Breaking News: હાઇકોર્ટમાં વિવાદ વચ્ચે સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈના પ્રથમ સપ્તાહમાં જામશે રસાકસીનો જંગ! Watch Video

SUMUL Dairyમાં લાંબા સમયથી ચાલી રહેલા ચૂંટણી વિવાદ મામલે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સુરતની સૌથી મોટી સહકારી ડેરી ગણાતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા વચ્ચે હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે, જેના કારણે હવે ચૂંટણીનો માર્ગ લગભગ મોકળો બન્યો છે.

ચૂંટણી કાર્યક્રમ રજૂ કરવાનો આદેશ કર્યો

માહિતી અનુસાર ડેરીમાં અગાઉ રહેલા કેટલાક પદો હટાવી દેવામાં આવ્યા હતા અને સીમાંકન પ્રક્રિયા બાદ ચૂંટણી યોજવાની બાબતે વિવાદ ઊભો થયો હતો. આ મામલો કોર્ટ સુધી પહોંચતા હાઇકોર્ટે કલેકટરને 8મી તારીખે ચૂંટણી કાર્યક્રમ રજૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટના અગાઉના આદેશ મુજબ સીમાંકન બાદ ચૂંટણી યોજવાની હતી, પરંતુ તેના અમલમાં વિલંબ થતા અરજી કરવામાં આવી હતી.

જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાઈ શકે છે

હવે કોર્ટના નવા નિર્દેશ બાદ સુમુલ ડેરીમાં ચૂંટણી પ્રક્રિયા ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી જાહેર થતા જ ડેરી સાથે જોડાયેલા વિવિધ ગૃપો અને આગેવાનો સક્રિય બન્યા છે.

રસાકસી જોવા મળે તેવી પૂરી શક્યતા

સુમુલ ડેરી માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે મહત્વપૂર્ણ સંસ્થા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આવનારી ચૂંટણીમાં કડક રાજકીય અને સંગઠનાત્મક રસાકસી જોવા મળે તેવી પૂરી શક્યતા છે. ડેરીના સંચાલન પર કબ્જો જમાવવા માટે વિવિધ ગૃપો વચ્ચે જોરદાર ટક્કર જામે તેવી ચર્ચાઓ પણ તેજ બની છે.

Breaking News: ગુજરાતના અનેક વિસ્તારમાં આજે પણ રહેશે વાદળછાયુ વાતાવરણ, 8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે, જુઓ Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *