એક્સેલ પોન્સનું નામ એક સમયે મોટરસ્પોર્ટની દુનિયામાં જાણીતું હતું. સ્પેનના આ રેસરે Moto2 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લાંબી કારકિર્દી બનાવી હતી અને વિશ્વના અનેક જાણીતા રાઇડર્સ સાથે સ્પર્ધા કરી હતી. જોકે, આજે તેની ઓળખ રેસિંગ કરતાં તેના અલગ જીવન અને આધ્યાત્મિક સફર માટે થઈ રહી છે. 9 એપ્રિલ, 1991ના રોજ બાર્સેલોનામાં જન્મેલા એક્સેલ પોન્સ રેસિંગ પરિવાર સાથે જોડાયેલા છે. તેના પિતા સિટો પોન્સ બે વખતના 250cc વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે. એક્સેલે 2008માં 125cc કેટેગરીમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારબાદ Moto2માં પોતાની કારકિર્દી આગળ વધારી હતી. લગભગ 10 વર્ષની કારકિર્દીમાં એક્સેલે 144 ગ્રાન્ડ પ્રિકસ રેસમાં ભાગ લીધો હતો. જોકે, 2017માં માત્ર 26 વર્ષની ઉંમરે તેણે રેસિંગમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. ત્યારબાદ તેણે જીવનની દોડમાંથી બહાર આવીને વધુ શાંત અને સરળ જીવન જીવવાનો માર્ગ પસંદ કર્યો. 2023માં એક્સેલે સ્પેન છોડીને પગપાળા મુસાફરી શરૂ કરી હતી. લગભગ 15 મહિનામાં તેણે 10 દેશોની સરહદો પાર કરી અને પાકિસ્તાન પહોંચ્યો. આ દરમિયાન તેણે જૂતાં કે હોટલ જેવી સુવિધાઓનો પણ આધાર લીધો નહીં. તેનો મૂળ હેતુ ભારત પહોંચવાનો હતો, પરંતુ વિઝા સંબંધિત મુશ્કેલીઓના કારણે તેની સફર પાકિસ્તાન તરફ વળી ગઈ. પાકિસ્તાનના ચિત્રાલ અને કૈલાશ ખીણમાં સ્થાનિક લોકોના સાદા જીવનથી એક્સેલ ખૂબ પ્રભાવિત થયો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને ફોટોમાં તે ખુલ્લા પગે ખીણોમાં ફરતો જોવા મળે છે. એક સમયે રેસિંગ ટ્રેક પર ઝડપ માટે જાણીતા રહેલા એક્સેલે હવે જીવનમાં શાંતિ, સાદગી અને આધ્યાત્મિકતાને પોતાની નવી દિશા બનાવી છે. (PC:X/INSTAGRAM) IND vs SL: રવિન્દ્ર જાડેજા શુભમન ગિલ પાસેથી કરાવે છે ભૂલ? 22 રિવ્યૂ થયા નિષ્ફળ Post navigation Breaking News: સુરતમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ટ્રેનમાં હતા સવાર, પોલીસ તપાસ શરૂ નાઈટક્લબ વિવાદથી ગુસ્સે થયો ઈંગ્લેન્ડનો કેપ્ટન, તમામ ખેલાડીઓને આપી કડક ચેતવણી