વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા દૂષિત પાણીને કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોનો આરોપ છે કે વિવિધ ઉદ્યોગો રાત્રિના સમયે છૂપી રીતે કેનાલમાં કેમિકલયુક્ત ઝેરી પાણી ઠાલવે છે. આ ગંદા પાણીને કારણે વડદલા તળાવ અને વડદલા સિંચાઈ વિભાગની મુખ્ય કેનાલ દૂષિત થઈ ગઈ છે. ખેડૂતોનો દાવો છે કે સિંચાઈ માટે આ કેમિકલવાળું પાણી મળવાના કારણે તેમના ઊભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં, આ ઝેરી પાણી પીવાથી મૂંગા પશુ-પક્ષીઓના જીવ પણ જોખમમાં મુકાયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા હવે ખેડૂતોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. Breaking News : ભાજપના તાલુકા પંચાયત સદસ્યનો પુત્ર જ નીકળ્યો બુટલેગર, કારમાંથી દારૂ અને બિયરની 2 હજાર 160 બોટલ મળી Post navigation 1 જુલાઈથી બદલાઈ શકે છે રેલવેના નિયમો! વગર ટિકિટે પ્રવાસ, લેડીઝ કોચમાં પ્રવેશ અને હંગામો કરવા પર લાગશે ભારે દંડ ઉદ્ધવ જૂથને મોટો ઝટકો? શિંદે સાથે જોડાશે આ સાંસદ, કાર્યકરોને કહ્યું- જનકલ્યાણ માટે સત્તા સાથે રહેવું જરૂરી