતાં પણ આપણે વૈશ્વિક ભાવમાં વધારો થવાના પરોક્ષ પરિણામો ભોગવવા પડશે. HDFC સિક્યોરિટીઝના પ્રાઇમ રિસર્ચ હેડ દેવર્ષ વકીલ સમજાવે છે કે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ ભારતના આયાત બિલમાં વધારો કરશે. તેલ કંપનીઓએ કાચા માલ માટે વધુ ડોલર ખર્ચવા પડશે, જેના કારણે રૂપિયા પર દબાણ આવશે અને ચાલુ ખાતાની ખાધ વધશે. આના પરિણામે દેશમાં ફુગાવો વધશે. મોતીલાલ ઓસ્વાલના કોમોડિટી વિશ્લેષક માનવ મોદીએ પણ ધ્યાન દોર્યું હતું કે LNG જહાજો પર હુમલાને કારણે કુદરતી ગેસના ભાવ પણ વધી રહ્યા છે. પરિણામે, સ્થાનિક બજારમાં ઇંધણના ભાવ આગામી દિવસોમાં સામાન્ય બજેટ પર અસર કરી શકે છે.

ITR Filing Tips: ITR ફાઇલિંગ વખતે આ ભૂલો ટાળો, નહીં તો રિફંડમાં વિલંબથી લઈને ટેક્સ નોટિસ સુધીની મુશ્કેલી આવી શકે

પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: પત્ની સાથે જોઇન્ટ એકાઉન્ટ ખોલાવો અને દર મહિને 9,250ની ગેરંટીડ કમાણી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

મોબાઇલ અને ચાર્જર પાછળ કેમ લખેલું હોય છે CE? 99% લોકો નથી જાણતા આ બે અક્ષરોનો સાચો અર્થ !

સ્માર્ટફોન, લેપટોપ, ચાર્જર અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર CE ઘણીવાર લખાયેલું હોય છે. પરંતુ મોટાભાગના લોકો તેનો અર્થ જાણતા નથી. જો કે કંપની પાસે તેનો ઉપયોગ કરવાનું એક મજબૂત કારણ હોય છે. તે ઉત્પાદન સલામતી સાથે સંબંધિત છે. જેને ક્યારેય અવગણવું જોઈએ નહીં.

CEનો અર્થ એ છે કે આ પ્રોડક્ટ યુરોપિયન નિયમો અને સલામતીના ધોરણો અનુસાર જરૂરી ટેસ્ટિંગ અને પ્રમાણપત્ર પ્રક્રિયામાંથી પસાર થયેલું છે. સાથે જ CE માર્ક કોઈપણ પ્રોડક્ટની ગુણવત્તાની ખાતરી આપતો નથી. એટલે જ આ નિશાન તમને મોંઘા પ્રીમિયમ પ્રોડક્ટ્સથી લઈને સસ્તા અથવા નાના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર પણ જોવા મળશે.

CE નો અર્થ શું છે?

CE એક ફ્રેન્ચ શબ્દ છે. જેનો ઉચ્ચાર Conformite Européenne થાય છે. આ એક સત્તાવાર Conformity Mark છે. જે એવા પ્રોડક્ટ્સ પર લગાવવામાં આવે છે જે યુરોપિયન ઇકોનોમિક એરિયામાં(European Economic Area – EEA) વેચાણ માટે નક્કી કરાયેલા નિયમો અને સલામતીના ધોરણોનું પાલન કરે છે. જો કોઈ પ્રોડક્ટ પર CE માર્ક હોય તો તેનો અર્થ એ થાય છે કે તે યુરોપિયન યુનિયન દ્વારા નક્કી કરાયેલા જરૂરી નિયમો અને સલામતીની આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.

CE માર્ક કેવી રીતે મળે છે?

CE માર્ક મેળવવા માટે ઉત્પાદકને પહેલા નક્કી કરવું પડે છે કે તેનો પ્રોડક્ટ સ્વ-મૂલ્યાંકન (Self Assessment) દ્વારા પ્રમાણિત થઈ શકે છે કે પછી કોઈ અધિકૃત સંસ્થા દ્વારા તેની તપાસ કરાવવાની જરૂર છે. ઓછા જોખમવાળા પ્રોડક્ટ્સનું મૂલ્યાંકન ઉત્પાદક પોતે કરી શકે છે. જ્યારે મેડિકલ ડિવાઇસ, ઔદ્યોગિક મશીનો અને કેટલાક સંવેદનશીલ ઉત્પાદનોની તપાસ અધિકૃત થર્ડ-પાર્ટી સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

જો સંસ્થા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે તો CE માર્ક સાથે ચાર અંકોનો નંબર પણ જોવા મળે છે. આ નંબર તે પ્રમાણિત સંસ્થાની ઓળખ દર્શાવે છે. આથી હવે જ્યારે પણ તમે કોઈ પ્રોડક્ટ પર CE નિશાન જુઓ ત્યારે સમજી જજો કે તેનો અર્થ યુરોપિયન યુનિયનના નિયમોનું પાલન કરે છે.

યુરોપિયન યુનિયન શું છે?

યુરોપિયન યુનિયન (European Union – EU) એ યુરોપના 27 દેશોનું રાજકીય અને આર્થિક સંગઠન છે. તેની સ્થાપનાનો મુખ્ય હેતુ સભ્ય દેશો વચ્ચે વેપાર વધારવો, શાંતિ જાળવવી, લોકોની અવરજવર સરળ બનાવવી અને એકબીજા સાથે સહકાર વધારવાનો છે. હાલમાં 27 દેશો યુરોપિયન યુનિયનના સભ્ય છે. જેમાં જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, સ્વીડન, પોલેન્ડ, આયર્લેન્ડ, પોર્ટુગલ જેવા મુખ્ય સભ્ય દેશો છે.

CE માર્ક અસલી છે કે નકલી, તે કેવી રીતે ઓળખશો?

CE લોગો જોઈને તે અસલી છે કે નકલી છે તે નક્કી કરી શકાય નહીં. અસલી CE માર્કમાં C અને E અક્ષરોનું કદ અને તેમની વચ્ચેનું અંતર યુરોપિયન ધોરણો મુજબ હોય છે. જો પ્રોડક્ટ માટે થર્ડ-પાર્ટી પ્રમાણપત્ર જરૂરી હોય, તો CE માર્કની સાથે ચાર અંકનો નંબર પણ જોવા મળે છે. જોકે દરેક CE માર્ક ધરાવતા પ્રોડક્ટ પર આ નંબર હોવો જરૂરી નથી. કારણ કે ઘણા પ્રોડક્ટ્સ માટે ઉત્પાદક પોતે જ પ્રમાણિત કરી શકે છે. અસલી CE માર્કની ખાતરી કરવા માટે ઉત્પાદકનું નામ, મોડેલ નંબર અને EU Declaration of Conformity (DoC) જેવી માહિતી તપાસવી જોઈએ. વિશ્વસનીય બ્રાન્ડ અથવા અધિકૃત વેચાણકર્તા પાસેથી ખરીદી કરવાથી નકલી પ્રોડક્ટ મળવાની શક્યતા ઓછી રહે છે.

આ પણ વાંચો, 1, 2 કે 3 એસી ચલાવવા માટે કેટલા કિલોવોટની સોલર સિસ્ટમ છે જરૂરી? લગાવતા પહેલાં સમજી લો આખું ગણિત

ITR Filing Tips: ITR ફાઇલિંગ વખતે આ ભૂલો ટાળો, નહીં તો રિફંડમાં વિલંબથી લઈને ટેક્સ નોટિસ સુધીની મુશ્કેલી આવી શકે

જો તમે સમયસર અને યોગ્ય રીતે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરતા નથી, તો ટેક્સ રિફંડ મોડું મળવું, વધારાનો ટેક્સ ભરવાનો વારો આવવો, દંડ લાગવો અથવા આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળવા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ઘણી વખત કરદાતાઓ અજાણતાં કેટલીક એવી ભૂલો કરી બેસે છે, જે બાદમાં મોટી મુશ્કેલીનું કારણ બને છે. ITR ફાઇલ કરતાં પહેલાં નીચે દર્શાવેલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

ખોટી ટેક્સ કપાત અથવા છૂટનો દાવો કરવો

જો તમે પાત્રતા વગર ટેક્સ કપાત (Deduction) અથવા છૂટ (Exemption)નો દાવો કરો છો, તો આવકવેરા વિભાગ તેની તપાસ કરી શકે છે. હાલ વિભાગ અદ્યતન ડેટા એનાલિટિક્સ અને ટેક્નોલોજીની મદદથી રિટર્નનું વિશ્લેષણ કરે છે. ખોટા દાવા નોટિસનું કારણ બની શકે છે.

ખોટું ITR ફોર્મ પસંદ કરવું

તમારી આવકના પ્રકાર મુજબ યોગ્ય ITR ફોર્મ પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે, પગારદાર વ્યક્તિ માટે એક પ્રકારનું ફોર્મ હોય છે, જ્યારે વ્યવસાય અથવા પ્રોફેશનલ આવક ધરાવતા લોકો માટે અલગ ફોર્મ હોય છે. ખોટું ફોર્મ પસંદ કરવાથી રિટર્નમાં ખામી ગણાઈ શકે છે.

ખોટું Assessment Year નોંધવું

નાણાકીય વર્ષ (FY) અને Assessment Year (AY) અલગ હોય છે. ખોટું AY દાખલ કરવાથી રિટર્નમાં ભૂલો સર્જાઈ શકે છે અને તેને સુધારવાની જરૂર પડી શકે છે.

વ્યક્તિગત માહિતીમાં ભૂલ રાખવી

નામ, PAN, જન્મતારીખ, મોબાઇલ નંબર, ઇમેઇલ અને સરનામા જેવી વિગતો સત્તાવાર રેકોર્ડ મુજબ જ દાખલ કરવી જોઈએ. ઉપરાંત રિફંડ માટે બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ પણ સાચા હોવા જરૂરી છે.

તમામ આવક જાહેર ન કરવી

માત્ર પગાર જ નહીં, પરંતુ બચત ખાતાનું વ્યાજ, FDનું વ્યાજ, ભાડાની આવક, ડિવિડન્ડ, કેપિટલ ગેઇન અથવા અન્ય કોઈપણ આવક ITRમાં દર્શાવવી જરૂરી છે. કેટલીક આવક ટેક્સમુક્ત હોય તો પણ તેની માહિતી આપવી જોઈએ.

ખોટા ફોર્મેટમાં માહિતી દાખલ કરવી

તારીખ, આંકડા અથવા અન્ય વિગતો નિર્ધારિત ફોર્મેટમાં જ ભરવી જોઈએ. ખોટા ફોર્મેટને કારણે રિટર્નમાં ટેકનિકલ ભૂલો આવી શકે છે.

Form 26AS સાથે વિગતોનું મિલાન ન કરવું

ITR ફાઇલ કરતા પહેલાં Form 26AS અને Form 16માં દર્શાવેલી TDSની વિગતોનું ચકાસણી જરૂર કરવી જોઈએ. જો TDSની માહિતી ઉપલબ્ધ ન હોય તો ટેક્સ ક્રેડિટ મળવામાં મુશ્કેલી આવી શકે છે.

AIS અને TISની તપાસ ન કરવી

Annual Information Statement (AIS) અને Taxpayer Information Summary (TIS)માં તમારી આવક, રોકાણ અને અન્ય નાણાકીય વ્યવહારોની વિગતો હોય છે. ITR દાખલ કરતાં પહેલાં આ માહિતીની ચકાસણી કરવી જરૂરી છે.

બે અલગ કંપનીના Form 16નો યોગ્ય ઉપયોગ ન કરવો

જો વર્ષ દરમિયાન નોકરી બદલી હોય અને બે અલગ કંપનીઓ પાસેથી Form 16 મળ્યો હોય, તો બંને જગ્યાની આવક ભેગી કરીને ITRમાં દર્શાવવી જોઈએ.

HRA છૂટનો લાભ ન લેવો

જો નોકરીદાતાને ભાડાની રસીદ સબમિટ ન કરી હોય, તો પણ પાત્રતા મુજબ ITR ફાઇલ કરતી વખતે HRA છૂટનો દાવો કરી શકાય છે. કેટલીક સ્થિતિમાં મકાન માલિકનો PAN જરૂરી બની શકે છે.

ઉપલબ્ધ ટેક્સ લાભોનો ઉપયોગ ન કરવો

આવકવેરા કાયદા હેઠળ અનેક પ્રકારની કપાત અને છૂટ ઉપલબ્ધ હોય છે. પૂરતી માહિતીના અભાવે ઘણા કરદાતાઓ તેનો લાભ લઈ શકતા નથી.

એડવાન્સ ટેક્સ સમયસર ન ભરવો

જો તમારા પર એડવાન્સ ટેક્સ લાગુ પડતો હોય, તો તે નિર્ધારિત તારીખે જમા કરાવવો જરૂરી છે. મોડું અથવા ઓછું ચુકવવાથી વ્યાજ ચૂકવવું પડી શકે છે.

ITRનું સમયસર e-Verification ન કરવું

રિટર્ન ફાઇલ કર્યા પછી નિર્ધારિત સમયમર્યાદામાં તેનું e-Verification કરવું જરૂરી છે. જો આ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો ITRની પ્રક્રિયા અધૂરી ગણાઈ શકે છે અને રિફંડમાં વિલંબ થઈ શકે છે.

Schedule ALની વિગતો ન આપવી

જો તમારી કુલ આવક નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય, તો Schedule AL ભરવું ફરજિયાત બને છે. તેમાં તમારી સંપત્તિ અને સંબંધિત જવાબદારીઓની માહિતી આપવાની હોય છે.

વિદેશી સંપત્તિની માહિતી છુપાવવી

જો તમે ભારતીય નિવાસી (Resident and Ordinarily Resident) છો અને તમારી પાસે વિદેશમાં બેંક ખાતું, શેર, મ્યુચ્યુઅલ ફંડ, ESOP અથવા અન્ય કોઈ સંપત્તિ હોય, તો તેની માહિતી Schedule FAમાં જાહેર કરવી ફરજિયાત છે. આવી વિગતો છુપાવવાથી કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

નોંધ: ITR ફાઇલ કરતા પહેલાં તમામ દસ્તાવેજો અને માહિતીની સારી રીતે ચકાસણી કરવી અને જરૂર પડે તો ટેક્સ નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય રહેશે. આ સાવચેતી તમને ટેક્સ રિફંડ સમયસર મેળવવામાં અને ભવિષ્યની અનાવશ્યક મુશ્કેલીઓથી બચવામાં મદદરૂપ બની શકે છે.

આ પણ વાંચો: Electricity History: ભારતમાં સૌપ્રથમ ક્યાં આવી હતી વીજળી? જાણો પ્રથમ ઇલેક્ટ્રિક બલ્બથી લઈને વીજળીના પ્રારંભિક બિલ સુધીની રસપ્રદ સફર

ઈરાન પર અમેરિકાનો મોટો લશ્કરી હુમલો, ક્રૂડ ઓઈલના ભાવમાં ભૂકંપ, વૈશ્વિક બજારમાં ઉથલપાથલ

બુધવારે શરૂઆતના કારોબારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 3%નો વધારો થયો હતો. નોંધપાત્ર રીતે, આ વધારો સતત બીજા દિવસે થયો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અમેરિકન સૈન્ય દ્વારા ઇરાન સામે અનેક હુમલાઓ કર્યા પછી થયો છે, જેનાથી યુદ્ધવિરામ ભંગની શક્યતા વધી ગઈ છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે મંગળવારે જણાવ્યું હતું કે ઇરાન સામે આ હુમલાઓ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ત્રણ વાણિજ્યિક જહાજો પર ઇરાની હુમલાના જવાબમાં હતા.

આ દરમિયાન ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત રહ્યા. નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર ન થાય ત્યાં સુધી ઇંધણના ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ડેટા દર્શાવે છે કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $76 ને વટાવી ગયું છે. બુધવારે, ગલ્ફ ક્રૂડ ઓઇલ લગભગ 3 ટકા વધીને $76.09 પ્રતિ બેરલ થયું હતું, જે ટ્રેડિંગ સત્ર દરમિયાન $76.25 ના આંકને વટાવી ગયું હતું.

6 જુલાઈના રોજ, બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $72 ની નીચે બંધ થયા હતા. દરમિયાન, યુએસ ક્રૂડના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ડેટા દર્શાવે છે કે WTI ના ભાવ $72.50 ને વટાવી ગયા છે. 6 જુલાઈથી, તેમાં પ્રતિ બેરલ લગભગ $4 નો વધારો જોવા મળ્યો છે. હાલમાં, ભાવ પ્રતિ બેરલ $72.37 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે લગભગ 3 ટકાનો વધારો છે.

ક્રૂડ ઓઇલના ભાવ કેમ વધ્યા

ઈરાની વાણિજ્યિક જહાજો પરના હુમલા બાદ અમેરિકાએ ઈરાની ક્રૂડ ઓઇલના વેચાણને મંજૂરી આપતો સામાન્ય લાઇસન્સ રદ કર્યા પછી ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો. કતરે જહાજો પરના હુમલા માટે ઈરાનને દોષી ઠેરવ્યું.

જહાજોમાં કતારના વિશાળ લિક્વિફાઇડ નેચરલ ગેસ ટેન્કર, “અલ રેકાયત”નો સમાવેશ થાય છે, જેના એન્જિન રૂમમાં ડ્રોન હુમલાને કારણે આગ લાગી હતી. ક્રૂ સુરક્ષિત છે અને તેમને ખાલી કરાવવામાં આવ્યા છે. દરિયાઈ સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે ઓમાન નજીક સાઉદી ધ્વજવાળા ક્રૂડ ઓઇલ ટેન્કરને પણ નુકસાન થયું હતું, જે સુપરટેન્કર “વેદયાન” હોવાનું માનવામાં આવે છે. નુકસાનનું કારણ તાત્કાલિક સ્પષ્ટ થયું નથી.

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

બીજી બાજુ, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત રહ્યા છે. દેશમાં છેલ્લે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર ઇંધણના ભાવમાં વધારા દરમિયાન થયો હતો. IOCL ના ડેટા અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે ₹102.12 અને ₹95.20 પ્રતિ લિટર છે. કોલકાતામાં, પેટ્રોલ ₹113.51 અને ડીઝલ ₹99.82 પ્રતિ લિટર છે. મુંબઈમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે ₹111.21 અને ₹97.83 પ્રતિ લિટર છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત રહેશે?

ચેન્નઈમાં પેટ્રોલના ભાવ ₹107.77 અને ડીઝલના ભાવ ₹99.55 પ્રતિ લિટર પર પહોંચી ગયા છે. જોકે, મે મહિનામાં ઇંધણના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો છે. નિષ્ણાતો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. તેમનું માનવું છે કે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર નહીં થાય ત્યાં સુધી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત રહેશે.

E20 પેટ્રોલ મુદ્દે સરકાર એટલી જ સાચી હોય તો RTI માં માગેલી માહિતી આપવાનો ઈનકાર કેમ? એવો તો ક્યો ગોપનિય ડેટા જાહેર નથી કરાઈ રહ્યો?

આ પણ વાંચો: Science Facts: લાખો ટન વજન, ગુરુત્વાકર્ષણ હોવા છતાં વાદળો આકાશમાંથી નીચે કેમ નથી પડતા? જાણો વૈજ્ઞાનિક કારણ

ક્રિકેટ ઇતિહાસમાં ભારતની સૌથી શરમજનક હાર, માત્ર 76 રનમાં ટીમ ઈન્ડિયા થઈ ઓલઆઉટ !

ભારતીય ક્રિકેટ ટીમ માટે નોટિંગહામનું ટ્રેન્ટ બ્રિજ મેદાન હવે એક નિરાશાજનક યાદ બની ગયું છે. ટીમ ઈન્ડિયાને ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ઇંગ્લેન્ડના 201 રનના મોટા ટાર્ગેટનો પીછો કરતી વખતે, ભારતીય ટીમ ફક્ત 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ કારમી હાર સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની T20 સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. દરમિયાન ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર એક અનિચ્છનીય રેકોર્ડ બન્યો છે. જેને કોઈ ક્રિકેટ ચાહક યાદ રાખવા માંગશે નહીં.

ફિલ સોલ્ટની તોફાની ઇનિંગ્સ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત ધીમી રહી હતી. અર્શદીપ સિંહે પહેલી જ ઓવર મેડન નાખી હતી. જોકે બીજા છેડેથી જોશ બટલરે ઝડપી બેટિંગ કરતાં 36 રન બનાવ્યા હતા. યુવા બોલર પ્રિન્સ યાદવે સચોટ યોર્કર પર બટલરેને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ હેરી બ્રૂકને પણ પ્રિન્સ યાદવે પેવેલિયન મોકલ્યો હતો. ફિલ સોલ્ટે 44 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ હતો. ત્યારબાદ હર્ષિત રાણાએ સતત બે બોલમાં બેથેલ અને ટોમ બેન્ટનને આઉટ કરીને ઇંગ્લેન્ડને દબાણમાં મૂકી દીધું હતું. પરંતુ અંતે સેમ કરને માત્ર 24 બોલમાં જ 41 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો અને ઇંગ્લેન્ડની ટીમને 201 રન સુધી પહોંચાડ્યું હતું. ભારત તરફથી પ્રિન્સ યાદવ અને હર્ષિત રાણાએ 2-2 વિકેટ લીધી હતી.

ભારતીય બેટ્સમેનોએ કર્યા નિરાશ

202 રનના મોટા ટાર્ગેટ સામે ભારતીય બેટ્સમેનો ફ્લોપ રહ્યા. ઇંગ્લેન્ડના ઝડપી બોલરો સામે કોઈપણ ભારતીય બેટ્સમેન લાંબા સમય સુધી ટકી શક્યો નહીં. જોફ્રા આર્ચરની ફાસ્ટ બોલિંગ અને જોશ ટંગની બોલિંગ સામે આખી ભારતીય ટીમ માત્ર 76 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી વૈભવ સૂર્યવંશી અને ઈશાન કિશને સૌથી વધુ 13-13 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર પટેલ અને અભિષેક શર્માએ 10-10 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જોફ્રા આર્ચરને 3 અને આદિલ રશીદને 2 વિકેટ મળી હતી. પરિણામે ઇંગ્લેન્ડે આ મેચ 125 રનથી જીતી લીધી. રનના અંતરથી જોવામાં આવે તો T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતની આ સૌથી મોટી હાર છે.

ભારતની સૌથી મોટી T20 હાર

  • ઇંગ્લેન્ડ સામે 125 રનથી હાર (નોટિંગહામ, 2026)
  • ન્યૂઝીલેન્ડ સામે 80 રનથી હાર (વેલિંગ્ટન, 2019)
  • દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી હાર (અમદાવાદ, 2026)
  • દક્ષિણ આફ્રિકા સામે 51 રનથી હાર (ચંદીગઢ, 2025)
  • ન્યૂઝીલેન્ડ સામે 50 રનથી હાર (વિશાખાપટ્ટનમ, 2026)

સતત પાંચ મેચમાં જીત વિના ટીમ ઈન્ડિયા

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે ભારતીય ટીમ સતત પાંચ મેચ હારી છે. ભારતના આ ખરાબ સમયગાળાની શરૂઆત આયર્લેન્ડ પ્રવાસથી થઈ હતી. જ્યાં ટીમ ઈન્ડિયા બંને મેચ હારી ગઈ હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડ સામેની સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ હતી. બીજી મેચમાં ભારતને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે નોટિંગહામમાં 125 રનની હાર મળી છે.

આ પણ વાંચો, Breaking News: IND vs ENG ત્રીજી T20 માં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર, રવિ બિશ્નોઈ ડ્રોપ, સંજુ સેમસન ફરી બહાર

Breaking News : FIFA World Cup 2026માં લિયોનેલ મેસીએ હારેલી બાજી પલટાવી નાંખી

Argentina vs Egypt, FIFA World Cup 2026 : ફીફા વર્લ્ડકપ 2026ના સુપર-18 રાઉન્ડમાં એક મેચ રમાઈ હતી. જેને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના અને અંડરડોગ જાણીતા મિસ્ત્રની ટીમ વચ્ચે રમાયેલી આ મેચ કોઈ હોલિવુડની થ્રિલર ફિલ્મથી ઓછી નથી. એક સમયે મિસ્ત્રની ટીમે 2-0થી લીડ બનાવી દુનિયાને પરેશાન કરી દીધો હતો અને ફુટબોલના ઈતિહાસનો સૌથી મોટા ઉલેટફેરની સ્ક્રિપ્ટ લખી હતી પરંતુ છેલ્લી મિનિટમાં લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપમાં આર્જેન્ટિનાએ એક શાનદાર કામ કર્યુ હતું. જેમણે સાબિત કર્યું કે, તેમને કેમ ચેમ્પિયન કહેવામાં આવે છે. વાપસી કરતા 3-2થી મેચ પોતાને નામ કરી હતી.

15મી મિનિટમાં મિસ્ત્રે પહેલો ઝટકો આપ્યો

મેચની શરુઆતથી મિસ્ત્રનો ઈરાદો આક્રમક જોવા મળી રહ્યો હતો. 15મી મિનિટમાં મિસ્ત્રને રાઈટ ફ્લેક પર એક કોર્નર મળ્યું હતુ. મારવાન અત્તિયાએ ક્રોસ સીધો આર્જિન્ટીનાના ડેન્જર ઝોનમાં નાંખ્યો હતો. ત્યાં રહેલા ડિફેન્ડર યાસર ઈબ્રાહિમે આર્જિન્ટિનાને ચોંકાવી હવામાં છલાંગ લગાવી અને બુલેટ હેડર દ્વારા બોલ નેટમાં નાંખ્યો હતો. મિસ્ત્રએ 1-0થી શરુઆતમાં લીડ બનાવી આખા સ્ટેડિયમમાં નામ ગુંજવા લાગ્યું હતુ.

મેસ્સીનો મેજિકલી શોર્ટ

મેચમાં પહેલા પેનલ્ટી ચૂકનાર ફુટબોલના જાદુગર લિયોનેલ મેસ્સીનો જલવો હજુ જોવાનો બાકી હતી. રોમેરોના ગોલના 4 મિનિટ પછી મિસ્ત્રના ડિફેન્સ આર્જેન્ટીનાએ સતત દબાવ નાંખ્યો હતો. આ સાથે બોલ સીધો બોક્સની વચ્ચે રહેલા મેસ્સી પાસે ગયો હતો. મેસ્સીએ બોલને પોતાના સ્ટાઈલમાં ટ્રેડમાર્ક પર ફિનિશ કર્યો હતો. આ સાથે મેસ્સીના ચાહકો ઝુમી ઉઠ્યા હતા. માત્ર 4 મિનિટની અંદર આર્જેન્ટીનાએ 2-2ની બરાબરી કરી હતી. ત્યારબાદ એન્જો ફર્નાડીઝે હવામાં બોલ થ્રો કરી એક શાનદાર હેડર નાંખ્યો અને બોલ સીધો ગોલ પોસ્ટની અંદર ગયો હતો. જેના કારણે આર્જેન્ટીનાએ 92 મિનિટમાં 3-2ની લીડ મેળવી હતી. આ સાથે રોમાંચક જીત પણ મેળવી હતી.

આ ફીફા વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલી વખત હશે. જ્યારે 0-2થી પાછળ રહ્યા બાદ આર્જેન્ટીનાની ટીમે જીત મેળવી હતી. આ પહેલા તે 13 વખત 0-2થી પાછળ રહ્યા હતા અને દરેક વખતે હાર્યા હતા. પરંતુ આ વખતે, તેઓ ઇતિહાસ બદલવામાં સફળ રહ્યા.

100 કરોડનું જેટ, 100 કરોડનું ઘર, 77 બેડરૂમની હોટલ, કલાકમાં કરોડોમાં કમાય છે મેસ્સી, જુઓ પરિવાર અહી ક્લિક કરો

08 July 2026 રાશિફળ: તુલા રાશિની ચિંતાઓનો આવશે અંત, વાંચો 12 રાશિઓનો આજનો દિવસ કેવો રહેશે?

આજનું રાશિફળ વીડિયો:

શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી યુગલો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં.

મેષ રાશિ:

આજનો દિવસ તમારા માટે પ્રગતિદાયક રહેશે. વેપારમાં નવી તકો મળવાથી મન પ્રસન્ન રહેશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

વૃષભ રાશિ:

ઓફિસમાં સહકર્મીઓ સાથે કોઈ વાત પર વિવાદ થઈ શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો. નાણાકીય લેવડદેવડમાં સાવચેતી રાખવી, ઉધાર આપેલા પૈસા પાછા આવવામાં વિલંબ થઈ શકે છે.

મિથુન રાશિ:

આજનો દિવસ તમારા માટે ઉર્જાવાન અને સકારાત્મક રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા અટકેલા કાર્યો મિત્રોની મદદથી પૂરા થશે.

કર્ક રાશિ:

કામના અતિરેકના કારણે શારીરિક અને માનસિક થાક અનુભવાશે. પ્રોપર્ટી કે કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળવાના યોગ છે.

સિંહ રાશિ:

આજનો દિવસ તમારા માટે માન-સન્માનમાં વધારો કરનારો રહેશે. સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધશે અને લોકો તમારા નિર્ણયોની પ્રશંસા કરશે. વ્યવસાયમાં મોટો ફાયદો થવાની સંભાવના છે.

કન્યા રાશિ:

આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે. નોકરી કરતા લોકોએ કામ પર વધુ ધ્યાન આપવું, નહિતર ઉપરી અધિકારીઓની નારાજગી સહન કરવી પડી શકે છે.

તુલા રાશિ:

આજનો દિવસ આનંદદાયક રહેશે. લાંબા સમયથી ચાલી આવતી કોઈ મોટી ચિંતાનો અંત આવશે. વેપારમાં નવો ઓર્ડર મળવાથી આર્થિક લાભ થશે.

વૃશ્ચિક રાશિ:

ઓફિસમાં તમારી મહેનતની પ્રશંસા થશે, પરંતુ ધાર્યા પ્રમાણે પરિણામ મળવામાં થોડો સમય લાગશે માટે ધીરજ રાખવી. સાંજનો સમય પરિવાર સાથે વિતાવવો.

ધન રાશિ:

આજનો દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. અટકેલા સરકારી કામો સરળતાથી પૂરા થઈ જશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સારો સમય છે અને ધાર્યું પરિણામ મળી શકે છે.

મકર રાશિ:

સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, તેથી ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું. કાર્યક્ષેત્રમાં કોઈ નવી યોજના શરૂ કરતા પહેલા વડીલોની સલાહ ચોક્કસ લેવી.

કુંભ રાશિ:

આજનો દિવસ તમારા માટે લાભદાયી રહેશે. વેપારમાં ભાગીદારીથી મોટો ફાયદો થઈ શકે છે. જીવનસાથી સાથેનો તાલમેલ અદ્ભુત રહેશે અને ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે.

મીન રાશિ:

કોઈ નવી જગ્યાએ રોકાણ કરતા પહેલા બરાબર વિચારી લેવું, ઉતાવળમાં નુકસાન થઈ શકે છે. ઓફિસમાં તમારી મહેનતની પ્રશંસા થશે, પરંતુ સહકર્મીઓની ઈર્ષ્યાથી બચવું.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

‘Fresh’ શબ્દ જોઈને ચીઝ ખરીદો છો તો રહો સાવધાન, સરકારે કંપનીઓને ફટકારી નોટિસ

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ગેરમાર્ગે દોરનારા દાવાઓ અને લેબલિંગ ઉલ્લંઘનો માટે ઘણા ફૂડ બિઝનેસ ઓપરેટરો (FBOs) ને નોટિસ ફટકારી છે. ફૂડ રેગ્યુલેટરે FSSAI એક્ટ 2006 નું ઉલ્લંઘન કરનારા આ ઓપરેટરોને નિર્ધારિત નિયમોનું કડક પાલન કરવા અને સુધારા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

નોટિસમાં સાત દિવસની અંદર સ્પષ્ટતા માંગવામાં આવી છે કે FSS એક્ટ 2006 ની જોગવાઈઓ અને નિયમો અને નિયમો હેઠળ કાર્યવાહી કેમ શરૂ ન કરવી જોઈએ.

નિર્ધારિત નિયમોનું કડક પાલન કરવાનો નિર્દેશ

FSSAI એ જણાવ્યું હતું કે હેરિટેજ ફૂડ્સ લિમિટેડ સામેની ફરિયાદ એ છે કે તેઓએ “ફ્રેશ ચીઝ” નો ભ્રામક દાવો કર્યો હતો, જે શેડ્યૂલ 5 હેઠળ “ફ્રેશ” શબ્દના ઉપયોગ માટે નિર્ધારિત શરતોને પૂર્ણ કરતો નથી. FSSAI એ જણાવ્યું હતું કે લેબલિંગ નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે અને તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોએ નિર્ધારિત નિયમોનું કડક પાલન કરવું જોઈએ.

તાજા પનીરનો દાવો કેમ મોંઘો સાબિત થયો

FSSAI એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે ‘હેરિટેજ ફ્રેશ પનીર’ ઉત્પાદન પર ‘ફ્રેશ પનીર’નો દાવો ગેરમાર્ગે દોરનારો હોવાનું જણાયું છે. નિયમનકારે જણાવ્યું હતું કે આવા શબ્દો ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે. FSSAI એ સ્પષ્ટતા કરી કે તેણે FSS એક્ટ, 2006 હેઠળ ગેરમાર્ગે દોરનારા દાવાઓ અને લેબલિંગ ઉલ્લંઘનો માટે ઘણા ફૂડ બિઝનેસ ઓપરેટરો (FBOs) ને નોટિસ ફટકારી છે.

FSSAI એ ગેરમાર્ગે દોરનારા દાવાઓ અને લેબલિંગ ઉલ્લંઘનો માટે ઘણા FBOs ને નોટિસ ફટકારી છે. બધા FBOs ને સ્થાપિત નિયમોનું કડક પાલન કરવા અને સુધારાત્મક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

અન્ય બ્રાન્ડ્સને પણ નોટિસ મોકલવામાં આવી

FSSAI ની કાર્યવાહી ફક્ત હેરિટેજ સુધી મર્યાદિત નથી. નિયમનકારે લા કાસા વેગન હેઝલનટ ચોકલેટ સ્પ્રેડને પણ શાકાહારી, 100% ઓર્ગેનિક અને સંપૂર્ણ કુદરતી હોવાના દાવા બદલ નોટિસ જાહેર કરી છે. FSSAI એ સિપર ન્યુટ્રાસ્યુટિકલ્સ જ્યુસ કેપ્સ્યુલ્સને પણ FSSAI દ્વારા માન્ય અને ઓર્ગેનિક શાકભાજીથી બનેલા હોવાના ભ્રામક દાવાઓ બદલ નોટિસ જાહેર કરી છે.

આ નવીનતમ કાર્યવાહી ત્યારે કરવામાં આવી છે જ્યારે FSSAI ખાદ્ય ક્ષેત્રમાં ભ્રામક ઉત્પાદન દાવાઓ અને લેબલિંગ પ્રથાઓ પર કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખે છે.

માર્કેટિંગ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો

અગાઉ ઘણી પીણા કંપનીઓને પણ નોટિસ ફટકારવામાં આવી હતી. FSSAI એ અગાઉ ઘણી પીણા કંપનીઓને નોટિસ ફટકારી હતી. હેલ એનર્જી ડ્રિંક, એડ્રેનાલિન રશ એનર્જી ડ્રિંક, રેડ બુલ એનર્જી ડ્રિંક અને સ્ટિંગ એનર્જી ડ્રિંક જેવી બ્રાન્ડ્સના “એનર્જી ડ્રિંક્સ” તરીકે માર્કેટિંગ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિયમનકારે દલીલ કરી હતી કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ હેઠળ “એનર્જી ડ્રિંક્સ” માટે કોઈ ધોરણ સૂચિત કરવામાં આવ્યું નથી.

FSSAI એ એ પણ સ્પષ્ટ કર્યું કે કંપનીઓ કાર્યાત્મક અથવા ઉપચારાત્મક દાવા કરી શકતી નથી, જેમ કે ઊર્જા વધારવી, એકાગ્રતામાં સુધારો કરવો અથવા સામાન્ય નબળાઈ દૂર કરવી. આવા દાવા ફક્ત ત્યારે જ માન્ય છે જો તેમને FSS એક્ટ, 2006 અને સંબંધિત નિયમો હેઠળ મંજૂરી આપવામાં આવે.

ગેરમાર્ગે દોરતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી

FSSAI એ જણાવ્યું હતું કે આ બધી કાર્યવાહી ગ્રાહકોના હિતમાં કરવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ખાદ્ય ઉત્પાદનોમાં એવા દાવાઓ અથવા લેબલ ન હોય જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે અથવા અનધિકૃત નિયમનકારી મંજૂરી સૂચવે. નિયમનકારે બધી કંપનીઓને લેબલિંગ અને જાહેરાતમાં પારદર્શિતા જાળવવા ચેતવણી આપી છે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

કરોડો રોકાણકારો માટે ‘મોટા સમાચાર’, SEBI ટૂંક સમયમાં ટ્રેડિંગનો આ નિયમ બદલશે

07 July 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો નવું વાહન કે કિંમતી વસ્તુ ખરીદશે અને કોણ કરિયરમાં નવી ઊંચાઈઓ સર કરશે? જુઓ Video

આજનું રાશિફળ (Video): આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?

મેષ રાશિ:-

ઘરમાં કોઈ મહેમાન આવવાથી હસવા-બોલવાનો માહોલ જામશે અને જૂની યાદો તાજી થશે. ઓફિસમાં તમારી નવી સ્ટ્રેટેજી જોઈને બોસ ખુશ થઈ જશે.

વૃષભ રાશિ:-

આજનો દિવસ નવી આશા અને ઉત્સાહ લઈને આવ્યો છે. અટકેલા આર્થિક વ્યવહારો ઝડપથી ઉકેલાશે અને વેપારમાં નવી ભાગીદારીથી ફાયદો થશે.

મિથુન રાશિ:-

નવી ભાગીદારી અને વેપારમાં મૂડી રોકાણ કરવા માટે આજનો દિવસ અત્યંત શ્રેષ્ઠ સાબિત થશે. લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાંથી રાહત મળતા કામમાં નવી ઊર્જા જોવા મળશે.

કર્ક રાશિ:-

આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. મુશ્કેલ સમયમાં જીવનસાથી અને પરિવારનો ઇમોશનલ સપોર્ટ તમારી હિંમત વધારશે.

સિંહ રાશિ:-

કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે અને કરિયરમાં નવી ઊંચાઈઓ સર કરી શકશો. વેપારીઓ માટે મોટો આર્થિક લાભ મેળવવાનો ઉત્તમ દિવસ છે.

કન્યા રાશિ:-

વ્યાપારિક દ્રષ્ટિએ કરેલી યાત્રા અત્યંત નફાકારક સાબિત થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અપેક્ષા કરતાં વધુ સારી સફળતા મળશે, જેનાથી મન પ્રસન્ન રહેશે.

તુલા રાશિ:-

આધ્યાત્મિક અને સામાજિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે, જેનાથી માનસિક શાંતિનો અનુભવ થશે. વેપારમાં કોઈ નવી ડીલ ફાઈનલ થવાથી ભવિષ્યમાં આર્થિક નફો સુનિશ્ચિત થશે.

વૃશ્ચિક રાશિ:-

વેપારમાં ગ્રાહકોની સંખ્યા વધશે અને મોટો નફો થશે. પરિવાર સાથે વિતાવેલો સમય મન હળવું કરશે.

ધન રાશિ:-

આજનો દિવસ વ્યાપારિક દ્રષ્ટિએ અત્યંત લાભદાયી રહેશે, કોઈ નવી યાત્રાથી મોટા ઓર્ડર મળી શકે છે. દામ્પત્ય જીવનમાં મધુરતા અને ખુશીઓ વધશે.

મકર રાશિ:-

નોકરીની શોધમાં રહેલા યુવાનોને પ્રતિષ્ઠિત કંપનીમાંથી મોટી ઓફર મળી શકે છે. સ્વાસ્થ્યમાં સવારે થોડી નરમાશ રહેશે પરંતુ સાંજ સુધીમાં મોટો સુધારો જોવા મળશે.

કુંભ રાશિ:-

વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આજનો દિવસ મોટી ઉપલબ્ધિઓ લાવનારો સાબિત થશે, શૈક્ષણિક કાર્યોમાં ધાર્યા પ્રમાણેની સફળતા મળશે.

મીન રાશિ:-

નવું વાહન કે કોઈ કિંમતી વસ્તુ ખરીદવાના મજબૂત યોગ છે જે ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

07 જુલાઈના મહત્વના સમાચાર : સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે શિક્ષણ વિભાગનો નિર્ણય, શહેર-જિલ્લાની શાળા-કોલેજોમાં જાહેર કરવામાં આવી રજા

આજે 07 જુલાઈને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

FIFA World Cup 2026 : ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વર્લ્ડ કપ સફરનો અંત, પોર્ટુગલ સ્પેન સામે હારી ગયું

FIFA World Cup 2026ના રાઉન્ડ ઓફ 16 મેચમાં હારી પોર્ટુગલને 1-0થી હરાવી સ્પેને ક્વાર્ટર ફાઈનલની ટિકિટ મેળવી હતી. પોર્ટુગલ બહાર થતાં જ ફીફા વર્લ્ડકપમાં તેના સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સફર પણ પૂર્ણ થઈ છે. રોનાલ્ડોએ રાઉન્ડ ઓફ 16ની મેચમાં પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતુ કે, તેનો આ છેલ્લો વર્લ્ડકપ છે. પરંતુ તેમણે ઈન્ટરનેશનલ ફુટબોલમાંથી પોતાના સંન્યાસને લઈ અત્યારસુધી કાંઈ કહ્યું નથી.FIFA world Cupમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોર્ટુગલ માટે માત્ર 3 ગોલ કર્યા છે.

રોનાલ્ડોનું વર્લ્ડકપ કરિયર

સ્પેન વિરુદ્ધ રાઉન્ડ ઓફ 16ની મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરની છેલ્લી મેચ રહી હતી. આ તેના વર્લ્ડકપ કરિયરની ઓવરઓલ 27મી મેચ હતી. રોનાલ્ડો ફુટબોલના ઈતિહાસનો પહેલો એવો ખેલાડી છે. જેમણે 6 ફીફા વર્લ્ડકપમાં ગોલ કર્યા છે. જે ફીફા વર્લ્ડકપની નોક આઉટ મેચમાં પહોંચવા માટે રમાયેલા સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફીફા વર્લ્ડકપમાં પોર્ટુગલ માટે સૌથી વધારે 11 ગોલ કરનાર ખેલાડી છે.

 

 

 

FIFA world Cupમાં રોનાલડોની સફર

રોનાલ્ડોએ ફીફા વર્લ્ડકપમાં ડેબ્યુ 2006માં કર્યું હતુ. ત્યારે પોર્ટુગલને સેમિફાઈનલમાં હાર મળી હતી. 2010ના વર્લ્ડકપમાં રોનાલ્ડોએ પોર્ટુગલની ટીમ સાથે રાઉન્ડ ઓફ 16 સુધી સફર કરી હતી. 2014માં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવું પડ્યું હતુ. 2018માં વર્લ્ડકપમાં ફરી રાઉન્ડ ઓફ 16માં સફર પૂર્ણ થઈ હતી. 2022ના વર્લ્ડકપમાં રોનાલ્ડોએ ક્વાર્ટર ફાઈનલમાં રમ્યો અને હવે 2026માં પોતાની છેલ્લી ફીફા વર્લ્ડકપની મેચમાં રાઉન્ડ ઓફ 16માંથી આગળ વધી શક્યો નહી. આ રીતે તેમણે વર્લ્ડકપ જીતવાનું તેનું સપનું અધરું રહ્યું હતુ.

ઈન્ટરનેશનલ કરિયરમાંથી હજુ સંન્યાસ લીધો નથી

રોનાલ્ડોએ અત્યારસુધી ઈન્ટરનેશનલ ફુટબોલમાંથી સંન્યાસ લીધો નથી. ઈન્ટરનેશનલ કરિયર પર છેલ્લો નિર્ણય તે પોતાના પરિવારની સાથે વાતચીત કર્યા બાદ લેશે. રોનાલ્ડોએ કહ્યું ઈન્ટરનેશનલ કરિયરને લઈ નિર્ણય કરવામાં તે જલ્દી કરશે નહી.

4 બાળકોનો પિતા, 41 વર્ષની ઉંમરે પણ કુંવારો, 26 કરોડની રિંગ આપી ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, જુઓ પરિવાર અહી ક્લિક કરો

 

06 July 2026 રાશિફળ: નવી મુલાકાતો ખોલશે સફળતાના દ્વાર, વિદેશ યોગ સાથે મળશે ધનલાભના સંકેત

આજનું રાશિફળ વીડિયો:

શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી યુગલો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં.

મેષ રાશિ:

વ્યસ્ત દિવસ હોવા છતાં તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્થિતિમાં રહેશે. આજે તમારા માતા તરફથી નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે. તમારા મામા અથવા દાદા તમને નાણાકીય સહાય આપી શકે છે.

વૃષભ રાશિ:

આજનો દિવસ તમારા પરિવારમાં ખુશીઓ લઈને આવશે. જૂના દેવામાંથી મુક્તિ મળવાના મજબૂત યોગ દેખાઈ રહ્યા છે, જેનાથી તમે માનસિક હળવાશ અનુભવશો.

મિથુન રાશિ:

અણધાર્યા સ્ત્રોતોમાંથી ધનલાભ થવાની સંભાવના છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. મિત્રો સાથે સાંજનો પ્રવાસ મનને તાજગી આપશે.

કર્ક રાશિ:

આજે જમીન અથવા મિલકતમાં રોકાણ કરવાનું ટાળવું યોગ્ય રહેશે. પરિવારના કોઈ સભ્ય સાથે નાની વાતે વિવાદ થઈ શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો જરૂરી છે.

સિંહ રાશિ:

લાંબા સમયથી અટકેલા સરકારી કામો આજે પૂરા થવાની સંભાવના છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે યોજના ઘડી રહ્યા હોવ તો સમય અનુકૂળ છે.

કન્યા રાશિ:

સ્વાસ્થ્ય પ્રત્યે આજે સહેજ પણ બેદરકારી ભારે પડી શકે છે, ખાસ કરીને બહારનું ખાવાનું ટાળવું. નાણાકીય લેવડ-દેવડમાં દસ્તાવેજો બરાબર વાંચી લેવા.

તુલા રાશિ:

ભૂતકાળમાં કરેલા શેરબજાર કે સોનામાં રોકાણથી સારો નફો થઈ શકે છે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાનું થશે, જે જૂની યાદો તાજી કરશે.

વૃશ્ચિક રાશિ:

કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથેનો તાલમેલ અદભુત રહેશે, જેનાથી કોઈ મોટો પ્રોજેક્ટ સમયસર પૂરો થશે. ગુસ્સા અને ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો.

ધન રાશિ:

નોકરીયાત વર્ગ માટે આજનો દિવસ પ્રમોશન અથવા નવી જવાબદારીઓ લાવનારો સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ધાર્યું પરિણામ મળશે. આર્થિક લાભ થવાના મજબૂત સંકેતો છે.

મકર રાશિ:

કોઈપણ મોટું નાણાકીય રોકાણ કરતા પહેલા ઘરના અનુભવી લોકોની સલાહ અવશ્ય લેવી. ઓફિસમાં કામનો બોજ વધુ રહી શકે છે, જેના કારણે શારીરિક થાક અનુભવાશે.

કુંભ રાશિ:

આજે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે, જે તમને અપાર આંતરિક શાંતિ આપશે. નવા લોકો સાથે મુલાકાત ભવિષ્યમાં વ્યાપારી લાભ કરાવી શકે છે.

મીન રાશિ:

આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. કોઈને પણ ઉધાર નાણાં આપવાનું ટાળવું, પૈસા ફસાઈ જવાની સંભાવના છે. ઓફિસમાં તમારી મહેનતની પ્રશંસા થશે, પરંતુ ધાર્યા પ્રમાણે પરિણામ મળવામાં થોડો સમય લાગશે માટે ધીરજ રાખવી.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

06 જુલાઈના મહત્વના સમાચાર : મુંબઇ પર મોટી આકાશી આફત, ભારે વરસાદનું રેડ એલર્ટ

આજે 06 જુલાઈને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Neymar Retirement: નેમારે લીધો સંન્યાસ,FIFA World Cup 2026માંથી બ્રાઝિલની બહાર થયા બાદ નેમારે જાહેરાત કરી

Neymar retire from International Football : બ્રાઝીલના સ્ટાર સ્ટ્રાઈકર નેમારે ઈન્ટરનેશનલ ફુટબોલમાંથી સંન્યાસ લીધો છે. તેમણે પોતાના 16 વર્ષના ઈન્ટરનેશનલ કરિયરનો અંત ન્યુ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં લીધો છે. મહત્વની વાત એ છે કે, 2010માં આ સ્ટેડિયમમાં તેમણે ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત કરી હતી. નેમારે આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય બ્રાઝીલ ફીફા વર્લ્ડકપ 2026માંથી બહાર થયા બાદ લીધો છે.

બ્રાઝીલને રાઉન્ડ ઓફ 16 મેચમાં નોર્વેના હાથે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં બ્રાઝીલ માટે માત્ર નેમારે ગોલ કર્યો હતો.

 

 

 

જ્યાંથી કરિયર શરુ કર્યું ,નેમારે ત્યાં છેલ્લી મેચ રમી

રાઉન્ડ ઓફ 16માં નોર્વોના હાથો બ્રાઝીલની હાર બાદ નેમારે કહ્યું કે, તેમણે ખુબ પ્રયત્ન કર્યટો પરંતુ બધું પૂર્ણ થઈ ચૂક્યું હતુ. મે મેટલાઈફ સ્ટેડિયમમાં જ મારું ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત કરી હતી. હવે આ સ્ટેડિયમમાં હું મારી સફર પૂર્ણ કરું છું.

નેમારનું સપનું અધુરું રહ્યું

નેમારના સંન્યાસના નિર્ણય પછી બ્રાઝીલને ચેમ્પિયન બનાવવાનું સપનું અધુરું રહ્યું છે. બ્રાઝીલને વર્લ્ડકપ જીતાડવાનું સપનું નેમારે ફુટબોલની દુનિયામાં પગ રાખતા લીધું હતુ. પરંતુ 16 વર્ષના કરિયર દરમિયાન આ સપનું પૂર્ણ કરી શક્યો નહી. નેમારે 2014,2018,2022 અને 2026ના ફીફા વર્લ્ડકપમાં બ્રાઝીલનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. આ 4 વર્લ્ડકપમાં તેમણે 9 ગોલ કર્યા છે.

નેમારનું ઈન્ટરનેશનલ કરિયર

નેમારે બ્રાઝીલ માટે 130 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેમણે કુલ 80 ગોલ કર્યા છે. બ્રાઝીલ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. બ્રાઝીલને 2013માં ફીફા કોન્ફડરેશન કપ જીતાડવો અને 2016માં ઓલિમ્પિક ચેમ્પિયનમાં નેમારે મોટી ભુમિકા નિભાવી હતી.નેમારનો જન્મ સાઓ પાઉલોના મોગી દાસ ક્રુઝમાં નેમાર સાન્તોસ સિનિયર અને નાદીન દા સિલ્વાના ઘરે થયો હતો. નેમાર થોડા સમય બાદ પાંચમા બાળકનો પિતા બનશે.

દુનિયાના ત્રીજા સૌથી મોંઘા ફૂટબોલ ખેલાડી નેમાર જુનિયરનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

05 જુલાઈના મહત્વના સમાચાર : વિતેલા 24 કલાકમાં ગુજરાતના 196 તાલુકામાં વરસ્યો વરસાદ

આજે 05 જુલાઈને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

IND vs ENG: 17મી ઓવરમાં 29 રન પડ્યા ભારે, ઈંગ્લેન્ડે ભારતને 4 વિકેટથી હરાવ્યું, જીતેલી બાજી હાથમાંથી સરકી ગઈ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાને ચાર વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો. પ્રથમ બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં 190 રન બનાવ્યા હતા, પરંતુ ઈંગ્લેન્ડે એક ઓવર બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી શ્રેણીમાં મહત્વપૂર્ણ જીત નોંધાવી. ભારતની હારમાં બોલિંગ વિભાગનું નબળું પ્રદર્શન મુખ્ય કારણ બન્યું.

રવિ બિશ્નોઈની ઓવર ભારે પડી

ભારતીય ટીમ માટે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ રવિ બિશ્નોઈની ચોથી ઓવર રહી. ઇનિંગ્સની 17મી ઓવરમાં બિશ્નોઈએ બે નો-બોલ સહિત કુલ 29 રન ખર્ચી નાખ્યા. આ ઓવરમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ વરસાવ્યો, જેના કારણે મેચનું પરિણામ જ બદલાઈ ગયું અને ભારત જીતની સ્થિતિમાંથી દબાણમાં આવી ગયું.

બેથેલ-કરને અપાવી ઈંગ્લેન્ડને જીત

ઈંગ્લેન્ડની જીતમાં જેકબ બેથેલે શાનદાર બેટિંગ કરી હતી. ડાબોડી બેટ્સમેને માત્ર 46 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 76 રનની મેચવિનિંગ ઈનિંગ રમી હતી. બીજી તરફ, સેમ કરને બોલિંગમાં કમાલ બતાવી ચાર ઓવરમાં 33 રન આપીને ત્રણ મહત્વની વિકેટ ઝડપી અને ભારતના મધ્યક્રમને ઝટકા આપ્યા હતા.

 

ભારત 200 નો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યું

ભારતની બેટિંગ સારી શરૂઆત છતાં અંતિમ તબક્કામાં લડખડાઈ ગઈ હતી. 13મી ઓવર સુધી ટીમનો સ્કોર 130/2 હતો, પરંતુ ત્યારબાદના 33 બોલમાં માત્ર 34 રન ઉમેરાયા અને ચાર વિકેટ પડી ગઈ હતી. આ ધીમી બેટિંગના કારણે ભારત 200થી વધુનો સ્કોર ઉભો કરવામાં નિષ્ફળ રહ્યું, જે મેચના પરિણામમાં મહત્વપૂર્ણ સાબિત થયું હતું.

ભારતની નિરાશાજનક હાર

ભારત તરફથી ઈશાન કિશને 49, અભિષેક શર્માએ 43 અને તિલક વર્માએ 11 બોલમાં ઝડપી 24 રન બનાવ્યા, જ્યારે ડેબ્યૂ કરનાર વૈભવ સૂર્યવંશીએ 14 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં અર્શદીપ સિંહે ત્રણ વિકેટ ઝડપી, પરંતુ અન્ય બોલરો તરફથી પૂરતો સાથ ન મળતા ભારતને અંતે નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો.

IND vs ENG: 33 બોલે બગાડી ભારતની આખી મહેનત, હાથમાંથી સરકી 200+ સ્કોરની તક

પેટ્રોલમાં ઇથેનોલ બાદ હવે ડીઝલનો વારો: ટૂંક સમયમાં શરૂ થશે 15 ટકા આઇસોબ્યુટેનોલનું બ્લેન્ડિંગ, નીતિન ગડકરીએ આપી મોટી વિગત

કેન્દ્ર સરકાર ભારતમાં પ્રદૂષણ ઘટાડવા અને વિદેશોમાંથી મંગાવવામાં આવતા મોંઘા તેલ પરની નિર્ભરતા ઓછી કરવા માટે સતત મોટા પગલાં ભરી રહી છે. પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ (E20) ના સફળ પ્રયોગ બાદ, હવે સરકાર ડીઝલ વાહનો માટે પણ એક ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ભારત હવે ડીઝલમાં 15 ટકા સુધી આઇસોબ્યુટેનોલ (Isobutanol) મિક્સ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.

ડીઝલમાં કેમ ડાયરેક્ટ ઇથેનોલ મિક્સ નથી થતું?

નીતિન ગડકરીએ એક ટેકનિકલ કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે ઇથેનોલને સીધું ડીઝલ સાથે ભેળવી શકાતું નથી. આ સમસ્યાના ઉકેલ માટે ઇથેનોલમાંથી જ રાસાયણિક પ્રક્રિયા દ્વારા ‘આઇસોબ્યુટેનોલ’ બનાવવામાં આવી રહ્યું છે. આ આઇસોબ્યુટેનોલ ડીઝલ સાથે ખૂબ જ સારી રીતે ભળી જાય છે અને ભવિષ્યમાં તે ડીઝલના એક શાનદાર અને સ્વચ્છ વિકલ્પ તરીકે ઉભરી શકે છે. સરકાર ટૂંક સમયમાં જ ડીઝલમાં 15 ટકા આઇસોબ્યુટેનોલ મેળવવાની સત્તાવાર મંજૂરી આપવાની તૈયારી કરી રહી છે.

સફળ ટ્રાયલ અને એન્જિન પર અસર

સરકારે આ દિશામાં મોટો પ્રયોગ પણ કરી લીધો છે. નીતિન ગડકરીએ માહિતી આપી કે 100 ટકા ઇથેનોલ અને આઇસોબ્યુટેનોલની મદદથી બે મોટા જનરેટર સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યા છે. આ ટ્રાયલથી સાબિત થયું છે કે ભવિષ્યમાં એવા એન્જિન બનાવી શકાય છે જે સંપૂર્ણપણે બાયોફ્યુઅલ પર ચાલે. આઇસોબ્યુટેનોલને નવી પેઢીનું શ્રેષ્ઠ બાયોફ્યુઅલ માનવામાં આવે છે, કારણ કે તે સામાન્ય બાયોફ્યુઅલ કરતાં વધુ ઉર્જા આપે છે, એન્જિનની લાઈફ વધારે છે અને પ્રદૂષણ પણ નહિવત કરે છે.

સરકારે અફવાઓ ફગાવી: ઇમેજ બદલવાનો પ્રયાસ

ડીઝલને લઈને આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસો પહેલા જ પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલમાં E20 ઇથેનોલ મિશ્રણને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ખોટી અફવાઓનો પર્દાફાશ કર્યો હતો. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ઇથેનોલ બ્લેન્ડિંગથી ગાડીઓના એન્જિન ખરાબ થતા નથી, વાહનની વોરંટી કે વીમા (ઇન્સ્યોરન્સ) પર કોઈ નકારાત્મક અસર પડતી નથી અને તેનાથી કોઈ પાણીની અછત પણ સર્જાતી નથી. આ આખી યોજના વૈજ્ઞાનિક સંશોધનો અને વૈશ્વિક ધોરણોના આધારે જ લાગુ કરવામાં આવી છે.

ડિસેમ્બર 2025 સુધીમાં મેળવી મોટી સફળતા

સરકારે જણાવ્યું કે ભારતે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મેળવવાનો મોટો લક્ષ્યાંક સમય કરતાં પહેલાં એટલે કે ડિસેમ્બર 2025 માં જ હાસિલ કરી લીધો હતો. આ યોજનાને કારણે દેશની તિજોરીના 1.9 લાખ કરોડ રૂપિયાથી પણ વધુની વિદેશી મુદ્રા (ફોરેક્સ) બચી છે. આનાથી માત્ર પ્રદૂષણ અને ક્રૂડ ઓઇલની આયાત જ નથી ઘટી, પરંતુ દેશના ખેડૂતોની આવક વધારવામાં પણ આ બાયોફ્યુઅલ પ્રોગ્રામે મહત્વની ભૂમિકા ભજવી છે. હવે ડીઝલમાં થનારો આ નવો ફેરફાર દેશને ઉર્જા ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવશે.

E20 પેટ્રોલ વાપરવું સેફ છે કે ખતરનાક? માઇલેજ ઘટવાના દાવા પર મારુતિ સુઝુકીનો મોટો ખુલાસો

‘રસ્તાના બે કટકા’.. બારડોલીમાં લોકાર્પણ પહેલાં જ નવો બ્રિજ ધોવાયો, વિકાસના દાવા પર સવાલ

રાજ્યમાં વરસી રહેલા ધોધમાર વરસાદે માત્ર જનજીવન જ નહીં, પરંતુ માળખાકીય વિકાસના દાવાઓની પણ કસોટી કરી છે. સુરત જિલ્લાના બારડોલી અને અમરેઠમાં વરસાદ બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે, તેણે નવા બ્રિજ, રસ્તાઓ અને તેમના નિર્માણની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. એક તરફ 74 કરોડના ખર્ચે બનેલો બ્રિજ લોકાર્પણ પહેલાં જ ધોવાઈ ગયો, તો બીજી તરફ ડાયવર્ઝન માર્ગ પણ ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો છે.

બારડોલીના હરિપુરા નજીક નિર્માણાધીન નવો બ્રિજ ભારે વરસાદમાં ધોવાઈ જતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બ્રિજ હજુ પૂર્ણતાના આરે હતો અને તેનું લોકાર્પણ થયું ન હતું, ત્યારે જ તેના એપ્રોચ રોડના ભાગમાં મોટું ધોવાણ થતાં કોંક્રીટના ઢગલા નજરે પડ્યા હતા. હાઈવેનો એપ્રોચ રોડ બેસી જતાં વાહન વ્યવહારને પણ વ્યાપક અસર પહોંચી છે. સ્થાનિકો અને વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે કે બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાથી તે વરસાદની પહેલી જ કસોટીમાં નિષ્ફળ ગયો. આ ઘટનાએ ભ્રષ્ટાચારના આક્ષેપોને વેગ આપ્યો છે, જેમાં કેટલાક લોકો અધિકારીઓ અને ધારાસભ્યોની સંડોવણીની પણ વાત કરી રહ્યા છે.

જોકે, આ ઘટના સામે આવ્યા બાદ સંબંધિત એજન્સી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. તેઓના જણાવ્યા અનુસાર, ભારે વરસાદના કારણે બ્રિજના એપ્રોચના ભાગમાં માઈનર સેટલમેન્ટ થયું હતું, જેની રેક્ટિફિકેશનની કામગીરી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. તેમ છતાં, પુલનો મુખ્ય ભાગ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું અને તેમાં કોઈ જાતનું ડેમેજ ન હોવાનું તંત્ર જણાવી રહ્યું છે.

આ ઉપરાંત, સુરત જિલ્લાના અરેઠના બોધાન ગામે પણ ભારે વરસાદે ડાયવર્ઝન માર્ગ ધોઈ નાખ્યો છે. અહીં બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ધસમસતા પ્રવાહમાં તે માર્ગ તણાઈ જતાં નેશનલ હાઈવે સાથેનો મહત્વનો સંપર્ક કપાયો છે. આ માર્ગ ધોવાઈ જવાથી બારડોલી, અરેઠ અને માંડવી તાલુકાને જોડતો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. પરિણામે વાહન ચાલકો રસ્તામાં અટવાયા હતા, અને તેમને ગંતવ્ય સુધી પહોંચવા માટે આશરે 25 કિલોમીટરનો લાંબો ફેરો મારવો પડ્યો હતો. વાવ્યા ખાડીના પ્રચંડ પ્રવાહને કારણે પાણીની પાઈપલાઈન પણ તૂટી ગઈ હતી, જેનાથી દૈનિક જીવન પર પણ અસર પડી હતી. વિદ્યાર્થીઓ, ધંધાધારીઓ અને નોકરીયાત વર્ગ અવરજવર માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. સ્થાનિકો સુરક્ષિત અને ટકાઉ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે.

વારંવાર નવા રસ્તાઓ અને બ્રિજ વરસાદમાં ધોવાઈ જવાની ઘટનાઓ જાહેર નાણાંના ઉપયોગ, કામની ગુણવત્તા અને લોકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. વરસાદ કુદરતી આફત હોઈ શકે, પરંતુ દરેક નુકસાન માત્ર કુદરતના માથે ઢોળી શકાય નહીં. જ્યારે નવા બનેલા માળખાકીય પ્રોજેક્ટ્સ પહેલા જ ભારે વરસાદમાં ધોવાઈ જાય, ત્યારે પ્રશ્ન માત્ર વરસાદનો નહીં પરંતુ આયોજન, ગુણવત્તા અને જવાબદારીનો બને છે. લોકોની અપેક્ષા હવે માત્ર સમારકામની નહીં, પરંતુ જવાબદારી નક્કી કરીને ગુણવત્તાયુક્ત અને ટકાઉ બ્રિજ તેમજ રસ્તાની છે. તંત્ર આવી ઘટનાઓમાંથી બોધપાઠ લઈને ભવિષ્યમાં વધુ મજબૂત અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરે તે સમયની માંગ છે.

નવસારીમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, લુન્સીકુઇ સહિત મુખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ગેસ-એસિડિટી અને કબજિયાતથી મળશે ‘કાયમી છુટકારો’, બસ રોજ સવારે પીવો આ ‘આયુર્વેદિક પાણી’

ડાંગ, નવસારી, વલસાડમાં જળબંબાકાર, દક્ષિણ ગુજરાતના રસ્તાઓ પર પાણી પાણી, જુઓ Video

નવસારી જિલ્લામાં પણ આકાશી તરખાટ જોવા મળ્યો છે. નવસારીમાંથી પસાર થતી તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને કારણે કાવેરી નદીની સપાટી 10 ફૂટ પર પહોંચી છે, જોકે ભયજનક સપાટી 19 ફૂટ છે. ચીખલી તાલુકામાં છેલ્લા ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ વરસી જતાં આ વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. કાવેરી નદી પરનો કોઝવે ઓવરફ્લો થતાં 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પૂર્ણા અને અંબિકા નદીમાં પણ ઘોડાપૂરની શક્યતા છે, જેમાં અંબિકા નદીની જળસપાટી 8 મીટર પર પહોંચી છે.

નવસારી શહેર અને જિલ્લામાં સતત વરસાદને કારણે 34 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ગણદેવીના 7 માર્ગો, ચીખલી અને વાંસદાના નવ-નવ રસ્તાઓ બંધ કરાયા છે. નેશનલ હાઇવે નંબર 48 પર પણ ચીખલી નજીક થાલા ગામે પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. નવસારીના બિલીમોરા શહેરમાં આવેલા વેંકટેશ્વર નગર અને બંકેશ્વર સોસાયટીમાં 200 થી વધુ ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ઘરવખરીને નુકસાન થયું છે. જોકે, વરસાદ થોડો ધીમો પડતાં પાણી ઓસરવાની શરૂઆત થઈ છે.

વલસાડમાં વિનાશક વરસાદ અને નુકસાન

વલસાડ શહેરમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. બે કલાકમાં 6 ઇંચ અને છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદથી આખું શહેર પાણીમાં ગરકાવ થયું છે. રસિમ પાર્ક, સત્યમ સોસાયટી, શાંતિવન સોસાયટી અને દેવ એવન્યુ સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે, અને લોકોએ પલંગ પર સામાન મૂકી પાણીથી બચવાનો પ્રયાસ કર્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યાને કારણે જળબંબાકારની સ્થિતિ વધુ વકરી છે.

વલસાડના ભાગડાવાડા ગામની ગ્રીનપાર્ક અને વિનાયક નગર સોસાયટી સહિતના વિસ્તારોમાં પણ ઘૂંટણસમા અને કેડસમા પાણી ભરાયા છે. ફર્નિચર સહિતની ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, અને સ્થાનિકોની હાલાકી વધી છે. કોસમબા રોડ, હાલર રોડ, તિથલ રોડ, એમજી રોડ સહિત શહેરના તમામ વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. આગામી 48 કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જેના પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ! 4 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો મહાકહેર, જુઓ Video

ENG vs IND: અભિષેક શર્મા પાસે ધોની-રૈનાને પાછળ છોડવાની તક, ફક્ત આટલા રનની જરૂર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. વરસાદને કારણે પ્રથમ T20 મેચ રદ થતાં હવે બંને ટીમો માટે બીજી મેચનું મહત્વ વધુ વધી ગયું છે. ભારતીય ટીમ જીત સાથે શ્રેણીમાં સરસાઈ મેળવવા ઉતરશે, જ્યારે યુવા ઓપનર અભિષેક શર્મા વ્યક્તિગત રીતે પણ એક મોટા રેકોર્ડની નજીક છે.

બીજી T20માં અભિષેક શર્મા પર રહેશે નજર

અભિષેક શર્માએ પ્રથમ T20માં વિસ્ફોટક બેટિંગ કરતાં માત્ર 24 બોલમાં 59 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગે ભારતીય ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે જો તે બીજી મેચમાં પણ પોતાની લય જાળવી રાખશે તો ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓના રેકોર્ડ પાછળ છોડી શકે છે.

એમએસ ધોની-સુરેશ રૈનાને પાછળ છોડવાની તક

અભિષેકે અત્યાર સુધી ભારત માટે 49 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 33.60ની સરેરાશ અને 193.25ના સ્ટ્રાઈક રેટથી 1546 રન બનાવ્યા છે. ભારત માટે T20I માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં તે હાલમાં નવમા ક્રમે છે. જો તે બીજી T20Iમાં 60 રન બનાવશે તો 1605 રન ધરાવતા સુરેશ રૈનાને પાછળ છોડી દેશે. જ્યારે 78 રનની ઇનિંગ્સ રમશે તો 1617 રન ધરાવતા એમએસ ધોનીને પણ પાછળ મૂકી દેશે.

T20Iમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ

હાલમાં ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેના ખાતામાં 4231 રન છે, જ્યારે વિરાટ કોહલી 4188 રન સાથે બીજા સ્થાને છે. સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પણ આ યાદીમાં આગળ છે. અભિષેક પાસે હવે ટોપ-7 માં સ્થાન બનાવવાની સુવર્ણ તક છે.

બીજી T20 સાંજે 7 વાગ્યે શરૂ થશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. ચાહકોની નજર એક તરફ ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર રહેશે, તો બીજી તરફ અભિષેક શર્મા પોતાના આક્રમક અંદાજ સાથે ઈતિહાસ રચી ધોની અને સુરેશ રૈનાના રેકોર્ડને પાછળ છોડે છે કે નહીં, તે પણ ખાસ જોવાનું રહેશે.

Breaking News: વૈભવ સૂર્યવંશીને ઈંગ્લેન્ડમાં એક પણ મેચમાં તક નહીં મળે? કોચના નિવેદન બાદ ફેન્સમાં નિરાશા

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

સરકારે પેટ્રોલ પંપ પર E5 અને E10 પેટ્રોલ કેમ બંધ કરી દીધા સામાન્ય વાહન ચાલકોના માઇલેજ અને ખિસ્સા પર કેવી પડશે અસર

પેટ્રોલ પંપ પર ગાડી ઉભી રહે છે અને તમે આરામથી પેટ્રોલ ભરાવી લો છો પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પેટ્રોલ બદલાવાથી તમારી ગાડી પર શું અસર થઈ રહી છે? સરકારે દેશભરમાં ઇથેનોલ બ્લેન્ડિંગ વાળું E20 પેટ્રોલ ફરજિયાત કરી દીધું છે. સરકારનું કહેવું છે કે તેનાથી ક્રૂડ ઓઈલની આયાત ઘટશે, પ્રદૂષણ ઓછું થશે અને ખેડૂતો મજબૂત બનશે. પરંતુ આ બધાની વચ્ચે કરોડો વાહન માલિકોના મનમાં એક જ સવાલ છે કે જો આ નવો ફેરફાર આટલો જ સારો છે તો બજારમાંથી જૂના અને સુરક્ષિત ગણાતા E5 કે E10 પેટ્રોલના વિકલ્પો કેમ ગાયબ કરી દેવામાં આવ્યા?

ગ્રાહકોને પોતાની ગાડીના એન્જિન પ્રમાણે ઇંધણ પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ. હાલમાં અનેક વાહન ચાલકો ફરિયાદ કરી રહ્યા છે કે E20 પેટ્રોલના કારણે તેમની ગાડીનું માઇલેજ ઘટી ગયું છે અને મેન્ટેનન્સનો ખર્ચ વધી ગયો છે. ખાસ કરીને જે ગાડીઓ એપ્રિલ 2023 પહેલા ખરીદવામાં આવી હતી તે આ નવા પેટ્રોલ માટે તૈયાર નથી.

ભારતની ઇથેનોલ સફર કેવી રહી

  • વર્ષ 2003: વાજપેયી સરકાર દરમિયાન 9 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 5 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ (E5) શરૂ કરાયું હતું.
  • વર્ષ 2014 થી 2018: નવી બાયોફ્યુઅલ પોલિસી આવી અને ખાંડ મિલોને સીધા શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવાની મંજૂરી મળી.
  • વર્ષ 2021 થી 2022: સરકારે 20 ટકા બ્લેન્ડિંગનો ટાર્ગેટ વહેલો કર્યો અને ભારતે સમય પહેલા પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ (E10) નો લક્ષ્યાંક પૂરો કર્યો.
  • વર્ષ 2025 થી 2026: સરકારે સમય પહેલા 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગનો ટાર્ગેટ હાંસલ કર્યો અને 1 એપ્રિલ 2026થી દેશભરમાં માત્ર E20 પેટ્રોલ વેચવું ફરજિયાત કરી દીધું. હવે ભવિષ્યમાં E25 અને E30 પેટ્રોલ લાવવાની તૈયારી છે.

દુનિયાના અન્ય દેશોમાં ગ્રાહકોને મળે છે વિકલ્પ

ઇથેનોલ વાપરવામાં દુનિયાના અન્ય દેશો ભારત કરતાં ઘણા આગળ છે પરંતુ તેઓ ગ્રાહકો પર નિયમો થોપતા નથી:

  • બ્રાઝિલ: અહીં ન્યૂનતમ મર્યાદા જ E27 પેટ્રોલી છે અને મોટાભાગની ગાડીઓ ફ્લેક્સ ફ્યુઅલ છે એટલે કે તે 100 ટકા ઇથેનોલ (E100) પર પણ ચાલી શકે છે. બ્રાઝિલે પહેલા ગાડીઓ ટેકનોલોજી ફ્રેન્ડલી બનાવી અને પછી ઇંધણ લાગુ કર્યું.
  • અમેરિકા: દુનિયાના આ સૌથી મોટા ઇથેનોલ ઉત્પાદક દેશમાં પણ સામાન્ય પેટ્રોલ પંપ પર E10 પેટ્રોલનો વિકલ્પ આજે પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે જેથી જૂની ગાડીઓને નુકસાન ન થાય.
  • થાઈલેન્ડ અને ફ્રાન્સ: આ દેશોમાં પણ E10 ની સાથે મોટું ઇથેનોલ બ્લેન્ડિંગ ધરાવતા ઇંધણો એકસાથે વેચાય છે જેથી વાહન ચાલકો પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકે.

ભારતમાં વિકલ્પ આપવો કેમ શક્ય છે

તેલ કંપનીઓ એવી દલીલ કરી શકે છે કે જો E5, E10 અને E20 બધા જ પેટ્રોલ સાથે વેચવામાં આવે તો અલગ સ્ટોરેજ અને સપ્લાય ચેન બનાવવી પડે જેથી ખર્ચ વધે. પરંતુ આ દલીલ યોગ્ય લાગતી નથી કારણ કે અત્યારે પણ બજારમાં સામાન્ય પેટ્રોલ સિવાય એક્સપી95, સ્પીડ કે પાવર જેવા પ્રીમિયમ હાઈ ઓક્ટેન પેટ્રોલ વેચાય જ છે જેના માટે કંપનીઓ અલગ વ્યવસ્થા રાખે જ છે. જો પ્રીમિયમ પેટ્રોલ માટે અલગ નોઝલ અને ટાંકી બની શકતી હોય તો સામાન્ય લોકોની જૂની ગાડીઓ બચાવવા માટે E5 કે E10 નો વિકલ્પ કેમ ન આપી શકાય?

ફ્રાન્સ જેવી કન્વર્ઝન કીટ ભારત માટે કેમ જરૂરી છે

જ્યારે ફ્રાન્સમાં ઇથેનોલનું પ્રમાણ વધારવામાં આવ્યું ત્યારે સરકારે જૂની ગાડીઓને કન્વર્ટ કરવા માટે ખાસ કન્વર્ઝન કીટને કાયદાકીય મંજૂરી આપી હતી. ભારતમાં પણ શુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશને આવી કીટનું ટેસ્ટિંગ કર્યું છે જે BS4 અને BS6 વાહનો માટે સફળ રહ્યું છે. જો સરકાર આ કીટનું સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારે અને કિંમત ઓછી રાખે, તો જૂની ગાડીઓ ધરાવતા કરોડો મધ્યમવર્ગીય પરિવારોને મોટું નુકસાન થતાં બચાવી શકાય તેમ છે.

3.6 કરોડ વાહનચાલકો વાપરે છે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ, જાણો ફાયદા, નુકસાન અને સત્ય

Breaking News: 4,4,4,4,4,4… રાહુલ દ્રવિડના પુત્ર સમિતે ક્લાસિકલ શોટ્સથી જીતી લીધા દિલ, ‘ધ વોલ’ ની અપાવી યાદ

ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન, પૂર્વ કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડનો પુત્ર સમિત દ્રવિડ ફરી એકવાર ચર્ચામાં છે. મહારાજા ટ્રોફી KSCA T20 2026 માં કલ્યાણી બેંગલુરુ તરફથી રમતા સમિત દ્રવિડે હુબલી ટાઈગર્સ સામે ક્લાસિકલ બેટિંગ કરીને પોતાની પ્રતિભાની ઝલક દેખાડી અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

રાહુલ દ્રવિડના પુત્રની મજબૂત બેટિંગ

મેચ દરમિયાન કલ્યાણી બેંગલુરુની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે માત્ર 11 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સમિત દ્રવિડે રોહન પાટિલ સાથે ઈનિંગ સંભાળી હતી. બંને વચ્ચે 43 બોલમાં 70 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી, જેના કારણે ટીમ ફરી મજબૂત સ્થિતિમાં પહોંચી હતી.

સમિતના ક્લાસિક શોટ્સે ‘ધ વોલ’ ની અપાવી યાદ

સમિતે 23 બોલમાં 32 રનની ઈનિંગ રમી, જેમાં છ આકર્ષક ચોગ્ગાનો સમાવેશ થયો હતો. તેના ક્લાસિક કવર ડ્રાઈવ અને સ્ટ્રેટ શોટ્સે ચાહકોને રાહુલ દ્રવિડની બેટિંગની યાદ અપાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર ફેનકોડ દ્વારા શેર કરાયેલ તેના બાઉન્ડરીના વીડિયો પણ ઝડપથી વાયરલ થયા હતા.

 

સમિત દ્રવિડની મહત્વપૂર્ણ ઈનિંગ

કલ્યાણી બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 203 રન બનાવ્યા હતા. રોહન પાટિલે 64 અને પ્રવીણ દુબેએ 51 રનની અડધી સદી ફટકારી હતી, જ્યારે સમિતની સંયમભરી ઈનિંગે ટીમને મોટો સ્કોર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

રોમાંચક મેચમાં દ્રવિડની ટીમની જીત

જવાબમાં હુબલી ટાઈગર્સે જોરદાર લડત આપી અને 20 ઓવરમાં 7 વિકેટે 201 રન સુધી પહોંચી ગઈ, પરંતુ જીતથી માત્ર બે રન દૂર રહી ગઈ. મનવંત કુમારની 22 બોલમાં 60 રનની તોફાની ઇનિંગ છતાં કલ્યાણી બેંગલુરુએ રોમાંચક જીત નોંધાવી, જેમાં સમિત દ્રવિડનું યોગદાન ચર્ચાનું કેન્દ્ર બન્યું.

Breaking News: વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં રમવા માટે ફિટ જાહેર, આ તારીખે મેદાનમાં કરશે વાપસી!

Breaking News: રસ્તા વચ્ચે એકા એક બંદ થઈ ઇ રિક્ષા, સાયબર એટેકના બીક થી રિક્ષા ચાલકો પહોંચ્યા પોલીસ સ્ટેશન

સોશિયલ મીડિયા પર છેલ્લા બે ત્રણ દિવસથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે ઇ રિક્ષા ચાલકો અને સામાન્ય લોકોની ચિંતા વધારી દીધી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રસ્તા પર મુસાફરોને લઈને જતી ઇ રિક્ષા અચાનક એક મોબાઇલ એપના બટન દબાવવાથી બંધ થઈ જાય છે. આ માટે કોઈ વાયર કે મેકેનિકલ ખામી નહીં પરંતુ બ્લૂટૂથ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું કહેવાય છે. BAT-BMS નામની એક ચાઇનીઝ એપને કારણે ઉત્તર પ્રદેશના બિજનૌરથી લઈને દિલ્હી સુધી ભારે હોબાળો મચી ગયો છે.

શું ઘટના ઘટી

ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના નગીના નગરમાં છેલ્લા બે દિવસમાં અંદાજે 80 જેટલા ઇ રિક્ષા ચાલકો સાથે આવી અજીબ ઘટના બની છે. ચાલકોનો આરોપ છે કે તેમની ઇ રિક્ષા ચાલુ રસ્તા પર અચાનક લોક થઈ જાય છે જેના કારણે તેમનો રોજગાર પ્રભાવિત થઈ રહ્યો છે અને અકસ્માતનો ભય પણ વધી ગયો છે. આ બાબતને સાયબર એટેક માનીને મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો પોલીસ ચોકીએ પહોંચ્યા હતા અને આ ચાઇનીઝ એપ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

શું છે આ BAT-BMS એપ

આ એક એવી મોબાઇલ એપ્લિકેશન છે જેને શેનઝેન ગ્રીન એનર્જી ટેકનોલોજી નામની ચાઇનીઝ કંપનીએ બનાવી છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે જ્યારે એપલ સ્ટોર પરથી તેને હટાવી દેવામાં આવી છે. મૂળભૂત રીતે આ એપ સ્માર્ટ લિથિયમ બેટરીના મેનેજમેન્ટ માટે બનાવવામાં આવી છે. જેનાથી યૂઝર્સ પોતાની બેટરીનું ચાર્જિંગ લેવલ, વોલ્ટેજ અને તાપમાન ચેક કરી શકે છે. કેટલીક બેટરીમાં તેનાથી ચાર્જિંગ ઓન કે ઓફ કરવાનો ઓપ્શન પણ મળે છે.

શું ખરેખર એપથી ઇ રિક્ષા બંધ કરી શકાય

જ્યારે આ એપની ટેકનિકલ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે એપમાં નજીકની બ્લૂટૂથ ડિવાઇસ સર્ચ કરવાનો ઓપ્શન ચોક્કસ છે અને કનેક્ટ થયા પછી ચાર્જિંગ સ્વીચ ઓન ઓફ કરવાનું બટન પણ દેખાય છે. પરંતુ આ ફીચરનો ઉપયોગ કરવા માટે એક સિક્રેટ પાસવર્ડની જરૂર પડે છે. જો સામાન્ય પાસવર્ડ જેવા કે 1234 કે 0000 નાખવામાં આવે તો પ્રોસેસ આગળ વધતી નથી. સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ બ્લૂટૂથ ડિવાઇસને કનેક્ટ કરવા માટે પહેલા તેની પેરિંગ પ્રોસેસ કરવી પડે છે. પરવાનગી વગર રસ્તા પર ચાલતા કોઈ પણ વાહનની બેટરી સાથે સીધું કનેક્ટ થવું સામાન્ય સંજોગોમાં શક્ય નથી.

શું દેશની તમામ ઇ રિક્ષા જોખમમાં છે

આ ચાઇનીઝ એપ માત્ર એવા જ વાહનોમાં કામ કરી શકે છે જેમાં બ્લૂટૂથ આધારિત બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) સેટ કરેલી હોય. ભારતમાં દોડતી મોટાભાગની ઇ રિક્ષા સામાન્ય લિથિયમ બેટરી અથવા જૂની લીડ એસિડ બેટરી પર ચાલે છે જેમાં આવી કોઈ સ્માર્ટ બ્લૂટૂથ સિસ્ટમ હોતી જ નથી. તેથી દેશની તમામ રિક્ષાઓ લોક થઈ જશે તેવો ડર રાખવાની જરૂર નથી.

પોલીસ તપાસ બાદ ચિત્ર સ્પષ્ટ થશે

નગીના પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર કેટલાક યુવકો ઇન્સ્ટાગ્રામ પર વીડિયો જોઈને આવો ટ્રેન્ડ ફોલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ઇ રિક્ષા અચાનક બંધ થવા પાછળ ખરેખર કોઈ સાયબર કાવતરું છે કે પછી વાહનોમાં આવેલી કોઈ ટેકનિકલ ખામી જવાબદાર છે તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

જુઓ Video

 

View this post on Instagram

 

A post shared by Bishwajeet Maurya (@bishwamauryalive)

નોંધ: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની TV9 ગુજરાતી સત્તાવાર રીતે પુષ્ટિ કરતું નથી.

ટેકઓફ અને લેન્ડિંગ વખતે પ્લેનમાં કેબીનની લાઈટો ડીમ કેમ કરી દેવામાં આવે છે ? 99% લોકો નહીં જાણતા હોય

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

જામનગર: કાલાવાડ-ધોરાજી હાઈવે બંધ, ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું, જુઓ Video

જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કાલાવાડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભારે વરસાદના કારણે પાણી ભરાવાની અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

વરસાદની તીવ્રતા એટલી હતી કે ટોડા ગામ નજીકથી પસાર થતી સ્થાનિક નદીમાં પૂરની ભયાવહ પરિસ્થિતિનું નિર્માણ થયું. નદીમાં પાણીની ભારે આવક થતા પૂરના પ્રવાહમાં આ ગામ પાસેનું એક મહત્ત્વનું ડાયવર્ઝન સંપૂર્ણપણે ધોવાઈ ગયું.

આ ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે કાલાવાડ-ધોરાજી હાઈવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. હાઈવે બંધ થતાની સાથે જ બંને તરફથી આવતા અનેક વાહનો રસ્તા પર જ અટવાઈ પડ્યા છે, જેના લીધે મુસાફરો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ઘટનાએ જામનગર જિલ્લામાં ચોમાસાની પરિસ્થિતિની ગંભીરતા દર્શાવી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ડાયવર્ઝનનું સમારકામ કરી હાઈવેને ફરીથી ચાલુ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા છે. જ્યાં સુધી હાઈવે ફરી શરૂ ન થાય ત્યાં સુધી લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અથવા બિનજરૂરી પ્રવાસ ટાળવાની અપીલ કરવામાં આવી છે.

અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય, અતિભારે વરસાદની આગાહી, 2 સિસ્ટમ લાવશે પૂર! જુઓ Video

ઘર બેઠા UN માટે કામ કરવાની તક! ભારતીયો માટે Work From Home ઇન્ટર્નશિપ, સોશિયલ મીડિયા સંભાળવાની મળશે જવાબદારી

જો તમે ઘરેથી કામ કરીને આંતરરાષ્ટ્રીય સંસ્થામાં અનુભવ મેળવવા માંગો છો, તો તમારા માટે એક ઉત્તમ તક આવી છે. યુનાઇટેડ નેશન્સ વોલન્ટિયર્સ (UNV) સાથે સંકળાયેલી National Youth Council of Malawi (NYCOM) દ્વારા સંપૂર્ણપણે Work From Home (WFH) આધારિત ઓનલાઇન ઇન્ટર્નશિપ જાહેર કરવામાં આવી છે. આ ઇન્ટર્નશિપ દ્વારા પસંદ થયેલા ઉમેદવારોને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને ડિજિટલ કેમ્પેઇન પર કામ કરવાની તક મળશે.

આ ઇન્ટર્નશિપ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સ માટે છે, જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે અનુભવ મેળવવા, ડિજિટલ માર્કેટિંગ કૌશલ્ય વિકસાવવા અને વૈશ્વિક પ્રોજેક્ટ સાથે જોડાવા ઇચ્છે છે. આ અનુભવ તમારા રિઝ્યૂમેને વધુ મજબૂત બનાવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

શું છે આ UN ઓનલાઇન ઇન્ટર્નશિપ?

National Youth Council of Malawi (NYCOM) વર્ષ 2026ની National Youth Summit માટે સોશિયલ મીડિયા અને ડિજિટલ કેમ્પેઇન સંભાળવા પાંચ ઓનલાઇન સ્વયંસેવકોની પસંદગી કરી રહ્યું છે. આ સમગ્ર ઇન્ટર્નશિપ ઓનલાઈન રહેશે, એટલે કે વિશ્વના કોઈપણ ખૂણેથી ઉમેદવારો તેમાં જોડાઈ શકે છે.

પસંદ થયેલા ઉમેદવારો Facebook, Instagram, X (Twitter), LinkedIn અને TikTok જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમિટ સંબંધિત ડિજિટલ કેમ્પેઇન તૈયાર કરશે અને તેનું સંચાલન કરશે.

ઇન્ટર્નશિપની મુખ્ય વિગતો

  • સંસ્થા: National Youth Council of Malawi (NYCOM)
  • સહયોગી સંસ્થા: United Nations Volunteers (UNV)
  • સ્થાન: સંપૂર્ણ ઓનલાઈન (Work From Home)
  • સમયગાળો: 12 અઠવાડિયા
  • દર અઠવાડિયે કામ: 6 થી 10 કલાક
  • ખાલી જગ્યાઓ: 5 ઓનલાઇન હેલ્પર

ઇન્ટર્નશિપ દરમિયાન શું કામ કરવાનું રહેશે?

પસંદ થયેલા ઉમેદવારોએ દર અઠવાડિયે 3થી 5 આકર્ષક સોશિયલ મીડિયા પોસ્ટ તૈયાર કરવાની રહેશે. તેમાં સ્પીકર્સની માહિતી, પાર્ટનર હાઇલાઇટ્સ, ઇવેન્ટ અપડેટ્સ અને પડદા પાછળની ખાસ ઝલકનો સમાવેશ થશે.

આ ઉપરાંત મીડિયા અને પ્રમોશન ટીમ સાથે મળીને કન્ટેન્ટ કેલેન્ડર તૈયાર કરવું, સત્તાવાર હેશટેગની કામગીરી પર નજર રાખવી, પહોંચ (Reach) અને ઇમ્પ્રેશન (Impressions) જેવા મેટ્રિક્સનું વિશ્લેષણ કરીને સાપ્તાહિક રિપોર્ટ તૈયાર કરવો તેમજ અન્ય સ્વયંસેવકો સાથે મળીને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકસરખો સંદેશ જાળવવો પડશે.

કોણ કરી શકે અરજી?

આ ઇન્ટર્નશિપ માટે એવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે જેમને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અથવા ડિજિટલ કન્ટેન્ટ બનાવવાનો થોડો અનુભવ હોય. સાથે જ સર્જનાત્મક વિચારશક્તિ, ડેટાનું વિશ્લેષણ કરવાની ક્ષમતા અને સારી અંગ્રેજી લેખન કુશળતા હોવી જરૂરી છે.

ઉમેદવારોએ 12 અઠવાડિયા સુધી દર અઠવાડિયે ઓછામાં ઓછા 6થી 10 કલાક કામ કરવા માટે તૈયાર રહેવું પડશે.

અરજી કેવી રીતે કરવી?

આ ઇન્ટર્નશિપ માટે અરજી કરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે. ઉમેદવારોને **United Nations Volunteers (UNV)**ની સત્તાવાર વેબસાઇટ પર જઈ સંબંધિત ઇન્ટર્નશિપ પસંદ કરીને અરજી કરવી પડશે. અરજી દરમિયાન CV અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે. જરૂરિયાત મુજબ ઉમેદવારોનો ઓનલાઈન ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવી શકે છે. અંતિમ પસંદગી બાદ ઉમેદવારોને ઇમેલ દ્વારા જાણ કરવામાં આવશે.

ઘરેથી કામ કરવાની સુવિધા, આંતરરાષ્ટ્રીય અનુભવ અને વૈશ્વિક સંસ્થા સાથે જોડાવાની તકને કારણે આ ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સ માટે એક શ્રેષ્ઠ કારકિર્દી તક માનવામાં આવી રહી છે.

ભારતીય યુવતીએ ખોલી જર્મનીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ..

Disclaimer: આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ઘરમાં ‘ગરોળી’ નું દેખાવું એ તમને અપાવશે ‘રાજયોગ’ અને ‘ઉચ્ચ પદ’, જોતાં જ કરો આ એક કામ રાતોરાત બદલાઈ જશે ‘નસીબ’

27 કરોડની કમાણી કરી આલીશાન બંગલો બનાવ્યો છતાં ન ભરવો પડ્યો એક પણ રૂપિયો ઇનકમ ટેક્સ, જાણો ITAT નો ઐતિહાસિક ચુકાદો

સામાન્ય રીતે શેરબજાર કે અન્ય કોઈ સ્ત્રોતમાંથી જો લાખો રૂપિયાનો નફો થાય તો પણ સરકારી નિયમો મુજબ મોટો ટેક્સ ચૂકવવો પડે છે. પરંતુ જરા વિચારો કે કોઈ વ્યક્તિ 27 કરોડ રૂપિયાનો અધધ નફો કમાય, તેનાથી આલીશાન બંગલો પણ બનાવે અને છતાં તેણે સરકારને ટેક્સ તરીકે એક પણ રૂપિયો ન આપવો પડે તો? ડિજિટલ અને કાનૂની આઇડિયાના આ સમયમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા મોકલેલી કરોડોની નોટિસને ફગાવીને ઇનકમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) ની કોલકાતા બેન્ચે મહિલા રોકાણકારને મોટી રાહત આપતો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.

શું છે સમગ્ર વિવાદ?

કોલકાતાની રહેવાસી સરોજ ગોયન્કા (જેઓ જાણીતા ઇમામી ગ્રૂપના પ્રમોટર પરિવાર સાથે જોડાયેલા છે) તેમણે વર્ષ 2020 માં કંપનીના 36 લાખ શેર આશરે 33.77 કરોડ રૂપિયામાં વેચ્યા હતા. આ વેચાણથી તેમને 26.77 કરોડ રૂપિયાનો લોન્ગ-ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) એટલે કે ચોખ્ખો નફો થયો હતો.

નફો કમાયા બાદ તેમણે આ સમગ્ર રકમ કોલકાતાના પોશ વિસ્તાર ‘ક્વીન્સ પાર્ક’ માં એક આલીશાન રહેણાંક બંગલો બનાવવામાં રોકી દીધી. આ બંગલાનું બાંધકામ શેર વેચ્યાની તારીખથી નિયમ મુજબ 3 વર્ષની અંદર (જૂન 2022 માં) પૂરું થઈ ગયું હોવાથી, તેમણે ઇનકમ ટેક્સ એક્ટની કલમ 54F હેઠળ 100% ટેક્સ મુક્તિનો દાવો કર્યો હતો.

આવકવેરા વિભાગના 3 આક્ષેપો જેને કોર્ટે ફગાવી દીધા

ઇનકમ ટેક્સ અધિકારીએ આ દાવો નકારી કાઢ્યો હતો અને 3 કરોડ રૂપિયાથી વધુની ટેક્સ નોટિસ ફટકારી હતી. વિભાગની ત્રણ મુખ્ય આપત્તિઓ હતી, જેને ITAT એ કાનૂની દલીલોના આધારે સંપૂર્ણપણે ફગાવી દીધી:

  • વિભાગનો આક્ષેપ: મહિલા પાસે પહેલાથી બે પ્રોપર્ટી હતી, તેથી છૂટ ન મળી શકે.
  • કોર્ટનો ચુકાદો: ટ્રિબ્યુનલે નોંધ્યું કે પહેલી પ્રોપર્ટી ખાલી ઔદ્યોગિક જમીન હતી, રહેણાંક ઘર નહીં. જ્યારે બીજી પ્રોપર્ટી પરિવાર સાથે સંયુક્ત માલિકીની હતી. કાયદા અનુસાર, સંયુક્ત મિલકતના સહ-માલિક હોવા માત્રથી તમને આ ટેક્સ છૂટથી વંચિત રાખી શકાય નહીં.
  • વિભાગનો આક્ષેપ: બંગલાનું બાંધકામ શેર વેચ્યાના કેટલાય વર્ષો પહેલાં જ શરૂ થઈ ગયું હતું.
  • કોર્ટનો ચુકાદો: ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે કલમ 54F ની શરત માત્ર એટલી જ છે કે બાંધકામ શેર વેચ્યાના 3 વર્ષની અંદર પૂરું થઈ જવું જોઈએ. કાયદામાં ક્યાંય એવું નથી લખ્યું કે બાંધકામ શેર વેચ્યા પછી જ શરૂ થવું જોઈએ.
  • વિભાગનો આક્ષેપ: શેર વેચવાથી મળેલા પૈસા સીધા જ સિમેન્ટ-ઈંટ કે બાંધકામના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા નહોતા.
  • કોર્ટનો ચુકાદો: કોર્ટે ઐતિહાસિક વલણ અપનાવતા કહ્યું કે કાયદામાં ફંડની એક-એક લાઇન ટ્રેક કરવી જરૂરી નથી. મહત્વનું માત્ર એટલું જ છે કે રોકાણકારે નફા જેટલી રકમ નવા ઘરમાં વાપરી હોય, પછી ભલે તેનો સ્ત્રોત ગમે તે હોય.

શું છે આ ‘સેક્શન 54F’ નો નિયમ?

ઇનકમ ટેક્સની કલમ 54F હેઠળ જો કોઈ વ્યક્તિ ઘર સિવાયની અન્ય કોઈ મિલકત (જેમ કે શેર, મ્યુચ્યુઅલ ફંડ, સોનું અથવા બોન્ડ) વેચે છે, તો તેનાથી થતા લોન્ગ-ટર્મ નફા પર ટેક્સ છૂટ મેળવી શકે છે. આ માટે શરત એ છે કે નફાની રકમને શેર વેચવાના 01 વર્ષ પહેલાં અથવા 02 વર્ષની અંદર નવું ઘર ખરીદવામાં, અથવા 03 વર્ષની અંદર નવું ઘર બનાવવામાં રોકવી પડે છે.

પરંતુ હવે બદલાઈ ગયો છે નિયમ

બજેટ 2023 પછી સરકારે આ નિયમમાં એક બહુ મોટો ફેરફાર કર્યો છે. હવે કલમ 54F હેઠળ ટેક્સ મુક્તિની મહત્તમ મર્યાદા 10 કરોડ રૂપિયા સુધી મર્યાદિત કરી દેવામાં આવી છે. એટલે કે, વર્તમાન સમયમાં જો 10 કરોડ રૂપિયાથી વધુનો નફો થાય, તો તેના પર ટેક્સ ચૂકવવો જ પડશે.

વેદાંતાના શેર બન્યા રોકેટ: સેગમેન્ટ બદલાતા જ રોકાણકારો તૂટી પડ્યા, ચાર કંપનીઓમાં 20% ની તોફાની તેજી

19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું, જુઓ Video

અમરેલીના ધારી પંથકમાં પોલીસે એક અનોખી અને હૃદયસ્પર્શી કામગીરી કરી છે, જ્યાં 19 વર્ષ જૂના નાણાકીય વિવાદનો સુખદ અંત લાવવામાં આવ્યો છે. છતડીયા ગામના 94 વર્ષીય જયંતીલાલ ગોહિલ નામના વૃદ્ધે પોતાની 19 વર્ષથી અટકેલી મૂડી પરત મેળવવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમની અરજી મુજબ, 2007થી બાકી રહેલા ₹40,000 પરત અપાવવા માટે મદદ માંગવામાં આવી હતી.

આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આઈપીએસ જયવીર ગઢવીના સચોટ માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી, વિવાદનું નિરાકરણ લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પોલીસની આ સરાહનીય કામગીરીના પરિણામે, 94 વર્ષીય વૃદ્ધ જયંતીલાલ ગોહિલને તેમની ₹40,000ની રકમ આખરે પરત મળી શકી.

19 વર્ષના લાંબા સમયગાળા બાદ પોતાની મૂડી પરત મળતા વૃદ્ધે પોલીસ કાર્યવાહી પ્રત્યે અપાર સંતોષ વ્યક્ત કર્યો હતો. કૃતજ્ઞતાના પ્રતીક રૂપે, તેમણે પોલીસ અધિકારીનું મોં મીઠું કરાવી હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ ઘટના ગુજરાત પોલીસની જનતાનો મિત્ર તરીકેની ભૂમિકાને ઉજાગર કરે છે, જે દર્શાવે છે કે ન્યાય મેળવવામાં ઉંમર કે સમય ક્યારેય બાધક બનતા નથી.

જીરું અસલી છે કે નકલી? ઘરે બેઠા આ સરળ રીતથી ચકાસો

IND vs ENG: અભિષેક શર્માથી લઈને બટલર સુધી, આ ખેલાડીઓ વચ્ચેનો જંગ નક્કી કરશે મેચનું પરિણામ

સરકારે PPF, NSC અને SCSS ના વ્યાજ દરો રાખ્યા યથાવત, જુલાઈ-સપ્ટેમ્બર માટે નવી યાદી જાહેર

જો તમે પણ તમારી કમાણી પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરો છો, તો તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. સરકારે મંગળવાર, 30 જૂન 2026 ના રોજ સતત નવમી ત્રિમાસિક ગાળા માટે પીપીએફ (PPF), એનએસસી (NSC) અને કેવીપી (KVP) જેવી તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.

નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટર (1 જુલાઈ 2026 થી 30 સપ્ટેમ્બર 2026 સુધી) માટે વ્યાજ દર બિલકુલ એવા જ રહેશે જેવા પ્રથમ ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન 2026) હતા. બજારને આ વખતે દરોમાં સુધારાની આશા હતી, પરંતુ સુરક્ષિત રોકાણ પસંદ કરતા રોકાણકારોએ હાલમાં જૂના દરોથી જ સંતોષ માનવો પડશે.

હવે કઈ સ્કીમ પર કેટલું વ્યાજ મળી રહ્યું છે? જુલાઈથી સપ્ટેમ્બર 2026 ના ક્વાર્ટર માટે તમામ પ્રખ્યાત સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વર્તમાન વ્યાજ દર નીચે મુજબ છે:

છેલ્લી વાર વ્યાજ દરો ક્યારે બદલાયા હતા?

નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં છેલ્લી વાર મોટો ફેરફાર નાણાકીય વર્ષ 2023-24 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એપ્રિલ 2024 માં સરકારે માત્ર બે યોજનાઓમાં વધારો કર્યો હતો – જેમાં 3 વર્ષની ટાઈમ ડિપોઝિટનો દર 7% થી વધારીને 7.1% અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) નો દર 8% થી વધારીને 8.2% કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે સતત 9 ક્વાર્ટરથી બાકીની તમામ યોજનાઓના વ્યાજ દર જેમ વતેમ જ બનેલા છે.

કેવી રીતે નક્કી થાય છે આ યોજનાઓના વ્યાજ દર?

શું તમે જાણો છો કે સરકાર આ સ્કીમ્સનું વ્યાજ કેવી રીતે નક્કી કરે છે? ખરેખર, સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજ દર માર્કેટ યીલ્ડ એટલે કે બજારના રિટર્ન સાથે જોડાયેલા હોય છે. નાણા મંત્રાલય આ માટે એક ખાસ ફોર્મ્યુલાનું પાલન કરે છે, જે સમાન પાકતી મુદત (મેચ્યોરિટી) ધરાવતા સરકારી બોન્ડ અથવા ગવર્મેન્ટ સિક્યોરિટીઝ (G-Secs) ના રિટર્ન પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે, જો ૫ વર્ષના સરકારી બોન્ડનું રિટર્ન વધે કે ઘટે છે, તો તે જ હિસાબે 5 વર્ષની પોસ્ટ ઓફિસ એફડી (FD) ના દર પણ નક્કી કરવામાં આવે છે.

જોકે, ભલે આ ત્રિમાસિક ગાળામાં વ્યાજ દરોમાં કોઈ વધારો ન થયો હોય, પરંતુ બેંકોની સામાન્ય એફડીની સરખામણીમાં આજે પણ સુકન્યા સમૃદ્ધિ (8.2%), સિનિયર સિટિઝન સ્કીમ (8.2%) અને એનએસસી (7.7%) જેવી સરકારી યોજનાઓ સંપૂર્ણ સુરક્ષા સાથે શ્રેષ્ઠ રિટર્ન આપી રહી છે.

Digital Payments New Future: બેંક ખાતામાં ઝીરો બેલેન્સ હશે તો પણ થશે ઓનલાઈન પેમેન્ટ, જાણો શું છે આ નવી Credit Line સુવિધા

Breaking News: ઈંગ્લેન્ડમાં વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ થશે કે નહીં? કેપ્ટન શ્રેયસ અય્યરે તોડી ચુપ્પી

બેંક લોકરની ચાવી ખોવાઈ જાય તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો, જાણો લોકર કઈ રીતે ખુલશે અને નવો નિયમ શું કહે છે

આપણા કિંમતી દાગીના, દસ્તાવેજો અને રોકડ સુરક્ષિત રાખવા માટે બેંક લોકરને સૌથી ભરોસાપાત્ર જગ્યા માનવામાં આવે છે. પરંતુ, જો કોઈ ગ્રાહકથી બેંક લોકરની ચાવી ખોવાઈ જાય તો શું થાય? આ એક એવો પ્રશ્ન છે જે કોઈપણ વ્યક્તિની ચિંતા વધારી શકે છે. સામાન્ય સંજોગોમાં દરેક ગ્રાહકે લોકરની ચાવી ખૂબ જ કાળજીપૂર્વક રાખવી જોઈએ. તેમ છતાં, જો ચાવી ક્યાંક ગુમ થઈ જાય, તો પણ ગભરાવાની જરૂર નથી. આવી પરિસ્થિતિમાં તમારે સૌથી પહેલા કયા કાનૂની અને બેંકિંગ પ્રોટોકોલ અનુસરવા જોઈએ તે અંગે અહીં વિગતવાર માહિતી આપવામાં આવી છે.

સૌથી પહેલા બેંક અને પોલીસને જાણ કરો

જો તમારા બેંક લોકરની ચાવી ખોવાઈ જાય, તો સમય બગાડ્યા વિના તરત જ તમારી બેંક શાખાનો સંપર્ક કરો અને મેનેજરને આ અંગેની લેખિત જાણ કરો. આ સાથે જ, સુરક્ષાના ભાગરૂપે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તાત્કાલિક એફઆઈઆર નોંધાવો. બેંકને સમયસર જાણ કરવી એટલા માટે જરૂરી છે જેથી કોઈ અન્ય વ્યક્તિ તમારા લોકરનો દુરુપયોગ ન કરી શકે અને બેંક તે લોકરના ઓપરેશન પર તુરંત જ રોક લગાવી શકે.

ચાવી મેળવવાની પ્રક્રિયા અને લોકરની ટેકનોલોજી

નિયમો અને બેંકિંગ સિસ્ટમ અનુસાર, બેંકના કોઈપણ એક લોકર માટે ૨ અલગ-અલગ ચાવીઓ હોય છે. જેમાંથી એક ‘માસ્ટર ચાવી’ હોય છે જે હંમેશા બેંક પાસે રહે છે, જ્યારે બીજી મુખ્ય ચાવી ગ્રાહકને સોંપવામાં આવે છે. આ બંને ચાવીઓ તદ્દન અલગ હોય છે અને તેની કોઈ ડુપ્લિકેટ ચાવી હોતી નથી. લોકર ખોલવા માટે હંમેશા આ બંને ચાવીઓની એકસાથે જરૂર પડે છે. જો ગ્રાહક પોતાની ચાવી ખોઈ નાખે, તો બેંક જરૂરી કાનૂની દસ્તાવેજો અને ફોર્મ્સ પર ગ્રાહકની સહી લેશે અને ત્યારબાદ જ નવી ચાવી મંગાવવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ગ્રાહકની હાજરીમાં જ લોકર તોડવામાં આવશે

બેંક ચાવી ખોવાઈ જવાના કિસ્સામાં નવી ચાવી બનાવવા અથવા લોકર ખોલવા માટે લોકર બનાવનારી કંપનીના નિષ્ણાત એન્જિનિયરની મદદ લે છે. આ પ્રક્રિયા અંતર્ગત લોકરને સુરક્ષિત રીતે તોડવામાં આવે છે અને નવું લોક લગાવીને નવી ચાવી જારી કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ગ્રાહકની નજર સામે જ કરવામાં આવે છે જેથી પારદર્શિતા જળવાઈ રહે. અહીં ખાસ નોંધવું જરૂરી છે કે લોકર તોડવા અથવા નવું લોક અને ચાવી બનાવવા પાછળનો જે પણ ટેકનિકલ ખર્ચ થાય છે, તે સંપૂર્ણપણે ગ્રાહકે જ ચૂકવવો પડે છે. આ ખર્ચની રકમ બેંકની આંતરિક નીતિ અને લોકરની સાઈઝ પર નિર્ભર કરે છે.

ભવિષ્યમાં સુરક્ષા માટે આ બાબતોનું ધ્યાન રાખો

  • બેંક લોકરની ચાવીને ઘરમાં હંમેશા કોઈ એક ચોક્કસ અને સુરક્ષિત જગ્યાએ જ રાખવાની આદત બનાવો.
  • ચાવીની સાથે એક મોટું કે વિશિષ્ટ પ્રકારનું કી-ચેન જોડીને રાખો, જેથી તેને સરળતાથી ઓળખી શકાય અને તે ક્યાંક ભીડમાં અટવાઈ ન જાય.
  • તમારા બેંક લોકરનો નંબર, કસ્ટમર આઈડી કે ચાવી સંબંધિત કોઈ પણ ગુપ્ત માહિતી ક્યારેય પણ અન્ય અજાણી વ્યક્તિઓ સાથે શેર ન કરો.

આ 5 સરકારી એપ્સ તમારી જિંદગી બનાવી દેશે એકદમ સરળ, ઘરબેઠા જ પતાવી લો ટેક્સ, ગાડી અને પીએફ જેવા તમામ કામ

રામ મંદિર કેસમાં મોટી કાર્યવાહી, ચંપત રાયના નજીકના RMO અર્જુન દેવનું 17 વર્ષ બાદ અયોધ્યાથી ગોરખપુર ટ્રાન્સફર

રામ મંદિર પ્રસાદ ચોરી કેસની તપાસ વચ્ચે મહત્વપૂર્ણ વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 17 વર્ષથી અયોધ્યામાં ફરજ બજાવતા રેડિયો મેન્ટેનન્સ ઓફિસર (RMO) અર્જુન દેવનું ગોરખપુર ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. અર્જુન દેવનું નામ SIT તપાસ દરમિયાન સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે.

1,600 CCTV કેમેરા તેમજ પ્રસાદની ગણતરી

માહિતી અનુસાર, અર્જુન દેવ રામ મંદિરની વાયરલેસ સિસ્ટમ અને CCTV સર્વેલન્સની જવાબદારી સંભાળતા હતા. મંદિર પરિસરમાં સ્થાપિત આશરે 1,600 CCTV કેમેરા તેમજ પ્રસાદની ગણતરી દરમિયાન થતી દેખરેખની સંપૂર્ણ વ્યવસ્થા તેમના નિયંત્રણ હેઠળ હતી. કરોડો રૂપિયાના પ્રસાદની કથિત ચોરી બાદ તપાસ એજન્સીઓ હવે સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ખામી રહી તે શોધી રહી છે.

SIT રિપોર્ટમાં અર્જુન દેવની ભૂમિકાને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે તેઓ પોતાની સત્તાવાર જવાબદારીઓ ઉપરાંત મંદિર ટ્રસ્ટના અનેક કામકાજમાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા. VVIP દર્શનની વ્યવસ્થાથી લઈને મંદિર સંચાલન સંબંધિત અનેક નિર્ણયોમાં તેમનો પ્રભાવ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અર્જુન દેવનું અગાઉ પણ અનેક વખત ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું, પરંતુ દર વખતે તે અટકી જતું હતું. વર્ષ 2009 બાદ તેમની બદલીના અનેક આદેશો જારી થયા હોવા છતાં તેઓ અયોધ્યામાં જ તૈનાત રહ્યા હતા. તાજેતરમાં પણ તેમનું ટ્રાન્સફર અટક્યું હોવાનું કહેવાય છે.

અહેવાલો મુજબ, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટના કેટલાક અન્ય અધિકારીઓ સાથેની નજીકતાને કારણે અગાઉ તેમનું ટ્રાન્સફર અટકી ગયું હતું. જોકે, SIT તપાસમાં તેમનું નામ સામે આવ્યા બાદ આખરે તેમને ગોરખપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

SITએ અર્જુન દેવની પૂછપરછ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની જવાબદારીઓ, અધિકારક્ષેત્ર તેમજ ટ્રસ્ટના અધિકારીઓ સાથેના સંબંધોની તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીઓ આગામી દિવસોમાં આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમરનાથ યાત્રા માટે હાઇટેક સુરક્ષા, જમ્મુમાં 600 CCTV કેમેરા ગોઠવાયા

Breaking News : સુરત એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 3 વર્ષના બાળકનો બચ્યો જીવ

અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં સોમવારે સાંજે એક ગંભીર મેડિકલ ઇમરજન્સીની ઘટના સામે આવી હતી. મુસાફરી દરમિયાન ત્રણ વર્ષના બાળકની તબિયત અચાનક બગડી જતાં તે બેભાન થઈ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજી પાયલટે તાત્કાલિક મેડિકલ ઇમરજન્સી જાહેર કરી અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. સમયસર સારવાર મળતાં બાળકનો જીવ બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

ફ્લાઇટમાં હાજર બે ડોક્ટરોએ કરી પ્રાથમિક સારવાર

મળતી માહિતી મુજબ, ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E-7018 29 જૂન, 2026ના રોજ સાંજે લગભગ 8:20 વાગ્યે અમદાવાદથી મુંબઈ માટે રવાના થઈ હતી. ઉડાન દરમિયાન માસ્ટર સૌરભ નામના ત્રણ વર્ષના બાળકની તબિયત અચાનક લથડતાં તે બેભાન થઈ ગયું હતું. ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા બે તબીબોએ તરત જ બાળકને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નહોતો. ત્યારબાદ પાયલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કરી સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી માંગી હતી.

સુરત એરપોર્ટ પર તંત્ર તરત જ એક્શનમાં આવ્યું

મેડિકલ ઇમરજન્સીની જાણ થતાં જ સુરત એરપોર્ટનું સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું. એર ટ્રાફિક કંટ્રોલ, CISF, એરપોર્ટ મેડિકલ ટીમ અને ઇન્ડિગો એરલાઇન્સની ગ્રાઉન્ડ ટીમે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી હતી. વિમાન લેન્ડ થાય તે પહેલાં જ રનવે પાસે એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ તૈયાર રાખવામાં આવી હતી, જેથી બાળકને વિલંબ વિના સારવાર મળી શકે.

CISF અને એરપોર્ટ ટીમે સંકલનથી બચાવ્યો કિંમતી સમય

આ સમગ્ર ઓપરેશન દરમિયાન CISFના જવાનોએ એરપોર્ટ મેનેજમેન્ટ અને મેડિકલ ટીમ સાથે ઉત્તમ સંકલન જાળવી રાખ્યું હતું. ગ્રીન કોરિડોર જેવી ઝડપી વ્યવસ્થા ઉભી કરવામાં આવતા બાળકને વિમાનમાંથી બહાર કાઢીને સીધું હોસ્પિટલ પહોંચાડવામાં કિંમતી સમય બચી ગયો હતો.

પ્રાથમિક સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

વિમાન સુરક્ષિત રીતે સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ મેડિકલ ટીમ તરત જ વિમાનમાં પહોંચી હતી. બાળકને પ્રાથમિક સારવાર આપી તેની સ્થિતિ સ્થિર કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેન્ડબાય રાખવામાં આવેલી એમ્બ્યુલન્સ મારફતે તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ બાળક નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સારવાર મેળવી રહ્યું છે.

જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી ફ્લાઇટ મુંબઈ માટે રવાના

બાળકને હોસ્પિટલ ખસેડ્યા બાદ એરપોર્ટ પ્રશાસન અને ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા જરૂરી ટેકનિકલ અને કાયદાકીય પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફ્લાઇટ નંબર 6E-7018 તેના નિર્ધારિત ગંતવ્ય મુંબઈ માટે રવાના થઈ હતી. એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર સમગ્ર ઇમરજન્સી ઓપરેશન એટલી સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવ્યું કે સુરત એરપોર્ટની અન્ય નિયમિત ફ્લાઇટ્સ અથવા ગ્રાઉન્ડ ઓપરેશન પર તેની કોઈ અસર પડી નહોતી.

સુરતની યુટ્યુબર શિવાનીનું ઘર આગમાં લપેટાયું, જુઓ Video

અમરનાથ યાત્રા માટે હાઇટેક સુરક્ષા, જમ્મુમાં 600 CCTV કેમેરા ગોઠવાયા, જુઓ Video

આસ્થા અને ભક્તિનું પ્રતિક સમા પવિત્ર અમરનાથ યાત્રા આ વર્ષે અભૂતપૂર્વ હાઇટેક સુરક્ષા વ્યવસ્થા સાથે યોજાવા જઈ રહી છે. 3 જુલાઈથી શરૂ થનારી બાબા બરફાનીની પવિત્ર યાત્રા માટે સુરક્ષા એજન્સીઓએ આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે, જેથી લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ યાત્રા હવે માત્ર શ્રદ્ધાળુઓની આસ્થાની જ નહીં, પરંતુ ટેકનોલોજી દ્વારા સુદૃઢ કરાયેલી સુરક્ષાની પણ પ્રતિક બની છે.

જમ્મુ શહેરમાં કુલ 600 જેટલા હાઇટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ અત્યાધુનિક કેમેરા 24 કલાક યાત્રાના મુખ્ય માર્ગો તેમજ શહેરભરની દરેક નાની-મોટી ગતિવિધિ પર સઘન નજર રાખશે. આ તમામ કેમેરામાંથી મળતી લાઇવ ફીડ સીધી જમ્મુના ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં પહોંચાડવામાં આવી રહી છે. આ કમાન્ડ સેન્ટરમાંથી સુરક્ષા કર્મીઓની ટીમ દરેક શંકાસ્પદ હિલચાલ પર સતત દેખરેખ રાખી રહી છે, જેથી કોઈપણ સંભવિત ખતરાને સમયસર ઓળખી શકાય અને તેને નિવારી શકાય.

વિશાળ વિસ્તારોનું નિરીક્ષણ થશે

સીસીટીવી કેમેરા ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન સર્વેલન્સનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ડ્રોન માનવરહિત રીતે વિશાળ વિસ્તારોનું નિરીક્ષણ કરીને કંટ્રોલ સેન્ટરને મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડશે. જમીન પર સુરક્ષા માટે સીઆરપીએફ, સ્થાનિક પોલીસ દળ, અને ક્વિક રિસ્પોન્સ ટીમો (QRTs) ખડેપગે તૈનાત રહેશે. યાત્રા માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરીને સુરક્ષાનો અભેદ્ય કવચ બનાવવામાં આવ્યો છે.

આ સુરક્ષા વ્યવસ્થા પાછળનું મુખ્ય કારણ ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા મળેલા ઇનપુટ્સ છે. વર્તમાનમાં જમ્મુ-કાશ્મીરમાં હાજર લગભગ 45 વિદેશી આતંકવાદીઓમાંથી કેટલાક અમરનાથ યાત્રામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને, પ્રશાસને આતંકવાદીઓને ઓળખવા, તેમની ગતિવિધિઓને રોકવા અને સર્વોપરી, બાબા બરફાનીના ભક્તોની યાત્રાને સુરક્ષિત, સુખમય અને સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવી શકાય તેની ખાતરી કરી છે.

અમરનાથ યાત્રાની પ્રથમ પૂજા આજે થઈ ચૂકી છે અને 2 જુલાઈથી બાબા બરફાનીનો પહેલો જથ્થો જમ્મુના બેઝ કેમ્પ, યાત્રી ભવનથી રવાના થશે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જમ્મુ અને કાશ્મીરમાં બાબા બરફાનીના દર્શન કરવા પહોંચશે ત્યારે તેમનો વાળ પણ વાંકો ન થાય તે માટે ટેકનોલોજી અને સુરક્ષા દળો બંને સંપૂર્ણ સજ્જ છે. આ તમામ તૈયારીઓ પ્રશાસન દ્વારા યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે જ કરવામાં આવી છે, જે આ વર્ષની અમરનાથ યાત્રાને અત્યાર સુધીની સૌથી સુરક્ષિત યાત્રાઓમાંથી એક બનાવશે.

પેટ્રોલ ડીઝલને લઈ મોટા સમાચાર, 1 જુલાઈથી થશે આ ફેરફાર, જાણી લો

શું કારમાં બેસીને સિગરેટ પી શકાય? જાણો ટ્રાફિક પોલીસના કાયદા અને દંડની જોગવાઈ

ભારત માટે રાહતના સમાચાર! હોર્મુઝથી LPG અને ક્રૂડ ઓઇલ ભરેલા 11 જહાજ સુરક્ષિત રીતે પસાર

ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ શરૂ, જુઓ Video

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈ-બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે, જે ગાંધીનગરવાસીઓ માટે ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટની નવી અને આધુનિક સુવિધા પૂરી પાડશે. આ પહેલ શહેરને પર્યાવરણને અનુકૂળ પરિવહન પ્રણાલી તરફ આગળ વધારશે.

શહેરને કુલ 100 ઈ-બસ ફાળવવામાં આવી છે, જેમાંથી પ્રથમ તબક્કાની 40 ઈ-બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ 40 ઈ-બસો ગાંધીનગરના વિવિધ રૂટ પર દોડશે અને મુસાફરોને સેવા આપશે. આ ઉપરાંત, આ સેવા અમદાવાદ, કલોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો સુધીના મુસાફરો માટે પણ કાર્યરત રહેશે, જેનાથી આંતર-શહેર કનેક્ટિવિટીમાં સુધારો થશે.

આ હાઈટેક ઈ-બસો અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં ડિજિટલ ટિકિટિંગની સુવિધા ઉપલબ્ધ છે, અને QR કોડ તેમજ UPI પેમેન્ટ જેવી વ્યવસ્થાઓ પણ સામેલ છે, જે મુસાફરો માટે ટિકિટ ખરીદવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવશે. દિવ્યાંગો માટે ખાસ હાઈડ્રોલિક રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેમની મુસાફરી સુગમ અને આરામદાયક બની શકે. મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે અનામત બેઠકોની સુવિધા પણ આ બસોમાં સામેલ છે, જે તેમની સુરક્ષા અને આરામને સુનિશ્ચિત કરશે. આ ઈ-બસ સેવા ગાંધીનગરના જાહેર પરિવહનને વધુ કાર્યક્ષમ અને ટકાઉ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક, મોટી સુરક્ષા ચૂક, જુઓ Video

IND vs IRE: આયર્લેન્ડનો હીરો પહેલા જ બોલ પર શિવમ દુબેનો શિકાર બન્યો, સતત બીજી મેચમાં આ બેટ્સમેનને કર્યો આઉટ

IND vs IRE 2nd T20I: પહેલી ટી20 મેચમાં આયર્લેન્ડ સામે મળેલી નિરાશાજનક હાર બાદ ભારતીય બોલરોએ બીજી મેચમાં જોરદાર વાપસી કરી. બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ખાતે રમાયેલી બીજી ટી20માં ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને મોટો સ્કોર બનાવતા રોકવામાં સફળતા મેળવી. આ જીતમાં ફાસ્ટ બોલરો ઉપરાંત ઓલરાઉન્ડર શિવમ દુબેની ભૂમિકા પણ નિર્ણાયક રહી.

મેચ દરમિયાન આયર્લેન્ડે શરૂઆતમાં વિકેટો ગુમાવી હોવા છતાં હેરી ટેક્ટર અને બેન કેલિટ્ઝ વચ્ચે સારી ભાગીદારી થઈ હતી. બંનેએ મળીને ભારતીય બોલરો પર દબાણ બનાવ્યું અને આયર્લેન્ડને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. એક સમયે એવું લાગી રહ્યું હતું કે પહેલી મેચની જેમ આયર્લેન્ડ ફરી એકવાર મેચ પર પકડ બનાવી લેશે.

પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યરે યોગ્ય સમયે શિવમ દુબેને બોલિંગમાં લાવવાનો નિર્ણય લીધો અને આ નિર્ણય ટીમ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. દુબેએ પોતાની ઓવરના ચોથા બોલ પર બેન કેલિટ્ઝને આઉટ કરીને 65 રનની મહત્વપૂર્ણ ભાગીદારી તોડી. કેલિટ્ઝે માત્ર 23 બોલમાં 37 રનની આક્રમક ઇનિંગ રમી હતી. નોંધનીય છે કે સતત બીજી મેચમાં દુબેએ કેલિટ્ઝની વિકેટ ઝડપી હતી.

પહેલા જ બોલ પર ક્લીન બોલ્ડ

બેન કેલિટ્ઝના આઉટ થયા બાદ અનુભવી બેટ્સમેન ગેરેથ ડેલાની ક્રિઝ પર આવ્યો, જેણે પહેલી મેચમાં 49 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ભારતને હાર અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે આ વખતે ડેલાની એક પણ રન બનાવી શક્યો નહીં. શિવમ દુબેએ તેને પહેલા જ બોલ પર ક્લીન બોલ્ડ કરી દીધો. સીમ મૂવમેન્ટ સાથે આવેલા બોલે સીધા સ્ટમ્પ્સ ઉખાડી નાખ્યા અને ડેલાની ખાતું પણ ખોલી શક્યો નહીં.

દુબે હેટ્રિક તો પૂર્ણ કરી શક્યો નહીં, પરંતુ સતત બે બોલમાં બે વિકેટ લઈને તેણે આયર્લેન્ડની ઇનિંગની ગતિ સંપૂર્ણપણે અટકાવી દીધી. આ ઝટકાઓ બાદ આયર્લેન્ડની ટીમ મોટી ભાગીદારી ઊભી કરી શકી નહીં અને 20 ઓવરમાં માત્ર 154 રન સુધી જ સીમિત રહી.

હેરી ટેક્ટરે સૌથી વધુ 53 રનની લડાયક ઇનિંગ રમી

ભારત તરફથી શિવમ દુબેએ 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી, જ્યારે ડેબ્યૂ કરનાર યુવા ઝડપી બોલર પ્રિન્સ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી. અર્શદીપ સિંહે 2 અને હર્ષિત રાણાએ 1 વિકેટ મેળવી. આયર્લેન્ડ તરફથી હેરી ટેક્ટરે સૌથી વધુ 53 રનની લડાયક ઇનિંગ રમી, પરંતુ તે પોતાની ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી શક્યો નહીં.

હરમનપ્રીત કૌરની તોફાની અડધી સદીથી ભારતે ઓસ્ટ્રેલિયા સામે 170/4નો પડકારજનક સ્કોર ઉભો કર્યો

યૂટ્યુબ જોઈ ઘરે કરાવી ડિલિવરી, પ્રસૂતા મહિલાનું મોત; પતિ સામે FIR

તમિલનાડુના તિરુપ્પુર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. અહીં ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના આંધળા અનુકરણને કારણે એક હસતો-રમતો પરિવાર બરબાદ થઈ ગયો છે. યૂટ્યૂબ પર વીડિયો જોઈને ઘરે જ પ્રસૂતિ (ડિલિવરી) કરાવવાના ચક્કરમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

શું છે સમગ્ર મામલો?

તિરુપ્પુર જિલ્લાના ઉથુકુલી પાસે આવેલા થલવૈપલયમ વિસ્તારમાં કાર્તિક નામનો યુવક તેની પત્ની શશિકલા સાથે રહેતો હતો. તેમને પહેલાથી જ એક ચાર વર્ષની પુત્રી છે. શશિકલાની પ્રથમ ડિલિવરી સિઝેરિયન (ઓપરેશન) દ્વારા થઈ હતી. પ્રથમ બાળક ઓપરેશનથી થયા બાદ, આ દંપતીએ નક્કી કર્યું હતું કે તેઓ બીજા બાળકનો જન્મ કુદરતી રીતે એટલે કે નોર્મલ ડિલિવરી દ્વારા કરાવશે. આ માટે તેઓ લાંબા સમયથી યૂટ્યૂબ પર ઘરે બેઠા સુરક્ષિત અને સ્વસ્થ ડિલિવરી કેવી રીતે કરવી, તેના વીડિયો સતત જોતા રહેતા હતા.

વીડિયો જોઈને શરૂ કરી પ્રક્રિયા

ગયા બુધવારે, 24 જૂન 2026ના રોજ શશિકલાને પ્રસૂતિની પીડા (લેબર પેઇન) શરૂ થઈ હતી. હોસ્પિટલ જવાને બદલે આ પરિવારે યૂટ્યૂબ વીડિયોના સહારે જ ઘરે ડિલિવરી કરવાનો નિર્ણય લીધો. શશિકલાના પતિ કાર્તિક અને તેની સાસુએ સાથે મળીને વીડિયોમાં બતાવ્યા પ્રમાણે પ્રક્રિયા શરૂ કરી દીધી.

નવજાતનો જન્મ થયો પણ સ્થિતિ બગડી

શશિકલાએ ઘરે જ એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો ખરો, પરંતુ પ્રક્રિયા દરમિયાન તેને અતિશય રક્તસ્ત્રાવ (વધુ પડતું લોહી વહી જવું) શરૂ થઈ ગયો. શરૂઆતમાં પરિવારે આ બાબતને સામાન્ય ગણી, પરંતુ સમય જતાં શશિકલાની તબિયત લથડવા લાગી. સ્થિતિ ગંભીર બનતા તેને તાત્કાલિક પેરુન્દુરાઈની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાંના ડોક્ટરોએ મહિલાની નાજુક સ્થિતિ જોઈને કોઈમ્બતુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી, જ્યાં તેને આઈસીયુ (ICU) માં દાખલ કરવામાં આવી હતી.

સારવાર દરમિયાન તોડ્યો દમ

હોસ્પિટલના ડોક્ટરોના અથાક પ્રયત્નો છતાં પણ શશિકલાને બચાવી શકાઈ નથી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ ઉથુકુલી પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પત્નીના મોતના જવાબદાર એવા પતિ કાર્તિક અને તેના પરિવાર સામે ઊંડી તપાસ શરૂ કરી છે. સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર ઘરે ડિલિવરી ન કરવા અને હોસ્પિટલનો જ આશરો લેવા માટે કડક સૂચનાઓ અપાતી હોવા છતાં, સોશિયલ મીડિયાના ભરોસે લેવાયેલું આ આત્મઘાતી પગલું એક માસૂમ મહિલાના મોતનું કારણ બન્યું છે.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

પત્ની જ નહીં, આ ખાસ પરિસ્થિતિમાં બાળકોને પણ મળે છે ફેમિલી પેન્શન, જાણો શું કહે છે નિયમો

Breaking News : સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક, મોટી સુરક્ષા ચૂક, જુઓ Video

સુરત એરપોર્ટ પર એક ગંભીર સુરક્ષા ચૂકનો મામલો સામે આવ્યો છે, જ્યાં દિલ્હીથી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટના લેન્ડિંગ સમયે તેના પર લેસર લાઇટ મારવામાં આવી હતી. આ ઘટના પાઇલટની સુરક્ષા માટે ખતરનાક સાબિત થઈ શકી હોત, કારણ કે લેસર લાઇટ સીધી પાઇલટની આંખોમાં આવી હતી. જોકે, પાઇલોટની સમયસૂચકતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે એક મોટી દુર્ઘટના ટળી છે.

પ્રાથમિક માહિતી મુજબ, લેન્ડિંગની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક એક તેજસ્વી લેસર લાઇટ ફ્લાઇટ તરફ ફેંકવામાં આવી. આ લેસર લાઇટ સીધી પાઇલટની આંખો પર પડતાં થોડા સમય માટે તેમની દ્રષ્ટિને અસર થઈ હતી. પાઇલોટે તુરંત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને આ અંગે જાણ કરી હતી. ATC દ્વારા તાત્કાલિક સંબંધિત વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

આ ઘટનાને ગંભીરતાથી લઇને એરપોર્ટ ઓથોરિટી, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) અને સ્થાનિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. લેસર લાઇટ ક્યાંથી ફેંકવામાં આવી અને આ કૃત્ય પાછળ કોનો હાથ છે તે અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકારની ઘટના ફ્લાઇટ સલામતી માટે મોટો ખતરો ઉભો કરી શકે છે, તેથી સત્તાવાળાઓ આ મામલે કોઈ કચાસ રાખવા માંગતા નથી. સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધુ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ

હર્ષિત રાણાએ વિકેટ બાદ કરી મોટી ભૂલ, ટીમ ઈન્ડિયાને પડી શક્યો હોત ભારે ફટકો

આયર્લેન્ડ સામેની T20 શ્રેણીની બીજી અને અંતિમ મેચમાં યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ફરી એકવાર શાનદાર શરૂઆત કરાવી, પરંતુ વિકેટ મેળવ્યા બાદ તેમની એક ભૂલે ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી દીધી હતી. સદનસીબે આ ભૂલનો ભારતને મોટો ભોગ ચૂકવવો પડ્યો નહીં.

બેલફાસ્ટમાં રમાયેલી આ મેચમાં પ્રથમ T20માં મળેલી હાર બાદ ભારત માટે જીત નોંધાવવી ખૂબ જ જરૂરી હતી. ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને હર્ષિત રાણાએ પોતાના પ્રથમ જ સ્પેલમાં ઓપનર ટિમ ટેક્ટરને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી. અગાઉની મેચમાં પણ તેમણે પોતાના પ્રથમ ઓવરમાં વિકેટ ઝડપી હતી.

જોકે ત્યારબાદ ત્રીજા ઓવરમાં અર્શદીપ સિંહની બોલિંગ દરમિયાન રોસ અડેયરના બેટનો એજ લાગી બોલ વિકેટકીપર તરફ ઊંચો ગયો હતો. વિકેટકીપર ઈશાન કિશન સરળતાથી કેચ લઈ શકે તેવી સ્થિતિમાં હતા, પરંતુ હર્ષિત રાણા પણ કેચ લેવા માટે આગળ વધ્યા. બંને વચ્ચે ગેરસમજ સર્જાતા હર્ષિતના હાથમાંથી કેચ છટકી ગયો અને બોલ બાઉન્ડરી સુધી પહોંચી ગયો.

પ્રથમ T20માં ભારતે ત્રણ મહત્વના કેચ છોડ્યા હતા, જેના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી આ વખતે પણ ફરી આવી ભૂલથી મેચ હાથમાંથી નીકળી જવાની આશંકા ઉભી થઈ હતી. જોકે ભારત માટે રાહતની વાત એ રહી કે આગામી જ બોલ પર રોસ અડેયર ફરી મોટો શોટ રમવામાં નિષ્ફળ રહ્યો અને કવર વિસ્તારમાં ઉભેલા તિલક વર્માએ સરળ કેચ પકડીને ભારતને મોટી રાહત અપાવી. હર્ષિતની ભૂલ છતાં ટીમ ઈન્ડિયાએ ઝડપથી સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું.

Breaking News: બેન સ્ટોક્સે ચાલુ મેચે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ બનશે અંતિમ મેચ

હવે Strait of Hormuz માંથી પસાર થવા માટે જહાજોએ ટોલ ચૂકવવો પડશે? ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ઓમાનનું મોટું નિવેદન

ઈરાન અને અમેરિકા વચ્ચે તાજેતરમાં યુદ્ધવિરામ થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ અને માલવાહક જહાજોની અવરજવર ફરી શરૂ થઈ છે. આ દરમિયાન ઓમાને હોર્મુઝ સ્ટ્રેટને લઈને એક મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે, જેના કારણે વૈશ્વિક શિપિંગ ઉદ્યોગ અને તેલ બજારમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઓમાને યુરોપિયન અધિકારીઓ સાથેની ચર્ચામાં જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ કામગીરી હવે યુદ્ધ પહેલાની સ્થિતિમાં સંપૂર્ણપણે પાછી નહીં ફરે. ઓમાને સંકેત આપ્યો છે કે ભવિષ્યમાં આ વ્યૂહાત્મક જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પાસેથી કેટલીક સેવાઓ બદલ ફી અથવા ટોલ લેવામાં આવી શકે છે.

કઈ સેવાઓ માટે વસૂલાઈ શકે છે ફી?

ઓમાનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાનું સંપૂર્ણ પાલન કરશે. જોકે, પ્રદૂષણ નિયંત્રણ, નેવિગેશન સહાય અને દરિયાઈ સુરક્ષા જેવી સેવાઓ માટે જહાજો પાસેથી ચાર્જ લેવામાં આવે તેવી સંભાવના છે. આ સામાન્ય ટ્રાન્ઝિટ ટોલ નહીં પરંતુ ચોક્કસ સેવાઓ માટેની ફી હોઈ શકે છે.

અમેરિકા અને યુરોપ સહિત ઘણા દેશોમાં વધી ચિંતા

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંનો એક છે. અહીં કોઈપણ પ્રકારની ફી અથવા નિયંત્રણ લાગુ થવાથી અમેરિકા, યુરોપિયન દેશો તેમજ ગલ્ફના આરબ દેશોમાં ચિંતા વધી છે.

અહેવાલો અનુસાર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક વચ્ચે યોજાનારી બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ શકે છે.

અન્ય દરિયાઈ માર્ગોના મોડલનો અભ્યાસ

ઓમાન હાલમાં એશિયાના મલાક્કા સ્ટ્રેટ સહિત વિશ્વના અન્ય મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોની કામગીરીનો અભ્યાસ કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે મલાક્કા સ્ટ્રેટમાં હાલમાં જહાજો પાસેથી કોઈ ફરજિયાત ટ્રાન્ઝિટ ફી લેવામાં આવતી નથી. ઓમાન એ જ પ્રકારની વ્યવસ્થા અપનાવી શકાય કે નહીં તે અંગે વિચારણા કરી રહ્યું છે.

અગાઉ ઓમાને ટોલનો કર્યો હતો ઇનકાર

થોડા સમય પહેલાં ઓમાન અને ઈરાને સંયુક્ત નિવેદન આપીને હોર્મુઝ સ્ટ્રેટના ભવિષ્યના સંચાલન અને ખર્ચ અંગે ચર્ચા કરવાની વાત કરી હતી. જોકે, ત્યારબાદ અમેરિકાના હસ્તક્ષેપ બાદ ઓમાને અમેરિકા અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) સાથે એક અલગ સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું, જેમાં હોર્મુઝ સ્ટ્રેટ પર કોઈપણ પ્રકારના ટોલ અથવા નવા નિયંત્રણોને સમર્થન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

પરંતુ હવે ઓમાનના તાજેતરના નિવેદનથી ફરી એકવાર ટોલ જેવી વ્યવસ્થાની ચર્ચાએ જોર પકડ્યું છે.

શું ઈરાનનું ઓમાન પર દબાણ છે?

બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, ઓમાનના કેટલાક અધિકારીઓએ ખાનગી વાતચીત દરમિયાન યુરોપિયન અધિકારીઓને જણાવ્યું છે કે તેઓ ઈરાનના દબાણનો સામનો કરી રહ્યા છે. તાજેતરના સંઘર્ષ દરમિયાન ઈરાને ઓમાન સહિત સમગ્ર વિસ્તારમાં મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા.

આ ઉપરાંત ઈરાને પણ જણાવ્યું છે કે તે હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ ટ્રાફિકના સંચાલન માટે ઓમાન સાથે મળીને કામ કરવા ઈચ્છે છે.

વૈશ્વિક વેપાર પર શું પડશે અસર?

નિષ્ણાતોનું માનવું છે કે જો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર કોઈપણ પ્રકારની ફી અથવા ટોલ લાગુ કરવામાં આવશે તો તેની સીધી અસર વૈશ્વિક શિપિંગ ઉદ્યોગ અને કોમોડિટી વેપાર પર પડશે. તેલ અને અન્ય માલસામાનના પરિવહન ખર્ચમાં વધારો થઈ શકે છે, જેના કારણે વિશ્વભરના બજારો પર પણ તેની અસર જોવા મળી શકે છે.

હાલમાં આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ ઓમાનના બદલાતા વલણને કારણે આગામી સમયમાં હોર્મુઝ સ્ટ્રેટની કામગીરી અને વૈશ્વિક વેપાર પર તેની અસરને લઈને ચર્ચા વધુ તેજ બનવાની શક્યતા છે.

PM મોદી સેશેલ્સની મુલાકાતે, વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત પ્રાણી ‘જોનાથન’ સાથે કરી મુલાકાત

Breaking News : કરાચીમાં ભારે વિસ્ફોટથી ધ્રૂજયું પાકિસ્તાન ! PAK રેન્જર્સ હેડક્વાર્ટર પાસે થયો ગોળીબાર, આત્મઘાતી હમલાની આશંકા

પાકિસ્તાનના કરાચી શહેરમાં શનિવારે સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દે તેવી ઘટના સામે આવી છે. ગુલિસ્તાન-એ-જોહર વિસ્તારના બ્લોક-6માં આવેલા પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય (હેડક્વાર્ટર) નજીક જોરદાર વિસ્ફોટો અને ભારે ગોળીબારના અહેવાલો મળ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, અહીં આત્મઘાતી હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, પ્રથમ એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેના થોડા સમય બાદ વધુ બે નાના વિસ્ફોટ થયા. વિસ્ફોટો બાદ વિસ્તારમાં લગભગ અડધો કલાક સુધી સતત ગોળીબાર ચાલ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલ સુધી કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. તેમજ જાનહાનિ અથવા ઇજાગ્રસ્તોની સંખ્યા અંગે પણ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસમાં વ્યસ્ત છે.

પાકિસ્તાની મીડિયા સંસ્થાઓ ARY ન્યૂઝ અને જીઓ ન્યૂઝના અહેવાલ મુજબ, આ ઘટના કરાચી યુનિવર્સિટી અને પાકિસ્તાનના હવામાન વિભાગના કાર્યાલયની નજીક બની હતી. આ વિસ્તારને સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.

શું છે પાકિસ્તાન રેન્જર્સ?

પાકિસ્તાન રેન્જર્સ દેશનું અર્ધલશ્કરી દળ (Paramilitary Force) છે, જે મુખ્યત્વે સરહદ સુરક્ષા, આંતરિક કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ આતંકવાદ વિરોધી કામગીરી માટે જવાબદાર છે. આ દળ રમખાણો પર નિયંત્રણ, સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા અને મહત્વપૂર્ણ વ્યક્તિઓ (VIP)ની સુરક્ષા જેવી જવાબદારીઓ પણ નિભાવે છે.

પાકિસ્તાન રેન્જર્સ ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે, જોકે જરૂરિયાત મુજબ તે પાકિસ્તાન સેના સાથે સંયુક્ત રીતે પણ કામગીરી કરે છે. આ દળના બે મુખ્ય વિભાગ છે—પંજાબ રેન્જર્સ, જે ભારત-પાકિસ્તાન સરહદના પંજાબ સેક્ટરની દેખરેખ રાખે છે, અને સિંધ રેન્જર્સ, જે કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે.

કરાચીમાં આતંકવાદ વિરોધી અભિયાન અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સિંધ રેન્જર્સની વારંવાર તૈનાતી કરવામાં આવે છે. તેથી ગુલિસ્તાન-એ-જોહર સ્થિત રેન્જર્સ હેડક્વાર્ટરને ઉચ્ચ સુરક્ષા ધરાવતા વિસ્તારોમાં ગણવામાં આવે છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં થયેલી આ ઘટના બાદ સમગ્ર શહેરમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે.

PM મોદી સેશેલ્સની મુલાકાતે, વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત પ્રાણી ‘જોનાથન’ સાથે કરી મુલાકાત

Womens T20 World Cup: ભારત માટે ‘કરો યા મરો’ મેચ, ઓસ્ટ્રેલિયા સામે મહામુકાબલો, જાણો ક્યારે અને ક્યાં જોવી મેચ

મહિલા T20 વર્લ્ડ કપ 2026 હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. ગ્રુપ સ્ટેજની અંતિમ મેચોમાં સેમિફાઈનલની તસવીર સ્પષ્ટ થવાની છે. ભારત માટે ઓસ્ટ્રેલિયા સામેની મેચ ‘કરો અથવા મરો’ જેવી છે. હરમનપ્રીત કૌરની ટીમ જીત સાથે સીધી સેમિફાઈનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે, જ્યારે હારની સ્થિતિમાં તેને અન્ય પરિણામો પર નિર્ભર રહેવું પડી શકે છે.

ભારત માટે કરો યા મરો મેચ

ગ્રુપ-1 માં ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી ચારેય મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે. બીજી તરફ ભારત અને દક્ષિણ આફ્રિકા બંને પાસે છ-છ પોઈન્ટ છે. જો ભારત હારી જાય અને દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશને હરાવી દે, તો ભારતીય ટીમની સફર ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ શકે છે. જોકે દક્ષિણ આફ્રિકા હારી જાય તો નેટ રન રેટ ભારતને મદદ કરી શકે છે.

T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 37 મેચ રમાઈ છે. તેમાં ઓસ્ટ્રેલિયાએ 27 મેચ જીતી છે, જ્યારે ભારત માત્ર 9 મેચ જીતવામાં સફળ રહ્યું છે. મહિલા T20 વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે. 2020 ની ફાઇનલ અને 2023ની સેમિફાઇનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું.

મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મહત્વપૂર્ણ મેચ 28 જૂને લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 6:30 વાગ્યે યોજાશે. બંને ટીમો જીત સાથે આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરશે.

JioHotstar-સ્ટાર સ્પોર્ટ્સ પર લાઈવ સ્ટ્રીમિંગ

ભારતીય ક્રિકેટ ચાહકો આ મુકાબલો JioHotstar પર લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા જોઈ શકશે. ઉપરાંત સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 HD, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 HD, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર સ્પોર્ટ્સ 3 HD ચેનલ પર પણ મેચનું સીધું પ્રસારણ કરવામાં આવશે. સેમિફાઇનલની ટિકિટ માટેનો આ જંગ ચાહકો માટે રોમાંચથી ભરપૂર રહેવાનો છે.

Womens T20 World Cup: સેમિફાઈનલની ટિકિટ સામે વરસાદનું સંકટ, શું લંડનમાં તૂટશે ટીમ ઈન્ડિયાનું સપનું?

કોઈ ડાયેટ કે કસરત વગર ઘટી રહ્યું છે વજન? આ ગંભીર બીમારીઓનો હોઈ શકે છે સંકેત

આજકાલ ઘણા લોકો વજન ઘટાડવા માટે ડાયેટિંગ, જીમ અને કસરતનો સહારો લે છે. પરંતુ જો કોઈપણ પ્રકારની મહેનત કર્યા વગર તમારું વજન સતત ઘટી રહ્યું હોય તો તેને સામાન્ય બાબત માનીને અવગણવું યોગ્ય નથી. ઘણા કિસ્સાઓમાં આ શરીરમાં ચાલી રહેલી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો થોડા મહિનામાં કોઈ ખાસ કારણ વગર શરીરનું લગભગ પાંચ ટકા અથવા તેથી વધુ વજન ઘટી જાય તો તેની પાછળનું કારણ જાણવું જરૂરી બની જાય છે. માત્ર વજન ઓછું થવું જ નહીં, પરંતુ તેની સાથે શરીરમાં દેખાતા અન્ય લક્ષણો પર પણ ધ્યાન આપવું જોઈએ.

કઈ ગંભીર બીમારીઓનું હોઈ શકે છે લક્ષણ?

કોઈ કારણ વગર વજન ઘટવું હાઇપરથાઇરોઇડિઝમ, અનિયંત્રિત ડાયાબિટીસ, પાચનતંત્રની બીમારીઓ, ટીબી અથવા કેટલાક કિસ્સામાં કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સંકેત હોઈ શકે છે. ઉપરાંત લાંબા સમય સુધી તણાવ, ડિપ્રેશન અથવા અન્ય માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે પણ વજન ઘટી શકે છે.

આ લક્ષણોને બિલકુલ અવગણશો નહીં

જો વજન ઘટવાની સાથે સતત થાક લાગવો, ભૂખમાં ફેરફાર થવો, વારંવાર તાવ આવવો, રાત્રે વધુ પરસેવો થવો, સતત ઝાડા, પેટમાં દુખાવો, ગળવામાં તકલીફ, લાંબા સમય સુધી ઉધરસ રહેવી, મળ અથવા પેશાબમાં ફેરફાર દેખાવા અથવા શરીરમાં ગાંઠ અનુભવાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો?

જો કેટલાક અઠવાડિયા અથવા મહિનાઓ સુધી કોઈપણ પ્રયાસ વગર વજન સતત ઘટતું રહે અને તેની સાથે ઉપર જણાવેલા લક્ષણો પણ જોવા મળે તો વિલંબ કર્યા વગર ડૉક્ટરની સલાહ લો. જરૂરી હોય તો બ્લડ ટેસ્ટ અથવા અન્ય તપાસ દ્વારા કારણ જાણી સમયસર સારવાર શરૂ કરી શકાય છે.

સાવચેતી જ સૌથી મોટું રક્ષણ

વજનમાં અચાનક ઘટાડો હંમેશા ગંભીર બીમારીનો અર્થ નથી હોતો, પરંતુ તેને અવગણવાથી જોખમ વધી શકે છે. તેથી શરીરમાં થતા આવા ફેરફારોને ગંભીરતાથી લો અને સમયસર નિષ્ણાતની સલાહ લઈને યોગ્ય તપાસ કરાવો. વહેલી તકે નિદાન થવાથી ઘણી ગંભીર બીમારીઓની સારવાર વધુ અસરકારક બની શકે છે.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

કપડાથી ચશ્મા સાફ કરવાનું આજે જ બંધ કરો, આ સરળ રીતથી લેન્સ રહેશે કાચ જેવી ચમકદાર

Womens T20 World Cup: સેમિફાઈનલની ટિકિટ સામે વરસાદનું સંકટ, શું લંડનમાં તૂટશે ટીમ ઈન્ડિયાનું સપનું?

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મહિલા T20 વર્લ્ડ કપ 2026 પોતાની સૌથી મહત્વપૂર્ણ મેચમાં 28 જૂને ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાનારી આ મેચ ભારત માટે ‘કરો અથવા મરો’ જેવી બની ગઈ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમને સેમિફાઇનલમાં સ્થાન પાક્કું કરવા માટે જીત જરૂરી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા પહેલેથી જ અંતિમ ચાર માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે.

ભારત માટે આ મેચમાં જીત જરૂરી

ગ્રુપ-1 ઓસ્ટ્રેલિયાએ ચારેય મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતે ચારમાંથી ત્રણ મેચ જીતીને છ પોઈન્ટ મેળવ્યા છે અને બીજા સ્થાને છે. જોકે દક્ષિણ આફ્રિકાના પણ છ પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટના આધારે ભારત આગળ છે. આવી સ્થિતિમાં ભારત માટે આ મેચનું મહત્વ વધુ વધી ગયું છે.

28 જૂને લંડનમાં વરસાદની શક્યતા

ભારતની સૌથી મોટી ચિંતા હવે ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમ નહીં, પરંતુ લંડનનું હવામાન બની શકે છે. હવામાન વિભાગ અનુસાર 28 જૂને લંડનમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને બપોર બાદ હળવા વરસાદની શક્યતા છે. જો વરસાદ લાંબો ચાલશે તો મેચ પર તેની સીધી અસર પડી શકે છે.

મેચ રદ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ

ICC ગ્રુપ સ્ટેજની મેચો માટે રિઝર્વ ડે રાખતું નથી. તેથી જો વરસાદને કારણે મેચ રદ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં ભારતના સાત પોઈન્ટ થશે, પરંતુ દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશ સામે જીત મેળવી આઠ પોઈન્ટ સુધી પહોંચી શકે છે. તે સ્થિતિમાં ભારતની સેમિફાઇનલમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ શકે છે.

સ્મૃતિ-હરમનપ્રીત પર રહેશે નજર

ભારતીય ટીમ પાસે સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા અને રિચા ઘોષ જેવા મેચ વિનર ખેલાડીઓ છે. જો હવામાન સાથ આપશે તો ભારત પાસે ઓસ્ટ્રેલિયાને હરાવીને પોતાના દમ પર સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની સંપૂર્ણ તક રહેશે. હવે ભારતીય ચાહકોની નજર માત્ર મેચ પર નહીં, પરંતુ લંડનના આકાશ પર પણ રહેશે.

Breaking News: બીજી T20માં પણ વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની શક્યતા ઓછી! ટીમ ઈન્ડિયામાં થશે મોટો ફેરફાર

Breaking News: આયર્લેન્ડ સામેની હાર બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે સ્વીકારી મોટી ભૂલ, આપ્યું મોટું નિવેદન

આયર્લેન્ડ સામેની પહેલી T20 મેચમાં હાર બાદ ભારતીય ટીમના નવા કેપ્ટન શ્રેયસ અય્યરે મેચનું નિખાલસ વિશ્લેષણ કર્યું હતું. કેપ્ટનશીપ ડેબ્યૂમાં જ મળેલી હાર બાદ તેણે કહ્યું કે ટીમ માટે આ પરિણામ નિરાશાજનક છે, પરંતુ હવે આ હારને પાછળ છોડીને આગામી મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે.

હાર બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે શું કહ્યું?

શ્રેયસ અય્યરે કહ્યું કે ભારતીય બોલરોએ શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નવી બોલથી સ્વિંગ અને સીમ મૂવમેન્ટનો સારો ઉપયોગ કરીને શરૂઆતની વિકેટો મેળવી હતી. જોકે, મધ્ય ઓવરોમાં બેટ્સમેનોને સરળતાથી રન બનાવવા દીધા અને અંતિમ ઓવરોમાં રન રોકવામાં ટીમ નિષ્ફળ રહી. તેના મતે આયર્લેન્ડને 140 રનની આસપાસ રોકી શકાય તેમ હતું.

હર્ષિત રાણા અને શિવમ દુબેની પ્રશંસા કરી

કેપ્ટને હર્ષિત રાણા અને શિવમ દુબેના પ્રદર્શનની ખાસ પ્રશંસા કરી. હર્ષિતે ઈજામાંથી પરત ફરીને અસરકારક બોલિંગ કરી હતી, જ્યારે શિવમે પણ મહત્વપૂર્ણ ઓવરોમાં નિયંત્રિત બોલિંગ કરીને ટીમને મદદ કરી હતી. શ્રેયસે કહ્યું કે બંને ખેલાડીઓએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી.

 

વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું સફળતાની ચાવી

હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને આપેલા સંદેશ વિશે શ્રેયસે જણાવ્યું કે માત્ર મેદાન પર ઉતરી જવાથી જીત મળતી નથી. દરેક ખેલાડીએ દરેક ક્ષણે સંપૂર્ણ એકાગ્રતા સાથે રમવું પડે છે. તેણે ભારપૂર્વક કહ્યું કે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જ સફળતાની ચાવી છે.

28 જૂને બેલફાસ્ટમાં જ બીજી અને અંતિમ T20 મેચ

ભારત હવે 28 જૂને બેલફાસ્ટમાં જ આયર્લેન્ડ સામે બીજી અને અંતિમ T20 મેચ રમશે. શ્રેયસ અય્યરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીમ આ હારમાંથી પાઠ શીખીને વધુ સારી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે અને શ્રેણી બરાબર કરવાની સંપૂર્ણ કોશિશ કરશે.

Breaking News: 63 મેચની રાહ બાદ શ્રેયસ અય્યરનું T20માં ફ્લોપ કમબેક, કેપ્ટનશીપ ડેબ્યૂમાં મળી શર્મનાક હાર

Breaking News: 63 મેચની રાહ બાદ શ્રેયસ અય્યરનું T20માં ફ્લોપ કમબેક, કેપ્ટનશીપ ડેબ્યૂમાં મળી શર્મનાક હાર

ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચ શ્રેયસ અય્યરની T20 કારકિર્દી માટે ખાસ ક્ષણ હતી. લગભગ 936 દિવસ અને સતત 63 T20 આંતરરાષ્ટ્રીય મેચો બાદ તેણે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી હતી. આ સાથે જ તેને પ્રથમ વખત ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ કરવાની તક પણ મળી હતી. ચાહકોને તેની પાસેથી મોટી ઇનિંગની આશા હતી, પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યરની શરૂઆત નિરાશાજનક રહી હતી.

શ્રેયસ અય્યર 7 બોલમાં 3 રન બનાવી આઉટ

183 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતને અભિષેક શર્માએ ઝડપી શરૂઆત અપાવી હતી. જોકે, સંજુ સેમસન અને ઈશાન કિશનના ઝડપથી આઉટ થતાં દબાણ વધ્યું અને શ્રેયસ અય્યરને વહેલી બેટિંગ માટે આવવું પડ્યું. પરંતુ તે આ તકનો લાભ લઈ શક્યો નહીં અને માત્ર 7 બોલમાં 3 રન બનાવીને ડેબ્યૂ કરનાર ઝડપી બોલર મેથ્યુ હોલાર્ડનો શિકાર બન્યો.

શ્રેયસની કપ્તાનીમાં ભારત આયર્લેન્ડ સામે હાર્યું

કેપ્ટનશીપની સાથે શ્રેયસની વાપસી પણ ખાસ બની શકી નહીં. લાંબા સમય બાદ મળેલી તકમાં તે મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો. પરિણામે ભારતીય ટીમ મધ્યક્રમમાં દબાણમાંથી બહાર આવી શકી નહીં અને રનચેઝ મુશ્કેલ બની ગયો હતો. તેની કપ્તાનીમાં ભારત પહેલીવાર આયર્લેન્ડ સામે હાર્યું હતું અને શરમજનક રેકોર્ડ બન્યો હતો.

 

વાઈસ કેપ્ટન તિલક વર્મા પણ ફ્લોપ

માત્ર શ્રેયસ અય્યર જ નહીં, પરંતુ પ્રથમ વખત T20 ટીમના વાઈસ કેપ્ટન બનેલો તિલક વર્મા પણ અપેક્ષા મુજબ રમી શક્યો નહીં. તેણે 21 બોલમાં માત્ર 19 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા સિવાય ટોપ ઓર્ડરનો કોઈ પણ બેટ્સમેન જવાબદારીપૂર્વક રમ્યો નહીં, જેના કારણે ભારત સતત વિકેટ ગુમાવતું રહ્યું.

કેપ્ટન તરીકે નિરાશાજનક શરૂઆત

અંતે ભારતીય ટીમ લક્ષ્ય સુધી પહોંચી શકી નહીં અને 34 રને પરાજય થયો હતો. આ જીત સાથે આયર્લેન્ડે ભારત સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી, જ્યારે શ્રેયસ અય્યર માટે કેપ્ટન તરીકેની શરૂઆત યાદગાર બનવાને બદલે નિરાશાજનક સાબિત થઈ હતી.

Breaking News: પહેલી મેચ, પહેલો બોલ, પહેલી વિકેટ… ભારતીય મૂળના આઈરિશ બોલરે રચ્યો ઈતિહાસ

અમદાવાદ: બોપલ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 5 લાખની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયો

અમદાવાદમાં પોલીસ વિભાગના ભ્રષ્ટાચારને ઉજાગર કરતી વધુ એક ઘટના સામે આવી છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસમાં બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પ્રીતલ ચૌધરી પણ સંડોવાયેલા હતા, પરંતુ તેઓ એસીબીની રેડ દરમિયાન ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા, જેથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક વિગતો મુજબ, એક ફરિયાદી વિરુદ્ધ બોપલ પોલીસ મથકમાં એક અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં ગુનો ન નોંધવા અને કાર્યવાહી ન કરવાના બદલામાં પીએસઆઈ પ્રીતલ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈ દ્વારા 10 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો હતો.

ફરિયાદીએ ખેડા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. ફરિયાદીની માહિતીના આધારે, ખેડા એસીબીની ટીમે પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડવા માટે એક છટકું ગોઠવ્યું હતું. લાંચની રકમ બાબતે પીએસઆઈ પ્રીતલ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈએ ફરિયાદી સાથે રકઝક કરી હતી, જેમાં આખરે 10 લાખની માંગણીને બદલે 5 લાખ રૂપિયામાં સમાધાન થયું હતું.

આજે જ્યારે લાંચના 5 લાખ રૂપિયા આપવાની ગોઠવણ કરવામાં આવી હતી, ત્યારે એસીબીની ટીમ સંપૂર્ણ તૈયારી સાથે ઘટનાસ્થળે હાજર હતી. હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈ જેવો ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ સ્વીકારી રહ્યા હતા, તે જ સમયે એસીબીની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જોકે, આ આશ્ચર્યજનક કાર્યવાહી દરમિયાન પીએસઆઈ પ્રીતલ ચૌધરી સ્થળ પરથી ગાયબ થઈ ગયા હતા અને એસીબીના હાથમાં આવ્યા ન હતા. તેઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.

એસીબીના અધિકારીઓએ હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ લાંચ રુશ્વત અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરાર પીએસઆઈ પ્રીતલ ચૌધરીને ઝડપી પાડવા માટે પણ અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા છે તે દર્શાવ્યું છે. એસીબી દ્વારા આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે પણ ચકાસવામાં આવશે.

આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

સૌથી મોટી ખબર… મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ, કોઈ મોટા નેતા કેન્દ્ર સરકારમાં નાણામંત્રી બનશે?

દેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી સતત મોટા રાજકીય ફેરફારો જોવા મળી રહ્યા છે. અનેક નેતાઓએ પક્ષપલટો કર્યો છે, ત્યારે હવે કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ મોટા ફેરબદલની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વિવિધ રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર કેટલાક રાજ્યોના પ્રભાવશાળી નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપી શકે તેવી અટકળો ચાલી રહી છે.

તાજેતરમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ મહત્વપૂર્ણ રાજકીય હલચલ જોવા મળી હતી. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના કેટલાક સાંસદો એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાયા હોવાનું સામે આવ્યું છે. આ રાજકીય ઘટનાક્રમ બાદ ચર્ચા છે કે પક્ષપલટો કરનારા નેતાઓમાંથી કોઈ એકને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ધારાસભ્ય રોહિત પવારે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રના ભાજપના એક અગ્રણી નેતાને કેન્દ્ર સરકારમાં મહત્વની જવાબદારી મળી શકે છે અને તેમને નાણામંત્રી બનાવવાની પણ શક્યતા છે. જોકે, તેમણે કોઈ ચોક્કસ નેતાનું નામ જાહેર કર્યું નથી.

રોહિત પવારના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમના દાવાને કારણે એવી અટકળો પણ તેજ બની છે કે વર્તમાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના વિભાગમાં ફેરફાર થઈ શકે છે. જોકે, કેન્દ્ર સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રોહિત પવારે વધુમાં એવો પણ દાવો કર્યો કે તાજેતરમાં પક્ષપલટો કરનારા સાંસદોમાંથી એકને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તેમના કહેવા મુજબ, મહારાષ્ટ્રમાંથી કેટલાક નેતાઓને આગામી મંત્રીમંડળ વિસ્તરણમાં મહત્વપૂર્ણ જવાબદારી મળવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં સંભવિત વિસ્તરણ અને ફેરબદલ અંગે હજુ સુધી કેન્દ્ર સરકાર અથવા ભાજપ તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. હાલ ચાલી રહેલી તમામ ચર્ચાઓ રાજકીય અટકળો અને વિવિધ નેતાઓના નિવેદનો પર આધારિત છે. આગામી દિવસોમાં મંત્રીમંડળમાં ખરેખર ફેરફાર થાય છે કે નહીં અને મહારાષ્ટ્રમાંથી કોને સ્થાન મળે છે, તેના પર સૌની નજર રહેશે.

એક જ વિમાનમાં સાથે રવાના થયા ‘ઉદ્ધવ ઠાકરે’ અને ‘દેવેન્દ્ર ફડણવીસ’

Breaking News: ભારત પહેલીવાર આયર્લેન્ડ સામે હાર્યું, T20I શ્રેણી પણ ગુમાવી, આ છે શરમજનક હારનું કારણ

Breaking News: ઘણી ભૂલો છતાં ટીમ ઈન્ડિયાને મળી મોટી જીત, બાંગ્લાદેશને હરાવી સેમિફાઈનલની આશા જીવંત

ટીમ ઈન્ડિયાએ હારની નિરાશામાંથી બહાર નીકળીને ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં બાંગ્લાદેશને હરાવ્યું હતું. માન્ચેસ્ટરમાં તેમની ચોથી ગ્રુપ સ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાએ રાધા યાદવ અને શ્રી ચરણીની સ્પિન જોડીને કારણે બાંગ્લાદેશને ફક્ત 136 રનમાં જ રોકી દીધું હતું. ત્યારબાદ ઓપનર શેફાલી વર્માએ ધમાકેદાર અડધી સદી ફટકારીને ભારતને 17 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરવામાં અને 5 વિકેટથી જીત અપાવવામાં મદદ કરી. આ જીતથી ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ મજબૂત બની.

ભારતીય ખેલાડીઓએ ચાર કેચ છોડ્યા

ગુરુવાર, 25 જૂનના રોજ ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બોલિંગ કરી અને બીજી ઓવરમાં સફળતા મેળવી હતી. જોકે, તેઓએ વારંવાર એ જ ભૂલોનું પુનરાવર્તન કર્યું. ત્રીજી અને પાંચમી ઓવર વચ્ચે ભારતીય ટીમે એટલી નબળી ફિલ્ડિંગ કરી કે તે ફરીથી ચિંતાનું કારણ બની. આ ત્રણ ઓવર દરમિયાન ભારતીય ખેલાડીઓએ બાંગ્લાદેશી ખેલાડીઓના ચાર કેચ છોડ્યા.

ચરણીએ બે, રાધા યાદવે ત્રણ વિકેટ

દક્ષિણ આફ્રિકા સામેની પાછલી મેચમાં પણ તેઓએ આ જ ભૂલ ઘણી વખત કરી હતી, અને તેના ગંભીર પરિણામો હારના રૂપમાં ભોગવવા પડ્યા હતા. આ વખતે પણ, બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાની આ ભૂલોનો લાભ લીધો, અને નાની અને ધીમી ભાગીદારી દ્વારા તેઓએ 100 રનનો આંકડો પાર કર્યો. ફરી એકવાર, શ્રી ચરણી, દીપ્તિ શર્મા અને રાધા યાદવની સ્પિન ત્રિપુટી, જે આ મેચ માટે ટીમમાં પરત ફરી હતી, તેમણે બેટ્સમેનોને કાબૂમાં રાખ્યા અને 136 રન સુધી મર્યાદિત રાખ્યા. ચરણીએ બે વિકેટ લીધી, જ્યારે રાધા યાદવે ત્રણ વિકેટ લીધી.

 

શેફાલી વર્માની આક્રમક ફિફ્ટી

પછી બેટ્સમેનોનો વારો આવ્યો, અને સ્મૃતિ મંધાના વહેલી આઉટ થવા છતાં, ટીમ ઈન્ડિયા ટકી રહી. આનું કારણ શેફાલી વર્મા હતી, જેણે તરત જ બાઉન્ડ્રીનો વરસાદ શરૂ કરી દીધો, માત્ર 29 બોલમાં અડધી સદી ફટકારી. શેફાલી નવમી ઓવરમાં 53 રન બનાવીને આઉટ થઈ ગઈ, જ્યારે ટીમનો સ્કોર 76 હતો. આ તે સમય હતો જ્યાં ભારતીય ઇનિંગ અચાનક પડી ભાંગી, અને 98 રન સુધીમાં ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી.

ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 16.5 ઓવરમાં હરાવ્યું

આ સમયે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોમાં સંકલનનો અભાવ દેખાયો હતો. ખાસ કરીને કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમીમા રોડ્રિગ્સ વચ્ચે રન લેવામાં બે-ત્રણ વાર મૂંઝવણ થઈ, જેના કારણે રન-આઉટ થયા. જોકે, બાંગ્લાદેશની ફિલ્ડિંગ વધુ નબળી હતી, જેના કારણે કોઈ વિકેટ પડી ન હતી, અને ભારતીય ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચી ગઈ. આખરે, ટીમ ઈન્ડિયાએ 16.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું.

Breaking News: 21 વર્ષીય ભારતીય સ્પિનરનો કમાલ, મહિલા T20 વર્લ્ડ કપમાં 12 વિકેટ લઈ તોડ્યો રેકોર્ડ

EPFO એલર્ટ: 26થી 28 જૂન સુધી PF ક્લેમ નહીં કરી શકો, UMANGની સેવાઓ પણ થશે પ્રભાવિત

Womens T20 World Cup: કમબેક હોય તો આવું… ટીમ ઈન્ડિયાએ પહેલીવાર આપી તક, માત્ર 6 બોલમાં બતાવી તાકાત

કેન્સરની સારવારમાં નવી આશા, ભારતમાં લોન્ચ થઈ 2.15 લાખ રૂપિયાની નવી દવા

ભારતમાં કેન્સરની સારવાર માટે એક નવી અને આધુનિક દવા ઉપલબ્ધ થઈ છે. અમેરિકાની જાણીતી ફાર્મા કંપની Eli Lillyએ Tanstrive નામની કેન્સર વિરોધી દવા ભારતીય બજારમાં લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે આ દવા ખાસ કરીને એવા દર્દીઓ માટે અસરકારક બની શકે છે, જેમના શરીરમાં RET નામના જિનમાં ફેરફાર જોવા મળે છે.

સામાન્ય રીતે કેન્સરની સારવારમાં કીમોથેરાપીનો ઉપયોગ થાય છે, જે શરીરની ઘણી કોષિકાઓ પર અસર કરે છે. પરંતુ Tanstrive એક ટાર્ગેટેડ થેરાપી છે. એટલે કે તે સીધું RET જિનમાં થયેલા મ્યુટેશનને નિશાન બનાવે છે, જે કેટલીક પ્રકારની કેન્સર કોષિકાઓને ઝડપથી વધવામાં મદદ કરે છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર દરેક કેન્સર એકસરખું નથી હોતું. કેટલાક દર્દીઓમાં ખાસ પ્રકારના જિનેટિક ફેરફારો જોવા મળે છે. RET જિનમાં થયેલો એવો જ એક ફેરફાર કેન્સરની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. Tanstrive આ ખોટા સંકેતોને રોકવાનો પ્રયાસ કરે છે, જેના કારણે ટ્યુમરની વૃદ્ધિ ધીમી પડી શકે છે.

દવા દિવસમાં બે વખત લેવાની હોય છે. કંપનીએ 40 mg, 80 mg, 120 mg અને 160 mgની ચાર ડોઝમાં તેને ઉપલબ્ધ કરાવી છે. Tanstriveના એક બોક્સની કિંમત અંદાજે 2.15 લાખ રૂપિયા છે, જેમાં 14 દિવસની સારવાર માટે જરૂરી દવા આપવામાં આવે છે.

Eli Lilly Indiaના અધિકારીઓનું કહેવું છે કે હવે કેન્સરની સારવારમાં જિન આધારિત અને વધુ ચોક્કસ ઉપચાર તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે. આવી દવાઓ દર્દીઓને તેમની બીમારીના પ્રકાર અનુસાર વધુ લક્ષિત સારવારનો વિકલ્પ આપી શકે છે. જોકે, આ દવા દરેક પ્રકારના કેન્સર માટે નથી. તેની અસર માત્ર RET જિન મ્યુટેશન ધરાવતા દર્દીઓમાં જ જોવા મળી શકે છે. તેથી સારવાર શરૂ કરતા પહેલા જરૂરી જિનેટિક ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે.

વિશેષજ્ઞોના મતે, Tanstrive જેવી ટાર્ગેટેડ દવાઓ કેન્સરની સારવારમાં નવી આશા જગાવી રહી છે, પરંતુ તેની ઊંચી કિંમત ઘણા દર્દીઓ માટે પડકારરૂપ પણ બની શકે છે.

લોહગઢ કિલ્લાનો 2 હજાર વર્ષ જૂનો ઇતિહાસ: જ્યાં કેતનને ધક્કો અપાયો, તે સ્થળને લઈને કેમ છે રહસ્ય અને ભૂતિયા કથાઓ ?

TTE સાથે સેટિંગ’ ભારે પડી શકે! ટ્રેનમાં રસીદ વગર સીટ લીધી તો જેલ સુધી પહોંચી શકે છે મામલો

Breaking News : અમરેલીમાં સિંહણના ત્રીજા હુમલામાં બાળકનું મોત, ગ્રામજનોમાં ભારે આક્રોશ, જુઓ Video

અમરેલી જિલ્લામાં માનવ અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ખાંભા તાલુકાના ચતુરી ગામે બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં સિંહણના હુમલામાં એક પાંચ વર્ષના માસૂમ બાળકનું કરુણ અવસાન થયું છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભય અને આક્રોશનો માહોલ સર્જ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બાળક પોતાના દાદા સાથે પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક સિંહણે હુમલો કરી બાળકને ખેંચી લીધું હતું. આ બનાવની જાણ થતાં જ ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી અને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, ઘટનાસ્થળેથી લગભગ એક કિલોમીટર દૂર બાળકના માત્ર અવશેષો જ મળી આવતા પરિવાર અને ગ્રામજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

આ ઘટના અમરેલી જિલ્લામાં એક જ મહિનામાં સિંહના હુમલાની ત્રીજી ઘટના હોવાથી પરિસ્થિતિની ગંભીરતા વધી છે. સિંહો દ્વારા માનવ પરના હુમલા અને તેના પરિણામે થતા મૃત્યુના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને મૃતકના પરિવારજનોમાં વન વિભાગ પ્રત્યે તીવ્ર નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને વન વિભાગની કામગીરી સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ઘટનાની જાણ થતાં જ ખાંભા વન વિભાગની ટીમ તાત્કાલિક ચતુરી ગામે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ધારી ગીર પૂર્વના ડીસીએફ સાથે થયેલી ટેલિફોનિક વાતચીત મુજબ, તેમણે માનવ મૃત્યુની ઘટનાની પુષ્ટિ કરી છે. વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે અલગ અલગ ટીમો બનાવીને સિંહણને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આસપાસના વિસ્તારોમાં પાંજરા ગોઠવવામાં આવી રહ્યા છે, જેથી અન્ય કોઈ વ્યક્તિ પર હુમલો ન થાય. વન વિભાગ દ્વારા ટૂંક સમયમાં એક “મેગા ઓપરેશન” શરૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હુમલાખોર સિંહણને શોધીને પકડવાનો છે.

ગ્રામજનોની મુખ્ય માંગ છે કે આ વિસ્તારમાંથી સિંહોને તાત્કાલિક દૂર ખસેડવામાં આવે. વારંવાર બનતી આવી ઘટનાઓથી ખેડૂતો અને ગ્રામજનોમાં ખેતરોમાં જવા અને રોજિંદા કામકાજ કરવા માટે પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ એલર્ટ મોડ પર આવ્યું છે, પરંતુ લોકોનો આક્રોશ સ્પષ્ટપણે દર્શાવે છે કે માનવ-વન્યજીવ સંઘર્ષના મુદ્દાનો કાયમી ઉકેલ શોધવો અત્યંત જરૂરી છે.

ટોયલેટ સીટમાં ઉકળતું પાણી કેમ ન રેડવું જોઈએ ? ચોંકાવનારી વાત તમે નહીં જાણતા હોવ

Breaking News: વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ માટે કોનું પત્તું કપાશે? પ્લેઈંગ-11 માં આ ખેલાડી પર લટકતી તલવાર

Breaking News: ₹7.7 લાખ કરોડની કમાણી છતાં MDનો પગાર માત્ર ₹17 હજાર..!! EDની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

દેશની જાણીતી સોનાની નિકાસકાર કંપની રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ (REL) ફરી એકવાર ગંભીર વિવાદોમાં ઘેરાઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કંપની અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓના બેંગલુરુ અને મુંબઈ સહિત કુલ 9 સ્થળોએ સર્ચ અને સીઝર ઓપરેશન હાથ ધર્યા હતા. તપાસ દરમિયાન એવા અનેક મુદ્દા સામે આવ્યા છે, જેના કારણે કંપનીની નાણાકીય પારદર્શિતાને લઈને મોટા પ્રશ્નો ઉભા થયા છે.

EDના જણાવ્યા મુજબ કંપનીનો કુલ રેવન્યુ આશરે ₹7.7 લાખ કરોડ હોવા છતાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને દર મહિને માત્ર ₹17,000નો પગાર આપવામાં આવતો હતો. વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO)ને વર્ષ 2020થી કોઈ પગાર જ ચૂકવવામાં આવ્યો નથી. તપાસ એજન્સીના મતે આ પ્રકારની વેતન વ્યવસ્થા સામાન્ય કોર્પોરેટ માળખાથી સંપૂર્ણપણે અલગ છે અને કંપનીના વાસ્તવિક કારોબાર અંગે શંકા ઉભી કરે છે.

EDએ કંપનીના શેરોમાં સંદિગ્ધ બ્લોક ટ્રેડિંગ અને શેર હેરફેરના આરોપો પણ લગાવ્યા છે. તપાસ દરમિયાન કેટલાક એવા નામો સામે આવ્યા હોવાનું કહેવાય છે, જે અગાઉ આંતરરાષ્ટ્રીય ડેટા લીક મામલાઓમાં પણ ચર્ચામાં રહ્યા હતા. એજન્સીનો આરોપ છે કે NRI બેનામી ખાતાઓનો ઉપયોગ કરીને શેર હેરફેર મારફતે ભારતમાંથી ₹600 કરોડથી વધુની રકમ બહાર મોકલવામાં આવી હોઈ શકે છે.

તપાસ દરમિયાન કંપની અનેક વિદેશી વ્યવહારો સંબંધિત દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહી હોવાનું પણ EDએ જણાવ્યું છે. આયાત-નિકાસ, વિદેશી રોકાણ અને વિદેશી વેપારની ચુકવણી-ઉઘરાણી સંબંધિત રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત આફ્રિકાની ખાણોમાં ₹1,035 કરોડના રોકાણના દાવાને સમર્થન આપતા કોઈ દસ્તાવેજો પણ તપાસ દરમિયાન રજૂ થઈ શક્યા નથી. EDએ લગભગ ₹3,000 કરોડના વિદેશી વેપાર સંબંધિત વ્યવહારોમાં અસ્પષ્ટ ‘નેટિંગ’ અને ‘સેટ-ઓફ’ વ્યવસ્થાની પણ તપાસ શરૂ કરી છે, જેમાં UAE સહિતના વિદેશી પક્ષકારો સંડોવાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

તપાસ દરમિયાન ફેક્ટરીમાં નોંધાયેલા સ્ટોક અને વાસ્તવિક સ્ટોક વચ્ચે આશરે 40 ટકાનો તફાવત પણ સામે આવ્યો હોવાનું EDએ જણાવ્યું છે. આ સમગ્ર મામલો SEBI દ્વારા અગાઉ ઉઠાવવામાં આવેલી ચિંતાઓ સાથે પણ જોડાયેલો છે. SEBIએ આરોપ લગાવ્યો હતો કે કંપનીએ 2020-21થી 2024-25 દરમિયાન લગભગ ₹15.15 લાખ કરોડના કન્સોલિડેટેડ રેવન્યુ અંગે ભ્રામક માહિતી આપી હતી.

EDએ જણાવ્યું છે કે દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે અને તેમની વિગતવાર તપાસ હજુ ચાલુ છે.

ખાંડ છોડ્યા પછી પણ બ્લડ શુગર કંટ્રોલમાં નથી આવતું? ડાયાબિટીસનું સાચું કારણ જાણીને ચોંકી જશો

Breaking News: વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ માટે કોનું પત્તું કપાશે? પ્લેઈંગ-11 માં આ ખેલાડી પર લટકતી તલવાર

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની T20 શ્રેણી દરમિયાન તમામની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે. IPL અને તાજેતરના ઘરેલુ ક્રિકેટમાં પોતાની આક્રમક બેટિંગથી ચર્ચામાં આવેલા આ યુવા ખેલાડીને ડેબ્યૂ કરવાની તક મળવાની પૂરી શક્યતા છે. જોકે, તેના માટે પ્લેઇંગ-11માં જગ્યા બનાવવી ટીમ મેનેજમેન્ટ માટે સરળ નિર્ણય નહીં હોય.

ગૌતમ ગંભીર-શ્રેયસ અય્યર સામે સૌથી મોટો પ્રશ્ન

મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યર સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વૈભવને સામેલ કરવા માટે કયા ખેલાડીને બહાર રાખવો. હાલમાં ટોપ ઓર્ડરમાં અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ મજબૂત દાવેદાર છે અને ત્રણેયનું તાજેતરનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે.

સંજુ, ઈશાન, અભિષેકમાંથી કોઈને ડ્રોપ કરશે?

T20 વર્લ્ડ કપ 2026માં સંજુ સેમસને પાંચ ઇનિંગ્સમાં 321 રન બનાવ્યા હતા અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો. બીજી તરફ, ઈશાન કિશને 317 રન બનાવીને ટીમની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અભિષેક શર્માએ ભલે કુલ રન ઓછા બનાવ્યા હોય, પરંતુ ફાઇનલમાં તેની મેચવિનિંગ ઇનિંગ્સે ટીમને ખિતાબ અપાવ્યો હતો.

 

ઈશાન ઓપનિંગ અને નંબર-3 બંનેમાં ફીટ

જો IPL 2026ના આંકડા પર નજર કરીએ તો અભિષેકે 563, ઇશાને 602 અને સંજુએ 477 રન બનાવ્યા હતા. ત્રણેય ખેલાડીઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. ખાસ કરીને ઇશાને ઓપનિંગ અને નંબર-3 બંને સ્થાને સફળતા મેળવી છે, જેના કારણે તેનું સ્થાન સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવે છે.

સંજુ સેમસન પર સૌથી વધુ દબાણ

આ પરિસ્થિતિમાં સૌથી વધુ દબાણ સંજુ સેમસન પર જોવા મળી શકે છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ અભિષેક અને વૈભવની ઓપનિંગ જોડી અજમાવી શકે છે. જો આવું થાય, તો પ્રથમ મેચમાં સંજુને બહાર બેસવું પડી શકે છે. જોકે, લાંબી શ્રેણીને ધ્યાનમાં રાખતા આગામી મેચોમાં અભિષેક, સંજુ અને ઇશાન ત્રણેયને રોટેશન હેઠળ તક મળવાની સંભાવના પણ નકારી શકાય નહીં.

Breaking News: રોહિત શર્મા પહેલા આ ભારતીય ક્રિકેટરોને મળી ચૂક્યો છે પદ્મશ્રી એવોર્ડ, ક્રિકેટના ભગવાન ભારત રત્નથી સન્માનિત

લેપટોપ કે કમ્પ્યુટર ખરીદતા પહેલાં CPU-GPUનો તફાવત સમજો, નહીં તો ખોટી ડિવાઇસ પસંદ કરી બેસશો

રાજસ્થાનમાં જન્મેલો આ આઈરિશ બોલર વૈભવ સૂર્યવંશી માટે બની શકે છે મોટો ખતરો, જાણો કોણ છે આ ખેલાડી

ભારતીય ટીમ હવે શુક્રવાર, 26 જૂનથી આયર્લેન્ડ સામે T20 શ્રેણી રમવાની છે. આ શ્રેણી માટે, આયર્લેન્ડે તેની ટીમમાં જય મુન્દ્રા નામના ભારતીય મૂળના ઝડપી બોલરનો સમાવેશ કર્યો છે. જય મુન્દ્રાએ ભારતમાં ક્રિકેટની મૂળભૂત બાબતો શીખી હતી પરંતુ પછીથી અભ્યાસ કરવા માટે આયર્લેન્ડ ગયો હતો. તેણે લગભગ ક્રિકેટ છોડી દીધું હતું, પરંતુ 24 વર્ષની ઉંમરે, તેણે ફરીથી રમતને ગંભીરતાથી લીધી અને હવે તે આઈરિશ રાષ્ટ્રીય ટીમનો સભ્ય છે, તે વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા જેવા બેટ્સમેનો માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.

જય મુન્દ્રા કોણ છે?

જય મુન્દ્રા એક ડાબોડી ફાસ્ટ બોલર છે જે નીચલા ક્રમમાં સારી બેટિંગ પણ કરે છે.મુન્દ્રાનો જન્મ રાજસ્થાનના ટોંકમાં થયો હતો. તેને બાળપણથી જ ક્રિકેટમાં રસ હતો અને તે એકેડેમીમાં રમતો હતો. તેણે ફાસ્ટ બોલર તરીકે શરૂઆત કરી હતી, પરંતુ 16 વર્ષની ઉંમરે તે ટોપ ઓર્ડર બેટ્સમેન અને ડાબોડી સ્પિનર ​​બની ગયો હતો. જોકે, આયર્લેન્ડ ગયા પછી તે ફાસ્ટ બોલિંગમાં પાછો ફર્યો. તે 2019 માં ગ્રેજ્યુએટ થયો અને આ સમય દરમિયાન તે તેની કોલેજ ટીમ માટે પણ રમ્યો. તેની સ્પીડ વધતી રહી, જેના કારણે તેને ફાસ્ટ બોલિંગમાં વધુ રસ જાગ્યો.

આયર્લેન્ડ ટીમમાં કેવી રીતે પહોંચ્યો

24 વર્ષની ઉંમરે, આ ખેલાડી ડિગ્રી કોર્સ કરવા માટે આયર્લેન્ડ ગયો અને ક્રિકેટર તરીકેની પોતાની કુશળતાને નિખારવાનું પણ નક્કી કર્યું. તે આયર્લેન્ડની રાજધાની ડબલિનમાં આવેલા લેઈન્સ્ટર ક્લબમાં જોડાયો, જ્યાં તેણે ઘરેલુ ક્રિકેટમાં પોતાનું નામ બનાવ્યું. 2023 માં, લેઈન્સ્ટરે આઈરિશ સિનિયર કપ જીત્યો, અને આનાથી જય મુન્દ્રા ફેમસ થયો.

 

વૈભવ સૂર્યવંશી માટે કેમ છે ખતરો ?

જય મુન્દ્રા વૈભવ સૂર્યવંશી જેવા બેટ્સમેનો માટે ખતરો બની શકે છે. આ ડાબોડી ફાસ્ટ બોલર નવા બોલને બંને તરફ સ્વિંગ કરી શકે છે. તેની પાસે સારો એંગલ પણ છે. મુન્દ્રા બોલને એવા એંગલથી ફેંકે છે જે ઘણીવાર બેટ્સમેનોને ચોંકી જાય છે. મુન્દ્રા માનસિક રીતે ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. તે દબાણમાં બેટ્સમેનોને ભૂલો કરવા મજબૂર કરે છે.

જય મુન્દ્રા પર રહેશે નજર

ક્રિકેટ આયર્લેન્ડ સાથેની વાતચીતમાં, તેણે જણાવ્યું હતું કે ટોચના ક્રમના બેટ્સમેનોને આઉટ કરવા તેની પ્રાથમિકતા છે. આયર્લેન્ડની પરિસ્થિતિઓ તેની બોલિંગને અનુકૂળ છે, અને વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા જેવા બેટ્સમેન તેમની બોલિંગમાં ફસાઈ શકે છે. જય મુન્દ્રાએ અત્યાર સુધીમાં આયર્લેન્ડમાં પાંચ T20 મેચ રમી છે, જેમાં 10 વિકેટ લીધી છે. આયર્લેન્ડ ભારત સામે મજબૂત પ્રદર્શનની આશા રાખશે.

Breaking News: દિલ્હી કેપિટલ્સના યુવા ખેલાડી પર યુવતીએ લગાવ્યો ગંભીર આરોપ, પોલીસે ફરિયાદ દાખલ કરી

Dang Rain : ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, નદીઓ બે કાંઠે

ડાંગ જિલ્લામાં ચોમાસા પૂર્વે જ વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. જેને પ્રી-મોન્સૂન એક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. ડુંગરાળ ડાંગ જિલ્લાને આ વરસાદની ખરેખર જરૂરિયાત હતી, અને હવે મેઘરાજાના આગમનથી સમગ્ર જિલ્લો જળબંબાકાર થયો છે. વરસાદી માહોલ જામતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

ડાંગ જિલ્લાના સાપુતારા, આહવા, વઘઈ અને સુબીર જેવા તાલુકાઓમાં અતિ ભારે વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે પૂર્ણા અને અંબિકા જેવી સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે, અને તેઓ બે કાંઠે વહેવા લાગી છે. પહાડી વિસ્તારોમાં વરસાદના જોરને લીધે કોતરોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે.

અતિ ભારે વરસાદને કારણે ગામડાના વિસ્તારોમાં સામાન્ય જનજીવન થોડું પ્રભાવિત થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા છે. જોકે, આ વરસાદે ધરતીને તૃપ્ત કરી છે અને ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે. ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી વરસાદના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ અને સાથે જ પ્રકૃતિના સૌંદર્યને પ્રદર્શિત કરે છે.

ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ

Breaking News: ગ્રિન કાર્ડને લઈ ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, ભારતીયોને અમેરિકા જવુ થશે વધુ મુશ્કેલ, જાણો ડિટેલ્સ

Breaking News: હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સ નહીં પણ આ ચેમ્પિયન ટીમ તરફથી IPL 2027 માં રમશે? ડીલ લગભગ ડન!

Breaking News : ઈરાન ઝૂક્યું! લાંબા સમય સુધી ન્યુક્લિયર દેખરેખ માટે તૈયાર.. ટ્રમ્પનો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન તેની પરમાણુ સુવિધાઓ પર લાંબા ગાળાની આંતરરાષ્ટ્રીય દેખરેખ સ્વીકારવા માટે તૈયાર થઈ ગયું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ સમજૂતીના બદલામાં અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ સંબંધિત કેટલાક પ્રતિબંધોમાં રાહત આપશે તેમજ નિયંત્રિત નાણાકીય છૂટછાટો પણ આપશે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે ઈરાને “સૌથી ઉચ્ચ સ્તરની અને લાંબા ગાળાની પરમાણુ તપાસ” માટે સંમતિ આપી છે. તેમના મતે, આ પગલું “પરમાણુ અખંડિતતા” સુનિશ્ચિત કરશે અને ભવિષ્યમાં ઈરાન પરમાણુ હથિયાર ન બનાવી શકે તેની ખાતરી કરશે.

તેમણે વધુમાં જણાવ્યું કે જો ઈરાન આ પ્રકારની દેખરેખ માટે તૈયાર ન થયું હોત તો બંને દેશો વચ્ચેની વાટાઘાટો આગળ વધી શકી ન હોત. ટ્રમ્પે દાવો કર્યો કે આ સમજૂતી મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

કોઈ અંતિમ સંમતિ આપી નથી

જોકે, ટ્રમ્પના આ દાવાને ઈરાને તરત જ ફગાવી દીધો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકેઇએ જણાવ્યું કે તેહરાને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ની વધારાની અથવા વિશેષ દેખરેખ માટે કોઈ અંતિમ સંમતિ આપી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે પરમાણુ મુદ્દે ચર્ચા થઈ હતી, પરંતુ તેના સંબંધમાં કોઈ ચોક્કસ કરાર થયો નથી.

આ દરમિયાન ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ અંગે પણ મહત્વપૂર્ણ દાવો કર્યો. તેમના જણાવ્યા અનુસાર, નવા રાજદ્વારી કરારની અસરથી હોર્મુઝ સ્ટ્રેટ મારફતે તેલ પરિવહનમાં નોંધપાત્ર વધારો થયો છે. ટ્રમ્પે કહ્યું કે એક જ દિવસમાં લગભગ 19 મિલિયન બેરલ તેલનો પુરવઠો આ માર્ગથી પસાર થયો, જે અત્યાર સુધીનો રેકોર્ડ ગણાય છે.

તેમણે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ હાલમાં સંપૂર્ણપણે ખુલ્લો છે અને અમેરિકા આ માર્ગે અવરોધરહિત જહાજ પરિવહન ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે. જોકે, જરૂર પડ્યે સુરક્ષા માટે જરૂરી પગલાં ફરીથી લેવામાં આવી શકે છે.

ઈરાન હવે ક્યારેય પરમાણુ હથિયાર પ્રાપ્ત નહીં કરી શકે!

ટ્રમ્પે વધુમાં કહ્યું કે હાલની સ્થિતિમાં બે મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. પ્રથમ, હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહ્યો છે અને વૈશ્વિક તેલ પુરવઠો જળવાઈ રહ્યો છે. બીજું, તેમના દાવા અનુસાર ઈરાન હવે ક્યારેય પરમાણુ હથિયાર પ્રાપ્ત નહીં કરી શકે.

ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે પણ જણાવ્યું હતું કે ઈરાન સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ નિરીક્ષકોને દેશમાં ફરીથી પ્રવેશ આપવાના મુદ્દે સકારાત્મક વલણ દર્શાવી રહ્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં થયેલી તાજેતરની વાટાઘાટો બાદ અમેરિકી પક્ષે આ ચર્ચાઓને “સફળ અંતિમ કરાર તરફનો મજબૂત પાયો” ગણાવી છે.

ટ્રમ્પના દાવા અને ઈરાનના સત્તાવાર નિવેદન વચ્ચે મતભેદ

બીજી તરફ, ઈરાનનું કહેવું છે કે પરમાણુ મુદ્દે હજુ માત્ર પ્રાથમિક સ્તરની ચર્ચાઓ થઈ છે અને કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. તેથી ટ્રમ્પના દાવા અને ઈરાનના સત્તાવાર નિવેદન વચ્ચે સ્પષ્ટ મતભેદ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે છેલ્લા કેટલાક અઠવાડિયાંથી ચાલી રહેલી રાજદ્વારી ચર્ચાઓ બાદ યુદ્ધવિરામ તરફ આગળ વધવા માટે એક માળખાકીય સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હવે આગામી વાટાઘાટોમાં બંને દેશો વચ્ચે કોઈ સત્તાવાર કરાર થાય છે કે નહીં, તેના પર વિશ્વભરની નજર રહેશે.

કેનેડામાં દર મહિને રહેવાનો ખર્ચ કેટલો? સૌથી મોટો ખર્ચ જાણીને ચોંકી જશો

કાર ચલાવતા આંચકી આવી.. અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માતમાં યુવતીનું મોત, જુઓ Video

અમદાવાદના ગરીબનગર ચાર રસ્તા નજીક મંગળવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર કાર ચલાવી રહેલા વ્યક્તિને અચાનક તબિયત બગડતા અથવા આંચકો આવતાં વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દુર્ભાગ્યવશ, અકસ્માતમાં એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. યુવતીના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનને હટાવી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.

હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદની જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ : સીએનજી મોંઘો થતાં રિક્ષાના ભાડામાં ઝીંકાયો તોતિંગ વધારો

આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસ સામે ₹3.56 કરોડના ભ્રષ્ટાચારનો ગુનો દાખલ, જુઓ Video

આણંદના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે ગુજરાત ACB (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા અપ્રમાણસર મિલકતનો ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ACB દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં કેતકી વ્યાસની ₹3.56 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. આ મિલકતો તેમની કાયદેસરની આવકના પ્રમાણમાં 68.84% વધુ હોવાનો આરોપ છે.

આ સમગ્ર મામલો વર્ષ 2012 થી 2023 દરમિયાન કેતકી વ્યાસ દ્વારા તેમના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સંપત્તિ એકઠી કરવા સાથે સંબંધિત છે. અમદાવાદ ACB દ્વારા ગુનો દાખલ કરીને આ કેસમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

મહત્વની વાત એ છે કે કેતકી વ્યાસનું નામ અગાઉ પણ રાજ્યભરમાં ચર્ચા જગાવનાર 2023ના હનીટ્રેપ કેસમાં સામે આવ્યું હતું. આ કેસમાં આણંદના તત્કાલીન જિલ્લા કલેક્ટર ડી.એસ. ગઢવીને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા. કેતકી વ્યાસ, જે.ડી. પટેલ અને અન્ય બે આરોપીઓ આ હનીટ્રેપના મુખ્ય સૂત્રધાર હતા. કલેક્ટરની ચેમ્બરમાં વીડિયો શૂટ કરીને તેમને ફસાવીને એન.એ. (નોન-એગ્રીકલ્ચર) જમીનો કે અન્ય દસ્તાવેજો પર ખોટી રીતે સહી કરાવવા અથવા સહી કરાવ્યા બાદ મળતા નાણાં પડાવી લેવાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ ક્લિપો વાયરલ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ડી.એસ. ગઢવીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

કેતકી વ્યાસ, જેઓ તે સમયે આણંદના આર.એસ.સી. (રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર) હતા, તેમને નર્મદા જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવતા આખો મામલો બહાર આવ્યો હતો.

તપાસમાં સામે આવ્યું છે કે કેતકી વ્યાસ મામલતદાર તરીકેની નોકરીથી લઈને 2023 સુધી, જ્યાં પણ ફરજ બજાવી ત્યાં માત્રને માત્ર પૈસા કમાવવા અને ગેરકાયદેસર રીતે સંપત્તિ એકઠી કરવાની તેમની મોડસ ઓપરેન્ડી હતી. તેઓ કોઈપણ હદ સુધી જતાં ખચકાતા નહોતા, જેના કારણે અનેક મામલતદારો, અધિકારીઓ અને સામાન્ય લોકો પણ તેમનાથી હેરાન-પરેશાન હતા.

આ મામલો સામે આવ્યા બાદ તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. જેલમાંથી છૂટ્યા પછી પણ તેઓ હાલ સસ્પેન્ડેડ છે. આ દરમિયાન જ ACB દ્વારા ગુપ્ત રીતે હાથ ધરવામાં આવેલી તપાસમાં તેમની અપ્રમાણસર મિલકતોનો પર્દાફાશ થયો છે. જાહેર સેવક તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી, ગેરકાયદેસર રીતે ધનવાન થવાનો ગંભીર આરોપ તેમની પર મૂકવામાં આવ્યો છે. અમદાવાદ ACB દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

અમદાવાદની જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ : સીએનજી મોંઘો થતાં રિક્ષાના ભાડામાં ઝીંકાયો તોતિંગ વધારો

Jio EV Charger: Jio લાવ્યું સ્માર્ટ ચાર્જર, EV ને કરશે ફાસ્ટ ચાર્જ, જાણો ફાયદા

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો, 250 સંસ્થાઓ-એકમોને નોટિસ ફટકારાઈ

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ સામે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) એ કડક વલણ અપનાવ્યું છે. શહેરના 250થી વધુ શૈક્ષણિક સંસ્થાનો, મોલ, હોસ્પિટલો અને કોમર્શિયલ એકમોને પાર્કિંગ નિયમોના ભંગ બદલ નોટિસ ફટકારવામાં આવી છે.

AMC દ્વારા રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, વાઈડ એંગલ સિનેમા, નિર્મા યુનિવર્સિટી, ઇસ્કોન મોલ અને સહજાનંદ કોમ્પલેક્ષ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ સિટી સેન્ટર અને સ્વસ્તિક ચાર રસ્તા વિસ્તારના એકમોનો સમાવેશ થાય છે. આ એકમોને તેમની ઇમારતો બહાર રોડ પર વાહનો પાર્ક થતા હોવાને કારણે નોટિસ અપાઈ છે.

AMCએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો એકમોની બહાર રોડ પર વાહનો પાર્ક કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકાએ તમામ એકમોને પોતાની પાર્કિંગ સુવિધાનો સંપૂર્ણ ઉપયોગ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત, AMCએ પાર્કિંગ સામે ટેક્સ માફી યોજનામાં જોડાવા માટે પણ અપીલ કરી છે, જેથી શહેરના ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને હળવી કરી શકાય.

અમદાવાદની જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ : સીએનજી મોંઘો થતાં રિક્ષાના ભાડામાં ઝીંકાયો તોતિંગ વધારો

Breaking News: વિરાટ કોહલીએ ફિટનેસ ટેસ્ટ કર્યો પાસ, હવે ઈંગ્લેન્ડમાં 15 વર્ષનો દુકાળ થશે સમાપ્ત?

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે. 22 જૂને બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે તેમનું મેડિકલ પરીક્ષણ થયું અને તેઓ સંપૂર્ણપણે ફિટ હોવાનું જાણવા મળ્યું. કોહલી હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાઈ રહ્યો હતો, જેના કારણે તેઓ અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાં રમી શક્યો નહીં. જોકે, ત્યારબાદ કોહલીને ઈંગ્લેન્ડમાં આગામી ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ચાહકોને ચિંતા હતી કે કોહલી આ શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે છે, પરંતુ આ દિગ્ગજ ખેલાડી હવે સંપૂર્ણપણે ફિટ છે અને 15 વર્ષના દુકાળનો અંત લાવવાનો પ્રયાસ કરશે.

15 વર્ષથી ઈંગ્લેન્ડમાં કોહલીએ સદી નથી ફટકારી

વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં 54 સદી ફટકારી છે, પરંતુ તે ઈંગ્લેન્ડની ધરતી પર ફક્ત એક જ સદી ફટકારી શક્યો છે. વિરાટ કોહલીએ છેલ્લી વખત 15 વર્ષ પહેલા 2011 માં ઈંગ્લેન્ડમાં ODI સદી ફટકારી હતી. કાર્ડિફમાં રમાયેલી તે મેચમાં વિરાટ કોહલીએ 93 બોલમાં 107 રન બનાવ્યા હતા, જોકે ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી. ડકવર્થ-લુઈસ નિયમ મુજબ, ઈંગ્લેન્ડે મેચ જીતી લીધી હતી. પરંતુ હવે વિરાટ કોહલી ઈંગ્લેન્ડની ODI શ્રેણીમાં સદી ફટકારવા માંગશે અને તેની ટીમને માત્ર મેચ જ નહીં પરંતુ શ્રેણી પણ જીતવામાં મદદ કરશે.

 

ઈંગ્લેન્ડમાં વિરાટનો રેકોર્ડ કેવો છે?

વિરાટ કોહલીનો ઈંગ્લેન્ડમાં રેકોર્ડ સારો રહ્યો છે. તેણે ઈંગ્લેન્ડમાં કુલ 33 વનડે રમી છે, જેમાં તેણે 51.88 ની સરેરાશથી 1349 રન બનાવ્યા છે. તેણે એક સદી અને 12 અડધી સદી ફટકારી છે. તે ઈંગ્લેન્ડમાં બે વાર 0 પર આઉટ પણ થયો છે.

વિરાટ કોહલીનું જોરદાર ફોર્મ

વિરાટ કોહલીનું વનડે ફોર્મ જોરદાર રહ્યું છે. તેણે છેલ્લી સાત વનડેમાં ત્રણ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. આ વર્ષે તેણે 80 ની સરેરાશથી 240 રન બનાવ્યા છે. ગયા વર્ષે તેણે 65.1 ની સરેરાશથી 651 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી માટે ભારતની ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, ગુરનૂર બ્રાર.

ભારત-ઈંગ્લેન્ડ વનડે શ્રેણીનો શેડ્યૂલ

  • પહેલી વનડે 14 જુલાઈના રોજ બર્મિંગહામમાં બપોરે 3:30 વાગ્યે રમાશે
  • બીજી વનડે 16 જુલાઈના રોજ સાંજે 5:30 વાગ્યે કાર્ડિફમાં શરૂ થશે
  • ત્રીજી વનડે 19 જુલાઈના રોજ બપોરે 3:30 વાગ્યે લોર્ડ્સમાં રમાશે

ભારત સામેની T20 શ્રેણી માટે આયર્લેન્ડની ટીમ જાહેર, નવા કેપ્ટનની પસંદગી, ઈજાને કારણે 6 ખેલાડીઓ બહાર

Rain News : ચોમાસું 23 જૂનથી સક્રિય થશે, ગુજરાતમાં 27 થી 30 જૂન વચ્ચે આગમનની સંભાવના, જુઓ Video

ચોમાસાના મોરચે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ, આગામી 23 જૂનથી દેશભરમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ રહ્યું છે અને ઝડપથી આગળ વધવાની સંભાવના છે. ગુજરાત રાજ્ય માટે ચોમાસાનું આગમન 27 થી 30 જૂન વચ્ચે થઈ શકે છે, જેનાથી કાળઝાળ ગરમી અને વરસાદની પ્રતીક્ષા કરી રહેલા લોકોને હાશકારો મળશે.

હાલ ભલે ગુજરાત સહિત રાજસ્થાનમાં ચોમાસાની રાહ જોવાઈ રહી હોય, પરંતુ દક્ષિણ ભારતના કેરળ, માહે, લક્ષદ્વીપ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં 26 જૂન સુધી સતત વ્યાપક વરસાદની અપેક્ષા છે, જ્યાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વૈજ્ઞાનિકોએ આગામી 48 કલાકમાં દેશના અનેક રાજ્યોમાં ચોમાસું વધુ આગળ વધવા માટે અત્યંત સાનુકૂળ પરિસ્થિતિ હોવાનું જણાવ્યું છે.

ચોમાસાની ઉત્તરીય સરહદ હાલમાં મહારાષ્ટ્રના હરનાઈ, તેલંગાણાના હૈદરાબાદ, ઓડિશાના કોરાપુટ, ઝારખંડના રાંચી અને બિહારના મુઝફ્ફરપુરથી પસાર થઈ રહી છે. હવામાન વિભાગના મતે, ૨૩ જૂનની આસપાસ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગોમાં પ્રવેશ કરી જશે. આ સાથે જ છત્તીસગઢમાં પણ ચોમાસાના આગમન માટે ઉત્તમ સ્થિતિ સર્જાઈ રહી છે.

ઉત્તર-પશ્ચિમ ભારતના પહાડી ક્ષેત્રોમાં હવામાનનો મિજાજ બદલાવા જઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને મુઝફ્ફરાબાદમાં ૨૨ જૂને ભારે વરસાદ સાથે કેટલાક સ્થળોએ કરા પડવાની પણ આશંકા છે. આ ઉપરાંત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૨૬ જૂન સુધી સતત હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં 23 જૂન દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડશે. ઉત્તર પ્રદેશમાં પણ પ્રી-મોન્સુનની પ્રવૃત્તિઓ સક્રિય થતાં પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ૨૫ અને 26 જૂને વરસાદની શક્યતા છે.

પૂર્વ ભારતમાં મોન્સુનનું સૌથી ઉગ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ૨૧ જૂને અત્યંત ભારે વરસાદની આશંકાને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર અને ઓડિશામાં પણ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું અનુમાન છે. પૂર્વોત્તર ભારતના અસમ અને મેઘાલયમાં ૨૨ જૂને અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

મધ્ય ભારતના છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં પણ ગાજવીજ સાથે વરસાદી પવન ફૂંકાશે. પશ્ચિમ ભારતના કોંકણ અને ગોવામાં 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં 26 જૂન દરમિયાન ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ જોવા મળશે. દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં વાવાઝોડું અને વીજળી પડવાની પ્રબળ સંભાવના હોવાથી દરિયાકાંઠાના રહેવાસીઓને સતર્ક રહેવા માટે સલાહ આપવામાં આવી છે.

દેશના મોટાભાગના વિસ્તારમાં પ્રિ-મોન્સુન પ્રવૃત્તિઓ સક્રિય છે. હવામાન વિભાગે 20થી પણ વધારે રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ચોમાસું જે રાજ્યોને આવરી ચૂક્યું છે ત્યાં ભારે વરસાદ ચાલી રહ્યો છે, જેમાં સિક્કિમના છ જિલ્લા અને પશ્ચિમ બંગાળના પાંચ જિલ્લાનો સમાવેશ થાય છે.

સાજિદમાંથી સ્વપ્નિલ બન્યો, અમદાવાદના આ સરનામાનો કર્યો ઉપયોગ, જુઓ Video

Pakistan : જરૂર પડી તો ભારત સાથે યુદ્ધ કરશું.. પાણી માટે તરસી રહેલા પાકિસ્તાનની ગીદડ ધમકી

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી એકવાર ભારત સામે આક્રમક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ભારત સિંધુ નદીના પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો કરશે અથવા પાકિસ્તાનની જળ સુરક્ષાને જોખમમાં મૂકશે, તો પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી કરવા માટે પણ તૈયાર છે.

મીડિયા અહેવાલ અનુસાર ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે, “જે ક્ષણે અમને લાગશે કે પાણી, જે અમારી રાષ્ટ્રીય સુરક્ષાનો મહત્વનો ભાગ છે, તે જોખમમાં છે, ત્યારે અમે ભારત સામે યુદ્ધ છેડવામાં પણ પાછળ નહીં હટીએ.”

તેમણે વધુમાં કહ્યું કે જો પાકિસ્તાનને એવા નક્કર પુરાવા મળશે કે ભારત પાણીના પ્રવાહમાં વિક્ષેપ લાવવા માટે ગંભીર પગલાં ભરી રહ્યું છે, તો ઇસ્લામાબાદ તેના તમામ વિકલ્પો પર વિચાર કરશે, જેમાં લશ્કરી કાર્યવાહી પણ સામેલ હોઈ શકે છે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ મુદ્દે તણાવ વધ્યો છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. આ હુમલામાં 26 લોકોના મોત થયા હતા અને ભારતે પાકિસ્તાન પર સરહદપાર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો.

ભારત સરકારે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ પરનો નિર્ણય યથાવત રહેશે. વિશ્વ બેંકની મધ્યસ્થીથી અમલમાં આવેલી આ સંધિ હેઠળ પાકિસ્તાનને સિંધુ બેસિનના આશરે 80 ટકા પાણીનો હક આપવામાં આવ્યો હતો, જેના આધારે દેશની મોટાભાગની ખેતી નિર્ભર છે.

ખ્વાજા આસિફે ભારત પર પાણીનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે ભારત ચિનાબ નદીના પાણીના પ્રવાહમાં ફેરફાર કરી રહ્યું છે અને જળ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પણ પાકિસ્તાન સાથે શેર કરતું નથી.

બીજી તરફ, પાકિસ્તાન હાલમાં ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે. દેશના અનેક વિસ્તારોમાં પાણીની અછત વધતી જઈ રહી છે. ખાસ કરીને સિંધ અને બલુચિસ્તાન જેવા પ્રદેશોમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.

સિંધ સિંચાઈ વિભાગના આંકડા મુજબ ઉત્તર પશ્ચિમ નહેરમાં 64 ટકા કરતાં વધુ પાણીની અછત નોંધાઈ છે, જ્યારે ચોખાની નહેર અને દાદુ નહેરમાં અનુક્રમે 38 ટકા અને 82 ટકાની અછત જોવા મળી રહી છે.

સિંધના અધિકારીઓએ પંજાબ પ્રાંત પર મંજૂર મર્યાદા કરતાં વધુ પાણી ઉપાડવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમના મતે, ઉપરવાસમાં વધુ પાણીના ઉપયોગને કારણે નીચેના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ઘટ્યો છે, જેના કારણે કૃષિ અને સ્થાનિક અર્થતંત્ર પર ગંભીર અસર પડી રહી છે.

પાકિસ્તાનમાં વધતી પાણીની કટોકટી અને ભારત સાથેના તણાવ વચ્ચે ખ્વાજા આસિફનું આ નિવેદન બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ ગરમાવો લાવી શકે છે.

ઝીરો યુરેનિયમ સંવર્ધન સ્વીકાર્ય નથી… શાંતિ વાટાઘાટો વચ્ચે ઈરાન બગડયું..

નોકરી કરનારાઓ માટે મોટા સમાચાર: જોબ પ્રોફાઇલથી લઈને વર્કપ્લેસ સુધી, અપોઈન્ટમેન્ટ લેટરમાં હવે બધું જ હશે એકદમ સ્પષ્ટ!

ઉદ્ધવ જૂથને મોટો ઝટકો? શિંદે સાથે જોડાશે આ સાંસદ, કાર્યકરોને કહ્યું- જનકલ્યાણ માટે સત્તા સાથે રહેવું જરૂરી

મહારાષ્ટ્રના રાજકારણમાંથી ફરી એકવાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિવસેના (UBT) ના લોકપ્રિય સાંસદ ઓમરાજે નિંબાલકર હવે મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થવા જઈ રહ્યા છે. રવિવારે ઓમરાજે નિંબાલકરે પોતાના મતવિસ્તારના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે એક મહત્વની બેઠક યોજી હતી, જેમાં તેમણે એકનાથ શિંદેના નેતૃત્વની પ્રશંસા કરી હતી. આ બેઠક દરમિયાન ઓમરાજેની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ પક્ષપલટાના સંકેત આપી રહ્યા છે (જોકે સત્તાવાર રીતે આ ક્લિપની પુષ્ટિ થઈ નથી).

સત્તા સાથે રહેવું કેમ જરૂરી છે?

વાયરલ ઓડિયો ક્લિપ અનુસાર, ધારાશિવના સાંસદ ઓમરાજે નિંબાલકરે કાર્યકરોને સંબોધતા કહ્યું કે, “આપણે જનકલ્યાણના કામો કરવા માટે ભંડોળ (ગ્રાન્ટ) ની જરૂર પડશે, તેથી આપણે સત્તામાં રહેલા નેતૃત્વને સ્વીકારવું પડશે. આપણી ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ત્યારબાદ એકનાથ શિંદેએ અમિત શાહ સાથે આ અંગે ચર્ચા પણ કરી છે. સામાન્ય કાર્યકરોને પણ પોતાના કામો કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. અમે એક પણ નગરપાલિકા જીતી શક્યા નથી. જનતાના કામો કરાવવા માટે સત્તાનો ઉપયોગ કરવો પડશે, તેથી હું કેટલાક મહત્વના નિર્ણયો લેવા જઈ રહ્યો છું અને તમારે બધાએ મારા આ નિર્ણયને સમર્થન આપવું જોઈએ.”

છબી ખરાબ થવાના સવાલ પર આપ્યો જવાબ

જ્યારે કેટલાક કાર્યકરોએ ચિંતા વ્યક્ત કરી કે આ નિર્ણયથી તેમની રાજકીય છબી ધૂંધળી થઈ શકે છે, ત્યારે ઓમરાજે રોકડિયો જવાબ આપતા કહ્યું, “શું હું અહીં માત્ર મારી છબી બનાવવા આવ્યો છું? હું જનતાનો સાંસદ છું. ચૂંટણી પરિણામો પછી મારે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે સાથે વાત કરવી પડી હતી. તમે બધા મારા આ નિર્ણયમાં મારી સાથે રહો.”

નિંબાલકરને મંત્રી બનાવવાની કાર્યકરોની માંગ

બેઠકમાં ઉપસ્થિત કાર્યકરો અને પદાધિકારીઓએ એકસૂરે કહ્યું હતું કે ઓમરાજે નિંબાલકરે સરકાર સાથે જોડાવું જોઈએ. કાર્યકરોએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના નેતાના દરેક નિર્ણયને સ્વીકારવા તૈયાર છે. આ સાથે જ કાર્યકરોએ એવી પણ માંગ કરી હતી કે શિંદે જૂથમાં સામેલ થયા બાદ સાંસદ ઓમરાજે નિંબાલકરને સરકારમાં મંત્રી પદ આપવામાં આવે.

વારસદારો માટે શેર-મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર કરવું બન્યું સરળ, PAN અને વસીયતની જરૂર નહીં

વડોદરા સાવલી : રાત્રિના અંધારામાં કેનાલમાં છોડાયું કેમિકલવાળું ઝેરી પાણી, ખેડૂતોનો ઉગ્ર આક્રોશ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા દૂષિત પાણીને કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોનો આરોપ છે કે વિવિધ ઉદ્યોગો રાત્રિના સમયે છૂપી રીતે કેનાલમાં કેમિકલયુક્ત ઝેરી પાણી ઠાલવે છે.

આ ગંદા પાણીને કારણે વડદલા તળાવ અને વડદલા સિંચાઈ વિભાગની મુખ્ય કેનાલ દૂષિત થઈ ગઈ છે. ખેડૂતોનો દાવો છે કે સિંચાઈ માટે આ કેમિકલવાળું પાણી મળવાના કારણે તેમના ઊભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં, આ ઝેરી પાણી પીવાથી મૂંગા પશુ-પક્ષીઓના જીવ પણ જોખમમાં મુકાયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા હવે ખેડૂતોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

Breaking News : ભાજપના તાલુકા પંચાયત સદસ્યનો પુત્ર જ નીકળ્યો બુટલેગર, કારમાંથી દારૂ અને બિયરની 2 હજાર 160 બોટલ મળી

1 જુલાઈથી બદલાઈ શકે છે રેલવેના નિયમો! વગર ટિકિટે પ્રવાસ, લેડીઝ કોચમાં પ્રવેશ અને હંગામો કરવા પર લાગશે ભારે દંડ

ટ્રેનમાં વગર ટિકિટે કે અનધિકૃત રીતે મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે આગામી દિવસો મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા જન વિશ્વાસ (સુધારા જોગવાઈ) અધિનિયમ, 2026 હેઠળ રેલવેના નિયમો અને દંડની રકમમાં મોટા ફેરફારો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. આ નવા નિયમો અંતર્ગત ટિકિટ વગર પ્રવાસ કરવા બદલ લાગતો લઘુત્તમ દંડ 250 રૂપિયાથી વધારીને સીધો 500 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.

એક અહેવાલ મુજબ, રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને જાણ કરી છે કે આ કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ચૂકી છે. રેલવે અધિનિયમ, 1989માં કરવામાં આવેલા આ સુધારાઓ અલગ નોટિફિકેશન દ્વારા 1 જુલાઈથી અમલમાં આવી શકે છે.

વગર ટિકિટે મુસાફરી પર બમણો દંડ

સુધારેલી કલમ 137 મુજબ, ટિકિટ વગર અથવા અગાઉ વપરાઈ ચૂકેલી ટિકિટ પર મુસાફરી કરતા પકડાનારા લોકોએ ટિકિટનું ભાડું અને વધારાનો ચાર્જ બંને ચૂકવવા પડશે, જેમાં લઘુત્તમ દંડ 500 રૂપિયા હોઈ શકે છે. જો કોઈ મુસાફર દંડ ચૂકવવાનો ઇનકાર કરશે, તો તેની સામે કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

બીજાના નામે મુસાફરી કરવી પડશે મોંઘી

નવા પ્રસ્તાવિત નિયમો મુજબ, જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના નામે જાહેર થયેલી ટિકિટ પર પ્રવાસ કરતો પકડાશે, તો તેની ટિકિટ જપ્ત કરી લેવાશે. સાથે જ ભાડું અને વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે, જેની લઘુત્તમ રકમ 500 રૂપિયા રહેશે. આનાથી ટિકિટોના કાળાબજાર અને દુરુપયોગ પર રોક લાગશે.

ફેરિયાઓ અને ભીખ માંગનારાઓ પર કડક કાર્યવાહી

રેલવે પરિસરમાં કે ટ્રેનની અંદર પરવાનગી વગર સામાન વેચનારા કે ભીખ માંગનારાઓ સામે કડક પગલાં લેવાશે. આવા લોકો પર 2,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને વારંવાર નિયમ તોડનારને એક વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. ટ્રેનો અને સ્ટેશનો પર ભીખ માંગવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

અભદ્ર વર્તન અને નશામાં હંગામો કરવા પર દંડ

પ્રવાસ દરમિયાન ગાળાગાળી, અશ્લીલ ભાષાનો ઉપયોગ કે અન્ય મુસાફરોને હેરાન કરવા બદલ 1,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. વળી, નશાની હાલતમાં ધમાલ કરનારા મુસાફરોને ટ્રેન કે સ્ટેશન પરથી બહાર કાઢી મૂકવામાં આવશે અને તેમની સામે કાનૂની કાર્યવાહી થશે.

લેડીઝ કોચમાં બેસનારા પુરુષોને 2500 રૂપિયા દંડ

મહિલાઓ માટે આરક્ષિત સીટ, બર્થ કે આખા કોચ (ડબ્બા)માં ગેરકાયદેસર રીતે કબજો જમાવનારા પુરુષ મુસાફરોને 2,500 રૂપિયા સુધીનો ભારે દંડ ફટકારવામાં આવશે. રેલવે અધિકારીઓને આવા મુસાફરોને તાત્કાલિક ટ્રેનમાંથી ઉતારી દેવાનો અધિકાર પણ રહેશે.

અન્ય કડક નિયમો

  • જોખમી સામાન: ટ્રેનમાં પ્રતિબંધિત કે ખતરનાક સામાન લઈ જવા પર ઓછામાં ઓછો 10000 રૂપિયાનો દંડ થઈ શકે છે.
  • અનધિકૃત પ્રવેશ (ટ્રેસપાસિંગ): પેસેન્જર એરિયામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારાઓ પર 500 રૂપિયાનો દંડ થશે.

સરકાર કેમ વધારી રહી છે દંડ?

સરકારના જણાવ્યા અનુસાર, જન વિશ્વાસ અધિનિયમ, 2026નો મુખ્ય હેતુ નાના-મોટા ગુનાઓમાં કોર્ટના ચક્કર કાપવાને બદલે આર્થિક દંડ લાદવાનો છે, જેથી લોકો નિયમોનું પાલન વધુ સારી રીતે કરે. આ કાયદા હેઠળ દર ત્રણ વર્ષે દંડની રકમમાં 10% સુધીનો વધારો કરવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અમદાવાદ રેલવે મંડળની અનોખી પહેલ, 4 વંદે ભારત ટ્રેનોમાં પણ થશે યોગ સત્રો

Breaking News: IPL ટ્રેડ વિન્ડો શું છે? ખેલાડીઓની ટ્રેડ ડીલ કેવી રીતે થાય છે? જાણો નિયમ

IPL 2027 પહેલા ટ્રેડ વિન્ડો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક પંડ્યા અને યશસ્વી જયસ્વાલ વચ્ચે સંભવિત ટ્રેડ ડીલ તેમજ રિષભ પંત અને કુલદીપ યાદવને લઈને અટકળો સતત ચર્ચામાં છે. જોકે, આવી કોઈપણ ડીલ પાછળ IPLના કેટલાક નિશ્ચિત નિયમો લાગુ પડે છે, જેને ટ્રેડ વિન્ડો તરીકે ઓળખવામાં આવે છે.

IPL ટ્રેડ વિન્ડો શું છે?

ટ્રેડ વિન્ડો એ એવો સમયગાળો છે, જ્યારે IPLની ફ્રેન્ચાઈઝીઓ એકબીજા સાથે ખેલાડીઓની આપ-લે કરી શકે છે. આ પ્રક્રિયા દ્વારા ટીમો પોતાની જરૂરિયાત મુજબ સ્ક્વોડમાં ફેરફાર કરી શકે છે. ટ્રેડ વિન્ડો IPL સિઝન પૂરી થયા બાદ શરૂ થાય છે અને આગામી ઓક્શનના થોડા દિવસો પહેલાં બંધ થઈ જાય છે.

IPLમાં ત્રણ રીતે થાય છે ટ્રેડિંગ

IPLમાં ટ્રેડિંગ મુખ્યત્વે ત્રણ રીતે થઈ શકે છે. પ્રથમ કેશલેસ સ્વેપ, જેમાં બે ટીમો સીધા ખેલાડીઓની અદલાબદલી કરે છે. બીજું કોન્ટ્રેક્ટ વેલ્યુ ટ્રાન્સફર, જેમાં એક ટીમ ખેલાડીને તેની મૂળ કિંમત ચૂકવીને ખરીદી શકે છે. ત્રીજું મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ, જેમાં બંને ફ્રેન્ચાઈઝી પોતાની વચ્ચે નક્કી કરેલી રકમના આધારે ટ્રેડ પૂર્ણ કરે છે.

 

ખેલાડીની સંમતિ સૌથી મહત્વપૂર્ણ

ટ્રેડ ડીલમાં ખેલાડીની સંમતિ સૌથી મહત્વપૂર્ણ હોય છે. કોઈપણ ખેલાડીને તેની મંજૂરી વિના બીજી ટીમમાં મોકલી શકાતો નથી. સાથે જ, જે ફ્રેન્ચાઈઝી ખેલાડીને છોડે છે તેની મંજૂરી પણ ફરજિયાત હોય છે.

ખેલાડીઓના પગારમાં તફાવત હોય ત્યારે શું?

જો ટ્રેડ દરમિયાન ખેલાડીઓના પગારમાં તફાવત હોય, તો વધુ પગાર ધરાવતા ખેલાડીને ખરીદનારી ટીમે વધારાની રકમ ચૂકવવી પડે છે. આ રકમ ટીમના પર્સમાંથી કાપવામાં આવે છે. આ જ કારણ છે કે હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત અથવા કુલદીપ યાદવ જેવી મોટી ટ્રેડ ડીલની ચર્ચા થાય ત્યારે તેની પાછળના નિયમો અને ફ્રેન્ચાઈઝીની વ્યૂહરચના સમજવી પણ એટલી જ જરૂરી બની જાય છે.

Breaking News: યશસ્વી જયસ્વાલ સદીઓના આ મામલામાં બન્યો નંબર-1, ગિલ-કોહલીને પાછળ છોડ્યા

રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો

રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના સનાળી ગામે વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ભારે પવન ફૂંકાયો હતો, જેને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. આ ભારે પવનની અસર એટલી તીવ્ર હતી કે સનાળી ગામમાં એકસાથે ચાર વીજ પોલ ધરાશાયી થયા હતા. આ ઘટનાને કારણે ગામનો સંપૂર્ણ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેને લીધે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વીંછીયાના સનાળી ગામે બનેલી આ ઘટનાની જાણ થતાં જ વીજ વિભાગ દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી વધુ કોઈ દુર્ઘટના ન બને. પવનની તીવ્રતાને કારણે વીજ પોલ તૂટી પડ્યા હતા અને વીજળીના વાયરો પણ તૂટ્યા હતા, જેના પરિણામે વીજળી વગર ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. તંત્ર દ્વારા વહેલી તકે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

વારસદારો માટે શેર-મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર કરવું બન્યું સરળ, PAN અને વસીયતની જરૂર નહીં

Soybean Kofta Curry Recipe: રોજ-રોજના શાકભાજીથી કંટાળ્યા હોવ તો ટ્રાય કરો પ્રોટીનથી ભરપૂર સોયાબીન કોફ્તા કરી

ઉનાળાની ઋતુમાં અવારનવાર ઘરમાં શાકભાજી બનાવવા માટે ખૂબ જ મર્યાદિત ઓપ્શન હોય છે. દૂધી, તુરીયા, ભીંડા, કોળું કે દાળ આ દિવસોમાં એટલી બધી વાર બને છે કે બાળકોથી લઈને મોટા વડીલો પણ તે ખાઈને કંટાળી જાય છે. જો તમે પણ રોજિંદા કંટાળાજનક શાકભાજીથી હટીને કંઈક અલગ, ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માંગો છો, તો સોયાબીન કોફ્તા કરી એક શાનદાર ઓપ્શન છે. સોયાબીન શરીર માટે પ્રોટીન, ફાઈબર અને અન્ય પોષક તત્વોનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ સ્વાદિષ્ટ વાનગીને તમે સરળતાથી ઘરમાં બનાવી શકો છો.

સોયાબીન કોફ્તા બનાવવા માટેની જરૂરી સામગ્રી:

  • કરકરા પીસેલા સોયા ચંક્સ (સોયાબીન) – 1 કપ
  • પાણી – એક બાઉલ (સોયાબીન પલાળવા માટે)
  • બાફેલા બટાકા – 2 નંગ
  • મીઠું – 1/2 ચમચી
  • ધાણાજીરું પાવડર – 1/2 ચમચી
  • લાલ મરચું પાવડર – 1/4 ચમચી
  • લીલા મરચાં (ઝીણા સમારેલા) – 1 નંગ
  • હળદર પાવડર – 1/4 ચમચી
  • લીલા ધાણા – અડધી કટોરી
  • બેસન (ચણાનો લોટ) – 2 ચમચી
  • તેલ – કોફ્તા તળવા માટે

ગ્રેવી માટેની સામગ્રી:

  • તેલ – 1 ચમચી
  • જીરું – 1 નાની ચમચી
  • તજ-લવિંગ અને મરી – થોડા નંગ
  • તજપત્તું (તેજ પત્તા) – 1 નંગ
  • ટોમેટો પ્યુરી (ટમેટાની પેસ્ટ) – 1 કપ
  • આદુ – 1 ચમચી (ઝીણું સમારેલું)
  • ફ્રેશ ક્રીમ કે મલાઈ – જરૂરિયાત મુજબ
  • મીઠું – સ્વાદ અનુસાર

બનાવવાની સરળ રીત:

  • કોફ્તા તૈયાર કરવા માટે: સૌથી પહેલા સોયા ચંક્સને ઉકળતા ગરમ પાણીમાં આશરે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દો. જ્યારે સોયાબીન બરાબર ફૂલી જાય, ત્યારે તેનું પાણી નિતારીને તેને મિક્સરમાં કરકરા પીસી લો. હવે એક વાસણમાં પીસેલા સોયાબીન, બાફેલા બટાકા, મીઠું, મસાલા, લીલા મરચાં, લીલા ધાણા અને ચણાનો લોટ (બેસન) નાખીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી નાના-નાના ગોળ કોફ્તા બનાવી લો અને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  • ગ્રેવી તૈયાર કરવા માટે: એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું, તેજપત્તું, તજ, લવિંગ અને મરી નાખીને સાંતળો. ત્યારબાદ તેમાં ટમેટા, આદુ અને લીલા મરચાની પેસ્ટ (પ્યુરી) ઉમેરો. ગ્રેવી બરાબર પાકી જાય એટલે તેમાં હળદર, ધાણાજીરું અને લાલ મરચું પાવડર ઉમેરીને મસાલાને સારી રીતે શેકી લો.
  • અંતિમ સ્ટેપ: બીજી તરફ એક નાની પેનમાં થોડું ઘી કે તેલ મૂકીને બેસનને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. શેકેલા બેસનને તૈયાર થયેલી ગ્રેવીમાં મિક્સ કરી દો. હવે જરૂર મુજબ પાણી ઉમેરીને ગ્રેવીને થોડીવાર ઉકળવા દો. ગ્રેવી બરાબર પાકી જાય એટલે તેમાં અગાઉથી તળેલા કોફ્તા ઉમેરો અને ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી ચડવા દો. છેલ્લે ઉપરથી ફ્રેશ ક્રીમ અને લીલા ધાણાથી ગાર્નિશ કરો. તમારી ગરમાગરમ અને પ્રોટીનથી સભર સોયાબીન કોફ્તા કરી પીરસવા માટે તૈયાર છે!

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ની કોટા પાસે ખુલેલી ટનલથી મુસાફરોને મોટી રાહત, સફરનો સમય ઘટશે

Jio IPO: નફાથી આવક સુધી, મુકેશ અંબાણીની Jio પાસે કેટલા કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે? જાણો A ટુ Z માહિતી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસ કંપની Jio Platforms હવે તેના લાંબા સમયથી રાહ જોવાતા IPO (Initial Public Offering) તરફ આગળ વધી રહી છે. કંપનીએ શુક્રવારે માર્કેટ રેગ્યુલેટર SEBI સમક્ષ તેનો Draft Red Herring Prospectus (DRHP) દાખલ કર્યો છે. IPO દ્વારા મળનારી રકમનો ઉપયોગ મુખ્યત્વે દેવું ઘટાડવા અને ભવિષ્યના વિકાસ માટે કરવામાં આવશે.

કંપનીએ આશરે 27 કરોડ નવા શેરના ફ્રેશ ઇશ્યૂનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, ઇશ્યૂનું કુલ કદ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. DRHPમાં આપવામાં આવેલી વિગતો મુજબ, Jio Platformsએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આવક, નફો અને ગ્રાહક સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે.

આવકમાં જોરદાર વધારો

નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન Jio Platformsની ઓપરેટિંગ આવક 14.6 ટકા વધીને ₹1.47 લાખ કરોડ પર પહોંચી હતી. અગાઉના વર્ષમાં આ આવક ₹1.28 લાખ કરોડ હતી. છેલ્લા બે વર્ષમાં કંપનીની આવકમાં 34 ટકાથી વધુનો વધારો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ ગ્રાહકોની વધતી સંખ્યા, ARPUમાં વધારો અને ડિજિટલ સેવાઓનું વિસ્તરણ છે.

કંપનીનો EBITDA પણ મજબૂત રહ્યો છે. FY26માં EBITDA વધીને ₹76,255 કરોડ થયો હતો, જ્યારે FY25માં તે ₹64,170 કરોડ હતો. EBITDA માર્જિન પણ વધીને 51.9 ટકા પર પહોંચ્યો છે.

પહેલીવાર ₹30 હજાર કરોડથી વધુ નફો

Jio Platformsનો કર બાદનો નફો (PAT) FY26માં વધીને ₹30,049 કરોડ થયો છે, જે FY25માં ₹26,109 કરોડ હતો. આ પહેલીવાર છે જ્યારે કંપનીનો વાર્ષિક નફો ₹30,000 કરોડના આંકને પાર ગયો છે.

કંપનીનું PAT માર્જિન 20.5 ટકા રહ્યું છે, જે છેલ્લા ત્રણ વર્ષથી સતત સુધરી રહ્યું છે. Jio Platformsએ જણાવ્યું કે 2016માં લોન્ચ થયા બાદ માત્ર 10 વર્ષમાં કંપની આવકના આધારે ભારતના સૌથી મોટા વ્યવસાયોમાં સામેલ થઈ ગઈ છે.

FY24થી FY26 દરમિયાન કંપનીની ઓપરેટિંગ આવક અને EBITDA અનુક્રમે 15.79 ટકા અને 17.79 ટકાના CAGRથી વધ્યા છે.

દેવામાં નોંધપાત્ર ઘટાડો

Jio Platformsની બેલેન્સ શીટ પણ સતત મજબૂત બની રહી છે. કંપનીનું નેટ લીવરેજ FY24માં 0.88x હતું, જે FY25માં ઘટીને 0.71x અને FY26માં માત્ર 0.36x રહ્યું છે.

કંપનીએ જણાવ્યું કે તેની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બની રહી છે અને દેવા પરની નિર્ભરતા સતત ઘટી રહી છે.

રોકડ પ્રવાહમાં મોટો સુધારો

કંપનીના કેશ EBITDAમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. મૂડી ખર્ચ બાદ FY26માં કેશ EBITDA ₹42,071 કરોડ રહ્યો, જ્યારે FY25માં તે ₹19,902 કરોડ હતો. FY24માં આ આંકડો માત્ર ₹1,449 કરોડ હતો.

આ દર્શાવે છે કે Jio હવે તેના મોટા રોકાણના તબક્કામાંથી બહાર આવી રહી છે અને વધુ મુક્ત રોકડ પ્રવાહ (Free Cash Flow) જનરેટ કરી રહી છે.

Jio પાસે કેટલા સબ્સ્ક્રાઇબર્સ છે?

IPO ફાઇલિંગ મુજબ, FY26ના અંતે Jioનો ગ્રાહક આધાર વધીને 52.44 કરોડ (524.4 મિલિયન) સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચ્યો છે. FY25માં આ સંખ્યા 48.82 કરોડ (488.2 મિલિયન) હતી.

માત્ર એક વર્ષમાં કંપનીએ 3.62 કરોડ નવા ગ્રાહકો ઉમેર્યા છે, જ્યારે FY25 દરમિયાન માત્ર 64 લાખ નવા સબ્સ્ક્રાઇબર્સ જોડાયા હતા.

ગ્રાહક ખર્ચમાં પણ વધારો નોંધાયો છે. કંપનીનો Average Revenue Per User (ARPU) FY26માં વધીને પ્રતિ મહિને ₹214 થયો છે. FY25માં ARPU ₹206.2 અને FY24માં ₹181.7 હતો.

ભવિષ્ય માટે Jioનો પ્લાન

Jio Platformsનું માનવું છે કે આગામી વર્ષોમાં ભારતમાં ડિજિટલ સેવાઓ પર ગ્રાહકોનો ખર્ચ વધુ વધશે. બ્રોડબેન્ડ અને અન્ય ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરતા ઘરોની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે ભારતીય કંપનીઓ પણ ઝડપથી ડિજિટલ પ્લેટફોર્મ અપનાવી રહી છે.

કંપનીનું કહેવું છે કે તે માત્ર કનેક્ટિવિટી પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ઇન્ટિગ્રેટેડ ડિજિટલ અનુભવ અને શ્રેષ્ઠ નેટવર્ક પ્રદર્શન દ્વારા પોતાની અલગ ઓળખ બનાવતી રહેશે. ગ્રાહકોને વધુ સારી સેવા આપવા માટે નેટવર્કમાં સતત રોકાણ ચાલુ રાખવામાં આવશે.

આવક વધારવાના મુખ્ય કારણો

આગામી સમયમાં Jioની આવક વધારવામાં નીચેના પરિબળો મહત્વની ભૂમિકા ભજવી શકે છે:

  • સમયાંતરે કરવામાં આવતા ટેરિફ વધારા
  • વધુ કિંમતી બંડલ પ્લાન્સનો વધતો ઉપયોગ
  • ARPUમાં સતત વધારો
  • ભારતમાં પ્રતિ વ્યક્તિ આવકમાં વૃદ્ધિ
  • બ્રોડબેન્ડ અને ડિજિટલ સેવાઓની વધતી માંગ

આ તમામ પરિબળોને કારણે Jio Platforms આગામી વર્ષોમાં પણ મજબૂત વૃદ્ધિ જાળવી રાખશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ રહી ‘Jio IPO’ના પ્રાઇસ બેન્ડ અને વેલ્યુએશનની ‘ઇનસાઇડ સ્ટોરી’

Breaking News: હાર્દિક પંડ્યાની રાજસ્થાન રોયલ્સમાં થશે એન્ટ્રી, યશસ્વી જયસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે!

IPL 2026 માં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શક્યું ન હતું. હવે, આ ખેલાડી IPL 2027 પહેલા રાજસ્થાન રોયલ્સ જઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હાર્દિક પંડ્યાને ટ્રેડ કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે. રસપ્રદ વાત એ છે કે, યશસ્વી જયસ્વાલની જગ્યાએ હાર્દિક પંડ્યાનો ટ્રેડિંગ થઈ રહ્યો છે. આનો અર્થ એ થયો કે યશસ્વી જયસ્વાલ IPL 2027 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી શકે છે. યશસ્વી જયસ્વાલ રાજસ્થાન રોયલ્સ માટે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ હવે તે ટીમ છોડવા માટે તૈયાર છે.

હાર્દિક પંડ્યાને નવી ટીમની જરૂર છે

હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સ છોડવાના સમાચાર IPL 2026 દરમિયાન ફરવા લાગ્યા હતા. હાર્દિક પંડ્યા ત્રણ વર્ષ પહેલા ગુજરાત ટાઈટન્સથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો હતો અને રોહિત શર્માના સ્થાને તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે, હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ખિતાબ જીતી શક્યું ન હતું, અને સતત ખરાબ પ્રદર્શન બાદ ટીમમાંથી તેની વિદાયનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું ન હતું, એટલે કે કેટલાક સિનિયર ખેલાડીઓ તેને સહકાર આપી રહ્યા ન હતા. પરિણામે, પંડ્યાને લાગ્યું કે ટીમ છોડી દેવી જ યોગ્ય રહેશે.

 

યશસ્વી રાજસ્થાનથી કેમ અલગ થઈ રહ્યો છે?

યશસ્વી જયસ્વાલ રાજસ્થાન રોયલ્સ કેમ છોડી રહ્યા છે તે બીજો રસપ્રદ પ્રશ્ન છે. હકીકતમાં, ટીમમાં આ ખેલાડીનું મહત્વ ઘટી ગયું છે. જયસ્વાલ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બની શક્યો હોત, પરંતુ ટીમે રિયાન પરાગને કેપ્ટનશીપ સોંપી. વધુમાં, રાજસ્થાને વૈભવ સૂર્યવંશીના સ્વરૂપમાં એક વિસ્ફોટક ઓપનર મેળવ્યો છે, જે જયસ્વાલ કરતા ઘણી ઝડપી બેટિંગ કરે છે. આ જયસ્વાલના જવાનું કારણ હોઈ શકે છે.

દિલ્હી-લખનૌમાં પણ પરિવર્તન આવશે

રાજસ્થાન અને મુંબઈ ઈન્ડિયન્સ જ નહીં, પરંતુ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સમાં પણ મોટા ફેરફારો થવાની તૈયારી છે. આગામી સિઝનમાં રિષભ પંત દિલ્હી કેપિટલ્સ તરફથી રમી શકે છે. કુલદીપ યાદવ દિલ્હી કેપિટલ્સ માટે રમવાની જગ્યાએ લખનૌ સુપરજાયન્ટ્સ તરફથી રમશે. વધુમાં, કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સનું કેપ્ટનશિપ સંભાળી શકે છે. સૌરવ ગાંગુલી ટીમના મુખ્ય કોચ બની શકે છે, અને યુવરાજ સિંહ દિલ્હીના બેટિંગ કોચ બની શકે છે.

Breaking News: વિવાદ પછી હવે ફાઈનલમાં ફરી સામ-સામે! વૈભવ સૂર્યવંશી શ્રીલંકા સામે લેશે બદલો?

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, હું પદ છોડવા તૈયાર છું, પણ… પક્ષના વિભાજન વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને શિંદે જૂથ પર કર્યા પ્રહારો

શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલી વિશાળ રેલીમાં શિવસેના (ઠાકરે જૂથ)ના પ્રમુખ Uddhav Thackerayએ ભાજપ, એકનાથ શિંદે જૂથ અને બળવાખોર સાંસદો પર આકરા પ્રહારો કર્યા. પોતાના સંબોધનમાં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાના નિર્ણયથી લઈને વર્તમાન રાજકીય પરિસ્થિતિ સુધીના અનેક મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ સત્તા માટે રાજકારણ કરતા નથી. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે તેમની સામે પ્રશ્નો ઊભા થયા ત્યારે તેમણે એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર મુખ્યમંત્રી પદ છોડી દીધું હતું. તેમણે કહ્યું કે જો તેમના વિરુદ્ધ કરવામાં આવતા આરોપો સાચા સાબિત થાય તો તેઓ આજે પણ કોઈપણ પદ છોડવા તૈયાર છે. તેમણે ઉમેર્યું કે શિવસેનામાં કોઈ સામાન્ય શિવસૈનિક પણ આગળ આવશે તો તે પાર્ટીનું નેતૃત્વ સંભાળી શકે છે.

રેલી દરમિયાન ઠાકરેએ શિવસેનાના કાર્યકરોને સંબોધતા કહ્યું કે પાર્ટીને ચોરો અને લૂંટારાઓના હાથમાં જવા દેવી નહીં. તેમણે કાર્યકરોને લાચાર અથવા દેશદ્રોહી ન બનવાની અપીલ કરી અને કહ્યું કે ભ્રષ્ટાચાર તથા વિશ્વાસઘાતના આરોપ લગાવનારા લોકોને યોગ્ય જવાબ આપવો જરૂરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ નિરાશ નથી અને તેમની હિંમત પણ તૂટી નથી. અનેક સંકટોનો સામનો કર્યા બાદ પણ તેઓ સંઘર્ષ માટે તૈયાર છે.

તેમણે વધુમાં કહ્યું કે તેઓ પહાડની જેમ અડગ રહીને પાર્ટીની જવાબદારી નિભાવશે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી કાર્યકરો અને જનતા તેમનામાં વિશ્વાસ રાખશે ત્યાં સુધી જ તેઓ આ જવાબદારી સંભાળશે. તેમણે મતદારોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે અનેક રાજકીય પડકારો વચ્ચે પણ લોકોએ તેમના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવ્યો છે.

ભાજપ પર પ્રહાર કરતાં ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો કે પક્ષ ફરી એકવાર અન્ય રાજકીય પક્ષોમાં ભાગલા પાડવાની રાજનીતિ કરી રહ્યો છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને વિવિધ રાજ્યોની પરિસ્થિતિ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા. ઠાકરેએ કહ્યું કે દેશહિતના મુદ્દાઓ પર રાજકારણને બાજુએ રાખીને નિર્ણયો લેવાં જોઈએ અને રાષ્ટ્રીય હિત માટે તેઓ હંમેશા સહકાર આપવા તૈયાર છે.

શિવસેનાની વર્તમાન સ્થિતિ અંગે બોલતાં તેમણે કહ્યું કે કેટલાક લોકોને લાગતું હશે કે પક્ષ નબળો પડી ગયો છે, પરંતુ હકીકતમાં કાર્યકરોનો વિશ્વાસ આજે પણ યથાવત છે. તેમણે પાર્ટીના નેતાઓ, સાંસદો અને કાર્યકરોનો આભાર માનતાં કહ્યું કે છેલ્લા 60 વર્ષમાં શિવસેનાએ અનેક મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કર્યો છે, પરંતુ હાલની સ્થિતિ કોઈ અસાધારણ કટોકટી નથી.

અંતમાં ઉદ્ધવ ઠાકરેએ તેમના પિતા અને શિવસેનાના સ્થાપક Bal Thackerayને યાદ કરતાં કહ્યું કે શિવસેનાનો જન્મ સત્તા માટે નહીં પરંતુ વિચારધારા માટે થયો હતો. તેમણે દાવો કર્યો કે વર્ષો સુધી ભાજપ સાથે ગઠબંધનમાં રહેવા છતાં શિવસેનાએ પોતાની ઓળખ અને સ્વતંત્રતા જાળવી રાખી છે. સાથે જ તેમણે કહ્યું કે જે લોકો ઠાકરે પરિવારની ટીકા કરે છે અથવા તેમની ઈર્ષ્યા કરે છે, તેઓ શિવસેનાએ વર્ષો દરમિયાન કરેલા સંઘર્ષ અને બલિદાનને સમજતા નથી.

શિવસેનાના 60માં સ્થાપના દિવસે મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો દિવસ

Breaking News: 63 સદી ફટકારનાર શ્રીલંકાનો દિગ્ગજ ખેલાડી ટીમ ઈન્ડિયાની હેલ્મેટ પહેરી મેદાનમાં ઉતર્યો

Breaking News: અપમાન કરવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ… ટીમ ઈન્ડિયામાં કુલદીપ યાદવનું સ્થાન જોખમમાં!

ઈંગ્લેન્ડે ટીમમાંથી કર્યો બહાર, હવે બેન સ્ટોક્સ આ ટીમ માટે રમશે, કરી મોટી જાહેરાત

ઈંગ્લેન્ડે ટીમમાંથી કર્યો બહાર, હવે બેન સ્ટોક્સ આ ટીમ માટે રમશે, કરી મોટી જાહેરાત

ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર અને ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ ફરી એકવાર ચર્ચામાં છે. ઓવલ ટેસ્ટ પહેલા નાઈટક્લબમાં થયેલા વિવાદને કારણે તેને ઈંગ્લેન્ડની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ક્રિકેટના મેદાન પર વાપસી કરવા માટે તૈયાર છે. બેન સ્ટોક્સને આગામી કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ માટે ડરહામની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

બેન સ્ટોક્સ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમશે

ડરહામ શુક્રવારથી નોર્થમ્પ્ટનશાયર સામે મહત્વપૂર્ણ કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ રમશે. આ મેચ માટે જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં બેન સ્ટોક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના ઝડપી બોલર ગુસ એટકિન્સનને પણ સ્થાનિક ક્રિકેટ રમવાની મંજૂરી મળી છે અને તે સરે તરફથી ગ્લેમોર્ગન સામે રમશે.

ડરહામની ટીમમાં થયો સામેલ

ડરહામની ટીમમાં કોલિન એકરમેન, ડેવિડ બેડિંગહામ, એલેક્સ લીસ, મેથ્યુ પોટ્સ, બેન રેઈન, ઓલી રોબિન્સન અને બેન સ્ટોક્સ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. બેન સ્ટોક્સની હાજરીથી ટીમને અનુભવ અને સંતુલન બંને મળશે. ચાહકો પણ લાંબા સમય બાદ બેન સ્ટોક્સને ફરી સ્પર્ધાત્મક ક્રિકેટમાં જોવા આતુર છે.

 

નાઈટક્લબમાં દારૂ પીને મારામારી

લોર્ડ્સ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે જીત બાદ બેન સ્ટોક્સ વિવાદમાં ફસાયો હતો. અહેવાલો મુજબ તેણે ટીમના કર્ફ્યુના નિયમનો ભંગ કરી લંડનના નાઈટક્લબમાં દારૂ પીને જીતની ઉજવણી કરી હતી, અને પછી ગુસ એટકિન્સન સાથે મળીને એક રગ્બી ખેલાડી પર હુમલો કર્યો હતો. બેન સ્ટોક્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેને ઓવલ ટેસ્ટ માટે ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો હતો.

બેન સ્ટોક્સનો વિવાદો સાથે જૂનો સંબંધ

બેન સ્ટોક્સનો વિવાદો સાથેનો સંબંધ નવો નથી. 2011 થી લઈને 2017 સુધી તે અનેક વખત શિસ્તભંગના કેસોને લઈ ચર્ચામાં રહ્યો છે. જોકે, મેદાન પર તેની મેચ જીતાડવાની ક્ષમતાને કારણે તે હંમેશા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો મહત્વનો ખેલાડી રહ્યો છે. હવે તમામની નજર ડરહામ તરફથી રમતા તેની વાપસી પર રહેશે અને તે બેટ તથા બોલથી કેવી અસર પાડે છે તે જોવું રસપ્રદ રહેશે.

Breaking News: ઈશાન કિશને કમજોરીને બનાવી તાકાત, હવે આ એક શોટથી બોલરોમાં ફેલાવી રહ્યો છે ડર

ઘરમાં પિતૃઓનો ફોટો ક્યાં રાખવો? ગરુડ પુરાણના આ નિયમો બદલી નાખશે તમારું નસીબ, જાણી લો સાચી દિશા, વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News: ઈશાન કિશને કમજોરીને બનાવી તાકાત, હવે આ એક શોટથી બોલરોમાં ફેલાવી રહ્યો છે ડર

ટીમ ઈન્ડિયામાં વાપસી કર્યા પછી ઈશાન કિશન સતત રન બનાવી રહ્યો છે. T20 ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન બાદ તેણે ODI ફોર્મેટમાં પણ પોતાની તાકાત બતાવી છે. અફઘાનિસ્તાન સામેની બીજી વનડેમાં ફટકારેલી વિસ્ફોટક સદી એ વાતનો પુરાવો છે કે ઈશાન હવે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી રહ્યો છે.

સુનીલ ગાવસ્કરે ઈશાન કિશનની પ્રશંસા કરી

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે ઈશાન કિશનની બેટિંગમાં આવેલા મોટા બદલાવ પર પ્રકાશ પાડ્યો છે. સુનીલ ગાવસ્કરના મતે, ઈશાન કિશન અગાઉ ઓફ-સ્ટમ્પની બહારના બોલ સામે થોડી મુશ્કેલી અનુભવતો હતો. વિરોધી બોલરો તેની આ નબળાઈનો લાભ ઉઠાવતા હતા, પરંતુ હવે તેણે આ ખામી પર સફળતાપૂર્વક કામ કર્યું છે.

કમજોરીને બનાવી તાકાત

સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે ઈશાન કિશને પોતાની ડિફેન્સિવ ટેકનિકમાં સુધારો કર્યો છે અને બેકફૂટ પર રમવાની ક્ષમતા પણ વધુ મજબૂત બનાવી છે. સૌથી મહત્વની વાત એ છે કે હવે તે લોફ્ટેડ કવર ડ્રાઈવ જેવા આક્રમક શોટ્સ આત્મવિશ્વાસ સાથે રમે છે. આ શોટે તેને વધુ ખતરનાક અને અનિશ્ચિત બેટ્સમેન બનાવી દીધો છે.

 

આક્રમકતા અને ટેકનિકનો સુંદર સમન્વય

અફઘાનિસ્તાન સામેની મેચમાં ઈશાન કિશને માત્ર 71 બોલમાં સદી ફટકારી હતી. તેની ઇનિંગમાં આક્રમકતા અને ટેકનિકનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ ODI ટીમમાં વાપસી કરનાર ઈશાન કિશને આ તકનો ભરપૂર લાભ લીધો અને પોતાની પસંદગીને યોગ્ય સાબિત કરી હતી.

ઈશાન કિશનનું શાનદાર પ્રદર્શન

IPL 2026 અને T20 વર્લ્ડ કપમાં પણ ઈશાન કિશનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ત્રણેય ફોર્મેટમાં સતત રન બનાવવાના કારણે તેનો આત્મવિશ્વાસ ઊંચો ગયો છે. જો તે આ જ રીતે રમતો રહેશે, તો આગામી ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની યોજનાઓમાં તે મહત્વપૂર્ણ ખેલાડી બની શકે છે. હાલમાં તેની બેટિંગ જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે ઈશાન કિશનને રોકવું હવે વિરોધી ટીમો માટે સરળ નથી.

FIFA World Cup 2026: ઘાનાની વર્લ્ડ કપ ટીમમાં અનેક ખેલાડીઓ વિદેશમાં જન્મેલા, જાણો રસપ્રદ હકીકત

PhonePe યુઝર્સ માટે મહત્વપૂર્ણ સૂચના, એક ભૂલ અને લાગી શકે છે ₹100 ચાર્જ

જો તમે PhonePeનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના સાબિત થઈ શકે છે. કંપનીએ તેની વોલેટ સંબંધિત નીતિમાં ફેરફાર કર્યો છે, જેના કારણે કેટલાક યુઝર્સને ₹100 સુધીની જાળવણી ફી ચૂકવવી પડી શકે છે. જોકે, આ નિયમ તમામ ગ્રાહકો માટે લાગુ પડતો નથી.

નવી નીતિ અનુસાર, જો કોઈ યુઝર સતત 365 દિવસ સુધી PhonePe Walletમાં કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર નહીં કરે, તો તે વોલેટને ‘Inactive’ એટલે કે નિષ્ક્રિય ગણવામાં આવશે. આવી સ્થિતિમાં કંપની દ્વારા ₹100 સુધીની Inactivity Maintenance Fee વસૂલવામાં આવી શકે છે.

આ માહિતી સામે આવતા સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ હતી. જાણીતા ટિપસ્ટર અભિષેક યાદવે X (અગાઉ Twitter) પર આ અંગે માહિતી શેર કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, ઘણા યુઝર્સ PhonePe Walletનો ઉપયોગ કરતા નથી અને સીધા UPI મારફતે પોતાના બેંક ખાતામાંથી જ ચૂકવણી કરવાનું પસંદ કરે છે.

મહત્વની વાત એ છે કે માત્ર PhonePe એપ ખોલવાથી અથવા UPI દ્વારા પેમેન્ટ કરવાથી Wallet Active ગણાશે નહીં. વોલેટ સક્રિય રાખવા માટે Wallet સંબંધિત કોઈ નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી રહેશે. જો એક વર્ષ સુધી આવી કોઈ પ્રવૃત્તિ ન થાય, તો જ આ ફી લાગુ પડશે.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ફી કાપવામાં આવે તે પહેલાં યુઝર્સને 15 દિવસ અગાઉ જાણ કરવામાં આવશે. જો Walletમાં પૂરતું બેલેન્સ ઉપલબ્ધ હશે, તો ₹100 સીધા જ કાપી લેવામાં આવશે. જો Walletમાં ₹100 કરતાં ઓછું બેલેન્સ હશે, તો ઉપલબ્ધ રકમ જ કાપવામાં આવશે અને Walletનું બેલેન્સ શૂન્ય થઈ જશે. કંપની Walletને નેગેટિવ બેલેન્સમાં નહીં લઈ જાય.

ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં આવી ફી નવી બાબત નથી. અગાઉ MobiKwik સહિત અન્ય કેટલીક કંપનીઓ પણ લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા વોલેટ્સ પર મેન્ટેનન્સ અથવા ઇનએક્ટિવિટી ચાર્જ લાગુ કરી ચૂકી છે.

તેથી જો તમે PhonePe Walletનો ઉપયોગ કરો છો, તો સમયાંતરે Wallet મારફતે કોઈ નાનું ટ્રાન્ઝેક્શન કરીને તેને સક્રિય રાખવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને અનાવશ્યક ચાર્જથી બચી શકાય છે.

PAN Cardમાં ખરાબ કે જૂનો થઈ ગયેલો ફોટો કઈ રીતે બદલાવવો? જાણો પ્રોસેસ

ITR ભરનારાઓ માટે એલર્ટ! 30 જૂન પહેલાં આવી શકે છે આવકવેરા વિભાગની ‘નોટિસ’

આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરનારા કરદાતાઓ માટે આ વર્ષે આવકવેરા વિભાગે તપાસ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે (CBDT) આવકવેરા અધિનિયમની કલમ 143(2) હેઠળ થતી સ્ક્રુટિની (Scrutiny – વિગતવાર તપાસ) વ્યવસ્થાને કડકાઈથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

આ પ્રક્રિયાનો હેતુ કરદાતાઓ દ્વારા ફાઇલ કરાયેલા રિટર્નમાં આપવામાં આવેલી માહિતીની પુષ્ટિ કરવાનો અને કોઈપણ પ્રકારની ગેરરીતિ કે વિસંગતતાની તપાસ કરવાનો છે.

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2025-26 સાથે જોડાયેલા રિટર્ન માટે સ્ક્રુટિની નોટિસ જાહેર કરવાની અંતિમ તારીખ 30 જૂન 2026 નક્કી કરી છે. જો કોઈ કરદાતાને આ તારીખ સુધી નોટિસ નથી મળતી, તો તેનું રિટર્ન આ ફાઇનાન્સિયલ યરમાં તપાસ માટે પસંદ કરવામાં આવશે નહીં.

શું છે સેક્શન 143(2)?

આવકવેરા અધિનિયમની કલમ 143(2) આકારણી અધિકારી (Assessing Officer) ને એ અધિકાર આપે છે કે, તે કોઈ કરદાતાના રિટર્નની વિગતવાર તપાસ કરી શકે. જો અધિકારીને એવું લાગે કે, રિટર્નમાં આવક ઓછી દર્શાવવામાં આવી છે, નુકસાન વધુ બતાવવામાં આવ્યું છે અથવા ટેક્સ ઓછો ચૂકવવામાં આવ્યો છે, તો તે કરદાતાને નોટિસ મોકલી શકે છે.

નોટિસ મળ્યા પછી કરદાતાએ પોતાના દાવાઓના સમર્થનમાં જરૂરી દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવાના હોય છે. આમાં આવકની વિગતો, રોકાણને લગતા દસ્તાવેજો, ટેક્સ મુક્તિ અને અન્ય નાણાકીય રેકોર્ડ સામેલ હોઈ શકે છે.

કયા કિસ્સાઓમાં વધી શકે છે તપાસનું જોખમ?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર AIS, Form 26AS અને ITR વચ્ચેનો તફાવત, મોટા નાણાકીય વ્યવહારો, અસામાન્ય ટેક્સ મુક્તિના દાવા અથવા જોખમી પ્રોફાઇલ ધરાવતા કિસ્સાઓને સ્ક્રુટિની માટે પસંદ કરવામાં આવી શકે છે. જો કે, તપાસ માટે પસંદ થવું એ કોઈ કરચોરી કે ગેરરીતિનો પુરાવો ગણાતો નથી.

નોટિસ મળવા પર ગભરાશો નહીં

ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે, જો સ્ક્રુટિની નોટિસ મળે તો ગભરાવાની જરૂર નથી. કરદાતાએ સમયસર જવાબ આપવો જોઈએ અને જરૂર પડે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અથવા ટેક્સ સલાહકારની મદદ લેવી જોઈએ. સાચા દસ્તાવેજો અને સ્પષ્ટ માહિતી પૂરી પાડવાથી તપાસ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે છે. વિભાગનો હેતુ કરદાતાઓને પરેશાન કરવાનો નથી, પરંતુ ટેક્સ નિયમોનું પાલન વધુ સરળ બનાવવાનો છે.

દુનિયાને ‘ડૉલર’ ડૂબવાનો ડર! RBI એ 3 વર્ષમાં આખો ‘ખેલ’ પલટી નાખ્યો, આટલું ‘સોનું’ ભારત લાવીને ‘બાજી’ પલટી

પાકિસ્તાનમાં મસાલા ડોસો બન્યો ‘લક્ઝરી’ ફૂડ? કિંમત સાંભળીને કહેશો- આપણું ભારત જ સારું!

પાકિસ્તાન અને ભારત વચ્ચે ઘણી બાબતોમાં સમાનતા જોવા મળે છે. લોકોની જીવનશૈલીથી લઈને પહેરવેશ સુધી ઘણી વસ્તુઓ એકસરખી લાગે છે. જોકે, ખાવાપીવાના મામલે બંને દેશોમાં ફ્લેવર અને પસંદગીમાં ઘણો તફાવત જોવા મળે છે. પાકિસ્તાનમાં નોનવેજ વાનગીઓ વધુ લોકપ્રિય છે, જ્યારે ભારતમાં વેજ અને નોનવેજ બંને પ્રકારના ખોરાકની વિશાળ પસંદગી ઉપલબ્ધ છે.

હવે ક્રોસ-કલ્ચરના યુગમાં ભારતીય વાનગીઓ પણ પાકિસ્તાન સુધી પહોંચી ગઈ છે. જોકે, ત્યાં કેટલીક ભારતીય વાનગીઓને નોનવેજ સ્વરૂપમાં પણ પીરસવામાં આવી રહી છે. વિદેશી વ્લોગર કાર્લ રોકે કરાચીની મુલાકાત દરમિયાન એક ભારતીય ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી અને તેનો અનુભવ પોતાના વીડિયોમાં શેર કર્યો હતો.

વીડિયોની શરૂઆતમાં કાર્લ જણાવે છે કે હવે પાકિસ્તાનમાં ભારતીય ખાવાનું પણ મળવા લાગ્યું છે. ત્યારબાદ તેઓ ‘દોસા સ્ટોપ’ નામના ફૂડ કાર્ટ પર પહોંચે છે, જ્યાં તેમને ડોસા અને પાવભાજી બનાવતા જોવા મળે છે. કાર્લ કહે છે કે ઘણા લોકોને વિશ્વાસ નહીં આવે કે પાકિસ્તાનમાં પણ ભારતીય વાનગીઓ મળી રહી છે.

ચોંકાવી દે તેવી કિંમતો

ત્યારબાદ કાર્લ સ્ટોલનું મેનૂ બતાવે છે, જેમાં ડોસા, વડા પાવ અને પાવભાજી જેવા વિકલ્પો જોવા મળે છે. પરંતુ લોકો માત્ર આ વાનગીઓ જોઈને જ નહીં, તેની કિંમતો જોઈને પણ ચોંકી ગયા. આ સ્ટોલ પર ચિકન ડોસાની કિંમત 800 પાકિસ્તાની રૂપિયા હતી, જ્યારે પાવભાજી 600 રૂપિયામાં વેચાતી હતી. વડા પાવ માટે પણ 500 રૂપિયા ચૂકવવા પડતા હતા. નોંધનીય છે કે ભારતીય 1 રૂપિયાની કિંમત લગભગ 2.95 પાકિસ્તાની રૂપિયા જેટલી થાય છે.

ખાસ વાત એ પણ હતી કે અહીં કેટલીક ભારતીય વાનગીઓના નોનવેજ વર્ઝન પણ ઉપલબ્ધ હતા, જે લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યા છે. ભારતમાં સામાન્ય રીતે ડોસાના નોનવેજ સ્વરૂપો બહુ જોવા મળતા નથી, પરંતુ કરાચીના આ સ્ટોલ પર ચિકન ડોસા અને બીફ કીમા ડોસા જેવી વાનગીઓ પણ પીરસવામાં આવી રહી હતી.

80 રૂપિયાનો ડોસો

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે લખ્યું કે ભારતમાં તો 80 રૂપિયામાં ડોસો મળી જાય છે. જ્યારે કેટલાક લોકોએ નોનવેજ ડોસાના કોન્સેપ્ટ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જોકે, એક અન્ય યુઝરે સ્પષ્ટતા કરી હતી કે આ ફૂડ કાર્ટ શહેરના હાઈ-ક્લાસ વિસ્તારમાં આવેલું હોવાથી અહીંના ભાવ સામાન્ય કરતાં વધુ છે.

જુઓ વિડિયો :

 

View this post on Instagram

 

A post shared by Karl Rock (@iamkarlrock)

નોંધ: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની TV9 ગુજરાતી સત્તાવાર રીતે પુષ્ટિ કરતું નથી.

આ 4 મૂળાંકવાળા લોકો હોય છે સૌથી મોટા પેટ લવર્સ, પ્રાણીઓ સાથે હોય છે ખાસ આત્મીય જોડાણ

મિનિટોમાં ઠંડું કરી દેશે ‘કેબિન’… કારમાં લાગેલું આ નાનું અમથું બટન બચાવશે ‘ફ્યુઅલ’, જાણો આનો ‘સાચો ઉપયોગ’

ઉનાળાની ઋતુમાં કાર ચલાવતી વખતે AC નો ઉપયોગ લગભગ દરેક ડ્રાઈવર કરે છે. એવામાં બહુ ઓછા લોકો જાણે છે કે, તેમની કારમાં રહેલું એક નાનું બટન AC ની કૂલિંગને વધુ ઝડપી બનાવવાની સાથે ફ્યુઅલનો ખર્ચ પણ ઘટાડવામાં મદદ કરી શકે છે. આ બટન ડેશબોર્ડ પર કારના નિશાન અને તેની અંદર ફરતા તીરના ચિહ્ન તરીકે જોવા મળે છે, જેને ‘એર રિસર્ક્યુલેશન’ બટન કહેવામાં આવે છે.

આ બટનનો યોગ્ય ઉપયોગ માત્ર કારના કેબિનને ઝડપથી ઠંડું કરતો નથી પરંતુ AC સિસ્ટમ પર પડતો ભાર પણ ઘટાડે છે. પરિણામે એન્જિન પર વધારાનો દબાણ ઓછો થાય છે અને લાંબાગાળે ફ્યુઅલની બચત પણ થઈ શકે છે.

એર રિસર્ક્યુલેશન મોડ કેવી રીતે કામ કરે છે?

જણાવી દઈએ કે, જ્યારે ડ્રાઈવર એર રિસર્ક્યુલેશન બટન ચાલુ કરે છે, ત્યારે કારની AC સિસ્ટમ બહારની હવાને અંદર લેવાનું બંધ કરી દે છે. તેના બદલે, તે કેબિનની અંદર રહેલી હવાને ફરીથી AC સિસ્ટમ મારફતે ઠંડી કરીને સતત સર્ક્યુલેટ કરતી રહે છે. સામાન્ય ફ્રેશ એર મોડમાં AC ને સતત બહારથી આવતી ગરમ હવાને ઠંડી કરવી પડે છે.

જો બહારનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ હોય, તો AC ને દર વખતે એ જ ગરમ હવાને ઠંડી કરવા માટે ઊર્જા ખર્ચવી પડે છે. આના કારણે કૂલિંગની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. બીજું કે, જ્યારે રિસર્ક્યુલેશન મોડમાં એકવાર કેબિનનું તાપમાન ઘટવા લાગે છે, પછી AC પહેલેથી જ ઠંડી થયેલી હવાને વધુ ઠંડી કરતું રહે છે. આથી કેબિન ખૂબ જ ઝડપથી આરામદાયક તાપમાન સુધી પહોંચી જાય છે.

કૂલિંગ ઝડપથી કેમ થાય છે?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, AC હકીકતમાં ઠંડી હવા બનાવતું નથી પરંતુ હવામાંથી ગરમી દૂર કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે સિસ્ટમને પહેલેથી જ ઠંડી હવા મળે છે, ત્યારે તેને ઓછું કામ કરવું પડે છે. ઉદાહરણ તરીકે, જો બહારનું તાપમાન 35 ડિગ્રી હોય અને AC ચાલ્યા બાદ કારની અંદરનું તાપમાન 25 ડિગ્રી સુધી પહોંચી ગયું હોય, તો રિસર્ક્યુલેશન મોડમાં સિસ્ટમ 25 ડિગ્રીની હવાને વધુ ઠંડી કરશે. ત્યારબાદ એ જ હવા વધુ ઠંડી બનીને ફરી સિસ્ટમમાં પહોંચશે. આ પ્રક્રિયાના કારણે કૂલિંગ ખૂબ જ ઝડપી બને છે.

ફ્યુઅલની ખપત પર પણ પડે છે ‘અસર’

કારનો AC કમ્પ્રેસર એન્જિન સાથે જોડાયેલો હોય છે અને બેલ્ટની મદદથી કાર્ય કરે છે. એવામાં જ્યારે AC ને સતત બહારની ગરમ હવાને ઠંડી કરવી પડે છે, ત્યારે કમ્પ્રેસરને વધુ મહેનત કરવી પડે છે. આની સીધી અસર એન્જિન પર પડે છે અને ફ્યુઅલની ખપત વધી શકે છે. જો કે, રિસર્ક્યુલેશન મોડમાં AC નું કામ ઓછું થઈ જાય છે.

આધુનિક કારોમાં ઉપયોગમાં લેવાતા વેરિએબલ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર તાપમાન ઘટતાં આપમેળે ઓછી ઊર્જાનો ઉપયોગ કરે છે. પરિણામે એન્જિન પરનો ભાર ઘટે છે અને ફ્યુઅલ કાર્યક્ષમતા (ફ્યુઅલ એફિશિયન્સી) સુધરી શકે છે. જો કે, એક-બે મુસાફરીમાં તેનો મોટો ફરક જોવા મળતો નથી પરંતુ આખા ઉનાળા દરમિયાન રોજિંદા ઉપયોગથી ફ્યુઅલની સારી એવી બચત થઈ શકે છે.

ક્યારે કરવો જોઈએ ઉપયોગ?

નિષ્ણાતોના મતે, ગરમ તડકામાં ઊભેલી કારમાં બેસતાની સાથે જ સૌપ્રથમ રિસર્ક્યુલેશન મોડ ચાલુ કરવો જોઈએ. ઉપરાંત, ભારે ટ્રાફિક દરમિયાન પણ આ મોડ લાભદાયી રહે છે કારણ કે તે બહારનો ધુમાડો, ધૂળ અને પ્રદૂષણ કેબિનની અંદર આવવા દેતું નથી. જો કે, આ મોડનો સતત ઘણા કલાકો સુધી ઉપયોગ કરવો યોગ્ય નથી.

જો કારમાં ઘણા લોકો બેઠા હોય, તો લાંબા સમય સુધી બંધ કેબિનમાં કાર્બન ડાયોક્સાઇડ (CO2)નું સ્તર વધી શકે છે. આના કારણે હવા વાસી લાગવા લાગે છે અને મુસાફરોને થાક અથવા સુસ્તી અનુભવાઈ શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે, દર 20 થી 30 મિનિટે થોડા સમય માટે ફ્રેશ એર મોડનો ઉપયોગ કરવો વધુ સારું રહે છે.

શોરૂમમાં ઉભેલી કાર જૂની તો નથી ને, ખરીદવા જાવ ત્યારે કેવી રીતે જાણશો કાર જૂની છે કે નવી ?

Breaking News: ભારતે અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું, શુભમન ગિલની કેપ્ટનશીપમાં વનડે શ્રેણી પર કર્યો કબજો

લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા ભારતે 402 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, પરંતુ જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 232 રનમાં જ આઉટ થઈ ગઈ. આ જીત સાથે, ભારતે વનડે શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી. બેટ્સમેન અને બોલર બંનેએ ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

ભારતનો એકતરફી વિજય

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ ટોસ હારી ગયા અને અફઘાનિસ્તાને તેમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી, યશસ્વી જયસ્વાલ માત્ર 4 રન બનાવી આઉટ થયો. જોકે, રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલે ત્યારબાદ શાનદાર અડધી સદીની ભાગીદારી કરીને અફઘાનિસ્તાનને પાછળ છોડી દીધું. બંને બેટ્સમેનોએ મુક્ત બેટિંગ કરી, જોકે રોહિત શર્મા માત્ર 2 રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો. તેણે 39 બોલમાં 48 રન બનાવ્યા.

 

કિશન-ગિલનું તોફાન

રોહિતના આઉટ થયા પછી ઈશાન કિશન અને શુભમન ગિલે જોરદાર બેટિંગ કરી, જેના કારણે અફઘાનિસ્તાનને સેટ થવાની તક મળી નહીં. બંનેએ 141 બોલમાં ત્રીજી વિકેટ માટે 224 રન ઉમેર્યા. શુભમન ગિલે 77 બોલમાં પોતાની સદી પૂરી કરી, જ્યારે ઈશાન કિશને ફક્ત 71 બોલમાં પોતાની સદી ફટકારી. ઈશાન કિશન 125 રન બનાવીને આઉટ થયો, ત્યારબાદ શુભમન ગિલે 154 રન બનાવીને 150 રન બનાવ્યા. ગિલના ગયા પછી ભારતીય ઇનિંગ ડગમગી ગઈ. ટીમે તેની છેલ્લી આઠ વિકેટ 82 રનમાં ગુમાવી દીધી. એક સમયે, એવું લાગતું હતું કે ભારતીય ટીમ 450 રન સુધી પહોંચી જશે, પરંતુ સ્કોર 402 પર અટકી ગયો.

ભારતની શાનદાર બોલિંગ

ભારતના બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી, અને પછી બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. ગુર્નુર બ્રારે ભારતને પહેલી સફળતા અપાવી. બ્રારે ગુરબાઝને 41 રને આઉટ કર્યો. ત્યારબાદ અર્શદીપ સિંહે ઇબ્રાહિમ ઝદરાનને આઉટ કર્યો, અને પછી વોશિંગ્ટન સુંદરે સેદીકુલ્લાહ અટલને આઉટ કર્યો. પ્રિન્સ યાદવે ખરોટીને બોલ્ડ આઉટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પહેલી વિકેટ લીધી. અફઘાનિસ્તાન માટે સૌથી વધુ 79 રન બનાવનારા રહેમત શાહને પણ પ્રિન્સે આઉટ કર્યો. અર્શદીપ અને ગુર્નુરે અફઘાન મિડલ ઓર્ડરનો સામનો કર્યો. હવે, ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે 20 જૂને ચેન્નાઈમાં યોજાશે

Womens T20 World Cup: સ્મૃતિ મંધાનાએ એક સાથે તોડ્યા 3 મોટા રેકોર્ડ, આ કમાલ કરનાર વિશ્વની પહેલી ક્રિકેટર

અસલી કે નકલી વ્હિસ્કી? ખરીદતા પહેલા જાણી લો આ 5 સરળ ઓળખવાની રીતો

SBIની આ સ્કીમે લોન્ચિંગથી અત્યાર સુધી આપ્યું જોરદાર રિટર્ન, રોકાણકારોના પૈસા 93 ગણા વધ્યા

SBI મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ ‘SBI કોન્ટ્રા ફંડ’ના શરૂ થવા પર જેણે વન ટાઈમ ડિપોઝિટ (લમ્પ સમ) કરી હતી, તેના પૈસા હવે 93 ગણા થઈ ગયા છે. એવામાં જ્યારે જેણે માત્ર 1,500 રૂપિયાની એસઆઈપી (SIP) ચાલુ રાખી હશે, તેને હવે 20 લાખ રૂપિયા મળી ગયા હશે. એસબીઆઈ કોન્ટ્રા ફંડે લોન્ચ થયા પછીથી SIP કરનારાઓને 14 ટકા વાર્ષિક અને લમ્પ સમ પર 18.38% વાર્ષિકના દરે રિટર્ન આપ્યું છે.

SBI Contra Fund કોન્ટ્રેરિયન ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી (Contrarian Investment Strategy) અપનાવે છે. આનો અર્થ એ થયો કે, આ ફંડ એવી કંપનીઓમાં રોકાણ કરે છે, જેને બજાર હાલમાં નજરઅંદાજ કરી રહ્યું હોય પરંતુ જેમાં ભવિષ્યમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા હોય.

  • લોન્ચ ડેટ : 5 જુલાઈ, 1999
  • કુલ AUM : 47,263 કરોડ રૂપિયા (31 મે, 2026)
  • એક્સપેન્સ રેશિયો રેગ્યુલર પ્લાન : 1.46% (31 મે, 2026)
  • એક્સપેન્સ રેશિયો ડાયરેક્ટ પ્લાન : 0.72% (31 મે, 2026)
  • લેટેસ્ટ NAV : 372.0468 રૂપિયા (15 જૂન, 2026)
  • શાર્પ રેશિયો : 0.67
  • સ્ટાન્ડર્ડ ડેવિએશન : 14.48%
  • બીટા : 0.91

એક્ઝિટ લોડ

30 દિવસ પહેલાં પૈસા ઉપાડવા પર : 0.25%
30 દિવસ પછી અને 90 દિવસ પહેલાં પૈસા ઉપાડવા પર : 0.10%
90 દિવસ પછી પૈસા ઉપાડવા પર : Nil

ફંડનું લમ્પ સમ પ્રદર્શન

  1. લોન્ચ ડેટ : 5 જુલાઈ, 1999
  2. લોન્ચ થયા પછીથી રિટર્ન : 18.38% વાર્ષિક
  3. લોન્ચ વખતે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ : 1,00,000 રૂપિયા
  4. હવે રોકાણની વેલ્યુ : 93,87,080 રૂપિયા

બેન્ચમાર્કનું પ્રદર્શન : બેન્ચમાર્ક BSE 500 TRI એ આ સમયગાળા દરમિયાન 14.95% વાર્ષિકના દરે રિટર્ન આપ્યું છે અને તેમાં 5 જુલાઈ 1999 ના રોજ 1 લાખ રૂપિયાના રોકાણની વેલ્યુ હવે 42,51,940 રૂપિયા થઈ છે.

ફંડનું SIP પ્રદર્શન

  • 21 વર્ષમાં SIPનું વાર્ષિક રિટર્ન : 14%
  • મંથલી એસઆઈપી અમાઉન્ટ : 1,500 રૂપિયા
  • 21 વર્ષમાં કુલ રોકાણ : 3,78,000 રૂપિયા
  • હવે એસઆઈપીની માર્કેટ વેલ્યુ : 20,33,729 રૂપિયા

ફંડની રોકાણ વ્યૂહરચના

  1. આ ફંડ ઓછામાં ઓછું 65% રોકાણ એવી કંપનીઓના શેરોમાં કરે છે, જે કોન્ટ્રેરિયન થીમ પર આધારિત હોય. આ સિવાય, ફંડ પાસે 35% સુધીનું રોકાણ અન્ય શેર, ડેટ વિકલ્પો અથવા મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કરવાની પણ સુવિધા છે.
  2. શેર પસંદ કરવા માટે ફંડ ટોપ-ડાઉન અને બોટમ-અપ બંને પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. પહેલા અર્થતંત્ર અને સેક્ટરનું એનાલિસિસ કરવામાં આવે છે, પછી મજબૂત કંપનીઓની પસંદગી કરવામાં આવે છે.
  3. આ ફંડ એવા રોકાણકારો માટે ઉત્તમ વિકલ્પ છે, જેઓ લાંબાગાળે પોતાની સંપત્તિમાં વધારો કરવા માંગે છે. આ સિવાય કોન્ટ્રેરિયન ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી પર આધારિત, ડાઇવર્સિફાઇડ ઇક્વિટી અને ઇક્વિટી સાથે જોડાયેલા રોકાણોમાં પૈસા લગાવવા માંગે છે.
  4. ધ્યાન રહે કે, કોન્ટ્રેરિયન સ્ટ્રેટેજીમાં એવા શેરમાં રોકાણ કરવામાં આવે છે, જે હાલમાં બજારમાં ઓછા પસંદ કરવામાં આવી રહ્યા હોય પરંતુ ભવિષ્યમાં સારું પ્રદર્શન કરી શકે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સોનું, શેરબજાર, રિયલ એસ્ટેટ… બધું જ ફેઈલ! છેલ્લા 10 વર્ષમાં આ એક જ ધાતુએ આપ્યું ‘રેકોર્ડતોડ રિટર્ન’, આંકડા જોઈને ચોંકી જશો

એક ખોટો નિર્ણય વધારી દેશે તમારો ખર્ચ, સ્માર્ટ પ્લગ કે સ્માર્ટ સ્વિચ? જાણો તમારા ઘર અને બજેટ માટે કયો વિકલ્પ છે સૌથી બેસ્ટ

સોનું કે ચાંદી? Gold-Silver Ratio એ આપ્યો ‘મોટો સંકેત’, જાણો અત્યારે કઈ ધાતુમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે

Breaking News: વૈભવ સૂર્યવંશીની શ્રીલંકામાં લડાઈ પર ટીમ ઈન્ડિયાના કોચનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

પહેલી અને છેલ્લી રોટલી બદલી શકે છે તમારું નસીબ… વાસ્તુના આ નિયમો નહીં જાણો તો ઘરમાં વધી શકે છે દરિદ્રતા

હિન્દુ સનાતન પરંપરા અને વાસ્તુશાસ્ત્રમાં રસોડાને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. રસોડું માત્ર ખોરાક રાંધવાની જગ્યા નથી, પરંતુ તે ઘરના સભ્યોની તંદુરસ્તી, આર્થિક સ્થિતિ અને માનસિક શાંતિ સાથે સીધું જોડાયેલું છે. રસોડામાં બનતી રોટલી માત્ર ભૂખ મટાડવાનું સાધન નથી, પણ તે ઘરની સકારાત્મક કે નકારાત્મક ઊર્જાને પણ પ્રભાવિત કરે છે. વાસ્તુ નિષ્ણાતોના મતે, જો રોટલી બનાવવા અને પીરસવા દરમિયાન કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરની ગરીબી દૂર થાય છે અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ હંમેશાં બનેલા રહે છે.

શાસ્ત્રોમાં ખાસ ઉલ્લેખ છે કે રસોડામાં બનતી પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે કાઢવી જોઈએ. આવો જાણીએ આ પરંપરા પાછળનું ધાર્મિક અને વાસ્તુ મહત્વ શું છે.

પહેલી રોટલી ગાયને ખવડાવવાનું મહત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાયને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે. રસોડામાં બનતી સૌથી પહેલી રોટલી, જેને શાસ્ત્રોમાં ‘ગોગ્રાસ’ કહેવામાં આવે છે, તે ગાયને ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે. આ સાથે પિતૃદોષ અને વાસ્તુદોષની અસરો પણ ઓછી થાય છે.

છેલ્લી રોટલી કૂતરાને આપવાનું કારણ

જ્યોતિષશાસ્ત્રમાં કૂતરાને ભગવાન ભૈરવનું વાહન માનવામાં આવે છે અને તેનો સંબંધ રાહુ-કેતુ ગ્રહ સાથે છે. રસોઈની છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવાથી કુંડળીમાં રહેલા રાહુ-કેતુના નકારાત્મક પ્રભાવો શાંત થાય છે. જો આ છેલ્લી રોટલી પર સહેજ સરસવનું તેલ લગાવીને કૂતરાને આપવામાં આવે તો શનિની સાડાસાતી કે ઢૈયાની અસરો પણ ઓછી થઈ શકે છે. માનવામાં આવે છે કે કૂતરો ઘર પર આવનારી તમામ નકારાત્મક શક્તિઓ અને સંકટોને પોતાના પર લઈ લે છે.

રસોડાના અન્ય કેટલાક મહત્વના નિયમો

  • અગ્નિ ગ્રાસની પરંપરા: ઘણા ઘરોમાં રોટલી બનાવતા પહેલા લોટનો એક નાનો ટુકડો અગ્નિદેવને અર્પણ કરવામાં આવે છે, જેને ‘અગ્નિ ગ્રાસ’ કહેવાય છે. આ અગ્નિદેવ પ્રત્યે સન્માન વ્યક્ત કરવાની પરંપરા છે, ત્યારબાદ જ પહેલી રોટલી ગાય માટે બનાવાય છે.
  • પંચબલિ કર્મ: ગાય અને કૂતરા ઉપરાંત ભોજનનો થોડો ભાગ પક્ષીઓ, ખાસ કરીને કાગડા અને કીડીઓ માટે પણ કાઢવો જોઈએ. આ પ્રકૃતિ અને જીવો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનું પ્રતીક છે.

કયા પ્રકારની રોટલી ક્યારેય ન આપવી જોઈએ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર ગાય કે કૂતરાને ક્યારેય પણ બળેલી, વાસી કે બચેલી રોટલી ન આપવી જોઈએ. ઘણા લોકો સૌથી નાની, છેલ્લી વધી ગયેલી અથવા ખરાબ રોટલી પ્રાણીઓને આપી દે છે, પરંતુ વાસ્તુ મુજબ આ પદ્ધતિ તદ્દન ખોટી છે અને તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. હંમેશાં સાફ, તાજી અને સારી રીતે બનેલી રોટલી જ આપવી જોઈએ. આ નાના-નાના નિયમોનું પાલન કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિના દ્વાર ખુલે છે.

Disclaimer: આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Breaking News: રેલવે પછી હવે ભારતીય સેનાનો મોટો નિર્ણય, હવે ‘ROYAL’ નહીં, બ્રિટિશ કાળની પરંપરાઓને અપાઈ વિદાય

ખેડૂતોનું આંદોલન ગાંધીનગર પહોંચે એ પહેલા જ પડ્યા બે ફાંટા, હવેે 30 જૂને ફરી ચક્કાજામ કરવાનું અપાયુ એલાન

ખેડૂતોના ખેતરોમાં ખાનગી પાવરગ્રીડ કંપની દ્વારા થાંભલા નાખવા સામે વિરોધ તેમજ યોગ્ય વળતરની માગ સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે અને ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી લઈ કૂચ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે ખેડૂતોના આ આંદોલનમાં બે ફાંટા પડી જતા ગાંધીનગર પહોંચે તે પહેલા જ આંદોલનનો ફિયાસ્કો થયો છે. ઓગણજ પહોંચતા જ ખેડૂતોના બે ફાંટા પડી ગયેલા જોવા મળ્યા. જેમા કેટલાક ખેડૂતો ગાંધીનગર કૂચ કરવા માટે મક્કમ હતા. બીજી તરફ ખેડૂતોને ખોટા સંદેશા પહોંચાડવામાં આવ્યા હોવાના પણ દાવા પાલ આંબલિયા અને લાલજી દેસાઈ દ્વારા કરવામાં આવ્યા. ખેડૂતોને સભા સ્થળને બદલે ટ્રેક્ટરોને ગાંધીનગર લઈ જવા માટે કહેવાઈ રહ્યુ છે. કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ દાવો કર્યો કે આંદોલનમાં કેટલાક ટોપીધારીઓ જોડાઈ ગયા છે અને તેઓ આંદોલનમાં આવ્યા નથી અને વાતાવરણ બગાડી રહ્યા છે. સભા કર્યા બાદ ગાંધીનગર જવાનું આયોજન હતુ પરંતુ ખેડૂતોને ગેરમાર્ગે દોરવામા આવ્યા.

ખેડૂતોમાં ભાગલા પડતા જાહેર સભાનો ફિયાસ્કો

ખેડૂતોના ભાાગલા પડી જતા સભા સ્થળે પણ બહુ ઓછા ખેડૂતો પહોંચ્યા હતા. કેટલાક ખેડૂતો હાઇવે પરથી જ પરત ફર્યા હતા. સભાસ્થળે જૂજ ખેડૂતો જ પહોચતા અને આંદોલનમાં વિવાદ થતા પાલ આંબલિયા ભાવુક જોવા મળ્યા હતા. તેમણે સભા સ્થળે ખેડૂતોને સંબોધતા કહ્યુ હતુ કે હું ભાંગી પડ્યો છુ. છેલ્લા 10 દિવસથી હું ઘરે નથી ગયો, શું મારી બે દીકરીઓને બાપની જરૂર નહીં હોય? આંબલિયાએ આક્ષેપ કર્યો કે ખેડૂતોને કેટલાક લોકોએ આવીને ગેરમાર્ગે દોર્યા છે. ખેડૂતો સાથે હું રાજકારણ કરતો હોવાનું કેટલાક લોકો ફેલાવી રહ્યા છે. હવે હું મારા પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કરીશ કે મારે ખેડૂતોની લડત લડવી કે નહીં. તેમણે કહ્યુ ખેડૂતોને નમ્ર વિનંતી કે તમારા માટે લડત લડતા લોકોને હિંમત આપો.

30 જૂને ફરી ચક્કાજામ કરવાનો હુંકાર

આંદોલના ભાગલા પડવા અંગે લાલજી દેસાઈએ જણાવ્યુ કે આ આંદોલન કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા કરાયુ હતુ. શાંતિપુરા પાસે લોકોને જોતા સરકાર એક્શનમાં આવી છે. એક પણ નેતા પાસે કોંગ્રેસનો ખેસ નથી, આ આંદોલન કિસાન કોંગ્રેસ તરફથી કરાયું હતુ. અમે દુઃખી છીએ કે આંદોલનની મહેનત પર પાણી ફર્યું છે. તેમણે 30 જૂને ફરીથી ચક્કાજામનો કોલ આપવામાં આવ્યો છે. આંદોલન રાજકીય નથી તો અમિત ચાવડા અને ગેનીબેન માત્ર ત્યાં શુ કરતા હતા? તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ કે તેઓ માત્ર સાથ આપવા માટે આવ્યા હતા. પહેલાથી જ સૂચના અપાઈ હતી કે રાજનૈતિક વ્યક્તિઓ સ્ટેજ પર નહીં આવે. સરકાર રાહ જોઈને બેઠી હતી કે ખેડૂતોના બે ફાંટા પડે. ખેડૂતોને પોલીસે અધવચ્ચે પરત કર્યા છે.

પોલીસે સર્વિસ રોડ પર આડા JCB મૂકી ગાંધીનગર જતા રોક્યા હતા

ખેડૂતોએ આઉટર રિંગ રોડ બ્લોક કર્યો તો પોલીસે સર્વિસ રોડ આડે JCB મૂકી ગાંધીનગર જતા રોક્યા હતા. આક્રોશિત થયેલા ખેડૂતોએ રસ્તા પર ટ્રેક્ટર રાખી વિરોધ કર્યો. જેના કારણે પોલીસે ખેડૂતોને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા. ખેડૂતોનો એક વર્ગ ગાંધીનગર કૂચ કરવાની તૈયારીમાં હતો પરંતુ પોલીસે તેમને અધવચ્ચેથી જ રોકી લીધા હતા. આ હોબાળા દરમિયાન ખેડૂતોના બે ભાગલા પડી ગયા, જેમા કેટલાક ખેડૂતો ગાંધીનગર જવાની જીદમાં ટ્રેક્ટરથી ન જઈ શકતા ચાલતા ગાંધીનગર જવા નીકળી ગયો. તો અન્ય ખેડૂતોને કોંગ્રેસ નેતા સમજાવી સભા સ્થળે લઈ ગયા. આ વિવાદ બાદ પાલ આંબલિયા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના આરોપ બાદ તેઓ ભાવુક થયા.

ખેડૂતોની અધિકાર યાત્રા લઈ AAP પ્રદેશ પ્રમુખનું નિવેદન

ટ્રેક્ટર રેલીમાં ન જોડાવા અંગે ઈસુદાન ગઢવીએ સફાઈ આપતા કહ્યુ કે કેટલાક લોકો નહોતા ઈચ્છતા કે AAPના નેતા રેલીમાં જોડાય. આ ખેડૂતોની રેલી છે કોઈ પાર્ટીની રેલી નથી. અમારે આંદોલન હાઈજેક કરવાની કોઈ જરૂર નથી. ખેડૂતોનો મુદ્દો ભટકી ના જાય એટલે રેલીમાં જોડાતો નથી. 54 લાખ ખેડૂત પરિવારોની માફી માગું છું.

 

Breaking News: વૈભવ સૂર્યવંશી પર લાગશે પ્રતિબંધ? 15 વર્ષના ખેલાડીને મળશે મોટી સજા!

એસી ચાલુ કરતી વખતે સ્વિંગ ફ્લેપ ઓન રાખવાથી વીજળીનું બિલ વધશે કે ઘટશે?

Breaking News: વૈભવ સૂર્યવંશી પર લાગશે પ્રતિબંધ? 15 વર્ષના ખેલાડીને મળશે મોટી સજા!

વૈભવ સૂર્યવંશી તેના છગ્ગા, ચોગ્ગા અને તોફાની ઇનિંગને કારણે હેડલાઇન્સમાં રહે છે, પરંતુ શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીમાં તે એક ઝઘડાને કારણે સમાચારમાં છે. ઈન્ડિયા A ની હાર બાદ વૈભવ સૂર્યવંશીનો શ્રીલંકા A ખેલાડી સાથે ઝઘડો થયો હતો. મેચ જીત્યા પછી, શ્રીલંકા A ના ખેલાડીઓએ આક્રમક રીતે ઉજવણી કરી અને વૈભવ સૂર્યવંશી સામે બૂમો પાડતા જોવા મળ્યા. આ બધું જોઈને વૈભવ સૂર્યવંશી ગુસ્સે થઈ ગયો અને શ્રીલંકાના એક ખેલાડીને ધક્કો માર્યો. જવાબમાં આ ખેલાડીએ પણ સૂર્યવંશીને ધક્કો માર્યો. તરત જ અન્ય ખેલાડીઓએ બંનેને અલગ કર્યા, પરંતુ હવે સૂર્યવંશીની મુશ્કેલીઓ વધી શકે છે.

વૈભવ સૂર્યવંશીને શું સજા થશે?

વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકાના ખેલાડીને ધક્કો માર્યો હતો, જે ICC નિયમ હેઠળ મોટો ગુનો છે. આમ કરવાથી દોષિત ખેલાડીને દંડ અને પ્રતિબંધ પણ લાગી શકે છે. આ ગુના માટે સજાના ચાર સ્તર છે.

  • જો કોઈ ખેલાડીએ શારીરિક હુમલાનું નાનું કૃત્ય કર્યું હોય, તો તેને ચેતવણી, તેની મેચ ફી કાપવામાં આવશે અને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવશે. આ લેવલ 1 નો ગુનો છે.
  • લેવલ 2 માં બે થી ચાર ડિમેરિટ પોઈન્ટનો દંડ, ખેલાડીની મેચ ફીનો દંડ અને એક થી બે મેચનો પ્રતિબંધ છે. આ સજા ખેલાડીને જાણી જોઈને ધક્કો મારવા બદલ કરવામાં આવે છે.
  • લેવલ 3 કે 4 હેઠળ, જો કોઈ ખેલાડીના ધક્કાથી વિરોધી ખેલાડીને ઈજા થાય છે, તો તેને હિંસા ગણવામાં આવે છે અને તેના પરિણામે ઘણી મેચો અથવા આખી સિઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. જોકે, વૈભવ સૂર્યવંશીના કિસ્સામાં આવું બન્યું નથી.

તિલક વર્માની અમ્પારો સાથે બોલાચાલી

શ્રીલંકા A સામેની મેચમાં ફક્ત વૈભવ સૂર્યવંશી જ આક્રમક જોવા મળ્યો ન હતો, પરંતુ કેપ્ટન તિલક વર્મા પણ અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. મેચ ટાઈ થયા પછી તિલક અમ્પાયર સાથે બોલાચાલી કરતો જોવા મળ્યો હતો. મેચનો સમય પૂરો થઈ ગયો હોવાથી અમ્પાયરો સુપર ઓવર ઇચ્છતા ન હતા, પરંતુ તિલક ગમે તે ભોગે તે ઇચ્છતો હતો. સુપર ઓવરના છેલ્લા બોલ પર જ્યારે અમ્પાયરોએ અરશદ ખાનના છેલ્લા બોલને નો-બોલ ન ગણાવ્યો ત્યારે વિવાદ ફાટી નીકળ્યો અને ભારતીય ખેલાડીઓ ડગઆઉટમાં ગયા. ત્યારબાદ અમ્પાયરોએ પોતાનો નિર્ણય ઉલટાવી દીધો અને તેને નો-બોલ જાહેર કર્યો. ત્યારબાદ તિલક વર્મા ફરીથી અમ્પાયરો સાથે બોલાચાલી કરી. તિલકના આ વલણથી તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

ઈન્ડિયા A મેચ હારી ગયું

ત્રિકોણીય શ્રેણીમાં ભારતનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. અફઘાનિસ્તાન સામેની મેચ હાર્યા બાદ ભારત A ટીમ શ્રીલંકા A ટીમ સામે પણ મેચ હારી ગયું. ટીમ ત્રણમાંથી બે મેચ હારી ગઈ છે, અને હવે જો તેઓ ફાઇનલમાં પહોંચવા માંગે છે, તો તેમણે અફઘાનિસ્તાન સામેની અંતિમ મેચ જીતવી પડશે. આ મેચ 17 જૂને દામ્બુલામાં રમાશે.

Womens T20 World Cup: પાકિસ્તાનના બાબર આઝમને પાછળ છોડશે ભારતની સ્મૃતિ મંધાના, બનશે નંબર-1

Womens T20 World Cup: 26 વર્ષથી જે નથી થયું તે હવે થશે, ભારત પહેલીવાર આ ટીમ સામે રમશે

Breaking News: ભારતે પાકિસ્તાનને ચટાડી ધૂળ, વિમેન્સ T20 વર્લ્ડ કપની શાનદાર જીત સાથે શરૂઆત

ટીમ ઈન્ડિયાએ ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ના પોતાના પહેલા મુકાબલામાં પાકિસ્તાનને કચડીને શાનદાર શરૂઆત કરી હતી. બર્મિંગહામમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને એકતરફી રીતે 64 રનથી હરાવ્યું હતું. શરૂઆતમાં, સ્મૃતિ મંધાનાની શાનદાર 68 રનની ઇનિંગને કારણે, ટીમ ઈન્ડિયાએ 170 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, સારી શરૂઆત બાદ પાકિસ્તાની ઇનિંગ અચાનક પડી ભાંગી. દીપ્તિ શર્માએ 5 વિકેટ લીધી અને પાકિસ્તાનને 104 રનમાં ઓલઆઉટ કરી દીધું. આમ, ભારતે T20 વર્લ્ડ કપમાં સાતમી વખત પાકિસ્તાનને હરાવ્યું હતું.

ભારતે પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું

ચાર વર્ષ પહેલાં 2022 કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન એજબેસ્ટન ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી. તે મેચમાં ભારતે પાકિસ્તાનને આરામથી હરાવ્યું હતું, જેમાં સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ વખતે પણ પરિસ્થિતિ અલગ નહોતી. આ T20 વર્લ્ડ કપ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 170 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. મંધાનાએ 68 રન બનાવ્યા હતા, જે પાકિસ્તાન સામે તેનો સર્વોચ્ચ સ્કોર હતો. રિચા ઘોષે પણ ઝડપી 34 રન બનાવ્યા હતા.

 

પહેલી જ મેચમાં બતાવ્યો દમ

જવાબમાં, પાકિસ્તાનના ઓપનરોએ સારી શરૂઆત કરી, પાવરપ્લેમાં માત્ર એક વિકેટ ગુમાવીને 50 રન બનાવ્યા. જોકે, દીપ્તિ શર્મા પહેલેથી જ વિકેટના રિસીવિંગ એન્ડ પર હતી અને પછી પાકિસ્તાની બેટ્સમેન સામે જોરદાર બોલિંગ કરી. તેણીએ પાકિસ્તાનને બીજો ઝટકો આપ્યો, અને તેના થોડા સમય પછી, તેણીએ રન-આઉટ કર્યો.

 

દીપ્તિ શર્માએ લીધી પાંચ વિકેટ

આ દરમિયાન, શ્રી ચારણી અને શેફાલી વર્માએ પણ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો, શેફાલીએ સૌથી મોટી વિકેટ લીધી, પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાને ખાતું ખોલ્યા વિના આઉટ કરી. ત્યારબાદ, 17મી ઓવરમાં, દીપ્તિએ ત્રણ વિકેટ લીધી, જેનાથી પાકિસ્તાનનો સ્કોર 106 થઈ ગયો. જે બાદ દીપ્તિ શર્માએ સ્પિન બોલિંગનો કમાલ બતાવ્યો અને પાંચ વિકેટ લઈ પાકિસ્તાનની હાર નિશ્ચિત કરી દીધી.

Breaking News: જેટલી ભૂલો, તેટલા રેકોર્ડ… સ્મૃતિ મંધાનાએ પાકિસ્તાનને આપી સજા, પહેલી જ મેચમાં આડેહાથ લીધું

અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર 19 કરોડના વિકાસ કાર્યો, 95% કામગીરી પૂર્ણ, જુઓ Video

અમદાવાદ શહેર ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાના સ્વાગત માટે સજ્જ થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો ભક્તો જગન્નાથ ભગવાનના દર્શન અને રથયાત્રામાં ભાગ લેવા ઉત્સુક છે, ત્યારે આ વર્ષની રથયાત્રામાં એક વિશેષ આકર્ષણ ઉમેરાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રથયાત્રાના મુખ્ય રૂટ પર વ્યાપક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જે હવે પૂર્ણતાના આરે છે.

19 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ચાલી રહેલા આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ

પ્રાપ્ત માહિતી અનુસાર, જગન્નાથ મંદિરથી નીકળતી ભવ્ય રથયાત્રાના માર્ગને ધ્યાનમાં રાખીને AMC એ જમાલપુર ચાર રસ્તાથી દાણીપીઠ સુધીના અંદાજે 1200 મીટર લાંબા માર્ગનું નવીનીકરણ કર્યું છે. 19 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ચાલી રહેલા આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટનું 95% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. બાકીનું કામ રથયાત્રા પહેલાં કોઈપણ ભોગે પૂરું કરવા માટે કોર્પોરેશન પ્રતિબદ્ધ છે.

આ વિકાસ કાર્યો માત્ર માર્ગના સમારકામ પૂરતા સીમિત નથી, પરંતુ તેમાં સૌંદર્યીકરણ અને સુવિધાઓના ઉમેરા પર ભાર મૂકવામાં આવ્યો છે. રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, જે વાતાવરણને હરિયાળું અને તાજગીભર્યું બનાવશે. આ ઉપરાંત, આધુનિક સેન્ટર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જે રાત્રિના સમયે પણ માર્ગને પ્રકાશિત અને સુરક્ષિત રાખશે. ગ્રીન પેચ અને કોટા ગ્રેનાઇટ સ્ટોનના પેવમેન્ટ સાથેની નવી ફૂટપાથ બનાવવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓને ચાલવા માટે આરામદાયક અને સુંદર માર્ગ પૂરો પાડશે.

છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્લાઝાના નિર્માણનું કામ

મંદિરના પ્રવેશદ્વાર અને ગેટ નંબર બે પાસે વિશેષ કલાત્મક પેવિંગ અને એક વિશાળ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્લાઝા ભક્તો માટે એકત્ર થવા અને દર્શન કરવા માટે એક સુંદર સ્થળ બની રહેશે, જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્લાઝાના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું, અને હવે રથયાત્રા પહેલા તે પૂર્ણ થવા જઈ રહ્યું છે.

આ સિવાય, જમાલપુર દરવાજા, ચકલા, વૈશ્યસભા, શાહઆલે ગમધણી દરગાહ અને ખમાસા જેવા રથયાત્રાના માર્ગ પર આવતા મહત્વના જંક્શનોનું પણ પુનઃ ડિઝાઇનિંગ કરવામાં આવ્યું છે. આ જંક્શનો પર ટેબલ ટોપ, આઇલેન્ડ, આકર્ષક શિલ્પકૃતિઓ, પ્લેસ મેકિંગ અને હેંગિંગ લાઇટ્સ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આનાથી આ વિસ્તારોને એક નવો ઓપ મળ્યો છે અને તે વધુ આકર્ષક દેખાઈ રહ્યા છે.

આ સમગ્ર પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન જગન્નાથની રથયાત્રાને આ વર્ષે વધુ દિવ્યતા અને ભવ્યતા પ્રદાન કરવાનો છે. લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ માટે સુવિધાસભર અને નયનરમ્ય માર્ગ તૈયાર થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. 19 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ વિકાસ કાર્યો અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરશે, જ્યાં આધુનિક સુવિધાઓ અને પરંપરાનો સુભગ સમન્વય જોવા મળશે. આ નવો ઓપ પામેલો રૂટ રથયાત્રાની ભવ્યતામાં વધારો કરશે અને ભક્તો માટે એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરશે.

ગુજરાતમાં ચોમાસું ક્યારે જામશે? અંબાલાલ પટેલની નવી આગાહી

Breaking News : પાકિસ્તાનની ‘નાપાક’ હરકત, બાલાકોટ સેક્ટરમાં LoC પર PAK આર્મીનો ગોળીબાર

જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા (LoC) પર ફરી એકવાર તણાવ વધ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂંચ જિલ્લાના બાલાકોટ સેક્ટરના તારકુંડી વિસ્તારમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.

8 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે ગોળીબાર

મળતી માહિતી મુજબ, પાકિસ્તાની ચોકીઓમાંથી લગભગ 8 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબાર બાદ સમગ્ર વિસ્તારમાં સતર્કતા વધારી દેવામાં આવી છે અને સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ ભારતીય સુરક્ષા એજન્સીઓએ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવાની શરૂઆત કરી હતી. સરહદી વિસ્તારોમાં દેખરેખ વધુ કડક બનાવવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને સમયસર પહોંચી વળાઈ શકે.

હજુ સુધી યુદ્ધવિરામ ઉલ્લંઘનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી

હાલ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયાના સત્તાવાર અહેવાલ સામે આવ્યા નથી. જોકે, ભારતીય સેના અથવા સંબંધિત સુરક્ષા એજન્સીઓ તરફથી હજુ સુધી યુદ્ધવિરામ ઉલ્લંઘનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

સરહદી સૂત્રોનું માનવું છે કે જો આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ થાય છે, તો તાજેતરના દિવસોમાં નિયંત્રણ રેખા પર તણાવ વધારતી આ બીજી મહત્વપૂર્ણ ઘટના ગણાશે. હાલમાં સુરક્ષા એજન્સીઓ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

ઘટનાના ચોક્કસ કારણો અને ગોળીબારની પરિસ્થિતિ અંગે વધુ વિગતો સત્તાવાર નિવેદન બાદ જ સ્પષ્ટ થઈ શકશે. ત્યાં સુધી સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવામાં આવી છે અને સ્થાનિક સ્તરે પણ સતર્કતા વધારવામાં આવી છે.

કંગાળી આંટો વાઢી ગઈ, પાકિસ્તાનના ખેલાડીઓને એશિયન ગેમ્સ પહેલા મોટો ઝટકો

Breaking News: જેટલી ભૂલો, તેટલા રેકોર્ડ… સ્મૃતિ મંધાનાએ પાકિસ્તાનને આપી સજા, પહેલી જ મેચમાં આડેહાથ લીધું

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયા માટે જે ખેલાડીનું ફોર્મ સૌથી મોટી ચિંતાનો વિષય હતું તે પહેલી જ મેચમાં ખરાબ રીતે બરબાદ થઈ ગઈ. ટીમ ઈન્ડિયાની સ્ટાર બેટ્સમેન અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પહેલી જ મેચમાં પાકિસ્તાની બોલરોને બરબાદ કરી દીધા, જેમાં તેણે ધમાકેદાર અડધી સદી ફટકારી. મંધાનાએ પાકિસ્તાની ખેલાડીઓની ફિલ્ડિંગ ભૂલોનો પણ લાભ લીધો અને ઝડપી 68 રનની મદદથી ટીમને સારા સ્કોર સુધી પહોંચવાનો પાયો નાખ્યો.

પાકિસ્તાન સામે ચમકી સ્મૃતિ મંધાના

રવિવાર, 14 જૂનના રોજ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપના પોતાના પહેલા મેચમાં એકબીજા સામે ટકરાયા. ભારતે પહેલા બેટિંગ કરી. શેફાલી વર્માએ ઇનિંગના પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને વિસ્ફોટક શરૂઆત કરી, પરંતુ તે જ ઓવરમાં શેફાલી આઉટ થઈ ગઈ. જેમીમા રોડ્રિગ્સ પણ માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગઈ. જવાબદારી વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌર પર આવી.

પાકિસ્તાને કરી ભૂલ, મંધાનાએ આપી સજા

હરમનપ્રીત કૌર મુક્તપણે રમવા માટે સંઘર્ષ કરી રહી હતી, પરંતુ મંધાનાએ પાકિસ્તાની બોલરોને ફટકારવાનું શરૂ કર્યું. તેણીએ દરેક બોલરને નિશાન બનાવ્યું અને બાઉન્ડ્રી ફટકારવાનું શરૂ કર્યું. જોકે, આ દરમિયાન પાકિસ્તાને મંધાનાને આઉટ કરવાની ત્રણ તક ગુમાવી દીધી, અને મંધાનાએ શાનદાર ઈનિંગ રમીને પાકિસ્તાને તેની ભૂલની સજા આપી. પોતાની અડધી સદી પૂર્ણ કરતા પહેલા એક પાકિસ્તાની ફિલ્ડરે એક સરળ કેચ છોડી દીધો, અને પછી થોડા બોલ પછી રન-આઉટની તક પણ ગુમાવી દીધી.

 

માત્ર 34 બોલમાં અડધી સદી ફટકારી

મંધાનાએ આનો લાભ ઉઠાવીને માત્ર 34 બોલમાં અડધી સદી ફટકારી. પોતાની અડધી સદી પૂર્ણ કર્યા પછી, તેણી ફરી તેનો એક સરળ કેચ ડ્રોપ થયો અને મંધાનાએ માત્ર 44 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગા સાથે શાનદાર 68 રન બનાવ્યા. તેની ઇનિંગે મોટા સ્કોરનો પાયો નાખ્યો અને 170 રન સુધી પહોંચાડવામાં મદદ મળી.

મંધાનાએ બનાવ્યા આ રેકોર્ડ્સ

આ ઇનિંગ દરમિયાન મંધાનાએ 3 ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા.મંધાનાએ પાકિસ્તાન સામે T20માં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાન સામે તેનો અગાઉનો સર્વોચ્ચ સ્કોર અણનમ 63 રન હતો, જે સંયોગથી 2022માં બર્મિંગહામમાં જ બન્યો હતો. એટલું જ નહીં, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20 મેચોમાં સૌથી વધુ 5 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ મંધાનાના નામે છે. આ ઉપરાંત, સ્મૃતિ મંધાનાએ ભારત-પાકિસ્તાન T20 મેચોમાં સૌથી વધુ ચોગ્ગા (42) ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

Breaking News: પાકિસ્તાન સામે 1 રન બનાવતા જ હરમનપ્રીત કૌરે T20 વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ, બની નંબર-1 બેટ્સમેન

સીનિયર સિટિઝન્સ માટે કમાણીની મોટી તક: આ બેંકો આપી રહી છે ફિક્સ્ડ ડિપોઝિટ પર 8.30 ટકા સુધીનું વ્યાજ

60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે પોતાની જીવનભરની બચતને સુરક્ષિત જગ્યાએ રોકીને નિયમિત કમાણી કરવાનો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) હજુ પણ સૌથી ભરોસાપાત્ર રસ્તો માનવામાં આવે છે. જૂન 2026ના આ મહિનામાં કેટલીક નાની ફાઇનાન્સ બેંકો (Small Finance Banks) સીનિયર સિટિઝન્સને સામાન્ય બેંકો કરતાં ઘણું વધારે વ્યાજ ઓફર કરી રહી છે, જે તેમની નિવૃત્તિ પછીની માસિક અને વાર્ષિક આવકમાં મોટો સહારો બની શકે છે.

કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે?

આ સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં વરિષ્ઠ નાગરિકોને અલગ-અલગ સમયગાળા (Tenure) માટે 7 ટકાથી લઈને 8.30 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે, જે સામાન્ય ગ્રાહકોને મળતા વ્યાજ દર કરતાં ઘણું વધારે છે. મુખ્ય બેંકોના વ્યાજ દર નીચે મુજબ છે:

  • શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંક: ચોક્કસ સમયગાળા પર આશરે 8.30 ટકા સુધી
  • ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક: અંદાજે 8.25 ટકા સુધી
  • સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક: આશરે 8.25 ટકા સુધી
  • ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક: અંદાજે 8.25 ટકા સુધી
  • યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક: ચોક્કસ સમયગાળા પર આશરે 8.00 ટકા સુધી
  • એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક: આશરે 7.90 ટકા સુધી
  • કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક: આશરે 7.65 ટકા સુધી

FD ખાતું ખોલાવવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે?

જો તમે આ યોજનાઓનો લાભ લેવા માંગો છો, તો તમારી પાસે ઓળખ અને સરનામાના પુરાવા તરીકે નીચેના દસ્તાવેજો હોવા જરૂરી છે, પાન કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડ (જેના નંબરની ગુપ્તતા જાળવવી અનિવાર્ય છે). આ ઉપરાંત એડ્રેસ વેરિફિકેશન માટે વીજળી બિલ, ટેલિફોન બિલ અથવા બેંક સ્ટેટમેન્ટની જરૂર પડી શકે છે.

એફડીમાં રોકાણ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

  • નિયમો અને શરતો: દરેક બેંકમાં અલગ-અલગ સમયગાળા માટે વ્યાજના દર જુદા હોય છે, તેથી રોકાણ કરતા પહેલાં શરતો બરાબર વાંચી લેવી.
  • સમયગાળાની પસંદગી: તમારી નાણાકીય જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ એફડીની મુદત નક્કી કરો. જો તમે સમય મર્યાદા પૂરી થતાં પહેલાં (Premature Withdrawal) પૈસા ઉપાડશો, તો વ્યાજ દર ઘટી શકે છે.
  • ટેક્સની ગણતરી: એફડીમાંથી મળતા વ્યાજ પર ટેક્સ લાગી શકે છે, જેનાથી તમારી ચોખ્ખી કમાણી પર અસર પડે છે. તેથી ટેક્સના નિયમો અગાઉથી જાણી લેવા.
  • બેંકની વિશ્વસનીયતા: સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રોકાણ કરતાં પહેલાં તેમની નાણાકીય સ્થિતિ અને સુરક્ષાના નિયમોની યોગ્ય તપાસ કરી લેવી હિતાવહ છે.

જો તમે વરિષ્ઠ નાગરિક છો, તો નિવૃત્તિ પછીની આવક વધારવા માટે અત્યારે યોગ્ય બેંક અને યોગ્ય સમયગાળો પસંદ કરીને રોકાણ કરવાનો આ એક શ્રેષ્ઠ સમય સાબિત થઈ શકે છે.

ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

નવી ટેક્સ વ્યવસ્થાની મોટી અસર: શું હવે ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ્સનો જમાનો પૂરો થઈ ગયો?

Breaking News: શુભમન ગિલ સામે અફઘાનિસ્તાનના બોલરો ઘૂંટણિયે, ભારતે પહેલી વનડે 7 વિકેટથી જીતી

Breaking News : હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે, ઈરાન સાથે કાલે થશે શાંતિ કરાર પર હસ્તાક્ષર, ટ્રમ્પનો દાવો

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ કરારને લઈને એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેનો શાંતિ કરાર કાલે હસ્તાક્ષરિત થઈ શકે છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, કરાર પર હસ્તાક્ષર થયા બાદ તરત જ હોર્મુઝ સ્ટ્રેટને આંતરરાષ્ટ્રીય જહાજરાણી માટે ફરીથી ખુલ્લું મુકવામાં આવશે.

આ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ આ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આગામી 24 કલાકમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. ઇસ્લામાબાદ તરફથી મળેલા સંકેતો અનુસાર, રવિવારે આ કરાર પર સત્તાવાર હસ્તાક્ષર થવાની શક્યતા છે. જો આવું થાય તો લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને રાજદ્વારી વાટાઘાટો પછી એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવશે.

ટ્રમ્પે ઓબામા સરકારના JCPOA કરારની ટીકા કરી

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા દ્વારા ઈરાન સાથે કરવામાં આવેલ JCPOA કરાર ઈરાનને પરમાણુ શસ્ત્રો સુધી પહોંચવાનો સરળ માર્ગ પૂરો પાડતો હતો. તેમના મતે, જો તે કરાર યથાવત રહ્યો હોત તો ઈરાન વર્ષો પહેલાં પરમાણુ હથિયાર બનાવી શક્યું હોત.

ટ્રમ્પે વધુમાં દાવો કર્યો કે તેમની સરકાર દ્વારા કરવામાં આવતો નવો કરાર સંપૂર્ણપણે અલગ છે. તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિમાં ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવવા માંગતું નથી અને ભવિષ્યમાં પણ તેને કોઈપણ રીતે પરમાણુ હથિયાર મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાની શક્યતા

ટ્રમ્પે જણાવ્યું કે કરાર પર હસ્તાક્ષર થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટ તમામ દેશો માટે ખુલ્લું મુકવામાં આવશે. તેમણે દાવો કર્યો કે ઈરાન સાથે અમેરિકાના વર્તમાન સંબંધો અગાઉની સરકારોની સરખામણીએ વધુ સકારાત્મક અને વ્યવહારુ છે.

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ કરાર હેઠળ કોઈ નાણાકીય સહાય અથવા મોટી રકમની લેવડદેવડ નહીં થાય. ટ્રમ્પે ફરી એકવાર ઓબામા પ્રશાસન પર નિશાન સાધતા કહ્યું કે અગાઉ ઈરાનને અબજો ડોલરની સહાય આપવામાં આવી હતી, જ્યારે હાલના કરારમાં એવો કોઈ મુદ્દો સામેલ નથી.

પરમાણુ કાર્યક્રમ અંગે પણ આપ્યું નિવેદન

ટ્રમ્પે કહ્યું કે ભવિષ્યમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય બન્યા બાદ અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા અવશેષો અને સામગ્રીની તપાસ કરશે. તેમણે અમેરિકાના B-2 બોમ્બર્સ અને તેમના પાઇલટ્સની પ્રશંસા કરતા જણાવ્યું કે જરૂરી બનશે તો પરમાણુ સામગ્રીને નિષ્ક્રિય કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે અમેરિકા ભવિષ્યમાં ઈરાન અને સમગ્ર મધ્ય પૂર્વ સાથે વધુ નજીકથી કામ કરવા ઈચ્છે છે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે શાંતિ પ્રક્રિયા ઝડપથી અને કોઈ મોટા અવરોધ વિના પૂર્ણ થશે. જોકે, તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો પરિસ્થિતિ અનુકૂળ ન રહે તો અમેરિકા પાસે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે, પરંતુ આશા છે કે તેનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે.

કેનેડાના 4 રાજ્યો જ્યા સેટલ થવું એકદમ સરળ, ભણીને PR મેળવવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ જાણો

Breaking News: શુભમન ગિલ સામે અફઘાનિસ્તાનના બોલરો ઘૂંટણિયે, ભારતે પહેલી વનડે 7 વિકેટથી જીતી

ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને અફઘાનિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમમાં વરસાદના વિક્ષેપને કારણે રમત 25 ઓવરની કરવામાં આવેલી 25 ઓવરની મેચમાં કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે એકતરફી વિજય મેળવ્યો. ગિલે ન માત્ર કેપ્ટનની ઈનિંગ રમી, પરંતુ ટીમને વિજય તરફ દોરી પણ ગયો. આ જીત સાથે, ભારતે ત્રણ મેચની ODI શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

અફઘાનિસ્તાનને 194 રન બનાવ્યા

ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેનાર ભારતે યુવા ડેબ્યૂ ખેલાડીઓના કારણે ઉજ્જવળ શરૂઆત કરી હતી. જોકે, અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને સ્થિર કરી હતી, જેમાં તેણે 51 બોલમાં 102 રન બનાવ્યા હતા. જોકે, બાકીના બેટ્સમેન ભારતીય બોલિંગનો સામનો કરી શક્યા ન હતા.

 

ડેબ્યૂ મેચમાં બ્રાર-દુબેની ત્રણ-ત્રણ વિકેટ

ભારત માટે પોતાની પહેલી મેચ રમી રહેલા ફાસ્ટ બોલર ગુર્નુર બ્રાર અને સ્પિનર ​​હર્ષ દુબેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ બે યુવા ખેલાડીઓના શાનદાર પ્રદર્શનના આધારે ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 24.5 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ કરી દીધું.

કેપ્ટન ગિલે મેચ વિનિંગ ઈનિંગ રમી

195 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતની ટીમની શરૂઆત રોહિત શર્મા અને શુભમન ગિલ સાથે સારી રહી. જોકે, રોહિત 16 રન બનાવીને રન આઉટ થયો અને પછી ક્રીઝ પર આવેલા ઈશાન કિશને અફઘાન બોલરો પર એટેક શરુ કર્યો. ઈશાનની માત્ર 22 બોલમાં 34 રનની વિસ્ફોટક ઈનિંગે મેચને સંપૂર્ણપણે ભારતની તરફેણમાં ફેરવી દીધી. શ્રેયસ અય્યરના સસ્તા આઉટ થયા પછી, અનુભવી કેએલ રાહુલે કેપ્ટન ગિલને ખૂબ જ સારી રીતે ટેકો આપ્યો અને અણનમ 39 રન બનાવ્યા.

 

શુભમન ગિલે 66 બોલમાં 84 રન બનાવ્યા

કેપ્ટન શુભમન ગિલે મેદાનની ચારે બાજુ શાનદાર શોટ્સ ફટકાર્યા અને એક છેડો પકડી રાખ્યો, તેણે શાનદાર અણનમ અડધી સદી ફટકારી. તેણે 66 બોલમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા, જેના કારણે ટીમ ઈન્ડિયાએ 22.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

Breaking News: 16000 રન… રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, આ કમાલ કરનાર માત્ર બીજો ભારતીય બન્યો

કેનેડામાં ગ્રેજ્યુએશન પછી કામ કરવાનું વિચારી રહ્યા છો? 

ભરૂચમાં કોંગ્રેસની ‘મોંઘવારી જેલ’, વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીથી ગરમાયું રાજકારણ

ભરૂચમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા એક અનોખા વિરોધ પ્રદર્શનને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. શહેરના રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસના કાર્યકરોએ ‘મોંઘવારીની જેલ’ બનાવી સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો. આ પ્રદર્શનનું મુખ્ય કેન્દ્ર વધતી મોંઘવારી હતું, પરંતુ તેની સાથે બેરોજગારી, NEET પેપર લીક કૌભાંડ અને ખેડૂતોને પૂરતું ખાતર ન મળવાના મુદ્દાઓને પણ ઉઠાવવામાં આવ્યા હતા.

‘મોંઘવારીની જેલ’ બની ચર્ચાનો વિષય

વિરોધને સામાન્ય સભા કે રેલી સુધી મર્યાદિત રાખવાના બદલે કોંગ્રેસે પ્રતિકાત્મક રીતે ‘મોંઘવારીની જેલ’ તૈયાર કરી હતી. કાર્યકરોનો દાવો હતો કે વધતી કિંમતોના કારણે સામાન્ય લોકો આર્થિક રીતે કેદ જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. પ્રદર્શન દરમિયાન કેટલાક કાર્યકરો લારી પર બેસીને પણ પહોંચ્યા હતા. તેમનું કહેવું હતું કે મોંઘવારી એટલી વધી ગઈ છે કે સામાન્ય માણસ માટે વાહન ચલાવવું અને રોજિંદો ખર્ચ ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે.

સરકાર સામે કોંગ્રેસના આક્ષેપ

કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર અને રાજ્ય સરકારો મોંઘવારીને કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહી છે. રોજિંદા જીવનની જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે મધ્યમવર્ગ અને ગરીબ પરિવારો પર સૌથી વધુ અસર પડી રહી છે. પક્ષે બેરોજગારીના વધતા દર અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને યુવાનો માટે રોજગારીની તકો વધારવાની માંગ કરી.

NEET પેપર લીક અને ખેડૂતોના પ્રશ્નો પણ ઉઠાવાયા, વિરોધ દરમિયાન NEET પરીક્ષાના પેપર લીક મુદ્દે પણ સરકારની ટીકા કરવામાં આવી. કોંગ્રેસે કહ્યું કે પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થયા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.

 

પોલીસે કરી અટકાયત

વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે હસ્તક્ષેપ કરી વિરોધ કરી રહેલા કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે કાર્યવાહી કરતા સ્થળ પર થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાના કારણે વિરોધ પ્રદર્શન માત્ર મોંઘવારીના મુદ્દે નહીં પરંતુ પોલીસ કાર્યવાહીને લઈને પણ ચર્ચાનો વિષય બન્યું છે. કોંગ્રેસે આ પ્રદર્શન દ્વારા સરકાર સામે જનતાના પ્રશ્નોને ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. ‘મોંઘવારીની જેલ’ જેવા પ્રતીક દ્વારા પક્ષે સામાન્ય લોકો પર વધી રહેલા આર્થિક બોજને રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.

જનતાના સળગતા સવાલો

વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક નાગરિકોએ પણ સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. લોકોનું કહેવું હતું કે ચૂંટણી સમયે મોંઘવારી ઘટાડવા અને પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ હાલની સ્થિતિ તેના વિપરીત જોવા મળી રહી છે.

નાગરિકોના જણાવ્યા અનુસાર એક સમય એવો હતો જ્યારે પેટ્રોલ 60થી 70 રૂપિયા પ્રતિ લિટરના દરે મળતું હતું અને અનાજના ભાવ પણ સામાન્ય લોકોની પહોંચમાં હતા, જેના કારણે ગરીબ પરિવારો સરળતાથી દિવસમાં બે વખત ભોજન મેળવી શકતા હતા. જોકે હાલમાં દૂધ, બ્રેડ સહિતની રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે.

લોકોનું માનવું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસરને કારણે પેટ્રોલ, ડીઝલ, CNG, PNG ગેસ સહિત ભારત દ્વારા આયાત કરવામાં આવતી અનેક જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. નાગરિકોએ આક્ષેપ કર્યો હતો કે આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા સામાન્ય જનતાને રાહત મળે તેવી યોજનાઓ લાવવી જોઈએ, પરંતુ તેના બદલે લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે અને વિકાસના નામે દેશની આર્થિક સ્થિતિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

અમદાવાદ ફાયર બ્રિગેડના ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો, નિયમો તોડનારી કંપનીઓને થશે જેલ અને લાખોનો દંડ

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર ‘CREW ફિલ્મ’ જેવા દ્રશ્યો, દુબઈથી આવેલી ફ્લાઇટમાં 4.26 કરોડથી વધારે કિંમતનું સોનું ઝડપાયું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે એક મોટી સફળતા મેળવી છે. દુબઈથી આવેલી એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાંથી ₹4.26 કરોડથી વધુની કિંમતનું 2,799 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન દાણચોરીની એક નવી અને ચતુરાઈભરી પદ્ધતિનો પર્દાફાશ થયો છે, જે કસ્ટમ્સ અધિકારીઓ માટે પણ એક નવો પડકાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કસ્ટમ્સ અધિકારીઓએ બાતમીના આધારે દુબઈથી આવેલી ફ્લાઇટની તલાશી લીધી હતી. આ તપાસ દરમિયાન, વિમાનના શૌચાલયમાં બે શંકાસ્પદ પાઉચ મળી આવ્યા હતા. આ પાઉચ ખોલતા તેમાંથી 24 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 2,799 ગ્રામ થવા જાય છે. કસ્ટમ્સ દ્વારા આ સોનાનો મોટો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.

આ દાણચોરીની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી છે. સામાન્ય રીતે, દાણચોરો સોનાને યાત્રીઓની સીટ નીચે અથવા તેમના સામાનમાં છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ આ કિસ્સામાં, સોનાના બિસ્કિટને વિમાનના શૌચાલયમાં આવેલા સ્પીકરમાં અત્યંત ચાલાકીપૂર્વક સંતાડવામાં આવ્યા હતા. આ પદ્ધતિ અપનાવવાનો મુખ્ય હેતુ દાણચોરી કરનાર વ્યક્તિને ઓળખવાનું અત્યંત મુશ્કેલ બનાવવાનો હતો, કારણ કે આ સોનું બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

કસ્ટમ્સ વિભાગે આ બિનવારસી સોના મુદ્દે ગુનો દાખલ કરીને સઘન તપાસ શરૂ કરી છે. તપાસ અધિકારીઓ એ દિશામાં કામ કરી રહ્યા છે કે આ સોનું વિમાનમાં કોણે મૂક્યું હતું અને તેનો ઉદ્દેશ્ય શું હતો. આ ઉપરાંત, કસ્ટમ્સ વિભાગ શૌચાલયનો ઉપયોગ કરનારા યાત્રીઓની ઓળખ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે, જેથી આ દાણચોરીના નેટવર્ક સુધી પહોંચી શકાય.

આ ઘટના દર્શાવે છે કે સોનાની દાણચોરી કરનારાઓ સતત નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે, જેને તોડવા માટે કસ્ટમ્સ વિભાગે પણ પોતાની તપાસ પદ્ધતિઓમાં સુધારો કરવો પડી રહ્યો છે. આ એક ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવેલી દાણચોરીનો પ્રયાસ જણાઈ રહ્યો છે, જેના મૂળ સુધી પહોંચવા માટે કસ્ટમ્સની ટીમો સઘનતાથી કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ દાણચોરીના નેટવર્કને તોડવું એ કસ્ટમ્સ માટે એક મહત્વપૂર્ણ પડકાર બન્યો છે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન, વિશ્વભરના યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

ભારતના નંબર-1 વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડના નંબર-1 ખેલાડીની નિવૃત્તિ પર એક ખાસ પોસ્ટ શેર કરી

અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને ઍર ઈન્ડિયાએ લોભામણી ઓફર આપ્યાનો દાવો, પૈસા આપી કેસ સેટલ કરવા મુકી શરત – Video

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની આજે વરસી છે. આ ગોજારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થયુ છે. હજુ પણ પરિવારો ઍર ઈન્ડિયા અને બોઈંગ કંપની સામે કાનુની લડત લડી રહ્યા છે. આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયુ છતા હજુ તેમને ફાઈનલ રિપોર્ટ મળ્યો નથ. પ્લેનક્રેશ ક્યા કારણોસર થયુ, આખરે પ્લેનમાં એવી તો શું ક્ષતિ હતી કે ક્રેશ થઈ ગયુ. સૌથી મોટુ રહસ્ય આજે પણ અકબંધ છે. દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ એ જાણી નથી શકાયુ કે ટેક ઓફની થોડી ક્ષણોમાં જ બંને એન્જિનની ફ્યુલ કંટ્રોલ સ્વિચીસ Run માંથી CUTOFF ક્યા કારણોસર પહોંચી ગઈ જેના કારણે એન્જિનને મળતો ઈંધણનો પૂરવઠો બંધ થઈ ગયો અને પ્લેન ક્રેશ થઈ ગયુ. આ તમામ પરિવારો ન્યાય તેમના સ્વજનો માટે ન્યાય માગી રહ્યા છે. પ્લેનક્રેશનો તપાસ રિપોર્ટ જલદી તેમની સામે આવે તેવી તેઓ છેલ્લા એક વર્ષથી માગ કરી રહ્યા છે.

જો કે તપાસ રિપોર્ટ તો હજુ નથી આવ્યો પરંતુ હવે આ અંગે ચાલી રહેલી કાયદાકીય લડાઈ પણ પૈસા આપીને બંધ કરાવવા માટેના પ્રયાસો શરૂ થયા છે. ઍર ઈન્ડિયાએ મોટી રકમ આપી પરિવારોને ભવિષ્યમાં આ કેસમાં કાનુની લડત ન લડવાની ઓફર આપી છે. 120 પીડિત પરિવારો માટે કાનૂની લડત લડતા વકીલ ફર્મે આ દાવો કર્યો છે. ઍર ઈન્ડિયાએ અનેક પરિવારોને ડોક્યુમેન્ટ પર સહી કરવા સંપર્ક કર્યો હતો.જો પરિવાર ડોક્યુમેન્ટ પર સહી કરશે તો ભવિષ્યમાં કાનૂની લડત નહીં લડી શકે. કેટલાક ઈજાગ્રસ્ત પરિવારોએ સહી કરી હોવાનું જાણવા મળ્યું. વકીલની ટીમ સાથે જોડાયેલા 120 પરિવારમાંથી માત્ર ૧10 પરિવારોને જ ઓફર મળી છે. વકીલ ફર્મે હાલ પરિવારોને વિનંતિ કરી છે કે આવી કોઈ ઓફર સ્વીકારે નહીં અને કોઈ ડોક્યુમેન્ટ પર સહી ન કરે.

આ અંગે ફેડરેશેન ઓફ ઇન્ડિયન પાયલોટ્સના પ્રમુખ સી.એસ. રંધાવાએ જણાવ્યુ છે કે મૃતદેહો મેળવવાથી લઇને અનેક બાબતોમાં પરિવારોએ દુઃખ વેઠ્યું છે. એક વર્ષ બાદ પણ હજુ ફાઈનલ રિપોર્ટ નથી આવ્યો. ફાઇનલ રિપોર્ટ ન આવે તો તેમને ડ્રાફ્ટ રિપોર્ટ મળે. 30 દિવસમાં ફાઇનલ રિપોર્ટ મળે, ક્યા કારણોસર ઘટના બની તે જાણવુ જરૂરી છે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

Plane Crash: “એક આહ ભરી હોગી, હમને ન સુની હોગી..જાતે જાતે તુમને…” ચીસો.. ચિત્કાર… અને 1000 ડિગ્રી કરતા પણ વધુ તાપમાનમાં ભડથુ થઈ ગયા 260 મૃતદેહો

Ahmedabad Plane Crash: પ્લેનક્રેશના હત્તભાગી પરિવારો ઝંખી રહ્યા છે ન્યાય, TV9 સમક્ષ ઠાલવી વ્યથા- Video

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ ઘટેલી ગોજારી દુર્ઘટનાએ અનેક પરિવારોના જીવવાની આશા છીનવી લીધી છે. આ દુર્ઘટનામાં 260 લોકોના મૃત્યુ થયા છે. આ મૃતકોના પરિજનો આજે એક વર્ષ બાદ પણ ન્યાય માટે ઝંખી રહ્યા છે. પ્લેનક્રેશની દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે પરંતુ આ દુર્ઘટના કેવી રીતે થઈ તે અંગેનો હજુ ફાઈનલ રિપોર્ટ મળ્યો નથી. પોતાના વ્હાલસોયાને ગુમાવનારા આ પરિવારોની ધીરજ હવે ખૂટી રહી છે. આણંદના એક પરિવારે પ્લેનક્રેશમાં પોતાનો 24 વર્ષનો દીકરો ગુમાવ્યો છે. પરિવાર આજે પણ એ પીડાને ભૂલી શક્તો નથી. આણંદનો આ પરિવારે Tv9 સાથેની વાતચીતમાં તેની વ્યથા ઠાલવી. પરિવારે સ્પષ્ટ જણાવ્યુ કે તેમને ન્યાય જોઈએ છે. સરકાર પાસે તેઓ ન્યાયની માગ કરી રહ્યા છે. આકાશ ના માતાએ સરકારને સીધો સવાલ કર્યો કે સિંહોના મોત બાબતે ચિંતા વ્યક્ત કરી મિટીંગો ભરતી સરકાર પાસે આ મૃતકોના પરિજનો માટે કેમ સમય નથી. આખરે તેમને ક્યારે ફાઈનલ રિપોર્ટ મળશે?

“સિંહોના મોત બાબતે ચિંતા કરતા સરકારના એકપણ મંત્રી શ્રદ્ધાંજલિ આપવા ફરક્યા સુદ્ધા નથી”

આકાશના માતાનું કહેવુ છે કે આજે એક વર્ષ બાદ ના તો સરકારના એકપણ મંત્રી કે નેતા અહીં શ્રદ્ધાંજલિ આપવા કે આશ્વાસનના બે શબ્દ કહેવા માટે આવ્યા છે ના તો ઍર ઈન્ડિયા તરફથી તેમને કંઈ સાંતવના પાઠવવામાં આવી છે. પરિજનોની ફરિયાદ છે કે તેઓ આજે એક વર્ષ બાદ પણ ન્યાયની ભીખ માગી રહ્યા છે. વિમાન દુર્ઘટનાનું સાચુ કારણ સામે આવે તેવી પરિજનો માગ કરી રહ્યા છે.

આ તરફ ઍર ઈન્ડિયા દ્વારા ખરી ચકાસણી કર્યા વગર વળતર ચુકવવામાં પણ છબરડા કર્યા હોવાનું સામે આવ્યુ છે. સમીના રફીએ પ્લેન ક્રેશમાં તેમના યુકે રહેતા પુત્ર ફૈઝાનને ગુમાવ્યો, પરંતુ વળતર મૃતક ફૈઝાનના પત્નીને મળ્યું હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ફૈઝાને હફસા સાથે નિકાહ કર્યા હતા, પરંતુ હફસાએ ફૈઝાનની કોઇ અંતિમ ક્રિયામાં ભાગ લીધો નથી. અમારા પુત્રની અંતિમ ક્રિયા માટે અમારે ગાડી પણ વેચવી પડી પરંતુ ટાટા ગ્રુપે અમને જાણ કર્યા વગર જ ફૈઝાનની પત્નીને વળતર ચૂકવી દીધું.

Input Credit- Narendra Rathod- Ahmedabad

Plane Crash: “એક આહ ભરી હોગી, હમને ન સુની હોગી..જાતે જાતે તુમને…” ચીસો.. ચિત્કાર… અને 1000 ડિગ્રી કરતા પણ વધુ તાપમાનમાં ભડથુ થઈ ગયા 260 મૃતદેહો

Breaking News: ધર્મશાલામાં વરસાદ બનશે વિલન ! ધોવાઈ જશે ભારત-અફઘાનિસ્તાનની પહેલી ODI ? જાણો weather રિપોર્ટ

Breaking News : Vedanta ના રોકાણકારો માટે મોટા સમાચાર, ડિમર્જર બાદ આ તારીખે ચાર નવી કંપનીઓ થશે લિસ્ટ

વેદાંત ગ્રુપના શેરધારકો માટે 15 જૂન, 2026 એક મહત્વપૂર્ણ તારીખ સાબિત થવાની છે. કંપનીના ડિમર્જર બાદ રચાયેલી ચાર નવી કંપનીઓ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થવા જઈ રહી છે. વેદાંત ઓઇલ એન્ડ ગેસ લિમિટેડ, વેદાંત પાવર લિમિટેડ, વેદાંત એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ અને વેદાંત આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડનું લિસ્ટિંગ ગ્રુપના પુનર્ગઠનના મહત્વપૂર્ણ તબક્કાની પૂર્ણાહુતિ ગણાશે.

વેદાંત મેનેજમેન્ટનું માનવું છે કે ડિમર્જર બાદ દરેક બિઝનેસ યુનિટને સ્વતંત્ર રીતે કામગીરી કરવાની વધુ સારી તક મળશે. આ ઉપરાંત, દરેક કંપની પોતાની જરૂરિયાત મુજબ મૂડી એકત્ર કરી શકશે અને પોતાના મુખ્ય વ્યવસાયના વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. રોકાણકારોને પણ હવે અલગ-અલગ સેક્ટરમાં સીધું રોકાણ કરવાની તક મળશે, જેના કારણે દરેક બિઝનેસ સેગમેન્ટનું વાસ્તવિક મૂલ્ય વધુ સ્પષ્ટ રીતે સામે આવશે.

ડિમર્જરથી શું બદલાશે?

વેદાંતે પોતાના વિવિધ વ્યવસાયોને પાંચ અલગ-અલગ એન્ટિટીમાં વહેંચવાનો નિર્ણય લીધો હતો. આ યોજનાને ગયા વર્ષે ડિસેમ્બરમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) તરફથી મંજૂરી મળી હતી. ડિમર્જર બાદ દરેક કંપની પોતાના મુખ્ય બિઝનેસ ક્ષેત્ર પર ફોકસ કરશે અને સ્વતંત્ર રીતે વિકાસની દિશામાં આગળ વધશે.

નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારનું પુનર્ગઠન રોકાણકારો માટે લાભદાયી બની શકે છે, કારણ કે હવે તેઓ તેલ અને ગેસ, વીજ ઉત્પાદન, એલ્યુમિનિયમ તેમજ આયર્ન અને સ્ટીલ જેવા અલગ-અલગ ક્ષેત્રોના બિઝનેસનું વ્યક્તિગત મૂલ્યાંકન કરી શકશે.

રોકાણકારોને નવા શેર કેવી રીતે મળશે?

મંજૂર થયેલી 1:1 ડિમર્જર યોજના અનુસાર, વેદાંતના દરેક પાત્ર શેરધારકને મૂળ કંપનીમાં રહેલા દરેક એક શેર સામે ડિમર્જ થયેલી દરેક નવી કંપનીનો એક શેર ફાળવવામાં આવશે.

જોકે, આ લાભ મેળવવા માટે રેકોર્ડ ડેટનું ધ્યાન રાખવું જરૂરી હતું. ભારતની T+1 સેટલમેન્ટ સિસ્ટમને કારણે, 1 મેના રોજ ખરીદાયેલા શેરો ડિમર્જર લાભ માટે પાત્ર ગણાતા નથી. માત્ર 30 એપ્રિલ, 2026 સુધી પોતાના ડીમેટ ખાતામાં વેદાંતના શેર ધરાવતા રોકાણકારો જ નવી કંપનીઓના શેર મેળવવા માટે લાયક ઠર્યા છે.

શરૂઆતના 10 દિવસ ‘ટ્રેડ-ફોર-ટ્રેડ’ સેગમેન્ટમાં ટ્રેડિંગ

BSE દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, ચારેય નવી કંપનીઓના શેર શરૂઆતમાં ‘T ગ્રુપ’ સિક્યોરિટીઝ કેટેગરીમાં લિસ્ટ કરવામાં આવશે. ઉપરાંત, પ્રથમ 10 ટ્રેડિંગ દિવસો સુધી આ શેર ‘ટ્રેડ-ફોર-ટ્રેડ’ સેગમેન્ટ હેઠળ ટ્રેડ થશે.

આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ પ્રારંભિક તબક્કામાં વધુ પડતી સટ્ટાબાજીને રોકવાનો અને શેરના ભાવમાં સ્થિરતા જાળવવાનો છે. આ સમયગાળા દરમિયાન ઇન્ટ્રા-ડે ટ્રેડિંગની મંજૂરી નહીં હોય અને દરેક ખરીદ-વેચાણ સોદાનું ફરજિયાત સેટલમેન્ટ કરવું પડશે.

માર્ચ ક્વાર્ટરમાં વેદાંતના મજબૂત પરિણામો

ડિમર્જરની પ્રક્રિયા વચ્ચે વેદાંતે માર્ચ ક્વાર્ટરમાં મજબૂત નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીની એકીકૃત આવક 12 ટકા વધીને ₹51,524 કરોડ સુધી પહોંચી છે, જ્યારે અગાઉના ક્વાર્ટરમાં તે ₹45,899 કરોડ હતી.

આ ઉપરાંત, EBITDAમાં 22 ટકાનો વધારો નોંધાયો છે અને તે ₹18,447 કરોડ સુધી પહોંચ્યો છે. કંપનીનો ચોખ્ખો નફો પણ 20 ટકા વધીને ₹9,353 કરોડ થયો છે. મજબૂત નાણાકીય પ્રદર્શન અને સુધરેલા માર્જિનને કારણે રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે.

શેરના ભાવમાં પણ તેજી

ગુરુવારના કારોબાર દરમિયાન વેદાંતનો શેર NSE પર ₹304.90ના સ્તરે બંધ થયો હતો, જે અગાઉની સરખામણીએ 1.87 ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં અંદાજે 2.52 ટકાનો વધારો નોંધાયો છે.

ડિમર્જર બાદ ચાર નવી કંપનીઓના લિસ્ટિંગને લઈને બજારમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. હવે રોકાણકારોની નજર 15 જૂનના લિસ્ટિંગ દિવસ અને નવી કંપનીઓના પ્રારંભિક પ્રદર્શન પર ટકેલી છે.

એક જ વાર રોકાણ કરો અને જીવનભર મળશે 21,000 પેન્શન, જાણો

Breaking News: 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ ખતમ! બાંગ્લાદેશે પહેલીવાર ODI શ્રેણીમાં હરાવ્યું

11 જૂન, 2026 ની તારીખ બાંગ્લાદેશી ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઈ ગઈ છે. ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશી ખેલાડીઓએ એવી સિદ્ધિ મેળવી જે તેમણે ક્રિકેટ ઈતિહાસમાં પહેલાં ક્યારેય નહોતી મેળવી. યજમાન બાંગ્લાદેશે છ વખતની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને બીજી વનડેમાં હરાવી અને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી છે. બાંગ્લાદેશ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે તેઓએ ઓસ્ટ્રેલિયા સામે દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી છે.

બાંગ્લાદેશી બોલરોએ તબાહી મચાવી

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. બાંગ્લાદેશી બોલરો તસ્કિન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાને શરૂઆતની ઓવરોમાં ભારે તબાહી મચાવી દીધી. ઓસ્ટ્રેલિયાની ટીમે ખાતું ખોલ્યા વિના જ ત્રણ મુખ્ય વિકેટ ગુમાવી દીધી. મેટ શોર્ટ, કૂપર કોનોલી અને મેટ રેનશો ખાતું ખોલવામાં નિષ્ફળ ગયા. 65 રનની અંદર ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ પેવેલિયનમાં પાછી ફરી ગઈ. જોકે, માર્નસ લાબુશેને અણનમ 55 રન બનાવીને ટીમને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. વરસાદને કારણે મેચની ઓવરોમાં ઘટાડો પણ થયો, જેના પરિણામે ઓસ્ટ્રેલિયાએ 42 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા.

 

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેનો ફ્લોપ

બાંગ્લાદેશ તરફથી તસ્કિન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાને શાનદાર બોલિંગ કરી અને ત્રણ-ત્રણ વિકેટ લીધી. તનવીર ઈસ્લામે પણ બે વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેનો બાંગ્લાદેશના બોલરોની સચોટ લાઈન અને લેન્થ સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. નાહિદ રાણાએ પણ શાનદાર બોલિંગ કરી, પરંતુ તે એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા.

 

બાંગ્લાદેશે સરળતાથી રનનો પીછો કર્યો

વરસાદના કારણે બાંગ્લાદેશની ઈનિંગની શરૂઆતમાં વિક્ષેપ પડ્યો, જેના કારણે લક્ષ્ય 41 ઓવરમાં 192 રનનો થઈ ગયો. તનઝીદ હસન કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો. જોકે, સૌમ્ય સરકાર અને નઝમુલ હુસૈન શાંતોએ 42-42 રન બનાવીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. ત્યારબાદ લિટન દાસે 21 રન બનાવ્યા. તૌહીદ હૃદયોયે એક છેડો પકડી રાખ્યો અને અણનમ 40 રન બનાવીને ટીમને વિજય તરફ દોરી ગયો. મેહદી હસન મિરાઝ પણ 22 રન બનાવીને અણનમ રહ્યો. બાંગ્લાદેશે 35 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું.

T20 World Cup 2026 Prize Money: T20 વર્લ્ડ કપમાં આટલા કરોડ રૂપિયાની ઇનામી રકમ દાવ પર, ICCનો મોટો નિર્ણય

Breaking News : અમેરિકાએ જ ભારતીય ખલાસીઓ વાળા જહાજ પર કર્યો હમલો.. કબૂલાત કરી જાહેર કર્યો વીડિયો

અમેરિકાએ ઓમાનના અખાતમાં ગિની-બિસાઉ ધ્વજવાળા તેલ ટેન્કર MT Jalveer સામે કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીની સત્તાવાર પુષ્ટિ કરી છે. ખાસ વાત એ છે કે સતત ત્રીજા દિવસે ભારતીય ખલાસીઓ સવાર હોય એવા જહાજને અમેરિકન દળોએ નિશાન બનાવ્યું છે. આ પહેલાં MT Marivex અને MT Setabelo પર પણ અમેરિકાએ કાર્યવાહી કરી હતી. MT Setabelo પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા હોવાનું સામે આવ્યું હતું.

MT Jalveerને કેમ નિશાન બનાવવામાં આવ્યું?

અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર MT Jalveer ઈરાનથી તેલ લઈને ઓમાનના અખાતમાંથી પસાર થઈ રહ્યું હતું. અમેરિકાનો દાવો છે કે આ જહાજ ઈરાન સામે લાગુ કરાયેલા પ્રતિબંધો અને નાકાબંધીનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. વધુમાં, અમેરિકી દળોની વારંવારની સૂચનાઓ છતાં જહાજના ક્રૂએ જરૂરી સહકાર આપ્યો નહોતો.

આ પછી અમેરિકી સૈન્યએ કાર્યવાહી હાથ ધરી હતી. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા મુજબ, એક અમેરિકન વિમાને જહાજના એન્જિન રૂમને નિશાન બનાવી બે હેલફાયર મિસાઇલો ફાયર કરી હતી, જેના કારણે જહાજને કાર્યરત સ્થિતિમાંથી બહાર કરવામાં આવ્યું.

CENTCOMએ શું કહ્યું?

યુએસ સેન્ટ્રલ કમાન્ડે પોતાના નિવેદનમાં જણાવ્યું કે MT Jalveer ઈરાની તેલના પરિવહનમાં સામેલ હતું. અમેરિકી દળોએ જહાજને અનેક વખત રોકાવા અને તપાસ માટે સહકાર આપવા સૂચના આપી હતી, પરંતુ તેનો યોગ્ય પ્રતિસાદ ન મળતા આ કાર્યવાહી કરવામાં આવી.

CENTCOMએ આ કાર્યવાહીનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં જહાજ સામેની સૈન્ય કાર્યવાહી દર્શાવવામાં આવી હોવાનું કહેવાય છે.

અગાઉ પણ બે જહાજો પર થઈ હતી કાર્યવાહી

આ પહેલાં અમેરિકાએ MT Marivex અને MT Setabelo નામના જહાજોને પણ નિશાન બનાવ્યા હતા. અમેરિકાનો દાવો છે કે Marivex ઈરાની બંદર તરફ જઈ રહ્યું હતું, જ્યારે Setabelo ઈરાની તેલનું પરિવહન કરી રહ્યું હતું.

MT Setabelo પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા હતા, જેના કારણે સમગ્ર ઘટનાએ ગંભીર રાજદ્વારી સ્વરૂપ ધારણ કર્યું છે.

ભારતે અમેરિકાને નોંધાવ્યો કડક વિરોધ

ભારતે MT Setabelo અને MT Jalveer પર થયેલી કાર્યવાહી અંગે અમેરિકાની સામે સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતીય ખલાસીઓના મોત અને તેમની સુરક્ષાને લઈને ભારત સરકારે નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશનને બોલાવીને પોતાની ચિંતા અને અસંતોષ વ્યક્ત કર્યો હતો.

ભારતનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આવા હુમલાઓ અંગે સંપૂર્ણ સ્પષ્ટતા જરૂરી છે.

અત્યાર સુધી કેટલા જહાજો સામે કાર્યવાહી?

અમેરિકી સૈન્યના જણાવ્યા અનુસાર, 13 એપ્રિલથી શરૂ કરાયેલી નાકાબંધી દરમિયાન અત્યાર સુધી કુલ નવ જહાજોને અક્ષમ કરવામાં આવ્યા છે, કારણ કે તેમણે અમેરિકી દળોની સૂચનાઓનું પાલન કર્યું નહોતું.

આ ઉપરાંત, 135 જેટલા જહાજોને પોતાનો માર્ગ બદલવાની ફરજ પડી હતી, જ્યારે માનવતાવાદી સહાય સામગ્રી લઈ જતા 42 જહાજોને પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સુરક્ષા, વેપાર માર્ગો અને ભારતીય ખલાસીઓની સુરક્ષા અંગે નવા પ્રશ્નો ઊભા થયા છે. ભારત અને અમેરિકા વચ્ચે આ મુદ્દે આગામી દિવસોમાં વધુ રાજદ્વારી ચર્ચા થવાની શક્યતા છે.

ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણીનો સ્માર્ટ મીટર માર્કેટમાં જલવો.. એક ડીલથી આવી રીતે થશે ફાયદો

યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં કેમ આવ્યો મોટો કડાકો? ભારતમાં કેટલું સસ્તું થવાના સંકેત?

સોનાને દુનિયાનું સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, પરંતુ રાતોરાત આ સુરક્ષિત રોકાણમાં મોટો કડાકો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ એક જ રાતમાં આશરે 4 ટકા તૂટી ગયા છે. દિલ્હીના ચાંદની ચોકથી લઈને મુંબઈના ઝવેરી બજાર સુધીના તમામ ઝવેરીઓ અને સામાન્ય રોકાણકારો અત્યારે એક જ સવાલ પૂછી રહ્યા છે કે આખરે આ શું થઈ રહ્યું છે?

આંતરરાષ્ટ્રીય બજારમાં શું સ્થિતિ સર્જાઈ?

વૈશ્વિક માર્કેટમાં સોનાનો ભાવ ગગડીને 4,100 ડોલર પ્રતિ ઔંસની નીચે આવી ગયો છે. આ ઘટાડા સાથે સોનું છેલ્લા 7 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. બીજી તરફ, ચાંદીની કહાની થોડી અલગ રહી. રાત્રિના સમયે ચાંદી પણ તૂટીને 60 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ સવાર થતાં જ તેણે રિકવરી શરૂ કરી અને ભાવ ફરી વધીને 64 ડોલર પ્રતિ ઔંસની આસપાસ પહોંચી ગયા હતા.

ભારતીય બજાર પર આની શું અસર પડી?

આંતરરાષ્ટ્રીય બજારની આ હલચલ વચ્ચે ભારતમાં ચાંદીનો ભાવ આશરે 2.40 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને સોનાનો ભાવ આશરે 1.40 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ જોવા મળ્યો હતો. આ સમયે ડોલર સામે રૂપિયો 95 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ઇન્ટરનેશનલ કિંમત મુજબ ભારતનું ગણિત સમજો:

  • આંતરરાષ્ટ્રીય ભાવ: 4,100 ડોલર પ્રતિ ઔંસ
  • ડોલરનો ભાવ: 95 રૂપિયા
  • 1 ટ્રોય ઔંસ = 31.1035 ગ્રામ
  • ગણતરી મુજબ: 4,100 ડોલર × 95 રૂપિયા = 3,89,500 રૂપિયા પ્રતિ ઔંસ
  • ગ્રામ દીઠ ભાવ: 3,89,500 રૂપિયા ÷ 31.1035 ગ્રામ = આશરે 12,522 રૂપિયા પ્રતિ ગ્રામ
  • 10 ગ્રામનો અંદાજિત ભાવ: 12,522 × 10 = આશરે 1,25,220 રૂપિયા

આ હિસાબે વૈશ્વિક કિંમતો મુજબ ભારતમાં સોનાનો સૈદ્ધાંતિક ભાવ 1.25 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ હોવો જોઈએ, જ્યારે બજારમાં તે 1.40 લાખ રૂપિયાની આસપાસ છે. આ બંને વચ્ચેનો આશરે 15,780 રૂપિયાનો તફાવત આયાત ડ્યુટી, જીએસટી અને લોકલ પ્રીમિયમના કારણે છે. નિષ્ણાતોના મતે, જો વૈશ્વિક મંદી ચાલુ રહેશે તો ભારતીય બજારમાં સોનું 5 થી 8 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઈ શકે છે.

યુદ્ધ વચ્ચે પણ સોનું કેમ તૂટી રહ્યું છે?

સામાન્ય રીતે યુદ્ધના સમયે સોનાના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા સમર્થિત ઈરાન યુદ્ધ શરૂ થયા પછી સોનું 20 ટકાથી વધુ તૂટ્યું છે. આની પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:

  • મોંઘવારીનો ડર: અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધતાં તેલના ભાવ આસપાસ વધી રહ્યા છે. મોંઘા તેલના કારણે મોંઘવારી વધવાનો ખતરો ઊભો થયો છે.
  • વ્યાજદરમાં વધારાની આશંકા: મોંઘવારી વધવાના કારણે અમેરિકાની સેન્ટ્રલ બેંક (ફેડરલ રિઝર્વ) વ્યાજદરોમાં ફરીથી વધારો કરે તેવી આશંકા છે. ટ્રેડર્સ ડિસેમ્બરમાં વ્યાજદર વધવાની 67 ટકા શક્યતા જોઈ રહ્યા છે.
  • નૉન-યીલ્ડિંગ એસેટ: સોના પર કોઈ વ્યાજ કે ડિવિડન્ડ મળતું નથી. જ્યારે વ્યાજદરો વધવાની શક્યતા હોય છે, ત્યારે રોકાણકારો સોનામાંથી પૈસા કાઢીને બોન્ડ જેવા વિકલ્પોમાં રોકાણ કરવા લાગે છે, જેનાથી સોના પર દબાણ વધે છે.

ટેકનિકલ ચાર્ટ અને ચાંદીની સ્થિતિ

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ટેકનિકલ નજરે સોનું તેના 200 દિવસના સિમ્પલ મુવિંગ એવરેજ (200-Day SMA)ની નીચે ગયું છે, જે બજારમાં મંદીનો સંકેત આપે છે. બીજી તરફ, ચાંદીનો ઉપયોગ માત્ર રોકાણ માટે જ નહીં પણ ઉદ્યોગોમાં પણ મોટા પાયે થતો હોવાથી, તેની ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડના કારણે તેણે સોનાની સરખામણીએ ઝડપથી રિકવરી મેળવી લીધી છે.

રોકાણકારો માટે મોટો પાઠ

આ ઘટાડાએ બજારને મોટો પાઠ આપ્યો છે કે દરેક યુદ્ધ સોનાના ભાવ વધારી શકતું નથી. ઘણી વખત યુદ્ધના કારણે પેદા થતો મોંઘવારીનો ડર સોનાના ક્રેઝ કરતાં પણ મોટો બની જાય છે, જેના કારણે સુરક્ષિત ગણાતા સોનામાં પણ વેચવાલી જોવા મળે છે. હવે જોવાનું એ રહેશે કે આ માત્ર એક સામાન્ય ઘટાડો છે કે પછી સોના-ચાંદીના બજારમાં કોઈ નવા દોરની શરૂઆત છે.

ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

ઓલટાઇમ હાઈ સપાટીને સ્પર્શ્યા બાદ શું હવે સોનામાં મોટો ડાઉનફોલ શરૂ થશે કે પછી તે પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે?

 

ઊંઘમાં મોઢામાંથી લાળ કેમ પડે છે? જાણો આ સામાન્ય આદત છે કે કોઈ ગંભીર બીમારીનો સંકેત!, વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Breaking News : 24 ભારતીયોને લઈને જઈ રહેલા જહાજ પર ઓમાનના દરિયાકાંઠે હુમલો, ભારતે વ્યક્ત કરી ગંભીર ચિંતા

ઓમાનના દરિયાકાંઠે વેપારી જહાજ ‘સેટેબેલો’ પર થયેલા હુમલાની ભારત સરકારે કડક નિંદા કરી છે. જહાજમાં કુલ 24 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી 21 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જોકે હજુ પણ ત્રણ ભારતીય ક્રૂ સભ્યો ગુમ હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેમની શોધખોળ માટે બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઓમાનમાં આવેલું ભારતીય દૂતાવાસ સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. દૂતાવાસ સ્થાનિક ઓમાની અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને બચાવ કામગીરી અંગેની દરેક માહિતી પર ધ્યાન આપી રહ્યું છે.

ભારતે આ ઘટનાને ગંભીર અને ચિંતાજનક ગણાવી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં વેપારી જહાજો પર થતા હુમલાઓ વૈશ્વિક દરિયાઈ સુરક્ષા માટે મોટો પડકાર બની રહ્યા છે. આવા હુમલાઓ માત્ર જહાજો અને ક્રૂ સભ્યોની સુરક્ષા માટે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર અને સપ્લાય ચેઇન માટે પણ જોખમ ઊભું કરે છે.

ભારતે તમામ સંકળાયેલા પક્ષોને તણાવ ઘટાડવા અને વાતચીત દ્વારા ઉકેલ શોધવા અપીલ કરી છે. મંત્રાલયે જણાવ્યું કે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવી અત્યંત જરૂરી છે, જેથી વેપારી જહાજોની અવરજવર અને આંતરરાષ્ટ્રીય વેપાર સામાન્ય રીતે ફરી શરૂ થઈ શકે.

વિદેશ મંત્રાલયે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે વેપારી જહાજો અને નાગરિક માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવાની ઘટનાઓ તાત્કાલિક બંધ થવી જોઈએ. આંતરરાષ્ટ્રીય કાયદા અને દરિયાઈ નિયમોનું પાલન કરીને વૈશ્વિક સમુદ્રી માર્ગો પર અવિરત નેવિગેશન સુનિશ્ચિત કરવું જરૂરી છે.

મંત્રાલયના જણાવ્યા મુજબ, જહાજમાં સવાર 24 ભારતીયોમાંથી 21 લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ગુમ થયેલા ત્રણ ભારતીયોની શોધ માટે સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ભારતીય દૂતાવાસ તેમના પરિવારજનો અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.

ભારતે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર આવા હુમલાઓ અસ્વીકાર્ય છે અને વૈશ્વિક સુરક્ષા માટે ખતરો સમાન છે. ભારતે ફરી એકવાર તમામ પક્ષોને સંયમ રાખવા, તણાવ ઘટાડવા અને રાજદ્વારી માર્ગે ઉકેલ લાવવાનો આગ્રહ કર્યો છે.

ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ બોલાવશે ધબધબાટી!

કૅન્સરના દર્દીઓ માટે મોટો ઝટકો! હવે કીમોથેરાપીની જરૂરી દવાઓ થશે મોંઘી, સારવારનો ખર્ચ વધવાની ભીતિ

દેશમાં કૅન્સરના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતી કેટલીક મહત્વપૂર્ણ કીમોથેરાપી દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય બાદ હવે સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિન જેવી જરૂરી દવાઓ દર્દીઓને વધુ કિંમતે મળી શકે છે.

હાલમાં દેશના અનેક હોસ્પિટલોમાં આ દવાઓનો સ્ટોક ઝડપથી ઘટી રહ્યો છે. દવા ઉત્પાદકોનું કહેવું છે કે કાચા માલના ખર્ચમાં નોંધપાત્ર વધારો થતા ઉત્પાદન કરવું મુશ્કેલ બની રહ્યું હતું. પરિણામે કેટલીક કંપનીઓએ ઉત્પાદન ઘટાડ્યું અથવા બંધ કરવાની ચેતવણી આપી હતી.

સરકારે ભાવ વધારવાનો નિર્ણય કેમ લીધો?

માહિતી મુજબ, દવા ઉત્પાદકો લાંબા સમયથી સરકાર સમક્ષ વધતા ઉત્પાદન ખર્ચનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા. કાચા માલ, પરિવહન અને ઉત્પાદન સંબંધિત ખર્ચ વધતા કંપનીઓ માટે જૂના દરે દવાઓ બનાવવી મુશ્કેલ બની રહી હતી. સરકારે કુલ 82 દવાઓની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમાં કૅન્સરની સારવાર માટે અત્યંત જરૂરી ગણાતી સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિન જેવી દવાઓની ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે ભાવ વધારવાની મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે.

દર્દીઓ પર શું અસર પડશે?

દવાઓના ભાવ વધતા હવે કીમોથેરાપીનો કુલ ખર્ચ પણ વધી શકે છે. અનેક દર્દીઓ અને તેમના પરિવારજનો પહેલેથી જ સારવારના ભારે ખર્ચનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દવાઓ મોંઘી બનવાથી આર્થિક બોજ વધુ વધી શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે કેટલીક જગ્યાએ દવાઓની અછતને કારણે સારવારમાં વિલંબ થવાની સમસ્યા પણ ઉભી થઈ રહી છે. જો જરૂરી દવાઓ સમયસર ન મળે તો દર્દીઓની સારવાર પર સીધી અસર પડી શકે છે.

સૌથી મોટી ચિંતા શું છે?

આ નિર્ણયનો મુખ્ય હેતુ દવાઓની સતત ઉપલબ્ધતા જાળવવાનો હોવાનું સરકારનું કહેવું છે. જોકે દર્દીઓ અને તેમના પરિવાર માટે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વધતા ખર્ચ વચ્ચે સારવાર કેવી રીતે ચાલુ રાખવી. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે દવાઓ ઉપલબ્ધ રહે તે જરૂરી છે, પરંતુ સાથે સાથે દર્દીઓ પર વધતા આર્થિક બોજને ઘટાડવા માટે પણ યોગ્ય પગલાં લેવાની જરૂર છે.

રસોડામાં છુપાયેલા છે સ્વાસ્થ્યના 5 મોટા દુશ્મન, કેન્સરના જોખમથી બચવા આજે જ કિચનમાંથી કરો આઉટ

Breaking News: સ્વતંત્રતા દિવસે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે! શ્રીલંકા પ્રવાસના શેડ્યૂલ અંગે મોટી અપડેટ

ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. બંને દેશો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 15 ઓગસ્ટ, 2026 થી શરૂ થવાની છે. જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને શ્રીલંકા ક્રિકેટ (SLC) એ હજુ સુધી સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું નથી, અહેવાલો સૂચવે છે કે આખી શ્રેણીને લગભગ અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ને ધ્યાનમાં રાખીને બંને ટીમો માટે આ શ્રેણી મહત્વપૂર્ણ છે.

ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ

અહેવાલો અનુસાર, આ પ્રવાસ ગાલે સ્ટેડિયમથી શરૂ થશે, જ્યાં સ્પિનરો માટે અનુકૂળ પિચ ટીમ ઈન્ડિયા માટે ચેલેન્જ બની શકે છે. આ મેચ 15 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન રમવાની અપેક્ષા છે. પ્રથમ મેચ પછી, બંને ટીમો કોલંબો જશે. શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ દરમિયાન કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ગ્રાઉન્ડ પર રમવાની અપેક્ષા છે.

WTC ફાઈનલમાં પહોંચવા શ્રેણી મહત્વની

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પહોંચવા માટે બંને ટીમો માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રીલંકા હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં સારા ફોર્મમાં છે. તેમણે તાજેતરમાં જ ઈંગ્લેન્ડને તેમની જ ધરતી પર હરાવ્યું હતું અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામે સારું પ્રદર્શન કર્યું હતું. તેથી, તેમના હોમ પિચ પર શ્રીલંકન ટીમના સ્પિનરો ભારતીય બેટ્સમેનોને પડકાર આપી શકે છે.

T20 મેચો પર હજુ પણ સસ્પેન્સ

શરૂઆતની યોજના મુજબ, આ ટેસ્ટ શ્રેણી ઉપરાંત બંને ટીમો ત્રણ મેચની T20I શ્રેણી પણ રમવાની હતી. આ T20I શ્રેણી ગયા વર્ષના ચક્રવાતના પીડિતો માટે ભંડોળ એકત્ર કરવા માટે હતી. જોકે, આ T20Iનાં આયોજન પર હવે સસ્પેન્સ છે. ભારતીય ટીમના વ્યસ્ત શેડ્યૂલ અને શ્રીલંકન ક્રિકેટમાં તાજેતરના ફેરફારોને કારણે આ T20I ટેસ્ટ મેચો સાથે સામેલ થાય તેવી શક્યતા ઓછી છે. જો આ શ્રેણી રમાય છે, તો તે બે ટેસ્ટ મેચો પહેલા થઈ શકે છે.

7661 દિવસ પહેલા જ્યારે રચાયો આ ઈતિહાસ, ત્યારે વિરાટ કોહલીને કોઈ ઓળખતું નહોતું, આજે બ્રાન્ડ વેલ્યુ 3542 કરોડ

Breaking News : છત્રી કાઢી રાખજો.. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ બોલાવશે ધબધબાટી! જુઓ Video

ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદનો માહોલ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. સામાન્ય રીતે, 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે 15 થી 20 જૂન વચ્ચે મેઘરાજા ગુજરાતમાં પધરામણી કરી શકે છે. હાલની આગાહી અનુસાર, આગામી થોડા કલાકો બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 13 જૂનથી રાજ્યમાં વિધિવત વરસાદી માહોલ જામવાની શક્યતા છે. પ્રારંભિક તબક્કે, 13 જૂનની સવાર સુધી દક્ષિણ ગુજરાતના ગણતરીના જિલ્લાઓ જેમકે ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં 10 થી 16 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

13 જૂન બાદ વરસાદનો વ્યાપ નોંધપાત્ર રીતે વધશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર પ્રદેશના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાત રીજન અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે.

ખાસ કરીને 14 થી 15 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. દેશના 16 રાજ્યોમાં મોન્સુનની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતમાં પણ હવે મેઘરાજાની પધરામણીનો સમય નજીક આવી રહ્યો છે. આ વરસાદ ખેડૂતો માટે પણ રાહત લઈને આવશે, જેઓ ચોમાસાના પ્રારંભની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ આગાહી ગરમી અને બફારાથી પીડાતી જનતાને હાશકારો આપશે અને વાતાવરણમાં ઠંડક પ્રસરાવશે.

રાજકોટમાં ગુરુ-શિષ્ય સંબંધોને કલંકિત કરતી ઘટના, પાંચ સગીર બાળકીઓ પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ, જુઓ Video

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભારતીય રોકાણકારો માટે પણ ખુલશે કમાણીનો રસ્તો, આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા પરોક્ષ રીતે કરી શકાશે સ્પેસ સેક્ટરમાં રોકાણ

Breaking News: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી લાખોમાં એક કેમ છે? કોચ અને મેન્ટરે આપ્યો 100 ટકા સાચો જવાબ

માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં, વિશ્વ ક્રિકેટના આકાશમાં આ સમયે જે સિતારો સૌથી વધુ ચમકતો દેખાઈ રહ્યો છે તે છે – વૈભવ સૂર્યવંશી. દુનિયાનું કોઈ ઘર, કોઈ ખૂણો એવો નથી, જ્યાં વૈભવ સૂર્યવંશીની વાત ન થતી હોય. ભારતથી લઈને ઈંગ્લેન્ડ સુધી મેચ ગમે તે સ્ટેડિયમમાં થઈ રહી હોય, તેના કોમેન્ટ્રી બોક્સમાં ચર્ચા માત્ર સૂર્યવંશીની જ છે. દરેક વ્યક્તિ પોતાની રીતે વૈભવ સૂર્યવંશીને વધુ સારી રીતે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ, શા માટે તે ખરેખર લાખોમાં એક છે તેની પાછળનું સાચું કારણ વૈભવના કોચ મનીષ ઓઝા અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે જ જણાવ્યું છે જેમણે તેને માર્ગદર્શન આપ્યું હતું.

કોચ અને મેન્ટરે વૈભવ વિશે શું કહ્યું?

વૈભવ સૂર્યવંશી વિશે વસીમ જાફરે જે કહ્યું અને તેના બાળપણના કોચ મનીષ ઓઝાએ જે કહ્યું તેમાં બહુ ફરક નથી. બંનેએ વૈભવ સૂર્યવંશીની વિશિષ્ટતા માટે સમાન કારણો આપ્યા. વૈભવ સૂર્યવંશી સતત વસીમ જાફર પાસેથી બેટિંગ ટિપ્સ માંગે છે. તે વૈભવ સૂર્યવંશીના માર્ગદર્શક જેવો છે. વસીમ જાફરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તેણે વૈભવને ક્રિકેટનો સંપૂર્ણ એ-ઝેડ શીખવ્યો નથી, તો પણ તેણે તેને શીખવેલી દરેક સૂક્ષ્મતાને સારી રીતે અમલમાં મૂકી છે.

સૂર્યવંશી બીજા કરતા અલગ-વસીમ જાફર

વસીમ જાફરે વૈભવ સૂર્યવંશી વિશે જે કહ્યું અને તેના બાળપણના કોચ મનીષ ઓઝાએ જે કહ્યું તેમાં બહુ ફરક નથી. બંનેએ વૈભવ સૂર્યવંશી લાખોમાંથી એક હોવા માટે લગભગ સમાન કારણો આપ્યા હતા. વૈભવ સૂર્યવંશી વસીમ જાફર પાસેથી બેટિંગ ટિપ્સ લેતો રહે છે. વસીમ જાફર વૈભવ સૂર્યવંશીના મેન્ટર જેવા છે. વસીમ જાફરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભલે તેણે વૈભવને ક્રિકેટનો સંપૂર્ણ A ટુ Z શીખવ્યો નથી, પરંતુ જેટલું શીખવ્યું વૈભવે દરેકનો સારી રીતે અમલ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Saurav Yadav (@sauravyaduuvanshi)

 

વૈભવ બીજા કરતા વધુ ઝડપથી શીખ્યો

વસીમ જાફરના કહેવા પ્રમાણે તેણે ઘણા બેટ્સમેનોને ક્રિકેટની ટેકનિક જણાવી છે અને તે જ વાત તેણે વૈભવને પણ કહી છે. પણ ફરક એ હતો કે વૈભવ એ બીજા કરતા વધુ ઝડપથી શીખ્યો અને અમલ પણ કર્યો. વસીમ જાફરે કહ્યું કે વૈભવની આ ગુણવત્તા તેને અન્ય બેટ્સમેનોથી અલગ પાડે છે.

વૈભવ ભગવાનનો જાદુ છે-મનીષ ઓઝા

વૈભવ સૂર્યવંશીના કોચ મનીષ ઓઝાએ TV9 ને જણાવ્યું કે વૈભવ એક અલગ લેવલનો ખેલાડી છે. ક્રિકેટ પ્રત્યેની તેની સમજ ચોક્કસપણે તેને ખાસ બનાવવામાં ભૂમિકા ભજવે છે. પરંતુ તે સિવાય ભગવાનનો જાદુ પણ છે. મનીષ ઓઝાએ કહ્યું કે કોઈ કોચ, કોઈ માતા-પિતા કે કોઈ સિસ્ટમ આવો ખેલાડી બનાવી શકે નહીં. તેણે કહ્યું કે તે માત્ર એક માધ્યમ બની ગયો છે અને પોતાને ભાગ્યશાળી માને છે કે તેને વૈભવને 5 વર્ષ સુધી કોચિંગ કરવાની તક મળી.

વૈભવની સફળતાનું સાચું કારણ શું?

મનીષ ઓઝાએ વધુમાં જણાવ્યું કે તે હજારો બાળકોને ક્રિકેટ શીખવી રહ્યો છે. તો પછી બીજાઓ આટલું સારું કેમ નથી કરતા? કારણ કે, ભગવાન બાળકની અંદર ત્રીજું તત્વ મોકલે છે, જેને કુદરતી પ્રતિભા નહીં પણ ભગવાનનો આશીર્વાદ કહેવાય છે. મનીષ ઓઝાએ એમ પણ કહ્યું કે સખત મહેનત કરીને તમે એક લેવલ સુધી પહોંચી શકો છો. પરંતુ, વૈભવ જ્યાં પહોંચવા તરફ આગળ વધ્યો છે ત્યાં સચિન તેંડુલકર, યુવરાજ સિંહ જેવા ખેલાડીઓ તેની કારકિર્દીમાં પહોંચ્યા છે, આ નક્કી નથી હોતું, આ તો ભગવાનની કૃપા છે.

Breaking News: 21 વર્ષ બાદ બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને વનડે મેચમાં હરાવ્યું, 2005 પછી પહેલીવાર થયો આ ચમત્કાર

હવે ગુગલ વોલેટમાં ડિજિટલ સ્વરૂપે રાખી શકાશે આધાર કાર્ડ, UIDAI સાથે મળીને શરૂ કરાયું નવું ફીચર

હવે ગૂગલ વોલેટમાં રાખો આધાર કાર્ડ, મિનિટોમાં પૂરું થશે કામ, જાણો સરળ રીત, ગૂગલ વોલેટમાં હવે આધાર કાર્ડ ઉમેરવાની સુવિધા મળી ગઈ છે. યુઆઈડીએઆઈ (UIDAI) ની ભાગીદારીથી આ ફીચર ભારતીય યુઝર્સ માટે શરૂ કરવામાં આવ્યું છે. કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને આધારને ડિજિટલ વોલેટમાં સેવ કરી શકાય છે.

ગૂગલે ભારતીય એન્ડ્રોઇડ યુઝર્સ માટે પોતાના ગૂગલ વોલેટ એપમાં એક મોટું અપડેટ જાહેર કર્યું છે. હવે યુઝર્સ પોતાના આધાર કાર્ડને પણ ડિજિટલ સ્વરૂપે ગૂગલ વોલેટમાં સુરક્ષિત રાખી શકશે. આ નવા ફીચરના કારણે ઓળખ અને ઉંમરની વેરિફિકેશન જેવા ઘણા કાર્યો પહેલા કરતાં વધુ સરળ થઈ જશે. યુઝર્સને હવે દરેક સમયે ફિઝિકલ આધાર કાર્ડ સાથે રાખવાની જરૂરિયાત પણ ઓછી રહેશે. ચાલો જાણીએ કે તમે ગૂગલ વોલેટમાં આધાર કાર્ડ કેવી રીતે સેવ કરી શકો છો.

ગૂગલ વોલેટમાં આવ્યું આધાર કાર્ડ સપોર્ટ

ગૂગલે વર્ષ 2024માં ભારતમાં ગૂગલ વોલેટ લોન્ચ કર્યું હતું, જેનો હેતુ જરૂરી ડિજિટલ ડોક્યુમેન્ટ્સને એક જ જગ્યાએ સુરક્ષિત રાખવાનો છે. હવે આ પ્લેટફોર્મમાં આધાર કાર્ડ સપોર્ટ પણ ઉમેરી દેવામાં આવ્યો છે. આ સુવિધા આવ્યા બાદ યુઝર્સ પોતાના ઓળખપત્ર, બોર્ડિંગ પાસ, ટ્રાવેલ ટિકિટ અને અન્ય ડોક્યુમેન્ટ્સની સાથે આધાર કાર્ડ પણ ડિજિટલ સ્વરૂપે સેવ કરી શકે છે. ગૂગલે આ ફીચરને લાગુ કરવા માટે યુઆઈડીએઆઈ સાથે મળીને કામ કર્યું છે. આનાથી આધાર કાર્ડને સુરક્ષિત અને પ્રમાણિત રીતે ડિજિટલ વોલેટમાં રાખી શકાશે. સાથે જ ઘણી ઓનલાઈન અને ઓફલાઈન સેવાઓમાં ડિજિટલ આધાર બતાવીને ઓળખ વેરિફાય કરી શકાશે.

mAadhaar એપ દ્વારા આ રીતે ઉમેરો આધાર

જો તમે એમ-આધાર એપની મદદથી ગૂગલ વોલેટમાં આધાર કાર્ડ ઉમેરવા માંગો છો, તો સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં એમ-આધાર એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવી પડશે. ત્યારબાદ આધાર નંબર દાખલ કરીને લોગિન કરવાનું રહેશે અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી (OTP) થી વેરિફિકેશન પૂરું કરવું પડશે.

લોગિન થયા પછી સ્ક્રીન પર દેખાતા “એડ ટુ વોલેટ” (Add to Wallet) ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે અને પછી ગૂગલ વોલેટને પસંદ કરવું પડશે. આ પછી કંટીન્યુ બટન દબાવીને સ્ક્રીન પર આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. આ પ્રક્રિયા પૂરી થયા પછી તમારું આધાર કાર્ડ ગૂગલ વોલેટમાં સુરક્ષિત રીતે સેવ થઈ જશે અને જરૂર પડ્યે સરળતાથી ઉપયોગ કરી શકાશે.

સીધા ગૂગલ વોલેટથી પણ કરી શકો છો પ્રોસેસ

  • યુઝર્સ ઈચ્છે તો સીધા ગૂગલ વોલેટ એપ દ્વારા પણ આધાર કાર્ડ ઉમેરી શકે છે.
  • આ માટે સૌથી પહેલા ગૂગલ વોલેટ એપ ઓપન કરવી પડશે.
  • એપની હોમ સ્ક્રીન પર નીચે આપેલા “+” આઇકન પર ટેપ કર્યા પછી આધારનો વિકલ્પ દેખાશે.
  • તેના પર ક્લિક કરતા જ યુઝરને એમ-આધાર એપ પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં ઓટીપી આધારિત વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરવી પડશે.
  • વેરિફિકેશન સફળ થયા પછી સ્ક્રીન પર આપેલા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.

બધા જરૂરી સ્ટેપ્સ પૂરા થયા પછી આધાર કાર્ડ ગૂગલ વોલેટમાં જોડાઈ જશે. આ પછી યુઝર્સ જરૂર પડ્યે ડિજિટલ આધારનો ઉપયોગ ઓળખ અને ઉંમર વેરિફાય કરવા માટે કરી શકશે.

વિન્ડ-ફ્રી એસી જે પવન વગર જ રૂમને કરી દેશે ચિલ્ડ, સીધી બરફીલી હવાના કારણે થતી શરીરની અકડાણ અને પીડામાંથી મળશે મુક્તિ

સુરતમાં નાસીરનગર ડિમોલિશન વિવાદ વકર્યો: મનપા કમિશનરના બંગલા બહાર કોંગ્રેસના ધરણા પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ

સુરતના નાસીરનગર ડિમોલિશન મુદ્દે વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું છે. અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરના બંગલા બહાર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક અસરગ્રસ્તોની અટકાયત કરી છે. નાસીરનગરમાં 100થી વધુ મકાનો તોડી પાડવાના આ મામલે મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તપાસના આદેશ આપ્યા છે.

આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરે સ્પષ્ટ કર્યું કે SMC દ્વારા આવું કોઈ ડિમોલિશન કરવામાં આવ્યું જ નથી. તંત્રની આ સ્પષ્ટતા બાદ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે બાજુમાં જ એક બિલ્ડરના મોટા પ્રોજેક્ટને ફાયદો કરાવવા માટે આ મકાનો ગેરકાયદેસર રીતે જમીનદોસ્ત કરી દેવાયા છે.

દરમિયાન, ડિમોલિશનમાં વપરાયેલા જેસીબીના માલિકે ચોંકાવનારો દાવો કર્યો છે કે આ જેસીબી શ્રીરામ એજન્સીના માલિક તેજુ રાજપૂતે મંગાવ્યા હતા, જે સામાન્ય રીતે મનપા માટે જ કામ કરે છે. જો કે, જેસીબી ભાડે લેતી વખતે નાસીરનગર માટે કામ કરવાનું છે તેવી સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. મનપાના અસલી રોલ અને બિલ્ડરની મિલીભગત અંગે હાલ તપાસ તેજ કરવામાં આવી છે.

હવે તો હદ થઈ… ગટર અને રસ્તાના કામથી તોબા પોકારી ઉઠ્યા સ્થાનિકો, આખરે કંટાળીને તંત્ર સામે મોરચો માંડ્યો – જુઓ Video

Breaking News: 21 વર્ષ બાદ બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને વનડે મેચમાં હરાવ્યું, 2005 પછી પહેલીવાર થયો આ ચમત્કાર

ODI વર્લ્ડ કપને એક વર્ષથી વધુ સમય બાકી છે, પરંતુ તે પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ મજબૂત ફોર્મમાં દેખાઈ રહી છે. પાકિસ્તાનને વનડે શ્રેણીમાં હરાવ્યા બાદ, બાંગ્લાદેશે હવે તે પ્રાપ્ત કર્યું છે જેની તે લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. 21 વર્ષ પછી, બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને વનડે મેચમાં હરાવ્યું છે. મીરપુરમાં રમાયેલી ODI શ્રેણીની પહેલી મેચમાં બાંગ્લાદેશે નાહિદ રાણાની ઘાતક ઝડપી બોલિંગના આધારે ઓસ્ટ્રેલિયાને 86 રન (DLS પદ્ધતિ) થી હરાવ્યું. 2005 પછી ODI માં બાંગ્લાદેશનો ઓસ્ટ્રેલિયા સામેનો આ પહેલો અને એકંદરે તેનો બીજો વિજય છે.

2005માં પહેલીવાર હરાવ્યું હતું

બરાબર 21 વર્ષ પહેલાં જૂન 2005માં મોહમ્મદ અશરફુલની શાનદાર સદીની મદદથી બાંગ્લાદેશે ઈંગ્લેન્ડના કાર્ડિફમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું હતું. તે સમયના વિશ્વ ચેમ્પિયન સામે બાંગ્લાદેશનો આ પહેલો ODI વિજય હતો. રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ, મેથ્યુ હેડન, માઈકલ હસી, ગ્લેન મેકગ્રા અને જેસન ગિલેસ્પી જેવા દિગ્ગજોનો સમાવેશ કરતી ઓસ્ટ્રેલિયન ટીમ, તે સમયે કદાચ સૌથી મજબૂત ટીમ હતી.

બાંગ્લાદેશે 284 રન બનાવ્યા

9 જૂનના રોજ મીરપુરમાં રમાયેલી મેચમાં, ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની સંપૂર્ણ તાકાતથી મેદાનમાં ઉતર્યું ન હતું, છતાં બાંગ્લાદેશ માટે સફળતા હજુ પણ મુશ્કેલ હતી. ખાસ કરીને ટીમે 140 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મોસાદ્દેક હુસૈને ઈનિંગને સ્થિર કરી અને 70 બોલમાં અણનમ 86 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને ચાર વર્ષ પછી ટીમમાં પાછા ફરવાની ઉજવણી કરી. આનાથી બાંગ્લાદેશને 284 રનનો મજબૂત સ્કોર બનાવવામાં મદદ મળી.

