આજે અમે તમને એવા સ્ટાર વિશે જણાવીશું કે, જેમણે ગ્રાન્ડ વેડિંગ છોડી રજિસ્ટર્ડ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ સ્ટારે સિમ્પલ લગ્નથી ચાહકોનું પણ દિલ જીત્યું છે. કૃતિ કામરા અને ગૌરવ કપૂરે હાલમાં લગ્ન કર્યા છે. બંન્નેના લગ્નની પ્રાઈવેટ સેરેમની પણ રાખવામાં આવી હતી. જેમાં માત્ર પરિવારના લોકો તેમજ નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતુ.બંન્નેએ કોઈ ગ્રાન્ડ સેરેમની નહી પરંતુ રજિસ્ટર લગ્ન કર્યા છે. હિના ખાને રોકી જ્યસ્વાલ સાથે રજિસ્ટર લગ્ન કર્યા હતા. તેના લગ્નની કોઈને જાણ પણ કરી ન હતી. ચાહકો માટે આ એક મોટી સરપ્રાઈઝ હતી. બોલિવુડનું પાવરફુલ કપલ કરીના કપુર ખાન અને સૈફ અલી ખાને પણ રજિસ્ટર વેડિંગ કર્યા હતા. આજે બંન્ને 2 બાળકોના પિતા પણ છે. સોનાક્ષી સિન્હાએ ઝહીર ઈકબાલ સાથે રજિસ્ટર લગ્ન કર્યા હતા. બંન્નેના અલગ અલગ ધર્મ હતા એટલે સાત ફેરા કે નિકાહ નહી પરંતુ રજિસ્ટર લગ્ન કર્યા હતા. સ્વરા ભાસ્કરે ફહાદ અહમદ સાથે વર્ષ 2023માં કોર્ટ મેરેજ કર્યા હતા. બંન્ને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર લગ્ન કર્યા હતા. જોન અબ્રાહમે પણ પત્ની પ્રિયા સાથે રજિસ્ટર લગ્ન કર્યા હતા. રિપોર્ટ મુજબ બંન્નેએ યુએસએમાં લગ્ન કર્યા હતા. (photo:tv9hindi) ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લાંબા સમયસુધી રિલેશનશીપમાં રહ્યા બાદ 2022માં બંન્નેએ રજિસ્ટર લગ્ન કર્યા હતા. (all photo: instagram, PTI) લગ્નએ એવી ઈવેન્ટ છે, જ્યાં બે લોકો એટલે કે એક કપલ વૈવાહિક સંબંધમાં જોડાય છે. જેને ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વિવાહ’ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો Post navigation US-Israel-Iran War: યુદ્ધ હવે ડિજિટલ મોરચે! ઈરાનની હિટ લિસ્ટમાં મોટી ટેક કંપનીઓ Induction vs Gas cooking cost : ઇન્ડક્શન પર રસોઈ કરવી LPG ગેસ કરતાં સસ્તી પડે કે મોંઘી? 1 કલાકના ખર્ચ માટે જાણો આખું ગણિત