જ્યારે છોકરો અને છોકરી પવિત્ર બંધનમાં બંધાય છે. ત્યારે તે ફક્ત તેમની વચ્ચેનો બંધન જ નહીં, પણ બે પરિવારો વચ્ચેનો બંધન પણ હોય છે. જોકે, લગ્ન પછી ઘણા સંબંધોમાં વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લગ્ન પછી લોકોને લાગે છે કે, તેના પાર્ટનરની દરેક વસ્તુ પર હવે તેનો હક છે.તે ઈચ્છે તો પાર્ટનરનો મોબાઈલ ફોન ચેક કરી શકે છે. પરંતુ શું પતિ-પત્ની આવું કરી શકે, ચાલો જાણીએ ભારતનો કાનુન આને લઈ શું કહે છે. ભારતીય કાનુન અનુસાર કોઈ પણ જીવનસાથી જેમ કે,પતિ કે પત્ની એકબીજાનો મોબાઈલ પરવાનગી વગર ચેક કરવાનો અધિકાર નથી. ‘ગોપનીયતાનો અધિકાર’ બંધારણના અનુચ્છેદ 21 હેઠળ એક મૂળભૂત અધિકાર છે, જે લગ્ન પછી પણ સમાપ્ત થતો નથી. સૌથી પહેલા એ જાણી લો કે, તમે પરવાનગી વગર તમારા પાર્ટનરનો મોબાઈલ ફોન ચેક કરી શકો નહી. જો તમે તમારા પાર્ટનરનો ફોન તેમની જાણકારી કે સંમતિ વિના ચેક કરી શકો છો, વોટ્સએપ, મેસેજ, કોલ લોગ વગેરે ચેક કરી શકો છો, તો તે ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન માનવામાં આવે છે. તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, પરવાનગી વગર તમારો પાર્ટનર સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ ચેક કરી શકે નહી. સોશિયલ મીડિયા અકાઉન્ટ ખોલાને કે પાસવર્ડ માટે દબાવ નાંખવો ગેરકાનુની છે. જો તમે તમારા પાર્ટનરનો મોબાઈલ ચેક કરવા માંગો છો. તો તેની સંમતિ જરુરી છે. મોબાઈલનો પાસવર્ડ, સોશિયલ મીડિયાનો પાસવર્ડ શેર કરવાની સંમતિ તમારા પર નિર્ભર કરે છે. જો તમારો પાર્ટનર પરમિશન આપે છે. તો મોબાઈલ ચેક કરી શકો. બાકી ફોન ચેક કરી શકતા નથી. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva ) કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો Post navigation Breaking News : ગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન, જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા કુલ 13 આતંકીઓ સકંજામાં જુઓ Video Trending Video : ભક્તિ કે વ્યૂઝની ભૂખ ? પવિત્ર લાઈનમાં ઊભી રહીને ઠુમકા લગાવતી ‘રીલબાજ’ યુવતીને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો