રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ સાર્વત્રિક મહેર વરસાવી છે. રાજ્યના કુલ 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ભાવનગરના વલ્લભીપુરમાં 6.10 ઇંચ અને જામનગર શહેરમાં 5.59 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત આણંદના બોરસદમાં 5.51 ઇંચ, ગીર સોમનાથના ઉનામાં 5.43 ઇંચ અને રાજકોટના કોટડાસાંગાણીમાં 5.20 ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ કચ્છના ગાંધીધામમાં 4.61 ઇંચ અને ભચાઉમાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો છે. મહેસાણાના કડીમાં 4.29 ઇંચ અને વડોદરાના કરજણમાં પણ 4.29 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરત શહેરમાં 4.17 ઇંચ, બોટાદ શહેરમાં 4.17 ઇંચ અને અમદાવાદના ધોળકામાં 4.13 ઇંચ વરસાદ નોંધાયો છે. 15 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ રાજ્યના 15 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 40 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. કુલ 80 તાલુકામાં 2 ઇંચથી વધુ અને રાજ્યના 145 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ સાર્વત્રિક વરસાદથી ખેડૂતોને પણ મોટી રાહત મળી છે. ખાસ કરીને વરસાદની રાહ જોઈ રહેલા વિસ્તારોમાં સારા વરસાદથી પાકને ફાયદો થવાની આશા છે. જોકે, જ્યાં ભારે વરસાદ થયો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અને સ્થાનિક માર્ગો પર અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. આ પણ વાંચો- Breaking News: સૌરાષ્ટ્ર-કચ્છને ઘમરોળશે મેઘરાજા, 20 સપ્ટેમ્બર સુધી વરસાદની મોટી આગાહી Post navigation Breaking News : સહારા ગ્રુપમાં તમારા પણ અટકી રહ્યા છે પૈસા? હવે રિફંડ પોર્ટલ થઈ શરુ, જાણો કેવી રીતે કરવું ક્લેમ Train Ticket UPI Charge: ટ્રેનની ટિકિટના પેમેન્ટ પર UPIથી કેટલો ચાર્જ લાગશે? NPCIએ સ્પષ્ટતા કરી