ભારતીય બ્યુટી પેજન્ટની દુનિયામાં એક નવું નામ ચમકી ઊઠ્યું છે. જયપુરમાં આયોજિત ભવ્ય ગ્રાન્ડ ફિનાલેમાં કેરળની 19 વર્ષીય લૉ સ્ટુડન્ટ અને મોડલ કઝિયા લિઝ મેજોએ (Kaziah Liz Mejo) 52 ફાઇનલિસ્ટ્સને પાછળ છોડીને ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’નો પ્રતિષ્ઠિત તાજ પોતાના નામે કરી લીધો છે. કઝિયા હવે આ વર્ષે નવેમ્બરમાં પ્યુર્ટો રિકો ખાતે યોજાનારી 75મી મિસ યુનિવર્સ (વર્લ્ડ) સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જો તમે પણ મોડલ બનવા અને મિસ યુનિવર્સના વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું જોતા હોવ, તો તમારે ગ્લેમેનન્ડ એન્ટરટેઈનમેન્ટ (Glamanand Entertainment) દ્વારા આયોજિત સત્તાવાર મિસ યુનિવર્સ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવો પડે છે. તેના વિજેતાને વૈશ્વિક મિસ યુનિવર્સ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળે છે. (Image from: Instagram: kaziahmejo) કોણ છે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026ની વિજેતા કઝિયા લિઝ મેજો? કેરળના માવેલિક્કારાની રહેવાસી 19 વર્ષીય કઝિયા લિઝ મેજો હાલમાં કાયદાનો અભ્યાસ (Law Student) કરી રહી છે. જોકે તેનું બાળપણ અબુ ધાબી (UAE) માં વીત્યું હતું. કઝિયાની બ્યુટી પેજન્ટ સફર ખૂબ જ શાનદાર રહી છે: પ્રેજન્ટ જર્ની: 17 વર્ષની ઉંમરે તેણે ‘મિસ ટીન દિવા 2024’ નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ તેણે ‘મિસ ટીન ઇન્ટરનેશનલ 2025’ માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ફર્સ્ટ રનરઅપ રહી હતી. હવે તેણે મિસ યુનિવર્સ કેરળ 2026નો ખિતાબ જીત્યો હતો. બહુમુખી પ્રતિભા: કઝિયા છેલ્લા 12 વર્ષથી શાસ્ત્રીય નૃત્યની તાલીમ લઈ રહી છે. આ ઉપરાંત તે વાયોલિન અને ડ્રમ્સ વગાડે છે. તે એક શ્રેષ્ઠ ગાયિકા પણ છે અને મલયાલમ ફિલ્મ ‘Shylock’ થી એક્ટિંગમાં ડેબ્યૂ કરી ચૂકી છે. જયપુર ફિનાલેમાં બની વિજેતા: જયપુરમાં આયોજિત ફિનાલેમાં સુષ્મિતા સેન, ઉર્વશી રૌતેલા અને સેલિના જેટલી જેવા દિગ્ગજોના જજિંગ પેનલે વિજેતાના નામ પર મહોર લગાવી હતી. આ સ્પર્ધામાં તમિલનાડુની વૈષ્ણવી ગણેશ ફર્સ્ટ રનરઅપ અને ગુજરાતની અનુશ્રી સાતવલેકર સેકન્ડ રનરઅપ રહી હતી. (Image from: Instagram: kaziahmejo) મિસ યુનિવર્સ (World) જીતવા પર મળે છે 2.1 કરોડ રૂપિયા વૈશ્વિક મિસ યુનિવર્સ વિજેતાને આશરે $250,000 (આશરે ₹2.1 કરોડ) ની ઇનામી રકમ આપવામાં આવે છે. ન્યૂયોર્ક સિટી (USA) માં એક વર્ષ સુધી લક્ઝરી એપાર્ટમેન્ટમાં મફત રહેવાની સુવિધા મળે છે, જેનો સમગ્ર ખર્ચ સંસ્થા ઉઠાવે છે. વિશ્વના ટોચના ડિઝાઇનર્સના આઉટફિટ્સ, ફ્રી ઇન્ટરનેશનલ ટ્રાવેલ, પર્સનલ શેફ, સ્ટાઇલિસ્ટ, સ્કીનકેર અને મેકઅપનો એક વર્ષનો તમામ ખર્ચ તેમાં શામેલ રહે છે. View this post on Instagram A post shared by Miss Universe India (@missuniverseindiaorg) Home Decor Tips: પરફ્યુમની ખાલી બોટલોનો જમા થઈ ગયો છે ઢગલો ? ફેંકવાને બદલે અજમાવો આ 4 ક્રિએટિવ રીતો Post navigation Duleep Trophy 2026: ઇશાન કિશન, વિરાટ સિંહ, વૈભવ સૂર્યવંશી ફ્લોપ; શાહબાઝ-સુદીપની સદી, ઇસ્ટ ઝોને બનાવ્યા 355 રન IND vs SL: બે ટેસ્ટમાં બે સદી, હવે પડિકલને ટીમમાંથી બહાર રાખવું અશક્ય, ODIમાં પણ મળશે તક?