થોડા સમય પહેલા નવો iPhone 18 Pro Max લોન્ચ થયો છે. તેને ખરીદવા માટે મોડી સાંજથી જ લાંબી લાઈનો લાગી હતી. ફોનના કલર અને વેરિએન્ટને લઈ લોકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક લોકો આ નવા મોડલને જોવા અને ખરીદવા માટે સ્ટોર પર પહોંચ્યો હતો. તો બોલિવુડના કેટલાક સ્ટાર પર iPhone 18 Pro Maxના નવા કલરને ફ્લોન્ટ કરતા જોવા મળ્યા હતા. હવે આ ફોનની ક્વોલિટી અને મજબુતી લોકો ચેક કરી રહ્યા છે. એક વ્યક્તિએ તો iPhone 18 Pro Maxનો અજીબોગરીબ રીતે ટેસ્ટ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ટીમે iPhone 18 Pro Maxને ઉકળતી ચામાં નાંખ્યો હતો. મહત્વની વાત તો એ હતી કે, 2 લાખ રુપિયાની કિંમતનો મોંઘો ફોનને થોડી મિનિટ માટે ઉકળતી ચામાં રાખે છે. આ સમગ્ર એક્સપરિમેન્ટ કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જેથી ફોન પર થતી અસર અને દરેક રીઅલ-ટાઇમ પ્રતિક્રિયાને કેદ કરી શકાય. ફોનના કેમેરામાં ભેજ લાગ્યો આનાથી ફોનની અંદર ભેજ કેવી રીતે આવ્યો તે અંગે પ્રશ્નો ઉભા થયા. જ્યારે iPhone 18 Pro Max ના પાછળના પેનલનો ખુલાસો થયો, ત્યારે કેમેરા મોડ્યુલની આસપાસ મોટી તિરાડો દેખાઈ. આ તિરાડો સ્પષ્ટપણે દર્શાવે છે કે ફોન ઉકળતા ચાના ટેસ્ટથી પ્રભાવિત થયો હતો. This is actually WILD… Bro literally dipped the brand new iPhone 18 Pro Max into boiling hot tea. https://t.co/M8FpA1WjFV — Bhuvan (@Bhuvan_RJ46) September 19, 2026 વીડિયો પર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી આઈફોન 18 પ્રો મેક્સ ટેસ્ટના આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અત્યારસુધી લાખો યુઝરે આ વીડિયો જોયો છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, 2 લાખ રુપિયાના ફોનમાં ઉકળતી ચાની કિંમત કેટલી હશે.તો કેટલાકે કહ્યું આજકાલ ચા વાળા પણ આઈફોન રાખે છે. આજકાલ દરેક વ્યક્તિ મોબાઈલ ફોનથી પરિચિત હશે. આ પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે, મોબાઈલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો Post navigation Real vs Fake : રસોડામાં વપરાતુ તજ અસલી છે કે નકલી? આ સરળ ઘરેલું ટેસ્ટથી કરો ઓળખ