Asha Bhosle Last Wish: Asha Bhosle ના અવસાન બાદ તેમના જીવન સાથે જોડાયેલી અનેક યાદો અને રસપ્રદ વાતો ફરી ચર્ચામાં આવી રહી છે. 12 એપ્રિલે, 92 વર્ષની ઉંમરે, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં છાતીમાં ચેપ અને નબળાઈ જેવી તકલીફો બાદ બહુવિધ અંગ નિષ્ફળતા (multiple organ failure)ને કારણે તેમનું અવસાન થયું હતું. આશા તાઈ માત્ર ગાયિકા નહોતા, પરંતુ સંગીત જગતમાં એક યુગ સમાન હતાં. તેમના અવસાન પછી તેમની સાથે જોડાયેલી એક જૂની છેલ્લી ઈચ્છા સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થ ઈ રહી છે. થોડા વર્ષો પહેલા એક પોડકાસ્ટ દરમિયાન તેમણે પોતાની આ અંતિમ ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ ગાતા ગાતા જ દુનિયા છોડવા માંગે છે. તેમના શબ્દોમાં, “મારી ઇચ્છા છે કે હું ગાયન કરતા મરી જાઉં. ગાયન જ મારું જીવન છે. મેં બાળપણથી ગાવાનું શરૂ કર્યું છે અને આજે પણ તે જ મારી સૌથી મોટી ઓળખ છે. જો હું ગાતા ગાતા જ આ દુનિયા છોડું, તો એ મારી માટે સૌથી મોટી ખુશીની વાત રહેશે.” આશા ભોંસલેનું આખું જીવન સંગીતને સમર્પિત રહ્યું છે. તેમણે ત્રણ વર્ષની ઉંમરથી શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું હતું અને તેમના પિતા પાસેથી તાલીમ મેળવી હતી. છેલ્લા ઘણા દાયકાઓમાં તેમણે હજારો ગીતોને પોતાની અવાજ આપ્યો છે અને વિવિધ શૈલીઓમાં ગાઈને પોતાને એક બહુમુખી ગાયિકા તરીકે સ્થાપિત કરી છે. તેમની આ છેલ્લી ઇચ્છા તેમના સંગીત પ્રત્યેના અવિરત પ્રેમ અને સમર્પણને દર્શાવે છે. તેમના અવસાન બાદ સમગ્ર દેશ શોકમાં છે અને પરિવાર, ચાહકો તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. સ્ટેજથી લઈને કિચન સુધી હતું રાજ, સુરની સાથે લગાવતા હતા ‘સ્વાદનો તડકો’, જાણવા માટે અહીં ક્લિક કરો.. Post navigation Breaking News: વટવામાં મધરાતે તલવારો સાથે ફિલ્મી આતંક: 5 વર્ષ જૂની હત્યાનો બદલો લેવા ગુંડાઓ બેફામ બન્યા, ગણતરીના કલાકોમાં ઝડપાયા IPL 2026: વિરાટ કોહલીએ ફિફ્ટી ફટકારીને પણ RCB નું કરાવી દીધું નુકસાન, બે ભૂલને કારણે ટીમ મુશ્કેલીમાં મુકાઇ