હાલના સમયમાં લગભગ તમામ ભારતીય ઘરોમાં પાણી પીવા માટે માટલાનો ઉપયોગ કરવામાં આવે છે. જો આ માટલુ તૂટી ફુટી જાય તો નવુ માટલુ ક્યા દિવસે ખરીદી શકાય અને ક્યારે ન ખરીદી શકાય તે જાણવુ પણ જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલાક દિવસોમાં અને સૂર્યાસ્ત બાદ માટલુ ખરીદવુ અશુભ મનાય છે રવિવારે અને મંગળવારે આ દિવસોમાં મંગળ ગ્રહ ( જે માટીનું પ્રતીક છે) ને કારણે માટીના વાસણો ખરીદવા વર્જિત મનાય છે. કેટલીક માન્યતાઓમાં શનિવારે પણ માટલુ ખરીદવુ યોગ્ય મનાતુ નથી. રાત્રે કે સાંજના સમયે સૂર્યાસ્ત બાદ પણ માટલુ ખરીદવુ ન જોઈએ. માટલુ હંમેશા દિવસે ખરીદવુ જોઈએ માટલુ ખરીદતી વખતે હંમેશા ધ્યાન રાખો કે વધુ પડતુ ચટકદાર કે પેઈન્ટ કરેલુ માટલુ ન ખરીદો. વધુ પડતા ચમકીલા દેખાતા માટલાને કેમિકલ કલર કે વાર્નિશ કરેલુ હોય છે જેનુ પાણી પીવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. માટલાને ટકોરા મારીને ખરીદો જો બોદો અવાજ આવે કે નાનો અવાજ આવે તો એ કાચુ કે ખરાબ નીકળી શકે છે. મજબુત રણકાર વાળુ માટલુ જ પસંદ કરો ખરીદતા પહેલા તેમા પાણી ભરીને ખાસ ચેક કરો કે તે ક્યાંયથી લીક તો નથીને. Health Tips: શું રાત્રે સૂતી વખતે અચાનક પગમાં નસ ચડી જાય છે? જાણો ક્યાં વિટામિનની ઉણપને કારણે આવુ થાય છે Post navigation સલમાન ખાને ચૂકવી સ્ટાર બનવાની કિંમત, ફિલ્મમેકરે કહ્યું- અભિનેતા બનવા માટે માથા પર લગાવ્યા હતા ઈન્જેક્શન Breaking News : સાવધાન..અમદાવાદમાં ધમધોકાર વરસાદ શરૂ! જરૂર ના હોય તો ઘરની બહાર ન નીકળવા આપીલ