સતત છઠ્ઠી મેચમાં હાર બાદ લખનૌ સુપર જાયન્ટસે આઈપીએલ 2026માં જીતનો સ્વાદ ચાખ્યો હતો.ગુરુવારે રમાયેલી મેચ પ્રભાવિત મેચમાં લખનૌ સુપર જાયન્ટસે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 9 રનથી હાર આપી હતી. 19-19 ઓવરની આ મેચમાં લખનૌએ સીઝનમાં પોતાના ઘર આંગણે પહેલી જીત નોંધાવી છે. મેચ બાદ કેપ્ટન પંત હળવા મુડમાં જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, આ જીત આખી ટીમ માટે ખુબ ખાસ હતી. કારણ કે, ટીમ લાંબા સમયથી કોમ્બિનેશન શોધી રહી હતી. પંતે કહ્યું આ અમારા માટે ખુબ શાનદાર મેચ રહી છે. આખી ટીમ માટે આ જીતનો મોટો અર્થ છે. અમે સતત અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરી રહ્યા હતા. એક ટીમ તરીકે એક પેજ પર આવવું જરુરી હતુ. આ સીઝન અમારા માટે હાર્ડ રહી. પરંતુ ક્યારેક ક્યારેક સંધર્ષથી પસાર થવું પડ્યું હતુ. લખનૌ સુપર જાયન્ટસની સૌથી મોટી જીતમાં મોટો રોલ મિચેલ માર્શે નિભાવ્યો હતો. માર્શે માત્ર 56 બોલમાં 111 રન બનાવી આરસીબીના બોલર પર દબાવ બનાવ્યો હતો. પંતે તેની ઈનિગ્સના ખુબ વખાણ કર્યા હતા. દિગ્વેશ રાઠી પર વિશ્વાસ વ્યક્ત કર્યો તેમણે કહ્યું માર્શની ઈનિગ્સ શાનદાર હતી.અમે જાણીએ છીએ કે, ટીમ સતત મહેનત કરી રહી છે. આ સીઝનમાં અમારી શાનદાર બોલિંગ રહી છે.બોલરો દિલ ખોલીને પ્રદર્શન કરી રહ્યા છે. અમે આજ લય આગળ ચાલું રાખવા માંગીએ છીએ.મેચની છેલ્લી મોમેન્ટ શાનદાર હતી. જ્યારે લખનૌ સુપર જાયન્ટને 20 રન બચાવવાના હતા. પંતે અનુભવી બોલર દિગ્વેશ રાઠી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાઠી આ મોંઘો સાબિત થયો પરંતુ કેપ્ટને તેને જવાબદારી આપી હતી. આ મેચ છેલ્લા બોલ સુધી રસપ્રદ રહી હતી. છેલ્લી ઓવરમાં શું થયું? છેલ્લી ઓવરમાં શું થયું? છેલ્લી ઓવરમાં જીત માટે આરસીબીને 20 રનની જરુર હતી. આ ઓવર પંતે દિગ્વેશ રાઠીને આપી હતી. પહેલા બોલ માં રોમારિયો શેફર્ડે મોટો શોર્ટ રમ્યો આ ઓવરમાં 1 રન આવ્યો હતો. હવે 5 બોલમાં 19 રનની જરુર હતી. બીજા બોલ પર ક્રુણાલ પંડ્યાએ 1 રન લીધો, હવે 4 બોલમાં 18 રનની જરુર હતી. ત્રીજા બોલ પર શેફર્ડે મોટો શોર્ટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ રમી શક્યો નહી. અહીથી જીત લખનૌના ખાતામાં જતી જોવા મળી હતી. ચોથા બોલમાં વાઈડ બોલ ત્યારબાદ શેફર્ડે ચોગ્ગો ફટકાર્યો પાંચમા બોલ પર શેફર્ડે 2 રન બનાવ્યા. છેલ્લા બોલ પર મોટો શોર્ટ રમ્યો પરંતુ 1 જ રન મળ્યો હતો. આ રીતે લખનૌ સુપર જાયન્ટસે 9 રનથી શાનદાર જીત મેળવી હતી. IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો Post navigation Breaking News : 30 દિવસની શાંતિ બાદ ફરી પાછુ શરું થશે યુદ્ધ ! ઈરાને યુએઈ પર કર્યો હવાઈ હુમલો Breaking News : આણંદમાં ₹98 લાખના ખર્ચે બનેલી ટાંકીઓનું કૌભાંડ આવ્યું સામે ! ખુલાસા બાદ ચાલ્યુ દાદાનું બુલડોઝર