ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) માટે મુશ્કેલીઓ વધી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે AAPના હવાલા કૌભાંડમાં મોટો ખુલાસો કર્યો છે. આ મામલે દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનના પીએ (PA) આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના DCP ભાવેશ રોજીયાના જણાવ્યા અનુસાર, આકાશ મિશ્રા દિલ્હીથી સુરત ફંડિંગ માટે આવતા પૈસાના હવાલા સંભાળતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, હિમાંશુ પાહુજા નામના વ્યક્તિએ આકાશને હવાલા મારફતે કરોડો રૂપિયા મોકલ્યા હતા. સુરતની એક આંગડિયા પેઢીમાં અંદાજે 1.25 કરોડથી વધુની રકમ મોકલવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ નાણાંનો ઉપયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફંડિંગ માટે કરવામાં આવ્યો હતો. આ જ રીતે ગુજરાતના બીજા મહાનગરોમાં પણ નાણાં મોકલાયા હોવાની આશંકાને આધારે તપાસ તેજ કરવામાં આવી છે. આગામી દિવસોમાં સુરતના AAPના ઘણા સ્થાનિક નેતાઓ સુધી તપાસનો રેલો પહોંચવાની શક્યતા છે. DCP ભાવેશ રોજીયાના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કૌભાંડમાં અંદાજે 8 થી 10 લોકો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં ખુલાસો થયો છે કે, છેલ્લા 4 થી 5 મહિનાથી સતત ફંડ મોકલવામાં આવતું હતું. આ નાણાં વ્યવહાર માટે કુલ 5 આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના CCTV ફૂટેજ પણ પોલીસ દ્વારા મેળવી લેવામાં આવ્યા છે. DCP એ વધુમાં જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવનાર હિમાંશુ અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલો હતો પરંતુ હાલમાં તે AAPનો સક્રિય કાર્યકર છે. આ કરોડો રૂપિયાના વ્યવહારના મામલે હવે ઇન્કમ ટેક્સ (IT) વિભાગને સાથે રાખીને આગળની સઘન તપાસ કરવામાં આવશે. AAPના હવાલા કૌભાંડ અંગે હર્ષ સંઘવીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, “ઈમાનદારીની વાતો કરનારા લોકોનો અસલી ચહેરો હવે સામે આવી ગયો છે. આ મામલે હજુ પણ મોટા ખુલાસા થશે.” Breaking News: ધંધુકામાં ધર્મેશ ભરવાડના હત્યારાની ધરપકડ, પોલીસે રિઝવાન અને સમીરનું કાઢ્યુ સરઘસ- Video Post navigation Breaking News: ગુજરાત ટાઈટન્સે જીતની હેટ્રિક નોંધાવી, કોલકાતા નાઈટ રાઈડર્સને પાંચમી હારનો સામનો કરવો પડ્યો કેરીના રસિયાઓ આનંદો, તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીના થયા શ્રીગણેશ- Video