ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન, પૂર્વ કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડનો પુત્ર સમિત દ્રવિડ ફરી એકવાર ચર્ચામાં છે. મહારાજા ટ્રોફી KSCA T20 2026 માં કલ્યાણી બેંગલુરુ તરફથી રમતા સમિત દ્રવિડે હુબલી ટાઈગર્સ સામે ક્લાસિકલ બેટિંગ કરીને પોતાની પ્રતિભાની ઝલક દેખાડી અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રાહુલ દ્રવિડના પુત્રની મજબૂત બેટિંગ મેચ દરમિયાન કલ્યાણી બેંગલુરુની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે માત્ર 11 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સમિત દ્રવિડે રોહન પાટિલ સાથે ઈનિંગ સંભાળી હતી. બંને વચ્ચે 43 બોલમાં 70 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી, જેના કારણે ટીમ ફરી મજબૂત સ્થિતિમાં પહોંચી હતી. સમિતના ક્લાસિક શોટ્સે ‘ધ વોલ’ ની અપાવી યાદ સમિતે 23 બોલમાં 32 રનની ઈનિંગ રમી, જેમાં છ આકર્ષક ચોગ્ગાનો સમાવેશ થયો હતો. તેના ક્લાસિક કવર ડ્રાઈવ અને સ્ટ્રેટ શોટ્સે ચાહકોને રાહુલ દ્રવિડની બેટિંગની યાદ અપાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર ફેનકોડ દ્વારા શેર કરાયેલ તેના બાઉન્ડરીના વીડિયો પણ ઝડપથી વાયરલ થયા હતા. Samit Dravid had the whole field covered Catch all the action from the Maharaja Trophy KSCA T20 2026 LIVE on FanCode #MaharajaTrophy pic.twitter.com/gurjHdavpE — FanCode (@FanCode) July 1, 2026 સમિત દ્રવિડની મહત્વપૂર્ણ ઈનિંગ કલ્યાણી બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 203 રન બનાવ્યા હતા. રોહન પાટિલે 64 અને પ્રવીણ દુબેએ 51 રનની અડધી સદી ફટકારી હતી, જ્યારે સમિતની સંયમભરી ઈનિંગે ટીમને મોટો સ્કોર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. રોમાંચક મેચમાં દ્રવિડની ટીમની જીત જવાબમાં હુબલી ટાઈગર્સે જોરદાર લડત આપી અને 20 ઓવરમાં 7 વિકેટે 201 રન સુધી પહોંચી ગઈ, પરંતુ જીતથી માત્ર બે રન દૂર રહી ગઈ. મનવંત કુમારની 22 બોલમાં 60 રનની તોફાની ઇનિંગ છતાં કલ્યાણી બેંગલુરુએ રોમાંચક જીત નોંધાવી, જેમાં સમિત દ્રવિડનું યોગદાન ચર્ચાનું કેન્દ્ર બન્યું. Breaking News: વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં રમવા માટે ફિટ જાહેર, આ તારીખે મેદાનમાં કરશે વાપસી! Post navigation Breaking News: રસ્તા વચ્ચે એકા એક બંદ થઈ ઇ રિક્ષા, સાયબર એટેકના બીક થી રિક્ષા ચાલકો પહોંચ્યા પોલીસ સ્ટેશન સરકારે પેટ્રોલ પંપ પર E5 અને E10 પેટ્રોલ કેમ બંધ કરી દીધા સામાન્ય વાહન ચાલકોના માઇલેજ અને ખિસ્સા પર કેવી પડશે અસર