અમદાવાદ શહેરમાં સવારે તડકો નીકળ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર પૂર્વે જ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જોકે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી બપોરથી આગામી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યારે જરુર ના હોય તો ઘરમાંથી બહાર ન નિકળવા માટે હવામાન વિભાગે સૂચન કર્યું છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ શહેરના એસજી હાઇવે, થલતેજ અને સેટેલાઇટ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ગોતા, ચાંદલોડિયા, હંસપુરા, નરોડા અને બાપુનગર સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદ શરૂ થતાં જ કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભીના થયા હતા અને ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી. જોકે બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી એટલે કે આ 3 કલાક અતિભારે હોવાનું હવમાન વિભાગે જણાવ્યું છે. એસજી હાઇવે, થલતેજ અને સેટેલાઇટમાં ભારે વરસાદ હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં બપોર બાદ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. આગાહીને પગલે નાગરિકોને જરૂરી કામ હોય ત્યારે જ બહાર નીકળવા અને વરસાદ દરમિયાન સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી કલાકોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી વાહનચાલકોને સતર્ક રહેવા અને ટ્રાફિક એડવાઇઝરીનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. Breaking News : પાવાગઢમાં મોડી રાતથી જામ્યો વરસાદી માહોલ ! પગથિયાં પરથી વહેતા પાણી વચ્ચે સર્જાયો મનમોહક નજારો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો Post navigation Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યા દિવસે નવુ માટલુ ખરીદવુ અશુભ મનાય છે? ક્યારે ખરીદી શકાય- જાણો બાથરૂમમાં રાખો માત્ર ‘આ’ એક વસ્તુ, વાસ્તુશાસ્ત્ર અનુસાર દૂર થશે નકારાત્મક ઊર્જા ?