Breaking News: સનરાઈઝર્સ હૈદરાબાદ માટે સારા સમાચાર, ચેમ્પિયન કેપ્ટનની જલ્દી થશે ટીમમાં વાપસી

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સારા સમાચાર સામે આવ્યા છે. નિયમિત કેપ્ટન જલ્દી ટીમ સાથે જોડાય શકે છે. પેટ કમિન્સ 17 એપ્રિલે ભારત પરત ફરવાની શક્યતા છે. હાલમાં તેઓ ઓસ્ટ્રેલિયામાં છે, જ્યાં તેમની મહત્વપૂર્ણ ફિટનેસ ટેસ્ટ યોજાવાની છે. આ ટેસ્ટમાં સફળતા મળે તો તેઓ સીધા IPL માટે ઉપલબ્ધ બની શકે છે.

ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો

કમિન્સ IPL 2026ની શરૂઆતમાં SRH ટીમ સાથે જોડાયો હતો, પરંતુ ઈજાના કારણે તેને ઓસ્ટ્રેલિયા પરત જવું પડ્યું. ગયા વર્ષથી તેને કમરના દુખાવાની સમસ્યા સતાવી રહી છે, જેના કારણે તે લાંબા સમય સુધી મેદાનથી દૂર રહ્યો છે.

 

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કરશે કમબેક?

આ ઈજાના કારણે કમિન્સ T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શક્યો નહીં. તેણે એશિઝ સિરીઝમાં વાપસી કરી હતી, પરંતુ એક જ ટેસ્ટ મેચ બાદ ફરીથી ઈજાગ્રસ્ત થતા આખી સિરીઝમાંથી બહાર થવું પડ્યું. રિપોર્ટ્સ મુજબ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાથી તેને ટૂંક સમયમાં ફિટનેસ ક્લિયરન્સ અને NOC મળી શકે છે. જો બધું આયોજન મુજબ રહ્યું તો તે 18 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રમતો જોવા મળી શકે છે.

 

હૈદરાબાદનું બોલિંગ લાઈનઅપ મજબૂત થશે

કમિન્સની ગેરહાજરીમાં હૈદરાબાદનું બોલિંગ લાઇનઅપ થોડું નબળું પડી ગયું હતું. જોકે, યુવા બોલરો પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈને તાજેતરમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. બંનેએ મળીને મહત્વપૂર્ણ વિકેટો લઈ ટીમને સ્પર્ધાત્મક બનાવવામાં યોગદાન આપ્યું છે.

 

ટીમનું કોમ્બિનેશન-પ્રદર્શન સુધરશે!

હાલમાં હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, પરંતુ ટીમનું પ્રદર્શન સ્થિર રહ્યું નથી. કેપ્ટનશીપ સંભાળતા ઈશાન કિશન માટે આ સમય પડકારજનક રહ્યો છે. જો કમિન્સ વાપસી કરે છે, તો ટીમની બોલિંગમાં સંતુલન આવશે અને પ્લેઓફ માટેની દોડ વધુ મજબૂત બનશે.

Breaking News: CSK ના 17 વર્ષના બેટ્સમેને KKR ના 25 કરોડના ખેલાડીની કરી જોરદાર ધુલાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *