રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ RCBએ સતત બીજી વખત IPL ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. ધર્મશાલામાં રમાયેલી ક્વોલિફાયર-1 મેચમાં બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતાં 254 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ટીમની આક્રમક બેટિંગ સામે ગુજરાતના બોલરો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત સારી રહી નહોતી. શુભમન ગિલ અને સાઈ સુદર્શન જેવી મજબૂત બેટિંગ લાઈનઅપ હોવા છતાં ટીમ માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. RCBના બોલરોએ શરૂઆતથી જ દબાણ બનાવી રાખ્યું અને મેચ એકતરફી બનાવી દીધી હતી. આ જીત બાદ IPL 2018 થી ચાલી રહેલો ખાસ ટ્રેન્ડ ફરી ચર્ચામાં આવ્યો છે. 2018 થી ક્વોલિફાયર-1 જીતનારી ટીમ જ ચેમ્પિયન બની છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 2018, 2021 અને 2023, મુંબઈ ઈન્ડિયન્સ 2019 અને 2020, ગુજરાત ટાઈટન્સ 2022, કોલકાતા નાઈટ રાઈડર્સ 2024 માં અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 2025 માં ક્વોલિફાયર-1 જીત્યા બાદ ચેમ્પિયન બન્યું હતું. ગયા સિઝનમાં પણ RCBએ ક્વોલિફાયર-1 જીતીને પ્રથમ વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. હવે ફરી એ જ ઇતિહાસનું પુનરાગમન કરવાની તક ટીમ સામે ઉભી છે. વિરાટ કોહલી સહિત ટીમના અનુભવી ખેલાડીઓ હાલ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. જો RCB આ સિઝનમાં પણ ટ્રોફી જીતે છે તો તે ચેન્નાઈ અને મુંબઈ પછી સતત બે IPL ટાઇટલ જીતનારી ત્રીજી ટીમ બની જશે. હાલ ટીમનો આત્મવિશ્વાસ ઊંચાઈ પર છે અને ફેન્સને પણ ફરી એકવાર ટ્રોફીની આશા દેખાઈ રહી છે. (PC:X/IPL/RCB) Breaking News: ગુજરાતને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2026 ફાઈનલમાં પહોંચ્યું, 3 બોલમાં 2 ભૂલોને કારણે GT હારી ગયું Post navigation પરણિત યુગલો માટે LICની ડબલ ધમાકા ઓફર, એક જ પોલિસીમાં પતિ-પત્ની બંનેને મળશે લાભ- જાણો વિગતો કાંડા પર બાંધેલું રક્ષાસૂત્ર બદલી શકે છે તમારું ભાગ્ય ! જાણો કયો રંગ કયા ગ્રહ સાથે જોડાયેલો છે