મોરબીના વિરપરડા ગામના કૂવાનું પાણી છેલ્લ કેટલાય દિવસથી હિલોળા લેતુ જોવા મળી રહ્યુ છે. સામાન્ય રીતે સ્થિર રહેતુ કૂવાનું પાણી શા માટે આ પ્રકારે હિલોળા લઈ રહ્યુ છે તે તપાસનો વિષય બન્યો છે ત્યારે જિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયાની ટીમે હાલ કૂવાની મુલાકાત લઈ આસપાસની સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતુ. મોરબીના વિરપરડા ગામે છેલ્લા એક સપ્તાહથી કૂવામાં વિચીત્ર હલચલ જોવા મળી રહી છે. કૂવાનું પાણી આપમેળે હાલકડોલક થતુ જોવા મળી રહ્યુ છે. ત્યારે મોરબીના કલેક્ટર, વીરપરડા ગામના સરપંચ, TDO, અને જિયોલોજિસ્ટ સહિતના લોકો આ ઘટનાના સાક્ષી બન્યા છે. જે બાદ આજે જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ પણ કૂવાની મુલાકાતે આવી હતી. છેલ્લા કેટલાય દિવસથી આ કૂવાનુ પાણી દરિયાના પાણીની જેમ હિલોળા લઈ રહ્યુ છે. ત્યારે હાલ અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર વિજયકુમાર દાસ અને તેમની ટીમે સ્થળ મુલાકાત કરી હતી. તેમણે હાલક ડોલક થતા પાણીવાળા કૂવાના સેમ્પલ લીધા તેમજ તેનાથી 500 મીટરના અંતરે આવેલા અન્ય એક કૂવાની પણ તપાસ કરી હતી અને તેના પણ સેમ્પલ લીધા હતા. હાલ ટીમ દ્વારા પાણીમાં શું ગતિવિધિ થઈ રહી છે તે જોવા માટે સરવે હાથ ધર્યો હતો. તેમણે વિવિધ એંગલથી ત્યાં કૂવાની મુલાકાત લીધી હતી. હાલ તેમણે કૂવામાં શું પ્રક્રિયા થઈ રહી છે તે અંગે મીડિયા સમક્ષ તો કોઈ જાણકારી શેર નથી. હાલ તેઓ સેમ્પલ એકત્ર કરી રિપોર્ટ તૈયાર કરશે અને એ રિપોર્ટ મોરબી કલેક્ટરને સોંપવામાં આવશે. ત્યારબાદ જ જાણવા મળશે કે કૂવાનું પાણી શા માટે સતત હાલક-ડોલક થઈ રહ્યુ છે. Input Credit- Rajesh Ambaliya- Morbi જનતા પર પડશે મોંઘવારીનો વધુ એક માર, તેલ, સાબુ, બિસ્કિટ થી લઈને આ રોજબરોજની ચિજવસ્તુઓની વધશે ભાવ Post navigation ‘બોલર’ બની ગયો ‘સિક્સર કિંગ’! છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર ને સિરાજે ફટકાર્યા 3 છગ્ગા, શ્રીલંકન ટીમે ચેક કર્યું ‘બેટ’ Tata ના આ શેર પર ₹1,000 કમાવાની તક, મોટી-મોટી બ્રોકરેજ ફર્મ્સે આપ્યું ‘Buy’ રેટિંગ