ગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન સામે આવ્યું છે. ગુજરાતમાંથી વધુ 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓ જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો.ખુલાસાને આધારે ગુજરાત ATSની સૌથી મોટી કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા કુલ 13 આતંકીઓ સકંજામાં છે. વિસ્ફોટક સાધનોના પરીક્ષણ આતંકીઓ પાસેથી ધાર્મિક લખાણો અને અન્ય પુરાવા મળી આવ્યા છે. અગાઉના આઠ આતંકી સાથે મળી વિસ્ફોટનું પરીક્ષણ કરી રહ્યા હતા. બોમ્બ બનાવવાનું મટીરિયલ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે, પકડાયેલા આરોપીઓ અગાઉના આરોપીઓ સાથે જોડાયેલા હતા. તમામ આરોપીઓ વિસ્ફોટક સાધનોના પરીક્ષણમાં પણ સામેલ હતા.જેહાદી પુસ્તકો કોણે આપ્યાં તે અંગે ATS તપાસ કરશે. 5 આતંકીઓ સકંજામાં ઉલ્લેખનીય છે કે અગાઉ 3 જુલાઈના રોજ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જે તમામ પાકિસ્તાની હેન્ડલરનો આદેશ માનતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તેઓ જૈશના સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરીને તેની વિચારધારા ફેલાવતા હતા. અને ગુજરાતમાં દારૂલ ઈસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ નામનું સંગઠન પણ બનાવ્યું હતું. આ આતંકીઓની પૂછપરછમાં જ નવા શકમંદોના નામ સામે આવ્યા છે. અને તેના આધારે કેટલાંક શંકાસ્પદોની અટકાયત કરાઈ હતી. અને હવે 5 આતંકીઓ સકંજામાં આવ્યા છે. ઝ ડપાયેલા આતંકીઓમાંથી મોહમ્મદ અયુબ કડીવાલાએ ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યાનો પણ ખુલાસો થયો છે. ગઈકાલે તમામને કડી કોર્ટમાં રજૂ કરતાં પોલીસે તેમના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમની પૂછપરછમાંવધુ ખુલાસા થવાની શક્યતા છે. Breaking News : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 7 આતંકીઓની કરી ધરપકડ, જૈશ એ મોહમ્મદ મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો અહી ક્લિક કરો Post navigation નસીબ બદલાતા પહેલા દેખાવા લાગે છે આ 5 સંકેત, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સારા દિવસો આવવાના ઈશારાઓ ક્યારેય ન કરતા નજરઅંદાજ ! કાનુની સવાલ : શું પતિ-પત્ની એકબીજાના મોબાઈલ ફોન ચેક કરી શકે છે ? નિયમો શું કહે છે તે જાણો