11 જૂન, 2026 ની તારીખ બાંગ્લાદેશી ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઈ ગઈ છે. ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશી ખેલાડીઓએ એવી સિદ્ધિ મેળવી જે તેમણે ક્રિકેટ ઈતિહાસમાં પહેલાં ક્યારેય નહોતી મેળવી. યજમાન બાંગ્લાદેશે છ વખતની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને બીજી વનડેમાં હરાવી અને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી છે. બાંગ્લાદેશ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે તેઓએ ઓસ્ટ્રેલિયા સામે દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી છે. બાંગ્લાદેશી બોલરોએ તબાહી મચાવી ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. બાંગ્લાદેશી બોલરો તસ્કિન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાને શરૂઆતની ઓવરોમાં ભારે તબાહી મચાવી દીધી. ઓસ્ટ્રેલિયાની ટીમે ખાતું ખોલ્યા વિના જ ત્રણ મુખ્ય વિકેટ ગુમાવી દીધી. મેટ શોર્ટ, કૂપર કોનોલી અને મેટ રેનશો ખાતું ખોલવામાં નિષ્ફળ ગયા. 65 રનની અંદર ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ પેવેલિયનમાં પાછી ફરી ગઈ. જોકે, માર્નસ લાબુશેને અણનમ 55 રન બનાવીને ટીમને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. વરસાદને કારણે મેચની ઓવરોમાં ઘટાડો પણ થયો, જેના પરિણામે ઓસ્ટ્રેલિયાએ 42 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા. A historic milestone for Bangladesh Cricket. FIRST-EVER ODI SERIES WIN AGAINST AUSTRALIA. Dutch-Bangla Bank Bangladesh vs Australia ODI Series 2026#BCB #Bangladesh #Cricket #BANvAUS #Tigers pic.twitter.com/BKxzA92OrK — Bangladesh Cricket (@BCBtigers) June 11, 2026 ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેનો ફ્લોપ બાંગ્લાદેશ તરફથી તસ્કિન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાને શાનદાર બોલિંગ કરી અને ત્રણ-ત્રણ વિકેટ લીધી. તનવીર ઈસ્લામે પણ બે વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેનો બાંગ્લાદેશના બોલરોની સચોટ લાઈન અને લેન્થ સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. નાહિદ રાણાએ પણ શાનદાર બોલિંગ કરી, પરંતુ તે એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા. Bangladesh continue their impressive run and win their first ODI series against Australia : https://t.co/DEm5XJy31X pic.twitter.com/lK5yKj8Q38 — ICC (@ICC) June 11, 2026 બાંગ્લાદેશે સરળતાથી રનનો પીછો કર્યો વરસાદના કારણે બાંગ્લાદેશની ઈનિંગની શરૂઆતમાં વિક્ષેપ પડ્યો, જેના કારણે લક્ષ્ય 41 ઓવરમાં 192 રનનો થઈ ગયો. તનઝીદ હસન કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો. જોકે, સૌમ્ય સરકાર અને નઝમુલ હુસૈન શાંતોએ 42-42 રન બનાવીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. ત્યારબાદ લિટન દાસે 21 રન બનાવ્યા. તૌહીદ હૃદયોયે એક છેડો પકડી રાખ્યો અને અણનમ 40 રન બનાવીને ટીમને વિજય તરફ દોરી ગયો. મેહદી હસન મિરાઝ પણ 22 રન બનાવીને અણનમ રહ્યો. બાંગ્લાદેશે 35 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું. T20 World Cup 2026 Prize Money: T20 વર્લ્ડ કપમાં આટલા કરોડ રૂપિયાની ઇનામી રકમ દાવ પર, ICCનો મોટો નિર્ણય Post navigation Breaking News : અમેરિકાએ જ ભારતીય ખલાસીઓ વાળા જહાજ પર કર્યો હમલો.. કબૂલાત કરી જાહેર કર્યો વીડિયો Breaking News : Vedanta ના રોકાણકારો માટે મોટા સમાચાર, ડિમર્જર બાદ આ તારીખે ચાર નવી કંપનીઓ થશે લિસ્ટ