કાનુની સવાલ: સૌ પ્રથમ જો બંને યુવક-યુવતી પુખ્ત વયના હોય (છોકરી 18 વર્ષ અને છોકરો 21 વર્ષથી વધુ), તો કાયદા મુજબ તેઓ પોતાની ઈચ્છાથી લગ્ન કરી શકે છે. પરંતુ ઘણી વખત પરિવાર તરફથી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે. ખાસ કરીને છોકરીના પરિવારજનો અપહરણ અથવા દબાણના આરોપ લગાવી શકે છે. આવી સ્થિતિમાં પોલીસ તપાસ કરે છે અને યુવતીનું નિવેદન લેવામાં આવે છે. જો બંને પુખ્ત વયના હોય અને તેઓ પોતાની ઈચ્છાથી સાથે ગયા હોય તો કોર્ટ સામાન્ય રીતે તેમના નિર્ણયને માન્યતા આપે છે. જોકે જો યુવતી નાબાલિક હોય, તો આ મામલો ગંભીર બની શકે છે અને છોકરાની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. ભાગીને લગ્ન કર્યા પછી સામાજિક અને પરિવારિક તણાવ પણ ઉભો થઈ શકે છે. ઘણા કેસોમાં પરિવાર સાથેના સંબંધોમાં તિરાડ પડે છે. ક્યારેક દંપતિને સુરક્ષા અથવા આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. તેથી લગ્ન પહેલાં બંનેએ આર્થિક રીતે સ્વતંત્ર બનવું અને પોતાના નિર્ણય વિશે ગંભીરતાથી વિચારવું મહત્વપૂર્ણ છે. કાયદાકીય રીતે સુરક્ષિત રહેવા માટે ઘણા દંપતિ કોર્ટ મેરેજ અથવા નોંધણી કરાવે છે. આથી તેમના લગ્નને કાયદાકીય માન્યતા મળે છે અને ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તો પુરાવા તરીકે કામ આવે છે. એકંદરે ભાગીને લગ્ન કરવાનો નિર્ણય માત્ર ભાવનાત્મક નહીં પરંતુ સમજદારીપૂર્વક લેવો જોઈએ. કાયદા, પરિવાર અને સમાજ પર તેની અસરને ધ્યાનમાં રાખીને જ આગળનું પગલું ભરવું યોગ્ય છે. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.) કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો. Post navigation સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ Video Jio Recharge Plan: અનલિમિટેડ કોલિંગ અને ડેઇલી ડેટા સાથે Jio આપી રહ્યું 3 સસ્તા પ્લાન, કિંમત માત્ર ₹75 થી ₹125 ની વચ્ચે