કેરી રસીયાઓએ તેમની પ્રિય કેસર કેરી માટે હવે બહુ રાહ નહીં જોવી પડી. તાલાલા ગીરની મેંગો માર્કેટ કેસર કેરીની હરાજીનો પ્રારંભ થઈ ગયો છે. પરંપરા મુજબ હરાજીમાં કેરીનું પ્રથમ બોક્સ ગૌશાળાની ગાયોને અર્પણ કરવામાં આવ્યું. જેના માટે 11 હજાર એકસો અગિયાર રૂપિયાની બોલી લાગી. જ્યારે બીજા બોક્સ માટે રૂ. 9,000 અને ત્રીજા બોક્સ માટે રૂ. 6,000 ની બોલી લાગી. ત્યારે કેરીના વેપારીઓનું અનુમાન છે કે આગામી દોઢથી પોણા બે મહિના સુધી કેરીની આવક યથાવત રહેશે. મહત્વનું છે કે હાલમાં સરેરાશ 10 કિલોના કેરીના બોક્સનો ભાવ ક્વોલિટી મુજબ રૂ,600થી રૂ. 1200 સુધી રહ્યા છે. પરંતું કેરી પકવતા ધરતીપુત્રો અને બગીચાના માલિકોનું કહેવું છે કે સતત બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકમાં વ્યાપક નુક્સાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે દર વર્ષ કરતાં આ વર્ષે કેરીના ઓછા ભાવ મળતાં ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે.. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં દર વર્ષે અંદાજે 3 લાખ 34 હજાર મેટ્રિક ટનથી વધુ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. જોકે આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું રહેતા લાંબા ગાળે કેરીના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. અને કેરીની આવકને પગલે માર્કેટ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોને પૂરતી વ્યવસ્થા મળી રહે તે પ્રમાણેનું આયોજન કરાઈ રહ્યું છે. Breaking News: ધંધુકામાં ધર્મેશ ભરવાડના હત્યારાની ધરપકડ, પોલીસે રિઝવાન અને સમીરનું કાઢ્યુ સરઘસ- Video Post navigation Breaking News: ગુજરાતમાં AAPના હવાલા કાંડનો પર્દાફાશ, ચૂંટણી પહેલા જ ફંડિંગના નામે ખેલાયો કરોડોનો ખેલ – જુઓ Video 6, 6, 6, 1wd, 1, 6, 6 … IPL 2026 ની સૌથી મોંઘી ઓવર, પ્રીટિ ઝિન્ટાના આ ધુરંધરે LSG ને બતાવ્યા તારા, જુઓ