જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં લેવાયેલી BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના એક પેપરને લઈને પેપર લીક થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પ્રશ્નોની યાદી અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વચ્ચે નોંધપાત્ર સમાનતા જોવા મળતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીકની આશંકા ! મળતી માહિતી મુજબ, છ દિવસ પહેલાં લેવાયેલી BAMS ત્રીજા વર્ષના ‘શલ્યતંત્ર-1’ વિષયની પરીક્ષાના પેપર અંગે સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી 12 પ્રશ્નોની યાદીમાંથી 11 પ્રશ્નો પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછાયા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પેપર લીક થયાની આશંકા વધુ મજબૂત બની છે. આ મામલે ફરિયાદ મળ્યા બાદ યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવ્યું છે. સમગ્ર ઘટનાની તપાસ માટે યુનિવર્સિટીએ તપાસ કમિટીની રચના કરી છે. વાયરલ થયેલા પ્રશ્નેની થશે તપાસ પરીક્ષા નિયામકે જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પ્રશ્નો ક્યારે અને ક્યાંથી વાયરલ થયા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ દોષિત સાબિત થશે તો યુનિવર્સિટીની ગાઇડલાઇન મુજબ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને તપાસનો અહેવાલ આવ્યા બાદ જ પેપર લીક અંગેનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે. આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com.. Post navigation Breaking News : બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ, જુઓ-Video ડાયમંડ કે સોનું નહીં… શ્રાવણમાં મહિલાઓનું ભાગ્ય ચમકાવી શકે છે ‘લીલી કાચની બંગડી’, આ શણગાર પાછળ છુપાયેલું ‘અસલી રહસ્ય’ જાણો