ભારતમાં કેન્સરની સારવાર માટે એક નવી અને આધુનિક દવા ઉપલબ્ધ થઈ છે. અમેરિકાની જાણીતી ફાર્મા કંપની Eli Lillyએ Tanstrive નામની કેન્સર વિરોધી દવા ભારતીય બજારમાં લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે આ દવા ખાસ કરીને એવા દર્દીઓ માટે અસરકારક બની શકે છે, જેમના શરીરમાં RET નામના જિનમાં ફેરફાર જોવા મળે છે. સામાન્ય રીતે કેન્સરની સારવારમાં કીમોથેરાપીનો ઉપયોગ થાય છે, જે શરીરની ઘણી કોષિકાઓ પર અસર કરે છે. પરંતુ Tanstrive એક ટાર્ગેટેડ થેરાપી છે. એટલે કે તે સીધું RET જિનમાં થયેલા મ્યુટેશનને નિશાન બનાવે છે, જે કેટલીક પ્રકારની કેન્સર કોષિકાઓને ઝડપથી વધવામાં મદદ કરે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર દરેક કેન્સર એકસરખું નથી હોતું. કેટલાક દર્દીઓમાં ખાસ પ્રકારના જિનેટિક ફેરફારો જોવા મળે છે. RET જિનમાં થયેલો એવો જ એક ફેરફાર કેન્સરની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. Tanstrive આ ખોટા સંકેતોને રોકવાનો પ્રયાસ કરે છે, જેના કારણે ટ્યુમરની વૃદ્ધિ ધીમી પડી શકે છે. દવા દિવસમાં બે વખત લેવાની હોય છે. કંપનીએ 40 mg, 80 mg, 120 mg અને 160 mgની ચાર ડોઝમાં તેને ઉપલબ્ધ કરાવી છે. Tanstriveના એક બોક્સની કિંમત અંદાજે 2.15 લાખ રૂપિયા છે, જેમાં 14 દિવસની સારવાર માટે જરૂરી દવા આપવામાં આવે છે. Eli Lilly Indiaના અધિકારીઓનું કહેવું છે કે હવે કેન્સરની સારવારમાં જિન આધારિત અને વધુ ચોક્કસ ઉપચાર તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે. આવી દવાઓ દર્દીઓને તેમની બીમારીના પ્રકાર અનુસાર વધુ લક્ષિત સારવારનો વિકલ્પ આપી શકે છે. જોકે, આ દવા દરેક પ્રકારના કેન્સર માટે નથી. તેની અસર માત્ર RET જિન મ્યુટેશન ધરાવતા દર્દીઓમાં જ જોવા મળી શકે છે. તેથી સારવાર શરૂ કરતા પહેલા જરૂરી જિનેટિક ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે. વિશેષજ્ઞોના મતે, Tanstrive જેવી ટાર્ગેટેડ દવાઓ કેન્સરની સારવારમાં નવી આશા જગાવી રહી છે, પરંતુ તેની ઊંચી કિંમત ઘણા દર્દીઓ માટે પડકારરૂપ પણ બની શકે છે. લોહગઢ કિલ્લાનો 2 હજાર વર્ષ જૂનો ઇતિહાસ: જ્યાં કેતનને ધક્કો અપાયો, તે સ્થળને લઈને કેમ છે રહસ્ય અને ભૂતિયા કથાઓ ? Post navigation હવે કંપનીઓ જ ડિઝાઇન કરશે માલગાડીના ડબ્બા, રેલવે 15 દિવસમાં લાવશે નવી નીતિ Breaking News: 21 વર્ષીય ભારતીય સ્પિનરનો કમાલ, મહિલા T20 વર્લ્ડ કપમાં 12 વિકેટ લઈ તોડ્યો રેકોર્ડ