આણંદ જિલ્લામાં આવેલા Umreth Police Stationનો એક શરમજનક વીડિયો વાયરલ થતા પોલીસ તંત્રમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. રાજ્યમાં દારૂબંધી કાયદો હોવા છતાં પોલીસ સ્ટેશનની અંદર જ એક પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હોવાનો આક્ષેપ વીડિયોમાં કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં જ ગેરવર્તણુક ઉમરેઠ પોલીસ મથકનો આ વીડિયો છે. કેટલાક ફરિયાદ તેમની કોઇ પોલીસ ફરિયાદ લખાવવા માટે પોલીસ મથકમાં ગયા હતા અને આ સમયે હરપાલસિંહ નામનો પોલીસ કર્મચારી પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. તે કોન્સ્ટેબલ છે કે હેડ કોન્સ્ટેબલ કે અન્ય કોઇ હોદ્દા પર તે સ્પષ્ટ નથી થયુ. જો કે પોલીસ કર્મચારી થઇ તે પોલીસ સ્ટેશનમાં જ ગેરવર્તણુક કરી રહ્યો હતો. પોલીસ સ્ટેશનમાં અન્ય કર્મચારીઓ પણ હાજર હતા, જે આ પીધેલી પોલીસ કર્મચારીને શાંત કરાવવાનો પ્રયત્ન કરે છે. આ પીધેલો પોલીસ કર્મી નશાની હાલતમાં અપશબ્દોનો પણ ઉપયોગ કરી રહ્યો હતો. તે સમયે કેટલીક મહિલાઓ પણ પોલીસ સ્ટેશનમાં હાજર હતી. નશાની હાલતમાં આ પોલીસ કર્મી વાણી વિલાસ કરી રહ્યો હતો. પોલીસ કર્મચારીને ઊભા રહેવાનું પણ ભાન ન હતુ. મહત્વની વાત એ છે કે અન્ય એક કર્મચારી તેને રોકવાનો પ્રયાસ કરે છે, જો કે નશાની હાલતમાં ધૂત આ પોલીસ કર્મચારીને ઊભા રહેવાનું પણ ભાન ન હતુ. તે પડી પણ જાય છે. ત્યારબાદ કેટલીક મહિલા કર્મચારી પણ ત્યાં આવે છે અને આ પીધેલા પોલીસ કર્મચારીને ચુપ કરાવવાનો પ્રયાસ કરે છે. તેમ છતા તે કોઇના કાબુમાં રહેતો નથી. બેફામ બોલી રહ્યો હતો પોલીસ કર્મચારી વીડિયોમાં દેખાતી સ્થિતિ મુજબ સંબંધિત પોલીસકર્મી નશાની હાલતમાં બેફામ બોલતો અને અશોભનીય વર્તન કરતો જોવા મળે છે, જેના કારણે પોલીસ વિભાગની શિસ્ત અને વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે. આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે અને લોકો પોલીસની જવાબદારી અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સવાલ એ પણ થઇ રહ્યો છે કે આ પોલીસ કર્મચારી વિરુદ્ધ આણંદ પોલીસ કે આણંદ SP દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે કે કેમ? કેમ કે એક તરફ ગુજરાતમાં દારુબંધીની વાત કરવામાં આવે છે. દર આંતરે દિવસે પીધેલાઓ પકડાય છે, ત્યારે નવાઇની એ વાત છે કે પીધેલાઓને પકડવાનું કામ કરનાર પોલીસ જ આ રીતે પોલીસ સ્ટેશનમાં જ દારુના નશામાં પકડાય એ ખરેખર કેટલીય અયોગ્ય વાત છે. આ વાત પોલીસ માટે જ એક શરમજન વાત છે. સામાન્ય કોઇ વ્યક્તિ જો પીધેલી હાલતમાં પકડાય તો તેની સામે કાર્યવાહી થતી હોય છે, જ્યારે આ તો ખુદ પોલીસ કર્મચારી પીધેલી હાલતમાં છે. તો આ પોલીસ કર્મચારી સામે પણ કોઈ ગંભીર કાર્યવાહી થાય છે કે કેમ તે જોવુ રહ્યુ. વીથ ઇનપુટ-ધર્મેન્દ્ર કપાસી, આણંદ આ પણ વાંચો- Breaking News : અમદાવાદીઓ ચેતી જજો! 10 દિવસ ‘પાણી કાપ, જાણો તમારા વિસ્તારમાં શું અસર થશે? બોરવેલના ભરોસે તંત્ર! જુઓ Video Post navigation આરતી દરમિયાન કપૂરનું ઓલવાઈ જવું અશુભ છે? ગભરાવાને બદલે, આ રીતે પૂજા કરો પૂર્ણ Breaking News : અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, 1.69 લાખની કિંમતના શૂઝ પોલીસે કર્યા જપ્ત, જુઓ Video