વર્ષ 2026 રોકાણકારો માટે ઉથલપાથલભર્યું સાબિત થઈ રહ્યું છે. ખાસ કરીને ચાંદીના બજારે જે રીતે રંગ બદલ્યા છે તેણે મોટા ગજાના ખેલાડીઓને પણ મુંઝવણમાં મૂકી દીધા છે. 29 જાન્યુઆરી 2026ના રોજ 121.64 ડોલરની ઐતિહાસિક સપાટીને સ્પર્શ્યા બાદ ચાંદીના ભાવમાં 40% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. હવે પ્રશ્ન એ છે કે, આ ઘટાડો એક તક છે કે પછી કોઈ મોટા જોખમની નિશાની? $81 કે $309? નિષ્ણાતોના અનુમાનમાં આસમાન-જમીનનો તફાવત: ચાંદીના ભાવ ભવિષ્યમાં કઈ દિશામાં જશે તેને લઈને દુનિયાની મોટી બેંકો અને સંસ્થાઓમાં બે ભાગલા પડી ગયા છે. ‘રોયટર્સ’ના સર્વે મુજબ સરેરાશ ભાવ 79.50 ડોલરની આસપાસ રહી શકે છે, જ્યારે જેપી મોર્ગન 81 ડોલરનું અનુમાન લગાવી રહ્યું છે. પરંતુ સૌથી ચોંકાવનારો દાવો ‘બેંક ઓફ અમેરિકા’એ કર્યો છે, તેમના મતે ચાંદી 309 ડોલર સુધી પહોંચી શકે છે! સિટીગ્રુપ પણ 150 થી 170 ડોલરના ભાવની આગાહી કરી રહ્યું છે. કેમ વધી શકે છે ચાંદીની ચમક?: ચાંદીમાં ફરી તેજી આવવા પાછળ ત્રણ મુખ્ય કારણો જવાબદાર ગણવામાં આવે છે: સપ્લાયમાં મોટો ઘટાડો: સતત છઠ્ઠા વર્ષે ચાંદીના ઉત્પાદનમાં ખાધ જોવા મળી રહી છે. ચીનની ભૂખ: ચીને છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ ચાંદીની આયાત કરીને સંગ્રહ શરૂ કર્યો છે. ઔદ્યોગિક માંગ: ઇલેક્ટ્રિક વાહન (EV), સોલર પેનલ અને ડેટા સેન્ટર્સમાં ચાંદીનો વપરાશ સતત વધી રહ્યો છે. કડાકાનું જોખમ પણ એટલું જ મોટું: એક તરફ તેજીની આશા છે, તો બીજી તરફ ભાવ ગગડવાનો ડર પણ છે. જો ચાંદી 70 ડોલરનો સપોર્ટ લેવલ તોડશે, તો તે સીધી 54 ડોલર સુધી નીચે જઈ શકે છે. અમેરિકી ફેડની કડક નીતિ, મજબૂત થતો ડોલર અને ઈરાન સંઘર્ષને કારણે તેલના વધતા ભાવ ચાંદીની તેજીમાં અવરોધ બની શકે છે. નોંધનીય છે કે ગયા વર્ષે ચાંદીમાં 150% જેટલું અધધ વળતર મળ્યું હતું, જ્યારે સોનામાં 56% વધારો થયો હતો. પરંતુ ચાંદીમાં જોખમ અને ઉતાર-ચઢાવ સોના કરતા અનેકગણા વધારે છે. કોંગ્રેસના હાઈવોલ્ટેજ ડ્રામાનો કરૂણ અંત, પોલીસ બંદોબસ્ત સાથે આવેલા તસ્નીમ આલમ ટિકિટ કપાતા જ ભભૂકી ઉઠ્યા Post navigation Breaking News: વૈભવ સૂર્યવંશી સામે RCB એ શરણાગતિ સ્વીકારી, રાજસ્થાને જીતની બાઉન્ડ્રી ફટકારી બાઉન્ડ્રી લાઈન પર સુપરમેન બન્યો માર્કો યાનસન, એક હાથથી કર્યો ઈશાન કિશનનો શિકાર