સાબરકાંઠાના પ્રાંતિજથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પ્રાંતિજ પોલીસે બાલીસણા ગામે સફળતાપૂર્વક ડ્રગ્સ વિરોધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે, બાલીસણામાં એક શખ્સ પોતાના ઘરમાં ગાંજો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પ્રાંતિજ પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન ઘરમાંથી 1 કિલો 96 ગ્રામ એટલે કે કુલ 1.096 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સના જથ્થા સાથે રમેશ મકવાણા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ગાંજાનો જથ્થો ભરૂચના અસલમ અને અશોક નામના બે શખ્સો દ્વારા મોકલવામાં આવ્યો હતો. પ્રાંતિજ પોલીસે રમેશ મકવાણાની ધરપકડ કરી છે અને ભરૂચના અસલમ તથા અશોકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ત્રણેય શખ્સો સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસે ડ્રગ્સના દૂષણને ડામવા માટે કડક કાર્યવાહી ચાલુ રાખી છે. રાજકોટ વાળા આવી તમાકુ ખાય છે ! SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ, જુઓ Video Post navigation સસ્તો અને શ્રેષ્ઠ Insurance ! પતિ-પત્ની બંને માટે એક જ પોલિસી, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળશે ₹50 લાખ સુધીનું કવર Trending Video: પ્રસાદમાં લાડુ નહીં પણ Munch ચોકલેટ, આ મંદિરની અનોખી પરંપરા જોઈને લોકો પણ ચોંક્યા