Train Ticket UPI Charge : 15 ઓક્ટોબરથી દેશમાં ડિજિટલ પેમેન્ટને લઈ એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ મંગળવારે જાહેરાત કરી કે, સરકાર 15 ઓક્ટોબરથી પર્સન ટુ મર્ચેન્ટ (P2M) યુપીઆઈ ટ્રાન્જેક્શન પર મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરશે. જેના હેઠળ મર્ચેન્ટને 2,000 રુપિયાથી વધારેના ટ્રાન્જેક્શન પર 0.4 ટકા અને 75,000 રુપિયા અથવા તેનાથી વધારેના પેમેન્ટ પર 300 રુપિયાની ફી આપવી પડશે. આ જાહેરાત પછી લોકો ચિંતામાં મુકાયા છે. સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થવા લાગી કે, શું હવે ટ્રેનની ટિકિટ પણ મોંઘી થશે? મંગળવારના રોજ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ એક એફએક્યુ જાહેર કરી આ મામલે તમામ સવાલોના જવાબ આપ્યા છે. જેનાથી લોકોની મુંઝવણ દુર થઈ છે. મુસાફરોના ખિસ્સા પર અસર નહી પડે આજના સમયમાં મોટાભાગના લોકો રેલવેની ટિકિટ બુક કરતી વખતે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરે છે. ત્યારે એક્સટ્રા ચાર્જની વાત સાંભળી દરેક પરેશાન હતા. NPCI (National Payments Corporation of India)એ પોતાના જવાબમાં સ્પષ્ટ કર્યું કે, યુપીઆઈ પેમેન્ટ કરવા પર રેલવે મુસાફરોને કોઈ વધારાનો ચાર્જ આપવો પડશે નહી. નવું પેમેન્ટ માળખું એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ગ્રાહકે ફક્ત નિર્ધારિત ટિકિટ કિંમત ચૂકવવી પડશે. પછી ભલે તમારી ટિકિટની કુલ કિંમત 2000 રુપિયાથી વધારે હોય પરંતુ તમારા ખીસ્સામાંથી એક રુપિયો પણ વધારે જશે નહી. કોણ ભરશે વધારાના ચાર્જના પૈસા હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે, જ્યારે મુસાફરો પાસેથી વધારાના પૈસા લેવામાં આવતા નથી. તો પછી આ વધારાનો ચાર્જ કોણ ભરશે. નવા નિયમ મુજબ 2000 રુપિયાથી વધારેના રેલવે ટ્રાન્જેક્શન પર 5 રુપિયાનું ફ્લેટ MDR લગાવવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું કે, આ પૈસા વેપારીને ચૂકવવી પડશે. આનો અર્થ એ છે કે જો તમે ટિકિટ બુક કરાવો છો, તો ભારતીય રેલ્વે અથવા IRCTC આ 5 રુપિયાનો ચાર્જ પોતાના ખિસ્સામાંથી ઉઠાવશે. ધારો કે તમારી ટિકિટની કિંમત 3,000 છે, તો તમારે ચુકવણી પર ફક્ત 3,000 ચૂકવવા પડશે. વધારાના 5 ચાર્જનો સંપૂર્ણ બોજ રેલવે ભોગવશે. આનાથી મુસાફરને કોઈ અસર થશે નહીં. Breaking News : શું વિદેશ મુસાફરી કરતી વખતે UPI ચુકવણીઓ વધુ મોંઘી થશે? ફ્રાન્સથી સિંગાપોર સુધીના 11 દેશોમાં 0.4% ફી પાછળનું આખું ગણિત જાણો અહી ક્લિક કરો Post navigation Breaking News: રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો, જુઓ Video Breaking News : ભારત પર 100% ટેરિફ લગાવવાની દિશામાં અમેરિકા, આજે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મતદાન !