ફાસ્ટ બોલરોએ મચાવ્યો કહેર

બેટ્સમેનોએ ટીમને લડાયક સ્કોર સુધી પહોંચાડી દીધા બાદ બોલરોનો વારો હતો. મીરપુર સહિત બાંગ્લાદેશના તમામ મેદાનો પર સ્પિનરો ઘણીવાર સૌથી મોટો ખતરો હોય છે, પરંતુ બાંગ્લાદેશી ટીમ આ સંદર્ભમાં પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. હવે, ઝડપી બોલરો પણ પોતાની છાપ છોડી રહ્યા છે, અને અહીં પણ એવું જ બન્યું. ઓસ્ટ્રેલિયન ઈનિંગના પહેલા જ બોલે અનુભવી ઝડપી બોલર તસ્કિન અહેમદે ઓપનર મેથ્યુ શોર્ટને ક્લીન બોલ્ડ કર્યો. બીજી જ ઓવરમાં, બીજા ઝડપી બોલર, મુસ્તફિઝુર રહેમાને માર્નસ લાબુશેનને આઉટ કર્યો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ વચ્ચે-વચ્ચે ભાગીદારી બનાવીને સ્કોરને આગળ વધારવાનો પ્રયાસ કર્યો.

 

ઓસ્ટ્રેલિયાએ 140 રનમાં આઠ વિકેટ ગુમાવી

પરંતુ ત્યાં જ 23 વર્ષીય ઝડપી બોલર નાહિદ રાણાની એન્ટ્રી થઈ. તેનો પહેલો શિકાર ઓસ્ટ્રેલિયન કેપ્ટન જોશ ઈંગ્લિસ હતો, અને તેના આઉટ થયા પછી, બંને વચ્ચે બોલાચાલી થઈ. પછી, 29મી અને 33મી ઓવર વચ્ચે, ઓસ્ટ્રેલિયાએ માત્ર 12 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી, જેમાંથી ત્રણ રાણાની સ્પીડને કારણે આવી. ઓસ્ટ્રેલિયાએ માત્ર 140 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી, અને હાર નિશ્ચિત હતી.

21 વર્ષ બાદ મળી જીત

કેમેરોન ગ્રીને એક છેડેથી કેટલાક રન ઉમેર્યા, જેનાથી ટીમ 191 રન સુધી પહોંચી ગઈ, જ્યાં તેણે અડધી સદી પણ ફટકારી. જોકે, વરસાદે મેચ અટકાવી દીધી, જે ફરી શરૂ થઈ શકી નહીં, અને બાંગ્લાદેશ ડકવર્થ-લુઈસ પદ્ધતિ દ્વારા જીતી ગયું.

FIFA World Cup 2026: ફૂટબોલ વર્લ્ડ કપમાં ઝેરી સાપથી ખતરો, આ ટીમને મળી ખાસ ચેતવણી

FIFA World Cup 2026: ફૂટબોલ વર્લ્ડ કપમાં ઝેરી સાપથી ખતરો, આ ટીમને મળી ખાસ ચેતવણી

FIFA વર્લ્ડ કપ 2026 ઝેરી સાપથી ખતરો છે. સાવચેત રહેવા માટે ચેતવણીઓ જારી કરવામાં આવી છે. જોકે, આ સાવચેતી બધી ટીમોને લાગુ પડતી નથી; ફક્ત સ્વિસ ટીમને જ લાગુ પડે છે. કારણ કે યુએસમાં સ્વિસ ટીમ જ્યાં તાલીમ લઈ રહી છે તે વિસ્તાર રેટલસ્નેકનું ઘર છે, જે વિશ્વના ટોપ પાંચ ઝેરી સાપમાંના એક માનવામાં આવે છે. સ્વિસ ખેલાડીઓને તેમના તાલીમ ક્ષેત્રની બહાર ન જવાની કડક સૂચના આપવામાં આવી છે.

આ ઝેરી સાપથી ખતરો, સ્વિસ ટીમને ચેતવણી

સ્વિસ ટીમ હાલમાં સાન ડિએગોમાં 2026 ફિફા વર્લ્ડ કપ માટે તૈયારી કરી રહી છે. તેમના ટ્રેનિંગ કેમ્પમાં ચાર અલગ-અલગ ઝેરી પ્રજાતિના રેટલસ્નેક રહે છે. સ્વિસ ફૂટબોલરોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ તેમના ટ્રેનિંગ કેમ્પની બહાર ન જાય. જો કોઈ બોલ આકસ્મિક રીતે ટ્રેનિંગ કેમ્પની બહાર જાય, તો તેને જવા દેવો અને પોતાનો જીવ જોખમમાં નાખવાને બદલે બીજા બોલથી પ્રેક્ટિસ કરવી શ્રેષ્ઠ છે.

 

સ્વિટ્ઝર્લૅન્ડ ફિફા વર્લ્ડ કપના ગ્રુપ-B માં સામેલ

2026 ફિફા વર્લ્ડ કપ માટે સ્વિટ્ઝર્લૅન્ડને ગ્રુપ B માં યજમાન કેનેડા, કતાર અને બોસ્નિયા અને હર્ઝેગોવિના સાથે મૂકવામાં આવ્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડને સૌથી બેલેન્સ ફૂટબોલ ટીમોમાંની એક માનવામાં આવે છે, કારણ કે તેઓ રમતને નિયંત્રિત કરે છે અને ખૂબ જ ઓછી ભૂલ કરે છે, જેથી તેમની સામે વધુ ગોલ કરવા કોઈ પણ ટીમ માટે હંમેશા મુશ્કેલ હોય છે.

ફિફા વર્લ્ડ કપ 2026 કેમ ખાસ છે?

FIFA વર્લ્ડ કપ 2026 12 જૂનથી શરૂ થવાનો છે. આ ફૂટબોલ મેળો જુલાઈ મહિનાની 19 તારીખ સુધી સમગ્ર વિશ્વને રોમાંચિત કરશે. FIFA વર્લ્ડ કપના ઈ તિહાસમાં પહેલી વાર 48 ટીમો ભાગ લઈ રહી છે. આ પહેલી વાર બનશે કે ત્રણ દેશો – યુનાઈટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો – સંયુક્ત રીતે FIFA વર્લ્ડ કપનું આયોજન કરશે.

Womens T20 World Cup: ચેમ્પિયન ટીમને મળશે 22.3 કરોડ રૂપિયા, ફાઈનલમાં હારનાર ટીમ પર પણ થશે કરોડોનો વરસાદ

Middle East tension : એક તરફ શાંતિની વાત, બીજી તરફ યુદ્ધ… ટ્રમ્પ- નેતન્યાહૂ વચ્ચે દરાર કે કોઈ ચાલ?

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ સમજૂતી અને કૂટનીતિક ઉકેલની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સતત આક્રમક વલણ અપનાવી રહ્યા છે. મધ્ય પૂર્વમાં વધતા હુમલા અને પ્રતિહુમલાઓને કારણે સમગ્ર વિશ્વની નજર હવે આ સંઘર્ષ પર ટકેલી છે.

તાજેતરના દિવસોમાં શાંતિ વાર્તાની આશા વચ્ચે ઇઝરાયલે લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. તેના જવાબમાં ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કર્યા. ત્યારબાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ જ્યારે ઇઝરાયલે સીધા ઈરાનની અંદર અનેક મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવ્યા. અહેવાલો મુજબ તેહરાન સહિત લગભગ 15 સ્થળો પર હુમલા કરવામાં આવ્યા અને સૈન્ય માળખાને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો.

આ ઘટનાઓ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની વિશ્વસનીયતા અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. ટ્રમ્પ જાહેરમાં શાંતિ અને સમજૂતીની વાત કરે છે, પરંતુ તેમનો સૌથી નજીકનો સાથી માનવામાં આવતો ઇઝરાયલ સતત યુદ્ધમુખી પગલાં લઈ રહ્યો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની કૂટનીતિક સ્થિતિ પર ચર્ચા શરૂ થઈ છે.

ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તીવ્ર મતભેદ!

તાજેતરમાં કેટલીક આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તીવ્ર મતભેદ થયા હતા. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં તણાવ હોવાની અટકળો વધુ તેજ બની છે. હવે ઇઝરાયલના હુમલાઓને ઘણા વિશ્લેષકો ટ્રમ્પના શાંતિ પ્રયાસોને પડકારરૂપ માની રહ્યા છે.

ઇઝરાયલે ઈરાનના મિસાઇલ લોન્ચ સાઇટ્સ, ડ્રોન બેઝ, એરપોર્ટ, કમાન્ડ સેન્ટર અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ જેવા વ્યૂહાત્મક લક્ષ્યોને નિશાન બનાવ્યા હોવાનું જણાવ્યું છે. ઇઝરાયલી સેનાનું કહેવું છે કે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ઈરાનની હુમલાખોર ક્ષમતાને નબળી પાડવાનો છે.

પ્રવક્તાએ ચેતવણી આપી

ઈરાન તરફથી પણ કડક પ્રતિક્રિયા સામે આવી છે. ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના પ્રવક્તાએ ચેતવણી આપી છે કે જો ઇઝરાયલ તેના હુમલાઓ ચાલુ રાખશે તો ઈરાન વધુ કડક અને વ્યાપક જવાબ આપશે. સાથે જ ઈરાને રાજદ્વારી મોરચે પણ દબાણ વધાર્યું છે. ઈરાનના વિદેશ મંત્રીએ પાકિસ્તાન, બ્રિટન, ફ્રાન્સ, ઈજિપ્ત, કતાર અને તુર્કિયે સહિત અનેક દેશો સાથે વાતચીત કરીને પોતાનો અભિગમ સ્પષ્ટ કર્યો છે.

બીજી તરફ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)નું કહેવું છે કે તેની તમામ કાર્યવાહી આતંકવાદી સંગઠનો અને તેમના સમર્થકો સામેની સુરક્ષા કાર્યવાહીનો ભાગ છે. ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરે.

બીજી તરફ અમેરિકા પણ સૈન્ય તૈયારીઓ વધારી રહ્યું છે

આ સમગ્ર પરિસ્થિતિમાં ટ્રમ્પની ભૂમિકા સૌથી વધુ ચર્ચામાં છે. એક તરફ તેઓ ઈરાન સાથે મોટી સમજૂતી થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકા પણ સૈન્ય તૈયારીઓ વધારી રહ્યું છે. ઈરાની હુમલાઓ બાદ અમેરિકન સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે અને મધ્ય પૂર્વના સમુદ્રી વિસ્તારોમાં અમેરિકન દેખરેખ વધુ સક્રિય બની છે.

ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે જો શાંતિ વાટાઘાટો નિષ્ફળ જશે તો અમેરિકા સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ અપનાવી શકે છે. તેમણે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને પણ કડક વલણ દર્શાવ્યું છે. અમેરિકાનું માનવું છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ વૈશ્વિક સુરક્ષા માટે જોખમ બની શકે છે, જ્યારે ઈરાન પોતાનો કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હોવાનું દાવો કરે છે.

આ દરમિયાન ઈરાને પણ પોતાની સૈન્ય તૈયારીઓ વધારી છે. ઈરાને ઇઝરાયલના અનેક સૈન્ય મથકો અને એરબેઝને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. ઈરાનના જણાવ્યા મુજબ જો તેના પર ફરી હુમલો કરવામાં આવશે તો તે અગાઉ કરતાં વધુ શક્તિશાળી જવાબ આપશે.

ઈરાની હુમલાઓ બાદ સમગ્ર ઇઝરાયલમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિસાઇલ ચેતવણીઓ વચ્ચે એર ડિફેન્સ સિસ્ટમ સતત સક્રિય છે અને સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે મતભેદ હોવા છતાં બંને દેશો ઈરાન પર દબાણ જાળવી રાખવાની વ્યૂહરચના અપનાવી રહ્યા હોઈ શકે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે જાહેરમાં અલગ-અલગ સંદેશા આપવામાં આવી રહ્યા છે, પરંતુ વ્યૂહાત્મક સ્તરે અમેરિકા અને ઇઝરાયલ હજુ પણ એક જ દિશામાં આગળ વધી રહ્યા છે.

હાલની પરિસ્થિતિને જોતા મધ્ય પૂર્વમાં તણાવ ઘટવાને બદલે વધુ વધી રહ્યો છે. જો રાજદ્વારી પ્રયાસો સફળ નહીં થાય તો આ સંઘર્ષ વધુ મોટા યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી શકે છે, જેનો પ્રભાવ માત્ર મધ્ય પૂર્વ પૂરતો મર્યાદિત નહીં રહે પરંતુ વૈશ્વિક અર્થતંત્ર, તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર પણ પડી શકે છે.

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર, હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર, હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video

મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ, ખાસ કરીને ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષ, વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસરો કરી રહ્યો છે. આ સંઘર્ષના પરિણામે દુનિયાના બે મહત્ત્વપૂર્ણ જળમાર્ગો – સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ – પર સંકટના વાદળો ઘેરાયા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પહેલેથી જ સંવેદનશીલ ક્ષેત્ર છે, અને હવે બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પણ પ્રભાવિત થયો છે.

બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ યમન અને લાલ સમુદ્રને જોડે છે, જે એશિયા અને યુરોપના દેશો વચ્ચેના શિપિંગ માટેનો એક મહત્ત્વપૂર્ણ માર્ગ છે. આ બંને જળમાર્ગો ક્રુડ ઓઈલ, કુદરતી ગેસ અને અન્ય માલસામાનના આંતરરાષ્ટ્રીય પરિવહન માટે અતિ મહત્ત્વના છે. જો આ જળમાર્ગો ખોરવાય છે, તો ક્રુડ ઓઈલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે, જેની સીધી અસર વૈશ્વિક વેપાર અને અર્થતંત્ર પર પડશે. આયાત-નિકાસ પ્રભાવિત થશે અને વૈશ્વિક સ્તરે મુશ્કેલીઓ વધશે. હાલની પરિસ્થિતિ જોતાં, આંતરરાષ્ટ્રીય સમુદાય માટે આ એક મોટી ચિંતાનો વિષય છે કારણ કે આખોય સિનારીઓ વિપરીત દિશામાં જઈ રહ્યો છે.

દુબઈમાં ફક્ત નોકરી જ નહીં, ભણી પણ શકે છે ભારતીય સ્ટુડન્ટ? જાણો અહીંથી ડિગ્રી લેવાના ફાયદા

Breaking News: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શરૂઆત, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

ગરીબો માટે શરૂ કરેલી ઉજ્જવલા યોજનામાં મોટો ઝટકો, સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યા 9થી ઘટાડીને માત્ર 4

સરકારે ઉજ્જવલા યોજના હેઠળ મળતા સિલિન્ડરની સબસિડીમાં મોટો ઘટાડો કર્યો છે. પહેલા જે વર્ષમાં 9 સિલિન્ડર મળતા હતા, હવે લાભાર્થીઓને માત્ર 4 સિલિન્ડર જ મળશે. આ પહેલા પણ સરકારે સિલિન્ડરની સંખ્યામાં ઘટાડો કર્યો હતો.

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે વર્ષમાં માત્ર 4 જ સબસિડીવાળા સિલિન્ડર મળશે. સરકારે વાર્ષિક મળતા સિલિન્ડરની સંખ્યા 9થી ઘટાડીને 4 કરી દીધી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) મે 2016માં શરૂ કરવામાં આવી હતી, જેથી ગરીબ પરિવારોની વયસ્ક મહિલાઓને ડિપોઝિટ વગરના એલપીજી કનેક્શન આપી શકાય. શરૂઆતમાં લાભાર્થીઓને વર્ષમાં 12 સબસિડીવાળા 14.2 કિલોના સિલિન્ડર મળતા હતા. ગયા વર્ષે આ કોટા ઘટાડીને નવ કરવામાં આવ્યો હતો અને હવે તેને વધુ ઓછો કરીને ચાર કરી દેવાયો છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી પ્રવીણ મલ ખનૂજાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ બદલાયેલી મર્યાદા મોટાભાગે ઉજ્જવલા લાભાર્થીઓના સરેરાશ વાર્ષિક વપરાશની બરાબર છે. રસોઈ માટે સ્વચ્છ બળતણના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેને સસ્તું બનાવવા માટે, સરકારે મે 2022માં 14.2 કિલોના એલપીજી સિલિન્ડર પર 200 રૂપિયાની ટાર્ગેટેડ સબસિડી શરૂ કરી હતી. આ સબસિડી વર્ષમાં 12 સિલિન્ડર સુધીની દરેક રિફિલ ખરીદી પછી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવતી હતી. ઓક્ટોબર 2023માં સબસિડી વધારીને 14.2 કિલોના સિલિન્ડર પર 300 રૂપિયા કરવામાં આવી હતી અને 5 કિલોના સિલિન્ડર માટે પણ તે જ પ્રમાણમાં લાભ આપવામાં આવ્યો હતો.

પહેલા ભાવ વધ્યા, હવે સિલિન્ડરની સંખ્યા ઘટી

સબસિડીવાળા ક્વોટામાં આ ઘટાડો એલપીજીના ભાવમાં થયેલા વધારા બાદ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 14.2 કિલોના સિલિન્ડરની કિંમત છેલ્લા ત્રણ મહિનામાં બે વાર થયેલા વધારા બાદ કુલ 89 રૂપિયા વધી છે. છેલ્લો વધારો 7 જૂનના રોજ થયો હતો, જેનાથી રિટેલ કિંમત 942 રૂપિયા થઈ ગઈ છે. 300 રૂપિયાની સબસિડી બાદ કર્યા પછી, PMUY લાભાર્થીઓને 14.2 કિલોના સિલિન્ડર માટે 642 રૂપિયા ચૂકવવા પડે છે.

તેમણે કહ્યું કે આ નવો ક્વોટા મોટાભાગે PMUY પરિવારોની સરેરાશ વાર્ષિક વપરાશને દર્શાવે છે. સરકારના અંદાજિત સપ્લાય કોસ્ટની સરખામણીમાં લાભાર્થીઓને વાસ્તવમાં પ્રતિ સિલિન્ડર અંદાજે 1000 રૂપિયાની મદદ મળે છે. 7 જૂનના રોજ રાંધણ ગેસ એલપીજીની કિંમતોમાં પ્રતિ સિલિન્ડર 29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

તેમણે ઉમેર્યું કે આ વધારો રોજિંદા 1 રૂપિયાની બરાબર છે. પાંચ સભ્યો ધરાવતા પરિવાર માટે આ વધારો રોજિંદા 20 પૈસા સમાન છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અડચણોને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવોમાં ભારે વધારો થયો હોવા છતાં, ભારતીય ઘરોમાં રાંધણ ગેસ માટે વિશ્વમાં સૌથી ઓછી કિંમત ચૂકવવામાં આવી રહી છે.

એલપીજીના પડતર ખર્ચમાં થયો વધારો

પ્રવીણ મલ ખનૂજાએ જણાવ્યું કે ફેબ્રુઆરીના અંતમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા પછી આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઉછાળો આવ્યો, જેનાથી સ્થાનિક એલપીજી સિલિન્ડરના સપ્લાયનો પડતર ખર્ચ વધીને 1,600 રૂપિયાથી વધુ થઈ ગયો છે. ભારતમાં એલપીજી આયાત (ઇમ્પોર્ટ) નો ખર્ચ ‘સાઉદી કોન્ટ્રેક્ટ પ્રાઇસ’ (CP) સાથે જોડાયેલો છે, જે આ ફ્યુઅલ માટે ગ્લોબલ બેન્ચમાર્ક છે. ફેબ્રુઆરી પછી આ બેન્ચમાર્કમાં આશરે 46% નો વધારો થયો છે, કારણ કે હોર્મુઝ જળડમરુમધ્ય (Strait of Hormuz) સંબંધિત અડચણોને કારણે ખાડી વિસ્તારમાંથી સપ્લાય ઘટી ગયો છે.

તેમણે માહિતી આપી કે સરકારે 2022થી અત્યાર સુધીમાં 52,000 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. કિંમતોમાં વધારો કરવા છતાં, ઓઇલ કંપનીઓને દરેક 14.2 કિલોગ્રામ વાળા સિલિન્ડર પર આશરે 700 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એલપીજી ઉપરાંત, ઓઇલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલ પડતર કિંમત કરતાં ઓછી કિંમતે વેચવા પર પણ નુકસાન થઈ રહ્યું છે. પેટ્રોલ પર અન્ડર-રિકવરી પ્રતિ લીટર 6 રૂપિયા હતી અને ડીઝલ પર તે આશરે 30 રૂપિયા પ્રતિ લીટર હતી. કિંમતોમાં વધારાનું કારણ આપતા તેમણે કહ્યું કે, એકંદરે ઓઇલ કંપનીઓને રોજનું 600-700 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એલપીજી ઉપરાંત, ઓઇલ કંપનીઓએ ગયા મહિને ચાર હપ્તામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ પ્રતિ લીટર આશરે 7.50 રૂપિયાનો વધારો કર્યો છે. સીએનજી (CNG) ના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

 

Breaking News: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શરૂઆત, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

2026નો મહિલા T20 વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં શરૂ થવાનો છે, પરંતુ ટીમ ઈન્ડિયા હજુ પણ પૂરજોશમાં હોય તેવું લાગતું નથી. ઈંગ્લેન્ડ સામેની તાજેતરની T20 શ્રેણીમાં ટુર્નામેન્ટ પ્રેક્ટિસ મેચમાં ઘણી ખેલાડીઓ માટે આવી જ સ્થિતિ હતી. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ જીતી હતી, પરંતુ સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષ ફરી નિષ્ફળ ગઈ. હવે, વર્લ્ડ કપની આટલી નજીક હોવા છતાં, પ્રદર્શનનો આ અભાવ ચિંતાનું કારણ બની ગયો છે.

ભારતે વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

વર્લ્ડ કપ શુક્રવાર, 12 જૂને શરૂ થવાનો છે, ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો 14 જૂને પાકિસ્તાન સામે રમાશે. તેથી, ભારતીય ટીમ પાસે વધુ સમય નથી, અને બધા ખેલાડીઓને અપેક્ષા છે કે તેઓ જે પણ મેચ માટે તૈયારી કરી શકે તેમાં તેઓ પોતાની લય મેળવશે. જોકે, આ સંપૂર્ણપણે સફળ રહ્યું નથી, જેમ કે વેસ્ટ ઈન્ડિઝ સામેની વોર્મ-અપ મેચમાં સ્પષ્ટ થયું હતું.

સ્મૃતિ-શેફાલીની ઓપનિંગમાં ધમાલ

આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. સારા સમાચાર એ હતા કે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની ઓપનિંગ જોડી ફોર્મમાં પાછી ફરી, 5.2 ઓવરમાં 59 રનની ભાગીદારી કરી. મધ્યમ ક્રમમાં યાસ્તિકા ભાટિયા અને ભારતી ફૂલમાલીએ મજબૂત યોગદાન આપ્યું. જોકે, વિકેટકીપર રિચા ઘોષ, જે મોટા શોટ રમવા અને ઝડપથી સ્કોર કરવાની અપેક્ષા રાખે છે, તે ચિંતાનું કારણ બની ગઈ છે.

 

રિચા ઘોષનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય

આ ઈનિંગમાં, રિચા 16મી ઓવરમાં બેટિંગ કરવા આવી હતી પરંતુ ખાતું ખોલ્યા વિના પહેલા જ બોલ પર આઉટ થઈ ગઈ હતી. આ સતત ચોથી મેચ હતી જેમાં યુવા વિકેટકીપર કોઈ છાપ છોડી શકી નહીં. અગાઉ, ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં, તેનો સ્કોર 4, 8 અને 6 (નોટઆઉટ) હતો. ટીમના ફિનિશરની બેટિંગનો અભાવ પરિસ્થિતિને મુશ્કેલ બનાવી રહ્યો છે, અને જો આ વર્લ્ડ કપમાં ચાલુ રહેશે, તો ટાઇટલ જીતવાનું સ્વપ્ન અધૂરું રહી શકે છે.

શ્રેયંકા-રાધાની દમદાર સ્પિન બોલિંગ

મેચની વાત કરીએ તો, બોલરોએ ચોક્કસપણે સારું પ્રદર્શન કર્યું, વેસ્ટ ઈન્ડિઝને લક્ષ્ય સુધી પહોંચતા અટકાવ્યું. ખાસ કરીને સ્પિન આક્રમણ સચોટ સાબિત થયું. ઓફ સ્પિનર ​​શ્રેયંકા પાટિલ અને ડાબોડી સ્પિનર ​​રાધા યાદવે મળીને વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોને 153 રન સુધી મર્યાદિત રાખ્યા. શ્રેયંકાએ 36 રનમાં 4 વિકેટ લીધી અને રાધાએ 25 રનમાં 3 વિકેટ લીધી. ભારતીય ટીમે 26 રનથી મેચ જીતી લીધી. ટીમની આગામી અને અંતિમ પ્રેક્ટિસ મેચ 10 જૂને યજમાન ઈંગ્લેન્ડ સામે છે.

12 ટીમ 33 મેચ, ભારત-પાકિસ્તાન મેચ પર સૌની નજર, જાણો વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ

કેનેડાનું PR મળ્યા બાદ આ 8 ભૂલો તમારી Permanent Residency ને જોખમમાં મૂકશે, ચેતી જજો

કેનેડામાં કાયમી રહેઠાણ (Permanent Residency – PR) મેળવવું હજારો ભારતીયો માટે એક મોટું સપનું હોય છે. PR મળ્યા પછી વ્યક્તિને કેનેડામાં રહેવા, કામ કરવા અને અભ્યાસ કરવાનો અધિકાર મળે છે. જોકે ઘણા લોકો એવું માની લે છે કે એકવાર PR મળી જાય પછી તેમનો દરજ્જો કાયમ માટે સુરક્ષિત થઈ જાય છે, પરંતુ હકીકત કંઈક અલગ છે.

કેનેડાની ઇમિગ્રેશન એજન્સી IRCC (Immigration, Refugees and Citizenship Canada) દ્વારા PR ધારકો માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો PR કાર્ડનું રિન્યુઅલ, વિદેશ પ્રવાસ બાદ કેનેડામાં પરત ફરવું અથવા અન્ય ઇમિગ્રેશન પ્રક્રિયાઓ મુશ્કેલ બની શકે છે. ગંભીર કિસ્સાઓમાં PR સ્ટેટસ ગુમાવવાનો પણ ખતરો રહે છે.

PR ધારકો માટે સૌથી મહત્વપૂર્ણ નિયમ

કેનેડિયન કાયદા અનુસાર, કોઈપણ PR ધારકે દરેક પાંચ વર્ષના સમયગાળામાં ઓછામાં ઓછા 730 દિવસ એટલે કે બે વર્ષ કેનેડામાં શારીરિક રીતે હાજર રહેવું જરૂરી છે. આ 730 દિવસ સતત હોવા જરૂરી નથી, પરંતુ પાંચ વર્ષના “રોલિંગ પિરિયડ” દરમિયાન પૂર્ણ થવા જોઈએ.

ઘણા લોકો અહીં ભૂલ કરે છે. તેઓ માને છે કે શરૂઆતના વર્ષોમાં કેનેડામાં પૂરતો સમય વિતાવી લીધા બાદ લાંબા સમય સુધી વિદેશમાં રહી શકાય છે. પરંતુ પાંચ વર્ષનો સમયગાળો સતત આગળ વધતો રહે છે, જેના કારણે જૂના દિવસો ગણતરીમાંથી બહાર થઈ જાય છે અને રહેઠાણની શરત પૂર્ણ કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ 8 ભૂલો તમારા PR સ્ટેટસને અસર કરી શકે છે

1. કેનેડાની બહાર લાંબા સમય સુધી રહેવું

PR મળ્યા બાદ ઘણા લોકો નોકરી, વ્યવસાય અથવા પારિવારિક કારણોસર ભારત કે અન્ય દેશમાં લાંબો સમય વિતાવે છે. જો પાંચ વર્ષમાં 730 દિવસની હાજરી પૂર્ણ ન થાય તો PR સ્ટેટસ જોખમમાં આવી શકે છે.

2. વિદેશમાં વિતાવેલો દરેક સમય ગણાશે એવી માન્યતા રાખવી

કેટલાક લોકો માને છે કે વિદેશમાં રહેવાનો તમામ સમય રહેઠાણની ગણતરીમાં સામેલ થશે. પરંતુ એવું હંમેશા નથી હોતું. ચોક્કસ પરિસ્થિતિઓમાં જ વિદેશમાં વિતાવેલો સમય ગણવામાં આવે છે અને તેના માટે પૂરતા પુરાવા જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જો PR ધારક પોતાના કેનેડિયન નાગરિક જીવનસાથી સાથે વિદેશમાં રહેતો હોય અથવા કેનેડિયન કંપની કે સરકારી સંસ્થા માટે વિદેશમાં કામ કરતો હોય, તો કેટલાક કિસ્સાઓમાં આ સમય ગણવામાં આવી શકે છે.

3. કેનેડામાં હાજરીના પુરાવા ન સાચવવા

IRCC માત્ર મૌખિક દાવા પર વિશ્વાસ કરતું નથી. જરૂર પડે ત્યારે તમારે સાબિત કરવું પડે છે કે તમે કેનેડામાં રહ્યા હતા. તેથી પાસપોર્ટ સ્ટેમ્પ, ફ્લાઇટ ટિકિટ, ભાડા કરાર, બેંક સ્ટેટમેન્ટ, ટેક્સ દસ્તાવેજો અને રોજગાર સંબંધિત રેકોર્ડ સુરક્ષિત રાખવા જરૂરી છે.

4. 730 દિવસની મર્યાદા નજીક હોવા છતાં વિદેશ પ્રવાસ કરવો

ઘણા લોકો 730 દિવસ પૂર્ણ થતાં જ નિશ્ચિંત થઈ જાય છે અને લાંબી વિદેશ યાત્રા પર નીકળી પડે છે. જો ફ્લાઇટ રદ થાય, તબીબી ઇમરજન્સી સર્જાય અથવા અન્ય કારણોસર પરત ફરવામાં વિલંબ થાય તો જરૂરી દિવસોની સંખ્યા ઘટી શકે છે. તેથી હંમેશા થોડો વધારાનો સમય જાળવી રાખવો યોગ્ય છે.

5. નબળા દસ્તાવેજો સાથે PRTD માટે અરજી કરવી

જો PR કાર્ડની મુદત પૂરી થઈ ગઈ હોય અને તમે કેનેડાની બહાર હોવ, તો કેનેડા પરત આવવા માટે Permanent Resident Travel Document (PRTD)ની જરૂર પડી શકે છે. જો અરજી સાથે પૂરતા પુરાવા રજૂ ન કરવામાં આવે તો અરજી નકારી શકાય છે અને PR સ્ટેટસની સમીક્ષા પણ થઈ શકે છે.

6. IRCCની નોટિસ અથવા સમીક્ષાને અવગણવી

જો IRCCને લાગે કે તમે રહેઠાણના નિયમોનું પાલન કર્યું નથી, તો તે નોટિસ મોકલી શકે છે. ઘણા લોકો સમયસર જવાબ આપતા નથી અથવા મામલાને ગંભીરતાથી લેતા નથી. આવી બેદરકારીથી PR સ્ટેટસ ગુમાવવાનો ખતરો વધી શકે છે.

7. ખોટી અથવા વિરોધાભાસી મુસાફરી માહિતી આપવી

PR કાર્ડ રિન્યુઅલ, PRTD અથવા નાગરિકતા અરજી દરમિયાન આપેલી મુસાફરીની વિગતો હંમેશા એકસરખી હોવી જોઈએ. જો અલગ-અલગ અરજીઓમાં જુદી જુદી માહિતી આપવામાં આવે તો IRCCને શંકા થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં તેને ખોટી માહિતી આપવાનો પ્રયાસ પણ માનવામાં આવી શકે છે.

8. PR અને નાગરિકતાના નિયમોમાં ગૂંચવણ રાખવી

ઘણા લોકો PR જાળવવા અને કેનેડિયન નાગરિકતા મેળવવા માટેના નિયમોમાં ગૂંચવાઈ જાય છે. PR જાળવવા માટે પાંચ વર્ષમાં 730 દિવસની હાજરી જરૂરી છે, જ્યારે કેનેડિયન નાગરિકતા માટે છેલ્લા પાંચ વર્ષમાં ઓછામાં ઓછા 1,095 દિવસ કેનેડામાં હાજર રહેવું જરૂરી છે. બંને નિયમો અલગ છે અને તેને સમજવું મહત્વપૂર્ણ છે.

PR કાર્ડની મુદત પૂરી થવાનો અર્થ શું?

એક સામાન્ય ગેરસમજ એવી છે કે PR કાર્ડની સમયમર્યાદા પૂરી થતાં PR સ્ટેટસ પણ સમાપ્ત થઈ જાય છે. હકીકતમાં એવું નથી. PR કાર્ડ માત્ર મુસાફરી અને ઓળખ માટેનું દસ્તાવેજ છે. તેની સમયમર્યાદા પૂરી થયા પછી પણ વ્યક્તિ PR ધારક રહે છે. જોકે, વિદેશથી કેનેડામાં પરત ફરવું મુશ્કેલ બની શકે છે અને તેના માટે PRTDની જરૂર પડી શકે છે.

ભારતીય PR ધારકો માટે નિષ્ણાતોની સલાહ

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભારતીય PR ધારકોએ તેમની તમામ વિદેશ યાત્રાનો રેકોર્ડ સાચવી રાખવો જોઈએ. કેનેડામાં રહેવા અને કામ કરવા સંબંધિત દસ્તાવેજો સુરક્ષિત રાખવા, PR કાર્ડનું સમયસર રિન્યુઅલ કરાવવું અને IRCC તરફથી આવતી કોઈપણ નોટિસ કે ઇમેઇલને અવગણવી નહીં. નિયમોનું યોગ્ય પાલન કરવાથી PR સ્ટેટસ લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે.

બ્રિટનમાં 20 હજાર તો અમેરિકામાં 140 લોકો, LinkedIn મારફતે આ દેશોમાં જાસૂસો ઓપરેટ કરી રહ્યું છે ચીન!

તત્કાલ ટિકિટ બુકિંગ વખતે દર વખતે મળે છે માત્ર નિરાશા? એકાઉન્ટમાં અત્યારે જ ઓન કરી દો આ 3 સેટિંગ્સ, મિનિટોમાં કન્ફર્મ થશે સીટ!

મોટાભાગના લોકો એવું માનીને ચાલે છે કે તત્કાલ ટિકિટ કન્ફર્મ બુક થવી નસીબની વાત છે. પરંતુ વાસ્તવમાં આ સ્પીડની રમત છે. IRCTC ની એપ કે વેબસાઇટ પર જો તમે યોગ્ય સમયે સાચા સેટિંગ્સ ઓન રાખો, તો મનપસંદ સીટ અને કન્ફર્મ ટિકિટ બંને મેળવી શકાય છે. તેના માટે નીચે મુજબના ફીચર્સ સેટ કરી લો.

માસ્ટર લિસ્ટ સેટ કરો, તત્કાલ બુકિંગ ખુલતાની સાથે જ સેકન્ડોમાં સીટો ફૂલ થઈ જાય છે. તેવામાં મુસાફરોની વિગતો ટાઈપ કરવામાં સમય બગાડવાને બદલે તેને અગાઉથી સેવ રાખો, સૌથી પહેલા IRCTC એપ ખોલો અને’My Account’ સેક્શનમાં જાઓ. ત્યાં ‘My Master List’ ના ઓપ્શન પર ક્લિક કરો. હવે ‘Add Passenger’ પર ક્લિક કરીને મુસાફરનું નામ, જન્મતારીખ, જેન્ડર અને બર્થ પ્રેફરન્સ ભરીને સબમિટ કરી દો. હવે તત્કાલ બુકિંગ વખતે તમારે માત્ર પેસેન્જરને સિલેક્ટ કરવો પડશે, જેથી ટાઈપિંગનો સમય બચશે અને ટિકિટ તરત બુક થશે.

OTP ની ઝંઝટ ખતમ: IRCTC e-Wallet રીચાર્જ કરી લો, ઘણીવાર પેમેન્ટ કરતી વખતે બેંકના OTP ની રાહ જોવામાં જ સીટ હાથમાંથી નીકળી જાય છે. આનાથી બચવા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે IRCTC નું પોતાનું ઈ-વોલેટ: IRCTC ની વેબસાઇટ કે એપ પર લોગિન કરીને ‘IRCTC e-Wallet’ સેક્શન પર જાઓ. ‘Register Now’ પર ક્લિક કરીને તમારું પાન કાર્ડ કે અન્ય આઈડી કાર્ડ લિંક કરો. રજીસ્ટ્રેશન પછી વોલેટમાં અંદાજિત ભાડા મુજબ પૈસા ટોપ-અપ કરી લો. તત્કાલ બુકિંગ વખતે પેમેન્ટ મોડમાં ‘IRCTC e-Wallet’ પસંદ કરો. આનાથી કોઈ ઓટીપી વગર એક જ ક્લિકમાં સેકન્ડોની અંદર પેમેન્ટ થઈ જશે અને પૈસા અટકવાનું જોખમ પણ નહીં રહે.

પ્રીફર્ડ કોચ આઈડી: મનપસંદ ડબ્બામાં સીટ, જો તમે ઈચ્છતા હોવ કે તમને કોઈ ચોક્કસ બોગી કે કોચમાં જ સીટ મળે, તો આ સેટિંગ કામ લાગશે. ટ્રેન અને ક્લાસ પસંદ કર્યા પછી પેસેન્જર ડિટેલ્સ વાળા પેજ પર નીચે સ્ક્રોલ કરો. ત્યાં ‘Other Preferences’ ના ઓપ્શનમાં ‘Preferred Coach ID’ ના બોક્સ પર ટિક કરો. હવે તમારી પસંદગીનો કોચ નંબર જેમ કે S1, S2 અથવા A1, B1 લખી દો. આનાથી સિસ્ટમ તમારા માટે ઝડપથી સીટ શોધી શકશે.

વેટિંગ ટિકિટથી બચવા: ઓટો અપગ્રેડેશન ઓન કરો, તત્કાલ ટિકિટ બુક કરતી વખતે ક્યારેક પૈસા કપાયા પછી પણ વેઇટિંગ ટિકિટ મળી જતી હોય છે. આ નુકસાનથી બચવા માટે, પેસેન્જર ડિટેલ્સ પેજ પર ‘Other Preferences’ સેક્શનમાં જાઓ. અહીં ‘Consider for Auto-Upgradation’ ના ચેકબોક્સને ઓન (ટિક) કરી દો. તેની બરાબર નીચે આપેલા ‘Book only if confirm berths are allotted’ વાળા ઓપ્શનને સિલેક્ટ કરો.

આનાથી ફાયદો એ થશે કે જો તત્કાલ કોટા ફૂલ થઈ ગયો હશે, તો સિસ્ટમ તમને વેઇટિંગ ટિકિટ નહીં આપે અને તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે.

આ પણ વાંચો:

હવે Lower Berth માટે કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે, IRCTC ની આ ઓનલાઇન સેટિંગ્સથી મળશે મનપસંદ સીટ

ચાલુ મુસાફરીએ ટ્રેનમાં જો કોઈ યાત્રિકનું મોત થાય તો શું રેલવે વિભાગ તુરંત ટેન રોકી દે છે?-વાંચો ચોંકાવનારા નિયમો

Forbes Billionaires List: એશિયાના અમીર વ્યક્તિઓની યાદીમાં ગૌતમ અદાણી નંબર 1 પોઝિશન પર, મુકેશ અંબાણીને પણ રાખી દીધા પાછળ

અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ વધીને 89.2 અબજ ડૉલર થઈ ગઈ છે. હાલ એશિયાની સૌથી અમીર વ્યક્તિની યાદીમાં અદાણી નંબર વન પોઝિશન પર પહોંચી ગયા છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલેનિયર્સની યાદીમાં આ જાણકારી આપવામાં આવી છે. અદાણી બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ RIL ના ચેરમેન મુકેશ અંબાણી 88 અબજ ડૉલર સાથે નંબર ટુ પોઝિશન પર છે. સોફ્ટ બેંકના માસાયોશી સોન 87 અબજ ડૉલર સાથે ત્રીજા નંબર પર છે.

સોન ગુરુવારે જાપાની નિવેશ ફર્મના શેરોમાં ઘટાડા પહેલા એશિયાના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં ટોચ પર હતા. ગૌતમ અદાણીની સંપત્તિનો મુખ્ય સ્ત્રોત અદાણી ગૃપની કંપનીઓની ભાગીદારી છે.

  • અદાણી ગૃપની 6 કંપનીઓની વેલ્શુએશ વધી
  • અદાણી ગૃપ ની 6 કંપનીઓની માર્કેટ વેલ્યુ લગભગ શુક્રવાર સુધી 191 અબજ ડૉલર હતી
  • જેમા અદાણી પાવર 47.2 અબજ ડૉલરના મૂલ્યાંકન સાથે ટોપ પર હતી
  • જે બાદ અદાણી ગ્રીન એનર્જીની માર્કેટ વેલ્યુએશન 26.4 અબજ ડૉલર હતી
  • અદાણી એનર્જી સોલ્યુશન્સનુ વેલ્યુઓએશન 19.9 અબજ ડૉલર હતુ
  • અદાણી ટોટલ ગેસ ની માર્કેટ કેપિટલાઈજેશન 8.8 અબજ ડૉલર હતી.

ઝડપથી વધી રહી છે અદાણીની સંપત્તિ

ફોર્બસની રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિમાં ગત મહિને અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અદાણી ગૃપ સામે કરવામાં આવેલા છેતરપિંડીના આરોપોને ફગાવ્યા બાદ લગભગ 10 અબજ ડૉલરનો વધારો થયો છે. આ આરોપો સૌર ઉર્જા પુરવઠા કરાર સંબંધિત $250 મિલિયનના વ્યવહારમાં ગ્રુપની સંડોવણીને લગતા હતા; જોકે, અદાણી ગ્રુપે આ દાવાઓનું ખંડન કર્યુ હતુ.

એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકે અદાણીની ફરી વાપસી થઈ છે. પાછલા વર્ષોમાં તેની કંપનીની માર્કેટ વેલ્યુમાં ઘટાડો નોંધાયો હતો.જે તેમના પર લાગેલા આરોપોને કારણે હતો.

હિંડનબર્ગના આરોપો બાદ થયો હતો ઘટાડો

અમેરિકી શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચે 2023માં અદાણી પર સ્ટૉકમાં હેરફેર અને મોટાપાયે ગરબ઼ડીનો આરોપ લગાવ્યો હતો. જોકે ભારતીય નિયામકોએ ગત વર્ષે આ દાવાઓને આરોપો સિદ્ધ નથી થયા એવુ કહીને ફગાવ્યા હતા. અદાણીને અમેરિકામાં પણ આરોપોનો સામનો કરવો પડ્યો હતો. જેનો હવે નિવેડો આવી ગયો છે.

કાયદાકીય પડકારોનો કરવો પડ્યો સામનો

ગયા મહિને શેરધારકોને લખેલા તેમના વાર્ષિક પત્રમાં, અબજોપતિ ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે અદાણી ગ્રુપે યુએસ કાનૂની પડકારોને પાર કરી લીધા છે. ગ્રુપ ઊર્જા, પરિવહન, લોજિસ્ટિક્સ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારી રહ્યું છે, AI-સંચાલિત વૃદ્ધિની વધતી માંગનો લાભ લેવા માટે પોતાને પોઝિશન આપી રહ્યું છે.

તેમણે ગ્રુપની મુખ્ય કંપની, અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા તાજેતરમાં ₹24,930 કરોડના રાઈટ્સ ઈશ્યૂની સફળતાને રોકાણકારોના વિશ્વાસના પ્રતિબિંબ તરીકે ટાંકી. આ સિદ્ધિ એવા સમયે આવી જ્યારે ગ્રુપ શાસન અને નિયમનકારી મુદ્દાઓ અંગે ચકાસણીનો સામનો કરી રહ્યું હતું.

ચાતક નજરે ચોમાસાની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર, 15 જૂને ગુજરાતમાં દસ્તક દેશે મેઘરાજા

ચાલુ મુસાફરીએ ટ્રેનમાં જો કોઈ યાત્રિકનું મોત થાય તો શું રેલવે વિભાગ તુરંત ટેન રોકી દે છે?-વાંચો  ચોંકાવનારા નિયમો

જ્યારે ટ્રેનમાં કોઈ મુસાફરનું અવસાન થાય છે, ત્યારે તેની જાણ સૌથી પહેલાં ટ્રેનમાં હાજર ટીટીઈ અથવા ગાર્ડને કરવામાં આવે છે. પરંતુ રેલવેના નિયમ મુજબ, ટ્રેનને ક્યારેય પણ વચ્ચે રસ્તામાં કે જંગલમાં રોકવામાં આવતી નથી. ટ્રેનને તેના રૂટ પર આવતા આગામી એવા મોટા સ્ટેશને રોકવામાં આવે છે જ્યાં રેલવેની મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ હોય. ટ્રેન ત્યાં પહોંચ્યા પછી જ આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ થાય છે.

જીઆરપી અને મેડિકલ ટીમની કામગીરી

ટ્રેન નક્કી કરેલા નજીકના મોટા સ્ટેશને પહોંચતા જ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) અને મેડિકલ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી જાય છે. સૌથી પહેલાં હાજર ડોક્ટર દ્વારા મુસાફરના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવે છે. જો મૃત્યુ હાર્ટ એટેક કે કોઈ લાંબી બીમારી જેવા કુદરતી કારણોસર થયું હોય, તો પોલીસ પ્રાથમિક તપાસ કરીને પંચનામું તૈયાર કરે છે. કાયદાકીય જરૂરિયાત જણાશે તો જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે છે. મૃતકની ઓળખ અને તમામ કાગળિયાં પૂરા થયા બાદ જ શબને પરિવારજનોને સોંપવામાં આવે છે.

સાથે મુસાફરી કરતા અન્ય સહ-મુસાફરો માટે શું વિકલ્પ છે?

જો મૃતક વ્યક્તિની સાથે તેમના પરિવારના સભ્યો, સંબંધીઓ કે મિત્રો મુસાફરી કરી રહ્યા હોય, તો તેઓ મૃતદેહની કાયદાકીય પ્રક્રિયા માટે તે સ્ટેશન પર જ ટ્રેનમાંથી ઉતરી શકે છે. જ્યારે ટ્રેનમાં સવાર બાકીના અન્ય મુસાફરો પોતાની આગળની યાત્રા તે જ ટ્રેનમાં ચાલુ રાખી શકે છે.

રેલવે તરફથી વળતર મળશે કે નહીં, તેનો આધાર મુસાફરના મોતના કારણ પર નિર્ભર કરે છે, વળતર ક્યારે મળે? જો મુસાફરનું મોત કોઈ ટ્રેન અકસ્માતના કારણે થયું હોય અથવા રેલવે વહીવટીતંત્રની કોઈ મોટી બેદરકારી સાબિત થાય તો જ વળતર મળવાપાત્ર છે. આ ઉપરાંત, જો મુસાફરે ટિકિટ બુકિંગ વખતે રેલવે વીમો લીધો હોય તો પણ વળતર મળે છે. વળતર ક્યારે ન મળે: જો મુસાફરનું મોત સામાન્ય બીમારી, હાર્ટ એટેક કે અન્ય કોઈ કુદરતી કારણોસર થયું હોય, તો રેલવે તરફથી કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવતું નથી.

મૃતદેહને ઘરે લઈ જવા માટે રેલવેની ખાસ સુવિધા

જો મૃતકના પરિવારજનો શબને પોતાના વતન કે ઘરે લઈ જવા માંગતા હોય, તો ભારતીય રેલવે તેમને આ સુવિધા પૂરી પાડે છે. મૃતદેહને ખાસ ‘પાર્સલ વેન’ અથવા ‘લગેજ વેન’ દ્વારા મોકલી શકાય છે. જો કે, આ સુવિધાનો લાભ લેવા માટે પરિવાર પાસે નીચે મુજબના જરૂરી દસ્તાવેજો હોવા ફરજિયાત છે:

  • ડેથ સર્ટિફિકેટ
  • પોલીસ વિભાગનું એનઓસી
  • મૃતક વ્યક્તિનું સત્તાવાર ઓળખપત્ર

હવે Lower Berth માટે કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે, IRCTC ની આ ઓનલાઇન સેટિંગ્સથી મળશે મનપસંદ સીટ

દુનિયામાં મોટાભાગના લોકો કેમ છે ‘રાઇટ હેન્ડેડ’? વૈજ્ઞાનિકોએ જણાવ્યું મગજનું ચોંકાવનારું કનેક્શન!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News: રશિયાની મીરા એન્ડ્રીવાએ ઈતિહાસ રચ્યો, 19 વર્ષની ઉંમરે જીત્યો ફ્રેન્ચ ઓપનનો ખિતાબ

ટેનિસ જગતને એક નવી સુપરસ્ટાર મળી ગઈ છે. 19 વર્ષની યુવા સેન્સેશન મીરા એન્ડ્રીવાએ શાનદાર પ્રદર્શન કર્યું અને વર્ષના બીજા ગ્રાન્ડ સ્લેમ, ‘ફ્રેન્ચ ઓપન 2026’નો મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. પેરિસના ફેમસ કોર્ટ ફિલિપ-ચેટિયર પર રમાયેલી ટાઈટલ મેચમાં એન્ડ્રીવાએ પોલેન્ડની માજા ચ્વાલિન્સ્કાને સીધા સેટમાં હરાવીને પોતાનો પહેલો મેજર (ગ્રાન્ડ સ્લેમ) ખિતાબ જીત્યો હતો. ટુર્નામેન્ટમાં આઠમા ક્રમાંકિત એન્ડ્રીવાએ સમગ્ર મેચ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને મેચ 6-3, 6-2 થી જીતી લીધી.

19 વર્ષની મીરા એન્ડ્રીવાએ ઈતિહાસ રચ્યો

મીરા એન્ડ્રીવાનો વિજય ઘણી રીતે ઐતિહાસિક છે. 19 વર્ષની ઉંમરે ફ્રેન્ચ ઓપન જીતીને તે 1992 પછી પેરિસમાં ક્લે કોર્ટ પર ટાઈટલ જીતનાર સૌથી નાની ઉંમરની ખેલાડી બની. તેના પહેલા દિગ્ગજ મોનિકા સેલેસ 1992માં 18 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી. વધુમાં, એન્ડ્રીવા 2014 માં મારિયા શારાપોવા પછી ફ્રેન્ચ ઓપન જીતનાર પ્રથમ રશિયન મહિલા બની.

 

એન્ડ્રીવાએ જોરદાર વાપસી કરી

મેચ ખૂબ જ રોમાંચક રીતે શરૂ થઈ હતી. ક્વોલિફાયર તરીકે ફાઈનલ સુધી પહોંચનારી માજા ચ્વાલિન્સ્કાએ શરૂઆતમાં પોતાના ડ્રોપ શોટ્સ અને આક્રમક ફોરહેન્ડ્સથી એન્ડ્રીવા સામે જોરદાર પડકાર ઉભો કર્યો અને એક સમયે તેણે પહેલા સેટમાં 3-2ની લીડ મેળવી લીધી. જોકે, એન્ડ્રીવાએ ટૂંક સમયમાં જ તેના કોચ અને ભૂતપૂર્વ મહાન ખેલાડી કોંચિતા માર્ટિનેઝની સલાહનું પાલન કર્યું અને પોતાની રણનીતિ બદલી. ત્યારબાદ તેણીએ સતત ગેમ જીતીને ન માત્ર પહેલો સેટ 6-3થી જીત્યો, પરંતુ બીજા સેટમાં પણ ચ્વાલિન્સ્કાને કોઈ તક આપી નહીં અને 6-2થી જીતીને મેચ અને ટાઈટલ બંને પોતાના નામે કરી લીધા.

 

મીરા એન્ડ્રીવાને કરોડો રૂપિયાનું ઈનામ મળ્યું

આ ઐતિહાસિક ટાઈટલ જીત બદલ મીરા એન્ડ્રીવાને ચમકતી સુઝાન-લેંગલેન ટ્રોફી સાથે $3.25 મિલિયનની મોટી ઈનામી રકમ પ્રાપ્ત થઈ, જે ભારતીય રૂપિયામાં ₹30 કરોડથી વધુ છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શનથી એન્ડ્રીવાના એક નવી ટેનિસ સુપરસ્ટાર તરીકે સ્થાપિત થઈ છે.

Breaking News: સચિન તેંડુલકરની જેમ વૈભવ સૂર્યવંશીને પણ મળી ખાસ પરવાનગી, BCCIએ બદલ્યો પોતાનો નિયમ

ધમાકેદાર રિટર્ન આપનારો શેર અચાનક ગગડ્યો! માર્કેટ એક્સપર્ટે આપ્યો ‘નવો ટાર્ગેટ’, આ લેવલ પર નજર રાખજો

Breaking News: સચિન તેંડુલકરની જેમ વૈભવ સૂર્યવંશીને પણ મળી ખાસ પરવાનગી, BCCIએ બદલ્યો પોતાનો નિયમ

IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ માટે પોતાની વિસ્ફોટક ઈનિંગ્સથી સનસનાટી મચાવનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ભારતીય T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ખૂબ જ નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે આ અપાર સફળતા અને ખ્યાતિ વચ્ચે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે બે ખાસ વ્યક્તિઓ પણ વૈભવ સાથે મુસાફરી કરશે.

વૈભવ સૂર્યવંશી સાથે બે ખાસ લોકો રહેશે

વૈભવ સૂર્યવંશી હજુ પણ ઘણો નાનો છે. માત્ર 15 વર્ષની ઉંમરે, અચાનક લોકપ્રિયતા, મીડિયા એટેન્શન અને સિનિયર ટીમના ભારે દબાણનો સામનો કરવો કોઈપણ બાળક માટે માનસિક રીતે પડકારજનક હોઈ શકે છે. પરિણામે, BCCI એ નિર્ણય લીધો છે કે વૈભવ સૂર્યવંશીના માતા-પિતા આગામી ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે મુસાફરી કરશે. વિદેશ પ્રવાસ પર તેના માતા-પિતાની હાજરી વૈભવને ઘર જેવું વાતાવરણ પૂરું પાડશે અને તેને એકલતાનો અનુભવ નહીં થાય. આ નિર્ણયથી તેને વિદેશ પ્રવાસની નવી પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવામાં પણ મદદ મળશે.

સચિનને 1989માં આ સગવડ મળી હતી

તેવી જ રીતે, જ્યારે સચિન તેંડુલકર 1989માં ભારતીય ક્રિકેટ ટીમ સાથે પાકિસ્તાન ગયો હતો, ત્યારે તેનો મોટો ભાઈ અજિત તેની સાથે હતો. તે સમયે સચિન તેંડુલકર માત્ર 16 વર્ષનો હતો. આવી સ્થિતિમાં, BCCI એ વૈભવ સૂર્યવંશી માટે પણ આ મોટું પગલું ભર્યું છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, “તે બાળક છે, તેથી અમે તેના માતાપિતાને તેની સાથે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ મુસાફરી કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે જેથી તેઓ તેની સાથે રહી શકે અને તેને નવા વાતાવરણમાં ભળવામાં મદદ કરી શકે. બોર્ડ તેમનો તમામ ખર્ચ પણ ઉઠાવશે.”

BCCIએ વૈભવ માટે નિયમમાં ફેરફાર કર્યો

ભારતીય ક્રિકેટ ટીમના વિદેશ પ્રવાસો અને લાંબી ટુર્નામેન્ટ દરમિયાન પરિવારની હાજરી અંગે BCCI ના કડક નિયમો છે. ખેલાડીઓ સમગ્ર પ્રવાસ દરમિયાન તેમના પરિવાર અથવા પત્નીને તેમની સાથે રાખી શકતા નથી. જો કોઈ શ્રેણી અથવા ટુર્નામેન્ટ 45 દિવસથી વધુ ચાલે છે, તો પરિવારના સભ્યો ખેલાડી સાથે ફક્ત 14 દિવસ જ રહી શકે છે. જોકે, વૈભવ સૂર્યવંશી માટે BCCI એ નિયમો હળવા કર્યા છે.

સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક

વૈભવ સૂર્યવંશીની ભારતીય ટીમમાં પસંદગી 15 વર્ષ અને 71 દિવસની ઉંમરે થઈ છે. જો તે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવે છે, તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી નાની ઉંમરનો ભારતીય ક્રિકેટર બનશે. અગાઉ જ્યારે સચિન તેંડુલકરને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો ત્યારે તેની ઉંમર 16 વર્ષ 194 દિવસ હતી. સચિને તેના પ્રથમ પ્રવાસમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. હવે વૈભવને પણ આવી જ તક મળી શકે છે.

Breaking News: ભારત અંડર-18 એશિયા કપમાં બન્યું ચેમ્પિયન, ફાઈનલમાં જાપાનને 4-1થી હરાવી જીત્યો ગોલ્ડ મેડલ

FSSAI: હવે અખબારના કાગળમાં ખાણી-પીણીની વસ્તુઓ પેક કરવા પર લાગ્યો સંપૂર્ણ પ્રતિબંધ

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ દેશભરમાં ખોરાક પેક કરવા માટે અખબારના ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. મુંબઈમાં એક વડાપાવ વેચનાર દ્વારા અખબારના કાગળમાં ફૂડ પેક કરીને આપવાની ઘટના સામે આવ્યા બાદ, FSSAI અને BMC એ સંયુક્ત રીતે આ કડક કદમ ઉઠાવ્યું છે. આ નિયમનો ભંગ કરનારા વેપારીઓ સામે ભારે દંડ અને જેલની સજા સુધીની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

નાના ઠેલાથી લઈને મોટી હોટલો સુધી આ નિયમ લાગુ

નવા આદેશ અનુસાર, રસ્તા પર લારી-ગલ્લા ચલાવતા ફેરિયાઓથી માંડીને મોટી હોટલો, રેસ્ટોરન્ટ્સ, ક્લાઉડ કિચન અને કેટરર્સ સુધી તમામ માટે આ નિયમ ફરજિયાત છે. માત્ર ગ્રાહકોને ખોરાક લપેટવા માટે જ નહીં, પરંતુ સમોસા કે પકોડા તળ્યા બાદ તેનું વધારાનું તેલ શોષવા માટે અથવા ખોરાકને ઢાંકવા માટે પણ અખબારના કાગળનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે.

અખબારની શાહીમાં રહેલા હાનિકારક કેમિકલ્સ ગરમ ખોરાક સાથે ભળીને સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે, જેના કારણે પ્રજાના સ્વાસ્થ્યની સુરક્ષા કાજે તંત્ર દ્વારા આ પ્રશંસનીય અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ ખરીદેલી ઇ-રિક્ષાઓ બની શોભાના ગાંઠિયા, ખોટા બિલ પાસ કરવાનું કૌભાંડ સામે આવ્યું

કેવી રીતે ઓળખશો કે કાકડી અસલી દેશી છે કે કેમિકલવાળી હાઇબ્રિડ? જાણો

FIFA World Cup 2026: ઈરાન પર વિઝા સંકટ! US એમ્બેસીને સોંપ્યા પાસપોર્ટ, ક્યારે મળશે મંજૂરી?

2026 FIFA વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ટુર્નામેન્ટ 11 જૂનથી શરૂ થવાની છે. જોકે, ઈરાની ફૂટબોલ ટીમ વિઝા સંકટનો સામનો કરી રહી છે. ટીમને હજુ સુધી યુએસ વિઝા મળ્યા નથી. ઈરાની ફૂટબોલ ફેડરેશન (FFI) ના પ્રમુખ મેહદી તાજે જણાવ્યું હતું કે, FIFA ના નિર્દેશ પર, ઈરાને તેની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના સભ્યોના પાસપોર્ટ તુર્કીની રાજધાની અંકારામાં યુએસ એમ્બેસીને સોંપી દીધા છે. ટીમ હવે આતુરતાથી યુએસ વિઝાની રાહ જોઈ રહી છે.

યુએસ વિઝાની રાહ જોઈ રહી છે ઈરાની ટીમ

ઈરાનની નેશનલ ટેલિવિઝન ચેનલ સાથે વાત કરતા, ફેડરેશનના પ્રમુખ મેહદી તાજે જણાવ્યું હતું કે ફિફા દ્વારા પોતે અંકારામાં યુએસ દૂતાવાસને તેમના પાસપોર્ટ સોંપવાની માંગણી કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ટીમના સભ્યોને યુએસ વિઝા આપવામાં આવશે કે કેમ તે જોવા માટે અમે આગામી બે દિવસ રાહ જોઈ રહ્યા છીએ,”. તેમણે આશા વ્યક્ત કરી કે આખી ટીમને વિઝા મળશે, પરંતુ કોઈપણ અનિચ્છનીય ઘટના માટે તૈયારી કરવા માટે ફિફાને પોતાની ચિંતાઓ પણ જણાવી હતી.

ઈરાનની FIFA ને સ્પષ્ટ સુચના

ઈરાની ફેડરેશને આ મુદ્દા પર કડક વલણ અપનાવ્યું છે, અને FIFA ને સ્પષ્ટ કહ્યું છે કે જો તેમના કેટલાક ખેલાડીઓ અથવા પ્રતિનિધિમંડળના સભ્યોને યુએસ વિઝા કેન્સલ કરવામાં આવે તો તે ચૂપ રહેશે નહીં. ફેડરેશને જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં તે અન્ય વિકલ્પો પર વિચાર કરશે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે તેઓ શું પગલાં લઈ શકે છે.

ટીમનો બેઝ કેમ્પ મેક્સિકોમાં હશે

ઈરાની ટીમના ખેલાડીઓને મેક્સિકોના વિઝા મળી ગયા છે. વર્લ્ડ કપ દરમિયાન ટીમનો બેઝ કેમ્પ તિજુઆના, મેક્સિકોમાં હશે. રસપ્રદ વાત એ છે કે, 2026નો વર્લ્ડ કપ સંયુક્ત રીતે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો દ્વારા યોજાઈ રહ્યો છે. જોકે ઈરાનની ટીમ મેક્સિકોમાં રહેશે, પરંતુ તેની ગ્રુપ G ની ત્રણેય મેચ યુનાઈટેડ સ્ટેટ્સમાં રમાશે. પરિણામે, ટીમને દરેક મેચ માટે મેક્સિકોથી USA જવું પડશે, જેમાં યુએસ વિઝાની જરૂર પડશે.

USA માં ઈરાનનો મેચ શેડ્યૂલ

ઈરાની ટીમ ટુર્નામેન્ટનો પોતાનો પહેલો મુકાબલો 16 જૂને ન્યુઝીલેન્ડ સામે રમશે. ત્યારબાદ 21 જૂને તેનો મુકાબલો બેલ્જિયમ સામે થશે. 26 જૂને ઈરાન ઈજિપ્ત સામે રમશે. વિઝાની સમસ્યાઓ વચ્ચે, ઈરાની ફૂટબોલ ટીમ વર્લ્ડ કપ માટે સતત મહેનત કરી રહી છે.

Big Cricket League: Universal Bossનું કમબેક રહ્યું ફિક્કું, યુપી બ્રિજ સ્ટાર્સે ક્રિસ ગેલની ટીમને હરાવી

સિક્કાની બીજી બાજુ: નબળો રૂપિયો કેવી રીતે નિકાસકારો માટે વરદાન સાબિત થઈ શકે?

છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયામાં જોવા મળી રહેલી નબળાઈ ચર્ચાનો વિષય બની છે. જ્યારે પણ વિનિમય દરમાં થોડો ઘટાડો થાય છે, ત્યારે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર ચિંતાનું વાતાવરણ સર્જાય છે. આમ આદમીના મનમાં પ્રશ્ન થાય છે કે શું નબળો પડતો રૂપિયો ભારતીય અર્થતંત્ર માટે કોઈ જોખમની નિશાની છે? નિષ્ણાતો માને છે કે આ પ્રશ્નનો જવાબ માત્ર ‘હા’ કે ‘ના’ માં આપી શકાય તેમ નથી, કારણ કે આ એક જટિલ આર્થિક પ્રક્રિયા છે જેની પાછળ અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો કામ કરી રહ્યા છે

વૈશ્વિક પ્રવાહો અને ડોલરનું વર્ચસ્વ

આજની વૈશ્વિક અર્થવ્યવસ્થા પહેલા કરતા ઘણી વધુ એકબીજા સાથે જોડાયેલી છે. ભારતીય રૂપિયાના મૂલ્યમાં થતા ફેરફારો માત્ર દેશની આંતરિક સ્થિતિ પર જ નહીં, પરંતુ દુનિયાના બીજા છેડે બનતી ઘટનાઓ પર પણ આધાર રાખે છે. અમેરિકામાં વ્યાજ દરોમાં થતા ફેરફાર, રશિયા-યુક્રેન જેવી ભૌગોલિક તણાવની સ્થિતિ અને કાચા તેલની વધતી કિંમતો સીધી રીતે ચલણ બજારને અસર કરે છે. જ્યારે પણ વિશ્વમાં અનિશ્ચિતતા વધે છે, ત્યારે રોકાણકારો સલામત ગણાતી અમેરિકન અસ્કયામતો તરફ વળે છે, જેના કારણે ડોલર મજબૂત થાય છે અને ભારત સહિતની અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓના ચલણ પર દબાણ વધે છે.

ક્રૂડ ઓઈલ અને રૂપિયાનું ગણિત

ભારત માટે સૌથી મોટો પડકાર કાચા તેલની આયાત છે. દેશ તેની ઉર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો વિદેશથી મંગાવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ મોંઘું થાય છે અથવા રૂપિયો નબળો પડે છે, ત્યારે તેલ ખરીદવા માટે આપણે વધુ ડોલર ચૂકવવા પડે છે. ડોલરની આ વધતી માંગ રૂપિયા પર સીધું દબાણ લાવે છે. આથી જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવોમાં થતી હલચલ ભારતની અર્થવ્યવસ્થા અને રૂપિયાના મૂલ્ય માટે નિર્ણાયક સાબિત થાય છે.

નબળો રૂપિયો: નિકાસકારો માટે એક મોટી તક ?

આર્થિક નિષ્ણાતો જણાવે છે કે રૂપિયાની નબળાઈને હંમેશા નકારાત્મક દ્રષ્ટિએ જોવી યોગ્ય નથી. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો, મર્યાદિત મર્યાદામાં નબળું ચલણ નિકાસકારો માટે વરદાન સાબિત થઈ શકે છે. જ્યારે રૂપિયો થોડો નબળો પડે છે, ત્યારે ભારતીય ઉત્પાદનો વિદેશી બજારોમાં સ્પર્ધાત્મક બને છે. ટેક્સટાઈલ (કાપડ), એન્જિનિયરિંગ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ અને આઈટી (IT) સેવાઓ જેવા ક્ષેત્રોને આ સ્થિતિનો સીધો લાભ મળે છે, જે અંતે દેશના વિકાસમાં ફાળો આપે છે. સમસ્યા ત્યારે જ ઉદભવે છે જ્યારે ચલણમાં અસ્થિરતા ખૂબ વધી જાય, કારણ કે રોકાણકારો અનિશ્ચિતતાથી ડરતા હોય છે.

ભારતની મજબૂત આર્થિક સ્થિતિ

વર્તમાન વૈશ્વિક પડકારો છતાં, ભારતની પાયાની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત દેખાય છે. ભારતનો વિકાસ દર વિશ્વની ઘણી મોટી અર્થવ્યવસ્થાઓની સરખામણીમાં ઘણો સારો છે. દેશનું બેન્કિંગ સેક્ટર મજબૂત સ્થિતિમાં છે અને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ ટેક્સ કલેક્શનમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. આ ઉપરાંત, સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટું રોકાણ અને ઘરેલું વપરાશમાં વધારો અર્થતંત્રને મજબૂત ટેકો પૂરો પાડી રહ્યા છે.

સરકાર અને RBI ના રક્ષણાત્મક પગલાં

રૂપિયાને ટેકો આપવા માટે ભારત સરકાર અને રિઝર્વ બેંક (RBI) સતત કાર્યરત છે. તાજેતરમાં 5 જૂન, 2026 ના રોજ ‘ઇન્કમ-ટેક્સ (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ, 2026’ બહાર પાડવામાં આવ્યું છે. આ વટહુકમ દ્વારા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) અને ‘બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ’ ને સરકારી સિક્યોરિટીઝમાંથી મળતી વ્યાજની આવક અને મૂડી લાભ પર ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. આ પગલાનો મુખ્ય હેતુ વિદેશી રોકાણકારોને ભારતીય સરકારી બોન્ડ માર્કેટ તરફ આકર્ષવાનો છે, જેથી દેશમાં વિદેશી હૂંડિયામણનો પ્રવાહ વધે અને રૂપિયાને ટેકો મળે. રિઝર્વ બેંક પણ બજારમાં વધુ પડતી અસ્થિરતા રોકવા માટે સમય-સમય પર હસ્તક્ષેપ કરે છે. ભારત પાસે પૂરતું વિદેશી હૂંડિયામણ ભંડાર છે, જે આર્થિક આંચકા સામે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે.

MSME ક્ષેત્ર પર દબાણ અને પ્રાઇસિંગ સ્ટ્રેટેજી

રૂપિયાની નબળાઈની અસર દરેક ક્ષેત્રે અલગ હોય છે. ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) પર તેની સીધી પ્રતિકૂળ અસર પડે છે કારણ કે તેમની આયાત ખર્ચ (Import Cost) વધી જાય છે. ઘણા ઉદ્યોગોએ આ સ્થિતિમાં ટકી રહેવા માટે તેમની ‘પ્રાઇસિંગ સ્ટ્રેટેજી’ એટલે કે ઉત્પાદનોની કિંમત નક્કી કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવો પડે છે. આમ, રૂપિયાની વધ-ઘટ એ માત્ર આંકડાકીય રમત નથી, પરંતુ તે નાના ઉદ્યોગોના અસ્તિત્વ સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે.

ઉદ્યોગ જગત પર અસર અને ભાવિ દૃષ્ટિકોણ

રૂપિયાના મૂલ્યમાં થતા ફેરફારની અસર દરેક ક્ષેત્ર પર સમાન હોતી નથી. આયાતકારો માટે ખર્ચ વધે છે અને MSME ક્ષેત્ર પર દબાણ આવે છે, જ્યારે નિકાસકારો માટે આ એક અવસર સમાન છે. તેથી જ રૂપિયાના મૂલ્યને જોઈને જ આખા અર્થતંત્રનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. અર્થતંત્રના સ્વાસ્થ્યને સમજવા માટે વિકાસ દર, રોજગાર, ઉત્પાદન અને નાણાકીય સ્થિરતા જેવા અનેક પાસાઓને સાથે રાખીને જોવાની જરૂર છે. આવનારા સમયમાં રૂપિયાની દિશા અમેરિકન ફેડરલ રિઝર્વની નીતિઓ અને ભૂ-રાજકીય ઘટનાક્રમ પર નિર્ભર રહેશે. જોકે, ભારત જે રીતે પોતાની આર્થિક મજબૂતી અને રોકાણના આકર્ષણને જાળવી રહ્યું છે તે જોતા નિરાશાવાદી થવાની જરૂર નથી. જો કે સમસ્યા એ નથી કે રૂપિયો 96 કે 97 ના સ્તરે રહેશે, પરંતુ અસલી પ્રશ્ન એ છે કે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં ભારત પોતાની સ્પર્ધાત્મક ક્ષમતા અને લાંબા ગાળાના વિકાસને કેટલી મજબૂતીથી જાળવી રાખે છે. પડકારો ચોક્કસ છે, પરંતુ તેની સાથે સાથે ભારત માટે આર્થિક ઉન્નતિના નવા દ્વાર પણ ખુલી રહ્યા છે

ન્યાય માગતા વિદ્યાર્થીઓને ‘એન્ટી નેશનલ’ ચીતરવાનું પાપ, 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ધાંધલી, CBSE અને સત્તાધિશોના ગાલ પર તમાચો- વાંચો

સૌથી લાંબો Divorce કેસ, ભારતીય મૂળની મહિલાને લંડનમાં 23 વર્ષ બાદ મળ્યા 85 કરોડ

બ્રિટનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચર્ચામાં રહેલા સૌથી મોટા અને લાંબા છૂટાછેડાના કેસનો આખરે અંત આવ્યો છે. ભારતીય મૂળની વર્ષા ગોહિલે પોતાના ભૂતપૂર્વ પતિ ભદ્રેશ ગોહિલ સામે 23 વર્ષ સુધી કાનૂની લડાઈ લડી હતી, જેના પરિણામે હવે તેમને £6.6 મિલિયન (આશરે ₹85 કરોડ)નું સમાધાન મળ્યું છે.

આ સમગ્ર મામલો 2002માં શરૂ થયો હતો, જ્યારે 61 વર્ષીય વર્ષા ગોહિલે લંડનમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. તેમણે પોતાના પતિ પર લગ્નેત્તર સંબંધો અને દુર્વ્યવહારના આરોપો લગાવ્યા હતા. તે સમયે દંપતીને ત્રણ સંતાનો હતા.

શરૂઆતમાં કેસ ઝડપથી ઉકેલાઈ ગયો હતો. વર્ષાએ લગભગ £270,000 (આશરે ₹3.47 કરોડ)ની પતાવટ સ્વીકારી હતી અને પરિવારની પ્યુજો કાર પણ તેમની પાસે રહી હતી. જોકે, તેમને શંકા હતી કે તેમના પતિએ પોતાની તમામ સંપત્તિ અંગે સાચી માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરી નહોતી.

યુકેના કાયદા અનુસાર, છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન બંને પક્ષોએ પોતાની સંપત્તિ અને નાણાકીય સ્થિતિનો સંપૂર્ણ ખુલાસો કરવો ફરજિયાત હોય છે. વર્ષાને લાગતું હતું કે ભદ્રેશ ગોહિલે કેટલીક મહત્વની સંપત્તિઓ છુપાવી છે, પરંતુ તે સમયે તેમની પાસે આ વાત સાબિત કરવા માટે પૂરતા પુરાવા નહોતા.

નાઇજીરિયાના ભૂતપૂર્વ ગવર્નર જેમ્સ ઇબોરીના સહયોગીઓના વકીલ

કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભદ્રેશ ગોહિલનું નામ એક આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં સામે આવ્યું. અહેવાલો મુજબ, તેઓ નાઇજીરિયાના ભૂતપૂર્વ ગવર્નર જેમ્સ ઇબોરીના સહયોગીઓના વકીલ તરીકે કાર્યરત હતા. તેમના પર કરોડો પાઉન્ડના ગેરકાયદે નાણાંને વિવિધ કંપનીઓ અને ખાતાઓ મારફતે કાયદેસર આવક તરીકે દર્શાવવાનો આરોપ હતો.

લાંબી તપાસ બાદ ભદ્રેશ ગોહિલને મની લોન્ડરિંગ, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને છેતરપિંડીના કાવતરામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. વર્ષ 2011માં તેમને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

તપાસ દરમિયાન અધિકારીઓને એવી અનેક સંપત્તિઓ મળી આવી હતી જે છૂટાછેડા વખતે જાહેર કરવામાં આવી નહોતી. ત્યારબાદ બ્રિટિશ સત્તાવાળાઓએ અંદાજે £28 મિલિયન (આશરે ₹360 કરોડ)ની સંપત્તિઓ ફ્રીઝ કરી દીધી હતી. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર આ સંપત્તિઓ ગેરકાયદે કમાણી સાથે જોડાયેલી હોઈ શકે છે.

આ ખુલાસાઓ બાદ વર્ષા ગોહિલની શંકાઓ વધુ મજબૂત બની હતી. તેમણે 2007થી જ મૂળ છૂટાછેડાના સમાધાનને પડકારવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, પરંતુ હવે તેમની પાસે નવા અને મજબૂત પુરાવા હતા.

ફ્રીઝ કરાયેલી સંપત્તિ અને કાનૂની વિવાદ

આખરે કેસ યુકેની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટે વર્ષાને જૂના છૂટાછેડા સમાધાનને ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પોતાની સંપત્તિ છુપાવીને કોઈ વ્યક્તિ કાયદાનો લાભ મેળવી શકે નહીં. જોકે, તે પછી પણ કેસ પૂર્ણ થયો નહોતો. ફ્રીઝ કરાયેલી સંપત્તિઓની માલિકી અને નાણાંના મૂળ સ્ત્રોત અંગે વર્ષો સુધી કાનૂની વિવાદ ચાલતો રહ્યો.

યુકેની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)નું કહેવું હતું કે £28 મિલિયનની તમામ સંપત્તિ ગુનાની આવકમાંથી ઉભી થઈ છે અને તેને જપ્ત કરવી જોઈએ. બીજી તરફ, વર્ષા ગોહિલનો દાવો હતો કે તમામ સંપત્તિ ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરવામાં આવી નથી અને તેમાંનો એક ભાગ કાયદેસર વ્યવસાયિક પ્રવૃત્તિઓ દ્વારા મેળવવામાં આવ્યો હતો, જેના પર તેમનો હક્ક બને છે.

સમગ્ર સંપત્તિ ગુનાની આવક

હાઈકોર્ટમાં કેસ પહોંચતા ત્રણ અલગ-અલગ દાવાઓ સામે આવ્યા. ભદ્રેશ ગોહિલે દાવો કર્યો કે સંપત્તિ તેમની નથી. CPSએ દલીલ કરી કે સમગ્ર સંપત્તિ ગુનાની આવક છે. જ્યારે વર્ષાએ દલીલ કરી કે સંપત્તિ તેમના ભૂતપૂર્વ પતિની છે અને તેનો એક નોંધપાત્ર ભાગ કાયદેસર રીતે મેળવવામાં આવ્યો છે.

આખરે હાઈકોર્ટના ન્યાયાધીશ વિલિયમ્સે વર્ષા ગોહિલના પક્ષમાં ચુકાદો આપ્યો. તેમણે ભદ્રેશ ગોહિલ અને CPS બંનેની કેટલીક મુખ્ય દલીલો ફગાવી દીધી.

કોર્ટે નક્કી કર્યું કે સંપત્તિનો એક ભાગ સંપૂર્ણપણે કાયદેસર હતો અને તે દંપતીની સંયુક્ત વૈવાહિક મિલકતનો ભાગ ગણાય છે. ન્યાયાધીશે આ સંપત્તિનું મૂલ્ય આશરે £6.66 મિલિયન આંક્યું અને આ સંપૂર્ણ રકમ વર્ષા ગોહિલને આપવાનો આદેશ કર્યો.

ચુકાદા દરમિયાન ન્યાયાધીશે ભદ્રેશ ગોહિલના વર્તન અંગે કડક ટિપ્પણી કરતાં તેમને “સંપૂર્ણ અપ્રમાણિક” ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમની અપ્રામાણિકતાને કારણે જ આ કેસ વર્ષો સુધી ખેંચાયો અને અનેક કાનૂની જટિલતાઓ ઊભી થઈ.

વધુ અપીલ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર

ન્યાયાધીશે વધુમાં કહ્યું કે આ કેસ એટલો લાંબો અને જટિલ રહ્યો છે કે ‘ગોહિલ’ નામ લાંબા સમય સુધી વિવિધ દેશોના વકીલો અને ન્યાયાધીશો વચ્ચે યાદ રહેશે. ગયા મહિને યુકે કોર્ટ ઓફ અપીલે વધુ અપીલ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. તેના કારણે હાઈકોર્ટનો ચુકાદો અંતિમ બની ગયો અને વર્ષા ગોહિલની 23 વર્ષ લાંબી કાનૂની લડાઈનો અંત આવ્યો.

છૂટાછેડાથી શરૂ થયેલો આ કેસ મની લોન્ડરિંગ, ફોજદારી તપાસ, સંપત્તિ જપ્તી અને અનેક અદાલતી કાર્યવાહીમાંથી પસાર થયો હતો. આખરે વર્ષા ગોહિલને £6.6 મિલિયન (આશરે ₹85 કરોડ)નું સમાધાન મળ્યું, જે તાજેતરના સમયમાં બ્રિટનના સૌથી મોટા અને ચર્ચિત છૂટાછેડા સમાધાનોમાંનું એક માનવામાં આવે છે.

લંડનની ‘યુનાઇટ ધ કિંગડમ’ રેલીમાં મહિલાઓએ સ્ટેજ પરથી બુરખા ઉતારી કર્યો વિરોધ, Video વાયરલ

Breaking News : જામનગરના વોટર પાર્કમાં દુર્ઘટના, 7 વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત, જુઓ Video

જામનગરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના એક ખાનગી વોટર પાર્કમાં ડૂબી જવાથી 7 વર્ષના બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બાળક પરિવાર સાથે વોટર પાર્કમાં ફરવા અને મનોરંજન માટે ગયું હતું. દરમિયાન કોઈ કારણસર બાળક પાણીમાં ડૂબી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર હાજર લોકો અને પાર્કના સ્ટાફે બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને બચાવી શકાયું નહોતું.

બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું. ત્યારબાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ અચાનક બનેલી ઘટનાથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બાળકના મોતના સમાચાર મળતા જ પરિવાર અને સગા-સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ હરકતમાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હાલ બાળક કેવી રીતે ડૂબ્યું અને ઘટનામાં કોઈ બેદરકારી હતી કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે.

જામનગરમાં મહિલાનો શિવ સાક્ષાત્કારના ખોટા દાવાનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ, જુઓ Video

Big Cricket League: Universal Bossનું કમબેક રહ્યું ફિક્કું, યુપી બ્રિજ સ્ટાર્સે ક્રિસ ગેલની ટીમને હરાવી

Big Cricket League Season 2: ગ્રેટર નોઈડાના BCL એરેના ખાતે ક્રિકેટ ચાહકોને એક અનોખા રોમાંચનો અનુભવ થયો જ્યારે વિશ્વના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક જેને ‘યુનિવર્સલ બોસ’ તરીકે ઓળખવામાં આવે છે, તે ક્રિસ ગેલે સ્પર્ધાત્મક ક્રિકેટમાં શાનદાર વાપસી કરી. ગેલે બિગ ક્રિકેટ લીગ (BCL) સિઝન 2 ની ચોથી મેચમાં નોર્ધન ચેલેન્જર્સનું નેતૃત્વ કર્યું હતું. જોકે, તેનું પુનરાગમન નિષ્ફળ રહ્યું, કારણ કે યુપી બ્રિજ સ્ટાર્સે શાનદાર પ્રદર્શન કરીને નોર્ધન ચેલેન્જર્સને 24 રને હરાવ્યું હતું.

ગેલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

નોર્ધન ચેલેન્જર્સના કેપ્ટન ક્રિસ ગેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા યુપી બ્રિજ સ્ટાર્સે 20 ઓવરમાં 7 વિકેટે 166 રન બનાવ્યા હતા. યુપી તરફથી ચિરાગ ગાંધીએ ટીમને આ સ્કોર સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

યુનિવર્સલ બોસની ટીમ હારી

167 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, ક્રિસ ગેલની નોર્ધન ચેલેન્જર્સ ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. યુપી બ્રિજ સ્ટાર્સની ચુસ્ત બોલિંગે ચેલેન્જર્સના બેટ્સમેનોને શોટ રમવાથી રોક્યા હતા. આખી ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 142 રન જ બનાવી શકી, જેના કારણે મેચ 24 રનથી હારી ગઈ. યુપી બ્રિજ સ્ટાર્સના જતિન માવીએ પોતાની શાર્પ લાઇન અને લેન્થથી નોર્ધન ચેલેન્જર્સના મિડલ ઓર્ડરને ધ્વસ્ત કર્યું અને ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો. ક્રિસ ગેલની ટીમ ભલે મેચ હારી ગઈ હોય, પરંતુ “યુનિવર્સલ બોસ” ની હાજરીએ ટુર્નામેન્ટમાં એક નવો ઉત્સાહ ફેલાવ્યો છે.

આ ખેલાડીઓએ જીત્યા એવોર્ડ

મેન ઓફ ધ મેચ: ચિરાગ ગાંધી (યુપી બ્રિજ સ્ટાર્સ)
શ્રેષ્ઠ બેટ્સમેન: ચિરાગ ગાંધી (યુપી બ્રિજ સ્ટાર્સ)
શ્રેષ્ઠ બોલર: જતીન માવી (યુપી બ્રિજ સ્ટાર્સ)

ઉભરતા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ

બિગ ક્રિકેટ લીગના ખાસ ‘પ્રો-એમ’ (Pro-Am) ફોર્મેટ હેઠળ, જ્યાં યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય દિગ્ગજો સાથે રમવાની તક મળે છે, તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રોકડ ઈનામ આપવામાં આવ્યા હતા.

સિલ્વર બઝર વિજેતા (₹50,000 ઇનામ)

ભંવર (નોર્ધન ચેલેન્જર્સ – એમેચ્યોર બોલર): તેણે શાનદાર બોલિંગ કરી અને માત્ર 2 રન આપીને 3 વિકેટ લીધી.

બ્રોન્ઝ બઝર વિજેતા (₹25,000 ઈનામ)

  • મુજીબ (નોર્ધન ચેલેન્જર્સ – એમેચ્યોર બોલર)
  • ભંવર (નોર્ધન ચેલેન્જર્સ – એમેચ્યોર બોલર)
  • જતીન માવી (યુપી બ્રિજ સ્ટાર્સ – બોલર)
  • જતીન સૈની (યુપી બ્રિજ સ્ટાર્સ – ઓલરાઉન્ડર)
  • સૌરિન ઠાકુર (યુપી બ્રિજ સ્ટાર્સ – ઓલરાઉન્ડર)

Breaking News: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, અંતિમ ક્ષણોમાં હારેલી મેચ જીતી PAK ને એશિયા કપમાંથી બહાર ફેંક્યું

Mumbai-Ahmedabad Bullet Train: 250 KMPH ની તૂફાની ઝડપે દોડશે ટ્રેન, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પર આવી મોટી ખુશખબર

ભારતમાં રેલવે ક્ષેત્રે આધુનિકીકરણ તરફ સતત પગલાં ભરવામાં આવી રહ્યા છે. મુસાફરોનો સમય બચાવવા અને પરિવહનને વધુ ઝડપી બનાવવા માટે વંદે ભારત જેવી સેમી-હાઈ સ્પીડ ટ્રેનો બાદ હવે દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ વચ્ચે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલી MT-07 પર્વતીય ટનલનું ખોદકામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના જણાવ્યા અનુસાર, દહાણુ તાલુકાના અંબેસરી ગામ નજીક આવેલી આ ટનલમાં 1 જૂનના રોજ સફળ બ્રેકથ્રુ પ્રાપ્ત થયો હતો. ખાસ વાત એ છે કે છેલ્લા પાંચ મહિનામાં પાલઘર જિલ્લામાં પૂર્ણ થયેલી આ ત્રીજી પર્વતીય ટનલ છે.

MT-07 ટનલ લગભગ 417 મીટર લાંબી અને 14.4 મીટર પહોળી છે. આ ટનલને બુલેટ ટ્રેન કોરિડોરની બંને રેલ લાઇનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. પ્રોજેક્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તાર ભૌગોલિક રીતે પડકારજનક હોવાથી અહીં ટનલનું નિર્માણ કરવું સરળ નહોતું. તેમ છતાં આધુનિક ટેક્નોલોજી અને આયોજનબદ્ધ કામગીરીના કારણે નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવામાં સફળતા મળી છે.

ટનલના નિર્માણ દરમિયાન નિયંત્રિત ડ્રિલિંગ અને બ્લાસ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇજનેરોએ બંને છેડાથી એકસાથે ખોદકામ શરૂ કરીને કામગીરીને વધુ ઝડપી બનાવી હતી. સલામતી અને માળખાકીય મજબૂતી જળવાઈ રહે તે માટે અદ્યતન મોનિટરિંગ સિસ્ટમ અને ભૂ-તકનીકી સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રિયલ-ટાઇમ મોનિટરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ

પ્રોજેક્ટ દરમિયાન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી. જમીનની હિલચાલ, કંપન અને ટનલની સ્થિતિ પર સતત નજર રાખવા માટે Surface Settlement Points (SSP), 3D Targets, Strain Gauges અને Seismograph જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કામદારોની સુરક્ષા માટે આધુનિક વેન્ટિલેશન સિસ્ટમ, ફાયર સેફ્ટી વ્યવસ્થા અને નિયંત્રિત પ્રવેશ પ્રણાલીઓ પણ અમલમાં મૂકવામાં આવી હતી.

NHSRCLના જણાવ્યા અનુસાર MT-07 ટનલ પૂર્ણ થતાં વાપી (ગુજરાત) અને બોઈસર (મહારાષ્ટ્ર) વચ્ચે આવેલી ત્રણેય પર્વતીય ટનલ — MT-06, MT-07 અને MT-08 — નું ખોદકામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. આ વિસ્તાર મહત્વના ઔદ્યોગિક પટ્ટામાં આવતો હોવાથી આ સિદ્ધિ પ્રોજેક્ટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

કુલ 8 પર્વતીય ટનલ બનાવાશે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ કુલ 8 પર્વતીય ટનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમાંની 7 ટનલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જ્યારે 1 ટનલ ગુજરાતના વલસાડ જિલ્લામાં બનાવવામાં આવી રહી છે. આ પહેલાં જાન્યુઆરી 2026માં MT-05 ટનલ અને ફેબ્રુઆરી 2026માં સફાલે નજીક આવેલી બીજી ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

508 કિલોમીટર લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા-નગર હવેલીમાંથી પસાર થશે. જાપાન સરકારની ટેક્નિકલ અને નાણાકીય સહાયથી વિકસાવવામાં આવી રહેલા આ પ્રોજેક્ટમાં બુલેટ ટ્રેનની મહત્તમ ગતિ 320 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

મુંબઈથી અમદાવાદ માત્ર 1 કલાક 58 મિનિટમાં

પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટીને માત્ર 1 કલાક 58 મિનિટ જેટલો રહી જશે. હાલ જ્યાં આ મુસાફરી માટે અનેક કલાકોનો સમય લાગે છે, ત્યાં બુલેટ ટ્રેન દ્વારા મુસાફરો ઝડપથી અને આરામદાયક રીતે ગંતવ્ય સુધી પહોંચી શકશે.

આ હાઈ સ્પીડ રેલ કોરિડોર સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ જેવા મહત્વપૂર્ણ શહેરોને જોડશે. નિષ્ણાતોના મતે આ પ્રોજેક્ટ પશ્ચિમ ભારતના ઔદ્યોગિક, વ્યાપારી અને આર્થિક વિકાસને નવી દિશા આપશે તેમજ પ્રાદેશિક કનેક્ટિવિટીને પણ વધુ મજબૂત બનાવશે.

દક્ષિણ ગુજરાતને મળશે રૂપિયા 12,421 કરોડના વિકાસ કામોની ભેટ, જુઓ Photos

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને ગુજરાતનું ગૌરવ કરસન ઘાવરી વસ્તી-ગણતરી 2027 જન જાગૃતિ અભિયાનમાં જોડાયા

ગુજરાતના ગૌરવ અને ભારતીય ક્રિકેટના પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી કરસન ઘાવરીને વસ્તી ગણતરી 2027ના જનજાગૃતિ અભિયાન માટે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. વસ્તી ગણતરી કામગીરી નિયામકશ્રીની કચેરી (DCO), ગુજરાત દ્વારા તેમને બંને તબક્કાની વસ્તીગણતરી માટે જાહેર અપીલ અને જનજાગૃતિ અભિયાનનું નેતૃત્વ કરવા સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું છે.

વસ્તીગણતરીને સફળ બનાવવા જનજાગૃતિ અભિયાન

ગાંધીનગર ખાતે વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રા અને પૂર્વ ક્રિકેટર કરસન ઘાવરી વચ્ચે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન આગામી વસ્તીગણતરી 2027ને સફળ બનાવવા માટે જનજાગૃતિ અભિયાનની રૂપરેખા અને નાગરિકોની ભાગીદારી વધારવાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

પૂર્વ ક્રિકેટર ગૌરવ કરસન ઘાવરી અભિયાનમાં જોડાયા

વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ જણાવ્યું હતું કે કરસન ઘાવરીનું વ્યક્તિત્વ, તેમની રમતગમત ક્ષેત્રની સિદ્ધિઓ અને સમગ્ર ગુજરાતમાં તેમની લોકપ્રિયતા વસ્તીગણતરી જેવા રાષ્ટ્રીય કાર્યમાં જનસહભાગિતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમની ઉપસ્થિતિ નાગરિકોમાં વહીવટીતંત્ર પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવામાં પણ મદદરૂપ બનશે.

 

ગુજરાતનું ગૌરવ છે કરસન ઘાવરી

રાજકોટ સાથે ગાઢ જોડાણ ધરાવતા કરસન ઘાવરી ગુજરાતના જાણીતા રમતવીરોમાંના એક છે. એક શિસ્તબદ્ધ અને સમર્પિત ખેલાડી તરીકે તેમણે વર્ષો સુધી દેશનું ગૌરવ વધાર્યું છે. તેમની સાદગી અને લોકપ્રિયતા તેમને સમાજના વિવિધ વર્ગો સાથે સરળતાથી જોડાવા સક્ષમ બનાવે છે.

કરસન ઘાવરીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી

કરસન દેવજીભાઈ ઘાવરીનો જન્મ 28 ફેબ્રુઆરી, 1951ના રોજ રાજકોટમાં થયો હતો. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અને ઉપયોગી બેટ્સમેન તરીકે તેમણે 1974થી 1981 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 39 ટેસ્ટ અને 19 વન-ડે મેચોનો સમાવેશ થાય છે.

જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ યોગદાન

ઉલ્લેખનીય છે કે કરસન ઘાવરીએ 1975 અને 1979ના પ્રથમ બે ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હવે તેઓ વસ્તીગણતરી 2027 જેવા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાન સાથે જોડાતા રાજ્યભરમાં નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા અને જનભાગીદારી વધારવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News: T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાને શું-શું આપ્યું? તેની કેપ્ટનશીપ બચાવી શકાઈ હોત જો…

રાજકોટ: પ્રિ-મોન્સુન કામગીરીને લઈને મેયર કડક, તમામ કોર્પોરેટરોને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરવા આદેશ

રાજકોટ: આગામી ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત રાજકોટના મેયર દ્વારા તમામ વોર્ડના કોર્પોરેટરોને એક ખાસ આદેશ આપવામાં આવ્યો છે. મેયરના આદેશ અનુસાર, આજે એક જ સમયે તમામ વોર્ડમાં પ્રિ-મોન્સુન કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે.

દરેક કોર્પોરેટરે પોતાના વિસ્તારમાં આવેલા વોંકળા (નાળા) અને મેઇન હોલની સફાઈનું જાતે નિરીક્ષણ કરવાનું રહેશે. રાજકોટમાં પ્રથમ વખત આ પ્રકારનું એક્શન પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે મેયરના આદેશ બાદ હવે તમામ કોર્પોરેટરો પોતપોતાના વોર્ડમાં ગ્રાઉન્ડ લેવલની કામગીરીમાં સીધા જોડાશે. આ આયોજનનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવવાની સમસ્યાને અટકાવવાનો છે.

શું તમારા PF ખાતામાં પણ વ્યાજની એન્ટ્રી નથી દેખાઈ? જાણો ક્યારે આવશે અટકેલા પૈસા

Breaking News : બ્રિટનમાં 20 હજાર તો અમેરિકામાં 140 લોકો, LinkedIn મારફતે આ દેશોમાં જાસૂસો ઓપરેટ કરી રહ્યું છે ચીન!

ચીન તેના ગુપ્તચર નેટવર્કને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા માટે નવી અને આધુનિક પદ્ધતિઓ અપનાવી રહ્યું હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. ફાઇવ આઇઝ (Five Eyes) ગુપ્તચર ગઠબંધનના તાજેતરના અહેવાલ મુજબ, ચીની ગુપ્તચર એજન્સીઓ LinkedIn સહિત વિવિધ રોજગાર વેબસાઇટ્સનો ઉપયોગ કરીને સંભવિત જાસૂસોની ભરતી કરવાનો પ્રયાસ કરી રહી છે.

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને માત્ર બ્રિટનમાં જ LinkedIn મારફતે 20,000થી વધુ લોકોનો સંપર્ક કર્યો છે. એટલું જ નહીં, બ્રિટન બાદ હવે ચીનની નજર અમેરિકા, કેનેડા અને અન્ય યુરોપિયન દેશો પર પણ હોવાનું કહેવાય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને યુરોપિયન દેશોને તેમની સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની સલાહ આપવામાં આવી છે.

અમેરિકામાં પણ વધી રહી છે ચિંતા

મીડિયા અહેવાલો અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકામાં ચીન માટે જાસૂસી કરવાના આરોપસર 140થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં અમેરિકાના ન્યાય વિભાગે કેલિફોર્નિયાના એક મેયરની પણ ધરપકડ કરી હતી, જેમના પર ચીન માટે જાસૂસી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાઓ બાદ અમેરિકામાં ચીની ગુપ્તચર પ્રવૃત્તિઓને લઈને ચિંતા વધી રહી છે અને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

ચીન જાસૂસી નેટવર્કને શા માટે વિસ્તારી રહ્યું છે?

મીડિયા અહેવાલ અનુસાર પૂર્વ અમેરિકન રાજદ્વારી જીમ લુઈસે જણાવ્યું હતું કે જ્યારે શી જિનપિંગ 2012માં ચીનના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમણે દેશના ગુપ્તચર તંત્રને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.

લુઈસના જણાવ્યા અનુસાર, શી જિનપિંગ માનતા હતા કે જાસૂસી અને માહિતી એકત્ર કરવાની ક્ષમતા દ્વારા અમેરિકા અને યુરોપ જેવા પશ્ચિમી દેશો સામે વ્યૂહાત્મક લાભ મેળવી શકાય છે. તેમણે દાવો કર્યો કે ચીને ત્યારથી પોતાના ગુપ્તચર નેટવર્કના વિસ્તરણ પર વિશેષ ધ્યાન આપ્યું છે. લુઈસના અંદાજ મુજબ, હાલમાં ચીનની વિવિધ ગુપ્તચર એજન્સીઓમાં લગભગ 6 લાખ લોકો કાર્યરત છે, જે વિશ્વના સૌથી મોટા ગુપ્તચર નેટવર્કમાંથી એક ગણાય છે.

ટ્રમ્પની ચીન મુલાકાત દરમિયાન લેવામાં આવી હતી ખાસ તકેદારી

અહેવાલો મુજબ, જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાતે ગયા હતા, ત્યારે અમેરિકન અધિકારીઓને વ્યક્તિગત મોબાઇલ ફોન અને લેપટોપ સાથે ન લઈ જવાની સલાહ આપવામાં આવી હતી. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સંભવિત જાસૂસી અને ડેટા ચોરીનું જોખમ હતું.

એટલું જ નહીં, ચીન પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળને મળેલી કેટલીક ભેટો પણ અમેરિકા પરત લાવવામાં આવી નહોતી. આ ઘટના ચીનની ગુપ્તચર ક્ષમતાઓ અંગે અમેરિકન તંત્રની સાવચેતી દર્શાવે છે.

LinkedIn મારફતે ભરતી કેવી રીતે કરવામાં આવે છે?

ફાઇવ આઇઝના અહેવાલ અનુસાર, ચીની ગુપ્તચર એજન્સીઓ સૌપ્રથમ LinkedIn અને અન્ય રોજગાર પ્લેટફોર્મ્સ પર આકર્ષક નોકરીની જાહેરાતો મૂકે છે. આ જાહેરાતો દ્વારા વિવિધ ક્ષેત્રોના અનુભવી અને પ્રભાવશાળી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે છે.

જ્યારે કોઈ વ્યક્તિ અરજી કરે છે, ત્યારે તેની પૃષ્ઠભૂમિ અને વ્યવસાયિક વિગતોની વિગતવાર તપાસ કરવામાં આવે છે. ખાસ કરીને સરકાર, સંરક્ષણ ક્ષેત્ર અથવા સૈન્ય સાથે જોડાણ ધરાવતા લોકો પર વધુ ધ્યાન આપવામાં આવે છે. પસંદગીના ઉમેદવારોને ત્યારબાદ ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન તેમની સાથે લાંબા ગાળાનો સંપર્ક સ્થાપિત કરવામાં આવે છે અને કેટલીક પરિસ્થિતિઓમાં તેમને ગુપ્ત માહિતી મેળવવા અથવા વહેંચવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

અહેવાલ મુજબ, માત્ર બ્રિટનમાં જ આ રીત દ્વારા લગભગ 20,000 લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે અમેરિકા અને યુરોપમાં વાસ્તવમાં કેટલા લોકોની ભરતી કરવામાં આવી છે તે અંગે કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.

વધતું વૈશ્વિક ગુપ્તચર જોખમ

ફાઇવ આઇઝ દેશોના અહેવાલે એક મહત્વપૂર્ણ ચેતવણી આપી છે કે ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ્સ હવે માત્ર રોજગાર માટે જ નહીં, પરંતુ ગુપ્તચર પ્રવૃત્તિઓ માટે પણ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.

આ કારણે વિશ્વભરના દેશો માટે જરૂરી બની ગયું છે કે તેઓ પોતાની સાયબર સુરક્ષા, ગુપ્તચર વિરોધી નીતિઓ અને સંવેદનશીલ માહિતીની સુરક્ષા માટે વધુ કડક પગલાં ભરે.

પાકિસ્તાન આઉટ, અમેરિકાને પણ મોટો ઝટકો.. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 5 મોટા ફેરફાર

Breaking News: T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાને શું-શું આપ્યું? તેની કેપ્ટનશીપ બચાવી શકાઈ હોત જો…

ભારતીય T20 ક્રિકેટ હાલમાં મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. 2024 માં રોહિત શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ, સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. કેપ્ટન તરીકે સૂર્યાનો રેકોર્ડ જોરદાર રહ્યો છે, પરંતુ ક્રિકેટની અનિશ્ચિતતાઓ વચ્ચે, માત્ર તેની કેપ્ટનશીપ જ નહીં પરંતુ ટીમમાં તેમનું સ્થાન પણ હવે જોખમમાં મુકાઈ ગયું છે. એવું માનવામાં આવે છે કે BCCI હવે નવા T20 કેપ્ટનની શોધ કરી રહ્યું છે.

સૂર્યાએ કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયાને શું આપ્યું?

પ્રશ્ન એ છે કે પસંદગીકારો સૂર્યકુમાર યાદવને કેપ્ટન તરીકે જાળવી રાખશે કે ભવિષ્ય પર નજર રાખીને કોઈ યુવા ખેલાડીને જવાબદારી સોંપશે? આંકડાકીય રીતે કહીએ તો, સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમને વિજય તરફ દોરી છે. રોહિતની ગેરહાજરીમાં કેપ્ટનશીપ શરૂ કરનાર સૂર્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા એક પણ દ્વિપક્ષીય શ્રેણી હારી નથી.

સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન

  • કુલ મેચો: 52 મેચોમાં કેપ્ટનશીપ કરી, જેમાંથી તેણે રેકોર્ડ 42 મેચોમાં ભારતને જીત અપાવી.
  • દ્વિપક્ષીય શ્રેણી: તેની કેપ્ટનશીપ હેઠળ, ભારતે કુલ 9 દ્વિપક્ષીય શ્રેણી રમી અને તે બધી જીતી.
  • એશિયા કપ 2026: ટીમ ઈન્ડિયાએ એક પણ મેચ હાર્યા વિના એશિયા કપ ટ્રોફી જીતી.
  • T20 વર્લ્ડ કપ 2026: સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ, ભારત વિશ્વની પ્રથમ ટીમ બની જેણે T20 વર્લ્ડ કપ ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કર્યો. ભારતીય ટીમ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ફક્ત એક જ મેચ હારી.

સતત ઘટતું ફોર્મ બન્યું વિલન

આટલા શાનદાર કેપ્ટનશિપ રેકોર્ડ છતાં સૂર્યાનું સ્થાન કેમ જોખમમાં છે? તેનો સરળ અને એકમાત્ર જવાબ તેનું પોતાનું નબળું ફોર્મ છે. તે કેપ્ટન તરીકે સફળ રહ્યો હતો, પરંતુ બેટ્સમેન તરીકે તે આ વર્ષે સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયો છે. જો તે તેની કેપ્ટનશિપની સાથે બેટથી પણ કમાલ કરી રહ્યો હોત, તો કદાચ આજે કોઈ તેના સ્થાન પર પ્રશ્ન ઉઠાવવાની હિંમત ન કરત.

વર્ષ 2026 ના નિરાશાજનક આંકડા

2026 નો વર્લ્ડ કપ જીતવા છતાં સૂર્યાનું બેટ શાંત રહ્યું. તેણે નવ ઇનિંગ્સમાં ફક્ત 242 રન બનાવ્યા, અને તેનો સ્ટ્રાઇક રેટ ઘટીને 136.72 થઈ ગયો. આખી ટુર્નામેન્ટમાં તેની એકમાત્ર મોટી ઇનિંગ મુંબઈમાં યુનાઇટેડ સ્ટેટ્સ સામે હતી, જ્યાં તેણે અણનમ 84 રન બનાવ્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. દરમિયાન, IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા સૂર્યાએ 13 ઇનિંગ્સમાં 20.76 ની સરેરાશ અને 147.54 ની સ્ટ્રાઇકિંગ સાથે ફક્ત 270 રન બનાવ્યા.

વધતી ઉંમર અને ઘટતું ફોર્મ

વધુમાં, સૂર્યકુમાર યાદવ આ વર્ષે સપ્ટેમ્બરમાં 36 વર્ષનો થશે. તેની વધતી ઉંમર અને ઘટતા જતા ફોર્મને કારણે પસંદગીકારોને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો મોકો મળ્યો છે. જોકે, સૂર્યા હજુ હાર્યો નથી. તેનું લક્ષ્ય લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક્સ (LA28) માં રમવાનું છે, જેમાં ક્રિકેટનો સમાવેશ થયો છે. જોકે, હવે આ તક અશક્ય લાગે છે.

Breaking News: ટીમ ઈન્ડિયાના ખેલાડીએ માત્ર 32 વર્ષની ઉંમરે લીધી નિવૃત્તિ, WTC ફાઈનલનો હતો ભાગ

Breaking News: IPL 2026 બાદ IIM માં વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, IIM ઈન્દોર તેની સફળતા પર કરશે રિસર્ચ

સરકારી નોકરીના નામે ₹ 68 લાખની ઠગાઈ ! FCI ડિરેક્ટર બની યુવકોને ફસાવનાર ઝડપાયો

પંચમહાલ જિલ્લાના હાલોલના કંજરી ગામના ભરત પરમાર નામના શખ્સે સરકારી નોકરી વાંચ્છુકોને નિશાન બનાવી મોટી ઠગાઈ આચરી છે. આરોપીએ પોતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) નો ગુજરાત ડાયરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે રેલવે, IOC અને ONGC જેવી સરકારી સંસ્થાઓમાં નોકરી અપાવવાની લાલચ આપી પંચમહાલ, દાહોદ અને વડોદરાના 7 યુવાનો પાસેથી કુલ 68 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

છેતરપિંડીનો ભોગ બનેલા યુવાનોની ફરિયાદના આધારે પોલીસે સપાટો બોલાવી આરોપી ભરત પરમારની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગોધરાની એક દુકાનમાંથી ગુનામાં વપરાયેલું CPU અને નકલી નિમણૂક પત્રો (એપોઇન્ટમેન્ટ લેટર) પણ જપ્ત કર્યા છે.

પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય ભૂકંપ, TMC ના 50 ધારાસભ્યો અને 12 સાંસદો બળવાના મૂડમાં

Breaking News: IPL 2026 બાદ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની બ્રાન્ડ વેલ્યુમાં જબરદસ્ત ઉછાળો, પ્રતિ ડીલ વસૂલે છે કરોડો રૂપિયા

ટ્રેનના ડબ્બાને ‘બૉગી’ કહેવાની ભૂલ તમે પણ કરો છો ? જાણો કોચ અને બૉગી વચ્ચેનો અસલી તફાવત!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પનું ‘મોટું નિવેદન’… 7 સપ્ટેમ્બર સુધીમાં ખતમ થઈ શકે છે ‘હોર્મુઝની નાકાબંધી’

ઈરાન સાથે કરાર અને હોર્મુઝની નાકાબંધી હટાવવાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, કરારમાં બે કારણોસર વિલંબ થઈ રહ્યો છે.

કયા છે 2 મુખ્ય કારણ?

પહેલું કારણ, ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો વિવાદ છે. બીજું કારણ કરારમાં મુજ્તબા ખામેનેઈનો સમાવેશ હોવો તે છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, મુજ્તબા સુધી મોડેથી સંદેશ પહોંચાડવામાં આવે છે, જેના કારણે કરાર સુધી પહોંચવામાં સમય લાગી રહ્યો છે.

આ પહેલા ઈરાનની મહેર ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, અમેરિકાએ પરમાણુ કરારને લઈને જે નવો પ્રસ્તાવ મોકલ્યો છે, તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. ન્યૂયોર્ક પોસ્ટ સાથે વાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, મને કોઈ ઉતાવળ નથી. મને લાગે છે કે, 7 સપ્ટેમ્બર સુધીમાં હોર્મુઝની નાકાબંધી ખતમ થઈ શકે છે. આનાથી મને થોડું નુકસાન પણ થશે પરંતુ હું તેની ચિંતા કરતો નથી.

ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય: ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જ્યારે યુદ્ધની શરૂઆત થઈ, ત્યારે ક્રૂડ ઓઈલની કિંમત 400 ડોલર પ્રતિ બેરલ થવાની વાતો કહેવામાં આવી રહી હતી. અત્યારે ક્રૂડ ઓઈલ 98 ડોલર પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું છે. શેરબજારને પણ બહુ મોટું નુકસાન થયું નથી પરંતુ ઈરાનના પરમાણુ હથિયારો ખતમ કરવા માટે આ જરૂરી છે.

ટ્રમ્પે આગળ કહ્યું કે, જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે, તો ઈઝરાયેલનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. હવે યુદ્ધ પછી એ નક્કી થઈ ગયું છે કે, ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં હોય.

ઈરાન પર કબજો કરવા માટે સેના મોકલવાની જરૂર નથી

ટ્રમ્પે આગળ કહ્યું કે, એર સ્ટ્રાઈક (હવાઈ હુમલા) દ્વારા ઈરાનની સૈન્ય વ્યવસ્થાને ઘણું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ઈરાનની સ્થિતિ સારી નથી. હવે ત્યાં સૈનિકો મોકલવાની કોઈ જરૂર નથી. વાયુસેના દ્વારા જ ઈરાનની મિલિટરીને નુકસાન પહોંચાડી દેવાયું છે. આગળની વાતચીત પણ યોગ્ય દિશામાં ચાલી રહી છે.

તેમણે કહ્યું કે, ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈ ખૂબ જ સમજદાર છે અને તેઓ પોતે વાતચીતમાં જોડાયેલ છે. આવનારા સમયમાં હું મુજ્તબા ખામેનેઈને મળવા ઈચ્છીશ. આ પહેલા મંગળવારે (2 જૂને) અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ અમેરિકન કોંગ્રેસને મુજ્તબા ખામેનેઈ અંગે અપડેટ આપ્યું હતું. રુબિયોના જણાવ્યા અનુસાર, મુજ્તબા સંપૂર્ણપણે ફિટ છે અને વાતચીતનું નેતૃત્વ કરી રહ્યા છે.

કેનેડા જવાનું થયું સરળ, વિઝા પ્રોસેસિંગના નવા સમય જાહેર, સુપર વિઝામાં 43 દિવસ બચશે જ્યારે વિઝિટર વિઝા માટે…

Breaking News: IPL 2026 ચેમ્પિયન બન્યા બાદ વૃંદાવન પહોંચેલા વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજ તરફથી ભેટમાં શું મળ્યું ?

મેદાન પર સંપૂર્ણ આક્રમકતા અને મેદાનની બહાર આધ્યાત્મિકતા. આ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું એક પાસું છે જે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદર્શિત થઈ રહ્યું છે. સફળતા, નિષ્ફળતા અને સામાન્ય પરિસ્થિતિઓમાં પણ, વિરાટ વારંવાર વિવિધ મંદિરોમાં ગયો છે અને ગુરુઓ પાસેથી આશીર્વાદ મેળવ્યા છે. તો, સતત બીજી વખત IPL ચેમ્પિયન બન્યા પછી કહાની કેવી રીતે બદલાઈ શકે? RCB ને IPL 2026 ચેમ્પિયન બનાવ્યા પછી, કોહલીએ વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી, જ્યાં તેને ભેટ તરીકે શ્રીમદ ભગવદ ગીતા પ્રાપ્ત થઈ.

કોહલીએ છગ્ગો ફટકારી RCBને બનાવ્યું ચેમ્પિયન

રવિવાર, 31 મેના રોજ, અમદાવાદમાં, રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ, બેંગલુરુએ IPL 2026 ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવ્યું. સતત 17 સિઝનમાં નિષ્ફળતા બાદ, આ બેંગલુરુનો સતત બીજો ટાઈટલ વિજય હતો. આ જીતમાં વિરાટ કોહલીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે ફાઇનલમાં રનચેઝ કરતા 75 રનની અણનમ ઈનિંગ રમી હતી અને છગ્ગો ફટકારી મેચ જીતાડી. તેણે સિઝનમાં RCB માટે સૌથી વધુ રન પણ બનાવ્યા હતા.

 

વિરાટ-અનુષ્કા ખુલ્લા પગે દર્શન માટે પહોંચ્યા

આ સફળતા પછી કોહલી અને RCBના ખેલાડીઓએ એક દિવસ જોરશોરથી ઉજવણી કરી, પરંતુ પછી 2 જૂને, વિરાટ અને તેની પત્ની અનુષ્કા શર્મા સીધા વૃંદાવન ગયા, જ્યાં પ્રેમાનંદ મહારાજનો આશ્રમ આવેલો છે. વિરાટ સિઝનની મધ્યમાં ત્યાં ગયો હતો, અને અગાઉ પણ ઘણી વખત વૃંદાવનની મુલાકાત લીધી હતી. વિરાટ અને અનુષ્કા કારમાંથી ઉતરીને ખુલ્લા પગે આશ્રમ ગયા, જ્યાં તેઓ પ્રેમાનંદ મહારાજને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી. ત્યારબાદ તેમને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટમાં આપવામાં આવી, જે વિરાટ લઈને પાછો ફર્યો.

વિરાટ ક્યારે પાછો મેદાનમાં જોવા મળશે?

IPL જીત્યા પછી અને પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધા બાદ, વિરાટ કોહલી હવે થોડા દિવસ માટે વિરામ પર રહેશે. તેનું આગામી લક્ષ્ય અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી છે, જેના માટે તે ટીમ ઈન્ડિયાનો ભાગ છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ 13 જૂનથી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી માટે મેદાનમાં ઉતરશે, જેનાથી 2027 ODI વર્લ્ડ કપની તૈયારીઓની શરૂઆત થશે.

Breaking News: વૈભવ સૂર્યવંશી જલ્દી કરશે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ? BCCI એ ચીફ સિલેક્ટર અગરકરને આપ્યો નિર્દેશ

ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતીય પર મોટો ઉપકાર! કૃષિ અને ઔદ્યોગિક સાધનો પર ટેરિફ ઘટાડીને 15 ટકા કરી

Breaking News: વૈભવ સૂર્યવંશી જલ્દી કરશે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ? BCCI એ ચીફ સિલેક્ટર અગરકરને આપ્યો નિર્દેશ

IPL 2026 માં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી વૈભવ સૂર્યવંશીએ જે રીતે ટોપના બેટ્સમેનોમાં સ્થાન મેળવ્યું છે તે પ્રશંસનીય છે. પરિણામે, ભારતીય ટીમ પસંદગીકારોને હવે BCCI તરફથી ચોક્કસ સૂચનાઓ મળી છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ અજિત અગરકર અને તેમની ટીમ, જે ભારતીય ટીમ પસંદ કરે છે, તેમને વૈભવ સૂર્યવંશી માટે જે કંઈ જરૂરી છે તે કરવા સૂચના આપી છે.

વૈભવ આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસમાં કરશે ડેબ્યૂ?

દેવજીત સૈકિયાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતનો આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડનો પ્રવાસ શરૂ થવાનો છે. જૂન-જુલાઈમાં યોજાનાર આ પ્રવાસો માટેની ટીમની જાહેરાત થવાની ધારણા છે. વૈભવ સૂર્યવંશીના સમાવેશ અંગે પહેલાથી જ અટકળો ચાલી રહી હતી, પરંતુ સૈકિયાના નિવેદનથી તેની પસંદગીના ચાન્સ વધી ગયા છે.

વૈભવ વિશે BCCI સચિવે શું કહ્યું?

દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે આપણે બધા વૈભવના પ્રદર્શનથી ખુશ છીએ. તે ભારતીય ક્રિકેટનો વન્ડર બોય છે. મને વિશ્વાસ છે કે તે ભવિષ્યમાં દુનિયામાં ધમાલ મચાવશે. સૈકિયાએ ઉમેર્યું હતું કે આઈપીએલ 2026 દરમિયાન ટીમ ઈન્ડિયાના બધા પસંદગીકારો હાજર હતા. તેમણે મેચો નજીકથી જોઈ. વૈભવ જે રીતે પ્રદર્શન કરશે તે જોતાં, મને આશા છે કે જ્યારે તેઓ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ માટે ટીમો પસંદ કરવા બેસશે, ત્યારે તેઓ વૈભવ માટે જે શ્રેષ્ઠ હશે તે કરશે.

 

પસંદગીકારોને સ્પષ્ટ નિર્દેશ

કેપ્ટન અને ભારતીય પસંદગીકારો ઉપરાંત, BCCI સચિવ દેવજીત સૈકિયા પણ ટીમ ઈન્ડિયાની પસંદગી બેઠકોમાં હાજર રહે છે. તેથી, તેમના નિવેદનને ભારતીય પસંદગીકારોને નિર્દેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. BCCI પ્રમુખ મિથુન મિન્હાસ અને ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ પણ વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરી છે.

વૈભવ ટીમ ઈન્ડિયામાં રમવા માટે તૈયાર

ક્રિકેટ જગતના દિગ્ગજો પણ વૈભવ સૂર્યવંશીની રમતના વખાણ કરી રહ્યા છે. તેઓ કહે છે કે વૈભવ પાસે સાબિત કરવા માટે કંઈ બાકી નથી અને તે ટીમ ઈન્ડિયા માટે રમવા માટે તૈયાર છે. આ ક્રિકેટરોમાં સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, અજય જાડેજા, વીરેન્દ્ર સેહવાગ, ઈરફાન પઠાણ અને હરભજન સિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે.

સચિન તેંડુલકરે વૈભવના વખાણ કર્યા

સચિન તેંડુલકરે વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરી ત્યારે અજિત અગરકર પણ હાજર હતો, સચિને વૈભવની હિટિંગ એબિલીટી, કાંડાની સ્પીડ અને બોલ સમજવાની કુશળતાની પ્રશંસા કરી હતી. એવી આશા છે કે, વૈભવ સૂર્યવંશી વિશેની સચિનની તાજેતરની ટિપ્પણીઓ ભારતીય પસંદગીકારોને તેને તક આપવાનું વિચારવા માટે મજબૂર કરશે.

Breaking News: IPL 2026 પછી સૂર્યકુમાર યાદવ મુંબઈ T20 લીગમાં પણ નિષ્ફળ ગયો, ટીમને પણ મળી કારમી હાર

નોંધ: અહીં પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

સવારે ખાલી પેટે આ 4 વસ્તુઓ ખાવાથી વજન વધવાની સાથે બ્લડ શુગર પણ વધી શકે છે

ઓલા-ઉબેર જેવા મોટા પ્લેયર્સની ‘બોલતી બંધ’ ! 10,000 ઇલેક્ટ્રિક કાર સાથે ભારતમાં એન્ટ્રી કરવા જઈ રહી છે આ ‘વિદેશી કંપની’

વિયેતનામની દિગ્ગજ કંપની વિનગ્રુપ (VinGroup) પોતાની ઇલેક્ટ્રિક ટેક્સી સર્વિસ ‘Green SM’ ને ભારતમાં લોન્ચ કરવાની સંપૂર્ણ તૈયારી કરી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંપની 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે દિલ્હીના ભારત મંડપમ ખાતે એક ખાસ કાર્યક્રમમાં આની સત્તાવાર જાહેરાત કરશે.

ઓલા, ઉબેર અને રેપિડો જેવા મોટા પ્લેયર્સ માટે આ એન્ટ્રી એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દિલ્હી-એનસીઆર (Delhi-NCR) ના રોડ પર લીલા રંગની ગાડીઓ દોડતી જોવા મળી રહી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, કંપની લોન્ચિંગ પહેલા પોતાના નેટવર્કનું ટેસ્ટિંગ કરી રહી છે.

કેવું હશે બિઝનેસ મોડલ?

Green SM ની કામ કરવાની પદ્ધતિ હાલની ટેક્સી કંપનીઓ કરતાં તદ્દન અલગ છે. ઓલા-ઉબેર જેવા પ્લેટફોર્મ જ્યાં ખાનગી ગાડીના માલિકો અને ડ્રાઇવરોને પોતાની સાથે જોડે છે, ત્યાં વિનગ્રુપ પોતાની ગાડીઓની માલિક પોતે જ હશે.

કંપની ડ્રાઇવરોને સીધા પગાર (સેલરી) પર રાખશે અને ગાડીના સર્વિસિંગ, ચાર્જિંગથી લઈને મેન્ટેનન્સ સુધીની સંપૂર્ણ જવાબદારી પોતે જ ઉઠાવશે. આ મોડલથી કંપનીને પોતાની સર્વિસની ક્વોલિટી પર પૂરો કંટ્રોલ રાખવામાં મદદ મળશે.

ફ્લીટમાં હશે ‘10,000 ઇલેક્ટ્રિક કાર’

પોતાની સર્વિસ માટે કંપની VinFast ની ઇલેક્ટ્રિક MPV નો ઉપયોગ કરશે. આ એ જ ગાડી છે, જે તાજેતરમાં જ ભારતમાં લોન્ચ થઈ છે અને તેમાં 60.13 kWh ની બેટરી આપવામાં આવી છે. દિલ્હી-એનસીઆરથી શરૂઆત કર્યા બાદ, કંપની ઉત્તર ભારતના અન્ય શહેરોમાં પોતાનું નેટવર્ક ફેલાવશે.

પ્રથમ ફેઝમાં કંપની પોતાની ફ્લીટ (કાફલા) માં 10,000 ઇલેક્ટ્રિક કાર જોડશે. કંપની અહીં જ નહીં અટકે, ભવિષ્યમાં આશરે 1 લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સને પણ આ સર્વિસ સાથે જોડવાની યોજના છે. વિનગ્રુપ માત્ર ટેક્સી સેવા પૂરતી જ મર્યાદિત રહેવા નથી માંગતી. કંપની ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર અને ઇલેક્ટ્રિક બસના માર્કેટમાં પણ ઉતરવાની તૈયારી કરી રહી છે.

ઇવી ઇકોસિસ્ટમમાં ‘મોટો બદલાવ’

તમિલનાડુમાં પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને વધારવાની સાથે જ કંપની તેલંગાણા અને મહારાષ્ટ્રમાં ઇવી (EV) ચાર્જિંગ નેટવર્ક, ટુરિઝમ અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં મોટા રોકાણનું પ્લાનિંગ કરી રહી છે. આનાથી ભારતના ઇવી ઇકોસિસ્ટમમાં એક મોટો બદલાવ આવવાની અપેક્ષા છે.

AC ચલાવવાથી કારનું માઈલેજ ઘટે છે ? જાણો લિટર પેટ્રોલ પર પડે છે અસર

Breaking News: પંજાબ કિંગ્સે જીત્યો IPL 2026 ફેર પ્લે એવોર્ડ, આ ટીમનું વર્તન સૌથી ખરાબ રહ્યું, જાણો સંપૂર્ણ રેન્કિંગ

સ્કીન કરશે ગ્લો અને વજન પણ રહેશે કંટ્રોલમાં ! બસ રોજ સવારે ખાલી પેટે ખાવાનું શરૂ કરી દો આ 1 નાનું ફળ

કેટરીના કૈફની જગ્યા કોઈ ન લઈ શકે! ‘વેલકમ ટુ ધ જંગલ’ નું નવું ગીત રિલીઝ થતા જ ફેન્સે જૂનું ગીત યાદ કર્યું

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ છેલ્લા કેટલાક સમયથી મોટા પડદાથી દૂર છે પરંતુ તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. આ દરમિયાન, આગામી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ નું ગીત ‘ઊંચા લંબા કદ’ રીલીઝ થઈ ગયું છે અને તેણે ફરી એકવાર દર્શકોને જૂની યાદોમાં ખોવાઈ જવાની તક આપી છે.

ખાસ વાત એ છે કે, ગીતના અંતની એ ક્ષણ કે, જ્યાં અક્ષય કુમાર ખૂબ જ પ્રેમથી કેટરીનાને યાદ કરે છે; તે આ સમયે સોશિયલ મીડિયા પર ચર્ચાનો એક ટ્રેન્ડિંગ વિષય બની ગયો છે.

સોમવારે રીલીઝ થયેલું ગીત ‘Ooncha Lamba Kad’, વર્ષ 2007ની ફિલ્મ Welcome ના પ્રખ્યાત ગીત ‘Ooncha Lamba Kad’ નું એક રીમિક્સ વર્ઝન છે. આ ઓરિજિનલ ગીતમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફની જોડી જોવા મળી હતી. ‘ઊંચા લંબા કદ’ ગીતમાં કેટરીનાના ડાન્સ મૂવ્સ આજે પણ ફેન્સ વચ્ચે ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

નવા વર્ઝનમાં, એક્ટ્રેસ ‘દિશા પટણી’ અક્ષય કુમાર સાથે જોવા મળી રહી છે. દુબઈમાં શૂટ કરાયેલા આ ગીતમાં બંનેએ એક જબરદસ્ત ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું છે. જો કે, ગીતના અંતમાં અક્ષય કુમારે એવું કહીને ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું કે, “કેટરીના, અમે તને મિસ કરીએ છીએ.”

ફેન્સને કેટરીનાની યાદ આવી

જેવું આ ગીત રીલીઝ થયું, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેન્સ તરફથી જાતજાતના રિએક્શન આવવા લાગ્યા. ઘણા લોકોએ આ નવા ગીતના વખાણ કર્યા, તો સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, કેટરીનાની ખોટ સ્પષ્ટપણે અનુભવાઈ. ગીત પર રિએક્શન આપતા એક ફેને કોમેન્ટ કરી, “મને દિશાથી કોઈ સમસ્યા નથી પરંતુ કેટરીનાની જગ્યા કોઈ લઈ શકે નહીં.”

એક અન્ય યુઝરે લખ્યું કે, ગીતનું ઓરિજિનલ વર્ઝન જ સૌથી બેસ્ટ છે. વળી, એક બીજા યુઝરે ટીકા કરતા સવાલ ઉઠાવ્યો કે, શું બોલિવૂડ પાસે હવે નવા આઈડિયા ખતમ થઈ ગયા છે?

‘વેલકમ ટુ ધ જંગલ’ એ ‘વેલકમ’ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. આનું ટાઈટલ ટ્રેક, જે પહેલા જ રીલીઝ થઈ ચૂક્યું છે, તેને દર્શકો તરફથી ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. આ સિવાય, ‘ઘીસ ઘીસ ઘીસ’ અને ‘ઊંચા લંબા કદ’ ગીત પણ ફેન્સ તરફથી ખૂબ જ પ્રશંસા મેળવી રહ્યા છે. આ ફિલ્મ એક્શન, કોમેડી અને સસ્પેન્સનું જબરદસ્ત મિશ્રણ રજૂ કરવાનો વાયદો કરે છે.

Breaking News: જય શાહે આ દેશના ક્રિકેટ બોર્ડ પર કરી કડક કાર્યવાહી, ICC એ અચાનક લગાવ્યો પ્રતિબંધ

ચૂકતા નહીં આ મોકો! ટાટાની કંપની રોકાણકારોને કરવા જઈ રહી છે ‘માલામાલ’, શેર ખરીદવા ઊમટી પડ્યા લોકો

22 ફોન રિકવર, સુરત BRTS બસમાંથી મોબાઇલ ચોરતી ટોળકી ઝડપાઈ, જુઓ Video

સુરત: શહેરમાં વધતી જતી મોબાઈલ ચોરીની ઘટનાઓ, ખાસ કરીને જાહેર પરિવહન સેવાઓ અને ભીડવાળી જગ્યાઓએ મુસાફરો માટે માથાનો દુખાવો બની રહી છે. રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન, આવી ભીડભાડ વાળી જગ્યાઓએ તમારો કિંમતી મોબાઈલ ફોન ક્યારે ગાયબ થઈ જાય તેની ખબર પણ પડતી નથી.

આવા જ એક કિસ્સામાં સુરત શહેરમાં BRTS (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) બસોમાં મુસાફરી કરતા લોકોને નિશાન બનાવતી એક શાતિર મોબાઇલ ચોર ટોળકીનો સુરત પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને પાંચ રીઢા ગુનેગારોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરની BRTS બસોમાં મોબાઇલ ચોરીની ફરિયાદોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો, જેના કારણે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. પોલીસે આ ગુનાખોરી પર લગામ કસવા અને આરોપીઓને ઝડપી પાડવા માટે એક ખાસ યોજના ઘડી હતી. ગુનેગારોને કોઈ શંકા ન જાય તે માટે, પોલીસકર્મીઓએ સાદા ડ્રેસમાં પોતે જ BRTS બસમાં મુસાફરી શરૂ કરી હતી. આ ગુપ્ત ઓપરેશનનો હેતુ ચોરોને રંગે હાથ પકડવાનો હતો.

આ ઓપરેશન દરમિયાન, ઉતરાણ બ્રિજ પાસે પોલીસે પૂર્વયોજિત રીતે વોચ ગોઠવી હતી. પોલીસની સતર્કતા અને ચાંપતી નજરને કારણે, મોબાઇલ ચોરી કરવાના ઇરાદે BRTS રૂટ પર સક્રિય રહેલા પાંચ આરોપીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આ પાંચેય આરોપીઓ ખાસ કરીને BRTS રૂટ પર જ મોબાઇલ ચોરી કરવા માટે સક્રિય રહેતા હતા.

ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે કુલ 22 ચોરાયેલા એન્ડ્રોઇડ ફોન રિકવર કરવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત, ચોરાયેલા મોબાઇલ ફોન સહિત કુલ ₹1,86,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ ટોળકીનો ભોગ બનેલા અનેક મુસાફરોને આ પોલીસ કાર્યવાહીથી રાહત મળી છે.

આ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ઝડપાયેલા પાંચ આરોપીઓમાંથી એક વ્યક્તિ રીઢો ગુનેગાર છે, જેના પર અગાઉ પણ 15 જેટલા મોબાઇલ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે. આ શાતિર ચોર વિવિધ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાંથી મોબાઇલની ચોરી કરતો હતો. તેની ધરપકડથી આવા ગુનાઓ પર અંકુશ મેળવવામાં મદદ મળશે. સુરત પોલીસે આ સફળતાથી જાહેર પરિવહનમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ કાર્યવાહી આવા ગુનેગારો માટે એક કડક સંદેશ છે કે તેઓ કાયદાની પહોંચમાંથી બચી શકશે નહીં.

બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર

Breaking News: ઓનલાઇન દહીં મંગાવવું પડ્યું ભારે! ગ્રાહક પહોંચ્યો હોસ્પિટલ, FSSAI એ Blinkit પાસે માંગ્યો જવાબ

ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI એ ક્વિક કોમર્સ કંપની બ્લિંકિટ (Blinkit) પાસે જવાબ માંગ્યો છે. આ પગલું એક ફરિયાદ મળ્યા બાદ ઉઠાવવામાં આવ્યું છે. એક ગ્રાહકે આરોપ લગાવ્યો છે કે, પ્લેટફોર્મ પરથી મંગાવેલું દહીં ખાધા પછી તેની તબિયત બગડી ગઈ હતી.

ફરિયાદ અનુસાર, ગ્રાહકને અસહ્ય પેટનો દુખાવો અને ઝાડાની સમસ્યા થઈ હતી, જેના કારણે તેને સારવાર લેવી પડી હતી. આ મામલામાં ફરિયાદ સાથે મેડિકલ પ્રિસ્ક્રિપ્શન (દવાની કાપલી) પણ સબમિટ કરવામાં આવી છે. હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કંપની પાસે જવાબ અને એક્શન ટેકન રિપોર્ટ (કરેલી કાર્યવાહીનો અહેવાલ) માંગ્યો છે.

દહીં ખાધા પછી ગ્રાહકની તબિયત બગડી

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી કે, તેણે બ્લિંકિટ એપ પરથી દહીં ઓર્ડર કર્યું હતું. ફરિયાદ મુજબ, દહીં ખાધાના થોડા સમય પછી જ તેની તબિયત લથડી ગઈ હતી. તેને અસહ્ય પેટનો દુખાવો અને ઝાડાની તકલીફ થઈ હતી. હાલત બગડતાં તેને મેડિકલ સહાય લેવી પડી હતી. ગ્રાહકે આ અંગેની લેખિત ફરિયાદ FSSAIને મોકલી હતી.

FSSAI એ બ્લિંકિટ પાસે માંગ્યો જવાબ

પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, FSSAI એ 29 મેના રોજ બ્લિંક કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ (Blink Commerce Pvt Ltd) ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અને કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓને પત્ર મોકલ્યો હતો. આમાં કંપની પાસે આ બાબતે જવાબ માંગવામાં આવ્યો છે. સાથે જ આ સમગ્ર મામલામાં શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ પણ માંગ્યો છે.

પહેલાં પણ મળી ચૂકી છે ‘ઘણી ફરિયાદો’

અહેવાલ અનુસાર, તાજેતરના સમયમાં FSSAI ને બ્લિંકિટ પ્લેટફોર્મને લઈને ઘણી ફરિયાદો મળી છે. આમાં ખરાબ અથવા બગડેલી હાલતમાં ખાદ્ય પદાર્થોની ડિલિવરી કરવાની વાત કહેવામાં આવી છે.

કેટલીક ફરિયાદો સોશિયલ મીડિયા દ્વારા સામે આવી છે, જ્યારે કેટલીક સીધી નોંધાવવામાં આવી હતી. આ પહેલાં પણ ખરાબ ક્વોલિટીના ઇંડાના વેચાણને લઈને કંપની પાસે જવાબ માંગવામાં આવ્યો હતો.

ફૂડ બિઝનેસ ઓપરેટર પર હોય છે ‘જવાબદારી’

ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કોઈપણ ફૂડ બિઝનેસ ઓપરેટરની એ જવાબદારી હોય છે કે, તે ગ્રાહકો સુધી સુરક્ષિત ખાદ્ય પદાર્થો પહોંચાડે. કાયદા મુજબ ખાદ્ય પદાર્થોના મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન), સ્ટોરેજ (સંગ્રહ) અને ડિસ્ટ્રિબ્યુશન (વિતરણ) ની જવાબદારી કંપનીની હોય છે.

FSSAI આ જ નિયમ હેઠળ આ મામલાની તપાસ કરી રહ્યું છે. જો કોઈ પણ પ્રકારની બેદરકારી જણાશે તો આગળની કાર્યવાહી થઈ શકે છે.

Large Cap, Mid Cap કે Small Cap? લાંબાગાળે બમ્પર કમાણી કરવા માટે કયો ઓપ્શન છે ‘સૌથી બેસ્ટ’?

Breaking News: IPL ફાઈનલમાં પહેલીવાર શુભમન ગિલની આવી ખરાબ હાલત થઈ, નબળાઈ ફરી ખુલ્લી પડી

IPL 2026 ના ટાઈટલ મેચમાં ટોસ હારી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ગુજરાત ટાઈટન્સ (GT) ને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે RCB ના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારે તેને આંકડાકીય ભૂલ માનવામાં આવી. જોકે, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે મેચની ત્રીજી ઓવરમાં ગુજરાતના કેપ્ટન અને સ્ટાર ઓપનર શુભમન ગિલને આઉટ કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી.

શુભમન ગિલની નબળાઈ ફરી ખુલ્લી પડી

આ મોટી મેચ શુભમન ગિલ માટે દુઃસ્વપ્ન સાબિત થઈ, જે બેટ્સમેન તરીકે ઓરેન્જ કેપની રેસમાં હતો. તે ન માત્ર સસ્તામાં આઉટ થયો, પરંતુ જોશ હેઝલવુડ સામે તેની જૂની નબળાઈ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ. ગુજરાતની ઇનિંગની ત્રીજી ઓવર ફેંકનાર જોશ હેઝલવુડે તેની ચુસ્ત લાઇન અને લેન્થથી ગિલ પર દબાણ બનાવ્યું. ગિલે ઓવરના બીજા બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેના પર ઉલટું પડ્યું.

 

જોશ હેઝલવુડે ગિલની વિકેટ લીધી

હેઝલવુડે ઓફ-સ્ટમ્પની બહાર એક શોર્ટ પિચ બોલ ફેંકી. ગિલ ક્રીઝની બહાર આવ્યો અને બોલની લાઇન ક્રોસ કરીને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ બેટની ટોચ પર વાગ્યો અને ઉપર ગયો. મિડ-ઓફ પર ઉભેલા RCB કેપ્ટન રજત પાટીદારે જમણી બાજુ દોડીને શાનદાર કેચ પકડ્યો. ગિલ 8 બોલમાં માત્ર 10 રન બનાવીને આઉટ થયો.

 

પહેલીવાર IPL ફાઈનલમાં આટલી ખરાબ હાલત

શુભમન ગિલને મોટા ખેલાડીઓમાંનો એક ખેલાડી માનવામાં આવે છે. તે જેટલી પણ IPL ફાઈનલમાં રમ્યો છે, તેમાં તેણે સતત તેની ટીમ માટે મોટા સ્કોર કર્યા છે. આ પહેલીવાર છે જ્યારે ગિલ આટલા મોટા સ્ટેજ પર 20 રન સુધી પહોંચવામાં નિષ્ફળ ગયો છે. આ પહેલા તે 2021, 2022 અને 2023 ની ફાઈનલમાં રમ્યો હતો. 2021 માં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 51 રન બનાવ્યા, 2022 માં તેણે રાજસ્થાન રોયલ્સ સામે અણનમ 45 રન બનાવ્યા, અને 2023 માં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 39 રન બનાવ્યા હતા.

હેઝલવુડ સામે શુભમન ફરી લાચાર દેખાયો

શુભમન ગિલનો T20 ક્રિકેટમાં જોશ હેઝલવુડ સામેનો સંઘર્ષ ફેમસ છે. આજની વિકેટ સાથે હેઝલવુડે ફરી એકવાર સાબિત કરી દીધું કે તે ગિલ માટે કેમ મોટો ખતરો છે. હેઝલવુડ સામે ગિલે T20 ક્રિકેટમાં 41 બોલમાં માત્ર 59 રન બનાવ્યા છે, જ્યારે ત્રણ વખત તેની વિકેટ ગુમાવી છે. આ દરમિયાન તેની સરેરાશ 19.67 છે અને તેનો સ્ટ્રાઇક રેટ 143.9 છે.

Breaking News: ઈન્ડિયા A ટીમમાં અચાનક ઋતુરાજ ગાયકવાડની એન્ટ્રી, રિયાન પરાગ બહાર

સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર, પાદરીઓ સામે કાર્યવાહી કરવા પર 1001 ડોલરના ઇનામની જાહેરાત

રાજકોટમાં 5 થી 7 જૂન દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા યોજાવા જઈ રહી છે. આ આગમન પહેલા જ અંધશ્રદ્ધા સામે લડતા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ તેમની દિવ્ય શક્તિઓ સામે સવાલ ઉઠાવી પડકાર ફેંક્યો હતો. આ મામલે હવે સુરત જિલ્લા બજરંગ દળના પ્રમુખ જય પટેલ (નાગરાજ) મેદાનમાં આવ્યા છે અને તેમણે વિજ્ઞાન જાથાને ખુલ્લો પડકાર ફેંક્યો છે. જય પટેલે જયંત પંડ્યાને ફોન પર આડે હાથ લીધા હતા.

બજરંગ દળના પ્રમુખે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા પ્રાર્થના સભાઓમાં બીમાર લોકોને સાજા કરવાના ખોટા પ્રચારો કરીને મોટા પાયે ધર્માંતરણ કરાવવામાં આવે છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ પણ કેન્સર મટાડવાના દાવા થાય છે. જો વિજ્ઞાન જાથામાં તાકાત હોય તો તેઓ ત્યાં રૂબરૂ જાય. જય પટેલે જાહેરાત કરી છે કે જો વિજ્ઞાન જાથા પાદરીઓ અને પાસ્ટરો સામે જઈને આવી ચેલેન્જ આપશે, તો તેમની તરફથી વિજ્ઞાન જાથાને 1001 ડોલરનું ઇનામ આપવામાં આવશે. તેમણે અન્ય ધર્મોમાં ચાલતી અંધશ્રદ્ધા પર નજર કરવા માટે ખુલ્લી ચેતવણી આપી છે.

શું નબળું ચોમાસું તમારા ખિસ્સા પર ભારે પડશે? વધતી મોંઘવારીમાં વધુ એક માર માટે રહેજો તૈયાર, આ બેંકના રિપોર્ટે બધાને ચોંકાવ્યા

ચૂકતા નહીં આ મોકો! ટાટાની કંપની રોકાણકારોને કરવા જઈ રહી છે ‘માલામાલ’, શેર ખરીદવા ઊમટી પડ્યા લોકો

Breaking News: RCB vs GT ફાઈનલ માત્ર સંયોગ નથી, 2022 થી IPLની સૌથી સફળ બે ટીમો છે બેંગલુરુ-ગુજરાત

આવી ગઈ તારીખ ! જુલાઈમાં ધમાકો કરવા તૈયાર છે આ ક્વિક ‘કોમર્સ કંપની’, આવી શકે છે ₹11,000 કરોડનો ‘IPO’

ખુરશી બચાવવા માટે ‘AAP’ પ્રમુખે પાર કરી તમામ હદો! કેન્દ્રીય નેતાને આપી IBના નામે ધમકી, આણંદ પોલીસે ભાંડો ફોડ્યો – જુઓ Video

આણંદમાં આમ આદમી પાર્ટી (AAP)ના આંતરિક વિખવાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આણંદ સાયબર ક્રાઈમ પોલીસે વડોદરાના ‘આપ’ના બે દિગ્ગજ નેતાઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા અને બીજા એક નેતા નીતિન ડોબરિયાનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, પક્ષમાં પોતાનું કદ નાનું થઈ જવાના ડરથી શહેર પ્રમુખ અશોક ઓઝાએ એક મોટો કારસો રચ્યો હતો. તેમણે દિલ્હીથી વડોદરા મુકાયેલા ‘આપ’ના કેન્દ્રીય નેતા દુર્ગેશ પાઠકને ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારીના નામે ફેક કોલ કર્યા હતા. પક્ષના જ કેન્દ્રીય નેતાને આ રીતે આઈબીના નામે ધમકાવવા કે દબાણમાં લાવવાના આ આંતરિક વિખવાદના મામલે આણંદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સોર્સના આધારે બંને આરોપીઓને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ આ મુદ્દાને લઈ પોલીસે તપાસ કરતા સમગ્ર ઘટના પાછળ AAPનો આંતરિક કલેહ હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલા દિલ્લીથી AAPના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકને વડોદરા નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાને પક્ષમાં કદ નાનું થવાનો ડર હતો. આથી અશોક ઓઝાએ નીતિન ડોબરિયા દ્વારા આ કોલ કરાવ્યા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બંને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાગળ પર વિકાસ પણ ગામમાં પાણીનું એક ટીપું નહીં, સરકારી અધિકારીઓની ઢીલી નીતિ સામે ગ્રામજનોનો ‘ઉગ્ર આક્રોશ’ – જુઓ Video

 

કાયદાના દુરુપયોગથી કંટાળી પતિ પહોંચ્યો કલેક્ટર કચેરી, પત્નીને ગણાવી લૂંટારી દુલ્હન, ન્યાય નહીં મળે તો…!

સુરતથી એક અત્યંત ચોંકાવનારો અને ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ પોતાની પત્નીના કથિત ત્રાસ અને કાયદાના દુરુપયોગથી પરેશાન થઈને જિલ્લા કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુની માંગ કરી છે. સુરત રહેવાસી કીરીટ પટેલે કલેક્ટરને આવેદનપત્ર આપીને ચેતવણી આપી છે કે જો તેમને આગામી ત્રણ દિવસમાં ન્યાય નહીં મળે, તો તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચશે નહીં.

100 અને 181 નંબરનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ

કીરીટ પટેલે પોતાની પત્ની મનીષા ચૌહાણ પર મહિલા સુરક્ષા માટે બનેલા કાયદાઓનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે પત્ની પહેલા તેમની સાથે ઘરની અંદર મારપીટ કરે છે અને ત્યારબાદ પોલીસ હેલ્પલાઇન નંબર 100 અને મહિલા હેલ્પલાઇન 181 પર કોલ કરીને તેમની વિરુદ્ધ જ ઊલટા ખોટા કેસ નોંધાવી દે છે.

બંનેના આ ત્રીજા લગ્ન, પત્નીને ગણાવી ‘લૂંટારી દુલ્હન’

આ કેસનું ચોંકાવનારુ પાસું એ છે કે કીરીટ અને મનીષા બંનેના આ ત્રીજા લગ્ન છે. કીરીટ પટેલે પત્નીને ‘લૂંટારી દુલ્હન’ ની શ્રેણીમાં ગણાવતા કહ્યું કે, કેટલીક મહિલાઓ લગ્ન પછી ઘરનો સામાન લઈને ભાગી જાય છે, જ્યારે કેટલીક મહિલાઓ કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરીને પતિ અને તેના પરિવારને કોર્ટ-કચેરીના કેસોમાં ફસાવી દે છે, તેમની પત્ની આ બીજી શ્રેણીમાં આવે છે.

‘ન્યાય નહીં મળે તો જીવ આપી દઈશ’

કીરીટ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ પોલીસ કમિશનર કચેરી અને કલેક્ટર ઓફિસના અનેક ચક્કર લગાવી ચૂક્યા છે, પરંતુ તેમને ક્યાંયથી ન્યાય મળ્યો નથી. તેમનો આરોપ છે કે પુરુષોના અધિકારોની રક્ષા માટે દેશમાં કોઈ કડક કાયદો નથી, જેના કારણે સમાજ અને કાયદો હંમેશા મહિલાઓની વાતને જ સાચી માની લે છે. ઇચ્છામૃત્યુની આ માંગ બાદ સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. મીડિયામાં કીરીટ પટેલે દુઃખ સાથે જણાવ્યું કે, “મૃત્યુ કોને ગમે છે? પરંતુ જ્યારે માણસ પાસે કોઈ રસ્તો નથી બચતો, ત્યારે જ તે મોત વિશે વિચારે છે.” કલેક્ટરે તેમને પોલીસ કમિશનર પાસે મોકલ્યા હતા, જ્યાં પણ માત્ર આશ્વાસન મળ્યું પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.

પત્ની અને સાસરી પક્ષ પર લાખો રૂપિયા માંગવાના આક્ષેપો

તેમના લગ્ન 14 નવેમ્બર 2024 ના રોજ મનીષા ચૌહાણ સાથે થયા હતા. હાલ તેમની પત્ની, સાસુ તારાબેન અને સાળો દીપકભાઈ ત્રણેય મળીને તેમને સતત માનસિક રીતે પ્રતાડિત કરી રહ્યા છે. કીરીટ પટેલનો દાવો છે કે તેમનો ફોન વ્યસ્ત આવે તો પણ પત્ની તેમના પર શંકા કરીને પૂછપરછ કરતી હતી. એટલું જ નહીં, પત્નીએ કેસ ખતમ કરવાના બદલામાં તેમની પાસે પાછળથી લાખો રૂપિયાની માંગણી પણ કરી છે. તેમણે ઉમેર્યું કે મનીષા અગાઉના બે લગ્નોમાં પણ આ જ રીતે લાખો રૂપિયા લઈને વિવાદ કરી ચૂકી છે અને તેની વિડીયો રેકોર્ડિંગ પણ તેમની પાસે પુરાવા તરીકે મોજૂદ છે.

પુત્રને જાનથી મારી નાખવાનો પ્રયાસ

પીડિત પતિએ પત્ની પર અત્યંત સનસનાટીભર્યો આરોપ લગાવતા કહ્યું કે, એકવાર પત્ની મનીષાએ તેમની પહેલી પત્નીથી થયેલા પુત્રના મોઢા પર રોટલી ડૂચો આપીને અને ગળું દબાવીને તેને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જો તેઓ છેલ્લી ઘડીએ ત્યાં ન પહોંચ્યા હોત તો પુત્રનો જીવ પણ જઈ શકતો હતો. આ ઘટના બાદ તેઓ પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા ગયા હતા, પરંતુ પોલીસે FIR દાખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો

કીરીટ પટેલના જણાવ્યા મુજબ, ડીસીપી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ શરૂઆતમાં આ મામલે કલમ 307 (હાફ મર્ડર) હેઠળ ગુનો નોંધવાની વાત કહી હતી, પરંતુ આજદિન સુધી કોઈ એક્શન લેવાયા નથી. બીજી તરફ, પત્નીએ તેમની સામે કોર્ટમાં ભરણપોષણ અને ઘરેલું હિંસાનો કેસ પણ કરી દીધો છે. કીરીટભાઈ કહે છે કે તેમને આ કોર્ટ કેસોથી કોઈ વાંધો નથી, પરંતુ તેઓ પોતાના માસૂમ પુત્ર પર થયેલા જીવલેણ હુમલાના મામલામાં ન્યાયિક કાર્યવાહી ઈચ્છે છે.

તેમણે તંત્ર સામે રોષ ઠાલવતા આક્ષેપ કર્યો કે જ્યારે તેઓ ન્યાય માટે ગયા ત્યારે અધિકારીઓએ તેમને એવું પણ કહી દીધું કે, “તમે ભલે બે હજાર માણસો લઈને આવી જાઓ, અમને કોઈનાથી ડર નથી લાગતો.” પોલીસ અને પ્રશાસન સામાન્ય માણસની રજૂઆત ન સાંભળતું હોવાથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું તેમણે જણાવ્યું છે. હાલ આ સમગ્ર મામલો સુરત શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

પાન કાર્ડ અપડેટ: બદલ્યા ઇન્કમ ટેક્સના નિયમો, ટેક્સપેયર્સ માટે શું છે ખાસ ? હવે કયાં પાન કાર્ડ આપવું અને કયા નહીં…

રોકાણકારોના જીવ અધ્ધરરર… સરકાર જૂન-જુલાઈમાં વેચી શકે છે LIC નો 2% હિસ્સો, બ્રોકરેજ હાઉસે આપ્યું મોટું નિવેદન

Breaking News: ભારતીય PMના નિવાસસ્થાને ડ્રોન ઉડાવ્યા… પાકિસ્તાની રાષ્ટ્રપતિએ શરમ વેચી ખાધી, ‘નકટો’ માણસ આટલું જૂઠું કઈ રીતે બોલી શકે?

પાકિસ્તાન કેટલું જૂઠું છે અને ભારતને લઈને કેવા જૂઠાણાં ફેલાવતું રહે છે, તેવો એક વીડિયો વાયરલ થયો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ એવો દાવો કર્યો છે કે, ‘પાકિસ્તાને ભારતના આઠ વિમાનને તોડી પાડ્યા હતા અને ભારતીય વડાપ્રધાનના નિવાસસ્થાન પર ડ્રોન ઉડાવ્યા હતા.’

પાકિસ્તાનનો આ દાવો પોતાના સૈન્ય અપમાનને છુપાવવાનો એક હાસ્યાસ્પદ પ્રયાસ છે, જે હવે દુનિયા સામે આવી ગયો છે. ટૂંકમાં, ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને તેમની આ મનઘડંત વાર્તાઓ હવામાં કાલ્પનિક જીત મેળવવાનો એક હલકો પ્રયાસ માત્ર છે. આનાથી પાકિસ્તાનની ચાલ અને ચરિત્ર બંને ખુલ્લા પડી ગયા છે.

આખરે શું છે વાસ્તવિક હકીકત?

ઓપરેશન સિંદૂર દરમિયા, ભારતે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રને ધ્વસ્ત કરી દીધું હતું અને 9 આતંકી ઠેકાણાં તેમજ નૂર ખાન એરબેઝ (કુલ 11 સૈન્ય ઠેકાણાં) પર જોરદાર હુમલો કર્યો હતો. એવામાં જ્યારે ભારતે 36 કલાકમાં 80 ડ્રોન છોડ્યા, ત્યારે પાકિસ્તાનના પોતાના સૈન્ય સચિવ ખુદ ભૂગર્ભ બંકરમાં છુપાવવા માટે વિનંતી કરી રહ્યા હતા. પાકિસ્તાને કરેલા હુમલાનું જૂઠાણું ત્યારે જ સાબિત થઈ ગયું, જ્યારે આ કથિત હુમલામાં કાટમાળનો કોઈ જ પુરાવો મળ્યો નહોતો.

આમાં જ્યારે ન્યૂઝ એજન્સી CNN દ્વારા આ હુમલાના પુરાવા માંગવામાં આવ્યા, ત્યારે ખ્વાજા આસિફે શરમજનક રીતે કહ્યું કે, “તે ભારતીય સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.” સરળ રીતે જોઈએ તો, આસિફ અલી ઝરદારી કાર્યક્રમમાં મોટી-મોટી ડિંગો હાંકી રહ્યા હતા, જ્યારે સત્ય એ છે કે હુમલા સમયે તેઓ ખુદ બંકરમાં ભરાઈને બેઠા હતા.

કેટલું જૂઠું છે પાકિસ્તાન?

અહેવાલો અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યાં સુધી આ સંઘર્ષ ચાલ્યો, ત્યાં સુધી ઝરદારી ખુદ બંકરમાં છુપાયેલા રહ્યા હતા. હવે જ્યારે આ વાતને એક વર્ષ વીતી ચૂક્યું છે, ત્યારે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ દાવો કર્યો છે કે, “પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન આઠ ભારતીય વિમાનને તોડી પાડ્યા હતા અને ભારતીય વડાપ્રધાનના નિવાસસ્થાન પર ડ્રોન ઉડાવ્યા હતા.” આસિફ અલી ઝરદારી આટલું મોટું જૂઠાણું સહેલાઈથી કેવી રીતે બોલી ગયા? શું તેઓ નશામાં હતા કે પછી ખરેખર તેમનું માનસિક સંતુલન હલી ગયું છે?

Breaking News : વાતચીત વચ્ચે અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો, શું ફરી વધશે તણાવ?

Solar Panel for Home : તમારા ઘર માટે કેટલા kW સોલાર સિસ્ટમ જરૂરી છે ? 

Breaking News: રાજસ્થાને ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ગુજરાત પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL 2026માં આજે સિઝનના ક્વોલિફાયર 2 મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં RRએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, એટલે કે GT આજની મેચમાં પહેલા બોલિંગ કરશે. GT અને RR બંને ટીમ ક્વોલિફાયર 2 જીતી સીધા ફાઈનલમાં પહોંચવા પ્રયાસ કરશે.

રિયાન પરાગે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રિયાન પરાગે કહ્યું કે અમે પહેલા બેટિંગ કરીશું. લગભગ એ જ વિકેટ છે, પણ મને લાગે છે કે બેકએન્ડ પર તે ધીમી પડી જાય છે, અને અમારી પાસે તેના માટે બોલરો છે. 40 ઓવર સુધી વધુ સારું ક્રિકેટ રમવાની જરૂર છે, શ્રેષ્ઠ ટીમ જીતશે. સપોર્ટ સ્ટાફ રિકવરી અને ઇજાઓ અંગે અવિશ્વસનીય રહ્યો છે. અમે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

 

શુભમન ગિલે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે અમે પણ પહેલા બેટિંગ કરવાનું વિચારી રહ્યા હતા. આ વિકેટ પર ચાલીસ ઓવર ક્રિકેટ થઈ ચૂકી છે અને આજે પણ તેમ જ થશે એવી આશા છે. કરો યા મરો મેચ છે અમારી પાસે ગુમાવવા માટે કંઈ જ નથી. અમે એક ફેરફાર કર્યો છે, કુલવંત કેજરોલિયાની જગ્યાએ સાઈ કિશોર રમશે.

 

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકિપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, યશ રાજ પુંજા.

ઈમ્પેક્ટ સબ્સ: શુભમ દુબે, સુશાંત મિશ્રા, અમન રાવ પેરાલા, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે.

 

ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકિપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, આર સાઈ કિશોર, કાગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.

ઈમ્પેક્ટ સબ્સ: રાહુલ તેવટિયા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગરા, અરશદ ખાન.

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાને હેરાન કરનારા ચાર લોકો કોણ હતા ? હવે MIની કમાન કોણ સંભાળશે ?

વર્ષ 2027 માં સોનું સસ્તું થશે કે વધારે મોંઘું ? માર્કેટના આ નવા આંકડાએ ઉડાવી દીધી બધાની ઊંઘ, જાણો અંદરની વાત…

Breaking News : શાળાઓ ખુલતાની સાથે જ સ્કૂલ વાહનોના ભાડા વધશે, વાલીઓનું બજેટ ખોરવાશે

રાજકોટ શહેરમાં નવી શૈક્ષણિક સત્રની શરૂઆત થાય તે પહેલાં જ વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. માર્કેટમાં દરેક ચીજવસ્તુઓના ભાવ વધવાની સાથે-સાથે પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં થયેલા સતત વધારાને પગલે રાજકોટ સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા ભાડામાં 10 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ નિર્ણય અંતર્ગત સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોએ પ્રતિ વિદ્યાર્થી માસિક ભાડામાં ₹150નો વધારો ઝીંક્યો છે. આ ભાવ વધારા બાદ, અગાઉ જે ભાડું ₹1200 હતું, તે હવે વધીને ₹1350 થી ₹1400 સુધી પહોંચી ગયું છે. આગામી 8 જૂનથી શાળાઓ ખુલતાની સાથે જ આ નવો ભાવ વધારો સત્તાવાર રીતે લાગુ કરી દેવામાં આવશે, જેના કારણે મોંઘવારીના આ યુગમાં વાલીઓના માસિક બજેટ પર મોટો આર્થિક ફટકો પડશે.

વિકાસના કાર્યોમાં ‘લૂંટ’ ક્યાં સુધી ? ₹1 કરોડથી વધુના ચેકડેમ કામમાં ‘મોટો ખેલ’, ભ્રષ્ટાચારની પોલ ખોલવા ગાંધીનગરની ટીમ મેદાને – જુઓ Video

અમદાવાદમાં ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video

Breaking News: સચિન, ધોની, વિરાટ ? … 15 વર્ષની ઉંમરે IPLમાં ધમાલ મચાવનાર વૈભવ સૂર્યવંશી કોને માને છે પોતાનો આદર્શ?

 

Breaking News: 15 વર્ષની ઉંમરે IPLમાં ધમાલ મચાવનાર વૈભવ સૂર્યવંશી કોને માને છે પોતાનો આદર્શ?, વાંચવા માટે અહીં ક્લિક કરો

સ્માર્ટ ટીવીને ઓફ કર્ચા પછી પણ લાલ લાઈટ કેમ શરૂ રહે છે? મોટાભાગના લોકો કંપનીની આ ચાલાકી થી હોય છે અજાણ

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Breaking News: RCB ફરી બનશે IPL ચેમ્પિયન! ક્વોલિફાયર-1 ની જીત આપી રહી છે મોટા સંકેત

 

સોલાર પેનલ લગાવવા વાળા લોકો માટે 1 જૂનથી નવા નિયમો લાગુ

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Breaking News: ગુજરાતને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2026 ફાઈનલમાં પહોંચ્યું, 3 બોલમાં 2 ભૂલોને કારણે GT હારી ગયું

 

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સેવિંગ્સ એકાઉન્ટને ભૂલી જાઓ ! આજના યુગ પ્રમાણે જાણો કયું સુરક્ષિત એકાઉન્ટ આપશે બમણું વળતર

Breaking News: IPL 2026 ક્વોલિફાયર-1 માં RCB vs GT મેચમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે જામશે જંગ!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News: 10 વર્ષની માસૂમનો રેપ અને મર્ડર થયું… તોય મહિલા IPS નિર્લજ્જની જેમ હસી રહી છે, ઓફિસરનો વીડિયો જોઈ લોકો થયા ‘લાલચોળ’

તમિલનાડુની એક વરિષ્ઠ મહિલા પોલીસ અધિકારી વિવાદોમાં ઘેરાઈ છે. વાત એમ છે કે, કોઈમ્બતુરમાં એક બાળકીના બળાત્કાર-હત્યા કેસ પર મીડિયાને સંબોધિત કરતા પહેલાં તેના હસવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોના કારણે લોકોમાં ભારે આક્રોશ અને ટીકાઓનું વાતાવરણ સર્જાયું છે.

પોલીસ મહાનિરીક્ષક (Inspector General of Police- વેસ્ટ ઝોન) આર.વી. રમ્યા ભારતી ત્યારે ટીકાના ઘેરામાં આવી, જ્યારે એક બાળકીના જાતીય સતામણી અને હત્યા અંગે પ્રેસ બ્રીફિંગ પહેલાં રેકોર્ડ કરાયેલ વીડિયો ઓનલાઈન વ્યાપકપણે ફરતો થયો.

વીડિયોમાં આ અધિકારી પત્રકારો સાથે સંવેદનશીલ કેસ વિશે વાત કરતા પહેલાં હસતા અને સહજતાથી વાતચીત કરતા જોવા મળી રહી છે. આ ફૂટેજ પર તીખી પ્રતિક્રિયાઓ આવી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તમિલનાડુને હચમચાવી દેનારા આ ગુનાની ગંભીરતાને જોતાં તેની કથિત અસંવેદનશીલતા પર સવાલો ઉઠાવ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, “આખું રાજ્ય એક બાળકીની ઘાતકી હત્યા પર શોક મનાવી રહ્યું છે અને વરિષ્ઠ અધિકારી બ્રીફિંગ પહેલાં હસતા જોવા મળી.” આ પ્રતિક્રિયા ઓનલાઇન વ્યાપકપણે શેર થઈ રહેલી લોકોની સંવેદનાઓને દર્શાવે છે.

ટીવીકે (TVK) સરકાર સામે વિરોધ પ્રદર્શન

કોઈમ્બતુર નજીક સુલુરમાં 10 વર્ષની બાળકીના અપહરણ, જાતીય શોષણ અને હત્યાને લઈને રાજ્યવ્યાપી આક્રોશ વચ્ચે આ વિવાદ સામે આવ્યો છે. આ મામલાએ સત્તાધારી ટીવીકે (TVK) સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો અને રાજકીય હુમલાઓને જન્મ આપ્યો છે.

આ વિવાદ એ દિવસે સામે આવ્યો હતો, જ્યારે તમિલનાડુના ઉદ્યોગ મંત્રી એસ. કીર્થનાને પણ અલગ વીડિયો બાદ ટીકાનો સામનો કરવો પડ્યો હતો, જેમાં તેઓ આ મામલે મીડિયા સાથે વાત કરતી વખતે હસતા જોવા મળ્યા હતા.

કીર્તના સાથે જોડાયેલો વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે એક સત્તાવાર બેઠક બાદ હત્યા વિશે પૂછવામાં આવતા તેમણે પત્રકારોને કહ્યું કે, તેઓ માત્ર “વહીવટી પ્રશ્નો”ના જ જવાબ આપશે.

ભાજપના નેતાઓએ મંત્રી પર “અસંવેદનશીલતા” દર્શાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, હત્યા સંબંધિત પ્રશ્નોના જવાબ આપતી વખતે તેમનું વર્તન અસ્વીકાર્ય લાગતું હતું.

મંત્રી અને સરકારની સ્પષ્ટતા

આલોચનાઓનો સામનો કરતા કીર્તનાએ પાછળથી સ્પષ્ટતા જાહેર કરતા કહ્યું કે, રાજકીય કારણોસર તેમની બોડી લેંગ્વેજ (શારીરિક હાવભાવ)ને “ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે અને જાણીજોઈને તોડી-મરોડીને પેશ કરવામાં આવી રહી છે”. તેમણે ઉમેર્યું કે, વાતચીતના અંતે આવેલું હાસ્ય સ્વાભાવિક હતું અને તેનો આ ગુના કે પત્રકારોના સવાલો સાથે કોઈ સંબંધ નહોતો.

આ વિવાદોએ સરકાર અને વરિષ્ઠ અધિકારીઓ પર તપાસનું દબાણ વધારી દીધું છે, એ પણ એવા સમયે જ્યારે આ હત્યા કેસને લઈને જનતાનો ગુસ્સો હજુ પણ ચરમસીમાએ છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે તાત્કાલિક પગલાં લેવા અને ઝડપી તપાસની ખાતરી આપી છે, જ્યારે પોલીસે આ ગુનાના સંબંધમાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

જો કે, પોલીસ મહાનિરીક્ષક સાથે જોડાયેલા વાયરલ વીડિયોના સંબંધમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.

સિસ્ટમ સામે સણસણતા સવાલો

આ કાળજું કંપાવી દેનારી ઘટના બાદ જનતા સિસ્ટમ સામે સણસણતા સવાલો પૂછી રહી છે. સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને એક જ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે, શું 10 વર્ષની માસૂમ બાળકીનો રેપ એ કોઈ રમત છે?

મીડિયા સામે હસતી આ મહિલા IPS ની અસલી જવાબદારી શું છે? પીડિત પરિવારને ન્યાય આપવાની કે કેમેરા સામે આવી બેશરમીથી હસવાની? જનતાના આ આકરા સવાલોનો જવાબ આખરે કોણ આપશે અને આ પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે?

Breaking News : એક્ટરમાંથી મુખ્યમંત્રી બનેલા વિજય થલાપતિ નીકળ્યા આતંકવાદીઓના કટ્ટર સમર્થક ! એક વીડિયોએ ખોલ્યા રહસ્યો, જુઓ

Breaking News: રાજસ્થાન રોયલ્સ મેચ રમ્યા વિના જ IPL 2026 માંથી બહાર ફેંકાઈ જશે ! જાણો શું છે એલિમિનેટરનો નિયમ

IPL 2026 હવે તેના રોમાંચક તબક્કામાં પહોંચી ગયું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એલિમિનેટર મેચ 27 મેના રોજ મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. સાંજે 7:30 વાગ્યે શરૂ થનારી આ મેચ બંને ટીમો માટે કરો યા મરો મેચ છે. વિજેતા ટીમ ફાઈનલમાં પહોંચવાના પોતાના સ્વપ્નને જીવંત રાખવા માટે સીધી ક્વોલિફાયર 2 માં આગળ વધશે, જ્યારે હારનારી ટીમની IPL 2026 માં સફર ત્યાં જ સમાપ્ત થશે.

એલિમિનેટર મેચ માટે IPLનો નિયમ

ક્રિકેટ ચાહકો આ મહત્વપૂર્ણ મેચમાં જોરદાર ટક્કરની અપેક્ષા રાખી રહ્યા છે. જોકે, વરસાદ અને ખરાબ હવામાન ઘણીવાર મજા બગાડી શકે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે: જો આ એલિમિનેટર મેચ ભારે વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર રદ કરવામાં આવે તો શું થશે? આ પ્રશ્નનો જવાબ સત્તાવાર IPL નિયમોમાં સ્પષ્ટપણે લખાયેલો છે, જેના કારણે એક ટીમ મેચ રમ્યા વિના જ બહાર ફેંકાઈ જશે.

એલિમિનેટર મેચ માટે રિઝર્વ ડે નથી

જો એલિમિનેટર મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય અને એક પણ બોલ ફેંકવામાં ન આવે, તો કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આવા કિસ્સામાં, મેચ રદ ગણવામાં આવશે. IPL રમવાની પરિસ્થિતિઓ અનુસાર, લીગ સ્ટેજ પોઈન્ટ ટેબલમાં સારી સ્થિતિ ધરાવતી ટીમને ફાયદો થશે.

મેચ રદ થાય તો રાજસ્થાન બહાર

સનરાઈઝર્સ હૈદરાબાદ લીગ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય થયું, જ્યારે રાજસ્થાન રોયલ્સ ચોથા સ્થાને રહ્યું. તેથી, જો મેચ રદ થાય છે, તો સનરાઈઝર્સ હૈદરાબાદ સીધા ક્વોલિફાયર 2 માં આગળ વધશે, અને રાજસ્થાન રોયલ્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

ઓછામાં ઓછી કેટલી ઓવર રમવી જરૂરી?

એલિમિનેટર મેચમાં પરિણામ નક્કી કરવા માટે ઓછામાં ઓછી 5 ઓવર રમવી આવશ્યક છે. મોટી મેચોમાં અમ્પાયરોનું પ્રાથમિક લક્ષ્ય મેચનું પરિણામ નક્કી કરવાનું હોય છે. જો બંને ટીમો ઓછામાં ઓછી 5 ઓવર રમે છે, તો અમ્પાયરો વિજેતા નક્કી કરવા માટે ડકવર્થ-લુઈસ પદ્ધતિનો ઉપયોગ કરશે. જો કે, જો કોઈપણ ટીમ 5 ઓવરથી ઓછી ઓવર રમે છે, તો મેચ રદ ગણવામાં આવશે.

 

કઈ ટીમનો હાથ ઉપર છે?

IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ 23 વખત એકબીજા સામે ટકરાયા છે. જેમાં SRH એ 14 મેચ જીતી છે, જ્યારે RR ફક્ત 9 મેચ જીતી શક્યું છે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ ત્રીજો મુલાબલો હશે અને સનરાઈઝર્સ હૈદરાબાદ અગાઉની બંને મેચ જીતી ચૂક્યું છે. તેથી, આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો હાથ ઉપર રહેશે. જોકે, રાજસ્થાન રોયલ્સ હળવાશથી ન લઈ શકાય.

Breaking News: IPL 2026 ક્વોલિફાયર-1 માં RCB vs GT મેચમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે જામશે જંગ!

માન્યમાં નહીં આવે પણ સાચુ છે, એક જ વાસણમાં એક સાથે બનાવ્યા મેગી, ભજીયા અને ચા, જુઓ Video

Solar Panel New Rule : સોલાર પેનલ લગાવવા વાળા લોકો માટે 1 જૂનથી નવા નિયમો લાગુ, જાણી લો

જો તમે તમારા ઘરે સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો અથવા પહેલેથી જ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે, તો તમારા માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકાર 1 જૂન, 2026થી સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટે નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. આ નવા નિયમો હેઠળ હવે સોલાર પેનલ સાથે તેમાં ઉપયોગમાં લેવાતા સોલાર સેલ્સ પણ સરકાર દ્વારા મંજૂર કરાયેલી યાદીમાં સામેલ હોવા જરૂરી રહેશે.

સરકાર દ્વારા લાગુ થનારા આ નિયમોનો મુખ્ય હેતુ દેશમાં સ્થાનિક સોલાર ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને વિદેશી આયાત, ખાસ કરીને ચીન પરની નિર્ભરતા ઘટાડવાનો છે. જોકે, નવા નિયમો લાગુ થયા બાદ કેટલીક સોલાર સિસ્ટમોની કિંમતમાં વધારો થઈ શકે છે અને સબસિડી તેમજ નેટ મીટરિંગ માટે વધુ નિયમોનું પાલન કરવું પડશે.

શું છે ALM નો નવો નિયમ?

સરકાર દ્વારા લાગુ કરવામાં આવતો આ નિયમ ALM એટલે કે Approved List of Models તરીકે ઓળખાય છે. અત્યાર સુધી સરકાર ફક્ત સોલાર મોડ્યુલની મંજૂરી આપતી હતી, પરંતુ હવે 1 જૂન, 2026થી સોલાર પેનલમાં વપરાતા સોલાર સેલ્સ પણ સરકારની મંજૂર યાદીમાં હોવા ફરજિયાત રહેશે.

આ નિયમ ખાસ કરીને સરકારી સબસિડી યોજનાઓ, નેટ મીટરિંગ અને મોટા સોલાર પ્રોજેક્ટ્સ માટે લાગુ પડશે. આથી ગુણવત્તામાં સુધારો થશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને પણ મજબૂતી મળશે.

સોલાર સિસ્ટમ કેટલી મોંઘી થઈ શકે?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નવા ALM નિયમોના કારણે સોલાર પેનલના ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે. અંદાજ મુજબ 1 કિલોવોટ સિસ્ટમમાં લગભગ ₹3,000 સુધી, 2 કિલોવોટમાં ₹6,000 સુધી અને 3 કિલોવોટ સિસ્ટમમાં ₹9,000 સુધીનો વધારો જોવા મળી શકે છે.

જો બજારમાં પુરવઠાની અછત સર્જાય તો કિંમતમાં વધુ વધારો થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. જોકે, દરેક ગ્રાહક માટે આ અસર સમાન નહીં હોય. ખાસ કરીને જેમને સબસિડી અથવા નેટ મીટરિંગની જરૂર નથી, તેમના માટે મોટા ફેરફાર જોવા નહીં મળે.

સબસિડી બંધ થશે?

સોશિયલ મીડિયા પર સોલાર સબસિડી બંધ થવાની અફવાઓ ચાલી રહી છે, પરંતુ હકીકતમાં એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સબસિડી યથાવત રહેશે.

હાલમાં સરકાર દ્વારા 1 kW માટે ₹30,000, 2 kW માટે ₹60,000 અને 3 kW સુધીની સિસ્ટમ માટે ₹78,000 સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. કેટલાક રાજ્યોમાં વધારાની સબસિડીનો લાભ પણ મળી રહ્યો છે. જોકે, સબસિડી મેળવવા માટે યોગ્ય દસ્તાવેજીકરણ, નિરીક્ષણ અને સરકાર દ્વારા નક્કી કરેલી પ્રક્રિયાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે.

સોલાર ઇન્સ્ટોલેશન માટે બે વિકલ્પ

  • સબસિડી રૂટ

આ વિકલ્પ ખાસ કરીને એવા ઘરમાલિકો માટે યોગ્ય છે, જે પોતાના વીજળી બિલમાં ઘટાડો કરવા માંગે છે. આ માટે ઓન-ગ્રીડ અથવા હાઇબ્રિડ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી પડે છે. તેમાં સરકાર તરફથી સબસિડીનો લાભ મળે છે, પરંતુ સાથે વધુ કાગળકામ અને નિયમોનું પાલન કરવું પડે છે.

  • ફ્રીડમ રૂટ

આ વિકલ્પમાં કોઈ સબસિડી મળતી નથી, પરંતુ ગ્રાહકોને નવીનતમ ટેકનોલોજીનો લાભ મળે છે. તેમાં HJT પેનલ, લિથિયમ બેટરી અને હાઇબ્રિડ ઇન્વર્ટર જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. જો તમને વીજ પુરવઠા બંધ થતી વખતે બેકઅપની જરૂર હોય અથવા ઓફ-ગ્રીડ સિસ્ટમ ઇચ્છતા હો, તો આ વિકલ્પ વધુ યોગ્ય ગણાય છે.

ગ્રાહકો માટે શું છે યોગ્ય નિર્ણય?

1 જૂન, 2026 પછી સબસિડી આધારિત સોલાર સિસ્ટમ માટે વધુ નિયમોનું પાલન કરવું પડશે. જો તમારો મુખ્ય હેતુ વીજળી બિલમાં બચત કરવાનો હોય અને તમે કાગળકામ માટે તૈયાર હો, તો સબસિડી રૂટ સારો વિકલ્પ બની શકે છે.

બીજી તરફ, જો તમને આધુનિક ટેકનોલોજી, લાંબા ગાળાનો લાભ અને પાવર બેકઅપ જેવી સુવિધાઓ જોઈએ છે, તો ફ્રીડમ રૂટ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરતા પહેલા કોઈપણ નિર્ણય ઉતાવળમાં ન લો. તમારી જરૂરિયાત, બજેટ અને વીજળીના ઉપયોગને ધ્યાનમાં રાખીને જ યોગ્ય વિકલ્પ પસંદ કરો. સાથે જ વિશ્વસનીય અને અનુભવી સોલાર વિક્રેતાથી સંપૂર્ણ માહિતી મેળવીને આગળ વધવું વધુ સુરક્ષિત રહેશે.

Flexible solar cells : વૈજ્ઞાનિકોએ તૈયાર કરી વાળથી પણ પાતળી સોલાર પેનલ

પોકેટ મની બચાવવાનો બેસ્ટ રસ્તો, દેશની આ 5 મોટી બેંકો બાળકો માટે ખોલી રહી છે ખાસ ‘ઝીરો બેલેન્સ’ ખાતા

Breaking News : અમદાવાદની મેડિકલ કોલેજ હોસ્ટેલમાં દારૂ પાર્ટી ! વિદ્યાર્થીઓના શોષણના આરોપો, જુઓ Video

અમદાવાદની જાણીતી એએમસી સંચાલિત એનએચએલ મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજની હોસ્ટેલમાં દારૂની મહેફિલ અને નશીલા પદાર્થોના સપ્લાય અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના પગલે ખળભળાટ મચી ગયો છે. ABVPએ આ અંગેનો એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં હોસ્ટેલ પરિસરમાં દારૂની ખાલી બોટલો અને મહેફિલનો માહોલ દેખાય છે.

ABVPના આક્ષેપો અનુસાર, હોસ્ટેલના રેક્ટર દારૂના સપ્લાયમાં સીધી રીતે સંકળાયેલા છે. આ ઉપરાંત, બહારના વિદ્યાર્થીઓને હોસ્ટેલના રૂમમાં ગેરકાયદેસર રીતે રહેવા દેવા માટે પૈસા લેવામાં આવે છે. સિક્યોરિટી એજન્સી પર પણ પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે માદક દ્રવ્યો અને દારૂ હોસ્ટેલમાં લઈ જવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ABVPએ એવો પણ આક્ષેપ કર્યો છે કે હોસ્ટેલમાં રહેતા જૂના વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું નિયમિતપણે રેગિંગ કરવામાં આવે છે, જેના કારણે જુનિયર વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

આ સમગ્ર મામલાને પગલે ABVPના કાર્યકર્તાઓ NHL મેડિકલ કોલેજ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરવાનું કામ અહીંના રેક્ટર અને વોર્ડન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ABVPએ સ્પષ્ટપણે માંગ કરી છે કે આ સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા તમામ જવાબદારો, જેમાં રેક્ટર, વોર્ડન અને ડીનનો સમાવેશ થાય છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

બીજી તરફ, NHL મેડિકલ કોલેજ તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. કોલેજના અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમને અત્યાર સુધી દારૂની મહેફિલ કે અન્ય ગેરરીતિઓ અંગે કોઈ લેખિત, મૌખિક કે ડિજિટલ સિસ્ટમ દ્વારા ફરિયાદ મળેલી નથી. અધિકારીએ ખાલી બોટલો કે ક્યાંથી મળી તે અંગે કોઈ ચોક્કસ માહિતી ન હોવાનું પણ જણાવ્યું હતું અને રેક્ટર કે સિક્યુરિટી અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, કોલેજે સ્વીકાર્યું છે કે તેમણે આ સંદર્ભમાં એક તપાસ સમિતિની રચના કરી છે અને તેની કાર્યવાહી પ્રગતિમાં છે.

ABVPએ તપાસ સમિતિને નક્કર પુરાવા, જેમાં વીડિયો ફૂટેજ અને અન્ય દસ્તાવેજોનો સમાવેશ થાય છે, સુપરત કર્યા હોવાનો દાવો કર્યો છે. આ ગંભીર આક્ષેપોને કારણે કોલેજની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે અને તપાસના અંતે શું બહાર આવે છે તે જોવું રહ્યું.

ક્રિકેટ વચ્ચે ગુજરાતમાં ફૂટબૉલને નવી ઓળખ અપાવવાનો પ્રયાસ

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

ગોલ્ડ અને સિલ્વર ETFમાં બમ્પર રેલી ! ક્યાં થઈ સૌથી વધુ કમાણી અને હવે ક્યાં છે ‘મોટી તક’?

Breaking News : શુભમન ગિલના નિશાના પર વૈભવ સૂર્યવંશી, GT ના 3 ખેલાડીઓ પાસે ઓરેન્જ-પર્પલ કેપ જીતવાની ગોલ્ડન તક

 

Breaking News : મોંઘવારીને માત આપવા યોજના તૈયાર, Middle East સંકટ વચ્ચે ભારતની મોટી તૈયારી, જાણો

કેન્દ્રીય નાણામંત્રી Nirmala Sitharaman એ મધ્ય પૂર્વમાં ચાલી રહેલી કટોકટી વચ્ચે ભારત માટે ઇંધણ, ખાતર અને ફોરેક્સ એટલે કે ‘3Fs’ પર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મુંબઈમાં Small Industries Development Bank of India ના 37મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં દેશે વધુ સાવચેત અને સંતુલિત આર્થિક અભિગમ અપનાવવાની જરૂર છે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન Narendra Modi દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ઇંધણ બચાવવાની અપીલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો દેશની આર્થિક સ્થિતિને લઈને નિરાશાવાદ ફેલાવી રહ્યા છે, પરંતુ હકીકતમાં ભારતનું સ્થાનિક અર્થતંત્ર હજુ પણ મજબૂત અને સ્થિર છે. લોકોમાં ભય ફેલાવવાને બદલે વિશ્વાસ જાળવવો વધુ જરૂરી છે.

દેશના બાહ્ય આર્થિક ક્ષેત્ર પર દબાણ

સીતારમણે જણાવ્યું હતું કે ડીઝલ અને પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાના કારણે સરકારને અંદાજે ₹1 લાખ કરોડનું મહેસૂલ નુકસાન સહન કરવું પડશે. સાથે જ ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ખાતરના ખર્ચમાં વધારો સરકાર માટે મોટો પડકાર બની રહ્યો છે. તેમણે કહ્યું કે સોનાના સતત વધી રહેલા ભાવ પણ દેશના બાહ્ય આર્થિક ક્ષેત્ર પર દબાણ ઉભું કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ઇંધણ, ખાતર અને ફોરેક્સ જેવા ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી બની ગયું છે. તેમના મતે, સરકારનો પ્રયાસ એવો છે કે વિકાસની ગતિ જળવાઈ રહે અને સાથે સાથે અર્થતંત્ર પર વધતા વૈશ્વિક દબાણનો પણ સંતુલિત રીતે સામનો કરી શકાય.

અનાવશ્યક નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ – નાણામંત્રી

નાણામંત્રીએ કેટલાક વર્ગો પર દેશની આર્થિક સ્થિતિ અંગે ભ્રમ ફેલાવવાનો આક્ષેપ પણ કર્યો. તેમણે કહ્યું કે દેશની સકારાત્મક સિદ્ધિઓ અને લોકો દ્વારા કરવામાં આવતું સારા કામ અવગણવામાં આવી રહ્યું છે, જ્યારે અનાવશ્યક નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત હાલ કોઈ ગંભીર આંતરિક આર્થિક સંકટમાં નથી અને દેશની સ્થાનિક પરિસ્થિતિ મજબૂત છે.

આ ઉપરાંત, તેમણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે MSMEs સામે ઉભી થયેલી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો. સીતારમણે જણાવ્યું કે MSMEsને અંદાજે ₹8.1 લાખ કરોડની બાકી ચૂકવણી મળવાની બાકી છે, જેના કારણે તેમની કાર્યકારી મૂડી અને વિકાસ પ્રભાવિત થઈ રહ્યા છે. તેમણે જાહેર ક્ષેત્રની સંસ્થાઓને 45 દિવસની સમયમર્યાદા બાદ MSMEsને ચૂકવણીમાં વિલંબ ન કરવા અપીલ કરી.

LIC ની મોટી જાહેરાત, 1 શેર પર મળશે 1 શેર મફત.. જાણો વિગત

Disclaimer: અહીં આપેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી. આના માટે કોઈ નિષ્ણાતની સલાહ જરૂર લો.

2 લાખને પાર પહોંચશે ’10 ગ્રામ સોનું’! વૈશ્વિક યુદ્ધ વચ્ચે થઈ ગઈ સૌથી ‘મોટી ભવિષ્યવાણી’, શું હવે નવો ઈતિહાસ રચાશે?

તમને આ ખબર છે? ખોરાકના ફોટા કેમ ન લેવા જોઈએ, Food Selfie ન લેવાના ધાર્મિક કારણો અને ગેરફાયદા જાણો

Food Selfie: ભોજનને માતા અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે, જે ભગવાન શિવની પત્ની દેવી પાર્વતીનું સ્વરૂપ છે. ઉપનિષદોમાં, ભોજનને “બ્રહ્મ” માનવામાં આવે છે. કારણ કે તે શરીરને ઉર્જા અને આત્માને ટકાવી રાખવાની અનન્ય શક્તિ પ્રદાન કરે છે. તેથી, ખોરાકનો અનાદર કરવો એ એક ગંભીર પાપ માનવામાં આવે છે, જે જીવનભર વિવિધ મુશ્કેલીઓનો સામનો કરે છે. વધુમાં, પ્રાચીન શાસ્ત્રો પણ ભોજન પહેલાં સેલ્ફી લેવા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો પોસ્ટ કરવાની મનાઈ ફરમાવે છે.

અહીં તમે શીખી શકશો કે તમારે ખોરાકનો સેલ્ફી કેમ ન લેવો જોઈએ અને શા માટે તમારે તેને કોઈપણ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવાનું ટાળવું જોઈએ.

ખોરાકનું મહત્વ

સનાતન ધર્મ અને વૈદિક જ્યોતિષમાં ભોજન પહેલાં સેલ્ફી લેવી વર્જિત માનવામાં આવે છે. ભોજનને બ્રહ્મા અને માતા અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી ભોજનનો હંમેશા આદર કરવામાં આવે છે. ખોરાકનો બગાડ ન કરવાની પણ સલાહ આપવામાં આવે છે, નહીં તો જીવનમાં કોઈક સમયે ખોરાકની અછતનો સામનો કરવો પડશે.

ભોજન પહેલાં સેલ્ફી લેવાના ગેરફાયદા

શાસ્ત્રો અનુસાર, ખોરાકનો ફોટો લેવાથી અથવા સોશિયલ મીડિયા પર સેલ્ફી શેર કરવાથી ખોરાકનો અનાદર થાય છે, જેના કારણે ઘરમાં સમૃદ્ધિનો અભાવ રહે છે અને પરિવારના સભ્યો માટે તકલીફો ઉભી થાય છે.

એવું માનવામાં આવે છે કે જ્યારે તમે ખોરાકને સજાવો છો, તેના ફોટા લો છો અને તેને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરો છો, ત્યારે તે ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે, જેના કારણે ખરાબ નજર પડે છે. આવી સ્થિતિમાં, ખોરાક સકારાત્મક ઉર્જા પ્રદાન કરતું નથી, પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે.

જમતા પહેલા શું કરવું?

ખાતા પહેલા ભૂલથી પણ તમારા મોબાઇલ ફોનને સ્પર્શ કરશો નહીં. હકીકતમાં, ફોનમાં નકારાત્મક ઉર્જા અને ઘણા બધા બેક્ટેરિયા હોય છે, જે ખોરાકમાં પણ ટ્રાન્સફર થઈ શકે છે. તેથી ખાતી વખતે શુદ્ધતા જાળવી રાખો અને તમારા મોબાઇલ ફોનથી દૂર રહો. ઉપરાંત, ખાતા પહેલા સેલ્ફી લેવાને બદલે, ખોરાક પૂરો પાડવા બદલ ભગવાનનો હાથ જોડીને આભાર માનો.

Astrology Remedies: રત્ન પહેર્યા વિના પણ કુંડળીના બધા દોષ દૂર થઈ જશે, ફક્ત આ સરળ જ્યોતિષીય ઉપાયો નોંધી લો

નાના શહેરો માટે સરકારનો મોટો પ્લાન, આ રાજ્યો સહિત ગુજરાતમાં ઊભા કરાશે 56 નવા EV ચાર્જિંગ સ્ટેશન!

Knowledge: નારિયેળની અંદર પાણી આવે છે ક્યાંથી? જાણો પ્રકૃતિના આ અદ્ભુત ‘નેચરલ બાયો બોટલ’નું વિજ્ઞાન

ગરમીમાં ઠંડુ નારિયેળ પાણી પીતા ઘણા લોકોના મનમાં એક રસપ્રદ સવાલ આવે છે કે આખરે નારિયેળની અંદર આટલું શુદ્ધ પાણી આવે ક્યાંથી? બહારથી સંપૂર્ણ બંધ દેખાતું નારિયેળ અંદરથી પાણીથી ભરેલું કેવી રીતે હોય છે? તેનો જવાબ પ્રકૃતિના એક અદ્ભુત વૈજ્ઞાનિક ચમત્કારમાં છુપાયેલો છે.

છોડ માટેનો સંગ્રહિત પ્રવાહી ખોરાક છે

હકીકતમાં, નારિયેળ સામાન્ય ફળ નથી, પરંતુ એક વિશાળ બીજ છે. તેની અંદર એક નાનો ભ્રૂણ હોય છે, જે આગળ જઈને નારિયેળનું ઝાડ બને છે. નારિયેળની અંદર જે પાણી હોય છે, તેને વૈજ્ઞાનિક ભાષામાં લિક્વિડ એન્ડોસ્પર્મ કહેવામાં આવે છે. આ ભવિષ્યના છોડ માટેનો સંગ્રહિત પ્રવાહી ખોરાક છે.

પારદર્શક પોષક પ્રવાહી હોય છે

નારિયેળનું ઝાડ તેની મૂળ દ્વારા જમીનમાંથી પાણી સાથે ખનિજો, કુદરતી શર્કરા અને અન્ય પોષક તત્વો શોષે છે. ત્યારબાદ ઝાડની અંદરની વાસ્ક્યુલર સિસ્ટમ આ પોષક તત્વોને વિકસતા નારિયેળ સુધી પહોંચાડે છે. શરૂઆતમાં નારિયેળની અંદરનો મોટાભાગનો ભાગ આ પારદર્શક પોષક પ્રવાહીથી ભરેલો હોય છે અને એ જ આગળ જઈને નારિયેળ પાણી બને છે.

એક અનોખી જીવંત પ્રણાલી

આ કારણે નારિયેળ પાણીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઇલેક્ટ્રોલાઇટ્સ અને કુદરતી શુગર જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે જેમ જેમ નારિયેળ પાકે છે, તેમ તેમ આ પ્રવાહી ધીમે ધીમે ઘન બનવા લાગે છે અને સફેદ મલાઈમાં બદલાઈ જાય છે. એટલે કે તમે જે મલાઈ ખાઓ છો, તે પહેલાં પ્રવાહી હતી.

નારિયેળની અંદરનું વાતાવરણ સંપૂર્ણપણે સીલબંધ હોવાથી તેનું પાણી લાંબા સમય સુધી લગભગ જંતુરહિત રહે છે. આ જ કારણથી ઇતિહાસમાં કેટલીક કટોકટીની પરિસ્થિતિઓમાં તેનો કામચલાઉ IV ફ્લુઇડ તરીકે પણ ઉપયોગ થયો હતો. ખરેખર, નારિયેળ પ્રકૃતિની એક અનોખી જીવંત પ્રણાલી છે.

Watermelon Peel Fertilizer : તરબૂચની છાલમાંથી ખાતર બનાવો, ઉનાળામાં પણ છોડ રહેશે લીલો

Mini Split AC : એક AC આઉટડોર યુનિટ ઠંડા કરશે ઘરના અલગ અલગ રૂમ, જાણો શું છે Mini Split AC સિસ્ટમ અને તેના ફાયદા

Single Outdoor Multiple Indoor Air Conditioner: ઘરમાં 4-5 રૂમ ઠંડા કરવા માટે હવે અલગ અલગ AC લગાવવાની જરૂર નથી. આજકાલ એવી સ્માર્ટ ટેક્નોલોજી આવી ગઈ છે જેમાં એક જ આઉટડોર યુનિટ આખા ઘરના અનેક રૂમને ઠંડુ કરી શકે છે. આ સિસ્ટમને “મિની સ્પ્લિટ AC” અથવા “મલ્ટી ઝોન AC સિસ્ટમ” કહેવામાં આવે છે. ભારતમાં હજી આ ટેક્નોલોજી વિશે બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ વિદેશોમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.

શું છે મિની સ્પ્લિટ AC સિસ્ટમ?

સામાન્ય સ્પ્લિટ ACમાં એક ઇન્ડોર યુનિટ અને એક આઉટડોર યુનિટ હોય છે, જે માત્ર એક જ રૂમને ઠંડુ કરે છે. પરંતુ મિની સ્પ્લિટ ACમાં એક જ આઉટડોર યુનિટ સાથે અનેક ઇન્ડોર યુનિટ જોડાઈ શકે છે. એટલે કે ઘરના અલગ અલગ રૂમમાં ઇન્ડોર યુનિટ લગાવી શકાય અને બધું એક જ આઉટડોર સિસ્ટમથી ચલાવી શકાય.

