ભારતીય ક્રિકેટના ચાર ફેમસ ખેલાડીઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે રાજ્ય પોલીસમાં DSP (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ)ના પદથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં બે મહિલા એન બે પુરુષ ખેલાડીઓનો સમાવેશ થાય છે. હાલમાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ધમાલ મચાવનાર બે સ્ટાર ખેલાડીઓ પણ DSP છે. દીપ્તિ શર્મા: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા DSPના પદ પર નિયુક્ત કરવામાં આવી છે. રિચા ઘોષ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આક્રમક વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રાજ્ય પોલીસમાં DSP તરીકે નિયુક્ત કરવામાં આવી છે. મોહમ્મદ સિરાજ: ભારતીય પુરૂષ ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાજને તેલંગાણા સરકારે DSPના પદથી સન્માનિત કર્યો છે. જોગીન્દર શર્માઃ 2007ના T-20 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવનાર ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જોગીન્દર શર્મા હરિયાણા પોલીસમાં DSP તરીકે કાર્યરત છે. (PC:PTI/X) Breaking News: વૈભવ સૂર્યવંશી પર લાગશે પ્રતિબંધ? 15 વર્ષના ખેલાડીને મળશે મોટી સજા! Post navigation AC ના રિમોટમાં આપવામાં આવેલ Dry Mode કેમ આપવામાં આવે છે અને તે ક્યારે વાપરવું જોઈએ? ખેડૂતોનું આંદોલન ગાંધીનગર પહોંચે એ પહેલા જ પડ્યા બે ફાંટા, હવેે 30 જૂને ફરી ચક્કાજામ કરવાનું અપાયુ એલાન