અર્શદીપ સિંહે સમરીન કૌરની સાથે ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું ‘My Person’ , ત્યારબાદ બંનેના ડેટિગની ચર્ચા તેજ બની છે. પરંતુ બંનેના સંબંધો પર કોઈ આધિકારિક પુષ્ટી કરી નથી. અર્શદીપ સિંહ છેલ્લા કેટલાક મહિનાથી પંજાબી સિનેમાની અભિનેત્રી સમરીન કૌરને ડેટ કરી રહ્યો છે. બંને અનેક વખત સાથે પણ જોવા મળી ચૂક્યા છે. હવે ક્રિકેટરે સામેથી પોતાની રિલેશનશિપનો ખુલાસો કર્યો છે. અર્શદીપ સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો અને ગર્લફ્રેન્ડ સમરીનનો ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટોમાં બંને સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. ફોટોમાં ક્રિકેટર પોતાની પાર્ટનરને પ્રેમથી જોઈ રહ્યો છે. બંને એકબીજાની આંખમાં જોતા જોવા મળી રહ્યા છે. અર્શદીપ સિંહે આ પોસ્ટના કેપ્ટશનમાં લખ્યું ‘My Person’ અર્શદીપ સિંહ અને સમરીન કૌરની આ નવી પોસ્ટે સોશિયલ મીડિયા પર ચાહકોને પરેશાન કરી દીધા છે. કેટલાકનું કહેવું છે કે, આ ફોટો એઆઈ થી બનેલી છે. પરંતુ ક્રિકેટરે પોતાના સંબંધો ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ કરી દીધા છે. અર્શદીપ સિંહ અને સમરીન કૌરના પ્રેમની ચર્ચા આઈપીએલ પહેલા શરુ થઈ હતી. સોશિયલ મીડિયા પર ક્રિકેટરે અભિનેત્રીનો હાથ પકડ્યો હતો. જેનાથી તેના સંબંધો ચર્ચામાં આવ્યા હતા. આઈપીએલ દરમિયાન પણ સમરીન કૌર અર્શદીપ સાથે ટ્રાવેલ કરતી જોવા મળી હતી. અર્શદીપ સિંહ બન્યો ટીમ ઈન્ડિયાનો નંબર-1 બોલર, જાણો તેના પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો Post navigation Breaking News : રણ વિસ્તારમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ થયું, 2 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો દાવો Breaking News : બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ, જુઓ-Video