ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મહિલા T20 વર્લ્ડ કપ 2026 પોતાની સૌથી મહત્વપૂર્ણ મેચમાં 28 જૂને ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાનારી આ મેચ ભારત માટે ‘કરો અથવા મરો’ જેવી બની ગઈ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમને સેમિફાઇનલમાં સ્થાન પાક્કું કરવા માટે જીત જરૂરી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા પહેલેથી જ અંતિમ ચાર માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે. ભારત માટે આ મેચમાં જીત જરૂરી ગ્રુપ-1 ઓસ્ટ્રેલિયાએ ચારેય મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતે ચારમાંથી ત્રણ મેચ જીતીને છ પોઈન્ટ મેળવ્યા છે અને બીજા સ્થાને છે. જોકે દક્ષિણ આફ્રિકાના પણ છ પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટના આધારે ભારત આગળ છે. આવી સ્થિતિમાં ભારત માટે આ મેચનું મહત્વ વધુ વધી ગયું છે. 28 જૂને લંડનમાં વરસાદની શક્યતા ભારતની સૌથી મોટી ચિંતા હવે ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમ નહીં, પરંતુ લંડનનું હવામાન બની શકે છે. હવામાન વિભાગ અનુસાર 28 જૂને લંડનમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને બપોર બાદ હળવા વરસાદની શક્યતા છે. જો વરસાદ લાંબો ચાલશે તો મેચ પર તેની સીધી અસર પડી શકે છે. મેચ રદ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ ICC ગ્રુપ સ્ટેજની મેચો માટે રિઝર્વ ડે રાખતું નથી. તેથી જો વરસાદને કારણે મેચ રદ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં ભારતના સાત પોઈન્ટ થશે, પરંતુ દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશ સામે જીત મેળવી આઠ પોઈન્ટ સુધી પહોંચી શકે છે. તે સ્થિતિમાં ભારતની સેમિફાઇનલમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ શકે છે. સ્મૃતિ-હરમનપ્રીત પર રહેશે નજર ભારતીય ટીમ પાસે સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા અને રિચા ઘોષ જેવા મેચ વિનર ખેલાડીઓ છે. જો હવામાન સાથ આપશે તો ભારત પાસે ઓસ્ટ્રેલિયાને હરાવીને પોતાના દમ પર સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની સંપૂર્ણ તક રહેશે. હવે ભારતીય ચાહકોની નજર માત્ર મેચ પર નહીં, પરંતુ લંડનના આકાશ પર પણ રહેશે. Breaking News: બીજી T20માં પણ વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની શક્યતા ઓછી! ટીમ ઈન્ડિયામાં થશે મોટો ફેરફાર Post navigation Breaking News: આયર્લેન્ડ સામેની હાર બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે સ્વીકારી મોટી ભૂલ, આપ્યું મોટું નિવેદન કોઈ ડાયેટ કે કસરત વગર ઘટી રહ્યું છે વજન? આ ગંભીર બીમારીઓનો હોઈ શકે છે સંકેત