આ સિસ્ટમ ખાસ કરીને મોટા ઘર, ફ્લેટ, ઓફિસ અથવા બંગલા માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે.

કેવી રીતે કામ કરે છે?

મિની સ્પ્લિટ AC પણ સામાન્ય સ્પ્લિટ ACની જેમ કોપર પાઇપ અને રેફ્રિજરેશન ટેક્નોલોજી પર કામ કરે છે. પરંતુ તેમાં મલ્ટી-ઝોન સપોર્ટ આપવામાં આવે છે. એટલે કે તમે ઇચ્છો તો એક રૂમ ચાલુ રાખી શકો અથવા એક સાથે 4-5 રૂમ ઠંડા કરી શકો.

દરેક રૂમનું ટેમ્પરેચર અલગથી કંટ્રોલ કરી શકાય છે, જેનાથી વીજળીની બચત પણ થાય છે.

સામાન્ય સ્પ્લિટ ACથી કેટલું અલગ?

સ્ટાન્ડર્ડ સ્પ્લિટ ACમાં દરેક રૂમ માટે અલગ આઉટડોર યુનિટ લગાવવું પડે છે. જો ઘરમાં ચાર રૂમ હોય તો ચાર આઉટડોર યુનિટની જરૂર પડે. જ્યારે મિની સ્પ્લિટ ACમાં એક જ મોટું આઉટડોર યુનિટ બધાં ઇન્ડોર યુનિટને સપોર્ટ કરે છે.

આ કારણે ઘરની બહાર જગ્યા ઓછી વપરાય છે અને બિલ્ડિંગનું લુક પણ વધુ ક્લીન રહે છે.

મિની સ્પ્લિટ ACના મોટા ફાયદા

  • એક જ આઉટડોર યુનિટથી અનેક રૂમ કૂલ થાય
  • વીજળીનો ખર્ચ ઘટાડવામાં મદદરૂપ
  • ઘરની બહાર ઓછું સ્પેસ લે
  • દરેક રૂમનું અલગ ટેમ્પરેચર કંટ્રોલ
  • ઓછો અવાજ અને વધુ સ્માર્ટ ઓપરેશન
  • મોટા ઘર માટે લાંબા ગાળે સસ્તો વિકલ્પ

કયા લોકો માટે વધુ સારું?

જો તમને માત્ર એક રૂમ માટે AC જોઈએ છે તો સામાન્ય સ્પ્લિટ AC વધુ યોગ્ય રહેશે. પરંતુ જો ઘરમાં 4-5 રૂમ હોય અને દરેક જગ્યાએ અલગ AC લગાવવાનો ખર્ચ બચાવવો હોય તો મિની સ્પ્લિટ AC વધારે ફાયદાકારક બની શકે છે.

ખાસ કરીને જ્યાં બાલ્કની અથવા ટેરેસમાં જગ્યા ઓછી હોય ત્યાં આ સિસ્ટમ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

ભારતમાં કેટલું લોકપ્રિય?

ભારતમાં હાલમાં મિની સ્પ્લિટ ACનો ઉપયોગ મર્યાદિત છે, પરંતુ મોટા શહેરોમાં ધીમે ધીમે તેનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ખાસ કરીને પ્રીમિયમ હોમ્સ, ઓફિસ અને લક્ઝરી એપાર્ટમેન્ટ્સમાં લોકો હવે આ ટેક્નોલોજી તરફ વળી રહ્યા છે.

વૈજ્ઞાનિકોએ તૈયાર કરી વાળથી પણ પાતળી સોલાર પેનલ, બનાવશે ભરપૂર વીજળી

Gandhinagar Breaking News : સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક અને વેક્સ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. Faith Industries નામની ફેક્ટરીમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ભયાનક હતી કે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જે દૂર દૂરથી સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આગની ઊંચી જ્વાળાઓને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

અગ્નિકાંડમાં એક વ્યક્તિનું દુઃખદ મોત

આ અગ્નિકાંડમાં એક વ્યક્તિનું દુઃખદ મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગ લાગતાની સાથે જ ફાયર વિભાગની અનેક ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને સતત કલાકો સુધી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

સાંજે લાગેલી આગ બીજા દિવસે કાબુમાં આવી

ફાયર વિભાગના જણાવ્યા મુજબ, ફેક્ટરીમાં રહેલા પ્લાસ્ટિક અને કેમિકલ જેવા જ્વલનશીલ સામાનને કારણે આગ વધુ ભભૂકી ઉઠી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગે અંદાજે 12 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. ગઇકાલે સાંજે લાગેલી આગ આખરે આજે સવારે કાબૂમાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી

અગ્નિકાંડ બાદ સમગ્ર ફેક્ટરીનો મોટો ભાગ બળી ને ખાખ થઈ ગયો છે. હાલ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શનને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News : ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત ! કહ્યું- હવે આરામ કરવો છે, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

આ પણ વાંચો, પિતા શિક્ષક, પાકિસ્તાનની બોર્ડ પાસે ઘર ભારતીય ટીમમાં ડેબ્યુ કરવા જઈ રહેલા માનવ સુથારનો પરિવાર, જુઓ

સ્ટાન્ડર્ડ ડિડક્શનથી લઈને મેડિકલ ક્લેમ સુધી, પેન્શનરો તેમનો ટેક્સ કેવી રીતે બચાવી શકે, અહીં જાણો કેલ્ક્યુલેશન

નિવૃત્તિ પછી ઘણા લોકો ધારે છે કે તેમને હવે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની જરૂર નથી કારણ કે તેમનો નિયમિત પગાર બંધ થઈ ગયો છે. જો કે જો પેન્શનરની આવક ચોક્કસ મર્યાદા કરતાં વધી જાય, તો ITR ફાઇલ કરવું ફરજિયાત બની જાય છે. આવકવેરા વિભાગ પેન્શનને પગારની આવક તરીકે ગણે છે અને તેથી, કર નિયમો લાગુ પડે છે.

અસેસમેન્ટ વર્ષ 2026-27 માટે ITR-1 અને ITR-4 નું ઓનલાઈન ફાઇલિંગ શરૂ થઈ ગયું છે. પેન્શનરો માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2026 છે. જો કોઈ આ તારીખ સુધીમાં તેમનું રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ જાય, તો તેઓ 31 ડિસેમ્બર, 2026 સુધી લેટ ફી સાથે તેમનું ITR ફાઇલ કરી શકે છે.

પેન્શનરોને આ લાભ મળે છે

ITR ફાઇલ કરવાથી પેન્શનરોને ઘણા ફાયદા થાય છે. તે ટેક્સ રિફંડનો દાવો કરવાનું સરળ બનાવે છે, બેંક વ્યાજ અને પેન્શન આવકનો સચોટ રેકોર્ડ રાખે છે અને લોન અથવા વિઝા જેવી ભવિષ્યની જરૂરિયાતો માટે દસ્તાવેજો પૂરા પાડે છે.

સરકારે સિનિયર સિટિઝન માટે ઘણી મહત્વપૂર્ણ કર મુક્તિઓ પ્રદાન કરી છે. સૌથી મોટી રાહત પ્રમાણભૂત કપાતના રૂપમાં આવે છે. પેન્શન મેળવતા સિનિયર સિટિઝન પ્રમાણભૂત કપાતનો લાભ લઈ શકે છે, જે તેમની કરપાત્ર આવક ઘટાડે છે.

₹50,000 સુધીની કપાતનો દાવો કરી શકે છે

વધુમાં આવકવેરા કાયદાની કલમ 80TTB હેઠળ, સિનિયર નાગરિકો બેંક, પોસ્ટ ઓફિસ અને ફિક્સ્ડ ડિપોઝિટમાંથી મળતા વ્યાજ પર ₹50,000 સુધીની કપાતનો દાવો કરી શકે છે. આનાથી નિવૃત્તિ પછી વ્યાજની આવક પર કરનો બોજ ઓછો થાય છે. તબીબી ખર્ચ પર પણ કર રાહત ઉપલબ્ધ છે.

કલમ 80D હેઠળ, સિનિયર સિટિઝન આરોગ્ય વીમા પ્રીમિયમ પર ₹50,000 સુધીની કપાતનો દાવો કરી શકે છે. વધુમાં કલમ 80DDB હેઠળ, તેઓ ગંભીર બીમારીઓની સારવાર પર ₹1 લાખ સુધીની કર મુક્તિ મેળવી શકે છે. વૃદ્ધો દ્વારા સામનો કરવામાં આવતા વધતા આરોગ્યસંભાળ ખર્ચને ધ્યાનમાં રાખીને આ સુવિધા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

કલમ 80C હેઠળ ઉપલબ્ધ કપાત

કર બચત રોકાણ કરનારા પેન્શનરોને પણ કલમ 80C હેઠળ લાભ મળી શકે છે. જીવન વીમા પ્રિમીયમ, પીએફ, એનએસસી અને હોમ લોનની મુદ્દલ ચુકવણી જેવા રોકાણો પર ₹1.5 લાખ સુધીની કપાત ઉપલબ્ધ છે.

હોમ લોન ચૂકવતા સિનિયર સિટિઝન કલમ 24(b) હેઠળ હોમ લોનના વ્યાજ પર ₹2 લાખ સુધીની કપાતનો દાવો કરી શકે છે. આ લાભ જૂના કર વ્યવસ્થા હેઠળ ઉપલબ્ધ હતો.

નવી અને જૂની કર વ્યવસ્થા વચ્ચે યોગ્ય વિકલ્પ પસંદ કરવો પણ મહત્વપૂર્ણ

સરકારે સિનિયર સિટિઝનને એડવાન્સ ટેક્સ અંગે પણ રાહત આપી છે. જે પેન્શનરોને વ્યવસાય કે વ્યવસાયમાંથી કોઈ આવક નથી, તેમણે એડવાન્સ ટેક્સ ભરવાની જરૂર નથી. કલમ 234B અને 234C હેઠળ વ્યાજની જોગવાઈઓ પણ આવા કિસ્સાઓમાં લાગુ પડતી નથી.

પેન્શનરો માટે નવી અને જૂની કર વ્યવસ્થા વચ્ચે યોગ્ય વિકલ્પ પસંદ કરવો પણ મહત્વપૂર્ણ છે. જેમના રોકાણ અને કપાત વધારે છે તેઓ જૂના કર વ્યવસ્થાને ફાયદાકારક માની શકે છે, જ્યારે ઓછા રોકાણ ધરાવતા લોકોને નવી કર વ્યવસ્થા વધુ સારો વિકલ્પ લાગી શકે છે.

5 કરોડથી વધુની જમીન વેચી અને ITR પણ ભર્યું લેટ, છતાં ઇનકમ ટેક્સ વિભાગ સામે આ શખ્સે કેવી રીતે જીતી લીધી કાનૂની જંગ?

Dahi Masala Khichdi Recipe: રોજ દાળ-ભાત ખાઇને કંટાળી ગયા છો? ટ્રાય કરો દહીં મસાલા ખીચડી, ઉનાળામાં મળશે ઠંડક અને સ્વાદ

ઘણા લોકો રોજ એકસરખા દાળભાત ખાઈને બોર થઈ જાય છે. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં હલકું, સ્વાદિષ્ટ અને પેટને આરામ આપે એવું ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં દહીં મસાલા ખીચડી એક પરફેક્ટ વિકલ્પ બની શકે છે. આ વાનગી ટેસ્ટી હોવા ઉપરાંત પૌષ્ટિક પણ છે અને બહુ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે

ભારતીય ઘરોમાં ખીચડીને હંમેશા હેલ્ધી ફૂડ માનવામાં આવે છે, પરંતુ ઘણીવાર સાદી ખીચડી બધાને પસંદ આવતી નથી. જો તેમાં થોડા મસાલા અને દહીંનો ટેસ્ટ ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. દહીં શરીરને ઠંડક પહોંચાડે છે, જેથી ગરમીના દિવસોમાં આ વાનગી વધુ ફાયદાકારક સાબિત થાય છે.

દહીં મસાલા ખીચડી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખા
  • અડધો કપ તુવેર દાળ
  • અડધો કપ ફેન્ટેલું દહીં
  • 1 બારીક સમારેલો ડુંગળી
  • 1 બારીક સમારેલું ટામેટું
  • 1 ચમચી આદુલસણની પેસ્ટ
  • 1 નાની ચમચી હળદર
  • સ્વાદ મુજબ લાલ મરચું પાઉડર
  • થોડો ગરમ મસાલો
  • 1 ચમચી રાઈ
  • 6-7 મીઠો લીમડો
  • 2 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું

દહીં મસાલા ખીચડી બનાવવાની રીત

  • સૌપ્રથમ ચોખા અને દાળને સારી રીતે ધોઈ લો અને થોડો સમય માટે બાજુએ રાખો.
  • હવે કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ અને મીઠો લીમડાનો વઘાર કરો.
  • ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને ટમેટાં ઉમેરો અને હળવા સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
  • હવે આદુલસણની પેસ્ટ ઉમેરો અને થોડું શેકો. ત્યારપછી હળદર, લાલ મરચું અને ગરમ મસાલો નાખીને મિક્સ કરો.
  • હવે તેમાં ધોયેલા ચોખા અને દાળ ઉમેરો અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો.
  • ત્યારબાદ 3 કપ પાણી ઉમેરો અને મિશ્રણને કુકરમાં ભરીને મધ્યમ તાપ પર 3 સિટી સુધી રાંધી લો.
  • કુકરનું પ્રેશર ઉતરી જાય પછી તેમાં ફેન્ટેલું દહીં ઉમેરો અને 2-3 મિનિટ સુધી ધીમા તાપે પકાવો.
  • અંતમાં લીલા ધાણા છાંટી ગરમાગરમ દહીં મસાલા ખીચડી સર્વ કરો.

ઉનાળામાં હલકું, સ્વાદિષ્ટ અને પેટને ઠંડક આપતું ખાવાનું શોધી રહ્યા હોવ તો દહીં મસાલા ખીચડી જરૂર ટ્રાય કરો.

Summer Drinks: લૂથી બચાવશે આ ટેન્ગી દેશી પીણાં… ગરમીથી તાત્કાલિક રાહત અને હીટસ્ટ્રોક સામે રક્ષણ પણ આપશે

 

આ પણ વાંચો, Nepal Public Holiday : નેપાળમાં શનિવારે કેમ બંધ રહે છે સ્કૂલ્સ અને ઓફિસો? શું તે ધાર્મિક માન્યતાઓના આધાર પર છે?

Breaking News : AC માં બ્લાસ્ટ, અમદાવાદના મકરબા પાસે સોલિટેર બિલ્ડીંગમાં ભીષણ આગ, જુઓ Video

અમદાવાદના મકરબા અંડરપાસ નજીક એસજી હાઈવે પર આવેલી સોલિટેર નામની એક હાઈરાઈઝ બિલ્ડીંગમાં આજે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડીંગમાંથી ધુમાડાના ગાઢ ગોટેગોટા બહાર નીકળતા દહેશતનો માહોલ છવાયો હતો.

આગની જાણ થતા જ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પાણીના પ્રેશરથી આગ ઓલવવા ઉપરાંત, ધુમાડો બહાર કાઢવા માટે કાચ તોડી વેન્ટિલેશન કરવામાં આવ્યું હતું. ઉંચી ઇમારત હોવાથી, જરૂર પડ્યે રેસ્ક્યુ ઓપરેશન માટે હેવી લેડર મશીનને પણ કામે લગાડવામાં આવ્યું હતું, જેથી ઉપરના માળ પર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. તકેદારીના ભાગરૂપે એમ્બ્યુલન્સ સહિતની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

પ્રાથમિક વિગતો મુજબ, આગ બીજા અને ત્રીજા માળ પર લાગી હતી અને લગભગ બેથી ત્રણ માળ સુધી ફેલાઈ હતી. જોકે, અન્ય એક માહિતી અનુસાર આગ ચોથા અને પાંચમા માળ પર લાગી હોવાનું અનુમાન છે. આગનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ઓફિસના એસીના કોમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું મનાય છે. એક સ્થાનિકના જણાવ્યા મુજબ, બી બ્લોકમાં ઓફિસ નંબર 100ના એસીમાં આગ લાગી હતી, જે ધીમે ધીમે ફેલાઈ હતી.

મહત્વની વાત એ છે કે અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાઈ રહ્યું છે. આજના દિવસમાં અમદાવાદમાં આગ લાગવાની આ બીજી ઘટના હતી. ગરમીના કારણે વીજ વપરાશમાં વધારો થતા ઇલેક્ટ્રિકલ ઓવરલોડિંગ જેવી ઘટનાઓ બની રહી છે, જે આગનું કારણ બની શકે છે.

સદનસીબે, ફાયર વિભાગની સમયસર કામગીરી અને બચાવ પ્રયાસોને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. બિલ્ડીંગમાં હાજર તમામ લોકોને, જેમાં ઘણા ઓફિસના કર્મચારીઓ હતા, તેમને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. કેટલાક લોકોને ધાબા પર ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ કનેક્ટિંગ ફ્લેટ્સ દ્વારા તેમને નીચે લાવવામાં આવ્યા હતા.

અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે ચોરી

Tamanna Bhatiaએ રેડ ગાઉનમાં લુટી લાઈમલાઈટ ! કાઉચ પર બેસીને આપ્યા કેચી પોઝ, જુઓ-Photo, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

લોન વસૂલાતના નામે ચાલતો ત્રાસ હવે થશે ખતમ, જો લોન રિકવરી એજન્ટે નિયમ તોડ્યો તો બેંકે આપવો પડશે દંડ-RBI

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Breaking News: મેટા અને એમેઝોન પછી હવે આ દિગ્ગજ કંપનીએ લીધું મોટું પગલું, એક ઝાટકે 600 થી વધુ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો!

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

FBI નું જેટ, 50 હજાર ડોલરનું સ્યુટ, ગુજરાતી મૂળના અને FBI ચીફ કાશ પટેલની ગર્લફ્રેન્ડને મળેલી લક્ઝરી ટ્રીટમેન્ટ વિવાદમાં!

ભારતમાં ઇટાલીથી આવે છે દારૂ ? મેલોનીનું Italy કેવી રીતે બન્યું વાઇન હબ, જાણો મોટું કારણ

દુનિયામાં જ્યારે વાઇનની વાત થાય ત્યારે ઘણા લોકોના મનમાં સૌપ્રથમ Franceનું નામ આવે છે. કેટલાક લોકો United Statesને પણ મોટો ખેલાડી માને છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ઇટાલીએ ઉત્પાદનના મામલે સૌને પાછળ છોડી દીધા છે. આજે ઇટાલી દુનિયાનો સૌથી મોટો વાઇન ઉત્પાદક દેશ બની ગયો છે.

ઇટાલી કેવી રીતે બન્યું વાઇન ઉત્પાદનનું કેન્દ્ર?

ઇટાલીમાં સદીઓથી દ્રાક્ષની ખેતી કરવામાં આવે છે. અહીંના ખેડૂતો પેઢીઓથી પરંપરાગત રીતે વાઇન બનાવે છે. દેશના લગભગ દરેક વિસ્તારમાં દ્રાક્ષનું ઉત્પાદન થાય છે. પહાડી વિસ્તારો, સમુદ્રી હવા અને સંતુલિત હવામાન દ્રાક્ષની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે. અહીં નાના કુટુંબ આધારિત ફાર્મથી લઈને મોટા ઉદ્યોગો સુધી સૌ વાઇન ઉત્પાદનમાં જોડાયેલા છે. પરંપરા અને આધુનિક ટેક્નોલોજીનું અનોખું સંયોજન ઇટાલીની સૌથી મોટી શક્તિ માનવામાં આવે છે.

દર વર્ષે ઇટાલી અંદાજે 45 થી 55 મિલિયન હેક્ટોલીટર વાઇનનું ઉત્પાદન કરે છે. વર્ષ 2023 દરમિયાન ઇટાલીએ લગભગ 45 મિલિયન હેક્ટોલીટર વાઇનનું ઉત્પાદન કર્યું હોવાનું આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં જણાવાયું છે. સારા હવામાનવાળા વર્ષોમાં આ આંકડો વધુ પણ જઈ શકે છે.

Italy Grapes Production

હવામાન અને દ્રાક્ષની વિવિધતા બન્યા સફળતાનું કારણ

ઇટાલીનું હવામાન વાઇન માટે ખૂબ અનુકૂળ માનવામાં આવે છે. અહીં ગરમ દિવસો અને ઠંડી રાતો દ્રાક્ષને ઉત્તમ સ્વાદ આપે છે. દેશના ઉત્તર ભાગમાં પહાડો છે જ્યારે દક્ષિણ ભાગમાં સમુદ્રી વિસ્તાર છે. આ વૈવિધ્યને કારણે અહીં અલગ અલગ પ્રકારની દ્રાક્ષ ઉગાડવામાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઇટાલીમાં 500થી વધુ દ્રાક્ષની જાતો જોવા મળે છે, જે વિશ્વના ઘણા દેશો કરતાં ઘણી વધારે છે.

Grapes Wine Production In Italy

ફ્રાન્સ પાછળ કેમ રહી ગયું?

એક સમય હતો જ્યારે ફ્રાન્સ વાઇન ઉત્પાદનમાં નંબર વન ગણાતું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાનમાં આવેલા બદલાવ, ઠંડી, કરા અને સુકાં જેવી પરિસ્થિતિઓએ ત્યાંની ખેતીને અસર પહોંચાડી છે. બીજી તરફ ઇટાલીએ નવી ટેક્નોલોજી અપનાવી અને ખેડૂતોને સરકારી સહાય પણ મળી. પરિણામે ઉત્પાદન સતત વધતું ગયું અને ઇટાલી ફ્રાન્સને પાછળ છોડી શક્યું.

અમેરિકાની સ્થિતિ શું છે?

અમેરિકા પણ વાઇન ઉત્પાદનમાં મોટું નામ છે, ખાસ કરીને કેલિફોર્નિયા રાજ્ય વાઇન માટે પ્રસિદ્ધ છે. અહીં આધુનિક મશીનો અને મોટા રોકાણને કારણે ઉત્પાદન મજબૂત છે. તેમ છતાં, અમેરિકાનું કુલ ઉત્પાદન ઇટાલી અને ફ્રાન્સ કરતાં ઓછું છે. સાથે સાથે ઉત્પાદન ખર્ચ પણ વધુ હોવાથી અમેરિકા સામાન્ય રીતે ત્રીજા સ્થાન આસપાસ રહે છે.

ઇટાલીની અર્થવ્યવસ્થામાં વાઇનનું મહત્વ

ઇટાલીની અર્થવ્યવસ્થામાં વાઇન ઉદ્યોગનું મહત્વ ખૂબ મોટું છે. લાખો લોકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ખેતી, પેકેજિંગ, ટ્રાન્સપોર્ટ અને પર્યટન જેવા અનેક ક્ષેત્રોને આથી રોજગાર અને આવક મળે છે. ઇટાલીની વાઇન વિશ્વના અનેક દેશોમાં નિકાસ થાય છે અને યુરોપ, અમેરિકા તેમજ એશિયામાં તેની ભારે માંગ છે. ભારતમાં પણ ઇટાલિયન વાઇનનો બજાર ધીમે ધીમે વધી રહ્યો છે.

વાઇન ટૂરિઝમથી પણ મળે છે મોટો ફાયદો

ઇટાલીમાં વાઇન ટૂરિઝમ ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. લોકો દ્રાક્ષના ખેતરો જોવા જાય છે અને વાઇન બનાવવાની પ્રક્રિયા સમજવા માટે ખાસ પ્રવાસ કરે છે. ઘણા ફાર્મ પર્યટકોને રહેવાની અને ભોજનની સુવિધા પણ આપે છે. ટસ્કની, પીડમોન્ટ અને વેનેટો જેવા વિસ્તારો વાઇન પર્યટન માટે વિશ્વભરમાં જાણીતા છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં પહોંચે છે.

ઇટાલીની લોકપ્રિય વાઇન કઈ છે?

ઇટાલી ઘણી પ્રસિદ્ધ વાઇન માટે ઓળખાય છે. તેમાં કિયાન્ટી, પ્રોસેકો અને બારોલો જેવી વાઇન ખાસ લોકપ્રિય છે. અલગ અલગ વિસ્તારોની વાઇનનો સ્વાદ પણ અલગ હોય છે. ઇટાલીમાં વાઇનને માત્ર પીણું નહીં, પરંતુ સંસ્કૃતિનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. ભોજન સાથે વાઇન પીવાની પરંપરા અહીં વર્ષોથી ચાલી આવે છે.

વિશ્વના ટોપ વાઇન ઉત્પાદક દેશો

આંતરરાષ્ટ્રીય આંકડાઓ મુજબ વિશ્વમાં સૌથી વધુ વાઇન ઉત્પાદન કરનારા દેશોમાં ઇટાલી પ્રથમ સ્થાને છે. ત્યારબાદ ફ્રાન્સ, સ્પેન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચિલી, આર્જેન્ટિના, દક્ષિણ આફ્રિકા, જર્મની અને પોર્ટુગલનો સમાવેશ થાય છે. આ દેશોમાં મોટા પાયે દ્રાક્ષની ખેતી થાય છે, જે વાઇન ઉદ્યોગનો મુખ્ય આધાર છે.

ભારતમાં પણ વધી રહ્યા છે વાઇનના બજાર

ભારતમાં પણ હવે વાઇન પીતા લોકોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં દ્રાક્ષની ખેતી અને વાઇન ઉત્પાદન વધી રહ્યું છે. નાસિકને ભારતની વાઇન રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં ભારત વિશ્વના મોટા ઉત્પાદકોમાં નથી, પરંતુ ભવિષ્યમાં આ ક્ષેત્રમાં મોટી સંભાવનાઓ દેખાઈ રહી છે.

ટેક્નોલોજીથી મળ્યો મોટો ફાયદો

આધુનિક સમયમાં વાઇન ઉદ્યોગમાં નવી ટેક્નોલોજીનો ઝડપથી ઉપયોગ થઈ રહ્યો છે. ડ્રોન, હવામાન પૂર્વાનુમાન અને આધુનિક સિંચાઈ પદ્ધતિઓના કારણે ખેતી સરળ બની છે અને પાકને નુકસાન ઓછું થયું છે. ઇટાલીએ આ ટેક્નોલોજી ઝડપથી અપનાવી, જે તેની સફળતાનું એક મહત્વનું કારણ માનવામાં આવે છે.

વિશ્વમાં સતત વધી રહી છે વાઇનની માંગ

વિશ્વભરમાં વાઇનની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને યુવા વર્ગ નવા સ્વાદોને પસંદ કરી રહ્યો છે. તેથી ઘણા દેશો હવે વાઇન ઉદ્યોગમાં વધુ રોકાણ કરી રહ્યા છે. ઇટાલીએ ગુણવત્તા અને બ્રાન્ડિંગ પર ખાસ ધ્યાન આપીને આ તકનો સૌથી વધુ લાભ લીધો છે.

સરળ શબ્દોમાં કહીએ તો ઇટાલીએ મહેનત, પરંપરા અને આધુનિક ટેક્નોલોજીના આધારે વિશ્વમાં વાઇન ઉત્પાદનનું અનોખું સ્થાન બનાવ્યું છે. ફ્રાન્સ, સ્પેન અને અમેરિકા જેવા દેશોને પાછળ છોડવું સરળ નહોતું, પરંતુ ઇટાલીએ તે શક્ય બનાવ્યું. ઉત્તમ હવામાન, વિવિધ પ્રકારની દ્રાક્ષ, મજબૂત નિકાસ અને વધતા પર્યટનના કારણે આજે ઇટાલી વિશ્વનું સૌથી મોટું વાઇન હબ બની ગયું છે.

PM મોદીએ મેલોનીને 1 રુપિયાની ‘મેલોડી ચોકલેટ’ ગિફ્ટમાં આપી, ઈટલીના PMએ શેર કર્યો Video

સૂરજ આથમ્યા પછી શરૂ થાય છે અસલી ખતરો, રાતની આ એક ભૂલ વધારી રહી છે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ !

મે મહિનો પૂરું થવાના આરે છે અને દેશભરમાં ગરમીનો પારો 47 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. હવામાન વિભાગ સતત હીટવેવની ચેતવણી આપી રહ્યું છે અને આપણને બપોરે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આ ભયાનક ગરમીની વચ્ચે એક એવો છુપો ખતરો મંડરાઈ રહ્યો છે, જેના પર સામાન્ય રીતે કોઈનું ધ્યાન જતું નથી. આ ખતરો દિવસના અજવાળામાં નહીં, પરંતુ સૂરજ આથમ્યા પછી એટલે કે અંધારું થયા પછી શરૂ થાય છે. આ ખતરો છે ‘વોર્મ નાઇટ્સ’ એટલે કે ગરમ રાતોનો.

આપણે એવું માની લઈએ છીએ કે રાત પડતાં જ શરીરને ગરમીથી રાહત મળી જશે, પરંતુ હવે એવું નથી રહ્યું. ઘણા શહેરોમાં રાતનું તાપમાન પણ ખૂબ ઊંચું રહે છે, જે સ્વાસ્થ્ય માટે એક મોટું રહસ્યમય જોખમ બની ગયું છે.

રાત્રે શરીર ઠંડું ન થાય તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે

આપણા શરીરનું સામાન્ય તાપમાન અંદાજે 36.9 ડિગ્રી સેલ્સિયસ હોય છે. દિવસભર ગરમી સામે લડવા માટે શરીર પસેવો પાડે છે. પરંતુ રાતનો સમય શરીરના આરામ અને રિકવરી માટેનો હોય છે. આ જ સમયે શરીર પોતાની જાતને રિપેર કરે છે.

જો રાત્રે પણ વાતાવરણ ગરમ રહે, તો શરીર સતત તણાવ (સ્ટ્રેસ) માં રહે છે. આનાથી શરીરને રિકવરીની તક મળતી નથી અને તે સીધી તમારા દિલ અને મગજ પર અસર કરે છે.

સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો

અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) દ્વારા 1993થી 2015 વચ્ચે કરવામાં આવેલા એક લાંબા રિસર્ચમાં ચોંકાવનારી વાત સામે આવી છે. વૈજ્ઞાનિકોના મતે, રાતનું વધતું તાપમાન સીધું જ મૃત્યુદર સાથે જોડાયેલું છે. જ્યારે દિવસ અને રાત બંને સમયે તાપમાન ઊંચું રહે છે, ત્યારે હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકનું જોખમ અનેક ગણું વધી જાય છે. ચિંતાની વાત એ છે કે આની અસર હવે ઓછી ઉંમરના લોકો પર પણ જોવા મળી રહી છે.

સૌથી પહેલો હુમલો ઊંઘ પર

ડોક્ટરોના જણાવ્યા મુજબ, સારી ઊંઘ માટે શરીરનું તાપમાન થોડું ઓછું થવું જરૂરી છે. પરંતુ ગરમ રાતોના કારણે લોકો વારંવાર જાગી જાય છે, બેચેની થાય છે અને પસેવો વળે છે. પૂરતી ઊંઘ ન મળવાના કારણે આ સમસ્યાઓ થાય છે:

  • બ્લડ પ્રેશર અચાનક વધી જવું
  • હૃદયની બીમારીઓનું જોખમ વધવું
  • ઇમ્યુન સિસ્ટમ નબળી પડવી
  • દિવસભર થાક, ચિડચિડાપણું અને તણાવ રહેવો

કોણે સૌથી વધુ સાવધ રહેવાની જરૂર છે?

ગરમ રાતોની સૌથી વધુ ઘાતક અસર આ લોકો પર થઈ શકે છે:

  • વૃદ્ધો અને નાના બાળકો
  • હાર્ટ પેશન્ટ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ
  • ડાયાબિટીસ અને અસ્થમાના દર્દીઓ

આવતા ખતરાથી કેવી રીતે બચશો?

ડોક્ટરો સલાહ આપે છે કે આ સિઝનમાં માત્ર દિવસ પૂરતું જ નહીં, પણ રાત્રે પણ શરીરને ઠંડક આપવી જરૂરી છે:

  • રાત્રે સૂતા પહેલા હળવો અને ઓછો મસાલાવાળો ખોરાક લો.
  • રૂમને બને તેટલો ઠંડો રાખવાનો પ્રયત્ન કરો અને હળવા સૂતી (કોટન) કપડાં પહેરો.
  • શરીરમાં પાણીની કમી ન થવા દો, રાત્રે પણ થોડું થોડું પાણી પીતા રહો.
  • જો રાત્રે અસહ્ય ગરમી લાગે, તો સૂતા પહેલા નહાઈ શકો છો.

હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે, તેથી હવે માત્ર બપોરના તડકાથી જ નહીં, પણ રાતની ગરમીથી બચવું પણ એટલું જ જરૂરી બની ગયું છે.

લીલી કે કાળી એલચી, આરોગ્ય માટે કઈ છે સૌથી વધુ ગુણકારી? જાણી લો બંને વચ્ચેનો અસલી તફાવત

Breaking News: ગુજરાતના સ્ટાર ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાંથી કેમ કરવામાં આવ્યા બહાર?

 

પાકિસ્તાન અને બાંગ્લાદેશના ખેલાડીઓ મેદાનમાં બાખડ્યા, સ્ટમ્પ માઇકમાં કેદ થઇ બબાલ, જુઓ Video

સિલ્હટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાની વિકેટકીપરબેટર Mohammad Rizwan મેદાન પર થયેલી ગરમાગરમીને કારણે ચર્ચામાં આવ્યા હતા. મેચના ચોથા દિવસે 437 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરતી વખતે રિઝવાન એક છેડે ટકી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમની અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી જોવા મળી હતી.

કેવી રીતે શરૂ થયો વિવાદ?

આ ઘટના પાકિસ્તાનની ઇનિંગ્સના 72મા ઓવરમાં બની હતી. રિઝવાન અચાનક પોતાની બેટિંગ સ્ટાન્સમાંથી બહાર આવ્યા અને અમ્પાયર પાસે સાઇટસ્ક્રીન પાછળ હલચલ થતી હોવાની ફરિયાદ કરી. તેમને લાગ્યું કે બાઉન્ડરી નજીક થતી હરકત તેમની એકાગ્રતા ભંગ કરી રહી છે.

રિઝવાનની આ હરકતથી બાંગ્લાદેશના વિકેટકીપર લિટન દાસ નારાજ દેખાયા. સ્ટમ્પ માઇકમાં લિટન દાસ કહેતા સાંભળાયા, “તમે શું કરી રહ્યા છો?” તેના જવાબમાં રિઝવાને સાઇટસ્ક્રીનની તરફ ઇશારો કરીને ધ્યાન ભંગ થતું હોવાની વાત કરી.

લિટન દાસે તરત જ કહ્યું, “તમે ત્યાં શું જુઓ છો? અહીં બેટિંગ પર ધ્યાન આપો.”

આ બાદ રિઝવાને પણ તીખો જવાબ આપ્યો. તેમણે કહ્યું, “આ તમારું કામ છે, મારું કે પછી અમ્પાયરનું?” જેના કારણે બંને ખેલાડીઓ વચ્ચે વાતાવરણ વધુ તંગ બન્યું.

પરિસ્થિતિ બગડતી જોઈ મેદાન પરના અમ્પાયર અલ્લાહુદ્દીન પાલેકર અને રિચર્ડ કેટલબરો વચ્ચે આવ્યા અને બંને ખેલાડીઓને શાંત પાડવાનો પ્રયાસ કર્યો.

સ્ટમ્પ માઇકમાં કેદ થયા ટિપ્પણીઓ

અમ્પાયરે મામલો શાંત કર્યા બાદ પણ બાંગ્લાદેશના કેટલાક ખેલાડીઓ રિઝવાન પર ટિપ્પણીઓ કરતા રહ્યા. સ્ટમ્પ માઇકમાં નજીક ઉભેલા ફિલ્ડરોની મજાકિય ટિપ્પણીઓ સ્પષ્ટ સાંભળાઈ હતી.

એક ખેલાડીએ બોલીવુડ ફિલ્મ ‘હેરાફેરી’નો જાણીતો ડાયલોગ બોલતા કહ્યું, “ઓવરએક્ટિંગના 50 પૈસા કપાશે.”

બીજા ખેલાડીએ ટિપ્પણી કરી, “ખૂબ જ સારી એક્ટિંગ કરે છે, બધાને શીખવાડે છે.”

જ્યારે અન્ય એક ખેલાડી બોલ્યો, “હવે તો અડધી સદી થઈ ગઈ છે, ટીમમાં જગ્યા પાક્કી થઈ ગઈ એટલે આવું કરે છે.”

આ સમગ્ર ઘટના પછી મેદાન પરનો માહોલ લાંબા સમય સુધી ચર્ચાનો વિષય રહ્યો હતો.

IPL 2026 KKR vs MI : KKR vs MIની મેચમાં ગરમીનો ખતરો, ખેલાડીઓને કરશે પરેશાન?

 

Breaking News : ભરૂચ જેલમાં ફરી મોબાઈલ મળતા ખળભળાટ મચ્યો: લાપરવાહી કે મિલીભગત?

ભરૂચ : હાઈ સિક્યોરિટી ગણાતી ભરૂચ જિલ્લા જેલમાંથી ફરી એકવાર પ્રતિબંધિત વસ્તુ મળી આવતા તંત્રમાં ભારે સળવળાટ શરૂ થયો છે. અમદાવાદની સ્પેશિયલ જેલ સર્ચ સ્ક્વોડ દ્વારા ભરૂચ જેલમાં પાડવામાં આવેલા આકસ્મિક દરોડા દરમિયાન બેરેક નજીકના શૌચાલયમાંથી બિનવારસી હાલતમાં એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. આ ઘટનાને પગલે જેલની કડક સુરક્ષા વ્યવસ્થા અને લોખંડી પહેરા પર મોટા સવાલો ઉભા થયા છે.

ફોન મળ્યો પણ સીમકાર્ડ ગાયબ

પ્રાપ્ત વિગતો અનુસાર જેલ મહાનિદેશકની સૂચનાના આધારે અમદાવાદથી 7 સભ્યોની એક્શન પ્લાન સર્ચ સ્ક્વોડ ભરૂચ જિલ્લા જેલ ખાતે પહોંચી હતી. ટીમે જેલના અલગ-અલગ સર્કલો અને બેરેકોની સઘન તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન સર્કલ નંબર 02 માં આવેલી બેરેક C/1 ની બાજુના બીજા નંબરના ટોઇલેટમાં પોખરામાં છુપાવી રાખેલો એક કાળા રંગનો નોકિયા કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ફોન ચાલુ હાલતમાં હતો અને તેમાં બેટરી હતી પરંતુ અંદર કોઈ સિમ કાર્ડ રાખવામાં આવ્યું ન હતું.

પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા

આ મામલે સર્ચ સ્ક્વોડના જેલર ગ્રુપ-૧ દેવસીભાઈ રણમલભાઈ કરંગીયાએ ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223 તથા પ્રિઝન એક્ટની કલમ 42, 43 અને 45(12) હેઠળ ગુનો નોંધીને હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ મકવાણાને તપાસ સોંપવામાં આવી છે.

સુરક્ષા માટે કેટલો મોટો ખતરો?

જેલના બંધ સળિયા પાછળ કેદીઓ પાસે મોબાઈલ ફોન હોવો એ માત્ર નિયમોનું ઉલ્લંઘન નથી પરંતુ કાયદો અને વ્યવસ્થા માટે એક ગંભીર જોખમ માનવામાં આવે છે.

  • ગુનાહિત નેટવર્કના સંચાલનનો ભય : જેલની અંદર બેસીને રીઢા ગુનેગારો બહાર પોતાના સાથીદારો સાથે સંપર્ક જાળવી રાખે છે અને ગુનાહિત કાવતરાંઓ સરળતાથી ઘડે છે.
  • સાક્ષીઓને ધમકાવવાની શક્યતા : કોર્ટમાં ચાલી રહેલા કેસોના સાક્ષીઓ અથવા ફરિયાદીઓને જેલમાંથી જ ફોન કરીને ડરાવવામાં કે ધમકાવવામાં આવે તેવો ભય રહે છે
  • જેલ સ્ટાફની મિલીભગત કે લાપરવાહી? : આટલી કડક તપાસ અને સીસીટીવી કેમેરા હોવા છતાં જેલના સંકુલમાં છેક બેરેક સુધી ફોન કેવી રીતે પહોંચ્યો? આમાં જેલના જ કોઈ કર્મચારી કે બહારના તત્વોની સંડોવણી કે જેલ સ્ટાફની લાપરવાહી તે પ્રશ્ન ઉઠી રહ્યા છે

મોબાઈલ ફોનની FSL તપાસ થશે

હાલમાં પોલીસે આ જપ્ત કરાયેલા મોબાઈલ ફોનને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં મોકલવાની તજવીજ હાથ ધરી છે. FSL ના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આ ફોનમાંથી કયા-કયા નંબરો પર વાત થઈ હતી અને કયા કેદીઓ આનો ઉપયોગ કરતા હતા. આ ચકચારી ઘટનાએ ભરૂચ જિલ્લા જેલની આંતરિક સુરક્ષા પોલ ખોલી નાખી છે.

Breaking News: ધોની સામે ઈશાન કિશને CSK ફેન્સની ઉડાવી મજાક, સીટી વગાડી-ઘરે જવાનો ઈશારો કર્યો, વીડિયો વાયરલ

18 મેના રોજ ચેન્નાઈમાં રમાયેલી IPL 2026 ની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે CSK ને હરાવ્યું. આ જીતનો હીરો ઈશાન કિશન હતો. તેણે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, જીત પછી ઈશાન કિશને જે કર્યું તેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ છે.

ધોની સામે જ કિશનનું અસભ્ય વર્તન

CSK અને SRH વચ્ચેની મેચ પછી ચેપોક સ્ટેડિયમમાં ઈશાન કિશનની હરકત કેમેરામાં કેદ થઈ ગઈ. CSK ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા પછી ઈશાન સ્ટેડિયમમાં બેઠેલા CSK ચાહકો સામે સીટી વગાડતો જોવા મળ્યો હતો. જ્યારે ઈશાન આ કરી રહ્યો હતો, ત્યારે ધોની અન્ય SRH ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે હાથ મિલાવી રહ્યો હતો.

 

CSK ફેન્સ સામે સીટી વગાડી

ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો તેમની ટીમને ટેકો આપવા માટે સીટી વગાડે છે. આને વ્હિસલ પોડુ તરીકે પણ ઓળખવામાં આવે છે. SRH સામેની મેચ દરમિયાન CSKના ચાહકો સીટી વગાડતા રહ્યા. જોકે, CSK મેચ હારી ગયું. મેચ પછી SRH ના ઈશાન કિશને સીટી વગાડી CSK ફેન્સની મજાક ઉડાવી.

 

સ્ટેડિયમ છોડવાનો ઈશારો કર્યો

ઈશાન કિશન ફક્ત સીટી વગાડીને અટક્યો નહીં. ત્યારબાદ તેણે CSK ચાહકોને સ્ટેડિયમ છોડી જવા માટે પણ ઈશારો કર્યો.

 

CSK સામે ઈશાન કિશનનું પ્રદર્શન

CSK સામે SRHની જીતમાં ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે 47 બોલમાં 70 રન બનાવ્યા હતા. આ સિઝનમાં આ તેની પાંચમી ફિફ્ટી હતી, જેમાં તેણે સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

Breaking News: SRH કેપ્ટન પેટ કમિન્સે T20 માં 200 વિકેટ પૂર્ણ કરી, IPL માં બન્યો નંબર-1

 

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા, પક્ષીઓને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા

જામનગર મહાનગરપાલિકાએ રણમલ લેક સ્થિત પક્ષીઘરમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી પક્ષીઓને રાહત આપવા વિશેષ આયોજન કર્યું છે. પક્ષીઘરના પાંજરાઓમાં આધુનિક પાણીના ફૂવારા અને ઠંડકની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રણમલ લેકના મધ્યભાગમાં આવેલા આ પક્ષીઘરમાં લવબર્ડ, બજરિગર સહિત વિવિધ છ પ્રજાતિના આશરે ચારસો જેટલા રંગબેરંગી પક્ષીઓ વસવાટ કરે છે. તેમના માટે 20 જેટલા વિશાળ પાંજરાઓ બનાવવામાં આવ્યા છે.

વધતી ગરમીને ધ્યાનમાં રાખીને દરેક પાંજરામાં ખાસ પ્રકારના પાણીના ફૂવારા કાર્યરત કરાયા છે. આ ફૂવારા સતત પાણીનો છંટકાવ કરીને ઠંડકનું વાતાવરણ જાળવી રાખે છે, જેથી પક્ષીઓને ગરમીમાં રાહત મળે. મહાનગરપાલિકા દ્વારા બપોરના સમયે ખાસ સમયગાળા દરમિયાન આ ફૂવારા ચાલુ રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વહેલી સવારે પક્ષીઓને ખોરાક અપાય છે, ત્યારબાદ બપોરે ખોરાકની ટ્રે દૂર કરી ફૂવારા શરૂ કરાય છે. સાંજે ફૂવારા બંધ કરી ફરી ખોરાક આપવામાં આવે છે.

મનપા તંત્ર દ્વારા જણાવાયું છે કે આ સંપૂર્ણ વ્યવસ્થા પક્ષીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ આયોજન મ્યુનિ.કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યું છે. શહેરમાં વધી રહેલી ગરમી વચ્ચે મહાનગરપાલિકાના આ પ્રયાસને પક્ષીપ્રેમીઓ દ્વારા પણ પ્રશંસા મળી રહી છે.

ધાર ભોજશાળા: જ્યાં કાલિદાસ અને બાણભટ્ટ વિદ્યા વહેંચતા, સરસ્વતીનું એ પવિત્ર ધામ જે ફરી ગુંજશે વેદ મંત્રોથી

સરકારી બેંકો અને LIC ના બજેટ પર કેન્દ્ર સરકારની કડકાઈ ! બિનજરૂરી ખર્ચાઓ પર તાત્કાલિક રોક લગાવવાનો આદેશ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટું આર્થિક પગલું ભર્યું છે. નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની તમામ સરકારી બેંકો, વીમા કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓને તેમના દૈનિક ખર્ચમાં ભારે કાપ મૂકવાનો સખત આદેશ આપ્યો છે. સરકારનો ઉદ્દેશ્ય સરકારી સંસ્થાઓમાં થતા બિનજરૂરી ખર્ચાઓને રોકીને આર્થિક શિસ્ત લાવવાનો છે.

આ મોટી સરકારી સંસ્થાઓ અને કર્મચારીઓ પર થશે સીધી અસર

સરકારના આ કડક નિર્ણયની સીધી અસર દેશની દિગ્ગજ નાણાકીય સંસ્થાઓ જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (BoB) અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) પર પડવાની છે. આ સંસ્થાઓમાં લાખો કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ફરજ બજાવે છે, જેમના માટે હવે કામ કરવાની આખી રીત બદલાઈ જશે.

હવે પ્રવાસ બંધ, વીડિયો કોન્ફરન્સિંગથી ચાલશે કામ

નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે:

  • બેંકો અને વીમા કંપનીઓની મોટાભાગની મીટિંગ, રિવ્યુ અને કન્સલ્ટેશન હવે રૂબરૂ મળવાના બદલે વીડિયો કોન્ફરન્સિંગ (વર્ચ્યુઅલ માધ્યમ) દ્વારા જ કરવાના રહેશે.
  • માત્ર અત્યંત અનિવાર્ય સંજોગોમાં જ અધિકારીઓ કે કર્મચારીઓને પ્રવાસ કરવાની અને રૂબરૂ હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે.
  • ચેરમેન, એમડી અને સીઇઓ કક્ષાના ટોચના અધિકારીઓની વિદેશ યાત્રાઓ પર પણ મોટી કાતર ચલાવવામાં આવી છે. તેમની વિદેશ યાત્રાઓ મર્યાદિત રાખવા અને આંતરરાષ્ટ્રીય બેઠકોમાં પણ ઓનલાઈન માધ્યમ અપનાવવા જણાવાયું છે.

પેટ્રોલ-ડીઝલની ગાડીઓ હટશે, ઇલેક્ટ્રિક વાહનો ફરજિયાત બનશે

ખર્ચ ઘટાડવાની સાથે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંત્રાલયે વધુ એક મોટો આદેશ આપ્યો છે. તમામ સરકારી નાણાકીય સંસ્થાઓને પેટ્રોલ અને ડીઝલ વાહનોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવા જણાવાયું છે. મુખ્ય મથકો (હેડક્વાર્ટર) અને વિવિધ શાખાઓમાં અત્યાર સુધી ભાડે રાખવામાં આવેલી પરંપરાગત ગાડીઓની જગ્યાએ હવે ફરજિયાતપણે ઇલેક્ટ્રિક કાર (EV) નો વપરાશ વધારવાનો રહેશે.

સરકારે કેમ લેવો પડ્યો આ કડક નિર્ણય?

આ મહત્વપૂર્ણ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ તાજેતરની અપીલ બાદ લેવામાં આવ્યો છે, જેમાં તેમણે તમામ સરકારી સંસ્થાઓ અને કર્મચારીઓને સંયમ રાખવા તેમજ ઓછામાં ઓછો ખર્ચ કરવાની નીતિ અપનાવવા જણાવ્યું હતું. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે દેશની નાણાકીય સ્થિતિ મજબૂત રાખવા માટે આ આદેશો જાહેર કરાયા છે અને તમામ મંત્રાલયોને તેનું કડકાઈથી પાલન કરાવવા સૂચના અપાઈ છે.

વૈશ્વિક મોંઘવારીના દબાણ વચ્ચે સરકારનો આ નિર્ણય સરકારી બેંકો અને એલઆઈસી જેવી સંસ્થાઓના નફાને વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ કડક માર્ગદર્શિકા લાગુ થયા પછી આ મોટી સંસ્થાઓ પોતાના વાર્ષિક બજેટમાં કેટલા કરોડો રૂપિયાની બચત કરી શકે છે.

બેંક એકાઉન્ટ વગર જ બાળકો પણ કરી શકશે UPI પેમેન્ટ ! Paytm લાવ્યું ખાસ પોકેટ મની ફીચર

RRB Technician Recruitment: રેલવેમાં 6565 જગ્યાઓ માટે ભરતી, અરજી પ્રક્રિયા 30 જૂનથી થશે શરૂ, જાણો વિગતો

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

પીએફ ખાતાધારકો માટે ખુશખબર ! EPFO એ પ્રોફાઈલ સુધારવાનું કામ કર્યું વધારે આસાન, જાણો ઘરે બેઠા બેઠા શું સુધારી શકશો

પીએફ ખાતાધારકો માટે સામાન્ય રીતે પ્રોફાઈલમાં રહેલી ભૂલો જેમ કે નામની સ્પેલિંગ, ખોટી જન્મતારીખ અથવા પિતાના નામમાં વિસંગતતા મોટી આફત સમાન સાબિત થતી હતી. ભૂતકાળમાં આ નાની ભૂલો સુધારવા માટે પીએફ ઓફિસ અને કંપનીના અસંખ્ય ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે કર્મચારીઓ રોકાણ અને ઉપાડની પ્રક્રિયા સરળતાથી કરી શકે તે માટે ઈપીએફઓએ જોઈન્ટ ડિક્લેરેશન (Joint Declaration) ની આખી સિસ્ટમને પેપરલેસ અને ઓનલાઈન કરી દીધી છે. હવે સભ્યો કોઈપણ વચેટીયા વગર સીધા જ પોતાની વિગતો સુધારી શકશે.

આટલી વિગતોમાં ઘરે બેઠા થશે ફેરફાર

નવા નિયમો અને સત્તાવાર માહિતી અનુસાર, પીએફ સભ્યો પોતાની પ્રોફાઈલમાં આપેલું નામ, લિંગ (જેન્ડર), જન્મતારીખ, રાષ્ટ્રીયતા, વૈવાહિક સ્થિતિ, માતા-પિતા અથવા પતિ-પત્નીનું નામ, કંપનીમાં જોડાયાની તારીખ (જૉઇનિંગ ડેટ) અને નોકરી છોડ્યાની તારીખ (એક્ઝિટ ડેટ) સહિતની મહત્વની વિગતોમાં ઓનલાઈન સુધારો કરાવી શકે છે.

ઓનલાઈન અરજી કરવા માટેનો સ્ટેપ-બાય-સ્ટેપ આખો પ્લાન:

આ ઓનલાઈન સુવિધાનો લાભ લેવા માટે કર્મચારી પાસે યુએએન (UAN) નંબર હોવો અને તે આધાર કાર્ડ સાથે લિંક હોવો ફરજિયાત છે. જો આ સુવિધા ઉપલબ્ધ હોય તો નીચે મુજબના પગલાં ભરવાના રહેશે:

  • સ્ટેપ 1: સૌ પ્રથમ ઈપીએફઓના સત્તાવાર યુનિફાઈડ મેમ્બર પોર્ટલ પર જાઓ. ત્યાં તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગ ઈન કરો.
  • સ્ટેપ 2: પોર્ટલ ખુલ્યા પછી ઉપર દેખાતા ‘Manage’ ટેબ પર ક્લિક કરો અને ડ્રોપડાઉન મેન્યુમાંથી ‘Joint Declaration’ નો વિકલ્પ પસંદ કરો.
  • સ્ટેપ 3: હવે તમારી કંપનીની મેમ્બર આઈડી (Member ID) ની પસંદગી કરો. આટલું કરતા જ તમારી હાલની પ્રોફાઈલ વિગતો સ્ક્રીન પર દેખાશે.
  • સ્ટેપ 4: જે વિગત કે સ્પેલિંગમાં ભૂલ હોય, તેની સામે આપેલા ખાનામાં સાચી માહિતી ટાઈપ કરો.
  • સ્ટેપ 5: આ સુધારાના સમર્થન માટે જરૂરી દસ્તાવેજો જેવા કે પાનકાર્ડ, માર્કશીટ, અન્ય પ્રમાણપત્ર અથવા ઓળખપત્રની સ્કેન કોપી પીડીએફ (PDF) ફોર્મેટમાં અપલોડ કરો.
  • સ્ટેપ 6: બધી વિગતો ભર્યા પછી આધાર કાર્ડ સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી (OTP) આવશે. તેને એન્ટર કરીને રિક્વેસ્ટ ફાઇનલ સબમિટ કરો.
  • સ્ટેપ 7: આ રિક્વેસ્ટ ડિજિટલ માધ્યમથી સીધી તમારી કંપની પાસે જશે. કંપની આ વિગતો ચકાસીને ડિજિટલ સિગ્નેચર દ્વારા તેને પીએફ ઓફિસને ફોરવર્ડ કરશે અને તમારી પ્રોફાઈલ અપડેટ થઈ જશે.

જો કંપની બંધ થઈ ગઈ હોય તો શું કરવું?

ઘણી વખત એવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યાં કર્મચારીની જૂની કંપની કાયમી ધોરણે બંધ થઈ ગઈ હોય. આવી સ્થિતિમાં ઓનલાઈન અરજી સબમિટ થઈ શકતી નથી. તેના ઉકેલ માટે કર્મચારીએ ઈપીએફઓની વેબસાઈટ પરથી ઓફલાઈન ‘Joint Declaration Form’ ડાઉનલોડ કરવો પડશે. આ ફોર્મ વ્યવસ્થિત ભરીને તેના પર બેંક મેનેજર અથવા કોઈ ગેઝેટેડ (રાજપત્રિત) અધિકારીના સિક્કા અને સહી કરાવીને વેરિફિકેશન કરાવવું પડશે. ત્યારબાદ આ ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે નજીકની પીએફ ઓફિસમાં રૂબરૂ જમા કરાવવાનું રહેશે.

સરકારનું આ ડિજિટલ કદમ લાખો કર્મચારીઓનો સમય અને નાણાં બચાવશે. હવે જોવાનું એ રહેશે કે ઓનલાઈન રિક્વેસ્ટ સબમિટ કર્યા પછી પીએફ ઓફિસ તરફથી કેટલા દિવસમાં આ સુધારો મંજૂર કરવામાં આવે છે.

ઘર બંધ હશે કે એસી-પંખા બંધ રાખશો તો પણ આવશે મોટું બિલ! સરકારી કંપનીઓ વધારી રહી છે આ ચાર્જીસ

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Bike Transport by Train : ટ્રેન દ્વારા બાઇક કેવી રીતે મોકલવી?

કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતી સંસ્થા NTA ની સ્થાપનાથી લઈને NEET વિવાદ સુધીની ઇનસાઇડ સ્ટોરી

ભારતમાં દર વર્ષે કરોડો વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરિંગ અને સરકારી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ આપે છે. આ પરીક્ષાઓને નિષ્પક્ષ, પારદર્શક અને ટેકનોલોજીથી સજ્જ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક વિશેષ એજન્સીની રચના કરવામાં આવી હતી, જેને આપણે NTA (National Testing Agency) તરીકે ઓળખીએ છીએ. પરંતુ, જે એજન્સીને પેપર લીક અને ગેરરીતિઓ રોકવા માટે બનાવવામાં આવી હતી, આજે તે પોતે જ કરોડો વિદ્યાર્થીઓના આક્રોશનો સામનો કરી રહી છે.

NTA શું છે અને તેની સ્થાપના ક્યારે થઈ?

NTA નું પૂરું નામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી) છે. તે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી એક સંપૂર્ણ સ્વાયત્ત (સ્વતંત્ર) પરીક્ષા સંસ્થા છે. આ એજન્સીની સ્થાપના વર્ષ 2017 માં કરવામાં આવી હતી. આ પહેલાં અલગ-અલગ સંસ્થાઓ વિવિધ પરીક્ષાઓ યોજતી હતી, જેના કારણે વ્યવસ્થા પર સવાલો ઉઠતા હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે એક પ્રોફેશનલ એજન્સી તરીકે NTA ની શરૂઆત કરી.

સ્થાપના પાછળનો મુખ્ય હેતુ શું હતો?

પહેલાની પરીક્ષા પદ્ધતિમાં વહીવટી તંત્રને ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, જેમ કે:

  • પેપર લીક થવાની વારંવાર બનતી ઘટનાઓ.
  • જુદા જુદા રાજ્યોમાં પરીક્ષાની અલગ-અલગ અને અસમાન વ્યવસ્થા.
  • પરીક્ષા કેન્દ્રો પર ટેકનિકલ ખામીઓ સર્જાવી.
  • પરિણામો જાહેર કરવામાં થતો લાંબો વિલંબ.

સરકારનો ઉદ્દેશ્ય આ બધી ખામીઓને દૂર કરી એક એવી સિસ્ટમ બનાવવાનો હતો જે સમયસર અને ડિજિટલ મોડમાં સચોટ મૂલ્યાંકન સાથે પરીક્ષા પૂર્ણ કરી શકે.

NTA કઈ કઈ મોટી પરીક્ષાઓનું આયોજન કરે છે?

જ્યારથી NEET પેપર લીકનો મામલો સામે આવ્યો છે, ત્યારથી લોકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી છે કે આ સંસ્થા બીજી કઈ પરીક્ષાઓ લે છે. NTA દેશની આ ૫ મોટી રાષ્ટ્રીય પરીક્ષાઓનું સંચાલન કરે છે:

  • NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ): મેડિકલ કોલેજોમાં MBBS, BDS અને અન્ય તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ભારતની સૌથી મોટી પરીક્ષા છે.
  • JEE Main: દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજો જેવી કે NIT અને IIIT માં એડમિશન માટે આ પરીક્ષા લેવાય છે. આ પરીક્ષા પાસ કર્યા પછી જ JEE Advanced આપવાનો રસ્તો ખુલે છે.
  • CUET (કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ): દેશની સેન્ટ્રલ યુનિવર્સિટીઓ અને અન્ય અગ્રણી વિશ્વવિદ્યાલયોમાં પ્રવેશ માટે આ પરીક્ષા દ્વારા તમામ વિદ્યાર્થીઓને સમાન તક પૂરી પાડવામાં આવે છે.
  • UGC NET: કોલેજો અને યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા તેમજ પીએચ.ડી. (Ph.D.) માં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય છે.
  • CMAT અને GPAT: મેનેજમેન્ટ કોર્સમાં પ્રવેશ માટે CMAT અને ફાર્મસી કોર્સ માટે GPAT પરીક્ષાનું આયોજન પણ આ જ સંસ્થા કરે છે.

એજન્સીની મુખ્ય જવાબદારીઓ અને કાર્યપદ્ધતિ

NTA મોટે ભાગે કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) એટલે કે ડિજિટલ માધ્યમથી પરીક્ષાઓ લે છે, જેથી પરિણામ જલ્દી આવે અને ગેરરીતિ અટકે.

આ ઉપરાંત સંસ્થાની મુખ્ય જવાબદારીઓમાં નીચેની બાબતો શામેલ છે:

  • દેશભરમાં સુરક્ષિત અને હાઇટેક પરીક્ષા કેન્દ્રોની પસંદગી કરવી.
  • ઉમેદવારો માટે ઓનલાઈન એડમિટ કાર્ડ જારી કરવા.
  • પરીક્ષા બાદ પ્રોવિઝનલ અને ફાઇનલ આન્સર કી (ઉત્તરોની ચાવી) જાહેર કરવી.
  • સમયસર પરિણામો આપવા અને વિદ્યાર્થીઓની ફરિયાદોના નિવારણ માટે હેલ્પલાઈન ચલાવવી.
  • વિદ્યાર્થીઓ તમામ માહિતી માટે સંસ્થાની સત્તાવાર વેબસાઇટ nta.ac.in નો ઉપયોગ કરે છે.

વિદ્યાર્થીઓ સામે કયા પડકારો છે?

આધુનિક સિસ્ટમ હોવા છતાં વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ નડે છે, જેમ કે પરીક્ષા દરમિયાન અચાનક સર્વર ડાઉન થઈ જવું, ટેકનિકલ ખામીઓ આવવી, પરીક્ષા કેન્દ્રો ઘરથી ઘણા દૂર હોવા અને સૌથી મોટો પડકાર એટલે પેપર લીકના આક્ષેપો.

શું છે NEET 2026 પેપર લીકનો વિવાદ?

3 મે 2026 ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં દેશભરના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાનું સપનું લઈને બેઠા હતા. પરંતુ પરીક્ષાના થોડા જ દિવસોમાં પેપર લીક થયાની પુષ્ટિ કરતા સમાચારોએ દેશને હચમચાવી દીધો. આ ઘટનાના માત્ર 9 દિવસ બાદ આખી પરીક્ષા રદ કરવાનો મોટો નિર્ણય લેવાયો. આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ સીબીસી (CBC) (Central Bureau of Communication)ને સોંપવામાં આવી અને તાત્કાલિક ધરપકડનો દોર શરૂ થયો. આ ઘટનાથી દેશની મેડિકલ પ્રવેશ પરીક્ષાની સુરક્ષા અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આજે 15 મેના રોજ નીટ યુજી 2026 ની રી-એક્ઝામની તારીખ જાહેર કરી દીધી છે. આ પરીક્ષા 21 જૂના રોજ યોજાશે. આ માટે ફરીથી એક્ઝામ સિટી સ્લિપ અને એડમિટ કાર્ડ જાહેર કરાશે, જેની માહિતી પરીક્ષાના થોડા દિવસ પહેલા આવશે. આ પરીક્ષા માટે રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓએ ન નવું રજીસ્ટ્રેશન કરાવવું પડશે કે ન તો કોઈ ફી ચૂકવવી પડશે.

પેટ્રોલ અને ડીઝલ પછી હવે શું તમારો મોબાઈલ રિચાર્જ પણ થશે મોંઘો? જાણી લો ટેલિકોમ કંપનીઓનો આ ઇનસાઇડ પ્લાન

Big Deal ! ટાટા અને નેધરલેન્ડની કંપની કરશે મોટા પ્રોજેક્ટ પર કામ, PM મોદીએ કરી જાહેરાત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News: ધર્મશાલામાં ‘હાઈ-વોલ્ટેજ’ મુકાબલો! પંજાબે ટોસ જીતીને RCBને આપ્યું ‘બેટિંગ’નું આમંત્રણ, જુઓ બંને ટીમની પ્લેઇંગ 11

ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 61મી લીગ મેચ ધર્મશાલાના સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે, જેમાં આ મેચમાં પંજાબ કિંગ્સ ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

બંને ટીમોની પ્લેઇંગ 11માં કેટલાક ફેરફાર થયા છે, જેમાં RCB ટીમનો કેપ્ટન રજત પાટીદાર ઈજાગ્રસ્ત હોવાના કારણે આ મેચ નથી રમી રહ્યો અને તેની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્મા કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહ્યો છે.

આ મેચ પર ફેન્સની સૌથી વધુ નજર રહેવાની છે, કારણ કે બંને ટીમો પ્લેઓફમાં પહોંચવાની રેસમાં બનેલી છે. આમાં RCB જે હાલમાં પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે છે, જો તે આ મેચ જીતશે તો પ્લેઓફમાં તેનું સ્થાન લગભગ પાકું થઈ જશે.

પંજાબ કિંગ્સની ટીમની વાત કરીએ તો, તેમણે આ સીઝનના પ્રથમ ફેઝમાં ઘણું શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં પ્રથમ 7 મેચમાંથી 6 મેચ પોતાના નામે કરી હતી, જ્યારે એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. જો કે, ત્યારબાદ તેમણે અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે હવે તેઓ પોઈન્ટ ટેબલમાં 13 પોઈન્ટ સાથે ચોથા નંબરે પહોંચી ગયા છે. હવે પંજાબને પ્લેઓફમાં પોતાનું સ્થાન પાકું કરવા માટે બાકી બચેલી બંને મેચોમાં જીત મેળવવી પડશે.

  1. પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, શશાંક સિંહ, અઝમતુલ્લા ઉમરઝઈ, હરપ્રીત બ્રાર, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
  2. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: જેકબ બેથેલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, વેંકટેશ અય્યર, જિતેશ શર્મા (વિકેટકીપર/કેપ્ટન), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા.

આ મેચ માટે બંને ટીમોના ઈમ્પેક્ટ પ્લેયર્સની યાદી:

  • પંજાબ કિંગ્સ: માર્કસ સ્ટોઈનિસ, ઝેવિયર બાર્ટલેટ, વિષ્ણુ વિનોદ, મુશીર ખાન, પ્રવીણ દુબે.
  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: રસિખ સલામ ડાર, જોર્ડન કોક્સ, અભિનંદન સિંહ, સ્વપ્નિલ સિંહ, કનિષ્ક ચૌહાણ.

Breaking News : IPLની બાકી રહેલી મેચો ચાહકો વગર મર્યાદિત મેદાનમાં રમાડવાની માંગ

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News : હોર્મુઝમાંથી પસાર થતા જહાજો માટે નવી સિસ્ટમ લાગુ કરશે ઈરાન, જાણો નવો પ્લાન

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો માટે નવી ટ્રાફિક અને ટોલ સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી છે. ઈરાનનો દાવો છે કે યુદ્ધ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. આ નિર્ણય બાદ વૈશ્વિક વેપાર અને તેલ પરિવહન પર તેની અસર અંગે ચર્ચા તેજ બની છે.

ઈરાની સાંસદ Ebrahim Azizi એ જણાવ્યું હતું કે નવી સિસ્ટમ હેઠળ જહાજો માટે ખાસ રૂટ નક્કી કરવામાં આવશે અને કેટલીક સેવાઓ માટે ફી વસૂલવામાં આવશે. તેમના અનુસાર, આ વ્યવસ્થા મુખ્યત્વે વેપારી જહાજો અને ઈરાન સાથે સહકાર રાખતા દેશો માટે લાગુ થશે. જેના કારણે ઈરાન પોતાના વિરોધી દેશોના જહાજો પર વધુ નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી શકે છે.

પડોશી દેશોના હિતોને ધ્યાનમાં રાખીને નવા નિયમો આવશે

ઈરાનના ઉપરાષ્ટ્રપતિ Mohammad Reza Aref એ પણ સ્પષ્ટ કર્યું કે દુશ્મન દેશોના લશ્કરી સાધનો લઈ જતા જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવા દેવામાં નહીં આવે. ઈરાની સંસદના ઉપાધ્યક્ષ Ali Nikzad એ જણાવ્યું હતું કે દેશની સુરક્ષા, આંતરરાષ્ટ્રીય કાયદા અને પડોશી દેશોના હિતોને ધ્યાનમાં રાખીને નવા નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન Islamic Revolutionary Guard Corps એ હોર્મુઝની સામુદ્રધુનીનો નવો નકશો જાહેર કર્યો છે. આ નકશામાં ઈરાનના દરિયાકાંઠા નજીક જહાજો માટે એક નવા સુરક્ષિત માર્ગની માહિતી આપવામાં આવી છે. આ પગલું પણ ઈરાનની વધતી દરિયાઈ દેખરેખ અને સુરક્ષા નીતિનો ભાગ માનવામાં આવી રહ્યું છે.

Donald Trump એ ઈરાનને ચેતવણી આપી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump એ ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે જો ટૂંક સમયમાં શાંતિ કરાર નહીં થાય તો ઈરાનને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ, ઈરાની સાંસદ Alireza Abbasi એ જણાવ્યું હતું કે સંસદ એક નવા કાયદા પર કામ કરી રહી છે, જેના હેઠળ દુશ્મન દેશો માટે લશ્કરી સામાન લઈ જતા જહાજો પર વધુ નિયંત્રણ અને વધારાની ફી લાદી શકાય છે.

આ મુદ્દે વૈશ્વિક સ્તરે રાજનૈતિક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. રશિયાએ હોર્મુઝ સ્ટ્રેટ અંગે ચીનના વલણને સમર્થન આપ્યું છે. રશિયન રાજદ્વારી Mikhail Ulyanov એ કહ્યું કે કાયમી યુદ્ધવિરામ જ આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે. ચીનના વિદેશ પ્રધાન Wang Yi એ પણ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાતચીત અને લાંબા ગાળાના યુદ્ધવિરામની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

બીજી તરફ, Bahrain અને United States સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે, જેમાં ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં હુમલા અને માઇનિંગ જેવી પ્રવૃત્તિઓ બંધ કરવાની માંગ કરવામાં આવશે.

ઇબોલા વાયરસને લઈ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર

આ પણ વાંચો, ડાયાબિટીસ જ નહીં, આ રોગોમાં પણ આઈસ્ક્રીમ ન ખાવો જોઈએ, થઈ શકે છે ગંભીર સમસ્યાઓ

સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલના વિદેશી નફા પર લાગશે લગામ, ડીઝલ અને જેટ ફ્યુઅલ પર મોટી રાહત આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

હજારો પરિવારો પર તોળાઈ રહ્યું છે સંકટ, મેટા પછી હવે એમેઝોનમાં છટણીનો ધમધમાટ, શું એઆઈ માનવ રોજગારને ગળી જશે?

આ પણ વાંચો, 6, 6, 6, 6, 6, 6, 6, 6… CSKના બોલરે માત્ર 16 બોલમાં આપ્યા 63 રન , LSGના બેટ્સમેનોએ કરી જબરદસ્ત ધોલાઈ!

Fridge Storage Mistakes: રેફ્રિજરેટરની અંદર પોલીથીનમાં શાકભાજી રાખવા કેટલા જોખમી?

રેફ્રિજરેટરમાં બટાકા, ડુંગળી અને અન્ય વસ્તુઓ સંગ્રહિત કરવાનું ટાળવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે લોકો, જાણીજોઈને કે અજાણતાં, દરરોજ રેફ્રિજરેટરમાં સંગ્રહ કરવાની મોટી ભૂલ કરે છે. મોટાભાગના ભારતીય ઘરો તેમના શાકભાજી અને ફળોને બજારમાંથી લાવેલી પ્લાસ્ટિકની થેલીઓમાં જ સંગ્રહિત કરે છે.

નિષ્ણાતો કહે છે કે આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તમને એ વિચિત્ર લાગશે કે પ્લાસ્ટિકની થેલીઓમાં સંગ્રહિત કાચા શાકભાજી અથવા ફળો પણ હાનિકારક હોઈ શકે છે. પરંતુ તે સાચું છે.

પોલીથીન બેગમાં શાકભાજી સંગ્રહિત કરવી ખોટી છે?

વ્યસ્ત જીવનને કારણે લોકો હવે રેફ્રિજરેટર સંબંધિત ઘણી ભૂલો કરે છે. જેમ કે રાતોરાત લોટ, સમારેલા શાકભાજી અને કાપેલા ફળો રેફ્રિજરેટરમાં રાખવા. લોકો આ ભૂલોથી વાકેફ છે, પરંતુ બહુ ઓછા લોકો ધ્યાનમાં લે છે કે પોલીથીન બેગમાં શાકભાજી સંગ્રહિત કરવી ખોટી છે. ચાલો આ કેટલું ખોટું છે તે અંગે નિષ્ણાતની સલાહ લઈએ.

રેફ્રિજરેટરમાં ખોરાક સંગ્રહ કરતી વખતે ભૂલો

રેફ્રિજરેટરમાં ખોરાક સંગ્રહ કરવાથી રસોડાના કાર્યો ખૂબ સરળ બની ગયા છે. વ્યસ્ત જીવનમાં તે ખૂબ જ ઉપયોગી સાધન છે, પરંતુ તેમાં ખોરાક સંગ્રહ કરતી વખતે ઘણી ભૂલો ઘણીવાર થાય છે. તે રોજિંદા જીવનમાં એક મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, પરંતુ તેનો દુરુપયોગ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

રેફ્રિજરેટર, જે દૂધ, દહીં, શાકભાજી, ફળો અને અન્ય વસ્તુઓને તાજી રાખે છે અને તેને બગડતા અટકાવે છે, તે ક્યારેક સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આવી જ એક ભૂલ પ્લાસ્ટિકની થેલીઓમાં શાકભાજી સંગ્રહ કરવાની છે.

નિષ્ણાતે શું કહ્યું?

દહેરાદૂનની કૈલાશ હોસ્પિટલના સિનિયર ડાયેટિશિયન ડૉ. પાયલ દત્ત કહે છે કે જો શાકભાજીને રેફ્રિજરેટરમાં પોલિથીન બેગમાં સંગ્રહિત કરવામાં આવે છે, તો બેગમાં રહેલું કોઈપણ પાણી શાકભાજીમાં શોષાઈ જાય છે. આનાથી શાકભાજી ભીના થઈ જાય છે, જેના કારણે બેક્ટેરિયાનો વિકાસ થાય છે, ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજીમાં. અડધા કાપેલા શાકભાજીને રેફ્રિજરેટરમાં પોલિથીન બેગમાં રાખવાથી ગંભીર નુકસાન થઈ શકે છે.

નિષ્ણાતો કહે છે કે કાપેલા શાકભાજીને સુરક્ષિત રાખવું મુશ્કેલ બને છે. તેથી તેમને પોલિથીન બેગમાં સંગ્રહિત કરવાથી સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. એકવાર શાકભાજી પોલિથીન બેગમાં સંગ્રહિત થઈ જાય, પછી તેમાં હવાનું પરિભ્રમણ થઈ શકતું નથી.

ભેજ થાયલેન ગેસ ઉત્પન્ન કરે છે

ઓક્સિજન અને હવાના અભાવને કારણે, ભેજ થાયલેન ગેસ ઉત્પન્ન કરે છે. આ માત્ર શાકભાજીને બગાડે છે એટલું જ નહીં પરંતુ C અને D જેવા આવશ્યક વિટામિન્સને પણ અમુક અંશે ઘટાડે છે.

શાકભાજીનો સંગ્રહ કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેમને બજારમાંથી પાછા લાવ્યા પછી સારી રીતે ધોઈ લો. પછી જો શક્ય હોય તો, તેમને સૂર્યપ્રકાશમાં મૂકો અથવા પંખા નીચે સૂકવવા માટે મૂકો. હવે શાકભાજી અને ફળોને બોક્સમાં અથવા રેફ્રિજરેટરમાં નિયુક્ત જગ્યામાં સંગ્રહિત કરો.

Grafting Technique: એક જ આંબાના ઝાડ પર દશેરી, લંગડા અને આલ્ફાન્સો ઉગાડવાની રીત

Garud Puran: મોક્ષ કેવી રીતે મળે છે? ગરૂડ પુરાણમાં સમજાવ્યો છે આ શબ્દનો યોગ્ય અર્થ- વાંચો

સૌથી ખતરનાક તો એ છે આપણને આપણી આ કેદ (બંદનનો) એહસાસ પણ નથી હોતો કારણ કે આપણે તેને જ સફળતાનું નામ આપી દીધુ છે. જો આટલી સારી ઉપલબ્ધિઓ બાદ પણ અંદરથી ખાલીપણુ અનુભવાય તો સવાલ ઉઠે છે કે આપણે આખરે કઈ ચીજથી ભાગી રહ્યા છીએ.

ગરુડ પુરાણ અનુસાર, બંધન બહાર નથી હોતુ પરંતુ આપણા મનમાં રહેલુ હોય છે. પૈસા, નામ અને સુવિધા મળી શકે છે. પરંતુ સુકુન ત્યારે જ મળશે જ્યારે મન શાંત હશે. આજે માણસ વિતેલા સમયને યાદ કરીને તેના વિશે વિચારતો રહે છે અથવા તો ભવિષ્યની ચિંતામાં રહે છે. આથી તે વર્તમાનમાં જીવી જ નથી શક્તો. આ જ તો છે તેનુ અસલી બંધન.

મોક્ષની પ્રાપ્તિ કંઈક મેળવવામાં નહીં પરંતુ છોડવામાં છે આઝાદી

જિંદગી એક મોબાઈલ ફોનની જેમ સમજો, જો તેમા બહુ બધી એપ્સ એકસાથે ચાલી રહી છે, તો તે સ્લો થઈ જાય છે, એવી જ રીતે આપણા મગજમાં પણ અનેક બેકાર એપ્સ ચાલતી રહે છે કે લોકો શું કહેશે, મને વધુ જોઈએ, મારે હારવુ નથી, આ જ આપણી ઊર્જા ખતમ કરે છે.

મોક્ષનો અર્થ

  • ડર છોડવો
  • લાલચ છોડવી
  • બીજાના અભિપ્રાયની ચિંતા છોડવી

જ્યારે વ્યક્તિ આ ચીજોને છોડી છે કે ત્યારે તે અંદરથી હળવાફુલ અનુભવે છે.

ઈતિહાસમાં એવા પણ ઉદાહરણ મળે છે જ્યા લોકોએ બધુ જ હોવા છતા અંદરથી એક ખાલીપણુ અનુભવ્યુ. જ્યારે કેટલાક લોકો સાધારણ જીવતા પણ અંદરથી એકદમ શાંત અને મુક્ત રહે છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે મોક્ષનો સંબંધ તમારી બાહ્ય સ્થિતિમાં નથી પરંતુ આંતરિક વિચારોમાં છે.

આજના સમયમાં એ વધુ જરૂરી બની ગયુ છે, કારણ કે આપણુ ધ્યાન દરેક સમયે વહેંચાયેલુ રહે છે. ફોન, સોશ્યિલ મીડિયા અને નોટિફિકેશન સતત ધ્યાન ખેંચે છે. આપણને લાગે છે કે આપણે આપણી મરજીથી જીવી રહ્યા છીએ પરંતુ હકીકતમાં આપણે આદતોના ગુલામ બની ચુક્યા છીએ.

અસલી આઝાદી શુ છે?

ગરૂડ પુરાણ અનુસાર અસલી આઝાદી ત્યારે મળે છે જ્યારે તમારી ખુશી બહારની ચીજો પર નિર્ભર નથી રહેતી, ન પૈસા પર, ન લોકોની પ્રશંસા પર.

મોક્ષ એ કોઈ દૂરની વસ્તુ નથી અને ના તો એ મૃત્યુ બાદ જ મળ છે. આ એજ સમયે શરૂ થઈ થાય છે, જ્યારે વ્યક્તિ સત્યને સ્વીકારી તેની ઈચ્છા અને ડરથી ઉપર ઉઠી જાય છે. તમારે આ દોડને જીતવાની જરૂર નથી. બસ આ દોડમાંથી બહાર નીકળવાની જરૂર છે.

Trump-Jinping Meeting: અબજો ડોલરની ડીલ માટે બે કટ્ટર હરીફો એક મંચ પર… વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા પર દુનિયાની નજર

Jamie Overton Injury : IPL પ્લેઓફની રેસ વચ્ચે CSK માટે ખરાબ સમાચાર, સ્ટાર બોલર ઈજાને કારણે વતન રવાના !

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 પ્લેઓફ માટેની રેસ ખૂબ જ રોમાંચક બની ગઈ છે. ટીમો પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો વિદેશી બોલર જેમી ઓવરટોન ઈજાને કારણે પોતાના વતન પરત ફર્યો છે. જેમી ઓવરટોન આ IPLમાં 10 મેચમાં 8.89 ની ઇકોનોમી સાથે 14 વિકેટ લીધી છે. ચેન્નાઈના ટીમના પ્લેયર શરૂઆતથી જ ઈજાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની, આયુષ મ્હાત્રે અને ખલીલ અહેમદ ઈજાઓને કારણે પહેલાથી જ ટીમની બહાર છે.

CSKએ સત્તાવાર રીતે કરી જાહેરાત

ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના સત્તાવાર ‘X’ હેન્ડલ પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી. ચેન્નાઈએ લખ્યું, “જેમી ઓવરટનને જમણી જાંઘમાં ઈજા થઈ છે અને તે વધુ તપાસ અને સારવાર માટે યુકે પરત ફરશે.” ચેન્નાઈ જેમી ઓવરટોન દ્વારા સર્જાયેલી ખાલી જગ્યા કેવી રીતે ભરે છે તે જોવાનું બાકી છે. ચેન્નાઈના અંશુલ કંબોજે આ IPL સિઝનમાં 11 મેચમાં 9.20 ની ઇકોનોમીથી 19 વિકેટ લીધી છે. સંજુ સેમસનએ 11 મેચમાં 169.29 ના સ્ટ્રાઇક રેટથી 430 રન બનાવ્યા છે.

CSK ની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ કેટલી છે?

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની સતત ત્રીજી જીતથી પ્લેઓફમાં પહોંચવાની તેમની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી ગઈ છે. તેમની બાકીની ત્રણ મેચ ચેન્નાઈ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચેન્નાઈએ 11 મેચ રમી છે અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે. ચેન્નાઈનો વર્તમાન નેટ રન રેટ +0.185 છે. જો ચેન્નાઈ તેની બાકીની ત્રણ મેચ જીતી જાય છે તો તેમના 18 પોઈન્ટ થશે.

CSK હજુ રેસમાંથી બહાર નથી

IPL 2026 સીઝનની શરૂઆતમાં સતત ત્રણ હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ લગભગ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. પરંતુ તે જ ટીમ હવે પ્લેઓફની રેસમાં પાછી ફરી છે. છેલ્લા આઠ મેચમાં 6 જીતે CSK ને નવું જીવન આપ્યું છે. ટીમનો અનુભવ, શાંત વર્તન અને દબાણ હેઠળ રમવાની ક્ષમતા ફરી એકવાર કામમાં આવી ગઈ છે. હવે સમીકરણ સ્પષ્ટ છે. ચેન્નઈને બાકીની બધી ત્રણ મેચ જીતવી પડશે. લખનૌ, હૈદરાબાદ અને ગુજરાત સામેની મેચો સરળ રહેવાની નથી પરંતુ IPLનો ઈતિહાસ કહે છે કે જ્યારે દબાણ વધે ત્યારે એમ એસ ધોનીની CSKને ક્યારેય હળવાશથી લઈ શકાય નહીં.

આ પણ વાંચો, Sanju Samson’s love story : મેદાનમાં સિક્સર કિંગ… પ્રેમમાં ચારુલતા સામે ક્લીન બોલ્ડ થયો સંજુ !

4 વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવાનું કારણ શું ? યુદ્ધ સિવાયના આ કારણો તમારુ બજેટ ખોરવી નાખશે !

હૈદરાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને 10 મુદ્દાની કરેલ અપીલ બાદ, બીજા જ દિવસે ગુજરાતની ધરતી પરથી ફરી દેશની જનતાને કરકસર અંગે અપીલ કરી હતી. આ અપીલને લઈને દેશની કેટલાક લોકોને અંદેશો આવી ગયો હતો કે, કંઈક મોટુ થવાનુ છે. વડાપ્રધાન તેની પૂર્વભૂમિકા બાધી રહ્યાં છે અને થયું પણ એવું જ. દેશના કેટલાક રાજ્ય સરકારોએ પીએમ મોદીની અપીલને માન આપીને કરકસરના પગલાં લેવાની શરૂઆત કરી દીધી. તો બીજી તરફ રાતોરાત પેટ્રોલ-ડીઝલ અને સીએનજીમાં ભાવ વધારો કરી નાખવામાં આવ્યો.

ભાવમાં નોંધપાત્ર વધારો થવાથી સામાન્ય માણસની ચિંતા વધી ગઈ છે. આમેય વધતા જતા ફુગાવાથી મધ્યમવર્ગ મોંધવારીના મારથી પીસાઈ રહ્યો હતો. તેમાય, ઈંધણમાં પ્રતિ લિટર ₹3 સુધીનો આ વધારો એક મોટા આંચકાથી ઓછો નથી. આવા સંજોગોમાં એવુ મનમાં જરૂર થાય કે, અચાનક એવુ તો શુ થયુ કે ચાર વર્ષે ઓઈલ કંપનીઓને ભાવ વધારવાની ફરજ પડી? આના જવાબ છે ચાર મુખ્ય પરિબળો, જેણે સામૂહિક રીતે ઈંધણના ભાવને આસમાને પહોંચાડ્યા છે.

ઈરાન સંઘર્ષ અને પુરવઠામાં વિક્ષેપ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાનું પ્રાથમિક અને સૌથી તાત્કાલિક કારણ મધ્ય પૂર્વમાં ઈરાન સાથે ઈઝરાયેલ અને અમેરિકાનુ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો બંધ હોવા અંગે છે. ખાસ કરીને, ઈરાન વિશ્વના અગ્રણી તેલ ઉત્પાદક દેશોમાંનો એક છે, અને વૈશ્વિક તેલ પુરવઠાનો નોંધપાત્ર ભાગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ જેવા મહત્વપૂર્ણ માર્ગોમાંથી પસાર થાય છે. યુદ્ધના ભય અને પ્રવર્તમાન તણાવને કારણે આ દરિયાઈ માર્ગ દ્વારા વહેતો પુરવઠો ખોરવાઈ ગયો છે. જેના કારણે તેલની વૈશ્વિક ઉપલબ્ધતા અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

ભારતીય તેલ કંપનીઓ તેમની ક્રૂડ ઓઈલની જરૂરિયાતોનો 80 ટકાથી વધુ વિદેશી સ્ત્રોતોમાંથી ખરીદે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, તાજેતરના ભૂતકાળમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે વૈશ્વિક બજારમાં પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલના ભાવ વધે છે, ત્યારે ભારતીય રિફાઇનરીઓ માટે તેને ખરીદવું વધુ મોંઘું થઈ જાય છે. આ વધેલા ખર્ચને સરભર કરવા માટે, સરકારી માલિકીની અને ખાનગી તેલ કંપનીઓ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો કરે છે.

ભારતીય તેલ કંપનીને થયેલ નુકસાન

ઘણા સમયથી, આંતરરાષ્ટ્રીય દરોમાં વધઘટ છતાં સ્થાનિક ઇંધણના ભાવ સ્થિર રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. પરિણામે, ઇન્ડિયન ઓઇલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી કંપનીઓ “અંડર-રિકવરી” એટલે કે નાણાકીય નુકસાનનો સામનો કરી રહી હતી. આ કંપનીઓ તેમના સંચાલન ખર્ચ અને નફાકારકતા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી હતી. જો કે, આ નુકસાનને શોષવાની તેમની ક્ષમતા ઓછી થતી ગઈ અને ક્રૂડ ઓઇલ સતત મોંઘું રહ્યું, કંપનીઓએ આખરે તેમની નાણાકીય સ્થિતિને બચાવવા માટે આ વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખ્યો.

વૈશ્વિક અનિશ્ચિતતા અને આર્થિક પરિબળો

વિશ્વભરમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય અનિશ્ચિતતા એ બીજું એક મુખ્ય ફાળો આપતું પરિબળ છે. અમેરિકન ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે ભારત માટે ક્રૂડ ઓઇલની આયાત વધુ મોંઘી થઈ ગઈ છે, કારણ કે તેલ ખરીદી માટે ચૂકવણી ડોલરમાં જ થવી જોઈએ. વધુમાં, વૈશ્વિક રોકાણ બજારોમાં અનિશ્ચિતતા કોમોડિટીઝમાં સટ્ટાકીય વેપારને વેગ આપે છે, જે બદલામાં તેલના ભાવમાં વધારો કરે છે. સામૂહિક રીતે, આ વિવિધ વૈશ્વિક પરિબળોએ એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે જ્યાં તેલના ભાવને નિયંત્રિત કરવા સરકાર અને તેલ કંપનીઓ બંને માટે એક ભયંકર પડકાર બની ગયો છે.

Breaking News : દિલ્હી સરકારની જાહેરાત, સપ્તાહમાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ, નો વ્હીકલ ડે

આ પણ વાંચો Numerology : અંક શાસ્ત્ર મુજબ 3 અંક ધરાવતા લોકો છળ-કપટથી રહે છે દૂર!

TV9 CBC 2026 : TV9 બેડમિન્ટન ચેમ્પિયનશિપ સીઝન 2 શરૂ, 300 થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ

ટીવી9 નેટવર્ક દ્વારા આયોજિત કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ સીઝન-2નું આયોજન થઈ ચૂક્યું છે. હૈદારાબાદના ગોચીબોવલી સ્થિત પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડમીમાં શુક્રવારના રોજ ધામધુમથી શુભારંભ થયો છે. આ મહોત્સ્વ 17 મે સુધી ચાલશે.વિશ્વ ફેમસ આઈટી અને અન્ય દિગ્ગજ કંપનીઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. માઈક્રોસોફ્ટ,એમેઝોન અને ઈન્ફોસિસ જેવી કંપનીોના પ્રતિનિધિ મેદાનમાં ઉતરનારા છે. ગત્ત સીઝનમાં ગુગલ,ડેલ,ઉબેર,માય હોમ,આઈકિયા,ડેલોઈટ અને ડો રેડ્ડીઝ જેવી અંદાજે 64 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. 1,000થી વધુ મેચની સાથે ચાહકોનું મનોરંજન કર્યું હતુ.

300થી વધુ ખેલાડી લઈ રહ્યા છે ભાગ

આ વર્ષે ઉત્સાહનો માહૌલ છે. આજે સવારથી મોટી સંખ્યામાં કર્મચારીઓ આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે આવી ચૂક્યા છે. આ ચેમ્પિયનશીપમાં 300થી વધુ ખેલાડીઓ પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટ ભારતીય બેડમિન્ટનના દિગ્ગજ અને પદ્મ ભૂષણ એવોર્ડથી સ્ન્માનિત પુલેલા ગોપીચંદના માર્ગદર્શનમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે.

મેન્સ સિંગલ ઇવેન્ટ માટે ક્વોલિફાય

  • સેપિયન્સ – શ્રીરંગરાજન એન
  • એમેઝોન – લવી મુલચંદાની
  • માઈક્રોસોફ્ટ – ઈશર મેનન
  • VNRVJIET – ડૉ. શૈલજા
  • FINMKT – વર્ષિતા
  • મેક્રો ગ્રુપ – જ્ઞાનેશ્વરી
  • એન રંગા રાવ એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ – ચિન્મયી
  • માઇક્રોસોફ્ટ – શૈલી જાલોરી

મેચ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર આયોજિત કરવામાં આવી રહી છે, દેશની સૌથી ફેમસ ગોપીચંદ એકેડમીમાં રમવાનો અવસર કોર્પોરેટ કર્મચારીઓમાં નવો ઉત્સાહ ઉભો કરે છે. તે ફક્ત કામના તણાવને ઘટાડવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ નથી પણ ખેલદિલી દર્શાવવાની પણ એક શ્રેષ્ઠ તક છે.

આ ચેમ્પિયનશીપમાં વિજેતાઓને ટ્રોફીની સાથે-સાથે 5 લાખ રુપિયા આપવામાં આવશે.કુલ 2 કેટેગરી છે.

ટીમ ચેમ્પિયનશિપ: પુરુષોની ટીમ સ્પર્ધામાં બે સિંગલ્સ અને એક ડબલ્સ મેચ હશે. એક ટીમમાં ઓછામાં ઓછા ત્રણ અને વધુમાં વધુ પાંચ સભ્યો હોવા જોઈએ. બધા સભ્યો એક જ સંસ્થાના હોવા જોઈએ.

ઓપન કેટેગરી: આમાં પુરુષોના સિંગલ્સ, મહિલા સિંગલ્સ અને મિક્સ ડબલ્સનો સમાવેશ થાય છે. વિવિધ સંસ્થાઓના ખેલાડીઓ પણ આ શ્રેણીમાં ડબલ્સ તરીકે ભાગ લઈ શકે છે.

પહેલી સીઝન સફળ રહી

પહેલી સીઝનને ટોચની કંપનીઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. ગૂગલ, ડેલ, ઉબેર, માયહોમ, માઇક્રોસોફ્ટ, ઇન્ફોસિસ, એમેઝોન, આઇકેઇએ, મેકમાયટ્રિપ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, એબીબી, ડો. રેડ્ડીઝ, નોવાર્ટિસ, શ્રોડિંગર, કેપજેમિની, ગ્રીનકો, એલએમટી અને ડેલોઇટ જેવી અગ્રણી કંપનીઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં 300 થી વધુ ખેલાડીઓ અને 64 થી વધુ કોર્પોરેટ ટીમોએ ભાગ લીધો હતો, અને 1,000 થી વધુ મેચ યોજાઈ હતી. આ બધી કંપનીઓ આ વર્ષે પણ ભાગ લઈ રહી છે.

બેડમિન્ટન એક ઇન્ડોર ગેમ છે જેમાં રેકેટ અને શટલકોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખેલાડી સિંગલ્સ અને ડબલ્સ ફોર્મેટમાં રમે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

44 વર્ષ જૂની રસીદે હંગામો મચાવ્યો, શું રાજદૂતની કિંમત માત્ર 10,000 હતી ? સત્ય જાણીને મગજ ચકરાવે ચડશે

Rajdoot Bike 1980 Viral Receipt Fact Check: આજકાલ સોશિયલ મીડિયા પર 44 વર્ષ જૂની એક રસીદ ખૂબ જ ચર્ચામાં છે. આ રસીદ 1980માં ખરીદેલી રાજદૂત મોટરસાઇકલની છે. જૂની પેઢીઓ ભૂતકાળની યાદો તાજી કરી રહી છે, પણ આજની પેઢી વિચારી રહી છે કે શું ફુગાવો ક્યારેય આટલો ઓછો હતો. પણ રાહ જુઓ, શું આ રસીદ એટલી જ સાચી છે જેટલી દેખાય છે? ચાલો આ રસપ્રદ કેસમાં ઊંડા ઉતરીએ.

એક વ્યક્તિએ 175 સીસી રાજદૂત ખરીદી હતી

ભારત મોટર્સની આ વાયરલ રસીદ મુજબ, 20 જૂન 1980 ના રોજ ઉત્તર પ્રદેશના નઈ બસ્તીના રહેવાસી મનોજ સિંહ નામના એક વ્યક્તિએ 175 સીસી રાજદૂત ખરીદી હતી. રસીદમાં મોટરસાઇકલની કિંમત ₹9,000 અને ટેક્સ ₹1,000 દર્શાવવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે તે કુલ ₹10,000 માં એક ચમકતી બાઇક લઈને ઘરે પહોંચ્યો.

કલ્પના કરો આજના વિશ્વમાં જ્યારે આટલા પૈસાથી સારા સ્માર્ટફોનની તૂટેલી સ્ક્રીનને પણ લઈ શકતા નથી, ત્યારે જે કોઈની પાસે રાજદૂત હોત, તે પડોશમાં ચોક્કસ માન મેળવત.

નેટીઝન્સ માથું ખંજવાળવા લાગ્યા

આ રસીદ સાથેની સરખામણી પણ વાયરલ થઈ રહી છે, જેના કારણે નેટીઝન્સ માથું ખંજવાળવા લાગ્યા છે. રસીદનો ફોટો શેર કરનાર વ્યક્તિએ લખ્યું, “તે સમયે, એક એકર જમીન 5,000 રૂપિયામાં મળતી હતી. આનો અર્થ એ થયો કે જે વ્યક્તિ 10,000 રૂપિયામાં બાઇક ખરીદે છે તેની પાસે 2 એકર જમીન હોઈ શકે છે.”

આજે, શહેરની નજીક આટલી જમીન કરોડોની છે, જ્યારે એક ભંગારનો વેપારી પણ તે જૂની બાઇક ન ખરીદી શકે. આ જ કારણ છે કે ઇન્ટરનેટ પર લોકો મજા લઈ રહ્યા છે, “કાશ મારા દાદાએ તે સમયે મોટરસાયકલને બદલે જમીન ખરીદી હોત.”

પણ શું આ રસીદ સાચી છે?

વાયરલ થતાં જ સોશિયલ મીડિયાના તપાસકર્તાઓએ આ વિસંગતતા શોધી કાઢી. નજીકથી નજર નાખતાં કંઈક બીજું જ બહાર આવશે. તમે જોશો કે રસીદ બનાવનાર ડીલરના હસ્તાક્ષર અને ગ્રાહકના હસ્તાક્ષર બરાબર સમાન છે. ડીલર અને ગ્રાહક બંને એક જ શૈલીમાં કેવી રીતે લખી શકે? હકીકતમાં આ રસીદ કૃત્રિમ બુદ્ધિ (AI) નો ઉપયોગ કરીને ડિજિટલ રીતે બનાવવામાં આવી હતી.

આ 44 વર્ષ જૂની રસીદે હંગામો મચાવ્યો

(Credit Source: @MP_m_98)

અહો આશ્ચર્યમ્…સોશિયલ મીડિયા પર વાયરલ થયો હનુમાનજીની પ્રતિમાનો અનોખો Video, Optical Illusion કે પછી ચમત્કાર

મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન, પંપો પર લાગી લાંબી કતારો

ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછતના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, પેટ્રોલ અને ડીઝલની કોઈ જ અછત ના હોવાનું સરકાર અને પેટ્રોલપંપ ડિલર્સ એસોસિએશન જણાવી રહ્યાં છે. આમ છતા, મહીસાગર જિલ્લામાં મોટા ભાગના પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખૂટી જતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા પેટ્રોલ પંપ પર “નો સ્ટોક”ના પાટીયા લગાવવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું હતું.

મહિસાગર જિલ્લાના સામે આવી રહેલા અહેવાલ અનુસાર, ઘણાબધા પેટ્રોલપંપ પૈકી માત્ર એકાદ- બે પેટ્રોલ પંપ પર જ ઈંધણ ઉપલબ્ધ હોવાથી ત્યાં વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ હતી. પેટ્રોલ પુરાવવા માટે વાહનચાલકોને કલાકો સુધી રાહ જોવી પડતા, લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે કેટલાક સ્થળોએ પોલીસની મદદ લેવામાં આવી હતી. પોલીસ દ્વારા પેટ્રોલ-ડીઝલ પુરાવવા આવેલ વાહનચાલકો અને ખેડૂતોની ભીડને કાબુમાં રાખવા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

બીજી તરફ ભરૂચ જિલ્લાના હાંસોટ વિસ્તારમાં પણ ડીઝલની અછત સર્જાતા પરિસ્થિતિ ગંભીર બની છે. હાંસોટ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર, ખેતીના વપરાશ માટે ડીઝલ ભરાવવા માટે લોકોની લાંબી લાઇનો લાગી હતી. ખાસ કરીને ટ્રક ચાલકો, ટેમ્પો અને કૃષિ સંબંધિત વાહનોના ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અચાનક સર્જાયેલી અછતને કારણે રોજિંદા પરિવહન અને વ્યવસાય પર અસર પડી રહી છે. જો સમયસર પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં થાય તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

આ અંગે પેટ્રોલપંપ ઓનર્સ એસોસિએશનનું કહેવું છે કે, કેટલાક પંપ ઉપર પુરવઠો ખૂટી જતા ગણતરીના કલાકો માટે આઉટ ઓફ સ્ટોકની સ્થિતિ હોઈ શકે છે. કારણ કે, ઓઈલ કંપનીઓએ એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકી હોવાથી, જયા સુધી પુરેપુરુ પેમેન્ટ ના ચૂકવાય ત્યાં સૂધી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઓઈલ કંપની દ્વારા પુરો પાડવામા ના આવ્યો હોય તેમ બની શકે છે. બાકી ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠામાં કોઈ અછત ના હોવાનું કહેવું છે.

Breaking News : ઈંધણની ગંભીર કટોકટીના સંકેત ? કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે

Breaking News: હવે Strait of Hormuz બ્લોકેજની નહીં પડે અસર! ઓમાનથી ગુજરાત વચ્ચે 40 હજાર કરોડના ગેસ કોરિડોર પર કામ તેજ

હોર્મુઝ જળમાર્ગમાં વધતા તણાવ વચ્ચે ભારત હવે પોતાની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર ઓમાનથી ગુજરાત સુધી સમુદ્રની અંદરથી આશરે 2,000 કિલોમીટર લાંબી ગેસ પાઇપલાઇનની યોજના પર ઝડપથી કામ કરી રહી છે.

પ્રોજેક્ટનો ગુજરાત કનેક્શન

પ્રસ્તાવિત “મિડલ ઈસ્ટ-ઈન્ડિયા ડીપ વોટર પાઇપલાઇન” (MEIDP) આશરે 2,000 કિલોમીટર લાંબી હશે. આ પાઇપલાઇન અરબી સમુદ્રની અંદરથી પસાર થઈને ઓમાનને સીધું ગુજરાતના દરિયાકિનારા સાથે જોડશે. આ માર્ગ દ્વારા દરરોજ લગભગ 31 mmscmd નેચરલ ગેસ ભારત સુધી પહોંચાડી શકાશે.

પ્રોજેક્ટને કેટલો સમય લાગશે?

પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ, જો આ પ્રોજેક્ટને અંતિમ મંજૂરી મળી જશે તો તેને પૂર્ણ થવામાં લગભગ પાંચથી સાત વર્ષનો સમય લાગી શકે છે. સરકારનું માનવું છે કે આ યોજના ભારતને LNG સ્પોટ માર્કેટ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બનશે અને ગેસ સપ્લાયને વધુ સ્થિર તેમજ સસ્તી બનાવશે.

પ્રોજેક્ટનો ખર્ચ

અંદાજે 40 હજાર કરોડ રૂપિયાના ખર્ચવાળી આ મહત્ત્વાકાંક્ષી યોજના ભારતને દરિયાઈ અવરોધો વિના સ્થિર અને સસ્તી ગેસ સપ્લાય ઉપલબ્ધ કરાવી શકે છે. આ પ્રોજેક્ટથી LNG માર્કેટ પરની નિર્ભરતા ઘટશે અને ભવિષ્યમાં ઊર્જા સંકટનું જોખમ પણ ઓછું થશે.

સરકારી કંપનીઓ કરી છે છે રિપોર્ટ તૈયાર

સરકારે GAIL, Engineers India અને Indian Oil Corporation જેવી સરકારી કંપનીઓને આ પ્રોજેક્ટ માટે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચનાઓ આપવાની તૈયારી શરૂ કરી છે. શરૂઆતનો અભ્યાસ નવી દિલ્હીની ખાનગી કંપની The South Asia Gas Enterprise (SAGE)ની રિપોર્ટના આધારે કરવામાં આવી રહ્યો છે.

દરિયાઈ અવરોધોથી સુરક્ષિત રહેશે પાઇપલાઇન

અહેવાલો મુજબ, આ પાઇપલાઇનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે તે ભૂરાજકીય રીતે સંવેદનશીલ વિસ્તારો અને દરિયાઈ અવરોધોથી બચી શકે. આ યોજના સફળ બનશે તો ભારતને ઓમાન ઉપરાંત UAE, કતાર, સાઉદી અરેબિયા, ઈરાન અને તુર્કમેનિસ્તાન જેવા ગેસ સમૃદ્ધ દેશોમાંથી સીધી ગેસ આયાત કરવાનો વિકલ્પ મળશે.

માહિતી પ્રમાણે, આ પાઇપલાઇન સમુદ્રની અંદર લગભગ 3,450 મીટર જેટલી ઊંડાઈએ નાખવામાં આવી શકે છે. જો આવું થશે તો આ વિશ્વની સૌથી ઊંડી સમુદ્રી ગેસ પાઇપલાઇન યોજનાઓમાં સામેલ થશે. તાજેતરના ટેક્નિકલ અભ્યાસોમાં આ પ્રોજેક્ટને સુરક્ષિત અને વ્યવહારુ ગણાવવામાં આવ્યો છે.

નિષ્ણાતોનું માનવું છે કે આ યોજના માત્ર ભારતની ઊર્જા સુરક્ષાને જ મજબૂત નહીં બનાવે, પરંતુ દેશની આર્થિક અને વ્યૂહાત્મક શક્તિમાં પણ વધારો કરશે. હોર્મુઝ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાં અવરોધ ઉભા થાય અથવા વૈશ્વિક સંકટ સર્જાય તો પણ ભારતની ગેસ સપ્લાય પર તેની મોટી અસર નહીં પડે.

ગેસ પેપરથી લઈને પ્રશ્નોના PDF સુધી… NEET પેપર લીક પાછળ કેટલા ખેલાડીઓ અને કેટલા રહસ્યો છુપાયેલા છે?

Adhik Maas 2026: અધિક માસ દરમિયાન આ ઉપાયો અપનાવો, તમારા જીવનની સમસ્યાઓ થશે દૂર!

Adhik Maas: હિન્દુ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ છે. તેને મલમાસ અને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે, અને આ સમયગાળા દરમિયાન પૂજા, દાન અને આધ્યાત્મિક સાધના કરવાથી અનેકગણા લાભ મળે છે.

કેલેન્ડર મુજબ, 2026 માં અધિક માસ રવિવાર, 17 મે, 2026 થી શરૂ થાય છે અને સોમવાર, 15 જૂન, 2026 સુધી ચાલુ રહેશે. એવું માનવામાં આવે છે કે આ મહિના દરમિયાન કરવામાં આવતા શુભ કાર્યો મુશ્કેલીઓ ઘટાડવામાં અને માનસિક શાંતિ લાવવામાં મદદ કરે છે. ચાલો જોઈએ કે અધિક માસ દરમિયાન કયા ઉપાયો શુભ માનવામાં આવે છે, તેનું મહત્વ અને શું ધ્યાન રાખવું જોઈએ.

અધિક માસ શું છે?

હિન્દુ કેલેન્ડર ચંદ્ર અને સૌર ગણતરીઓ પર આધારિત છે. ચંદ્ર અને સૌર વર્ષ વચ્ચે સંતુલન જાળવવા માટે લગભગ દર ત્રણ વર્ષે એક વધારાનો મહિનો, જેને અધિક માસ કહેવાય છે, ઉમેરવામાં આવે છે. શાસ્ત્રોમાં આ મહિનાને ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો માનવામાં આવે છે. તેથી તેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા એવી છે કે આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનની મુશ્કેલીઓ ઓછી થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

અધિક માસ દરમિયાન આ ઉપાયો અજમાવો!

અધિક માસ દરમિયાન પાણીનું દાન

અધિક માસ દરમિયાન પાણીનું દાન કરવું એ સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે. આ મહિના દરમિયાન તરસ્યાને પાણી આપવું અથવા પાણીનો ઘડો દાન કરવો એ ભગવાનની સીધી સેવા માનવામાં આવે છે. આ મહિનો ભગવાન વિષ્ણુનો છે, અને તેથી તેઓ પાણીની સેવા કરનારાઓ પર વિશેષ આશીર્વાદ વરસાવે છે.

તુલસીના છોડની પૂજા કરો

અધિક માસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે, તેથી તુલસીની પૂજાનું વિશેષ મહત્વ છે. અધિક માસ દરમિયાન દરરોજ તુલસીના છોડને પાણી અર્પણ કરો અને સાંજે દીવો પ્રગટાવો.

પીળા કપડાં અને પીળી વસ્તુઓનું દાન કરો

આ મહિનામાં પીળો રંગ શુભ માનવામાં આવે છે. અધિક માસ દરમિયાન જરૂરિયાતમંદોને પીળા કપડાં, હળદર, ચણાની દાળ અથવા કેળાનું દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.

વિષ્ણુ મંત્રોનો જાપ શરૂ કરો

અધિક માસ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે. તે માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવે છે.

ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરો

ધાર્મિક માન્યતાઓ અનુસાર, અધિક માસ દરમિયાન ખોરાક, પાણી અને કપડાંનું દાન કરવાથી પાપોનો નાશ થાય છે અને શુભ પરિણામો મળે છે.

અધિક માસનું ધાર્મિક મહત્વ

અધિક માસને ધ્યાન, ભક્તિ અને આત્મશુદ્ધિનો મહિનો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવતા જપ, તપ, દાન અને પૂજાનું ફળ સામાન્ય દિવસો કરતાં વધુ મળે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન વિષ્ણુએ આ મહિનાને પોતાનું નામ આપ્યું અને તેને પુરુષોત્તમ માસ તરીકે નિયુક્ત કર્યું. તેથી, આ મહિના દરમિયાન વિષ્ણુ પૂજા, શ્રીમદ્ ભાગવત કથાનું પાઠ, ગીતાનો પાઠ અને સ્તોત્રો ગાવાનું શુભ માનવામાં આવે છે.

અધિક માસ દરમિયાન શું ન કરવું જોઈએ?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, અધિક માસ દરમિયાન તામસિક ખોરાક, માંસાહારી ખોરાક અને કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવું જોઈએ. આ સમયગાળા દરમિયાન જૂઠું બોલવાનું, કોઈનું અપમાન કરવાનું અથવા અન્યને નુકસાન પહોંચાડવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. ક્રોધ, દલીલો અને નકારાત્મક વિચારોથી દૂર રહીને શાંત અને સકારાત્મક વલણ જાળવી રાખવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અધિક માસ દરમિયાન લગ્ન, ગૃહસ્થી સમારોહ, મુંડન સમારોહ અને અન્ય શુભ સમારોહ ટાળવામાં આવે છે. કારણ કે આ સમય પૂજા અને ધ્યાનનો હોય છે.

Shiv Puja: શું ઘરમાં શિવલિંગ રાખવું જોઈએ? તેને રાખવાના નિયમો અને તેની પૂજા કરવાની સાચી રીત જાણો

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Breaking News : આશિષ નેહરાની આ ફોર્મ્યુલા IPLમાં મચાવી રહી છે ધમાલ

આઈપીએલમાં મોટાભાગની ટીમો બેટ્સમેનને ખુશ કરનારી ક્રિકેટ રમી રહી છે. દરેક મેચમાં 220 પ્લસ, દરેક ઓવરમાં સિક્સ, દરેક બોલમાં ઈમ્પૈક્ટ પરંતુ ગુજરાત ટાઇટન્સે આ સમગ્ર ભવ્યતામાં ટેસ્ટ મેચની ક્રૂરતા ઉમેરી છે. ગુજરાતના ફાસ્ટ બોલરને બેટ્સમેનને આઉટ કરતા નહી પરંતુ પરેશાન કરતા આવડે છે. નવા બોલથી મોહમ્મદ સિરાજ અને કાગિસો રબાડા જ્યારે દોડે છે. તો સામે રહેલા બેટ્સમેનન રન ઓછા અને આઉટ થવાથી બચવાનો રસ્તો વધારે શોધે છે. ત્યારબાદ બદલાવ આવે છે.

ડેથ ઓવરોમાં યોર્કર

પ્રસિદ્ધ કૃષ્ણા અને જેસન હોલ્ડર ત્યારબાદ બેકઅપમાં અર્શદીપ ખાન જેવા બોલર, જ્યારે બેટ્સમેન વિચારે છે કે, હવે સ્પિન આવશે અને થોડી રાહત મળશે. ત્યારે સામે રાશિદ ખાન મળે છે. ગુજરાતની બોલિંગ જોઈ લાગે છે કે,જેવી ટીમ મીટિંગમાં માત્ર એક લાઈન બોલવામાં આવે છે કે, સ્ટંપ પછી જોજો. પહેલા બેટ્સમેનને મુશ્કેલીમાં નાંખો.અન્ય ટીમો ડેથ ઓવરોમાં યોર્કર શોધે છે, પણ જીટીના બોલરો હાર્ડ લેન્થને વળગી રહે છે. જેમ ટેસ્ટ મેચનો પાંચમો દિવસ ચાલું થાય છે. બોલ તમારી છાતીની નજીક આવે છે. પુલ મારો તો કેચ, અને તમને હરાવવામાં આવે. ટુંકમાં બેટ્સમેન પાસે ઓછા શોટ અને ભૂલો વધુ રહે છે.

આઈપીએલમાં ફાસ્ટ બોલિંગ કલ્ચર

હેડ કોચ આશિષ નેહરાની સૌથી મોટી સમસ્યા એ છે કે, તેમણે ગુજરાત ટાઈટન્સને માત્ર એક ટીમ નહી પરંતુ બોલરની ફેક્ટ્રી બનાવી છે. મોહમ્મદ શમીએ અહીં પોતાનો ડર ફરીથી શોધી કાઢ્યો. મોહિત શર્માને બીજી કારકિર્દી મળી. હવે સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા એ જ સિસ્ટમમાં બેટ્સમેનોની ટેકનિકને હલાવી રહ્યા છે.

ગુજરાતના બોલરો માત્ર વિકેટ લેતા નથી. પરંતુ મેચનું આખું મુડ બદલી નાંખે છે. શુભમન ગિલની કેપ્ટનશીપ પણ બદલી ચૂકી છે ,ગિલ હવે માત્ર પોસ્ટર બોય રહ્યો નથી. તેની કેપ્ટનશીપમાં એક અલગ જ અંદાજ જોવા મળે છે, રાશિદ ખાન જેવા મેચ વિનર સ્પિનિર હોવા છતાં ગુજરાત કેટલીક વખત ફાસ્ટ બોલર પર મેચ છોડી દે છે. કારણ કે, ટીમને વિશ્વાસ હોય છે કે, જો હાર્ડ લેન્થ યોગ્ય પડી રહી છે. તો બેટ્સમેન પોતાના હાથે ભૂલ કરશે. ટુકમાં ગુજરાત વિરોધી ટીમને પોતાની જાળમાં ફસાવે છે.

આઈપીએલની અન્ય ટીમ માટે ખતરાની ઘંટી

સૌથી ડરામણી વાત એ છે કે, ગુજરાત માત્ર અમદાવાદમાં જીતી રહી નથી. બહાર પણ તેની સ્ટોરી આવી જ છે. કોઈ હોમ પિચ ફ્રોડ નહી. આખી ક્રિકેટ ફિલોસોફી છે, જ્યારે અન્ય ટીમ મનોરંજન ક્રિકેટ રમી છે. તો નહેરાજી જીટી બેટ્સમેનોને યાદ અપાવે છે કે, ફાસ્ટ બોલિંગ હજુ પણ ક્રિકેટમાં સૌથી મોટો ડર છે.

IPL 2026 : કેટલું કમાય છે આશિષ નેહરા? ગુજરાત ટાઈટન્સને પ્લેઓફમાં પહોંચાડવા માટે કોચ પર થાય છે પૈસાનો વરસાદ અહી ક્લિક કરો

Lucky Wallet Color: તમારા પર્સનો રંગ, તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે? જાણો મૂળાંકના આધારે તમારો લકી કલર

Best Wallet Color for Prosperity: લોકો ઘણીવાર પર્સ ખરીદતી વખતે ફક્ત ડિઝાઇન પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ અંકશાસ્ત્ર પણ પર્સનો રંગ ખૂબ જ મહત્વપૂર્ણ માને છે. એવું માનવામાં આવે છે કે ખોટા રંગનું પર્સ વ્યક્તિની નાણાકીય પરિસ્થિતિ, આત્મવિશ્વાસ અને માનસિક ઉર્જા પર અસર કરી શકે છે.

કયો મૂળાંક રંગ શુભ માનવામાં આવે છે?

યોગ્ય રંગનું પર્સ સકારાત્મક ઉર્જા, સંપત્તિ આકર્ષવામાં અને પ્રગતિ માટે નવા રસ્તાઓ ખોલવામાં મદદ કરે છે તેવું માનવામાં આવે છે. અંકશાસ્ત્ર અનુસાર, દરેક વ્યક્તિનો મૂળાંક નંબર હોય છે અને તે મુજબ શુભ રંગો નક્કી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમના મૂળાંક નંબર અનુસાર રંગોનો ઉપયોગ કરવાથી જીવનમાં સંતુલન અને સફળતા વધી શકે છે. ચાલો જાણીએ કે દરેક મૂળાંક માટે કયો મૂળાંક રંગ શુભ માનવામાં આવે છે.

તમારો મૂળાંક કેવી રીતે શોધવો?

મૂળાંકની ગણતરી જન્મ તારીખ ઉમેરીને કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 14મી તારીખે થયો હોય તો 1 + 4 = 5, એટલે કે તેમનો મૂળાંક 5 હશે. તેવી જ રીતે દરેક વ્યક્તિનો મૂળાંક તેમની જન્મ તારીખના સરવાળા દ્વારા નક્કી થાય છે.

મૂળાંક 1

1લી, 10મી, 19મી અથવા 28મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 1 માનવામાં આવે છે. અંકશાસ્ત્ર અનુસાર આ લોકો માટે સોનેરી, નારંગી અને તાંબાના રંગના પર્સ શુભ માનવામાં આવે છે. આ રંગો આત્મવિશ્વાસ વધારવા અને નેતૃત્વ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે માનવામાં આવે છે. મૂળાંક 1 ધરાવતા લોકોને કાળા પર્સ ટાળવાની સલાહ આપવામાં આવે છે.

મૂળાંક 2

2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકોનો અંક 2 હોય છે. સફેદ, ચાંદી અને ક્રીમ રંગના પર્સ તેમના માટે શુભ માનવામાં આવે છે. આ રંગો માનસિક શાંતિ અને ભાવનાત્મક સંતુલન જાળવવામાં મદદ કરે છે.

મૂળાંક 3

3, 12, 21 અને 30 તારીખે જન્મેલા લોકો માટે પીળો, આછો નારંગી અને સોનેરી રંગ ફાયદાકારક માનવામાં આવે છે. અંકશાસ્ત્ર અનુસાર, આ રંગો જ્ઞાન, સન્માન અને નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહન આપે છે.

મૂળાંક 4

ભૂરા, રાખોડી અને વાદળી રંગના પર્સ 4, 13, 22 અને 31 તારીખે જન્મેલા લોકો માટે શુભ માનવામાં આવે છે. આ રંગો સ્થિરતા અને સખત મહેનતથી સકારાત્મક પરિણામો લાવે છે તેવું માનવામાં આવે છે.

મૂળાંક 5

લીલો રંગ 5 નંબર ધરાવતા લોકો માટે સૌથી શુભ રંગ માનવામાં આવે છે. મિન્ટ ગ્રીન અથવા આછો લીલો રંગ પણ સારો માનવામાં આવે છે. આ રંગો વ્યવસાય અને નાણાકીય તકોમાં વધારો કરે છે.

મૂળાંક 6

6, 15 અને 24 તારીખે જન્મેલા લોકો માટે ગુલાબી, ક્રીમ અને આછો વાદળી રંગ શુભ માનવામાં આવે છે. આ રંગો આરામ, પ્રેમ અને આકર્ષણ સાથે સંકળાયેલા છે.

મૂળાંક 7

7 તારીખે જન્મેલા લોકો માટે આકાશી વાદળી, આછો રાખોડી અને દરિયાઈ લીલો રંગ ફાયદાકારક માનવામાં આવે છે. આ રંગો માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા વધારવા માટે માનવામાં આવે છે.

મૂળાંક 8

નેવી બ્લૂ, કાળો અને ઘેરો ભૂરો રંગ 8, 17 અને 26 તારીખે જન્મેલા લોકો માટે શુભ રંગો માનવામાં આવે છે. અંકશાસ્ત્રમાં, આ રંગો સખત મહેનત, શિસ્ત અને નાણાકીય શક્તિ સાથે સંકળાયેલા છે.

મૂળાંક 9

નૌકાદળનો નંબર 9 ધરાવતા લોકો માટે લાલ, મરૂન અને ઘેરો ગુલાબી રંગ શુભ રંગો માનવામાં આવે છે. અંકશાસ્ત્ર અનુસાર આ રંગો ઊર્જા, હિંમત અને સફળતા આકર્ષવામાં મદદ કરે છે.

પર્સ અંગેના આ નિયમો પણ ખાસ માનવામાં આવે છે

અંકશાસ્ત્ર અને વાસ્તુ માન્યતાઓ અનુસાર ફાટેલું કે જૂનું પર્સનો ઉપયોગ ન કરવો જોઈએ. પર્સમાં નકામા કાગળો, બિલો અથવા તૂટેલી વસ્તુઓ રાખવાથી નકારાત્મકતા વધે છે તેવું કહેવાય છે. વધુમાં પર્સને સ્વચ્છ અને યોગ્ય રીતે જાળવવાને શુભ માનવામાં આવે છે.

Gold Astrology: સોનું આ 6 રાશિઓ માટે અશાંતિ લાવી શકે છે, તેને પહેરતા પહેલા જાણી લો નિયમો

Breaking News : CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, ગત વર્ષ કરતા ઓછું આવ્યું પરિણામ

CBSE ધોરણ 12ના અંદાજે 18 લાખ વિદ્યાર્થીઓની રાહ હવે પૂરી થઈ ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 12નું પરિણામો જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ હવે સત્તાવાર વેબસાઇટ્સ, results.cbse.nic.in અને cbseresults.nic.in, DigiLocker અને ઉમંગ એપ દ્વારા સરળતાથી તેમના પરિણામો જોઈ શકશે. બોર્ડે વિદ્યાર્થીઓની સુવિધા માટે ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કરવાની પણ સુવિધા આપી છે.

વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર અને અન્ય જરૂરી વિગતોનો ઉપયોગ કરીને તેમના પરિણામો ચકાસી શકે છે. પરિણામ જાહેર થયા પછી વેબસાઇટ પર ટ્રાફિક વધવાની અપેક્ષા છે, તેથી વિદ્યાર્થીઓએ ધીરજ રાખવી જોઈએ.CBSE 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. CBSE એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ જાહેરાત કરી છે.

CBSE બોર્ડ 12નું પરિણામ જાહેર, 85.20 % વિદ્યાર્થીઓ પાસ

 

 

આ વર્ષે, કુલ 95.20% વિદ્યાર્થીઓએ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરી છે. ગત વર્ષે, 2025 માં પાસ થવાની ટકાવારી 88.39% હતી.CBSE 12મા બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર વિદ્યાર્થીઓ કરતાં સારો દેખાવ કર્યો છે. છોકરીઓનો કુલ પાસ ટકાવારી 88.86 ટકા છે, જ્યારે છોકરાઓનો પાસ ટકાવારી 82.13 ટકાછે.આ વર્ષે CBSE 12માના પરિણામમાં કુલ 94,028 વિદ્યાર્થીઓએ 90 ટકા અને તેથી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે 17,113 વિદ્યાર્થીઓ એવા છે જેમણે 95 ટકાથી વધુ ગુણ મેળવ્યા છે.

9% થી વધુ વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે,આ વર્ષે CBSE 12માના પરિણામોમાં, કુલ 163,800 વિદ્યાર્થીઓ, એટલે કે, 9.26%, કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

પરિણામ ઉમંગ એપ પર પણ ઉપલબ્ધ

CBSE એ ઉમંગ એપ પર પણ પરિણામોની ઍક્સેસ આપી છે. વિદ્યાર્થીઓ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી ઉમંગ એપ ડાઉનલોડ કરી શકે છે. લોગ ઇન કર્યા પછી, CBSE વિભાગમાં જાઓ અને તમારી વિગતો દાખલ કરો. સબમિટ કર્યા પછી, પરિણામો સ્ક્રીન પર દેખાશે.

પૂરક પરીક્ષા 15 જુલાઈના રોજ યોજાશે

આ વર્ષે, CBSE 12મા ધોરણની પૂરક પરીક્ષા 15 જુલાઈના રોજ એક જ દિવસ માટે યોજાશે. કમ્પાર્ટમેન્ટની સમસ્યા ધરાવતા વિદ્યાર્થીઓ અથવા એક જ વિષયમાં પોતાના ગુણ સુધારવા માંગતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે.

શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

 

IPL 2026 : કેટલું કમાય છે આશિષ નેહરા? ગુજરાત ટાઈટન્સને પ્લેઓફમાં પહોંચાડવા માટે કોચ પર થાય છે પૈસાનો વરસાદ

Ashish Nehra Story : IPL 2026ની 56મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને ગુજરાત ટાઈટન્સે હાર આપી આ સીઝનની પ્લેઓફમાં પહોંચનારી સૌથી પહેલી ટીમ બની ગઈ છે. ગુજરાત ટાઈટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હૈદરાબાદની ટીમને 82 રનથી હાર આપી છે. જે આઈપીએલમાં રનના મામલે સૌથી પહેલા પહોંચવામાં સફળ રહી છે. ટીમની આ સફળતામાં તેના હેડ કોચ આશિષ નેહરાની ભૂમિકા ખુબ ખાસ રહી છે. જે જીત અપાવવા માટે મેદાન પર ભલે ના ઉતરે પરંતુ મેદાનની બહાર પોતાનો રોલ સારી રીતે નિભાવે છે.

આશિષ નેહરાની કુલ કમાણી કેટલી?

આઈપીએલમાં નેહરાની ટીમની જીતની રણનીતી બનાવવા માટે આખી સીઝનના 3.5 કરોડ રુપિયા મળે છે પરંતુ તેની કુલ કમાણી શું તમે જાણો છો. આશિષ નેહરા વધારે કોમેન્ટ્રી કરતો નથી. તેમજ જાહેરાત પણ નથી કરતો , સોશિયલ મીડિયા પર અન્ય ખેલાડીઓ જેટલો એક્ટિવ પણ નથી. તો સવલા આવે છે કે, તેની કમાણી ક્યાંથી આવે છે. જેની નેટવર્થ 70 કરોડ રુપિયાથી વધારે છે. ગુજરાત ટાઈટન્સના હેડ કોચ હાલમાં 71 કરોડ રુપિયાના માલિક છે. પરંતુ કઈ રીતે, જવાબ એ છે કે, તે અનેક બિઝનેસ સાથે સંકળાયેલ છે. જેમાં તેની વર્ષની સેલેરી કરોડોમાં છે.

આશિષ નેહરાએ ક્યા ક્યા બિઝનેસ શરુ કર્યા?

આશિષનેહરાએ પહેલો બિઝનેસ ક્રિકેટ એકેડમી તરીકેશરુ કર્યો. તેમણે પોતાના નામથી એકેડમી શરુ કરી છે.જેનું પહેલું સેન્ટર નોઈડામાં ખુલ્યું. મોટા શહેરોમાં તેની ક્રિકેટ એકેડમીનો ચાર્જ 4500 થી 5200 રુપિયા સુધી છે. પ્રયાગરાજ,ગૌરખપુર જેવા નાના શહેરોમાં તેનો ચાર્જ 1600 થી 2800 રુપિયા જેવો છે. નેહરાજીની ક્રિકેટ એકેડેમી ખુબ ફેમસ છે.

ક્રિકેટ એકેડમીની સાથે આશિષ નેહરા અને તેનો પરિવારે હોસ્પિટલિટી બિઝનેસ પણ શરુ કર્યો છે. તેમણે રેસ્ટોરન્ટમાં પૈસા લગાવ્યા છે. દિલ્હીમાં તેના 2 મોંઘા રેસ્ટોરન્ટ છે. જે એ કસ્ટમર્સને ટાર્ગેટ કરે છે. તેઓ દર વખતે જ્યારે મુલાકાત લે છે ત્યારે વધુને વધુ પૈસા ખર્ચે છે. નેહરાના રેસ્ટોરાં IPL સીઝન દરમિયાન IPL ડિનરનું પણ આયોજન કરે છે.

આ જગ્યાથી આવે છે પૈસા

સ્પષ્ટ એ પણ છે કે, એકેડમી,રેસ્ટોરન્ટ બિઝનેસ અને ગુજરાત ટાઈટન્સમાંથી દર વર્ષે થનારી કમાણી આશિષ નેહરા પર પૈસા વરસાવવાનો મુખ્ય સ્ત્રોત છે. ફાઈનેશિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર આ તમામ જગ્યાઓથી સાથે મળી કુલ તેની કમાણી 71 કરોડ રુપિયા વર્ષની છે.

 

 

7 વર્ષ ડેટિંગ કર્યું, 15 મિનિટમાં લગ્નનો પ્લાન બનાવી, 7 દિવસમાં લગ્ન કરનાર નેહરાજીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Breaking News : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાન બાદ હવે ઉંદરનો ત્રાસ, સારવાર માટે આવેલા દર્દીઓને ચેપ ફેલાવાનો ભય! જુઓ Video

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. અગાઉ આ જ સિવિલ હોસ્પિટલમાં શ્વાનોના આંટાફેરાના વિડિયો પણ વાયરલ થયો હતો, ત્યારબાદ હવે ઉંદરોના ત્રાસનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને પગલે પ્રશાસન સામે ઘણા સવાલો પણ ઊભા થયેલા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ વિડિયો સિવિલ હોસ્પિટલના OPD વિભાગનો છે.

બીમારીઓની સારવાર લેવા આવતા દર્દીઓના નજીક જ કચરા પેટી જોવા મળી રહી છે અને ત્યા ઉંદરો ખુલ્લેઆમ ફરતા વિડિયોમાં જોવા મળી રહ્યા છે. ઉંદરોને કારણે ચેપ ફેલાવાનો પણ ભય દર્દીઓને સતાવી રહ્યો છે.

ડોક્ટર કમલસિંહ ડોડીયાનું નિવેદન

ઉંદરોને પકડવા માટે આગામી દિવસમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. ગત વર્ષે ઉંદરોને પકડવા માટે 40થી વધુ પાંજરા મૂકવામાં આવ્યા હતા. 2025ના ફેબ્રુઆરી મહિનામાં પણ ઉંદરોને પકડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ તંત્ર દર્દીઓને સારામાં સારી સારવાર મળે તે માટે કટિબદ્ધ છે આવું નિવેદન ડોક્ટર કમલસિંહ ડોડીયા દ્વારા આપવામાં આવેલું છે.

 

આ પણ વાંચો, Breaking News: ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ, 1189 કિલો જથ્થો નાશ કરાયો, જુઓ Video

તમારા લેપટોપ ચાર્જર વાયર પર નાનકડો કાળો ગઠ્ઠો કેમ હોય છે ? 90% લોકોને નથી હોતી ખબર, જાણો મોટુ વૈજ્ઞાનિક રહસ્ય

જો તમે લેપટોપનો ઉપયોગ હોવ તો તમે તેના ચાર્જર વાયર ઉપર અચૂક એક નાનો કાળો ગઠ્ઠો જોયો હશે. આ ગઠ્ઠો નળાકાર સ્વરૂપમાં જોવા મળે છે. લોકો ઘણીવાર કાળો ગઠ્ઠો ચાર્જર વાયર ઉપર જ કેમ હોય છે તે જાણવાને બદલે તેને અવગણે છે. મોટાભાગના લેપટોપ યુઝર્સ એવુ ધારતા હશે કે, આ કાળો ગઠ્ઠો એ ચાર્જ વાયર ઉપરની એક પ્રકારે ડિઝાઇન હશે કે પછી લેપટોપ ચાર્જર વાયરમાં સુવિધા અથવા સરળ કેબલ ટાઇ સિવાય બીજું કશું નહીં હોય.પરંતુ શું તમે જાણો છો કે, આ કાળા રંગના પ્લાસ્ટિકનો નાનકડો ‘ગઠ્ઠો’ તમારા મોંઘાદાટ લેપટોપ માટે એક રક્ષક તરીકે કામ કરે છે ? તેના વિના, તમારું લેપટોપ ખરાબ જ થાય એવુ નથી, પરંતુ તે તમારા ઘરના અન્ય વિદ્યુત ઉપકરણોમાં પણ ખામી સર્જી શકે છે. ચાલો આ રહસ્યમય ગઠ્ઠા પાછળ રહેલા વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ.

તે શું છે, અને તેને શું કહેવામાં આવે છે?

એન્જિનિયરિંગ પરિભાષામાં, આ ઘટકને ‘ફેરાઇટ બીડ’ અથવા ‘ફેરાઇટ ચોક’ તરીકે ઓળખવામાં આવે છે. ચાર્જર વાયર ઉપરનો આ ગઠ્ઠો ફક્ત પ્લાસ્ટિકનો એક સામાન્ય ટુકડો નથી. પરંતુ ગઠ્ઠાની અંદર, તે ‘ફેરાઇટ’ નામનો ચુંબકીય પદાર્થ ધરાવે છે, જે આયર્ન ઓક્સાઇડ અને અન્ય વિવિધ ધાતુઓના મિશ્રણથી બનેલો છે. તેનું પ્રાથમિક કાર્ય ચાર્જર દ્વારા વહેતા વિદ્યુત પ્રવાહને તમારા લેપટોપ સુધી પહોંચે તે પહેલાં ‘ફિલ્ટર’ કરવાનું છે.

તે શા માટે જરૂરી છે?

જ્યારે વીજળી ચાર્જર કેબલમાંથી વહે છે, ત્યારે કેબલ અસરકારક રીતે રેડિયો એન્ટેનાની જેમ કાર્ય કરવાનું શરૂ કરે છે. આ પ્રક્રિયા ‘ઇલેક્ટ્રોમેગ્નેટિક હસ્તક્ષેપ’ (EMI) ઉત્પન્ન કરે છે, જેને સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક અવાજ તરીકે ઓળખવામાં આવે છે.

  • ચોક્કસ સંકેતો: આ ગાંઠ તે અનિચ્છનીય અવાજ અથવા તે ઉચ્ચ-આવર્તન સંકેતોને શોષી લે છે.
  • અન્ય ઈલે. ઉપકરણોનું રક્ષણ: આ ગઠ્ઠા વિના, તમારા ચાર્જર દ્વારા ઉત્સર્જિત રેડિયો તરંગો નજીકના અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો, જેમ કે તમારા ટીવી, રેડિયો અથવા Wi-Fi રાઉટરના સિગ્નલોમાં દખલ કરી શકે છે.
  • મધરબોર્ડ સુરક્ષા: સૌથી અગત્યનું, તે વોલ્ટેજ વધઘટને નિયંત્રિત કરે છે, જેનાથી લેપટોપના સંવેદનશીલ મધરબોર્ડને બળી જવાથી અટકાવે છે.

જો તેને દૂર કરવામાં આવે તો શું થાય છે?

જો તમે તમારા ચાર્જરમાંથી આ ફેરાઇટ બીડ દૂર કરો છો, તો તમારું લેપટોપ તરત જ નિષ્ફળ નથી જતું પરંતુ જોકે, લાંબા ગાળે, તે લેપટોપના આંતરિક પાર્ટસ-ભાગને નુકસાન પહોંચાડશે. મોનિટર સ્ક્રીન લબક ઝબક થઈ શકે છે, અથવા કીબોર્ડ અને માઉસની કાર્યક્ષમતામાં અવરોધ ઉભા થઈ શકે છે. ટૂંકમાં આ કાળા ગઠ્ઠા વિના લેપટોપ સરળતાથી ચલાવવું ખૂબ મુશ્કેલ થઈ શકે છે.

હવે એસી ચલાવવા માટે વીજળીની જરૂર નહીં પડે ! Nescod ટેકનોલોજીથી મિનિટોમાં ઠંડક થશે

ખાંડના વાસણમાં ઘૂસી ગઈ કીડીઓ? ફેંકતા પહેલા અજમાવો આ 4 ઘરેલું ઉપાયો

ઉનાળાની ઋતુમાં જ્યારે લોકો સૂર્યના પ્રચંડ તાપથી પરેશાન હોય છે, ત્યારે તેઓ તેમના ઘરની અંદર નાની કીડીઓના ભયનો પણ સામનો કરે છે. આ સમય દરમિયાન કીડીઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે પથારીથી લઈને ખોરાક સુધી દરેક વસ્તુ પર ચઢી જાય છે. કેટલીકવાર, લોકો તેમના કપડાં પર લાલ કીડીઓ ચડી જતી જોવા મળે છે, પરંતુ પહેર્યા પછી જ તેમને પરેશાન કરે છે.

કીડીઓની લાઇન લાગી જાય

આવી સ્થિતિમાં એમ કહેવું ખોટું નહીં હોય કે કીડીઓ ગમે ત્યાં ચઢી જાય છે. ખાસ કરીને જો ખાંડના વાસણને થોડા સમય માટે પણ ખુલ્લું રાખવામાં આવે તો તેની આસપાસ કીડીઓની લાઇન લાગી જાય છે. ઘણા લોકો નિરાશ થઈને બધી ખાંડ ફેંકી દે છે.

જો તમે આવું કરો છો, તો તમે પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છો. થોડી સામાન્ય સમજ અને કેટલાક સરળ ઘરેલું ઉપાયોથી આ સમસ્યા મિનિટોમાં ઉકેલી શકાય છે. ખાસ વાત એ છે કે કીડીઓને ખાંડના વાસણમાંથી દૂર કરવા માટે તમારે કોઈ રસાયણોની જરૂર નથી અને ખાંડ પણ બગડવાથી સુરક્ષિત રહે છે. ચાલો જાણીએ કે તમે કીડીઓને ખાંડના વાસણમાંથી કેવી રીતે દૂર કરી શકો છો.

લવિંગ અને સૂર્યપ્રકાશથી કીડીઓને ભગાડો

જો ખાંડમાં કીડીઓનો ઉપદ્રવ હોય તો પહેલા તેને મોટી પ્લેટ અથવા સ્વચ્છ કપડા પર ફેલાવો. તેને 10-15 મિનિટ માટે તડકામાં રહેવા દો. પછી 5-6 લવિંગ ઉમેરો. કીડીઓ તરત જ ભાગી જશે અને ખાંડ સંપૂર્ણપણે સાફ થઈ જશે. આ પદ્ધતિ ખૂબ જ સરળ અને અસરકારક માનવામાં આવે છે.

તજ કીડીઓને ભગાડશે

આ યાદીમાં તજ બીજો સારો વિકલ્પ છે. તજ માત્ર ખોરાકનો સ્વાદ જ નહીં પણ કીડીઓને દૂર રાખવામાં પણ મદદ કરે છે. આ કરવા માટે ખાંડ પર તજના નાના ટુકડા છાંટો. થોડા સમય પછી કીડીઓ અદૃશ્ય થઈ જશે. વૈકલ્પિક રીતે તમે તજને કપડામાં લપેટીને સીધી ખાંડના કન્ટેનરમાં પણ મૂકી શકો છો. આનાથી કીડીઓ પાછા આવવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે.

ગરમ પાણીની ટ્રિક

જો તમારી પાસે રાહ જોવાનો સમય ન હોય અને તમે વધારે પ્રયત્ન કરવા માંગતા ન હોવ તો આ પદ્ધતિ ઉપયોગી થઈ શકે છે. કીડીઓથી ભરેલા ખાંડના કન્ટેનરને ગરમ પાણીથી ભરેલા મોટા કન્ટેનરમાં મૂકો. ખાતરી કરો કે પાણી એટલું ગરમ ​​ન હોય કે ખાંડ ઓગળી જાય. કન્ટેનર પર સ્ટેન્ડ, બાઉલ અથવા વાસણ મૂકો અને ખાંડની પ્લેટ ઉપર મૂકો. લગભગ 10 મિનિટ પછી, કીડીઓ ખાંડ છોડીને ચાલી જશે.

લીંબુની છાલ

કીડીઓને લીંબુની ગંધ ગમતી નથી. તાજા લીંબુની છાલને ખાંડમાં નાખો અથવા કન્ટેનરની આસપાસ થોડો લીંબુનો રસ છાંટો. આ કીડીઓને ઝડપથી દૂર કરશે અને તેમને પાછા ફરતા અટકાવશે.

આ ટિપ્સ અનુસરો

જો તમે ખાતરી કરવા માંગતા હો કે કીડીઓ તમારા ખાંડના કન્ટેનરમાં ભગાડી ગયા પછી ફરી ક્યારેય ચઢી ન જાય, તો આ ટિપ્સ અજમાવી જુઓ.

  • ખાંડને હંમેશા હવાચુસ્ત પાત્રમાં સંગ્રહિત કરો.
  • કન્ટેનરનું ઢાંકણ ક્યારેય ખુલ્લું ન રાખો.
  • રસોડાનું કાઉન્ટર સાફ રાખો.
  • ઢોળાયેલી ખાંડને તાત્કાલિક સાફ કરો.

શું તમારું માટલું પાણી ઠંડુ નથી કરતું? જાણો પાણીને બરફ જેવું રાખવા માટેની એ ગુપ્ત રીત જે ફ્રીજને પણ કરી દેશે ફેલ!

Breaking News : મૌની રોયનું લગ્નજીવન ખતરામાં છે? પતિને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરતા ચાહકો નારાજ થયા અહી ક્લિક કરો

Breaking News: “સનાતનનો જડમૂળથી નાશ થવો જોઈએ”, ઉદયનિધિ સ્ટાલિને CM થલપતિ વિજય સામે વિધાનસભામાં આપ્યુ વિવાદી નિવેદન

તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષ નેતા ઉદયનિધિ સ્ટાલિને ફરી એકવાર સનાતન ધર્મ વિશે ઝેર ઓક્યુ છે.વિધાનસભામાં તેના વિવાદી નિવેદનને દોહરાવતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યુ કે સનાતનનો જડમૂળથી નાશ થવો જોઈએ. ઉદયનિધિએ જે સમયે આ નિવેદન આપ્યુ એ સમયે મુખ્યમંત્રી વિજય વિધાનસભામાં તેમની સામે જ બેઠા હતા આ અગાઉ વર્ષ 2023માં પણ ઉદયનિધિ સ્ટાલિને આવુ નિવેદન આપ્યુ હતુ. એ સમયે પણ આ નિવેદન પર ખૂબ હંગામો થયો હતો. ભાજપે દેશભરમાં ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ પ્રદર્શન કર્યુ હતુ. હવે ફરી એકવાર આ નિવેદનને દોહરાવતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે અને સત્તા પક્ષ-વિપક્ષ બંને વચ્ચે ટકરાવની સંભાવના વધી ગઈ છે.

એક યુઝરે X પર શેર કર્યો વીડિયો

X પર રાહુલ શિવશંકર નામના યુઝરે આ વીડિયોને ટ્વીટ કરતા લખ્યુ કે CM વિજય જોી રહ્યા છે જ્યારે વિધાનસભામાં ઉદયનિધિ સ્ટાલિન કહી રહ્યો છે, સનાતનને ખતમ કરી દેવો જોઈએ. જો કે હવે એ જોવુ રહ્યુ કે તમિલનાડુના નવા CM વિજય કોઈપણ સમયે વિપક્ષ દ્વારા સનાતનની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે ટીકા કરે છે કે નહીં. આપને જણાવી દઈએ કે તમિલનાડુના પૂર્વ CM એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ એ સપ્ટેમ્બપ 2023 માં એક સંમેલનમાં કહ્યુ હતુ કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે અને તેનો ખાત્મો કરી દેવો જોઈએ. આ નિવેદનની પણ વિવિધ વર્ગના લોકોએ આકરી ટીકા કરી હતી.

સનાતન ધર્મને ગણાવ્યો મચ્છર, ડેંગૂ, મેલેરિયા અને કોરોના

ઉદયનિધિ સ્ટાલિને તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સના એક કાર્યક્રમમાં સનાતન ધર્મનો નાશ કરવાની વાત કરતા કહ્યુ હતુ કે તે સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે સનાતન ધર્મને મચ્છર, ડેંગુ, મેલેરિયા કે કોરોનાની જેમ ખતમ કરી દેવો પડશે.

પૂર્વ સરકારમાં તમિલનાડુના ખેલ અને યુવા બાબતોના મંત્રી રહેલા ઉદયનિધિ સ્ટાલિને કહ્યુ હતુ કે સનાતન ધર્મનો વિરોધ કરવાને બદલે તેને ખતમ જ કરવો પડશે. તેમણે તેના આ વાણીવિલાસ વિશે માફી માગવાનો ઈનકાર કરતા કહ્યુ હતુ કે હું તેને સતત કહેતો રહીશ

સોમનાથનું જમીનથી અધ્ધર રહી હવામાં તરતું શિવલિંગ- ચમત્કાર કે પ્રાચીન ભારતનું અદભૂત વિજ્ઞાન? ગઝનવી પણ જોઈને રહી ગયો હતો દંગ !

Breaking News Vedanta Demerger : 1:1 શેર ક્રેડિટ શરૂ, હવે લિસ્ટિંગ ટાઇમલાઇન પર સૌની નજર

વેદાંતા લિમિટેડના શેર 1 મે, 2026ને પાંચ અલગ-અલગ કંપનીઓમાં તેના વ્યવસાયોના સ્પિન-ઓફ માટે રેકોર્ડ ડેટ તરીકે નક્કી કર્યા પછી લગભગ 11 દિવસ પહેલા ગુરુવાર, 30 એપ્રિલના રોજ ડિમર્જર માટે એક્સ-ડેટ થઈ ગયા. વેદાંતની વર્તમાન લિસ્ટેડ એન્ટિટી હિન્દુસ્તાન ઝિંકમાં તેના હિસ્સામાંથી તેના મૂલ્યનો મોટો ભાગ ચલાવે છે. જોકે, શેરધારકો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેઓ તેમના ડિમેટ એકાઉન્ટ્સમાં ડિમર્જ થયેલી એન્ટિટીના શેર ક્યારે મેળવવાનું શરૂ કરશે અને ડિમર્જ થયેલી કંપનીઓ માટે લિસ્ટિંગ સમયરેખા શું છે. વેદાંતની ચાર ડિમર્જ થયેલી એન્ટિટી સમય જતાં શેરબજારમાં પ્રવેશ કરશે.

ડિમેટ ખાતામાં ડિમર્જ થયેલી કંપનીઓના શેર

પાત્ર રોકાણકારોને વેદાંતની ચાર ડિમર્જ થયેલી કંપનીઓના શેર મળવાનું શરૂ થઈ ગયું છે. આ પ્રક્રિયા શનિવાર, 08 મેના રોજ શરૂ થઈ હતી અને સોમવાર, 11 મેના રોજ પૂર્ણ થશે. પાત્ર રોકાણકારોને તેના માટે ઇમેઇલ અને SMS મળવાનું શરૂ થઈ ગયું હશે.

ડિમર્જ થયેલી કંપનીઓના શેર માટે કોણ પાત્ર છે

29 એપ્રિલ, 2026ના રોજ તેમના ડીમેટ ખાતામાં વેદાંતના શેર રાખનારા અથવા ખરીદનારા તમામ રોકાણકારો ડિમર્જ થયેલી કંપનીઓના શેર મેળવવા માટે પાત્ર છે. 1 મે રેકોર્ડ તારીખ હોવા છતાં, શેર 30 એપ્રિલના રોજ એક્સ-ડિમર્જર ટ્રેડ થયો કારણ કે રેકોર્ડ તારીખ બજાર રજા હતી. 30 એપ્રિલ, 2026 ના રોજ અથવા તે પછી વેદાંતના શેર ખરીદનારા કોઈપણ રોકાણકારોને ડિમર્જ થયેલી એન્ટિટીનો લાભ મળશે નહીં.

ડિમર્જ થયેલી એન્ટિટી કઈ છે?

વેદાંત લિમિટેડના બધા લાયક રોકાણકારોને રેકોર્ડ ડેટ પર રાખેલા વેદાંતાના દરેક શેર માટે વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ, માલ્કો એનર્જી લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ અને વેદાંતા પાવરનો એક-એક શેર મળશે. આ શેર લિસ્ટેડ ન થાય ત્યાં સુધી, વ્યવસ્થા યોજના અનુસાર છે.

નવા શેર ક્યારે એક્સચેન્જ પર લિસ્ટ થશે?

વેદાંતની ચાર ડિમર્જ થયેલી એન્ટિટી ટૂંક સમયમાં લિસ્ટ થશે. સામાન્ય રીતે ડિમર્જ થયેલી એન્ટિટી સ્પિન-ઓફ પછી એક કે બે મહિનામાં લિસ્ટેડ થઈ જાય છે. મીડિયા અહેવાલો અનુસાર, અનિલ અગ્રવાલની આગેવાની હેઠળની વેદાંતા આગામી સપ્તાહ સુધીમાં તેમના લિસ્ટિંગ માટે એક્સચેન્જનો સંપર્ક કરી શકે છે અને ચાર અલગ થયેલી એન્ટિટી જૂન 2026 ના બીજા ભાગમાં તેમના શેરબજારમાં પ્રવેશ કરી શકે છે.

વેદાંત Q4 પરિણામો

વેદાંતે વાર્ષિક ધોરણે (YoY) ધોરણે ચોખ્ખા નફામાં 89 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. જ્યારે માર્ચ 2026 ક્વાર્ટરમાં તેની આવક 29 ટકા વધીને 51,524 કરોડ રૂપિયા થઈ છે. તેનો Ebitda 59 ટકા વાર્ષિક ધોરણે વધીને 18,447 કરોડ રૂપિયા થયો છે. જ્યારે માર્જિન ક્વાર્ટરમાં 915 બેસિસ પોઈન્ટ સુધરીને 44 ટકા થયો છે.

આ પણ વાંચો, Gold Silver Rate Today : સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ત્રણ દિવસની સ્થિરતા બાદ ચાંદી પણ થઈ સસ્તી

બિઝી મોર્નિંગમાં નથી કરી શકતા એક્સરસાઈઝ? તો આ 10 મિનિટના યોગ તમને રાખશે હેલ્ધી

કામ કરતી હોય કે ગૃહિણીઓ, સ્ત્રીઓની સવારની દિનચર્યા ઘણીવાર વ્યસ્ત હોય છે, કારણ કે તેઓ હજુ પણ મોટાભાગના રસોડા અને ઘરના કામકાજ માટે જવાબદાર હોય છે. પરિણામે, તેઓ ઘણીવાર તેમના સ્વાસ્થ્ય માટે સમય કાઢવાનું ભૂલી જાય છે. જો તમે વારંવાર કસરત કરવાનું શરૂ કરો છો અથવા મોર્નિંગ વોક પર જવા માંગો છો, પરંતુ સમયના અભાવે, આ આદતો ઝડપથી અદૃશ્ય થઈ જાય છે, તો ઘરે 10 મિનિટની સરળ યોગ દિનચર્યા અપનાવો. આ તમને સ્વસ્થ અને ફિટ રહેવામાં મદદ કરશે.

જે દિવસોમાં તમે અન્ય શારીરિક પ્રવૃત્તિઓ કરી શકતા નથી, ત્યારે આ યોગ દિનચર્યાનું પાલન કરો. ભલે તમે બિલકુલ ચાલતા ન હોવ કે કસરત ન કરતા હોવ આ 10 મિનિટના યોગ આસન તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે.

સુખાસન – શ્વાસ લેવાની શરૂઆત

સુખાસનમાં બેસીને તમારી યોગ દિનચર્યા શરૂ કરો અને પછી શ્વાસ લેવાનું શરૂ કરો. તમારી પીઠ સીધી રાખીને ફ્લોર પર ક્રોસ પગવાળા બેસો. આ આસન બે મિનિટ સુધી રાખો. આ સમય દરમિયાન તમારી આંખો બંધ કરો અને તમારા શ્વાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. તમારા નાક દ્વારા સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢો.

વોરિયર પોઝ

સુખાસન પછી ઉભા થાઓ અને એક પગ આગળ અને બીજો પાછળ લંબાવો. આગળના પગને ઘૂંટણ પર વાળીને એક ખૂણો બનાવો. હવે તમારા હાથ ઉંચા કરો અને તેમને ખભાની ઊંચાઈએ આગળ અને પાછળ લંબાવો. આ આસન લગભગ એક મિનિટ સુધી રાખો. પછી બીજી બાજુ એક મિનિટ માટે પુનરાવર્તન કરો.

ત્રિકોણ આસન

ત્રિકોણ આસન એક વાર અવશ્ય કરવું જોઈએ. આ આસનમાં, સીધા ઊભા રહો અને તમારા પગ ફેલાવો. હવે, એક હાથ નીચે અને બીજો ઉપર તરફ ઉંચો કરો. આ તમારા આખા શરીર માટે સારો ખેંચાણ આપે છે. આ આસન દરેક બાજુ એક મિનિટ માટે રાખો.

ભુજંગાસન (કોબ્રા પોઝ)

ત્રિભુજા પોઝ પછી, તમારા પેટ પર સાદડી પર સૂઈ જાઓ અને તમારા હાથ ખભાના સ્તરે રાખો. તમારા હથેળીઓને જમીન પર રાખો અને તમારી ગરદન અને છાતીને ઉપરની તરફ ઉંચા કરો. આ પોઝ બે વાર 30 સેકન્ડ માટે રાખો. આ પોઝ તમારા હૃદય, યકૃત અને પાચન માટે ફાયદાકારક છે.

બાલાસન

આ પોઝમાં, તમે બાળકના ઘૂંટણ પરની મુદ્રા ધારણ કરો છો. પહેલા, તમારા ઘૂંટણ વાળો અને વજ્રાસનમાં બેસો, પછી તમારા કપાળને જમીન પર રાખો. તમારા હાથને તમારી પીઠ પાછળ રાખો. તમે આ પોઝ બે વાર 30 સેકન્ડ માટે પણ રાખી શકો છો, જે ખૂબ જ આરામદાયક હોઈ શકે છે. તે તણાવ દૂર કરે છે અને તમારા પગ, પીઠ, ખભા અને ગરદનના સ્નાયુઓને આરામ આપે છે.

શવાસન કરો

છેલ્લે તમારા આખા શરીરને આરામ આપો. સાદડી પર તમારી પીઠના બળે સૂઈ જાઓ. તમારા હાથ અને પગને ખેંચો અને તેમને આરામ આપો. તમારા મનને મુક્ત કરો, તમારી આંખો બંધ કરો અને સામાન્ય રીતે શ્વાસ લો. 1 મિનિટ માટે આ મુદ્રામાં રહો અને તમે ખૂબ જ હળવાશ અનુભવશો.

શું કોરોના જેવી બીજી મહામારી દસ્તક દઈ રહી છે? જાણો શું છે આ ‘હંતાવાયરસ’, જેના કારણે ક્રૂઝ શિપ પર મચી ગઈ અફરાતફરી

Breaking News : IPL 2026 માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, ભાવુક થયો કૃણાલ પંડ્યા, જુઓ Video

RCB vs MI મેચ પછી ક્રુણાલ પંડ્યા થોડો ઈમોશનલ જોવા મળ્યો હતો. તેમણે મુંબઈ ઈન્ડિયન્સ સાથે પસાર કરેલા 6 વર્ષને યાદ કર્યા હતા. તેમજ તેના પોલાર્ડ સાથેના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો અને તેને મોટા ભાઈ કહ્યું હતુ.મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ છે. રાયપુરમાં ક્રુણાલ પંડ્યાની 73 રનની ઈનિગ્સ મુંબઈ ઈન્ડિયન્સ પર ભારે પડી છે.

આરસીબીએ મેચ 2 વિકેટથી જીતી હતી. ત્યારબાદ ક્રુણાલ પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી અને તેની સાથે સપોર્ટ સ્ટાફમાં જોડાયેલ કિરોન પોલાર્ડ સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી. તેમણે એ દિવસો યાદ કર્યા જ્યારે તેઓ MI કેમ્પનો ભાગ હતા. તેમણે પોલાર્ડ અને પંડ્યા બ્રધર્સ વચ્ચેના બંધનનો ઉલ્લેખ કર્યો. કૃણાલ પંડ્યા ભૂતકાળની ક્ષણોને યાદ કરીને ભાવુક પણ થયો હતો.

ભાવુક થયો ક્રુણાલ પંડ્યા

ક્રુણાલ પંડ્યાએ જણાવ્યું કે, તેમણે પોતાના શાનદાર 6 વર્ષ મુંબઈ ઈન્ડિયન્સ સાથે પસાર કર્યો છે. તેમણે કિરોન પોલાર્ડને ટી20 ફોર્મેટનો GOAT એટલે કે, મહત્વનો ખેલાડી ગણાવતા પોતાનો મોટો ભાઈ કહ્યો છે. ક્રુણાલ પંડ્યા પોલાર્ડ અને પંડ્યા બ્રધર્સ તે સમયે મુંબઈ ઈન્ડિયન્સમાં હતા. ક્રુણાલ પંડ્યાએ આઈપીએલ 2021ના એ દિવસોને યાદ કર્યા હતા. જ્યારે પંડ્યા બ્રધર્સ અને પોલાર્ડ મુંબઈ માટે સાથે રમતા હતા. મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા તે દિવસો યાદ કરી તાજા કરતા ક્રુણાલ પંડ્યા ભાવુક થયો હતો.

 

 

ક્રુણાલ પંડ્યાની મેચ વિનિંગ ઈનિગ્સ

જ્યાં સુધી મેચની વાત કરીએ તો. આરસીબીએ છેલ્લા બોલ પર જીતી છે. મુંબઈ ઈન્ડિયન્સે પહેલા રમતા 20 ઓવરમાં 7 વિકેટ પર 166 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આરસીબીએ 8 વિકેટ ગુમાવી 167 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો. આરસીબી તરફથી સૌથી સફળ બેટ્સમેન ક્રુણાલ પંડ્યા રહ્યો હતો. જેમણે 46 બોલમાં 5 સિક્સ અને 4 ચોગ્ગાની સાથે 73 રનની ઈનિગ્સ રમી હતી. આઈપીએલ 2026માં ક્રુણાલ પંડ્યાના બેટ્માંથી આ સૌથી મોટો સ્કોર છે.

મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચવિનિંગ ઇનિંગ દરમિયાન, કૃણાલ પંડ્યાને શરીરમાં દુખાવો પણ થઈ રહ્યો હતો, જેનો ઉલ્લેખ તેણે મેચ પછી કર્યો હતો. તેણે કહ્યું કે ખેંચાણ તેના પગના પગમાં શરૂ થઈ અને તેના હિપ્સ અને પીઠ સુધી ફેલાઈ. તેણે સ્વીકાર્યું કે તે સામાન્ય રીતે આટલો લાંબો સમય બેટિંગ કરતો નથી, પરંતુ તે મુશ્કેલ ટાર્ગેટનો સામનો કરતી વખતે તેની ટીમ, RCB માટે લડવા માંગતો હતો.

 

 

ભાઈ IPL ટીમનો કેપ્ટન, પત્ની બોલિવુડ સ્ટાર, આવો છે પંડ્યા બ્રધર્સનો પરિવાર અહી ક્લિક કરો

Breaking News : ભરૂચમાં ચોંકાવનારો કિસ્સો : દીકરીની સોશિયલ મીડિયાની લત છોડાવવા પરિવારે પોલીસ બોલાવી

ભરૂચ : અંકલેશ્વર તાલુકાની એક આંખ ઉઘાડતી ઘટના સામે આવી છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો અતિરેક કેવી રીતે કિશોરવયના બાળકોના ભવિષ્યને ધૂંધળું કરી શકે છે તેનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. 10મા ધોરણમાં ભણતી એક 16 વર્ષની કિશોરી ઇન્સ્ટાગ્રામ અને ઓનલાઇન ગેમ્સના વ્યસનમાં એટલી હદે ડૂબી ગઈ હતી કે તેણે પોતાના પરિવાર અને અભ્યાસ બંનેથી અંતર બનાવી લીધું હતું. બાળકીએ લતથી બહાર લાવવા પરિવારે પોલીસની મદદ લેવી પડી હતી

ડિજિટલ દુનિયાનો ભરડો

માતાએ ભારે હૈયે 181 અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. તેમની દીકરી મોડી રાત સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેતી, મિત્રો સાથે ચેટિંગ કરતી અને જ્યારે માતા-પિતા ટોકતા ત્યારે ઝઘડો કરીને ઘર છોડી જવાની ધમકી આપતી હતી. સ્થિતિ એટલી વણસી હતી કે તેને સુધારવા માટે ગામડે મોકલવામાં આવી પણ ત્યાં પણ તે શાળાએ જવાના બહાને આજ રૂટિનમાં વ્યસ્ત રહેતી હતી.

સોશિયલ મીડિયા આઈડી ડિલીટ કરાવાયા

ઘટનાની ગંભીરતા જોઈને અભયમની ટીમે કિશોરી સાથે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં વાતચીત કરી હતી. કિશોરીને સમજાવ્યું કે સોશિયલ મીડિયા પર દેખાતી આકર્ષક દુનિયા ઘણીવાર જાળ સાબિત થતી હોય છે. સાયબર ક્રાઈમ, બ્લેકમેઇલિંગ અને વ્યક્તિગત વિગતોના દુરુપયોગ જેવા જોખમો વિશે તેને વાકેફ કરવામાં આવી હતી. ટીમે તેને અહેસાસ કરાવ્યો કે આ ઉંમર મોજ-મસ્તીની નહીં પણ કારકિર્દી ઘડવાની છે.

કિશોરીને ભૂલ સમજાઈ

કાઉન્સેલિંગના અંતે કિશોરીને પોતાની ભૂલ સમજાઈ હતી. તેણે સ્વેચ્છાએ પોતાના સોશિયલ મીડિયા આઈડી ડિલીટ કર્યા અને લેખિતમાં બાંહેધરી આપી કે હવેથી તે મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરશે અને પૂરું ધ્યાન અભ્યાસમાં આપશે. વિખરાઈ રહેલા પરિવારે દીકરીમાં આવેલું આ પરિવર્તન જોઈને અભયમ ટીમનો અંતરપૂર્વક આભાર માન્યો હતો.

ચેતવણીરૂપ કિસ્સો

આ ઘટના દરેક માતા-પિતા માટે ગંભીર ચેતવણી સમાન છે. આજના સમયમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા બાળકો માટે જરૂરિયાત બની ગયા છે સાથે તેનો અતિરેક વ્યસનનું રૂપ લઈ શકે છે. શરૂઆતમાં સામાન્ય લાગતી આ આદત ધીમે ધીમે અભ્યાસ, પરિવાર અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. બાળકો રાતભર મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાથી ઊંઘ ઓછી થાય છે અને એકાગ્રતા ઘટે છે. પરિણામે અભ્યાસમાં પાછળ પડવાનો ભય વધે છે. સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથેનો સંપર્ક ક્યારેક સાયબર ક્રાઈમનું કારણ પણ બની શકે છે. માતા-પિતાએ બાળકોના ઓનલાઈન વર્તન પર સતત નજર રાખવી જોઈએ. સમયસર સમજાવટ અને સંવાદ દ્વારા આ લતને રોકી શકાય છે. જરૂર પડે ત્યારે કાઉન્સેલિંગ અથવા નિષ્ણાતોની મદદ લેવામાં સંકોચ ન રાખવો જોઈએ. બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખવા ડિજિટલ શિસ્ત આજની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે.

આ પણ વાંચો : Breaking News : ભરૂચમાં ઝેરી કેમિકલ કાંડ! લોકોના સ્વાસ્થ્ય સાથે જીવલેણ ખેલનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો

Breaking News : આણંદના તારાપુર પાસે ભયાનક અકસ્માત, એક જ પરિવારના માસૂમ બાળકી સહિત 4 ના મોત, જુઓ Video

આણંદ : ગુજરાતના હાઈવે પર અકસ્માતોની વણઝાર યથાવત છે, ત્યારે આણંદ જિલ્લાના તારાપુર હાઈવે પરથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. તારાપુર નજીક આવેલા ફતેપુરા ગામ પાસે મોડી રાત્રે એક ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

કેવી રીતે બન્યો આ ગંભીર અકસ્માત?

મળતી માહિતી મુજબ આ અકસ્માત ફતેપુરા ગામ પાસે આવેલા ગુજરાત ગેસના CNG પંપ નજીક સર્જાયો હતો. હાઈવે પર પંપ પાસે એક ટ્રક ઉભી હતી, તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલો એક ટેમ્પો પાછળથી આ ટ્રક સાથે ધડાકાભેર અથડાયો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોનો કચ્ચરઘાણ વળી ગયો, અને અંદર બેઠેલા મુસાફરો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા.

મૃતકો અને ઇજાગ્રસ્તો

આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મૃતકોમાં 2 મહિલાઓ, 1 પુરુષ, 1 પાંચ વર્ષની માસૂમ બાળકીનો સમાવેશ થાય છે.

અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં ઘાયલ થયેલા અન્ય 5 લોકોને તાત્કાલિક સારવાર અર્થે તારાપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

શ્રમિક પરિવાર પર આભ ફાટ્યું

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો દાહોદ પંથકના શ્રમિકો હતા. આ શ્રમિકો ટેમ્પોમાં સવાર થઈને મજૂરી અર્થે જઈ રહ્યા હતા અથવા વતન પરત ફરી રહ્યા હતા ત્યારે કાળનો પંજો તેમના પર ત્રાટક્યો હતો. એક જ પરિવારના સભ્યો અને માસૂમ બાળકીના મોતના સમાચારથી શ્રમિકોના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર ઉભેલી ટ્રક અને ટેમ્પો ચાલકની ગફલત આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે.

 

વૈશ્વિક ક્રૂડ તેલ મોંઘુ છતાં ભારતમાં ઈંધણના ભાવ સ્થિર, ગ્રાહકોને રાહત પણ કંપનીઓને દૈનિક 1,700 કરોડ રૂપિયા સુધીનું નુકસાન આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

ભારતીય અર્થતંત્ર માટે સોનું કેટલું મહત્વનું છે, ભારત આટલું બધું કરે છે ઈમ્પોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને એક વર્ષ સુધી સોનું ખરીદવાથી દૂર રહેવા અપીલ કરી છે. પરિણામે સોનાની માગ અને પુરવઠા અંગે ચર્ચાઓ તીવ્ર બની છે. અર્થતંત્ર માટે સોનાનું મહત્વ અને તે પ્રદાન કરતી સ્થિરતા વિશે પણ ચર્ચાઓ થઈ રહી છે. ચાલો આપણે સમજાવીએ કે અર્થતંત્ર માટે સોનાનો શું અર્થ થાય છે અને ભારત દર વર્ષે વિદેશમાંથી કેટલું સોનું ખરીદે છે.

વિશ્વનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. દેશ સામાન્ય રીતે વાર્ષિક આશરે 700-900 ટન સોનાની આયાત કરે છે, જેનું મૂલ્ય $50 બિલિયન થી $60 બિલિયનથી વધુ છે. આ દેશની સ્થાનિક માગના લગભગ 90%ને પૂર્ણ કરે છે. જોકે, GST સંબંધિત મુદ્દાઓ અને માંગમાં ઘટાડાને કારણે 2026 થી આયાતમાં ઘટાડો થયો હતો.

ભારતના અર્થતંત્ર માટે સોનું આટલું મહત્વનું કેમ છે?

ભારત વિશ્વમાં સોનાના સૌથી મોટા ગ્રાહકો અને આયાતકારોમાંનો એક છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ દેશ વાર્ષિક આશરે 700-800 ટન સોનાનો વપરાશ કરે છે, પરંતુ દેશ માંડ 1-2 ટનનું ઉત્પાદન કરે છે. આનાથી ભારતને તેની 90% થી વધુ જરૂરિયાતો માટે આયાત પર આધાર રાખવો પડે છે. અન્ય ઘણી ચીજવસ્તુઓથી વિપરીત, સોનાની આયાત ફેક્ટરીઓમાં સીધી રીતે ફાળો આપતી નથી અથવા ઉત્પાદનમાં વધારો કરતી નથી.

તેમ છતાં, તેમને નોંધપાત્ર ડોલર ખર્ચની જરૂર પડે છે, જેના કારણે ભારતના ચાલુ ખાતાની ખાધ અને વિદેશી વિનિમય અનામત પર દબાણ વધે છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવો દ્વારા આ ચિંતા વધુ વધી છે, કારણ કે ભારત પહેલેથી જ તેની તેલની જરૂરિયાતોનો લગભગ 85% વિદેશથી ખરીદે છે.

ઊર્જા અને ખાતરના ભાવમાં વધારો થઈ રહ્યો છે

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઊર્જા અને ખાતરના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકાર અને નીતિ નિર્માતાઓ હવે બિન-આવશ્યક આયાત ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જે આયાત બિલમાં વધારો કરે છે.

ભારતના કુલ આયાત બિલમાં સોનું લગભગ 9% હિસ્સો ધરાવે છે, જે તેને ક્રૂડ ઓઇલ પછી બીજા ક્રમની સૌથી મોટી આયાત શ્રેણી બનાવે છે. આર્થિક મંદી, યુદ્ધો અથવા ભૂ-રાજકીય અનિશ્ચિતતા દરમિયાન શેરબજારમાં ઘટાડો થાય ત્યારે સોનું સ્થિરતા પ્રદાન કરે છે.

સોનાની આયાતમાં ઘટાડો

વડાપ્રધાનની અપીલ એવા સમયે આવી છે જ્યારે ભારતનું સોનાનું બજાર પહેલાથી જ પુરવઠાની નોંધપાત્ર અછતનો સામનો કરી રહ્યું છે. જાન્યુઆરી 2026માં સોનાની આયાત આશરે 100 ટનથી ઘટીને ફેબ્રુઆરીમાં લગભગ 65-66 ટન થઈ ગઈ, અને પછી માર્ચમાં તે વધુ ઘટીને 20-22 ટન થઈ ગઈ. આ લગભગ 30 વર્ષમાં સૌથી નીચા માસિક સ્તરોમાંનું એક છે, જેમાં કોવિડ-19 રોગચાળો શામેલ નથી. આ ઘટાડો માત્ર વધતી કિંમતોને કારણે માંગમાં ઘટાડો થવાને કારણે નથી, પરંતુ આયાત પ્રક્રિયામાં સરકારી અને કાર્યકારી અવરોધોને કારણે પણ છે.

અધિકૃત બેંકોની વાર્ષિક યાદી અપડેટ કરવામાં વિલંબ થયો હતો

સીએનબીસીના અહેવાલ મુજબ, ભારતમાં સોનાની આયાત અધિકૃત બેંકો અને કસ્ટમ્સ પાસેથી મંજૂરીઓ પર આધાર રાખે છે. નાણાકીય વર્ષની શરૂઆતમાં સોનાની આયાત કરવા માટે અધિકૃત બેંકોની વાર્ષિક યાદી અપડેટ કરવામાં વિલંબ થયો હતો. વધુમાં કસ્ટમ્સ નિયમોમાં વિલંબ અને કર નિયમો અંગેની અનિશ્ચિતતાને કારણે પણ સોનાનો પુરવઠો ધીમો પડ્યો હતો.

Breaking News : વૈશ્વિક ક્રૂડ તેલ મોંઘુ છતાં ભારતમાં ઈંધણના ભાવ સ્થિર, ગ્રાહકોને રાહત પણ કંપનીઓને દૈનિક 1,700 કરોડ રૂપિયા સુધીનું નુકસાન

તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 ધારાસભ્યે પણ લીધા શપથ, 59 વર્ષમાં પહેલીવાર DMK-AIADMKની સરકાર નહીં

તમિલનાડુના રાજકીય ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો. અભિનેતામાંથી રાજકારણી બનેલા ‘થલાપતિ’ સી. જોસેફ વિજયે તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને પદભાર સંભાળ્યો. તેમણે ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમમાં તમિલનાડુ રાજ્યના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે, 9 અન્ય ધારાસભ્યોને પણ પ્રધાનોએ તરીકે મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા. આ 59 વર્ષમાં પહેલી વાર એવું બન્યું છે કે, તમિલનાડુમાં DMK કે AIADMKની ના હોય તેવી સરકાર રચાઈ છે. રાહુલ ગાંધી વિજયના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને વિજયને અભિનંદન પાઠવ્યા હતા.

શનિવારે, વિજયે, તમિલનાડુના રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. તેમને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરતી વખતે, રાજ્યપાલે તેમને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે 13 મે, 2026 સુધીનો સમય આપ્યો હતો. સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલા ટીવીકેને સરકાર બનાવવાની પ્રક્રિયામાં ઘણા પડકારો અને વાટાઘાટોનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ, રાજ્યપાલે વિજયને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું.

ગઈકાલ 9મી મે ને શનિવારે, અભિનેતા વિજયે રાજ્યપાલ આર.એન. રવિ (રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર) ને મળવા રાજભવનની મુલાકાત લીધી અને 121 ધારાસભ્યોના સમર્થન આપતા પત્રો સુપરત કર્યા હતા. વિજયને કોંગ્રેસ, સીપીઆઈ, સીપીએમ, વીસીકે અને આઈયુએમએલનો ટેકો મળ્યો છે.

સી. જોસેફ વિજયને 121 ધારાસભ્યોનું સમર્થન મળ્યું

વિજયની પાર્ટીએ 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતી છે. તેમના ગઠબંધન ભાગીદારોના સમર્થનથી, વિજયને 120 ધારાસભ્યોનું સમર્થન છે. વિધાનસભામાં બહુમતી મેળવવા માટે કુલ 118 બેઠકોની જરૂર છે.

  • TVK: 108
  • કોંગ્રેસ: 05
  • CPI: 02
  • CPM: 02
  • VCK: 02
  • IUML: 02

TVK તમિલનાડુમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી

તમિલનાડુમાં, અભિનેતા વિજયની પાર્ટી, TVK, સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરી આવી છે. TVK એ કુલ 108 બેઠકો મેળવી છે. આ ઉપરાંત, DMK એ 59 બેઠકો મેળવી છે, અને ADMK એ 47 બેઠકો જીતી છે. દરમિયાન, કોંગ્રેસે 5 બેઠકો જીતી છે.

રંગાસામી 5મી વખત બનશે પુડુચેરીના મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત 13 મેના રોજ શપથ લેશે

Breaking News: લંડન જતાં અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, રડતા ઓડિયોએ પરિવાર અને પોલીસને દોડતા કર્યા

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક પરિવારને વિદેશમાં બંધક બન્યાની આશંકાએ ચકચાર મચાવી છે. કિરણભાઈ તેમના પત્ની વૈશાલીબેન અને બે પુત્રો સાથે લંડન જવા માટે નીકળ્યા હતા, પરંતુ હવે પરિવાર સાથેનો સંપર્ક તૂટી જતા અને ધમકીભર્યા ઓડિયો મેસેજ સામે આવતા મામલો ગંભીર બન્યો છે.

મળતી માહિતી મુજબ, અપહરણકારો દ્વારા કિરણભાઈની પુત્રી શ્રેયાને અલગ અલગ પાંચ ઓડિયો ક્લિપ મોકલવામાં આવી છે. આ ઓડિયોમાં શ્રેયાની માતા વૈશાલીબેન રડતા રડતા પૈસા ચૂકવવા માટે આજીજી કરતા સાંભળાઈ રહ્યા છે. ઓડિયો મેસેજમાં તેઓ કહી રહ્યા છે કે “મકાન વેચીને ગમે તેમ કરીને પૈસા ચૂકવો, નહીં તો અમને મારી નાખશે.”

પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ

પરિવાર સાથેનો છેલ્લો સંપર્ક ગયા અઠવાડિયે થયો હતો. તે દરમિયાન વૈશાલીબેને શ્રેયાને કહ્યું હતું કે આ તેમનો છેલ્લો ઓડિયો હોઈ શકે છે. આ ઓડિયો સામે આવ્યા બાદ પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે.

સમગ્ર ગુજરાતમાં ચિંતા ફેલાઈ

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગોમતીપુર પોલીસે તપાસ શરૂ કરી છે. ઓડિયો ક્લિપના આધારે પરિવારનું લોકેશન અને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. આ ઘટનાએ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચિંતા ફેલાઈ છે. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે અને પરિવારને સુરક્ષિત પરત લાવવા પ્રયાસ તેજ કર્યા છે.

Breaking News : કાજલ મહેરિયાના પતિ પર લાઈવ પ્રોગ્રામ દરમિયાન હુમલો, મારામારીનો જુઓ Video

Live Death Video: ચાલતી ટ્રેનમાં દરવાજા પર બનાવી રહ્યો હતો વીડિયો, થાંભલા સાથે જોરદાર અથડાયો અને પછી…

Live Death Video: સોશિયલ મીડિયા પર વાયરલ થવાની ઇચ્છા ઘણીવાર લોકોને એવા આત્યંતિક પગલાં લેવા મજબૂર કરે છે જેના કારણે તેમનો જીવ પણ ગુમાવવો પડે છે. એક યુવાન ચાલતી ટ્રેનના દરવાજા પરથી લટકીને રીલ ફિલ્માવતો જોવા મળે છે. વીડિયોમાં તે ટ્રેનની બહાર લટકતો દેખાય છે, કેમેરા સામે પોઝ આપતો હોય છે, પરંતુ બીજી જ ક્ષણે, તે થાંભલા સાથે અથડાય છે, જેના કારણે તેનું તાત્કાલિક મૃત્યુ થાય છે.

આ અકસ્માત એટલો અચાનક હતો કે તેના કારણે દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા. થોડીક સેકન્ડની લાઈક્સ અને વ્યૂઝ મેળવવાની ઇચ્છાએ એક પરિવારને તેમના પ્રિયજનોથી વંચિત રાખ્યો. આ વીડિયો ફરી એકવાર આપણને યાદ અપાવે છે કે સોશિયલ મીડિયાના ગ્લેમરનો પીછો કરવો ક્યારેક જીવનની અંતિમ કિંમત ચૂકવી શકે છે.

વીડિયોમાં કેદ થયેલો એક દુ:ખદ અકસ્માત

વાયરલ ક્લિપમાં સ્પષ્ટપણે એક યુવાન ચાલતી ટ્રેનના દરવાજા સાથે લટકતો દેખાય છે, જે રીલ ફિલ્માવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેનો ચહેરો બેચેન દેખાય છે, પરંતુ બીજી જ ક્ષણે તે નજીકના થાંભલા સાથે અથડાય છે. આ અથડામણ એટલી તીવ્ર છે કે તેને સ્વસ્થ થવાનો સમય જ નથી. કોઈ કંઈ સમજે તે પહેલાં જ બધું ખતમ થઈ ગયું હતું. આ વીડિયો જોઈને, દરેકને આશ્ચર્ય થાય છે કે કોઈ થોડી સેકન્ડના વીડિયો માટે પોતાનો જીવ કેવી રીતે જોખમમાં મૂકે છે.

વાયરલ થવાની ઇચ્છા જીવલેણ બની રહી છે

આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યૂ મેળવવામાં પોતાની સલામતી ભૂલી જાય છે. ટ્રેનની છત પર ચઢવું, દરવાજા પર લટકવું અથવા રસ્તાની વચ્ચે ખતરનાક સ્ટંટ કરવા એ સામાન્ય બની રહ્યું છે. રીલ બનાવતી વખતે મૃત્યુનો આ પહેલો કિસ્સો નથી. ઘણા યુવાનો અને સ્ત્રીઓ અગાઉ વીડિયો બનાવતી વખતે અકસ્માતનો ભોગ બન્યા છે.

દર વખતે જ્યારે અકસ્માત પછી અફસોસ વ્યક્ત કરવામાં આવે છે, ત્યારે એક નવો વીડિયો સામે આવે છે. આવી ઘટનાઓ વારંવાર આપણને યાદ અપાવે છે કે નાની રીલ માટે પોતાનો જીવ જોખમમાં મૂકવો કેટલું જોખમી હોઈ શકે છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સે દુ:ખ અને ગુસ્સો વ્યક્ત કર્યો

વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. એક યુઝરે લખ્યું, “થોડી લાઈક્સ માટે પોતાનો જીવ ગુમાવવો એ સૌથી મોટી મૂર્ખતા છે.” બીજાએ કહ્યું, “રીલ્સ પર આ ગાંડપણ ક્યારે બંધ થશે?” ઘણા લોકોએ દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે આ અકસ્માતે એક પરિવારને જીવનભરનું દુઃખ આપ્યું છે.

કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે આવા વીડિયો જોવાથી અન્ય યુવાનોને પાઠ ભણાવવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા પર ખતરનાક સ્ટંટને પ્રોત્સાહન આપતી સામગ્રી પર સખત પ્રતિબંધ મૂકવો જોઈએ.

જુઓ વીડિયો……

(Credit Source: @Rudhrayadav001)

(Disclaimer: અહીં આપવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ટ્રેનમાં આવી રીતે સ્ટંટ કરવો ગુના પાત્ર કૃત્ય છે. Tv9 ગુજરાતી આવા ન્યૂઝને પ્રોત્સાહન આપતું નથી.)

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Breaking News : DRDOએ હાઇપરસોનિક મિસાઇલ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

ભારતે રક્ષા ક્ષેત્ર વધુ એક ઐતિહાસિક સફળતા મેળવી છે. રક્ષા અનુસંધા અને વિકાસ સંગઠને હાઈપરસોનિક મિસાઈલની વિકાસની દિશામાં મોટી સફળતા મેળવી છે. ડીઆરડીઓની લેબ રક્ષા અનુસંધાન અને વિકાસ પ્રયોગશાળા (DRDL)એ એક્ટિવલી કૂલ્ડ ફુલ સ્કેલ સ્કેમજેટ કંબસ્ટરની લાંબી સફળતા સુધી ચાલનારાનું સફળ પરીક્ષણ કર્યું છે.

1200 સેકન્ડ સુધી ચાલ્યું પરીક્ષણ

હૈદરાબાદ સ્થિત અત્યાધુનિક સ્કૈમજેટ કનેક્ટ પાઈપ ટેસ્ટ (SCPT) ફેસિલિટીમાં 9મે 2026ના રોજ આ પરીક્ષણ કર્યું છે. આ દરમિયાન એન્જિનને 1,200 સેકન્ડ (20 મિનટ)થી વધારે સમય સુધી સતત ચલાવવામાં આવ્યું હતુ. આ પહેલા આ વર્ષે જાન્યુઆરીમાં 700 સેકન્ડનું સફળ પરીક્ષણ કર્યું હતુ. આ લાંબા ગાળાના પરીક્ષણ ભારતની અદ્યતન એરોસ્પેસ ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે.

 

 

સ્ક્રેમજેટ એન્જિનની વિશેષતા શું છે?

સુપરસોનિક સ્પીડ: આ એન્જિન હવામાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરીને મિસાઇલને અવાજની ગતિ કરતા અનેક ગણી વધુ હાઇપરસોનિક ગતિએ આગળ જાય છે.

સ્વદેશી ટેકનોલોજી: તે ભારતમાં વિકસિત પ્રવાહી હાઇડ્રોકાર્બન એન્ડોથર્મિક ઇંધણનો ઉપયોગ કરે છે.

ઓવરહિટ પ્રોટેક્શન: એન્જિનને ઓગળતું અટકાવવા માટે, તેમાં ઉચ્ચ-તાપમાન થર્મલ બેરિયર કોટિંગ અને અદ્યતન ઠંડક પ્રણાલી ફીટ કરવામાં આવી છે.

ભારત વિશ્વના પસંદગીના કેટલાક દેશોમાંનો એક છે.

ભારત વિશ્વના કેટલાક પસંદગીના દેશોમાં જોડાયું છે

આ સફળ ગ્રાઉન્ડ ટેસ્ટે માત્ર એન્જિન ડિઝાઇનને માન્ય કરી નથી પરંતુ ભારતની પરીક્ષણ સુવિધાઓની શક્તિ પણ દર્શાવી છે. આ ટેકનોલોજી સાથે, ભારત હવે હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલો વિકસાવવાની ક્ષમતા ધરાવતા દેશોના પસંદગીના જૂથમાં જોડાય છે.

સંરક્ષણ મંત્રીએ અભિનંદન આપ્યા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા પર DRDO વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન આપ્યા. તેમણે જણાવ્યું હતું કે આ સિદ્ધિ ભારતના હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ વિકાસ કાર્યક્રમ માટે મજબૂત પાયો નાખશે.

DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી. કામતે ટીમના વખાણ કરતા કહ્યું કે,આને ભવિષ્યના યુદ્ધ કૌશલની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે.

ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ ભારત સરકારની અવકાશ એજન્સી છે. તેનું મુખ્ય મથક બેંગ્લોર, કર્ણાટકમાં છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

આ પણ વાંચો, ઉનાળામાં લીમડાના પાણીથી સ્નાન કરવાના છે અદભૂત ફાયદા, જાણો કઈ બીમારીઓમાં કામ કરે છે રામબાણ ઈલાજ!

Gold-Silver Rate Today : સોનાની તેજી પર લાગ્યો બ્રેક! આજે ગોલ્ડ થયું સસ્તું, ચાંદી ફરી ચમકી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો, 1 વાર કપડા ધોવામાં Washing Machine કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં

INDIA Alliance : વિપક્ષ સામે પાર્ટી અસ્તિત્વનું સંકટ, બંગાળના પરિણામોએ વધારી ચિંતા!

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતને માત્ર સત્તા પરિવર્તન તરીકે જ નહીં પરંતુ ભારતીય રાજકારણમાં એક મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે. જે બંગાળને ક્યારેય BJP માટે સૌથી મુશ્કેલ રાજકીય જમીન માનવામાં આવતું હતું, ત્યાં જીત બાદ પાર્ટીનો આત્મવિશ્વાસ નવી ઊંચાઈએ પહોંચ્યો છે. જોકે વિપક્ષ સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાજપને કેવી રીતે રોકવું. બંગાળના પરિણામોએ વિપક્ષની એકતા, નેતૃત્વ અને વ્યૂહરચના પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

બંગાળમાં ભાજપની જીતથી સ્પષ્ટ થઈ ગયું છે કે પક્ષ હવે હિન્દી ભાષા સુધી મર્યાદિત નથી. મફત યોજનાઓ, મજબૂત સંગઠન અને હિન્દુત્વના ભાવનાત્મક રાજકારણના આ ત્રિપુટીએ ભાજપને બંગાળમાં ઐતિહાસિક લીડ અપાવી.

ભાષા અને પ્રાદેશિક ઓળખથી ઉપર રાજકારણ

આ ચૂંટણીનો સૌથી મોટો સંદેશ એ હતો કે ભાષા અને પ્રાદેશિક ઓળખથી ઉપર પણ રાજકીય ઓળખ બનાવી શકાય છે. બંગાળમાં જેમ ભાજપે પોતાની જગ્યા બનાવી તેમ દક્ષિણ ભારતના રાજકારણમાં પણ ભાજપનો વિશ્વાસ વધ્યો છે. આ વિશ્વાસના જવાબમાં, વિપક્ષ હવે મમતા બેનર્જીની સાથે ઉભો હોય તેવું લાગે છે. રાહુલ ગાંધીએ તેમની સાથે વાત કરી અને મત ચોરીનો આરોપ પણ લગાવ્યો છે. જ્યારે અખિલેશ યાદવે પોતે મમતા બેનર્જીને મળવા કોલકાતા ગયા અને તેમને કહ્યું, “દીદી, તમે હાર્યા નથી.”

કઈ પાર્ટીને કેટલા મત મળ્યા?

ભાજપને 45.84% મત મળ્યા. જ્યારે TMCને 40.80% મત મળ્યા છે. CPMને 4.45%, CPI-RSP અને અન્ય પક્ષોને લગભગ 1% અને કોંગ્રેસને 2.97% મત મળ્યા. સમગ્ર વિપક્ષનો મત હિસ્સો 48.66% થાય છે. જે ભાજપના મત શેર કરતા વધારે છે. આનો અર્થ એ છે કે ભાજપનો લીડ માર્જિન ફક્ત ટીએમસી જ નહીં, પરંતુ અન્ય વિપક્ષી પક્ષો દ્વારા આપવામાં આવેલા મતો જેટલો જ હતો.

મત વિભાજન સામે મત ચોરીનું રાજકારણ

INDIA ગઠબંધન પોતે એકતામાં અનેકતાનું પ્રતિક ધરાવે છે. ઘણા રાજ્યોમાં તેના સાથી પક્ષો એકબીજાના સામે ચૂંટણી લડે છે. આવી સ્થિતિમાં વિપક્ષ વોટ વિભાજન સામે વોટ ચોરીના નેરેટિવ પર આગળ વધી રહ્યા છે. આગામી ચૂંટણીઓમાં, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોમાં વિપક્ષી પક્ષોએ તેમના આંતરિક વિભાજનથી ઉપર ઉઠવું પડશે. કારણ કે જો વિપક્ષી મતો જુદા જુદા છાવણીઓમાં વિભાજીત થતા રહેશે, તો ભાજપને ઘણા રાજ્યોમાં સીધો ફાયદો થતો રહેશે.

આ પણ વાંચો, બંગાળમાં અમિત શાહનું એલાન! ઘૂસણખોરી ભૂતકાળ બનશે અને ‘સોનાર બાંગ્લા’નું સપનું થશે ‘સાકાર’

કયા ખોરાક કિડનીમાં પથરીનું કારણ બની શકે છે ? ડૉક્ટર પાસેથી જાણો શું ખાવું જોઈએ

આજકાલ ઘણા લોકોમાં કિડનીમાં પથરીની સમસ્યા ઝડપથી વધી રહી છે. આ સમસ્યા ઘણીવાર ખરાબ આહાર, અપૂરતું પાણી પીવાનું અને ખરાબ જીવનશૈલીની આદતો સાથે જોડાયેલી હોય છે. ઘણા લોકો ઘણીવાર એવા ખોરાકનું સેવન કરે છે જે શરીરમાં ચોક્કસ ખનિજોનું સ્તર વધારીને પથરીના નિર્માણનું જોખમ વધારી શકે છે. શરૂઆતમાં લક્ષણો હળવા હોઈ શકે છે, પરંતુ સમય જતાં, આ સમસ્યા ગંભીર પીડાનું કારણ બની શકે છે.

ક્યારેક ઉબકા પણ આવી શકે છે

કિડનીમાં પથરીના કારણે કમરના નીચેના ભાગમાં કે પેટમાં તીવ્ર દુખાવો, પેશાબ કરતી વખતે બળતરા, વારંવાર પેશાબ આવવો અને ક્યારેક ઉબકા પણ આવી શકે છે. ઘણા લોકો આ લક્ષણોને સામાન્ય માનીને અવગણે છે, જે સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે. તેથી, સમયસર આહાર અને જીવનશૈલી પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.

યોગ્ય માહિતી અને સંતુલિત આહાર અપનાવીને, કિડનીમાં પથરીના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. તેથી, એ સમજવું મહત્વપૂર્ણ છે કે કયા ખોરાક કિડનીમાં પથરીના જોખમને વધારી શકે છે અને તેને રોકવા માટે કઈ સાવચેતી રાખવી જોઈએ.

કયા ખોરાક કિડનીમાં પથરીનું કારણ બની શકે છે?

લેડી હાર્ડિંગ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડિરેક્ટર ડૉ. એલ.એચ. ઘોટકર સમજાવે છે કે વધુ મીઠું, પ્રોસેસ્ડ ખોરાક અને ખાંડનું પ્રમાણ વધુ હોય તેવા ખોરાક ખાવાથી કિડનીમાં પથરીનું જોખમ વધી શકે છે. વધુમાં, કેટલાક ખોરાકમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરમાં એકઠા થઈને પથરીનું કારણ બની શકે છે.

વધુ પડતું જંક ફૂડ ખાવાથી અને ખૂબ ઓછું પાણી પીવાથી પણ આ સમસ્યા વધી શકે છે. કેટલાક લોકો વધુ પડતા ઠંડા પીણાં અથવા પેકેજ્ડ પીણાંનું સેવન કરે છે, જે કિડનીને અસર કરી શકે છે. તેથી સંતુલિત આહાર અને પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન જરૂરી માનવામાં આવે છે.

સારા કિડની સ્વાસ્થ્ય માટે શું ખાવું?

કિડની સ્વાસ્થ્ય માટે પૂરતું પાણી પીવું જરૂરી માનવામાં આવે છે. વધુમાં, તાજા ફળો, લીલા શાકભાજી અને હળવું ભોજન ફાયદાકારક હોઈ શકે છે. નાળિયેર પાણી, લીંબુ પાણી અને ફાઇબરયુક્ત ખોરાક પણ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

વધુ પડતું મીઠું ખાવાનું અને બહારનું ખાવાનું ટાળો. સંતુલિત આહાર જાળવવાથી કિડનીના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે.

ડૉક્ટરને ક્યારે મળવું?

જો તમને સતત પેટમાં કે પીઠમાં તીવ્ર દુખાવો, પેશાબ કરતી વખતે બળતરા અથવા પેશાબમાં લોહીનો અનુભવ થાય તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. વધુમાં, વારંવાર ઉલટી, તાવ અથવા પેશાબ કરવામાં મુશ્કેલી પણ ચેકઅપની જરૂર છે. સમયસર સારવારથી સ્થિતિ ગંભીર બનતી અટકાવી શકાય છે.

Meditation Myths: મેડિટેશનથી જોડાયેલી આ માન્યતામાં તમે પણ માનો છો? જાણો સત્ય શું છે

શું Wireless Charging તમારા ફોનની બેટરી જલદી ખરાબ કરે છે ? જાણો ટેક એક્સપર્ટ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

આ પણ વાંચો, સ્કેલમાં શૂન્ય પહેલાની એ ‘ખાલી જગ્યા’ પાછળ છુપાયેલું છે મોટું વિજ્ઞાન, એન્જિનિયરોએ વર્ષો પછી ખોલ્યું રાઝ !

Breaking News : આણંદમાં ₹98 લાખના ખર્ચે બનેલી ટાંકીઓનું કૌભાંડ આવ્યું સામે ! ખુલાસા બાદ ચાલ્યુ દાદાનું બુલડોઝર

આણંદ જિલ્લાના હાડગુડ ગામમાં પાણીની ટાંકીઓના નિર્માણમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગામમાં અંદાજે ₹98 લાખના ખર્ચે બનાવાઈ રહેલી ત્રણ પાણીની ટાંકીઓમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે, આ ટાંકીઓ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે.

₹98 લાખના ખર્ચે બનેલી ટાંકીઓ કરાઈ જમીનદોસ્ત

માહિતી મુજબ, નિર્માણ કામગીરી અંગે સ્થાનિક સ્તરે ઉઠેલા સવાલો બાદ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તપાસ રિપોર્ટમાં સિમેન્ટની ગુણવત્તા નબળી હોવાનું તેમજ ટાંકીઓમાં ઉપયોગમાં લેવાયેલા લોખંડના સળિયા નક્કી કરાયેલા માપ કરતાં પાતળા હોવાનું સામે આવ્યું હતું.

હલકી ગુણવત્તા વાળા મટિરીયલનો થયો હતો ઉપયોગ

તપાસમાં ખામીઓ સાબિત થતાં ભવિષ્યમાં ટાંકી તૂટી પડવાની અને જાનહાનિ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને બે ટાંકી તોડી પાડવામાં આવી છે. સ્થળ પર જેસીબી મશીનથી ટાંકીઓને જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

કોન્ટ્રાક્ટરે હવે પોતાના ખર્ચે બનાવી પડશે ટાંકી

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે કોન્ટ્રાક્ટરને પોતાની જ જવાબદારી પર અને કોઈપણ વધારાની ચુકવણી લીધા વગર નવી અને મજબૂત ટાંકીઓનું નિર્માણ કરવું પડશે. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Breaking News : બનાસકાંઠાના પાલનપુરમાં આસ્થાના નામે મોટી છેતરપિંડી, આરોપીઓ પૈસા લઈ ફરાર થયા, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News : છેલ્લી ઓવરમાં ઋષભ પંતનો માસ્ટરસ્ટ્રોક, ‘મોંઘા ખેલાડી’ દિગ્વેશ રાઠીએ 6 બોલમાં બેંગલુરુ પાસેથી જીત છીનવી લીધી

સતત છઠ્ઠી મેચમાં હાર બાદ લખનૌ સુપર જાયન્ટસે આઈપીએલ 2026માં જીતનો સ્વાદ ચાખ્યો હતો.ગુરુવારે રમાયેલી મેચ પ્રભાવિત મેચમાં લખનૌ સુપર જાયન્ટસે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 9 રનથી હાર આપી હતી. 19-19 ઓવરની આ મેચમાં લખનૌએ સીઝનમાં પોતાના ઘર આંગણે પહેલી જીત નોંધાવી છે. મેચ બાદ કેપ્ટન પંત હળવા મુડમાં જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, આ જીત આખી ટીમ માટે ખુબ ખાસ હતી. કારણ કે, ટીમ લાંબા સમયથી કોમ્બિનેશન શોધી રહી હતી.

પંતે કહ્યું આ અમારા માટે ખુબ શાનદાર મેચ રહી છે. આખી ટીમ માટે આ જીતનો મોટો અર્થ છે. અમે સતત અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરી રહ્યા હતા. એક ટીમ તરીકે એક પેજ પર આવવું જરુરી હતુ. આ સીઝન અમારા માટે હાર્ડ રહી. પરંતુ ક્યારેક ક્યારેક સંધર્ષથી પસાર થવું પડ્યું હતુ. લખનૌ સુપર જાયન્ટસની સૌથી મોટી જીતમાં મોટો રોલ મિચેલ માર્શે નિભાવ્યો હતો. માર્શે માત્ર 56 બોલમાં 111 રન બનાવી આરસીબીના બોલર પર દબાવ બનાવ્યો હતો. પંતે તેની ઈનિગ્સના ખુબ વખાણ કર્યા હતા.

દિગ્વેશ રાઠી પર વિશ્વાસ વ્યક્ત કર્યો

તેમણે કહ્યું માર્શની ઈનિગ્સ શાનદાર હતી.અમે જાણીએ છીએ કે, ટીમ સતત મહેનત કરી રહી છે. આ સીઝનમાં અમારી શાનદાર બોલિંગ રહી છે.બોલરો દિલ ખોલીને પ્રદર્શન કરી રહ્યા છે. અમે આજ લય આગળ ચાલું રાખવા માંગીએ છીએ.મેચની છેલ્લી મોમેન્ટ શાનદાર હતી. જ્યારે લખનૌ સુપર જાયન્ટને 20 રન બચાવવાના હતા. પંતે અનુભવી બોલર દિગ્વેશ રાઠી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાઠી આ મોંઘો સાબિત થયો પરંતુ કેપ્ટને તેને જવાબદારી આપી હતી. આ મેચ છેલ્લા બોલ સુધી રસપ્રદ રહી હતી.

છેલ્લી ઓવરમાં શું થયું?

  • છેલ્લી ઓવરમાં શું થયું?
  • છેલ્લી ઓવરમાં જીત માટે આરસીબીને 20 રનની જરુર હતી. આ ઓવર પંતે દિગ્વેશ રાઠીને આપી હતી.
  • પહેલા બોલ માં રોમારિયો શેફર્ડે મોટો શોર્ટ રમ્યો આ ઓવરમાં 1 રન આવ્યો હતો. હવે 5 બોલમાં 19 રનની જરુર હતી.
  • બીજા બોલ પર ક્રુણાલ પંડ્યાએ 1 રન લીધો, હવે 4 બોલમાં 18 રનની જરુર હતી.
  • ત્રીજા બોલ પર શેફર્ડે મોટો શોર્ટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ રમી શક્યો નહી. અહીથી જીત લખનૌના ખાતામાં જતી જોવા મળી હતી.
  • ચોથા બોલમાં વાઈડ બોલ
  • ત્યારબાદ શેફર્ડે ચોગ્ગો ફટકાર્યો
  • પાંચમા બોલ પર શેફર્ડે 2 રન બનાવ્યા.
  • છેલ્લા બોલ પર મોટો શોર્ટ રમ્યો પરંતુ 1 જ રન મળ્યો હતો.

આ રીતે લખનૌ સુપર જાયન્ટસે 9 રનથી શાનદાર જીત મેળવી હતી.

 

 

 

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

 

Breaking News : 30 દિવસની શાંતિ બાદ ફરી પાછુ શરું થશે યુદ્ધ ! ઈરાને યુએઈ પર કર્યો હવાઈ હુમલો

ઈરાને આજે ફરી એકવાર યુએઈ પર મોટો હુમલો કર્યો છે. અહેવાલો અનુસાર, ઈરાને અનેક બેલિસ્ટિક મિસાઈલો, ક્રુઝ મિસાઈલો અને ડ્રોનનો મારો ચલાવ્યો છે. ઈરાને કરેલા હુમલાથી યુએઈના હવાઈ સંરક્ષણ પ્રક્રિયા સક્રિય કરી દેવાઈ છે. જે ઈરાન તરફથી છોડવામાં આવેલ મિસાઈલોને સતત અટકાવી રહ્યી છે. યુએઈના નેશનલ ઈમરજન્સી ક્રાઈસિસ એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીએ, લોકોને સલામત સ્થળોએ રહેવા અને ફક્ત સત્તાવાર સરકારી અપડેટ્સ પર જ આધાર રાખવાની અપીલ કરી છે. આ હુમલો યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે મિસાઈલ હુમલા થયાના એક રાત પછી થયો છે.

આ પહેલા, સોમવારે, ઈરાને પણ 15 મિસાઈલો અને 4 ડ્રોનનો ઉપયોગ કરીને યુએઈ પર હુમલો કર્યો હતો. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વિશ્વ નેતાઓએ યુએઈ પરના હુમલાઓની નિંદા કરી હતી. 8 એપ્રિલે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત થયો હતો. 30 દિવસની પ્રમાણમાં શાંતિ પછી, મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ વધી રહ્યો હોય તેવું લાગે છે.

યુએઈ ઈરાની હુમલાઓનો રેકોર્ડ તૈયાર કરશે

યુએઈએ ઈરાનના હુમલાઓથી થયેલા નુકસાનનો વ્યાપક રેકોર્ડ તૈયાર કરવા માટે એક નવી સમિતિની રચના કરી છે. સમિતિનો કાર્યભાર આ હુમલાઓના પરિણામે થયેલા જાનમાલના નુકસાન અંગે પુરાવા એકત્રિત કરવાનો છે. ત્યારબાદ, આ પુરાવાના આધારે, યુએઈ કાનૂની કાર્યવાહી કરવા અને ન્યાય મેળવવાનો ઇરાદો ધરાવે છે.

સત્તાવાર સમાચાર એજન્સી, WAM અનુસાર, આ સમિતિનું નેતૃત્વ યુએઈના એટર્ની જનરલ કરશે. તેમાં વિવિધ મંત્રાલયો અને સરકારી એજન્સીઓના અધિકારીઓનો સમાવેશ થશે. જો જરૂરી લાગે તો વિદેશી નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવશે. સમિતિ ફોટોગ્રાફ્સ, ટેકનિકલ રિપોર્ટ્સ અને અન્ય પ્રકારના પુરાવા એકત્રિત કરશે.

2,000 થી વધુ ડ્રોન ફાયરિંગનો દાવો

યુએઈના મતે, સંઘર્ષ દરમિયાન, ઈરાને 2,000 થી વધુ ડ્રોન, સેંકડો બેલિસ્ટિક મિસાઈલ અને અનેક ક્રુઝ મિસાઈલ છોડ્યા હતા. મોટાભાગના હુમલાઓને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા અટકાવવામાં આવ્યા હતા, જ્યારે 13 લોકો માર્યા ગયા હતા અને 200 થી વધુ ઘાયલ થયા હતા. અનેક તેલ અને ઉર્જા સુવિધાઓ ઉપરાંત, મુખ્ય ઇમારતોને પણ નુકસાન થયું હતું.

યુએઈ વળતરની માંગ કરશે

યુએઈએ અગાઉ ઈરાનને હુમલાઓની જવાબદારી સ્વીકારવા અને થયેલા નુકસાનની ભરપાઈ કરવા હાકલ કરી છે. હવે, એક સમિતિ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કાનૂની કાર્યવાહીને સરળ બનાવવા માટે માનવ, આર્થિક અને સંપત્તિના નુકસાનનું વ્યાપક મૂલ્યાંકન તૈયાર કરશે. યુએઈએ ઈરાન દ્વારા આપવામાં આવેલા નિવેદનો અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી જેમાં સૂચવવામાં આવ્યું હતું કે યુએઈનો યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો સહયોગ ઈરાનની સુરક્ષા માટે ખતરો છે. યુએઈના વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ દેશ સાથે સંરક્ષણ સહયોગમાં જોડાવું એ તેનો સાર્વભૌમ અધિકાર છે.

Iran missile attack : મિસાઇલ હુમલા બાદ તેહરાનમાં ભારે વિનાશ, TV9નો તેહરાનથી ગ્રાઉન્ડ રિપોર્ટ, જુઓ Video

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર, ખેડૂતો અને પશુપાલકો ચિંતિત, જુઓ Video

Rajkot જિલ્લાના Dhoraji તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે સિંહોના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ફરેણી ગામ નજીક આવેલા ચેકડેમ વિસ્તારમાં સિંહોને લટાર મારતા જોવામાં આવ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

ચેકડેમ પાસે સિંહોની હાજરીના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજના સમયે ખેતરોમાં જતાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સિંહોના આંટાફેરાની માહિતી તરત જ વનવિભાગને આપી હતી.

વનવિભાગની ટીમે ઘટનાની જાણ થતા જ વિસ્તારમાં નજર રાખવાની કામગીરી શરૂ કરી છે. સાથે જ સ્થાનિક લોકોને સાવચેત રહેવા, એકલા બહાર ન નીકળવા અને પશુઓને સુરક્ષિત સ્થળે રાખવા અપીલ કરવામાં આવી છે.

તાજેતરમાં ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પ્રાણીઓની અવરજવર વધતા લોકોમાં ચિંતા વધી રહી છે. જોકે વનવિભાગે લોકોને ગભરાવાની જરૂર નથી અને કોઈ પણ જંગલી પ્રાણી દેખાય તો તરત જ વિભાગને જાણ કરવા જણાવ્યું છે.

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Numerology : મૂૂળાંક 1 ધરાવતા બાળકો ખૂબ જ તેજસ્વી હોય ​​છે, તેમનું ભાગ્ય સૂર્ય જેવું ચમકે છે?

અંકશાસ્ત્રમાં સરકારી નોકરીનો કારક સૂર્ય ગ્રહને માનવામાં આવેલું છે. એવું કહેવાય છે કે જેમની કુંડળીમાં આ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય છે તેમને સરકારી નોકરી મળવાની સંભાવના હોય છે. અંકશાસ્ત્ર અનુસાર, જેમની કુંડળીમાં 1 મૂૂળાંક હોય છે તેમને ખાસ કરીને સૂર્યનો આશીર્વાદ મળે છે. કારણ કે તે આ મૂૂળાંકના સ્વામી માનવામાં આવેલા છે. 1લી, 10મી, 19મી અને 28મી તારીખે જન્મેલા લોકોનો મૂૂળાંક 1 હોય છે.

ભાગ્ય સૂર્ય જેવું તેજસ્વી હોય છે

અંકશાસ્ત્ર અનુસાર, 1 મૂૂળાંક ધરાવતા બાળકો ખૂબ જ ઉર્જાવાન હોય છે. તેઓ અભ્યાસમાં પણ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેમનામાં જન્મથી જ એક અનોખી નેતૃત્વ ક્ષમતા હોય છે. સૂર્યના પ્રભાવને કારણે તેમના વ્યક્તિત્વમાં એક અનોખી તેજસ્વીતા જોવા મળે છે. તેઓ સમાજમાં પોતાની એક અલગ ઓળખ બનાવે છે અને તેમને ખૂબ માન-સન્માન મળે છે.

સરકારી નોકરીની શક્યતા

જે લોકો નંબર 1 ધરાવે છે તેમને સરકારી નોકરી મળવાની પ્રબળ શક્યતાઓ હોય છે. જો તેઓ આ દિશામાં પૂરતી મહેનત કરે છે, તો તેમને ઉચ્ચ કક્ષાના અધિકારી બનતા કોઈ રોકી શકતું નથી. તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે. જો તેઓ દૃઢ નિશ્ચયી હોય, તો તેઓ કંઈપણ પ્રાપ્ત કરી શકે છે.

તીક્ષ્ણ મન

જે લોકોનો મૂૂળાંક 1 છે તેમનું મન એટલું તીક્ષ્ણ હોય છે કે તેઓ ખૂબ જ ઝડપથી વસ્તુઓ શીખી જાય છે. તેમની યાદશક્તિ પણ ખૂબ જ તેજ હોય ​​છે. જેના કારણે તેઓ અભ્યાસના ક્ષેત્રમાં સફળ થાય છે.

સૂર્યની કૃપાથી કારકિર્દી ચમકે છે

સૂર્ય નંબર 1 નો અધિપતિ છે. તેથી આ સંખ્યા ધરાવતા બાળકોને સૂર્ય દેવ તરફથી વિશેષ આશીર્વાદ મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં, સૂર્યને શાસન, સત્તા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણોસર 1 નંબર ધરાવતા લોકો ઘણીવાર IAS, IPS અથવા રાજકારણમાં ઉચ્ચ પદો પર બિરાજમાન હોઈ શકે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, Copper Bracelets : આ 3 રાશિઓ માટે તાંબાનું કડું છે ખૂબ જ ભાગ્યશાળી, પહેરતાની સાથે જ સકારાત્મક ફેરફારો દેખાવા લાગશે!

Breaking News : અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, 1.69 લાખની કિંમતના શૂઝ પોલીસે કર્યા જપ્ત, જુઓ Video

ગુજરાતમાં એક પછી એક નકલીની ભરમાર જોવા મળી રહી છે. નકલી ઘી, નકલી તેલ, નકલી મસાલા, નકલી પોલીસ પછી હવે નકલી શૂઝનું પણ વેચાણ થઇ રહ્યુ હોય તેવુ સામે આવી રહ્યુ છે. અમદાવાદમાં બ્રાન્ડેડના નામે મોટા પ્રમાણમાં નકલીનો ખેલ ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે રેડ કરતા નકલી શૂઝના વેચાણનો આખો કારોબાર ઝડપાયો છે.

અમદાવાદ પોલીસે બોપલ સ્થિત એક દુકાન પર દરોડા પાડ્યા હતા. ત્યા નકલી બ્રાન્ડેડ ફૂટવેરનો મોટો જથ્થા ઝડપાયો છે. તપાસ દરમિયાન દુકાનમાંથી અનેક કંપનીના બ્રાન્ડેડ નામના અને લોગો લગાવવામાં આવેલા નકલી શૂઝ અને સ્લિપર મળી આવ્યા. પોલીસની ટીમે સ્થળ પરથી ડુપ્લીકેટ શૂઝ જપ્ત કર્યા છે અને પોલીસે દુકાન માલિક વિરુદ્ધ કોપીરાઇટ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે.

નાઈક, જોર્ડન અને કોન્વર્સ જેવી કંપનીના શૂઝની વેચાણ

અમદાવાદના બોપલમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ થયો છે. એલીગન્સ એમ્પલોઈમ નામની દુકાનમાં પોલીસના દરોડા પાડ્યા. દુકાનમાં અનેક બ્રાન્ડેડ કંપનીના નકલી શૂઝ અને સ્લિપર મળી આવ્યા હતા. દુકાનદાર રૂષીલ ભોમોત્રા નાઈક, જોર્ડન અને કોન્વર્સ જેવી કંપનીના શૂઝ વેચતો હતો. પોલીસે રૂ.1.69 લાખની કિંમતના 169 જોડી શૂઝ જપ્ત કર્યા છે. પોલીસે દુકાન માલિક વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો, Breaking News : અભિનેતાએ 60 વર્ષની ઉંમરે યુરોપથી આફ્રિકા સુધી સ્વીમિંગ કર્યું, ચાહકો ચોંકી ગયા, જુઓ Video

Breaking News :  ગુજરાતના આ પોલીસ સ્ટેશનમાં પોલીસ જ પીધેલી હાલતમાં, FIR લખાવવા ગયેલા ફરિયાદીઓ જ ગભરાયા, જુઓ Video

આણંદ જિલ્લામાં આવેલા Umreth Police Stationનો એક શરમજનક વીડિયો વાયરલ થતા પોલીસ તંત્રમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. રાજ્યમાં દારૂબંધી કાયદો હોવા છતાં પોલીસ સ્ટેશનની અંદર જ એક પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હોવાનો આક્ષેપ વીડિયોમાં કરવામાં આવ્યો છે.

પોલીસ સ્ટેશનમાં જ ગેરવર્તણુક

ઉમરેઠ પોલીસ મથકનો આ વીડિયો છે. કેટલાક ફરિયાદ તેમની કોઇ પોલીસ ફરિયાદ લખાવવા માટે પોલીસ મથકમાં ગયા હતા અને આ સમયે હરપાલસિંહ નામનો પોલીસ કર્મચારી પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. તે કોન્સ્ટેબલ છે કે હેડ કોન્સ્ટેબલ કે અન્ય કોઇ હોદ્દા પર તે સ્પષ્ટ નથી થયુ. જો કે પોલીસ કર્મચારી થઇ તે પોલીસ સ્ટેશનમાં જ ગેરવર્તણુક કરી રહ્યો હતો. પોલીસ સ્ટેશનમાં અન્ય કર્મચારીઓ પણ હાજર હતા, જે આ પીધેલી પોલીસ કર્મચારીને શાંત કરાવવાનો પ્રયત્ન કરે છે.

આ પીધેલો પોલીસ કર્મી નશાની હાલતમાં અપશબ્દોનો પણ ઉપયોગ કરી રહ્યો હતો. તે સમયે કેટલીક મહિલાઓ પણ પોલીસ સ્ટેશનમાં હાજર હતી. નશાની હાલતમાં આ પોલીસ કર્મી વાણી વિલાસ કરી રહ્યો હતો.

પોલીસ કર્મચારીને ઊભા રહેવાનું પણ ભાન ન હતુ.

મહત્વની વાત એ છે કે અન્ય એક કર્મચારી તેને રોકવાનો પ્રયાસ કરે છે, જો કે નશાની હાલતમાં ધૂત આ પોલીસ કર્મચારીને ઊભા રહેવાનું પણ ભાન ન હતુ. તે પડી પણ જાય છે. ત્યારબાદ કેટલીક મહિલા કર્મચારી પણ ત્યાં આવે છે અને આ પીધેલા પોલીસ કર્મચારીને ચુપ કરાવવાનો પ્રયાસ કરે છે. તેમ છતા તે કોઇના કાબુમાં રહેતો નથી.

બેફામ બોલી રહ્યો હતો પોલીસ કર્મચારી

વીડિયોમાં દેખાતી સ્થિતિ મુજબ સંબંધિત પોલીસકર્મી નશાની હાલતમાં બેફામ બોલતો અને અશોભનીય વર્તન કરતો જોવા મળે છે, જેના કારણે પોલીસ વિભાગની શિસ્ત અને વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે. આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે અને લોકો પોલીસની જવાબદારી અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

સવાલ એ પણ થઇ રહ્યો છે કે આ પોલીસ કર્મચારી વિરુદ્ધ આણંદ પોલીસ કે આણંદ SP દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે કે કેમ? કેમ કે એક તરફ ગુજરાતમાં દારુબંધીની વાત કરવામાં આવે છે. દર આંતરે દિવસે પીધેલાઓ પકડાય છે, ત્યારે નવાઇની એ વાત છે કે પીધેલાઓને પકડવાનું કામ કરનાર પોલીસ જ આ રીતે પોલીસ સ્ટેશનમાં જ દારુના નશામાં પકડાય એ ખરેખર કેટલીય અયોગ્ય વાત છે. આ વાત પોલીસ માટે જ એક શરમજન વાત છે. સામાન્ય કોઇ વ્યક્તિ જો પીધેલી હાલતમાં પકડાય તો તેની સામે કાર્યવાહી થતી હોય છે, જ્યારે આ તો ખુદ પોલીસ કર્મચારી પીધેલી હાલતમાં છે. તો આ પોલીસ કર્મચારી સામે પણ કોઈ ગંભીર કાર્યવાહી થાય છે કે કેમ તે જોવુ રહ્યુ.

વીથ ઇનપુટ-ધર્મેન્દ્ર કપાસી, આણંદ

આ પણ વાંચો- Breaking News : અમદાવાદીઓ ચેતી જજો! 10 દિવસ ‘પાણી કાપ, જાણો તમારા વિસ્તારમાં શું અસર થશે? બોરવેલના ભરોસે તંત્ર! જુઓ Video

રસ્તામાં મળેલી નોટ કે સિક્કો ઉઠાવવો જોઈએ કે નહીં? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર, આ સંકેતો ચમકાવી શકે છે તમારું ભાગ્ય!

Breaking News: હાઇકોર્ટમાં વિવાદ વચ્ચે સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈના પ્રથમ સપ્તાહમાં જામશે રસાકસીનો જંગ! Watch Video

SUMUL Dairyમાં લાંબા સમયથી ચાલી રહેલા ચૂંટણી વિવાદ મામલે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સુરતની સૌથી મોટી સહકારી ડેરી ગણાતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા વચ્ચે હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે, જેના કારણે હવે ચૂંટણીનો માર્ગ લગભગ મોકળો બન્યો છે.

ચૂંટણી કાર્યક્રમ રજૂ કરવાનો આદેશ કર્યો

માહિતી અનુસાર ડેરીમાં અગાઉ રહેલા કેટલાક પદો હટાવી દેવામાં આવ્યા હતા અને સીમાંકન પ્રક્રિયા બાદ ચૂંટણી યોજવાની બાબતે વિવાદ ઊભો થયો હતો. આ મામલો કોર્ટ સુધી પહોંચતા હાઇકોર્ટે કલેકટરને 8મી તારીખે ચૂંટણી કાર્યક્રમ રજૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટના અગાઉના આદેશ મુજબ સીમાંકન બાદ ચૂંટણી યોજવાની હતી, પરંતુ તેના અમલમાં વિલંબ થતા અરજી કરવામાં આવી હતી.

જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાઈ શકે છે

હવે કોર્ટના નવા નિર્દેશ બાદ સુમુલ ડેરીમાં ચૂંટણી પ્રક્રિયા ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી જાહેર થતા જ ડેરી સાથે જોડાયેલા વિવિધ ગૃપો અને આગેવાનો સક્રિય બન્યા છે.

રસાકસી જોવા મળે તેવી પૂરી શક્યતા

સુમુલ ડેરી માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે મહત્વપૂર્ણ સંસ્થા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આવનારી ચૂંટણીમાં કડક રાજકીય અને સંગઠનાત્મક રસાકસી જોવા મળે તેવી પૂરી શક્યતા છે. ડેરીના સંચાલન પર કબ્જો જમાવવા માટે વિવિધ ગૃપો વચ્ચે જોરદાર ટક્કર જામે તેવી ચર્ચાઓ પણ તેજ બની છે.

Breaking News: ગુજરાતના અનેક વિસ્તારમાં આજે પણ રહેશે વાદળછાયુ વાતાવરણ, 8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે, જુઓ Video

Breaking News : સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિવાદ, વાલી સંઘર્ષ સમિતિનો ઉગ્ર વિરોધ, પ્રવેશ ન લેવા વાલીઓને અપીલ, જુઓ Video

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ હાલમાં વાલીઓના ભારે વિરોધનો સામનો કરી રહી છે. શાળાના વહીવટીતંત્ર અને સંચાલકોના વલણથી નારાજ થઈને ‘વાલી સંઘર્ષ સમિતિ’ના નેજા હેઠળ વાલીઓએ શાળા સામે મોરચો માંડ્યો છે.

વાલીઓ કેમ રોષે ભરાયા છે?

વાલી સંઘર્ષ સમિતિનો મુખ્ય આક્ષેપ છે કે શાળાના સંચાલકો વાલીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વાલીઓની મુખ્ય ચિંતા શાળાના દસ્તાવેજોને લઈને છે. સમિતિના સભ્યોનું કહેવું છે કે, શાળા પાસે કાયદેસરની માન્યતા કે જરૂરી દસ્તાવેજોનો અભાવ હોઈ શકે છે. જો આ આક્ષેપો સાચા ઠરે તો શાળાની માન્યતા રદ્દ થવાની પૂરેપૂરી શક્યતા છે, જેનાથી સીધી અસર ત્યાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય પર પડશે.

વાલી સમિતિની અપીલ

વિરોધ પ્રદર્શન દરમિયાન સમિતિના હોદ્દેદારોએ અન્ય વાલીઓને પણ ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી છે કે, “પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સુરક્ષા માટે આ શાળામાં પ્રવેશ લેવાનું ટાળવું જોઈએ.” વાલીઓનું માનવું છે કે કાયદાકીય લડત અને દસ્તાવેજોની બાબતમાં શાળા પ્રશાસન દ્વારા તેમને અધૂરી કે ખોટી માહિતી આપવામાં આવી રહી છે.

આગળ શું થઈ શકે?

 

આ વિવાદ હવે વધુ ઘેરો બને તેવા સંકેતો દેખાઈ રહ્યા છે

શિક્ષણ વિભાગની તપાસ: સંભવ છે કે વાલીઓની રજૂઆત બાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી આ મામલે હસ્તક્ષેપ કરે અને શાળાના દસ્તાવેજોની ચકાસણી કરે.
કાયદાકીય લડત: વાલી સંઘર્ષ સમિતિ આ મામલાને લઈને કાયદાકીય માર્ગ અપનાવે તેવી શક્યતા છે, જેથી શાળાની સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થાય.
વિદ્યાર્થીઓનું ભવિષ્ય: જો તપાસમાં શાળા ગેરકાયદેસર કે માન્યતા વગરની જણાશે, તો ત્યાં ભણી રહેલા વિદ્યાર્થીઓની અન્ય શાળાઓમાં ટ્રાન્સફર કરાવવાની મોટી જવાબદારી અને મુશ્કેલી વાલીઓ માટે ઊભી થઈ શકે છે.

આ સમગ્ર પ્રકરણમાં હવે શાળા પ્રશાસન શું પ્રતિક્રિયા આપે છે અને તંત્ર શું પગલાં લે છે, તેના પર વાલીઓની નજર મંડાયેલી છે.

ગુજરાતમાં કુદરતનો અણધાર્યો ‘ખેલ’, માવઠાથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Breaking News : સુરતના વરાછાની મમતા હોસ્પિટલમાંથી ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું, જુઓ વીડિયો

સુરતના વરાછા મમતા હોસ્પિટલમાંથી ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ રેડ કરી આ રેકેટ ઝડપી પાડ્યું છે.મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ ભાગી છૂટ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.આ પહેલા પણ રામગોપાલ ઝડપાઇ ચુક્યો હતો.પોલીસે PNDT એક્ટ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.તમને જણાવી દઈએ કે,ભારતમાં 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કાયદેસર છે.

આરોપીઓ ગર્ભપાતની પ્રક્રિયા માટે ગેરકાયદેસર રીતે દવાઓ અને સર્જરીનો ઉપયોગ કરતા હોય છે. દીકરી હોય તો ગેરકાયદે ગર્ભપાત કરાવવાનું કે જાતિ પરીક્ષણ કરવાનું પણ કેટલીક વખત રેકેટમાં સામેલ હોય છે.

ગેરકાયદે ગર્ભપાત શું છે?

આ પરિસ્થિતિઓમાં ગર્ભપાત ગેરકાયદે ગણાય છે, જેમ કે ક્યારેક દીકરાની રાહમાં ગર્ભમાં રહેલું બાળક દીકરો છે કે દીકરી તે માટે પરીક્ષણ કરે છે. આવા કિસ્સામાં જ્યારે દીકરી હોય તો લિંગ પસંદગી માટે ગર્ભપાત કરે છે. (જે Pre-Conception and Pre-Natal Diagnostic Techniques Act, 1994 હેઠળ કડક ગેરકાયદે છે),ગેરકાયદેસર ગર્ભપાત રેકેટ એક ગંભીર સામાજિક અને કાનૂની ગુનો છે, જે ઘણીવાર સ્ત્રી ભ્રૂણ હત્યા અને લિંગ નિર્ધારણ સાથે જોડાયેલો હોય છે. તાજેતરના સમયમાં ભારતના ઘણા ભાગોમાં આવા રેકેટનો પર્દાફાશ થાય છે.

 

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Breaking News : ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલા નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂનો કહેર, 4 દિવસમાં 2 લાખ મરઘાં માર્યા!

ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. નવાપુર જિલ્લામાં અનેક મરઘાં ફાર્મમાં બર્ડ ફ્લૂથી સંક્રમિત મરઘાં મળી આવ્યા છે. આનાથી ગભરાટ ફેલાયો છે. રિપોર્ટ મુજબ, જે મરઘાં ફાર્મમાં ચેપગ્રસ્ત જોવા મળ્યા છે ત્યાંના તમામ મરઘાંઓને મારી નાખવામાં આવ્યા છે. ઇંડાનો પણ નાશ કરવામાં આવી રહ્યો છે. વધુમાં વિસ્તારના રહેવાસીઓને મરઘાં અને ઇંડા ન ખાવાની સલાહ આપી છે અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા વિનંતી કરી છે.

નવાપુરનો આ ત્રીજો મોટો રોગચાળો છે

નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂનો મોટો પ્રકોપ ફેલાયો છે. જેના પરિણામે માત્ર ચાર દિવસમાં લગભગ 2 લાખથી પણ વધુ મરઘાં મારવામાં આવ્યા છે. નવાપુરમાં આ ત્રીજો મોટો રોગચાળો છે. 2006માં આશરે 10 લાખ મરઘાં અને 14 લાખ ઇંડાનો નાશ કરવામાં આવ્યો હતો તો 2021માં આશરે 9 લાખ મરઘાં અને 60 લાખ ઇંડાનો નાશ કરાયો હતો.

2 લાખથી પણ વધુ મરઘાંનો નાશ

નવાપુર વિસ્તારમાં બર્ડ ફ્લૂના પ્રકોપને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે કડક પગલાં લીધા છે. છેલ્લા ચાર દિવસમાં આઠ મરઘાં ફાર્મમાંથી 2 લાખ જેટલા મરઘાં મારવામાં આવ્યા છે. વધુમાં 8લાખથી વધુ ઇંડાનો નાશ કરવામાં આવ્યો છે. આશરે 21.22 મેટ્રિક ટન પશુ આહાર દાટી દેવામાં આવ્યો છે. બર્ડ ફ્લૂના ચેપને અટકાવવા માટે વહીવટીતંત્ર કડક પગલાં લઈ રહ્યું છે. વિસ્તારમાં ચેતવણી જારી કરવામાં આવી છે અને નાગરિકોને વહીવટીતંત્રને સહકાર આપવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરવામાં આવી છે.

150 કર્મચારીઓની 25 ટીમો બનાવવામાં આવી

નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકામાં બર્ડ ફ્લૂને કારણે વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ત્રણ મરઘાં ફાર્મમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા બાદ અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ કેમ્પેઈન માટે આશરે 150 કર્મચારીઓની 25 ટીમો બનાવવામાં આવી. 1 કિલોમીટર, 3 કિલોમીટર અને 5 કિલોમીટરની ત્રિજ્યામાં વિસ્તારોને અલગ કરીને ચેપના ફેલાવાને રોકવા માટે પગલાં શરૂ કરવામાં આવ્યા છે. અન્ય મરઘાં ફાર્મના નમૂનાઓ ભોપાલની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

વહીવટીતંત્ર એલર્ટ પર

સંભવિત જોખમને રોકવા માટે વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ખેડૂતો અને ફાર્મ સંચાલકોને સતર્ક રહેવા ચેતવણી આપી છે. તેમને કોઈપણ અચાનક પક્ષીઓના મૃત્યુ, ખોરાક અને પાણીની અછત અથવા ઇંડા ઉત્પાદનમાં ઘટાડો થાય તો તાત્કાલિક જાણ કરવા તાકીદ કરવામાં આવી છે.

આ પણ વાંચો, Breaking News : રાતે 9 વાગ્યે બંગાળના રસ્તાઓ પર ચાલ્યા બુલડોઝર, TMCના ઓફિસને કર્યું ધ્વસ્ત! મમતાની પાર્ટીએ કહ્યું કે ‘BJPએ…’

Breaking News : ફરી મુસીબતમાં ફસાયો પલાશ મુછલ, ક્રિકેટરના મિત્રએ કેસ દાખલ કર્યો

સ્મૃતિ મંધાનાના ભૂતપૂર્વ મંગેતર પલાશ મુછલ ફરી એક વખત કાનુની મુશ્કેલીમાં ફસાયો છે. આ વખતે મામલો સ્મૃતિ મંધાના સાથે જોડાયેલો નથી પરંતુ તેના મિત્રોનું કારણ છે. આ મામલો વધારે ગંભીર બતાવવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણીએ કે, કેમ પલાશ મુચ્છલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.મીડિયા સાથે વાત કરતા વિજ્ઞાન માનેએ કહ્યું, ‘તેઓએ મને કહ્યું હતું કે ફિલ્મ 6 મહિનામાં પૂર્ણ થશે, પરંતુ એવું થયું નહીં.’

કોણે કર્યો કેસ?

રિપોર્ટ મુજબ પલાશ મુછાલ પર અનુસુચિત જાતિ અને જનજાતિ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદ સાંગલીના રહેવાસી વિજ્ઞાન પ્રકાશ માને દ્વારા દાખલ કરવામાં આવી હતી, જે સ્મૃતિ મંધાના બાળપણના મિત્ર હોવાનું કહેવાય છે.

ફરિયાદ અનુસાર આ ઘટના 22 નવેમ્બરના રોજ સાંગલી અષ્ટા રોડ પર એક ટોલ પ્લાઝા પર થઈ હતી. માનનો આરોપ છે કે,બોલચાલ દરમિયાન પલાશ મુછલે જાતિને લઈ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. પોલિસે એસસી,એસટી એકટની કલમ 3 (1)ની સાથે સાથે અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

પૈસાને લઈ વિવાદ

રિપોર્ટ અનુસાર આ મામલો પૈસાની લેવડ દેવડ સાથે જોડાયેલો છે. પોલીસનું કહેવું છે કે, પલાશ મુછલે એક ફિલ્મ પ્રોજેક્ટ માટે વિજ્ઞાન માન પાસે 25 લાખ રુપિયા લીધા હતા. ત્યારબાદ માને પૈસા પરત માંગતા આ વિવાદ ઉભો થયો છે.

સ્મૃતિ મંધાના સાથે કનેક્શન

આ મામલો સામે આવ્યા બાદ પલાશ મુછાલ અને સ્મૃતિ મંધાનાના જુના સંબંધોની ચર્ચા ચાલી રહી છે. બંન્નેની પહેલા સગાઈ થઈ ચૂકી હતી. નવેમ્બર 2025ના રોજ સાંગલીમાં લગ્ન થવાના હતા. પરંતુ ત્યારબાદ લગ્ન રદ થયા હતા. બંન્નેએ સોશિયલ મીડિયા પર અલગ થવાની જાણકારી આપી હતી. બંન્નેનું અલગ થવાનું કારણ હજુ સાર્વજનિક બહાર આવ્યું નથી.

પોલીસ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ,કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. હાલમાં કોઈ વધુ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. જેમ જેમ કેસ આગળ વધશે તેમ તેમ કાનૂની પ્રક્રિયા પર નજર રાખવામાં આવશે.

બહેન અને જીજાજી છે બોલિવુડની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં આવો છે સિંગરનો પરિવાર અહી ક્લિક કરો

Breaking News : રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના પરિણામથી ઉત્સાહ, 130 શાળાનું 100 ટકા પરિણામ, જુઓ Video

રાજકોટઃ આજે રાજ્યભરમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતનું કુલ પરિણામ 83.86 ટકા નોંધાયું છે. આ પરિણામમાં રાજકોટ જિલ્લાએ રાજ્ય સરેરાશ કરતાં વધુ પ્રદર્શન કરીને 88.11 ટકા પરિણામ હાંસલ કર્યું છે. ગત વર્ષ રાજકોટ જિલ્લાનું પરિણામ 87.19 ટકા હતું, જેના કરતાં આ વર્ષે થોડો સુધારો જોવા મળ્યો છે.

130 શાળાઓએ 100 ટકા પરિણામ

જિલ્લા શિક્ષણ વિભાગના આંકડા મુજબ રાજકોટમાં કુલ 130 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જે શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. જોકે, બીજી તરફ 3 શાળાઓનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે, જે ચિંતાનો વિષય બન્યો છે અને શિક્ષણ તંત્ર માટે પડકારરૂપ સ્થિતિ દર્શાવે છે.

પરિણામ જાહેર થતા જ રાજકોટની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક વિદ્યાર્થીઓએ પોતાના પરિણામને લઈને આનંદ વ્યક્ત કર્યો હતો, જ્યારે વાલીઓ પણ ખુશીથી ભાવુક બન્યા હતા. શાળાઓમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓએ એકબીજાને અભિનંદન આપ્યા હતા.કુલ મળીને રાજકોટ જિલ્લાનું આ વર્ષનું પરિણામ સકારાત્મક રહ્યું છે અને રાજ્યમાં સારા પ્રદર્શન કરનાર જિલ્લાઓમાં રાજકોટનું નામ આગળ આવ્યું છે.

આ પણ વાંચો- Breaking News : ગુજરાતમાં કુદરતનો અણધાર્યો ‘ખેલ’, માવઠાથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! જુઓ Video

થલાપતિ વિજયની ટોપ 5 બ્લોકબસ્ટર ફિલ્મો, બોક્સ ઓફિસ પર કર્યો કમાણીનો વરસાદ

આ પણ વાંચો, MI vs LSG Playoff Scenarios : રોહિત-રિકલ્ટનની ધમાકેદાર ઇનિંગ્સથી મુંબઈની પ્લેઓફની આશા જીવંત!

5 સ્ટાર AC કે ઈન્વર્ટર AC ! વીજળીનું બિલ કોણ વધારે બચાવશે? જાણો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

મમતા બેનર્જીને હરાવી ઈતિહાસ રચનાર, સુવેન્દુ અધિકારીનો પરિવાર જુઓ વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Breaking News : ભારતીય ક્રિકેટમાં ‘ગર્લફ્રેન્ડ કલ્ચર’! BCCI ના નવા નિયમની હાર્દિક પંડ્યા સહિત આ ખેલાડીઓ પર અસર પડશે

BCCIએ ભારતીય ક્રિકેટમાં ફેલાયેલા ગર્લફ્રેન્ડ કલ્ચરને લઈ મોર્ચો ખોલવાનું મન બનાવી લીધું છે. ભારતીય ક્રિકેટ એન્ડ કંટ્રોલ બોર્ડ હવે ગર્લફ્રેન્ડ કલ્ચરને લઈ કડક નિયમો બનાવવા જઈ રહ્યું છે. જેથી તેમાં સામેલ ખેલાડીઓને તેના ખરાબ પરિણામોથી બચાવી શકાય. આઈપીએલ 2026 દરમિયાન અનેક ખેલાડીઓ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફરતા જોવા મળ્યા હતા. પછી હાર્દિક પંડ્યા હોય કે અર્શદિપ સિંહ, ઈશાન કિશન કે યશસ્વી જયસ્વાલ હોય. કેટલાક અન્ય ખેલાડીઓ પણ છે. જે આઈપીએલ 2026માં પોતાની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા છે. બીસીસીઆઈની ચિંતા તેમની ગર્લફ્રેન્ડને લઈ વધી છે. જે સ્ટેડિયમ અને ટીમમાં બસથી લઈ ટીમ હોટલ સુધી સાથે રહે છે.

ગર્લફ્રેન્ડ કલ્ચર સાથે જોડાયેલા નિયમો કડક થશે

એક રિપોર્ટ મુજબ આ ગર્લફ્રેન્ડ કલ્ચરની સાથે જોડાયેલા નિયમો કડક બનાવવાની તૈયારીમાં છે. બીસીસીઆઈના એક મોટા અધિકારીએ રિપોર્ટમાં કહ્યું કે, ખેલાડીઓની ગર્લફ્રેન્ડને લઈ નિયમ બનાવવા પર ચર્ચા કરી રહ્યા છે. બીસીસીઆઈની આગામી બેઠકમાં આ વિશે વાત થશે. બીસીસીઆઈના સીનિયર અધિકારીએ કહ્યું કે, પરિવાર અને પત્નીના ખેલાડીઓ સાથે હોટલની રુમમાં રોકાવવું કોઈ સમસ્યા નથી પરંતુ ગર્લફ્રેન્ડનો મામલે થોડો ગંભીર થવાની જરુર છે.

BCCI નવા નિયમો લાવવા કેમ ઉત્સુક છે?

આઈપીએલ રમી રહેલા ખેલાડીઓની નવી ગર્લફ્રેન્ડમાં કેટલીક એવી પણ છે. જે પહેલા બેટિંગ એપ સટ્ટાબાજીને પ્રમોટ કરનારી વેબસાઈટ સાથે જોડાયેલી રહી છે. હાલમાં આઈપીએલમાં અનેક ખેલાડીઓ પર તેની મહિલા ફ્રેન્ડે કેસ પણ નોંધાયો હતો. તેના કારણે હવે બીસીસીઆઈ વધારે ગંભીર છે અને ગર્લફ્રેન્ડ ક્લ્ચરને નવા અને કઠોર નિયમો લાવવાની તૈયારીમાં છે.

બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું કે,પહેલા આઈપીએલ દરમિયાન ગર્લફ્રેન્ડને ખેલાડીઓની હોટલમાં રોકાવવાની પરવાનગી હતી પરંતુ હવે આવું નથી. હવે ગર્લફ્રેન્ડનું ટીમ હોટલમાં રોકાવવું ટ્રેન્ડ બની ગયું છે.

આ કારણે બીસીસીઆઈ એક્શનમાં

રિપોર્ટમાં બીસીસીઆઈ અધિકારીએ આગળ કહ્યું કે, તેમણે આઈપીએલની એક એન્ટી કરપ્શન યુનિટના અધિકારી સાથે ગર્લફ્રેન્ડને ટીમ હોટલમાં લઈ જવા વિશે વાત કરી હતી. આના પર તેમણે જે કહ્યું તે ચોંકાવનારું છે. બીસીસીઆઈ અધિકારીના મુજબ એન્ટી કરપ્શન યુનિટના અધિકારીએ તેને પુછ્યુંકે, તેમણે પત્ની અને ઓફિશિયલી અનાઉન્સ ગર્લફ્રેન્ડને સાથે રોકાવવાની પરવાનગી આપવાનું કહ્યું છે.આના પર બીસીસીઆના અધિકારીએ પૂછ્યું, “સત્તાવાર રીતે જાહેર કરાયેલ ગર્લફ્રેન્ડ નિયમ ક્યાંથી આવ્યો?” એન્ટી કરપ્શનના યૂનિટ અધિકારીએ જવાબ આપ્યો, “સાહેબ, અમે આ રીતે કરીએ છીએ.”

 

એક નવો નિયમ રજૂ કરવામાં આવશે,પંડ્યા સહિત આ ખેલાડીઓને અસર થશે

સ્પષ્ટ છે કે, આ જાણ્યા બાદ હવે ગર્લફ્રેન્ડની સાથે રોકાવવાથી લઈ બીસીસીઆઈ જલ્દી નવો અને કડક નિયમ લાવશે. કારણ કે, બીસીસીઆઈને આ વાતનો ડર છે કે, કોઈ મોટી બબાલ ન થાય. મામલાની ગંભીરતાને જોઈ ગર્લફ્રેન્ડ કલ્ચર સાથે જોડાયેલા નવા નિયમો આઈપીએલની આગામી સીઝનમાં લાગુ થઈ શકે છે. જો આવું થયું તો આ સીઝનમાં પોતાની ગર્લફ્રેન્ડની સાથે ફરી રહેલા તમામ ખેલાડીઓ જેમાં હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, અર્શદીપ સિંહ, યશસ્વી જ્યસ્વાલ જેવા નામ છે. આગામી સિઝનમાં તેને આવી સ્વતંત્રતા નહીં મળે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Breaking News : રજનીકાંત અને કમલ હસન જે ના કરી શક્યા તે સુપરસ્ટાર ‘વિજયે’ કરી બતાવ્યું ! વલણોમાં સ્ટાલિનને પછાડી નંબર 1 બની અભિનેતાની પાર્ટી, આ વાંચવા અહીં ક્લિક કરો 

 

Breaking News : ધોરણ 12 સાયન્સનું પરીક્ષાનું ગત વર્ષ કરતા વધ્યું,  84.33 ટકા પરિણામ જાહેર

ધોરણ 12 સાયન્સનું 84.33 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ આવ્યું છે.સામાન્ય પ્રવાહમાં ગત વર્ષ કરતા 1 ટકા પરિણામ ઓછું આવ્યું છે. સાયન્સમાં ગત વર્ષ કરતા 0.82 ટકા પરિણામ વધ્યું છે.209 શાળાનોનું 100 ટકા પરિણામ આવ્યું છે.કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ 98.62 ટકા પરિણામ તેમજ દાહોદ કેન્દ્રનું સૌથી ઓછું 42.98 ટકા પરિણામ છે.સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી, 94.85 ટકા પરિણામ સૌથી ઓછું 57.44 ટકા પરિણામ દાહોદ જિલ્લાનું છે.A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1576 છે. તો અમદાવાદ શહેરનું સાયન્સનું 82.86 પરિણામ આવ્યું છે.

ધોરણ 12 સાયન્સ સૌથી વધારે અને સૌથી ઓછું પરિણામ ક્યાં આવ્યું , જાણો

  • સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર – કુંભારીયા 98.62 ટકા
  • સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર – લીમડી દાહોદ – 42.98 ટકા
  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો – 94.85 ટકા મોરબી
  • સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો – 57.44 ટકા દાહોદ

 

209 સ્કૂલો 100 ટકા પરિણામ મેળવ્યું

વિધાર્થીઓ Gseb.org પર પરિણામ જોઈ શકશે, તેમજ 6357300971 વોટ્સ એપ થકી પણ પરિણામ જાણી શકાશે.ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ 83.51 % જાહેર કરાયું હતું.સાયન્સ પ્રવાહમાં 1.32 લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.

શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Breaking News: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ ફરી મારી બાજી

રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ (General Stream)નું પરિણામ જાહેર થયું છે, જેમાં કુલ પરિણામ 90.10 ટકા નોંધાયું છે. આ વર્ષે વિદ્યાર્થિનીઓએ ફરી એકવાર ઉત્તમ પ્રદર્શન કરતા 95.41 ટકા પરિણામ મેળવ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 90.10 ટકા રહ્યું છે. આ રીતે વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતાં 5.31 ટકા વધુ નોંધાયું છે.

સૌથી વધુ પરિણામ અને સૌથી ઓછું પરિણામ?

પરિણામ મુજબ, સૌથી વધુ પરિણામ ધરાવતાં કેન્દ્રોમાં તડાવ, કોટડા, કાંગવાઇ અને પ્રશ્નાવાડા કેન્દ્રોએ 100 ટકા પરિણામ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. બીજી તરફ, સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર કારઠ રહ્યું છે, જ્યાં 64.88 ટકા પરિણામ નોંધાયું છે.

કયો જિલ્લો આગળ

જિલ્લાવાર પરિણામની વાત કરીએ તો આહવા ડાંગ જિલ્લો 97.88 ટકા સાથે પ્રથમ સ્થાને રહ્યો છે, જ્યારે અમદાવાદ શહેર જિલ્લો 87.10 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે.

રાજ્યભરમાં કુલ 2030 સ્કૂલોએ 100 ટકા પરિણામ મેળવી ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે, જે શિક્ષણક્ષેત્રમાં સકારાત્મક સંકેત આપે છે. આ પરિણામો દર્શાવે છે કે વિદ્યાર્થીઓ સાથે-સાથે વિદ્યાર્થિનીઓ પણ સતત પ્રગતિ કરી રહી છે, જેમાં વિદ્યાર્થિનીઓએ ફરી આગળ રહી પોતાની ક્ષમતા સાબિત કરી છે.

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Breaking News : બંગાળમાં જીતની ઉજવણી પર લાગ્યો બ્રેક, રેલીઓ અને સરઘસ પર પ્રતિબંધ

પશ્ચિમ બંગાળમાં સોમવાર એટલે કે, આજે મતગણતરી શરૂ થતાં ચૂંટણી પંચે કડક સૂચનાઓ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ક્યાંય પણ જીતની ઉજવણી માટે રેલીઓની મંજૂરી આપવામાં આવશે નહીં તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે.પત્રકારો સાથે વાત કરતા, ચૂંટણી પંચના ખાસ નિરીક્ષક સુબ્રત ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજે પરિણામો જાહેર થયા પછી કોઈપણ ઉમેદવારની જીતની ઉજવણી કરવા માટે કોઈ સરઘસ કે રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટતા કરી કે ,કાયદો અને વ્યવસ્થા જાળવવા અને કોઈપણ સંભવિત તણાવને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

એજન્ટોની ફરિયાદો અંગે તેમણે શું કહ્યું?

વિવિધ રાજકીય પક્ષોના એજન્ટો સમયસર મતગણતરી કેન્દ્રો પર પહોંચી શકતા ન હોવાની ફરિયાદો પણ સામે આવી છે. આના જવાબમાં ગુપ્તાએ કહ્યું કે કમિશન આ ફરિયાદોને ગંભીરતાથી લઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે એજન્ટો કેન્દ્રો પર પહોંચી શકતા ન હોવાના મુદ્દાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવવામાં આવશે.

 

તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચૂંટણી પંચે કડક પગલાં લીધાં છે. 4 મે, 2026ના રોજ મત ગણતરીના દિવસે જીતની ઉજવણી, રેલીઓ અને સરઘસો પર સખત પ્રતિબંધ છે.તાજેતરના અહેવાલો અને વહીવટી આદેશો અનુસાર, કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા અને ચૂંટણી આચારસંહિતાને ધ્યાનમાં રાખીને રેલીઓ અને સરઘસો પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

બંગાળમાં ભાજપ નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. શરૂઆતના વલણો દર્શાવે છે કે મમતા બેનર્જી ભવાનીપુરમાં પાછળ છે, જ્યારે સુવેન્દુ અધિકારી આગળ છે.

પશ્ચિમ બંગાળ એ નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશની સરહદને અડીને આવેલું રાજ્ય છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

 

GSEB HSC 12th Result 2026: ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ થયું જાહેર, ડાયરેક્ટ લિંકથી કરો ચેક, સાયન્સમાં મોરબી જિલ્લાનો ડંકો

ગુજરાત બોર્ડના HSC પરિણામો અંગે મોટા સમાચાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) 4 મેના રોજ સવારે 10:00 વાગ્યે HSC, એટલે કે ધોરણ 12, નું પરિણામ જાહેર થઈ ગયું છે.

છેલ્લા 5 વર્ષની ટકાવારી

ગુજરાત બોર્ડની SSC પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026 દરમિયાન યોજાઈ હતી. પરીક્ષા માટે 87 ઝોનમાં 1,006 કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. પરીક્ષા માટે 500,000 થી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી અને કુલ 4.400,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

છેલ્લા પાંચ વર્ષમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારીમાં 2024 માં સામાન્ય પ્રવાહમાં 92%, 2023 માં 92.44% અને 2022 માં 86.91% નો સમાવેશ થાય છે. એવી અપેક્ષા છે કે આ વર્ષે પરિણામ ગયા વર્ષ કરતા વધુ સારું રહેશે.

1,11,270 નિયમિત વિદ્યાર્થીઓ

સાયન્સ 2026 ની પરીક્ષા માટે 156 કેમ્પસમાં કુલ 1,18,973 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. તેમાંથી 1,18,256 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમાંથી 1,11,270 નિયમિત વિદ્યાર્થીઓ હતા, જેમાંથી 1,11,090 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમાંથી 93,678 વિદ્યાર્થીઓ “ક્વોલિફાઈડ” હતા.

સાયન્સ સ્ટ્રીમમાં 0.82 ટકાનો વધારો

ગુજરાતમાં ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર થયું છે, જેમાં સાયન્સ સ્ટ્રીમનું કુલ પરિણામ 84.33 ટકા નોંધાયું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 92.71 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં સાયન્સ સ્ટ્રીમમાં 0.82 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

મોરબી જીલ્લો ટોપ પર રહ્યો

સાયન્સ સ્ટ્રીમમાં 209 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે. કેન્દ્ર મુજબ કુંભારીયાએ સૌથી વધુ 98.62 ટકા પરિણામ નોંધાવ્યું છે, જ્યારે દાહોદનું પરિણામ સૌથી ઓછું 42.98 ટકા રહ્યું છે. જિલ્લાવાર જોવામાં આવે તો મોરબી જિલ્લો 94.85 ટકા સાથે ટોચ પર રહ્યો છે, જ્યારે દાહોદ જિલ્લો 57.44 ટકા સાથે સૌથી પાછળ રહ્યો છે.

સામાન્ય પ્રવાહમાં 2030 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. આહવા ડાંગ જિલ્લો 97.88 ટકા સાથે પ્રથમ સ્થાને રહ્યો છે, જ્યારે અમદાવાદ શહેર 87.10 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવે છે. વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ વધુ સારું રહ્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ 90.10 ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું 95.41 ટકા નોંધાયું છે, એટલે કે વિદ્યાર્થીનીઓ 5.31 ટકા આગળ રહી છે.

તમારુ રિઝલ્ટ કેવી રીતે તપાસવું?

  • સૌપ્રથમ, GSEB ની ઓફિશિયલ વેબસાઇટ, gseb.org ની મુલાકાત લો.
  • ત્યારબાદ, હોમપેજ પર ઉપલબ્ધ HSC માટે ‘GSEB પરિણામ 2026’ લિંક પર ક્લિક કરો.
  • એક નવું પેજ ખુલશે, જ્યાં વિદ્યાર્થીઓએ HSC લિંક પર ક્લિક કરવાની જરૂર પડશે.
  • તમારી લોગિન વિગતો દાખલ કરો અને સબમિટ કરો પર ક્લિક કરો.
  • ત્યારે વિદ્યાર્થીઓ સ્ક્રીન પર તેમના પરિણામો જોઈ શકે છે.
  • તમારા પરિણામો તપાસો અને તમારી માર્કશીટ ડાઉનલોડ કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે માર્કશીટની હાર્ડ કોપી રાખો.
  • રિઝલ્ટ ચેક કરવા માટે આ લિન્ક પર ક્લિક કરો. gseb.org

Breaking News: ગુજરાત બોર્ડ 12મા ધોરણનું પરિણામ આવતી કાલે થશે જાહેર, વિદ્યાર્થીઓ પોતાના એડમિટ કાર્ડ રાખો તૈયાર

Breaking News : ભારતમાં સ્માર્ટફોન થયા મોંઘા ! Xiaomiથી લઈને OnePlus સુધી મોબાઈલની કિંમતો વધી ગઈ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News : મુંબઈ અને ચેન્નાઈ સુપર કિંગ્સની LIVE મેચમાં ખેલાડીની ઘડિયાળ તુટી, 2.13 કરોડ રુપિયાનું નુકસાન થયું

ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સની 8 વિકેટથી હાર થઈ છે. પરંતુ તેની આ હાર દરમિયાન બેટ્સમેન તિલક વર્માને મોટું નુકસાન થયું છે. મેચ દરમિયાન તિલક વર્માની કરોડો રુપિયાની ઘડિયાળ તુટી ગઈ છે. સીએસકેના ખેલાડી જેમી ઓવર્ટનના કારણે તેની ઘડિયાળ તુટી છે. ઓવર્ટનનો તિલક વર્માની ઘડિયાળ તોડવાનો કોઈ ઈરાદો ન હતો. તેમણે આ જાણી જોઈને કર્યું નથી. આ બધું એક મેચ સાથે જોડાયેલી ઘટનામાં થયું છે.તિલક વર્માની જે ઘડિયાળ મેચ દરમિયાન તુટી તેની અંદાજે કિંમત 2.13 કરોડ રુપિયા બતાવવામાં આવી રહી છે.

ઓવર્ટને ક્યારે અને કેવી રીતે તોડી તિલક વર્માની ઘડિયાળ?

હવે આ સવાલ છે કે, સીએસકેના ઓલરાઉન્ડર જેમી ઓવર્ટને તિલક વર્માની કરોડો રુપિયાની ઘડિયાળ ક્યારે અને કેવી રીતે તોડી? મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ દરમિયાન મુંબઈની 12મી ઓવર ચાલું હતુ. જે ઓવર્ટન નાંખી રહ્યો હતો. ઓવર્ટને આ ઓવરના છેલ્લા બોલ પર તિલક વર્માને કોઈ રન તો બનાવવા ન દીધો પરંતુ તેની કરોડો રુપિયાનું નુકસાન જરુર કર્યું છે. બોલ લાગવાથી તેની 2.13 કરોડ રુપિયાની ઘડિયાળ તુટી નીચે પડી હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઘડિયાળ તુટી જમીન પર પડે છે. ત્યારબાદ તિલક વર્મા ઘડિયાળ લે છે અને ડ્રેસિંગ રુમ તરફ ઈશારો કરે છે.

 

 

તિલક વર્મા અને ઓવર્ટનનું મેચમાં પ્રદર્શન

મુંબઈ ઈન્ડિયન્સે સીએસકે વિરુદ્ધ પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 7 વિકેટ પર 159 રન બનાવ્યા હતા. જેમાં તિલક વર્માએ 8 બોલમાં માત્ર 5 રન બનાવ્યા હતા. તેની વિકેટ નુર અહમદે લીધી હતી.

તિલક વર્માની ઘડિયાળ તોડનાર સીએસકેનો બોલર જેમી ઓવર્ટનના પરફોર્મન્સની જો આપણે વાત કરીએ તો. તેમણે 4 ઓવરમાં 23 રન આપી 1 વિકેટ લીધી હતી. ઓવર્ટને માત્ર નમન ધીરની વિકેટ લીધી હતી.

સીએસકે મુંબઈને 8 વિકેટથી હરાવ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને મળેલા 160 રનના ટાર્ગેટનો પીછો 11 રન પહેલા કર્યો હતો. તેનો આ ટાર્ગેટ 18.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી મેળવ્યો હતો. સીએસકે 8 વિકેટથી મેચ જીતી હતી.

 

 

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Khatron Ke Khiladi 15: રોહિત શેટ્ટીના ‘ખતરોં કે ખિલાડી’માં જોવા મળશે આ 15 ધૂરંધર ખેલાડી ! જુઓ લિસ્ટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Nashik TCS : નાસિકના ધર્માંતરણ કેસમાં આરોપી નિદા ખાનને મોટો ઝટકો, કોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી

નાસિકના બહુચર્ચિત TCS કેસમાં નાસિક રોડ કોર્ટે આરોપી નિદા ખાનની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય આપ્યો છે. સરકારી પક્ષે આરોપ લગાવ્યો હતો કે પીડિતાને ધાર્મિક વિધિઓ માટે પ્રભાવિત કરવામાં આવી હતી. તેનું નામ બદલવામાં આવ્યું હતું અને તેના દસ્તાવેજો આરોપી પાસે હતા.

આરોપી નિદા ખાનની આગોતરા જામીન અરજી ફગાવી દેવી આ કેસની તપાસ માટે મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ કેસમાં સરકારી પક્ષ વતી વકીલ અજય મિસર કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યારે આરોપી વતી વકીલ રાહુલ કાસલીવાલે દલીલો કરી હતી. 29 એપ્રિલના રોજ બંધ રૂમમાં અરજીની સુનાવણી થઈ હતી. તે સમયે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું પ્રતિનિધિત્વ કરતા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ સંદીપ મિટકેએ જામીનનો વિરોધ કર્યો હતો.

હિજાબ કેવી રીતે પહેરવું તે શીખવાડ્યું

સરકારી પક્ષે દાવો કર્યો કે આરોપીએ પીડિતાને ધાર્મિક રીતિ રિવાજો માટે પ્રભાવિત કરી હતી. તેને હિજાબ પહેરતા શીખવાડ્યું હતું. પીડિતના ફોનમાં ધાર્મિક પરંપરાઓ સંબંધિત માહિતી મૂકવામાં આવી હતી. પીડિતને ધાર્મિક સામગ્રી પણ મોકલવામાં આવી હતી. આ કેસમાં મલેશિયા સાથે સંભવિત કડીની પણ તપાસ હાત ધરવામાં આવી રહી છે.

પીડિતનું નામ બદલાયું હતું

પીડિતના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે પીડિતાનું નામ બદલવામાં આવ્યું હતું અને જરૂરી દસ્તાવેજો આરોપી દાનિશ પાસે હતા. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે નોકરી અને પ્રમોશનના બહાને વધુ કાવતરું ઘડવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કેટલાક પુસ્તકો અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. જે ​​પંચનામા હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

ડિજિટલ પુરાવા પણ સામેલ

પીડિતાનું નિવેદન, ફોન સંદેશાઓ, ડિજિટલ પુરાવા અને પરિવારના સભ્યોના નિવેદનોનો તપાસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકારી પક્ષે એમ પણ કહ્યું હતું કે આરોપી પર પીડિતાને પ્રભાવિત કરવા માટે ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે અને તપાસ ચાલી રહી છે. કોર્ટના આ નિર્ણય પછી તપાસ એજન્સીઓને હવે આગળની કાર્યવાહી કરવાની સ્વતંત્રતા મળી ગઈ છે. આગોતરા જામીન અરજી ફગાવી દેવાથી આરોપી પક્ષને મોટો ઝટકો લાગ્યો છે.

8 આરોપીઓ જેલમાં મોકલાયા

કોર્ટના આદેશની પ્રમાણિત નકલ મળતાં જ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવશે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. TCS ધર્માંતરણ કેસમાં હવે 9 FIR નોંધવામાં આવી છે. 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ બાદ બધાને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. એક FIRમાં નિદા ખાન અને અન્ય ઘણા લોકોના નામ આપવામાં આવ્યા છે.

નિદા ખાનની આગોતરા જામીન અરજી ફગાવી

એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં નિદા ખાને નાસિક રોડ કોર્ટમાં ગર્ભાવસ્થાનો ઉલ્લેખ કરીને આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. શનિવારે કેસમાં સરકારની દલીલો સાંભળ્યા પછી કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. અન્ય ધરપકડ કરાયેલા આરોપીઓને મદદ કરવાના આરોપોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: ખાનગી ક્લિનિકો પર સરકારની લાલ આંખ: ડોક્ટરની ફી થી લઈને ડિગ્રી સુધીની વિગતો હવે ડિસ્પ્લે કરવી પડશે, જાણો નવો ડ્રાફ્ટ શું છે?

Vitamin D : એકવાર વિટામિન ડીનું સ્તર ઓછું થઈ જાય, તો શું દરરોજ સૂર્યપ્રકાશમાં રહેવાથી તે વધી શકે છે?

વિટામિન ડી (Vitamin D) શરીર માટે એક મહત્વપૂર્ણ પોષક તત્વો છે, જે મજબૂત હાડકાં જાળવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજકાલ, જીવનશૈલીમાં પરિવર્તન, ઘરની અંદર વધુ સમય વિતાવવા અને સૂર્યપ્રકાશ ટાળવાને કારણે, ઘણા લોકો વિટામિન ડીની ઉણપ અનુભવી રહ્યા છે. ખરાબ આહાર, અપૂરતું પોષણ અને વિટામિન ડી શોષણ સંબંધિત સમસ્યાઓ પણ વિટામિન ડીની ઉણપ માટે જવાબદાર હોઈ શકે છે.

લોકો ઘણીવાર આ ઉણપને હળવાશથી લે છે, પરંતુ સમય જતાં, તે શરીર પર અસર કરી શકે છે. થાક, નબળાઇ અને હાડકામાં દુખાવો જેવી સમસ્યાઓ ધીમે ધીમે વધી શકે છે. આવી પરિસ્થિતિઓમાં, લોકો ઘણીવાર સરળ ઉકેલો શોધે છે.

સૂર્યસ્નાન કરવું ઘણીવાર એક સામાન્ય વિકલ્પ માનવામાં આવે છે. જો કે, એ સમજવું મહત્વપૂર્ણ છે કે દરેક વ્યક્તિની જરૂરિયાતો અને શારીરિક સ્થિતિ અલગ હોય છે. તેથી યોગ્ય માહિતી વિના એક જ ઉપાય પર આધાર રાખવો યોગ્ય નથી. આ વિષયને યોગ્ય રીતે સમજવો મહત્વપૂર્ણ છે જેથી સમયસર યોગ્ય પગલાં લઈ શકાય.

શું ફક્ત સૂર્યપ્રકાશ જ વિટામિન ડી પ્રદાન કરી શકે છે?

લેડી હાર્ડિંજ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડિરેક્ટર ડૉ. એલ.એચ. ઘોટકર સમજાવે છે કે સૂર્યપ્રકાશને વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ તે દરેક પરિસ્થિતિમાં પૂરતો નથી. કેટલીકવાર, નિયમિત સૂર્યપ્રકાશ હોવા છતાં લોકો હજુ પણ ઉણપથી પીડાય છે. આ વિટામિન ડીનું અપૂરતું શોષણ, ત્વચાનો પ્રકાર, ઉંમર અથવા સૂર્યમાં વિતાવેલો સમય જેવા પરિબળોને કારણે હોઈ શકે છે.

વધુમાં લાંબા સમય સુધી ઘરની અંદર રહેવાથી અથવા યોગ્ય સમયે સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવવાથી તેના સંપૂર્ણ ફાયદાઓ ગુમાવી શકાય છે. સનસ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ, પ્રદૂષણ અને હવામાન પણ તેની અસરકારકતાને અસર કરી શકે છે. તેથી, ફક્ત સૂર્યપ્રકાશ પર આધાર રાખવો એ દરેક માટે પૂરતું નથી અને અન્ય પગલાં ધ્યાનમાં લેવાની જરૂર છે.

વિટામિન ડી વધારવા માટે શું કરવું?

વિટામિન ડી વધારવા માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે. તમારા આહારમાં દૂધ, દહીં, ઈંડા, માછલી અને ફોર્ટિફાઇડ ખોરાકનો સમાવેશ કરો. વધુમાં તમારા ડૉક્ટરની સલાહ મુજબ પૂરક લેવાથી પણ મદદ મળી શકે છે.

નિયમિત હળવી કસરત અને સક્રિય જીવનશૈલી પણ સ્વસ્થ શરીર જાળવવામાં ફાળો આપે છે. ઉણપનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે સમયાંતરે પરીક્ષણ પણ જરૂરી છે.

આ પણ મહત્વપૂર્ણ છે

વિટામિન ડીની ઉણપને અવગણવી જોઈએ નહીં, કારણ કે તે હાડકાં અને સ્નાયુઓને નબળા બનાવી શકે છે. કોઈપણ પગલાં લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. વધુમાં, તમારી દિનચર્યામાં નાના ફેરફારો, જેમ કે સંતુલિત આહાર અને નિયમિત તપાસ, લાંબા ગાળે સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરી શકે છે.

Fatty Liver : લીવરમાં ફેટ જમા થવા પહેલા શરીર કેવા સંકેત આપે છે? જાણો

Breaking News: હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ Video

હાઈટેન્શન લાઈનમાં ઇલેક્ટ્રિક કરંટ હોય છે. થાંભલા પર ચડવાથી કે નજીક જવાથી કરંટ લાગવાની કે મોત થવાની પૂરી શક્યતા હોય છે. જો કે આ વાતને ઘણા લોકો ગંભીરતાથી લેતા નથી, આવી જ એક ઘટના મુંબઈથી સામે આવી છે. જ્યાં એક યુવક રેલવે હાઈટેન્શન લાઈનના થાંભલે ચડ્યો હતો.

રેલવેનું સંચાલન થયું બંદ

રિપોર્ટ મુજબ, લગભગ અડધો કલાક સુધી યુવક થાંભલે બેસેલો રહ્યો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઈલેક્ટ્રિક સપ્લાય પણ બંધ કરવામાં આવ્યો. ત્યારબાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો. આ ઘટનાના કારણે હાર્બર લાઈન પર રેલવે સેવા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ હતી. રેલવેનું સંચાલન બંદ થયું હતું જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

વારંવાર બનતી ઘટનાથી રેલવે તંત્ર ચિંતિત

આ પહેલાં પણ મુંબઈના કલ્યાણ વિસ્તારમાં આવી જ ઘટના બની હતી. જેમાં એક યુવક હાઈટેન્શન લાઈનના થાંભલે ચડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તે સમયે લગભગ બે કલાક સુધી રેલવે સેવા ખોરવાઈ હતી. વારંવાર આવી ઘટનાઓ બનતા રેલવે તંત્રની ચિંતા વધી રહી છે. અધિકારીઓ દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવી જોખમી હરકતો કરવાથી દૂર રહે.

આ પણ વાંચો: Breaking News: મરાઠી આવડશે તો જ રિક્ષા દોડશે ! મહારાષ્ટ્રમાં પરમિટ મુદ્દે નવો વળાંક : 4 મેના રોજ રસ્તાઓ પર જંગ-એ-એલાન

Breaking News: 1 રૂપિયામાં બાળપણની યાદો તાજા કરાવતી આ વસ્તુ ‘ચુસ્કી’ છે કે ઝેર? વાયરલ વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો

ગરમીનો માહોલ શરૂ થાય એટલે રસ્તા પર મળતી રંગીન ચુસ્કી ઘણીવાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. ખાસ કરીને ‘1 રૂપિયાની પેપ્સી’ તરીકે ઓળખાતી આ બરફવાળી મીઠી વસ્તુ ઘણા લોકોના બાળપણની યાદો સાથે જોડાયેલી છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ આ મીઠી લાગતી ચીજ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ ચુસ્કી બીમારીને આમંત્રણ આપે છે

આ વીડિયોમાં ચુસ્કી બનાવવાની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે, જેને જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમાં દેખાય છે કે પાણી અને રંગોનું મિશ્રણ એવી જગ્યાએ તૈયાર કરવામાં આવે છે જ્યાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવતું નથી. ઉપયોગમાં લેવાતા વાસણો અને આસપાસનું વાતાવરણ પણ એકદમ ગંદકીથી ભરપૂર છે જે તમને ચોંકાવી દેશે.

 

View this post on Instagram

 

A post shared by Arvind Rawat (@_mp35_yatra_vlogs_)

ગુણવત્તા પર ઉઠયા સવાલો

ખાસ કરીને ચોંકાવનારી બાબત એ છે કે ચુસ્કીને આકર્ષક બનાવવા માટે વપરાતા રંગો અને ફ્લેવર વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવતી નથી. કેટલાક દૃશ્યોમાં એવું પણ લાગતું હોય છે કે આમાં ગુણવત્તાહીન અથવા સસ્તા કેમિકલનો ઉપયોગ થતો હોઈ શકે છે.

આ વીડિયો સામે આવ્યા પછી લોકોમાં ચર્ચા તેજ બની ગઈ છે. ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયામાં લખ્યું કે તેઓ હવે આવી વસ્તુઓ ખરીદતા પહેલા વધુ સાવચેત રહેશે. બીજી તરફ કેટલાક લોકો માટે આ વીડિયો માત્ર જાગૃતિ લાવવાનો પ્રયાસ છે, જે સ્વચ્છ ખોરાક તરફ ધ્યાન દોરે છે.

આ ચૂસકી બની શકે છે ઝેર !

વિશેષજ્ઞોના મતે, અસ્વચ્છ રીતે તૈયાર થયેલ ખાદ્યપદાર્થો ખાવાથી પેટના રોગો, ઈન્ફેક્શન અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને બાળકો માટે આવી વસ્તુઓ વધુ જોખમી બની શકે છે.

આ સમગ્ર ઘટનાએ એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે- ખાવા-પીવાની વસ્તુઓમાં માત્ર સ્વાદ જ નહીં, પરંતુ સ્વચ્છતા અને ગુણવત્તા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

અંતમાં, ગરમીમાં ઠંડક મેળવવા માટે વિકલ્પો ઘણા છે, પરંતુ આરોગ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય પસંદગી કરવી વધુ જરૂરી છે.

Summer Health Tips: ઉનાળામાં નાકમાંથી લોહી આવે તો શું કરવું? કારણ અને બચાવના સરળ ઉપાય

 

ઉનાળામાં ટમેટાં બગડી જાય છે? તો આ ટિપ્સ કરો ફોલો મહિનાઓ સુધી બગડશે નહીં, જુઓ વીડિયો

ટામેટાંનો ઉપયોગ બટાકાની કઢીથી લઈને મટર પનીર, કોબી, રીંગણ વગેરે ઘણી બધી વાનગીઓમાં થાય છે અને ટામેટાંની ચટણી બધાને ખૂબ જ પ્રિય છે. ક્યારેક જો ઘરમાં અચાનક ટામેટાં ખતમ થઈ જાય, તો રોજિંદા કઢી પણ બનાવવી મુશ્કેલ બની જાય છે.

વધુમાં ટામેટાં મોંઘા થઈ જાય છે. તેથી તેમને પોસાય ત્યાં સુધી સંગ્રહિત કરવા મહત્વપૂર્ણ છે. આ આર્ટિકલમાં અમે એક પદ્ધતિ શોધીશું જેના દ્વારા તમે પાપડને ઘણા મહિનાઓ સુધી સંગ્રહિત કરી શકો છો અને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકો છો.

ઓછા લોકો ટામેટાંનો સંગ્રહ કરે છે

આપણા દેશમાં આપણે શાકભાજીને સૂકવીને સંગ્રહિત કરીએ છીએ. જેથી તેઓ અન્ય ઋતુઓમાં તેનો આનંદ માણી શકે અથવા અથાણું બનાવી શકીએ, પરંતુ બહુ ઓછા લોકો ટામેટાંનો સંગ્રહ કરે છે. તે રસદાર હોય છે અને તેથી ઝડપથી બગડી જાય છે. તેમને સૂકવવા પણ મુશ્કેલ છે. લોકો સોશિયલ મીડિયા પર ઘણી ટિપ્સ અને ટ્રિક્સ શેર કરે છે જે ઘણીવાર રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી થાય છે. ટામેટાંને સંગ્રહિત કરવા વિશે આવી જ એક ટ્રિક્સ શેર કરવામાં આવી છે.

ટામેટાં કેવી રીતે સંગ્રહિત કરવા?

સૌપ્રથમ બધા ટામેટાંને સારી રીતે ધોઈ લો અને પછી તેમના 4 ટુકડા કરો.

  • હવે, સમારેલા ટામેટાંને ગ્રાઇન્ડરમાં નાના ભાગોમાં પીસીને પ્યુરી બનાવો.
  • ત્રીજું પગલું એ છે કે તૈયાર કરેલા ટામેટાંની પ્યુરીમાં થોડું મીઠું નાખો.
  • પાપડ બનાવવા માટે આ પ્યુરીને પાતળી થાય તે રીતે તડકામાં પાથરો. હવે ચમચીનો ઉપયોગ કરીને તેના પર પાપડની જેમ ટામેટાની પ્યુરી ફેલાવો.
  • તમારે આ ટામેટાના પાપડને બે થી ત્રણ દિવસ સુધી તેજસ્વી સૂર્યપ્રકાશમાં સૂકવવા પડશે જેથી બધી ભેજ દૂર થઈ જાય.
  • તૈયાર ટામેટાના પાપડ નરમ થઈ જાય છે, પરંતુ સંપૂર્ણપણે સૂકા રહે છે.
  • તમે આ બધા પાપડને કન્ટેનરમાં સંગ્રહિત કરી શકો છો અને ઓછામાં ઓછા બે થી ત્રણ મહિના અથવા તેથી વધુ સમય માટે તેનો ઉપયોગ કરી શકો છો.

ટામેટાંનો ઉપયોગ કેવી રીતે કરવો?

જ્યારે પણ તમને ટામેટાંની જરૂર હોય ત્યારે ટામેટાંની પેસ્ટના થોડા ટુકડા કાઢીને એક બાઉલ પાણીમાં 1 મિનિટ માટે પલાળી રાખો. પછી તેને તમારા હાથથી મેશ કરો. તે પ્યુરી બની જશે. પછી તમે આ ટામેટાંનો ઉપયોગ શાકભાજીની ગ્રેવીમાં કરી શકો છો.

ટામેટાં સંગ્રહિત કરવાની અન્ય રીતો પણ છે

લોકો ઘણીવાર ટામેટાંની પ્યુરી બનાવે છે અને તેને બરફના ટુકડામાં ફ્રીઝ કરે છે, પરંતુ આ પદ્ધતિ ફક્ત થોડા દિવસો માટે જ ચાલે છે. જો તમે ટામેટાંને સીધા કાપીને સૂકવો છો, તો તમારે ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. ટામેટાંને પાતળા ટુકડાઓમાં કાપો જેથી તે ઝડપથી સુકાઈ જાય. ઉપરાંત, ફૂગથી બચવા માટે ટામેટાંને વારંવાર ફેરવો. આ રીતે તમે 3 થી 4 દિવસમાં ટામેટાંને સંપૂર્ણપણે સૂકવી શકો છો. પછી, તેમને પાવડર પીસીને હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરો.

ઘરે કેમિકલ વગર પકવો કાચી કેરી, બસ ફોલો કરવી પડશે આ સરળ ટિપ્સ

‘લવ યુ, ડાર્લિંગ’… સાક્ષી કે દીકરી ઝીવા નહીં, આ વ્યક્તિએ ખુલ્લેઆમ MS Dhoni ને કહ્યું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

01 મેના મહત્વના સમાચાર : આજે ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓને પાઠવી શુભકામના

આજે 01 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને દેશના વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: ગુજરાત ટાઈટન્સે છેલ્લી મેચમાં મળેલી હારનો બદલો લીધો, RCB ને 4 વિકેટથી હરાવ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો કારમો પરાજય થયો. ગુજરાતની જીતમાં અરશદ ખાન, જેસન હોલ્ડર અને શુભમન ગિલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. પહેલા બેટિંગ કરતા RCB 20 ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું અને 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ત્યારબાદ ગુજરાત ટાઈટન્સે લક્ષ્ય હાંસલ કર્યું. આ સિઝનમાં નવ મેચમાં ગુજરાતનો આ પાંચમો વિજય છે, જ્યારે RCBનો નવ મેચમાં ત્રીજો પરાજય થયો છે.

 

RCBની બેટિંગ નિષ્ફળ ગઈ

ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને RCB ને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું, જે નિર્ણય સમજદારીભર્યો સાબિત થયો. RCB ની શરૂઆત ખરાબ રહી, જેકબ બેથેલને સિરાજે 5 રન પ આઉટ કર્યો. આક્રમક બેટિંગ કરતા વિરાટ કોહલીએ રબાડાની ઓવરમાં સતત પાંચ ચોગ્ગા ફટકાર્યા, પરંતુ રબાડાના બાઉન્સરથી તે 28 રને આઉટ થયો. પડિકલ અને પાટીદારે ભાગીદારી બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ RCB નો કેપ્ટન પાટીદાર 19 રને આઉટ થયો. જીતેશ શર્માએ માત્ર 1 રને હોલ્ડરનો શિકાર બન્યો. ટિમ ડેવિડને રાશિદ ખાન દ્વારા 9 રને આઉટ કરવામાં આવ્યો. પડિકલે ચોક્કસપણે કેટલાક સારા શોટ રમ્યા, રાશિદ ખાનના શાનદાર બોલથી બોલ્ડ થયા પહેલા તેણે 40 રન બનાવ્યા.

 

શુભમન ગિલે ગુજરાતને ઝડપી શરૂઆત અપાવી

ગુજરાતની શરૂઆત ખરાબ રહી, સાઈ સુદર્શનને 6 રનમાં ગુમાવી દીધો, પરંતુ શુભમન ગિલે જોશ હેઝલવુડની પહેલી ઓવરમાં 24 રન ફટકાર્યા. તેણે 18 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 43 રન બનાવ્યા. જોસ બટલરે 19 બોલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 39 રન બનાવ્યા. અંતે, રાહુલ તેવતિયાએ ગુજરાતને વિજય અપાવ્યો. આ જીત સાથે, ગુજરાતે RCB સામે હારનો બદલો લીધો. RCBએ પોતાના ઘરઆંગણે ગુજરાતને 5 વિકેટથી હરાવ્યું હતું. RCBએ 206 રનના લક્ષ્યનો પીછો કરવા માટે 7 બોલ બાકી રહેતાં મેચ જીતી હતી. પરંતુ હવે ગુજરાતે મેચ જીતી છે.

Breaking News: વિરાટ કોહલીએ 12,000 રન ફટકારી બનાવ્યો એક મહાન રેકોર્ડ, એશિયામાં પહેલીવાર થયો આ કમાલ

Ahmedabad : લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો, લારી નહીં છોડો તો.. દારૂ વેચવાની આપી ધમકી, જુઓ Video

અમદાવાદના દાણીપીઠ સ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કચેરી ખાતે એક મહિલાએ ભારે હંગામો મચાવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે રાયપુરમાં એસ્ટેટ વિભાગ દ્વારા તેની લારી જપ્ત કરવામાં આવી હતી. આ મહિલા તેની ફરિયાદ રજૂ કરવા અને મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે AMC કચેરીએ પહોંચી હતી.

જોકે, કચેરીના સિક્યુરિટી ગાર્ડે તેને મ્યુનિસિપલ કમિશનરને મળવા દેવામાં રોકી દીધી હતી, જેના પગલે મહિલા રોષે ભરાઈ હતી. તેણે સ્પષ્ટ ધમકી આપી હતી કે જો તંત્ર તેની જપ્ત કરાયેલી લારી પાછી નહીં આપે, તો તે દારૂનો ધંધો શરૂ કરશે.

Ahmedabad Woman Threatens Liquor Sales After AMC Seizes Cart at Danipith Office

મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે દારૂ વેચનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, પરંતુ મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકોની લારીઓ જપ્ત કરીને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેણીએ દુકાનદારો પાસેથી પૈસા ન મળતા હોવાની અને ત્રણ-ત્રણ મહિના સુધી હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાની વ્યથા પણ વ્યક્ત કરી હતી, જે સ્ટ્રીટ વેન્ડરના જીવનની મુશ્કેલીઓ દર્શાવે છે. આ ઘટનાએ AMCના કાર્યવાહી પર સવાલો ઉભા કર્યા છે.

ગુજરાતની 12 વર્ષની યુવા ટેનિસ ખેલાડીએ તોડ્યો સાનિયા મિર્ઝાનો 25 વર્ષ જૂનો રેકોર્ડ, જુઓ Video

વિરાટ કોહલીએ 12,000 રન ફટકારી બનાવ્યો એક મહાન રેકોર્ડ, એશિયામાં પહેલીવાર થયો આ કમાલ

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: રાયન રિકલ્ટનની સદી વ્યર્થ ગઈ, મુંબઈનો ઘરઆંગણે સતત ચોથો પરાજય, હૈદરાબાદનો રેકોર્ડ વિજય

સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2026 માં પોતાનો વિસ્ફોટક દેખાવ ચાલુ રાખ્યો અને રેકોર્ડબ્રેક વિજય નોંધાવ્યો. ઇશાન કિશન પછી હૈદરાબાદ પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ પણ વિજયના રથ પર સવાર રહ્યું છે. તેમનો લેટેસ્ટ શિકાર પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ બન્યું, જેને તેમણે છ વિકેટથી હરાવ્યું હતું.

243 રન બનાવવા છતાં મુંબઈ હાર્યું

રાયન રિકેલ્ટનની રેકોર્ડબ્રેક સદીના આધારે, મુંબઈએ વાનખેડે સ્ટેડિયમ ખાતે 243 રનનો પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. જોકે, સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તે પણ ઓછો રહ્યો. ટ્રેવિસ હેડ અને હેનરિક ક્લાસેનની ઝડપી અડધી સદીના આધારે, સનરાઇઝર્સે માત્ર 18.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું, અને સતત પાંચમી જીત મેળવી.

MI ની વાનખેડેમાં સતત ચોથી હાર

IPL ઈતિહાસમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં સતત ચોથી મેચ હારી હતી. જોકે, ટીમે જે રીતે શરૂઆત કરી હતી, તેનાથી એવું લાગતું નહોતું કે આવું થશે. પહેલા બેટિંગ કરતા મુંબઈએ રાયન રિકલ્ટનની માત્ર 44 બોલમાં રેકોર્ડ સદીની મદદથી 243 રન બનાવ્યા. આ IPLમાં રિકલ્ટનની પહેલી સદી અને મુંબઈ ઈન્ડિયન્સના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી હતી. તેના સિવાય હાર્દિક પંડ્યા અને વિલ જેક્સે પણ ઝડપી ગતિએ રન બનાવ્યા.

 

હેડ-અભિષેકની આક્રમક બેટિંગ

પરંતુ ટ્રેવિસ હેડને કારણે આ સ્કોર પણ સનરાઇઝર્સ માટે ઓછો સાબિત થયો, જે આ સિઝનમાં અત્યાર સુધી શાંત હતો. હેડે ફક્ત 20 બોલમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી અને અભિષેક શર્મા સાથે મળીને ટીમને ફક્ત નવ ઓવરમાં 130 રન સુધી પહોંચાડી દીધી. મુંબઈએ છ બોલમાં ત્રણ વિકેટ લઈને વાપસીની આશા જગાવી, પરંતુ હેનરિક ક્લાસેને તે આશાઓ પર પાણી ફેરવી દીધું.

 

હૈદરાબાદની સતત પાંચમી જીત

ક્લાસેને પણ સિઝનની સૌથી વિસ્ફોટક બેટિંગ કરી અને માત્ર 22 બોલમાં અડધી સદી ફટકારી. ક્લાસેને સલિલ અરોરા સાથે મળીને ટીમને આઠ બોલ વહેલા લક્ષ્ય સુધી પહોંચાડી 249 રન ચેઝ કર્યા અને વાનખેડે ખાતે સૌથી મોટા રનચેઝનો રેકોર્ડ બનાવ્યો. આ હૈદરાબાદની સતત પાંચમી જીત છે અને આ સિઝનમાં કુલ છઠ્ઠી જીત છે. આ મુંબઈની ઘરઆંગણે સતત ચોથી અને એકંદરે છઠ્ઠી હાર છે. વધુમાં, IPLમાં પહેલીવાર મુંબઈ 200 થી વધુ રનના સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ ગયું છે.

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સના સભ્યની પુત્રીનું અવસાન, ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતર્યા

રીહાન્નાનો દેશી અવતાર વાયરલ, લીલી-ગુલાબી સાડીમાં ગ્લોબલ ટ્રેન્ડ કર્યો સેટ, જુઓ Video

લીલી અને ગુલાબી સાડીમાં દિલ જીતવું માત્ર એક સંયોગ નથી. આ લુક પાછળ સ્ટાઇલ, પ્રેઝન્સ અને ગ્લોબલ ફેશનની સમજ સ્પષ્ટ દેખાય છે. ગ્લોબલ સ્ટાર Rihanna એ તાજેતરમાં પોતાના ‘દેશી’ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

મુંબઈની મુલાકાત પછી થોડા જ દિવસોમાં રીહાન્ના ફરી ચર્ચામાં આવી છે. આ વખતે તેનું કારણ છે તેની લીલી અને ગુલાબી સાડી, જેને તેણે પોલ્કી અને કુંદન જ્વેલરી સાથે ખૂબ જ સુંદર રીતે સ્ટાઇલ કરી છે. વાયરલ થયેલા ફોટા અને વીડિયોમાં તે પરંપરાગત ભારતીય લુકમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે, જેમાં હીરા અને નીલમણિના દાગીનાઓએ તેના લુકને વધુ ભવ્ય બનાવ્યો છે.

સોશિયલ મીડિયા પર લોકો તેની આ સ્ટાઇલની ખુલ્લેઆમ પ્રશંસા કરી રહ્યા છે. કોઈ કહે છે કે “રીહાન્ના સાડીમાં ખૂબ સુંદર લાગે છે,” તો કોઈ તેના જ્વેલરી સેન્સને વખાણી રહ્યો છે. નરમ મેકઅપ અને મિનિમલ એક્સેસરીઝ સાથેનો આ લુક માત્ર ફેશન સ્ટેટમેન્ટ નથી, પરંતુ દેશી સંસ્કૃતિ પ્રત્યેનો એક સ્વીકાર પણ દર્શાવે છે. એ સ્પષ્ટ કરે છે કે રીહાન્ના ફક્ત ટ્રેન્ડ્સને અનુસરે છે નહીં, પણ નવા ટ્રેન્ડ્સ સેટ પણ કરે છે.

આ પહેલો પ્રસંગ નથી જ્યારે રીહાન્ના ભારતીય સૌંદર્યથી પ્રેરિત લુકમાં જોવા મળી હોય. તે અગાઉ પણ અનેક વખત આવી સ્ટાઇલ અપનાવી ચૂકી છે. જો કે, તેની સાચી તાકાત ફક્ત ફેશન સુધી મર્યાદિત નથી. તેની બ્યુટી બ્રાન્ડ Fenty Beauty લોન્ચ થયા બાદ આખા ઉદ્યોગ માટે એક નવો બેન્ચમાર્ક બની ગઈ હતી, ખાસ કરીને દરેક પ્રકારની ત્વચાને ધ્યાનમાં રાખીને બનાવેલા ઉત્પાદનો માટે.

કુલ મળીને જોઈએ તો, રીહાન્નાનો આ દેશી લુક ફેશન અને સંસ્કૃતિના મિલનનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે ફરી એકવાર બતાવે છે કે તે ગ્લોબલ સ્ટાર હોવા સાથે સાથે સ્ટાઇલ આઇકોન પણ છે.

Rihanna in Mumbai : અંબાણી પરિવારના જશ્નમાં મુંબઈ પહોંચી રીહાન્ના, રમી ફૂલોની હોળી

Fact Check: શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹12 નો તોતિંગ વધારો થયો છે? વાયરલ નોટિસથી જનતામાં ફફડાટ

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાંક કલાકથી એક મેસેજ વાવાઝોડાની જેમ ફેલાઈ રહ્યો છે, જેમાં દાવો કરાયો છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. આ સમાચાર વાંચીને સામાન્ય જનતામાં ફફડાટ ફેલાયો હતો. જોકે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB) અને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (PTI) તાત્કાલિક આ મામલે દરમિયાનગીરી કરીને આ વાયરલ નોટિસનું ખંડન કર્યું છે.

શું હતો એ વાયરલ દાવો?

સોશિયલ મીડિયા પર પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના નામે એક નકલી ઓર્ડર ફરતો કરવામાં આવ્યો હતો. આ મનઘડંત દસ્તાવેજમાં એવો દાવો કરાયો હતો કે:

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ 100 ટકા વધ્યા હોવાથી ભાવ વધારો અનિવાર્ય છે.

  • પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 10 રૂપિયા નો વધારો થયો છે.
  • ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 12.50 રૂપિયા નો વધારો થયો છે.

સરકારે અફવાઓ ફગાવી: કોઈ ભાવ વધારો થયો નથી

PIB ફેક્ટ ચેકે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે ભારત સરકાર દ્વારા આવો કોઈ જ આદેશ જારી કરવામાં આવ્યો નથી. વાયરલ થઈ રહેલા દસ્તાવેજો તદ્દન નકલી અને મનઘડંત છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે દેશના મુખ્ય શહેરોમાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

મુખ્ય શહેરોમાં આજના ભાવ:

  • દિલ્હી: પેટ્રોલ 94.77 રૂપિયા અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટર.
  • મુંબઈ: પેટ્રોલ 103.54 રૂપિયા અને ડીઝલ 90.03 રૂપિયા પ્રતિ લિટર.
  • ગુજરાત: પેટ્રોલ 94.44 રૂપિયા અને ડીઝલ 90.11 રૂપિયા પ્રતિ લિટર.
  • રાજસ્થાન: પેટ્રોલ 104.88 રૂપિયા અને ડીઝલ 90.36 રૂપિયા પ્રતિ લિટર.
  • પશ્ચિમ બંગાળ(કોલકાતા):પેટ્રોલ 103.94 રૂપિયા અને ડીઝલ 90.76 રૂપિયા પ્રતિ લિટર.
  • તમિલનાડુ(ચેન્નાઈ):પેટ્રોલ 100.75 રૂપિયા અને ડીઝલ 92.34 રૂપિયા પ્રતિ લિટર.

નાગરિકો માટે મહત્વની સૂચના

સરકારે લોકોને અપીલ કરી છે કે આવી અસ્પષ્ટ અને ભ્રામક માહિતી શેર કરવાથી બચવું જોઈએ. કોઈ પણ મોટી જાહેરાત માટે માત્ર અને માત્ર સરકારી સ્ત્રોત અથવા સત્તાવાર સમાચાર ચેનલો પર જ ભરોસો કરવો. સોશિયલ મીડિયા પર આવતા એડિટ કરેલા દસ્તાવેજો ગેરમાર્ગે દોરવા માટે બનાવવામાં આવતા હોય છે, જેનાથી સાવધ રહેવું જરૂરી છે.

પશ્ચિમ બંગાળમાં લોકશાહીનો મહાકુંભ: 91.66 ટકા મતદાન સાથે સર્જાયો આઝાદી પછીનો સૌથી મોટો રેકોર્ડ

Breaking News: રાયન રિકલ્ટને 44 બોલમાં પોતાની પહેલી IPL સદી ફટકારી, 19 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

 

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: IPL 2026 માં પંજાબ કિંગ્સનો પહેલો પરાજય, રાજસ્થાન રોયલ્સે 223 રનના લક્ષ્યનો પીછો કર્યો

IPL 2026 ની 40મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરીને પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું. IPL 2026 માં પંજાબનો આ પહેલો પરાજય છે. વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ફરેરા અને શુભમ દુબેની ઉત્તમ બેટિંગને કારણે રાજસ્થાન રોયલ્સે 223 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.

રાજસ્થાન રોયલ્સની મજબૂત બેટિંગ

રાજસ્થાન રોયલ્સ માટે યશસ્વી જયસ્વાલે 27 બોલમાં 51 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાનને વિસ્ફોટક શરૂઆત અપાવી, 16 બોલમાં 43 રન બનાવ્યા. તેણે 16 બોલની ઇનિંગમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. કેપ્ટન રિયાન પરાગે પણ 16 બોલમાં 29 રન બનાવ્યા. અંતે, ડોનોવન ફરેરા અને શુભમ દુબેએ વિસ્ફોટક બેટિંગનો ઉપયોગ કરીને છેલ્લી ઓવરમાં પંજાબ પાસેથી મેચ છીનવી લીધી. ડોનોવન ફરેરાએ 26 બોલમાં અણનમ 52 રન બનાવ્યા. શુભમ દુબેએ 12 બોલમાં અણનમ 31 રન બનાવ્યા.

 

વૈભવ-યશસ્વીની આક્રમક શરૂઆત

223 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, રાજસ્થાને વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની જોડીને કારણે ઉડતી શરૂઆત કરી. ખાસ કરીને સૂર્યવંશીએ પંજાબના બોલરોને મુશ્કેલીમાં મુક્યા. વૈભવ સૂર્યવંશીએ માત્ર 16 બોલમાં 43 રન બનાવ્યા અને 20 બોલમાં યશસ્વી જયસ્વાલ સાથે 51 રનની ભાગીદારી કરી. વૈભવના આઉટ થયા પછી, યશસ્વી જયસ્વાલે આક્રમક રમત શરૂ કરી, 27 બોલમાં 51 રન બનાવ્યા. ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલા ધ્રુવ જુરેલે 20 બોલમાં 16 રન બનાવીને રાજસ્થાન પર દબાણ વધાર્યું. જોકે, ત્યારબાદ કેપ્ટન રિયાન પરાગે 16 બોલમાં 29 રન બનાવીને ટીમને પાછી ટ્રેક પર લાવી. અંતે, ડોનોવન ફરેરા અને શુભમ દુબેની 32 બોલમાં 77 રનની ભાગીદારીએ પંજાબ પાસેથી મેચ છીનવી લીધી.

 

સ્ટોઈનિસ-પ્રભસિમરનની જોરદાર બેટિંગ

પંજાબ ભલે મેચ હારી ગયું હોય, પરંતુ તેમણે મુશ્કેલ પીચ પર 20 ઓવરમાં 222 રન બનાવીને તેને રોમાંચક બનાવ્યું. પ્રભસિમરન સિંહે 44 બોલમાં 59 રન બનાવ્યા. પ્રિયાંશ આર્યએ 11 બોલમાં 29 રન બનાવ્યા. કૂપર કોનેલીએ 14 બોલમાં 30 રન બનાવ્યા. માર્કસ સ્ટોઇનિસે 22 બોલમાં અણનમ 62 રન બનાવ્યા.

 

IPL 2026 પોઈન્ટ ટેબલમાં ફેરફાર

પંજાબની હાર અને રાજસ્થાનની જીતથી પોઈન્ટ ટેબલમાં રસપ્રદ ફેરફારો થયા છે. પંજાબ કિંગ્સે આઠમાંથી છ મેચ જીતી છે, એક હાર અને એક હાર સાથે તે પ્રથમ સ્થાને છે. તે 13 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. રાજસ્થાન નવ મેચમાંથી છ જીત સાથે ત્રીજા સ્થાને છે. RCB એ આઠમાંથી છ મેચ જીતી છે અને બીજા સ્થાને છે.

Breaking News: આ છે સંસ્કૃતિ… સચિન તેંડુલકરે પહેલા જૂતા ઉતાર્યા, પછી ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિને સ્પર્શ કરી, વીડિયો વાયરલ

કોણ છે રણવીર અલ્હાબાદિયાની Girlfriend જુહી ભટ્ટ?

Breaking News : 12 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 85 ની ઝડપથી હવા ફૂંકાસે

દેશભરમાં પ્રચંડ ગરમી વચ્ચે હવામાન વિભાગ (IMD) દ્વારા વધુ એક મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે. 29 એપ્રિલના દિવસે ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબ સહિત કુલ 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને ખાસ સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોને અનાવશ્યક રીતે ખુલ્લામાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

પૂર્વ ભારતના વિસ્તારોમાં વીજળી સાથેના તોફાનને કારણે નુકસાન થવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં નીચલા સ્તરે ચક્રવાતી પરિભ્રમણ સર્જાઈ રહ્યું છે. આ સાથે જ ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને નજીકના વિસ્તારોમાં પણ આવી જ પરિસ્થિતિ વિકસતી જોવા મળી રહી છે, જેના કારણે હવામાન અચાનક બદલાઈ શકે છે.

જોરદાર પવન સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિ

IMDની આગાહી મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ અને કેરળમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન જોરદાર પવન સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

દિલ્હીમાં 29 એપ્રિલે તીવ્ર ગરમીનો માહોલ રહેશે. મહત્તમ તાપમાન આશરે 38°C અને લઘુત્તમ 26°C આસપાસ રહેવાની શક્યતા છે. પવનની ઝડપ 15 થી 20 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે, જેના કારણે ગરમીમાં ખાસ રાહત મળવાની શક્યતા ઓછી છે.

લખનૌમાં 29 એપ્રિલે મહત્તમ તાપમાન

ઉત્તર પ્રદેશમાં 29 એપ્રિલથી 2 મે દરમિયાન વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. મેરઠ, આગ્રા, કાનપુર, ગાઝિયાબાદ, નોઈડા સહિત અનેક શહેરોમાં ભારે વરસાદ અને પવનની શક્યતા છે. લખનૌમાં 29 એપ્રિલે મહત્તમ તાપમાન 38°C અને લઘુત્તમ 25°C રહેવાની ધારણા છે.

બિહારમાં પણ 29 એપ્રિલે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પટણા, ગયા, મુઝફ્ફરપુર, દરભંગા સહિતના વિસ્તારોમાં વીજળી અને પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે. પટણામાં તાપમાન 36°C થી 23°C વચ્ચે રહેવાની શક્યતા છે.

ગુજરાત રાજ્યમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત છે. રાજ્યના સાત શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે, જે ગરમીની તીવ્રતાને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

પર્વતીય વિસ્તારોમાં મુસાફરી કરતા લોકો માટે ખાસ સૂચના

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય રાજ્યોમાં પણ વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. દહેરાદૂનમાં તાપમાન 29°C થી 18°C વચ્ચે રહેશે, જ્યારે હિમાચલના મનાલીમાં તાપમાન ખૂબ જ ઓછું રહી શકે છે. પર્વતીય વિસ્તારોમાં મુસાફરી કરતા લોકો માટે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

પંજાબ અને રાજસ્થાનમાં પણ 29 થી 30 એપ્રિલ દરમિયાન વરસાદ અને તેજ પવનની શક્યતા છે. પંજાબમાં પવનની ઝડપ 60-65 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે, જ્યારે રાજસ્થાનમાં 40 કિમી પ્રતિ કલાક સુધી પવન ફૂંકાઈ શકે છે.

જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. ભોપાલમાં 29 એપ્રિલે મહત્તમ તાપમાન 41°C અને લઘુત્તમ 28°C રહેવાની ધારણા છે.

કુલ મળીને, દેશના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. તેથી બહાર જતાં પહેલા હવામાનની તાજી માહિતી જરૂર તપાસવી અને સુરક્ષિત રહેવા જરૂરી પગલાં લેવા અત્યંત જરૂરી છે.

ભારતનું નવું ‘બ્રહ્માસ્ત્ર’: રશિયાથી આવી રહ્યું છે ચોથું S-400 સિસ્ટમ

Breaking News: આ છે સંસ્કૃતિ… સચિન તેંડુલકરે પહેલા જૂતા ઉતાર્યા, પછી ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિને સ્પર્શ કરી, વીડિયો વાયરલ

ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકર માત્ર રમત માટે નહીં, પણ તેમના સારા સ્વભાવ માટે પણ જાણીતા છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે ભગવાન પ્રત્યે આદર બતાવ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો તેમના આ સરળ અને સારા વર્તનને ખુબ પસંદ કરી રહ્યા છે.

સચિન તેંડુલકરનો વીડિયો વાયરલ

વિશાખાપટ્ટનમની આંધ્ર યુનિવર્સિટીની 100મી વર્ષગાંઠ (શતાબ્દી મહોત્સવ) ની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઘણા મહાનુભાવો સાથે સચિન તેંડુલકર પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બનેલી એક નાની ઘટનાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

 

વેંકટેશ્વર સ્વામીની મૂર્તિને સ્પર્શતા પહેલા જૂતા કાઢ્યા

કાર્યક્રમમાં સચિન તેંડુલકરે ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિને હાથ લગાવતા પહેલા પોતાના જૂતા ઉતારી દીધા હતા. ત્યારબાદ તેમણે મૂર્તિ સાથે ફોટો પડાવ્યો. આ સમયે તેમની સાથે એન. ચંદ્રબાબુ નાયડુ પણ હાજર હતા.

સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા

સચિન તેંડુલકરના આ કામની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ તેમની સરળતા અને સંસ્કૃતિ પ્રત્યેનો આદર બતાવે છે. સચિન હંમેશા શાંત અને નમ્ર સ્વભાવ માટે જાણીતા રહ્યા છે.

 

ક્રિકેટના ભગવાનની મહાન કારકિર્દી

સચિન તેંડુલકરની ક્રિકેટ કારકિર્દી પણ ખૂબ જ શાનદાર રહી છે. તેમણે 1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ઘણા વર્ષો સુધી ભારત માટે રમ્યા. ટેસ્ટ અને વનડે બંનેમાં તેમણે અનેક રેકોર્ડ બનાવ્યા છે, જે આજે પણ કોઈ ખેલાડી માટે તોડવા લગભગ અશક્ય છે.

 

સચિન એક મહાન વ્યકતિત્વ

આ ઘટનાથી ફરી ફરી એકવાર સાબિત થયું છે કે સચિન તેંડુલકર માત્ર એક મહાન ક્રિકેટર જ નહીં, પરંતુ એક મહાન માણસ પણ છે. તેમની આવી નાની નાની બાબતો લોકોના દિલ જીતી લે છે.

Breaking News: 4,6,6,4,4… છેલ્લી ઓવરમાં 24 રન, 20 બોલમાં ફિફ્ટી, પંજાબના ઓલરાઉન્ડરે મચાવી તબાહી

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: ભુવનેશ્વર કુમાર પર્પલ કેપની રેસમાં નંબર 1 બન્યો, ઓરેન્જ કેપ રેસમાં કોણ આગળ?

IPL 2026 ની 39મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચ બાદ પર્પલ કેપ અને ઓરેન્જ કેપ માટેની રેસમાં મોટો ફેરફાર જોવા મળ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે આ મેચમાં શાનદાર બોલિંગ કરી અને પર્પલ કેપ રેસમાં ટોચનું સ્થાન મેળવ્યું.

ભુવનેશ્વર પર્પલ કેપ રેસમાં નંબર-1

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ભુવનેશ્વર કુમારે ત્રણ ઓવર ફેંકી હતી, જેમાં ફક્ત પાંચ રન આપ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે સાહિલ પરીખ, ટ્રિસ્ટન સ્ટબ્સ અને અક્ષર પટેલને આઉટ કર્યા હતા. આ સાથે તેણે પર્પલ કેપની રેસમાં બધાને પાછળ છોડી દીધા હતા. ભુવનેશ્વર કુમારે હવે આઠ મેચમાં 14 વિકેટ લીધી છે, જેમાં તેણે ફક્ત 7.61 ના ઇકોનોમી રેટથી રન આપ્યા છે.

પર્પલ કેપ રેસમાં અન્ય કોણ સામેલ?

આ યાદીમાં અંશુલ કંબોજ બીજા ક્રમે છે. તેણે CSK માટે આઠ મેચમાં 14 વિકેટ લીધી છે. જોકે, તેનો ઇકોનોમી રેટ 8.56 છે, જેના કારણે ભુવનેશ્વર કુમાર પર્પલ કેપ પર છે. દરમિયાન, ઇશાન મલિંગાએ પણ આઠ ઇનિંગ્સમાં 14 વિકેટ લીધી છે, પરંતુ તેનો ઇકોનોમી રેટ 9.44 છે.

ઓરેન્જ કેપ રેસમાં કોણ આગળ?

હાલ ઓરેન્જ કેપ અભિષેક શર્મા પાસે છે. તેણે 8 મેચમાં 380 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદી અને 1 સદીનો સમાવેશ થાય છે. કેએલ રાહુલ 358 રન સાથે બીજા સ્થાને છે. તેની પાસે અભિષેકને પાછળ છોડી દેવાની તક હતી, પરંતુ તે RCB સામે માત્ર 1 રન જ બનાવી શક્યો.

ઓરેન્જ કેપના દાવેદારો

વૈભવ સૂર્યવંશીએ 8 મેચમાં 357 રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપ રેસમાં ત્રીજા સ્થાને છે. વિરાટ કોહલી પણ ટોપ 5 માં પાછો ફર્યો છે, 8 મેચમાં 351 રન સાથે કોહલી ચોથા સ્થાને પહોંચી ગયો છે. હેનરિક ક્લાસેન પણ 8 ઇનિંગ્સમાં 349 રન સાથે પાંચમા સ્થાને છે.

Breaking News: મિશેલ સેન્ટનર આખી સિઝનમાંથી થયો બહાર, મુંબઈએ 75 લાખમાં અનુભવી ખેલાડીને કર્યો ટીમમાં સામેલ

IPL 2026: ફક્ત 39 બોલમાં જીતી RCB, દિલ્હીની સૌથી મોટી હાર

Delhi Capitals vs Royal Challengers Bengaluru: Indian Premier League 2026 ની 39મી મેચમાં Delhi Capitals સામે Royal Challengers Bengaluru એ એકતરફી પ્રદર્શન કરીને માત્ર 39 બોલમાં જ જીત મેળવી. Arun Jaitley Stadium ખાતે રમાયેલી આ મેચમાં દિલ્હીની ટીમ માત્ર 75 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જ્યારે RCB એ 6.3 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું.

દિલ્હી કેપિટલ્સ માટે આ મેચ ખરાબ સપનાની જેમ સાબિત થઈ. ટોસ હાર્યા બાદ તેમને પહેલા બેટિંગ કરવી પડી, પરંતુ શરૂઆતથી જ વિકેટો ઝડપથી પડવા લાગી. ડેબ્યુ કરનાર સાહિલ પારેખ બીજા જ બોલ પર આઉટ થયો. ત્યારબાદ Bhuvneshwar Kumar અને Josh Hazlewood ની ઘાતક બોલિંગ સામે દિલ્હીના બેટ્સમેન ટકી શક્યા નહીં. માત્ર 8 રનમાં જ 6 વિકેટ પડી જતા ટીમ પર ભારે દબાણ આવ્યું.

મધ્યક્રમમાં Abhishek Porel એ 30 રન અને David Miller એ 18 રન બનાવી ટીમને થોડો સંભાર્યો, પરંતુ આખી ટીમ 75 રન સુધી જ સીમિત રહી. RCB તરફથી હેઝલવુડે 12 રનમાં 4 વિકેટ લીધી, જ્યારે ભુવનેશ્વર કુમારે માત્ર 5 રન આપી 3 વિકેટ ઝડપી. અન્ય બોલરો પણ અસરકારક રહ્યા.

લક્ષ્યનો પીછો કરતા RCB એ કોઈ દબાણ લીધું જ નહીં. આક્રમક બેટિંગ સાથે તેમણે માત્ર 39 બોલમાં મેચ પૂર્ણ કરી અને ફક્ત એક વિકેટ ગુમાવી. આ જીત RCB માટે ખાસ છે, કારણ કે IPL માં સૌથી ઓછા બોલમાં જીત મેળવવાના તેમના રેકોર્ડમાં આ સૌથી મોટી સિદ્ધિ છે.

આ હાર દિલ્હી માટે ખૂબ જ શરમજનક રહી, કારણ કે પોતાના હોમ ગ્રાઉન્ડ પર આટલી એકતરફી હાર તેમને પહેલી વાર મળી છે. બીજી તરફ, RCB માટે આ જીત પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર લાવી છે. 8 મેચમાંથી 6 જીત સાથે ટીમ હવે બીજા સ્થાને પહોંચી ગઈ છે.

હાલમાં પોઈન્ટ ટેબલમાં પંજાબ ટોચ પર છે, જ્યારે RCB નું મજબૂત પ્રદર્શન તેમને પ્લેઓફની રેસમાં વધુ મજબૂત બનાવે છે.

Breaking News: મિશેલ સેન્ટનર આખી સિઝનમાંથી થયો બહાર

‘હું લૂપમાં ફસાઈ ગઈ છું’, કેનેડામાં ભણતી ભારતીય વિદ્યાર્થિનીએ સ્ટડી અને કામના સંતુલન અંગે કહી મોટી વાત, જુઓ Video

કેનેડામાં અભ્યાસ કરતી એક ભારતીય વિદ્યાર્થીનીનો અનુભવ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યોતિ ખરાયત નામની આ વિદ્યાર્થીનીએ પોતાની વ્યસ્ત અને થાકાવનારી દૈનિક જીવનશૈલી વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેણે શેર કરેલો વીડિયો ઝડપથી વાયરલ થયો છે, જેમાં અભ્યાસ અને નોકરી વચ્ચેનું સંતુલન જાળવવાનો સંઘર્ષ સ્પષ્ટ જોવા મળે છે.

જ્યોતિએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં પોતાની આખી દિનચર્યા દર્શાવી છે. તેમાં તે કોલેજમાંથી સીધી નોકરી પર જતી જોવા મળે છે, ખાસ કરીને Starbucks માં કામ કરતી વખતે. ક્લાસ પૂરા થતાં જ કામ પર જવું અને સતત દોડધામભર્યું જીવન જીવવું – આ બધું તેના માટે સામાન્ય બની ગયું છે. વીડિયોમાં તે ઘણીવાર થાકેલી દેખાય છે, જે તેની સ્થિતિને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

તેણીએ જણાવ્યું કે તે પોતાને એક એવા ચક્રમાં ફસાયેલું અનુભવે છે, જેનો અંત જ નથી. ટ્યુશન ફી અને રહેવાના ખર્ચને પૂરા કરવા માટે તેને કમાણી કરવી પડે છે, અને કમાણી કરવા માટે કામ કરવું ફરજિયાત બને છે. આ કારણે અભ્યાસ અને નોકરી વચ્ચેનું સંતુલન જાળવવું મુશ્કેલ બની જાય છે. તે કહે છે કે કોલેજ પછી સીધી નોકરી, પછી થોડો વિરામ, અને ફરીથી અભ્યાસ – આ બધું એક “અનંત લૂપ” જેવી સ્થિતિ બનાવે છે.

 

Instagram पर यह पोस्ट देखें

 

JYOTI KHARAYAT (@villayaticheli) द्वारा साझा की गई पोस्ट

આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા લોકો તેની વાત સાથે જોડાયા છે. ખાસ કરીને વિદેશમાં અભ્યાસ કરતા અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પણ પોતાની સમાન મુશ્કેલીઓ શેર કરી છે. ઘણા માટે, ટ્યુશન ફી, રહેવાની વ્યવસ્થા અને દૈનિક ખર્ચોને પહોંચી વળવા માટે પાર્ટ-ટાઇમ નોકરી કરવી જરૂરી બની જાય છે. પરિણામે, તેઓ માટે અભ્યાસ અને કામ વચ્ચે સંતુલન જાળવવું એક મોટો પડકાર બની જાય છે.

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ જ્યોતિને પ્રોત્સાહન આપ્યું છે. એક યુઝરે લખ્યું કે, “જો તમે ખુશ છો, તો જીવનમાં આટલું જ મહત્વનું છે,” જ્યારે બીજા યુઝરે કહ્યું, “અમને તમારી પાસેથી પ્રેરણા મળે છે.” તમામ પડકારો વચ્ચે પણ જ્યોતિનો સકારાત્મક અભિગમ ઘણા લોકો માટે પ્રેરણાદાયક બની રહ્યો છે.

કેનેડામાં 2 વર્ષમાં જ મળી જશે ડિગ્રી! 12માં પછી ઇન્જિનીયરિંગ-મેડિકલ સહિત આ પોપ્યુલર ફિલ્ડમાં કરો ડિપ્લોમા

ઝઘડિયામાં કામદારોના મોત બાદ ચૈતર વસાવા અને મૃતકના સંબંધીઓ વચ્ચે થઈ ઝપાઝપી, ચૈતર વસાવાએ મૃતકના સગાને માર્યો લાફો- Video

ભરૂચમાં ઝઘડિયાની કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં બે કામદારોના મોત બાદ હંગામો થયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને મૃતકના પરિજનો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. બોલાચાલી દરમિયાન ચૈતર વસાવાએ મૃતકના સંબંધીને લાફો મારી દીધો. જે બાદ સમગ્ર ઘટના મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો. મૃતકના પરિવારજનોએ ચૈતર વસાવા સામે મૃતકના પરિજનોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

આપને જણાવી દઈએ કે ઝઘડિયાની કંપનીમાં 23 તારીખે ભીષણ આગ લાગી હતી. જેમાં આગમાં દાઝી જવાથી બે કામદારોના આજે સારવાર દરમિયાન મોત થતાં કંપની બહાર ભારે હંગામો થયો. ત્યારે આપ નેતા ચૈતર વસાવા મૃતકો અને ઘાયલો માટે સહાયની માગ કરવા કંપનીમાં પહોંચ્યા હતા. વસાવાનો આરોપ છે કે કંપનીના સત્તાધીશોએ મૃતકના પરિવારજનો સાથે વાત ન કરતાં હંગામો સર્જાયો. ચૈતર વસાવા ગેટ કૂદીને કંપનીના કંપાઉન્ડમાં પહોંચ્યા હતા. ચૈતર વસાવાને ધક્કો મારવામાં આવતા ટોળું ઉશ્કેરાયું હતું અને પછી કંપની બહાર ભારે હંગામો સર્જાયો. ચૈતર વસાવાનું કહેવું છે કે તેમની માગ એટલી જ છે કે મૃતકોને યોગ્ય વળતર મળે.

બીજી તરફ મૃતકના પરિવારજનોએ ચૈતર વસાવા પર આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે કંપનીએ યોગ્ય રીતે જવાબ આપીને વળતર આપવાની ખાતરી આપી છે. પરંતું ચૈતર વસાવા કંપની પાસેથી પૈસા ઉઘરાવવા આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

સમગ્ર મામલે ચૈતર વસાવાએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. કંપનીના ઈશારે પોલીસ કામ કરતી હોવાનો ચૈતર વસાવાનો આક્ષેપ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે કંપની અને પોલીસની મિલીભગત છે. તો બીજી તરફ મૃતક પરિવારના સંબંધી રોશન વસાવાએ આક્ષેપ કર્યો કે અમારી અને કંપની વચ્ચે વાટાઘાટો ચાલતી હતી તે દરમિયાન ચૈતર વસાવાએ આવીને હોબાળ કર્યો અને મને લાફો માર્યો એટલે મેં પણ તેમની સાથએ ઝપાઝપી કરી. ચૈતર વસાવા સ્ટંટ કરતા હોવાનો મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે. આ બીજી તરફ AAPના આગેવાનોનું કહેવુ છે કે રોશન વસાવા ભાજપના માણસ છે અને તેમને પીડિત પરિવાર સાથે કોઈ લેવાદેવા નથી. ચૈતર વસાવાએ સ્વબચાવમાં લાફો માર્યો હોવાનો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે.

પ્રચંડ ગરમીથી બચવા માટે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો ઢાંસુ આઈડિયા,.. “પોકેટ મે પ્યાઝ લે જાઓ.. કુછ નહીં હોગા”- Video

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: RCB ને મોટો ઝટકો, 6 મેચમાં 27 છગ્ગા અને ચોગ્ગા ફટકારનાર RCBનો સ્ટાર ખેલાડી દિલ્હી સામે નહીં રમે

IPL 2026 સીઝનમાં ભાગ્યે જ કોઈ ટીમ એવી હશે જે તેના ખેલાડીઓની ઈજાઓથી પરેશાન ન હોય. કેટલીક ટીમો સીઝન શરૂ થાય તે પહેલાં જ સંઘર્ષ કરી રહી છે, જ્યારે કેટલીક ટુર્નામેન્ટની મધ્યમાં જ પરાજયનો સામનો કરી રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પણ આવી જ ઝટકો લાગ્યો છે, જેમાં એક સ્ટાર બેટ્સમેનની ઈજા ચિંતાનું કારણ બની છે. આ ખેલાડી વિસ્ફોટક ઓપનર ફિલ સોલ્ટ છે, જે સતત બીજી મેચ માટે બહાર થઈ ગયો છે.

સતત બીજી મેચમાંથી સોલ્ટ બહાર

RCB પોતાની આગામી મેચ 27 એપ્રિલ, સોમવારના રોજ રાજધાની નવી દિલ્હીમાં રમશે . આ મેચમાં રજત પાટીદારના નેતૃત્વ હેઠળની બેંગલુરુ ટીમ યજમાન દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. બેંગલુરુ ટીમ આ મેચ માટે દિલ્હી આવી ગઈ છે, પરંતુ જ્યારે તેઓ મેદાનમાં ઉતરશે ત્યારે તેઓ ફરી એકવાર સોલ્ટ વગર રમશે. ટીમના બેટિંગ કોચ દિનેશ કાર્તિકે આ વાતની પુષ્ટિ કરી હતી. સોલ્ટ આ જ ઈજાને કારણે પાછલી મેચ ગુમાવી હતી.

સોલ્ટે 16 ચોગ્ગા 11 છગ્ગા ફટકાર્યા

આ સિઝનમાં RCBના વિસ્ફોટક ઓપનર ફિલ સોલ્ટનું પ્રદર્શન એવરેજ રહ્યું છે. તેણે છ ઇનિંગમાં બેટિંગ કરી છે, ત્રણમાં નિષ્ફળ ગયો છે, જ્યારે બે મેચમાં મજબૂત અડધી સદી ફટકારી છે અને એકમાં 40 થી વધુ રન બનાવ્યા છે. કુલ મળીને, તેણે છ ઇનિંગમાં 168 ના સ્ટ્રાઇક રેટ સાથે 202 રન બનાવ્યા છે. તેણે 16 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા છે.

RCB કોને તક આપશે?

RCB માટે આ એક મોટો આંચકો છે, કારણ કે તે વિરાટ કોહલી સાથે મજબૂત ભાગીદારી બનાવે છે, બેંગલુરુ પાસે એક સારો વિકલ્પ છે, જેનો ટીમે છેલ્લી મેચમાં પ્રયાસ કર્યો હતો. આ ખેલાડી જેકબ બેથેલ છે, જે ડાબોડી બેટ્સમેન છે જે સ્પિન બોલિંગ પણ કરી શકે છે. જોકે તે છેલ્લી મેચમાં નિષ્ફળ ગયો હતો, તે સોલ્ટ માટે જગ્યા બનાવી શકે છે અને મજબૂત બેટિંગ કરી શકે છે.

હિસાબ બરાબર કરવાની તક

આ મેચ બેંગલુરુ માટે હિસાબ બરાબર કરવાની તક છે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ બેંગલુરુમાં રમાઈ હતી, જેમાં દિલ્હીનો વિજય થયો હતો. તે મેચમાં કેએલ રાહુલે શાનદાર અડધી સદી ફટકારી હતી. ગયા સિઝનમાં દિલ્હીએ બેંગલુરુને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું હતું, જ્યારે RCBએ કોટલા સ્ટેડિયમમાં દિલ્હીને ફરીથી હરાવ્યું હતું. હવે, RCB પાસે એ જ કહાનીનું પુનરાવર્તન કરવાની તક છે.

Breaking News: 6,6,6,6… છેલ્લી ઓવરમાં ચાલ્યો રિંકુ સિંહનો જાદૂ, બેક ટુ બેક ચાર સિક્સર ફટકારી ધમાલ મચાવી

Breaking News: 6,6,6,6… છેલ્લી ઓવરમાં ચાલ્યો રિંકુ સિંહનો જાદૂ, બેક ટુ બેક ચાર  સિક્સર ફટકારી ધમાલ મચાવી

કોલકાતા નાઈટ રાઈડર્સનો વાઈસ કેપ્ટન રિંકુ સિંહ IPL 2026 ની શરૂઆતથી જ ટીકાઓનો સામનો કરી રહ્યો છે. ગયા સિઝનથી તેનું બેટિંગ પ્રદર્શન ખરાબ રહ્યું છે, વાઈસ કેપ્ટન બનાવ્યા પછી પણ તે સતત ફ્લોપ રહ્યો હતો. કોલકાતાની સતત હારથી રિંકુના પ્રદર્શન પર પણ પ્રશ્નો ઉભા થયા છે. પરંતુ હવે, KKRના સ્ટાર બેટ્સમેને પોતાની એ તાકાત બતાવી જેના માટે તે ફેમસ છે. તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે સતત ચાર છગ્ગા ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી.

કોલકાતાનો ટોપ ઓર્ડર ફરી ફ્લોપ

લખનૌ સુપરજાયન્ટ્સ સામે કોલકાતા પહેલા બેટિંગ કરી રહ્યું હતું. આ સિઝનની લગભગ દરેક મેચની જેમ કોલકાતાની બેટિંગ ફરી એકવાર નિષ્ફળ ગઈ. કોલકાતાના ટોપ અને મધ્યમ ક્રમના બેટ્સમેન સસ્તામાં આઉટ થયા. કોલકાતાએ 15 ઓવરમાં માત્ર 93 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. લડાયક સ્કોર સુધી પહોંચવું મુશ્કેલ લાગતું હતું, પરંતુ રિંકુએ તેને શક્ય બનાવ્યું.

રિંકુએ સતત 4 છગ્ગા ફટકાર્યા

કોલકાતાના વાઈસ કેપ્ટન રિંકુએ એકલા હાથે સ્થિતિ બદલી નાખી. તેણે સુનીલ નારાયણ સાથે મળીને અંતિમ પાંચ ઓવરમાં કોઈ વિકેટ ન લીધી અને 62 રન બનાવ્યા. નારાયણે આમાંથી ફક્ત ચાર રન બનાવ્યા, જ્યારે રિંકુએ બાકીના રન પૂરા કર્યા. તેણે 42 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. જોકે, તેનું સૌથી ખતરનાક ફોર્મ 20મી ઓવરમાં આવ્યું. સ્પિનર ​​દિગ્વેશ રાઠીનો સામનો કરતા રિંકુએ સતત ચાર છગ્ગા ફટકાર્યા.

 

રિંકુના 51 બોલમાં 83 રન

રિંકુ ત્રણ વર્ષ પહેલા યશ દયાલ સામે 20મી ઓવરમાં સતત પાંચ છગ્ગા ફટકારીને જે સિદ્ધિ મેળવી હતી તે મેળવી શક્યો નહીં. જોકે, KKRના ઉપ-કેપ્ટને આ ઇનિંગનો ઉપયોગ કરીને તેની ટીમને મેચ 155 રન સુધી પહોંચાડી. વધુમાં, રિંકુના 83 રન ફક્ત 51 બોલમાં આવ્યા, જેમાં પાંચ છગ્ગા અને સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે.

 

સતત બે મેચમાં અડધી સદી

આ રિંકુનો IPLમાં સૌથી વધુ સ્કોર છે. વધુમાં, તેણે તેની સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. આ પહેલા, તેણે રાજસ્થાન રોયલ્સ સામે અણનમ 53 રનની ઇનિંગ રમી હતી. આ અડધી સદી રિંકુ માટે પણ ખાસ હતી કારણ કે તેણે પાછલી બે સીઝનમાં એક પણ અડધી સદી ફટકારી ન હતી, પરંતુ આ વખતે તેણે સતત બે મેચમાં અડધી સદી ફટકારી છે.

Breaking News: KKRના ખેલાડી સાથે ચીટિંગ? બોલ બેટ્સમેનના શરીર પર વાગ્યો અને તેને રન આઉટ આપવામાં આવ્યો

Breaking News: KKRના ખેલાડી સાથે ચીટિંગ? બોલ બેટ્સમેનના શરીર પર વાગ્યો અને તેને રન આઉટ આપવામાં આવ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે IPL 2026 ની 38મી મેચમાં એક વિવાદાસ્પદ અને આઘાતજનક ઘટનાએ આખા સ્ટેડિયમને હચમચાવી નાખ્યું. યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીને રન આઉટ કરવાના ત્રીજા અમ્પાયરના નિર્ણયથી ભારે હોબાળો મચી ગયો. કોલકાતા નાઈટ રાઈડર્સ કેમ્પ સ્પષ્ટપણે નારાજ હતું અને અંગક્રિશ રઘુવંશીએ પણ પોતાની નારાજગી દર્શાવી હતી.

શું છે સમગ્ર મામલો

પ્રિન્સ યાદવે KKR ની ઇનિંગની પાંચમી ઓવર નાખી. ઓવરના છેલ્લા બોલ પર અંગક્રિશ રઘુવંશીએ મિડ-ઓન તરફ બેક-ઓફ-લેન્થ શોટ રમ્યો અને રન લેવા દોડવા લાગ્યો. જોકે, મોહમ્મદ શમીએ બોલ પકડી લીધો અને રઘુવંશી અડધે રસ્તે અટકીને પાછો ફર્યો, રઘુવંશીને રન આઉટ કરવા માટે શમીએ થ્રો કર્યો અને અને રઘુવંશીએ ડાઇવ મારી. જોકે, બોલ રઘુવંશીના શરીર પર વાગ્યો. જે બાદ વિવાદ થયો.

થર્ડ અમ્પાયરે રઘુવંશીને આઉટ જાહેર કર્યો

આ ઘટના બાદ, લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે અપીલ શરૂ કરી. શરૂઆતમાં એવું લાગતું હતું કે રઘુવંશીએ થ્રો લાઈનમાં જાણીજોઈને વચ્ચે આવવા માટે ડાઈવ કરી નથી. જોકે, જ્યારે થર્ડ અમ્પાયરે રિપ્લેમાં ચેક કર્યું ત્યારે કહાની બદલાઈ ગઈ. થર્ડ અમ્પાયરના મતે રઘુવંશીનો ટર્નિંગ રેડિયસ સામાન્ય કરતાં વધુ હતો. તેણે બોલ તરફ પણ જોયું અને દિશા બદલી. ડાઇવ કરતી વખતે તે કટ સ્ટ્રીપની બહાર ગયો. થર્ડ અમ્પાયર આ મૂલ્યાંકન સાથે સંમત થયા અને રઘુવંશીને આઉટ જાહેર કર્યો.

 

અમ્પાયરના નિર્ણય પર રઘુવંશી ગુસ્સે થયો

આ નિર્ણય પછી રઘુવંશી સ્પષ્ટપણે નારાજ હતો. તેણે મેદાન પર પોતાની નારાજગી વ્યક્ત કરી. તેણે પોતાનું હેલ્મેટ ફેંકી દીધું અને બાઉન્ડ્રી લાઇન પર બેટ પણ ફેરવ્યું. અંગક્રિશ રઘુવંશી 8 બોલમાં 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા.

ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ નિયમ શું છે?

ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ નિયમ જણાવે છે કે જો કોઈ બેટ્સમેન બોલ રમતમાં હોય ત્યારે ફિલ્ડિંગ ટીમને જાણી જોઈને અવરોધે છે તો તેને આઉટ જાહેર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ બેટ્સમેન ફિલ્ડરના થ્રોને રોકવા અથવા સ્ટમ્પ પર અથડાતા અટકાવવા માટે દોડતી વખતે ઇરાદાપૂર્વક દિશા બદલી નાખે છે, તો તેને ફિલ્ડમાં અવરોધ મૂકવા બદલ આઉટ જાહેર કરી શકાય છે.

ચેક કર્યા બાદ આઉટ જાહેર કરી શકાય

આ નિયમમાં બેટ્સમેનનો ટર્નિંગ રેડિયસ સામાન્ય કરતાં વધારે હતો કે નહીં અને તેણે થ્રો સાથે સુસંગત થવા માટે દિશા બદલી હતી કે નહીં તે ધ્યાનમાં લેવામાં આવે છે. જો બેટ્સમેન જાણી જોઈને તેના બેટ અથવા શરીરથી બોલને રોકવા અથવા પાછો ફેંકવાનો પ્રયાસ કરે તો પણ આ આઉટ જાહેર કરી શકાય છે. અંગક્રિશ રઘુવંશીની ઘટનામાં આવી જ એક ઘટના બની હતી, જ્યાં અમ્પાયરે માન્યું હતું કે તેણે ઇરાદાપૂર્વક આવું કર્યું છે, પરંતુ તેણે કહ્યું કે તે ફક્ત ક્રીઝ પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

Breaking News: ગુજરાતના આ ફેમસ ક્રિકેટરોએ ના આપ્યો વોટ, જાણો કેમ?

અંબાણી પરિવારના જશ્નમાં મુંબઈ પહોંચી રીહાન્ના, રમી ફૂલોની હોળી, જુઓ Video

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: સુરતમાં છેડતીના આરોપીના રિકન્સ્ટ્રક્શન સમયે થયેલો હોબાળો સુનિયોજીત હોવાનો ઓડિયો ક્લિપમાં ખૂલાસો- જુઓ Video

સુરતમાં 12 વર્ષિય કિશોરીની વિધર્મી દ્વારા છેડતી કરવામાં આવતા અલથાણ વિસ્તારના સમગ્ર સ્થાનિકો રસ્તા પર આવી જઈને મોટો હંગામો કર્યો હતો. છેડતી સમયે જ આરોપીને તાત્કાલિક દબોચી લઈને માર મારીને પોલીસને સોંપવામાં આવ્યો. વિધર્મી દ્વારા 12 વર્ષિય કિશોરીની છેડતી મામલે સમગ્ર અલથાણ વિસ્તારમાં લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો અને આરોપીનું સરઘસ કાઢવા માટે પોલીસ સમક્ષ માગ કરી હતી. આ આરોપીને જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે લવાયો ત્યારે મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકો દ્વારા ભારે હંગામો કરવામાં આવ્યો અને આરોપીને માર મારવામાં આવ્યો હતો.

આ સમગ્ર હોબાળાને લઈને ચોંકાવનારી ઓડિયો ક્લિપ સામે આવી છે. ઓડિયોમાં હોબાળા અંગે ચોંકાવનારી વાત આવી સામે છે. આરોપીની રિકન્સ્ટ્રક્શન સમયે કરાયેલો હોબાળો સુનિયોજીત હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય પર હોબાળો કરવાનાં આયોજનનો ઉલ્લેખ કરાયો છે. સમગ્ર મામલે પોલીસ અને હર્ષ સંઘવીને યશ મળે નહીં તે માટે હોબાળો કરાયાની આશંકા છે.

સુરતમાં સગીરાની છેડતીના આરોપી મહમ્મદ અઝીઝની ધરપકડ બાદ પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરેલા. અનેક લોકોની પૂછપરછ અને ગુપ્ત રાહે કરેલી તપાસમાં પોલીસના હાથ એક ખૂબ મોટી કડી લાગી છે જેમાં આ સમગ્ર મામલો આમ આદમી પાર્ટી દ્વારા પ્રિ-પ્લાન્ડ હોવાની આશંકા છે. પોલીસને એક કોલ રેકોર્ડીંગ મળ્યું છે જેમાં આમ આદમી પાર્ટીમાં સુરતના વોર્ડ નંબર ૨૯ અલથાણના ઉમેદવાર જીવરામ પટેલનો માણસ એક વ્યક્તિ સાથે વાત કરીને તેને સૂચના આપે છે કે પોલીસે મહંમદને પકડી લીધો છે, તમારે જઈને તેણે પોલીસની જીપમાંથી બહાર ખેંચીને હોબાળો કરવાનો છે.

જરા પણ ઢીલા નહીં પડવાની સતત સૂચના આપતો આ માણસ એવું પણ સમજાવે છે કે આ કર્યા પછી ભાજપ કાર્યાલય અને પોલીસ સ્ટેશન પર જઈને પણ હોબાળો કરવાનો છે જેનાથી પાટીદારો આમ આદમી પાર્ટી તરફ વળશે અને ભાજપને ઘણું મોટું નુકસાન થશે.

આ વાઇરલ ઓડિયોથી રાજૂ કરપડાની ભવિષ્યવાણી સાચી ઠરી હોય તેવું લાગી રહ્યું છે. તેમણે અગાઉ ગુજરાતના લોકોને સાવધ કરતો વિડીયો પોસ્ટ કરેલો જેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી છેલ્લી ઘડીએ કોઈક મોટી ઘટના ઊભી કરશે જે સ્ક્રિપ્ટ હશે. આમ હવે આવનારા સમયમાં વધુ તપાસમાં સામે આવશે કે આ પૂર્વાયોજીત કાવતરૂ હતું કે ખરેખર બનેલી ઘટના

મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાના કેસમાં ફરિયાદ નોંધાઈ, કોંગ્રેસના ઉમેદવારના પતિ સહિત 4 સામે ગુનો દાખલ

Breaking News: 12 છગ્ગા 5 ચોગ્ગા… વૈભવ સૂર્યવંશીએ IPLમાં વધુ એક સદી ફટકારી, આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો

સલામ છે પાડોશીને! મણિનગરમાં CBIના નામે વૃદ્ધ દંપતીને ડરાવતા ઠગોનો પ્લાન ફેલ, 23 લાખની છેતરપિંડી ટળી

અમદાવાદના મણિનગર વિસ્તારમાં સાયબર ક્રાઈમની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક જાગૃત પાડોશી અને વિદેશમાં રહેતી દીકરીની સતર્કતાને કારણે 70 વર્ષીય વૃદ્ધા અને તેમના પતિની ₹23 લાખની મરણમૂડી ચોરી થતા બચી ગઈ છે.

48 કલાકનો માનસિક ત્રાસ

મણિનગરના તપસ્વી એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત દંપતીના સંતાનો વિદેશમાં હોવાથી તેઓ એકલા રહે છે. સાયબર ઠગોએ તેમને પહેલા પોલીસ અને બાદમાં CBI અધિકારી તેમજ જજ હોવાનો ડોળ કરીને ફોન પર 48 કલાક સુધી ‘ડિજિટલ એરેસ્ટ’માં રાખ્યા હતા. ઠગોએ દંપતી પર એવો માનસિક ડર પેદા કર્યો હતો કે તેઓ કોઈની સાથે વાત પણ કરી શકતા નહોતા. ઠગોએ તેમને બેંકની FD તોડાવીને ₹23 લાખ ટ્રાન્સફર કરવા માટે સતત દબાણ કર્યું હતું.

અમેરિકાથી દીકરીને થઈ શંકા

વૃદ્ધ દંપતીની અમેરિકા રહેતી દીકરી જ્યારે તેમની સાથે ફોન પર વાત કરી રહી હતી, ત્યારે તેને પિતાના વર્તનમાં શંકા ગઈ હતી. તેણે તરત જ પાડોશી મહિલાનો સંપર્ક કરીને ઘરે જઈને તપાસ કરવા વિનંતી કરી. પાડોશી મહિલા જ્યારે ઘરે પહોંચી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો અને તેમણે તુરંત પોલીસને જાણ કરી.

પોલીસે કર્યું પાડોશીનું સન્માન

પોલીસે સમયસર પહોંચીને વૃદ્ધ દંપતીને સાયબર ઠગોની ચુંગાલમાંથી મુક્ત કર્યા હતા. જો આ ભાંડો ન ફૂટ્યો હોત તો બીજા જ દિવસે દંપતી પોતાની આખી જિંદગીની કમાણી ઠગોને હવાલે કરી દેત. પોલીસે પાડોશી મહિલાની સતર્કતા બિરદાવી તેમનું સન્માન કર્યું છે.

બેંકો સાથે યોજાશે બેઠક

આવી ઘટનાઓ અટકાવવા માટે હવે પોલીસ બેંક અધિકારીઓ સાથે બેઠક યોજશે, જેથી જ્યારે પણ કોઈ સિનિયર સિટીઝન મોટી રકમ ઉપાડવા અથવા ટ્રાન્સફર કરવા આવે ત્યારે બેંક સતર્ક રહે. હાલ પોલીસે વૃદ્ધ દંપતીનું કાઉન્સેલિંગ કરીને તેમને આ આઘાતમાંથી બહાર લાવવા પ્રયાસ કર્યો છે.

(ઈનપુટ ક્રેડિટ: મિહિર સોની)

રાઘવ ચઢ્ઢાએ 7 સાંસદો સાથે ધારણ કર્યો કેસરીયો, જાણો પ્રોફેશનલ લાઈફથી પોલિટિક્સ સુધીની સફર

મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાના કેસમાં ફરિયાદ નોંધાઈ, કોંગ્રેસના ઉમેદવારના પતિ સહિત 4 સામે ગુનો દાખલ

મહેસાણામાં ભાજપ કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા કેસમાં ફરિયાદ દાખલ કરાઈ છે. કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિત 4 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. પાલિકા ચૂંટણીની અદાવતમાં યુવકની ઘાતકી હત્યા કરાયાનો આરોપ છ. માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા જતા માર્ગ પર બબાલ થઈ હતી. પહેલા બોલાચાલી કરી આરોપીઓએ ઘાતક હુમલો કર્યો હતો. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. હુમલો સુનિયોજિત કાવતરૂ હતુ કે કેમ તે દિશામાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે.

સમગ્ર ઘટના ક્રમ પર નજર કરીએ તો વોર્ડ નં-4માં ભાજપમાંથી મહેન્દ્ર ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી લીલાબેન ચૌધરી ચૂંટણી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યા મુજબ માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા જતા માર્ગ પર રાત્રે 12.40 કલાકે બબાલ સર્જાઈ હતી. ભોગ બનનારના કેટલાં સંબંધીઓને લીલા ચૌધરીના પતિ સહિત અન્ય કેટલાંક શખ્સોએ આંતરીને બબાલ કરી હતી. જે બાદ નજીકમાં રહેલ ભાજપ ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીનો ભાણો મિત્રો સાથે ત્યાં પહોંચ્યો હતો. ત્યારે આરોપીઓએ તેના પર પણ હુમલો કરી દીધો હતો. સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિ પણ ઘાયલ હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલે લીલા ચૌધરીના પતિ ભરત ચૌધરી સહિત ધવલ ચૌધરી, મયુર ચૌધરી અને યશ નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ બોલાચાલી બાદ વાત વણસ્યાનું સામે આવ્યું છે. છતાં આશંકા છે કે કોઈ ષડયંત્ર રચીને જ આ હત્યાને અંજામ આપ્યો હોઈ શકે.

ઘટનાને પગલે રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ અલગ-અલગ ટીમ બનાવીને… આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે.

બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે યુવકની હત્યાને ‘પોલિટિકલ હત્યા’ ગણાવી અને ઘટનાને મહેસાણા તેમજ સમગ્ર ગુજરાત માટે ખૂબ કલંકિત કહી. કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી હતાશામાં કોંગ્રેસે આયોજનપૂર્વક ઘેરીને 21 વર્ષીય યુવાનનો જીવ લીધો હોવાનો આક્ષેપ કર્યો. સાથે હત્યા મુદ્દે મૌન કોંગ્રેસના નેતાઓ પર પણ સવાલ ઉઠાવ્યા.

Input Credit- Manish Mistri- Mehsana

ગીરના રતાંગ ગામમાં બાળકીની પાછળ પડ્યો સિંહ, માંડ-માંડ બચ્યો જીવ – જુઓ Video

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: બેંગલુરુમાં ચાલ્યો કોહલીનો જાદુ,  205 રન બનાવવા છતાં હાર્યું ગુજરાત

IPL 2026 ની 34મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા, ટાઇટન્સને 205 રન બનાવ્યા, પરંતુ RCB એ વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલની શાનદાર અડધી સદીને મદદથી આ લક્ષ્ય હાંસલ કર્યું. બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 81 રન બનાવ્યા. તેણે 44 બોલનો સામનો કર્યો અને 4 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા. દેવદત્ત પડિકલે 27 બોલમાં 55 રન બનાવ્યા. આ જીત સાથે, RCB પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે રાજસ્થાન રોયલ્સને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગયું છે.

વિરાટ-પડિક્કલની આક્રમક બેટિંગ

206 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી. સિઝનની પોતાની પહેલી મેચ રમી રહેલા જેકબ બેથેલને સિરાજે 14 રન બનાવીને આઉટ કર્યો. મોટી વાત એ છે કે વિરાટ કોહલીને મેચના પહેલા જ બોલ પર જીવનદાન મળ્યું હતું. સિરાજની બોલિંગમાં સુંદરે કોહલીનો એક સરળ કેચ છોડ્યો હતો. વિરાટને જીવનદાન મળતાની સાથે જ ગુજરાત મુશ્કેલીમાં મુકાઈ ગયું. વિરાટ કોહલીએ પડિકલ સાથે મળીને ગુજરાતના બોલરો સામે આક્રમક બેટિંગ કરી. બંનેએ માત્ર 26 બોલમાં અડધી સદીની ભાગીદારી કરી, જેનાથી RCBનો સ્કોર નવ ઓવરમાં 100 રનથી વધુ થઈ ગયો.

વિરાટ કોહલી સદી ચૂકી ગયો

પડિકલે છ છગ્ગા મારીને 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જ્યારે વિરાટ કોહલીએ 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. બંને બેટ્સમેનોએ 47 બોલમાં સદીની ભાગીદારી નોંધાવીને ગુજરાતને મેચમાંથી બહાર કરી દીધું. જોકે, વિરાટ કોહલી 81 રન બનાવી આઉટ થયો અને સદી ચૂકી ગયો. જેસન હોલ્ડરના બોલ પર કોહલી બોલ્ડ થયો હતો.

સાઈ સુદર્શનની સદી વ્યર્થ ગઈ

ગુજરાત ટાઇટન્સ માટે સાઈ સુદર્શને શાનદાર સદી ફટકારી. તેણે 58 બોલમાં 100 રન પૂરા કર્યા. ડાબા હાથના બેટ્સમેને તેની ત્રીજી IPL સદી ફટકારી અને સૌથી ઓછી ઇનિંગ્સમાં 2000 IPL રન પૂરા કરનાર ખેલાડી પણ બન્યો. જોકે, તેની ઇનિંગ નિષ્ફળ ગઈ. અંતે, RCBનો વિજય થયો.

Breaking News: દિલ્હી કેપિટલ્સના પ્રેક્ટિસ કેમ્પમાં મોટો અકસ્માત, બેટ્સમેનનો શોટ બોલરના ચહેરા પર વાગ્યો, ખેલાડી હોસ્પિટલમાં સારવાર હેઠળ

Breaking News: દિલ્હી કેપિટલ્સના પ્રેક્ટિસ કેમ્પમાં મોટો અકસ્માત, બેટ્સમેનનો શોટ બોલરના ચહેરા પર વાગ્યો, ખેલાડી હોસ્પિટલમાં સારવાર હેઠળ

દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પહેલા દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં એક મોટો અકસ્માત થયો. શુક્રવારે દિલ્હી કેપિટલ્સના પ્રેક્ટિસ સેશન દરમિયાન એક બોલર ઘાયલ થયો હતો. બોલરને ચહેરા પર ઈજા થઈ હતી. તે દિલ્હીનો નેટ બોલર હતો અને બેટ્સમેનના શોટથી તેના ચહેરા પર ઈજા થઈ હતી. બોલ બોલરને વાગતા જ ગભરાટ ફેલાઈ ગયો હતો અને તાત્કાલિક મેદાનમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ખેલાડીની ઈજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ખેલાડીના મોઢામાંથી લોહી નીકળ્યું

દિલ્હી કેપિટલ્સના આ ખેલાડી લોહીથી લથપથ જોવા મળ્યો હતો. તેને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પંજાબ કિંગ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ તેને મળ્યો હતો. પોન્ટિંગે ખેલાડીને ખાતરી આપી હતી કે બધું સારું થઈ જશે. આ ખેલાડી કોણ છે તે જાણી શકાયું નથી, પરંતુ હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 

દિલ્હી અને પંજાબ વચ્ચે મુકાબલો

IPLના 35મા મુકાબલામાં દિલ્હી અને પંજાબ એકબીજા સામે ટકરાશે. આ મેચ દિલ્હી માટે સરળ નહીં હોય કારણ કે પંજાબ જોરદાર ફોર્મમાં છે. પંજાબે છમાંથી પાંચ મેચ જીતી છે અને એક મેચ રદ થઈ હતી, જેના પછી તે 11 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. દિલ્હીની વાત કરીએ તો, આ ટીમે છમાંથી ત્રણ મેચ જીતી છે અને ત્રણ હારી છે. દિલ્હીની ટીમ છઠ્ઠા સ્થાને છે. છેલ્લી મેચમાં દિલ્હીની બેટિંગ નિષ્ફળતાએ ચિંતા વધારી છે, જોકે ટીમના ખેલાડી ટ્રિસ્ટન સ્ટબ્સે ગજબ સમજૂતી આપી હતી.

 

દિલ્હીનીખરાબ બેટિંગ પર સ્ટબ્સનો જવાબ

દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સે તેની ટીમની બેટિંગ અંગેની ચિંતાઓનો જવાબ આપતા કહ્યું કે “અમારું પ્રદર્શન નબળું લાગે છે કારણ કે અમે દરેક મેચમાં લક્ષ્યોનો પીછો કરી રહ્યા છીએ. છેલ્લી મેચમાં, અમે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને અમારી બેટિંગ ખૂબ સારી નહોતી. છતાં, અમે 190 થી વધુ રન બનાવવામાં સફળ રહ્યા.”

Breaking News: ત્રણ સિઝન, ત્રણ સેન્ચુરી… સાઈ સુદર્શને RCB સામે ફટકારી શાનદાર સદી, નોંધાવી સ્પેશિયલ હેટ્રિક

Breaking News: ત્રણ સિઝન, ત્રણ સેન્ચુરી… સાઈ સુદર્શને RCB સામે ફટકારી શાનદાર સદી, નોંધાવી સ્પેશિયલ હેટ્રિક

ગુજરાત ટાઈટન્સના ઓપનર સાઈ સુદર્શને RCB સામે શાનદાર સદી ફટકારી હતી. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જોરદાર બેટિંગ કરતા સુદર્શને 57 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ સાઈ સુદર્શનની ત્રીજી IPL સદી હતી. સાઈ સુદર્શને 58 બોલમાં 100 રન બનાવ્યા. પોતાની સદી દરમિયાન સાઈ સુદર્શને સૌથી ઓછી ઇનિંગ્સમાં 2000 IPL રન પણ પૂરા કર્યા. સાઈ સુદર્શને માત્ર 47 ઇનિંગ્સમાં ત્રણ સદી ફટકારી છે અને સદીની હેટ્રિક પણ નોંધાવી હતી.

સાઈએ સદીઓની હેટ્રિક લગાવી

સાઈ સુદર્શને સદીઓની હેટ્રિક ફટકારી છે. આ સતત ત્રીજી સિઝન છે જેમાં તેણે ઓછામાં ઓછી એક સદી ફટકારી છે. સાઈ સુદર્શને IPL 2024 માં તેની પહેલી સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે IPL 2025 માં બીજી સદી ફટકારી. હવે IPL 2026 માં સાઈ સુદર્શને ત્રીજી સદી ફટકારી છે.

 

57 બોલમાં સદી ફટકારી

સાઈ સુદર્શને RCBની મજબૂત બોલિંગ લાઇનઅપનો મજબૂત રીતે સામનો કર્યો. તેણે ક્રીઝ પર આવતાની સાથે જ ભુવનેશ્વર કુમાર અને હેઝલવુડ સામે આક્રમક બેટિંગ કરી. સાઈ સુદર્શને કેપ્ટન ગિલ સાથે મળીને 33 બોલમાં અડધી સદીની ભાગીદારી કરી. સુદર્શને પોતે 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. સુદર્શને બે છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી. ત્યારબાદ સુદર્શને ગિલ સાથે 59 બોલમાં સદીની ભાગીદારી કરી અને સુદર્શને માત્ર 57 બોલમાં પોતાની સદી પૂરી કરી.

 

સાંઈ સુદર્શનનો શાનદાર રેકોર્ડ

પોતાની સદી દરમિયાન સાઈ સુદર્શને સૌથી ઓછી ઇનિંગ્સમાં 2000 IPL રન પૂરા કરવાનો રેકોર્ડ પણ તોડ્યો. સુદર્શને માત્ર 47 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા અને ક્રિસ ગેલના 48 ઇનિંગ્સના રેકોર્ડને તોડી નાખ્યો. સાઈ સુદર્શને 47 IPL ઇનિંગ્સમાં 47.16 ની બેટિંગ એવરેજ સાથે 2028 રન બનાવ્યા છે. તેણે IPLમાં 3 સદી અને 13 અડધી સદી ફટકારી છે.

Breaking News: સાઈ સુદર્શને ક્રુણાલ પંડ્યાના બાઉન્સર પર એક હાથે ફટકાર્યો છગ્ગો, ક્રિસ ગેલનો મોટો રેકોર્ડ તોડ્યો

Breaking News: સાઈ સુદર્શને ક્રુણાલ પંડ્યાના બાઉન્સર પર એક હાથે ફટકાર્યો છગ્ગો, ક્રિસ ગેલનો મોટો રેકોર્ડ તોડ્યો

ગુજરાત ટાઈટન્સનો બેટ્સમેન સાઈ સુદર્શન અગાઉની મેચોમાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB સામે તેણે કમાલ પ્રદર્શન કર્યું. સાઈ સુદર્શને RCBના બોલરોને ધોઈ નાખ્યા અને શાનદાર અડધી સદી ફટકારી. આ ખેલાડીએ ક્રિસ ગેલનો મોટો રેકોર્ડ પણ તોડ્યો. પોતાની ઇનિંગ દરમિયાન સાઈ સુદર્શને કૃણાલ પંડ્યાના બોલ પર એક હાથે છગ્ગો પણ ફટકાર્યો.

પાવરપ્લેમાં સાઈ સુદર્શનની ફટકાબાજી

RCBના બોલરો પર સુદર્શનનું ચક્ર જોરદાર ચાલ્યું હતું. સાઈ સુદર્શને ઇનિંગની શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે પહેલા બોલર જોશ હેઝલવુડનો સામનો કર્યો. ગુજરાત ટાઈટન્સના પાવરપ્લેમાં સાઈ સુદર્શન જ ચવાયેલો રહ્યો, તે પાવરપ્લેની 36 માંથી 29 બોલ રમ્યો અને 46 રન બનાવ્યા.

 

કૃણાલ પંડ્યાના બાઉન્સર પર એક હાથે છગ્ગો

પછી, સાઈ સુદર્શને નવમી ઓવરમાં કૃણાલ પંડ્યાના બાઉન્સર પર કમાલ શોટ માર્યો. આ સિઝનમાં સ્પિનર ​​કૃણાલ પંડ્યા તેના બાઉન્સરથી બેટ્સમેનોને પરેશાન કરી રહ્યો છે, અને તેણે સાઈ સુદર્શન સામે પણ આવું જ કર્યું હતું, પરંતુ ગુજરાતના બેટ્સમેને એક અદભુત સિક્સર ફટકારી. સુદર્શને કૃણાલના બાઉન્સર પર એક હાથે અપર કટ શોટ માર્યો. સ્પિનરના અપર કટ પર સિક્સર બહુ ઓછા લોકોએ ફટકારી છે.

સાઈ સુદર્શને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો

સાઈ સુદર્શને પોતાની ઇનિંગ દરમિયાન ક્રિસ ગેલનો રેકોર્ડ પણ તોડ્યો હતો. તે સૌથી ઓછી ઇનિંગમાં IPLમાં 2,000 રન પૂરા કરનાર ખેલાડી બન્યો છે. તેણે 47 ઇનિંગમાં 2,000 IPL રન પૂરા કર્યા છે. ગેલે 48 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.

Breaking News: સાત મેચમાં બે જીત અને પાંચ હાર, હવે મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં કેવી રીતે પહોંચશે? જાણો સમીકરણ

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કુલ 13 ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા, અમ્પાયરના નિર્ણયથી હોબાળો મચી ગયો

IPL 2026 ની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. મુંબઈ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમ્યું હતું, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ દરમિયાન એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના બની જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કુલ 13 ખેલાડીઓ મેદાન પર રમતા જોવા મળ્યા. આનું એક મહત્વનું કારણ હતું. જોકે, અમ્પાયરના 13મા ખેલાડીને પરવાનગી આપવાથી પણ મોટો હોબાળો થયો હતો.

MI એ 13 ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા

સામાન્ય રીતે T20 મેચમાં ટીમ પ્લેઈંગ ઈલેવન ઉપરાંત ફક્ત ઈમ્પેક્ટ ખેલાડીઓનો ઉપયોગ કરે છે, જેનાથી કુલ 12 ખેલાડીઓ બને છે. જોકે, આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને કન્કશન સબસ્ટિટ્યુટનો પણ આશરો લેવો પડ્યો હતો, જેના પરિણામે 13 ખેલાડીઓ મેચમાં ભાગ લીધો હતો.

 

શાર્દુલ કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે MI માં રમ્યો

ન્યુઝીલેન્ડના સ્પિનર ​​મિશેલ સેન્ટનરને મેચ દરમિયાન ઈજા થઈ હતી. પ્રથમ ઇનિંગની 17મી ઓવરમાં કાર્તિક શર્માનો કેચ લેતી વખતે સેન્ટનરને ખભામાં ઈજા થઈ હતી. તે તેના ખભાને પકડીને ચાલતો જોવા મળ્યો હતો. ત્યાં સુધીમાં, તેણે ચાર ઓવર પૂરી કરી હતી, 44 રન આપીને એક વિકેટ લીધી હતી. નિયમો મુજબ, મુંબઈ ઈન્ડિયન્સે શાર્દુલ ઠાકુરને કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે ટીમમાં સામેલ કર્યો હતો.

MI ને કેમ મળ્યો કન્કશન સબ?

મેચ દરમિયાન જ્યારે કોઈ ખેલાડીને માથા કે ગરદનમાં ઈજા થાય છે ત્યારે કન્કશન સબસ્ટિટ્યુટનો નિયમ લાગુ પડે છે. અમ્પાયરના આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો, કેટલાક ચાહકોએ તેને ખોટો નિર્ણય ગણાવ્યો હતો. શરૂઆતમાં, ખભામાં ઈજા થવાની શંકા હતી, પરંતુ રિપ્લેમાં માથામાં ઈજાની પુષ્ટિ થઈ હતી, જેના કારણે મુંબઈને રિપ્લેસમેન્ટ ખેલાડીનો ઉપયોગ કરવાની મંજૂરી મળી હતી.

 

એક ઈમ્પેક્ટ પ્લેયર, એક કન્કશન સબ

મુંબઈ ઈન્ડિયન્સે મેચમાં પહેલાથી જ ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કર્યો હતો. તેમણે અલ્લાહ ગઝનફરની જગ્યાએ દાનિશ માલેવરને ટીમમાં સામેલ કર્યો હતો. આ બે ફેરફારો (એક ઈમ્પેક્ટ પ્લેયર અને એક કન્કશન સબ) ના પરિણામે મુંબઈની ટીમમાંથી કુલ 13 ખેલાડીઓ મેચ રમવા મેદાનમાં આવ્યા. IPLમાં આ પ્રકારનો નિર્ણય ભાગ્યે જ જોવા મળે છે, તેથી જ મુંબઈના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું.

Breaking News: સંજુની સદી બાદ નૂર-અકીલના સ્પિનનો જાદુ, ચેન્નાઈએ મુંબઈને 103 રનથી હરાવ્યું

Breaking News: સંજુની સદી બાદ નૂર-અકીલના સ્પિનનો જાદુ, ચેન્નાઈએ મુંબઈને 103 રનથી હરાવ્યું

IPL 2026 ના 33મા મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સને મોટા અંતરથી હરાવ્યું. મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ ચેન્નાઈની વિસ્ફોટક બેટિંગ અને પછી શાનદાર બોલિંગે મુંબઈનેને સંપૂર્ણપણે ચકનાચૂર કરી દીધું. CSK એ 20 ઓવરમાં 207 રનનો મજબૂત સ્કોર બનાવ્યો અને મુંબઈને 19 ઓવરમાં માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ સાથે, ચેન્નાઈએ 103 રનથી જીત મેળવી. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની આ ત્રીજી જીત છે.

સંજુ સેમસનની વિસ્ફોટક સદી

ચેન્નાઈની ઇનિંગનો હીરો સંજુ સેમસન હતો. તેણે માત્ર 54 બોલમાં અણનમ 101 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 187 થી વધુ હતો. સંજુએ શાનદાર શોટ્સ રમ્યા અને મુંબઈના બોલરોને ધોઈ નાખ્યા. ઋતુરાજ ગાયકવાડે 22 રન, ડેવાલ્ડ બ્રેવિસે 21 રન અને કાર્તિક શર્માએ 18 રન બનાવ્યા. ટીમે પાવરપ્લેમાં ઝડપી શરૂઆત કરી અને વચ્ચેની ઓવરોમાં રન રેટ જાળવી રાખ્યો, જેના કારણે CSK 207 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું.

 

મુંબઈની ખરાબ બેટિંગ

આ મોટા લક્ષ્યના જવાબમાં, મુંબઈની શરૂઆત ખરાબ રહી. પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. તિલક વર્માએ 37 રન અને સૂર્યકુમાર યાદવે 35 રન બનાવ્યા, પરંતુ બંને સિવાય કોઈ પણ બેટ્સમેન ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં. પરિણામે, ટીમ 19 ઓવરમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

 

હુસૈન –અહેમદની જોરદાર બોલિંગ

ચેન્નાઈની બોલિંગમાં અકીલ હુસૈન અને નૂર અહેમદનો દબદબો રહ્યો. હુસૈને ચાર ઓવરમાં માત્ર 17 રન આપીને ચાર વિકેટ લીધી. તેના ઘાતક સ્પિનથી મુંબઈની બેટિંગ સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ. નૂર અહેમદે પણ બે વિકેટ લીધી. મુકેશ ચૌધરી, અંશુલ કંબોજ, જેમી ઓવરટન અને ગુર્જપનીત સિંહે એક-એક વિકેટ લીધી.

Breaking News: પાકિસ્તાની મૂળના ખેલાડીની IPL 2026 માં એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સનો ચોંકાવનારો નિર્ણય

Breaking News: પાકિસ્તાની મૂળના ખેલાડીની IPL 2026 માં એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સનો ચોંકાવનારો નિર્ણય

દિલ્હી કેપિટલ્સે IPL 2026 માં મોટો ફેરફાર જોયો છે. ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સે યુવા ઈંગ્લિશ લેગ-સ્પિનર ​​રેહાન અહેમદને તેના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યો છે. રેહાનને ₹75 લાખમાં સાઇન કરવામાં આવ્યો છે.

બેન ડકેટના રિપ્લેસમેન્ટની જાહેરાત

તમને જણાવી દઈએ કે, બેન ડકેટને ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી IPL હરાજીમાં દિલ્હી કેપિટલ્સે ₹2 કરોડમાં ખરીદ્યો હતો. IPLમાં આ તેની પહેલી તક હતી. જોકે, તેણે તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અને તેના ટેસ્ટ ફોર્મમાં સુધારો કરવા માટે IPLમાં ન રમવાનો નિર્ણય લીધો. છેલ્લી ઘડીએ તેની ખસી જવાને કારણે, BCCIએ તેને IPLમાંથી બે વર્ષ માટે પ્રતિબંધિત પણ કરી દીધો છે.

રેહાન અહેમદ દિલ્હીની ટીમમાં સામેલ

21 વર્ષીય રેહાન અહેમદ એક જમણા હાથનો લેગ સ્પિનર ​​છે જેણે ઈંગ્લેન્ડની નેશનલ ટીમ માટે પાંચ ટેસ્ટ, નવ વનડે અને 13 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે અત્યાર સુધીમાં 49 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. તે બોલિંગ ઓલરાઉન્ડર તરીકે જાણીતો છે, લેગ-બ્રેક બોલિંગમાં ઉત્કૃષ્ટ છે અને ઉપયોગી બેટિંગ પણ કરે છે. રેહાન અહેમદનો પાકિસ્તાન સાથે પણ ખાસ સંબંધ છે.

 

View this post on Instagram

 

A post shared by Delhi Capitals (@delhicapitals)

 

IPLમાં પાકિસ્તાની મૂળના ખેલાડીની એન્ટ્રી

રેહાનનો જન્મ ઈંગ્લેન્ડના નોટિંગહામમાં થયો હતો, પરંતુ તેનો પરિવાર પાકિસ્તાની મૂળનો છે. તેના પિતા, નઈમ અહેમદનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. નઈમ પોતે ભૂતપૂર્વ ક્રિકેટર હતા. જોકે, વધુ સારા જીવનની શોધમાં તેઓ 2001 માં ઈંગ્લેન્ડ ગયા અને ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આજે, તેમનો આખો પરિવાર ઈંગ્લેન્ડમાં સ્થાયી થયો છે.

 

 18 વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ માટે ડેબ્યૂ કર્યું

રેહાને 2022 માં માત્ર 18 વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, જેના કારણે તે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડનો સૌથી યુવા ડેબ્યુ કરનાર ખેલાડી બન્યો હતો. તેણે પાકિસ્તાન સામે પોતાની ડેબ્યુ મેચ રમી હતી.

Breaking News: વાનખેડેમાં મુંબઈ સામે સંજુ સેમસનની આતશબાજી, ફટકારી સિઝનની બીજી સદી

Breaking News: વાનખેડેમાં મુંબઈ સામે સંજુ સેમસનની આતશબાજી, ફટકારી સિઝનની બીજી સદી

ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન સંજુ સેમસને IPL 2026 માં વધુ એક વિસ્ફોટક ઇનિંગ રમી. તેણે સિઝનની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર સદી ફટકારી. આ સંજુ સેમસનની ચાર મેચમાં બીજી સદી છે. આ પહેલા તેણે દિલ્હી કેપિટલ્સ સામે સદી ફટકારી હતી. વાનખેડે સ્ટેડિયમમાં, તેણે ધમાકેદાર પ્રદર્શન કરતા મુંબઈના બોલરોને ધોઈ નાખ્યા.

સંજુ સેમસને સિઝનની બીજી સદી ફટકારી

સંજુ સેમસનની આ સિઝનની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ હવે તેણે જોરદાર વાપસી કરી છે. ફરી એકવાર, તેણે પોતાની વિસ્ફોટક બેટિંગ કુશળતા દર્શાવી. વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામેની તેની ધમાકેદાર ઇનિંગમાં, તેણે માત્ર 54 બોલમાં અણનમ 101 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે, તેનો સ્ટ્રાઇક રેટ 187.03 રહ્યો છે. ખાસ વાત એ છે કે તેણે ઈનિંગના છેલ્લા બોલ પર એક ચોગ્ગા સાથે પોતાની સદી પૂર્ણ કરી.

 

ચેન્નાઈ માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન

સંજુ સેમસનની ઇનિંગ્સ રેકોર્ડથી ભરેલી હતી. આ સદી સાથે, સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ સદીઓ ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. તેના સિવાય, ફક્ત ઋતુરાજ ગાયકવાડ, મુરલી વિજય અને શેન વોટસને જ CSK માટે બે સદી ફટકારી છે. જોકે, ઇનિંગ્સની દ્રષ્ટિએ તે ચાર્ટમાં આગળ છે.

 

ખાસ યાદીમાં સંજુની એન્ટ્રી

આ સંજુ સેમસનની IPL કારકિર્દીની પાંચમી સદી છે. આ સાથે, તે IPLમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સંયુક્ત ચોથા સ્થાને પહોંચી ગયો છે. IPL ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે વિરાટ કોહલી ટોપ પર છે. તેણે 8 સદી ફટકારી છે. બીજા ક્રમે 7 સદી સાથે જોસ બટલર અને ત્રીજા ક્રમે 6 સદી સાથે ક્રિસ ગેલ છે. કેએલ રાહુલ અને સંજુ સેમસન પાંચ સદી સાથે ચોથા ક્રમે છે.

 

CSKએ બોર્ડ પર મોટો સ્કોર બનાવ્યો

સંજુ સેમસનની ઇનિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 207 રનનો સ્કોર બનાવ્યો. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પણ 22 રન બનાવ્યા, જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 21 રન અને કાર્તિક શર્માએ 18 રનનું યોગદાન આપ્યું.

Breaking News: સંજુ સેમસને હાર્દિક પંડ્યાની બોલિંગ કરી બરબાદ, 12 બોલમાં કરી જોરદાર ફટકાબાજી

મુંબઈ ઈન્ડિયન્સ સામે CSKના ખેલાડીઓએ કેમ બાંધી કાળી પટ્ટી? – ટીમે આવુ કરીને કોના માટે વ્યક્ત કર્યો શોક વાંચો

 

વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલી રહેલી એલ ક્લાસિકો મેચમાં, ચેન્નાઈના ખેલાડીઓ એક ભાવુક કારણથી હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા છે. ટોસ અને પ્લેઈંગ ઈલેવન સંબંધિત મુખ્ય અપડેટ્સ ઉપરાંત, આ મેચ દરમિયાન શોકનું મોજું પણ જોવા મળી રહ્યુ છે.

CSK ના ખેલાડીએ કેમ બાંધી કાળી પટ્ટી?

ગુરુવારે વાનખેડે ખાતે, ચેન્નાઈ સુપર કિંગ્સના બધા ખેલાડીઓ તેમના હાથમાં હાથે કાળી પટ્ટી બાંધીને રમી રહ્યા છે. ખેલાડીઓએ આ રીતે ચેન્નાઈના ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીની માતાને શ્રદ્ધાંજલિ આપી છે. જેનું મંગળવારે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. મેચ પહેલા, CSK મેનેજમેન્ટે એક નિવેદન બહાર પાડીને કહ્યું, “CSK પરિવાર મુકેશ ચૌધરીની માતાના અવસાન પર શોક વ્યક્ત કરે છે. આ મુશ્કેલ સમયમાં, અમે મુકેશ અને તેના પરિવાર સાથે ઉભા છીએ, અને અમારી પ્રાર્થનાઓ તેમની સાથે છે.”

‘એલ ક્લાસિકો’માંથી રોહિત અને ધોની બંને બહાર

મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચ એક દુર્લભ ઐતિહાસિક સંયોગ જોવા મળી રહ્યો છે. IPLના બે સૌથી મોટા આઇકોન રોહિત શર્મા અને એમએસ ધોની પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો નથી. રોહિત શર્મા હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે સતત ત્રીજી મેચ થી બહાર છે. જ્યારે થાલા, એમએસ ધોની ની રાહ વધુ લંબાઈ છે; પગના સ્નાયુઓના ખેંચાણને કારણે, ધોનીને સિઝનની તેની પહેલી મેચ રમવા માટે ફિટ ન હતો.

 

ધોનીની વાપસીમાં વિલંબ: 25 દિવસ પછી પણ મેદાનથી દૂર

44 વર્ષીય એમએસ ધોની અંગે, શરૂઆતની આશાઓ સૂચવે છે કે તે ફક્ત પહેલા બે અઠવાડિયા માટે જ બહાર રહેશે; જોકે, તેની રિકવરી પ્રક્રિયામાં હવે 25 દિવસ વીતી ગયા છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ હાલમાં પોઈન્ટ ટેબલ પર 8મા સ્થાને સંઘર્ષ કરી રહી છે, અને ટીમને તેના સૌથી અનુભવી ખેલાડીની ખોટ સાલતી રહી છે. ધોનીએ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો હોવા છતાં, મેનેજમેન્ટ, તેની સાથે કોઈ જોખમ લેવા તૈયાર ન હોવાથી, તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ નથી કર્યો.

Breaking News: રાજસ્થાન રોયલ્સે દમદાર બોલિંગના દમ પર લખનૌ સુપરજાયન્ટ્સને 40 રનથી હરાવ્યું

IPL 2026 માં લખનૌ સુપરજાયન્ટ્સનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. તેઓ રાજસ્થાન રોયલ્સ સામે 160 રનના લક્ષ્યાંકને પણ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા. લખનૌ 18 ઓવરમાં ફક્ત 119 રન જ બનાવી શક્યું. 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લેનાર જોફ્રા આર્ચરે રાજસ્થાનની જીતનો હીરો બન્યો. તેની દમદાર બોલિંગને કારણે લખનૌ સુપરજાયન્ટ્સને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો. દરમિયાન, રાજસ્થાને પોતાની પાંચમી મેચ જીતી અને હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. દરમિયાન, લખનૌ નવમા ક્રમે ફેંકાયું છે.

વૈભવ-યશસ્વી-ધ્રુવ ફ્લોપ

રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી. યશસ્વી જયસ્વાલે 12 બોલમાં ૨22૨ રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ 11 બોલમાં માત્ર 8 રન બનાવ્યા. વિકેટકીપર ધ્રુવ જુરેલ પહેલા જ બોલ પર આઉટ થયો. કેપ્ટન પરાગે પણ 19 બોલમાં 20 રન બનાવ્યા. પરંતુ છઠ્ઠા નંબરે બેટિંગ કરી કરવા આવેલા રવિન્દ્ર જાડેજાએ 29 બોલમાં અણનમ 43 રન બનાવીને રાજસ્થાનને લડાયક સ્કોર આપ્યો.

પંત-બદોની-માર્કરામ o પર આઉટ

લખનૌને ફક્ત 160 રનની જરૂર હતી, પરંતુ તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. તેમણે પ્રથમ ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. પહેલા આયુષ બદોની 0 રન બનાવીને રન આઉટ થયો. કેપ્ટન પંત o રન બનાવીને આઉટ થયો, અને એડન માર્કરામ પણ રન બનાવવામાં નિષ્ફળ ગયો. ત્યારબાદ નિકોલસ પૂરને 22 રનનું યોગદાન આપ્યું. લખનૌ માટે ઓપનર મિશેલ માર્શે 55 રન બનાવ્યા, પરંતુ તેના આઉટ થવાથી લખનૌની જીતની આશા ખતમ થઈ ગઈ.

રાજસ્થાનના બોલરોનું શાનદાર પ્રદર્શન

રાજસ્થાનના પાંચેય બોલરોએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. જોફ્રા આર્ચરે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી. નાંદ્રે બર્ગરે 27 રન આપીને 2 વિકેટ લીધી. બ્રિજેશ શર્માએ 18 રન આપીને 2 વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજા અને બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી.

પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન બીજા સ્થાને

IPL 2026 પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સે બીજા સ્થાને પહોંચી મોટી છલાંગ લગાવી છે. રાજસ્થાને સાત મેચમાં 10 પોઈન્ટ મેળવ્યા છે. પંજાબ કિંગ્સે છ મેચમાંથી પાંચ જીતીને પ્રથમ સ્થાને છે. RCB છ મેચમાં આઠ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સાત મેચમાંથી આઠ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

Breaking News: IPL 2026માં ત્રીજીવાર રિષભ પંત થયો ઈજાગ્રસ્ત, બોલ સીધો તેના નાક પર વાગ્યો, જાણો કેવી રીતે થયો અકસ્માત

Breaking News: IPL 2026માં ત્રીજીવાર રિષભ પંત થયો ઈજાગ્રસ્ત, બોલ સીધો તેના નાક પર વાગ્યો, જાણો કેવી રીતે થયો અકસ્માત

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતનો સમય કદાચ સારો નથી ચાલી રહ્યો. એક તરફ તેની ટીમ લખનૌ IPLમાં નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે અને બીજી તરફ તે સતત ઈજાગ્રસ્ત થઈ રહ્યો છે. RCB સામે ઈજાગ્રસ્ત થયા બાદ રિટાયર્ડ હર્ટ થયેલા પંતને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં પણ ઈજા થઈ હતી.

બોલ પંતના નાકમાં વાગ્યો

પંતને વિકેટકીપિંગ કરતી વખતે આ ઈજા થઈ હતી. રાજસ્થાનની ઇનિંગ્સની 11મી ઓવરમાં, એક ફિલ્ડરે ચોથા બોલ પર બોલ ફેંક્યો અને તે સીધો પંતના નાકમાં વાગ્યો. વાસ્તવમાં, થ્રો અચાનક પીચ પરથી ઉછળીને પંતના નાકમાં વાગ્યો. જેનાથી પંતને સ્વસ્થ બચવાની તક પણ મળી નહીં.

મેચ તાત્કાલિક રોકવી પડી

પંતને બોલ વાગતાની સાથે જ મેચ તાત્કાલિક રોકવી પડી. લખનૌ સુપર જાયન્ટ્સના ફિઝિયોએ આવીને પંતની તપાસ કરી. બોલ પંતના નાક પર વાગ્યો, પરંતુ સદનસીબે, તેને ગંભીર ઈજા થઈ ન હતી. જોકે, જો બોલ સહેજ પણ વિરુદ્ધ દિશામાં વાગ્યો હોત, તો તેની આંખમાં ઈજા થઈ શકી હોત. એકંદરે, પંત ખૂબ નસીબદાર હતો.

 

IPL 2026માં ત્રીજીવાર પંત થયો ઈજાગ્રસ્ત

IPL 2026 માં રિષભ પંતની આ ત્રીજી ઈજા છે. અગાઉ RCB સામે ડાબા હાથમાં કોણીમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને રીટાયર્ડ હર્ટ થવાની ફરજ પડી હતી. ત્યારબાદ પંજાબ કિંગ્સ સામે તેના જમણા હાથમાં ઈજા થઈ હતી, અને હવે તેને નાકમાં ઈજા થઈ છે.

પંતે શાનદાર કેચ પકડ્યો

રાજસ્થાન સામે રિષભ પંતે શાનદાર કેચ પણ પકડ્યા હતા. યશસ્વી જયસ્વાલે શમીના બાઉન્સર પર પુલ શોટ રમ્યો. બોલ જયસ્વાલના ગ્લોવ્ઝ પર વાગ્યો અને પંતે શાનદાર કેચ પકડવા માટે કૂદકો માર્યો. જોકે, 15મી ઓવરના પાંચમા બોલ પર પંતની ભૂલને કારણે લખનૌને વિકેટ ના મળી. 15મી ઓવરમાં ફરેરાને રન આઉટ કરવાની તક મળી, પરંતુ પંતે બોલ પકડતા પહેલા જ બેલ્સ ઉડાવી દીધા, જેનાથી રાજસ્થાનના બેટ્સમેનને જીવનદાન મળ્યું.

Breaking News: દુનિયાનો સૌથી ખતરનાક ફિનિશર કોણ છે? ધોનીથી આગળ છે કોઈ ખેલાડી?

Breaking News: વૈભવ સૂર્યવંશીનો કમાલ, IPLમાં સૌથી ઝડપી 500 રન બનાવનાર ખેલાડી બન્યો, દિગ્ગજોને પાછળ છોડ્યા

Breaking News : પંજાબ કિંગ્સને મોટો ઝટકો, સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અચાનક ભારત છોડી ગયો, આ છે કારણ

ગજબ કહેવાય, વડોદરામાં ગલુડીયાની ચોરી ! કોથળામાં ભરીને મહિલાઓ કારમાં ભાગી, વીડિયો વાયરલ

વડોદરા શહેરમાં પશુઓ સાથે ક્રૂરતા દાખવતો એક ચોંકાવનારો ગજબનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરમાં ત્રણ ગલુડિયાઓને મોટા કોથળામાં ભરીને કારમાં લઈ જતી કેટલીક મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયા પરખૂબ જ વાયરલ થયો છે, જેના પગલે પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણી મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ફરિયાદ અમદાવાદ સ્થિત એક એનિમલ વેલફેર એનજીઓ ચલાવતા અને ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યરત એક લેક્ચરરે નોંધાવી છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, મહિલા ગલુડિયાઓને કોથળામાં મૂકી કારમાં લઈ જઈ રહ્યા છે, જે પ્રાણી ક્રૂરતાનો ગંભીર કેસ ગણાઈ શકે છે.

પોલીસે જણાવ્યું છે કે, વાયરલ થયેલા વીડિયાના આધારે, ગુલડીયાની ચોરીની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. કોથળામાં ગલુડિયાઓને લઈ જતી મહિલાઓ કોણ છે તેની ઓળખ મેળવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. સાથે જ કારના ડ્રાઈવર અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

સ્થાનિક પ્રાણી પ્રેમી સંગઠનો દ્વારા, ગલુડીયાઓ પ્રત્યે ક્રુરતા આચરનાર મહિલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. પોલીસે, પશુ પ્રેમીઓને વિશ્વાસ આપ્યો છે કે તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતની ધરતી પર જાપાનીઝ ચમત્કાર ! બુલેટ ટ્રેન માટે તૈયાર થઈ રહ્યો છે ‘લોખંડી’ માર્ગ, જાણો શું છે આ J-સ્લેબની ખાસિયત

Breaking News: અભિષેક શર્માની સદીના દમ પર હૈદરાબાદે દિલ્હીને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર

મંગળવારે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં તોફાન આવ્યું અને આ તોફાન અભિષેક શર્માના બેટથી આવ્યું હતું, જેણે તોફાની ઇનિંગ રમીને સનરાઇઝર્સ હૈદરાબાદને જીત અપાવી હતી. IPL 2026 ની 31મી મેચમાં, હૈદરાબાદની ટીમે દિલ્હીને એકતરફી રીતે 47 રનથી હરાવ્યું.

હૈદરાબાદે 242 રન બનાવ્યા

પહેલા બેટિંગ કરતા, હૈદરાબાદ 20 ઓવરમાં 242 રન બનાવ્યા, જેના જવાબમાં દિલ્હીની ટીમ ફક્ત 195 રન જ બનાવી શકી. હૈદરાબાદની જીતનો હીરો અભિષેક શર્મા હતો, જેણે 68 બોલમાં અણનમ 135 રન બનાવ્યા. અભિષેક ઉપરાંત, ટ્રેવિસ હેડે 37, ઇશાન કિશને 25 રન બનાવ્યા. હેનરિક ક્લાસેને 13 બોલમાં અણનમ 37 રન બનાવ્યા.

અભિષેક શર્માની આક્રમક સદી

હૈદરાબાદમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીત્યો, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ જીત મેળવી. હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે હૈદરાબાદને ધમાકેદાર શરૂઆત અપાવી. ખાસ કરીને અભિષેક શર્માએ પાવરપ્લેમાં દિલ્હીના બોલરોને ધોઈ નાખ્યા. હૈદરાબાદે પાવરપ્લેમાં 67 રન બનાવ્યા અને માત્ર 28 બોલમાં ફિફ્ટી સુધી પહોંચી ગયું. અભિષેક શર્માએ પોતાની હાફ સેન્ચુરી સુધી પહોંચવા માટે માત્ર 25 બોલ લીધા. આ પછી ટ્રેવિસ હેડની વિકેટ પડી, પરંતુ અભિષેક અટક્યો નહીં. તેણે કેપ્ટન ઇશાન કિશન સાથે મળીને 35 બોલમાં 79 રન ઉમેર્યા.

અભિષેકે 10 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા

અભિષેકે દિલ્હીના બોલરોની જોરાર ધુલાઈ કરી. તેણે નીતિશ રાણા સામે પાંચ છગ્ગા ફટકાર્યા, અને કુલદીપ યાદવની બોલિંગમાં બે છગ્ગા ફટકાર્યા. અભિષેકે તેની ઇનિંગમાં 10 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા, અંતિમ ઓવરના છેલ્લા બોલ સુધી અણનમ રહ્યો. આ દરમિયાન, ક્લાસેન પણ ધમાકેદાર ઇનિંગ રમ્યો, જેમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 37 રન બનાવ્યા.

હૈદરાબાદે દિલ્હીને 47 રનથી હરાવ્યું

દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. પથુમ નિસન્કા 8 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, કેએલ રાહુલ અને નીતિશ રાણાએ ત્યારબાદ મજબૂત ભાગીદારી નોંધાવી. નીતિશ રાણાએ 30 બોલમાં 57 રન બનાવ્યા. કેએલ રાહુલે પણ 23 બોલમાં 37 રન બનાવ્યા. જોકે, તેમની બેટિંગ દિલ્હીને જીત અપાવી શકી નહીં. હૈદરાબાદ તરફથી એહસાન મલિંગાએ 4 વિકેટ લીધી, જ્યારે હર્ષ દુબેએ 3 વિકેટ લીધી. શાકિબ હુસૈન અને મધુશંકાએ 1-1 વિકેટ લીધી.

પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર

હૈદરાબાદની જીત અને દિલ્હીની હારથી પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. હૈદરાબાદ હવે સાત મેચમાંથી ચાર જીત સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ ચોથા સ્થાને ખસી ગયું છે. પંજાબ પ્રથમ સ્થાને છે, જ્યારે RCB બીજા સ્થાને છે.

Breaking News: અભિષેક શર્માએ કર્યો મોટો કમાલ, ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ખેલાડીએ આટલા બઘા છગ્ગા ફટકાર્યા

Breaking News: છગ્ગા ફટકારવાની રેસમાં આગળ નીકળ્યો અભિષેક શર્મા, 24 કલાક પછી વૈભવ સૂર્યવંશી ફરી બનશે નંબર-1?

 

Breaking News: છગ્ગા ફટકારવાની રેસમાં આગળ નીકળ્યો અભિષેક શર્મા, 24 કલાક પછી વૈભવ સૂર્યવંશી ફરી બનશે નંબર-1?

બે ડાબા હાથના બેટ્સમેન. બંને પોતપોતાની ટીમ માટે ઓપનિંગ કરે છે. બંનેની રમતની એક અનોખી શૈલી છે- દરેક બોલને બાઉન્ડ્રીની પાર મોકલવો. જેથી તેમની વચ્ચે સ્પર્ધા (રેસ) સ્વાભાવિક છે. આ બે બેટ્સમેન અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી છે, જેઓ હાલમાં IPL 2026 માં સૌથી વિસ્ફોટક ઓપનરોમાં સામેલ છે. તેઓ ફક્ત રન માટે જ નહીં, પણ છગ્ગા ફટકારવા માટે પણ રેસ કરી રહ્યા છે. આવી જ એક રેસમાં અભિષેક શર્મા હાલમાં નંબર વન બની ગયો છે.

અભિષેક શર્માની સદી

સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓપનર અભિષેક શર્માને સિઝનની શરૂઆતમાં પોતાની લય શોધવામાં મુશ્કેલી પડી રહી હતી. જોકે, તે ફોર્મમાં પાછો ફર્યો છે, અને તેણે દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. દિલ્હી સામે હૈદરાબાદના વિસ્ફોટક ઓપનરે ધમાકેદાર સદી ફટકારી અને ટીમને મજબૂત શરૂઆત અપાવી.

 

પાવરપ્લેમાં અભિષેકના નામે સૌથી વધુ છગ્ગા

સદી પૂરી કરતા પહેલા અભિષેકે પાવરપ્લેમાં જ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. તેણે દિલ્હીના દરેક બોલરને બાઉન્ડ્રી ફટકારી. પાવરપ્લેની પ્રથમ છ ઓવરમાં અભિષેકે ફક્ત 19 બોલમાં 42 રન બનાવ્યા, જેમાં ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. આ ત્રણ છગ્ગા સાથે અભિષેક આ સિઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો. તેણે હવે સાત ઇનિંગ્સમાં પાવરપ્લેમાં 18 છગ્ગા ફટકાર્યા છે.

24 કલાક પછી વૈભવ પાસે તક

અભિષેકે હવે આ રેસમાં રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીને પાછળ છોડી દીધો છે. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે છ ઇનિંગ્સમાં પાવરપ્લેમાં 17 છગ્ગા ફટકાર્યા છે. અભિષેકે 21 એપ્રિલની સાંજે આ સિદ્ધિ હાંસલ કરી હતી, જો કે માત્ર 24 કલાક પછી વૈભવ પાસે અભિષેકને પાછળ છોડી દેવાની તક હશે. રાજસ્થાન 22 એપ્રિલ, બુધવારના રોજ લખનૌ સુપરજાયન્ટ્સ સામે ટકરાશે. શું વૈભવ આ રેસમાં અભિષેકને પાછળ છોડી શકશે કે પછી અભિષેક જ નંબર વન રહેશે કાલની મેચમાં ખબર પડશે.

 

અભિષેકની શાનદાર ઈનિંગ

આ મેચની વાત કરીએ તો, અભિષેક શર્માએ માત્ર 47 બોલમાં પોતાની સદી ફટકારી, જે IPLમાં તેની બીજી સદી હતી. નોંધપાત્ર વાત એ છે કે, તે આખી 20 ઓવર સુધી ટકી રહ્યો અને અંતે અણનમ રહ્યો. અભિષેકે 68 બોલમાં 135 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેમાં 10 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. હેનરિક ક્લાસેને પણ માત્ર 13 બોલમાં અણનમ 37 રન બનાવીને સનરાઇઝર્સને 242 રન સુધી પહોંચાડવામાં મદદ કરી.

Breaking News: અભિષેક શર્માએ દિલ્હી સામે શાનદાર સદી ફટકારી, વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી

ભરૂચ: ‘રોડ, રસ્તા અને ગટર આપો નહિતર વોટ ભૂલી જાઓ’, 200 પરિવારોએ મતદાન રોકવાની આપી ચીમકી

ભરૂચમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ જનતા હવે નેતાઓના પોલા વચનોથી કંટાળી ગઈ છે. ભરૂચના એક રહેણાંક વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિકોએ આક્રમક વલણ અપનાવ્યું છે. અંદાજે 200 જેટલા મકાનો ધરાવતી સોસાયટીના રહીશોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ ગટર, ખરાબ રસ્તા અને પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે, છતાં તંત્ર કે નેતાઓ કોઈ સાંભળતું નથી.

સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે ‘કામ નહીં તો વોટ નહીં’. જો ચૂંટણી પહેલા તેમની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી નહીં મળે તો તેઓ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. આટલું જ નહીં, હવે લોકો નેતાઓને સોસાયટીમાં પ્રચાર માટે પણ આવવા દેવાના મૂડમાં નથી. ચૂંટણી ટાણે જનતાનો આ આક્રોશ ઉમેદવારો માટે ચિંતાનો વિષય બન્યો છે.

(ઈનપુટ ક્રેડિટ; અંકિત મોદી)

અરવલ્લીમાં વર્ગખંડમાં જ દારૂ પીને લથડિયા ખાતો ઝડપાયો શિક્ષક, શું આવા ગુરુઓ ઘડશે બાળકોનું ભવિષ્ય?

Breaking News : અક્ષર પટેલની IPLમાં સ્પેશિયલ સદી, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેદાનમાં ઉતરતા જ કર્યો કમાલ

Breaking News: ચાર મેચમાં હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સની જીત, તિલક-અશ્વિનીના દમ પર ગુજરાતને કચડી નાખ્યું

સતત ચાર મેચ હાર્યા બાદ, પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આખરે વિજયનો સ્વાદ ચાખ્યો. IPL 2026 ની પહેલી મેચ જીત્યા બાદ સતત હારનો સામનો કરી રહેલી મુંબઈએ એકતરફી મેચમાં ગુજરાત ટાઇટન્સને 99 રનથી હરાવ્યું. તિલક વર્માની પહેલી IPL સદીના આધારે મુંબઈએ 199 રન બનાવ્યા, તો સતત છ મેચમાં ખાલી હાથે રહેલા બુમરાહે પણ પહેલી વિકેટ લઈને બોલિંગમાં ટીમને શાનદાર શરૂઆત અપાવી. ત્યારબાદ સિઝનની પોતાની પહેલી મેચ રમી રહેલા અશ્વિની કુમારે ચાર વિકેટ લઈને મુંબઈની જીત પર મહોર લગાવી.

