ગણેશોત્સવ 2026ની શરુઆત સાથે દેશભરમાં બપ્પાના સ્વાગતની તૈયારીઓ જોવા મળી હતી. દર વર્ષેની જેમ આ વર્ષે પણ અંબાણી પરિવારે ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. મુંબઈ સ્થિત એન્ટિલિયામાં ગણેશ ઉત્સવની શરુઆત રીતિ-રિવાજ અને ધામધુમ સાથે કરવામાં આવી હતી. જેના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં અંબાણી પરિવારના સભ્યો બાપ્પાની ભક્તિમાં ડુબેલા જોવા મળી રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે સેલિબ્રેશનમાં ડુબ્યા હતા. રાધિકા, ઈશા અંબાણીના દીકરા કૃષ્ણાને ખોળામાં લઈ જતી જોવા મળી હતી. તો અનંત પણ ઉત્સાહ સાથે ગણપતિ બાપ્પાના સ્વાગતમાં સામેલ થયો હતો. એન્ટિલિયામાં થયેલા આ ગ્રાન્ડ ગણેશોત્સવની ઝલક સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. View this post on Instagram રાધિકા ઉત્સાહમાં જોવા મળી સામે આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રાધિકા મર્ચેન્ટ ભાણેજ નણંદનો દીકરો કૃષ્ણાને લઈ જતી જોવા મળી હતી. તેની પાછળ અનંત પણ જોવા મળ્યો હતો. બાપ્પાને જોઈ રાધિકા ખુશીથી ઝુમી ઉઠી હતી. બાપ્પાનું સ્વાગત કર્યું હતુ. આ ઝલક જોયા પછી લોકોનું કહેવું છે કે, રાધિકાની બાપ્પામાં ખુબ ઉંડી આસ્થા છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, રાધિકા બાળકોને કેટલા પ્રેમથી રાખે છે. View this post on Instagram રાધિકા અને અનંતે મેચિંગ કપડાં પહેર્યા સામે આવેલી ઝલકમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટે મેચિંગ કપડાં પહેર્યા હતા. બંને ઓરેન્જ કપડાં પહેર્યા હતા. રાધિકાએ સૂટ તો અનંત અંબાણીએ કુર્તો પાયજામો પહેર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, બાપ્પાને ફુલોથી સજેલા ટ્રેકમાં લઈ આવવામાં આવે છે. પાછળ રાધિકા અને અનંત અંબાણી કારમાં બેસતા જોવા મળ્યા હતા. વાજતે ગાજતે બાપ્પાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન એન્ટિલિયા આખું ફુલોથી શરણગારવામાં આવ્યું હતુ. લોકો કહી રહ્યા છે કે, બાપ્પાની ગ્રાન્ડ એન્ટી થઈ છે. લગ્ન પછી રાધિકા કરી રહી છે બાપ્પાનું સ્વાગત વીડિયોમાં રાધિકા આદિયાને ખોળામાં લઈ જતી જોવા મળી રહી છે. આખો પરિવાર ખુબ ખુશ જોવા મળી રહ્યો છે. અંબાણી પરિવારમાં દર વર્ષે ઉત્સાહ સાથે બાપ્પાનું સ્વાગત કરવામાં આવે છે. અનંત અને રાધિકાના લગ્ન પછી નાની વહુ રાધિકા પરિવારમાં બાપ્પાનું સ્વાગત કરે છે. 4 ભાઈ-બહેન, 2 દીકરાના પિતા છે અનિલ અંબાણી જુઓ પરિવાર અહી ક્લિક કરો Post navigation Gold-Silver Rate Today In Gujarat : ગુજરાતમાં સોનું થયું સસ્તું! જાણો આજનો લેટેસ્ટ ભાવ Breaking News : સામંથા રૂથ પ્રભુએ પરંપરાગત બેબી શાવરની ઉજવણી કરી, જુઓ Video