Big Cricket League Season 2: ગ્રેટર નોઈડાના BCL એરેના ખાતે ક્રિકેટ ચાહકોને એક અનોખા રોમાંચનો અનુભવ થયો જ્યારે વિશ્વના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક જેને ‘યુનિવર્સલ બોસ’ તરીકે ઓળખવામાં આવે છે, તે ક્રિસ ગેલે સ્પર્ધાત્મક ક્રિકેટમાં શાનદાર વાપસી કરી. ગેલે બિગ ક્રિકેટ લીગ (BCL) સિઝન 2 ની ચોથી મેચમાં નોર્ધન ચેલેન્જર્સનું નેતૃત્વ કર્યું હતું. જોકે, તેનું પુનરાગમન નિષ્ફળ રહ્યું, કારણ કે યુપી બ્રિજ સ્ટાર્સે શાનદાર પ્રદર્શન કરીને નોર્ધન ચેલેન્જર્સને 24 રને હરાવ્યું હતું. ગેલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી નોર્ધન ચેલેન્જર્સના કેપ્ટન ક્રિસ ગેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા યુપી બ્રિજ સ્ટાર્સે 20 ઓવરમાં 7 વિકેટે 166 રન બનાવ્યા હતા. યુપી તરફથી ચિરાગ ગાંધીએ ટીમને આ સ્કોર સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. યુનિવર્સલ બોસની ટીમ હારી 167 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, ક્રિસ ગેલની નોર્ધન ચેલેન્જર્સ ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. યુપી બ્રિજ સ્ટાર્સની ચુસ્ત બોલિંગે ચેલેન્જર્સના બેટ્સમેનોને શોટ રમવાથી રોક્યા હતા. આખી ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 142 રન જ બનાવી શકી, જેના કારણે મેચ 24 રનથી હારી ગઈ. યુપી બ્રિજ સ્ટાર્સના જતિન માવીએ પોતાની શાર્પ લાઇન અને લેન્થથી નોર્ધન ચેલેન્જર્સના મિડલ ઓર્ડરને ધ્વસ્ત કર્યું અને ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો. ક્રિસ ગેલની ટીમ ભલે મેચ હારી ગઈ હોય, પરંતુ “યુનિવર્સલ બોસ” ની હાજરીએ ટુર્નામેન્ટમાં એક નવો ઉત્સાહ ફેલાવ્યો છે. આ ખેલાડીઓએ જીત્યા એવોર્ડ મેન ઓફ ધ મેચ: ચિરાગ ગાંધી (યુપી બ્રિજ સ્ટાર્સ) શ્રેષ્ઠ બેટ્સમેન: ચિરાગ ગાંધી (યુપી બ્રિજ સ્ટાર્સ) શ્રેષ્ઠ બોલર: જતીન માવી (યુપી બ્રિજ સ્ટાર્સ) ઉભરતા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ બિગ ક્રિકેટ લીગના ખાસ ‘પ્રો-એમ’ (Pro-Am) ફોર્મેટ હેઠળ, જ્યાં યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય દિગ્ગજો સાથે રમવાની તક મળે છે, તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રોકડ ઈનામ આપવામાં આવ્યા હતા. સિલ્વર બઝર વિજેતા (₹50,000 ઇનામ) ભંવર (નોર્ધન ચેલેન્જર્સ – એમેચ્યોર બોલર): તેણે શાનદાર બોલિંગ કરી અને માત્ર 2 રન આપીને 3 વિકેટ લીધી. બ્રોન્ઝ બઝર વિજેતા (₹25,000 ઈનામ) મુજીબ (નોર્ધન ચેલેન્જર્સ – એમેચ્યોર બોલર) ભંવર (નોર્ધન ચેલેન્જર્સ – એમેચ્યોર બોલર) જતીન માવી (યુપી બ્રિજ સ્ટાર્સ – બોલર) જતીન સૈની (યુપી બ્રિજ સ્ટાર્સ – ઓલરાઉન્ડર) સૌરિન ઠાકુર (યુપી બ્રિજ સ્ટાર્સ – ઓલરાઉન્ડર) Breaking News: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, અંતિમ ક્ષણોમાં હારેલી મેચ જીતી PAK ને એશિયા કપમાંથી બહાર ફેંક્યું Post navigation Mumbai-Ahmedabad Bullet Train: 250 KMPH ની તૂફાની ઝડપે દોડશે ટ્રેન, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પર આવી મોટી ખુશખબર Breaking News : જામનગરના વોટર પાર્કમાં દુર્ઘટના, 7 વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત, જુઓ Video