જો તમે પણ વીમો ઉતરાવવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વીમા યોજનાના વધતા બજારમાં જ્યાં ખાનગી કંપનીઓ ઊંચા પ્રીમિયમ પર મર્યાદિત લાભ આપી રહી છે, ત્યાં પોસ્ટ ઓફિસની વીમા યોજના (Postal Life Insurance) પોતાના જબરદસ્ત બોનસ અને ભરોસાપાત્ર સુવિધાઓના કારણે સામાન્ય જનતા માટે વરદાન સાબિત થઈ રહી છે. ખાસ કરીને બોનસનો દર એટલો આકર્ષક છે કે, આ યોજના અન્ય વીમા કંપનીઓથી ઘણી આગળ નીકળી જાય છે. સૌથી જૂની લાઇફ ઇન્સ્યોરન્સ સર્વિસ આમાં પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI) ભારતની સૌથી જૂની લાઇફ ઇન્સ્યોરન્સ સર્વિસ છે, જે 100 વર્ષથી પણ વધુ સમયથી પરિવારોને સુરક્ષા કવરેજ આપી રહી છે. PLI માં 19 વર્ષની ઉંમરથી જ જોડાઈને તમે 50 લાખ રૂપિયા સુધીનો વીમા કવર લઈ શકો છો. આની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં દરેક ઉંમર અને જરૂરિયાત મુજબ પોલિસી ઉપલબ્ધ છે, જે સુરક્ષાની સાથે સાથે બોનસ અને ટેક્સ લાભ પણ આપે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI) ભારતની સૌથી જૂની લાઇફ ઇન્સ્યોરન્સ સ્કીમ છે. તેને 1 ફેબ્રુઆરી 1884 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સ્કીમ માત્ર પોસ્ટલ એમ્પ્લોયી માટે હતી. આ પછી વર્ષ 1888 માં ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટમાં પણ આ ચાલુ કરવામાં આવી. ત્યારબાદ સેમી ગવર્નમેન્ટ વાળા પણ આના દાયરામાં આવી ગયા. મહિલા કર્મચારીઓને કવર આપવાનું શરૂ કર્યું હવે આનો દાયરો વધુ વધારી દેવામાં આવ્યો છે. આ ગ્રામીણ વિસ્તારો સુધી ખેડૂતો અને મજૂરો માટે પણ ઉપલબ્ધ છે. ઇન્ડિયા પોસ્ટ અને મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ આ સ્કીમ ઓપરેટ કરે છે. PLI એ જ તત્કાલીન P&T ડિપાર્ટમેન્ટની મહિલા કર્મચારીઓને વર્ષ 1894 માં કવર આપવાનું શરૂ કર્યું હતું. ખાસ વાત એ છે કે, તે સમયે કોઈ કંપની મહિલા કર્મચારીઓને લાઇફ ઇન્સ્યોરન્સ કવર આપતી નહોતી. કપલ્સનું ભવિષ્ય આર્થિક રીતે ‘સુરક્ષિત’ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI) ની યુગલ સુરક્ષા (Yugal Suraksha) પોલિસી પરિણિત યુગલો (દંપતીઓ) માટે ખાસ છે. આ પોલિસી હેઠળ પતિ-પત્ની બંને એક જ કવર હેઠળ સુરક્ષિત રહે છે. બોનસ સહિત ચુકવણી જીવનસાથીને અથવા પોલિસી મેચ્યોર થવા પર મળે છે, જેનાથી કપલ્સનું ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત બને છે. યુગલ સુરક્ષા પ્લાનની ખાસ વાતો: સ્કીમનો લાભ લેવા માટે કપલની ઉંમર 21 થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સિનિયર પોલિસીહોલ્ડરની મેક્સિમમ આયુ 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પોલિસીનો મિનિમમ ટેન્યોર 5 વર્ષ અને મેક્સિમમ ટેન્યોર 20 વર્ષ હોવો જોઈએ. આ સ્કીમમાં પતિ કે પત્નીમાંથી કોઈ એક PLI માટે પાત્ર હોવા જોઈએ. યુગલ સુરક્ષા યોજનામાં મિનિમમ કવર 20,000 હોવું જોઈએ. મેક્સિમમ કવર 50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ સ્કીમ ઓછા પ્રીમિયમમાં વધુ બોનસ આપે છે. 3 વર્ષ પછી આના પર લોન લઈ શકાય છે. 300% રિટર્ન આપનાર કંપનીની ‘મોટી જાહેરાત’! ₹900 કરોડના બાયબેકને આપી મંજૂરી, ખરીદશે 58.82 લાખ શેર Post navigation સૈફ-સલમાન નહીં પણ આમિર ખાન સંભાળશે ‘Race 4’ ની કમાન, 2 યંગ એક્ટર્સ સાથે ફ્રેન્ચાઈઝીને મળશે ‘નવો લૂક’ ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ કરી, બેની શોધખોળ