આયર્લેન્ડ સામેની પહેલી T20 મેચમાં હાર બાદ ભારતીય ટીમના નવા કેપ્ટન શ્રેયસ અય્યરે મેચનું નિખાલસ વિશ્લેષણ કર્યું હતું. કેપ્ટનશીપ ડેબ્યૂમાં જ મળેલી હાર બાદ તેણે કહ્યું કે ટીમ માટે આ પરિણામ નિરાશાજનક છે, પરંતુ હવે આ હારને પાછળ છોડીને આગામી મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. હાર બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે શું કહ્યું? શ્રેયસ અય્યરે કહ્યું કે ભારતીય બોલરોએ શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નવી બોલથી સ્વિંગ અને સીમ મૂવમેન્ટનો સારો ઉપયોગ કરીને શરૂઆતની વિકેટો મેળવી હતી. જોકે, મધ્ય ઓવરોમાં બેટ્સમેનોને સરળતાથી રન બનાવવા દીધા અને અંતિમ ઓવરોમાં રન રોકવામાં ટીમ નિષ્ફળ રહી. તેના મતે આયર્લેન્ડને 140 રનની આસપાસ રોકી શકાય તેમ હતું. હર્ષિત રાણા અને શિવમ દુબેની પ્રશંસા કરી કેપ્ટને હર્ષિત રાણા અને શિવમ દુબેના પ્રદર્શનની ખાસ પ્રશંસા કરી. હર્ષિતે ઈજામાંથી પરત ફરીને અસરકારક બોલિંગ કરી હતી, જ્યારે શિવમે પણ મહત્વપૂર્ણ ઓવરોમાં નિયંત્રિત બોલિંગ કરીને ટીમને મદદ કરી હતી. શ્રેયસે કહ્યું કે બંને ખેલાડીઓએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી. SHREYAS IYER ANGRY ON BOWLERS AFTER Shreyas Iyer said ️ “I think initially, the bowlers were bowling well. They got lateral movement, and they got a couple of wickets as well. So we got a tremendous start, but in between, we lost execution. We made them hit straight… pic.twitter.com/7Ke7RFU1Gj — Indian Cricket (@IPL2025Auction) June 26, 2026 વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું સફળતાની ચાવી હાર બાદ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને આપેલા સંદેશ વિશે શ્રેયસે જણાવ્યું કે માત્ર મેદાન પર ઉતરી જવાથી જીત મળતી નથી. દરેક ખેલાડીએ દરેક ક્ષણે સંપૂર્ણ એકાગ્રતા સાથે રમવું પડે છે. તેણે ભારપૂર્વક કહ્યું કે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જ સફળતાની ચાવી છે. 28 જૂને બેલફાસ્ટમાં જ બીજી અને અંતિમ T20 મેચ ભારત હવે 28 જૂને બેલફાસ્ટમાં જ આયર્લેન્ડ સામે બીજી અને અંતિમ T20 મેચ રમશે. શ્રેયસ અય્યરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીમ આ હારમાંથી પાઠ શીખીને વધુ સારી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે અને શ્રેણી બરાબર કરવાની સંપૂર્ણ કોશિશ કરશે. Breaking News: 63 મેચની રાહ બાદ શ્રેયસ અય્યરનું T20માં ફ્લોપ કમબેક, કેપ્ટનશીપ ડેબ્યૂમાં મળી શર્મનાક હાર Post navigation Breaking News: 63 મેચની રાહ બાદ શ્રેયસ અય્યરનું T20માં ફ્લોપ કમબેક, કેપ્ટનશીપ ડેબ્યૂમાં મળી શર્મનાક હાર Womens T20 World Cup: સેમિફાઈનલની ટિકિટ સામે વરસાદનું સંકટ, શું લંડનમાં તૂટશે ટીમ ઈન્ડિયાનું સપનું?