ચાર હાર બાદ મુંબઈની જીત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2026 ની 30મી મેચમાં ગુજરાત ટાઇટન્સને કારમી હારનો સામનો કરવો પડ્યો. જોકે, જ્યારે મેચ શરૂ થઈ ત્યારે ભાગ્યે જ કોઈએ આની અપેક્ષા રાખી હશે. ખાસ કરીને કાગીસો રબાડા (3/33) એ પોતાની સ્પીડથી મુંબઈને પાવરપ્લેમાં માત્ર 44 રનમાં ત્રણ વિકેટે લઈ ઝટકો આપ્યો હતો. પરંતુ ત્યારબાદ નમન ધીર (45) એ શાનદાર ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં મુક્યું અને 100 રનની નજીક પહોંચાડી.

તિલક વર્મા શાનદાર સદી

પરંતુ આ પછી, આખી ઇનિંગ તિલક વર્માની થઈ ગઈ. અગાઉની 5 મેચમાં ફક્ત 43 રન બનાવનાર તિલક આ મેચમાં ફક્ત 45 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. એક સમયે, તિલક 22 બોલમાં ફક્ત 19 રન બનાવીને રમી રહ્યો હતો, પરંતુ અહીંથી તે અચાનક આક્રમક બની ગયો અને બોલિંગ કરી રહેલા ગુજરાતના બોલરોની જોરદાર ધુલાઇ કરી. બીજી તરફ, હાર્દિક પંડ્યા ફક્ત જોતો રહ્યો અને 16 બોલમાં ફક્ત 15 રન જ બનાવી શક્યો. તિલક (101 રન, 45 બોલ, 7 છગ્ગા, 8 ચોગ્ગા) એ ઇનિંગના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને IPLમાં પોતાની પહેલી સદી પૂર્ણ કરી.

બુમરાહનો દુકાળ સમાપ્ત, અશ્વિનનો ફિનિશિંગ ટચ

તિલક પછી, બુમરાહનો વારો આવ્યો, જે ગયા IPL સીઝનથી સતત 146 બોલ સુધી વિકેટલેસ રહ્યો હતો. આ વખતે, બુમરાહે ઇનિંગની પહેલી ઓવર નાખી અને પહેલા જ બોલે સાઈ સુદર્શનને આઉટ કરીને પોતાનો દુકાળ પૂરો કર્યો. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ બીજી જ ઓવરમાં જોસ બટલરની વિકેટ લીધી. પરંતુ વાસ્તવિક સફળતા ઇમ્પેક્ટ પ્લેયર અશ્વની કુમાર (4/24) દ્વારા મળી. આ ડાબા હાથના ફાસ્ટ બોલરની IPL 2026 માં પહેલી મેચ હતી, અને તેની પહેલી વિકેટ ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ (14) ની હતી. ત્યાંથી, ગુજરાતની હાર નિશ્ચિત લાગતી હતી.

ગુજરાત માત્ર 100 રનમાં ઓલઆઉટ

ત્યારબાદ મિશેલ સેન્ટનરે વોશિંગ્ટન સુંદર (26) અને ગ્લેન ફિલિપ્સ (6) ને એક જ ઓવરમાં આઉટ કરીને બાકી રહેલી બધી આશાઓનો નાશ કર્યો. અશ્વિને રાહુલ તેવતિયા, શાહરૂખ ખાન અને રાશિદ ખાનને આઉટ કરીને પોતાનો ધમાકેદાર દેખાવ ચાલુ રાખ્યો. સ્પિનર ​​અલ્લાહ ગઝનફરે છેલ્લી બે વિકેટ લીધી અને ગુજરાત 15.5 ઓવરમાં માત્ર 100 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આમ, મુંબઈએ અમદાવાદની પીચ પર પહેલીવાર ગુજરાત ટાઇટન્સને હરાવ્યું.

Breaking News: કાગીસો રબાડા 7 વિકેટ લઈ બન્યો નંબર 1 બોલર, પાવરપ્લેમાં કર્યો મોટો કમાલ

રીલ માટે રોલા પાડવામાં કાયદો ભૂલ્યા ઈન્ફ્લુએન્સર! અકસ્માતનું નાટક કરતાં ટ્રાફિક જામ, 3 સામે નોંધાઈ ફરિયાદ

અમદાવાદમાં સોશિયલ મીડિયા માટે બનાવાતી રીલ્સ ફરી એકવાર ચર્ચામાં આવી છે. બ્રાન્ડ પ્રમોશન અને વાયરલ થવાની દોડમાં કેટલાક ઇન્ફ્લુએન્સર્સ કેટલી હદ સુધી જઈ શકે છે તેનો તાજો ઉદાહરણ સામે આવ્યું છે. નવરંગપુરાના સીજી રોડ વિસ્તારમાં એક ઇન્ફ્લુએન્સરે અકસ્માતનું નાટક કરીને લોકો માટે મુશ્કેલી ઉભી કરી દીધી.

રસ્તા પર વાહનોની અવરજવર રોકાઈ

મળતી માહિતી મુજબ, પાર્થ પરમાર નામના ઇન્ફ્લુએન્સરે એક એજ્યુકેશન કંપનીના પ્રમોશન માટે વીડિયો શૂટ કર્યો હતો. આ શૂટ દરમિયાન એચ.એલ. કોલેજ રોડ પર થાર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હોય તેવો દૃશ્ય તૈયાર કરવામાં આવ્યો. શૂટિંગ દરમિયાન રસ્તા પર વાહનોની અવરજવર રોકાઈ ગઈ અને ભારે ટ્રાફિક જામ સર્જાયો. વીડિયોમાં અકસ્માત પછી ઝઘડાનો સીન પણ દાખવવામાં આવ્યો હતો, જેનાથી સ્થિતિ વધુ ગંભીર લાગી રહી હતી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ટ્રાફિક પોલીસના ધ્યાન પર આવ્યો. તપાસ બાદ બી ડિવિઝન ટ્રાફિક પોલીસે પાર્થ પરમાર સહિત ત્રણ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

પોલીસે કરી કાર્યવાહી

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી ઇન્ફ્લુએન્સર્સ વાયરલ થવા માટે જાહેર સ્થળોએ આવા સ્ટંટ અથવા પ્રેન્ક કરે છે, જેનાથી સામાન્ય લોકો પરેશાન થાય છે અને ઘણી વખત જોખમ પણ ઊભું થાય છે. આ કેસમાં ઉપયોગમાં લેવાયેલી થાર કાર અને બાઈક જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ સિવાય, પ્રેન્કના નામે લોકો સાથે મજાક કરવાની ઘટનાઓ પણ વધી રહી છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં એક ઇન્ફ્લુએન્સરે વૃદ્ધ વ્યક્તિને ડરાવતો વીડિયો બનાવ્યો હતો, જેના કારણે તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. કેટલાક અન્ય ઇન્ફ્લુએન્સર્સ પણ પોલીસ કે અન્ય કારણો બતાવીને લોકોને અટકાવી રીલ્સ બનાવતા હોવાની ફરિયાદો સામે આવી છે.

આ સમગ્ર ઘટનાએ એક પ્રશ્ન ઊભો કર્યો છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવા માટે શું લોકોની સુરક્ષા અને સહુલિયતને અવગણવી યોગ્ય છે? પોલીસ તંત્ર હવે આવા કેસોમાં વધુ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

ધંધુકામાં ધર્મેશ ભરવાડના બંને હત્યારાની પોલીસે કરી ધરપકડ

અદાણી પાવરની ન્યુક્લિયર એનર્જી બિઝનેસમાં એન્ટ્રી

Breaking News: તિલક વર્માએ IPL 2026 માં સૌથી ઝડપી સદી ફટકારી, તોડ્યા આ રેકોર્ડ

Breaking News: તિલક વર્માએ IPL 2026 માં સૌથી ઝડપી સદી ફટકારી, તોડ્યા આ રેકોર્ડ

તિલક વર્માએ આખરે તે સિદ્ધિ મેળવી જેના માટે તે જાણીતો છે. તેણે સંઘર્ષ કરતી મુંબઈ ટીમને સ્થિર કરી અને પાંચમા ક્રમે આવીને ધમાકેદાર સદી ફટકારી. ગુજરાત ટાઈટન્સ સામે, તેણે માત્ર 45 બોલમાં 101 રન બનાવ્યા, જેમાં સાત છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા. તેનો સ્ટ્રાઇક રેટ 224.44 હતો. આ સદી સાથે, તિલક વર્માએ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા.

 

તિલક વર્માની સૌથી ઝડપી સદી

તિલક વર્મા IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તિલક વર્મા પહેલા સનથ જયસૂર્યાએ માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી. તેણે 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આ ઈનિંગ રમી હતી. તિલકની ઈનિંગની બીજી ખાસ વાત એ છે કે તેણે આ સિઝનની સૌથી ઝડપી સદી પણ ફટકારી હતી. તેણે સંજુ સેમસનનો રેકોર્ડ તોડ્યો હતો, જેણે 52 બોલમાં સદી ફટકારી હતી. આ બે ઉપરાંત, ક્વિન્ટન ડી કોકે પણ સદી ફટકારી હતી. આ તિલક વર્માની IPLમાં પહેલી સદી પણ છે.

 

તિલકની જોરદાર બેટિંગ

તિલક વર્માની સદી કોઈ ચમત્કારથી ઓછી નહોતી. તે 20 બોલમાં ફક્ત 17 રન બનાવી રમી રહ્યો હતો, પરંતુ પછી 21 થી 30 મા બોલ સુધી 30 રન બનાવ્યા. તેણે અશોક શર્માની ઓવરમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા ફટકારીને 26 રન બનાવ્યા. ત્યારબાદ તેણે 31 થી 40 મા બોલમાં 33 રન ફટકાર્યા. જે બાદ 41 થી 45મા બોલમાં 21 રન બનાવી પોતાની સદી પૂર્ણ કરી. પહેલા 22 બોલમાં તિલક વર્માનો સ્ટ્રાઇક રેટ 86.36 હતો, અને પછી તેણે આગામી 23 બોલમાં 356ના સ્ટ્રાઇક રેટથી 82 રન બનાવ્યા.

 

ખરાબ ફોર્મ બાદ ફટકારી સદી

આ મેચ પહેલા તિલક વર્મા ખરાબ ફોર્મમાં હતા. આ મેચ પહેલા તેમણે પાંચ મેચમાં ફક્ત 8.6 ની સરેરાશથી ફક્ત 43 રન બનાવ્યા હતા. પરંતુ હવે, તિલક ફરીથી પોતાનું ફોર્મ મેળવી ચૂક્યો છે. તેમણે 45 બોલમાં 101 રન ફટકાર્યા.

Breaking News: રબાડાએ સૂર્યકુમાર યાદવને ફેંક્યો સૌથી ઝડપી બોલ, ઉખડી ગયા સ્ટમ્પ, જુઓ VIDEO

IPL 2026માં ઋષભ પંતની એક ભૂલથી LSG ને પડ્યો 83 રનનો માર, કોનોલીએ ફટકાર્યા 15 છગ્ગા અને ચોગ્ગા, જુઓ

IPL 2026 દરમિયાન પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં એક નાની ભૂલ કેવી રીતે મોટી સાબિત થઈ શકે છે તેનો જીવંત ઉદાહરણ જોવા મળ્યો. લખનૌના કેપ્ટન ઋષભ પંતનો એક નિર્ણય આખી મેચનો ટર્નિંગ પોઇન્ટ બની ગયો, જેના કારણે ટીમને ભારે નુકસાન ભોગવવું પડ્યું.

મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જ્યાં પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં જ ટીમને મોટો ઝટકો લાગ્યો અને પ્રથમ ઓવરમાં પ્રભસિમરન સિંહ આઉટ થયો. આવી સ્થિતિમાં લખનૌ માટે મેચ પર કાબૂ મેળવવાની સારી તક હતી.

બીજી ઓવરમાં કૂપર કોનોલી ક્રીઝ પર આવ્યો ત્યારે મોહસીન ખાનની બોલિંગ દરમિયાન LBW માટે જોરદાર અપીલ કરવામાં આવી હતી. અમ્પાયરે નોટ આઉટ આપ્યો, અને અહીંથી આખી કહાની બદલાઈ ગઈ. લખનૌ પાસે DRS લેવાની તક હતી, પરંતુ કેપ્ટન ઋષભ પંતે રિવ્યૂ ન લેવાનો નિર્ણય કર્યો. બાદમાં રિપ્લેમાં સ્પષ્ટ થયું કે જો રિવ્યૂ લેવામાં આવ્યો હોત, તો કોનોલી આઉટ થઈ ગયો હોત. તે સમયે તે માત્ર 4 રન પર હતો.

આ એક નિર્ણય પંજાબ માટે જીવનરેખા બની ગયો. શરૂઆતમાં થોડી મુશ્કેલી અનુભવનાર કૂપર કોનોલી પછી સંપૂર્ણ રીતે લયમાં આવી ગયો અને તેણે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેણે માત્ર 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને ત્યારબાદ આક્રમક બેટિંગ ચાલુ રાખી.

કોનોલીએ મેચ દરમિયાન અનેક શાનદાર શોટ્સ રમ્યા. ખાસ કરીને એડન માર્કરામની એક ઓવરમાં તેણે સતત ત્રણ છગ્ગા ફટકાર્યા, જ્યારે પ્રિયાંશ આર્યએ પણ બે છગ્ગા ઉમેર્યા. આ ઓવરમાં કુલ 32 રન બન્યા, જે મેચનો મહત્વપૂર્ણ ક્ષણ બની રહ્યો.

જોકે કોનોલી પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં, તેણે માત્ર 46 બોલમાં 87 રનની જબરદસ્ત ઇનિંગ રમી. તેની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે, એટલે કે કુલ 15 બાઉન્ડરીથી તેણે સ્કોર બોર્ડને તેજ ગતિથી આગળ ધપાવ્યો.

આ રીતે ઋષભ પંતનો DRS ન લેવાનો નિર્ણય લખનૌ માટે ભારે પડી ગયો. એક સરળ રિવ્યૂથી મળતું વિકેટ ચૂકી જવાથી ટીમને અંતે 83 રનનો મોટો ખર્ચ સહન કરવો પડ્યો, જે મેચના પરિણામ પર સીધી અસર કરતો સાબિત થયો.

IPL 2026માં KKR vs RR વચ્ચેની મેચમાં ફિલ્ડરની એક મોટી ભૂલ બની રાજસ્થાનની હારનું કારણ

માત્ર સુગંધ જ નહીં, ગરમીમાં ‘અમૃત’ છે ચંદનનું લાકડું: જાણો તેનો ઉકાળો પીવાથી શરીરમાં કેવા અદભૂત ફેરફાર થાય છે

દેશભરમાં ઉનાળાએ દસ્તક દઈ દીધી છે અને તાપમાન સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં માત્ર બહારની ઠંડક પૂરતી નથી, શરીરને અંદરથી શીતળ રાખવું પણ એટલું જ જરૂરી છે. આયુર્વેદ પાસે એક એવી અનમોલ ઔષધિ છે જે તન અને મન બંનેને શાંત કરવાની તાકાત રાખે છે – તે છે ચંદનનું લાકડું. વૈજ્ઞાનિક રીતે ‘સેન્ટલમ આલ્બમ લિન’ તરીકે ઓળખાતું ચંદન સ્વાસ્થ્યનો ખજાનો છે.

શું ચંદન ખરેખર બીમારીઓ મટાડી શકે છે?

ચંદનના લાકડાના અંદરના ભાગ (હાર્ટવુડ) નો ઉપયોગ વર્ષોથી દવા તરીકે કરવામાં આવે છે. તે માત્ર સુગંધિત નથી, પરંતુ તેના ગુણો લોહીની શુદ્ધિ માટે અદભૂત માનવામાં આવે છે.

ચંદનનો ઉકાળો પીવાના ચોંકાવનારા ફાયદા:

  • ડાયાબિટીસમાં રાહત: ચંદનમાં એવા ખાસ ગુણો હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે લોકો ડાયાબિટીસથી પીડાય છે તેમના માટે આ આયુર્વેદિક ઉપચાર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
  • યુરિનરી સમસ્યાઓનો અંત: ઉનાળામાં પેશાબમાં બળતરા થવી કે વારંવાર પેશાબ જવાની સમસ્યા સામાન્ય છે. ચંદનનો ઉકાળો મૂત્ર માર્ગના ચેપને દૂર કરે છે અને ઠંડક આપે છે.
  • લોહીની શુદ્ધિ અને રક્તસ્ત્રાવ: આયુર્વેદ મુજબ ચંદન લોહીને સાફ કરે છે અને અત્યંત રક્તસ્ત્રાવને રોકવામાં મદદરૂપ છે. તે હૃદયને શાંતિ આપે છે અને માનસિક તણાવ ઘટાડે છે.
  • શરીરની આંતરિક ગરમી: ગરમીને કારણે થતી નબળાઈ, થાક અને ત્વચા પરના ખીલ કે બળતરા માટે ચંદન સર્વશ્રેષ્ઠ છે. તેનું સેવન આંતરિક ગરમીને ઘટાડે છે, જેનાથી ચીડિયાપણું દૂર થાય છે.

કેવી રીતે કરવો ઉપયોગ?

ચંદનના લાકડાનો ઉકાળો અથવા પાવડરનો ઉપયોગ નિષ્ણાતની સલાહ મુજબ કરવો જોઈએ. તેની શીતળ પ્રકૃતિ શરીરના અંગોને ઠંડક આપી ઉનાળામાં થતા રોગો સામે રક્ષણ આપે છે. ત્વચા પર તેનો લેપ સોજો અને બળતરા ઘટાડવા માટે પણ જાણીતો છે. જો તમે પણ આ ઉનાળામાં કુદરતી રીતે સ્વસ્થ રહેવા માંગતા હોવ, તો આ આયુર્વેદિક રહસ્ય તમારા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

નોંધ: ચંદનનો ઔષધ તરીકે ઉપયોગ કરતા પહેલા હંમેશા આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

દિલ્હી, મુંબઈ કે ગુજરાત જઈ રહ્યા છો? તો આ 3 સસ્તા માર્કેટમાં જવાનું ચૂકતા નહીં, નહિતર પસ્તાશો!

IPL 2026માં KKR vs RR વચ્ચેની મેચમાં ફિલ્ડરની એક મોટી ભૂલ બની રાજસ્થાનની હારનું કારણ

કેરીના રસિયાઓ આનંદો, તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીના થયા શ્રીગણેશ- Video

કેરી રસીયાઓએ તેમની પ્રિય કેસર કેરી માટે હવે બહુ રાહ નહીં જોવી પડી. તાલાલા ગીરની મેંગો માર્કેટ કેસર કેરીની હરાજીનો પ્રારંભ થઈ ગયો છે. પરંપરા મુજબ હરાજીમાં કેરીનું પ્રથમ બોક્સ ગૌશાળાની ગાયોને અર્પણ કરવામાં આવ્યું. જેના માટે 11 હજાર એકસો અગિયાર રૂપિયાની બોલી લાગી. જ્યારે બીજા બોક્સ માટે રૂ. 9,000 અને ત્રીજા બોક્સ માટે રૂ. 6,000 ની બોલી લાગી. ત્યારે કેરીના વેપારીઓનું અનુમાન છે કે આગામી દોઢથી પોણા બે મહિના સુધી કેરીની આવક યથાવત રહેશે.

મહત્વનું છે કે હાલમાં સરેરાશ 10 કિલોના કેરીના બોક્સનો ભાવ ક્વોલિટી મુજબ રૂ,600થી રૂ. 1200 સુધી રહ્યા છે. પરંતું કેરી પકવતા ધરતીપુત્રો અને બગીચાના માલિકોનું કહેવું છે કે સતત બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકમાં વ્યાપક નુક્સાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે દર વર્ષ કરતાં આ વર્ષે કેરીના ઓછા ભાવ મળતાં ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે..

મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં દર વર્ષે અંદાજે 3 લાખ 34 હજાર મેટ્રિક ટનથી વધુ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. જોકે આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું રહેતા લાંબા ગાળે કેરીના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. અને કેરીની આવકને પગલે માર્કેટ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોને પૂરતી વ્યવસ્થા મળી રહે તે પ્રમાણેનું આયોજન કરાઈ રહ્યું છે.

Breaking News: ધંધુકામાં ધર્મેશ ભરવાડના હત્યારાની ધરપકડ, પોલીસે રિઝવાન અને સમીરનું કાઢ્યુ સરઘસ- Video

Breaking News: ગુજરાતમાં AAPના હવાલા કાંડનો પર્દાફાશ, ચૂંટણી પહેલા જ ફંડિંગના નામે ખેલાયો કરોડોનો ખેલ – જુઓ Video

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) માટે મુશ્કેલીઓ વધી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે AAPના હવાલા કૌભાંડમાં મોટો ખુલાસો કર્યો છે. આ મામલે દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનના પીએ (PA) આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચના DCP ભાવેશ રોજીયાના જણાવ્યા અનુસાર, આકાશ મિશ્રા દિલ્હીથી સુરત ફંડિંગ માટે આવતા પૈસાના હવાલા સંભાળતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, હિમાંશુ પાહુજા નામના વ્યક્તિએ આકાશને હવાલા મારફતે કરોડો રૂપિયા મોકલ્યા હતા. સુરતની એક આંગડિયા પેઢીમાં અંદાજે 1.25 કરોડથી વધુની રકમ મોકલવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે.

 

પોલીસના જણાવ્યા મુજબ, આ નાણાંનો ઉપયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફંડિંગ માટે કરવામાં આવ્યો હતો. આ જ રીતે ગુજરાતના બીજા મહાનગરોમાં પણ નાણાં મોકલાયા હોવાની આશંકાને આધારે તપાસ તેજ કરવામાં આવી છે. આગામી દિવસોમાં સુરતના AAPના ઘણા સ્થાનિક નેતાઓ સુધી તપાસનો રેલો પહોંચવાની શક્યતા છે.

DCP ભાવેશ રોજીયાના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કૌભાંડમાં અંદાજે 8 થી 10 લોકો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં ખુલાસો થયો છે કે, છેલ્લા 4 થી 5 મહિનાથી સતત ફંડ મોકલવામાં આવતું હતું. આ નાણાં વ્યવહાર માટે કુલ 5 આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના CCTV ફૂટેજ પણ પોલીસ દ્વારા મેળવી લેવામાં આવ્યા છે.

DCP એ વધુમાં જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવનાર હિમાંશુ અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલો હતો પરંતુ હાલમાં તે AAPનો સક્રિય કાર્યકર છે. આ કરોડો રૂપિયાના વ્યવહારના મામલે હવે ઇન્કમ ટેક્સ (IT) વિભાગને સાથે રાખીને આગળની સઘન તપાસ કરવામાં આવશે.

AAPના હવાલા કૌભાંડ અંગે હર્ષ સંઘવીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, “ઈમાનદારીની વાતો કરનારા લોકોનો અસલી ચહેરો હવે સામે આવી ગયો છે. આ મામલે હજુ પણ મોટા ખુલાસા થશે.”

Breaking News: ધંધુકામાં ધર્મેશ ભરવાડના હત્યારાની ધરપકડ, પોલીસે રિઝવાન અને સમીરનું કાઢ્યુ સરઘસ- Video

Breaking News: ગુજરાત ટાઈટન્સે જીતની હેટ્રિક નોંધાવી, કોલકાતા નાઈટ રાઈડર્સને પાંચમી હારનો સામનો કરવો પડ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે IPL 2026 સિઝન દરેક પસાર થતી મેચ સાથે વધુ ખરાબ થઈ રહી છે. પાંચમાંથી ચાર મેચ હારી ચૂકેલા KKRને વધુ એક હારનો સામનો કરવો પડ્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં કોલકાતાનો ગુજરાત ટાઈટન્સ સામે પાંચ વિકેટથી પરાજય થયો. કાગીસો રબાડા સહિતના ઝડપી બોલરોના મજબૂત પ્રદર્શન બાદ કેપ્ટન શુભમન ગિલની શાનદાર ઈનિંગથી ગુજરાતને સતત ત્રીજી જીત મળી.

રબાડા-સિરાજની ઘાતક બોલિંગ

કોલકાતાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જેનાથી બધાને આશ્ચર્ય થયું. મેચમાં પણ એવું જ થયું અને ટીમે માત્ર 32 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. રોવમેન પોવેલ (27) અને કેમેરોન ગ્રીને ત્યારબાદ ભાગીદારી કરીને ઇનિંગને સ્થિર કરી. ગ્રીન (79) એ પછી ઈનિંગને આગળ વધારી અને સિઝનની પોતાની પહેલી અડધી સદી ફટકારી. જોકે, કોલકાતા છેલ્લી પાંચ ઓવરમાં ફક્ત 32 રન જ બનાવી શક્યું, જેના પરિણામે 180 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ગુજરાત માટે રબાડાએ ત્રણ વિકેટ લીધી, જ્યારે સિરાજ અને અશોક શર્માએ બે-બે વિકેટ લીધી.

 

ગિલની સતત ત્રીજી અડધી સદી

રનચેઝ કરવા ઉતરેલી GT ના કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન (22) એ ફરી એકવાર અડધી સદીની ભાગીદારી કરી 57 રન ઉમેર્યા. ત્યારબાદ જોસ બટલર (25) એ પણ કેટલાક મોટા શોટ ફટકાર્યા. જોકે, કેપ્ટન શુભમન ગિલ (86) ક્રીઝ પર ટકી રહ્યો. તેણે સતત ત્રીજી અડધી સદી ફટકારી અને ટીમની જીત નક્કી કરી. જોકે, તે પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં અને જીતથી થોડા રન પહેલા આઉટ થઈ ગયો. પરંતુ ગ્લેન ફિલિપ્સ અને રાહુલ તેવટીયાએ અંતિમ ઓવરમાં વિજય અપાવ્યો.

 

ગુજરાતે જીતની હેટ્રિક નોંધાવી

આ જીત સાથે, ગુજરાતના હવે 5 મેચમાં 6 પોઈન્ટ થઈ ગયા છે. ટીમ તેની પહેલી બે મેચ હારી ગઈ હતી પરંતુ પછી સતત ત્રણ જીત સાથે જીતની હેટ્રિક નોંધાવી હતી. આ જીતથી ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ હતી. અત્યાર સુધી, ટીમ છઠ્ઠા સ્થાને હતી. છ મેચમાં પાંચમી હાર સાથે કોલકાતાની આ સિઝનની પહેલી જીતની રાહ વધુ લાંબી થઈ છે. અજિંક્ય રહાણેની કેપ્ટનશીપવાળી ટીમ ફક્ત એક પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે.

Breaking News: કેમેરોન ગ્રીને ફટકાર્યો જોરદાર સિક્સર, બોલ સીધો કાર પર વાગ્યો, હવે કંપની આટલા પૈસા ખર્ચશે

Breaking News : એક નિર્ણય અને ક્રૂડ ઓઇલના ભાવમાં 10% સુધીનો ઘટાડો, પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે સસ્તા!

હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલતા ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં લગભગ 10% સુધીનો ઘટાડો થયો છે, જે ભારત જેવા આયાત પર આધારિત દેશો માટે રાહતજનક સમાચાર છે. આ ઘટાડાથી નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પરનું દબાણ ઓછું થઈ શકે છે, જેના કારણે મોંઘવારીમાં પણ રાહત મળી શકે છે.

શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો આ ઘટાડો મુખ્યત્વે મધ્ય પૂર્વમાં તણાવ ઘટતા અને હોર્મુઝ સ્ટ્રેટ ફરી શરૂ થવાના અહેવાલો બાદ આવ્યો છે. અગાઉ બજારમાં એવી આશંકા વ્યક્ત થઈ રહી હતી કે ઈરાન સંબંધિત તણાવને કારણે આ મહત્વપૂર્ણ જળમાર્ગ બંધ થઈ શકે છે. નોંધનીય છે કે વિશ્વના કુલ તેલ પુરવઠાનો અંદાજે 20 ટકા ભાગ આ સ્ટ્રેટ મારફતે પસાર થાય છે, તેથી તેમાં કોઈ વિક્ષેપ વૈશ્વિક સપ્લાય પર મોટી અસર કરી શકે.

હાલમાં મળેલા સંકેતો અનુસાર હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લો છે અને શિપિંગ ટ્રાફિક સામાન્ય રીતે ચાલુ છે. આથી સપ્લાયમાં અવરોધની શક્યતા ઘટી છે અને બજારમાં રહેલી અનિશ્ચિતતા પણ ઓછી થઈ છે. તેના પરિણામે બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટીને લગભગ 90 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયા છે, જ્યારે WTI ક્રૂડ 83 થી 86 ડોલર પ્રતિ બેરલની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે.

બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તાજેતરમાં થયેલી તેજી બાદ રોકાણકારો નફા બુકિંગ તરફ વળ્યા છે, જેના કારણે ભાવમાં વધુ ઝડપથી ઘટાડો નોંધાયો છે. સાથે જ, સંભવિત યુદ્ધવિરામ અને રાજદ્વારી વાટાઘાટોના સંકેતોએ પણ બજારના સેન્ટિમેન્ટને સકારાત્મક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ભારત જેવા દેશો માટે કાચા તેલના ભાવમાં ઘટાડો એક સકારાત્મક સંકેત છે. તે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને પ્રોત્સાહન આપી શકે છે, જેના કારણે પરિવહન ખર્ચ ઓછો થશે અને મોંઘવારીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. સાથે જ, શેરબજારમાં પણ તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે.

બજાર વિશ્લેષકોના મત મુજબ, હવે ક્રૂડ ઓઇલના ભાવનો આગળનો ટ્રેન્ડ મોટા પ્રમાણમાં ભૂ-રાજકીય પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે. જો મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઘટશે, તો કિંમતોમાં વધુ ઘટાડો શક્ય છે. જોકે, કોઈપણ નવી તંગદિલી ફરીથી બજારમાં તેજી લાવી શકે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સોમવારે ભારતીય શેરબજારમાં સકારાત્મક શરૂઆત જોવા મળી શકે છે. ખાસ કરીને પેઇન્ટ અને ટાયર ઉત્પાદક કંપનીઓના શેરમાં વધારો થવાની સંભાવના છે, કારણ કે કાચા તેલના ઘટતા ભાવ તેમના ઉત્પાદન ખર્ચને ઓછો કરે છે. સાથે જ, તેલ કંપનીઓના શેર પર પણ તેનો અસરકારક પ્રભાવ પડી શકે છે.

રેમ્પથી રણભૂમિ સુધી..મિસ ઇન્ડિયા Kashish Methwani બની સેનામાં લેફ્ટનન્

Breaking News: કેમેરોન ગ્રીને ફટકાર્યો જોરદાર સિક્સર, બોલ સીધો કાર પર વાગ્યો, હવે કંપની આટલા પૈસા ખર્ચશે

IPL ઈતિહાસના સૌથી મોંઘા વિદેશી ખેલાડી કેમેરોન ગ્રીનને સતત ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. IPL 2026 માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ₹25.2 કરોડમાં જોડાયેલા ગ્રીનની શરૂઆત ખરાબ રહી, દરેક મેચમાં તે ખરાબ રીતે નિષ્ફળ ગયો. જોકે, છઠ્ઠી મેચમાં તેનું બેટ ચાલ્યું. ઓસ્ટ્રેલિયન બેટ્સમેને સિઝનની પોતાની પહેલી અડધી સદી ફટકારી, અને એક સિક્સર ફટકારી જે સ્ટેડિયમમાં પાર્ક કરેલી કારને વાગ્યો.

કેમેરોન ગ્રીને બતાવ્યું ફોર્મ

કોલકાતા નાઈટ રાઈડર્સનો ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન IPL 2026 ની પહેલી પાંચ ઈનિંગ્સમાં નિષ્ફળ ગયો હતો, તેના પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. નિષ્ણાતોથી લઈને ચાહકો સુધી, બધાએ તેની ક્ષમતાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. ટીમની સતત નિષ્ફળતાઓને કારણે ગ્રીન પણ ખાસ નિશાના પર હતો. જોકે, ગુજરાત ટાઈટન્સ સામે ગ્રીને શાનદાર બેટિંગ કરી સંકટ સમયે ટીમ માટે મહત્વપૂર્ણ ઈનિંગ રમી.

ગ્રીનનો સિક્સરથી કાર લક્ષ્ય બની ગઈ

ગ્રીને શરૂઆત ધીમી કરી હતી, પરંતુ એકવાર તેણે બાઉન્ડ્રી મારવાનું શરૂ કર્યું, તો તેણે ગુજરાતના દરેક બોલરને નિશાન બનાવ્યા. પરંતુ તેનો સૌથી ફેમસ શોટ સીધો કાર પર પડ્યો હતો. આ 13મી ઓવરમાં બન્યું, જ્યારે ગ્રીને અશોક શર્માની ઈનિંગનો ત્રીજો બોલ ડીપ સ્ક્વેર લેગ તરફ ફટકાર્યો. બોલ બાઉન્ડ્રી પાર કરીને સીધો પોડિયમ પર પાર્ક કરેલી સ્પોન્સર કાર પર પડ્યો.

 

કંપની આ કામ પર પૈસા ખર્ચ કરશે

બોલ કારના સાઈડ મિરરની નીચે પડ્યો, જેનાથી મોટું નુકસાન થતા રહી ગયું. જોકે, તેનાથી એક ખાડો પડી ગયો, જેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા. ખાસ વાત એ છે કે ગ્રીનના આ શોટને કારણે ઘણા એવા બાળકોને ફાયદો થયો, જેઓ ક્રિકેટ રમવા માંગે છે પણ તેમને ક્રિકેટ કીટ અને કોચિંગ પોસાતું નથી. સ્પોન્સર ટાટા મોટર્સે એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જેના હેઠળ જો બોલ કાર સાથે અથડાશે તો કંપની આવા બાળકો માટે ક્રિકેટ કિટ ખરીદવા માટે 5 લાખ રૂપિયાનું દાન કરશે.

કેમેરોન ગ્રીનની 79 રનની દમદાર ઈનિંગ

ગ્રીનની બેટિંગની વાત કરીએ તો, આ ઈનિંગ તેના માટે સારી સાબિત થઈ. એક સમયે, તે 28 બોલમાં ફક્ત 27 રન બનાવીને સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ તેણે ઝડપથી ગિયર બદલ્યા. ગ્રીને 34 બોલમાં સિઝનની પોતાની પહેલી અડધી સદી પૂરી કરી અને ઈનિંગના છેલ્લા બોલ પર આઉટ થતાં પહેલાં 55 બોલમાં 79 રન બનાવ્યા. તેની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થતો હતો. આ ઈનિંગને કારણે કોલકાતા 180 રન સુધી પહોંચી શક્યું.

Breaking News: ચાલુ મેચમાં મેદાનમાં મોબાઈલ વાપરવાનું રાજસ્થાન રોયલ્સના મેનેજેરને પડ્યું ભારે, લાગ્યો આટલા લાખનો દંડ

Breaking News: ચાલુ મેચમાં મેદાનમાં મોબાઈલ વાપરવાનું રાજસ્થાન રોયલ્સના મેનેજેરને પડ્યું ભારે, લાગ્યો આટલા લાખનો દંડ

રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજરે RCB સામેની મેચ દરમિયાન ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કર્યો હતો, જેના પછી BCCIએ તેની સામે કાર્યવાહી કરી છે. BCCIએ RR ના ટીમ મેનેજરને ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવ્યો છે અને તેના પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રોમી ભિંડર બોર્ડની નોટિસનો સંતોષકારક જવાબ આપવામાં નિષ્ફળ રહ્યો હતો અને BCCIએ તેને ચેતવણી પણ આપી છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ માહિતી આપી હતી.

રોમી ભિંડરને કેમ દોષિત ઠેરવવામાં આવ્યો?

શરદ કુમારની આગેવાની હેઠળના એન્ટી કરપ્શન યુનિટે ભીંડરને નોટિસ ફટકારી હતી, જેમાં તેનો જવાબ માંગવામાં આવ્યો હતો. સૈકિયાએ જણાવ્યું હતું કે ACU ભીંડરના જવાબથી સંતુષ્ટ ન હોવાથી તેને દોષિત ઠેરવ્યો હતો. IPL પ્લેયર્સ અને મેચ ઓફિસિયલ્સ એરિયા પ્રોટોકોલ મુજબ ડગઆઉટમાં ફોન પર પ્રતિબંધ છે. તેનો ઉપયોગ ફક્ત પેવેલિયનમાં જ થઈ શકે છે.

 

1 લાખ રૂપિયાનો દંડ અને ચેતવણી

સૈકિયાએ કહ્યું, “ભિંડરને પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. કારણ કે આ પહેલીવાર ગુનો છે, તેથી તેને 1 લાખ રૂપિયાનો દંડ અને ચેતવણી આપવામાં આવી છે.” BCCI સચિવે કહ્યું, “ટીમ મેનેજર ડ્રેસિંગ રૂમમાં ફોનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ ડગઆઉટમાં નહીં. એક્સપર્ટ ટેબલ પર તેમના કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે.”

 

વૈભવ સૂર્યવંશી બચી ગયો

જ્યારે રોમી ભીંડર પોતાનો ફોન વાપરી રહ્યો હતો, ત્યારે વૈભવ સૂર્યવંશી તેની બાજુમાં બેઠો હતો. તે ભીંડરના ફોનમાં જોઈ રહ્યો હતો. 15 વર્ષીય ખેલાડી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજસ્થાનની ટીમ ટુર્નામેન્ટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે, 8 પોઈન્ટ સાથે RR ત્રીજા સ્થાને છે. રાજસ્થાનની આગામી મેચ 19 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે છે.

Breaking News: 10 વર્ષ બાદ KKRનો કોઈ કેપ્ટન ગોલ્ડન ડક પર થયો આઉટ, ગૌતમ ગંભીરના નામે આ શરમજનક રેકોર્ડ

ટ્રેનમાં દિલ જીતતી ઘટના, ટોયલેટ પાસે સૂઈ રહ્યા હતા CRPF જવાન, TTE એ કર્યું એવું કામ કે લોકોએ કરી ખૂબ સરાહના

Breaking News: IPL 2026 માં મુંબઈનો સતત ચોથો પરાજય, પ્રભસિમરન-શ્રેયસ અય્યરના દમ પર પંજાબ નંબર-1

મુંબઈ ઈન્ડિયન્સનો હારનો સિલસિલો સતત ચાલુ છે, અને પંજાબ જીતવા માટે ટેવાઈ ગયું હોય તેવું લાગે છે. IPL 2026 ની 24મી મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને એકતરફી રીતે 7 વિકેટથી હરાવ્યું. મુંબઈએ 195 રનનો વિશાળ સ્કોર કર્યો હોવા છતાં મેચ હારી ગઈ.

મુંબઈનો સતત ચોથો પરાજય

મુંબઈ માટે વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે 60 બોલમાં 112 રન બનાવ્યા, પરંતુ તેમની સદી વ્યર્થ ગઈ. પ્રભસિમરન સિંહ અને અર્શદીપ સિંહે બેટિંગથી પંજાબને જીત અપાવી. કેપ્ટન શ્રેયસ ઐયરે પણ શાનદાર અડધી સદી ફટકારી, 35 બોલમાં 66 રન બનાવ્યા.

પંજાબ પોઈન્ટ ટેબલમાં નંબર 1

મુંબઈ પર શાનદાર વિજય સાથે પંજાબ નંબર 1 પર પહોંચી ગયું છે. તેમણે પાંચમાંથી ચાર મેચ જીતી છે, જેમાં એક મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ છે. હાલમાં પંજાબ નવ પોઈન્ટ સાથે સૌથી વધુ પોઈન્ટનો રેકોર્ડ ધરાવે છે. તેઓ અત્યાર સુધી એક પણ મેચ હાર્યા નથી. દરમિયાન, બીજી તરફ, મુંબઈએ પોતાની પહેલી મેચ જીતી હતી પરંતુ હવે સતત ચાર મેચ હાર્યું છે.

ક્વિન્ટન ડી કોકની સદી

શ્રેયસ અય્યરે ટોસ જીતીને મુંબઈને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ટીમની શરૂઆત ખરાબ રહી. રાયન રિકલ્ટન 2 રન બનાવીને અને સૂર્યકુમાર યાદવ ગોલ્ડન 0 પર આઉટ થયા. અર્શદીપ સિંહે બંને વિકેટ લીધી. જોકે, ત્યારબાદ ક્વિન્ટન ડી કોક અને નમન ધીરે સદીની ભાગીદારી સાથે પંજાબને જવાબ આપ્યો.

મુંબઈનો મિડલ ઓર્ડર નિષ્ફળ

નમન ધીરે 31 બોલમાં 50 રન બનાવ્યા, જ્યારે ક્વિન્ટન ડી કોકે પણ શાનદાર સદી ફટકારી, 60 બોલમાં 112 રન બનાવ્યા. જોકે, મુંબઈનો મિડલ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. કેપ્ટન પંડ્યા 12 બોલમાં ફક્ત 14 રન બનાવી શક્યો. રુધરફોર્ડે 1 રન બનાવ્યો. તિલક વર્મા 8 રન બનાવીને આઉટ થયો. એક સમયે એવું લાગતું હતું કે મુંબઈ 215 રન સુધી પહોંચશે, પરંતુ તેમનો સ્કોર 195 પર અટકી ગયો.

પંજાબની યાદગાર જીત

પંજાબ સામે 196 રનનો મોટો લક્ષ્યાંક હતો અને ઓપનર પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. પ્રિયાંશ આર્ય 9 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ પ્રભસિમરને 39 બોલમાં અણનમ 80 રન બનાવીને મુંબઈને રમતમાંથી બહાર કરી દીધું. કેપ્ટન શ્રેયસ અય્યરે તેની સાથે મળીને 35 બોલમાં 66 રન બનાવીને સદીની ભાગીદારી નોંધાવી. મુંબઈના બોલરો સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા. દીપક ચહર, બુમરાહ અને પંડ્યા એક પણ વિકેટ મેળવી શક્યા નહીં. ગઝનફરે 2 વિકેટ જ્યારે શાર્દુલે 1 વિકેટ લીધી.

Breaking News: ક્વિન્ટન ડી કોકે IPLમાં ત્રીજી સદી ફટકારી, બનાવ્યો મોટો રેકોર્ડ

Breaking News: પાંચમી ઓવરના બીજા બોલ પર યુઝવેન્દ્ર ચહલે કરી મોટી ભૂલ, પંજાબ કિંગ્સને 108 રનનું ભારે નુકસાન

 

IPL 2026માં MI vs PBKS વચ્ચેની મેચમાં આ હતી પૈસા વસૂલ મોમેન્ટ, એક જમ્પ અને પલટી નાખી આખી ગેમ, જુઓ Video

શ્રેયસ ઐયરે Shreyas Iyerએ રોહિત અને સૂર્યાની સામે જ એવો કમાલ કર્યો કે એક જ ક્ષણે આખી મેચનું મૂડ બદલાઈ ગયું. મુંબઈ ઇન્ડિયન્સ સામેની આ મેચમાં પંજાબ કિંગ્સે શરૂઆત સારી કરી હતી, પરંતુ ત્યારબાદ ટીમને વિકેટ લેવા માટે ભારે મહેનત કરવી પડી. ખાસ કરીને નબળી ફિલ્ડિંગને કારણે ઘણી તકો હાથમાંથી સરકી ગઈ, જેના કારણે વિરોધી ટીમને મજબૂત સ્કોર બનાવવા મદદ મળી.

મેચ દરમિયાન પંજાબની ફિલ્ડિંગ ખૂબ જ સામાન્ય રહી. શરૂઆતમાં જ એક સરળ કેચ છોડાયો હતો, ત્યારબાદ રન-આઉટની તકો પણ બગાડી દેવામાં આવી. આવી ભૂલોનો સીધો અસર ટીમના પ્રદર્શન પર પડ્યો અને મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનોને દબાણમાંથી બહાર આવવાની તક મળી.

પણ મેચના અંતિમ ઓવરોમાં, કેપ્ટન શ્રેયસ ઐયરે પોતાની ટીમ માટે રમત ફેરવી નાખી. 18મી ઓવરમાં, જ્યારે Hardik Pandya બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેણે મોટા શોટ્સ મારવાનો પ્રયાસ કર્યો. એક બોલ પર તેણે છગ્ગો ફટકાર્યો, પરંતુ ત્યારબાદ તે જ શોટ ફરી રમવા ગયો અને ત્યાં જ ગેમ બદલાઈ ગઈ.

લોંગ-ઓન બાઉન્ડ્રી પર ઉભેલા ઐયરે અદભુત ટાઈમિંગ સાથે ઊંચો કૂદકો મારીને બોલ પકડ્યો. પરંતુ તરત જ તેને સમજાયું કે તે બાઉન્ડ્રી લાઇન પાર કરી જશે. એ સ્પ્લિટ સેકન્ડમાં તેણે અદ્ભુત સમજદારી બતાવી અને હવામાં જ બોલને પાછો મેદાનમાં ફેંકી દીધો. જ્યાં Xavier Bartlettએ સરળતાથી કેચ પૂર્ણ કર્યો. આ ક્ષણે માત્ર એક વિકેટ નહીં, પણ આખી મેચનું મોમેન્ટમ બદલાઈ ગયું.

આ દ્રશ્ય એટલું અચંબિત કરનારું હતું કે Rohit Sharma અને Suryakumar Yadav સહિત મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ પણ સ્તબ્ધ રહી ગયા. ખાસ વાત એ હતી કે આ કેચ મુંબઈના ડગઆઉટથી ખૂબ નજીક લેવામાં આવ્યો હતો, જેના કારણે બધાએ આ ક્ષણને લાઈવ જોઈ અને તરત જ પ્રતિક્રિયા આપી.

આ શાનદાર ફિલ્ડિંગના કારણે હાર્દિક માત્ર 14 રન પર આઉટ થયો અને મુંબઈ ઇન્ડિયન્સ, જે 200 પાર જતી દેખાતી હતી, તે 195 રન પર અટકી ગઈ. એક જ ફિલ્ડિંગ મોમેન્ટ કેવી રીતે મેચનું ચિત્ર બદલી શકે છે, તેનો આ એક પરફેક્ટ ઉદાહરણ બની ગયું.

પાંચમી ઓવરના બીજા બોલ પર યુઝવેન્દ્ર ચહલે કરી મોટી ભૂલ, પંજાબ કિંગ્સને 108 રનનું ભારે નુકસાન

નાસિકની TCS કંપનીમાં ચાલતા ધર્માન્તર રેકેટે અનેક કર્મચારીઓની જિંદગી બનાવી દીધી દોજખ, નોકરી કે નરક એ નક્કી કરવુ મુશ્કેલ- વાંચો

નાસિકમાં TCSની એક બ્રાંચમાં હિંદુ યુવતીઓને ટાર્ગેટ કરી તેમને બળજબરીથી મુસ્લિમ બનાવવાના એક મલ્ટીનેશનલ કંપનીમાં ચાલતી  ધર્માન્તર ગેંગનો ખૂલાસો થયો છે. ‘મક્સદ નહીં ભૂલના’ આ ફ્રેઝ અનેક ફિલ્મો, વેબસિરીઝમાં આતંકીઓની વાતચીતમાં તમે સાંભળ્યુ જ હશે. કટ્ટરવાદી વિચારધારામાં જીવતા કેટલાક મુસ્લિમ યુવકો આ ફ્રેઝને બહુ ગંભીરતાથી લઈ રહ્યા છે. કટ્ટરવાદી વિચારોવાળા આ યુવાનો, ચાહે એ લારીવાળો હોય, ડૉક્ટર હોય, જીમ ટ્રેનર હોય કે સોફ્ટવેર એન્જિનયર કેમ ન હોય. કોઈપણ ઉચ્ચ ડિગ્રી કેમ ન હોય, આવા કટ્ટરવાદી યુવાનોની માનસિક્તા એક જ હોય છે, હિંદુ યુવતીઓને ટાર્ગેટ કરવી અને કોઈપણ ભોગે તેમનુ ધર્માન્તર કરીને તેમને મુસ્લિમ બનાવવી.

દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની TCSમાં ધર્માન્તરનો આટલો મોટો ખેલ ચાલી રહ્યો હતો અને તેમના વડાઓને તેની ભનક પણ ન લાગી. TCS ની ભારતના અનેક શહેરો સહિત વિશ્વના અનેક દેશોમાં બ્રાંચ આવેલી છે. આ આઈટી કંપનીની નાસિક બ્રાંચમાં મુસ્લિમ યુવકો દ્વારા એક ખાસ પ્રકારનુ ગ્રુમિંગ ગેંગ ચાલી રહ્યુ હતુ. આ ગેંગનો લક્ષ્ય હતુ કે કંપનીની 18 થી 25 વર્ષ સુધીની હિંદુ યુવતીઓને પહેલા નોકરી પર રાખવાની, પ્રેમજાળમાં ફસાવવાની અને ત્યારબાદ બ્લેકમેઈલિંગ કરીને કોઈપણ રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ લાવવાનું.

સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે જે લોકો ઓછુ ભણેલા હોય અથવા તો ગરીબ હોય તેમનુ ધર્મ પરિવર્તન કરાવવુ આસાન હોય છે. અથવા તો અંતરિયાળ વિસ્તારોમાં કે મદરેસાઓમાં જ આવી પ્રવૃતિ ચાલતી હોય છે પરંતુ આ ઘટનાએ આ તમામ મિથકને ખોટા સાબિત કરી દીધા છે. જે પ્રકારે ‘ધ કેરલા સ્ટોરી’માં બતાવવામાં આવ્યુ હતુ, થોડીઘણી એ જ મોડસ ઓપરેન્ડી સાથે નાસિકની TCS ઓફિસમાં પણ જોવા મળી. નાસિકની આ કંપનીમાં હિંદુ યુવકોની સાથે કેટલાક મુસ્લિમ યુવકો અને મુસ્લિમ યુવતીએ એક એવુ નેક્સસ ઉભુ કર્યુ હતુ.

TCS કંપનીની HR નિદા ખાન જ ધર્મપરિવર્તનના રેકેટ સાથે જોડાયેલી હતી

TCSમાં હિંદુ યુવતીઓનું બ્રેન વોશ કરીને મુસ્લિમ બનાવવાનો ખેલ ચાલતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કંપનીની મુસ્લિમ HR નિદા ખાન આ સમગ્ર ધર્મપરિવર્તન રેકેટ સાથે જોડાયેલી છે. તેના આ રેકેટમાં દાનિશ શેખ, આસીફ અન્સારી, શફી શેખ, શાહરૂખ કુરેશી, રઝા મેમણ અને તૌસિફ અત્તર જેવા મુસ્લિમ યુવકો સામેલ હતા. આ તમામ મુસ્લિમ યુવકો કંપનીમાં ટીમ લીડર જેવી સિનિયર પોઝિશન પર હતા. આ કંપનીની હિંદુ યુવતીઓને ફસાવીને તેને મુસ્લિમ બનાવવાની કોશિશમાં લાગેલા હતા. આ તમામ લોકો એક વોટ્સએપ ગૃપ જોડાયેલા હતા. જેમા એ વાત પર ચર્ચા થતી હતી કે કઈ હિંદુ યુવતીને ક્યારે ટાર્ગેટ કરવાની છે. તેને કેવી રીતે પ્રતાડિત કરીને, અથવા મિત્રતા કેળવીને જાળમાં ફસાવવાની છે.

કેવી રીતે કરાતુ ધર્મપરિવર્તન?

ધર્મ પરિવર્તનના આ સમગ્ર કાંડની શરૂઆત હિંદુ યુવતીઓને કંપનીમાં નોકરી આપવાથી શરૂ થતી હતી. જે હિંદુ યુવતીઓની આર્થિક સ્થિતિ નબળી હોય અને જેમને નોકરીની તાતી જરૂર હોય એવી જ યુવતીઓને નોકરી પર રાખવામાં આવતી હતી. જેથી સમય આવ્યે તેમને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી ડરાવી શકાય અને ધર્મપરિવર્તન કરવા માટે દબાણ લાવી શકાય. નોકરી પર રાખ્યા બાદ ગેંગમાં સામેલ મુસ્લિમ યુવકો ટીમલીડ હોવાના કારણે આ યુવતીઓના રિપોર્ટીંગ મેનેજર પણ રહેતા. આથી યુવતીઓ તેમની સાથે મિત્રતા કરી લેતી. જે બાદ ધર્મપરિવર્તન કરવા મજબુર કરવામાં આવતી.

કેવી રીતે થયો ખૂલાસો?

આ ધર્માન્તર કાંડનો ખૂલાસો ફેબ્રુઆરી મહિનામાં થયો. જ્યારે રમઝાન માસમાં એક હિંદુ યુવતીએ રોઝા રાખવાનું શરૂ કર્યુ. યુવતીના પરિવારે આ અંગે એક હિંદુ સંગઠનને ફરિયાદ કરી, આ સંગઠને પોલીસને આ ઘટના અંગે જણાવ્યુ અને આરોપ લગાવ્યો કે TCS કંપનીમાં જ હિંદુ યુવતીઓને રોઝા રાખવા દબાણ કરાય છે. આ જાણ્યા બાદ પોલીસે કેટલીક મહિલા પોલીસકર્મીઓને એક ખાસ મિશન પર લગાવી. આ મિશન માટે મહિલા પોલીસકર્મીઓને TCSના હાઉસ કિંપીંગ વિભાગમાં ભરતી કરાવવામાં આવી. તેમણે કંપનીમાં ચાલી રહેલી ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યુ. જેમા બહાર આવ્યુ કે કંપનીના જ મુસ્લિમ ટીમ લીડર યુવકો દ્વારા હિંદુ યુવતીને શિકાર બનાવવામાં આવી રહી છે. આ બધુ જાણતા હોવા છતા કંપનીની HR નિદા ખાન હિંદુ યુવતીઓની ફરિયાદ પણ લેતી ન હતી. પોલીસે જે બાદ તેની રીતે ગુપ્ત તપાસ શરૂ કરી તો સામે આવ્યુ કે TCS માં ધર્માન્તરનું આખુ રેકેટ ચાલી રહ્યુ છે. અત્યાર સુધીમાં આ રેકેટની શિકાર 12 હિંદુ યુવતીઓ વિશે જાણ થઈ છે.

હિંદુ યુવતીઓનું યૌન શોષણ પણ કરાતુ, ગૌમાંસ ખાવા મજબુર કરાતી

આ કેસમાં NO FIR માં પીડિતોએ તેમના પર આચરવામાં આવેલા અત્યાચાર વર્ડ ટુ વર્ડ પોલીસને જણાવ્યા છે. પીડિતોઓ જણાવ્યુ કે કંપનીની HR નીદા ખાન મુસ્લિમ ટીમ લીડર્સ હિંદુ યુવતીઓની સામે હિંદુ દેવીદેવતાનો મજાક ઉડાવતા, તેમનુ અપમાન કરતા હતા. ન માત્ર આટલુ, હિંદુ યુવતીઓને અશ્લિલ ઈશારા કરતા, છેડતી કરતા, બેડ ટચ કરી લેતા હતા.  કેટલાક મુસ્લિમ યુવકોએ હિંદુ યુવતીઓ સાથે નિકટતા વધારી તેમની અંગત જિંદગીની વાતો જાણી લીધી હતી, જેને હથિયાર બનાવી તેઓ હિંદુ યુવતીઓને બ્લેકમેલ કરતા હતા, કેટલીક યુવતીઓનું યૌન શોષણ પણ કરવામાં આવ્યુ. આ મુસ્લિમ યુવકોએ હિંદુ યુવતીઓને નમાઝ પઢવા અને ગૌમાંસ ખાવા માટે પણ મજબુર કરી. પીડિત હિંદુ યુવતીઓ માટે 8 કલાકની નોકરી દોજખ બની ગઈ હતી.

“બાળકો ન થતા હોય તો પત્નીને મારી પાસે મોકલ”

હાલ TCS ની ધર્માન્તર ગેંગનો પર્દાફાશ થયા બાદ એક-એક કરીને પીડિતો સામે આવી રહ્યા છે. જેમા સૌથી વધુ તો મહિલા કર્મચારીઓ જ છે. જો કે એક પુરુષ કર્મચારી પણ સામે આવ્યો છે. તેણે ફરિયાદમાં જણાવ્યુ કે તેને બળજબરીથી ટોપી પહેરાવવામાં આવી અને નમાઝ પઢવા માટે મજબુર કરવામાં આવ્યો. સાથે જ એક મુસ્લિમ આરોપીએ કહ્યુ કે બાળકો નથી થતા તો પત્નીને મારી પાસે મોકલી દે. ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં નાસિક TCS ના એક કર્મચારીએ કહ્યુ કે તેના ટીમ લીડરે તેને નમાઝ અને કલમા પઢવાનું કહ્યુ અને ટોપી પહેરવા મજબુર કર્યો. ઉત્પીડનની હદ તો ત્યારે થઈ જ્યારે એક આરોપીએ તેની અંગત જિંદગીનો મજાક ઉડાવતા કહ્યુ કે “જો સારવાર છતા બાળકો ન થતા હોય તો તારી પત્નીને મારી પાસે મોકલી દે.”

“ઈસ્લામ અપનાવી લે, પિતા સાજા થઈ જશે”

એક પુરુષ કર્મચારીએ તેની ફરિયાદમાં જણાવ્યુ કે દાનિશ, શાહરૂખ અને રઝા મેનન સહિતના લોકોએ મને ઈસ્લામ અપનાવવા અનેકવાર મજબુર કર્યો. પીડિતે જણાવ્યુ કે જ્યારે મારા પિતા લકવાગ્રસ્ત થઈ ગયા તો એ લોકોએ કહ્યુ, “ઈસ્લામ અપનાવી લે પિતા સાજા થઈ જશે.” પરંતુ તેમની વાત ન માની તો મને નોકરીમાંથી કાઢી મુકવા માટેનું ષડયંત્ર રચ્યુ, હેડ ઓફિસમાં ખોટી ફરિયાદો કરી, આ સિલસિલો 2022 થી 23 માર્ચ 2026 સુધી ચાલતો રહ્યો.

વર્ષ 2022માં થઈ ઉત્પીડનની શરૂઆત

પીડિતે જણાવ્યુ કે ઉત્પીડનની શરૂઆત 2022માં થઈ. એ સમયે યુવકે કંપની જોઈન કરી હતી. તેનો ટીમ લીડ તૌસીફ અખ્તર અને સહયોગી દાનિશ શેખે મળીને તેને પ્રતાડિત કરવાનુ શરૂ કર્યુ. સાથે જ તેના હુકમો માનવા માટે પણ સહુને મજબુર કર્યા. જે ન માને તેના પર કામનો વધુ પડતો બોજો નાખવામાં આવતો હતો.

તૌસિખ, દાનિશ સામે પણ નોંધાઈ ફરિયાદ

હાલ ધર્માન્તર કાંડનો પર્દાફાશસ થયા બાદ તૌસિફ અને દાનિશ સામે પણ FIR નોંધવામાં આવી છે. જે 23 વર્ષિય મહિલા કર્મચારીએ નાસિકમાં નોંધાવી છે. જેમા આરોપ લગાવાયો છે કે દાનિશે તેને બળજબરીથી ચુમવાની કોશિશ કરી. સાથે જ લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. દાનિશ, તૌસિફ, નિદાખાન અને તેના સાગરીતો હિંદુ દેવી દેવતા વિશે અશ્લિલ ટિપ્પણીઓ પણ કરતા હતા. હાલ આ ઘટનામાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમા 5 પુરુષ અને 2 મહિલા આરોપી સામેલ છે. પોલીસે અનેક મહિલા કર્મચારીઓની ફરિયાદને આધારે કૂલ 9 કેસ આ આરોપીઓ વિરુદ્ધ દાખલ કર્યા છે.

સાબરમતી નદીને ખાલી કરાતા જ નદીમાં શરૂ થઈ ખજાનાની શોધ, 400 જેટલા શ્રમિકોએ શરૂ કર્યુ ખોદકામ, જુના ચલણી સિક્કા મળ્યા

Breaking News: મધ્ય પૂર્વમાં શાંતિની આશા! ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે 10 દિવસ માટે યુદ્ધ વિરામ; શું ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી લાવી મોટું પરિણામ….?

વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધોને રોકવાના પોતાના વાદા પર આગળ વધતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વના દેશો વચ્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે. ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે ચાલી રહેલી ભીષણ જંગ પર હવે 10 દિવસ માટે બ્રેક લાગી ગઈ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ ઐતિહાસિક સમજૂતીની જાહેરાત કરી છે.

ટ્રમ્પની ‘ડિજિટલ’ જાહેરાત અને હાઈ-લેવલ મીટિંગ

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેમની લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે લાંબી અને સકારાત્મક વાતચીત થઈ છે. બંને નેતાઓ ઔપચારિક રીતે 10 દિવસના સીઝફાયર માટે તૈયાર થયા છે. વોશિંગ્ટનમાં 34 વર્ષ બાદ પ્રથમ વખત બંને દેશોના પ્રતિનિધિમંડળોએ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની હાજરીમાં મુલાકાત કરી હતી.

ટ્રમ્પનો 10મો લક્ષ્યાંક

પોતાની આક્રમક શૈલી માટે જાણીતા ટ્રમ્પે કહ્યું કે, “વિશ્વભરમાં અત્યાર સુધીમાં 9 યુદ્ધો ઉકેલવા તે મારા માટે સન્માનની વાત રહી છે અને આ મારું 10મું યુદ્ધ હશે, તો ચાલો તેને પૂરું કરીએ!” તેમણે પોતાના વિદેશ મંત્રી અને ઉચ્ચ સૈન્ય અધિકારીઓને કાયમી શાંતિ સ્થાપવા માટે સતત કામ કરવાના નિર્દેશ આપ્યા છે.

સીઝફાયર પહેલાની ભયાનક સ્થિતિ

નોંધનીય છે કે આ જાહેરાત થવાના થોડા સમય પહેલા જ ઇઝરાયેલી સેનાએ લેબનોનના તાયરમાં આવેલા કાસમીયેહ પુલને નિશાન બનાવીને તબાહ કરી દીધો હતો. આ હુમલાનો હેતુ લેબનોનના દક્ષિણી વિસ્તારને ઉત્તરી વિસ્તારથી અલગ કરવાનો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. બીજી તરફ, હિઝબુલ્લાહે આ શાંતિ વાટાઘાટોને લેબનોન સરકારની મોટી ભૂલ ગણાવીને વિરોધ નોંધાવ્યો છે.

નિષ્કર્ષ: શું શાંતિ ટકશે?

ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેનો આ સીઝફાયર હાલ પૂરતો રાહત આપનારો છે, પરંતુ હિઝબુલ્લાહનો વિરોધ અને સીમા પરનો તણાવ જોતા આગામી 10 દિવસ અત્યંત મહત્વના સાબિત થશે. શું ટ્રમ્પની મધ્યસ્થીથી 10માં યુદ્ધનો અંત આવશે? તે જોવું રસપ્રદ રહેશે.

‘બેટા, તું ઈન્ડિયા ના આવતો…’ વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા પિતાનો હૃદયદ્રાવક વીડિયો; ગૃહરાજ્ય મંત્રીના કડક આદેશો માત્ર કાગળ પર?

Breaking News: RCBની ઐતિહાસિક જીત, લખનૌ સુપર જાયન્ટ્સને પહેલીવાર ઘરઆંગણે હરાવ્યું

IPL 2026 ની 23મી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ લખનૌ સુપર જાયન્ટ્સને સરળતાથી હરાવ્યું હતું. એમએ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આખી મેચમાં પ્રભુત્વ રાખ્યું. શરૂઆતમાં, તેમના બોલરોએ જોરદાર બોલિંગ કરી લખનૌ સુપર જાયન્ટ્સને 146 રનમાં ઓલઆઉટ કર્યું. ત્યારબાદ, બેટ્સમેનોએ આક્રમક બેટિંગથી જીત આસાન બનાવી. RCB એ પહેલીવાર ઘરઆંગણે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું.

લખનૌ 146 રનમાં ઓલઆઉટ

રજત પાટીદારના નેતૃત્વ હેઠળની RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે એક સારો નિર્ણય સાબિત થયો. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં ફક્ત 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લખનૌની શરૂઆત નબળી રહી હતી, જેમાં એડન માર્કરામ માત્ર 12 રનમાં આઉટ થયો હતો. ત્યારબાદ, કેપ્ટન રિષભ પંત પાંચમી ઓવરમાં જોશ હેઝલવુડના બોલથી ઘાયલ થઈ ગયો અને રિટાયર્ડ હર્ટ થયો. તે પાછળથી પાછો ફર્યો પરંતુ માત્ર એક રન બનાવીને આઉટ થયો. આ દરમિયાન, આયુષ બદોની (38) અને મુકુલ ચૌધરી (39) એ ટીમને આ સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી.

 

RCBના બોલરોએ તબાહી મચાવી

બીજી બાજુ, RCB ની બોલિંગ જોરદાર રહી. રસિક દારે સૌથી વધુ ચાર વિકેટ લીધી, ભુવનેશ્વર કુમારે ત્રણ અને કૃણાલ પંડ્યાએ બે વિકેટ લીધી. જોશ હેઝલવુડે પણ એક વિકેટ લઈને આર્થિક રીતે સફળ સાબિત થયો.

RCBની આસાન જીત

રનચેઝ કરતા RCB એ વિરાટ કોહલીને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતાર્યો. વિરાટે આક્રમક શરૂઆત કરી, 34 બોલમાં 49 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની ઇનિંગે ટીમ માટે રનચેઝ ખૂબ જ સરળ બનાવ્યો. તેણે દેવદત્ત પડિકલ સાથે બીજી વિકેટ માટે મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી. ત્યારબાદ કેપ્ટન રજત પાટીદારે 13 બોલમાં 27 રનની ધમાકેદાર ઇનિંગ રમી. જીતેશ શર્મા પણ 9 બોલમાં 23 રન બનાવવામાં સફળ રહ્યો. અંતે, ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે RCBને જીત અપાવી .

Breaking News: સચિન તેંડુલકરના મિત્ર વિનોદ કાંબલીની તબિયત બગડી, પહેલા યાદશક્તિ નબળી પડી, હવે મોટો ખતરો

Breaking News: સચિન તેંડુલકરના મિત્ર વિનોદ કાંબલીની તબિયત બગડી, પહેલા યાદશક્તિ નબળી પડી, હવે મોટો ખતરો

વિનોદ કાંબલી લાંબા સમયથી આરોગ્યની સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. થોડા મહિના પહેલા તેના ક્રિકેટર મિત્રો અને રાજ્ય સરકારની મદદથી તેની સારવાર કરવામાં આવી હતી, જેના કારણે તેના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ તાજેતરમાં મળેલી માહિતી મુજબ તેની સ્થિતિ ફરી નબળી પડી રહી છે.

કાંબલીની યાદશક્તિમાં નોંધપાત્ર ઘટાડો

ખાસ કરીને તેની યાદશક્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે દવાઓ લેવાનું પણ ઘણીવાર ભૂલી જાય છે, જે તેની સારવાર માટે મોટી અડચણ બની રહી છે. આ સ્થિતિને કારણે તેના સ્વાસ્થ્ય પર વધુ ગંભીર અસર પડી શકે છે.

કાંબલીને મગજના સ્ટ્રોકનો ખતરો

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કાંબલીને મગજના સ્ટ્રોકનો ખતરો છે. મગજમાં લોહી ગંઠાવાની સમસ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. યોગ્ય આહાર અને દવાઓનું પાલન ન થવાને કારણે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

 

કાંબલીની મદદ માટે વોટ્સએપ ગ્રુપ

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના ક્રિકેટર મિત્રો ફરી એકવાર મદદ માટે આગળ આવ્યા છે. તેની સારવાર માટે નાણાં એકત્રિત કરવા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં સચિન તેંડુલકર સહિતના નજીકના મિત્રો જોડાયા હોવાના અહેવાલ છે.

ઘણી બાબતો ભૂલી જાય છે કાંબલી

કાંબલીના મિત્રોએ જણાવ્યું કે તેણે દારૂ પીવાનું બંધ કર્યું છે, પરંતુ તે ઘણી બાબતો ભૂલી જાય છે. ક્યારેક તે ભૂલી જાય છે કે તેને ધુમ્રપાન નથી કરવાનું અને રસ્તા પર લોકો પાસેથી સિગારેટ માંગતો જોવા મળે છે, જે તેની હાલતનું ગંભીરની નિશાની છે.

મગજ પર પડતી અસરથી સંતુલન બગડ્યું

હાલમાં કાંબલીની કિડની, હૃદય અને લીવર પર કોઈ ગંભીર અસર નથી, પરંતુ મગજ પર પડતી અસરને કારણે તેના શરીરનું સંતુલન બગડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં યોગ્ય સારવાર અને સતત દેખરેખ ખૂબ જરૂરી બની ગઈ છે. ચાહકો તેના સ્વાસ્થ્યમાં સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Breaking News: રિષભ પંત સાથે રોહિત શર્મા જેવી જ ઘટના બની, આઉટ થયા વિના જ મેદાન છોડવું પડ્યું

Breaking News: પરમાણુ યુદ્ધના ખતરા વચ્ચે રશિયાનો માસ્ટરપ્લાન! ઈરાનના ‘યુરેનિયમ’ પર પુતિને લીધો મોટો નિર્ણય; શું આ પગલું દુનિયાને બચાવશે?

વિશ્વ અત્યારે પરમાણુ શક્તિઓના વિવાદ વચ્ચે શ્વાસ અધ્ધર કરીને બેઠું છે, ત્યારે રશિયાએ ઈરાનના એનરિચ્ડ યુરેનિયમ (સંવર્ધિત યુરેનિયમ) મામલે મહત્વની જાહેરાત કરી છે. ચીનની મુલાકાતે ગયેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે સ્પષ્ટ કર્યું છે કે મોસ્કો આ જટિલ સમસ્યા ઉકેલવા માટે સીધી ભૂમિકા ભજવવા તૈયાર છે.

રશિયાનો ‘રીપ્રોસેસિંગ’ પ્લાન

લવરોવે બીજિંગમાં પત્રકારોને જણાવ્યું કે, રશિયા ઈરાન પાસે રહેલા અત્યંત સંવર્ધિત યુરેનિયમને ઈંધણ-ગ્રેડ યુરેનિયમમાં ફરીથી પ્રોસેસ કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જે યુરેનિયમ પરમાણુ બોમ્બ બનાવવામાં વપરાય છે, તેને રશિયા એવા સ્વરૂપમાં બદલી નાખશે જેનો ઉપયોગ માત્ર શાંતિપૂર્ણ ઉર્જા કાર્યો માટે થઈ શકે. રશિયાએ તૈયારી બતાવી છે કે ઈરાનને જે રીતે સ્વીકાર્ય હોય તે રીતે તેઓ મદદ કરવા તૈયાર છે.

પુતિને સીધો વોશિંગ્ટન મોકલ્યો પ્રસ્તાવ

આ સમાચાર એટલા માટે મહત્વના છે કારણ કે તાજેતરમાં પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા નિષ્ફળ ગઈ હતી. આ નિષ્ફળતા બાદ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ખુલાસો કર્યો છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ પ્રસ્તાવ સીધો અમેરિકા સુધી પહોંચાડ્યો છે. એટલું જ નહીં, પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન સાથે ફોન પર વાત કરી તેમને રાજદ્વારી સમર્થન આપવાની ખાતરી પણ આપી છે.

IAEA ની કડક નજર

બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ એજન્સી (IAEA) ના વડા રાફેલ ગ્રોસીએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સમજૂતી થાય, તો ઈરાનની પરમાણુ ગતિવિધિઓની અત્યંત ઝીણવટભરી તપાસ થવી જોઈએ. ટ્રમ્પ પ્રશાસન પહેલેથી જ કહી ચૂક્યું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં.

શું ઈતિહાસનું પુનરાવર્તન થશે?

ઉલ્લેખનીય છે કે 2015 માં પણ જ્યારે પરમાણુ કરાર થયો હતો, ત્યારે રશિયાએ ઈરાનમાંથી મોટી માત્રામાં યુરેનિયમ હટાવી લીધું હતું. હવે જ્યારે ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે શું રશિયા ફરીથી મધ્યસ્થી બનીને દુનિયાને પરમાણુ જોખમમાંથી બહાર કાઢી શકશે? આ પ્રશ્ન અત્યારે આખી દુનિયામાં ચર્ચાઈ રહ્યો છે.

H-1B વિઝા પર જેડી વેન્સનું મહત્વનું નિવેદન; સાસરીયાના ખભે બંદૂક મૂકીને કહી આ મોટી વાત

વૈષ્ણોદેવીમાં વિવાદ, મંત્રોચ્ચાર દરમિયાન CEOને બુટ કાઢવાનું કહેતા ભડક્યા, વીડિયો વાયરલ

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સીઈઓ અને IAS અધિકારી સચિન કુમાર વૈશ્ય સાથે જોડાયેલો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના શ્રી માતા વૈષ્ણોદેવી સાથે સંબંધિત છે, જ્યાં તેઓ એક સંસ્થાના ઉદ્ઘાટન માટે કટરા ગયા હતા.

માહિતી અનુસાર, ઉદ્ઘાટન દરમિયાન પૂજારીઓ દ્વારા ધાર્મિક મંત્રોચ્ચાર ચાલી રહ્યો હતો. તે સમયે એક પૂજારીએ સચિન વૈશ્યને પરંપરા મુજબ બુટ કાઢવા વિનંતી કરી હતી. પરંતુ આ વાત પર તેઓ નારાજ થઈ ગયા હતા. વીડિયોમાં તેઓ કહેતા સાંભળવા મળે છે કે, “આ જ કારણ છે કે હું આવા સ્થળોની મુલાકાત લેતો નથી.” તેમની આ ટિપ્પણીથી ત્યાં હાજર લોકોમાં અસંતોષ જોવા મળ્યો, છતાં કોઈએ ખુલ્લેઆમ વિરોધ કર્યો નહોતો.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણા યુઝર્સે તેમના વર્તનને અયોગ્ય ગણાવ્યું છે અને તેમને સીઈઓના પદ પરથી દૂર કરવાની માંગ કરી છે. કેટલાક લોકોએ તેમના વર્તનને “ઘમંડી” કહીને આક્ષેપ કર્યો છે.

વિવાદ વધતા લોકોમાં એ પણ ચર્ચા થઈ રહી છે કે જે વ્યક્તિ પવિત્ર સ્થળના વહીવટ માટે જવાબદાર છે, તે જ ત્યાંની પરંપરાઓ પ્રત્યે અનાદર દર્શાવે છે, તે વિસંગતતા દર્શાવે છે. ઘણા લોકોનું માનવું છે કે આવા પદ પર એવી વ્યક્તિ હોવી જોઈએ જે શ્રદ્ધા અને સંસ્કૃતિને સમજતી હોય.

આ મુદ્દે ભાજપ યુવા મોરચાના નેતા તાંડવ સિંહે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આવી માનસિકતા ધરાવતા અધિકારીઓની તાત્કાલિક બદલી થવી જોઈએ અને આ પદ પર એવી વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ જે ધાર્મિક પરંપરાઓનો સન્માન કરે.

‘જય શ્રી રામ’ બોલો અને ડિસ્કાઉન્ટ મેળવો, ડૉક્ટરે શરૂ કરી અનોખી ઓફર

H-1B વિઝા પર જેડી વેન્સનું મહત્વનું નિવેદન; સાસરીયાના ખભે બંદૂક મૂકીને કહી આ મોટી વાત

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે દેશની H-1B વિઝા સિસ્ટમ અને ઇમિગ્રેશન નિયમો પર ફરી એકવાર પોતાનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ભારતીય મૂળના વિદ્યાર્થીના પ્રશ્નનો જવાબ આપતા વેન્સે વિઝા પ્રોગ્રામમાં થતી ગેરરીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ સાથે જ તેમણે ભારતીય પ્રવાસીઓના અમેરિકી અર્થતંત્રમાં ફાળાના પણ વખાણ કર્યા હતા.

સાસરી પક્ષના ઉદાહરણથી આપી સમજણ

જેડી વેન્સે આ વિષય પર વાત કરતી વખતે પોતાના પરિવારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘H-1B સિસ્ટમમાં એક તરફ મોટી છેતરપિંડી થાય છે, તો બીજી તરફ એવા લોકો પણ છે જેમણે અહીં આવીને દેશને સમૃદ્ધ બનાવ્યો છે. આવા સારા લોકોમાં મારા સાસરી પક્ષના લોકો પણ સામેલ છે.’ ઉલ્લેખનીય છે કે જેડી વેન્સના પત્ની ઉષા વેન્સના માતા-પિતા આંધ્રપ્રદેશના વતની હતા, જેઓ અમેરિકામાં જઈને સ્થાયી થયા હતા.

‘અમેરિકામાં રહીને અમેરિકાનું જ વિચારો’

વેન્સે ભારતીય મૂળના પ્રવાસીઓ અને અન્ય વિદેશી કર્મચારીઓને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે જે લોકો અમેરિકા આવે છે, તેમની પ્રથમ ફરજ એ છે કે તેઓ અમેરિકાના હિતોને પ્રાથમિકતા આપે. પ્રવાસીઓએ પોતાની જૂની ઓળખમાંથી બહાર આવીને પોતાને ‘અમેરિકન’ માનવા જોઈએ અને તે દેશ વિશે વિચારવું જોઈએ જ્યાં તેઓ અત્યારે રહી રહ્યા છે, નહીં કે તે દેશ વિશે જ્યાંથી તેઓ આવ્યા છે.

ટ્રમ્પ સરકારનું કડક વલણ

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન હંમેશાથી વિઝા નિયમો પર કડક રહ્યું છે. જેડી વેન્સે પણ સરકારના આ વલણનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે નિયમોમાં કડકાઈ દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થા માટે અનિવાર્ય છે. ગત વર્ષે ટ્રમ્પે H-1B વિઝા પર $1,00,000 (આશરે 83 લાખ રૂપિયાથી વધુ) નો શુલ્ક લાદવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, હવે વિઝા અરજદારોના સોશિયલ મીડિયા પ્રોફાઇલની પણ કડક સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે.

ભારતીયો માટે કેમ મહત્વના છે આ સમાચાર?

અમેરિકામાં H-1B વિઝા મેળવનારાઓમાં 80 ટકાથી વધુ લોકો ભારતીય અથવા ચીની નાગરિકો હોય છે, જેમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિનું આ નિવેદન અને ટ્રમ્પ સરકારની કડક નીતિઓ આગામી સમયમાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે પડકારજનક સાબિત થઈ શકે છે.

જાણો લારીવાળા ભાઈની એ ‘સિક્રેટ હેક’, જેનાથી એક જ નારિયેળમાંથી નીકળશે 3 ગ્લાસ પાણી

Breaking News: ચેપોકમાં ચાલ્યો ચેન્નાઈ સુપર કિંગ્સનો જાદુ, કોલકાતા નાઈટ રાઈડર્સની IPL 2026માં ચોથી હાર

પહેલી ત્રણ મેચ હાર્યા બાદ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ વિજય રથ પર સવાર થયું હોય તેવું લાગી રહ્યું છે. CSK એ ચેપોકમાં સતત બીજી મેચ જીતી છે. દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવ્યા બાદ ચેન્નાઈએ કોલકાતા નાઈટ રાઈડર્સને પણ હરાવ્યું હતું. બીજી તરફ KKR પાંચ મેચમાં એક પણ જીત મેળવી શક્યું નથી.

ચેન્નાઈએ કોલકાતાને હરાવ્યું

પહેલા બેટિંગ કરતા, ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 192 રન બનાવ્યા. જવાબમાં, કોલકાતા આ લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું. કોલકાતાએ ફક્ત 160 રન બનાવ્યા અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો. ચેન્નાઈ સુપર કિંગ્સની જીતનો હીરો નૂર અહેમદ હતો, જેણે 7 બોલમાં 3 વિકેટ લઈને મેચનું પાસું ફેરવી દીધું. નૂર અહેમદે 4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ લીધી. સંજુ સેમસનએ 48 અને ડેવાલ્ડ બ્રેવિસે 41 રન બનાવ્યા. આયુષ મ્હાત્રે પણ 17 બોલમાં 38 રન બનાવી અણનમ રહ્યા.

KKRની સિઝનમાં ચોથી હાર

કોલકાતા નાઈટ રાઈડર્સનું સતત ખરાબ પ્રદર્શન ચાલુ જ રહ્યું છે. તેમણે આ મેચમાં પોતાની ઓપનિંગ જોડી બદલી, પરંતુ પરિણામ યથાવત રહ્યું. ફિન એલન માત્ર 1 રન બનાવીને આઉટ થયો. ઓપનિંગમાં રહાણેના સ્થાને આવેલા સુનીલ નારાયણે 17 બોલમાં 24 રન બનાવ્યા. કેપ્ટન રહાણે 22 બોલમાં માત્ર 28 રન બનાવી શક્યો. અંગક્રિશ રઘુવંશીએ 19 બોલમાં 27 રન બનાવ્યા. આ પછી, KKRની બેટિંગ વચ્ચેની ઓવરોમાં પત્તાના મહેલની જેમ તૂટી પડી.

નૂરની સાત બોલમાં ત્રણ વિકેટ

KKR મેચમાં 10 ઓવર સુધી રમી રહ્યું હતું, પરંતુ પછી 11મી ઓવરમાં નૂર અહેમદે મેચનું પાસું પલટી નાખ્યું. તેણે પહેલા કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેને આઉટ કર્યો. પછી, બીજા જ બોલ પર નૂર અહેમદે કેમેરોન ગ્રીનને બોલ્ડ કર્યો. 13મી ઓવરમાં, નૂર અહેમદે કોલકાતાના વાઈસ કેપ્ટન રિંકુ સિંહને આઉટ કર્યો. આમ, નૂર અહેમદે સાત બોલમાં ત્રણ વિકેટ લીધી.

 ચેપોકમાં ચેન્નાઈની બીજી જીત

ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી. કેપ્ટન ગાયકવાડ માત્ર 7 રન બનાવીને આઉટ થયો. જોકે, ત્યારબાદ સંજુ સેમસન અને આયુષ મ્હાત્રેએ વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ચેન્નાઈને પાવરપ્લેમાં મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું. આયુષ મ્હાત્રેએ 17 બોલમાં 38 રન બનાવ્યા. સંજુ સેમસને પણ 32 બોલમાં 48 રન બનાવ્યા. ડેવાલ્ડ બ્રેવિસે 41 રન ફટકાર્યા. સરફરાઝ ખાને 23 રન અને શિવમ દુબેએ 13 રન બનાવ્યા.

Breaking News: સનરાઈઝર્સ હૈદરાબાદ માટે સારા સમાચાર, ચેમ્પિયન કેપ્ટનની જલ્દી થશે ટીમમાં વાપસી

Breaking News: સનરાઈઝર્સ હૈદરાબાદને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી આખી સિઝનમાંથી થયો બહાર

Breaking News: સનરાઈઝર્સ હૈદરાબાદ માટે સારા સમાચાર, ચેમ્પિયન કેપ્ટનની જલ્દી થશે ટીમમાં વાપસી

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સારા સમાચાર સામે આવ્યા છે. નિયમિત કેપ્ટન જલ્દી ટીમ સાથે જોડાય શકે છે. પેટ કમિન્સ 17 એપ્રિલે ભારત પરત ફરવાની શક્યતા છે. હાલમાં તેઓ ઓસ્ટ્રેલિયામાં છે, જ્યાં તેમની મહત્વપૂર્ણ ફિટનેસ ટેસ્ટ યોજાવાની છે. આ ટેસ્ટમાં સફળતા મળે તો તેઓ સીધા IPL માટે ઉપલબ્ધ બની શકે છે.

ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો

કમિન્સ IPL 2026ની શરૂઆતમાં SRH ટીમ સાથે જોડાયો હતો, પરંતુ ઈજાના કારણે તેને ઓસ્ટ્રેલિયા પરત જવું પડ્યું. ગયા વર્ષથી તેને કમરના દુખાવાની સમસ્યા સતાવી રહી છે, જેના કારણે તે લાંબા સમય સુધી મેદાનથી દૂર રહ્યો છે.

 

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કરશે કમબેક?

આ ઈજાના કારણે કમિન્સ T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શક્યો નહીં. તેણે એશિઝ સિરીઝમાં વાપસી કરી હતી, પરંતુ એક જ ટેસ્ટ મેચ બાદ ફરીથી ઈજાગ્રસ્ત થતા આખી સિરીઝમાંથી બહાર થવું પડ્યું. રિપોર્ટ્સ મુજબ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાથી તેને ટૂંક સમયમાં ફિટનેસ ક્લિયરન્સ અને NOC મળી શકે છે. જો બધું આયોજન મુજબ રહ્યું તો તે 18 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રમતો જોવા મળી શકે છે.

 

હૈદરાબાદનું બોલિંગ લાઈનઅપ મજબૂત થશે

કમિન્સની ગેરહાજરીમાં હૈદરાબાદનું બોલિંગ લાઇનઅપ થોડું નબળું પડી ગયું હતું. જોકે, યુવા બોલરો પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈને તાજેતરમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. બંનેએ મળીને મહત્વપૂર્ણ વિકેટો લઈ ટીમને સ્પર્ધાત્મક બનાવવામાં યોગદાન આપ્યું છે.

 

ટીમનું કોમ્બિનેશન-પ્રદર્શન સુધરશે!

હાલમાં હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, પરંતુ ટીમનું પ્રદર્શન સ્થિર રહ્યું નથી. કેપ્ટનશીપ સંભાળતા ઈશાન કિશન માટે આ સમય પડકારજનક રહ્યો છે. જો કમિન્સ વાપસી કરે છે, તો ટીમની બોલિંગમાં સંતુલન આવશે અને પ્લેઓફ માટેની દોડ વધુ મજબૂત બનશે.

Breaking News: CSK ના 17 વર્ષના બેટ્સમેને KKR ના 25 કરોડના ખેલાડીની કરી જોરદાર ધુલાઈ

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત, આ સમયે રહેશે બંધ, જુઓ Video

સુરત પોલીસે કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને વાહનચાલકોની સલામતી અને સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરના ટ્રાફિક સિગ્નલો બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ નિર્ણય 15/04/2026 થી અમલમાં આવશે.

આ પગલાનો મુખ્ય હેતુ બપોરના સમયે પડતી અતિશય ગરમીથી વાહનચાલકોને રાહત પૂરી પાડવાનો છે. સિગ્નલો બંધ હોવા છતાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી (TRB) ના જવાનોને મુખ્ય જંક્શન્સ પર તૈનાત કરવામાં આવશે. આ જવાનો ટ્રાફિકનું નિયમન કરશે અને અકસ્માતો ન થાય તેની તકેદારી રાખશે.

વધુમાં, શહેરમાં મોટા જંક્શન્સ પર તડકાથી બચવા માટે ખાસ શેડ પણ લગાવવામાં આવ્યા છે. આ શેડ વાહનચાલકોને ગરમીથી રાહત આપશે. સુરત પોલીસ ફોર-વ્હીલ વાહનચાલકોને અપીલ કરી રહી છે કે તેઓ ટુ-વ્હીલર વાહનચાલકોને આ શેડ નીચે ઊભા રહેવા માટે જગ્યા કરી આપે, જેથી સૌ કોઈ ગરમીથી બચી શકે. આ પહેલ ગરમીની સિઝનમાં નાગરિકોને સુવિધા અને સુરક્ષા પૂરી પાડવા માટે કરાઈ છે.

સુરત સાઇબર ઠગાઈનો મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો, જુઓ Video

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડૂત કોની ‘ખેતી’ બગાડશે? ધોરાજીના ખેડૂતોએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર

Breaking News: પ્રફુલ હિંગે સામે રાજસ્થાનની બ્રેક ફેલ, હૈદરાબાદની જીત સાથે મજબૂત વાપસી

IPL 2026 માં દરેક પ્રતિસ્પર્ધીને પરાજિત કરીને એક શક્તિશાળી ટેન્કની જેમ દોડી રહેલી રાજસ્થાન રોયલ્સ પણ થાકી ગઈ હતી. સતત ચાર મેચ જીત્યા બાદ, રાજસ્થાનને સિઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો. સનરાઇઝર્સ હૈદરાબાદના નવા સ્ટાર પ્રફુલ હિંગેએ પોતાની ડેબ્યૂ મેચમાં જ શાનદાર પહેલી ઓવરમાં રાજસ્થાનની બેટિંગને ધ્વસ્ત કરી દીધી, જેનાથી ટીમ 57 રનથી વિજયી બની. કેપ્ટન ઇશાન કિશનની વિસ્ફોટક ઇનિંગે હૈદરાબાદની જીતનો પાયો નાખ્યો, અને પછી પ્રફુલે તેને તેના અંત સુધી પહોંચાડી.

અભિષેક શર્મા 0 પર આઉટ

હૈદરાબાદમાં SRHની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ તેમની શરૂઆતથી ટીમ અને ચાહકો બંને નિરાશ થયા હતા. સ્ટાર ઓપનર અભિષેક શર્માને ઇનિંગના પહેલા જ બોલ પર જોફ્રા આર્ચર દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો. ટ્રેવિસ હેડ પણ મોટી કે ઝડપી ઇનિંગ ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે, કેપ્ટન ઇશાન કિશન ટકી રહ્યો અને તેણે રાજસ્થાનના બોલરો પર હુમલો શરૂ કર્યો.

કેપ્ટન ઈશાને 91 રન ફટકાર્યા

ઈશાને માત્ર 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને અંતે 44 બોલમાં 91 રન બનાવીને આઉટ થયો. તેણે અને હેનરિક ક્લાસેનએ ત્રીજી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી, જેનાથી ટીમને રિકવર કરવામાં મદદ મળી. ક્લાસેને પણ 40 રનની ઉપયોગી ઇનિંગ રમી, ત્યારબાદ નીતિશ રેડ્ડી અને સલિલ અરોરાએ મોટા શોટ ફટકારીને ટીમને 217 રન સુધી પહોંચાડી.

 

હિંગેએ પહેલી ઓવરમાં ત્રણ વિકેટ લીધી

આ પછી, બધાની નજર વૈભવ સૂર્યવંશી પર હતી, જેમની પાસેથી બધાને બીજી મજબૂત ઇનિંગની અપેક્ષા હતી. પરંતુ પ્રફુલ હિંગેએ પહેલી ઓવરમાં જે કર્યું તેનાથી બધા ચોંકી ગયા. પોતાની પહેલી મેચ રમતા પ્રફુલ હિંગેએ બીજા બોલ પર વૈભવને આઉટ કર્યો અને પછીના ચાર બોલમાં ધ્રુવ જુરેલ સહિત બે વધુ વિકેટ લીધી. એકંદરે, પ્રફુલે તેની પહેલી ઓવરમાં ત્રણ વિકેટ લઈને ઇતિહાસ રચ્યો.

પ્રફુલ-સાકિબની ડેબ્યૂમાં ચાર-ચાર વિકેટ

બીજી ઓવરમાં, પ્રફુલની સાથે રહેલા ડેબ્યુટન્ટ ફાસ્ટ બોલર સાકિબે પણ એક વિકેટ લીધી. જ્યારે પ્રફુલે મેચની ત્રીજી ઓવરમાં બીજી એક વિકેટ લીધી, જેનાથી રાજસ્થાન સંપૂર્ણપણે હચમચી ગયું. રાજસ્થાને ત્રણ ઓવરમાં ફક્ત નવ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી, ડોનોવન ફેરેરા અને રવિન્દ્ર જાડેજાએ થોડા સમય માટે ઇનિંગ્સને સંભાળી 122 રનની ભાગીદારી કરી. પરંતુ પ્રફુલના ગયા પછી, બીજા ડેબ્યુટન્ટ સાકિબે પોતાની કુશળતા બતાવી અને ફેરેરાને આઉટ કર્યો. રાજસ્થાનને 159 રનમાં ઓલઆઉટ થવામાં લાંબો સમય લાગ્યો નહીં, જેમાં સાકિબે પણ ચાર વિકેટ લીધી.

Breaking News: IPL ઈતિહાસની સૌથી ખતરનાક પહેલી ઓવર, વૈભવ સૂર્યવંશી સહિત ત્રણ 0 પર આઉટ, ડેબ્યૂમાં જ ભારે તબાહી મચાવી દીધી

 

Breaking News: IPL ઈતિહાસની સૌથી ખતરનાક પહેલી ઓવર, વૈભવ સૂર્યવંશી સહિત ત્રણ 0 પર આઉટ, ડેબ્યૂમાં જ ભારે તબાહી મચાવી દીધી

જ્યારે કોઈ ટીમ IPLમાં પહેલી વાર ખેલાડીઓ ખરીદે છે, ત્યારે ઘણા અજાણ્યા ખેલાડીઓનું નસીબ બદલાઈ જાય છે. જો તેમને પહેલી વાર રમવાની તક મળે છે, તો કહાની વધુ સારી બની જાય છે. જો તેઓ પહેલી જ મેચમાં સારું યોગદાન આપે છે, તો તે ખૂબ જ સારી વાત છે. પરંતુ જો કોઈ પહેલી જ મેચમાં IPLના 19 વર્ષમાં સૌથી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરે છે, તો તે હંમેશા માટે યાદગાર બની જાય છે.

પ્રફુલ હિંજનું શાનદાર ડેબ્યૂ

ફક્ત 24 વર્ષીય ફાસ્ટ બોલર પ્રફુલ હિંજની કહાની છેલ્લી છે. IPLમાં ડેબ્યૂ કરવાની તક મળતા જ પ્રફુલે આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું અને પહેલી જ ઓવરમાં 3 વિકેટ લીધી, જ્યારે ત્રણેય બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યા નહીં.

પ્રફુલ હિંગેનું ડ્રીમ ડેબ્યૂ

13 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં, બધાની નજર અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી પર હતી. પરંતુ ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે કે બંને બેટ્સમેન ખરાબ રીતે નિષ્ફળ જશે, અને મેચના અંત સુધીમાં, તેમની નિષ્ફળતા કરતાં તે ખેલાડી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેની ડેબ્યૂ મેચ હતી. વિદર્ભ માટે રમતા પ્રફુલ હિંગે પોતાની પહેલી જ ઓવરમાં IPL 2026ના સૌથી વિસ્ફોટક બેટ્સમેન, વૈભવ સૂર્યવંશીને પ્રથમ બોલ પર કોઈ રન બનાવ્યા વિના આઉટ કર્યો.

વૈભવને ખાતું ખોલવા દીધું નહીં

હૈદરાબાદ તરફથી પહેલી ઓવર નાખતા પ્રફુલના પહેલા બોલ પર યશસ્વી જયસ્વાલે એક સિંગલ લીધો. ત્યારબાદ ક્રીઝ પર આવેલા વૈભવે ઓવરના બીજા બોલ પર અને તેના પહેલા બોલ પર એક ઊંચો શોટ રમ્યો, પરંતુ આ વખતે તે બાઉન્ડ્રી પાર કરી શક્યો નહીં અને વિકેટકીપર દ્વારા કેચ થઈ ગયો. આ બધા માટે આશ્ચર્યજનક હતું, કારણ કે અગાઉની ચાર મેચોમાં વૈભવે જસપ્રીત બુમરાહ, જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમાર જેવા દિગ્ગજ બોલરોના પહેલા બોલ પર બાઉન્ડ્રી ફટકારી હતી.

ઇનિંગની પહેલી ઓવરમાં 3 વિકેટ

આ વખતે વૈભવ નિષ્ફળ ગયો, પણ પ્રફુલનો કરિશ્મા જળવાઈ રહ્યો. પછી ધ્રુવ જુરેલ આવ્યો, જે પણ સારા ફોર્મમાં હતો. પરંતુ તે પણ ફક્ત બે બોલ રમ્યા પછી તે જ ઓવરમાં પ્રફુલનો શિકાર બન્યો. તે પણ 0 રન બનાવીને આઉટ થયો. બાદમાં 19 વર્ષીય લુઆન-ડ્રે-પ્રિટોરિયસ આવ્યો, જે પણ ડેબ્યૂ કરી રહ્યો હતો. પરંતુ તે પણ ખાતું ખોલાવ્યા વિના માત્ર બે બોલ રમ્યા પછી આઉટ થઈ ગયો.

ડેબ્યૂ મેચમાં 4 વિકેટ લીધી

પ્રફુલની પહેલી ઓવરમાં, ફક્ત 1 રનમાં 3 વિકેટ પડી ગઈ, અને ત્રણેય બેટ્સમેન ખાતું ખોલી શક્યા નહીં. આ સાથે, આ જમણા હાથના ઝડપી બોલરે ઇતિહાસ રચ્યો. IPL ના 19 સિઝનના ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે ઇનિંગની પહેલી ઓવરમાં 3 વિકેટ પડી. પરંતુ પ્રફુલ ત્યાં અટક્યો નહીં. તેની બીજી ઓવરમાં, તેણે ફરીથી પ્રહાર કર્યો, આ વખતે રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગની વિકેટ લીધી. આ રીતે, પ્રફુલે પ્રથમ 2 ઓવરમાં ફક્ત 6 રન આપીને 4 વિકેટ લઈને રાજસ્થાનની બેટિંગને સ્તબ્ધ કરી દીધી.

Breaking News: અભિષેક શર્માએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, 9 વર્ષ અને 79 ઈનિંગ્સમાં પહેલીવાર આવું બન્યું

થર્મોસમાં રાખેલી ચા કેટલા સમય સુધી સારી રહે ? તમે નહીં જાણતા હોવ આ વાત

UAEએ પાકિસ્તાનનો સાથ છોડ્યો? જૂનું દેવું ચૂકવવા હવે ચીન-સૌદી સામે ફેલાવ્યો ‘ભીખ’નો કટોરો!

પાકિસ્તાનની આર્થિક હાલત દિવસેને દિવસે કથળી રહી છે. હવે સ્થિતિ એવી આવી છે કે જૂનું દેવું ચૂકવવા માટે પાકિસ્તાન નવા દેવાની શોધમાં ભટકી રહ્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પાકિસ્તાનને આપેલા 3 અબજ ડોલર (આશરે 25 હજાર કરોડ રૂપિયાથી વધુ) આ મહિનાના અંત સુધીમાં પરત કરવા અલ્ટીમેટમ આપ્યું છે.

UAE કેમ નારાજ થયું?

છેલ્લા 7 વર્ષથી UAE પાકિસ્તાનના દેવાની મુદત લંબાવતું આવ્યું છે, પરંતુ આ વખતે તેણે સ્પષ્ટ ના પાડી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પાછળ સૌદી અરેબિયા અને UAE વચ્ચેનો આંતરિક વિવાદ જવાબદાર છે. પાકિસ્તાને તાજેતરમાં સૌદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર કરીને ત્યાં ફાઈટર જેટ્સ તૈનાત કર્યા છે, જેનાથી UAE નારાજ થયું હોવાનું મનાય છે.

નવું દેવું મેળવવાની મથામણ

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, પાકિસ્તાન હવે ચીન અને સૌદી અરેબિયા પાસે 3.5 અબજ ડોલરની મદદ માંગી રહ્યું છે. જો પાકિસ્તાન આ દેવું નહીં ચૂકવે, તો તેના વિદેશી મુદ્રા ભંડારમાં 18% જેટલો જંગી ઘટાડો થશે, જે તેને સંપૂર્ણ કંગાળી તરફ ધકેલી શકે છે. હાલમાં પાકિસ્તાન પાસે માત્ર ત્રણ મહિનાની આયાત કરી શકાય તેટલું જ ભંડોળ બચ્યું છે.

IMF ની શરતો અને મુશ્કેલીઓ

પાકિસ્તાન અત્યારે IMF ના 7 અબજ ડોલરના બેલઆઉટ પેકેજ પર નભી રહ્યું છે. IMF ની શરત છે કે મિત્ર દેશો પાસેથી મળેલું દેવું ‘રોલઓવર’ (મુદત વધારવી) થતું રહેવું જોઈએ. પરંતુ જો UAE પૈસા પાછા માંગવા પર અડગ રહેશે, તો IMF ના પેકેજ પર પણ સંકટ આવી શકે છે.

હવે આખી દુનિયાની નજર ચીન અને સૌદી અરેબિયા પર છે. શું આ બંને દેશો પાકિસ્તાનને આ કટોકટીમાંથી બહાર કાઢશે કે પછી પાકિસ્તાન આર્થિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડશે? તે જોવું રહ્યું.

Breaking News : ટ્રમ્પની ‘નાકાબંધી’ સામે ચીને ઉગામ્યું હથિયાર; ઈરાન મુદ્દે અમેરિકાને આપી ખુલ્લી ચેતવણી – ‘અમારા મામલે દખલ ન કરો’

અમદાવાદના આંગણે અનેરો ઉત્સવ, કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

કલ્યાણ પુષ્ટિ હવેલી દ્વારા તા. 13 એપ્રિલ 2026, સોમવાર (ચૈત્ર વદ એકાદશી) ના પાવન દિવસે સાંજે 5:00 કલાકે વસ્ત્રાપુર તળાવ પાસે થી મહાપ્રભુજીની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્યક્રમ ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજની આજ્ઞા અને યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી શરણંકુમારજી મહોદયની મંગલમય ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ શોભાયાત્રા અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે યોજાઈ હતી. યાત્રા દરમિયાન ભાવભર્યા કીર્તન અને ભક્તિભાવે ભરેલા દ્રશ્યો સાથે વૈષ્ણવોએ વિશેષ આનંદનો અનુભવ કર્યો હતો.

આ અવસર પર શ્રી કલ્યાણરાયજી, શ્રી ગોવર્ધનધરન પ્રભુ, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી તેમજ શ્રી મહાપ્રભુજીને વિવિધ ભાવસભર સેવાઓ અર્પણ કરવામાં આવી. ભક્તોએ પ્રભુને લાડ લડાવી તેમની કૃપા પ્રાપ્ત કરી અને ભક્તિભાવમાં લીન રહ્યા.

શોભાયાત્રા બાદ કનકાભિષેક અને નંદમહોત્સવના ઉત્સવો આનંદભેર ઉજવાયા. હવેલીમાં કીર્તનમય વાતાવરણ વચ્ચે વિશિષ્ટ રાજભોગ દર્શન અને શયન દર્શનની ઝાંખી યોજાઈ. ઉપરાંત પાળના, નંદમહોત્સવ અને કેસર સ્નાન જેવા પાવન ઉત્સવો દ્વારા વૈષ્ણવોને આધ્યાત્મિક આનંદનો અનોખો અનુભવ થયો.

આ મહોત્સવ અંતર્ગત તા. 10, 11 અને 12 એપ્રિલ દરમિયાન “શ્રી વલ્લભઃ જયતિ મહોત્સવ” ઉજવાયો હતો, જેમાં યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી શરણંકુમારજી મહોદયશ્રીએ “વલ્લભ તત્વ ચિંતન” વિષય પર વચનામૃત આપીને વૈષ્ણવોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું.

Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા 2026 લાવશે ભાગ્યનો ટર્નિંગ પોઈન્ટ!

IPL 2026માં બની ગયો મહા રેકોર્ડ, શુભમન ગિલે વિરાટ કોહલીને પછાડ્યો, જુઓ

સ્ટેજથી લઈને કિચન સુધી હતું રાજ, સુરની સાથે લગાવતા હતા ‘સ્વાદનો તડકો’, જાણવા માટે અહીં ક્લિક કરો..

Breaking News: વટવામાં મધરાતે તલવારો સાથે ફિલ્મી આતંક: 5 વર્ષ જૂની હત્યાનો બદલો લેવા ગુંડાઓ બેફામ બન્યા, ગણતરીના કલાકોમાં ઝડપાયા

અમદાવાદના વટવા વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ માજા મૂકી છે. વટવાના ચાર માળિયા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ખુલ્લી તલવારો સાથે લુખ્ખા તત્વોએ આતંક મચાવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જાહેર રોડ પર ગાડી પાર્ક કરી, હાથમાં હથિયારો લહેરાવી રહેલા આ શખ્સોએ સામાન્ય નાગરિકોને ધમકાવ્યા હતા. જોકે, વટવા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી મુખ્ય આરોપી સહિત 4 શખ્સોને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

5 વર્ષ જૂનું વેર અને મધરાતે બદલો લેવાનો પ્લાન

પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી છે તે કોઈ ગેંગસ્ટર ફિલ્મની પટકથા જેવી છે. મુખ્ય આરોપી આદિલ શેખના ભાઈની ૫ વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી, જેમાં ફરિયાદી આસિફનો ભાઈ આરોપી હતો. આ જૂની દુશ્મનીને કારણે બંને જૂથો વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલતું હતું. તાજેતરમાં આસિફે આદિલના એક માણસને ધમકી આપી હતી, જેનો બદલો લેવા માટે આદિલ શેખ તેની ગેંગ સાથે તલવારો લઈને આસિફના ઘરે ધસી ગયો હતો.

વટવા પોલીસની કડક કાર્યવાહી: ‘ગારદન’ અને ‘લંગડો’ ઝડપાયા

ઘટનાની જાણ થતા જ વટવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને મુખ્ય આરોપી આદિલ શેખ, ફારૂક ગરદન, મોઇન ઉર્ફે લંગડો અને હુસૈન ઉર્ફે ભૈયાની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેમની પાસેથી તલવારો સહિતના હથિયારો પણ કબજે કર્યા છે. આ શખ્સોના પકડાઈ જવાથી વટવાના ચાર માળિયા વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

હાલમાં પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહી છે, પરંતુ આવા અસામાજિક તત્વોનો વધતો જતો આતંક પોલીસ માટે પડકારરૂપ બની રહ્યો છે.

(ઈનપુટ ક્રેડિટ: મિહિર સોની)

“ટેક્સ ઉઘરાવો છો તો સુવિધા ક્યાં?”, 565 ફ્લેટના રહિશોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા રાજકીય પક્ષોમાં ફફડાટ

Breaking News: એક અબજ ડૉલર અને સુંદર કન્યા આપો, નહીંતો…..  યુગાન્ડાના સેના પ્રમુખે તુર્કીય પાસે કરી વિચીત્ર માગણી

દુનિયામાં અત્યારે અનેક ગંભીર યુદ્ધો ચાલી રહ્યા છે, ત્યારે આફ્રિકન દેશ યુગાન્ડાના સેના પ્રમુખે તુર્કી સામે એક એવી માંગણી મૂકી છે જે સાંભળીને કોઈ પણ માથું ખંજવાળવા લાગે. જનરલ મુહૂઝી કૈનેરુગાબાએ સોશિયલ મીડિયા પર તુર્કી પાસે 1 અબજ ડોલર (આશરે 9 હજાર કરોડ રૂપિયા) અને દેશની સૌથી સુંદર છોકરી સાથે લગ્ન કરવાની માંગ કરી છે. આટલું જ નહીં, તેમણે આ માટે માત્ર 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

શા માટે માંગી રહ્યા છે 9 હજાર કરોડ રૂપિયા?

કૈનેરુગાબાએ આ માંગણી પાછળ એક અનોખું તર્ક આપ્યું છે. તેમના જણાવ્યા મુજબ, યુગાન્ડા છેલ્લા 20 વર્ષથી સોમાલિયામાં આતંકી સંગઠન અલ-શબાબ સામે લડી રહ્યું છે અને આ રક્ષણ પાછળ યુગાન્ડાના સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, તુર્કીએ આ સુરક્ષાનો લાભ લઈને સોમાલિયામાં રોડ, બંદર અને એરપોર્ટ બનાવીને અઢળક કમાણી કરી છે. સેના પ્રમુખનું કહેવું છે કે તુર્કીએ કમાણી કરી પણ સુરક્ષાનો બોજ યુગાન્ડાએ ઉપાડ્યો, તેથી હવે તુર્કીએ 1 અબજ ડોલર ‘સુરક્ષા હિસ્સા’ તરીકે ચૂકવવા પડશે.

લગ્ન અને દૂતાવાસ બંધ કરવાની ધમકી

પૈસાની સાથે સાથે જનરલ કૈનેરુગાબાએ પોતાની વ્યક્તિગત ઈચ્છા પણ જાહેર કરી છે. તેમણે લખ્યું છે કે તેમને તુર્કીની સૌથી સુંદર યુવતી સાથે લગ્ન કરવા છે. જોકે આ વાત મજાક જેવી લાગે છે, પરંતુ તેમણે આપેલી ધમકી ઘણી ગંભીર છે. તેમણે કહ્યું છે કે જો 30 દિવસમાં આ બંને માંગણીઓ પૂરી નહીં થાય, તો યુગાન્ડામાં આવેલું તુર્કીનું દૂતાવાસ બંધ કરી દેવામાં આવશે અને તુર્કીની એરલાઇન્સને યુગાન્ડાના આકાશમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.

કોણ છે આ જનરલ કૈનેરુગાબા?

આ આખી ઘટના એટલા માટે ચર્ચામાં છે કારણ કે કૈનેરુગાબા માત્ર સેના પ્રમુખ નથી, પરંતુ યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીના પુત્ર છે. તેમને દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે જોવામાં આવે છે. તેઓ સોશિયલ મીડિયા પર અવારનવાર આવા વિવાદિત અને વિચિત્ર નિવેદનો આપવા માટે જાણીતા છે. અગાઉ પણ તેમણે પાડોશી દેશો પર હુમલો કરવાની ધમકીઓ આપીને હોબાળો મચાવ્યો હતો.

તુર્કીએ અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ વિશ્વભરના નિષ્ણાતો આ ઘટનાને રાજદ્વારી મર્યાદાઓનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે 30 દિવસ પૂરા થતા યુગાન્ડા ખરેખર કોઈ કડક પગલાં લે છે કે આ માત્ર સોશિયલ મીડિયાનો ગતકડું સાબિત થાય છે.

Breaking News: ઈરાન બાદ હવે અમેરિકાએ હોર્મુઝ પર કરી નાકાબંધી, ટ્રમ્પે કહ્યુ એકપણ જહાજને આવવા-જવા નહીં દઈએ

IPL 2026 : બની ગયો મહા રેકોર્ડ, શુભમન ગિલે વિરાટ કોહલીને પછાડ્યો, જુઓ

Shubman Gill 4000 IPL Runs: IPL 2026 ની 19મી મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન Shubman Gill એ લખનૌ સુપર જાયન્ટ્સ સામે શાનદાર અને જવાબદાર ઇનિંગ રમી. 165 રનના લક્ષ્યનો પીછો કરતા ગિલે અડધી સદી ફટકારી અને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. આ ઇનિંગ દરમિયાન તેણે પોતાની IPL કારકિર્દીમાં 4,000 રનનો આંકડો પાર કરીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી.

આ સિદ્ધિ સાથે ગિલે Virat Kohli નો મોટો રેકોર્ડ પણ પાછળ છોડ્યો. ગિલે ફક્ત 118 ઇનિંગ્સમાં 4,000 રન પૂરા કર્યા, જ્યારે કોહલીએ આ મુકામ સુધી પહોંચવા માટે 128 ઇનિંગ્સ લીધી હતી. આથી ગિલ હવે ભારતીય બેટ્સમેનોમાં બીજા નંબરનો સૌથી ઝડપી ખેલાડી બની ગયો છે, જ્યારે પ્રથમ સ્થાને KL Rahul છે.

બોલની દ્રષ્ટિએ પણ ગિલનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. તેણે માત્ર 2875 બોલમાં 4,000 રન પૂર્ણ કર્યા, જે ભારતીયોમાં બીજો શ્રેષ્ઠ રેકોર્ડ છે. આ યાદીમાં ટોચ પર Suryakumar Yadav છે, જેણે 2714 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ગિલ પછી Suresh Raina અને MS Dhoni જેવા દિગ્ગજ ખેલાડીઓ આવે છે.

ગિલની આ સતત સારો પ્રદર્શન દર્શાવે છે કે તે આજના સમયમાં IPLના સૌથી વિશ્વસનીય અને પ્રતિભાશાળી બેટ્સમેનોમાંનો એક બની ગયો છે. તેની કેપ્ટનશીપ અને બેટિંગ બંને ગુજરાત ટાઇટન્સ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે, અને આવનારા મેચોમાં તેની પાસેથી વધુ મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે.

Breaking News : IPL 2026માં Live મેચમાં Rajasthan Royals ના મેનેજરે ચલાવ્યો ફોન

Breaking News: ચેન્નાઈ સુપર કિંગ્સની IPL 2026માં પહેલી જીત, સેમસન-ઓવરટન સામે દિલ્હીની હાર

IPL 2026 ની 18મી મેચમાં ચેન્નાઈએ દિલ્હીને 23 રનથી હરાવી સિઝનની પહેલી જીત હાંસલ કરી હતી. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ 212 રન બનાવ્યા અને જવાબમાં દિલ્હી 189 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ચેન્નાઈની જીતના હીરો સંજુ સેમસન અને જેમી ઓવરટન રહ્યા.

ચેન્નાઈએ 212 રન બનાવ્યા

IPL 2026 ની 18મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટોસ દિલ્હી કેપિટલ્સ તરફેણમાં ગયો અને કેપ્ટન અક્ષર પટેલે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. સતત ત્રણ હારમાંથી શીખીને, ચેન્નાઈ સુપર કિંગ્સે સાવધાનીપૂર્વક શરૂઆત કરી. તેઓએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા અને જીત માટે 213 રનનો લક્ષ્યાંક રાખ્યો.

દિલ્હી કેપિટલ્સનો બીજો પરાજય

213 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સ 189 રન જ બનાવી શક્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે આ મેચ 23 રનથી જીતી લીધી હતી. દિલ્હી કેપિટલ્સને હરાવીને ચેન્નાઈ સુપર કિંગ્સે ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત નોંધાવી છે. આ સાથે, ચેન્નાઈ સુપર કિંગ્સે 2 પોઈન્ટ મેળવ્યા છે. આ ટુર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સનો આ બીજો પરાજય હતો.

 

સંજુ સેમસનની શાનદાર સદી

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી સંજુ સેમસન અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની જોડીએ સાવધાનીપૂર્વક શરૂઆત કરી. ઋતુરાજ ગાયકવાડ 18 બોલમાં એક ચોગ્ગાની મદદથી 15 રન બનાવી આઉટ થયો. ત્યારબાદ સંજુ સેમસન અને આયુષ મ્હાત્રેની જોડીએ બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી. સંજુ સેમસને આ સિઝનની પહેલી સદી ફટકારી. સંજુ સેમસનએ 56 બોલમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 115 રન બનાવ્યા.

સારી શરૂઆત બાદ દિલ્હીની ઈનિંગ લથડી

આ IPL મેચમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રનનો પીછો કરવા માટે પથુમ નિસન્કા અને કેએલ રાહુલ મેદાનમાં આવ્યા. આ જોડીએ પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી. પરંતુ કેએલ રાહુલ 18 રન બનાવીને આઉટ થયો. તરત જ, પથુમ નિસન્કા 41 રન બનાવીને આઉટ થયો. તે પછી સમીર રિઝવી 6 રન અને અક્ષર પટેલ 1 રન બનાવીને આઉટ થયો. આ કારણે, દિલ્હી કેપિટલ્સ ટીમ પર દબાણ વધ્યું.

ટ્રિસ્ટન સ્ટબ્સની લડાયક ફિફ્ટી

ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સે ઇનિંગને રિકવર કરવાનો પ્રયાસ કર્યો. તેમણે છઠ્ઠી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી. પરંતુ ડેવિડ મિલરને જેમી ઓવરટને બોલ્ડ કર્યો. આશુતોષ શર્મા 19 રન બનાવીને આઉટ થયો, જ્યારે આકિબ નબી ડાર 4 રન બનાવીને આઉટ થયો અને દબાણ ફરી વધ્યું. પરંતુ ટ્રિસ્ટન સ્ટબ્સ એક બાજુ લડી રહ્યો હતો. દિલ્હી કેપિટલ્સ તેની અડધી સદીને કારણે મેચમાં રહ્યું. પરંતુ તે 60 રન બનાવીને આઉટ થયો અને મેચ ચેન્નાઈ સુપર કિંગ્સના પક્ષમાં સમાપ્ત થઈ.

Breaking News: 400 ક્લબમાં સામેલ થયો સંજુ સેમસન, આ કમાલ કરનાર માત્ર ચોથો ભારતીય ખેલાડી

Sanju Samson lucky charm : દરેક મેચમાં આવજો… પત્ની નહીં, આ છે સંજુ સેમસનનો લકી ચાર્મ, સદી ફટકારતા જ લીધું નામ

Sanju Samson vs Delhi Capitals: Sanju Samson એ IPL 2026 માં પોતાની શાનદાર બેટિંગથી ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે. દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં તેણે સદી ફટકારીને માત્ર ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી નથી, પરંતુ મેચ બાદ પોતાના રમુજી નિવેદનથી પણ ચાહકોનું દિલ જીતી લીધું છે.

ચેન્નાઈના M. A. Chidambaram Stadium માં રમાયેલી IPL 2026 ની 18મી મેચમાં સંજુ સેમસને તોફાની ઇનિંગ રમી. તેણે માત્ર 52 બોલમાં પોતાની સદી પૂરી કરી અને અણનમ 115 રન બનાવ્યા. આ ઇનિંગમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ શાનદાર બેટિંગના કારણે Chennai Super Kings એ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 212 રનનો મોટો સ્કોર ઉભો કર્યો.

દરેક મેચમાં આવજો – Sanju Samson

સદી ફટકાર્યા બાદ સંજુ સેમસને એક મજેદાર નિવેદન આપ્યું, જે ઝડપથી વાયરલ થયું. તેણે ભૂતપૂર્વ ભારતીય કોચ Ravi Shastri ને પોતાનો ‘લકી ચાર્મ’ ગણાવ્યો. સંજુએ હસતાં કહ્યું, “ખૂબ સારું લાગી રહ્યું છે. તમારો આભાર રવિ શાસ્ત્રી, તમે મારા માટે નસીબદાર છો. કૃપા કરીને દરેક મેચમાં આવજો, સાહેબ.”

પોતાના ફોર્મ વિશે વાત કરતાં સંજુએ જણાવ્યું કે, “જ્યારે તમે દેશ માટે મેચ જીતો છો, ત્યાર બાદ થોડી નિષ્ફળતાઓ શંકા પેદા કરી શકે છે. હું માત્ર મારા મૂળભૂત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. મને લાગ્યું કે કદાચ વધુ આક્રમક રમવું જોઈએ, પરંતુ હું મારા પ્લાન પર ટક્યો રહ્યો અને સદભાગ્યે તે કામ કર્યું.”

પિચ બેટિંગ માટે વધુ અનુકૂળ

પિચ વિશે વાત કરતાં તેણે કહ્યું, “શરૂઆતમાં પિચ થોડી ધીમી લાગી રહી હતી. જ્યારે અક્ષર પટેલ બોલિંગ કરતો હતો ત્યારે બોલ અટકતો હતો, પરંતુ પછી પિચ બેટિંગ માટે વધુ અનુકૂળ બની ગઈ. આયુષ સાથે બેટિંગ કરવાનો અનુભવ સારો રહ્યો અને અમે ટીમ માટે મોટો સ્કોર બનાવવાનો પ્રયાસ કર્યો.”

આ સદી સંજુ સેમસનની આ સિઝનની પહેલી સદી છે અને IPL કારકિર્દીની ચોથી સદી પણ છે. ખાસ વાત એ છે કે તેની અગાઉની ત્રણેય સદીઓ પણ તેણે સિઝનની પહેલી સદી તરીકે જ ફટકારી હતી. 2017, 2019 અને 2021 માં.

IPL 2026 માં સૌ પ્રથમવાર થયો આ કમાલ, CSK ના ખેલાડી સંજુ સેમસને બનાવ્યો મોટો રેકોર્ડ

Breaking News: અર્શદીપ સિંહે 4 ઓવરમાં 50 રન આપ્યા, છતાં તેને 1 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું, જાણો કેમ

બાઉન્ડ્રી લાઈન પર સુપરમેન બન્યો માર્કો યાનસન, એક હાથથી કર્યો ઈશાન કિશનનો શિકાર

મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો. પહેલા બેટિંગ કરતા, હૈદરાબાદે 20 ઓવરમાં 219 રનનો વિશાળ સ્કોર બનાવ્યો; જોકે, ઇનિંગ્સની સૌથી મોટી હેડલાઇન્સ માર્કો જાનસેન દ્વારા લેવાયેલ શાનદાર કેચ હતી. દક્ષિણ આફ્રિકાનો ઓલરાઉન્ડર જાનસેન બોલ સાથે કોઈ વિકેટ લેવામાં નિષ્ફળ ગયો હોવા છતાં, બાઉન્ડ્રી પર તેના ચમત્કારિક એક હાથે લેવાયેલા કેચે ચાહકો અને ખેલાડીઓ બંનેને સંપૂર્ણપણે મંત્રમુગ્ધ કરી દીધા. આ કેચ આધુનિક ક્રિકેટમાં ફિલ્ડિંગના ધોરણો કેટલી અવિશ્વસનીય ઊંચાઈએ પહોંચ્યા છે તેની સાબિતી આપે છે.

અભિષેક શર્માની શાનદાર બેટીંગ

પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ સનરાઇઝર્સના ઓપનિંગ બેટ્સમેનોએ તે નિર્ણયને ખોટો સાબિત કરવામાં કોઈ કસર છોડી નહીં. અભિષેક શર્માએ મેદાન પર ઉતરતાની સાથે જ ભારે તબાહી મચાવી દીધી, માત્ર 28 બોલમાં 74 રનની ધમાકેદાર ઇનિંગ રમી. પોતાની ઇનિંગ દરમિયાન, તેણે 5 ચોગ્ગા અને 8 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા, 264 થી વધુનો સ્ટ્રાઇક રેટ જાળવી રાખ્યો. અભિષેક અને ટ્રેવિસ હેડની ઓપનિંગ જોડીએ પાવરપ્લેની પ્રથમ છ ઓવરમાં જ 105 રન બનાવીને પંજાબના બોલિંગ આક્રમણની કમર તોડી નાખી. હેડે 23 બોલમાં 38 રનનું મૂલ્યવાન યોગદાન પણ આપ્યું.

ક્લૈસેન અને કિશનનો પ્રહાર

ઓપનર્સ આઉટ થયા પછી પણ, હૈદરાબાદની ગતિ ધીમી પડી નહીં. વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેને 33 બોલમાં 39 રન બનાવ્યા, જ્યારે ઇશાન કિશને માત્ર 17 બોલમાં 27 રનની ઝડપી ઇનિંગ રમીને રનનો પ્રવાહ ચાલુ રાખ્યો. અંતિમ ઓવરોમાં, અનિકેત વર્માએ 9 બોલમાં 18 રન બનાવ્યા, અને નીતિશ કુમાર રેડ્ડીએ અણનમ રહીને ટીમને 219 રનનો જંગી સ્કોર બનાવ્યો. પંજાબના બોલર અર્શદીપ સિંહે બે વિકેટ લીધી, પરંતુ તેણે ચાર ઓવરના ક્વોટામાં 50 રન આપ્યા. આ પ્રદર્શન ટીમ માટે ખૂબ મોંઘુ સાબિત થયું.

પંજાબ કિંગ્સ માટે, શશાંક સિંહ સૌથી સફળ અને આર્થિક બોલર તરીકે ઉભરી આવ્યા, તેમણે ત્રણ ઓવરમાં માત્ર 20 રન આપીને બે વિકેટ લીધી. ઝેવિયર બાર્ટલેટે પણ એક વિકેટ લીધી; જોકે, યુઝવેન્દ્ર ચહલ જેવો અનુભવી સ્પિનર ​​આજે નિરાશાજનક દેખાતો હતો, 33 રન આપીને વિકેટ વિહીન રહ્યો. નિયમિત અંતરાલે વિકેટ પડતી હોવા છતાં, હૈદરાબાદના બેટ્સમેનોએ આક્રમક ક્રિકેટ રમવાનું બંધ ન કર્યું. મુલ્લાનપુરના આ મેદાન પર, દર્શકોને રનના આતશબાજીનો આનંદ માણવામાં આવ્યો, જ્યારે માર્કો જેન્સનના શાનદાર એક હાથે કેચે મેચમાં ગ્લેમર અને ઉત્સાહનો વધારાનો ઉમેરો કર્યો.

પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ સનરાઇઝર્સના ઓપનિંગ બેટ્સમેનોએ તે નિર્ણયને ખોટો સાબિત કરવામાં કોઈ કસર છોડી નહીં. અભિષેક શર્માએ મેદાન પર ઉતરતાની સાથે જ ભારે તબાહી મચાવી દીધી, માત્ર 28 બોલમાં 74 રનની ધમાકેદાર ઇનિંગ રમી. પોતાની ઇનિંગ દરમિયાન, તેણે 5 ચોગ્ગા અને 8 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા, 264 થી વધુનો સ્ટ્રાઇક રેટ જાળવી રાખ્યો. અભિષેક અને ટ્રેવિસ હેડની ઓપનિંગ જોડીએ પાવરપ્લેની પ્રથમ છ ઓવરમાં જ 105 રન બનાવીને પંજાબના બોલિંગ આક્રમણની કમર તોડી નાખી. હેડે 23 બોલમાં 38 રનનું મૂલ્યવાન યોગદાન પણ આપ્યું.

 રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની અંબાલાલ પટેલની આગાહી, કહ્યુ તાપમાનનું ટોર્ચર સહન કરવા રહેજો તૈયાર

કોંગ્રેસના હાઈવોલ્ટેજ ડ્રામાનો કરૂણ અંત, પોલીસ બંદોબસ્ત સાથે આવેલા તસ્નીમ આલમ ટિકિટ કપાતા જ ભભૂકી ઉઠ્યા

Breaking News:  વૈભવ સૂર્યવંશી સામે RCB એ શરણાગતિ સ્વીકારી, રાજસ્થાને જીતની બાઉન્ડ્રી ફટકારી

IPL 2026 ની 16મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 વિકેટથી હરાવ્યું. ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં રાજસ્થાને 4 વિકેટ ગુમાવીને માત્ર 17.5 ઓવરમાં 202 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. વરસાદને કારણે મેચની શરૂઆતમાં વિલંબ થયો હતો, પરંતુ ઓવરની સંખ્યા ઓછી થઈ ન હતી. ત્યારબાદ ચાહકોએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોયો. આ મેચમાં રાજસ્થાનની જીતનો હીરો વૈભવ સૂર્યવંશી હતો.

RCBએ 201 રનનો સ્કોર બનાવ્યો

ટોસ જીત્યા બાદ રાજસ્થાન રોયલ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જોફ્રા આર્ચરે ફિલ સોલ્ટને પહેલા જ બોલ પર આઉટ કરીને RCBને શરૂઆતમાં જ ઝટકો આપ્યો. RCBનો ટોપ ઓર્ડર સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ કેપ્ટન રજત પાટીદારે 40 બોલમાં 63 રનની ઉપયોગી ઇનિંગ રમી. કોહલીએ 16 બોલમાં 32 રન બનાવ્યા. ઇમ્પેક્ટ પ્લેયર વેંકટેશ અય્યરે 15 બોલમાં અણનમ 29 રન બનાવ્યા. RCBએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા. રાજસ્થાન તરફથી આર્ચર, બિશ્નોઈ અને બ્રિજેશ શર્માએ બે-બે વિકેટ લીધી.

 

વૈભવ સૂર્યવંશીએ મેચને એકતરફી બનાવી દીધી

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીએ માત્ર 26 બોલમાં 78 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. તેણે 300ના સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા હતા, જેનાથી મેચ એકતરફી બની ગઈ હતી. તેણે ધ્રુવ જુરેલ સાથે બીજી વિકેટ માટે 108 રન ઉમેર્યા હતા. ત્યારબાદ ધ્રુવ જુરેલે અડધી સદી ફટકારી હતી, જેમાં 43 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન, જાડેજાએ 24 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો.

 

રાજસ્થાન રોયલ્સની આ સતત ચોથી જીત

આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની આ સતત ચોથી જીત છે, જેના કારણે તેઓ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયા છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને સિઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ, તેઓ સતત બે મેચ જીતી ચૂક્યા હતા.

Breaking News: વૈભવ સૂર્યવંશીએ ફક્ત 15 બોલમાં ફટકારી ફિફ્ટી, આ કમાલ કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન

Breaking News: વૈભવ સૂર્યવંશીએ ફક્ત 15 બોલમાં ફટકારી ફિફ્ટી, આ કમાલ કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન

ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર પોતાનું વિસ્ફોટક ફોર્મ દર્શાવ્યું. 202 રનના લક્ષ્યનો પીછો કરતા, 15 વર્ષીય બેટ્સમેને RCBના મજબૂત બોલિંગ આક્રમણને તોડી પાડ્યું. સૂર્યવંશીએ ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ જેવા બોલરો સામે જોરદાર રન બનાવ્યા, માત્ર 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ ઇનિંગ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી બીજી સૌથી ઝડપી અડધી સદી છે.

 

આ સિઝનની બીજી તોફાની અડધી સદી

આ સિઝનમાં વૈભવ સૂર્યવંશીની બીજી અડધી સદી છે. તેણે અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે માત્ર 15 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. બંને વખત તેણે બરાબર 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સિદ્ધિ સાથે, વૈભવ સૂર્યવંશી IPLમાં બે વાર 15 કે તેથી ઓછા બોલમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. એકંદરે, આ તેની IPL કારકિર્દીની ત્રીજી અડધી સદી છે.

 

દિગ્ગજ બોલરને ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા

સૂર્યવંશીની આક્રમક ઇનિંગે RCB બોલિંગ આક્રમણને સંપૂર્ણપણે તોડી નાખ્યું. તેણે પાવરપ્લેમાં મોટા શોટ ફટકાર્યા, જેનાથી મેચ રાજસ્થાન રોયલ્સના પક્ષમાં ગઈ. વધુમાં, તેણે જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલર સામે પણ ચોગ્ગા અને છગ્ગા ફટકારીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ભારતીય ખેલાડીઓ

  • 13 બોલ – યશસ્વી જયસ્વાલ (2023)
  • 14 બોલ – કેએલ રાહુલ (2019)
  • 15 બોલ – યુસુફ પઠાણ (2014)
  • 15 બોલ – વૈભવ સૂર્યવંશી (2026)
  • 15 બોલ – વૈભવ સૂર્યવંશી (2026)*
  • 16 બોલ – સુરેશ રૈના (2014)

ઓરેન્જ કેપ રેસમાં ટોપ પર

આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 26 બોલમાં કુલ 78 રન બનાવ્યા. તેણે 300 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. આ સાથે તેણે IPL 2026 માં 200 રન પૂરા કર્યા. તે આ સિઝનમાં 200 રનનો આંકડો પાર કરનાર પ્રથમ બેટ્સમેન છે. આ સાથે, તેણે ઓરેન્જ કેપ માટેની રેસમાં લીડ મેળવી લીધી છે.

Breaking News: વિરાટ કોહલીના પાર્ટનરે બનાવ્યો શરમજનક રેકોર્ડ, IPLમાં પહેલીવાર બની આ ઘટના

Breaking News : અમદાવાદ મનપાની ચૂંટણી માટે ભાજપે 48 વોર્ડના 192 ઉમેદવારો કર્યા જાહેર, જુઓ List

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને Bharatiya Janata Party (ભાજપ) દ્વારા 48 વોર્ડના કુલ 192 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી જાહેર થતાં જ શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જ્યારે કેટલાક અનુભવી નેતાઓને પણ ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ યાદીમાં હીના પટેલ અને પાયલ પટેલને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે વિષ્ણુ પ્રજાપતિ અને કેતન પટેલને પણ પાર્ટી દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત બિંદુ કુકડિયા અને રાજશ્રી પટેલ જેવા ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જે સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવે છે.

શહેરના મહત્વના વિસ્તારોમાં પણ ભાજપે પોતાની વ્યૂહરચના સ્પષ્ટ કરી છે. થલતેજ વોર્ડમાંથી હિતેશ બારોટને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે બોડકદેવમાંથી દેવાંગ દાણી ચૂંટણી લડશે. આ ઉપરાંત અલ્પેશ મકવાણાને પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ ઉમેદવારોની જાહેરાત સાથે જ ચૂંટણીનો માહોલ તેજ બની ગયો છે. હવે વિવિધ પાર્ટીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે અને મતદારો માટે પણ પસંદગીનો સમય શરૂ થયો છે. અમદાવાદના મતદારો હવે આ નવા અને જુના ચહેરાઓમાંથી પોતાની પસંદગી કરશે, જે શહેરના આગામી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

  • અમદાવાદ મનપાના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર
  • ભાજપે 48 વોર્ડના 192 ઉમેદવારોના નામ કર્યા જાહેર
  • ઉમેદવારો જાહેર થયા બાદ શહેર પ્રમુખ પ્રેરક શાહની TV9 સાથે ખાસ વાતચીત
  • સંગઠનના હોદ્દેદારોને ટિકિટ મળી તેમના આવતી કાલે લેવાશે રાજીનામા
  • બોડકદેવથી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી લડશે ચૂંટણી
  • મનપાની ચૂંટણીમાં ભાજપની નો રિપીટ ફોર્મ્યુલા

રાજકોટ મનપાના ભાજપ ઉમેદવારની યાદી જાહેર, પૂર્વ મેયર સ્ટેન્ડિંગ કમિટીની ટિકિટ કપાઈ

Breaking News : સુરત મનપા ચૂંટણી માટે ભાજપે 30 વોર્ડના 107 ઉમેદવારો કર્યા જાહેર, પાટીદાર ચહેરાઓને સોંપાઈ પ્રચારની જવાબદારી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આખરે 30 વોર્ડ માટે કુલ 107 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓનો અંત આવ્યો છે. આ યાદીમાં નવા અને જૂના ચહેરાઓના સમન્વયનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં મોટાભાગે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જાહેર કરાયેલા 107 ઉમેદવારોમાંથી 15 થી 20 જેટલા જૂના અને અનુભવી કોર્પોરેટરોને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે 90 થી વધુ ઉમેદવારો નવા છે, જે દર્શાવે છે કે ભાજપે નવી પેઢી અને નવા ચહેરાઓને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. પાર્ટીએ સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓની ભલામણોને પણ ધ્યાનમાં લીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ યાદીમાં પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વિવિધ સમિતિઓના ચેરમેન જેવા અગ્રણી નામોને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં દક્ષશ માવાણી, નરેન્દ્ર પાટીલ, રાજન પટેલ, મનીષા આહીર, વૈશાલી શાહ, ઉર્વશી પટેલ, ચિરાગ સોલંકી, ભાવિશા પટેલ, રાજેન્દ્ર પાટીલ, જયશ્રી વોરા, જયશ્રી વરિયા, ની શાહ, નિલેશ પટેલ, આર.પી. પટેલ અને કિશોર મિયાણી જેવા નામોનો સમાવેશ થાય છે.

મહત્વપૂર્ણ છે કે કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને જ્યાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ જોવા મળ્યો હતો, ત્યાં ભાજપે નવા ચહેરાઓને તક આપી છે. કતારગામ-ડભોળી વિસ્તારમાં જૂના ચહેરાઓને હટાવીને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત, વરાછા, સરથાણા, સીમાડા, અમરોલી છાપરા પાટા જેવા વિસ્તારોમાં પણ નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે.

કેટલાક નોંધપાત્ર નામની ટિકિટ કપાઈ છે, જેમાં વોર્ડ નંબર સાતમાંથી નરેન્દ્ર પાંડવનો સમાવેશ થાય છે, જેમણે ભૂતકાળમાં ભાજપ સામે અવારનવાર વિરોધનો સૂર ઉઠાવ્યો હતો. વોર્ડ નંબર 11 માંથી એમાલી બોઘાવાલાની ટિકિટ પણ કપાઈ છે, કારણ કે તેમને સંગઠનમાં પ્રવક્તાનો હોદ્દો આપવામાં આવ્યો છે. બીજી તરફ, પૂર્ણેશ મોદીના ખાસ ગણાતા પરિમલ ચાચિયાને વોર્ડ નંબર 11 માંથી ટિકિટ મળી છે.

આ યાદી જાહેર થયા બાદ, સુરત શહેર ભાજપ સંગઠન દ્વારા તમામ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે. વોર્ડ પ્રમુખો દ્વારા લીગલ ટીમની મદદથી ઉમેદવારો સવારે 10 વાગ્યાની આસપાસ મામલતદાર કચેરી ખાતે પોતાના ઉમેદવારી ફોર્મ જમા કરાવશે. અત્યાર સુધી, આ નામ જાહેર થયા બાદ કોઈ મોટી નારાજગી કે વિરોધનો સૂર સુરતમાં જોવા મળ્યો નથી. જોકે, ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ હોવાથી નારાજગીના સૂર ઊઠે છે કે કેમ, અને જો ઊઠે તો તેમને મનાવી લેવાય છે કે નિષ્ક્રિય રહે છે તે જોવું રસપ્રદ બની રહેશે.

માહિતી અનુસાર, વોર્ડ નંબર 4, 23 અને 24માં એકપણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી, જેના કારણે રાજકીય ગલીઓમાં ચર્ચા તેજ બની છે. સાથે જ વોર્ડ નંબર 9માં પણ એક ઉમેદવારની જાહેરાત બાકી છે.

ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા તમામ કોર્પોરેટરોને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી, જેને કારણે રાજકીય સમીકરણોમાં બદલાવ જોવા મળી રહ્યો છે.

કયા વોર્ડમાં કોણ રીપીટ અને ક્યાં કપાઈ ટિકિટ

ભાજપે ઘણા બેઠેલા કોર્પોરેટરોને ફરી તક આપી છે, જ્યારે કેટલાક મોટા નામોને બહાર રાખવામાં આવ્યા છે.

  • વોર્ડ 1: ભાવિશા પટેલ અને રાજેન્દ્ર પટેલ રીપીટ
  • વોર્ડ 5: જયશ્રી વોરા રીપીટ
  • વોર્ડ 6: જયશ્રી વરીયા અને દક્ષેશ માવાણી રીપીટ
  • વોર્ડ 7: નરેન્દ્ર પાંડવની ટિકિટ કપાઈ
  • વોર્ડ 9: નેન્સી શાહ અને રાજન પટેલ રીપીટ
  • વોર્ડ 10: ઉર્વશી પટેલ અને નિલેશ પટેલ રીપીટ
  • વોર્ડ 11: હેમાલી બોઘાવાલાની ટિકિટ કપાઈ, વૈશાલી શાહ રીપીટ, પરિમલ ચાસીયાને ટિકિટ
  • વોર્ડ 12: આરતી પટેલ અને કિશોર મયાણી રીપીટ
  • વોર્ડ 13: મનીષા મહાત્મા અને સંજય દલાલ રીપીટ
  • વોર્ડ 15: મનીષા આહીર, ધર્મેશ ભાલાળા અને રૂપા પંડ્યા રીપીટ
  • વોર્ડ 18: દર્શીની કોઠીયાની ટિકિટ કપાઈ, દિનેશ રાજપુરોહિત રીપીટ
  • વોર્ડ 19: વિજય ચૌમલની ટિકિટ કપાઈ
  • વોર્ડ 21: ડિમ્પલ કાપડિયા, અશોક રાંદેરિયા અને વ્રજેશ ઉનડકટ રીપીટ
  • વોર્ડ 22: રશ્મિ સાબુ, દીપેશ પટેલ અને હિમાંશુ રાહુલજી રીપીટ
  • વોર્ડ 25: કવિતા એનાગુંડલા રીપીટ
  • વોર્ડ 26: વર્ષા બલદાણીયા, અલકા પાટીલ, અમિત રાજપુત અને ડૉ. નરેન્દ્ર પટેલ રીપીટ
  • વોર્ડ 27: સુધાકર ચૌધરી અને ભાઇદાસ પટેલ રીપીટ
  • વોર્ડ 28: રાજકુંવર રાઠોડ રીપીટ
  • વોર્ડ 29: સુધા પાંડે રીપીટ
  • વોર્ડ 30: રીના દેવી રાજપૂત અને ચિરાગ સિંહ સોલંકી રીપીટ

રાજકોટ મનપાના ભાજપ ઉમેદવારની યાદી જાહેર, પૂર્વ મેયર સ્ટેન્ડિંગ કમિટીની ટિકિટ કપાઈ

જુની નોકરીના PFના અટવાયેલા રૂપિયા, આ રીતે તમારા બેંક એકાઉન્ટમાં મેળવો

Breaking News: લખનૌનો ચૌધરી કોલકાતા પર ભારે પડ્યો, 9 શોટથી KKRના હાથમાંથી મેચ છીનવી લીધી

IPL 2026 ની 15મી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે છેલ્લી ઓવરમાં જીત મેળવી. યુવા ખેલાડી મુકુલ ચૌધરીએ KKRના હાથમાંથી જીત છીનવી લીધી હતી.

KKR એ 181 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરતા KKR એ 20 ઓવરમાં 181 રન બનાવ્યા. ફિન એલન માત્ર 9 રન બનાવીને આઉટ થતાં ટીમની શરૂઆત ખરાબ રહી. ત્યારબાદ અજિંક્ય રહાણેએ 24 બોલમાં 41 રનની ઝડપી ઇનિંગ રમી. ત્યારબાદ અંકુશ રઘુવંશીએ 33 બોલમાં 45 રન બનાવ્યા. આ દરમિયાન, કેમેરોન ગ્રીને 24 બોલમાં અણનમ 32 રન અને રોવમેન પોવેલે 24 બોલમાં અણનમ 39 રન બનાવીને સ્કોર 181 સુધી પહોંચાડ્યો.

લખનૌની મજબૂત બોલિંગ

લખનૌના બોલિંગ આલિંક્રમણમાં દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, મણિમારન ​​સિદ્ધાર્થ અને અવેશ ખાનનો સમાવેશ થતો હતો, જેમણે એક-એક વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીને ભલે એક પણ વિકેટ ના મળી, પણ તેણે સૌથી સારી બોલિંગ કરી અને ખૂબ ઓછા રન આપ્યા હતા.

 

મુકુલ ચૌધરીએ મેચનું પાસું ફેરવી નાખ્યું

182 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે લખનૌની શરૂઆત નબળી રહી. એડન માર્કરામ અને મિશેલ માર્શ વહેલા આઉટ થઈ ગયા. રિષભ પંત અને નિકોલસ પૂરન પણ લાંબો સમય ટકી શક્યા નહીં. લખનૌનો સ્કોર 15.6 ઓવરમાં 128/7 હતો અને મેચ KKR ની તરફેણમાં જતી દેખાઈ રહી હતી. પરંતુ ત્યાંથી મુકુલ ચૌધરીએ શાનદાર બેટિંગ કરી. મુકુલ ચૌધરીએ માત્ર 27 બોલમાં અણનમ 54 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે. આ નવ શોટ્સે KKRની હાર પર મહોર લગાવી. આયુષ બદોનીએ પણ 34 બોલમાં 54 રનની શાનદાર ઇનિંગ રમી.

મુકુલ ચૌધરી કોણ છે?

રાજસ્થાનનો 21 વર્ષીય યુવા ખેલાડી મુકુલ ચૌધરી ₹30 લાખની બેઝ પ્રાઈઝ સાથે હરાજીમાં ઉતાર્યો હતો અને લખનૌએ તેને 2.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વિકેટકીપર અને બેટ્સમેન હોવા ઉપરાંત, તે એક ઝડપી બોલર પણ છે. મુકુલ મોટા શોટ ફટકારવા માટે પણ ફેમસ છે, અને આજે તેણે તે જ સાબિત કર્યું.

Breaking News: IPLમાં હારેલી મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ છે? ટોપ 5 માં ભારતના સુપરસ્ટાર

રેલવેની ભેટ.. ગુજરાતથી સમર સ્પેશિયલ ટ્રેન શરૂ, 5 રાજ્યોમાંથી થશે પસાર, જાણો

ઉનાળાની રજાઓ દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતના ઉધના અને બિહારના જયનગર વચ્ચે એક વિશેષ સાપ્તાહિક અનરિઝર્વ્ડ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

આ ટ્રેન “ઉધના-જયનગર-ઉધના સમર સ્પેશિયલ” (ટ્રેન નં. 09061/09062) તરીકે દોડશે અને મુસાફરોને સીધી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ આપશે.

ટ્રેનનું સમયપત્રક જોઈએ તો.. 

ઉધના થી જયનગર (ટ્રેન નં. 09061)

તારીખો: 5 અને 12 એપ્રિલ, 2026
પ્રસ્થાન સમય: દર રવિવારે 01:30 વાગ્યે ઉધના પરથી
આગમન સમય: સોમવારે બપોરે 14:30 વાગ્યે જયનગર પહોંચશે

જયનગર થી ઉધના (ટ્રેન નં. 09062)

તારીખો: 6 અને 13 એપ્રિલ, 2026
પ્રસ્થાન સમય: સોમવારે સાંજે 17:30 વાગ્યે જયનગર પરથી
આગમન સમય: બુધવારે સવારે 06:15 વાગ્યે ઉધના પહોંચશે
કેટલા સ્ટેશનો પર રોકાણ?

આ ટ્રેન કુલ 5 રાજ્યોમાંથી પસાર થઈને 23 મહત્વના સ્ટેશનો પર રોકાશે. તેમાં ચલથાણ, બારડોલી, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિઓકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, દિલદારનગર, બક્સર, રઘુનાથપુર, આરા, પટના, બખ્તિયારપુર, મોકામા, બરૌની, સમસ્તીપુર, દરભંગા અને મધુબની જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે.

કોચ અને સુવિધાઓ

આ વિશેષ ટ્રેનમાં કુલ 22 જનરલ સેકન્ડ ક્લાસ કોચ રાખવામાં આવ્યા છે, જેથી સામાન્ય મુસાફરોને સરળતાથી મુસાફરી કરી શકાય.

મુસાફરો માટે મહત્વપૂર્ણ સૂચના

રેલવે વહીવટીતંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરી પહેલાં ટ્રેનની માહિતી જરૂર તપાસે. ટ્રેન સંબંધિત વિગતો નીચેના માધ્યમો દ્વારા મેળવી શકાય છે જેવી કે NTES (નેશનલ ટ્રેન એનક્વાયરી સિસ્ટમ), રેલ મદદ હેલ્પલાઇન (139), નજીકના રેલવે સ્ટેશન વગેરે.

ટ્રેનમાં દિલ જીતતી ઘટના, ટોયલેટ પાસે સૂઈ રહ્યા હતા CRPF જવાન

Breaking News: બેટ હવામાં અને બોલ બાઉન્ડ્રી પાર… અજિંક્ય રહાણેએ ફટકાર્યો મજેદાર શોટ, વીડિયો વાયરલ

 

એક ફિલ્મ બાદ અચાનક ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ, 50 હજાર કરોડની માલકિન છે આ એક્ટ્રેસ

રશિયાનો ‘માસ્ટર સ્ટ્રોક’: યુદ્ધ અને મોંઘવારી વચ્ચે ભારતને આપી 40% ડિસ્કાઉન્ટની ઓફર

દુનિયા અત્યારે ગંભીર ઉર્જા સંકટના ઉંબરે ઉભી છે. એકતરફ ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે દરિયાઈ માર્ગો બંધ થવાની ભીતિ છે, ત્યારે બીજી તરફ રશિયાએ દક્ષિણ એશિયાના દેશો, ખાસ કરીને ભારત માટે એક એવો દાવ ખેલ્યો છે જેનાથી પશ્ચિમી દેશોના હોશ ઉડી ગયા છે. રશિયાએ પોતાના પ્રતિબંધિત પ્લાન્ટ્સમાંથી ઉત્પાદિત ગેસ (LNG) પર 40% જેટલું તોતિંગ ડિસ્કાઉન્ટ આપવાની તૈયારી બતાવી છે.

ઓળખ છુપાવીને ગેસ વેચવાની ‘ગુપ્ત’ વ્યૂહરચના

રશિયા માત્ર સસ્તો ગેસ જ નથી આપી રહ્યું, પરંતુ અમેરિકાના પ્રતિબંધોથી બચવા માટે એક ‘ખતરનાક’ પ્લાન પણ તૈયાર કર્યો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, રશિયા ચીન સ્થિત મધ્યસ્થી કંપનીઓ દ્વારા એવા દસ્તાવેજો આપવાનો દાવો કરી રહ્યું છે જેનાથી એવું લાગે કે આ ગેસ રશિયાથી નહીં પણ ઓમાન કે નાઇજીરિયા જેવા દેશોમાંથી આવી રહ્યો છે. આ રણનીતિ પાછળનો હેતુ ભારત જેવા દેશોને અમેરિકાના સેકન્ડરી પ્રતિબંધોથી બચાવવાનો છે.

ભારત માટે કેમ મહત્વની છે આ ઓફર?

ભારત પોતાની જરૂરિયાતનો લગભગ 50% ગેસ કતારથી મંગાવે છે. અત્યારે પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે કતારથી આવતો સપ્લાય જોખમમાં છે. જો હોર્મુઝની સામુદ્રધુની બંધ થાય, તો ભારતમાં ખાતરનું ઉત્પાદન અને વીજળીના ભાવ આસમાને પહોંચી શકે છે. આવી સ્થિતિમાં રશિયાનો 40% સસ્તો ગેસ ભારત માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે.

મોટો પડકાર: સસ્તો ગેસ કે અમેરિકા સાથેના સંબંધ?

રશિયાની આ ઓફર લોભામણી તો છે પણ કાંટાની પથારી સમાન છે. ભારત અત્યારે ઉર્જા સુરક્ષા અને અમેરિકા સાથેના વ્યૂહાત્મક સંબંધો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો ભારત આ ઓફર સ્વીકારે છે, તો તે પશ્ચિમી દેશોની નારાજગી વહોરી શકે છે, અને જો નથી સ્વીકારતું, તો દેશમાં ઉર્જા મોંઘી થવાનું જોખમ છે.

હાલમાં ભારત સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે જો કતારથી સપ્લાય લાંબો સમય અટકી જશે, તો ભારતને આવા જોખમી પણ સસ્તા વિકલ્પો પર વિચાર કરવો જ પડશે.

ત્રીજા વિશ્વયુદ્ધની દહેશત ! બીજા વિશ્વયુદ્ધનો શિકાર બનેલો આ દેશ કેમ ખરીદી રહ્યો છે ટનબંધ Gold જ Gold?

Breaking News: મેચના અંતિમ બોલ પહેલા મિલરની એક ભૂલ દિલ્હી માટે કિલર સાબિત થઈ, ગુજરાતે માત્ર 1 રનથી જીતી મેચ

IPL 2026 ની 14મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સને ફક્ત 1 રનથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા, ગુજરાત ટાઇટન્સને 20 ઓવરમાં 4 વિકેટે 210 રન બનાવ્યા. 211 રનનો લક્ષ્યાંક સામે દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 8 વિકેટે 209 રન જ બનાવી શક્યું. મેચ છેલ્લા બોલ સુધી ચાલી, જ્યાં ડેવિડ મિલરની એક ભૂલ મોંઘી સાબિત થઈ.

ગુજરાતની વિસ્ફોટક બેટિંગ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે આક્રમક શરૂઆત કરી. કેપ્ટન શુભમન ગિલે 70 રન બનાવ્યા. જોસ બટલરે પણ 27 બોલમાં 52 રનની ઝડપી ઇનિંગ રમી. ચોથા નંબરે બેટિંગ કરતા વોશિંગ્ટન સુંદરે પણ 30 બોલમાં 55 રનનું યોગદાન આપ્યું. આ ઇનિંગ્સને કારણે ગુજરાત 210 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું. દિલ્હી તરફથી મુકેશ કુમારે બે વિકેટ લીધી, જ્યારે લુંગી એન્ગીડી અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી.

 

છેલ્લા 2 બોલ પર મેચ પલટાઈ ગઈ

211 રનના જવાબમાં, દિલ્હી કેપિટલ્સના કેએલ રાહુલે 52 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 92 રનની શાનદાર ઇનિંગ રમી. પથુમ નિસાન્કાએ પણ 24 બોલમાં 41 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન ડેવિડ મિલર ઇજાને કારણે નિવૃત્ત થયો, પરંતુ તે પાછો ફર્યો અને મેચને ખૂબ નજીક લાવી દીધી. તેણે 20 બોલમાં 41 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. જોકે, દિલ્હી જીતથી માત્ર1 રન દૂર રહી ગયું.

 

પાંચમા બોલ પર એક રન ના લીધો

દિલ્હીને છેલ્લા બે બોલમાં બે રનની જરૂર હતી. પરંતુ ડેવિડ મિલરે 20મી ઓવરના પાંચમા બોલ પર એક રન લેવાનો ઇનકાર કર્યો, જે ટીમ માટે મોંઘો સાબિત થયો. તે સારા ફોર્મમાં હતો, તેથી તેણે સ્ટ્રાઈક રાખી અને છેલ્લા બોલ પર બે રન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેચનો છેલ્લો બોલ ડોટ ગયો, જેના કારણે ગુજરાત એક રનથી મેચ જીતી ગયું. આ સિઝનમાં ગુજરાતની પહેલી જીત હતી, જ્યારે દિલ્હીનો પહેલો પરાજય હતો.

Breaking News: 4 ટીમ અને 69 મેચ બાદ IPLમાં પહેલી ફિફ્ટી, આ ખેલાડીની 9 વર્ષ લાંબી રાહનો આવ્યો અંત

Breaking News : સિઝફાયર તૂટશે..! ઈરાને હોર્મુઝમાં ટેન્કરોની અવરજવર અટકાવી, લેબનાન પર હુમલા

ઈરાને અમેરિકા સાથે થયેલા યુદ્ધવિરામને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઈરાનએ સ્પષ્ટ કહ્યું છે કે જો લેબનાન પર હુમલા ચાલુ રહેશે, તો તે યુદ્ધવિરામમાંથી બહાર આવી જશે. સાથે જ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ ટેન્કરોની અવરજવર પર પણ રોક લગાવી છે, જે વૈશ્વિક સ્તરે ચિંતા વધારનારું પગલું માનવામાં આવે છે.

ઈઝરાયલના સતત હુમલા

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અંગે ચર્ચા થઈ હોવા છતાં, ઈઝરાયલ અને લેબનાન વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બની રહ્યો છે. ઈરાનનો આરોપ છે કે ઈઝરાયલ સતત હુમલાઓ કરીને યુદ્ધવિરામની ભાવનાનું ઉલ્લંઘન કરી રહ્યો છે. ખાસ કરીને લેબનાન પર વધતા હવાઈ હુમલાઓને ધ્યાનમાં રાખીને ઈરાને કડક ચેતવણી આપી છે.

ઈઝરાયલે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે યુએસ અને ઈરાન વચ્ચે થયેલો યુદ્ધવિરામ લેબનાન પર લાગુ પડતો નથી. વ્હાઇટ હાઉસે પણ કહ્યું છે કે આ કરાર ફક્ત અમેરિકા અને ઈરાન વચ્ચેનો છે, જેમાં લેબનાન પક્ષકાર નથી. આ કારણે, ઈઝરાયલ લેબનાન માં તેના સૈન્ય અભિયાનને ચાલુ રાખવા માટે પોતાને સ્વતંત્ર માનતું રહ્યું છે.

ઈરાનના નિવેદનથી આ યુદ્ધવિરામ પર ફરી સવાલો

સંઘર્ષને લગભગ 40 દિવસ થયા બાદ, અમેરિકા અને ઈરાન વચ્ચે 14 દિવસ માટે યુદ્ધવિરામ કરાર થયો હતો. આ સમયગાળા દરમિયાન બંને દેશો એકબીજા સામે સીધા હુમલા નહીં કરે એવી શરત રાખવામાં આવી હતી. જોકે, થોડા સમય પછી જ ઈરાનના નિવેદનથી આ યુદ્ધવિરામ પર ફરી સવાલો ઉભા થયા છે.

લેબનાન ના રાષ્ટ્રપતિ જોસેફ આઉને ઈઝરાયલી હુમલાઓની કડક નિંદા કરી છે. તેમણે બૈરુત અને આસપાસના વિસ્તારોમાં થયેલા હુમલાઓને “બર્બર” ગણાવ્યા છે અને તણાવ વધારવા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. આ હુમલાઓમાં અનેક ઇમારતો તબાહ થઈ ગઈ છે અને હોસ્પિટલોને પણ ભારે નુકસાન થયું છે.

લેબનાન ના આરોગ્ય મંત્રાલય મુજબ, તાજેતરના હુમલાઓમાં ઓછામાં ઓછા 89 લોકોનાં મોત થયા છે, જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે અને કાટમાળમાંથી હજુ પણ મૃતદેહો શોધવાની કામગીરી ચાલી રહી છે.

ઈરાનને હથિયાર સપ્લાય કરનારા કોઈપણ દેશ પર અમે 50% ટેરિફ

Breaking News: 4 ટીમ અને 69 મેચ બાદ IPLમાં પહેલી ફિફ્ટી, આ ખેલાડીની 9 વર્ષ લાંબી રાહનો આવ્યો અંત

ગુજરાત ટાઈટન્સના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે IPL 2026 માં શાનદાર પ્રદર્શન કર્યું, તેણે તેના નવ વર્ષના IPL કારકિર્દીમાં પ્રથમ અડધી સદી ફટકારી. તેણે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે આ ઈનિંગ રમી હતી. વોશિંગ્ટન સુંદર માટે આ ઈનિંગ ખૂબ જ ખાસ હતી, કારણ કે તે 2017 થી IPLનો ભાગ છે. પરંતુ આ પહેલા તે ક્યારેય 50 રનના સ્કોર પર પહોંચ્યો ન હતો.

 

વોશિંગ્ટન સુંદરની લાંબી રાહનો અંત

આ મેચમાં ચોથા નંબર પર બેટિંગ કરતા વોશિંગ્ટન સુંદરે માત્ર 30 બોલમાં પોતાની ફિફ્ટી ફટકારીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે 33 બોલમાં 55 રન બનાવ્યા હતા, જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઇનિંગ મહત્વપૂર્ણ હતી કારણ કે ટીમે 79 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સુંદરે દબાણભરી સ્થિતિમાં આક્રમક બેટિંગથી મેચને GTના પક્ષમાં બદલી. તેણે શુભમન ગિલ સાથે સદીની ભાગીદારી પણ કરી.

 

વોશિંગ્ટનની પહેલી IPL ફિફ્ટી

2017 માં IPLમાં પ્રવેશ કરનાર વોશિંગ્ટન સુંદર તેની ઓફ-સ્પિન બોલિંગ માટે જાણીતો હતો. તેણે બેટથી ઘણી ઉપયોગી ઇનિંગ્સ રમી હતી, પરંતુ ક્યારેય અડધી સદી ફટકારી ન હતી. નવ સીઝન સુધી ચાલેલો આ દુકાળ આજે સમાપ્ત થઈ ગયો છે. સુંદરની અડધી સદી પણ ખાસ છે કારણ કે તે સામાન્ય રીતે નીચલા ક્રમમાં બેટિંગ કરે છે અને તેની ઓછા બોલ સાથે મોટા શોટ રમવાની જવાબદારી છે. જોકે, આ મેચમાં તેને ઉપરના ક્રમમાં તક મળી અને તે તેનો લાભ લેવામાં સફળ રહ્યો.

 

4 ટીમો અને 69 મેચ, આવી છે તેની કારકિર્દી

સુંદરે માત્ર 17 વર્ષની ઉંમરે IPL માં ડેબ્યૂ કર્યું હતું. તે અત્યાર સુધી તેની IPL કારકિર્દીમાં ચાર અલગ-અલગ ટીમો માટે રમી ચૂક્યો છે અને કુલ 69 મેચ રમ્યો છે. તેનો અગાઉનો શ્રેષ્ઠ સ્કોર 49 રન હતો, જે ગયા સિઝનમાં તે જ ટીમ માટે આવ્યો હતો. તેણે આ 69 મેચોમાં કુલ 588 રન બનાવ્યા છે.

Breaking News: વૈભવ સૂર્યવંશીના સૌથી મોટા ચાહકે મચાવી તબાહી, માત્ર 24 બોલમાં અડધી સદી ફટકારી, 600 છગ્ગા પૂરા કર્યા

Watermelon Peel reuse: તરબૂચની છાલનો ચોંકાવનારો ઉપયોગ તમે નહીં જાણતા હોવ

આવું તો કેવું કુદરતનો કરિશ્મો કે વરસાદના સમયે જ ભૂકંપના આંચકા! અમરેલીમાં 9 કલાકમાં 10 વખત ધ્રુજી ધરા

સૌરાષ્ટ્રના વાતાવરણમાં અત્યારે એક વિચિત્ર કુદરતી ઘટના જોવા મળી રહી છે. સામાન્ય રીતે ભૂકંપ પૃથ્વીના પેટાળની હિલચાલને કારણે આવતા હોય છે, પરંતુ અમરેલી પંથકમાં આવી રહેલા આંચકાઓનું સીધું કનેક્શન વરસાદ સાથે હોવાનું સામે આવ્યું છે. બુધવારે અમરેલીમાં માત્ર 9 જ કલાકના ગાળામાં ભૂકંપના નાના-મોટા 10 આંચકા અનુભવાયા હતા, જેમાં મહત્તમ તીવ્રતા 3.3 નોંધાઈ હતી.

વરસાદ અને ભૂકંપ વચ્ચે શું છે સંબંધ?

ભારે વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં ભૂકંપની આ એક્ટિવિટી વર્ષોથી જોવા મળે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, જ્યારે વરસાદનું પાણી જમીનમાં ધીમે-ધીમે ઉતરે છે, ત્યારે તે અંદરના ખડકો પર ભારે દબાણ પેદા કરે છે. ખડકો વચ્ચે સર્જાતા આ દબાણને કારણે પૃથ્વીના ઉપરના પડમાં ધ્રુજારી અનુભવાય છે. આ એક એવી પ્રક્રિયા છે જે મોટાભાગે માત્ર સૌરાષ્ટ્ર પંથકમાં જ જોવા મળે છે.

ડરવાની જરૂર નથી, પણ સાવધ રહેવું જરૂરી

આ આંચકાઓની તીવ્રતા સામાન્ય રીતે 4ની આસપાસ જ રહેતી હોય છે, તેથી તેનાથી કોઈ મોટી જાનહાનિ કે માલહાનિ થતી નથી. જો કે, એક જ દિવસમાં વારંવાર આવતી ધ્રુજારીને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે વરસાદી પાણી જમીનમાં ઉતરવાની આ પ્રક્રિયા કુદરતી છે અને તેના કારણે આવતા આંચકાઓ ટૂંકા ગાળાના હોય છે. તેમ છતાં, સતત આવતી ધ્રુજારી તંત્ર અને નાગરિકો માટે ચિંતાનો વિષય ચોક્કસ બની છે.

અલા આ શું…! કાલે બેંક બંદ….? જાણો 9 એપ્રિલે કયા કયા રાજ્યોમાં બેંકોના તાળા નહીં ખુલે, ક્યાંક જવું હોય તો આ અહેવાલ જરૂર વાંચી લેજો

Breaking News:  વૈભવ સૂર્યવંશી-યશસ્વી જયસ્વાલની વિસ્ફોટક બેટિંગ સામે મુંબઈ ધ્વસ્ત, રાજસ્થાને સતત ત્રીજી જીત નોંધાવી

રાજસ્થાન રોયલ્સે IPL 2026 માં પોતાનું પ્રભાવશાળી અભિયાન ચાલુ રાખ્યું અને સતત ત્રીજી મેચ જીતી હતી. ફરી એકવાર ઓપનર વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની વિસ્ફોટક ઇનિંગ્સને કારણે રાજસ્થાને મોટી જીત મેળવી. ગુવાહાટીમાં વરસાદથી પ્રભાવિત મેચમાં, રાજસ્થાને મુંબઈ ઈન્ડિયન્સને 27 રનથી હરાવ્યું. જયસ્વાલે એકલા હાથે 77 રન બનાવ્યા. ત્રણ મેચમાં મુંબઈનો આ સતત બીજો પરાજય છે.

યશસ્વી-વૈભવે મુંબઈના બોલરોને ધોઈ નાખ્યા

મંગળવાર, 7 એપ્રિલના રોજ બારસાપારા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં મેચ શરૂ થવા માટે 2 કલાક અને 40 મિનિટ રાહ જોવી પડી હતી. આખરે રાત્રે 10 વાગ્યા પછી મેચ શરૂ થઈ ત્યારે જયસ્વાલ અને સૂર્યવંશીના બેટ્સમેનોનો અવાજ સંભળાયો. પ્રથમ બેટિંગ કરતા, રાજસ્થાને 11 ઓવરમાં 3 વિકેટે 150 રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો. બંને ઓપનરોએ એકલા પાંચ ઓવરમાં 80 રન ફટકારી દીધા હતા.

વૈભવે બુમરાહને બે છગ્ગા ફટકાર્યા

સૌથી રોમાંચક ક્ષણ ત્યારે આવી જ્યારે વૈભવ અને જસપ્રીત બુમરાહ સામ-સામે હતા. પહેલીવાર બુમરાહ સામે રમતા વૈભવે તેના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો. પછી, તે જ ઓવરમાં 15 વર્ષીય સ્ટારે બીજી છગ્ગો મારીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. વૈભવ (39 રન, 14 બોલ, 5 છગ્ગા) આઉટ થયા પછી, જયસ્વાલે 23 બોલમાં અડધી સદી ફટકારી અને અંત સુધી ટકીને ટીમને 151 રનના સ્કોર સ્કોર સુધી પહોંચાડી. જયસ્વાલે 32 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 77 રન બનાવ્યા.

મુંબઈનો ટોપ ઓર્ડર ધ્વસ્ત

મુંબઈને આ સિદ્ધિ મેળવવા માટે રાજસ્થાનના 151 રનના સ્કોર જેવી જ શરૂઆતની જરૂર હતી. જોકે, મુંબઈનો દાવ અલગ દિશામાં ગયો અને ટીમનો પરાજય પ્રથમ ત્રણ ઓવરમાં જ નિશ્ચિત થઈ ગયો. રાયન રિકેલ્ટન, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા પહેલી, બીજી અને ત્રીજી ઓવરમાં માત્ર 22 રનમાં જ આઉટ થઈ ગયા. કેપ્ટન હાર્દિક પંડ્યા અને તિલક વર્મા પણ પાંચમી ઓવરમાં આઉટ થયા.

5 ઓવરમાં જ હાર નિશ્ચિત થઈ ગઈ

મુંબઈએ ફક્ત 46 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, અને હાર નિશ્ચિત લાગતી હતી. પરંતુ નમન ધીર (25) અને શેરફેન રૂધરફોર્ડ (25) એ આક્રમક બેટિંગ કરી, 47 રનની ભાગીદારી કરીને મુંબઈની આશાઓને જીવંત કરી. જોકે, તેઓ આગામી દસ રનમાં આઉટ થઈ ગયા, અને મુંબઈ કોઈ ચમત્કાર કરી શક્યું નહીં. અંતે, મુંબઈનો દાવ 123 રન પર સમાપ્ત થયો.

Breaking News: મુંબઈ-રાજસ્થાનની મેચ પહેલા હાર્દિક પંડ્યાએ વૈભવ સૂર્યવંશીનું બેટ કેમ ચેક કર્યું?

Breaking News : ગોપાલ ઇટાલિયા સામે નોન બેલેબલ વોરંટ કર્યું ઇસ્યૂ , જુઓ Video

મહેસાણા કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે નોન બેલેબલ વોરંટ ઇસ્યૂ કર્યું છે. ગોપાલ ઇટાલિયા સામે નોન-બેલેબલ વોરંટ ઈસ્યૂ થવાથી રાજકીય વાતાવરણમાં નવી ગરમાવો આવ્યો છે. વર્ષ 2020માં નોંધાયેલા એક ગુનામાં કાર્યવાહી આગળ વધતા, થર્ડ એડિશનલ સિવિલ જજ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે.

કોર્ટના સમન્સ મુદ્દે ઇટાલિયાએ ભાજપ પર નિશાન સાધ્યું છે અને જણાવ્યું છે કે જો પોલીસમાં હિંમત હોય તો તેઓ સીધી તેમની ધરપકડ કરે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પોલીસ, જેલ કે દંડાથી ડરતા નથી.

આ વચ્ચે, સમગ્ર મામલે વધુ એક નવો વળાંક આવ્યો છે. ગોપાલ ઇટાલિયાની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ પોલીસ સમન્સ અંગે પહેલેથી જાણ હોવાનો ઉલ્લેખ કરતા સંભળાય છે. ઓડિયોમાં એવી પણ ચર્ચા છે કે કાયદેસર કાર્યવાહી ને રાજકીય મુદ્દો બનાવવાની વાત કરવામાં આવી હતી. ઉપરાંત, સમન્સની બજવણી દરમિયાન તેમના ઘરે માતા એકલા હોવાનો મુદ્દો ઉઠાવી રાજકીય લાભ મેળવવાની ચર્ચા પણ થઈ હોવાનો દાવો છે.

ઇટાલિયાએ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે સમન્સ આપવા આવેલા અધિકારીઓએ તેમની માતા સાથે ગેરવર્તણૂક કરી હતી. જોકે, આ સમગ્ર ઓડિયો ક્લિપ અંગે TV9 Gujarati દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ગુજરાતમાં ભર ઉનાળે કરા અને પવન સાથે કમોસમી વરસાદ, મહેસાણા, બહુચરાજી સહિતના વિસ્તારોમાં માવઠાનો કહેર

હાર્દિક પંડ્યાએ વૈભવ સૂર્યવંશીનું બેટ કેમ ચેક કર્યું? જાણવા માટે અહીં ક્લિક કરો..

Breaking News: મુંબઈ-રાજસ્થાનની મેચ પહેલા હાર્દિક પંડ્યાએ વૈભવ સૂર્યવંશીનું બેટ કેમ ચેક કર્યું?

રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ શરૂ થાય તે પહેલા, MI કેપ્ટન હાર્દિક પંડ્યા વૈભવ સૂર્યવંશી સાથે વાત કરતો જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યા વૈભવ સૂર્યવંશીની પાસે આવ્યો ત્યારે તે બેટિંગ ડ્રીલ કરી રહ્યો હતો. હાર્દિક પંડ્યાએ તેની સાથે લાંબા સમય સુધી વાત કરી અને આ દરમિયાન તેણે વૈભવ સૂર્યવંશીના બેટનું નિરીક્ષણ કર્યું. હાર્દિક પંડ્યા સૂર્યવંશીના બેટથી ખૂબ પ્રભાવિત થયો, જે તેની બોડી લેંગ્વેજ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. હાર્દિક સૂર્યવંશીના બેટના સ્વિંગ અને બેલેન્સને તપાસતો જોવા મળ્યો.

 

પંડ્યાએ વૈભવનું બેટ ચેક કર્યું

વૈભવ સૂર્યવંશીનું બેટ ચેક કરવાનું કોઈ ખાસ કારણ નહોતું. હાર્દિક પંડ્યાએ તેનું બેટ આકસ્મિક રીતે ચેક કર્યું. ખેલાડીઓ સામાન્ય રીતે આવું કરે છે. જોકે, વૈભવ સૂર્યવંશીનું બેટ બેસ્ટ જ છે માત્ર 15 વર્ષની ઉંમરે, તે પહેલાથી જ લાંબા છગ્ગા ફટકારી રહ્યો છે. વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં પણ વિસ્ફોટક શરૂઆત કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની પહેલી જ મેચમાં, સૂર્યવંશીએ 15 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી છે.

 

વૈભવ સૂર્યવંશી કયા બેટથી રમે છે?

વૈભવ સૂર્યવંશી SS કંપનીના બેટનો ઉપયોગ કરે છે. તેના બેટનું વજન આશરે 1170 ગ્રામ છે. તેના બેટની કિંમત 50,000 થી 1 લાખ રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ છે.

 

સૂર્યવંશી અને બુમરાહની પહેલીવાર ટક્કર

મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં ઘણા અનુભવી ખેલાડીઓ ભાગ લેશે, પરંતુ સૌથી મોટી ચર્ચા વૈભવ સૂર્યવંશી અને જસપ્રીત બુમરાહની ટક્કરની છે. વૈભવ સૂર્યવંશીએ ક્યારેય જસપ્રીત બુમરાહનો સામનો કર્યો નથી, અને હવે જોવાનું એ છે કે આ 15 વર્ષનો વિસ્ફોટક ડાબોડી બેટ્સમેન વિશ્વના શ્રેષ્ઠ બોલર સામે કેવું પ્રદર્શન કરે છે.

 

મુંબઈ-રાજસ્થાન મેચ માટે નિયમો બદલાયા

મેચની વાત કરીએ તો, ગુવાહાટીમાં વરસાદને કારણે મુંબઈ-રાજસ્થાન રોયલ્સ મેચનું સમયપત્રક બદલવું પડ્યું. ઓવરો ઘટાડીને 11 ઓવર પ્રતિ ટીમ કરવામાં આવી હતી, જેમાં પાવરપ્લે 3.2 ઓવરનો રહેશે.

Breaking News: વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં નહીં થઈ પસંદગી, આયુષ મ્હાત્રે પણ બહાર

Breaking News : સામાન્ય વર્ગ માટે ખુશખબર.. LPG ને લઈ સરકારે લીધો સૌથી મોટો નિર્ણય, લાખો ભારતીયોને ફાયદો

દેશભરમાં LPG ગેસના પુરવઠાને લઈને લોકોમાં ચિંતા વચ્ચે હવે એક રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે બળતણનો સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના કારણે લાખો ભારતીયોને સીધો લાભ મળશે.

ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વધતા તણાવના કારણે ખાડી પ્રદેશમાં પરિસ્થિતિ અસ્થિર બની છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગમાં વિક્ષેપ આવતા ભારત સહિત ઘણા દેશોમાં બળતણ પુરવઠા પર અસર પડી છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા ઝડપી પગલાં લેવામાં આવ્યા છે.

કામદારોને મોટી રાહત

સ્થળાંતરિત કામદારોને ધ્યાનમાં રાખીને સરકારે 5 કિલોગ્રામના LPG સિલિન્ડરના દૈનિક ક્વોટાને બમણો કર્યો છે. આ સિલિન્ડર બજાર ભાવે ઉપલબ્ધ હોય છે અને તેને મેળવવા માટે માત્ર ઓળખ પુરાવો પૂરતો છે. સરનામાનો પુરાવો જરૂરી નથી. આ નિર્ણયથી ખાસ કરીને એવા કામદારોને મોટી રાહત મળશે, જેમને નિયમિત ગેસ કનેક્શન ઉપલબ્ધ નથી.

સામાન્ય રીતે, ઘરેલુ ઉપયોગ માટે 14.2 કિલોગ્રામના સબસિડીવાળા સિલિન્ડરનો ઉપયોગ થાય છે, જેની કિંમત હાલમાં દિલ્હીમાં લગભગ ₹913 છે. તેની તુલનામાં 5 કિલોગ્રામનો સિલિન્ડર લગભગ ₹549માં મળે છે. આ નાનો સિલિન્ડર સરળતાથી વિતરકો પાસેથી ખરીદી શકાય છે.

ઘરેલુ રસોઈ માટે વપરાતા LPGને પ્રાથમિકતા

સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગલ્ફ વિસ્તારમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ઘરેલુ રસોઈ માટે વપરાતા LPGને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માના જણાવ્યા અનુસાર, 6 એપ્રિલથી દરેક રાજ્યમાં 5 કિલોગ્રામના ‘ફ્રી ટ્રેડ LPG’ (FTL) સિલિન્ડરની ઉપલબ્ધતા વધારી દેવામાં આવી છે.

આંકડાઓ મુજબ, ફેબ્રુઆરીમાં આશરે 77,000 FTL સિલિન્ડર વેચાયા હતા, જ્યારે માર્ચના શરૂઆતના દિવસોમાં આ સંખ્યા વધુ વધી હતી. 23 માર્ચથી અત્યાર સુધીમાં લગભગ 7.8 મિલિયન 5 કિલોગ્રામના સિલિન્ડર વેચાઈ ચૂક્યા છે. માત્ર એક દિવસમાં જ 1.6 મિલિયનથી વધુ સિલિન્ડર વેચાયા હોવાનો પણ અહેવાલ છે.

તારીખ નોંધી લો! સરકારનો મોટો નિર્ણય, હાઈવે પર મુસાફરીના નિયમો બદલાશે

Breaking News: ઈડન ગાર્ડન્સમાં વરસાદી વિઘ્ન, કોલકાતા-પંજાબ મેચ રદ, બંને ટીમોને એક-એક પોઈન્ટ

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાયેલી આ મેચની શરૂઆતથી જ વરસાદે ખલેલ પહોંચાડી. ટોસ બાદ રમત શરૂ થઈ હતી, પરંતુ થોડા જ સમયમાં વરસાદના કારણે મેચ અટકાવી દેવી પડી. જે બાદ મેચ ફરી શરુ જ ના થઈ શકી અને બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો હતો.

KKR vs PBKS મેચમાં વરસાદનું વિઘ્ન

KKR ના કેપ્ટન અજિંક્ય રહાણે એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ટીમની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. ઓપનર ફિન એલન માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.તે બાદ કેમેરોન ગ્રીન પણ ફક્ત 4 રન બનાવીને આઉટ થયો. શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવતા KKR દબાણમાં આવી ગઈ હતી. વરસાદ પડ્યો ત્યારે રહાણે 8 રન અને અંગક્રિશ રઘુવંશી 7 રન પર રમતમાં હતા.

 

કટ-ઓફ સમય પહેલાં જ મેચ રદ કરવાનો નિર્ણય

વરસાદ સતત ચાલુ રહેતા મેદાન સંપૂર્ણપણે ભીનું થઈ ગયું હતું. અમ્પાયરોએ મેદાનની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ રમત ફરી શરૂ કરવી શક્ય ન હોવાનું માન્યું. કટ-ઓફ સમય પહેલાં જ મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ કારણે બંને ટીમો 5-5 ઓવર પણ પૂર્ણ કરી શકી નહીં. IPL ના નિયમો મુજબ મેચ અધૂરી રહેતા બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો. આ નિર્ણય બંને કેપ્ટનોની સંમતિથી લેવામાં આવ્યો હતો.

પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર

આ પરિણામ પંજાબ કિંગ્સ માટે ફાયદાકારક સાબિત થયું છે. પંજાબે હવે ત્રણ મેચમાં પાંચ પોઈન્ટ મેળવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સ હજી સુધી જીત વિના સંઘર્ષ કરી રહી છે, જે ટીમ માટે ચિંતાનો વિષય છે.

Breaking News: પંજાબ કિંગ્સના વિકેટકીપરે પોતાની જ ટીમના ફાસ્ટ બોલરને માર્યો બોલ, જુઓ વીડિયો

Breaking News : મોટા યુદ્ધના ભણકારા..! જગત જમાદાર ટ્રમ્પે આપી દીધી ધમકી, કહ્યું.. એક રાતમાં આખા ઈરાનને બરબાદ કરી નાખીશું

અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ ફરી એકવાર Iran ને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ઈરાન શરણાગતિ સ્વીકારશે નહીં, તો અમેરિકા તેની મહત્વપૂર્ણ સ્ટ્રક્ચર સુવિધાઓ પર હુમલો ચાલુ રાખશે.

સોમવારે વ્હાઇટ હાઉસમાં યોજાયેલા બાળકો માટેના વાર્ષિક ઈસ્ટર કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ઈરાન મુદ્દે પોતાની કડક ભૂમિકા ફરી સ્પષ્ટ કરી.

ટ્રમ્પે જણાવ્યું હતું કે, “જો તેઓ અમારી વાત નહીં માને, તો તેમની પાસે કોઈ પુલ નહીં રહે, કોઈ પાવર પ્લાન્ટ નહીં રહે અને મૂળભૂત સુવિધાઓ પણ નષ્ટ થઈ જશે.” જોકે, તેમણે સાથે સાથે એવું પણ કહ્યું કે પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવું તેઓ નથી ઇચ્છતા.

ટ્રમ્પે કહ્યું, “જો મારી પાસે વિકલ્પ હોત, તો હું ઈરાનનું તેલ લઈશ અને ઘણા પૈસા કમાઈ શકયો હોત.

ટ્રમ્પે એ પણ ઉમેર્યું કે અમેરિકન લોકો હવે લાંબા સમયથી ચાલતા વિદેશી સંઘર્ષોથી થાકી ગયા છે અને તેઓ દેશની સેનાને પાછી ઘરે આવતી જોવાનું ઇચ્છે છે. તેમ છતાં, તેમણે દાવો કર્યો કે તેલ પરથી આવક મેળવીને તેઓ ઈરાનના લોકોને પણ મદદ કરી શકતા.

અમેરિકામાં હજારો નોકરી આપવા તૈયાર છે ટેક સ્ટાર્ટઅપ્સ

IPL 2026: ત્રણ મેચ અને ત્રણ વિવાદ… હવે કાવ્યા મારનની SRH કરશે BCCI ને ફરિયાદ!

Indian Premier League 2026 ની સિઝન ધમાકેદાર રીતે શરૂ થઈ છે, પરંતુ સાથે જ વિવાદો પણ સતત ચર્ચામાં છે. ખાસ કરીને Sunrisers Hyderabad માટે શરૂઆત થોડી મુશ્કેલ રહી છે. ટીમે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, જેમાં એક જીત અને બે હાર મળી છે. પરંતુ સ્કોરલાઇન કરતાં વધુ ચર્ચા વિવાદાસ્પદ નિર્ણયો વિશે થઈ રહી છે.

ટીમ મેનેજમેન્ટમાં નારાજગીનું મુખ્ય કારણ એ છે કે ત્રણેય મેચમાં કંઈક એવું બન્યું છે જે SRH ને અયોગ્ય લાગ્યું છે. અહેવાલો મુજબ, ફ્રેન્ચાઇઝી માલિક Kavya Maran આ મુદ્દે હવે Board of Control for Cricket in India પાસે સત્તાવાર ફરિયાદ નોંધાવવાની તૈયારીમાં છે.

ફિલ્ડર Phil Salt એ બાઉન્ડ્રી પાસે શાનદાર કેચ લીધો

સીઝનની પહેલી મેચમાં SRH નો સામનો Royal Challengers Bengaluru સામે થયો હતો. આ મેચ દરમિયાન હેનરિક ક્લાસેનનો એક કેચ વિવાદમાં આવ્યો. ફિલ્ડર Phil Salt એ બાઉન્ડ્રી પાસે શાનદાર કેચ લીધો હતો, પરંતુ રિપ્લેમાં એવું જણાયું કે તેનો પગ બાઉન્ડ્રી કુશનને સ્પર્શી ગયો હતો. તેમ છતાં, ત્રીજા અમ્પાયરે આઉટનો નિર્ણય જાળવી રાખ્યો, જે SRH માટે નિરાશાજનક બન્યો.

અભિષેક શર્માનો કેચ ચર્ચામાં

બીજી મેચમાં Kolkata Knight Riders સામે ફરી એકવાર સમાન પ્રકારનો વિવાદ જોવા મળ્યો. આ વખતે અભિષેક શર્માનો કેચ ચર્ચામાં આવ્યો. Varun Chakravarthy દ્વારા લેવામાં આવેલ કેચ જમીનને સ્પર્શતો હોય તેમ લાગતો હતો, છતાં તેને માન્ય ગણવામાં આવ્યો. અભિષેકે આ નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો, જેના કારણે તેમને દંડ પણ ફટકારાયો. જોકે, SRH આ મેચ જીતવામાં સફળ રહી.

Avesh Khan એ બાઉન્ડ્રીની બહારથી બોલને સ્પર્શ કર્યો

ત્રીજો અને તાજો વિવાદ Lucknow Super Giants સામેની મેચમાં થયો. મેચના અંતિમ ઓવરમાં Rishabh Pant ના શોટ પછી બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો હતો. પરંતુ તે બાઉન્ડ્રી પાર કરે તે પહેલાં જ Avesh Khan એ બાઉન્ડ્રીની બહારથી બોલને સ્પર્શ કર્યો હતો. તે સમયે અમ્પાયરે આ ઘટનાને અવગણેલી હતી, પરંતુ પછી સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ કે આ નિયમોનું ઉલ્લંઘન છે અને SRH ને વધારાના 5 રન મળવા જોઈએ હતા.

આ ત્રણેય ઘટનાઓને લઈને હવે SRH મેનેજમેન્ટ ગંભીર મૂડમાં છે અને તેઓ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી શકે છે. IPL જેવી મોટી લીગમાં આવા વિવાદો રમતની પારદર્શિતાને લઈને સવાલ ઊભા કરે છે. હવે જોવાનું રહેશે કે BCCI આ મામલે શું પગલાં લે છે અને SRH ને ન્યાય મળે છે કે નહીં.

પંજાબ કિંગ્સના વિકેટકીપરે પોતાની જ ટીમના ફાસ્ટ બોલરને માર્યો બોલ, જુઓ વીડિયો

Breaking News: પંજાબ કિંગ્સના વિકેટકીપરે પોતાની જ ટીમના ફાસ્ટ બોલરને માર્યો બોલ,  જુઓ વીડિયો

કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં વરસાદે વિક્ષેપ પાડ્યો હતો, પરંતુ આ મેચમાં કંઈક એવું જોવા મળ્યું જે ક્રિકેટના મેદાનમાં ભાગ્યે જ જોવા મળે છે. આ મેચમાં પંજાબ કિંગ્સના વિકેટકીપર પ્રભસિમરન સિંહે પોતાની જ ટીમના ફાસ્ટ બોલર ઝેવિયર બાર્ટલેટને બોલ મારી દીધો હતો. જો કે વિરોધી ટીમના બેટ્સમેનને રન આઉટ કરવાનો પ્રયાસ કરતી વખતે પ્રભસિમરને બોલ થ્રો કર્યો હતો.

પ્રભસિમરને બાર્ટલેટને પીઠ પર બોલ માર્યો!

પ્રભસિમરન અને બાર્ટલેટ વચ્ચે આ ઘટના બીજા ઓવરના બીજા બોલ પર બની હતી. ફિન એલને ઝેવિયર બાર્ટલેટની બોલને સ્કૂપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટથી ચૂકી ગયો અને વિકેટકીપર અને બાર્ટલેટ વચ્ચે પડ્યો. બંને ખેલાડીઓ બોલ પકડવા માટે દોડ્યા, પરંતુ પ્રભસિમરન પહેલા આવ્યો અને તરત જ તેણે બોલ ઉપાડીને ફેંક્યો. તેનો થ્રો સંપૂર્ણપણે ખોટો સાબિત થયો, અને બોલ પોતાની જ ટીમના બોલર બાર્ટલેટને કમરમાં જોરથી વાગ્યો. સદનસીબે, બાર્ટલેટને કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ આ પછી તેણે વિકેટ લીધી.

 

બાર્ટલેટનો કહેર

જ્યારે પ્રભસિમરનનો થ્રો બાર્ટલેટની પીઠ પર વાગ્યો, ત્યારે તેણે પોતાનો ગુસ્સો KKR બેટ્સમેન પર કાઢ્યો. ઝેવિયર બાર્ટલેટે ચોથા બોલ પર ફિન એલનને આઉટ કર્યો. એલન બાર્ટલેટના આઉટસ્વિંગને સમજવામાં નિષ્ફળ ગયો અને બોલ સીધો વિકેટકીપર પ્રભસિમરન સિંહના ગ્લોવ્સમાં ગયો. આ પછી, છઠ્ઠા બોલ પર, આ ખેલાડીએ 25 કરોડના ખેલાડી કેમેરોન ગ્રીનની વિકેટ લીધી. બાર્ટલેટે કેમેરોન ગ્રીનને પણ પ્રભસિમરનના હાથે જ કેચ આઉટ કરાવ્યો. આ રીતે, કોલકાતાએ ફક્ત 2 ઓવરમાં 16 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી, જોકે કોલકાતામાં ભારે વરસાદને કારણે ચોથી ઓવરના ચોથા બોલ પછી રમત બંધ કરવામાં આવી હતી.

Breaking News: એક ICC એવોર્ડ માટે સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ વચ્ચે સ્પર્ધા, કોણ બાજી મારશે?

 

રિલાયન્સના શેરના ભાવ ધડામ ! અંબાણીની સંપત્તિમાં મોટું ગાબડું

અમદાવાદમાં નકલી સોનાનો કૌભાંડ, રીક્ષાચાલક અને તેની ગેંગે 10 રૂપિયાના સિક્કાથી મહિલાઓને છેતરી

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અંતર્ગત ખોખરા પોલીસે એક મોટા નકલી સોનાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં કુબેરનગરના રહેવાસી રીક્ષાચાલક ગોપાલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે, જે પોતાના સાગરીતો સાથે મળીને ભોળી પ્રજાને, ખાસ કરીને મહિલાઓ અને સિનિયર સિટીઝનોને, 10 રૂપિયાના સિક્કાને સોના તરીકે દર્શાવીને છેતરતો હતો. પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

ગોપાલ ચૌધરી અને તેની ગેંગની કામ કરવાની પદ્ધતિ અતિ ચતુરાઈભરી હતી. તેઓ રીક્ષામાં મુસાફરી કરી રહેલી મહિલાઓ અને સિનિયર સિટીઝનોને નિશાન બનાવતા હતા. વાતોમાં ભોળવીને તેમને એવી લાલચ આપવામાં આવતી કે તેમને બજાર કિંમત કરતાં વધુ સોનું અથવા મોટી રકમ મળી શકે છે. ઠગાઈનો મુખ્ય ભાગ એ હતો કે તેઓ રૂમાલમાં 10 રૂપિયાનો એક નવો સિક્કો ઉપર રાખતા હતા, જેનો પીળો રંગ સોના જેવો દેખાય છે.

આ સિક્કાની નીચે સાદા કાગળના કટિંગ્સ મૂકવામાં આવતા હતા. મુસાફરોને આ સોનાનો સિક્કો બતાવીને અને તેના બદલામાં પોતાની પાસે રહેલા કિંમતી દાગીના અથવા રોકડ આપવા માટે લલચાવવામાં આવતા હતા. ગેંગનો એક સભ્ય ફરિયાદીની ટીમમાં ભળી જતો અને તેમને વિશ્વાસ અપાવતો કે આ સોદો અત્યંત ફાયદાકારક છે અને આ વસ્તુ લઈ લેવી જોઈએ. આમ કરીને, ભોગ બનનારને છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવતા હતા અને દાગીના કે રોકડ લઈને અન્ય સાગરીત ફરાર થઈ જતા હતા.

આરોપીઓની ઓળખ અને પૂર્વ ગુનાઓ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગોપાલ ચૌધરી આ ઠગાઈને તેના સાગરીતો સાગર મારવાડી, પંકજ ઉર્ફે પખીઓ અને અર્જુન સાથે મળીને અંજામ આપતો હતો. આ ગેંગે અગાઉ ઓઢવ અને નારોલ વિસ્તારમાં બે મહિલાના દાગીના પડાવી લીધા હોવાનો પણ ખુલાસો થયો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે મુખ્ય આરોપી ગોપાલ ચૌધરી વિરુદ્ધ અગાઉ પણ પોલીસ ચોપડે ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે અને તેની અગાઉ પણ ધરપકડ થઈ ચૂકી છે. આ દર્શાવે છે કે આ એક આદત ઠગ છે.

પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કઈ દિશામાં?

ખોખરા પોલીસે ગોપાલ ચૌધરીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તેની પાસેથી ગુનામાં વપરાયેલ સાધનો અને અન્ય પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ હાલ ગોપાલ ચૌધરીની સાથે સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓ સાગર મારવાડી, પંકજ ઉર્ફે પખીઓ અને અર્જુનની શોધખોળ કરી રહી છે.

પોલીસને આશા છે કે આ તપાસના અંતે આવા વધુ ગુનાઓનો ભેદ ઉકેલી શકાશે અને અન્ય પીડિતોને પણ ન્યાય મળી શકશે. પોલીસ સામાન્ય જનતાને અપીલ કરી રહી છે કે જો કોઈ તમને આસાનીથી સોનું કે મોટી રકમ આપવાની લાલચ આપે તો સાવચેત રહો, કારણ કે આવી લાલચ મુસીબત નોતરી શકે છે.

AMCનો આદેશ: હોટલોએ પનીર ‘મિલ્ક’ છે કે ‘એનાલોગ’ તે ફરજિયાત જણાવવું પડશે

Breaking News : IPL 2026માં RCB vs CSK વચ્ચેની મેચમાં ટિમ ડેવિડની છપ્પરફાડ ઇનિંગે બેંગલુરુને અપાવી બીજી જીત, ચેન્નઈને હારની હેટ્રિક

Royal Challengers Bengaluruએ IPL 2026 સીઝનમાં પોતાની પ્રભાવશાળી શરૂઆત યથાવત રાખી છે અને સતત બીજી જીત નોંધાવી છે. કેપ્ટન Rajat Patidarની આગેવાની હેઠળ ટીમે ફરી સાબિત કર્યું કે તેઓ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે કેમ મજબૂત દાવેદાર છે. Chennai Super Kings સામે રમાયેલી મેચમાં RCBએ 250 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જે આ સીઝનનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.

આ વિસ્ફોટક ઇનિંગ્સમાં Tim David સહિત તમામ બેટ્સમેનોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. ત્યારબાદ બોલિંગમાં Jacob Duffy અને Bhuvneshwar Kumarએ શાનદાર પ્રદર્શન કર્યું અને ચેન્નઈને 207 રનમાં ઓલઆઉટ કરીને RCBને 43 રનની જીત અપાવી.

ગયા સીઝનમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર ત્રણેય મેચ હારનાર બેંગલુરુએ આ વખતે M Chinnaswamy Stadium ખાતે બંને મેચ જીતીને મજબૂત વાપસી કરી છે. Sunrisers Hyderabad સામે 200થી વધુ રનનો સફળ પીછો કરીને શરૂઆત કરનાર ટીમે હવે ચેન્નઈને પણ હરાવીને આત્મવિશ્વાસ વધાર્યો છે. મેચ દરમિયાન પ્રથમ ત્રણ ઓવરમાં એકપણ બાઉન્ડરી ન ફટકાર્યા છતાં RCBએ આખી ઇનિંગ્સમાં 19 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકારીને મેચનો રૂખ બદલી નાખ્યો.

ધીમી શરૂઆત પછી Virat Kohli અને Phil Saltએ ચોથી ઓવરથી રનગતિ વધારી. કોહલી ટૂંકી પરંતુ ઝડપી ઇનિંગ્સ રમીને આઉટ થયો, જ્યારે સોલ્ટે જવાબદારી સંભાળી સ્કોરને આગળ વધાર્યો. ત્યારબાદ ઇન-ફોર્મ Devdutt Padikkalએ સતત બીજી અડધી સદી ફટકારી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.

મેચનો ખરેખર ટર્નિંગ પોઇન્ટ કેપ્ટન પાટીદાર અને ટિમ ડેવિડની ધમાકેદાર ભાગીદારી હતી. બંનેએ મળીને છેલ્લી પાંચ ઓવરમાં 97 રન ઉમેર્યા. ટિમ ડેવિડે માત્ર 25 બોલમાં 70 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં તેણે 8 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. ખાસ કરીને 19મી ઓવરમાં તેણે એકલા 30 રન બનાવીને મેચ સંપૂર્ણપણે RCB તરફ ઝૂકાવી દીધી. બીજી તરફ, પાટીદારે પણ માત્ર 19 બોલમાં અણનમ 48 રન બનાવી ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડી.

પાકિસ્તાનને મોટો ઝટકો, IPL ને પછાડવાનું સપના જોઈ રહ્યું હતું, હવે PSL છોડી રહ્યા છે ખેલાડી

Breaking News : પાકિસ્તાનને મોટો ઝટકો, IPL ને પછાડવાનું સપના જોઈ રહ્યું હતું, હવે PSL છોડી રહ્યા છે ખેલાડી

PSL vs IPL: પાકિસ્તાન ક્રિકેટને એક મોટો ફટકો લાગ્યો છે, કારણ કે ઘણા ખેલાડીઓ હવે Indian Premier League તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે અને Pakistan Super Leagueમાંથી દૂર થવાના સંકેતો આપી રહ્યા છે. PSL અને IPL વચ્ચેની સ્પર્ધા વધુ તીવ્ર બની રહી છે, અને આ પરિસ્થિતિમાં PCB માટે પડકારો વધી રહ્યા છે.

PSL હવે ક્રિકેટ રોકાણ માટે મહત્વપૂર્ણ બજાર બની રહ્યું છે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન Mohsin Naqviએ તાજેતરમાં PSL અંગે મોટું નિવેદન આપ્યું હતું. ગદ્દાફી સ્ટેડિયમ ખાતે યોજાયેલી બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે PSL હવે ક્રિકેટ રોકાણ માટે મહત્વપૂર્ણ બજાર બની રહ્યું છે અને ટૂંક સમયમાં વિશ્વની નંબર વન લીગ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હાલ, વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ તરીકે IPLનું પ્રભુત્વ છે, છતાં નકવીનો વિશ્વાસ છે કે PSL આવનારા સમયમાં તેને પાછળ છોડી શકે છે.

નકવીએ PSLના ઝડપી વિકાસનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે લીગમાં રોકાણકારોનો રસ સતત વધી રહ્યો છે. PSLની 11મી સીઝન માટે યોજાયેલી ફ્રેન્ચાઇઝ હરાજીમાં મળેલી રેકોર્ડ બોલીઓ પણ તેની લોકપ્રિયતા દર્શાવે છે.

સંયુક્ત આરબ અમીરાત (UAE) પરત ફરવાનો નિર્ણય લીધો

જોકે, આ દાવાઓ વચ્ચે PCBને એક મોટો ઝટકો લાગ્યો છે. Karachi Kingsના બે ખેલાડીઓ Khuzaima Bin Tanveer અને Muhammad Waseemએ અચાનક ટીમ છોડીને સંયુક્ત આરબ અમીરાત (UAE) પરત ફરવાનો નિર્ણય લીધો છે. Emirates Cricket Boardએ તેમને દેશની સ્થાનિક 50-ઓવર (D50) ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પરત બોલાવ્યા છે.

D50 ટુર્નામેન્ટમાં બે મેચ રમ્યા બાદ ફરી PSLમાં જોડાઈ

આ નિર્ણય PSL માટે મોટો ફટકો સાબિત થયો છે. બંને ખેલાડીઓને તાત્કાલિક યુએઈ પરત ફરવા અને પોતાની સ્થાનિક ટીમ સાથે જોડાવા માટે સૂચના આપવામાં આવી છે. અહેવાલો અનુસાર, તેઓ D50 ટુર્નામેન્ટમાં બે મેચ રમ્યા બાદ ફરી PSLમાં જોડાઈ શકે છે.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે PSL પહેલેથી જ અનેક પડકારોનો સામનો કરી રહી છે. IPL સાથેનો સીધો ટકરાવ, ખેલાડીઓની ઉપલબ્ધતા અને દેશની અંદરની પરિસ્થિતિઓ, જેમ કે પેટ્રોલિયમ કટોકટી અને અફઘાનિસ્તાન સરહદ પર તણાવ, લીગ પર અસર કરી રહ્યા છે.

આ પરિસ્થિતિમાં PSL માટે IPL સાથેની સ્પર્ધામાં ટકી રહેવું વધુ મુશ્કેલ બની રહ્યું છે, અને PCB માટે આ એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે.

IPL 2026 માં RCB vs CSK વચ્ચેની મેચમાં એક ભૂલ અને 16 બોલમાં 8 છગ્ગા, એક ઓવરમાં 30 રન, ચેન્નાઈને પડી માર

IPL 2026 માં RCB vs CSK વચ્ચેની મેચમાં એક ભૂલ અને 16 બોલમાં 8 છગ્ગા, એક ઓવરમાં 30 રન, ચેન્નાઈને પડી માર

RCB અને CSK વચ્ચે રમાયેલી IPL 2026 ની મેચમાં એક એવી ધમાકેદાર ઇનિંગ્સ જોવા મળી કે જેના કારણે આખી મેચનો દિશા જ બદલાઈ ગયો. શરૂઆતમાં એવું લાગતું હતું કે બેંગ્લોર માટે મોટો સ્કોર બનાવવો મુશ્કેલ રહેશે, કારણ કે પ્રથમ ત્રણ ઓવરમાં એકપણ બાઉન્ડ્રી આવી નહોતી. પરંતુ ત્યારબાદ જે બન્યું તે IPL ઈતિહાસમાં યાદગાર બની ગયું.

Royal Challengers Bengaluru એ પહેલા બેટિંગ કરતા ધીમો પ્રારંભ કર્યો હતો, પરંતુ ચોથી ઓવરથી મેચનો રંગ બદલાઈ ગયો. ખાસ કરીને અંતિમ ઓવરોમાં ટીમના વિસ્ફોટક બેટ્સમેન ટિમ ડેવિડે જે તોફાની બેટિંગ કરી, તેનાથી Chennai Super Kings ના બોલરો સંપૂર્ણ રીતે દબાઈ ગયા.

15મી ઓવરમાં દેવદત્ત પડિકલ આઉટ થયા બાદ ટિમ ડેવિડ ક્રિઝ પર આવ્યો. શરૂઆતમાં તે થોડો સંઘર્ષ કરતો દેખાયો હતો અને પહેલા થોડા બોલમાં ખાસ રન બનાવી શક્યો નહોતો. પરંતુ 17મી ઓવરથી તેની બેટિંગમાં જબરદસ્ત ફેરફાર આવ્યો. સ્પિનર નૂર અહેમદ સામે તેણે સતત ત્રણ છગ્ગા ફટકારીને તોફાનની શરૂઆત કરી.

ફ્રી હિટ પર તેણે છગ્ગો ફટકાર્યો

18મી ઓવરમાં CSK પાસે ડેવિડને આઉટ કરવાની મોટી તક હતી, પરંતુ અંશુલ કંબોજ દ્વારા ફેંકાયેલ નો-બોલે આખી મેચનો ટર્નિંગ પોઇન્ટ બની ગયો. બોલ્ડ થયા બાદ પણ નો-બોલને કારણે ડેવિડને જીવદાન મળ્યું, અને ત્યારબાદ ફ્રી હિટ પર તેણે છગ્ગો ફટકારીને દબાણ વધાર્યું.

આ પછી 19મી ઓવરમાં ડેવિડે જેમી ઓવરટન સામે પૂરેપૂરી તાકાતથી હુમલો કર્યો. તેણે આ ઓવરમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગા ફટકારીને કુલ 30 રન બનાવ્યા. 17મી ઓવરની શરૂઆતથી 19મી ઓવર સુધી તેણે કુલ 16 બોલમાં 8 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા, જે ખરેખર અદ્ભુત પ્રદર્શન હતું.

ઇનિંગના છેલ્લે બોલ પર ચોગ્ગો ફટકાર્યો

ડેવિડની આ વિસ્ફોટક ઇનિંગ્સના કારણે તે માત્ર 23 બોલમાં 65 રન સુધી પહોંચી ગયો. ખાસ વાત એ હતી કે જ્યાં કેપ્ટન રજત પાટીદાર 40 રન પર હતા, ત્યાં ડેવિડ છેલ્લી ઓવરોમાં આગળ નીકળી ગયો. ઇનિંગના છેલ્લે બોલ પર ચોગ્ગો ફટકારીને તેણે ટીમને 250 રન સુધી પહોંચાડી.

આ સ્કોર માત્ર મોટો જ નહોતો, પરંતુ IPL ના 17 વર્ષના ઇતિહાસમાં CSK સામે કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર બની ગયો. એક નાની ભૂલ અને એક નો-બોલ કેવી રીતે આખી મેચને બદલી શકે છે, તેનું આ મેચ જીવંત ઉદાહરણ બની રહી.

Breaking News : IPL 2026 માં વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો મોટો રેકોર્ડ

અમેરિકાના ઈતિહાસનું એ ‘કાળું પાનું’: જ્યારે ઈરાને 444 દિવસ સુધી સુપરપાવરને ઘૂંટણિયે લાવી દીધું હતું!

હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની જ્વાળાઓ ચરમસીમા પર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે તેઓ ઈરાનને નેસ્તનાબૂદ કરી દેશે, પરંતુ ઈરાની મીડિયાએ 1979ના એક નિષ્ફળ અમેરિકી મિશનની તસવીરો શેર કરીને અમેરિકાના જખમ પર મીઠું ભભરાવ્યું છે. આ એ સમય હતો જ્યારે અમેરિકા જેવી મહાસત્તા 444 દિવસ સુધી લાચાર બનીને જોતી રહી હતી.

શું હતી 1979ની એ ઘટના?

4 નવેમ્બર, 1979ના રોજ તેહરાન સ્થિત અમેરિકી દૂતાવાસ પર ઉગ્રવાદી વિદ્યાર્થીઓએ કબજો કરી લીધો અને 52 અમેરિકી રાજદ્વારીઓને બંધક બનાવી લીધા. આખી દુનિયા સ્તબ્ધ હતી. બંધકોને છોડાવવા માટે તત્કાલીન રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે એક ગુપ્ત સૈન્ય ઓપરેશનને મંજૂરી આપી, જેનું નામ હતું ‘ઓપરેશન ઈગલ ક્લો’.

રણની રેતીમાં અમેરિકાનો ‘ફ્લોપ શો’:

આ ઓપરેશન અમેરિકા માટે કલંક સાબિત થયું. અમેરિકાએ 6 હર્ક્યુલસ C-130 વિમાનો અને 8 હેલિકોપ્ટરો સાથે ઈરાનના રણમાં ઉતરાણ કર્યું હતું. પ્લાન મુજબ, સૈનિકોએ ત્યાંથી ટ્રકો દ્વારા તેહરાન જવાનું હતું. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. ભયાનક રેતીના તોફાનો અને વિમાનોની અંદરોઅંદર ટક્કરને કારણે આ મિશન ખરાબ રીતે નિષ્ફળ ગયું. અમેરિકાએ પોતાના 8 સૈનિકો ગુમાવ્યા અને 4 હેલિકોપ્ટર ઈરાનમાં જ છોડીને ભાગવું પડ્યું.

પરિણામ: સત્તા પરિવર્તન અને શરમજનક હાર

આ નિષ્ફળતાની જવાબદારી જિમી કાર્ટરે લેવી પડી અને તેઓ ચૂંટણી હારી ગયા. નવા રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને શપથ લીધા ત્યારે જઈને આ બંધકો મુક્ત થયા. ઈરાને અત્યારે ફરી એ જ જૂની તસવીરો જાહેર કરીને અમેરિકાને તેની તાકાતની યાદ અપાવી છે.

હાલની સ્થિતિમાં પણ ઈરાને અમેરિકી વિમાન તોડી પાડીને સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાની સીમાઓની રક્ષા કરવા માટે આજે પણ સક્ષમ છે. શું ટ્રમ્પ આ ઈતિહાસમાંથી પાઠ ભણશે કે ફરી એકવાર સંઘર્ષની આગમાં કૂદશે? એ તો સમય જ કહેશે.

જાપાન સરકારની ભારતીયોને મોટી ઓફર! દર મહિને ₹1.4 લાખના સ્ટાઈપેન્ડ સાથે રિસર્ચની તક, યુવાનોનું બદલાઈ જશે ભાગ્ય

Breaking News: ગુજરાત ટાઈટન્સ 204 રન બનાવવા છતાં હારી ગયું, તુષાર દેશપાંડેએ 6 બોલમાં મેચ પલટી નાખી

IPL 2026ની નવમી મેચમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સને રોમાંચક મુકાબલામાં 6 રનથી હરાવ્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 210 રન બનાવ્યા. 211 રનનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો, પરંતુ ગુજરાત ટાઈટન્સ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 204 રન જ બનાવી શક્યું.

રાજસ્થાનની વિસ્ફોટક બેટિંગ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 210 રન બનાવ્યા, જેમાં ધ્રુવ જુરેલની 75 રનની ઇનિંગનો સમાવેશ થાય છે, જેમાં 42 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. યશસ્વી જયસ્વાલે 55 રનની ઇનિંગ રમીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. વૈભવ સૂર્યવંશીએ પણ 31 રન બનાવ્યા, જ્યારે ડોનોવન ફરેરાએ 18 રન બનાવીને ટીમને આ સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી.

ગુજરાત ટાઈટન્સ છેલ્લી ઓવર સુધી લડ્યા

જવાબમાં, ગુજરાત ટાઈટન્સની શરૂઆત સારી રહી. સાઈ સુદર્શને યુવા બેટ્સમેન કુમાર કુશાગ્ર સાથે 78 રનની ઝડપી ઓપનિંગ ભાગીદારી કરી. જોકે, ટીમે વચ્ચેની ઓવરોમાં વિકેટ ગુમાવી દીધી. સાઈ સુદર્શને માત્ર 44 બોલમાં 73 રન બનાવ્યા. કુમાર કુશાગ્રે 18 રન અને જોસ બટલરે 26 રન બનાવ્યા. જોકે, બાકીના બેટ્સમેન કોઈ કમાલ કરી શક્યા નહીં. અંતે, કાગીસો રબાડા અને રાશિદ ખાને ટીમને વાપસી તરફ દોરી, 18 ઓવરમાં સ્કોર 196 સુધી પહોંચાડી.

 

છેલ્લી બે ઓવરમાં આર્ચર-પાંડેએ કર્યો કમાલ

મેચની સૌથી રોમાંચક ક્ષણ છેલ્લી બે ઓવરમાં આવી, જ્યારે ગુજરાત ટાઇટન્સ વિજયની નજીક હતું. 18 ઓવર પછી ગુજરાત મજબૂત સ્થિતિમાં હતું, પરંતુ રાજસ્થાન રોયલ્સના બોલરોએ ક્લચ બોલિંગ દર્શાવી. ગુજરાતને છેલ્લી બે ઓવરમાં 15 રનની જરૂર હતી. જોકે, 19 મી ઓવરમાં આર્ચરે ફક્ત ચાર રન આપ્યા. પછી અંતિમ ઓવરમાં, તુષાર દેશપાંડેએ 11 રનનો બચાવ કર્યો, ફક્ત ચાર રન આપ્યા અને છ વિકેટથી મેચ જીતી લીધી.

Breaking News: વૈભવ સૂર્યવંશીની ટેસ્ટ ટીમમાં થશે એન્ટ્રી? BCCIએ બનાવ્યો માસ્ટર પ્લાન, 64 ખેલાડીઓની થશે પસંદગી

Breaking News : SRH ને સૌથી મોટી ખોટ, IPL 2026 અધવચ્ચે જ છોડીને પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા પરત ફર્યા, ક્યારે પરત ફરશે?

Breaking News: વૈભવ સૂર્યવંશીની ટેસ્ટ ટીમમાં થશે એન્ટ્રી? BCCIએ બનાવ્યો માસ્ટર પ્લાન,  64 ખેલાડીઓની થશે પસંદગી

2024 અને 2025 માં ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે મળેલી ટેસ્ટ શ્રેણીમાં હાર બાદ, BCCI એ રેડ બોલ ક્રિકેટમાં યુવા પ્રતિભાને તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) એ ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને મજબૂત બનાવવા માટે એક રોડમેપ વિકસાવ્યો છે. VVS લક્ષ્મણની આગેવાની હેઠળના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) દ્વારા વિકસાવવામાં આવેલી આ યોજના ખાસ કરીને યુવા ‘જનરેશન Z’ ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

BCCI એ માસ્ટર પ્લાન બનાવ્યો

આ માસ્ટર પ્લાનના ભાગ રૂપે, જૂન-જુલાઈમાં બેંગલુરુના COE ખાતે એક ઈન્ટ્રા-COE ટુર્નામેન્ટ યોજાશે, જેમાં 25 વર્ષથી ઓછી ઉંમરના 64 ટોચના યુવા ક્રિકેટરો ભાગ લેશે. આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય આગામી દાયકા માટે ભારતના રેડ-બોલ ટેલેન્ટ પૂલને મજબૂત બનાવવાનો છે. જેમાં વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે જેવા યુવા સ્ટાર્સને ચાર દિવસીય રેડ-બોલ મેચ રમવાની તક પૂરી પાડશે. આ ખેલાડીઓ પહેલાથી જ IPLમાં પોતાની છાપ છોડી ચૂક્યા છે અને હવે લાંબા ફોર્મેટમાં પોતાની ક્ષમતા સાબિત કરવા માટે તૈયાર છે.

 

64 ખેલાડીઓની પસંદગી કેવી રીતે થશે?

25 ખેલાડીઓ (અંડર-23): આ ખેલાડીઓની પસંદગી જુનિયર પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે, જે એવા ખેલાડીઓ હશે જેમણે કૂચ બિહાર (અંડર-19) અને સીકે ​​નાયડુ (અંડર-22) ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હશે

25 ખેલાડીઓ (અંડર-23 અને અંડર-25): સિનિયર પસંદગી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવશે, જેમણે રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પ્રદર્શન કર્યું હશે, પરંતુ IPL ટીમનો ભાગ નહીં હોય.

14 ખેલાડીઓ: IPLમાં રમી રહેલા યુવા સુપરસ્ટાર, જેમાં આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી અને સમીર રિઝવી જેવા નામોનો સમાવેશ થાય છે.

 

ઈન્ટ્રા-COE ટુર્નામેન્ટમાં મેચો આ રીતે હશે

64 યુવા ખેલાડીઓને ચાર ટીમોમાં વિભાજીત કરવામાં આવશે, જેમાં પ્રત્યેક ટીમમાં 16 ખેલાડીઓ હશે. દરેક ટીમને COE ખાતે બે ચાર-દિવસીય મેચ રમવાની તક મળશે. ખેલાડીઓને પૂરતી મેચ પ્રેક્ટિસ મળે તે સુનિશ્ચિત કરવા માટે મેચો વિવિધ પિચ પરિસ્થિતિઓ પર રમાશે.

25 ખેલાડીઓને મોટી તક મળશે

ટુર્નામેન્ટ પછી, ઈન્ડિયા ઈમર્જિંગ અને ઈન્ડિયા A ટીમો બનાવવા માટે 25 ખેલાડીઓનો મુખ્ય જૂથ પસંદ કરવામાં આવશે. આ ખેલાડીઓ શેડો ટૂર પર પણ જશે. BCCI ની યોજના મુજબ, IPL સમાપ્ત થયા પછી ઈન્ડિયા અંડર-19 અને ઈમર્જિંગ (અંડર-25) બંને ટીમો શ્રીલંકાનો પ્રવાસ કરશે, જ્યાં ચાર દિવસીય મેચ રમાશે. ટીમની પસંદગી ઈન્ટ્રા-COE ટુર્નામેન્ટમાં પ્રદર્શન પર આધારિત હશે. વધુમાં, આગામી વર્ષ દરમિયાન COE ની અંદર યોજાતા મોટાભાગના હાઈ-પર્ફોર્મન્સ કેમ્પ રેડ-બોલ પ્રતિભા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સિનિયર ચીફ સિલેક્ટર અજિત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને સાથે રાખી રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

Breaking News: 154.2 km/hr… IPL 2026ની સૌથી ઝડપી બોલ ફેંકનાર ગુજરાત ટાઈટન્સનો બોલર કોણ છે?

RBIનો માસ્ટર પ્લાન: હવે મોબાઈલ નંબરની જેમ જ ‘બેંક એકાઉન્ટ’ પણ થશે પોર્ટ!

Breaking News: 154.2 km/hr… IPL 2026ની સૌથી ઝડપી બોલ ફેંકનાર ગુજરાત ટાઈટન્સનો બોલર કોણ છે?

IPL 2026માં ગુજરાત ટાઈટન્સના યુવા ફાસ્ટ બોલર અશોક શર્માએ રાજસ્થાન રોયલ્સ સામે પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. રફ્તાર સિંહ તરીકે જાણીતો અશોક તેની ઝડપી બોલિંગ માટે ફેમસ છે અને સતત 140 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકે છે. આ મેચમાં અશોકે તેની સ્પીડ બતાવી અને સિઝનનો સૌથી ઝડપી બોલ ફેંક્યો.

અશોક શર્માએ સૌથી ઝડપી બોલ ફેંક્યો

રાજસ્થાન રોયલ્સની ઈનિંગની 16મી ઓવર દરમિયાન અશોક શર્માએ સિઝનનો સૌથી ઝડપી બોલ ફેંક્યો. ઓવરનો છેલ્લો બોલ 154.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો. તે યોર્કર બોલ હતો જે મિડલ અને ઓફ સ્ટમ્પ પર પડ્યો હતો, જેને ધ્રુવ જુરેલે રમ્યો હતો, પરંતુ અશોકની બોલિંગે આખા સ્ટેડિયમને રોમાંચિત કરી દીધું.

4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી

અશોક શર્માએ સમગ્ર મેચ દરમિયાન આક્રમક બોલિંગ કરી, 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી, પરંતુ તેની બોલિંગની ગુણવત્તા અને ગતિએ વિરોધી બેટ્સમેનોને પરેશાન કર્યા. તેના યોર્કર અને હાર્ડ લેન્થ બોલિંગ ખાસ કરીને ડેથ ઓવરમાં અસરકારક રહ્યા.

 

કોણ છે અશોક શર્મા?

અશોક શર્મા જયપુર નજીકના રામપુરા ગામના વતની છે. તેના પિતા નાથુ લાલ શર્મા ખેડૂત છે. 17 જૂન, 2002 ના રોજ જન્મેલો અશોક શર્મા તેના શાળાના દિવસોથી જ ક્રિકેટના મેદાન પર રમી રહ્યો છે. તેણે અગાઉ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેની ઝડપી અને સ્વિંગ બોલિંગથી નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો. સ્થાનિક T20 ટુર્નામેન્ટમાં તેના પ્રદર્શને તેને IPL ડેબ્યૂ કરાવ્યું.

 

ગુજરાત ટાઈટન્સમાં કર્યું ડેબ્યૂ

2022 માં, તેને KKR દ્વારા 55 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. IPL 2025 માં, અશોક શર્મા રાજસ્થાન રોયલ્સ સાથે 30 લાખ રૂપિયામાં જોડાયો હતો. જોકે, તેને ફરી એકવાર તક મળી ન હતી. પરંતુ આ વખતે તેની રાહ પૂરી થઈ ગઈ છે. ગુજરાતમાં તેણે તક મળી અને તેણે ફાસ્ટ બોલિંગથી કમાલ કર્યો.

Breaking News: એક જ દિવસમાં બે કેપ્ટન બહાર, મુંબઈ ઈન્ડિયન્સ પછી આ ટીમને પણ લાગ્યો મોટો ઝટકો

Breaking News: પંજાબ કિંગ્સે ફરી એકવાર ચેપોકના કિલ્લા પર કબજો જમાવ્યો, CSKએ IPL ઈતિહાસમાં પહેલીવાર આવો દિવસ જોયો

IPL 2026 ની સાતમી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રોમાંચક વિજય નોંધાવ્યો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, ચેન્નાઈએ 20 ઓવરમાં 209 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. જોકે, પંજાબ કિંગ્સે લક્ષ્યનો પીછો કરીને 18.4 ઓવરમાં 210 રન બનાવીને 5 વિકેટે મેચ જીતી લીધી. પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી અને કેપ્ટન શ્રેયસ અય્યરે શાનદાર ઇનિંગ્સ રમી.

ચેન્નાઈએ મોટો સ્કોર બનાવ્યો

આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન પણ સફળ રહ્યા હતા. યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેએ 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શિવમ દુબેએ અણનમ 45 રન અને સરફરાઝ ખાને 12 બોલમાં 32 રનની તોફાની ઇનિંગ રમીને ટીમને 200 રનથી વધુનો સ્કોર અપાવ્યો હતો. પંજાબ તરફથી વિજયકુમાર વૈશાકે સૌથી વધુ બે વિકેટ લીધી હતી, જ્યારે ઝેવિયર બાર્ટલેટ, માર્કો યાન્સન અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ લીધી હતી.

પંજાબનો રોમાંચક રન ચેઝ

પંજાબ કિંગ્સનો રનચેઝ આક્રમક રહ્યો. ઓપનર પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યએ 61 રનની ભાગીદારી કરીને જોરદાર શરૂઆત કરી. પ્રિયાંશ આર્યએ માત્ર 11 બોલમાં 39 રન બનાવીને ટીમને શરૂઆતની લીડ અપાવી. પ્રભસિમરન સિંહે પણ 34 બોલમાં 43 રન બનાવવામાં સફળ રહ્યો. ત્યારબાદ કૂપર કોનેલીએ 22 બોલમાં 36 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. કેપ્ટન શ્રેયસ અય્યરે પણ મહત્વપૂર્ણ ઇનિંગ રમી, 29 બોલમાં 50 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.

 

પંજાબ કિંગ્સે ઇતિહાસ રચ્યો

આ વિજય પંજાબ કિંગ્સ માટે ઘણી રીતે ખાસ હતો. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 200 રનના લક્ષ્યનો પીછો કરવાનો આ બીજો પ્રસંગ હતો. પંજાબ આ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ ટીમ છે. અગાઉ, કોઈપણ ટીમે ચેન્નાઈ સામે તેમના ઘરઆંગણે બે વાર 200 રનનો પીછો કર્યો ન હતો.

Breaking News: પિતાની સામે જ નાના ભાઈની ટીમના બોલરોની મોટા ભાઈએ કરી દીધી જોરદાર ધુલાઈ

SBI માં 444 દિવસની FDમાં 2,00,000 રૂપિયા જમા કરો તો કેટલું વ્યાજ મળશે

Breaking News: પિતાની સામે જ નાના ભાઈની ટીમના બોલરોની મોટા ભાઈએ કરી દીધી જોરદાર ધુલાઈ

IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે તેમની પ્રથમ હોમ મેચમાં પંજાબ કિંગ્સ સામે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા પછી CSK એ 20 ઓવરમાં 209 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેએ સૌથી વધુ 73 રન બનાવ્યા અને ટીમને મજબૂત શરૂઆત અપાવી. જોકે, ટીમને મોટા સ્કોર સુધી પહોંચવામાં મદદ કરવામાં સરફરાઝ ખાનનું યોગદાન પણ મહત્વપૂર્ણ રહ્યું.

સરફરાઝ ખાને વિસ્ફોટક ઇનિંગ રમી

સરફરાઝ ખાને ટૂંકી પણ વિસ્ફોટક ઇનિંગ રમીને પોતાની ટીમને 200 રનનો આંકડો પાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે ફક્ત 12 બોલનો સામનો કર્યો અને 32 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઇક રેટ 266.66 હતો, જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. તેની આક્રમક બેટિંગે વચ્ચેની ઓવરોમાં ચેન્નાઈની ઇનિંગને ઝડપી બનાવી, જેનાથી ટીમને 200 રનનો આંકડો પાર કરવામાં મદદ મળી.

 

પિતાની સામે નાના ભાઈની ટીમના બોલરોની ધુલાઈ

નોંધપાત્ર વાત એ હતી કે સરફરાઝ ખાને આ ઇનિંગ તેના પિતાની સામે રમી હતી, જે મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવ્યા હતા. તેના પિતાની હાજરીએ સરફરાઝના પ્રદર્શનને વધુ યાદગાર બનાવ્યું. આ મેચનું બીજું એક રસપ્રદ પાસું એ હતું કે સરફરાઝ ખાને તેના નાના ભાઈની ટીમને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દીધી. સરફરાઝનો નાનો ભાઈ મુશીર ખાન પંજાબ કિંગ્સ ટીમનો ભાગ છે, જોકે તેને આ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેના ભાઈની ટીમ સામે રમતા સરફરાઝે કોઈ ઉદારતા દાખવી નહીં અને આક્રમક બેટિંગ કરી.

 

શિવમ દુબેએ પણ પોતાની તાકાત બતાવી

આયુષ અને સરફરાઝ ઉપરાંત, શિવમ દુબેએ પણ આ ઇનિંગમાં પોતાની છાપ છોડી હતી. તેણે 27 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 45 રન બનાવ્યા હતા. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પણ 22 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું.

 

Breaking News: 4 ચોગ્ગા, 4 છગ્ગા… 18 વર્ષના ખેલાડીની રેકોર્ડબ્રેક અડધી સદી, IPL ઈતિહાસમાં પહેલીવાર થયો આ કમાલ

Breaking News: પંજાબ કિંગ્સ સામેની મેચમાં રમશે MS ધોની ? CSK vs PBKS મેચ પહેલા ‘થાલા’એ શરુ કરી પ્રેક્ટિસ

 

Breaking News: પાકિસ્તાનની ઊંઘ ઉડી! એરપોર્ટ પર ફાઈટર જેટ્સની ગર્જના અને મોક ડ્રિલ પાછળનો અસલી સંકેત શું?

તાજેતરમાં દેશભરમાં વધી રહેલી સૈન્ય ગતિવિધિઓ અને સુરક્ષા એજન્સીઓની સતર્કતાને પગલે સંરક્ષણ ક્ષેત્રે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોક ડ્રિલથી લઈને સરહદી સુરક્ષા સુધી, ભારત અત્યારે કોઈપણ પ્રકારની આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ દેખાઈ રહ્યું છે.

1. મોક ડ્રિલ દ્વારા સજ્જતાની ચકાસણી

દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં સાયરન વગાડીને ખાસ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રિલનો મુખ્ય હેતુ યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં વહીવટીતંત્ર અને નાગરિકોની તૈયારીઓને પરખવાનો છે. અગાઉ ‘ઓપરેશન સિંદૂર’ વખતે પણ આવી જ તત્પરતા જોવામાં આવી હતી. આ દર્શાવે છે કે, ભારત પોતાની આંતરિક સુરક્ષાને લઈને અત્યંત ગંભીર છે.

2. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો આકરો મિજાજ

તિરુવનંતપુરમમાં એક કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, “ભારત પોતાની સુરક્ષા માટે નિર્ણાયક પગલાં લેવામાં સક્ષમ છે. જો કોઈ પાડોશી દેશ ભારત વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું ‘મિસ-એડવેન્ચર’ (દુઃસાહસ) કરવાની કોશિશ કરશે, તો ભારતનો વળતો પ્રહાર અભૂતપૂર્વ હશે.”

3. આતંકી મોડ્યુલનો પર્દાફાશ

ભારતીય તપાસ એજન્સીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી હાઈ એલર્ટ પર છે. પાકિસ્તાન પ્રેરિત સ્લીપર સેલ્સ અને આતંકી મોડ્યુલ્સને નિષ્ફળ બનાવવામાં મોટી સફળતા મળી છે. ગત 26 માર્ચના રોજ 12 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ એ સુરક્ષા એજન્સીઓની સતર્કતાનું જ પરિણામ છે.

4. એરપોર્ટ્સ પર સૈન્ય ગતિવિધિઓમાં વધારો

દેશના વ્યૂહાત્મક રીતે મહત્વના એરપોર્ટ્સ જેવા કે શ્રીનગર, જોધપુર અને પુણે ખાતે મેન્ટેનન્સ અને સૈન્ય ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. આ તૈયારીઓ સંભવિત યુદ્ધકાલીન સ્થિતિમાં વાયુસેનાની તત્પરતા અને સરકારની અગમચેતી દર્શાવે છે.

5. પાકિસ્તાનનો ડર અને પ્રોપેગેન્ડા

ભારતની આ આક્રમક તૈયારીઓથી પાકિસ્તાની મીડિયામાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા ભારત પર ‘ફોલ્સ ફ્લેગ ઓપરેશન’ના ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ માત્ર પાકિસ્તાનનો ડર અને ભારતની મજબૂત છબીને બગાડવા માટે રચાયેલું ‘નેરેટિવ ઝાળ’ છે.

નિષ્કર્ષ અને સાવચેતી:

આ તમામ ગતિવિધિઓનો હેતુ ભય ફેલાવવાનો નથી પરંતુ દેશના નાગરિકોને જાગૃત રાખવાનો છે. કોઈપણ શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. દેશની સુરક્ષામાં જાગૃત નાગરિકોનું યોગદાન અનિવાર્ય છે.

Breaking News : હોર્મુઝ તણાવ વચ્ચે રશિયા બન્યુ ભારતનું ખરા અર્થમાં ભાગીદાર, એક મહિનામાં આયાતમાં 90%નો વધારો થયો

Breaking News: સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2026માં જીતનું ખાતું ખોલ્યું, કોલકાતા નાઈટ રાઈડર્સને 65 રનથી હરાવ્યું

સનરાઇઝર્સ હૈદરાબાદે પણ IPL 2026 માં જીતનું ખાતું ખોલ્યું છે. IPL 2026 ની છઠ્ઠી મેચમાં હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જીત મળેવી હતી. ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં પ્રથમ બેટિંગ કરતા SRH એ 20 ઓવરમાં 8 વિકેટે 226 રન બનાવ્યા હતા, પરંતુ મજબૂત શરૂઆત છતાં કોલકાતા નાઈટ રાઈડર્સ ખાસ કંઈ કરી શક્યા નહીં, અને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો.

હૈદરાબાદે મોટો સ્કોર બનાવ્યો

ટોસ હારી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર સનરાઇઝર્સ હૈદરાબાદને અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે શાનદાર શરૂઆત અપાવી. અભિષેક શર્માએ 21 બોલમાં 48 રન બનાવ્યા અને ટ્રેવિસ હેડે 21 બોલમાં 46 રન બનાવ્યા. બંનેએ મળીને 34 બોલમાં 82 રનની વિસ્ફોટક ભાગીદારી કરી. ત્યારબાદ હેનરિક ક્લાસેને 52 રન સાથે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ દરમિયાન, નીતિશ કુમાર રેડ્ડીએ 39 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેનાથી ટીમને આ સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી.

મુઝરાબાનીએ 4 વિકેટ લીધી

બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સની બોલિંગ મોંઘી સાબિત થઈ, પરંતુ ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરાબાનીએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 4 ઓવરમાં 41 રન આપીને 4 વિકેટ લીધી. તેણે અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન અને શિવંગ કુમારને આઉટ કર્યા. આ વિસ્ફોટક બેટિંગ વચ્ચે મુઝરાબાનીએ પોતાની ક્ષમતા સાબિત કરવામાં સફળતા મેળવી.

 

રન ચેઝમાં KKRના બેટ્સમેન નિષ્ફળ ગયા

227 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી KKRની શરૂઆત સારી રહી, પરંતુ વિકેટો પડતી રહી, જેના કારણે ટીમ રન ચેઝમાં ઘણી પાછળ રહી ગઈ. અંગક્રિશ રઘુવંશીએ 52 રન બનાવ્યા હોય, પરંતુ તે પણ રન આઉટ થયો. રિંકુ સિંહ પણ 35 રન બનવી આઉટ થઈ ગયો. અગાઉ, ફિન એલને ઝડપી શરૂઆત કરી, 7 બોલમાં 28 રન બનાવ્યા, પરંતુ SRHના બોલરોએ કડક બોલિંગ કરી. પરિણામે, KKR માત્ર 161 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને 65 રનથી મેચ હારી ગયું.

Breaking News: IPL ઓક્શનમાં કોઈએ ના ખરીદ્યો, રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે KKRમાં આવ્યો, હવે મચાવી ધમાલ

Breaking News: IPL ઓક્શનમાં કોઈએ ના ખરીદ્યો, રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે KKRમાં આવ્યો, હવે મચાવી ધમાલ

IPL 2026 ની છઠ્ઠી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ઇડન ગાર્ડન્સ ખાતે ધમાકેદાર બેટિંગ પ્રદર્શન કર્યું, 20 ઓવરમાં 226 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સના બોલરોને જોરદાર ફટકો પડ્યો, પરંતુ એક બોલરે તેની શાનદાર બોલિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું. નોંધનીય છે કે, આ ખેલાડી હરાજીમાં વેચાયો ન હતો, પરંતુ KKR એ તેને રિપ્લેસમેન્ટ તરીકે સાઇન કર્યો અને તકનો લાભ લીધો.

KKR ખેલાડીની દ્વારા ઘાતક બોલિંગ

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાનીએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 4 ઓવરમાં 41 રન આપીને 4 વિકેટ લીધી. મુઝરબાનીએ અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન અને શિવંગ કુમારને આઉટ કર્યા. તેની ઘાતક બોલિંગે હૈદરાબાદને વધુ સ્કોર કરતા અટકાવ્યું. બ્લેસિંગ મુઝરબાનીએ આ દરમિયાન 9 ડોટ બોલ પણ ફેંક્યા, જે અન્ય તમામ બોલરોમાં સૌથી વધુ છે. આ 4 વિકેટ સાથે, તે પર્પલ કેપની રેસમાં પણ આગળ વધી ગયો છે.

 

મુઝારબાનીએ લીધી ચાર વિકેટ

ઉલ્લેખનીય છે કે, બ્લેસિંગ મુઝરબાનીને IPL 2026 ની હરાજીમાં કોઈપણ ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદવામાં આવ્યો ન હતો. જોકે, KKR એ તેને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે સાઇન કર્યો અને તેણે તકનો પૂરો લાભ લીધો. મુઝરાબાનીની જોરદાર બોલિંગે સાબિત કર્યું કે KKR નો તેને તક આપવાનો નિર્ણય સાચો હતો.

રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે ટીમમાં જોડાયો

સિંગ મુઝરબાની હાલમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 માં ઇસ્લામાબાદ યુનાઇટેડ તરફથી રમી રહ્યો હતો. જોકે, તેણે IPLમાં રમવા માટે PSLમાંથી નામ પાછું ખેંચી લીધું. બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનના સ્થાને ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનો કરાર રદ થઈ ગયો હતો. રસપ્રદ વાત એ છે કે, મુઝારબાની PSLમાં પણ રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે જોડાયો હતો. આ પ્રદર્શન બ્લેસિંગ મુઝારબાનીના કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Breaking News: અભિષેક શર્માને અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો? IPL 2026 માં એક મોટો વિવાદ

ગુજરાત કોસ્ટ ગાર્ડના કાફલામાં આઈસીજીએસ શૌર્ય સામેલ, દરિયાઈ સુરક્ષામાં વધારો

ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય ગુજરાત તેની ભૌગોલિક સ્થિતિને કારણે રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ દરિયાઈ વિસ્તારોની સુરક્ષાની જવાબદારી ગુજરાત કોસ્ટ ગાર્ડના શીરે છે, અને હવે આ જવાબદારીને વધુ મજબૂત કરવા માટે તેમના કાફલામાં એક નવું શક્તિશાળી જહાજ, આઈસીજીએસ શૌર્ય, પોરબંદર ખાતે જોડાઈ ગયું છે. ચેન્નઈથી પોરબંદર પહોંચેલા આ લડાયક જહાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેને ગુજરાતની વિશાળ દરિયાઈ સીમાઓની રક્ષા માટે કાર્યરત કરી દેવાયું છે.

આઈસીજીએસ શૌર્યની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે સ્વદેશી બનાવટનું છે. આધુનિક શસ્ત્રો અને અત્યંત ટેકનોલોજીથી સજ્જ આ જહાજ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે. કોસ્ટ ગાર્ડ અધિકારીઓ દ્વારા તેના જરૂરી દસ્તાવેજોની આપ-લે કરવામાં આવી હતી, જે પછી તેને સત્તાવાર રીતે સેવાઓમાં સામેલ કરવામાં આવ્યું છે. આ જહાજ અદ્યતન નેવિગેશન સિસ્ટમથી સજ્જ હોવાથી તે દરિયાઈ ક્ષેત્રમાં ચોકસાઈપૂર્વક પેટ્રોલિંગ કરી શકે છે. તેની ક્ષમતાઓ માત્ર ગુજરાતના કિનારાઓની સુરક્ષાને જ નહીં, પરંતુ અરબી સમુદ્રમાં પણ સઘન દેખરેખ રાખીને રાષ્ટ્રીય દરિયાઈ હિતોનું રક્ષણ કરવામાં મદદરૂપ થશે.

આઈસીજીએસ શૌર્યની તકનીકી વિશિષ્ટતાઓ તેને એક શક્તિશાળી સાધન બનાવે છે. તેની મહત્તમ ઝડપ 23 કિલોમીટર પ્રતિ કલાક છે, જે તેને ઝડપી કાર્યવાહી માટે સક્ષમ બનાવે છે. તે 20 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે અને 6000 નોટિકલ માઇલ સુધીની વિશાળ રેન્જ ધરાવે છે, જે લાંબા અંતરના પેટ્રોલિંગ અને સર્વેલન્સ મિશન માટે અત્યંત ઉપયોગી છે. આ જહાજ સમર્થ ક્લાસનું પાંચમું પોત છે અને તે આધુનિક તથા સ્વદેશી ઉપકરણોથી લેસ છે. તેમાં CRN 91 નામની શક્તિશાળી ગન પણ ફીટ કરવામાં આવી છે, જે કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત, જહાજમાં આધુનિકથી આધુનિક મશીનરી પણ લિપ્ત છે.

આઈસીજીએસ શૌર્યના આગમનથી ગુજરાતના દરિયાકાંઠા અને અપતટીય સુરક્ષાને સુદ્રઢ કરવામાં મદદ મળશે. તે અરબી સમુદ્રમાં દેખરેખ વધારશે અને દરિયાઈ માર્ગે થતી દાણચોરી, નશીલા પદાર્થોની હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવામાં અસરકારક સાબિત થશે. વધુમાં, આ જહાજ ગુજરાતના દરિયાકાંઠે કાર્યરત માછીમારોના હિતોની રક્ષા માટે પણ તેની પ્રતિક્રિયા ક્ષમતાને વધુ વધારશે. ગુજરાતના દરિયાકાંઠાને વધુ સુરક્ષિત બનાવવા માટેના ચાલી રહેલા પ્રયાસોમાં આઈસીજીએસ શૌર્યનો સમાવેશ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડશે.

ગુજરાતમાં શુક્રવારથી વાતાવરણમાં આવશે પલટો, અનેક જિલ્લામાં થશે માવઠું

IPLમાં પહેલીવાર પિતા-પુત્રની ટીમો આમને-સામને, જાણો ક્યારે થશે ઐતિહાસિક ટક્કર

Health Tips: ડાયાબિટીસથી લઈને વજન ઘટાડવા સુધી: રોજ સવારે આ પાન ચાવવાથી થશે જાદુઈ અસર

આપણે સામાન્ય રીતે દાળ, કઢી કે વઘારમાં સ્વાદ માટે મીઠા લીમડાનો (Curry Leaves) ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ પાન માત્ર સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્યનો ખજાનો પણ છે? દરરોજ સવારે ખાલી પેટે 6 થી 10 તાજા મીઠા લીમડાના પાન ચાવવાથી શરીરને અનેક જીવલેણ બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે સંજીવની

ડાયાબિટીસ જેવી સાયલન્ટ કિલર બીમારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે મીઠો લીમડો વરદાન સમાન છે. તેમાં રહેલા ફાઈબર અને એન્ટી-ઓક્સિડન્ટ્સ બ્લડ શુગર લેવલને કુદરતી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે હાઈ શુગરથી પરેશાન હોવ, તો સવારે ખાલી પેટે આ પાન ચાવવાની ટેવ પાડવી જોઈએ.

ચરબી ઓગાળવામાં અકસીર

વધતું વજન અનેક બીમારીઓને આમંત્રણ આપે છે. મીઠો લીમડો શરીરના મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. જો તમે નિયમિત કસરતની સાથે મીઠા લીમડાના પાન ચાવવાનું શરૂ કરશો, તો શરીરની વધારાની ચરબી ઝડપથી ઓગળવા લાગશે.

પેટની સમસ્યાઓથી છુટકારો (Gut Health)

કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી પાચનને લગતી સમસ્યાઓ માટે મીઠો લીમડો રામબાણ ઈલાજ છે. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ (Bad Cholesterol) ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

નિષ્ણાતોની સલાહ:

મીઠા લીમડામાં વિટામિન-A, C, E અને ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જો કે, મહત્તમ લાભ મેળવવા માટે પાનને ધોઈને કાચા ચાવવા અથવા તેના પાણીનું સેવન કરવું સૌથી વધુ ફાયદાકારક છે.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

હૈદરાબાદમાં અધિકારીની અનોખી ‘ગાંધીગીરી’, કચરો ફેંકનારાના પગ પકડીને શરમાવ્યા- જુઓ Video

Breaking News : LPG-PNG અને ફર્ટિલાઇઝર, Middle East tention વચ્ચે અઢી કલાક ચાલી CCSની મહત્વપૂર્ણ બેઠક, જાણો શું થઈ ચર્ચા

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટીને ધ્યાનમાં રાખીને વડા પ્રધાનના નિવાસસ્થાને લગભગ અઢી કલાક સુધી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS)ની બેઠક યોજાઈ. આ બેઠકમાં કૃષિ, ખાતર, શિપિંગ, ઉડ્ડયન, લોજિસ્ટિક્સ અને MSME જેવા મહત્વના ક્ષેત્રોમાં ઉભા થતા પડકારો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.

બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આવશ્યક ચીજવસ્તુઓનો સતત પુરવઠો જાળવી રાખવો, બજારમાં ભાવ સ્થિર રાખવા અને સંગ્રહખોરી તથા કાળાબજારને રોકવા માટે અસરકારક પગલાં લેવાં હતો.

ખાતર અને ઊર્જા ક્ષેત્ર પર ખાસ ધ્યાન

વડા પ્રધાન Narendra Modi એ ખાસ કરીને ખાતરની ઉપલબ્ધતા પર ભાર મૂક્યો. ખરીફ અને રવિ બંને સીઝનમાં ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે તે માટે સરકાર તરફથી સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

યુરિયા ઉત્પાદન જાળવી રાખવા ઉપરાંત DAP અને NPK ખાતર માટે વિદેશી સપ્લાયર્સ સાથે સંકલન વધારવામાં આવી રહ્યું છે. LPG અને LNG માટે સપ્લાય ડાયવર્સિફિકેશન, બળતણ પર ડ્યુટીમાં રાહત અને વીજ ક્ષેત્રમાં જરૂરી પગલાંની પણ સમીક્ષા કરવામાં આવી.

ભાવ નિયંત્રણ અને કાળાબજાર સામે કડક કાર્યવાહી

બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સ્થિર રાખવા માટે સરકાર સતત નજર રાખી રહી છે. સંગ્રહખોરી અને કાળાબજાર સામે કડક કાર્યવાહી માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકલન વધારવામાં આવ્યું છે.

આ માટે ખાસ કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે બજારમાં કિંમતો અને પુરવઠા પર સતત મોનીટરીંગ કરશે.

કોલસાનો પૂરતો જથ્થો, વીજ પુરવઠો સુરક્ષિત

બેઠકમાં માહિતી આપવામાં આવી કે દેશમાં હાલ પૂરતો કોલસાનો જથ્થો ઉપલબ્ધ છે, જે આગામી મહિનાઓમાં વીજળીની માંગને સરળતાથી પૂર્ણ કરી શકશે. આથી ઊર્જા ક્ષેત્રમાં કોઈ તાત્કાલિક અછતની શક્યતા નથી.

અફવાઓથી દૂર રહેવા અપીલ

વડા પ્રધાન મોદીએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને સચોટ માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી. સરકાર તરફથી સમયસર અને સ્પષ્ટ માહિતી પહોંચાડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

અગાઉની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની સમીક્ષા

આ બેઠક દરમિયાન 22 માર્ચે યોજાયેલી અગાઉની બેઠકમાં લેવાયેલા નિર્ણયોનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું. તે સમયે પશ્ચિમ એશિયામાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને મંત્રીઓ અને સચિવોના ગ્રુપ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તે બેઠકમાં કૃષિ, ખાતર, ખાદ્ય સુરક્ષા, પેટ્રોલિયમ, ઊર્જા, MSME, નિકાસ, શિપિંગ અને સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રો પર પડતી અસર અને તેને પહોંચી વળવા માટેના ટૂંકા અને લાંબા ગાળાના પગલાંની ચર્ચા થઈ હતી.

ખેડૂતો માટે શું મહત્વનું?

ખરીફ સીઝન નજીક હોવાથી ખેડૂતો માટે ખાતરની ઉપલબ્ધતા સૌથી મોટો મુદ્દો છે. સરકાર દ્વારા ખાતરનો પુરવઠો સતત જાળવી રાખવા અને વૈકલ્પિક સ્ત્રોતો શોધવા પર પણ કામ ચાલી રહ્યું છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ થઈ જાહેર, જાણો વિગત

Rishabh Pant Unexpected Wicket : ઋષભ પંતના નસીબે આપ્યો દગો

Breaking News: મોહમ્મદ શમીએ ઈનિંગના પહેલા જ બોલ પર કર્યો કમાલ, IPLમાં આવું કરનાર પ્રથમ બોલર

IPL 2026 ની પાંચમી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સ માટે 142 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. લક્ષ્યનો બચાવ કરતા, મોહમ્મદ શમીએ ટીમને મજબૂત શરૂઆત આપી. લખનૌ માટે ડેબ્યૂ કરતા મોહમ્મદ શમીએ પહેલા જ બોલે વિકેટ લીધી. તેણે કેએલ રાહુલને ગોલ્ડન ડક પર આઉટ કર્યો. આ વિકેટ મોહમ્મદ શમી માટે ખાસ સાબિત થઈ.

મોહમ્મદ શમીનો કમાલ

મોહમ્મદ શમીએ મેચના પહેલા બોલ પર વિકેટ લીધી હોય તેવી આ પહેલી ઘટના નહોતી. IPLમાં આ પાંચમો પ્રસંગ છે. તેણે અગાઉ ઘણી વખત ઇનિંગના પહેલા બોલ પર બેટ્સમેનને આઉટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, શમીનો ઇનિંગના પહેલા બોલ પર કેએલ રાહુલને આઉટ કરવાનો આ બીજો પ્રસંગ હતો.

પહેલા બોલ પર પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર

મોહમ્મદ શમી હવે IPLના ઇતિહાસમાં ઇનિંગના પહેલા બોલ પર પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. આ યાદીમાં અન્ય કોઈ બોલરે આ સિદ્ધિ ત્રણ વખતથી વધુ મેળવી નથી. વધુમાં, શમીએ IPLમાં 11મી વખત ઇનિંગની પ્રથમ ઓવરમાં વિકેટ લીધી છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે.

 

IPLમાં પહેલા બોલ પર સૌથી વધુ વિકેટો

  • મોહમ્મદ શમી – 5 વિકેટ
  • ટ્રેન્ટ બોલ્ટ – 3 વિકેટ
  • ઉમેશ યાદવ – 3 વિકેટ
  • લસિથ મલિંગા – 3 વિકેટ
  • ભુવનેશ્વર કુમાર – 3 વિકેટ
  • પ્રવીણ કુમાર – 3 વિકેટ
  • અશોક ડિંડા – 3 વિકેટ
  • પેટ કમિન્સ – 3 વિકેટ

વિરોધી ટીમને પહેલા જ બોલ પર આપ્યો ઝટકો

આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે શમી તેના સ્વિંગ અને સચોટ લાઇન અને લેન્થ ઘણીવાર વિરોધી ટીમ માટે સારી શરૂઆત કરવામાં મુશ્કેલી ઉભી કરે છે. આ વખતે પણ તેણે પહેલા જ બોલ પર વિકેટ લઈને લખનૌ સુપર જાયન્ટ્સને મજબૂત શરૂઆત અપાવી. તેનો રેકોર્ડ બતાવે છે કે તે મોટી મેચોમાં કેવી રીતે દબાણ બનાવી શકે છે.

 

મોહમ્મદ શમીની મજબૂત શરૂઆત

આ મેચમાં મોહમ્મદ શમીએ દિલ્હીના બેટ્સમેન પર સફળતાપૂર્વક દબાણ બનાવ્યું. તેણે પોતાની પહેલી ત્રણ ઓવરમાં માત્ર 20 રન આપ્યા અને એક વિકેટ લીધી. આ દરમિયાન, શમીએ 11 ડોટ બોલ ફેંક્યા, જેનો અર્થ એ થયો કે દિલ્હીના બેટ્સમેનોને તેની સામે રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો. પરિણામે, દિલ્હીએ પાવરપ્લેમાં ચાર મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી અને ફક્ત 33 રન જ બનાવી શક્યું.

Breaking News: બે વર્લ્ડ કપ વિજેતા દિગ્ગજ ખેલાડી IPL 2026માં કચરો ઉપાડતો જોવા મળ્યો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો વીડિયો વાયરલ

Breaking News: બે વર્લ્ડ કપ વિજેતા દિગ્ગજ ખેલાડી IPL 2026માં કચરો ઉપાડતો જોવા મળ્યો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો વીડિયો વાયરલ

IPL 2026 ના દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, અને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં ગુજરાત ટાઈટન્સનો કોચ અને દિગ્ગજ ખેલાડી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સફાઈ કરતો જોવા મળે છે. ગુજરાત GT એ પોતે આ વીડિયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કર્યો છે, જેણે બધાના દિલને સ્પર્શી ગયો છે. આ દિગ્ગજ ખેલાડી બીજું કોઈ નહીં પણ ગુજરાત ટાઈટન્સનોના બેટિંગ કોચ મેથ્યુ હેડન છે.

મેથ્યુ હેડને કચરો ઉપાડતો જોવા મળ્યો

ગુજરાત ટાઈટન્સના બેટિંગ કોચ મેથ્યુ હેડનનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાફ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન, ખેલાડીઓએ ખાલી પાણીની બોટલો અને કચરો મેદાન પર છોડી દીધો. જ્યારે હેડનને આ વાતની જાણ થઈ, ત્યારે તેણે તરત જ સફાઈ શરૂ કરી દીધી. વીડિયોમાં, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાઈ બેટિંગ લેજેન્ડ ખેલાડી ડગઆઉટની આસપાસ ફરતો અને વેરવિખેર કચરો ઉપાડતો જોઈ શકાય છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા યુઝર્સમાં ધૂમ મચાવી રહ્યો છે, અને દરેક વ્યક્તિ હેડનની પ્રશંસા કરી રહ્યો છે.

 

મેથ્યુ હેડનનું કોચ તરીકે ડેબ્યૂ

મેથ્યુ હેડને IPL 2026 માં ગુજરાત ટાઈટન્સના બેટિંગ કોચ તરીકે ડેબ્યૂ કર્યું છે. તેને કોચિંગનો વધુ અનુભવ નથી, પરંતુ તે અગાઉ આંતરરાષ્ટ્રીય સ્તરે કોચિંગ કરી ચૂક્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને 2021 T20 વર્લ્ડ કપ પહેલા ટીમના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો હતો, જેમાં પાકિસ્તાને ભારત સામે જીત મેળવી હતી. આ પછી PCB એ 2022 T20 વર્લ્ડ કપ માટે હેડનને ટીમના મેન્ટર તરીકે પણ નિયુક્ત કર્યો હતો.

 

બે વર્લ્ડ કપ જીત્યા

મેથ્યુ હેડન અગાઉ IPLમાં ખેલાડી તરીકે રમી ચૂક્યો છે. તે પોતાની આક્રમક બેટિંગ માટે વિશ્વભરમાં જાણીતો હતો. તેણે પોતાની કારકિર્દી દરમિયાન બે ODI વર્લ્ડ કપ પણ જીત્યા હતા. તે 2003 અને 2007 ODI વર્લ્ડ કપ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમોનો ભાગ હતો.

Breaking News: એનગીડીએ IPL 2026નો સૌથી ખતરનાક બોલ ફેંક્યો, પૂરન પોતાના જ પગ પર બેટ મારી થયો બોલ્ડ

Kachi Keri Benefits : કાચી કેરી ખાવાથી શરીરને શું ફાયદા થાય ? જાણી લો

IPL 2026 : 6,6,6,6,6,6… રોહિત શર્માએ ફરી માર્યા 11 છક્કા,‘હિટમેન’ની ઓળખ કરી સાબિત

Breaking News: 11 બોલની 1 ઓવર, બનાવ્યો શરમજનક રેકોર્ડ, અર્શદીપ સિંહે પોતાની જ ટીમને આપી ‘સજા’

અર્શદીપ સિંહને T20 ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલરોમાંના એક માનવામાં આવે છે, પરંતુ તેણે IPL 2026 ની તેની પહેલી જ મેચમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. જ્યારે પંજાબના અન્ય બોલરોએ સારી બોલિંગ કરી, ત્યારે અર્શદીપ સિંહે લય ગુમાવી અને ચાર ઓવરમાં 42 રન આપ્યા. વધુમાં તેણે તેના સ્પેલમાં આઠ વાઈડ અને એક નો-બોલ ફેંક્યો. આશ્ચર્યજનક રીતે અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં જ ચાર વાઈડ અને એક નો-બોલ ફેંક્યો.

અર્શદીપે લય ગુમાવી દીધી

અર્શદીપ સિંહને ડેથ-ઓવરનો બેસ્ટ બોલર માનવામાં આવે છે, પરંતુ ગુજરાત સામેની અંતિમ ઓવરમાં તેણે પોતાની લાઇન અને લેન્થ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. તેણે અંતિમ ઓવર પૂર્ણ કરવા માટે 11 બોલ ફેંક્યા. તેણે ઓવરના પહેલા બોલ પર વાઈડ ફેંક્યો. તેને ચોથી બોલ પૂર્ણ કરવા માટે ચાર બોલ લાગ્યા, જેમાં ત્રણ વાઈડ અને એક નો-બોલ ફેંક્યો. ત્યારબાદ તેણે છઠ્ઠી બોલ પૂર્ણ કરતા પહેલા બીજો વાઈડ ફેંક્યો. અર્શદીપ સિંહ બોલને નિયંત્રિત કરવામાં અસમર્થ રહ્યો અને મેચમાં એક પણ વિકેટ ના મળી.

 

અર્શદીપ સિંહે શરમજનક રેકોર્ડ બનાવ્યો

આ ઓવરમાં 11 બોલ ફેંકીને અર્શદીપ સિંહે શરમજનક રેકોર્ડ બનાવ્યો. તે IPLમાં એક ઓવરમાં સૌથી વધુ બોલ ફેંકનાર ડાબોડી ઝડપી બોલર બની ગયો છે. અન્ય પાંચ બોલરોએ પણ IPLમાં એક ઓવરમાં 11 બોલ ફેંક્યા છે. આમાં મોહમ્મદ સિરાજ, તુષાર દેશપાંડે, શાર્દુલ ઠાકુર, સંદીપ શર્મા અને હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે.

પંજાબ પોતાની પકડ મજબૂત બનાવી

અર્શદીપ સિંહ મોંઘો પડ્યો, પરંતુ પંજાબે ગુજરાતની બેટિંગ પર દબાણ કર્યું. ટીમે પ્રથમ છ ઓવરમાં 54 રન આપ્યા, પરંતુ મિડ અને ડેથ ઓવરમાં તેઓ ગુજરાતના બેટ્સમેનોને રોકવામાં સફળ રહ્યા. મિડ તબક્કામાં, 7 થી 15 ઓવર વચ્ચે ગુજરાત 8.2 ના રન રેટથી ફક્ત 74 રન જ બનાવી શક્યું. 16મી અને 20મી ઓવર વચ્ચે ગુજરાત ફક્ત 34 રન જ બનાવી શક્યું અને રન રેટ પ્રતિ ઓવર 6.8 રન હતો.

Breaking News: મોહમ્મદ શમી ક્યારે લેશે નિવૃત્તિ? પોતે કર્યો મોટો ખુલાસો

IPL 2026 : 6,6,6,6,6,6… રોહિત શર્માએ ફરી માર્યા 11 છક્કા,‘હિટમેન’ની ઓળખ કરી સાબિત

રાજા શિવાજી ટીઝર રિલીઝ, રિતેશ દેશમુખની ભવ્ય ઐતિહાસિક ફિલ્મનો First Look જાહેર, જુઓ Video

ફિલ્મ ‘રાજા શિવાજી’નો પ્રથમ લુક ટીઝર પહેલા થિયેટરમાં ‘ધુરંધર ધ રિવેન્જ’ સાથે ખાસ પ્રિવ્યુ તરીકે દર્શાવવામાં આવ્યો હતો, જ્યાં દર્શકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ટીઝર ડિજિટલ પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરવામાં આવ્યો છે, જેના કારણે ફિલ્મને લઈને ઉત્સુકતા વધુ વધી ગઈ છે.

આ ફિલ્મને એક વિશાળ પાયાની સિનેમેટિક પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જે Chhatrapati Shivaji Maharaj ના અદભૂત જીવન અને તેમના સ્વરાજ્યના સ્વપ્નને જીવંત કરે છે. ખાસ કરીને મરાઠી સિનેમામાં આટલા મોટા સ્તરે આવી ઐતિહાસિક કહાની રજૂ થવી એક મહત્વપૂર્ણ ક્ષણ માનવામાં આવી રહી છે.

ફિલ્મની કહાની એક એવા યુવાનની છે, જેણે પોતાના સંકલ્પ, હિંમત અને દૃઢ નિશ્ચય દ્વારા ઇતિહાસ બદલી નાખ્યો. ટીઝરમાં તેની ઝલક જોવા મળે છે, જેમાં ભાવનાત્મકતા, શૌર્ય અને પ્રેરણા ભરપૂર રીતે રજૂ કરવામાં આવ્યા છે.

ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની મજબૂત સ્ટારકાસ્ટ છે. Sanjay Dutt, Abhishek Bachchan, Vidya Balan, Mahesh Manjrekar, Sachin Khedekar, Bhagyashree, Fardeen Khan, Jitendra Joshi, Boman Irani, Amol Gupte અને Genelia Deshmukh જેવા જાણીતા કલાકારો ફિલ્મમાં જોવા મળશે.

ટેકનિકલ રીતે પણ ફિલ્મ ખૂબ મજબૂત છે. સંગીત માટે જાણીતા જોડા Ajay–Atul અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સિનેમેટોગ્રાફર Santosh Sivan સાથે જોડાયા છે, જે ફિલ્મને વધુ ભવ્ય બનાવે છે.

થિયેટરમાં પ્રિવ્યુ દરમિયાન દર્શકોની તાળીઓ અને ઉત્સાહ દર્શાવે છે કે આ ફિલ્મ એક મોટી સિનેમેટિક ઇવેન્ટ બનવાની છે. હવે ડિજિટલ ટીઝર રિલીઝ થતાં આ ઉત્સાહ વધુ વધ્યો છે અને દર્શકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

Jio Studios દ્વારા રજૂ અને Jyoti Deshpande તથા Genelia Deshmukh દ્વારા નિર્મિત આ ફિલ્મ 1 મે 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં મરાઠી, હિન્દી અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

‘રાજા શિવાજી’ એક એવી ફિલ્મ બની શકે છે જે ભારતીય ઇતિહાસને ભવ્યતા, ભાવના અને પ્રેરણાથી ભરપૂર રીતે નવી પેઢી સુધી પહોંચાડશે.

‘બચ્ચા હે તું મેરા’ ડાયલોગથી ફેમસ થયેલા જમીલ જમાલીની રિયલ લાઈફ દીકરી છે એક દમ બોલ્ડ

IPL 2026 : 6,6,6,6,6,6… રોહિત શર્માએ ફરી માર્યા 11 છક્કા,‘હિટમેન’ની ઓળખ કરી સાબિત

IPL 2026માં Rohit Sharma ફરી એકવાર પોતાની ઓળખ ‘હિટમેન’ તરીકે સાબિત કરી રહ્યા છે. Mumbai Indiansના ઓપનિંગ મેચમાં તેમણે માત્ર 38 બોલમાં 78 રનની તોફાની ઇનિંગ રમી અને ટીમને જીત અપાવી. તેમની આ શાનદાર ફોર્મનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત સતત છગ્ગાઓ વરસાવતા જોવા મળે છે.

આ મેચ પછી પણ રોહિતનો આત્મવિશ્વાસ ઊંચો છે. મુંબઈનો આગામી મુકાબલો 4 એપ્રિલે Delhi Capitals સામે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાનો છે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા રોહિતે પ્રેક્ટિસ દરમિયાન પોતાની બેટિંગને વધુ ધારદાર બનાવવાના સંકેતો આપ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તેઓ કવર, લોંગ-ઓફ, લોંગ-ઓન અને મિડ-વિકેટ વિસ્તારમાં સહેલાઈથી છગ્ગા ફટકારતા જોવા મળે છે.

વીડિયોમાં રોહિતે કુલ 11 છગ્ગા ફટકાર્યા છે, જે તેમની હાલની લય અને આત્મવિશ્વાસને સ્પષ્ટ દર્શાવે છે. દરેક શોટમાં ક્લાસ અને પાવર બંનેનો અનોખો મિશ્રણ જોવા મળે છે, જે વિરોધી ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે.

29 માર્ચે Kolkata Knight Riders સામે રમાયેલી મેચમાં પણ રોહિતે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેમણે 38 બોલમાં 78 રન બનાવ્યા, જેમાં 6 છગ્ગા અને 6 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેમનો સ્ટ્રાઇક રેટ 205.2 રહ્યો. રોહિતે પોતાના સાથી ખેલાડી સાથે 71 બોલમાં 148 રનની ભાગીદારી કરી, જેના કારણે મુંબઈએ 221 રનનો ટાર્ગેટ માત્ર 19.1 ઓવરમાં હાંસલ કરી લીધો.

આઈપીએલ કારકિર્દીની વાત કરીએ તો રોહિત શર્માએ અત્યાર સુધી 7,124 રન બનાવ્યા છે. જોકે, તેમના પ્રતિભાને જોતા આ આંકડા થોડા ઓછા લાગે છે. તેમણે અત્યાર સુધી માત્ર બે સદી નોંધાવી છે અને તેમની સરેરાશ પણ 30થી નીચે રહી છે. ગયા સીઝનમાં તેમણે 418 રન બનાવ્યા હતા, જેમાં તેમની સરેરાશ 29.8 રહી.

હાલની સીઝનમાં રોહિતે ધમાકેદાર શરૂઆત કરી છે. તેમની બેટિંગ જોઈને ચાહકોને આશા છે કે આ વખત તેઓ મોટી ઇનિંગ્સ અને નવા રેકોર્ડ સાથે સીઝનને યાદગાર બનાવશે.

Breaking News: વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયાથી દૂર રાખો… 15 બોલમાં અડધી સદી છતાં અશ્વિને આવું કેમ કહ્યું?

Breaking News : IPL 2026માં RR vs CSK વચ્ચેની મેચમાં ફાસ્ટ બોલરો બાદ વૈભવ સૂર્યવંશીની તબાહી, રાજસ્થાને ચેન્નઈને કચડી નાખ્યું

Rajasthan Royals એ શાનદાર બોલિંગ અને Vaibhav Sooryavanshi ની ધમાકેદાર અડધી સદીના જોરે Chennai Super Kings ને 8 વિકેટથી હરાવીને Indian Premier League 2026 ના પોતાના અભિયાનની જીત સાથે શરૂઆત કરી. ગુવાહાટી સ્થિત Barsapara Cricket Stadium ખાતે રમાયેલી આ મેચમાં રાજસ્થાનના કેપ્ટન Riyan Parag એ ટોસ જીતીને CSK ને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમ માત્ર 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં રાજસ્થાને માત્ર 12.1 ઓવરમાં 128 રન બનાવીને સરળ જીત મેળવી.

CSK સામે ઇનિંગની શરૂઆત કરતા વૈભવ સૂર્યવંશીએ IPL ઇતિહાસની ત્રીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી, જે તેણે ફક્ત 15 બોલમાં પૂરી કરી. જોકે, મેચની શરૂઆતમાં જ તેને જીવનદાન મળ્યું, જ્યારે કાર્તિક શર્માએ મેટ હેનરીની બોલ પર તેનો કેચ છોડ્યો. આ જીવનદાનનો સંપૂર્ણ ફાયદો ઉઠાવતા વૈભવે આક્રમક બેટિંગ કરી અને CSKના બોલરો પર દબદબો જમાવ્યો. તેણે 17 બોલમાં 52 રનની તાબડતોબ ઇનિંગ રમી, જેમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

વૈભવ સૂર્યવંશીને Yashasvi Jaiswal નો પણ ઉત્તમ સહકાર મળ્યો. બંને વચ્ચે 75 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ, જેમાં યશસ્વીએ 18 રનનું યોગદાન આપ્યું. આ ભાગીદારીને કારણે પાવરપ્લેમાં જ રાજસ્થાનની જીત લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી. ત્યારબાદ યશસ્વીએ 36 બોલમાં 38 રન બનાવી ટીમને જીતની નજીક પહોંચાડી. ત્રીજા ક્રમે આવેલા Dhruv Jurel એ 9 બોલમાં 18 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન રિયાન પરાગે 11 બોલમાં 14 રનનું યોગદાન આપ્યું.

બીજી તરફ, CSKની બેટિંગ ખુબ જ નિરાશાજનક રહી. વરસાદ પછી પિચમાં થોડી મદદ મળતા રાજસ્થાનના બોલરોએ શાનદાર શિસ્તબદ્ધ બોલિંગ કરી. પાવરપ્લેમાં જ ચેન્નાઈએ 4 વિકેટ ગુમાવી દીધી, જેના કારણે ટીમ ક્યારેય મજબૂત વાપસી કરી શકી નહીં. જોકે Jamie Overton એ 36 બોલમાં 43 રનની લડાયક ઇનિંગ રમી.

રાજસ્થાનની બોલિંગની વાત કરીએ તો, ડેબ્યૂ મેચ રમતા બ્રિજેશ શર્માએ કાર્તિક શર્માની વિકેટ મેળવી. ત્યારબાદ Jofra Archer, Nandre Burger અને Ravindra Jadeja એ બે-બે વિકેટ લઈને ટીમના બોલિંગ પ્રદર્શનને મજબૂત બનાવ્યું. કુલ મળીને રાજસ્થાનના બોલરોએ સમગ્ર મેચમાં દબદબો જમાવીને ટીમને એકતરફી જીત અપાવી.

પહેલી જ મેચમાં કમાલ, વિરાટ કોહલીએ RCB vs SRH મેચમાં 10 રેકોર્ડ તોડી નાખ્યા

પહેલી જ મેચમાં કમાલ, વિરાટ કોહલીએ RCB vs SRH મેચમાં 10 રેકોર્ડ તોડી નાખ્યા

Breaking News: માત્ર એક જ બોલ રમ્યા બાદ મેચમાંથી બહાર, વૈભવ સૂર્યવંશીના મિત્રની હાલત થઈ ખરાબ

IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ થઈ ગઈ હતી. સિઝનની તેમની પહેલી જ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેનોને રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલરોએ ઘૂંટડીયે લાવી દીધા હતા. એમએસ ધોની અને ડેવાલ્ડ બ્રેવિસની ગેરહાજરીમાં ટીમના બાકીના બેટ્સમેન ખરાબ રીતે નિષ્ફળ ગયા. જોકે, ટીમના યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રે માટે મેચ વધુ ખરાબ રહી કારણ કે તે ફક્ત એક બોલ રમ્યા બાદ મેચમાંથી બહાર થઈ ગયો હતો.

RRની બોલિંગ સામે CSK ટોપ ઓર્ડર ફ્લોપ

30 માર્ચ, સોમવારે ગુવાહાટીમાં IPL 2026 ની ત્રીજી મેચમાં રાજસ્થાન અને ચેન્નાઈ ટકરાયા હતા. રાજસ્થાને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને નવા કેપ્ટન રિયાન પરાગનો નિર્ણય સારો સાબિત થયો. વિદેશી ફાસ્ટ બોલરોની તેમની જોડીએ તેને સફળ બનાવ્યું. નાંદ્રે બર્ગરે સંજુ સેમસનને આઉટ કર્યો, જ્યારે જોફ્રા આર્ચરે ત્રીજી ઓવરમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને આઉટ કર્યો.

 

આયુષ મ્હાત્રે પહેલા જ બોલ પર આઉટ

ખરાબ શરૂઆત બાદ, CSK એ પોતાના યુવા સ્ટાર આયુષ મ્હાત્રે પર આશાઓ ટકાવી, જેના નેતૃત્વમાં ભારતે ફેબ્રુઆરીમાં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આયુષનો મિત્ર વૈભવ સૂર્યવંશી, જે રાજસ્થાન રોયલ્સનો ભાગ છે, તે પણ આ જ મેચમાં રમી રહ્યો હતો. જોકે, વૈભવના આ દમદાર પ્રદર્શન પહેલા બધાની નજર મ્હાત્રે પર હતી. મ્હાત્રેએ ગયા સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેબ્યૂ કર્યું હતું અને તેના પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા. જોકે, નવી સિઝનની શરૂઆત તેના માટે સારી રહી ન હતી. યુવા બેટ્સમેનને ચોથી ઓવરમાં નંદ્રે બર્ગર દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો. મ્હાત્રે પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો અને માત્ર એક બોલ રમીને પેવેલિયન પાછો ફર્યો હતો.

 

મ્હાત્રેની મેચ એક જ બોલમાં સમાપ્ત થઈ ગઈ

પરંતુ પછી જે બન્યું તેનાથી મ્હાત્રેની મેચ ખતમ થઈ ગઈ. હકીકતમાં આયુષ મ્હાત્રેના આઉટ થયા પછી ચેન્નાઈએ માત્ર 19 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. CSKને તેમની રણનીતિ બદલવી પડી અને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે બેટ્સમેનને મેદાનમાં ઉતારવો પડ્યો. આ માટે, ટીમે સરફરાઝ ખાનની પસંદગી કરી અને તેની જગ્યાએ આયુષ મ્હાત્રેને ભાર કર્યો. ઇમ્પેક્ટ પ્લેયરના નિયમો અનુસાર પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરાયેલ ખેલાડી ફરીથી ભૂમિકા ભજવી શકતો નથી. પરિણામે, મ્હાત્રે આ વિકલ્પ સાથે મેચમાંથી બહાર થઈ ગયો.

Breaking News: પત્તાના મહેલની જેમ ઢેર થયો CSK નો ટોપ ઓર્ડર, RR vs CSK મેચમાં ધોની વિના ઢીલા પડ્યા ચેન્નાઈના ધુરંધર

Breaking News: દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના આરે ! સીઝફાયર નહીં થાય તો… ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી ભયાનક ધમકી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પાયમાલ કરવાની નવી અને અત્યંત ગંભીર ધમકી આપીને હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ઈરાન જલ્દી સમજૂતી નહીં કરે અને યુદ્ધ વિરામ લાગુ નહીં થાય તો અમેરિકી સેના ઈરાનના ઉર્જા ઠેકાણાઓને નિશાન બનાવશે. ટ્રમ્પના મતે જો હોર્મુઝ સ્ટ્રેટ તુરંત વ્યાપાર માટે ખુલ્લું મૂકવામાં નહીં આવે તો પરિણામ ભયંકર આવશે.

નેસ્તનાબૂદ થશે ઈરાનના ઉર્જા ઠેકાણા

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું કે અમે ઈરાનમાં સૈન્ય અભિયાન સમાપ્ત કરવા માટે ગંભીર વાતચીત કરી રહ્યા છીએ પરંતુ જો કોઈ કારણસર જલ્દી સમજૂતી નહીં થાય તો અમે ઈરાનના તમામ વીજળી ઉત્પાદન પ્લાન્ટ તેલના કુવા અને વ્યૂહાત્મક રીતે મહત્વના ગણાતા ખાર્ગ આઈલેન્ડને સંપૂર્ણપણે ઉડાવી દઈશું. આટલું જ નહીં ટ્રમ્પે ઈરાનના પાણી શુદ્ધિકરણના પ્લાન્ટ્સ (Desalination Plants) ને પણ નષ્ટ કરવાની ધમકી આપી છે.

શું છે ટ્રમ્પની શરત?

ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન સાથેની વાતચીતમાં પ્રગતિ થઈ છે પરંતુ તે પૂરતી નથી. જો ઈરાન ટૂંક સમયમાં વલણ નહીં બદલે તો અમેરિકા એવી કાર્યવાહી કરશે જેનાથી ઈરાનનું અર્થતંત્ર અને પાયાની સુવિધાઓ જમીનદોસ્ત થઈ જશે. ટ્રમ્પની આ ધમકી બાદ ગલ્ફ દેશોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે કારણ કે જો ઈરાનના તેલના કુવાઓ પર હુમલો થાય તો વૈશ્વિક સ્તરે ઈંધણની કટોકટી સર્જાઈ શકે છે.

ઈરાન પર ટ્રમ્પનો કાળો કેર સમજૂતી નહીં થાય તો ઉર્જા મથકો અને તેલના કુવાઓ ગમે ત્યારે રાખમાં ફેરવાઈ જશે. આ ધમકી બાદ સમગ્ર વિશ્વમાં તેલના ભાવ અને સુરક્ષાને લઈને ફફડાટ વ્યાપી ગયો છે.

નાળિયેરના ભાવ મુદ્દે ખેલાયો લોહીયાળ જંગ, વેપારીઓ વચ્ચેના વિવાદમાં પથ્થરમારો અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો

નક્સલી હથિયાર ફેંકી દો, ગોળીનો જવાબ ગોળીથી મળશે.. અમિત શાહે લોકસભામાં આપી 5 મોટી ચેતવણી, જુઓ Video

લોકસભામાં નક્સલવાદ મુક્ત ભારત મુદ્દે ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ કોંગ્રેસ પર કડક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે દેશ લાંબા સમયથી નક્સલવાદથી પીડાઈ રહ્યો હતો અને એક સમય એવો હતો જ્યારે દેશના બાર રાજ્યો નક્સલવાદના પ્રભાવ હેઠળ હતા. તેમણે દાવો કર્યો કે વડા પ્રધાન Narendra Modi ના નેતૃત્વમાં દેશ હવે નક્સલવાદ મુક્ત બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નક્સલવાદી હિંસાના દિવસો હવે પૂરા થઈ ગયા છે. નક્સલીઓને સંદેશ આપતા તેમણે જણાવ્યું કે તેઓએ આત્મસમર્પણ કરવું જોઈએ, નહિતર સરકાર ગોળીઓથી જવાબ આપશે. તેમણે વધુમાં ઉમેર્યું કે જે કોઈ હથિયાર ઉપાડશે તેને કાયદા મુજબ કડક રીતે જવાબદાર ઠેરવવામાં આવશે.

તેમણે કહ્યું કે બસ્તર વિસ્તારમાં નક્સલવાદ લગભગ સમાપ્ત થઈ ગયો છે અને હવે ત્યાં વિકાસના કામો ઝડપથી આગળ વધી રહ્યા છે. બસ્તરના ગામોમાં શાળાઓ, રસ્તાઓ અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે, જ્યારે અગાઉ લાલ આતંકના કારણે વિકાસ અટક્યો હતો.

કોંગ્રેસ પર નિશાન સાધતા શાહે જણાવ્યું કે વર્ષો સુધીના શાસનમાં આદિવાસીઓના વિકાસ માટે પૂરતા પ્રયાસો થયા નહોતા. તેમણે પ્રશ્ન કર્યો કે 60 વર્ષ સુધી સત્તામાં રહેલી કોંગ્રેસે આદિવાસીઓને ઘર, પાણી, શિક્ષણ અને બેંકિંગ જેવી મૂળભૂત સુવિધાઓ કેમ આપી શકી નહીં.

નક્સલવાદી વિચારધારા પર ટીકા કરતા શાહે જણાવ્યું કે આ વિચારધારામાં બંદૂક દ્વારા સત્તા મેળવવાની વાત થાય છે, જે લોકશાહી માટે ખતરનાક છે. તેમણે આરોપ લગાવ્યો કે નક્સલીઓએ આદિવાસીઓને ભટકાવીને તેમને હિંસાના માર્ગે દોર્યા અને તેમના વિકાસને રોક્યો.

શાહે વધુમાં જણાવ્યું કે રેડ કોરિડોરમાં ગરીબીનું મુખ્ય કારણ નક્સલવાદ છે. નક્સલીઓએ શાળાઓ સળગાવી દીધી જેથી આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત રહ્યા. તેમણે દાવો કર્યો કે આજે લોકો નક્સલવાદના અંતને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે.

ઇતિહાસ પર પ્રકાશ પાડતા શાહે કહ્યું કે 1970ના દાયકામાં નક્સલબારીથી નક્સલવાદની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ તે દેશભરમાં ફેલાયો. તેમણે કોંગ્રેસના શાસનને આ માટે જવાબદાર ગણાવ્યો અને કહ્યું કે માઓવાદી વિચારધારાનો ફેલાવો તે સમય દરમિયાન વધ્યો.

શાહે જણાવ્યું કે નક્સલીઓ સામે લડતમાં અત્યાર સુધીમાં લગભગ 5,000 સુરક્ષા જવાનો શહીદ થયા છે. તેમણે કહ્યું કે બંદૂકો વાપરનારાઓ સાથે કોઈ વાતચીત નહીં થાય, પરંતુ જે નક્સલીઓ હથિયારો મૂકી દે છે તેમને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.

આંકડાઓ રજૂ કરતા તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં એન્કાઉન્ટરમાં 706 નક્સલવાદીઓ માર્યા ગયા છે, જ્યારે 2024 થી 2026 દરમિયાન 4,839 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે અને 2,208 નક્સલીઓને ધરપકડ કરવામાં આવી છે.

અંતમાં, શાહે દાવો કર્યો કે 2014 પછી નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મોટા પાયે વિકાસ થયો છે. આ વિસ્તારોમાં 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, 12,500 કિલોમીટર રસ્તાઓ બનાવાયા છે અને 5,000 મોબાઇલ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2026 સુધીમાં નક્સલવાદ સંપૂર્ણપણે ખતમ થઈ જશે.

રેલવેનો મોટો નિર્ણય, આ લોકોને આજીવન ટ્રેનમાં મફત મળશે AC કોચ ટિકિટ

MI vs KKR વચ્ચેની મેચમાં છેલ્લી ઓવરના પહેલા બોલે બુમરાહે કરેલી એક ભૂલ બની શકે મુંબઈની હારનું કારણ..!

IPL Breaking: વર્લ્ડ ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો 300 ટી20 મેચ રમનારી દુનિયાની પ્રથમ ફ્રેન્ચાઈઝી ટીમ બની

MI vs KKR વચ્ચેની મેચમાં ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની આ ભૂલ પડશે ભારે, જુઓ સૌથી મોંઘી ઓવર

Breaking News: પાકિસ્તાનમાં લાગ્યુ લોકડાઉન, શાળાઓ અને ઓફિસોમાં ફરજિયાત વર્ક ફ્રોમ હોમનો આદેશ, ઈંધણની કટોકટી વચ્ચે લેવાયો નિર્ણય

આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યાનો જુઓ પરિવાર અહી ક્લિક કરો

IPL 2026 નો પહેલો જાદુઈ કેચ, ફિલ સોલ્ટે ઇશાન કિશનની ધમાકેદાર ઇનિંગ્સનો લાવ્યો અંત, જુઓ Video

Breaking News: ઘરેલુ ક્રિકેટ રમ્યા વિના સીધા IPLમાં એન્ટ્રી, જાણો કોણ છે યુપીનો સ્પીડ સ્ટાર અભિનંદન સિંહ?

Breaking News: ડેબ્યૂ મેચમાં અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડને એક જ ઓવરમાં આઉટ કરનાર RCBનો આ બોલર કોણ છે?

IPL 2026 નો પહેલો જાદુઈ કેચ, ફિલ સોલ્ટે ઇશાન કિશનની ધમાકેદાર ઇનિંગ્સનો લાવ્યો અંત, જુઓ Video

IPL 2026 RCB vs SRH: IPL 2026 ની શરૂઆતની મેચમાં Phil Salt એ એક એવો અદ્ભુત કેચ લીધો કે દરેક ક્રિકેટ ફેન આશ્ચર્યચકિત થઈ ગયો. Ishan Kishan શાનદાર ફોર્મમાં હતો અને મેચ પર સંપૂર્ણ કાબૂ જમાવી રહ્યો હતો, પરંતુ સોલ્ટના કરિશ્માઈ ફિલ્ડિંગે રમતનું દિશા બદલી નાખી.

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ મેચ ખાસ હતી કારણ કે ઇશાન કિશન નવા કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યો હતો. Pat Cummins ની ઈજાને કારણે તેને આ જવાબદારી મળી હતી. ઇશાને આ તકનો પૂરો લાભ લીધો અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલરો સામે આક્રમક બેટિંગ કરી.

જ્યારે ઇશાન કિશન 37 બોલમાં 80 રન બનાવીને સદી તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે મેચનો ટર્નિંગ પોઇન્ટ આવ્યો. ઇનિંગની 16મી ઓવરના છેલ્લાં બોલ પર તેણે જોરદાર શોટ રમ્યો, જે બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો હતો. પરંતુ ત્યાં ફિલ સોલ્ટ ઊંડા બેકવર્ડ પોઇન્ટ પરથી ઝડપથી દોડ્યો, હવામાં ઉછળ્યો અને એક હાથથી અદભુત કેચ પકડી લીધો!

આ કેચ એટલો શાનદાર હતો કે કોમેન્ટેટર્સે પણ તેને “સુપરમેન મોમેન્ટ” ગણાવ્યો. આ સાથે જ ઇશાન કિશનની ધમાકેદાર ઇનિંગ્સનો અંત આવ્યો. તેણે 38 બોલમાં 80 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા.

મેચની વાત કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખાસ સારી રહી નહોતી, પરંતુ ઇશાન કિશનની ઇનિંગ્સે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. અનિકેત વર્માએ ફક્ત 18 બોલમાં 43 રનની ઝડપી ઇનિંગ રમી, જ્યારે Heinrich Klaasen એ 22 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું.

આ બેટિંગ પ્રદર્શનના આધારે સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 201 રનનો મોટો સ્કોર ઉભો કર્યો. જોકે, આ મેચમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું પળ ફિલ સોલ્ટનો તે અદ્ભુત કેચ જ રહ્યો, જેને IPL 2026 ની શરૂઆતને વધુ યાદગાર બનાવી દીધી.

Breaking News: ડેબ્યૂ મેચમાં અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડને એક જ ઓવરમાં આઉટ કરનાર RCBનો આ બોલર કોણ છે?

Breaking News: શું ભારતમાં ઈંધણનું સંકટ સર્જાશે? પીએમ મોદીની બેઠક વચ્ચે રશિયાનો ખતરનાક નિર્ણય 1 એપ્રિલથી પેટ્રોલના નિકાસ પર લગાવી રોક

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેલના પુરવઠામાં અવરોધ વચ્ચે રશિયાએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિર્દેશ બાદ 1 એપ્રિલ 2026થી રશિયા વિદેશમાં પેટ્રોલની નિકાસ બંધ કરી દેશે. રશિયાના ડેપ્યુટી પીએમ એલેક્ઝાન્ડર નોવાકની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાછળનો મુખ્ય હેતુ રશિયાના સ્થાનિક બજારમાં તેલની કિંમતોને અંકુશમાં રાખવાનો અને પોતાના નાગરિકોને પૂરતું ઈંધણ પૂરું પાડવાનો છે.

ભારત માટે કેટલી ચિંતાની વાત?

ભારત હાલમાં રશિયા પાસેથી મોટા પ્રમાણમાં કાચું તેલ મંગાવી રહ્યું છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવને કારણે જ્યારે સપ્લાય ખોરવાયો છે ત્યારે રશિયા ભારત માટે મોટો આધાર હતું. હવે નિકાસ પરના પ્રતિબંધથી ભારતની મુશ્કેલીઓ વધી શકે તેવી આશંકા સેવાઈ રહી હતી.

જોકે ભારત સરકારે આ બાબતે રાહત આપતા જણાવ્યું છે કે દેશમાં હાલમાં પેટ્રોલ ડીઝલ અને કાચા તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

સરકારની તૈયારીઓ અને રાહતના સમાચાર

પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારત પાસે આગામી બે મહિના સુધી ચાલે તેટલો સુરક્ષિત સ્ટોક છે. દેશની રિફાઇનરીઓ અત્યારે 100 ટકા કે તેથી વધુ ક્ષમતા પર કામ કરી રહી છે. વધુમાં ભારતમાં એલપીજી ઉત્પાદનમાં પણ 20 ટકાનો વધારો થયો છે જેના કારણે ઘરગથ્થુ વપરાશમાં કોઈ સમસ્યા નહીં આવે. સરકાર સંગ્રહખોરી રોકવા માટે પણ કડક પગલાં ભરી રહી છે જેથી સામાન્ય જનતાને કોઈ તકલીફ ન પડે.

વૈશ્વિક બજાર પર અસર

રશિયા દુનિયાના મોટા તેલ ઉત્પાદક દેશોમાંનો એક છે. તેના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ઉછાળો આવી શકે છે. મિડલ ઈસ્ટના સંઘર્ષને કારણે પહેલેથી જ કાચા તેલ અને એલએનજીના ભાવ વધી રહ્યા છે ત્યારે રશિયાનું આ પગલું બજારને વધુ ટાઈટ બનાવશે. ભારત સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને વૈશ્વિક ઉતાર ચઢાવ વચ્ચે સ્થાનિક કિંમતો સ્થિર રાખવા પ્રયત્નશીલ છે.

સુરતમાં વિકાસ કે વિનાશ? મેટ્રો પ્રોજેક્ટના ઉંડા ખાડામાં દંપતી ખાબક્યું, શું તંત્ર કોઈના જીવ જવાની રાહ જોઈ રહ્યું છે? – જુઓ Video

Breaking News: શું પહેલી મેચમાં RCB સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી જશે? જાણો બંને ટીમનો કેવો છે રેકોર્ડ

ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તેમના હોમ ગ્રાઉન્ડ, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે. આ મેચ અત્યંત રોમાંચક બનવાની અપેક્ષા છે, કારણ કે બંને ટીમોમાં ઉત્તમ બેટ્સમેન છે. જોકે, આ મેચમાં હૈદરાબાદનો હાથ ઉપર રહેશે તેવી શક્યતા છે, કારણ કે બેંગલુરુ તેમના પ્રીમિયમ ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ વિના રમશે. આવી જ સ્થિતિ ગયા સિઝનમાં IPL 2025માં જોવા મળી હતી, જ્યાં RCB 42 રનથી હારી ગયું હતું.

RCB હૈદરાબાદ સામે બદલો લઈ શકશે?

ગયા સિઝનમાં હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચે ફક્ત એક જ મેચ રમાઈ હતી, જેમાં ઈશાન કિશને ભારે તબાહી મચાવી હતી. ડાબા હાથના બેટ્સમેનએ પાંચ છગ્ગા સહિત 94 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 17 બોલમાં 34 રન બનાવ્યા હતા અને હૈદરાબાદ 20 ઓવરમાં 231 રન બનાવી શક્યું હતું. જવાબમાં, RCB ફક્ત 189 રન જ બનાવી શક્યું હતું અને હૈદરાબાદ 42 રનના મોટા માર્જિનથી મેચ જીતી ગયું હતું. શું RCB આ વખતે આ હારનો બદલો લઈ શકશે?

હૈદરાબાદની ટીમ બેંગલુરુ પર ભારે

આંકડાકીય રીતે પણ સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ કરતાં આગળ છે. બંને ટીમોએ સામ-સામે કુલ 25 મેચ રમી છે, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કુલ 14 જીતી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ ફક્ત 11 મેચ જ જીતી શક્યું છે.

RCB vs SRH મેચના આંકડા

વિરાટ કોહલીએ RCB vs SRH મેચોમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 24 મેચોમાં 805 રન બનાવ્યા છે. જોની બેયરસ્ટોએ આ બંને ટીમો વચ્ચેની મેચમાં સૌથી વધુ ઇનિંગ્સ રમી હતી, જેમાં SRH માટે 56 બોલમાં 114 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે આ બંને ટીમો વચ્ચેની મેચમાં સૌથી વધુ 33 સિક્સર ફટકારી છે. બેંગલુરુ પણ હૈદરાબાદ સામે માત્ર 68 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જે તેમનો સૌથી નાનો સ્કોર છે.

Breaking News: IPL 2026 કોમેન્ટ્રી પેનલની જાહેરાત, 12 ભાષાઓમાં 160 થી વધુ કોમેન્ટેટર્સનો અવાજ ગુંજશે

Breaking News: IPL 2026 કોમેન્ટ્રી પેનલની જાહેરાત, 12 ભાષાઓમાં 160 થી વધુ કોમેન્ટેટર્સનો અવાજ ગુંજશે

IPL 2026 માટે કોમેન્ટ્રી પેનલમાં વિવિધ ક્ષેત્રોના જાણીતા ક્રિકેટ નિષ્ણાતો, પૂર્વ ખેલાડીઓ અને પ્રખ્યાત પ્રેઝેન્ટર્સને આ પેનલમાં સ્થાન મળ્યું છે. આ પહેલ દર્શાવે છે કે લીગને વધુ વ્યાપક દર્શકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે. આ વખતે કુલ 12 ભાષાઓમાં કોમેન્ટ્રી કરવામાં આવશે, જેમાં હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, બંગાળી, મરાઠી અને ગુજરાતી જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. આથી દેશના દરેક ખૂણાના દર્શકોને પોતાની ભાષામાં મેચનો આનંદ માણવાનો મોકો મળશે.

કોમેન્ટ્રી પેનલમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ

કોમેન્ટ્રી પેનલમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થયો છે, જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટમાં પોતાની ઓળખ ઉભી કરી છે. તેઓ પોતાના અનુભવ અને વિશ્લેષણ દ્વારા મેચને વધુ રસપ્રદ બનાવશે. સાથે સાથે, કેટલાક નવા અવાજોને પણ તક આપવામાં આવી છે, જે તાજગી લાવશે.

હિન્દી કોમેન્ટ્રીમાં ભારતીય દિગ્ગજો

IPL 2026 માટે આ વખતે હિન્દી, અંગ્રેજી અને ભોજપુરી ભાષામાં જાણીતા કોમેન્ટેટર્સનો વિશાળ સમૂહ તૈયાર કરવામાં આવ્યો છે. હિન્દી કોમેન્ટ્રી પેનલમાં રવિચંદ્રન અશ્વિન, સુરેશ રૈના, હરભજન સિંહ, ઈરફાન પઠાણ, વીરેન્દ્ર સેહવાગ, અનિલ કુંબલે, પિયુષ ચાવલા, ઉમેશ યાદવ, આકાશ ચોપરા, ચેતેશ્વર પૂજારા, આદિત્ય તારે, નવજોત સિંહ સિદ્ધુ, સુનીલ ગાવસ્કર, સંજય બાંગર, અજય જાડેજા, મોહમ્મદ કૈફ, સબા કરીમ, દીપ દાસગુપ્તા, પદમજીત સેહરાવત, અનંત ત્યાગી અને સુનિલ તનેજા સામેલ છે.

અંગ્રેજી કોમેન્ટ્રીમાં વિશ્વભરના ક્રિકેટ એક્સપર્ટ

અંગ્રેજી કોમેન્ટ્રીમાં રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસ્કર, એબી ડી વિલિયર્સ, ડેલ સ્ટેન, ફાફ ડુ પ્લેસિસ, કેવિન પીટરસન, એરોન ફિન્ચ, ઇયોન મોર્ગન, માઈકલ ક્લાર્ક, મિશેલ મેકક્લેનાઘન, દીપ દાસ ગુપ્તા, હર્ષા ભોગલે, ઇયાન બિશપ, સિમોન ડૂલી, ડેની મોરિસન, ગંગા, નાઈટ, સ્વાન, મ્બાંગવા, કેટિચ, મુરલી કાર્તિક, ડબલ્યુ.વી. રમન, અંજુમ, મુકુંદ, વિલ્કિન્સ, કેટી માર્ટિન અને રૌનક કપૂરનો સમાવેશ થાય છે. જ્યારે ભોજપુરી કોમેન્ટ્રી માટે સૌરભ સિંહ, સુમિત મિશ્રા, શિવમ સિંહ, સત્યપ્રકાશ કૃષ્ણ, ગુલામ હુસૈન, જ્વાલા સિંહ, અભય કુમાર અને શાલિની સિંહને પસંદ કરવામાં આવ્યા છે.

ઓનલાઈન સ્ટ્રીમિંગ માટે અલગ કોમેન્ટ્રી ટીમ

બ્રોડકાસ્ટર્સે આ વખતે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. ઓનલાઈન સ્ટ્રીમિંગ માટે અલગ કોમેન્ટ્રી ટીમ તૈયાર કરવામાં આવી છે, જેથી યુવા દર્શકોને વધુ સારોઅનુભવ મળે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલ સેગમેન્ટ્સ પણ આ વખતે જોવા મળશે.

પ્રેઝેન્ટેશન સ્ટાઈલમાં નવીનતા

આ ઉપરાંત, પ્રેઝેન્ટેશન સ્ટાઈલમાં પણ નવીનતા લાવવામાં આવી છે. મેચ પહેલા અને પછીના વિશ્લેષણમાં ટેક્નોલોજીનો વધુ ઉપયોગ થશે, જેમ કે ડેટા એનાલિટિક્સ અને ગ્રાફિક્સ દ્વારા સમજાવવામાં આવશે. આથી દર્શકોને રમતની વધુ ઊંડી સમજ મળશે. IPL 2026 માટે આ પ્રકારનું ભવ્ય કોમેન્ટ્રી સેટઅપ દર્શાવે છે કે લીગ માત્ર રમત પૂરતી મર્યાદિત નથી, પરંતુ એ એક મનોરંજનનું મોટું પ્લેટફોર્મ બની ગયું છે. આ નવી પહેલથી દર્શકોનો અનુભવ વધુ સમૃદ્ધ અને યાદગાર બનવાની શક્યતા છે.

Breaking News: મેચના એક દિવસ પહેલા ટ્રેનિંગ સેશનમાં ઈજાગ્રસ્ત થવાથી માંડ-માંડ બચ્યો RCB નો સ્ટાર ખેલાડી

Breaking News: મેચના એક દિવસ પહેલા ટ્રેનિંગ સેશનમાં ઈજાગ્રસ્ત થવાથી માંડ-માંડ બચ્યો RCB નો સ્ટાર ખેલાડી

IPL 2026 ની શરૂઆતની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો આ મેચ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો એક સ્ટાર ખેલાડી ઈજામાંથી માંડ-માંડ બચી ગયો. ટીમના કોચ-ફીઝીયોની હાજરીના કારણે, એક મોટી દુર્ઘટના ટળી ગઈ.

ટ્રેનિંગ સેશન દરમિયાન બની ઘટના

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ હાલમાં ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે, જેના કારણે તે IPL 2026 ની પહેલી મેચમાં રમી શકશે નહીં. તાજેતરમાં, તેના ટ્રેનિંગ સેશનના ફોટા સામે આવ્યા છે, જેમાં તે ટીમના સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ સાથે સખત મહેનત કરતો જોવા મળે છે. હેઝલવુડ RCB કેમ્પમાં તેની ફિટનેસ પર કામ કરી રહ્યો છે.

ઈજાગ્રસ્ત થવાથી માંડ-માંડ બચ્યો હેઝલવુડ

જોકે, ટ્રેનિંગ દરમિયાન એક ભયાનક ક્ષણ આવી જ્યારે દેવદત્ત પડિકલે એક શોટ માર્યો, અને બોલ સીધો ત્યાં પડ્યો જ્યાં હેઝલવુડ સ્ટ્રેચિંગ કરી રહ્યો હતો. જોકે, ફિઝિયોએ ચતુરાઈ વાપરી હેઝલવુડને બચાવી લીધો. જેનાથી હેઝલવુડ ઈજાગ્રસ્ત થવાથી માંડ-માંડ બચી ગયો, જોકે ચોક્કસપણે RCB ચાહકો અને ટીમ મેનેજમેન્ટની ચિંતાઓ જરૂર વધી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Cricbuzz (@cricbuzzofficial)

 

હેઝલવુડની શરૂઆતની મેચમાં નહીં રમે

હેઝલવુડ લાંબા સમયથી હેમસ્ટ્રિંગની ઇજાઓથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તે IPL 2026 ની શરૂઆતની મેચમાંથી બહાર થઈ ગયો છે. ટીમના કોચ એન્ડી ફ્લાવરે પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે બોલર હજુ સંપૂર્ણપણે તૈયાર નથી અને તેની ફિટનેસ પર સતત નજર રાખવામાં આવી રહી છે. RCB મેનેજમેન્ટને આશા છે કે હેઝલવુડ સંપૂર્ણપણે ફિટ થઈ જશે અને ટૂંક સમયમાં ટીમમાં રમી શકશે.

Breaking News: ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ કરી કિંગ કોહલીને સલામ, IPL 2026 પહેલા રેકોર્ડ શેર કર્યા ‘વિરાટ’ રેકોર્ડ

Breaking News : 11 યુદ્ધોમાં અમેરિકાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારી એક ભૂલ, શું જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પે એ જ ભૂલનું કર્યું પુનરાવર્તન!

ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકામાં ફરી એકવાર મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. શું રાષ્ટ્રપતિ કોંગ્રેસની મંજૂરી વિના યુદ્ધ શરૂ કરી શકે?

ઇતિહાસ બતાવે છે કે આવા નિર્ણયો લાંબા ગાળે ગંભીર પરિણામો લાવી શકે છે. અત્યાર સુધીમાં અમેરિકાએ ઓછામાં ઓછા 11 મોટા સૈન્ય ઓપરેશન્સ એવા કર્યા છે, જ્યાં કોંગ્રેસની સ્પષ્ટ મંજૂરી લેવામાં આવી નહોતી.

ઈરાન યુદ્ધ અને નવી ચર્ચા

28 ફેબ્રુઆરીએ અમેરિકા દ્વારા “ઓપરેશન એપિક ફ્યુરી” શરૂ કરવામાં આવ્યું, જેના કારણે વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં વધારો અને આર્થિક અનિશ્ચિતતા જોવા મળી. ઈરાનના મીનાબ વિસ્તારમાં શાળામાં થયેલા હુમલામાં બાળકોના મોત થયા બાદ અમેરિકાની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ રહી છે.

અમેરિકી બંધારણ મુજબ યુદ્ધ જાહેર કરવાની સત્તા કોંગ્રેસ પાસે છે. છતાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસની પૂર્વ મંજૂરી વિના આ કાર્યવાહી કરી. વહીવટીતંત્રનો દાવો છે કે આ પગલું તાત્કાલિક સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું, પરંતુ ઘણા નિષ્ણાતો આ દાવા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

છેલ્લું ઔપચારિક યુદ્ધ: 1941

અમેરિકાએ છેલ્લે 8 ડિસેમ્બર, 1941ના રોજ જાપાન સામે ઔપચારિક યુદ્ધ જાહેર કર્યું હતું. ત્યારબાદ મોટાભાગના કિસ્સાઓમાં “AUMF” (Authorization for Use of Military Force) હેઠળ મર્યાદિત સૈન્ય કાર્યવાહી માટે મંજૂરી લેવામાં આવી છે.

કોંગ્રેસની મંજૂરી વિના થયેલી મુખ્ય સૈન્ય કાર્યવાહી

  • ફિલિપાઇન્સ-અમેરિકન યુદ્ધ (1899-1902): રાષ્ટ્રપતિ વિલિયમ મેકકિન્લીએ ઔપચારિક મંજૂરી લીધા વિના યુદ્ધ ચલાવ્યું.
  • કોરિયન યુદ્ધ (1950-53): હેરી ટ્રુમેને તેને “પોલીસ એક્શન” ગણાવી મંજૂરી લીધી નહીં.
  • વિયેતનામ યુદ્ધ (1955-75): શરૂઆતમાં મંજૂરી મળી, પરંતુ પછી પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી.
  • કંબોડિયા બોમ્બમારો (1969-73): ગુપ્ત રીતે બોમ્બિંગ કરાયું.
  • ગ્રેનાડા હુમલો (1983): રોનાલ્ડ રીગને સીધી કાર્યવાહી કરી.
  • પનામા ઓપરેશન (1989): જ્યોર્જ બુશે ઓપરેશન “જસ્ટ કોઝ” શરૂ કર્યું.
  • યુગોસ્લાવિયા બોમ્બિંગ (1999): બિલ ક્લિન્ટનના સમયમાં NATO સાથે કાર્યવાહી.
  • લિબિયા હુમલો (2011): બરાક ઓબામા દ્વારા મંજૂરી વિના કાર્યવાહી.
  • યમન હુમલા (2023-2025): હુથી વિદ્રોહીઓ સામે કાર્યવાહી.
  • ઈરાન પર હુમલો (2025): ટ્રમ્પ દ્વારા “ઓપરેશન મિડનાઈટ હેમર”.
  • વેનેઝુએલા ઓપરેશન (2026): નિકોલસ માદુરોને હટાવવા માટે સૈન્ય કાર્યવાહી.

નિષ્ણાતો શું કહે છે?

વિશ્વયુદ્ધ બાદથી કોંગ્રેસે ધીમે ધીમે યુદ્ધ સંબંધિત સત્તાઓ રાષ્ટ્રપતિને સોંપી દીધી છે. આજે પરિસ્થિતિ એવી બની છે કે રાષ્ટ્રપતિઓ ઘણીવાર પોતાની સત્તાઓનો વિસ્તાર કરીને સીધી કાર્યવાહી શરૂ કરે છે, જ્યારે કોંગ્રેસ પછીથી પ્રતિસાદ આપે છે.

નિષ્ણાતો ચેતવણી આપે છે કે પૂર્વ મંજૂરી વિના યુદ્ધમાં જવું માત્ર બંધારણીય પ્રશ્ન નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને લાંબા ગાળાના રાજકીય-આર્થિક પરિણામોને પણ અસર કરે છે.

શું ટ્રમ્પે ઇતિહાસમાંથી કોઈ પાઠ શીખ્યો છે કે ફરી એકવાર એ જ ભૂલનું પુનરાવર્તન થયું છે? આ પ્રશ્નનો જવાબ સમય જ આપશે, પરંતુ એક વાત સ્પષ્ટ છે. યુદ્ધનો નિર્ણય માત્ર સૈન્ય નહીં, પણ લોકશાહી અને વૈશ્વિક સ્થિરતા માટે પણ મહત્વપૂર્ણ છે.

Strait of Hormuz બ્લોક કરનાર કમાન્ડરને ઇઝરાયલે મારી નાખ્યો, જાણો સ્થિતિ

Breaking News: ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ કરી કિંગ કોહલીને સલામ,  IPL 2026 પહેલા રેકોર્ડ શેર કર્યા ‘વિરાટ’ રેકોર્ડ

IPL 2026 પહેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં વિરાટ કોહલીના પાંચ IPL રેકોર્ડ્સ વિશે પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ પણ કિંગ કોહલીને સ્વીકારવા માટે મજબૂર થયા છે. તો, ચાલો જાણીએ કે કોહલીના કયા મહાન રેકોર્ડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

વિરાટ કોહલીના મહાન રેકોર્ડ્સ

  • પહેલો રેકોર્ડ: વિરાટ કોહલી IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેણે અત્યાર સુધીમાં 8661 રન બનાવ્યા છે.
  • બીજો રેકોર્ડ: વિરાટ કોહલીએ એક જ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. 2016 ની IPL માં, વિરાટ કોહલીએ 973 રન બનાવ્યા હતા.
  • ત્રીજો રેકોર્ડ: વિરાટ કોહલી IPL ઇતિહાસમાં સૌથી વધુ સદીઓનો રેકોર્ડ પણ ધરાવે છે. તેણે અત્યાર સુધીમાં આઠ સદી ફટકારી છે.
  • ચોથો રેકોર્ડ: વિરાટ કોહલીએ IPL ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે, IPLમાં કોહલીની કુલ 63 અડધી સદી છે.
  • પાંચમો રેકોર્ડ : વિરાટ કોહલીએ મેદાન પર સૌથી વધુ કેચ (117) પકડ્યા છે.

કોહલી IPL 2026 માટે તૈયાર

વિરાટ કોહલી આગામી 2026 ની IPL સિઝન માટે સંપૂર્ણપણે તૈયાર દેખાય છે. સિઝન શરૂ થાય તે પહેલા કોહલીએ પ્રેક્ટિસ મેચોમાં ઉત્તમ ફોર્મ દર્શાવ્યું હતું. પ્રથમ પ્રેક્ટિસ મેચમાં કોહલીએ 12 બોલમાં 29 અને બીજી મેચમાં 19 બોલમાં 45 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોહલી સંપૂર્ણપણે તૈયાર છે.

 

કોહલીની IPL કારકિર્દી

વિરાટ કોહલીના IPL કારકિર્દીની વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં 267 મેચ રમી છે. 259 ઇનિંગ્સમાં કોહલીએ 39.54 ની સરેરાશ અને 132.85 ના સ્ટ્રાઇક રેટથી 8661 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેણે 8 સદી અને 63 અડધી સદી ફટકારી છે, તેનો બેસ્ટ સ્કોર 113 નોટઆઉટ છે.

Breaking News: કોલકાતા નાઈટ રાઈડર્સના આ ત્રણ સ્ટાર ખેલાડીઓની કારકિર્દી IPL 2026 સાથે સમાપ્ત થઈ જશે?

Breaking News: LSGના માલિકે રિષભ પંતને આપ્યું અલ્ટીમેટમ, પ્લેઓફમાં પહોંચવું પૂરતું નથી, ટ્રોફી જીતવી જ પડશે

લખનૌ સુપર જાયન્ટ્સે IPLની શરૂઆતમાં સતત બે સિઝનમાં પ્લેઓફમાં સ્થાન મેળવી પોતાની ઓળખ ઉભી કરી હતી. જોકે, IPL 2024માં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને તે સાતમા સ્થાને રહી. આ પરિણામ બાદ ટીમની અંદર અસંતોષ પણ સામે આવ્યો હતો. IPL 2025 માટે રાહુલને હટાવીને રિષભ પંતને રેકોર્ડ 27 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

પ્લેઓફ નહીં, ચેમ્પિયન બનવાનું લક્ષ્ય

પંતની આગેવાનીમાં પણ ટીમનું નસીબ ખાસ બદલાયું નહીં અને ફરીથી લખનૌ સાતમા સ્થાને જ રહી. આ કારણે ગોએન્કાએ હવે IPL 2026 પહેલા સ્પષ્ટ કર્યું છે કે માત્ર પ્લેઓફ સુધી પહોંચવું પૂરતું નથી, ટીમે હવે ચેમ્પિયન બનવાનું લક્ષ્ય રાખવું પડશે.

ગોએન્કાએ પંત પર વિશ્વાસ વ્યક્ત કર્યો

ગોએન્કાએ પંતનો બચાવ કરતાં કહ્યું કે ગયા સિઝનમાં ઈજાઓને કારણે તે પોતાનું સંપૂર્ણ યોગદાન આપી શક્યો નહોતો. તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સિઝનમાં પંત વધુ સારા પ્રદર્શન સાથે ટીમને આગળ લઈ જશે. સાથે જ કેપ્ટનશીપ બદલવાની અફવાઓને પણ તેમણે નકારી કાઢી.

 

મજબૂત ભારતીય બોલિંગ યુનિટ તૈયાર

આગામી સિઝન માટે ટીમે ખાસ કરીને બોલિંગ વિભાગમાં સુધારા કર્યા છે. ગોએન્કાના જણાવ્યા મુજબ, ગયા વર્ષે મુખ્ય બોલરોની ઈજાઓ ટીમ માટે મોટો પડકાર બની હતી. આ વખતે મજબૂત ભારતીય બોલિંગ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે અને ટીમ હવે વધુ સંતુલિત દેખાય છે.

LSG પ્રથમ IPL ટ્રોફી જીતે તેવી આશા

ગોએન્કાએ અંતમાં ભારપૂર્વક કહ્યું કે વ્યક્તિગત પ્રદર્શન કરતાં ટીમ તરીકે રમવું વધુ મહત્વનું છે. તેમણે આશા વ્યક્ત કરી કે લખનૌ સુપર જાયન્ટ્સ આ સિઝનમાં એક યુનિટ તરીકે મેદાનમાં ઉતરીને પોતાની પ્રથમ IPL ટ્રોફી જીતવામાં સફળ રહેશે.

Breaking News: IPL 2026 માં વિરાટ કોહલી ક્યારે એક્શનમાં જોવા મળશે? જાણો RCB નું સંપૂર્ણ શેડ્યૂલ

US Iran War : અમેરિકા-ઇઝરાયલ સાથે યુદ્ધ રોકવા માટે ઇરાનની 5 શરત, GFX વડે સમજો, જુઓ Video

વૈશ્વિક સ્તરે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે દબાણ વધી રહ્યું છે. વિશ્વભરના દેશો, અને ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, યુદ્ધનો તાત્કાલિક અંત લાવવાની ઈચ્છા ધરાવે છે. આ પૃષ્ઠભૂમિમાં, ઇરાને યુએસ સમક્ષ યુદ્ધ રોકવા માટે પાંચ મુખ્ય શરતોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ શરતો પ્રાદેશિક સુરક્ષા, નુકસાન ભરપાઈ અને ભવિષ્યની સ્થિરતાને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે.

ઇરાનની પ્રથમ શરત એ છે કે તેના પર થયેલા તમામ હુમલાઓ તાત્કાલિક બંધ કરવામાં આવે. આ ઉપરાંત, ભૂતકાળમાં ઇરાન પર થયેલા હુમલાઓ માટે યોગ્ય વળતર અથવા જવાબદારી સ્વીકારવામાં આવે તેવી પણ માંગ છે. ઇરાનનું માનવું છે કે તેના પર થયેલા કૃત્યોની ભરપાઈ થવી અનિવાર્ય છે.

બીજી મહત્વપૂર્ણ શરત ભવિષ્યની સુરક્ષા સાથે સંબંધિત છે. ઇરાન એવી ખાતરી અને સુરક્ષા (એશ્યોરન્સ) ઇચ્છે છે કે ભવિષ્યમાં તેના પર કોઈપણ મોટા હુમલાઓ થશે નહીં. આ માટે અમેરિકા તરફથી સ્પષ્ટ અને મજબૂત પ્રતિબદ્ધતાની માંગ કરવામાં આવી છે, જેથી ઇરાન તેની સીમાઓ અને સાર્વભૌમત્વની સુરક્ષા અંગે નિશ્ચિંત રહી શકે.

ત્રીજી શરત યુદ્ધના કારણે થયેલા નુકસાનની ભરપાઈ સાથે સંબંધિત છે. ઇરાન યુદ્ધના પરિણામે થયેલા તમામ ભૌતિક અને આર્થિક નુકસાન માટે વળતરની માંગ કરી રહ્યું છે. અગાઉ પણ ઇરાન દ્વારા આ પ્રકારના નુકસાનની ભરપાઈ (રિએમ્બર્સમેન્ટ) માટેની વાત કરવામાં આવી હતી. આ શરત સંઘર્ષના ભોગ બનેલા વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી માનવામાં આવે છે.

ચોથી શરત સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધવિરામની ઘોષણા કરવાની છે. ઇરાન ઇચ્છે છે કે માત્ર ઇરાન-ઇઝરાયેલ સંઘર્ષ જ નહીં, પરંતુ સમગ્ર ગલ્ફ ક્ષેત્રમાં સત્તાવાર રીતે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે. આ પગલું મધ્ય પૂર્વમાં વ્યાપક શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે, જેનાથી તણાવમાં ઘટાડો થશે.

અંતિમ અને પાંચમી મુખ્ય શરત હોર્મુઝ ખાડી પર ઇરાનના હક અને નિયંત્રણ સાથે સંબંધિત છે. ઇરાન માંગ કરે છે કે હોર્મુઝ ખાડી પર તેનો અધિકાર જાળવી રાખવામાં આવે અને ત્યાંથી પસાર થતા તમામ જહાજો પર ઇરાનનું સેક્શન (નિયંત્રણ અથવા દેખરેખ) હોવું જરૂરી છે. હોર્મુઝ ખાડી વૈશ્વિક તેલ પરિવહન માટે એક વ્યૂહાત્મક મહત્વનો માર્ગ હોવાથી, આ શરત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શક્તિ સંતુલન માટે ગંભીર અસરો ધરાવે છે.

આ શરતો ઇરાન દ્વારા અમેરિકા સમક્ષ રજૂ કરવામાં આવી છે, કારણ કે અમેરિકા પોતે પણ આ પ્રાદેશિક યુદ્ધનો અંત લાવવા માટે ઉત્સુક છે. નોંધનીય છે કે આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે છેલ્લા 72 કલાકથી ઇરાન ઇઝરાયેલમાં ભીષણ હુમલાઓ કરી રહ્યું છે અને સંઘર્ષ ચરમસીમાએ છે. ઇરાનની આ માંગણીઓ વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિમાં શાંતિ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ બની શકે છે.

વાહન ચાલકો પર સીધી અસર, નાયરાએ વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કિંમત

Breaking News: ક્રિપ્ટો માર્કેટમાં ‘બ્લેક થર્સડે’: માત્ર 24 કલાકમાં ₹4.70 લાખ કરોડ સ્વાહા, બિટકોઈન અને ઈથેરિયમ પત્તાના મહેલની જેમ ધરાશાયી

Breaking News: IPL 2026 ના સંપૂર્ણ શેડ્યૂલ વિશે 10 મોટી વાતો, લખનૌ સુપરજાયન્ટ્સ સાથે સૌથી થયો અન્યાય!

Breaking News: IPL 2026 ના સંપૂર્ણ શેડ્યૂલ વિશે 10 મોટી વાતો, લખનૌ સુપરજાયન્ટ્સ સાથે સૌથી થયો અન્યાય!

IPLની 19મી સિઝનનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. શરૂઆતમાં, 28 માર્ચથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ માટે ફક્ત 20 મેચો જ શેડ્યૂલ કરવામાં આવી હતી, પરંતુ ગુરુવારે, BCCI એ સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું. જોકે, પ્લેઓફ અને ફાઇનલ માટેના સ્થળો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

કુલ 12 શહેરોમાં મેચો

આ IPL શેડ્યૂલમાં, કુલ 12 શહેરોમાં મેચો રમાશે, અને RCB ટીમ બેંગલુરુ અને રાયપુરમાં તેના હોમ મેચ રમશે. આ સિઝનમાં કુલ 8 ડબલહેડર્સ રમાશે. ચાલો હવે તમને જણાવીએ કે IPLના સંપૂર્ણ શેડ્યૂલમાં 10 ટીમો વિશે કઈ 10 મોટી બાબતો પ્રકાશમાં આવી છે. લખનૌ સુપરજાયન્ટ્સ સૌથી વધુ નુકસાન સહન કરી રહ્યું હોય તેવું લાગે છે, ચાલો તમને જણાવીએ કે કેવી રીતે.

 

IPL 2026 ના સમયપત્રક વિશે 10 મોટી વાતો

  1. IPL 2026 માં KKR એકમાત્ર એવી ટીમ છે જે સતત ચાર મેચ બહાર રમશે. તેઓ બે વાર સતત ત્રણ મેચ હોમ ગ્રાઉન્ડ પર રમશે.
  2. ચેન્નાઈ સુપર કિંગ્સ સતત ત્રણ મેચ બહાર રમશે, જેમાં તેમની છેલ્લી ચાર મેચોમાંથી ત્રણ તેમના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં રમાશે.
  3. દિલ્હી કેપિટલ્સ ઘરઆંગણેથી સતત ત્રણ મેચ બહાર રમશે, પરંતુ ટુર્નામેન્ટની મધ્યમાં આ ટીમ તેના ઘરઆંગણે અરુણ જેટલી સ્ટેડિયમમાં 5 માંથી 4 મેચ રમવા જઈ રહી છે.
  4. મુંબઈ ઈન્ડિયન્સ સતત ત્રણ મેચ બહાર રમશે અને ત્યારબાદ આગામી પાંચમાંથી ચાર મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
  5. આ વખતે, RCB બે હોમ મેચ બાદ બે અવે મેચ રમશે. ત્યારબાદ, તેઓ ઘરેલુ મેદાન પર સતત ત્રણ મેચ રમશે, ત્યારબાદ સતત ત્રણ અવે મેચ રમશે. છેલ્લે, ટીમ બે હોમ મેચ અને બે અવે મેચ રમશે.
  6. રાજસ્થાન રોયલ્સ તેમની પહેલી ચાર મેચમાંથી ત્રણ ઘરેલુ મેદાન પર અને પછી સતત ત્રણ મેચ બહાર રમશે.
  7. ગુજરાત ટાઇટન્સ સતત ત્રણ મેચ ઘરઆંગણે એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે પરંતુ તેની પહેલી ચાર મેચમાંથી ત્રણ મેચ બહાર રમાશે.
  8. પંજાબ કિંગ્સે તેમની છેલ્લી 4 લીગ મેચોમાંથી 3 તેમના હોમ સ્ટેડિયમમાં રમવાની છે.
  9. સનરાઇઝર્સ હૈદરાબાદ ઘરેલુ મેદાન પર સતત ત્રણ મેચ રમશે પરંતુ તેમની પહેલી ચાર મેચમાંથી ત્રણ બહાર રમશે.
  10. લખનૌની ટીમ સમગ્ર સિઝન દરમિયાન સતત પ્રવાસ કરશે. તેઓ સતત બેથી વધુ મેચ ઘરે અને બહાર રમશે નહીં.

Breaking News: BCCIએ IPLનું સંપૂર્ણ શેડ્યૂલ કર્યું જાહેર, 12 શહેરોમાં મેચો યોજાશે

LIC પર ઇન્કમ ટેક્સ વિભાગની મોટી સ્ટ્રાઈક: ₹7100 કરોડનો ટેક્સ અને વ્યાજ ચૂકવવા ફટકાર્યો આદેશ; શેરધારકોમાં ફફડાટ

ભારતીય જીવન વીમા નિગમ (LIC) ને આવકવેરા વિભાગ તરફથી નાણાકીય વર્ષ 2021-22 માટે એક મોટો ડિમાન્ડ ઓર્ડર પ્રાપ્ત થયો છે. 25 માર્ચે શેરબજારને આપેલી માહિતી મુજબ, ઇન્કમ ટેક્સ વિભાગની એસેસમેન્ટ યુનિટે કંપની પાસેથી ₹6,146 કરોડનો આવકવેરો અને ₹953 કરોડના વ્યાજની માંગ કરી છે. આ માંગ એસેસમેન્ટ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવેલી વિવિધ ગણતરીઓ અને એડજસ્ટમેન્ટના આધારે સામે આવી છે.

અપીલની તૈયારીમાં LIC

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઓર્ડર સામે અપીલ કરી શકાય તેમ છે અને તે તેને આવકવેરા કમિશનર (અપીલ) સમક્ષ પડકારશે. LIC નું કહેવું છે કે તે ઉપલબ્ધ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરીને આ ટેક્સ ડિમાન્ડને પડકારવાની પ્રક્રિયા અપનાવશે, જેનાથી આ મામલે અંતિમ નિર્ણય આગળની સુનાવણી પછી જ નક્કી થશે.

કયા કારણોસર ટેક્સની માંગ વધી

આવકવેરા વિભાગે એસેસમેન્ટ દરમિયાન અનેક મુદ્દાઓમાં ફેરફાર કર્યા છે, જેમાં વચગાળાના બોનસને આવકમાં ઉમેરવું, જીવન સુરક્ષા ફંડના નુકસાનને આવક તરીકે સામેલ કરવું અને નેગેટિવ રિઝર્વ્સને આવક માનવી મુખ્ય છે. આ ઉપરાંત, વિભાગે સેક્શન 80M હેઠળ લેવામાં આવેલા કેટલાક ડિડક્શન નકારી કાઢ્યા છે અને TDS જમા કરવામાં વિલંબ સાથે જોડાયેલા વ્યાજને પણ માન્ય રાખ્યું નથી. આ તમામ કારણોસર કુલ ટેક્સ જવાબદારીમાં નોંધપાત્ર વધારો થયો છે.

શું અસર થશે?

LIC એ તેના નિવેદનમાં જણાવ્યું છે કે આ આદેશની નાણાકીય અસર માત્ર માંગવામાં આવેલી ટેક્સ અને વ્યાજની રકમ સુધી મર્યાદિત છે અને તેનાથી કંપનીના સંચાલન અથવા અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર કોઈ નોંધપાત્ર અસર પડશે નહીં. કંપનીએ રોકાણકારોને ખાતરી આપી છે કે તેનો વ્યવસાય સામાન્ય રીતે ચાલતો રહેશે.

પેસેન્જરના સ્વાસ્થ્ય સાથે ચેડાં, વંદે ભારત એક્સપ્રેસમાં ફૂડ વેન્ડરની લાપરવાહી જોઈ તમે પણ ચોંકી જશો, જુઓ વાયરલ VIDEO!

Breaking News: હર્ષિત રાણાની જગ્યાએ આ ભારતીય ખેલાડીનો  KKRમાં સમાવેશ, જાણો કેટલો મળશે પગાર

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર નવદીપ સૈનીનો આખરે IPLમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૈનીને હર્ષિત રાણાના સ્થાને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નવદીપ સૈની આ સિઝનમાં IPL હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો, પરંતુ આ વખતે હર્ષિત રાણાની ઈજાને કારણે તેણે KKR ટીમમાં સ્થાન મેળવ્યું છે. હર્ષિત રાણા T20 વર્લ્ડ કપ પહેલા ઈજાગ્રસ્ત હતો અને તેમાં રમી શક્યો ન હતો, અને હવે તેને IPLમાંથી પણ બહાર બેસવું પડ્યું છે, પરંતુ તેની ઈજાએ નવદીપ સૈનીને તક આપી છે.

નવદીપ સૈનીને કેટલો પગાર મળશે?

કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે આ સિઝન માટે નવદીપ સૈનીને 75 લાખ રૂપિયા મળશે. IPL ના નિયમો અનુસાર, રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરાયેલા ખેલાડીઓને તેના બેઝ પ્રાઈસ પર જાળવી રાખવામાં આવે છે. નવદીપ સૈનીએ 32 IPL મેચ રમી છે અને 23 વિકેટ લીધી છે. તે છેલ્લે 2023 માં IPL રમ્યો હતો, જ્યાં તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા બે મેચ માટે પસંદ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે ત્રણ વિકેટ લીધી હતી. સૈનીએ 2019 માં RCB માં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે 11 વિકેટ લીધી હતી. જોકે, ત્યારથી તેનું પ્રદર્શન ઘટ્યું છે.

 

નવદીપ સૈનીની કારકિર્દી

નવદીપ સૈનીએ ટીમ ઈન્ડિયા માટે બે ટેસ્ટ રમી છે, જેમાં ચાર વિકેટ લીધી છે. તેણે આઠ વનડેમાં છ વિકેટ પણ લીધી છે. તેણે 11 T20Iમાં 13 વિકેટ લીધી છે. T20I તેનો ઈકોનોમી રેટ માત્ર 7.1 હોવા છતાં, તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ ખેલાડી છેલ્લા પાંચ વર્ષથી ભારતીય ટીમની બહાર છે. તેણે પોતાની છેલ્લી મેચ 2021માં રમી હતી.

IPL 2026 માટે KKR ટીમ

અજિંક્ય રહાણે, રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, મનીષ પાંડે, ફિન એલન, તેજસ્વી સિંહ, રાહુલ ત્રિપાઠી, ટિમ સેફર્ટ, રોવમેન પોવેલ, અનુકુલ રોય, કેમેરોન ગ્રીન, સાર્થક રંજન, દક્ષ કામરા, રચિન રવીન્દ્ર, રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, બ્લેસિંગ મુઝરાબાની, વૈભવ અરોરા, મેથીસા પથિરાના, કાર્તિક ત્યાગી, પ્રશાંત સોલંકી, સૌરભ દુબે, નવદીપ સૈની, ઉમરાન મલિક અને વરુણ ચક્રવર્તી.

Breaking News: IPL 2026માં ફક્ત ભારતીય કેપ્ટનોનું શાસન, 19 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું

Breaking News: ‘ધુરંધર 2’ એ તો હદ કરી… 6 દિવસમાં જ મચાવી દીધી ધૂમ, વિદેશમાં તોડ્યા 6 બ્લોકબસ્ટર ફિલ્મના રેકોર્ડ

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ અત્યારે સિનેમા જગતમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલી ફિલ્મ બની છે. ખાસ કરીને કમાણીની બાબતમાં જે રીતે ‘ધુરંધર: ધ રિવન્જ’ પ્રદર્શન કરી રહી છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે, હિન્દી સિનેમાનો નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે.

હવે સમાચાર મળી રહ્યા છે કે, વિદેશમાં પણ ‘ધુરંધર 2’ એ તોફાની કલેક્શન કરીને મોટો રેકોર્ડ બનાવ્યો છે. યુનાઇટેડ કિંગડમ (UK) માં આ ફિલ્મે 6 બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

વિદેશમાં છવાઈ ‘ધુરંધર 2’

અત્યાર સુધી ‘ધુરંધર 2’ ની રિલીઝને 6 દિવસના સમયમાં જ ધમાકેદાર કમાણી કરી બતાવી છે. માત્ર ભારતીય બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ વિદેશમાં પણ આ મૂવી બમ્પર કલેક્શન કરી રહી છે. આ અંગેની માહિતી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આપી છે.

તરણ આદર્શના જણાવ્યા અનુસાર, રિલીઝના માત્ર 6 દિવસમાં જ ધુરંધર 2 એ વિદેશોમાં (ઓવરસીઝ) 250 કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ રીતે ‘ધુરંધર: ધ રિવન્જ’ એ ઇન્ટરનેશનલ માર્કેટમાં સફળતાનો ઝંડો લહેરાવી દીધો છે. આ સાથે જ યુનાઇટેડ કિંગડમ (UK) માં આ મૂવીએ કમાણીનો મહા-રેકોર્ડ બનાવતા £ 2,460,523 (પાઉન્ડ) નો કારોબાર કર્યો છે.

આ સાથે જ ‘ધુરંધર 2’ યુકેમાં સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. ‘ધુરંધર: ધ રિવન્જ’ એ આ દિગ્ગજ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે:

  1. ચેન્નાઈ એક્સપ્રેસ
  2. પદ્માવત
  3. દિલવાલે
  4. રોકી ઔર રાની કી પ્રેમ કહાની (RRKPK)
  5. પીકે (PK)
  6. એનિમલ

ધુરંધર 2 નું વર્લ્ડવાઇડ કલેક્શન

વિદેશમાં થયેલી આ કમાણીને કારણે ‘ધુરંધર 2’ નું વર્લ્ડવાઇડ કલેક્શન ખૂબ જ ઊંચું રહ્યું છે. અત્યાર સુધી આ ફિલ્મ વૈશ્વિક સ્તરે 915 કરોડથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે. એવું માનવામાં આવે છે કે, ‘ધુરંધર: ધ રિવન્જ’ સૌથી વધુ વર્લ્ડવાઇડ કલેક્શન કરનારી બોલિવૂડ ફિલ્મ પણ બની શકે છે.

Breaking News : ધુરંધર 2 ના આ નાના ચહેરાઓએ ચાહકોના દિલમાં બનાવ્યું મોટું સ્થાન, જુઓ ફોટો

Breaking News: IPL 2026માં ફક્ત ભારતીય કેપ્ટનોનું શાસન, 19 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું

IPL 2026 શરૂઆત પહેલા જ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ વખતે લીગમાં એક એવો રેકોર્ડ બનવાનો છે, જે અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. તમામ 10 ટીમોની કમાન ભારતીય ખેલાડીઓના હાથમાં હશે, જે લીગના ઈતિહાસમાં મહત્વપૂર્ણ ક્ષણ માનવામાં આવે છે.

તમામ ટીમોના કેપ્ટન ભારતીય

અગાઉ પણ કેટલીક સિઝનમાં તમામ ટીમોના કેપ્ટન ભારતીય રહ્યા હતા, પરંતુ તે સમયે ટીમોની સંખ્યા ઓછી હતી. હવે 10 ટીમો સાથે આ સિદ્ધિ પહેલીવાર પ્રાપ્ત થઈ છે, જે ભારતીય ક્રિકેટની મજબૂતી અને પ્રતિભાનું પ્રતિબિંબ છે.

 

કમિન્સ ઈજાગ્રસ્ત, ઈશાન કેપ્ટન

આ બદલાવ પાછળ એક મહત્વપૂર્ણ કારણ પેટ કમિન્સની ઈજા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે તે ઉપલબ્ધ નહીં હોવાથી, ટીમની કમાન ઈશાન કિશનને સોંપવામાં આવી છે. આથી હવે તમામ ટીમો ભારતીય કેપ્ટન હેઠળ રમશે.

 

10 ટીમના 10 કેપ્ટન

આ સિઝનમાં રજત પાટીદાર (RCB), અજિંક્ય રહાણે (KKR), શ્રેયસ અય્યર (PBKS), રિષભ પંત (LSG), હાર્દિક પંડ્યા (MI), રિયાન પરાગ (RR), ઋતુરાજ ગાયકવાડ (CSK), અક્ષર ટીમ (DC) અને શુભમન ગિલ (GT) ટીમોની કપ્તાની કરશે. ખાસ વાત એ છે કે ઈશાન કિશનને પહેલીવાર IPLમાં (SRH) કેપ્ટનશીપ કરવાનો મોકો છે. જોકે, તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની નેતૃત્વ ક્ષમતા સાબિત કરી છે અને ઝારખંડને મોટી જીત અપાવી છે.

ભારતીય ક્રિકેટમાં નેતૃત્વ માટે પૂરતી પ્રતિભા

IPL 2026ની આ ખાસિયત દર્શાવે છે કે ભારતીય ક્રિકેટમાં નેતૃત્વ માટે પૂરતી પ્રતિભા છે. આ સિઝન યુવા કેપ્ટનો માટે પોતાની ક્ષમતા સાબિત કરવાનો સારો મોકો બની શકે છે અને ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાને પણ મજબૂત નેતૃત્વ આપી શકે છે.

Breaking News: 31,000 કરોડમાં વેચાઈ RCB-રાજસ્થાન રોયલ્સ, જાણો BCCI ને કેટલા કરોડ રૂપિયા મળ્યા?

Breaking News: ગુજરાતમાં હવે ‘અશાંત વિસ્તાર’ કહેવાશે ‘નિર્દિષ્ટ વિસ્તાર’; વિધાનસભામાં બહુમતીથી અશાંતધારા ‘સુધારા બીલ’ પસાર

ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક-2026 બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ રજૂ કરેલા આ વિધેયક મુજબ, રાજ્યમાં સામાજિક સદભાવ જાળવવા માટે અશાંતધારાના વ્યાપમાં મોટા ફેરફારો કરાયા છે. હવે જે વિસ્તારોમાં શાંતિ ભંગ થવાની સંભાવના હોય તેને પણ ‘નિર્દિષ્ટ વિસ્તાર’ જાહેર કરી શકાશે.

નવા કાયદાની મુખ્ય જોગવાઈઓ:

કલેક્ટરની સત્તા: મિલકતની તબદીલીમાં ગેરરીતિ જણાય તો કલેક્ટર સીધી તપાસ કરી મિલકત આંચકી મૂળ માલિકને અપાવી શકશે.

કડક સજા: કાયદાના ભંગ બદલ હવે 5 વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવી છે.

SIT ની રચના: મિલકતના સોદાઓની તપાસ માટે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ વડા SIT ની મદદ લેશે.

લોન સુવિધા: લોકોની આર્થિક જરૂરિયાતને ધ્યાને રાખી હવે નિર્દિષ્ટ વિસ્તારની મિલકત ગિરો મૂકી બેંકમાંથી લોન મેળવી શકાશે.

પુનઃ સમીક્ષા: કલેક્ટરની મંજૂરી બાદ પણ રાજ્ય સરકાર ‘સુઓ મોટો’ સત્તાથી સોદાની ફરી તપાસ કરી શકશે.

આ સુધારા દ્વારા સરકાર નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું બળજબરીપૂર્વક થતું વેચાણ અટકાવવા કટિબદ્ધ છે.

Breaking News: રાજકોટમાં માનવતા મરી પરવારી? 108 એમ્બ્યુલન્સમાં દર્દી કણસતો રહ્યો અને બહાર ચાલક ટેમ્પો ચાલક સાથે 10 મિનિટ સુધી ઝઘડતો રહ્યો

હવે ટ્રેન ઉપડવાના માત્ર 30 મિનિટ પહેલા પણ બદલી શકશો ‘બોર્ડિંગ સ્ટેશન’; મુસાફરો માટે ખુશખબર

ભારતીય રેલવેએ મુસાફરોની મુસાફરીને વધુ લવચીક અને આસાન બનાવવા માટે ‘બોર્ડિંગ સ્ટેશન’ (જ્યાંથી ટ્રેનમાં ચઢવાનું હોય) ના નિયમોમાં સુધારો કર્યો છે. ખાસ કરીને વ્યસ્ત સીઝન અને ઇમરજન્સી પ્લાનિંગ માટે આ ફેરફાર ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

શું બદલાયો છે નિયમ?

અત્યાર સુધી મુસાફરોએ ચાર્ટ બનતા પહેલા બોર્ડિંગ સ્ટેશન બદલવું પડતું હતું, જે સામાન્ય રીતે ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા થતું હતું. પરંતુ હવે નવા નિયમ મુજબ:

  • મુસાફરો ટ્રેન ઉપડવાના માત્ર 30 મિનિટ પહેલા સુધી પોતાનું સ્ટેશન બદલી શકશે.
  • જો તમે અમદાવાદથી ટિકિટ લીધી હોય પણ હવે દિલ્હીથી ટ્રેનમાં બેસવું હોય, તો તમે છેલ્લા સમયે આ ફેરફાર કરી શકશો.
  • આ સુવિધા આવતા મહિનાથી તમામ રિઝર્વ ટ્રેનોમાં અમલી બનશે.

બોર્ડિંગ સ્ટેશન બદલવાના ખાસ નિયમો:

  • અધિકાર જશે: એકવાર બોર્ડિંગ સ્ટેશન બદલ્યા પછી, મુસાફર અગાઉના (મૂળ) સ્ટેશનથી ટ્રેનમાં ચઢવાનો અધિકાર ગુમાવશે.
  • દંડની જોગવાઈ: જો તમે બોર્ડિંગ સ્ટેશન બદલ્યા વગર અન્ય સ્ટેશનથી ટ્રેનમાં ચઢતા પકડાયા, તો મૂળ સ્ટેશનથી નવા સ્ટેશન સુધીનું ભાડું અને દંડ ભરવો પડશે.
  • રિફંડ: બોર્ડિંગ સ્ટેશન બદલવા પર ભાડામાં કોઈ રિફંડ મળવાપાત્ર રહેશે નહીં.

ક્યારે નહીં મળે આ સુવિધા?

  • જો તમારી ટિકિટ જપ્ત અથવા સીઝ કરવામાં આવી હોય.
  • જો PNR માં VIKALP (વિકલ્પ) યોજના પસંદ કરેલી હોય.
  • વિન્ડો (કાઉન્ટર) પરથી લીધેલી ટિકિટ માટે ઓનલાઇન સ્ટેશન બદલવાની સુવિધા મળશે નહીં.
  • જો બુકિંગ વખતે જ બોર્ડિંગ સ્ટેશન બદલાવેલું હોય, તો માત્ર એક જ વાર ફરીથી બદલવાની તક મળશે.

રેલવેનો આ નવો નિર્ણય એવા મુસાફરો માટે વરદાન છે જેઓ છેલ્લા સમયે મુસાફરીના પ્લાનમાં ફેરફાર કરે છે. હવે તમારે ટ્રેન પકડવા માટે દૂરના સ્ટેશન સુધી દોડવાની જરૂર નથી, જો ટ્રેન તમારા નજીકના સ્ટેશન પર ઉભી રહેતી હોય તો તમે ઘરે બેઠા જ સ્ટેશન ચેન્જ કરી શકો છો.

શું તમારી બાલ્કનીમાં પણ કબૂતરોએ મચાવ્યો છે આતંક ? આ 9 સિક્રેટ ટિપ્સ અપનાવો એક પણ કબૂતર ફરકશે નહીં

આ પણ વાંચો: મોબાઇલ એપથી આધાર અપડેટ કરવાની સરળ રીત, ઘરે બેઠા આ રીતે કરો નંબર અપડેટ

હોઠની ઉપર રહેલો આ નાનકડો ખાડો શું છે ? વિજ્ઞાન અને જ્યોતિષની દૃષ્ટિએ જાણો તેનું રહસ્ય, વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News: અમદાવાદના મણિનગરમાં મચ્યો હાહાકાર: ન્યૂ ક્લોથ માર્કેટની 10 દુકાનોમાં ભીષણ આગ

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સુમેલ-1 ન્યૂ ક્લોથ માર્કેટના C બ્લોકમાં આજે સવારે અચાનક આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ઇલેક્ટ્રિક ડક્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, જેણે જોતજોતામાં આસપાસની 10 દુકાનોને પોતાની લપેટમાં લીધી હતી.

આગને કારણે આખા બિલ્ડિંગમાં કાળો ડિબાંગ ધુમાડો ફેલાઈ જતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા ટેરેસ તરફ દોડ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને ટેરેસ પર ફસાયેલા 8 જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી નીચે ઉતાર્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

India Healthcare Crisis: યુદ્ધના કારણે ‘જીવન રક્ષક’ ગેસની અવગણના, શું ભારત પર મંડરાઈ રહ્યું છે મેડિકલ ઈમરજન્સીનું મોટું જોખમ?

Breaking News: 15,000 કરોડ રૂપિયામાં ટીમ ખરીદનાર રાજસ્થાન રોયલ્સનો નવો માલિક કાલ સોમાણી કોણ છે?

NATO એ સાથના આપતા નિરાશ થયેલા ટ્રમ્પ ભડક્યા ! હોર્મુઝની સુરક્ષા તમે પોતે કરો, અમે નહીં આવીએ!

વિશ્વના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીને સુરક્ષિત રાખવાના પોતાના વાદાઓમાંથી પીછેહઠ કરી છે. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકા આ રસ્તાનો ઉપયોગ કરતું નથી, તો પછી અમેરિકી સેના ત્યાં કેમ તૈનાત રહે?

ટ્રમ્પની સોશિયલ મીડિયા પર ‘ધડાકાભેર’ પોસ્ટ

ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, “હોર્મુઝની સુરક્ષાની જવાબદારી એ દેશોની છે જે તેનો ઉપયોગ કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સ આ માર્ગનો ઉપયોગ નથી કરતું! જો અન્ય દેશો મદદ માંગશે તો અમે વિચારીશું, પરંતુ ઈરાનનો ખતરો ખતમ થયા પછી અમારી જરૂર રહેવી જોઈએ નહીં.” આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ આ માર્ગ જોખમી બન્યો છે.

48 કલાકનું અલ્ટીમેટમ અને યુ-ટર્ન

રસપ્રદ વાત એ છે કે, હજુ 22 માર્ચે જ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું કે જો આ રસ્તો ખોલવામાં નહીં આવે તો અમેરિકા ઈરાનના પાવર ગ્રીડને ‘માટીમાં મેળવી દેશે’. પરંતુ હવે અચાનક અમેરિકાએ આ મામલે પલ્લું ઝાડી દેતા પશ્ચિમી દેશોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ મધ્ય-પૂર્વમાં અમેરિકી સૈન્ય હસ્તક્ષેપ ઓછો કરવા માંગે છે.

ભારત માટે કેમ ચિંતાનો વિષય?

હોર્મુઝની ખાડી ભારત માટે લાઈફલાઈન સમાન છે:

  • કાચું તેલ: ભારતની જરૂરિયાતનું 40% ક્રૂડ ઓઈલ આ રસ્તેથી આવે છે.
  • LNG ગેસ: ભારતનો 54% ગેસ (LNG) સપ્લાય આ માર્ગ પર નિર્ભર છે.
    જો આ રસ્તો બંધ રહે અથવા સુરક્ષા ન મળે, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગેસની ભારે તંગી સર્જાઈ શકે છે. અત્યારે પણ ઘણા રાજ્યોમાં ગેસ સંકટની શરૂઆત થઈ ચૂકી છે.

ટ્રમ્પના આ વલણથી હવે ભારત જેવા દેશોએ પોતાની ઉર્જા સુરક્ષા માટે જાતે જ મેદાનમાં ઉતરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો અમેરિકા મદદ નહીં કરે, તો વૈશ્વિક તેલ બજારમાં ભયાનક તેજી આવી શકે છે.

Wedding Ritual: ભારતનું એક એવું ગામ જ્યાં માણસો નહીં પણ દેડકા પરણે છે ! આખું ગામ બને છે જાનૈયા અને શાસ્ત્રોક્ત વિધિથી થાય છે લગ્ન

Breaking News : યુદ્ધના 24મા દિવસે ઘૂંટણીએ પડેલા ડોનાલ્ડ ટ્રમ્પે કેમ સામેથી યુદ્ધવિરામ અને ઈરાન સાથે વાતચીતની કરી વાત ? જાણો Inside Story

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર આઠ કલાકના સમયગાળામાં ઈરાન સાથેના યુદ્ધ અંગે યુ-ટર્ન લીધો છે. શરૂઆતમાં સત્તાના ઉપયોગ દ્વારા શાંતિ પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા લેનારા ટ્રમ્પે હવે જાહેરાત કરી છે કે તેઓ પાંચ દિવસ બળનો ઉપયોગ નહીં કરે. ટ્રમ્પના મતે, ઈરાન સાથે યુદ્ધવિરામ અંગે હાલમાં ચર્ચા ચાલી રહી છે. આ વાટાઘાટો આખા અઠવાડિયા દરમિયાન ચાલુ રહેવાની અપેક્ષા છે. પરિણામે, ઈરાનની કોઈપણ હુમલો કરવામાં નહીં આવે. જો કે ઈરાને આ સમગ્ર ઘટનાક્રમને ટ્રમ્પની હાર તરીકે દર્શાવ્યો છે. સરકારી મીડિયા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના યુદ્ધમાંથી પીછેહઠ કરી છે.

24દિવસના સંઘર્ષ દરમિયાન, ઈરાને ડ્રોન, મિસાઈલ અને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણનો ઉપયોગ કરીને, યુનાઇટેડ સ્ટેટ્સને ઘૂંટણિયે લાવી દીધુ. આ જ કારણ છે કે ટ્રમ્પે આજે સોમવારે સવારે યુદ્ધને લંબાવવાને બદલે વિરામની હિમાયત કરી રહ્યા છે. યુદ્ધવિરામની હાકલ કરવાનું ટ્રમ્પે કેમ શરૂ કર્યું. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આ બધું કેવી રીતે થયું?

અમેરિકા વધુ લશ્કરી કાર્યવાહીથી પાછળ હટી ગયું

જ્યારે યુદ્ધ પહેલી વાર ફાટી નીકળ્યુ, ત્યારે મોસાદે યુએસ રાષ્ટ્રપતિને એક બ્રીફિંગ રજૂ કરી હતી. આ બ્રીફિંગમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે, હવાઈ હુમલાના પ્રારંભિક તબક્કા પછી, ઈરાની જનતા વિરોધમાં રસ્તાઓ પર ઉતરશે. મોસાદે એવી આગાહી કરી હતી કે, જો જનતા મેદાનમાં ઉતરશે તો, ઈરાનની ઈસ્લામિક રિપબ્લિકની સરકારને સત્તા પરથી ઉથલી જશે.

મોસાદની આ વાતને સાચી માનીને, ટ્રમ્પે ઇઝરાયલની સાથે મળીને 28મી ફેબ્રુઆરીના રોજ, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની હત્યા કરી. અમેરિકા-ઈઝરાયેલે ઈરાનના અલી લારીજાનીની પણ હત્યા કરી. છતાં, આટલી મોટી કાર્યવાહી છતાં, ઈરાની જનતા રસ્તાઓ પર ઉતરી ના હતી.

અમેરિકા પર ગલ્ફ રાષ્ટ્રોનું દબાણ

અમેરિકા ઉપર ગલ્ફ રાષ્ટ્રો ખાસ કરીને ઓમાન, કતાર અને સાઉદી અરેબિયા તરફથી દબાણ આવ્યું હતું. આ દેશોએ દલીલ કરી હતી કે, જ્યારે ઇઝરાયલ યુદ્ધનો લાભ મેળવી રહ્યું હતું, ત્યારે તેઓ નુકસાનનો ભોગ બન્યા હતા. ગલ્ફ રાષ્ટ્રોએ એવો પણ સંકેત આપ્યો હતો કે, તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તેમના રાજદ્વારી સંબંધોના સ્વરૂપ પર પુનર્વિચાર કરી શકે છે.

અમેરિકા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બંનેનું ગલ્ફ ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ છે. *એક મીડિયા અહેવાલ મુજબ, જો અમેરિકા ઈરાનના કોઈપણ ક્રુડ-ગેસ માળખા પર હુમલો કરે, તો તેહરાને પહેલાથી જ ગલ્ફ રાષ્ટ્રોને પાયમાલ કરવાની યોજના બનાવી લીધી હતી. ઈરાને આ યોજના હેઠળ, બહેરીન, જોર્ડન, સાઉદી અરેબિયા, કતાર અને કુવૈતમાં તેલ અને ગેસ સુવિધાઓ હુમલાઓ કર્યાં પણ ખરા.

કતરે તાજેતરમાં જ યુનાઇટેડ સ્ટેટ્સ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. ગલ્ફ રાષ્ટ્રો મક્કમ હતા કે તેમના પ્રદેશો અને સુવિધાઓ પર લશ્કરી હુમલા ન કરવા જોઈએ.

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો કોઈ વ્યવહારુ વિકલ્પ ના મળ્યો

મીડિયા રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ડેન કોટ્સ સાથે હોર્મુઝ સ્ટ્રેટ અંગે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન, ટ્રમ્પે કોટ્સને પૂછ્યું: “તમે લોકો હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ જહાજો કેમ નથી મોકલી રહ્યા?” કોટ્સે જવાબ આપ્યો કે યુદ્ધ જહાજો તહેનાત કરીને હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિનો ઉકેલ લાવી શકાતો નથી. કોટ્સના મતે, હોર્મુઝ સ્ટ્રેટ એક અત્યંત સાંકડો જળમાર્ગ છે. જો ત્યાં યુદ્ધ જહાજો તહેનાત કરવામાં આવે, તો આ સામુદ્રધુની લાંબા સમય સુધી અવરોધિત રહી શકે છે. એક એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે જે વૈશ્વિક કટોકટીનું કારણ બની શકે છે. કોટ્સે વધુમાં નોંધ્યું હતું કે આવા મર્યાદિત પાણીમાં એક નાનું ઈરાની જહાજ પણ યુએસ યુદ્ધ જહાજને નુકસાન પહોંચાડી શકે છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ માટે ખૂબ જ શરમજનક પરિણામ હશે.

નાટો અને વૈશ્વિક સમુદાય તરફથી સમર્થન નહીં

શરૂઆતમાં, ટ્રમ્પે અનુમાન લગાવ્યું હતું કે, ઈરાન સામે સંભવિત સંઘર્ષમાં તેમને નાટો અથવા વિશ્વભરના અન્ય રાષ્ટ્રો તરફથી સમર્થન મળશે. જો કે, જ્યારે સહાયનો સમય આવ્યો, ત્યારે આ બધા રાષ્ટ્રોએ તેમનો ટેકો પાછો ખેંચી લીધો. આખરે, હોર્મુઝ સામુદ્રધુની પરના મુકાબલામાં એક પણ દેશ યુનાઇટેડ સ્ટેટ્સની સાથે ઉભો રહ્યો નહીં. શરૂઆતમાં, ટ્રમ્પે નાટો અને યુરોપ પર પણ પ્રહારો કર્યા, પરંતુ અંતે, ટ્રમ્પે પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો.

Breaking News : ઈરાન ઈઝરાયેલ યુદ્ધ 23 દિવસ : મધ્ય પૂર્વના કયાં દેશમાં કેટલા લોકો મર્યાં ?

 

Breaking News: રૈના, હરભજન અને હેડન આવ્યા, તો પછી ચેન્નાઈનો શ્રેષ્ઠ બોલર CSK ફેન્સ ઈવેન્ટમાં કેમ ન આવ્યો?

Breaking News : MCXમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, હજુ વધુ ઘટાડાના એંધાણ

અમદાવાદમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો નોંધાયો છે. છેલ્લા થોડા દિવસોમાં કિંમતોમાં થયેલા આ ઘટાડાએ રોકાણકારો અને ગ્રાહકો બંનેનું ધ્યાન ખેંચ્યું છે. બજારમાં અચાનક આવેલા આ ફેરફારને કારણે જ્વેલરી સેક્ટર પર પણ અસર જોવા મળી રહી છે.

તાજા માહિતી મુજબ 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 9 હજાર રૂપિયા ઘટીને 1.35 લાખ રૂપિયા સુધી પહોંચ્યો છે. બીજી તરફ, 1 કિલો ચાંદીનો ભાવ પણ નોંધપાત્ર રીતે ઘટીને 20 હજાર રૂપિયાનો ઘટાડો સાથે 2.07 લાખ રૂપિયા થયો છે. આ ઘટાડો છેલ્લા ત્રણ દિવસમાં સતત નોંધાયો છે, જે બજારમાં અસ્થિરતા દર્શાવે છે.

વિશ્લેષકોના મતે, વૈશ્વિક બજારમાં ચાલી રહેલા પરિવર્તનો અને રોકાણકારોની બદલાતી માનસિકતાને કારણે કિંમતોમાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોલરની મજબૂતી, આંતરરાષ્ટ્રીય માંગમાં ઘટાડો અને અન્ય આર્થિક પરિબળો પણ તેની પાછળના મુખ્ય કારણો ગણાઈ રહ્યા છે.

આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં હજુ વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી ખરીદદારો માટે આ યોગ્ય તક બની શકે છે, જ્યારે રોકાણકારોએ સાવચેતીપૂર્વક બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા જરૂરી છે.

સોના-ચાંદીના બજારમાં ચાલી રહેલા ઘટાડા અંગે વેપારીઓનું કહેવું છે કે હાલની વૈશ્વિક પરિસ્થિતિ તેના માટે જવાબદાર છે. ખાસ કરીને યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે રોકાણકારોની પ્રાથમિકતાઓમાં ફેરફાર આવ્યો છે, જેનો સીધો પ્રભાવ કિંમતો પર જોવા મળી રહ્યો છે.

વેપારીઓ મુજબ, રોકાણકારો હાલમાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાની જગ્યાએ ક્રુડ ઓઈલ તરફ વધુ વળી રહ્યા છે. વૈશ્વિક સ્તરે ઊભી થયેલી અનિશ્ચિતતા અને ઊર્જા ક્ષેત્રમાં વધતી માંગને કારણે ક્રુડ ઓઈલ વધુ આકર્ષક વિકલ્પ બની રહ્યું છે. તેના પરિણામે ધાતુઓમાં માંગ ઘટી રહી છે અને ભાવોમાં કડાકો નોંધાઈ રહ્યો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારીઓએ આગાહી વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. તેથી બજારમાં હજુ થોડો સમય અસ્થિરતા રહેવાની શક્યતા છે, અને રોકાણકારોને વિચારપૂર્વક નિર્ણય લેવા સલાહ આપવામાં આવી રહી છે.

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

આ પણ વાંચો: ચૂપચાપ ખેલાઈ રહ્યો છે ચાંદીનો સૌથી ‘મોટો ખેલ’, ડ્રેગનની એક ચાલ અને આખું વિશ્વ ચોંકી ગયું

ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ગુજરાતની 500 કરોડની કેરી પર નુકસાનની ભીતિ, કોંગ્રેસે નિકાસકારો માટે સહાય પેકેજની કરી માગ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળાઓ હવે ભારત અને ખાસ કરીને ગુજરાતના એક્સપોર્ટર્સને દઝાડી રહી છે. ગલ્ફ દેશોના પોર્ટ પર સર્જાયેલી અંધાધૂંધીને કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે.

કન્ટેનર અટવાયા, ખર્ચમાં અધધ વધારો

ઓમાન અને UAE ના પોર્ટ પર હાલમાં અંદાજે 29,000 કન્ટેનર અટવાયેલા છે, જેમાં 5,500 થી વધુ કન્ટેનર માત્ર ભારતના છે. આ કન્ટેનરને પરત લાવવા માટે એક્સપોર્ટર્સ પર ₹275 કરોડનો વધારાનો ખર્ચ આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ માંગ કરી છે કે સરકાર આ રિટર્ન ચાર્જ માફ કરે અને વેપારીઓ માટે વિશેષ પેકેજ જાહેર કરે.

ગુજરાતની કેરી અને કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં

આ સંકટની સૌથી વધુ અસર ગુજરાતના કૃષિ અને ગારમેન્ટ ક્ષેત્ર પર પડી છે:

પેરીશેબલ ગુડ્સ: ગલ્ફમાં ફસાયેલા 800 કન્ટેનરમાં ખેતીની જણસો છે, જે બગડવાની અણી પર છે.

કેરીનો વેપાર: ગલ્ફમાં એક્સપોર્ટ થતી ગુજરાતની ₹500 કરોડની કેરી બગડી જવાની આશંકા છે.

ગારમેન્ટ બિઝનેસ: ઈદના તહેવાર સમયે જ કાપડના કન્ટેનર અટવાતા અંદાજે ₹1500 કરોડના બિઝનેસ પર સીધી અસર પડી છે.

જો કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક દખલગીરી કરીને એક્સપોર્ટર્સ માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં નહીં આવે, તો ગુજરાતના અનેક નાના-મોટા વેપારીઓ પાયમાલ થઈ શકે છે.

(ઈનપુટ ક્રેડિટ: નરેન્દ્ર રાઠોડ)

Solar AC Scheme: ભર ઉનાળે લાઈટ બિલ આવશે ‘ઝીરો’! હવે હાઈબ્રિડ ટેકનોલોજીથી ચાલશે તમારું હાઈટેક AC, જાણો વધુ વિગત

2000 કે 3000 રન બનાવીશ! IPL 2026 પહેલા માત્ર 35 બોલમાં સદી ફટકારનાર બેટ્સમેને આપ્યું ‘મોટું નિવેદન’, જાડેજા પણ તેની વાત સાંભળી ચોંકી ગયો

ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં કેટલાક એવા યુવા ભારતીય ખેલાડીઓ છે કે, જેમના પ્રદર્શન પર સૌની નજર રહેવાની છે. આમાં એક નામ 14 વર્ષના ડાબોડી ઓપનિંગ બેટ્સમેનનું પણ છે, જેણે ગત આઈપીએલ સીઝનમાં ડેબ્યૂ કરીને પોતાની પ્રતિભાથી સૌને હેરાન કરી દીધા હતા.

આ સીઝનમાં વૈભવની અસલી પરીક્ષા થવાની છે, કારણ કે તમામ ટીમો તેની સામે વધુ સારી તૈયારી સાથે મેદાનમાં ઉતરવાની છે. આ દરમિયાન આઈપીએલ 2026 સીઝન શરૂ થાય તે પહેલા વૈભવ સૂર્યવંશીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે કે, જેમાં તેણે પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે.

2000 થી 3000 રન વાત કેમ કરી?

આઈપીએલ 2026ની સીઝનમાં ઓરેન્જ કેપ જીતવાના દાવેદારોમાં એક નામ વૈભવ સૂર્યવંશીનું પણ છે. સીઝન શરૂ થાય તે પહેલા એક ઇવેન્ટમાં વૈભવ સૂર્યવંશીને પૂછવામાં આવ્યું કે, તે કેટલા રન બનાવવાનો ટાર્ગેટ રાખી રહ્યા છે? હવે આના જવાબમાં વૈભવે રમૂજી અંદાજમાં કહ્યું કે, જો તમે આવો સવાલ પૂછશો તો હું કહીશ કે, 2000 થી 3000 રન બનાવવાની કોશિશ કરીશ.

વૈભવ સૂર્યવંશીનો આ જવાબ સાંભળીને તેની બાજુમાં બેઠેલ રવીન્દ્ર જાડેજા પણ હસવા લાગ્યો હતો, કારણ કે એક સીઝનમાં કોઈપણ બેટ્સમેન માટે આટલા રન બનાવવા લગભગ અશક્ય કામ છે. વૈભવ સૂર્યવંશીએ પોતાના રમૂજી જવાબ બાદ આગળ કહ્યું કે, આગામી સીઝન માટે મારો એવો કોઈ ટાર્ગેટ નથી. હું બસ પ્રોસેસ ફોલો કરવાની કોશિશ કરું છું અને પ્રયત્ન માત્ર પોતાના પ્રદર્શનના દમ પર ટીમને જીત અપાવવાનો હોય છે. હું મારા માટે કોઈપણ પ્રકારના પર્સનલ માઈલસ્ટોન માટે મેદાનમાં રમવા નથી ઉતરતો.

અગાઉ 35 બોલમાં સદી ફટકારી ચૂક્યો છે

જણાવી દઈએ કે, ગત સીઝનમાં જ્યારે વૈભવે ડેબ્યૂ કર્યું હતું, ત્યારે તેણે ગુજરાત ટાઇટન્સ સામેના મુકાબલામાં માત્ર 35 બોલમાં સદી ફટકારી દીધી હતી. અત્યાર સુધી આઈપીએલમાં વૈભવે 7 મેચ રમી છે અને તેમાં 36ની એવરેજથી 252 રન બનાવ્યા છે.

Breaking News : હાર્દિક પંડ્યાએ શર્ટલેસ થઈ કાર ચલાવી, ગર્લફ્રેન્ડને ગળે લગાવી ડાન્સ કર્યો, જુઓ વીડિયો

Breaking News : Middle East સંકટ વચ્ચે PM મોદીએ યોજી મોટી બેઠક, તેલ, ગેસ અને વીજળી પર ચર્ચાઓ કેન્દ્રિત

મધ્ય પૂર્વની હાલની તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી Narendra Modi એ ભારતની ઉર્જા તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું અધ્યક્ષસ્થાન કર્યું. આ બેઠકમાં ગૃહમંત્રી Amit Shah, સંરક્ષણ મંત્રી Rajnath Singh, નાણાં મંત્રી Nirmala Sitharaman, વિદેશ મંત્રી S. Jaishankar તેમજ અન્ય કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા. બેઠક દરમિયાન મુખ્યત્વે તેલ, ગેસ અને વીજળીના પુરવઠા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

સપ્લાય ચેઇન અને વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા ભાર

આ બેઠકમાં ખાસ કરીને દેશભરમાં LPG વિતરણ, ખાતરની ઉપલબ્ધતા અને જરૂરી પુરવઠાની સતત સુનિશ્ચિતતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. સરકારે ઉર્જા ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની ખલેલ ન પડે તે માટે લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન અને વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો.

અધિકારીઓના જણાવ્યા મુજબ, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં અસ્થિરતા વધી છે. આવી પરિસ્થિતિમાં ભારત સરકાર ગ્રાહકો અને ઉદ્યોગોને અસરથી બચાવવા માટે સતત નજર રાખી રહી છે અને જરૂરી પગલાં લઈ રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ અગાઉ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા કટોકટી ઉભી થઈ શકે છે. તેમણે આ પરિસ્થિતિને દેશ માટે એક મહત્વપૂર્ણ પડકાર ગણાવી, શાંતિ, ધીરજ અને જાગૃતતા સાથે તેને સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

 Strait of Hormuz વિસ્તારમાં અવરજવર પર અસર

મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ખાસ કરીને Strait of Hormuz વિસ્તારમાં અવરજવર પર અસર પડી છે, જે વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે. આ કારણે તેલ અને ગેસના પુરવઠામાં વિક્ષેપ સર્જાયો છે, જેનો પ્રભાવ ભારત સહિત અનેક દેશો પર પડી રહ્યો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી મોદીએ સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, બહેરીન, કુવૈત, જોર્ડન, ફ્રાન્સ, મલેશિયા, ઈઝરાયલ અને ઈરાન સહિતના દેશોના નેતાઓ સાથે સતત સંપર્કમાં રહી પરિસ્થિતિ પર નજર રાખી છે. સરકારે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં થતા વિક્ષેપોને દૂર કરવા માટે સક્રિય પ્રયાસો શરૂ રાખ્યા છે.

ભારતે અમેરિકાને આપી લશ્કરી સહાય! સરકારે કરી સ્પષ્ટતા

અમરેલીમાં સામે આવ્યો લવજેહાદનો વધુ કિસ્સો હિંદુ યુવતીએ વિધર્મી સાથે લગ્ન કરી લેતા ખળભળાટ- Video

એક તરફ રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણીના નિયમમાં માતાપિતાની મંજૂરી ફરજિયાત કરવા માટેનો સંશોધન પારિત કરવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્યમાં લવ જેહાદના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. રાજ્યમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે અમરેલીના રાજુલાથી સામે આવ્યો છે. પરિવારે યુવતી ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. હિંદુ યુવતી 10 દિવસ પહેલા ઘરેથી બ્યુટી પાર્લરનો કોર્સ કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ વિધર્મી સાથે લગ્ન કરી લીધા છે. યુવતીએ વીડિયો જાહેર કરી પરેશાન ન કરવા જણાવ્યુ છે. પરિવાર સહિત હિંદુ સંગઠનોને પણ પરેશાન ન કરવા અપીલ વીડિયોમાં કરવામાં આવી છે.

હાલ યુવતીનો વીડિયો સામે આવ્યા બાદ હિંદુ સંગઠનોમાં આક્રોશ ફેલાયો છે. હિંદુ આગેવાનોએ સોશિયલ મીડિયા પર વીડિયો મુકી રોષ ઠાલવ્યો છે. હિન્દુ યુવતીએ મુહિસ ફિરાણી નામના યુવક સાથે લગ્ન કરી લેતા વિવાદ સર્જાયો છે. હિન્દુ સંગઠનના આગેવાનોએ દીકરીઓનું ધ્યાન રાખવા સમાજના લોકોને ટકોર કરી છે અને કહ્યું છે કે જો ધ્યાન નહીં દેવાય તો આવનારા સમયમાં આવા કિસ્સા વધી જશે.

આ તરફ યુવતીએ જણાવ્યું છે કે યુવકના પરિવાર સામે લગાવાયેલા તમામ આરોપ ખોટા છે. તે તેની મરજીથી ગઈ છે. તેને કે યુવકના પરિવારને કંઈપણ થયું તો તેની જવાબદારી તેના પરિવાર અને હિન્દુ સંગઠનોની રહેશે.

Input Credit- Jaudev Kathi- Amreli

“પ્રિવેડીંગ આપણે ત્યાં હતુ જ નહીં, આ તો દેખાદેખીમાં આવ્યુ”– પરશોત્તમ રૂપાલાએ લગ્નોમાં થતા ખોટા ખર્ચા સામે કરી ટકોર

 

ડિસ્ક્લેમર: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા અને રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવાઓ પર આધારિત છે. ગેસ ભરવાની જણાવેલી રીતો કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ જ અજમાવવી, કારણ કે તે જોખમી હોઈ શકે છે. ‘TV9 Gujarati’ કોઈપણ પ્રકારના દાવાની સત્યતા કે પ્રમાણિકતાની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: રેલવેની હિસ્ટ્રીમાં સૌથી નાનું નામ! માત્ર 2 અક્ષરના નામમાં છુપાયેલો છે આ સ્ટેશનનો 100 વર્ષ ‘જૂનો ઇતિહાસ’

આ પણ વાંચો: સોના-ચાંદીના રોકાણકારોના ‘જીવ અધ્ધર’, આખરે કેમ તૂટી રહ્યા છે ‘કિંમતી ધાતુ’ના ભાવ?

Vitamin D Deficiency : શરીરમાં વિટામિન D ની ઉણપના કારણો શું છે?

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

ગુનેગારોને હર્ષ સંઘવીની સ્પષ્ટ ચેતવણી, ગુજરાત પોલીસ અસામાજિક તત્વો સામે હનુમાન બનીને આવશે, જુઓ Video

નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુનેગારો અને અસામાજિક તત્વોને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, “ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો અને તેમની કોઈ જાતિ પણ નથી હોતી.” લોકોને હેરાન કરનારા આવા તત્વોને બક્ષવામાં આવશે નહીં. સંઘવીએ ઉમેર્યું હતું કે એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે અને જો કોઈ ટપોરી કે અસામાજિક તત્વ સામાન્ય નાગરિકોને હેરાન-પરેશાન કરશે તો ગુજરાત પોલીસ હનુમાનજીનું સ્વરૂપ ધારણ કરીને તેમની સામે કાર્યવાહી કરશે.

ડીજીપી કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે અસામાજિક તત્વોને સીધા કરવા માટે મક્કમ નિર્ધાર કર્યો છે. પોલીસ ગુનેગારોને ખૂણેખૂણેથી શોધી કાઢીને તેમને કાયદાના દાયરામાં લાવશે. આ પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. શહેરના પોલીસ કમિશનર અને તેમની સમગ્ર ટીમ આ દિશામાં સક્રિયપણે કામ કરી રહી છે, જેથી લોકોને વધુ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકાય.

દેશનો પ્રથમ ફોર લેન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે થશે પહોળો, જાણો વિગત

Breaking News: શું આ જ છે ODI વર્લ્ડ કપ 2027 માટે પસંદ થયેલા 20 ભારતીય ખેલાડીઓ? જાણો કોને મળશે તક

બધાને એક કરીને યુદ્ધ રોકાવવાની ભારત પાસે તાકાત છે : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, વિશ્વમાં કાયમી શાંતિ ફક્ત સ્વાર્થ, એકતા અને સદ્ગુણી મૂલ્યોનું પાલન કરીને જ પ્રાપ્ત થશે. તેમણે સ્વાર્થ અને પ્રભુત્વની ઇચ્છાને વૈશ્વિક સંઘર્ષોના મૂળ કારણો તરીકે ઓળખાવી. ભાગવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની પ્રાચીન પરંપરા – “બધા એક છે” ના સિદ્ધાંતમાં સમાયેલી – વિશ્વને સંવાદિતાના માર્ગ તરફ દોરી શકે છે.

નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા મોહન ભાગવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વૈશ્વિક શાંતિ ત્યારે જ સાકાર થશે જ્યારે લોકો પોતાના સ્વાર્થને બાજુ પર રાખીને સહકારથી બધાની સાથે રહે. વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધોને રોકવાની ક્ષમતા માત્ર ભારત પાસે જ હોવાનું તેમણે જણાવ્યું છે. ભારત બધાને એક કરવાની સહજ શક્તિ ધરાવે છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) કાર્યાલયના શિલાન્યાસ પછી નાગપુરમાં એક સભાને સંબોધતા મોહન ભાગવતે પુનરોચ્ચાર કર્યો કે વૈશ્વિક સંઘર્ષો સ્વાર્થ અને પ્રભુત્વને કારણે જ થયા છે. આ જ પરિબળો છે જે વિશ્વભરમાં સંઘર્ષોને વેગ આપી રહ્યા છે.

મોહન ભાગવતે એમ પણ કહ્યું કે, આજે વિશ્વ વિનાશ તરફ જઈ રહ્યું હોય તેવું લાગે છે. હાલમાં ચાલી રહેલા વૈશ્વિક સંઘર્ષો વચ્ચે, એક અલગ અવાજ ઉભરી રહ્યો છે. જે સૂચવે છે કે, ભારત એક એવું રાષ્ટ્ર છે જે તમામને રોકવા માટે સક્ષમ છે.

રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે હાઈકોર્ટનું કડક વલણ, કેન્દ્રને સોગંદનામું કરવા આપ્યો આદેશ…

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: સોનું ₹10 લાખ અને ચાંદી ₹6 લાખ થવાની આગાહી, બિટકોઈનમાં પણ મહા-તેજીના સંકેત

IPL 2026 : વૈભવ સૂર્યવંશી કે અભિષેક શર્મા નહીં, શું આ વખતે વિરાટ કોહલી ફટકારશે સૌથી વધુ છગ્ગા?

પ્રિતી ઝિન્ટાની મોટી વાપસી ! Lahore 1947 પછી આ ફિલ્મમાં કરશે ધમાકેદાર એન્ટ્રી, જાણો કઈ હશે ફિલ્મ …

Preity Zinta Film : આ વર્ષની સૌથી રાહ જોવાડેલી ફિલ્મોમાંની એક ‘લાહોર 1947’ છે. સની દેઓલની આ ફિલ્મ 13 ઓગસ્ટ, 2026 ના રોજ સિ1947ઘરોમાં રિલીઝ થવાની છે. આ વાતની જાહેરાત આમિર ખાન પ્રોડક્શન્સે થોડા સમય પહેલા કરી હતી. સની દેઓલ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે પ્રોડ્યુસર (નિર્માણ) આમિર ખાન કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક નાનકડી ભૂમિકા પણ ભજવશે. હાલ ભારતમાં રહેલી પ્રીતિ ઝિન્ટા સની પાજી સાથે આ ફિલ્મમાં જોવા મળશે. પ્રીતિ ઝિન્ટા IPL 2026 શરૂ થાય તે પહેલાં આવી ગઈ છે. કારણ કે અભિનેત્રી દર વર્ષે તેની ટીમ પંજાબ કિંગ્સને સપોર્ટ કરતી જોવા મળે છે. પ્રીતિ ઝિન્ટા આઠ વર્ષ પછી વાપસી કરવા માટે તૈયાર છે.

પ્રીતિ ઝિન્ટાની ‘લાહોર 1947’ ફિલ્મ

પ્રીતિ ઝિન્ટાના લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. તેમની છેલ્લી ફિલ્મ 2018 માં ‘ભૈયાજી સુપરહિટ’ હતી. જેમાં તેઓ સની દેઓલ સાથે જ કામ કર્યું હતું. ઉપરાંત ‘લાહોર 1947’ માં પણ પ્રીતિ ઝિન્ટા સની પાજી સાથે પાછા ફરવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં શબાના આઝમી, કરણ દેઓલ, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ પણ છે. તાજેતરમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મનું શીર્ષક બદલાવા જઈ રહ્યું છે પરંતુ આમિર ખાને આ અંગે સ્પષ્ટ પુષ્ટિ આપી હતી કે ફિલ્મનું શીર્ષક બદલવામાં આવશે નહીં.

પ્રીતિ ઝિન્ટાની નવી ફિલ્મ કઈ છે

પ્રીતિ ઝિન્ટા ફક્ત ‘લાહોર 1947’ સાથે જ નહીં પરંતુ Amazon MGM Studios ની ફિલ્મ ‘Vibe’ સાથે પણ એક મોટી વાપસી કરવાની તૈયારી કરી રહી છે. જેનું દિગ્દર્શન સૈફ અલી ખાનના સાળા કુણાલ ખેમુ દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મમાં કુણાલ ખેમુ, સ્પર્શ શ્રીવાસ્તવ અને વંશિકા ધીર પણ જોવા મળશે. કુણાલ ખેમુએ અગાઉ કોમેડી ફિલ્મ ‘Madgaon Express’નું દિગ્દર્શન કર્યું હતું. જેને લોકોનું જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. તાજેતરમાં Prime Videoના ‘It Starts Here’ ઇવેન્ટમાં આ વર્ષ માટે ઘણી ફિલ્મોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રીતિ ઝિન્ટા પણ હાજર રહી હતી. ઇવેન્ટ દરમિયાન હોસ્ટ તરીકે આવેલા કરણ જોહરે પ્રીતિ ઝિન્ટાની પ્રશંસા કરતા કહ્યું, ‘મારી પાસે પ્રીતિ સાથે કામ કરવાની સરસ યાદો છે.

અભિનેત્રીએ ‘વાઇબ’ માટે હા કેમ કરી ?

અભિનેત્રીએ કહ્યું, ‘કુણાલના મતે, તે સમયે હું ખૂબ જ સારા મૂડમાં હતી. જ્યારે મેં વાર્તા સાંભળી ત્યારે હું હસી પડી. તે ખૂબ રમુજી હતું કે હું ના કહી શકી નહીં.’

રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે હાઈકોર્ટનું કડક વલણ, કેન્દ્રને સોગંદનામું કરવા આપ્યો આદેશ…વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

ધુરંધર 2માં આ 7 નવા ચહેરાઓએ પણ કર્યો કમાલ, યામી ગૌતમ પણ જોવા મળી ફિલ્મ

Breaking News : IPL 2026 પહેલા CSK ને મોટો ઝટકો, સ્ટાર ફાસ્ટ બોલર આખી ટુર્નામેન્ટમાંથી થયો બહાર, જાણો

IPL 2026 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર નાથન એલિસ ઈજાના કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, જેનાથી ટીમના બોલિંગ વિભાગ પર સીધી અસર પડી છે.

ગયા વર્ષે IPLમાં CSKનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું હતું અને ટીમ છેલ્લાં સ્થાને રહી હતી. નાથન એલિસને પણ ફક્ત એક જ મેચ રમવાની તક મળી હતી. જોકે, નવી સીઝનમાં તેને વધુ તકો મળશે તેવી આશા રાખવામાં આવી રહી હતી, પરંતુ ઈજાના કારણે હવે તે શક્ય બનશે નહીં.

નવી સીઝન માટે નવી ઊર્જા અને આશા સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહેલી CSKને ટૂર્નામેન્ટ શરૂ થવાના માત્ર નવ દિવસ પહેલાં આ મોટો ઝટકો લાગ્યો છે. એલિસની ગેરહાજરીથી ટીમની બોલિંગ લાઇન-અપ નબળી પડી શકે છે અને ટીમની વ્યૂહરચનાઓ પર પણ અસર જોવા મળી શકે છે.

અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નાથન એલિસ હેમસ્ટ્રિંગ ઈજાથી પીડાઈ રહ્યો છે. આ ઈજાને કારણે તે ટૂર્નામેન્ટ શરૂ થાય ત્યાં સુધી સંપૂર્ણ રીતે ફિટ થઈ શકશે નહીં. સ્પોર્ટસ્ટારના અહેવાલ મુજબ, CSKના CEO કાસી વિશ્વનાથને પણ આ વાતની પુષ્ટિ કરી છે અને તેને ટીમ માટે મોટો ફટકો ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે ટીમ હવે એલિસના રિપ્લેસમેન્ટ માટે વિકલ્પો શોધી રહી છે.

31 વર્ષીય નાથન એલિસને ગયા સીઝન પહેલાં મેગા ઓક્શનમાં CSKએ ₹2 કરોડના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. IPL 2025માં તેણે ફક્ત એક મેચમાં ભાગ લીધો હતો અને તેમાં એક વિકેટ મેળવી હતી. છતાં, ફ્રેન્ચાઇઝીએ તેના પર વિશ્વાસ રાખીને તેને ટીમમાં જાળવી રાખ્યો હતો અને IPL 2026 માટે તે ટીમના મહત્વના બોલર તરીકે જોવામાં આવી રહ્યો હતો.

IPL Facts : મેદાન પર કિંગનો દબદબો : આ ખેલાડીઓ સામે બનાવ્યા છે સૌથી વધુ રન

દ્વારકામાં અચાનક તેજ પવન ફુંકાતા બીચ પર ઉડવા લાગી રાઈડ્સ તો ધરતીપુત્રોમાં ઘેરાયા ચિંતાના વાદળો, તૈયાર પાકને બચાવવા મુકી દોટ- Video

રાજ્યના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ ફરી એકવાર માવઠાએ મુશ્કેલી વધારી છે. ભર ઉનાળે અનેક જિલ્લાઓમાં કરા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટુ આવ્યુ. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ઓખા સહિતના શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો અને માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા.

તેજ પવન ફુંકાતા બીચ પર ઉડવા લાગી રાઈડ્સ

આ તરફ દ્વારકાના શિવરાજપુર બીચ પર વાતાવરણમાં અચાનક પલટો આવતા તારાજ સર્જાઈ છે. ભારે પવનને કારણે દરિયા કિનારેથી રાઈડ ઉડી ગઈ હતી. આ તરફ અચાનક આંધી આવતા શિવરાજપુર બીચ પર સહેલાણીઓમાં નાસભાગ મચી ગઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સહેલાણીઓની આ નાસભાગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અચાનક તેજ પવન ફુંકાતા ખેડૂતો પાક બચાવવા દોડ્યા

હાલ ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે ધરતીપુત્રોની ચિંતા વધી છે. આ વરસાદને કારણે ઘઉં, બાજરી, કપાસ, મગફળી, સોયાબિન સહિતના પાકને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. દર વર્ષે પાક લેવાના સમયે જ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે. હાલ કેરીનો ફાલ આવવાની તૈયારી છે ત્યારે ભારે પવનને કારણે પુષ્કળ પ્રમાણમાં કેરીઓ ખરી જતા આંબાવાડીના ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવુ પડ્યુ છે.

અચાનક આંધી સાથે પવન ફુંકાતા હાઈવે પર અને ખેતરોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. પવનની ગતિ એકાએક વધતા વાહનચાલકો પરેશાન થયા. આ તરફ ખેડૂતો તેમનો પાક બચાવવા દોડ્યા હતા અને તાત્કાલિક કામે લાગી ગયા.

Input Credit- Jay Goswami- Dwarka

પાકિસ્તાનની આ મિસાઈલથી અમેરિકામાં ફેલાયો ફફડાટ, તુલસી ગબાર્ડે આપી ચેતવણી

 

પોલીસને દોડાવનાર ગુંડાઓને ખાખીએ ભણાવ્યા કાયદાના પાઠ!

ક્યારે કોઈ દેશ પોતાની એરસ્પેસ બંધ કરે ? જાણો પાછળનું કારણ

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે કેટલાક દેશોએ સુરક્ષા કારણોસર પોતાનું એરસ્પેસ તાત્કાલિક બંધ કરવાની કાર્યવાહી કરી હતી. આવી સ્થિતિઓમાં સામાન્ય લોકોમાં સવાલ ઊભો થાય છે કે કોઈ દેશ એરસ્પેસ કેવી રીતે બંધ કરે છે, તેનો હવાઈ મુસાફરી પર શું અસર પડે છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વિમાનો સામે શું પગલાં લેવામાં આવે છે. ચાલો આ સમગ્ર પ્રક્રિયાને સરળ રીતે સમજીએ.

એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય કેમ લેવાય છે?

કોઈ દેશ એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય સામાન્ય રીતે સુરક્ષા અને જોખમોને ધ્યાનમાં રાખીને લે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિ, આતંકવાદી ખતરો, સૈન્ય અભ્યાસ, પ્રાકૃતિક આફતો જેમ કે વાવાઝોડું અથવા જ્વાળામુખી વિસ્ફોટ જેવી પરિસ્થિતિઓમાં આ નિર્ણય લેવામાં આવે છે. આ પગલું દેશની સુરક્ષા અને નાગરિકોની સલામતી માટે જરૂરી ગણાય છે.

એરસ્પેસ કેવી રીતે બંધ કરવામાં આવે છે?

જ્યારે કોઈ દેશ એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય કરે છે, ત્યારે તે પોતાની સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા NOTAM (Notice to Air Missions) જાહેર કરે છે. આ સૂચના દ્વારા વિશ્વભરના એરલાઈન્સ અને પાઇલટોને માહિતી આપવામાં આવે છે કે કયો વિસ્તાર બંધ છે, કેટલા સમય માટે અને કઈ ઊંચાઈ સુધી પ્રતિબંધ લાગુ રહેશે. આ પછી એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમ તમામ ફ્લાઇટ્સને નવા માર્ગો સૂચવે છે.

પાઇલટ અને એરલાઇન્સ સુધી માહિતી કેવી રીતે પહોંચે છે?

NOTAM દ્વારા મળતી માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પાઇલટો ફ્લાઇટ પહેલાં આ માહિતીનો અભ્યાસ કરે છે અને ત્યારબાદ પોતાના રૂટમાં ફેરફાર કરે છે. એરલાઇન્સ પણ આ આધારે ફ્લાઇટ પ્લાન બદલતી હોય છે. તેથી જ ઘણા વખત ફ્લાઇટ્સ લાંબા રૂટ પરથી જતી જોવા મળે છે.

એરસ્પેસ બંધ હોય ત્યારે ફ્લાઇટ્સ કેવી રીતે ચાલે છે?

જ્યારે કોઈ વિસ્તારનો એરસ્પેસ બંધ હોય છે, ત્યારે ફ્લાઇટ્સને અન્ય વિકલ્પ રૂટ પર મોકલવામાં આવે છે. આ પ્રક્રિયાને ડાયવર્ઝન કહેવામાં આવે છે. તેના કારણે મુસાફરીનો સમય વધી શકે છે અને ઇંધણ ખર્ચ પણ વધે છે. કેટલીક પરિસ્થિતિમાં ફ્લાઇટ્સ મોડી થાય છે અથવા રદ પણ થઈ શકે છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

એરસ્પેસ બંધ થવાથી મુસાફરી પર શું અસર પડે છે?

એરસ્પેસ બંધ થવાથી એરલાઇન્સના ખર્ચમાં વધારો થાય છે, જેનો સીધો અસર ટિકિટના ભાવે પડે છે. લાંબા રૂટના કારણે સમય વધારે લાગે છે અને મુસાફરી થાકદાયક બની શકે છે. કેટલીક ફ્લાઇટ્સને સંપૂર્ણ રીતે રદ કરવી પણ પડે છે, જે મુસાફરો માટે અસુવિધાજનક બને છે.

નિયમોનું ઉલ્લંઘન કરનાર વિમાનો સામે કાર્યવાહી

જો કોઈ વિમાન એરસ્પેસ બંધ હોવા છતાં તે વિસ્તારમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે, તો સૌથી પહેલા ATC દ્વારા તેને ચેતવણી આપવામાં આવે છે. પાઇલટને તરત જ માર્ગ બદલવા અથવા પાછા ફરવાનો આદેશ આપવામાં આવે છે. જો વિમાન આ સૂચનાને અવગણે, તો દેશની એરફોર્સ ફાઇટર જેટ મોકલી શકે છે. ફાઇટર જેટ વિમાનને નજીકથી મોનીટર કરે છે અને વિઝ્યુઅલ સિગ્નલ દ્વારા તેને લૅન્ડ કરવાની સૂચના આપે છે. આવા કેસોમાં વિમાનને નજીકના એરપોર્ટ પર ઉતારવામાં આવે છે અને તેની તપાસ કરવામાં આવે છે. જો કોઈ ગંભીર શંકા હોય, તો સુરક્ષા માટે કડક પગલાં પણ લેવામાં આવી શકે છે.

એરસ્પેસ બંધ કરવું એક ગંભીર અને સંવેદનશીલ નિર્ણય છે, જે દેશની સુરક્ષા માટે લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન થાય છે અને મુસાફરોની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે. જોકે, તેનો અસર હવાઈ મુસાફરી પર પડે છે, પરંતુ સુરક્ષા માટે આ જરૂરી પગલું માનવામાં આવે છે.

Breaking News: ભિખારી પાકિસ્તાન પાસે રાષ્ટ્રીય તહેવાર ઉજવવા માટે રૂપિયા ને ઈંધણ જ નથી, પ્રજાસત્તાક દિવસની પરેડ કરી નાખી રદ

Breaking News : કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા

કચ્છ જિલ્લામાં અચાનક આવેલા મીની વાવાઝોડાએ જનજીવનને ભારે અસર પહોંચાડી છે. તોફાની પવન અને અચાનક બદલાયેલા હવામાનને કારણે અનેક વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધારે હોવાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.

કંડલા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મોબાઈલ ટાવર ધરાશાયી થયો હતો, જેના કારણે સંચાર સેવાઓ પર પણ અસર પડી છે. ગાંધીધામમાં પણ તીવ્ર પવનને કારણે હોર્ડિંગ્સ તૂટી પડ્યા હતા, જેનાથી વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કંડલા પોર્ટ પર ધૂળની ડમરી ઉડતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના કારણે કામગીરી પર અસર થઈ હતી.

તોફાની પવનના જોરે કંડલા પોર્ટ પર રાખવામાં આવેલા કન્ટેનરો પણ ખસી ગયા હતા અને કેટલાક ધરાશાયી થયા હતા. મુન્દ્રા પોર્ટ પર પણ આ જ સ્થિતિ જોવા મળી, જ્યાં ભારે પવનને કારણે કન્ટેનરો નીચે પટકાયા હતા. આ બનાવોને કારણે પોર્ટની કામગીરીને તાત્કાલિક અસર પહોંચી છે.

બીજી તરફ, કચ્છના વાગડ વિસ્તારમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ પણ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પડવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ખાસ કરીને વરિયાળી અને ઈસબગુલ જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે.

કુલ મળીને, મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે કચ્છ જિલ્લામાં જનજીવન તેમજ કૃષિ ક્ષેત્રને ગંભીર અસર પહોંચાડી છે. પ્રશાસન દ્વારા હાલ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે.

Breaking News : ધૂળના વાવાઝોડા સાથે વરસાદનો ડબલ હુમલો! ગુજરાત-દિલ્હી સહિત 11 રાજ્યોમાં એલર્ટ

Breaking News: ગુજરાતના બે સ્ટાર ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલના પગારમાં વધારો કરશે BCCI, આ છે કારણ, વાંચવા માટે અહીં ક્લિક કરો

શું તમે જાણો છો ? દારૂ પીધા પછી મગજની અંદર એવું તો શું થાય છે કે માણસ પોતાનો કાબૂ ખોઈ બેસે છે?

દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ જાણવા છતાં લોકો તેનું સેવન કરે છે, પણ જ્યારે નશો હદ વટાવે ત્યારે શરીર અને મગજ પોતાનું સંતુલન ગુમાવી દે છે. લોકો લથડિયાં ખાવા લાગે છે અને ગમે તેમ બડબડવા લાગે છે. આ બધું કેમ થાય છે? તેની પાછળનું અસલી કારણ મગજની અંદર છુપાયેલું છે.

મગજનું ‘કોમ્યુનિકેશન’ થઈ જાય છે જામ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન આલ્કોહોલ એબ્યુઝ એન્ડ આલ્કોહોલિઝમના રિપોર્ટ મુજબ, દારૂ સીધો મગજના સંદેશા વ્યવહાર પર હુમલો કરે છે:

  • ધીમી ગતિ: જ્યારે આલ્કોહોલ લોહી દ્વારા મગજ સુધી પહોંચે છે, ત્યારે તે ‘ન્યુરોન્સ’ (સંદેશ મોકલતી કોશિકાઓ) વચ્ચેની વાતચીતને અત્યંત ધીમી કરી દે છે.
  • બેલેન્સ ગુમાવવું: આ અવરોધને કારણે વ્યક્તિ સ્પષ્ટ વિચારી શકતી નથી અને શારીરિક પ્રવૃત્તિઓનું તાલમેલ બગડી જાય છે, પરિણામે લથડિયાં આવે છે.

નર્વસ સિસ્ટમ પર કાયમી આફત

દારૂ માત્ર મગજ જ નહીં, પણ આખા નર્વસ સિસ્ટમને ખોખલું કરી દે છે:

  • પેરિફેરલ ન્યુરોપેથી: જે લોકો વધુ દારૂ પીવે છે તેમને હાથ-પગમાં સુન્નતા અથવા બળતરા થવા લાગે છે. આ નસોમાં થતું નુકસાન હૃદયના ધબકારા અનિયમિત કરી શકે છે.
  • સેન્સ ગુમાવવો: જ્યારે નસોનું નેટવર્ક નબળું પડે છે, ત્યારે શરીર પોતાની આસપાસના વાતાવરણ પ્રત્યેની સંવેદના ગુમાવી દે છે.

હોર્મોન્સનું સંતુલન ખોરવાય છે

દારૂ શરીરના એન્ડોક્રાઈન સિસ્ટમને પણ તહેસ-નહેસ કરી નાખે છે. તે એવા હોર્મોન્સને અટકાવે છે જે શરીરની સ્થિરતા જાળવવામાં મદદ કરે છે. તેને કારણે થાઈરોઈડ, અસામાન્ય કોલેસ્ટ્રોલ લેવલ અને માનસિક તણાવ સહન કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. સંશોધન એમ પણ કહે છે કે દારૂ યુવાનોમાં શારીરિક વિકાસની પ્રક્રિયાને ધીમી કરી શકે છે.

દારૂની એક ચુસ્કી પણ મગજની કાર્યક્ષમતાને અસર કરે છે. લાંબા ગાળે આ આદત મગજની બનાવટમાં કાયમી ફેરફાર કરી શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.

Disclaimer: દારૂ પીવું સ્વસ્થ માટે હાનિકારક હોયે છે, તેના થી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે. આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. TV9Gujarati કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

શું તમે પણ સવારે ખાલી પેટે પપૈયું ખાઓ છો? જાણો શરીર પર કેવી અસર થાય છે!

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Stock Market: સરકારી કંપનીમાં ‘BUY સિગ્નલ’ ! 45% ના તોતિંગ ઘટાડા બાદ હવે ઉછાળાની તૈયારી, બસ આ એક લેવલ પાર કરતા જ શેરમાં આવશે ‘તેજી’

Breaking News : ગુજરાતના બે સ્ટાર ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલના પગારમાં વધારો કરશે BCCI, આ છે કારણ

Breaking News : ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV-ઓડિયો સામે આવતા ડ્રાઈવર સામે પગલા ભરવા DSP ને કરાઈ અરજી

અશાંતધારાની મિલકત ટ્રાન્સફર કરાવવા SDMના ડ્રાઇવરે લાંચ માંગી હોવાનો આરોપ લાગ્યો છે. આ અંગેના એક સીસીટીવીના ફુટેજ સામે આવ્યા બાદ, SDM એ પણ સ્પષ્ટતા કરવી પડી છે. ભાવનગરના ક્રેસન્ટ પાસે હિન્દુની માલિકીની કોમર્શિયલ મિલકત વિધર્મીને તબદીલી કરવા અંગે SDMના ડ્રાઇવરે 14 લાખનો સોદો કરીને રૂપિયા 10 લાખની લાંચની રકમ સ્વીકારતા હોવાના CCTV, ઓડિયો વાયરલ થતા સમગ્ર ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો છે.

જે CCTV વાયરલ થયા છે તેમાં કહેવાય છે કે, ભાવનગરના SDM ના ડ્રાઇવર દ્વારા, રુપિયા સ્વીકારવામાં આવી રહ્યાં છે. આ રૂપિયા ભાવનગરના ક્રેસન્ટ વિસ્તારમાં આવેલ હિન્દુની માલિકીની મિલકત મુસ્લિમને વેચવા માટે અશાંતધારાની કોઈ જોગવાઈને કારણે અટકે નહીં તે માટે લેવડ-દેવડ થઈ હતી. હિન્દુ માલિકીનું કોમર્શિયલ કોમ્પ્લેક્ષ વિધર્મીને વેંચવા માટે જરૂરી મંજૂરી મેળવી આપવા માટે SDM ના ડ્રાઇવર મોમીને રૂપિયા 14 લાખની માંગણી કરી હતી. અશાંતધારા મામલે SDM ના ડ્રાઇવર મોમીન નામના શખ્સે 10 લાખની લાંચ લીધી હોવાના આરોપો લાગતા ચર્ચાનો બન્યો માહોલ.

આ અંગે ભાવનગરના એસડીએમ પ્રતિભા દહિયાએ જણાવ્યું કે જે, આ અશાંતધારાનો આપેલો અભિપ્રાય છે તે અમે 27 કે 29 જાન્યુઆરીના રોજ નામંજૂર કર્યો છે. જે ડ્રાઇવરે મારા નામે રૂપિયા લીધા છે એનો તો મને સ્હેજે પણ ખ્યાલ નથી. ગઈકાલ મને આ સમગ્ર મામલાની જાણ થતા જ અમે ડ્રાઇવરને તાત્કાલીક અસરથી છૂટો કરી નાખ્યો છે. ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમે જિલ્લા પોલીસ વડાને અરજી પણ કરી હોવાનું ભાવનગરના એસડીએમએ જણાવ્યું હતું.

Breaking News: પાંચકુવા સિંધી માર્કેટમાં વિકરાળ આગની ચપેટમાં 30 દુકાન, 100 ફાયરકર્મીઓ મેદાનમાં

Health Tip: શું તમે પણ પગની દુર્ગંધ અને ફાટેલી એડીઓથી પરેશાન છો ?

આ પણ વાંચો: આસામથી ગુજરાત સુધી તેલના કુવા છતાં તિજોરી કેમ ખાલી? શા માટે ભારત 85% તેલ વિદેશથી મંગાવે છે? જાણો આ પાછળનું રહસ્ય

Breaking News : ઈઝરાયેલે, ઈરાનના શક્તિશાળી નેતા અલી લારીજાની પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા

ઈરાનના સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા બાદ, ઇઝરાયલે હવે તેહરાનના બીજા સૌથી શક્તિશાળી નેતા, અલી લારીજાની પર નજર રાખી છે. આજે મંગળવારને 17 માર્ચ ના રોજ, ઇઝરાયલે લારીજાનીના સ્થાનોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલો, ઈઝરાયેલના ગુપ્તચર અહેવાલોના આધારે કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઇઝરાયલે એ તપાસ કરી  હતી કે, શું લારીજાની હુમલામાં માર્યો ગયો છે કે નહીં. ખામેનેઈની હત્યા બાદ, ઈરાનમાં એકમાત્ર લારીજાની છે કે જેઓ ઈરાનના લશ્કરી દળોનું સંકલન કરી રહ્યા હતા. લારીજાની હાલમાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરીનું પદ સંભાળે છે.

ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ અનુસાર, ઇઝરાયલે સંઘર્ષના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશતા જ લારીજાનીને નિશાન બનાવ્યો છે. અલી લારીજાનીના સ્થળો પર હુમલો કર્યો છે. ઇઝરાયલ હજુ સુધી લારીજાનીની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી શક્યું નથી.

દરમિયાન, ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF) એ બાસીજ દળોના વડા ગુલામરેઝા સુલેમાનીને મારી નાખવાનો દાવો કર્યો છે. બાસીજ ઈરાનનું સૌથી મોટું અર્ધ-સરકારી સંગઠન છે.

લારીજાની બધા મોટા નિર્ણયો લેતા હતા

આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા પછી, ઈરાનમાં લારીજાની જ હતા જેઓ બધા મોટા નિર્ણયો લઈ રહ્યા હતા, કારણ કે ઈરાનના નવા સુપ્રીમ લીડર હાલમાં ઘાયલ હોવાનું કહેવાય છે. લારીજાનીને આયાતુલ્લાહ અલી ખામેનેઈના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે. જૂન 2025 માં, ખામેનેઈએ લારીજાનીને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા હતા.

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ તાજેતરમાં લારીજાનીને તેની હિટલિસ્ટમાં ઉમેર્યા હતા. યુનાઇટેડ સ્ટેટ્સે લારીજાની વિશે માહિતી આપનાર કોઈપણને ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

લારીજાનીએ મુસ્લિમ રાષ્ટ્રોને પત્ર લખ્યો હતો

લારીજાનીએ ગઈકાલ સોમવારે 16 માર્ચ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની એક પોસ્ટ લખી હતી. તેમાં, તેમણે ઈરાન વતી બધા મુસ્લિમ રાષ્ટ્રોને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં, લારીજાનીએ યહૂદી અને ખ્રિસ્તી સમુદાયો સામે સંઘર્ષ કરવાની હાકલ કરી હતી. ઈરાને ટ્રમ્પ સામે ધમકી પણ આપી હતી.

લારીજાની અગાઉ ઈરાનમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી ચૂક્યા હતા; જોકે, તેઓ ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. ઈરાનમાં, લારીજાનીની ગણતરી કટ્ટરપંથી નેતાઓમાં થાય છે.

ખામેનેઈ સહિત 40 ટોચના કમાન્ડરોની બોમ્બમારાથી કરાઈ હત્યા

28 ફેબ્રુઆરીએ ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે ઈરાન પર પોતાનો પહેલો હુમલો કરીને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ સહિત 40 ટોચના કમાન્ડરોની હત્યા કરાઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલના હુમલાનું લક્ષ્ય ઈરાનના સર્વોચ્ચ નેતાઓની હત્યા કરવાની વ્યૂહરચનાના ભાગ રૂપે નિશાન બનાવાયા હતા.

જોકે, ઈરાને “ચાર-ઉત્તરાધિકારી ફોર્મ્યુલા” લાગુ કરી છે. આ પ્રોટોકોલ હેઠળ, જો કોઈ ચોક્કસ પદ ધરાવનાર વ્યક્તિની હત્યા કરવામાં આવે, તો તરત જ ઉત્તરાધિકારીની જાહેરાત કરી શકાય છે. દરેક પદ માટે, ઈરાને પહેલાથી જ ચાર સંભવિત અનુગામીઓની યાદી નક્કી કરી દીધી છે.

યુદ્ધભૂમિમાં અમેરિકાને ભેખડે ભરાવી દેતુ ઈરાન, કહ્યું- અમારા દુશ્મન ઈઝરાયેલ માટે થઈને અમેરિકા તેના સૈનિકોના મોત ઈચ્છતું હોય તો અમને વાંધો નથી

કતારથી ગુજરાત આવેલા 46,000 મેટ્રિક ટન LPGથી કેટલા ગેસ સિલિન્ડર ભરાશે?

અમરેલી: રાજ્યકક્ષાના ઊર્જા મંત્રી કૌશિક વેકરીયાએ કુંકાવાવથી જળસંચયની કામગીરીનો કરાવ્યો પ્રારંભ- Video

અમરેલી વિધાનસભામાં આવેલા કુંકાવાવ તાલુકાનું જંગર ગામ હવે સૂર્ય ઊર્જાથી ઝળહળશે. ગામના 350થી વધુ ઘરો પર સોલાર પેનલ લગાવીને આખા ગામને સોલાર વિલેજ બનાવવામાં આવ્યુ છે. આ ભગીરથ કાર્યમાં ઉદ્યોગપતિ અને દાતા હરેશભાઈ વાછાણીનો મોટો સહયોગ સાંપડ્યો છે. હવે આ ગામના લોકોને વીજ બીલમાંથી મુક્તિ મળશે અને પર્યાવરણનું પણ જતન થશે. આ કામગીરી જોવા સમજવા માટે આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

માત્ર વીજળી નહીં પરંતુ કુંકાવાવ તાલુકાનો પાણીના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા માટે એકસાથે 42 ગામોમાં જળસંચયની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત દરેક ગામમાં તળાવો અને ચેકડેમ ઊંડા કરવા માટે કૂલ 42 હિટાચી મશીનો ગામદીઠ ફાળવવામાં આવ્યા છે. આગામી બે મહિના સુધી આ મશીનો રાતદિવસ કામ કરશે, જેથી ચોમાસામાં જળસ્તર ઉંચા આવે ખેડૂતોને સિંચાઈનો લાભ મળે.

આ તકે રાજનીતિ પણ ભરપૂર જોવા મળી. મંત્રી કૌશિક વેકરિયાએ જનસભાને સંબોધતા વિપક્ષ કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દાયકાઓ સુધી સત્તામાં રહેલી કોંગ્રેસે માત્ર વાતો કરી છે, જ્યારે ભાજપ સરકારે વિકાસના કામો જમીન પર ઉતાર્યા છે. ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની આ દિશામાં ભાજપ સરકાર મક્કમ હોવાનું તેમણે ઉમેર્યું હતું. બીજી તરફ કૌશીક વેકરીયા કહ્યું આ તો પિક્ચર છે ટ્રેલર હજુ બાકી છે. આ પ્રકારના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો હતો. ઉપરાંત જળસંચયની કામગીરી માટે કુંકાવાવ રાજ્યનો પ્રથમ તાલુકો બન્યો છે, જયાં એકીસાથે 45 તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

Input Credit- Jaydev Kathi- Amreli

ભારત અને ઈરાનનો માત્ર તેલ કે વેપારનો નહીં, બે પ્રાચીન સભ્યતાઓનો અતૂટ અને હજારો વર્ષ જુનો સંબંધ

Breaking News : યુદ્ધ વચ્ચે Dubai નું Stock Market ધડામ! એક જ મહિનામાં 21% તૂટયું, જાણો

Dubai Stock Markets: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગલ્ફ દેશોના શેરબજારો પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ઈરાન અને યુએસ-ઇઝરાયલ વચ્ચે વધતા સંઘર્ષના કારણે દુબઈનું શેરબજાર તીવ્ર દબાણમાં આવી ગયું છે. દુબઈ ફાઇનાન્સિયલ માર્કેટ જનરલ ઇન્ડેક્સમાં 16 માર્ચે લગભગ 3.2 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

આ સતત ઘટાડાને કારણે દુબઈ ફાઇનાન્સિયલ માર્કેટ ઇન્ડેક્સ હવે તેની તાજેતરની ટોચથી લગભગ 21 ટકા નીચે આવી ગયો છે. સામાન્ય રીતે, જ્યારે કોઈ ઇન્ડેક્સ તેની ટોચથી 20 ટકા અથવા તેથી વધુ નીચે આવી જાય, ત્યારે તેને ‘બેર માર્કેટ’ (Bear Market) તરીકે ઓળખવામાં આવે છે.

ઇરાને પણ ખાડી દેશોના કેટલાક શહેરોને નિશાન બનાવ્યા

પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર ઊર્જા, શિપિંગ, રિયલ એસ્ટેટ અને પર્યટન સહિતના અનેક ઉદ્યોગો પર પડી રહી છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હુમલાઓ બાદ ઇરાને પણ ખાડી દેશોના કેટલાક શહેરોને નિશાન બનાવીને જવાબી કાર્યવાહી કરી, જેના કારણે સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા વધી છે.

આ યુદ્ધના કારણે મુસાફરી વ્યવસ્થા પર પણ અસર પડી છે. દરિયાઈ માર્ગો માટે જોખમો વધતા તેલના ભાવમાં વધારો થયો છે. હાલમાં યુદ્ધ તેના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગયું છે અને આ પરિસ્થિતિ દુબઈ જેવી ઝડપી વિકાસ પામતી આર્થિક કેન્દ્ર તરીકે ઓળખાતી જગ્યા માટે પડકારરૂપ બની રહી છે.

લડાઈ શરૂ થયા બાદ દુબઈની રિયલ એસ્ટેટ કંપનીઓના શેરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. એમાર પ્રોપર્ટીઝના શેરમાં લગભગ 34 ટકા ઘટાડો થયો છે, જ્યારે એમાર ડેવલપમેન્ટના શેરમાં લગભગ 35 ટકા ઘટાડો જોવા મળ્યો છે.

જો કે, યુદ્ધ શરૂ થાય તે પહેલા દુબઈના શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી હતી. છેલ્લા છ વર્ષમાં બજારમાં લગભગ 300 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. આ વૃદ્ધિ પાછળ વધતું વપરાશ, પર્યટનમાં વધારો, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી અને નાણાકીય સેવાઓના વિસ્તરણ જેવા કારણો જવાબદાર હતા.

રોકાણકારોને નીચલા સ્તરે ખરીદીની સારી તક

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બજારમાં આ ઘટાડો મોટાભાગે પ્રદેશની ભૂ-રાજકીય પરિસ્થિતિને કારણે થયો છે. કામકો ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સંશોધન અને વ્યૂહરચનાના વડા જુનૈદ અન્સારીએ જણાવ્યું હતું કે બજારમાં આ પ્રકારનો ઘટાડો અપેક્ષિત હતો અને લગભગ તમામ ક્ષેત્રોમાં વ્યાપક વેચાણ જોવા મળ્યું છે. તેમણે ઉમેર્યું કે પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ રોકાણકારોને નીચલા સ્તરે ખરીદીની સારી તક મળી શકે છે.

આ દરમિયાન દુબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પણ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય નથી. સોમવારે ડ્રોન ઘટનાને કારણે થોડા સમય માટે કામગીરી બંધ કરવી પડી હતી, ત્યારબાદ અમીરાત એરલાઇન્સે મર્યાદિત સંખ્યામાં ફ્લાઇટ્સ ફરી શરૂ કરી છે.

ગયા અઠવાડિયે એરપોર્ટ નજીક બે ડ્રોન ક્રેશ થયા હતા, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. મિસાઇલ અને ડ્રોન હુમલાઓના જોખમને કારણે વિમાનોને દુબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકની આસપાસ લાંબા ચકરાવો લેવા પડી રહ્યા છે, જેના કારણે ફ્લાઇટમાં વિલંબ અને મુસાફરીનો સમય પણ વધી રહ્યો છે.

Post Office ની આ યોજનામાં દર મહિને થશે 5,550 રૂપિયાની કમાણી
Chaitra Navratri 2026 : ચૈત્ર નવરાત્રી દરમિયાન ગુપ્ત રીતે આ વસ્તુઓનું કરો દાન, દેવી દુર્ગાના મળશે આશીર્વાદ !

ચૈત્ર નવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષ ની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે, ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થાય છે અને 27 માર્ચે સમાપ્ત થાય છે. આ વખતે, દેવી દુર્ગા પાલખી પર સવાર થઈને પૃથ્વી પર આવશે અને હાથી પર સવાર થઈને પ્રસ્થાન કરશે. નવરાત્રીને દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે એક ખાસ પ્રસંગ માનવામાં આવે છે.

નવરાત્રી દરમિયાન, ભક્તો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અને ઉપવાસ કરે છે. પ્રાર્થના અને ઉપવાસની સાથે, કેટલાક ખાસ ઉપાયો પણ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં, ગરીબી દૂર કરવા માટે દાનને સૌથી મોટો ઉપાય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન યોગ્ય સમયે અને યોગ્ય વસ્તુ માટે કરવામાં આવેલ ગુપ્ત દાન ઘણી વખત પાછું મળે છે. તો ચાલો જાણીએ કે નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓ ગુપ્ત રીતે દાન કરવી જોઈએ.

નવરાત્રી દરમિયાન આ વસ્તુઓનું દાન કરો

સુહાગની વસ્તુઓ: નવરાત્રી દરમિયાન પરિણીત સ્ત્રીને લાલ ચુનરી, લાલ સાડી અથવા અન્ય લગ્નની વસ્તુઓનું દાન કરો. દેવી દુર્ગાને લાલ રંગ ખૂબ ગમે છે. નવરાત્રી દરમિયાન આ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ આવે છે.

છોકરીઓને અભ્યાસ સંબંધિત વસ્તુઓ: નવરાત્રી દરમિયાન છોકરીઓને ખોરાક, નોટબુક, પેન, પુસ્તકો અથવા અન્ય શૈક્ષણિક સામગ્રીનું દાન કરો. નાની છોકરીઓને દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે.

ફળો: નવરાત્રી દરમિયાન ફળો, ખાસ કરીને કેળાનું દાન કરો. આનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, આર્થિક સંકટ દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે.

અનાજ અને સફેદ મીઠાઈ: નવરાત્રીના કોઈપણ દિવસે ચોખા, લોટ, ખાંડ અથવા કોઈપણ સફેદ મીઠાઈનું દાન કરો. આમ કરવાથી ઘરમાંથી ગરીબી કાયમ માટે દૂર થઈ જાય છે.

Ravivar Puja : રવિવારે કયો પ્રસાદ વહેંચવો જોઈએ, જાણવા માટે અહીં ક્લિક કરો..

IPL 2026: 3 દિગ્ગજ ખેલાડી 200 વિકેટના ક્લબમાં એન્ટ્રી માટે તૈયાર

નવા વર્ષે T20 ક્રિકેટની સૌથી મોટી લીગ શરૂ થવા જઈ રહી છે. 28 માર્ચથી દુનિયાની સૌથી જાણીતી T20 લીગ, IPLની 19મી સીઝનની શરૂઆત થઈ રહી છે અને પછી શરૂ થશે રોમાંચક અને ઉથલ-પાથલ ભરી લાંબી સફર. દરેક વર્ષની જેમ, આ વર્ષે પણ આ સફરમાં અનેક નવા રેકોર્ડ બનશે, અનેક નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. કેટલાક નવા ચહેરા પોતાની ઓળખ બનાવશે તો કેટલાક અનુભવી દિગ્ગજ પોતાના દબદબાને જાળવવા પ્રયત્ન કરશે. આ અનુભવી ખેલાડીઓમાં 3 દિગ્ગજ એવા પણ છે, જે IPL 2026માં પોતાની વિકેટ લેવાની ડબલ સૅંચ્યુરી પૂર્ણ કરશે.

200 વિકેટના ક્લબમાં આ 3 દિગ્ગજ

IPLના નવા સીઝનમાં અનેક નવા રેકોર્ડ બનાવવાના છે. સામાન્ય રીતે T20 ક્રિકેટમાં વધારે રેકોર્ડ બેટ્સમેનના નામે જ નોંધાય છે અને તેમની જ ચર્ચા થાય છે, પરંતુ બોલિંગમાં પણ નવા રેકોર્ડ સર્જાય છે. આવો જ એક રેકોર્ડ છે 200 વિકેટનો, જે IPLમાં અત્યાર સુધી ખૂબ જ દુર્લભ રહ્યું છે, કારણ કે માત્ર એક બોલર જ આ મંચ સુધી પહોંચ્યો છે. તેનું નામ છે યુવેન્દ્ર ચહલ. પરંતુ IPL 2026 સીઝનમાં ચહલને 3 નવા સાથી મળી શકે છે – ભુવનેશ્વર કુમાર, સુનીલ નરેન અને જસપ્રીત બુમરાહ.

આ T20 લીગમાં ત્રણ સફળ અને ચેમ્પિયન બોલર્સમાં ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને સુનિલ નરેનની પાસે આ સીજનમાં 200 વિકેટ લેવાનો મોકો છે.ત્રણેય પોત-પોતાની ટીમની બોલિંગનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે. આ સ્થિતિમાં, તેમના માટે આ મંચ હાંસલ કરવું વધારે મુશ્કેલ નહીં બનવાનું કારણ એ છે કે તેમને ફક્ત થોડી ગણતરીનાં વિકેટ્સની જરૂર છે.

કોણ વધારે નજીક, કોણ દૂર ?

સૌથી પહેલા ભુવનેશ્વર, ડિફેંડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના અનુભવી બોલર ભુવનેશ્વર કુમાર 200 વિકેટથી માત્ર 2 ડગલાં દૂર છે. ભુવનેશ્વરે 190 મેચમાં 198 વિકેટ લીધી છે, જેમાં 2 મેચમાં 5 વિકેટ લીધી છે. બીજી તરફ કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર સ્પિનર સુનિલને માત્ર 8 વિકેટની જરૂર છે. સુનિલે 189 મેચમાં 192 વિકેટ લીધી છે અને 7 મેચમાં 4 વિકેટ લઈ ચૂક્યો છે. વાત કરીએ બુમરાહની તો મુંબઈ ઈંડિયંસના દિગ્ગજ ઝડપી બોલર પણ આ કરી શકે છે. પરંતુ તે બંનેની તુલનામાં થોડો દૂર છે. બુમરાહને 200 વિકેટ સુધી પહોંચવા માટે 17 વીકટ ની જરૂર છે. તેના નામે 145 મેચ માં 183 વિકેટ્સ છે. બુમરાહએ 2 મેચમાં 5 વિકેટ લીધી છે. આ ત્રણ સિવાય બીજા કોઈ બોલર આ રેકોર્ડની નજીક નથી. જ્યાં સુધી નંબર-1 બોલરની વાત છે, તેમાં લેગ સ્પિનર યુવેન્દ્ર ચહલ 221 વિકેટ્સ સાથે ખૂબ આગળ છે.

Breaking News: IPL 2026 પહેલા વિરાટ કોહલીએ પસંદ કરી ઓલ ટાઈમ RCB પ્લેઈંગ 11, જાણો કોને-કોને મળ્યું ટીમમાં સ્થાન?

Breaking News: ઓપનિંગ, નંબર-3 કે મિડલ ઓર્ડર… CSK માં સંજુ સેમસન કયા નંબર પર કરશે બેટિંગ ? પૂર્વ કોચે કરી આગાહી

IPL 2026ની શરૂઆત પહેલા CSKની ટીમ અને તેમના બેટિંગ ક્રમ વિશે ક્રિકેટ જગતમાં ચર્ચા શરુ થઈ ગઈ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરે ટીમના સંભવિત બેટિંગ ક્રમ વિશે વાત કરતાં જણાવ્યું કે સંજુ સેમસનને ટોપ ઓર્ડરમાં મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવવી જોઈએ.

નંબર-3 પર બેટિંગ કરવી યોગ્ય રહેશે

સંજય બાંગરના મત મુજબ સેમસન માટે નંબર-3 પર બેટિંગ કરવી સૌથી યોગ્ય રહેશે. તેમના જણાવ્યા પ્રમાણે આ સ્થાન પર બેટિંગ કરવાથી સેમસન ટીમના ઓપનરો અને મિડલ ઓર્ડર વચ્ચે સારું બેલેન્સ ઉભું કરી શકે છે અને ટીમની બેટિંગ વધુ મજબૂત બની શકે છે.

ઋતુરાજ-આયુષની ઓપનિંગ જોડી

સંજય બાંગરે સૂચન કર્યું કે CSK માટે ઓપનિંગમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેને તક આપવી જોઈએ. તેમનું માનવું છે કે ગાયકવાડે પોતાની કારકિર્દીમાં ઓપનર તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તેથી તેણે શરૂઆતમાં જ બેટિંગ કરવી જોઈએ.

 

મિડલ ઓર્ડરમાં બ્રેવિસ-શિવમ-કાર્તિક

જો સંજુ સેમસન નંબર-3 પર બેટિંગ કરશે તો ત્યારબાદ મિડલ ઓર્ડરમાં ડેવોલ્ડ બ્રેવિસને ચોથા નંબર પર મોકલી શકાય છે. જ્યારે પાંચમા નંબર માટે શિવમ દુબે અથવા કાર્તિક શર્મા જેવા ખેલાડીઓ ટીમને વધુ મજબૂત બનાવી શકે છે.

ચહર-નૂરની સ્પિન બોલિંગ

આ ઉપરાંત બાંગરે CSKની બોલિંગ લાઈનઅપ વિશે પણ વાત કરી હતી. તેમના મુજબ લેગ સ્પિનર રાહુલ ચહર ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેના સાથે સ્પિન વિભાગમાં નૂર અહમદ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

IPL 2026માં CSKને સંજુથી મોટી આશા

ઉલ્લેખનીય છે કે સંજુ સેમસન 2025 માં ટ્રેડ ડીલ દ્વારા રાજસ્થાન રોયલ્સમાંથી CSKમાં જોડાયો હતો. આ ડીલમાં રવિન્દ્ર જાડેજા અને સેમ કરન રાજસ્થાન ટીમમાં ગયા હતા. હવે IPL 2026માં સેમસન CSK માટે મહત્વપૂર્ણ ખેલાડી બની શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News: IPL 2026 પહેલા વિરાટ કોહલીએ પસંદ કરી ઓલ ટાઈમ RCB પ્લેઈંગ 11, જાણો કોને-કોને મળ્યું ટીમમાં સ્થાન?

LPG Gas Cylinder Breaking : એક સાથે PNG અને LPG ગેસ કનેક્શન રાખનાર સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત જુઓ વિડિયો

SBI માં ફક્ત 1,00,000 રૂપિયા જમા કરી મળશે 42,524 રૂપિયા સુધીનું વ્યાજ,

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ Video

ગીર સોમનાથથી કોગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને સરકાર સામે આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે સોમનાથના નામે રેલીઓ અને પ્રદર્શનો કરાઈ રહ્યાં છે. કોંગ્રેસે કોઈપણ કાર્યક્રમ રાજકીય સ્ટંટ વગર પુરો કર્યો છે. કોંગ્રેસનો સનાતન પ્રેમ સરકાર દ્વારા સ્વીકારવો મુશ્કેલ છે. આઝાદી બાદ સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા સરદાર પટેલ અને તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કરી હતી. ચુડાસમાએ આક્ષેપ કર્યો કે તાજેતરમાં રાષ્ટ્રપતિ આવ્યા ત્યારે સોમપુરા બ્રાહ્મણ સમાજને અપમાનિત કરાયો. સોમપુરા બ્રાહ્મણોને બાકાત રાખી બહારથી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા હતા.આ બ્રાહ્મણોને તેમનો હક આપવામાં આવ્યો ન હતો અને આંદોલન પણ થયું હતું

ચુડાસમાએ સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સરકારને કર્યો સવાલ

વિમલ ચુડાસમાએ પ્રહાર કર્યો કે ભાજપની સરકારમાં વિકાસના નામે દુકાનો, મસ્જીદો, મંદિરો તોડવાનું કામ કરાઈ રહ્યુ છે. ખોડિયાર માતાજીનું મંદિર પણ તોડી પાડવામાં આવ્યુ. દરગાહો પણ તોડી પડાઈ. સાધુ સંતોની સમાધી પણ તોડવામાં આવી રહી છે. તેમણે ભાજપની સરકારને સવાલ કર્યો કે દેશ સ્વતંત્ર થયો એના પહેલા સોમનાથમાં તમારો શું ફાળો હતો?

Input Credit- Ronak Varma- Gandhinagr

ચૈત્ર નવરાત્રી 2026 : નવરાત્રી દરમિયાન કઈ દેવીને કયું ફૂલ ચઢાવવું જોઈએ ? માં દુર્ગાના ભક્તોની લાવશે સુખાકારી, વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

 

Breaking News : તમિલનાડુમાં ભાજપે રમી મોટી રમત, વિજય થલાપતિને નાયબ મુખ્યમંત્રી પદ સહિત મોટી ઓફર આપી

તમિલનાડુની રાજનીતિમાં સિનેમા અને રાજકારણનો હંમેશા ઉંડો સંબંધ રહ્યો છે. હવે આમાં એક નવો અધ્યાય જોડાતો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ભાજપે રાજ્યની સત્તામાં પોતાની પકડ મજબુત કરવા માટે અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી ટીવીકેને ગંઠબંધનની ખુલ્લી ઓફર આપી છે. સુત્રોનો દાવો છે કે,ભાજપે વિજયની સામે નાયબ મુખ્યમંત્રીનું પદનો પણ પ્રસ્તાવ રાખ્યો છે. એક રિપોર્ટમાં ભાજપના સુત્રો દ્વાર કહેવામાં આવ્યું કે, પાર્ટીએ ગઠબંધન હેઠળ ટીવીકેની 80 સીટ આપવાની પણ વાત કરી છે.

2 ટકા મત પણ ગેમ પલટી નાંખે

ભાજપના રણનીતિકારો માને છે કે તમિલનાડુની હાઈવોલ્ટેજ લડાઈવાળી ચૂંટણીઓમાં, ફક્ત 2 ટકા મતનો તફાવત પણ પરિવર્તન લાવી શકે છે. રાજ્યના ચૂંટણી ઇતિહાસમાં ખુબ ઓછા માર્જિનથી પણ જીત-હારનો નિર્ણય લેવાયે છે. ત્યારે વિજયનું સમર્થન ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
વિજયની લોકપ્રિયતાને જોઈ ભાજપે તેને પોતાની સાથે ગઠબંધન કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.

વિજયની નજર મુખ્યમંત્રીની ખુરશી પર

ભાજપે ભલે વિજયને નાયબમુખ્યમંત્રી નું પદ અને 80 સીટની ઓફર આપી હોય પરંતુ અભિનેતા વિજયની નજર મુખ્યમંત્રીની ખુરશી પર રહેલી છે. રાજનીતિક વિશ્લેષકોનું કહેવું છે કે, વિજય પોતાની પહેલી ઈનિગ્સમાં મુખ્ય ભુમિકા નિભાવવા માંગે છે. એવું પણ કહેવું છે કે, વિજયે પોતાના રાજકારણની શરુઆત ત્રીજા વિકલ્પ અને સ્વતંત્ર તાકતના રુપમાં કરી હતી.સલાહકારનું માનવું છે કે, આટલી જલ્દી રાષ્ટ્રીય ગઠબંધનનો ભાગ બનવાથી તેની નવી અને અલગ રાજકારણની છાપ ધુંધળી થઈ શકે છે.

વિજય પર દબાણ લાવવાના પ્રયાસો

તેમણે કહ્યું કે, રાજ્યમાં રાજકીય પક્ષો પૈસાથી મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તેઓ સફળ થશે નહીં. વિજયે કહ્યું કે,ચૂંટણી દરમિયાન પૈસા વહેંચવામાં આવે તો પણ, આખરે મતદારો જ મતદાન કરશે અને નિર્ણય ટીવીકેના પક્ષમાં આવશે. દરમિયાન, વિજયને ચૂંટણી પહેલા અનેક પડકારોનો સામનો કરવો પડશે.કરુર નાસભાગ કેસની તપાસ અને સીબીઆઈના વારંવાર સમન્સને કારણે તેમના માટે રાજકીય અને વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ છે. સૂત્રો જણાવે છે કે, આ કેસનો ઉપયોગ કરીને વિજય પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

અભિનેતામાંથી રાજકારણમાં એન્ટ્રી કરનાર વિજય થલાપતિની કરુરની રેલીમાં ભાગદોડથી 39ના મોત, આવો છે સ્ટારનો પરિવાર અહી ક્લિક કરો

Breaking News : રોહિત અને વિરાટના નામ નહીં… આ ખેલાડીઓને મળશે એવોર્ડ, BCCI એ કરી મોટી જાહેરાત

ભારતીય ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન અને યોગદાનને સન્માનિત કરવા માટે BCCI નમન એવોર્ડ્સ 2026નું આયોજન કરી રહ્યું છે. આ એવોર્ડ સમારોહ 15 માર્ચ, 2026 ના રોજ નવી દિલ્હીમાં યોજાશે. બોર્ડ દ્વારા દર વર્ષે વિવિધ શ્રેણીઓમાં ખેલાડીઓ, ભૂતપૂર્વ ખેલાડીઓ, કોચ અને અમ્પાયરોને આ એવોર્ડ્સ આપવામાં આવે છે. આ વર્ષે, કયા ખેલાડીઓને કયા સન્માન મળ્યા તેની જાહેરાત કરવામાં આવી છે.

BCCI કયા ખેલાડીઓનું સન્માન કરશે?

BCCIએ જાહેરાત કરી છે કે ભારતીય ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલને પોલી ઉમરીગર એવોર્ડ મળશે, જે પુરુષોના ક્રિકેટમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરનો એવોર્ડ છે. શુભમન ગિલને આ એવોર્ડ સતત બીજી વખત મળ્યો છે. સ્મૃતિ મંધાનાને મહિલા માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરનો એવોર્ડ મળશે. સ્મૃતિ મંધાનાને તેની કારકિર્દીમાં પાંચમી વખત આ સન્માન મળશે.

વિવિધ કેટેગરીમાં એવોર્ડની જાહેરાત

ઘરેલુ ક્રિકેટમાં, મુંબઈની ઇરા જાધવને ઘરેલુ ક્રિકેટમાં શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર માટે જગમોહન દાલમિયા ટ્રોફી મળશે. હરિયાણાની શેફાલી વર્માને સિનિયર ઘરેલુ વનડેમાં શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર માટે જગમોહન દાલમિયા ટ્રોફી મળશે. આ દરમિયાન, મુંબઈના આયુષ મ્હાત્રેને ઘરેલુ મર્યાદિત ઓવરની ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર માટે લાલા અમરનાથ એવોર્ડ મળશે. વિદર્ભના હર્ષ દુબેને રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર માટે લાલા અમરનાથ એવોર્ડ મળશે. વધુમાં, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ને ફરી એકવાર BCCI ડોમેસ્ટિક ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ પ્રદર્શન એવોર્ડ મળશે, જેણે ચાર ટ્રોફી જીતી છે અને બેમાં રનર-અપ રહી છે.

5 ટીમોનું એકસાથે સન્માન

આ વર્ષે, નમન એવોર્ડ્સ પાંચ ICC ટ્રોફી જીતનાર ભારતીય ટીમોને પણ સન્માનિત કરશે. ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલીવાર બનશે કે આટલી મોટી સંખ્યામાં ટાઇટલ ધરાવતી ટીમોને એકસાથે સન્માનિત કરવામાં આવશે.

  • સિનિયર મેન્સ ટીમ: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ICC T20 વર્લ્ડ કપ 2026
  • સિનિયર મહિલા ટીમ: ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025
  • પુરુષોની અંડર-19 ટીમ: ICC અંડર-19 વર્લ્ડ કપ 2026
  • મહિલા અંડર-19 ટીમ: ICC અંડર-19 વર્લ્ડ કપ 2025

Breaking News: અભિષેક-શુભમન બાદ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો યુવરાજ સિંહનો શિષ્ય, IPL 2026 પહેલા લીધી ખાસ ટ્રેનિંગ

Breaking News: 1 એપ્રિલ 2026 થી બદલાઈ જશે ટેક્સના આ 7 નિયમ, સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર પડશે?

આ પણ વાંચો: આસામથી ગુજરાત સુધી તેલના કુવા છતાં તિજોરી કેમ ખાલી? શા માટે ભારત 85% તેલ વિદેશથી મંગાવે છે? જાણો આ પાછળનું રહસ્ય

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા રહેશે યથાવત્-Video

અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં તેલની અને ગેસની કટોકટી સર્જાઈ છે. જેની અસર હવે ભારત પર પણ પડવાની શરૂ થઈ ગઈ છે. દેશમાં હાલ તો પૂરવઠો જાળવી રાખવા અને ડોમેસ્ટિક ગેસની અછત ન સર્જાય તે માટે સરકારે કોમર્શિયલ ગેસ પર કાપ મુક્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં હાલ તો ગેસની કોઈ અછત જણાતી નથી. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર
યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ 5 હજાર જેટલા ભક્તો બંને ટાઈમ નિશુલ્ક જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. હાલ તો ગેસનો પૂરતો જથ્થો હોવાથી ગેસ પર જ રસોઈ કરવામાં આવે છે પરંતુ આગામી સમયમાં ગેસની વધુ અછત સર્જાશે તો ચુલા પર લાકડાની મદદથી યાત્રિકોને નિ:શુલ્ક જમાડવામાં આવશે.

જો કે કોમર્શિયલ ગેસ આપવાનું બંધ કરાતા અંબાજીમાં 30 થી 40 હોટેલો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. જો કોમર્શિયલ ગેસ નહીં મળે તો તમામ રેસ્ટોરન્ટ્સ અને હોટેલો બંધ કરવાની ફરજ પડશે.

આ અંગે ગેસ એજન્સીના માલિકે જણાવ્યુ કે જે રીતે સોશિયલ મીડિયામાં ગેસની જેટલી અછત બતાવવામાં આવી રહી છે. તે તદ્દન ખોટી છે. હાલમાં પુરતો સ્ટોક છે અને તમામને સમયસર ગેસ પુરો પાડવામાં આવી રહ્યો છે. દરેક ઘરમાં ગેસની અછત ન સર્જાય તે માટે માત્ર કોમર્શિયલ ગેસ પર કાપ મુકવામાં આવ્યો છે. જોકે આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેકટરે પણ જિલ્લામાં ત્રણ કંપનીની 37 જેટલી ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજી. ગેસની તકલીફ ન પડે અને સાથે ગેસ ન સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

Breaking News: ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની જાણકારી આપનારને અમેરિકા આપશે 10 કરોડ ડૉલરનું ઈનામ, ટ્રમ્પની નવી ચાલ

 

Fridge Electricity Bill : ઉનાળામાં તમારા રેફ્રિજરેટર ચલાવતી વખતે આ ભૂલો ન કરતાં

લગ્નએ એવી ઈવેન્ટ છે, જ્યાં બે લોકો એટલે કે એક કપલ વૈવાહિક સંબંધમાં જોડાય છે. જેને ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વિવાહ’ પણ કહેવામાં આવે છે.  અહી ક્લિક કરો

US-Israel-Iran War: યુદ્ધ હવે ડિજિટલ મોરચે! ઈરાનની હિટ લિસ્ટમાં મોટી ટેક કંપનીઓ

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ હવે ખતરનાક વળાંક લઇ રહ્યું છે. ઈરાને હવે એક નવી યાદી જાહેર કરી છે જેમાં જણાવ્યું છે કે ઈઝરાયેલ, દુબઇ, અભુ ધાબી અને પશ્ચિમી એશિયાના અન્ય સ્થળો પર આવેલી અમેરિકાની મોટી ટેક્નોલોજી કંપનીઓજેવી કે Google, Amazon, Microsoft, Nvidia, IBM, Oracle અને Palantirના ઓફિસો પર હુમલો કરવામાં આવશે. આ યાદી સામે આવતા જ હવે આ કંપનીઓને એલર્ટ પર રાખવામાં આવી છે.

ઈરાન સાથે જોડાયેલ ન્યુઝ એજન્સિ ‘Tasnim’એ હાલમાં જ આ લિસ્ટને બહાર પાડી છે. આ લિસ્ટમાં જણાવાયું છે કે ઈરાન હવે અમેરિકાની મોટી ટેક કંપનીઓની ઓફિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરશે. ઈઝરાયેલએ આ કંપનીઓની ટેકનોલોજીનો ઉપયોગ સૈનિક કામો માટે કર્યો છે, અને એ જ કારણ છે કે હવે આ કંપનીઓ ઈરાનની હિટ લિસ્ટમાં સામેલ થઇ ગઈ છે.

જે ઓફિસો અને ક્લાઉડ‑સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે ઈઝરાયેલના અનેક શહેરોમાં તેમજ કેટલાક ખાડી દેશોમાં પણ ફેલાયેલું છે. તસનિમ ન્યૂઝ એજન્સીના એક નિવેદન અનુસાર, હવે આ યુદ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રિત યુદ્ધનો સ્વરૂપ લઈ રહ્યું છે, જેના કારણે ઈરાનના સંભવિત લક્ષ્યો (ટાર્ગેટ્સ)નો વિસ્તાર પણ વધ્યો છે.

Amazon Data Centre પર હુમલો

છેલ્લા એક અઠવાડિયામાં, ખબર મુજબ ઈરાનના ડ્રોન દ્વારા બેહરિનમાં Amazon Web Services (AWS)ના એક ડેટા સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો અને યુનાઇટેડ આરબ અમીરાતમાં AWSના બે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.આ હુમલાથી આગ લાગી, સેવાઓ બંધ થઈ ગઈ અને ઇમર્જન્સી શટડાઉન કરવું પડ્યું. CNNના રિપોર્ટ મુજબ, ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું કે આ ડેટા સેન્ટરોનું યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈઝરાયેલના સૈનિક ઓપરેશન્સ સાથે સંકળાયેલ હોવાથી તેઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો.

Breaking News: ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈ કોમામાં હોવાનો દાવો, એક પગ ગુમાવ્યાની પણ ચર્ચા

આ 3 રાશિના જાતકોનો શરુ થશે ગોલ્ડન ટાઈમ, મહાલક્ષ્મી રાજયોગ કરાવશે મોટો લાભ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

શું મોડી રાત્રે ખાવાથી સ્વાસ્થ્યના જોખમો વધી શકે છે? જાણો નિષ્ણાંતોની સલાહ

આજકાલના ઝડપી જીવનમાં ઘણા લોકો મોડી રાત્રે જ ભોજન લે છે. કામ, મોબાઈલ અથવા ટીવી જોવું અને પછી જ ખાવું એ સામાન્ય બની ગયું છે. ઘણીવાર લોકો આને નાના મુદ્દા તરીકે અવગણે છે, પરંતુ આ સ્વાસ્થ્ય માટે જોખમભર્યું હોઈ શકે છે. લાંબા સમય સુધી આવી આદત ચાલુ રહે તો શરીરની કાર્યપ્રણાલી ધીમે ધીમે પ્રભાવિત થવા લાગે છે અને અનેક આરોગ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

કુદરતી જૈવિક ઘડિયાળ પર અસર

શરીરમાં પાચન, ઊંઘ અને ઊર્જા માટે કુદરતી જૈવિક ઘડિયાળ હોય છે. જ્યારે ભોજનનો સમય વારંવાર બદલાય છે અથવા મોડી રાત્રે ખાવામાં આવે છે, ત્યારે આ ઘડિયાળ પ્રભાવિત થાય છે, જે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. વિજ્ઞાન મુજબ આ આંતરિક ઘડિયાળ શરીરના હોર્મોન, ઊંઘ અને પાચન પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

પાચન સંબંધિત સમસ્યાઓ

સૂતા પહેલા ખાવાથી શરીરને ખોરાક પચાવવા પૂરતો સમય નહીં મળે. પરિણામે પેટમાં એસિડિટી, ગેસ, અપચો અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કેટલાક લોકોને પેટમાં બળતરા અથવા અસ્વસ્થતા પણ અનુભવાય છે, જે દૈનિક જીવનને અસર કરી શકે છે.

વજન અને સ્થૂળતાનો જોખમ

મસાલેદાર અથવા તળેલું ભોજન મોડી રાત્રે લેવાને કારણે શરીરમાં વધુ કેલરી સંગ્રહ થાય છે. આથી લાંબા ગાળે વજન વધે છે અને સ્થૂળતાનો જોખમ વધી શકે છે, જે હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ તરફ દોરી શકે છે. કારણ કે રાત્રિના સમયે શરીર ઊર્જા ઓછું વાપરે છે અને વધારાની કેલરી ચરબી તરીકે સંગ્રહિત થઈ શકે છે.

ઊંઘ અને હોર્મોનલ બેલેન્સ પર અસર

મોડી રાત્રે ખાવાની આદત ઊંઘની ગુણવત્તા પર અસર કરે છે. ઓછી ઊંઘ હોર્મોનલ સંતુલન ખોટું કરે છે, જે ધીમે ધીમે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. સારી અને પૂરતી ઊંઘ શરીરને આરામ અને પુનઃસ્થાપન માટે ખૂબ જરૂરી માનવામાં આવે છે.

લક્ષણો કેવી રીતે દેખાય છે

મોડી રાત્રે ખાવાથી સંબંધિત લક્ષણોમાં પેટમાં ભારેપણું, એસિડિટી, ગેસ, હાર્ટબર્ન, સવારે ઉઠતી વખતે થાક અને સુસ્તી, ભૂખ ન લાગવી અને પાચનમાં તકલીફ આવવી સામેલ છે. આ લક્ષણો શરૂઆતમાં સામાન્ય લાગે છે પરંતુ સમય જતા ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓમાં બદલાઈ શકે છે.

સલાહ અને ઉકેલ

સૂવાના બે થી ત્રણ કલાક પહેલાં રાત્રિભોજન કરવું. ભોજન હળવું અને સંતુલિત હોવું જોઈએ. મસાલેદાર, તળેલું અને ભારે ભોજન ટાળવું. નિયમિત સૂવા અને જાગવાની આદત કેળવવી. સાથે સાથે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું અને હળવી કસરત કરવી પણ આરોગ્ય માટે લાભદાયી બની શકે છે.

ડૉક્ટરની સલાહ લેવી

જો પાચન સમસ્યાઓ ફરી શરૂ થાય તો ડૉક્ટરની સલાહ જરૂરી છે. યોગ્ય ખાવાથી, નિયમિત દિનચર્યા અને હલકી આદતો જાળવીને મોડી રાત્રે ખાવાની આદતના જોખમો ટાળી શકાય છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી લાંબા ગાળે શરીર અને મન બંનેને લાભ મળે છે.

Viral Video: ગેસ સિલિન્ડર ના મળતાં હોટેલ માલિક મજબૂર, લાકડા ભેગા કરી ચૂલા પર બનાવી રસોઈ

Breaking News : મ્યુચ્યુઅલ ફંડથી કરવી છે મોટી કમાણી? રોકાણ પહેલાં જાણો મહત્વપૂર્ણ વાતો

આજના સમયમાં પોતાની મહેનતની કમાણી યોગ્ય જગ્યાએ રોકાણ કરવું દરેક માટે મોટો પડકાર બની ગયું છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમના પૈસા ઝડપથી વધે અને મોંઘવારી સામે ટકી શકે. આવી સ્થિતિમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે એક લોકપ્રિય વિકલ્પ બની રહ્યો છે. ખાસ કરીને છેલ્લા થોડા સમયમાં મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારોનું ખાસ ધ્યાન ખેંચી રહ્યા છે, કારણ કે તેમાં સારૂ વળતર મળવાની શક્યતા રહેલી છે.

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં ઘણા મિડ કેપ ફંડ્સે લગભગ 24 ટકા સુધીનું વળતર આપ્યું છે. પરંતુ તેમાં રોકાણ કરતાં પહેલાં મિડ કેપ ફંડ્સ કેવી રીતે કામ કરે છે અને તેમાં પૈસા કેવી રીતે પૈસાનું રોકાણ કરવું તે સમજવું ખૂબ જરૂરી છે.

મિડ કેપ ફંડ્સ શું છે?

શેરબજારમાં કંપનીઓને તેમના કદ અને માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ તરીકે વહેંચવામાં આવે છે. મિડ કેપ ફંડ્સ મુખ્યત્વે મધ્યમ કદની કંપનીઓમાં રોકાણ કરે છે.

આ કંપનીઓ ન તો ખૂબ મોટી હોય છે અને ન તો ખૂબ નાની. પરંતુ ભવિષ્યમાં ઝડપથી વિકાસ કરીને મોટી કંપની બનવાની તેમાં સારી શક્યતા રહેલી હોય છે. તેથી આવા ફંડ્સમાં ગ્રોથની સંભાવના વધારે હોય છે.

જોખમ અને રિટર્ન કેટલું?

મિડ કેપ ફંડ્સમાં સ્મોલ કેપ ફંડ્સની સરખામણીએ જોખમ થોડું ઓછું હોય છે, પરંતુ લાર્જ કેપ ફંડ્સ કરતાં થોડું વધારે હોઈ શકે છે. એટલે કે, આ ફંડ્સ રિસ્ક અને રિટર્ન વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ કરે છે. જો કોઈ રોકાણકાર મધ્યમ જોખમ લઈને સારો નફો મેળવવા માંગતી હોય, તો મિડ કેપ ફંડ્સ તેના માટે યોગ્ય વિકલ્પ બની શકે છે. જોકે, અંતિમ રિટર્ન હંમેશા શેરબજારની સ્થિતિ પર નિર્ભર રહે છે.

કોણ રોકાણ કરી શકે?

  • મિડ કેપ ફંડ્સ ખાસ કરીને એવા રોકાણકારો માટે યોગ્ય છે:
  • જે લોકો લાંબા ગાળાનું રોકાણ કરવા માંગે છે
  • મધ્યમ સ્તરનું જોખમ લઈ શકે છે
  • નવી કંપનીઓમાં રોકાણ કરીને વધુ રિટર્ન મેળવવા માંગતા વ્યક્તિઓ.

એકસાથે (Lumpsum) રોકાણ કે SIP?

મિડ કેપ ફંડ્સમાં રોકાણ કરતી વખતે મોટો પ્રશ્ન એ હોય છે કે એકસાથે (Lumpsum) રોકાણ કરવું કે SIP (Systematic Investment Plan) દ્વારા?

ફાઇનાન્સિયલ નિષ્ણાતોના જણાવ્યા મુજબ મિડ કેપ જેવા ઈક્વિટી ફંડ્સમાં SIP (Systematic Investment Plan) વધુ સુરક્ષિત અને અસરકારક રીત માનવામાં આવે છે. SIPમાં તમે દર મહિને નિશ્ચિત રકમ રોકાણ કરવામાં આવે છે. જ્યારે બજારમાં વધારો કે ઘટાડો થાય ત્યારે તમને તે પ્રમાણે યુનિટ્સ મળે છે. અને જ્યારે બજાર ફરીથી ઊંચું જાય છે ત્યારે આ યુનિટ્સનું મૂલ્ય વધે છે, જેના કારણે રોકાણકારને સારો નફો મળી શકે છે.

નિષ્ણાતોની સલાહ

રોકાણ કરતાં પહેલાં પોતાની જોખમ લેવાની ક્ષમતા, રોકાણનો સમયગાળો અને નાણાકીય લક્ષ્યો ધ્યાનમાં લેવા ખૂબ જરૂરી છે. યોગ્ય માહિતી અને લાંબા ગાળાની યોજના સાથે મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાથી સારું રિટર્ન મળવાની શક્યતાઓ વધી શકે છે.

Gold-Silver Rate Today: યુદ્ધ વચ્ચે સતત ઘટી રહ્યો સોના-ચાંદીનો ભાવ, જાણો આજની લેટેસ્ટ કિંમત વધુ જાણો

Breaking News : હવે વિપક્ષના નિશાને છે ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા ઈતિહાસમાં પહેલીવાર કરાશે આવી કાર્યવાહી

દેશભરના વિરોધ પક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે બંધારણીય માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે. આના માટે વિપક્ષના સાંસદોના હસ્તાક્ષર એકત્રિત કરવામાં આવ્યા છે અને તેઓ આગામી થોડા દિવસોમાં લોકસભા અને રાજ્યસભામાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગની નોટિસ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે, મુખ્ય ચૂંટણી કમિશનરે તેમના કાર્યકાળ દરમિયાન પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ રીતે કાર્ય કર્યું છે, પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંબંધિત બાબતોમાં પણ અનિયમિતતાઓ કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

CEC ને હટાવવા માટે વિપક્ષ આ અઠવાડિયે જ, બંને ગૃહોના મહાસચિવ સમક્ષ પ્રસ્તાવ રજૂ કરાશે. વિપક્ષ ઇચ્છે છે કે, મહાભિયોગ પ્રસ્તાવ ફક્ત એકને બદલે બંને ગૃહોમાં રજૂ કરવામાં આવે. સોમવારે વિરોધ પક્ષોની બેઠકમાં તમામ પક્ષો આ મુદ્દે સંમત થયા પછી આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહાભિયોગના પ્રસ્તાવ માટે સંસદના બંને ગૃહોમાં વિપક્ષના સાંસદોના હસ્તાક્ષર એકત્રિત કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે.

સાંસદોના હસ્તાક્ષર

સૂત્રોના જણાવ્યાનુ, લોકસભામાં રજૂ થનારી નોટિસ પર આશરે 120 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે, જ્યારે રાજ્યસભા માટે તૈયાર કરાયેલી નોટિસ પર આશરે 60 સાંસદોના હસ્તાક્ષર હોવાના અહેવાલ છે. મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે લોકસભામાં ઓછામાં ઓછા 100 સાંસદો અને રાજ્યસભામાં 50 સાંસદોના હસ્તાક્ષરો જરૂરી છે. એવું જાણવા મળ્યું છે કે જરૂરી હસ્તાક્ષરો લગભગ એકત્રિત થઈ ગયા છે.

કલમ 324 હેઠળ હટાવવાની માંગ

બંધારણની કલમ 324 હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગણી કરતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ઠરાવને અનેક વિપક્ષી પક્ષોએ સમર્થન આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. કલમ 324 ભારતના ચૂંટણી પંચની સત્તાઓ અને કામગીરીનું નિયમન કરે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ આ પહેલમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વરિષ્ઠ TMC સાંસદો બંને ગૃહોમાં વિપક્ષી સાંસદોનો સક્રિયપણે સંપર્ક કરી રહ્યા છે અને સહીઓ એકત્રિત કરી રહ્યા છે.

કોંગ્રેસે પ્રસ્તાવને આપ્યુ સમર્થન

કોંગ્રેસ પાર્ટીએ પણ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું હતું કે તેમની પાર્ટી લાંબા સમયથી મતદાર યાદીઓમાં કથિત અનિયમિતતાઓનો મુદ્દો ઉઠાવી રહી છે અને તૃણમૂલ કોંગ્રેસની પહેલનું સ્વાગત કરે છે. કોંગ્રેસના સાંસદ સુખદેવ ભગતે બિહાર અને પશ્ચિમ બંગાળમાં ખાસ સઘન સુધારણા પ્રક્રિયા પર પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે આવા અભિયાનોનો ઉપયોગ ઘણીવાર રાજકીય હથિયાર તરીકે થાય છે.

સપાનું પણ સમર્થન

પૂર્ણિયાના સ્વતંત્ર સાંસદ પપ્પુ યાદવે પણ મુખ્ય ચૂંટણી કમિશનર સામે કાર્યવાહીની માંગને સમર્થન આપ્યું હતું. તેઓ કહે છે કે હાલમાં, એવું લાગે છે કે ચૂંટણી પંચ સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું નથી. સમાજવાદી પાર્ટીએ પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો છે, જેમાં પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે જણાવ્યું છે કે તેમનો પક્ષ આ મુદ્દા પર તૃણમૂલ કોંગ્રેસ સાથે છે.

સીઈસીને હટાવવાનો પ્રથમ પ્રસ્તાવ

જો કે વિપક્ષે ઔપચારિક રીતે નોટિસ દાખલ કરે છે, તો આ મામલો સંસદમાં એક મોટો રાજકીય મુદ્દો બની શકે છે. આ પહેલી વાર હશે જ્યારે સીઈસીને હટાવવાનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરવામાં આવશે. સીઈસીને હટાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશ જેવી જ છે, અને તે ફક્ત “ગેરવર્તણૂક” અથવા “અક્ષમતા” ના આધારે જ શક્ય છે. સીઈસીને હટાવવાનો પ્રસ્તાવ કોઈપણ ગૃહમાં રજૂ કરી શકાય છે, અને તેને પસાર કરવા માટે હાજર રહેલા સાંસદ અને મતદાન કરનારા કુલ સભ્યોની બહુમતી હોવી જરૂરી છે.

કેન્દ્રના માર્ગ અને પરિવહન વિભાગે, ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર છેલ્લા પાંચ વર્ષમાં 20,383 કરોડનો ટોલ ટેક્સ વસૂલ્યો

Breaking News: અફવા ફેલાવનારાઓ પર રાખો કડક નજર, PM મોદીએ મંત્રીઓને આપી ચેતવણી

પ્રધાનમંત્રી મોદીએ આજે ગુરુવારે પોતાના મંત્રીઓને કહ્યું કે-ઈરાનમાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને દેશની અંદરની સ્થિતિ પર સતત નજર રાખવી જરૂરી છે. તેમણે ચેતવણી આપી કે કેટલાક લોકો હાલની પરીસ્થિતિને લઈ અફવા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી આવા લોકો પર કડક નજર રાખવી જોઈએ.

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ગેસની અછત જોવા મળી રહી છે. LPG સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. આ સ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ પોતાના મંત્રીઓને સૂચના આપી છે કે લોકોમાં ભય અને ગેરસમજ ફેલાવનાર તત્વો પર નજર રાખવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે સંભવિત સંકટ સામે ભારતની તૈયારીઓ મજબૂત છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, મોદીએ મંત્રીઓને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા અને વિરોધ પક્ષના પ્રચારનો તીવ્ર રીતે જવાબ આપવા પણ જણાવ્યું છે.

અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સ્થિતિ સારી

મંત્રીઓમાં આત્મવિશ્વાસ જળવાઈ રહે તે માટે મોદીએ કહ્યું કે આવી સ્થિતિ માત્ર એક દેશને નહીં પરંતુ આખી દુનિયાને અસર કરતી હોય છે. તેમ છતાં ભારતની તૈયારી ઘણા પડોશી દેશો અને અન્ય દેશોની તુલનામાં વધુ મજબૂત છે.

આ પહેલા બુધવારે તમિલનાડુમાં એક જાહેર સભાને સંબોધતા મોદીએ લોકોને ગભરાશો નહીં તેવી અપીલ કરી હતી. તેમણે વિશ્વાસ આપ્યો હતો કે ગેસ સંકટનો જલ્દી ઉકેલ લાવવામાં આવશે. દેશમાં કોમર્શિયલ ની LPG સિલિન્ડર અછતના કારણે હોટેલ ઉદ્યોગ પર પણ અસર પડી રહી છે.

મોદીએ લોકોને અપીલ કરતાં કહ્યું કે લોકો માત્ર સાચી અને સચોટ માહિતી જ ફેલાવે.

હોર્મુઝ જળમાર્ગ અંગે ભારતને રાહત

હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આંતરરાષ્ટ્રીય શિપિંગ બંધ કરવા અથવા વિક્ષેપિત કરવાના ઈરાનના પ્રયાસો વચ્ચે ભારતે એક મોટી સફળતા મેળવી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના ઈરાની સમકક્ષ, અબ્બાસ અરાઘચી સાથે આ દરિયાઈ માર્ગ દ્વારા જહાજોની અવરજવર અંગે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરી હતી.

ચર્ચા બાદ ઈરાન ભારત માટે હોર્મુઝ જળમાર્ગ ખોલવા માટે તૈયાર થઈ ગયું છે. હવે ભારતના રાષ્ટ્રધ્વજ ધરાવતા ટેન્કરોને આ માર્ગથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. માહિતી મુજબ ભારતના બે ટેન્કર પુષ્પક અને પરિમલ સુરક્ષિત રીતે આ જળમાર્ગથી પસાર થઈ રહ્યા છે.

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં! અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો, સપ્લાય ઘટતાં લોકોમાં ચિંતા

Jio Recharge Plan: મુકેશ અંબાણીએ કરોડો યુઝર્સને આપી મોટી રાહત, એક જ રિચાર્જથી અડધા વર્ષનું ટેન્શન ખતમ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News :  લવ મેરેજ બાદ ભડક્યો વિવાદ! કિંજલ રબારીનો આક્ષેપ ‘મારા જીવને જોખમ’

પાટણ : ગુજરાતી સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈને પાટણમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે. રાધનપુર તાલુકાના સિનાડ ગામની રહેવાસી અને જાણીતી લોકપ્રિય ગાયિકા કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા બાદ તેના પરિવાર અને રબારી સમાજમાં ભારે રોષ અને વિરોધ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ સમાજ દ્વારા કિંજલ રબારી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી હોવાના દાવા પણ સામે આવ્યા છે.

પોલીસ રક્ષણ માગી પરિવારને ઠેરવ્યો જવાબદાર

આ સમગ્ર વિવાદને પગલે સિંગર કિંજલ રબારીએ પોતાના અને તેના પતિના જીવને જોખમ હોવાનું જણાવી પોલીસ રક્ષણ માગ્યું છે. કિંજલ રબારીએ આક્ષેપ કર્યો છે કે, પ્રેમલગ્ન કરવા બદલ તેને બદનામ કરવામાં આવી રહી છે. તેણે સમાજ અને પરિવાર સામે પણ વાંધો ઉઠાવ્યો છે, જેઓ તેના પ્રેમલગ્નને કારણે વિરોધ કરી રહ્યા છે.

વિવાદ વકરતા કિંજલ રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે. જેથી હું આ બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજને ખૂબ કદર કરું છું. પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે, એ ખોટું છે. મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે.

કિંજલ રબારીએ વધુમાં ઉમેર્યું કે, તેણે એડવોકેટનો સંપર્ક કરીને કાયદેસરના પગલા લીધા છે અને પોલીસ પ્રોટેક્શન માગ્યું છે. તેણે સ્પષ્ટપણે ચેતવણી ઉચ્ચારી છે કે, મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારો પરિવાર રહેશે.

 

ગુજરાતી સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈ મોટો વિવાદ

બીજી તરફ રબારી સમાજ દ્વારા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કિંજલનો સંપર્ક કરવા અને તેને પરત લાવવા માટેના પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી છે. હાલ કિંજલ રબારી ક્યાં છે તેની ભાળ મળતી નથી, પરંતુ તેણે પોતાના નિવેદનમાં પોતાના પરિવાર અને સમાજને જ જવાબદાર ઠેરવ્યા છે. આ વિવાદ હજુ વધુ વકરે તેવી શક્યતાઓ છે, કારણ કે કિંજલ રબારીએ પોતાના પતિના રક્ષણ માટે પણ અપીલ કરી છે. આ મામલે તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

AC Using Tips : 24 કલાક AC ચલાવવું સલામત છે કે જોખમી? નિષ્ણાતોની ચેતવણી આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

બેડરુમમાં બેડની સામે બાથરુમનું હોવું વાસ્તુની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં? જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News: ઈરાન-અમેરિકા યુદ્ધની અસર ગુજરાતમાં, ગેસ અછતથી હોટેલ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા

ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટની અસર હવે ભારતના વિવિધ ઉદ્યોગો પર જોવા મળી રહી છે. ગુજરાતમાં પહેલેથી જ સિરામિક અને ફાર્મા ઉદ્યોગ ગેસ પુરવઠાની અછતનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર પણ સંકટના વાદળો ઘેરાયા છે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ

માહિતી મુજબ રાજ્યમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાયમાં અવરોધ ઉભો થતા હોટલો અને રેસ્ટોરન્ટ ચલાવવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ બ્લેક માર્કેટમાં લગભગ ₹3500 સુધી પહોંચી ગયો છે. જેના કારણે નાના અને મધ્યમ હોટેલ વ્યવસાયકારો માટે ખર્ચ વધતા વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે.

અહેવાલ મુજબ ગુજરાતમાં અંદાજે 10 હજાર જેટલી હોટલો પર આ પરિસ્થિતિની અસર થઈ શકે છે. સાથે જ લગભગ 7 હજાર જેટલા કેટરર્સના વ્યવસાય પર પણ જોખમ ઉભું થયું છે. ગેસની અછત લાંબા સમય સુધી રહે તો લગ્ન, પાર્ટી અને અન્ય કાર્યક્રમોમાં કેટરિંગ સેવાઓ પણ અસરગ્રસ્ત થઈ શકે છે.

વધતા ભાવને લઈને ચિંતા યથાવત

આ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર તરફથી ખાતરી આપવામાં આવી છે કે ઘરેલું ગેસ પુરવઠો ખોરવાશે નહીં અને દરેક ઘરમાં રસોઈ માટે જરૂરી ગેસ ઉપલબ્ધ રહેશે. તેમ છતાં ઉદ્યોગો માટે ગેસ પુરવઠો અને વધતા ભાવને લઈને ચિંતા યથાવત છે.

વિશેષજ્ઞોના મતે જો વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠાની સ્થિતિ વધુ ખરાબ બને તો આગામી દિવસોમાં હોટેલ અને હૉસ્પિટાલિટી સેક્ટર પર તેની વધુ ગંભીર અસર પડી શકે છે.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને 4500 થી 5000 નું કરોડનું નુકશાન

Breaking News: યુદ્ધની અસર ભાવનગરના અલંગ યાર્ડ પર, શિપ બ્રેકિંગ યાર્ડમાં ગેસ અછતથી કામગીરી ધીમી

મધ્ય પૂર્વમાં વધતા તણાવના કારણે વૈશ્વિક બજારમાં ગેસ અને તેલના ભાવમાં વધારો થયો છે અને સાથે જ પુરવઠામાં પણ અડચણો ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ ભાવનગર જિલ્લાના અલંગ સ્થિત શિપ બ્રેકિંગ ઉદ્યોગ પર પડ્યો છે. અલંગમાં જહાજ ભાંગવાની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન સાથે LPG ગેસની પણ મોટી માત્રામાં જરૂર પડે છે. પરંતુ ગેસ સપ્લાયમાં ઘટાડો થવાને કારણે અહીં કામગીરી પર અસર થઈ રહી છે.

માહિતી મુજબ ગેસ પુરવઠો ઓછો મળતા ઘણા શિપ બ્રેકિંગ યાર્ડોએ પોતાની કામગીરી ધીમી કરવાની ફરજ પડી છે. ઉદ્યોગકારોમાં ચિંતા એ બાબતને લઈને પણ છે કે જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ઉત્પાદન અને રોજગારી પર પણ તેની અસર થઈ શકે છે.

અલંગમાં પહેલેથી જ મંદીનો માહોલ

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અલંગમાં પહેલેથી જ મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો. હવે યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિને કારણે ઘણા જહાજોના અલંગ સુધી આવવામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેના કારણે સમગ્ર શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં અનિશ્ચિતતા વધી રહી છે.

ઉદ્યોગકારોનું માનવું છે કે જો ગેસ પુરવઠાની સ્થિતિ જલ્દી સુધરે નહીં તો આગામી દિવસોમાં અલંગના ઉદ્યોગને વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે.

Big Breaking News: ટ્રમ્પની મોટી જાહેરાત, USમાં 50 વર્ષ પછી ખુલશે પહેલી તેલ રિફાઈનરી, રિલાયન્સ સાથે મોટો સોદો, જુઓ વીડિયો

નારંગીથી લઈને તરબૂચ અને દ્રાક્ષ સુધી… રસદાર, મીઠા ફળો કેવી રીતે ખરીદવા? ટિપ્સ જાણવા અહી ક્લિક કરો.

Iran Israel War Breaking : ભારત જે UAE રિફાઇનરીમાંથી તેલ ખરીદતું હતું તેના પર થયો ડ્રોન હુમલો,તેલની અછત સર્જાઈ

મિડિલ ઈર્સ્ટમાં ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે અરબ અમીરાત (UAE)ના અર્થતંત્રની કરોડરજ્જુ, રુવૈસ ઇન્ડસ્ટ્રિયલ સિટી પર એક મોટો ડ્રોન હુમલો થયો છે. આ હુમલા બાદ, સાવચેતીના પગલા તરીકે વિશ્વની ચોથી સૌથી મોટી રિફાઇનરી રુવૈસ રિફાઇનરીમાં કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. આ હુમલા દરમિયાન સરકારી તેલ કંપની ADNOCમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેનાથી ગ્લોબલ તેલ બજારમાં હડકંપ મચી ગયો છે. રુવૈસની રિફાઈનરીમાંથી ભારત પોતાની જરુરતનો એક મોટો ભાગ આયાત કરતું હતુ. આના શટડાઉન થવાથી દુનિયા માટે હોર્મુઝ બાદ સૌથી મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

સરકારી તેલ કંપની ADNOC દ્વારા આ બંધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની ગાર્ડ્સ (IRGC)ના બળવાને કારણે વૈશ્વિક સ્તરે તેલની અછત સર્જાઈ છે, જેમાં ક્રૂડ ઓઇલના ભાવ120 ને વટાવી જવાની ધારણા છે.

હોર્મુઝ પછી યુએઈને સૌથી મોટો ઝટકો

અબુ ધાબી નેશનલ ઓયલ કંપની ADNOCની રુવૈસ રિફાઈનરી દરરોજ 9 લાખ 22 હજાર બેરલ કાચું તેલ પ્રોસેસ કરવાની ક્ષમતા છે. આ બંધ થવાથી દુનિયાભરમાં પેટ્રોલ અને ડિઝલની સપ્લાયમાં નોંધપાત્ર અછત સર્જાઈ શકે છે. નિષ્ણાતો માને છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝના નાકાબંધી પછી આ હુમલો તેલની કિંમતને $120 પ્રતિ બેરલને પાર કરી શકે છે.

ભારત પોતાની તેલ જરુરતનો અંદાજે 10 ટકા થી 11 ટકા ભાગ સીધી રીતે યુએઈથી મંગાવે છે. રુવૈસ રિફાઈનરી ભારતની સરકારી તેલ કંપનીઓ (IOCL, BPCL) માટે એક મહત્વની સપ્લાયર છે. આ શટડાઉનનો મતલબ એ છે કે, ભારત આવનાર તેલના જહાજ મોડા આવશે. કાચું તેલ મોંધુ થવાની સીધી અસર પેટ્રોલ, ડીઝલ અને ઘરેલું ગ્રેસની કિંમતો પર પડી શકે છે.કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પણ સ્પષ્ટપણે કહ્યું છે કે ,ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના નથી અને કોઈએ ગભરાવાની જરૂર નથી.

ઈરાન સાથે યુદ્ધમાં ઝઝૂમી રહેલા અમેરિકાએ એક મોટી જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે 50 વર્ષમાં અમેરિકામાં પહેલી ઓઈલ રિફાઈનરી ખુલવા જઈ રહી છે.

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડ્યા અને મધ્ય પૂર્વમાં અમેરિકન લશ્કરી થાણાઓ પર પણ હુમલો કર્યો. અહી ક્લિક કરો

 

Kitchen Oil Spill Cleaning: રસોડામાં ઢોળાયેલું તેલ મિનિટોમાં સાફ કરો, અજમાવો આ સરળ ઘરગથ્થુ ઉપાયો

Remove Oil From Kitchen Floor: રસોડામાં તેલ ઢોળવાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. એક ક્ષણે, તમે વઘાર કરી (ટેમ્પરિંગ સોસ) રહ્યા છો અને બીજી ક્ષણે તેલ ફ્લોર અથવા કાઉન્ટર પર ઢોળાઈ જાય છે, જેનાથી પડી જવાનું જોખમ રહેલું છે. મોટાભાગના લોકો તરત જ ટીશ્યુ માટે હાથ લંબાવી દે છે, પરંતુ આ ફક્ત તેલને વધુ ફેલાવે છે અને સફાઈ મુશ્કેલ બનાવે છે.

સદનસીબે તમારા રસોડામાં પહેલેથી જ રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને તેલ સાફ કરવાની સરળ અને અસરકારક રીતો છે. ચાલો અમે તમને તેમના વિશે જણાવીએ.

મીઠું અસરકારક છે

જ્યારે તેલ ઢોળાય ત્યારે સૌપ્રથમ મીઠું વાપરવામાં આવે છે. તે માત્ર સ્વાદ વધારનાર જ નથી, પણ તેલ શોષક પણ છે. ઢોળાયેલી જગ્યા પર મીઠાનો જાડું લેવલ છાંટો અને તેને એક કે બે મિનિટ માટે રહેવા દો. મીઠું તેલ શોષી લે છે, જેને પછી કપડા અથવા કાગળના ટુવાલથી સરળતાથી દૂર કરી શકાય છે. મોટા ડાઘ માટે બરછટ મીઠું વધુ અસરકારક છે.

બેકિંગ સોડા

બેકિંગ સોડા તેલ સાફ કરવામાં પણ ખૂબ અસરકારક છે. તેને તેલ પર રેડો, થોડીવાર રાહ જુઓ, અને પછી તેને સાવરણી અથવા કપડાથી સાફ કરો. તે માત્ર તેલ શોષી લેતું નથી પણ ગંધ પણ દૂર કરે છે. જો તેલ ફ્લોર પર ઢોળાયેલું હોય, તો તેને સૂકા કપડાથી દૂર કરવું સરળ છે.

મકાઈનો સ્ટાર્ચ

જો તેલ મોટા પ્રમાણમાં ઢોળાય છે તો મકાઈનો સ્ટાર્ચ ખૂબ જ ઉપયોગી છે. તેને તેલ પર છાંટો અને 5 થી 10 મિનિટ સુધી રહેવા દો. તે જાડા તેલને પણ ઝડપથી શોષી લે છે અને વધુ ફેલાતું અટકાવે છે. પછી તેને  વેક્યુમ અથવા કપડાથી દૂર કરો.

ખાવાનો સોડા

કેટલીકવાર, જો તમારી પાસે ઘરે મીઠું કે ખાવાનો સોડા ન હોય, તો સાદો લોટ પણ કામ કરી શકે છે. તેલ પર લોટ છાંટવો, થોડીવાર રાહ જુઓ અને પછી તેને સાફ કરો. તેને હળવા ભીના કપડાથી સાફ કરો અને સપાટી સંપૂર્ણપણે સાફ થઈ જશે. કટોકટીમાં આ ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે. તે ઝડપથી તેલ સાફ કરી શકે છે.

ડીશ ધોવાનું લિક્વિડ અથવા હૂંફાળું પાણી

જે તેલ સરળતાથી સાફ નથી થતું. તેના માટે ડીશ ધોવાનું લિક્વિડ અને હૂંફાળું પાણી શ્રેષ્ઠ ઉકેલ છે. સાબુ તેલના કણોને તોડી નાખે છે, જેનાથી ડાઘ સાફ કરવાનું સરળ બને છે. સ્ટવ અથવા કાઉન્ટર પર ચોંટેલા તેલ માટે, દ્રાવણને થોડા સમય માટે છોડીને પછી તેને ધોઈ નાખવા વધુ અસરકારક છે. આ તેને ખૂબ મુશ્કેલી વિના દૂર કરી શકે છે.

કામની વાત ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. જેમ કે સોયથી લઈને સોના સુધી તેમજ કિચન હેક્સથી લઈને વસ્તુને કેવી રીતે સાચવવી ત્યાં સુધીની વાતોનું ધ્યાન આ ટોપિક પેજ રાખશે. તેમજ સાથે સાથે તમને અવનવું જાણવાનું પણ મળશે.

 

આજથી આ ત્રણ રાશિના જાતકોના કિસ્મતના દ્વાર ખુલશે, થશે નાણાકીય લાભ, બુધ અને ગુરુ બનાવી રહ્યો છે ખાસ યોગ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

શહેરોમાં ઝડપથી વધતા શોપિંગ મોલ, શું પરંપરાગત બજારો પર પડી રહી છે અસર?

છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા શહેરો ઉપરાંત મધ્યમ શહેરોમાં પણ શોપિંગ મોલનું નિર્માણ ઝડપથી વધી રહ્યું છે. આધુનિક સુવિધાઓ, એક જ જગ્યાએ વિવિધ બ્રાન્ડ્સ અને મનોરંજનની વ્યવસ્થા હોવાથી મોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ખાસ કરીને વીકએન્ડ અને રજાના દિવસોમાં મોલમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે. પરિવારો સાથે શોપિંગ અને મનોરંજનનો અનુભવ પણ મળતો હોવાથી મોલ સંસ્કૃતિ શહેરોમાં ઝડપથી વિકસતી જોવા મળે છે.

ખરીદીની પદ્ધતિમાં બદલાવ

મોલના વધતા પ્રભાવને કારણે લોકોની ખરીદી કરવાની રીતમાં પણ નોંધપાત્ર ફેરફાર આવ્યો છે. અગાઉ લોકો રોજિંદી જરૂરિયાતો માટે પરંપરાગત બજારો અથવા નાની દુકાનો પર આધાર રાખતા હતા. પરંતુ હવે ઘણા ગ્રાહકો મોલમાં જઈને એક જ જગ્યાએ થી કપડાં, ઈલેક્ટ્રોનિક્સ, ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે. મોલમાં મળતી સુવિધાઓ, પાર્કિંગ અને બ્રાન્ડેડ વસ્તુઓને કારણે ગ્રાહકો માટે તે વધુ આકર્ષક બની રહ્યું છે.

પરંપરાગત બજારો પર પડતી અસર

મોલના વધતા પ્રભાવને કારણે કેટલાક પરંપરાગત બજારોના વેપારીઓને વેપારમાં ઘટાડો અનુભવાઈ રહ્યો છે. નાના વેપારીઓ માટે મોટી કંપનીઓ અને બ્રાન્ડેડ સ્ટોર્સ સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને કપડાં, ફૂટવેર અને ગિફ્ટ આઇટમ્સ જેવા ક્ષેત્રોમાં મોલનો પ્રભાવ વધુ જોવા મળે છે. તેમ છતાં ઘણા ગ્રાહકો હજુ પણ પરંપરાગત બજારોમાં મળતા ઓછા ભાવ અને વિવિધતા માટે ત્યાં જ ખરીદી કરવું પસંદ કરે છે.

નાના વેપારીઓ માટે પડકાર અને તક

નિષ્ણાંતોના મતે બદલાતા સમયમાં નાના વેપારીઓએ પણ નવી રીતો અપનાવવાની જરૂર છે. સારી ગ્રાહક સેવા, યોગ્ય ભાવ અને ગુણવત્તા દ્વારા તેઓ પોતાનો વ્યવસાય ટકાવી શકે છે. કેટલાક વેપારીઓ હવે ઓનલાઇન વેચાણ અથવા હોમ ડિલિવેરી જેવી સુવિધાઓ શરૂ કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ રીતે જોવામાં આવે તો શહેરોમાં વધતા શોપિંગ મોલ શહેરી વિકાસ અને આધુનિક જીવનશૈલીનું પ્રતિક બની રહ્યા છે. પરંતુ તેની સાથે પરંપરાગત બજારો માટે નવી સ્પર્ધા ઊભી થઈ છે. ભવિષ્યમાં બંને પ્રણાલીઓનું સંતુલન જાળવવામાં આવે તો ગ્રાહકોને વધુ વિકલ્પો અને વેપારીઓને પણ નવી તક મળી શકે છે.

Breaking News : યુદ્ધ વચ્ચે ખાંડ માર્કેટમાં ઝટકો! ભારતને ફાયદો કે નુકસાન? જાણવા માટે અહી ક્લિક કરો.

દુનિયાભરમાં વિશ્વકપમાં ભારતની જીતની ચર્ચા પરંતુ વિધાનસભામાં હજુ પણ ટિકિટ ન મળ્યાની ચર્ચા

સામાન્ય રીતે વિધાનસભામાં રાજ્યના નાગરિકોને નડતી સમસ્યાની ચર્ચા કરવાની હોય છે, પરંતુ છેલ્લા 2 દિવસથી વિધાનસભા ગૃહમાં ફાઈનલ મેચની ટિકિટ ન મળ્યાની ફરિયાદ ધારાસભ્યો કરી રહ્યા છે.ખુદ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આજ ફરિયાદ કરી રહ્યા છે. જાણીને નવાઈ લાગશે કે ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ કે જેઓ ધરમપુર બેઠકથી ચૂંટાઈને આવ્યા છે તેમને ગૃહમાં કહ્યું કે અમે તો ટિકિટ માટે જયરામ ગામીતને પણ ફોન કર્યા હતા પણ તેમની પાસે પણ ટિકિટ ઉપલબ્ધ ન હતી, મહત્વનું છે કે જયરામ ગામીત હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે અને રમત ગમત વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળી રહ્યા છે.

ધારાસભ્યોને પણ ક્રિકેટ મેચની વિશેષ ટિકિટ આપવા કોંગ્રેસની રજૂઆત

આ અગાઉ કોંગ્રેસના નેતા અને વિધાનસભાના સભ્ય શૈલેષ પરમારે પણ સોમવારે ગૃહમાં કહ્યું હતું કે ધારાસભ્યોને પણ વિશેષ ટિકિટો આપવી જોઈએ અને પરિવાર સાથે મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા થવી જોઈએ. બીજી તરફ કોંગ્રેસ નેતા અને ગીર સોમનાથ બેઠક પરથી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે તમામ ધારાસભ્યોને 2-2 ટિકિટો આપવી જોઈએ જેથી તેઓ જોઈ શકે કે ખેલાડીઓ કેવી રીતે અને કેવું રમે છે. વાત અહીં પૂર્ણ નથી થતી.

પ્રવક્તા મંત્રીએ આગામી મેચમાં ધારાસભ્યોને ટિકિટ આપવાનું આપ્યુ આશ્વાસન

મહત્વની વાત તો એ છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી પણ ગૃહમાં બોલવા ઊભા થાય છે અને આશ્વાસન આપે છે કે આગામી સમયમાં યોજાતી મેચની અને તેમાં પણ ખાસ ફાઈનલ હોય તો તમામ ધારાસભ્યોને ટિકિટ મળે તે માટે ક્રિકટ એસોસિએશનને યોગ્ય રજૂઆત કરવામાં આવશે.

મહત્વનું છે કે વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેમાં ધારાસભ્યો પાસે તક હોય છે કે તેઓ પોતાના મત વિસ્તારની જરૂરી માંગણીઓ કરી શકે છે અને સરકાર ઇચ્છે તો તેને પૂર્ણ પણ કરી શકે છે. પરંતુ ભાજપ હોય કે કોંગ્રેસ હાલ પોતે ફાઇનલની ટિકિટ ન મળ્યા નો અફસોસ કરી રહ્યા છે અને આગામી સમયમાં ટિકિટની વ્યવસ્થા થઈ જાય તેવી આશા રાખી રહ્યા છે.

બાંગ્લાદેશ બાદ હવે નેપાળમાં બનવા જઈ રહી છે ભારત વિરોધી-અમેરિકા સમર્થિત સરકાર…. શું ભારતનું વધશે ટેન્શન?

Breaking News : ઇઝરાઇલ ઈરાન યુદ્ધની સુરત શહેરમાં ગેસ સપ્લાય પર મોટી અસર, કોમર્શિયલ ગેસની અછત સર્જાઇ

અમેરિકા-ઈઝરાયલ જંગ શરુ થયા બાદ ઈરાને મિડિલ ઈર્સ્ટમાં તબાહી મચાવી દીધી છે. ખામેનાઈના મૃત્યુથી શરુ થયેલી જંગનો આજે 11મો દિવસ છે. ઈરાન અંદાજે 11 દેશો પર મિસાઈલ અને ડ્રેનથી સતત હુમલા કરી રહ્યું છે. આની અસર હવે અન્ય દેશો પર જોવા મળી રહી છે.સુરત શહેરમાં ઇઝરાઇલ ઈરાન યુદ્ધની લઈ ગેસ સપ્લાય પર મોટી અસર પડી છે.

સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી રહ્યા નથી.સુરતના કોમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને પ્લાન્ટ પરથી ગેસનો પુરવઠો મળી રહ્યો નથી.સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી રહી છે.સુરતના 67 જેટલા કોમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સને પૂરતો જથ્થો મળતો નથી.

તમામ ગેસ પ્લાન્ટ ઉપર ડિસ્ટ્રીબ્યુટર્સોની ગાડીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ઇન્ડસ્ટ્રીયલ માર્ક કોમર્શિયલ ગેસનો પૂરતો જથ્થો પહોંચાડી શકાતો નથી. આખો દિવસ એક પણ ડિસ્ટ્રીબ્યુટર્સને કંપની દ્વારા ગેસનો સપ્લાય આપવામાં આવ્યો નહીં.

ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકા કાપ

રાજ્યમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન પણ સામે આવ્યું હતુ.ગેસનો પૂરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકા કાપ મૂકવામાં આવ્યો છે.ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે.ગુજરાતમાં એકપણ ચૂલો બંધ ન થાય તેની ચિંતા સરકાર કરી રહી છે.કોમર્શિયલ સિલિન્ડરમાં હજુ સુધી કોઈપણ પ્રકારનો કાપ મુકવામાં આવ્યો નથી.

 

સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Breaking News : ભારતમાં LPGની અછત ન ઉદ્ભવે તે માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, કટોકટીની સત્તાઓનો ઉપયોગ કર્યો

યુએસ અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવને પગલે ભારત સરકારે દેશના એલપીજી (LPG) પુરવઠાને મજબૂત બનાવવા માટે સક્રિય પગલાં લીધાં છે. એક તરફ યુદ્ધના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે  દેશભરમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 (ECA) લાગુ કરવામાં આવ્યું છે. આ નિર્ણય પેટ્રોલિયમ અને તેની પેદાશોના યોગ્ય પુરવઠા સુનિશ્ચિત કરવા માટે લેવાયો છે. તો બીજી તરફ સરકારે કટોકટીની સત્તાઓનો ઉપયોગ કર્યો છે.

એક તરફ સરકાર સંગ્રહખોરી અટકાવવા માટે પગલાં ભરી રહી છે અને ખાસ કરીને ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી ન થાય તે સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા કરી છે. તો બીજી તરફ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ ઇંધણ પુરવઠા પર દબાણ લાવી રહી છે, ખાસ કરીને ઘરગથ્થુ વપરાશ માટે, અને આ સ્થિતિને પહોંચી વળવા સરકાર તૈયાર છે.

મંત્રાલયે રિફાઇનરીઓને આદેશ આપ્યો છે કે તેઓ એલપીજીનું ઉત્પાદન વધારવામાં કાર્યરત રહે અને વધારેલા ઉત્પાદનનો ઉપયોગ સ્થાનિક બજારમાં કરીને પુરવઠો યથાવત્ રહે તે સુનિશ્ચિત કરે.

ઈન્ટર-બુકિંગ નિયમ અને પ્રાથમિકતા

સરકારે સંગ્રહખોરી અને કાળાબજારને અટકાવવા માટે 25 દિવસનો ઇન્ટર-બુકિંગ નિયમ લાગુ કર્યો છે. સ્થાનિક એલપીજી, ખાસ કરીને હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અને અન્ય આવશ્યક બિન-ઘરેલું વપરાશ માટે અનામત રાખવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ઘરગથ્થુ વપરાશ માટે ગેસનો પુરવઠો સતત જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગ ક્ષેત્ર માટે સમીક્ષા સમિતિ

મંત્રાલયે હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગોમાં વપરાતા એલપીજીની માંગને નિયંત્રિત કરવા માટે સમીક્ષા સમિતિની રચના કરી છે. તેલ કંપનીઓના ત્રણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો દ્વારા આયોજિત આ સમિતિ નિયમિત રીતે પુરવઠાની સમીક્ષા કરશે અને જરૂરી પડે તો વધારો સુપરિશ કરશે.

વૈશ્વિક બજાર પર અસર અને ભારતમાં રણનીતિ

ભારતે 2024-25માં લગભગ 31.3 મિલિયન ટન એલપીજી વપરાશ કર્યો હતો, જેમાં ફક્ત 12.8 મિલિયન ટન સ્થાનિક સ્તરે ઉત્પાદન થયું, અને બાકીનો મોટાભાગનો આયાત સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી થાય છે. હોર્મુઝ સ્ટ્રેટ પર તણાવ અને અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને, સરકારના પગલાંનો ઉદ્દેશ્ય એ છે કે વૈશ્વિક સંકટ હોવા છતાં, ભારતમાં ઘરગથ્થુ અને આવશ્યક સેવાઓ માટે એલપીજી પુરવઠો સતત જળવાઈ રહે.

આ પણ વાંચો- Breaking News: ગેસ પુરવઠા પર સરકાર સતર્ક, ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન, “ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય”

Iran Israel War Breaking News : તહેરાનમાં ઓઈલ સ્ટોરેજમાં લાગેલી આગની અસર ભારતમાં! ધુમાડાના વાદળો ભારત સુધી પહોંચશે

ઈરાનની રાજધાની તહેરાનમાં આવેલા એક મોટા ઓઈલ સ્ટોરેજ વિસ્તારમાં લાગી આગને કારણે ધુમાડાના વાદળો આકાશમાં ફેલાઈ ગયા છે. આગ બાદ ઊભા થયેલા ઘેરા ધુમાડાએ આસપાસના વિસ્તારમાં હવામાં પ્રદૂષણનું સ્તર વધારી દીધું છે. સ્થાનિક અધિકારીઓ અને બચાવ ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ ઘટનાના કારણે ઊભી થયેલી ધુમાડાની અસર લાંબા વિસ્તાર સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ધુમાડાના વાદળો મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યા છે

પર્યાવરણ અને હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આ ધુમાડાના વાદળો પવનની દિશાને કારણે ધીમે ધીમે મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યા છે. જો પવનની હાલની દિશા યથાવત રહે તો આ ધુમાડો આગળ વધીને દક્ષિણ એશિયાના કેટલાક વિસ્તારો સુધી પહોંચી શકે છે.

ભારતમાં અસર

નિષ્ણાતો માને છે કે ભારતના ઉત્તર ભાગોમાં તેની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને પંજાબ જેવા રાજ્યોમાં આ ધુમાડાના વાદળોની અસર જોવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે આ અસર કેટલી ગંભીર રહેશે તે પવનની ગતિ, દિશા અને વાતાવરણની સ્થિતિ પર આધાર રાખશે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે જો ધુમાડો લાંબા સમય સુધી વાતાવરણમાં રહેશે તો તે હવાની ગુણવત્તા પર તાત્કાલિક અસર કરી શકે છે.

પર્યાવરણ સંબંધિત અસર

આ ઘટના પર્યાવરણ માટે પણ ચિંતા ઊભી કરે છે. ઓઈલ સ્ટોરેજમાં લાગેલી આગમાંથી નીકળતા રસાયણિક તત્વો હવામાં ભળી જતા હોય છે, જે લાંબા અંતર સુધી પ્રવાસ કરી શકે છે. આવા ધુમાડા ક્યારેક હજારો કિલોમીટર દૂર સુધી પહોંચી જતા હોવાના કિસ્સાઓ અગાઉ પણ નોંધાયા છે.

ભારતમાં પર્યાવરણ નિષ્ણાતો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જો આ ધુમાડાના વાદળો ઉત્તર ભારત સુધી પહોંચે તો હવાના ગુણવત્તા પર થોડોક પ્રભાવ પડી શકે છે. હાલમાં અધિકારીઓએ કોઈ સત્તાવાર ચેતવણી જાહેર કરી નથી, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે વિશ્વના કોઈપણ ખૂણે બનેલી મોટી ઔદ્યોગિક અથવા પર્યાવરણ સંબંધિત ઘટના તેની અસર દૂરના વિસ્તારો સુધી પણ પહોંચાડી શકે છે. વૈશ્વિક સ્તરે પર્યાવરણ અને સુરક્ષા અંગે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત પણ આ ઘટનાથી ઉજાગર થાય છે.

Breaking news: દુનિયા ભરમાં તેલનું ભારે સંકટ! યુદ્ધ વચ્ચે કાચા તેલનો ભાવ $115 ને પાર, સપ્લાય પણ થઈ ઓછી

Celebs On T20 WC Final Win: T20 વર્લ્ડ કપ જીતતા જ બોલિવૂડમાં ઉજવણી, શાહરૂખથી સની દેઓલ સુધી સૌએ આપી શુભેચ્છા

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો. આ ભારતની ત્રીજી T20 વર્લ્ડ કપ ટ્રોફી છે. આખો દેશ આ ફાઇનલ મેચ પર નજર રાખી રહ્યો હતો. પ્રથમ ઇનિંગમાં અઢીસોથી વધુ રન બનાવીને, ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને મેચમાં ઘણું આગળ ધપાવી દીધું હતું અને ન્યૂઝીલેન્ડની ટીમ આ દબાણનો સામનો કરી શકી નહીં. ભારતના 96 રનના વિજયથી સમગ્ર દેશ ખુશ થઈ ગયો.

વર્લ્ડ કપ જીત પર પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે

સામાન્ય માણસથી લઈને ઉચ્ચ વર્ગ સુધી, દરેક વ્યક્તિ આ ખિતાબી જીતની ઉજવણી કરી રહ્યા છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ વર્લ્ડ કપ જીત પર પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. શાહરૂખ ખાનથી લઈને સની દેઓલ સુધી, ઘણી હસ્તીઓએ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા છે અને જીતનો આનંદ માણ્યો છે.

શાહરૂખ ખાને આ લખ્યું

(Credit Source: @iamsrk)

T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા પછી બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન પણ ખુશીથી કૂદતા જોવા મળ્યા. તેમણે ઇન્સ્ટાગ્રામ પર ચેમ્પિયન ટીમનો ફોટો શેર કર્યો અને લખ્યું, “કેટલો અદ્ભુત વિજય. અમારી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. તમે બધા ચેમ્પિયન છો અને તમને મેદાન પર જોઈને અમને બધાને ગર્વ થાય છે. તમને સલામ. જય હિંદ.”

સની દેઓલે ખુશી વ્યક્ત કરી

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

(Credit Source: Sunny Deol)

સની દેઓલે લખ્યું, “ટીમ ઈન્ડિયાના ગબરુ… તમે જીતી ગયા. ચેમ્પિયન, તું દેશને ગૌરવ અપાવ્યું છે. ભારતીય ટીમને સતત વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન. તમે ખરેખર ગબરુની જેમ, ડર્યા વિના, પૂરા દિલથી રમ્યા.” સની દેઓલે પોતાની પોસ્ટમાં ખાસ કરીને જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, ઈશાન કિશન, અક્ષર પટેલ, અભિષેક શર્મા અને શિવમ દુબેની પ્રશંસા કરી.

અનિલ કપૂર કીવી ખાતા જોવા મળ્યા

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor)

(Credit Source: anilskapoor )

તેવી જ રીતે અનિલ કપૂરે પણ ટીમ ઈન્ડિયાની જીત પર ખુશી વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો. તેમણે લાઈવ ટીવી પર એક વીડિયો શૂટ કર્યો, જેમાં તેઓ કીવી ખાતા જોવા મળી રહ્યા છે. તેમના કેપ્શનમાં તેમણે લખ્યું, “આજે કીવીનો સ્વાદ થોડો મીઠો છે. ટીમ ઈન્ડિયાને અભિનંદન, તમે અમને ગર્વ અપાવવામાં ક્યારેય નિષ્ફળ જશો નહીં.” હકીકતમાં, ન્યુઝીલેન્ડની ટીમને કીવી તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Karan Kundrra (@kkundrra)

(Credit Source: Karan Kundrra)

આ ઉપરાંત ઘણા અન્ય સ્ટાર્સે ફોટા શેર કરીને ટીમ ઈન્ડિયાની મોટી જીતની ઉજવણી કરી છે. ટીવી અભિનેતા કરણ કુન્દ્રા અને અભિનેત્રી તેજસ્વી પ્રકાશે સ્ટેડિયમમાં મેચ જોઈ અને ત્યાંથી ફોટા શેર કર્યા. અલી ગોનીએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી.

Breaking news: શું સૂર્યકુમાર યાદવ T20 World Cup જીત્યા પછી નિવૃત્તિ લેશે? પ્રેસ કોન્ફરન્સમાં મોટી જાહેરાત

Kitchen Vastu Tips: રસોડામાં ચપ્પલ પહેરીને કેમ ના જવું જોઈએ? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

 

T20 વર્લ્ડ કપ વિશ્વ વિજેતા ભારતની ટીમનો કેપ્ટન છે સૂર્યકુમાર યાદવ, આવો છે ક્રિકેટરનો પરિવાર અહી ક્લિક કરો

T20 WC Breaking : ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા કોણ છે? T20 WC ફાઇનલમાં ભારતની જીત પછી સાથે મળીને ઉજવણી કરી, જુઓ ફોટો

ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન બની છે. આ સાથે ટીમે અનેક રેકોર્ડ પણ તોડ્યા છે. જીત બાદ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા ચર્ચામાં આવી હતી. જીત દરમિયાન અદિતિ અને ઈશાન કિશન સાથે જોવા મળ્યા હતા. ત્યારે હવે ચાહકો એ વાત જાણવા માંગે છે કે, આ આદિતિ હુંડિયા કોણ છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં સ્ટાર ક્રિકેટર ઈશાન કિશનને ચીયર કરવા માટે તેની ગર્લફ્રેન્ડ અને ફેમસ મોડલ અદિતિ હુડિયા સ્ટેડિયમમાં આવી હતી. આ દરમિયાન અદિતિએ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતુ. અદિતિ અને ઈશાનના સંબંધોની ચર્ચા આઈપીએલ 2019થી થતી આવે છે. ત્યારબાદ તે અવાર-નવાર મેદાન પર ઈશાન કિશન સાથે જોવા મળે છે.T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યા બાદ, ઇશાન કિશન ત્રિરંગામાં લપેટાયેલો જોવા મળ્યો હતો અને તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણીમાં તેની સાથે જોડાવા માટે સ્ટેન્ડમાંથી આવી હતી.

 

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

 

અદિતિ રાજસ્થાનની રાજધાની જયપુરની રહેવાસી છે. તે એક મોડલ છે. તેના કરિયરની શરુઆત વર્ષ 2017માં થઈ હતી. આ દરમિયાન તેમણે ફેમિના મિસ ઈન્ડિયા પેઝેન્ટમાં ફાઈનલિસ્ટના રુપમાં સ્થાન બનાવ્યું હતુ. 2018માં તેમણે મિસ દીવા સુપરનેશનલનો ખિતાબ પોતાને નામ કર્યો હતો. અદિતિ ફેશન ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. તે પોતાની સુંદરતા અને ગ્લેમર્સના કારણે ચર્ચામાં રહે છે.

અદિતિ એજ્યુકેશન

જયપુરના ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કુલમાંથી અદિતિએ અભ્યાસ કર્યો છે. ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થઈ છે.કોલેજના દિવસથી તે ફેશન અને રેમ્પ વોક કરવા ઉત્સાહિત હતી. તેમણે દેશના સૌથી મોટા બ્યુટી પ્રેઝેન્ટમાં પણ ભાગ લીધો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Aditi Hundia (@aditihundia)

 

અદિતિ ફેમિલી બ્રેકગ્રાઉન્ડ

જયપુરના એક બિઝેનેસમેનના પરિવારમાં જન્મેલી અદિતિના પિતા લલિત હુંડિયા એક બિઝનેસમેન છે. જ્યારે તેની માતા બબીતા હુંડિયાએ તેને મોડલિંગમાં કરિયર બનાવવા માટે એનેક પડકારમાં મજબુત સ્તંભ બની સાથ આપ્યો હતો. તેનો ભાઈ યશ હુંડિયા સાથે સારા સંબંધો છે.

 

શાનદાર બેટ્સમેન અને વિકેટ કીપર ક્રિકેટરના પરિવાર વિશે જાણો, ભાઈ પણ છે ક્રિકેટર અહી ક્લિક કરો

T20 WC Breaking : T20 World Cup વચ્ચે ICCના આ નિર્ણય પર ધમાલ મચી, ભારત છોડવા માગે છે આ ખેલાડી

ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ વચ્ચે ભારતમાં ફસાયેલી ટીમોની વાપસીને લઈ એક વિવાદ સામે આવ્યો છે. મિડિલ ઈર્સ્ટમાં તણાવ છે. જેના કારણે એરસ્પેસ બંધ હોવાને કારણે કેટલીક ટીમોને ઘરે જવામાં મોડ઼ું થઈ રહ્યું છે. આ કારણે સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિંટન ડીકોકે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ પર નારાજગી વ્યક્ત કરી છે.

આઈસીસી પર કેમ ક્વિંટન ડિકોક ગુસ્સે થયો?

મિડિલ ઈર્સ્ટની ખરાબ હાલત વચ્ચે કેટલીક ટીમો પર અસર પડી છે. તેને મેચ પૂર્ણ થયાં બાદ પર ભારતમાં રહેવાનો વારો આવ્યો છે. વેસ્ટઈન્ડિઝની ટીમ સુપર 8માં ભારત સામે હારી 1 માર્ચના રોજ બહાર થઈ હતી. સાઉથ આફ્રિકાની ટીમ સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે 4 માર્ચના રોજ હારી બહાર થઈ હતી. ઈંગ્લેન્ડ બીજી સેમિફાઈનલમાં ભારતને હરાવી 6 માર્ચના રોજ બહાર થઈ હતી પરંતુ આઈસીસીએ ઈંગ્લેન્ડને પહેલા ઘરે મોકલવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ધમાલ મચી હતી. ક્વિંટન ડીકોકે આઈસીસીના આ નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે.

ચિંતા વ્યક્ત કરી

ડીકોકે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી કહ્યું આઈસીસી અમને તો કાંઈ ખબર ન પડી, ઈંગ્લેન્ડ અમારી પહેલા ઘરે કેમ જઈ રહી છે. વેસ્ટઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાની તો કાંઈ ખબર જ નથી. રસપ્રદ વાત છે કે,કેટલીક ટીમનો પ્રભાવ બીજી ટીમથી વધારે હોય છે. આ પહેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને પણ પ્રવાસની સ્થિતિને લઈ આ પ્રકારની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે, અન્ય ટીમ લાંબા સમયથી ફસાયેલી હોવા છતાં ઈંગ્લેન્ડની ટીમ પહેલા કેમ જઈ રહી છે. તેને કઈ રીતે પરવાનગી મળી. તેમનું કહેવું છે કે, તમામ ટીમ સાથે એક સમાન વ્યવ્હાર કરવો જોઈએ. આઈસીસીમાં વધારે તાકતવર હોવાનો ફાયદો મળવો જોઈએ નહી. વેસ્ટઈન્ડિઝના હેડ કોચ ડેરેન સેમીએ પહેલા પોતાની નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતુ. કે, તેઓ ઘરે જવા માંગે છે.

ચાર્ટર્ડ ફ્લાઈટથી ટીમ જશે

રિપોર્ટ મુજબ આઈસીસીએ ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરી છે. ઈંગ્લેન્ડની ટીમ શનિવારના રોજ મુંબઈથી સીધી લંડન માટે રવાના થશે. તો સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડિઝની ટીમ રવિવારના રોજ કોલકત્તાથી જોહન્સબર્ગ જવા રવાના થશે. ત્યાંથી વેસ્ટઈન્ડિઝ એન્ટીગુઆકે માટે જશે પરંતુ આ બંન્ને ટીમોને હજુ ચોક્કસ સમયની પુષ્ટિ મળી નથી.

 

T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

T20 WC Breaking : ભારત જીતે કે ન્યુઝીલેન્ડ, T20 વર્લ્ડ કપમાં ઇતિહાસ રચાશે

આઈસીસી ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ આમને -સામને હશે. જો ભારતીય ટીમ અમદાવાદમાં રમાનારી ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હાર આપે છે તો તે એક અનોખો રેકોર્ડ પોતાને નામ કરી શકે છે. ટીમ ઈન્ડિયા પોતાના ઘરમાં ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીતનારી પહેલી ટીમ બની શકે છે. તેમજ ટીમ ઈન્ડિયા પાસે ટી20 વર્લ્ડકપનું ટાઇટલ બચાવનારી પ્રથમ ટીમ બનવાની પણ તક છે. કોઈપણ ટીમે ક્યારેય સતત બે ટાઇટલ જીત્યા નથી.

બીજી બાજુ ન્યુઝીલેન્ડને જો આજે જીત મળે છે. તો તે પહેલી વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ પોતાને નામ કરશે. તમને જાણીને નવાઈ લાગશે કે, ટી20 વર્લ્ડકપમાં અત્યારસુધી માત્ર 6 દેશો જીતવામાં સફળ રહ્યા છે. ન્યુઝીલેન્ડ આજે ખિતાબ જીતનારી 7મી ટીમ બની શકે છે.

 

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

 

ફાઈનલમાં ઈતિહાસ રચાશે

હવે અમદાવાદમાં રમાનારા ટી20 વર્લ્ડકપની વાત કરીએ તો. ફાઈનલમાં ભારત પાસે ફરી ઈતિહાસ રચવાની તક હશે. જો ટીમ જીતી જાય છે તો 3 ટી20 વર્લ્ડકપ જીતનારી દુનિયાની પહેલી ટીમ બની જશે. ભારત સામે પડકાર સરળ નથી. કારણ કે, ન્યુઝીલેન્ડને મોટી આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારત વિરુદ્ધ રેકોર્ડ ખુબ મજબુત રહ્યો છે. ન્યુઝીલેન્ડે અત્યારસુધી જેટલી પણ આઈસીસી ટ્રોફી જીતી છે. તેમાં 2 ટ્રોફી ભારતને હરાવી જીતી છે. તેનાથી અંદાજો લગાવી શકાય કે, આઈસીસી ફાઈનલમાં કીવી ટીમનો ભારત વિરુદ્ધ રેકોર્ડ કેટલો શાનદાર રહ્યો છે.

ફાઈનલમાં ભારતને કેવી રીતે જીત મળશે?

ટી20 વર્લ્ડકપ 2006માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યારસુધી શાનદાર રહ્યું છે. પરંતુ ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવવું આસાન નહી હોય. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ એક પણ મેચ જીતી નથી. બંન્ને ટીમ વચ્ચે ટી20 વર્લ્ડકપમાં કુલ 3 મેચ રમાઈ છે. તેમજ ત્રણેય વખત ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે.વર્લ્ડ કપ ફાઇનલ 8 માર્ચ, રવિવારના રોજ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા, સાંજે 6:30 વાગ્યે થશે.

T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

અમેરિકાની નંબર 1 સરકારી યુનિવર્સિટી કઈ છે? ફી જાણીને ચોંક્યા વિના નહીં રહો

અમેરિકા હાયર એજ્યુકેશનનું હબ ગણાય છે. કારણ કે અહીં પ્રાઈવેટની સાથે સાથે ટોપ લેવલની સરકારી યુનિવર્સિટીઝ પણ સામેલ છે. અહીં સવાલ એ છે કે અમેરિકાની નંબર વન સરકારી યુનિવર્સિટી કઈ છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન અને યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ અનુસાર યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલે(UCB)ને અમેરિકાની નંબર વન સરકારી યુનિવર્સિટીનો ખિતાબ હાસિલ છે. આ યુનિવર્સિટી કેલિફોર્નિયા રાજ્યના બર્કલે શહેરમાં આવેલી છે. જે દેશના પ્રતિષ્ઠિત સંસ્થાનોમાંથી એક છે.

UCB ની સ્થાપના 1868 માં કરાઈ હતી. આ યુનિવર્સિટી સેન ફ્રાન્સિસ્કો બે એરિયા નજીક છે અને અહી 37 હજારથી વધુ લોકો અભ્યાસ કરી રહ્યા છે. UCBની પ્રતિષ્ઠાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે ફિજિક્સ, કેમેસ્ટ્રી અને ઈકોનોમિક્સ ક્ષેત્રે 19 નોબેલ પુરસ્કાર આ સંસ્થાનના વિદ્યાર્થીઓને મળેલા છે. હવે સવાલ એ છે કે જો કોઈ ભારતીય વિદ્યાર્થીએ UCBમાં અભ્યાસ કરવો છે તો તેને કેટલા રૂપિયા ખર્ચવા પડશે. અહીની ફી કેટલી છે અને ક્યા ક્યા વિષયો અહીં ભણાવવામાં આવે છે.

UCB માં ક્યાં વિષયો ભણાવવામાં આવે છે?

ધ પ્રિન્સ્ટન રિવ્યુ પ્રમાણે, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા- બર્કલમાં ભણવા માટે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ એપ્લાય કરે છે. આ સંસ્થાનમાં એક્સેપ્ટેન્સ રેટ માત્ર 11% છે. જો અહીં ભણાવવામાં આવતા કોર્સિસની વાત કરીએ તો આર્ટ્સ એન્ડ હ્યુમેનિટીઝ, બિઝનેસ એન્ડ ઈકોનોમિક્સ, કમ્પ્યુટર સાઈન્સ, એન્જિનિયર, લૉ, લાઈફ સાઈન્સ, મેડિકલ એન્ડ હેલ્થ, ફિઝિકલ સાઈન્સ, સાઈકોલોજી અને સોશિયલ સાયન્સ સાથે સંબંધિત વિષયો સામેલ છે.

UCB માં ભણવાનો ખર્ચ?

અમેરિકામાં ભણવુ અત્યંત મોંઘુ છે અને આ જ વાત UCBમાં ભણનારા પર પણ લાગુ થાય છે. ભલે એ અમેરિકાની એક સરકારી યુનિવર્સિટી હોય પરંતુ અહીં ભારતીયો સહિત વિદેશી છાત્રોને તગડી ફી ભરવી પડે છે. યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ અનુસાર વિદેશી વિદ્યાર્થીઓને વાર્ષિક ટ્યુશન ફી સરેરાશ 55,323 ડૉલર (51 લાખ) છે. તેમા હોસ્ટેલ ફી, જમવાનો ખર્ચ અને પુસ્તકોના ખર્ચને પણ સામેલ કરી લઈએ તો આ બજેટ 83,062 ડૉલર (76 લાખ) સુધી પહોંચી જાય છે.

 

શું પાયમાલ પાકિસ્તાન ઈરાન-ઈઝરાયેલ-અમેરિકાના યુદ્ધની આગમાં ખુદને હોમવાની ભૂલ કરશે?

Health Tips: ભોજન સાથે પાણી પીવાની આદત છે? પાણી પીવાથી પાચન બગડે છે? સત્ય જાણીને તમે પણ ચોંકી જશો

આપણા રોજિંદા જીવનમાં પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ એક પ્રશ્ન ઘણી વાર લોકોના મનમાં ઉદ્ભવે છે કે ભોજન કરતી વખતે પાણી પીવું યોગ્ય છે કે પછી ભોજન પછી પીવું જોઈએ. આ મુદ્દે ઘણા લોકો અલગ-અલગ માન્યતાઓ ધરાવે છે. કેટલાક લોકો માને છે કે ખાવાની સાથે પાણી પીવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે, જ્યારે કેટલાક લોકો કહે છે કે પાણી પાચન માટે મદદરૂપ બને છે.

પાચન માટે પાણીની ભૂમિકા

સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે પાણી આપણા શરીરની અનેક પ્રક્રિયાઓ માટે જરૂરી છે. પાણી ખોરાકને નરમ બનાવવામાં મદદ કરે છે, જેથી ખોરાક સરળતાથી ગળી શકાય અને પેટમાં પચવામાં સહેલાઈ રહે. જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે શરીરમાં લાળ અને અન્ય પાચક પ્રવાહીઓ બને છે, જેમાં પાણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કેટલાક લોકો માને છે કે ભોજન દરમિયાન પાણી પીવાથી પેટના એસિડ પાતળા થઈ જાય છે અને પાચન બગડે છે. પરંતુ ઘણા નિષ્ણાતો મુજબ સામાન્ય માત્રામાં પાણી પીવાથી એવી મોટી સમસ્યા થતી નથી. જો ભોજન દરમિયાન થોડા ઘૂંટ પાણી પીવામાં આવે તો તે ખોરાકને પેટમાં સરળતાથી આગળ વધવામાં મદદ કરી શકે છે.

પાણી ક્યારે પીવું યોગ્ય?

ભોજન પછી પાણી પીવાનું પણ સામાન્ય છે. પરંતુ નિષ્ણાતો સલાહ આપે છે કે ભોજન કર્યા બાદ તરત ખૂબ વધારે પાણી પીવું ટાળવું જોઈએ. વધારે પાણી પીવાથી પેટમાં ભારપણું, ગેસ અથવા અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. તેથી ભોજન પછી થોડો સમય રાહ જોઈને પાણી પીવું વધુ સારું માનવામાં આવે છે.

દિવસ દરમિયાન કેટલું પાણી પીવું જોઈએ?

દિવસ દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવા માટે સામાન્ય રીતે 7થી 8 ગ્લાસ પાણી પીવું યોગ્ય માનવામાં આવે છે, જોકે વ્યક્તિની ઉંમર, હવામાન અને શારીરિક પ્રવૃત્તિ મુજબ જરૂરિયાત બદલાઈ શકે છે. ગરમી, વ્યાયામ અથવા વધુ પરિશ્રમ કરતી વખતે શરીરને પાણીની જરૂરિયાત વધુ હોય છે.

સ્વસ્થ જીવન માટે મહત્વપૂર્ણ બાબત એ છે કે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જોઈએ. શરીરને હાઇડ્રેટ રાખવા માટે સમયાંતરે થોડું-થોડું પાણી પીવું શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે.

આખરે કહી શકાય કે ભોજન દરમિયાન તરસ લાગે તો થોડું પાણી પીવું નુકસાનકારક નથી, પરંતુ એક સાથે વધારે પાણી પીવાનું ટાળવું જોઈએ. યોગ્ય આહાર, પૂરતું પાણી અને સારા જીવનશૈલીના નિયમો અનુસરવાથી પાચન અને સ્વાસ્થ્ય બંને સારી રીતે જાળવી શકાય છે.

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી આરોગ્ય સંબંધિત સામાન્ય જાણકારી અને નિષ્ણાતોના મત પર આધારિત છે. વ્યક્તિગત આરોગ્ય સમસ્યાઓ માટે ડૉક્ટર અથવા લાયક તબીબની સલાહ લેવી જરૂરી છે. TV9 Gujarati આ માહિતીની સંપૂર્ણ પુષ્ટિ કરતું નથી.

Drinking Hot Water in Summer : શું ગરમીમાં દરરોજ ગરમ પાણી પીવું સલામત અને ફાયદાકારક છે?

Breaking News : અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ, 15થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે, મેજર કોલ જાહેર

ભરૂચના અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ લાગી છે.ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં આગની ઘટના સામે આવતી છે.આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. 80 કામદારોને તાત્કાલિક ફેક્ટરીની બહાર કાઢવામાં આવ્યા છે. 3 કામદારોને ધુમાડાની અસર થઈ છે.ઇજાગ્રસ્ત 3 કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 15થી વધુ ફાયર ફાઇટરો આગ પર કાબૂ મેળવવા કામગીરીમાં જોડાયા છે.

 

આગ એટલી વિકરાળ છે કે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.કંપની વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આગ લાગવાના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.ફાયર બ્રિગેડ દ્વારા સતત કૂલિંગ કામગીરી ચાલુ છે.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું.  અહી ક્લિક કરો

સુરતમાં પરિવારે પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ, પછી જે થયું તે જાણીને ચોંકી જશો!

સુરત શહેરના પુણા વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક પરિવારે પૂજા સામગ્રી સાથે ભૂલથી બે લાખ રૂપિયા કેનાલના પાણીમાં પધરાવી દીધા હતા. આ ઘટનાથી પરિવારજનોમાં હડકંપ મચી ગયો હતો. રુપિયા પાણીમાં પડી ગયા બાદ પરિવારને ભાન થયુ કે પૂજા સામગ્રી સાથે રુપિયા પણ વહી ગયા છે.

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ પુણા વિસ્તારમાં રહેતા લીંબા પરિવારે પૂજા પૂર્ણ કર્યા બાદ સામગ્રી અને ફૂલોને કબાટની તિજોરી પાસે રાખ્યા હતા. ત્યારબાદ પૂજાની સામગ્રીને એકત્ર કરીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કેનાલમાં પધરાવવા ગયા હતા.આ દરમિયાન ભૂલથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલા ₹500 રૂપિયાના નોટોના ચાર બંડલ પણ પૂજા સામગ્રી સાથે જ રહી ગયા હતા. પરિવારજનોને ખબર ન રહી અને પૂજા સામગ્રી સાથે કુલ બે લાખ રૂપિયા પણ પુણા કેનાલમાં પધરાવી દીધા હતા.

રુપિયાનું કરાયુ રેસ્ક્યૂ!

થોડા સમય બાદ પરિવારને ખબર પડી કે પૂજા સામગ્રી સાથે મોટી રકમ પણ પાણીમાં નાખી દીધી છે. ત્યારબાદ પરિવારજનો ગભરાઈ ગયા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી. માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓ કેનાલના પાણીમાં ઊતરી ભારે જહેમત બાદ શોધખોળ હાથ ધરી હતી. લાંબા પ્રયત્નો પછી પાણીમાંથી તમામ રકમ શોધી કાઢવામાં સફળતા મળી હતી.

અંતે ફાયર વિભાગે પાણીમાંથી મળેલી બે લાખ રૂપિયાની રકમ સલામત રીતે પરિવારને પરત સોંપી હતી. ફાયર વિભાગની આ કામગીરીથી પરિવારજનોને મોટી રાહત મળી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કારની ઉપર કેમેરા ન હોવા છતાં, 360° Birds Eye View કેવી રીતે દેખાય છે? જાણો રહસ્ય

આજકાલ નવી કારમાં 360-ડિગ્રી કેમેરા સિસ્ટમ વધુને વધુ લોકપ્રિય બની રહી છે. પહેલાં, આ સુવિધા ફક્ત હાઇ-એન્ડ વાહનોમાં જ ઉપલબ્ધ હતી, પરંતુ હવે તે મધ્યમ-રેન્જ મોડેલોમાં પણ ઉપલબ્ધ છે. ઘણા લોકો નવી કાર ખરીદતી વખતે તેને એક આવશ્યક સુવિધા માને છે. તે ડ્રાઇવરને સ્ક્રીન પર કારનો આગળનો, પાછળનો, ડાબો, જમણો અને આસપાસનો ભાગ જોવાની મંજૂરી આપે છે. પરંતુ એક પ્રશ્ન વારંવાર ઉદ્ભવે છે: જ્યારે કારની છત પર કોઈ કેમેરા લગાવવામાં આવતો નથી ત્યારે સ્ક્રીન પર ઉપરથી બર્ડ્સ-આઈ વ્યૂ કેવી રીતે બની જાય છે?

એડવાન્સ્ડ કાર સોફ્ટવેર

આ ટેકનોલોજી મૂળભૂત રીતે કેમેરા અને સોફ્ટવેરનું મિશ્રણ છે. કારના વિવિધ ભાગોમાં, જેમ કે આગળ, પાછળ અને બંને બાજુના અરીસાઓ હેઠળ નાના કેમેરા લગાવવામાં આવે છે. આ કેમેરા વિવિધ ખૂણાઓથી આસપાસના વાતાવરણનો લાઇવ વીડિયો રેકોર્ડ કરે છે. કારનું એડવાન્સ્ડ સોફ્ટવેર પછી આ બધા કેમેરામાંથી મળેલા ફોટા જોડીને એક દૃશ્ય બનાવે છે જે ઉપરથી જોવામાં આવે તેવું લાગે છે.

આ સોફ્ટવેર અનેક પગલાઓમાં કામ કરે છે

આ પ્રક્રિયામાં સોફ્ટવેર અનેક પગલાઓમાં કામ કરે છે. પ્રથમ, સિસ્ટમ બધા કેમેરામાંથી વીડિયો એકત્રિત કરે છે. પછી, સોફ્ટવેર દરેક છબીમાં સામાન્ય બિંદુઓ શોધે છે જે અન્ય છબીઓમાં પણ હાજર હોય છે. આ બિંદુઓનો ઉપયોગ કરીને, બધી છબીઓને વાહનના કદ અને સ્થિતિ અનુસાર યોગ્ય સ્થાને ફીટ કરવામાં આવે છે.

કેમેરા વાઇડ-એંગલ લેન્સથી સજ્જ છે

આ પછી, બીજું એક મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવે છે, જેને ઇમેજ કરેક્શન કહેવામાં આવે છે. હકીકતમાં, આ કેમેરામાં વાઇડ-એંગલ લેન્સ હોય છે, જેના કારણે છબીઓ થોડી વિકૃત દેખાઈ શકે છે. સોફ્ટવેર આ છબીઓને સમાયોજિત કરે છે અને તેમને યોગ્ય કદમાં માપ આપે છે, જેથી રસ્તો, રેખાઓ અને આસપાસની વસ્તુઓ સ્પષ્ટ રીતે દેખાય.

પેનોરેમિક વ્યૂ બનાવવું

એકવાર બધી છબીઓ યોગ્ય રીતે ગોઠવાઈ જાય પછી, સોફ્ટવેર તેમને જોડીને એક સરળ, પેનોરેમિક વ્યૂ બનાવે છે. બધી છબીઓની તેજ અને રંગ પણ સમતળ કરવામાં આવે છે, જેનાથી સ્ક્રીન પરનું દ્રશ્ય સંપૂર્ણપણે કુદરતી દેખાય છે. આ બનાવેલ દૃશ્ય કારની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પર બર્ડ્સ-આઇ વ્યૂ તરીકે પ્રદર્શિત થાય છે. આ સમજવાનો એક સરળ રસ્તો સ્માર્ટફોનના પેનોરેમિક ફોટો મોડ દ્વારા છે, જે બહુવિધ છબીઓને એક મોટી છબીમાં જોડે છે.

360-ડિગ્રી કેમેરા ડ્રાઇવિંગને ખૂબ સરળ બનાવે છે. તે બ્લાઇન્ડ સ્પોટ ઘટાડે છે, ઓછી જગ્યાઓમાં પાર્કિંગને સરળ બનાવે છે અને નજીકના વાહનો અથવા અવરોધો જોવાનું સરળ બનાવે છે. આ જ કારણ છે કે આજે આ સુવિધા ડ્રાઇવરો માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે.

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો. 

Breaking News: અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી ‘ઈમરજન્સી સાયરન’, જાણો શું છે કારણ

અમદાવાદમાં આજે વહેલી સવારે લાલ દરવાજા વિસ્તારમાં અચાનક જ ઇમરજન્સી સાયરન વાગવા લાગ્યા હતા. સાયરન સાંભળીને લોકોમાં કુતુહલ જાગ્યુ હતુ. લોકોના મનમાં ચાલી રહ્યુ હતુ કે એક તરફ મિડલ ઇસ્ટમાં વૈશ્વિક યુદ્ધની સ્થિતિ છે.ત્યાં શું હવે અમદાવાદમાં તેની અસરના પગલે તો કોઇ સાયરન વાગી રહ્યા નથી ને?

તો અમે તમને જણાવી દઇએ કે અમદાવાદમાં નાગરિક સુરક્ષા મજબૂત બનાવવા માટે નગરપાલિકા દ્વારા નવા ઈમરજન્સી સાયરનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. લાલદરવાજા હોમગાર્ડ ઓફિસ પર ટેસ્ટિંગ યોજાયું જેના પગલે શહેરના આસપાસના વિસ્તારોમાં સાયરનનો અવાજ સંભળાયો. આ પ્રયોગમાં નાગરિકોને સમયસર એલર્ટ આપવા માટેના સિસ્ટમની કાર્યક્ષમતા ચકાસવામાં આવી.

પરીક્ષણ સમયે સાયરનના અવાજ 8થી 10 કલાકની વચ્ચે સમયાંતરે સંભળાવવાનો આયોજન કરવામાં આવ્યું હતું, જેથી શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રભાવકારક રીતે અવાજ પહોંચી શકે. નગરપાલિકા અને હોમગાર્ડ સ્ટાફે સાયરનના દરેક ફંક્શનનું વિશ્લેષણ કરીને તેની અસરકારકતા ચકાસી.

Breaking News Iran Israel War : યુદ્ધના માહોલ વચ્ચે ભારતમાં LPG ગેસના ભાવમાં વધારો, દેશભરના લાખો પરિવારો પર અસર

Thalapathy Vijay Divorce : છૂટાછેડાના સમાચારો વચ્ચે વિજય થલાપતિ ત્રિશા કૃષ્ણન સાથે જોવા મળ્યો, એક લગ્નપ્રસંગમાં સાથે જ પહોંચ્યા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

 

ટી20 વર્લ્ડકપમાં સેમિફાઈનલ મેચમાં ભારતની જીતના હીરો અક્ષર પટેલનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

ટી20 વર્લ્ડકપમાં સેમિફાઈનલ મેચમાં ભારતની જીતના હીરો અક્ષર પટેલનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Stock Market Breaking: શેરમાર્કેટમાં આવશે જોરદાર તેજી? આ ત્રણ કારણ રોકાણકારોને કરશે માલામાલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

World War Criteria: કોઈ પણ યુદ્ધ ‘વિશ્વ યુદ્ધ’ ક્યારે બને છે? ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ઉઠ્યો સવાલ, જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Iran Israel War  Breaking:  ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ખતરામાં છે  ICCની આ ટૂર્નામેન્ટ, પોસ્ટપોન કરાઈ મેચ

World Cup League 2 : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે આખા મિડિલ ઈર્સ્ટ પર પડી છે. અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર સતત હુમલા કરી રહ્યું છે. તો ઈરાન પણ સામે જડબાતોડ જવાબ આપી રહ્યું છે. જેના કારણે હવાઈ યાત્રા સંપુર્ણ રીતે બંધ કરવામાં આવી છે. આ મેચ 10 માર્ચના રોજ રમાવાની હતી.

આ આઈસીસી ટૂર્નામેન્ટની મેચ પોસ્ટપોન

મિડિલ ઈર્સ્ટમાં ચાલી રહેલા સૈન્ય સંધર્ષના કારણે આઈસીસી પુરુષ ક્રિકેટ ક્રિકેટ વર્લ્ડકપ લીગ 2ની કેટલીક મેચ પોસ્ટપોન કરી દેવામાં આવી છે. આ નિર્ણય મુસાફરી અને સુરક્ષા સંબંધી ચિંતાઓના કારણે લેવામાં આવ્યો છે. આ મેચ નેપાળના કિર્તિપુરમાં ત્રિભુવન વિશ્વવિદ્યાલય ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવાની હતી. શેડ્યુલ મુજબ 10 માર્ચથી 20 માર્ચ સુધી ઓમાન,સંયુક્ત અરબ અમીરાત, અને મેજબાન નેપાળ વચ્ચે કુલ 6 વનડે મેચ રમાવાની હતી. આ ટીમને નેપાળ પહોંચવાનું હતુ. પરંતુ મિડિલ ઈર્સ્ટમાં વધતા તણાવના કારણે આ મુસાફરી પર પ્રભાવિત થઈ છે. જેના કારણે મેચને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

 

 

 

ટુંક સમયમાં નવી તારીખની જાહેરાત

નેપાળ એસોશિએશને 4 માર્ચ 2026ના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી આ જાણકારી આપી હતી. કે, નેપાળ ક્રિકેટ એસોશિએશને કહ્યું મિડિલ ઈર્સ્ટમાં હાલની સ્થિતિ જોઈને કાઠમાંડુમાં 10 માર્ચથી શરુ થનારી સીડબલ્યુસી લીગની 2 મેચ આગામી સુચના સુધી મુલતવી રાખવામાં આવી છે. પ્રભાવિત મેચમાં ઓમાન,યુએઈ અને નેપાળની મેચ સામેલ છે. ટુંક સમયમાં નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.

વર્લ્ડકપ 2027ની ટિકિટ પર નજર

આઈસીસી પુરુષ ક્રિકેટ વર્લ્ડકપ લીગ 2 સાઉથ આફ્રિકા , ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાનાર છે. 2027 વર્લ્ડકપ માટે ક્વોલિફિકેશનની પ્રકિયા ખુબ મહત્વની છે. આ 8 ટીમોની લાંબી ટૂર્નામેન્ટ છે. જે 3 વર્ષ સુધી ચાલે છે. લીગમાં સૌથી ઉપર રહેનારી ટીમ ક્વોલિફાયમાં સ્થાન બનાવે છે.અહીંથી વર્લ્ડ કપ માટે અંતિમ સ્થાનો નક્કી થાય છે. આગામી લીગ મેચો સ્કોટલેન્ડ, ઓમાન અને નામિબિયા વચ્ચે નામિબિયાના વિન્ડહોકમાં 2 એપ્રિલથી રમાશે. હાલમાં, યુનાઇટેડ સ્ટેટ્સ આ રાઉન્ડમાં આગળ છે.

 

 ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડ્યા અને મધ્ય પૂર્વમાં અમેરિકન લશ્કરી થાણાઓ પર પણ હુમલો કર્યો. અહી ક્લિક કરો

Iran Israel War: છ દિવસના યુદ્ધમાં ઈરાન, અમેરિકા, ઈઝરાયલ અને ખાડી દેશોને કેટલું નુકસાન થયું? સમજો આ 10 પોઈન્ટમાં

28 ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા પછી શરૂ થયેલી મધ્ય પૂર્વની કટોકટી શાંત થવાના કોઈ સંકેત દેખાતા નથી. ઈરાન યુદ્ધે ઘણા ખાડી દેશોને અસર કરી છે, કારણ કે તેહરાન અમેરિકન બેઝ પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીન દ્વારા ઈરાની યુદ્ધ જહાજને ટોર્પિડો કરવામાં આવ્યું હતું, જેમાં 87 મૃતદેહો મળી આવ્યા હતા.

ઈરાનમાં મૃત્યુઆંક 1,045 પર પહોંચ્યો

શનિવારે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈરાનમાં મૃત્યુઆંક 1,045 પર પહોંચી ગયો છે. લેબનોનમાં 60 થી વધુ લોકો અને ઈઝરાયલમાં લગભગ એક ડઝન લોકો માર્યા ગયા. આ સંઘર્ષમાં છ અમેરિકન સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે.

દરમિયાન, ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનેઈની દફનવિધિ મુલતવી રાખવામાં આવી છે. યુદ્ધ હવે નેતૃત્વ, મિસાઈલ બેઝ અને પરમાણુ કાર્યક્રમોને લક્ષ્ય બનાવતા અનિશ્ચિત સંઘર્ષમાં ફેરવાઈ ગયું છે.

ઈઝરાયલને કેટલું નુકસાન થયું?

ઈઝરાયલના નાણા મંત્રાલયે જણાવ્યું છે કે ઈરાન સાથે ચાલી રહેલા હવાઈ યુદ્ધથી દેશની અર્થવ્યવસ્થાને દર અઠવાડિયે 9 અબજ શેકેલ (આશરે 2.93 અબજ ડોલર) થી વધુનું નુકસાન થઈ શકે છે. આનો અર્થ એ થયો કે ઈઝરાયલ નોંધપાત્ર નુકસાન સહન કરી રહ્યું છે. જો આ યુદ્ધ ચાલુ રહેશે તો આ નુકસાન વધુ વધી શકે છે.

10 મુદ્દાઓમાં સંપૂર્ણ વાર્તા સમજો

  1. મધ્ય પૂર્વ મીડિયા અનુસાર, અત્યાર સુધીમાં, યુદ્ધમાં ઈરાનમાં 1,045, લેબનોનમાં 50, ઇઝરાયલમાં 11, જોર્ડનમાં 5, કુવૈતમાં 4, યુએઈમાં 3 અને બહેરીન અને ઓમાનમાં એક-એક સૈનિકો માર્યા ગયા છે. કુવૈતમાં યુએસ દૂતાવાસ પર ઈરાની હુમલામાં કુલ 6 સૈનિકો માર્યા ગયા હતા.
  2. ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનના આંતરિક સુરક્ષા કમાન્ડ અને બાસીજ ફોર્સની ઇમારતોને નિશાન બનાવી છે. આ હુમલાઓ સાથે ઇઝરાયલનો ઉદ્દેશ્ય ઈરાનની સુરક્ષા વ્યવસ્થાને નબળી પાડવાનો છે.
  3. તેહરાનમાં સરકારી ટેલિવિઝન પર હુમલામાં નાશ પામેલા ઇમારતોના ખંડેર દર્શાવવામાં આવ્યા હતા. કોમ શહેરમાં એક ઇમારત, જ્યાં મૌલવીઓની પેનલ આગામી સુપ્રીમ લીડર પસંદ કરવા માટે હતી, તેને પણ નિશાન બનાવવામાં આવી હતી.
  4. આ હુમલાઓએ ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી અને ડ્રોન બેઝને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલ છે.
  5. યુદ્ધની અસર હવે ઈરાનની સરહદોની બહાર અને સમગ્ર પ્રદેશમાં ફેલાઈ ગઈ છે. ઈરાને બહેરીન, કુવૈત અને ઇઝરાયલ પર મિસાઇલો છોડીને બદલો લીધો છે.
  6. હોર્મુઝ સ્ટ્રેટમાં એક માલવાહક જહાજ મિસાઇલથી અથડાયા બાદ આગ લાગી ગઈ. યુદ્ધને કારણે આ વ્યૂહાત્મક માર્ગ પરથી ઓઇલ ટેન્કરોની અવરજવર 90 ટકા ઘટી ગઈ છે. આના કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ પુરવઠો ખોરવાઈ ગયો છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. ઈરાને ધમકી આપી છે કે જો હુમલાઓ બંધ નહીં થાય તો આ પ્રદેશના સમગ્ર લશ્કરી અને આર્થિક માળખાને નષ્ટ કરી દેશે.
  7. યુએસ સંરક્ષણ સચિવે જણાવ્યું છે કે આ કાર્યવાહી માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નથી. તેમણે સંકેત આપ્યો છે કે તે ત્રણ, છ કે આઠ અઠવાડિયા સુધી ચાલી શકે છે.
  8. ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને ખુલાસો કર્યો હતો કે જૂન 2026 માં મૂળ રીતે નિર્ધારિત હુમલો ફેબ્રુઆરીમાં શરૂ કરવો પડ્યો હતો, ખાસ સંજોગોને કારણે.
  9. મધ્ય પૂર્વમાં લાખો મુસાફરો ફસાયેલા છે, અને આંતરરાષ્ટ્રીય શિપિંગ તૂટી ગયું છે.
  10. તેલના ભાવમાં વધારો વૈશ્વિક અર્થતંત્રને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે તેવી આશંકા વચ્ચે વિશ્વભરના શેરબજારો ડૂબી રહ્યા છે.

ઈરાન-ઈઝરાયેલ, યુએસએ યુદ્ધનો પાંચમો દિવસ, ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટનાનો જુઓ વીડિયો

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. સ્વાસ્થ્યને લગતા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Guru Mahadasha: ગુરુ ગ્રહની મહાદશા કેટલો સમય ચાલે છે, જાણો ગુરુવારે ગુરુ ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરવા?

Guru Mahadasha: જેમ સનાતન ધર્મમાં દરેક દિવસ કોઈ ચોક્કસ દેવતાને સમર્પિત છે. તેવી જ રીતે, દરેક દિવસ કોઈ ગ્રહને સમર્પિત છે. ગુરુવાર બ્રહ્માંડના રક્ષક ભગવાન વિષ્ણુ અને દેવતાઓના ગુરુ અને નવ ગ્રહોમાં સૌથી મહત્વપૂર્ણ બૃહસ્પતિ દેવને સમર્પિત છે. ગુરુવારે ભગવાન વિષ્ણુનું ઉપવાસ અને પૂજા કરવી એ સમૃદ્ધિનો આશ્રયદાતા માનવામાં આવે છે. આનાથી જીવનમાં ખુશીઓ આવે છે.

પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે

આ દિવસે ગુરુ ગ્રહની પણ ધાર્મિક પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ ગુરુવારે ગુરુ ગ્રહની પૂજા કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કુંડળીમાં ગુરુની મહાદશા કેટલો સમય ચાલે છે? જો નહીં, તો ચાલો જાણીએ. આ ઉપરાંત ગુરુવારે ગુરુ ગ્રહને કેવી રીતે પ્રસન્ન કરવું તે શીખીએ.

ગુરુની મહાદશા 16 વર્ષ સુધી ચાલે છે

જ્યોતિષીઓના મતે ગુરુની મહાદશા 16 વર્ષ સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન બધા શુભ અને અશુભ ગ્રહોની અંતર્દશા પણ થાય છે. પ્રથમ ગુરુની અંતર્દશા છે, જે બે વર્ષ સુધી ચાલે છે. આ પછી શનિનો અંતર્દશા આવે છે. ગુરુની મહાદશા દરમિયાન, શુભ ગ્રહોની અંતર્દશા શુભ પરિણામો આપે છે. જોકે, રાહુ અથવા કેતુની અંતર્દશા શુભ કાર્યોમાં નિષ્ફળતા આપે છે. જો ગુરુ રાહુ અને કેતુ સાથે યુતિમાં હોય, તો ચાંડાલ દોષ રચાય છે.

તમારા ગુરુને આ રીતે પ્રસન્ન કરો

ગુરુદેવને પ્રસન્ન કરવા માટે, ગુરુવારે ભગવાન વિષ્ણુ અને દેવતાઓના ગુરુની ભક્તિભાવથી પૂજા કરો. પીળા વસ્ત્રો પહેરો. પીળા વસ્ત્રો, પીળા ફળ, ચણા, કેળા, પપૈયા વગેરે જેવી પીળી વસ્તુઓનું દાન કરો. લક્ષ્મી નારાયણની પૂજા કરો. પૂજા દરમિયાન, ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. સૂર્યદેવને જળ અર્પણ કરો. કેળાના છોડને હળદર મિશ્રિત પાણી અર્પણ કરો. આ પગલાંઓનું પાલન કરવાથી તમારા ગુરુ પ્રસન્ન થાય છે.

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

 

Holi 2026: હોળી પર ગ્રહોની વક્ર ચાલ, જાણો શું આ વખતે શનિની દૃષ્ટિનો કોઈ પ્રભાવ પડશે

Saturn in Pisces Effects: રંગોનો તહેવાર હોળી આજે દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહી છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ સમય અત્યંત ખાસ છે. કારણ કે ગ્રહોની ગોઠવણી એક દુર્લભ અને શક્તિશાળી સંયોજન બનાવી રહી છે. આ વર્ષની હોળી ફક્ત રંગો સાથે રમવા વિશે નથી; તે આપણા જીવનમાં ભાવનાત્મક ઊંડાણ, શાંતિ અને માનસિક સ્પષ્ટતા લાવે છે.

કુંભ રાશિમાં બુધની વક્રી ગતિ અને મીન રાશિમાં શુક્ર અને શનિનું યુતિ આ તહેવારને એક નવું પરિમાણ આપી રહ્યા છે. આ અદ્ભુત ગ્રહોનું સંરેખણ સૂચવે છે કે તહેવાર દરમિયાન સંબંધો ગંભીર બનશે અને ક્રિયાપ્રતિક્રિયાઓ વધુ હળવા બનશે. તમારી રાશિ અનુસાર રંગો પસંદ કરીને તમે આ સકારાત્મક ગ્રહોની ઉર્જા સાથે વધુ સારી રીતે સંરેખિત થઈ શકો છો. જીવનને યોગ્ય રીતે સંચાલિત કરવા અને પોતાને અંદરથી સમજવા માટે આ એક ઉત્તમ સમય છે.

વક્રી બુધ અને ક્રિયાપ્રતિક્રિયા પર તેની અસર

આ હોળીમાં બુધ કુંભ રાશિમાં વક્રી છે. બુધને બુદ્ધિ, સંદેશાવ્યવહાર અને સંકલનનો સ્વામી માનવામાં આવે છે. જ્યારે પણ બુધ વક્રી થાય છે, ત્યારે વસ્તુઓ થોડી ધીમી પડી જાય છે. આની સીધી અસર આપણા સંદેશાવ્યવહાર અને તહેવારની તૈયારીઓ પર પડી શકે છે.

બુધ ગ્રહનો આ પ્રભાવ નીચેની રીતે સામે આવી શકે છે:

  • તમારે તમારી હોળીની યોજનાઓ અથવા તૈયારીઓમાં છેલ્લી ઘડીએ કેટલાક ફેરફારો કરવા પડી શકે છે.
  • વાતચીત દરમિયાન નાની-મોટી ગેરસમજ થવાની શક્યતા છે, તેથી સરળતાથી વાત કરો.
  • તમે અણધારી રીતે કોઈ જૂના મિત્રને મળી શકો છો, જે તમારા આનંદને બમણો કરશે.
  • જૂની યાદો અને પ્રિય યાદો ફરી એકવાર તમારા હૃદયને આનંદથી ભરી દેશે.

જોકે આ કેટલાક પડકારો રજૂ કરી શકે છે, બુધ વક્રી સ્વ-સમજણ અને ઊંડા ચિંતન માટે ઉત્તમ છે. આ સમયે, ઘણા લોકો પ્રિયજનો સાથે બેસીને હૃદયપૂર્વકની વાતચીત શેર કરવાનું અને ઘોંઘાટીયા મેળાવડાને બદલે નાના મેળાવડામાં ભાગ લેવાનું પસંદ કરશે. આ સમય સંબંધોમાં પ્રામાણિકતા અને જોડાણને પ્રોત્સાહન આપશે.

મીન રાશિમાં શનિદેવ: શિસ્ત અને ગૌરવનું સંયોજન

શનિદેવને આપણા કાર્યો અને શિસ્તનો પાયો માનવામાં આવે છે. આ હોળીમાં શનિદેવ મીન રાશિમાં સ્થિત છે, જે આપણી લાગણીઓ અને આધ્યાત્મિકતા સાથે સીધો સંબંધ ધરાવે છે. શનિની આ સ્થિતિ ઉત્સવના વાતાવરણમાં ગંભીરતા અને ગૌરવની એક અનોખી ભાવના ફેલાવશે. આ ગ્રહોના પ્રભાવને કારણે લોકો આ વર્ષે હોળીની ઉજવણી ધમાલ કરતાં શાંતિ અને નમ્રતાથી કરવાનું પસંદ કરશે. આ સમય દેખાડાથી દૂર રહેવાનો અને તહેવારનો સાચો આનંદ અનુભવવાનો છે.

શનિદેવની આ સ્થિતિ કેટલાક પરિણામો આપી શકે છે:

  • લોકો વચ્ચે પરસ્પર સમજણ વધશે, અને વાતચીત વધુ સંયમિત અને નમ્ર બનશે.
  • આપણે આપણા પ્રિયજનોનું મહત્વ સમજીશું અને તેમના પ્રત્યેની આપણી જવાબદારીઓ પૂર્ણ કરવા માટે પ્રેરિત થઈશું.
  • રંગોનો આ તહેવાર ફક્ત આનંદ અને આનંદ જ નહીં, પણ ભક્તિ અને આધ્યાત્મિકતા સાથે ઊંડો જોડાણ પણ લાવશે.
  • અરાજકતાને બદલે લોકો તેની જૂની પરંપરાઓ અને મૂલ્યોનો આદર કરીને આ તહેવારની ઉજવણી કરશે.

શનિદેવ આપણને જીવનમાં સંતુલન જાળવવાનું શીખવે છે, તેથી આ સમય દરમિયાન અતિશય ભાવનાત્મકતા અથવા બિનજરૂરી ખર્ચ ટાળવો મહત્વપૂર્ણ છે. સારા સમાચાર એ છે કે શનિદેવ હંમેશા સખત મહેનત અને પ્રામાણિકતાને પુરસ્કાર આપે છે. આ સમય દરમિયાન તમે તમારા સંબંધો અથવા નાણાકીય બાબતો અંગે જે પણ સારું પગલું ભરશો તેમાં લાંબા ગાળાની સફળતાની શક્યતા રહેશે.

શુક્ર અને શનિની જોડી: પ્રેમ અને ખુશીનો સંગમ

આ વર્ષની હોળીનું મુખ્ય આકર્ષણ મીન રાશિમાં શુક્ર અને શનિની મિલન છે. શુક્રને પ્રેમ અને આરામનો ગ્રહ માનવામાં આવે છે અને તે મીન રાશિમાં ખાસ કરીને મજબૂત હોય છે. જ્યારે શુક્ર અને શનિ સાથે હોય છે, ત્યારે પ્રેમ સંબંધો મજબૂત બને છે અને સર્જનાત્મક કાર્ય ખીલે છે.

આ ખાસ સંયોજન તમને ભાવનાત્મક રીતે વધુ જોડાયેલા અનુભવ કરાવશે, તમારા સંબંધોને ગાઢ બનાવશે. જો તમે કલા અથવા કોઈપણ સર્જનાત્મક કાર્યમાં સામેલ છો, તો આ તમારી પ્રતિભા દર્શાવવા માટેનો ઉત્તમ સમય છે. વધુમાં, તમારી નાણાકીય પરિસ્થિતિને મજબૂત બનાવવાની સારી તક છે. વધુમાં રાહુ અને વક્રી બુધનો પ્રભાવ તમને કંઈક નવું વિચારવા અને સ્વીકારવા માટે પ્રેરણા આપશે.

હોળીને વસંતના વધામણા કરનારા રંગોના પર્વ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે, લોકો એક બીજા ઉપર વિવિધ રંગ છાટીને આનંદ ઉત્સાહ મનાવે છે. હોળી પર્વની સાંજે લોકો પોતાના વિસ્તારમાં લાકડા અને છાણા મુકીને હોલીકા દહન એટલે કે હોળી પ્રગટાવે છે. હોળીના દિવસે લોકો ખજૂર અને ધાણી ખાય છે. આ એક ધાર્મિક રીતરિવાજની સાથે પરંપરા છે. હોળીને લગતા વઘુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

 

Breaking News : શાળાઓને ધમકી આપનાર કોણ? અમદાવાદની શાળાઓને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર સકંજામાં

તાજેતરમાં અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળતા જ સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હજારો વાલીઓના જીવ અદ્ધર થઈ ગયા અને નિર્દોષ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો. પરંતુ આ ગંભીર સાયબર હુમલા પાછળ કોણ હતું? જ્યારે શહેર ઊંઘતું હતું ત્યારે સાયબર ક્રાઈમની ટીમ તપાસનો ધમધમાટ ચલાવી રહી હતી. આ કેસની તપાસમાં જે ખુલાસા થયા છે તે માત્ર ચોંકાવનારા જ નથી, પરંતુ ડિજિટલ યુગમાં છુપાયેલા મોટા જોખમો તરફ ઈશારો કરે છે. એક ક્રાઈમ એનાલિસ્ટ તરીકે આ કેસના પડદા પાછળની વિગતો પર નજર કરીએ.

ધમકી આપવા પાછળ શાતિર દિમાગ કોનું ?

આ કેસમાં સૌથી પહેલો અને મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે સાયબર ક્રાઈમની ટીમે અત્યંત જટિલ ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું. આ કોઈ સ્થાનિક તોફાની તત્વ નહોતું, પરંતુ છેક પશ્ચિમ બંગાળમાં છુપાયેલો શાતીર દિમાગ હતો.

ડિજિટલ ગુનેગારો એવી ભ્રમણામાં રાચે છે કે હજારો કિલોમીટર દૂર બેસીને તેઓ સુરક્ષિત છે, પરંતુ આ ઓપરેશને સાબિત કરી દીધું કે સાયબર પોલીસના હાથ ભૌગોલિક સરહદોથી બંધાયેલા નથી. આરોપીને બીજા રાજ્યમાંથી ઝડપી પાડી અમદાવાદ લાવવો એ તપાસ એજન્સીની ટેકનિકલ ક્ષમતા અને કુશળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ઈ-મેઈલ આઈડીનો કાળો કારોબાર: તપાસમાં મોટો ઘટસ્ફોટ

જેમ જેમ તપાસ ઉંડી ઉતરી, તેમ તેમ એક ચોંકાવનારું પાસું બહાર આવ્યું. પકડાયેલો આરોપી સૌરવ બિશ્વાસ માત્ર ધમકી આપનારો શખ્સ જ નથી, પરંતુ તે આખા એક ગેરકાયદેસર નેટવર્કનો ભાગ હોવાની આશંકા છે.

“આરોપી સૌરવ બિશ્વાસ ઇ-મેઈલ આઇડી વેચતો હોવાનો પણ ખુલાસો”

આ વિગત આખા કેસનું સ્વરૂપ બદલી નાખે છે. ઈ-મેઈલ આઈડી વેચવાનો વ્યવસાય એ સાયબર ક્રાઈમની દુનિયાનું ‘બેકબોન’ છે. ગુનેગારો પોતાની ઓળખ છુપાવવા માટે આવા આઈડી ખરીદતા હોય છે. સૌરવ બિશ્વાસ દ્વારા ઈ-મેઈલ આઈડીનું વેચાણ એ સૂચવે છે કે તે ડિજિટલ અંધકારની દુનિયામાં એક સપ્લાયર તરીકે કાર્યરત હતો. આ માત્ર એક વ્યક્તિની શરારત નથી, પણ એક આખું સાયબર નેટવર્ક હોઈ શકે છે જે ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે.

કોર્ટે ગુનાની ગંભીરતા સમજીને આરોપી સૌરવ બિશ્વાસના ૧૪ માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ માટે આ સમયગાળો અત્યંત મહત્વનો છે. હાલમાં સાયબર ક્રાઈમની ટીમ મિનિટ-ટુ-મિનિટ ટેકનિકલ તપાસ કરી રહી છે.

રિમાન્ડ દરમિયાન તપાસનો મુખ્ય ધ્યેય

  • આરોપીએ અત્યાર સુધી કોને કોને ગેરકાયદેસર ઈ-મેઈલ આઈડી વેચ્યા છે?
  • શાળાઓને જ નિશાન બનાવવાની પાછળનો અસલી ‘માસ્ટર પ્લાન’ શું હતો?
  • શું આની પાછળ કોઈ મોટા આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક સંગઠનનો હાથ છે?
  • તપાસ અધિકારીઓ અત્યારે એવા ડિજિટલ પદચિહ્નો (Digital Footprints) શોધી રહ્યા છે જેને આરોપીએ ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો હોય.

અમદાવાદ શાળા બોમ્બ ધમકી કેસ એ લાલબત્તી સમાન કિસ્સો છે. તે દર્શાવે છે કે સાયબર ક્રાઈમ હવે માત્ર નાણાકીય છેતરપિંડી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આપણી સામાજિક શાંતિ અને શૈક્ષણિક સંસ્થાઓની સુરક્ષા પર સીધોગુજરાત, પ્રહાર છે. ટેકનોલોજી જેટલી ઝડપથી વધી રહી છે, તેટલી જ સતર્કતા આપણે રાખવી અનિવાર્ય છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચની આ સફળતા પ્રશંસનીય છે, પણ નાગરિક તરીકે આપણી જવાબદારી પણ એટલી જ મોટી છે.

વિવાદથી ઘેરાયેલી કીર્તિ પટેલ, હવે સંતસમાજ સામે નમવું પડ્યું? ગુરુની હાજરીમાં લીધો મોટો વળાંક આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Iran Israel War Breaking News: રીવોલ્યુશનરી ગાર્ડ્સના દબાણ હેઠળ મોજતબા ખામેનેઇને સુપ્રીમ લીડર તરીકે પસંદ કરાયા- મીડિયા રેપોર્ટ્સ

ઈરાનની રાજનીતિમાં તાજેતરમાં એક મોટો વળાંક નોંધાયો છે. દેશના સુપ્રીમ લીડર તરીકે લાંબા સમય સુધી સત્તા સંભાળનાર અયાતોલ્લા અલી ખામેનેઇ પછી હવે તેમના પુત્ર મોજતબા ખામેનેઇને નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ નિર્ણાય જ કમિશન નામે ઓળખાતી અસેમ્બલી ઓફ એક્સપર્ટ્સે કર્યો છે, જેમાં ઘણાએ જણાવ્યાનું અહેવાલ છે કે આ પસંદગી ઇસ્લામિક રેવોલ્યુશ્નરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના દબાણ હેઠળ કરવામાં આવી હતી.

મોજતબા ખામેનેઇ કોણ છે અને શા માટે વિવાદ છે?

મોજતબા ખામેનેઇની ઉંમર અંદાજે 56 વર્ષ છે. તેઓ લાંબા સમયથી રાજકીય રીતે પડદા પાછળ સક્રિય રહ્યા છે. મોજતબા ખામેનેઇ અત્યાર સુધી કોઈ સત્તાવાર સરકારી પદ પર રહ્યા નથી, પરંતુ ધાર્મિક અને રાજકીય વર્તુળોમાં તેમનો પ્રભાવ નોંધપાત્ર માનવામાં આવે છે. દેશની આંતરિક સત્તા રચનામાં તેમનો પરોક્ષ પ્રભાવ વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યો છે. વિશ્લેષકો માને છે કે સૈનિક અને કટ્ટરપંથી તત્વોની સમર્થન શક્તિ તેમના નેતૃત્વને મજબૂત આધાર આપી શકે છે.

IRGC દબાણ અને યુદ્ધના પ્રભાવ

આ નિર્ણયને લઈને દેશની અંદર તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા અને પ્રતિભાવની લહેર ઉઠી છે. 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી ઇરાને રાજશાહી પ્રણાલીનો અંત લાવી ધાર્મિક નેતૃત્વ આધારિત શાસન વ્યવસ્થા અપનાવી હતી. એ સંદર્ભમાં પિતા બાદ પુત્રને સર્વોચ્ચ પદ સોંપવાનો નિર્ણય કેટલાક વર્ગોમાં પ્રશ્નો ઊભા કરે છે. વિરોધીઓ આને પારદર્શિતાની કમી તરીકે જોતા હોય છે, જ્યારે સમર્થકોનો મત છે કે આ પગલું રાજકીય સ્થિરતા જાળવવા માટે લેવામાં આવ્યું હોઈ શકે.

IRGC ઈરાનની સુરક્ષા, રાજકીય અને આર્થિક માળખામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેની સંસ્થાકીય શક્તિ અને પ્રભાવને ધ્યાનમાં લેતાં નવા સુપ્રિમ લીડર માટે આ સમર્થન સકારાત્મક કે વિવાદાસ્પદ – બંને રીતે જોવામાં આવી શકે છે.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મોજતબા ખામેનેઇ દેશની અંદર ધાર્મિક માન્યતા અને રાજકીય સ્વીકાર્યતા કેટલી ઝડપથી મેળવી શકે છે. આંતરિક રાજકારણ, જનમાનસ અને વૈશ્વિક રાજકીય દબાણ વચ્ચે સંતુલન સાધવું તેમની માટે પડકારરૂપ બનશે. ઇરાનની આગલી દિશા માત્ર દેશ માટે નહીં, પરંતુ સમગ્ર મધ્યપૂર્વ અને વૈશ્વિક રાજકીીય પરિસ્થિતિ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

એ માસુમ ઢીંગલીઓ… ઈરાનમાં એકસાથે દફનાવવામાં આવી 160 નિર્દોષ દીકરીઓ, ઈઝરાયેલના હુમલામાં ગયો જીવ

Breaking News: ઈરાનના 500 મિસાઈલ અને 2000 ડ્રોન હુમલા બાદ અમેરિકાનો જોરદાર પ્રતિકાર, 17 જહાજો ખતમ

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા લશ્કરી સંઘર્ષ અંગે એક મોટું નિવેદન સામે આવ્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના અધિકારી બ્રેડ કૂપરે જણાવ્યું હતું કે ઈરાને અત્યાર સુધીમાં બદલામાં 500 થી વધુ બેલિસ્ટિક મિસાઇલો અને 2,000 થી વધુ ડ્રોન છોડ્યા છે. આમાંથી મોટાભાગના હુમલાઓ યુએસ લશ્કરી દળો દ્વારા નાશ પામ્યા છે.

લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે

બ્રેડ કૂપરે જણાવ્યું હતું કે યુએસ લશ્કરે સબમરીન સહિત 17 ઈરાની જહાજોનો નાશ કર્યો છે અને ઈરાનની અંદર આશરે 2,000 લક્ષ્યો પર હુમલો કર્યો છે. આ હુમલાઓથી ઈરાનને નોંધપાત્ર નુકસાન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે ઈરાનના મિસાઇલ ઠેકાણાઓ પર પણ સતત હુમલો થઈ રહ્યો છે. ઈરાનના હવાઈ સંરક્ષણ પણ નોંધપાત્ર રીતે નબળા પડી ગયા છે. કૂપરે દાવો કર્યો હતો કે રાજધાની તેહરાનમાં ઈરાનના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની લાંબી કતાર

યુએસ સેન્ટ્રલ કમાન્ડના બ્રેડ કૂપરે દાવો કર્યો હતો કે હાલમાં એક પણ ઈરાની જહાજ અરબી ખાડી, હોર્મુઝ સ્ટ્રેટ કે ઓમાનના અખાતમાં નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની લાંબી કતાર છે. મોટાભાગના દેશોના જહાજો ત્યાં તૈનાત છે.

ઈરાની હુમલાના ડરથી કોઈ પણ જહાજ આગળ વધવાની હિંમત કરતું નથી. બોર્ડ પરના ક્રૂને પોતાના જીવનો ડર છે. મોટાભાગના દેશોના જહાજો પરિસ્થિતિ સુધરશે ત્યારે જ ત્યાંથી જવાની તૈયારી દર્શાવી રહ્યા છે.

ઈરાનના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવાયું

અગાઉ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “મેં જે કર્યું છે તેના માટે મને ક્યારેય આટલી પ્રશંસા મળી નથી.” યુએસ સેના ઈરાન સામે સતત મોટો વળતો હુમલો કરી રહી છે. આ ઘણા દિવસો સુધી ચાલુ રહેશે.

આ દરમિયાન યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે, યુએસ સેનાએ ઈરાનમાં 1,700 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે. શનિવારથી શરૂ થયેલા આ હુમલાઓમાં ઈરાની નૌકાદળના જહાજો, સબમરીન, એન્ટી-શિપ મિસાઈલ સ્થળો તેમજ કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

US Iran War Breaking : ચાલુ યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશકિયાનનું મોટું નિવેદન, કહ્યું, “ભીષણ હુમલાઓ ચાલુ રહેશે..

04 March 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોએ વરિષ્ઠ લોકોને મળવું જોઈએ અને કોણ આસપાસના લોકોને પ્રભાવિત કરશે? જુઓ Video

આજનું રાશિફળ વીડિયો: આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?

મેષ રાશિ:-

તમારું આકર્ષણ અને વ્યક્તિત્વ તમને કેટલાક નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. વિદેશી વેપાર સાથે સંકળાયેલા લોકો આજે ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરે તેવી અપેક્ષા છે.

વૃષભ રાશિ:-

શારીરિક કસરત અને વજન ઘટાડવાના પ્રયાસો તમારા દેખાવને સુધારવામાં ફાયદાકારક સાબિત થશે. તમે સાંજનો મોટાભાગનો સમય મહેમાનો સાથે વિતાવી શકો છો.

મિથુન રાશિ:-

આજે તમે કંઈ ખાસ કર્યા વિના સરળતાથી લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકશો. તમારા જીવનસાથી આખો દિવસ તમારા વિશે વિચારતા રહેશે.

કર્ક રાશિ:-

આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, જેનાથી તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ ઓછી થશે. જૂના પરિચિતોને મળવા અને જૂના સંબંધોને ફરીથી જીવંત કરવા માટે આ દિવસ સારો છે.

સિંહ રાશિ:-

ઘરેણાં તેમજ પ્રાચીન વસ્તુઓમાં રોકાણ કરવાથી ફાયદો થશે અને સમૃદ્ધિ મળશે. તમારું જ્ઞાન અને રમૂજ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે.

કન્યા રાશિ:-

તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે. આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, જે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર કરશે.

તુલા રાશિ:-

આજે તમારા વ્યક્તિત્વમાં સુગંધ આવશે અને તે બધાને આકર્ષિત કરશે. આજે વડીલોના આશીર્વાદ સાથે ઘરની બહાર નીકળો, કારણ કે આનાથી તમને આર્થિક લાભ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ:-

પરિવારમાં એકબીજાના દ્રષ્ટિકોણને સમજીને વ્યક્તિગત સમસ્યાઓનું નિરાકરણ લાવો. ભાગીદારી અને વ્યવસાયિક વાતો અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરવાનું ટાળો.

ધન રાશિ:-

આજે તમારે સારું બજેટ બનાવવાની જરૂર છે; જે તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. તમે બહાર ફરવાની યોજના બનાવી શકો છો, જે તમારી ઊર્જા અને ઉત્સાહને તાજગી આપશે.

મકર રાશિ:-

પરિવારના કોઈ સભ્યની બીમારી નાણાકીય મુશ્કેલીઓનું કારણ બની શકે છે. નાના બાળકો તમને વ્યસ્ત રાખશે અને માનસિક શાંતિ આપશે.

કુંભ રાશિ:-

આજે તમે પ્રેમાળ મૂડમાં રહેશો, તેથી તમારા પ્રિયજન સાથે થોડો સમય વિતાવવાનું આયોજન કરો. આ એવો દિવસ છે કે, જ્યારે તમારે મહત્વપૂર્ણ લોકો અને વરિષ્ઠ લોકોને મળવું જોઈએ.

મીન રાશિ:-

દિવસ પસાર થતાં નાણાકીય બાબતોમાં સુધારો થશે. વસ્તુઓ તમારી ઇચ્છા મુજબ નહીં ચાલે પરંતુ તમે તમારા પ્રિયજન સાથે સારો એવો સમય વિતાવી શકશો.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Wi-Fi કનેક્શન માટે Airtel કે Jio, કોણ આપી રહ્યું છે કન્ઝ્યુમર-ફ્રેન્ડલી પ્લાન?

ભારતમાં ઝડપી ઇન્ટરનેટની માંગ સતત વધી રહી છે. વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન ક્લાસ, OTT સ્ટ્રીમિંગ અને ગેમિંગ જેવી જરૂરિયાતોને કારણે હવે ઘરમાં મજબૂત અને સ્થિર Wi-Fi કનેક્શન અનિવાર્ય બની ગયું છે. આવી પરિસ્થિતિમાં બે મોટી ટેલિકોમ કંપનીઓ Airtel અને Jio પોતાના ફાઇબર બ્રોડબેન્ડ પ્લાન સાથે બજારમાં સ્પર્ધા કરી રહી છે.

Jio vs Airtel

એન્ટ્રી-લેવલ બ્રોડબેન્ડ સેગમેન્ટમાં JioFiber સામાન્ય રીતે ઓછી કિમતે બજારમાં ઉતરશે છે. કંપનીનો બેઝ પ્લાન અંદાજે ₹399માં 30 Mbps સ્પીડ આપે છે, જે બેઝિક બ્રાઉઝિંગ અને ઑનલાઈન ક્લાસ માટે પૂરતો માનવામાં આવે છે. બીજી બાજુ, Airtel Xstream Fiber નો શરૂઆતનો પ્લાન લગભગ ₹499થી શરૂ થઈને 40 Mbps સ્પીડ ઓફર કરે છે. સ્પીડના અભિપ્રાયથી Airtel થોડી આગળ દેખાય છે, પરંતુ બજેટ યુઝર્સ માટે Jioનો પ્લાન વધુ કિફાયતી છે. એટલે કે, ઓછા ખર્ચે ઈન્ટરનેટ જોઈએ તો Jio પસંદ કરો, જ્યારે થોડી વધુ સ્પીડ માટે Airtel પસંદ કરવું ફાયદાકારક હોઈ શકે છે.

મિડ-રેન્જ પ્લાન્સમાં OTT અને સ્પીડનો ખેલ

₹699 થી ₹999 રેન્જમાં બંને કંપનીઓ સૌથી વધારે યુઝર્સને ટાર્ગેટ કરે છે. JioFiber આ સેગમેન્ટમાં 100 Mbps સુધીની સ્પીડ અને કેટલાક પ્લાન્સમાં સેટ-ટોપ બોક્સ અને OTT બેનિફિટ્સ આપે છે. જ્યારે Airtel Xstream Fiber પણ આ કિંમત પર 100 Mbps સુધીની સ્પીડ સાથે ઘણા લોકપ્રિય OTT પ્લેટફોર્મ્સનો એક્સેસ આપે છે. યુઝર્સના અનુભવના આધારે Airtelનું નેટવર્ક સ્ટેબિલિટી સામાન્ય રીતે વધુ સારી માનવામાં આવે છે, જ્યારે Jio કિંમતની દૃષ્ટિએ સસ્તું છે.

હાઈ-સ્પીડ અને પ્રીમિયમ યુઝર્સ માટે વિકલ્પ

જ્યાં સુધી યુઝર્સને ભારે ડાઉનલોડ, ગેમિંગ અથવા વર્ક-ફ્રોમ-હોમ માટે ઝડપી ઈન્ટરનેટની જરૂર હોય છે, ત્યાં બંને કંપનીઓ 300 Mbps થી લઈને 1 Gbps સુધીના પ્લાન્સ ઓફર કરે છે. JioFiberનો 1 Gbps પ્લાન પ્રીમિયમ કિમતે આવે છે, જયારે Airtel પણ સમાન સ્પીડ સાથે હાઈ-એન્ડ પ્લાન ઓફર કરે છે. એરટેલ પાસે આ રેન્જમાં ₹1199, ₹1599 અને ₹3999 પ્રતિમહિના વાળા પ્લાન છે, જેમાં 100 Mbps, 300 Mbps અને 1024 Mbps સુધી ઈન્ટરનેટ સ્પીડ મળે છે. જ્યારે Jio ₹1199, ₹1499, ₹2499, ₹3999 અને ₹8499 વાળા પ્લાન ઓફર કરે છે. આ પ્લાનમાં તમને 100 Mbps થી લઈને 1 Gbps સુધી ઈન્ટરનેટ સ્પીડ મળે છે.

LTE vs 5G: ઝડપી ડાઉનલોડ કે પાવર સેવિંગ? જાણો કયો વિકલ્પ છે શ્રેષ્ઠ

Chandra Grahan 2026: ભારતમાં આજે આ સમયે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થશે, સૂતક કાળ શરૂ

Lunar Eclipse 2026 Live Updates: પંચાંગ મુજબ, વર્ષ 2026 ની પહેલી ખગોળીય ઘટના આજે, 3 માર્ચે થશે. દેશ અને વિશ્વના ઘણા ભાગોમાં આંશિક ચંદ્રગ્રહણ દેખાશે. ધાર્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં થશે. સૌથી અગત્યનું, આ ગ્રહણ ભારતમાં દેખાશે, જેના કારણે સૂતક કાળ અસરકારક બનશે. ભારતમાં આજે સવારે 6:20 વાગ્યાથી સૂતક શરૂ થઈ ગયું છે, જેના માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જરૂરી છે.

આજે ચંદ્રગ્રહણ કેટલા વાગ્યે થશે?

ભારતીય માનક સમય મુજબ વર્ષનું આ પહેલું ચંદ્રગ્રહણ બપોરના સમયે શરૂ થશે.

  • ગ્રહણ શરૂ થાય છે: 03:20 વાગ્યે
  • ગ્રહણ સમાપ્ત થાય છે: 06:46 વાગ્યે
  • કુલ સમયગાળો: આશરે 3 કલાક અને 27 મિનિટ

સૂતક કાળનો સમય અને મહત્વ

શાસ્ત્રો અનુસાર, ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા સૂતક કાળ શરૂ થાય છે. સૂતક આજે સવારે 6:20 વાગ્યે શરૂ થયો હતો અને સાંજે 6:46 વાગ્યે સમાપ્ત થશે. સૂતક કાળને અશુભ સમય માનવામાં આવે છે, જે દરમિયાન પ્રકૃતિમાં નકારાત્મક ઉર્જા વધે છે. તેથી, આ સમયગાળા દરમિયાન મંદિરોના દરવાજા બંધ રહે છે.

સૂતક દરમિયાન શું કરવું અને શું ન કરવું?

  • મૂર્તિઓને સ્પર્શ કરવાની મનાઈ છે: સૂતક દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ કરવાની મનાઈ છે. તમે માનસિક જાપ કરી શકો છો.
  • શુભ કાર્ય ટાળો: આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કે નવું કાર્ય શરૂ ન કરવું જોઈએ.
  • ખાવા-પીવા પર પ્રતિબંધો: ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂતક દરમિયાન રસોઈ બનાવવા અને ખાવાની મનાઈ છે. જો કે, બીમાર, વૃદ્ધો અને બાળકો માટે છૂટ આપવામાં આવે છે.
  • અન્ય સાવચેતીઓ: ગ્રહણ અને સૂતક દરમિયાન વાળ કાપવા, નખ કાપવા અથવા દાઢી કરવી અશુભ માનવામાં આવે છે.

ભારત અને વિશ્વના કયા ભાગોમાં ગ્રહણ દેખાશે?

વિશ્વભરમાં: ભારત ઉપરાંત તે અન્ય એશિયન દેશો, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને પેસિફિક મહાસાગરમાં પણ દેખાશે.

ભારતના મુખ્ય શહેરો: ભારતમાં, દિલ્હી-એનસીઆર, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પટના જેવા મુખ્ય શહેરોમાં ગ્રહણ દેખાશે.

ગ્રહણ પછી શું કરવું?

ગ્રહણ સમાપ્ત થયા પછી, આખા ઘરમાં ગંગા પાણી છાંટો અને સ્નાન કર્યા પછી, દાન કરો. તાજો ખોરાક રાંધો અને તુલસીના પાનનો ઉપયોગ કરો.

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

 

Iran Israel War: માર્કેટ માટે ક્રૂડ ઓઈલ બનશે વિલેન, કે પછી કરાવશે છપ્પરફાડ કમાણી? જાણો સ્ટોકમાં રોકાણ કરતા લોકોને ક્યાં થશે કમાણી

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઇઝરાયલી મિસાઇલ હુમલાઓ બાદ, વિશ્વભરના શેરબજારો ધટાડાની સ્થિતિમાં છે. આ સમયમાં રોકાણકારોના મનમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે કે તેમના મહેનતથી કમાયેલા પૈસા પાછા ખેંચીને તેને સુરક્ષિત રીતે રમે, કે શું આ ઘટાડો ખરીદી માટે સુવર્ણ તક આપે છે. આ ગભરાટ વચ્ચે, આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મ જેફરીઝે એક સારો અહેવાલ બહાર પાડ્યો છે. બ્રોકરેજ માને છે કે આ તણાવ લાંબો સમય ટકશે નહીં, અને તાજેતરનો ઘટાડો ખરેખર રોકાણકારો માટે ખરીદીની એક મોટી તક સાબિત થઈ શકે છે. જો કે, તે ચેતવણી પણ આપે છે કે જો આ લશ્કરી તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો તેના ગંભીર આર્થિક પરિણામો આવી શકે છે.

ભારતીય અર્થતંત્ર માટે કેટલો મોટો ખતરો છે?

ભારતના મધ્ય પૂર્વ સાથે ઊંડા વેપાર સંબંધો છે. આપણી કુલ નિકાસનો આશરે 17 ટકા આ પ્રદેશમાં જાય છે, જ્યારે આપણી કાચા તેલની 55 ટકા જરૂરિયાતો અહીંથી પૂરી થાય છે. વધુમાં, ત્યાં કામ કરતા ભારતીયો દર વર્ષે આશરે $45 બિલિયન (કુલ રેમિટન્સના આશરે 40 ટકા) ઘરે મોકલે છે. જ્યારે ઈરાન સાથે આપણો સીધો વેપાર મર્યાદિત છે, ત્યારે વાસ્તવિક ભય એ છે કે સમગ્ર પ્રદેશ સાથે વેપાર અને મુસાફરી ખોરવાઈ શકે છે. જો આવું થાય, તો તે ભારતીય અર્થતંત્ર માટે મોટો ફટકો હશે.

હોર્મુઝ સ્ટ્રેટ તેલના ભાવ નક્કી કરે છે

1 માર્ચના રોજના જેફરીઝના અહેવાલ મુજબ, સૌથી મોટો ખતરો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાનો છે. વિશ્વના 20 ટકા ક્રૂડ ઓઇલ અને 15 ટકા LNG આ દરિયાઈ માર્ગમાંથી પસાર થાય છે. ભારત તેના 50 થી 60 ટકા ક્રૂડ ઓઇલ અને તેના અડધા LNG ની આયાત કરે છે.

જો આ માર્ગ ખોરવાઈ જાય છે, તો થોડા સમય માટે પણ, ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. અર્થશાસ્ત્ર અનુસાર, ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ $10 નો વધારો ભારતની ચાલુ ખાતાની ખાધ (CAD) પર 0.35 ટકાનો પ્રભાવ પાડે છે. જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $80 થી ઉપર રહે છે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવ, જે અઢી વર્ષથી સ્થિર રહ્યા છે, વધી શકે છે, જેના કારણે રિટેલ ફુગાવા (CPI) માં 0.20 થી 0.25 ટકાનો વધારો થઈ શકે છે. વધુમાં, મોંઘા LNG IGL અને ગુજરાત ગેસ જેવી કંપનીઓ માટે ખર્ચમાં પણ વધારો કરી શકે છે.

કયા ક્ષેત્રને ભારે ફટકો પડશે, તેનો ફાયદો ક્યાં થશે?

આ ભૂ-રાજકીય કટોકટી મુસાફરી અને પર્યટન સાથે સંકળાયેલી કંપનીઓને સીધી અસર કરશે.

  1. ઉડ્ડયન અને પર્યટન: ઇન્ડિગો જેવી એરલાઇન્સ, જેમની આંતરરાષ્ટ્રીય ક્ષમતાના 35 થી 40 ટકા મધ્ય પૂર્વ સાથે જોડાયેલી છે, તેમને મોંઘા ઉડ્ડયન ટર્બાઇન ઇંધણ (ATF) અને ઘટતી માંગના બેવડા ફટકાનો સામનો કરવો પડી શકે છે. GMR અને હોટેલ કંપનીઓ જેવા એરપોર્ટ ઓપરેટરોને પણ વિદેશી પ્રવાસીઓમાં ઘટાડોનો સામનો કરવો પડી શકે છે.
  2. મધ્ય પૂર્વ સંબંધો ધરાવતી કંપનીઓ: L&T જેવી કંપનીઓ, જે તેની આવકનો 25% આ પ્રદેશમાંથી મેળવે છે, ન્યુજેન (તેની આવકનો 30%), ડાબર, ટાઇટન, સિપ્લા, બાયોકોન અને વોલ્ટાસ પણ તેમના વ્યવસાયો પર આંશિક અસર અનુભવે તેવી અપેક્ષા છે.
  3. સંરક્ષણ ક્ષેત્રને લાભ: બીજી બાજુ, આ તણાવ સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓ માટે સકારાત્મક તક બની શકે છે. વર્તમાન વૈશ્વિક વાતાવરણને જોતાં, ભારતનું સંરક્ષણ બજેટ સતત વધી રહ્યું છે. BEL, ડેટા પેટર્ન અને HAL જેવી સ્વદેશી સંરક્ષણ કંપનીઓ માટે ભવિષ્ય મજબૂત છે, અને ભવિષ્યમાં તેમની ઝડપી વૃદ્ધિ થવાની અપેક્ષા છે.

India Iran Israel Trade: ભારત ઈરાન અને ઈઝરાયલ પાસેથી શું ખરીદે છે, યુદ્ધ શરૂ થાય તો કઈ વસ્તુઓ મોંઘી થશે?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

03 March 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોએ બિઝનેસમાં ઝડપથી નિર્ણય લેવો જોઈએ અને કોણ મદદ માટે આગળ આવશે? – જુઓ Video

આજનું રાશિફળ વીડિયો: આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?

મેષ રાશિ:-

તમારા પરિવારને પૂરતો સમય આપો. તેમની સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો અને તેમને ફરિયાદ કરવાની તક ન આપો.

વૃષભ રાશિ:-

તમારી આસપાસના લોકોનો સહયોગ તમને સુખદ અનુભૂતિ કરાવશે. આજે કામ કરતી વખતે તમને કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે પરંતુ અંતે બધું જ સારું થઈ જશે.

મિથુન રાશિ:-

આજે તમારું વ્યક્તિત્વ સુગંધિત અને મનમોહક રહેશે. સંબંધીઓ સાથેની મુલાકાત તમારી અપેક્ષા કરતાં ઘણી સારી રહેશે.

કર્ક રાશિ:-

ખર્ચ વધશે પરંતુ આવકમાં વધારો આને સરભર કરશે. મિત્રો અને નજીકના લોકો મદદ માટે આગળ આવશે.

સિંહ રાશિ:-

ધ્યાન અને યોગ આધ્યાત્મિક રીતે ફાયદાકારક સાબિત થશે. છૂટક વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ માટે આજનો દિવસ સારો છે.

કન્યા રાશિ:-

બિઝનેસને આગળ વધારવાના પ્રયાસો સંતોષકારક સાબિત થશે. આજે તમારા જીવનસાથી સાથે થોડો વિવાદ શક્ય છે.

તુલા રાશિ:-

આ દિવસ તમારા પ્રિયજન સાથે ભેટની આપ-લે કરવાનો સારો દિવસ છે. આજે કાર્યસ્થળ પર તમારી કાર્યક્ષમતાની કસોટી થશે.

વૃશ્ચિક રાશિ:-

એક સજ્જનના દિવ્ય શબ્દો તમને સંતોષ અને આશ્વાસન આપશે. બોલતી વખતે અને નાણાકીય વ્યવહારો કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે.

ધન રાશિ:-

તમારા પ્રયત્નો તમને ચોક્કસ સફળતા અપાવશે. ઘરમાં આનંદી વાતાવરણ તમારા તણાવને ઓછો કરશે.

મકર રાશિ:-

ધાર્મિક લાગણીઓથી પ્રેરાઈને તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો અને કોઈ સંત પાસેથી દૈવી જ્ઞાન મેળવશો. ખર્ચ વધશે પરંતુ આવકમાં વધારો આને સરભર કરશે.

કુંભ રાશિ:-

તમારા મોહક વર્તનથી બીજાઓનું ધ્યાન આકર્ષિત થશે. જો તમે આવક વૃદ્ધિના સ્ત્રોત શોધી રહ્યા છો, તો સુરક્ષિત નાણાકીય પ્રોજેક્ટ્સમાં રોકાણ કરો.

મીન રાશિ:-

બિઝનેસમાં ઝડપથી નિર્ણય લો અને પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહો. તમારે તમારી આર્થિક સ્થિતિ પર નજર રાખવાની જરૂર છે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: “હથિયાર હેઠા મુકી દો, નહીં તો માર્યા જશો..” યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાનની સેનાને આપી ધમકી

ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા બાદ વધી રહેલા લશ્કરી અભિયાનના ભાગ રૂપે, અમેરિકા અને ઇઝરાયેલે રવિવારે ઈરાનમાં અનેક સ્થળો પર બોમ્બમારો કર્યો, દેશના બેલિસ્ટિક મિસાઇલ બેઝ પર ભારે બોમ્બ ફેંક્યા અને યુદ્ધ જહાજોનો નાશ કર્યો. આ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું. તેમણે ઈરાની સુરક્ષા દળોને સંપૂર્ણ સુરક્ષાના બદલામાં તેમના હથિયારો મૂકવાની અપીલનો પુનરોચ્ચાર કર્યો. તેમણે એવી પણ ધમકી આપી કે જો તેઓ શરણાગતિ નહીં લે તો તેમને મૃત્યુનો સામનો કરવો પડશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વતંત્રતા માટે ઝંખતા ઈરાની દેશભક્તોને ક્ષણનો લાભ લેવા, હિંમતવાન, નિર્ભય અને વીર બનવા અને તેમનો દેશ પાછો મેળવવા હાકલ કરી. શનિવારે, તેમણે ઈરાનીઓને બોમ્બમારા બંધ ન થાય ત્યાં સુધી તેમના ઘરોમાં રહેવા વિનંતી કરી, તેમને તેમની સરકારને વળગી રહેવા વિનંતી કરી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઈરાનમાં યુએસ હુમલા ચાલુ રહેશે. તેમણે ઈરાની નાગરિકોને કહ્યું, “મેં તમને વચન આપ્યું હતું, અને મેં તે પૂર્ણ કર્યું છે.” બાકીનું તમારા પર નિર્ભર છે, પરંતુ અમે તમને મદદ કરવા માટે હાજર રહીશું.

ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કેટલો સમય ચાલશે?

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇઝરાયલ સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવેલ યુએસ લશ્કરી કાર્યવાહી ચાર અઠવાડિયા સુધી ચાલી શકે છે. યુએસ સૈનિકોના મૃત્યુ અંગે ટિપ્પણી કરતા ટ્રમ્પે કહ્યું, “કમનસીબે, અમને આની અપેક્ષા હતી, તે ફરીથી થઈ શકે છે.” તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન એપિક ફ્યુરી, જે ઓપરેશનનું યુએસ નામ છે, તે યોજના મુજબ આગળ વધી રહ્યું છે. તેમણે જાહેરાત કરી હતી કે યુએસએ 48 ટોચના ઈરાની નેતાઓને મારી નાખ્યા હોવાની શક્યતા છે.

200 થી વધુ લોકો માર્યા ગયા

સંઘર્ષ વચ્ચે, ઈરાની નેતાઓ કહે છે કે ખામેની અને અન્ય વરિષ્ઠ નેતાઓના મોત થયાના હુમલા શરૂ થયા પછી 200 થી વધુ લોકો માર્યા ગયા છે. ઈરાને ઇઝરાયલ અને ગલ્ફ આરબ દેશો પર મિસાઇલો છોડીને બદલો લીધો.

ત્રણ યુએસ સૈનિકો માર્યા ગયા

યુએસ સૈન્ય કહે છે કે બદલો લેવાના હુમલામાં ત્રણ યુએસ સૈનિકો માર્યા ગયા, જે સંઘર્ષમાં પ્રથમ જાણીતી અમેરિકન મૃત્યુ છે. ઇઝરાયલની બચાવ સેવાઓએ અહેવાલ આપ્યો છે કે મધ્ય શહેર બેટ શેમેશમાં એક યહૂદી પ્રાર્થના સ્થળ પર થયેલા હુમલામાં નવ લોકો માર્યા ગયા છે અને 28 ઘાયલ થયા છે, જેના કારણે દેશમાં કુલ મૃત્યુઆંક 11 થયો છે. પોલીસે જણાવ્યું હતું કે હુમલા પછી 11 લોકો હજુ પણ ગુમ છે.

અમેરિકા સૈનિકોના મૃત્યુનો બદલો લેશે

એક વિડિઓ સંદેશમાં બોલતા, ટ્રમ્પે કહ્યું કે અમેરિકા શહીદ સૈનિકોના મૃત્યુનો બદલો લેશે અને સંઘર્ષ સમાપ્ત થાય તે પહેલાં વધુ સૈનિકો માર્યા જશે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિએ રવિવારે બપોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા લગભગ છ મિનિટના વિડિઓમાં આ ટિપ્પણીઓ કરી. તેમણે ત્રણ સૈનિકોને “સાચા અમેરિકન દેશભક્તો” કહ્યા જેમણે આપણા રાષ્ટ્ર માટે અંતિમ બલિદાન આપ્યું, જ્યારે અમે તે ઉમદા મિશન ચાલુ રાખીએ છીએ જેના માટે તેમણે પોતાનો જીવ આપ્યો.”

Breaking News : US-Iran War ને લઈ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો દાવો, ‘એક જ હુમલામાં 48 ઈરાની નેતાઓ માર્યા ગયા’, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

02 March 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો જીવનસાથીને સરપ્રાઈઝ આપશે અને કોણ આખો દિવસ ઉર્જાવાન રહેશે?

આજનું રાશિફળ: આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?

મેષ રાશિ:-

આરામદાયક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. જૂના પરિચિતોને મળવા અને જૂના સંબંધોને ફરીથી જીવંત કરવા માટે આ સારો દિવસ છે.

વૃષભ રાશિ:-

તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢો અને તમારા પરિવાર સાથે કોઈ કાર્યક્રમમાં હાજરી આપો. કામનો બોજ હોવા છતાં તમે આજે ઉર્જાવાન અનુભવી શકો છો.

મિથુન રાશિ:-

માનસિક તણાવ હોવા છતાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આ રાશિ હેઠળ જન્મેલા લોકોએ આજે ​​તેમના ફ્રી સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ.

કર્ક રાશિ:-

તમારી ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતાઓ તમને ખામીઓ દૂર કરવામાં મદદ કરશે. ફક્ત સકારાત્મક વિચારસરણી જ આ સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે.

સિંહ રાશિ:-

લાભ મેળવવા માટે વડીલોએ તેમની વધારાની ઊર્જાનો સકારાત્મક ઉપયોગ કરવો જોઈએ. આજે તમારી આર્થિક સ્થિતિ નબળી રહેશે પરંતુ સંબંધો મજબૂત બનશે.

કન્યા રાશિ:-

ધ્યાન અને આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે. ફક્ત યોજનાઓ બનાવવામાં તમારો કિંમતી સમય બગાડો નહીં; તે તરફ પગલાં લો અને તેનો અમલ શરૂ કરો.

તુલા રાશિ:-

આજે તમે તમારા જીવનસાથીને સરપ્રાઈઝ આપી શકો છો. તમે તમારા બધા કામ બાજુ પર મૂકીને તેમની સાથે સમય વિતાવી શકો છો.

વૃશ્ચિક રાશિ:-

આજે ઘરે કોઈ કૌટુંબિક કાર્યક્રમમાં તમારે ઘણા પૈસા ખર્ચવા પડી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને તણાવપૂર્ણ બનાવી શકે છે. જરૂરિયાતના સમયે, મિત્રો તમને ટેકો આપશે.

ધન રાશિ:-

આજે તમારો ઉદાર સ્વભાવ ઘણી ખુશીઓની ક્ષણો લાવશે. જો તમે સમજદારીપૂર્વક કામ કરશો, તો તમે આજે વધારાના પૈસા કમાઈ શકો છો.

મકર રાશિ:-

આજે તમારી ઉચ્ચ ઊર્જાને સકારાત્મક કાર્યમાં વાપરો. ખાલી બેસવાને બદલે એવું કંઈક કરો કે, જે તમારી આવકમાં વધારો કરી શકે.

કુંભ રાશિ:-

નજીકના મિત્રો અને ભાગીદારો નારાજ થઈ શકે છે. ત્રીજા પક્ષની દખલગીરી તમારા અને તમારા પ્રિયજન વચ્ચે અણબનાવ પેદા કરશે.

મીન રાશિ:-

કૌટુંબિક તણાવને તમારી એકાગ્રતામાં ખલેલ પહોંચાડવા ન દો. લોકો તમારા ઉત્તમ કાર્ય માટે કામ પર તમને ઓળખશે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Chandra Grahan 2026: ગર્ભવતી મહિલાઓને બહાર ન જવાની સલાહ કેમ આપવામાં આવે છે?

દર વર્ષે બે કે ત્રણ વખત સૂર્ય અને ચંદ્ર ગ્રહણ જેવી વિશિષ્ટ ખગોળીય ઘટનાઓ બને છે. વર્ષ 2026નું પ્રથમ ચંદ્ર ગ્રહણ 3 માર્ચે લાગવાનું છે, જે ભારત સહિત અનેક વિસ્તારોમાં દેખાશે. ખગોળશાસ્ત્ર મુજબ, ચંદ્ર ગ્રહણ ત્યારે બને છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી જાય છે અને પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ એક સ્વાભાવિક ખગોળીય પ્રક્રિયા છે, પરંતુ ધાર્મિક પરંપરાઓમાં ગ્રહણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

સૂતક કાળ મહત્વ

હિંદુ પરંપરામાં ગ્રહણ પહેલાં “સૂતક કાળ” માનવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ માટે સૂતક સામાન્ય રીતે લગભગ 9 કલાક પહેલાં શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન ધાર્મિક ક્રિયાઓ ટાળવામાં આવે છે અને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને ઘરની બહાર ન જવા, તીખી વસ્તુઓનો ઉપયોગ ન કરવા અને આરામ કરવાની સૂચવવામાં આવે છે.

બાળક પર નકારાત્મક અસરનો ડર

ધાર્મિક માન્યતાઓ મુજબ ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા સક્રિય બને છે. માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ગર્ભમાં વિકસતા બાળક પર અસર પડી શકે છે. પ્રાચીન ગ્રંથોમાં રાહુ અને કેતુની છાયા સાથે ગ્રહણને જોડવામાં આવ્યું છે અને ગર્ભવતી સ્ત્રીઓએ જાપ-ધ્યાન કરીને શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

વૈજ્ઞાનિક કારણો

વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ચંદ્ર ગ્રહણ સમયે ખાસ હાનિકારક કિરણો પૃથ્વી પર આવતી હોવાનો સ્પષ્ટ પુરાવો નથી. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે ગર્ભાવસ્થા દરમિયાન તણાવ, ભય અથવા અશાંતિ માતા અને શિશુ બંને માટે હાનિકારક હોઈ શકે છે. તેથી સાવચેતીરૂપે આરામદાયક અને સુરક્ષિત વાતાવરણમાં રહેવું યોગ્ય ગણાય છે.

ચંદ્રગ્રહણ 2026 સુતક સમયગાળો

3 માર્ચ 2026ના ચંદ્ર ગ્રહણનો સમય બપોરે 3:20થી સાંજે 6:47 સુધીનો રહેશે. સૂતક કાળ સવારે અંદાજે 9 વાગ્યાથી શરૂ થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓ માટે મુખ્ય સલાહ એ છે કે તેઓ અફવાઓથી દૂર રહી, શાંતિપૂર્વક અને સકારાત્મક મનોભાવ સાથે આ સમય પસાર કરે.

અંતમાં, ગ્રહણને લઈને ધાર્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અલગ હોઈ શકે, પરંતુ ગર્ભવતી મહિલાઓ માટે સાવચેતી, આરામ અને માનસિક શાંતિ સૌથી વધુ મહત્વપૂર્ણ છે.

First Solar-Lunar Eclipse 2026: ફાગણમાં દ્વિ-ગ્રહણનો સંયોગ, આ સપ્તાહમાં જ જોવા મળશે વર્ષનું પ્રથમ ગ્રહણ, ભારત માટે શું રહેશે ખાસ?

 

02 માર્ચના મહત્વના સમાચાર : પીએમ મોદીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ સાથે વાત કરી

આજે 02 માર્ચના સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *