જાપાનની એક પ્રખ્યાત મિયાઝાકી કેરી પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેની ખેતી ગુજરાતના નવસારી, સુરત અને રાજકોટમાં કરવામાં આવે છે. ફળની કિંમતો ખેતી અને ઉપલબ્ધતા પર આધાર રાખે છે. ભારતીય બજારમાં સ્થાનિક રીતે આશરે 3 હજારથી 4 હજાર પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જોકે પ્રીમિયમ આયાતી બેચ પ્રતિ કિલો આશરે 1.5થી 3 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. મિયાઝાકી કેરીનો રંગ પાક્યા પછી ઘેરો લાલ જેવો હોય છે. તે દેખાવમાં સફરજનની જેમ દેખાય છે. તેને જાપાનમાં ‘એગ ઓફ ધ સન’ પણ કહેવામાં આવે છે. મિયાઝાકી કેરી તેના અદભૂત રંગ, આકાર અને મીઠાશ માટે પૂરા વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ કેરી ખૂબ જ મોંઘી હોય છે. તેની ખેતીની પ્રક્રિયા પણ અત્યંત મુશ્કેલ હોય છે. સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી તેનો રંગ ઘેરો લાલ અથવા જાંબલી હોય છે. આ કેરીની કિંમતની આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલોની આશરે 1.5 લાખથી 2 લાખ રૂપિયા હોઈ શકે છે. આ કેરી હવે ભારતમાં પણ ઉગાડવામાં આવી રહી છે. કેરી મોંઘી હોવાથી તે બજારમાં સરળતાથી ઉપલબ્ઘ રહેતી નથી. જોકે ખેડૂતના ખેતરમાં મિયાઝાકી કેરી હોય તો તેના માથામાં સતત એક જ ચિંતા હોય છે જેમ કે આ કેરી ક્યાં વેચવી જોઈએ, તેનું બજાર ક્યાં છે? આટલી મોટી અને મોંઘી કેરી કોણ ખરીદશે? તેથી મિયાઝાકી કેરીની ખેતી ઘણા ઓછા ખેડૂતો કરે છે બીજી તરફ, આ ખેડૂતને આ કેરી ચોરાઈ જવાનો પણ ડર હોય છે. ખેડૂત દિવસ-રાત પોતાના ખેતરમાં રહીને પોતાના મિયાઝાકી કેરીઓની સંભાળ રાખે છે. નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. આ પણ વાંચો, Nepal Public Holiday : નેપાળમાં શનિવારે કેમ બંધ રહે છે સ્કૂલ્સ અને ઓફિસો? શું તે ધાર્મિક માન્યતાઓના આધાર પર છે? Post navigation Breaking News : AC માં બ્લાસ્ટ, અમદાવાદના મકરબા પાસે સોલિટેર બિલ્ડીંગમાં ભીષણ આગ, જુઓ Video Dahi Masala Khichdi Recipe: રોજ દાળ-ભાત ખાઇને કંટાળી ગયા છો? ટ્રાય કરો દહીં મસાલા ખીચડી, ઉનાળામાં મળશે ઠંડક અને સ્વાદ