FSSAI: હવે અખબારના કાગળમાં ખાણી-પીણીની વસ્તુઓ પેક કરવા પર લાગ્યો સંપૂર્ણ પ્રતિબંધ

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ દેશભરમાં ખોરાક પેક કરવા માટે અખબારના ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. મુંબઈમાં એક વડાપાવ વેચનાર દ્વારા અખબારના કાગળમાં ફૂડ પેક કરીને આપવાની ઘટના સામે આવ્યા બાદ, FSSAI અને BMC એ સંયુક્ત રીતે આ કડક કદમ ઉઠાવ્યું છે. આ નિયમનો ભંગ કરનારા વેપારીઓ સામે ભારે દંડ અને જેલની સજા સુધીની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

નાના ઠેલાથી લઈને મોટી હોટલો સુધી આ નિયમ લાગુ

નવા આદેશ અનુસાર, રસ્તા પર લારી-ગલ્લા ચલાવતા ફેરિયાઓથી માંડીને મોટી હોટલો, રેસ્ટોરન્ટ્સ, ક્લાઉડ કિચન અને કેટરર્સ સુધી તમામ માટે આ નિયમ ફરજિયાત છે. માત્ર ગ્રાહકોને ખોરાક લપેટવા માટે જ નહીં, પરંતુ સમોસા કે પકોડા તળ્યા બાદ તેનું વધારાનું તેલ શોષવા માટે અથવા ખોરાકને ઢાંકવા માટે પણ અખબારના કાગળનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે.

અખબારની શાહીમાં રહેલા હાનિકારક કેમિકલ્સ ગરમ ખોરાક સાથે ભળીને સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે, જેના કારણે પ્રજાના સ્વાસ્થ્યની સુરક્ષા કાજે તંત્ર દ્વારા આ પ્રશંસનીય અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ ખરીદેલી ઇ-રિક્ષાઓ બની શોભાના ગાંઠિયા, ખોટા બિલ પાસ કરવાનું કૌભાંડ સામે આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *