આઈસીસી ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ આમને -સામને હશે. જો ભારતીય ટીમ અમદાવાદમાં રમાનારી ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હાર આપે છે તો તે એક અનોખો રેકોર્ડ પોતાને નામ કરી શકે છે. ટીમ ઈન્ડિયા પોતાના ઘરમાં ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીતનારી પહેલી ટીમ બની શકે છે. તેમજ ટીમ ઈન્ડિયા પાસે ટી20 વર્લ્ડકપનું ટાઇટલ બચાવનારી પ્રથમ ટીમ બનવાની પણ તક છે. કોઈપણ ટીમે ક્યારેય સતત બે ટાઇટલ જીત્યા નથી. બીજી બાજુ ન્યુઝીલેન્ડને જો આજે જીત મળે છે. તો તે પહેલી વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ પોતાને નામ કરશે. તમને જાણીને નવાઈ લાગશે કે, ટી20 વર્લ્ડકપમાં અત્યારસુધી માત્ર 6 દેશો જીતવામાં સફળ રહ્યા છે. ન્યુઝીલેન્ડ આજે ખિતાબ જીતનારી 7મી ટીમ બની શકે છે. View this post on Instagram A post shared by ICC (@icc) ફાઈનલમાં ઈતિહાસ રચાશે હવે અમદાવાદમાં રમાનારા ટી20 વર્લ્ડકપની વાત કરીએ તો. ફાઈનલમાં ભારત પાસે ફરી ઈતિહાસ રચવાની તક હશે. જો ટીમ જીતી જાય છે તો 3 ટી20 વર્લ્ડકપ જીતનારી દુનિયાની પહેલી ટીમ બની જશે. ભારત સામે પડકાર સરળ નથી. કારણ કે, ન્યુઝીલેન્ડને મોટી આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારત વિરુદ્ધ રેકોર્ડ ખુબ મજબુત રહ્યો છે. ન્યુઝીલેન્ડે અત્યારસુધી જેટલી પણ આઈસીસી ટ્રોફી જીતી છે. તેમાં 2 ટ્રોફી ભારતને હરાવી જીતી છે. તેનાથી અંદાજો લગાવી શકાય કે, આઈસીસી ફાઈનલમાં કીવી ટીમનો ભારત વિરુદ્ધ રેકોર્ડ કેટલો શાનદાર રહ્યો છે. ફાઈનલમાં ભારતને કેવી રીતે જીત મળશે? ટી20 વર્લ્ડકપ 2006માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યારસુધી શાનદાર રહ્યું છે. પરંતુ ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવવું આસાન નહી હોય. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ એક પણ મેચ જીતી નથી. બંન્ને ટીમ વચ્ચે ટી20 વર્લ્ડકપમાં કુલ 3 મેચ રમાઈ છે. તેમજ ત્રણેય વખત ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે.વર્લ્ડ કપ ફાઇનલ 8 માર્ચ, રવિવારના રોજ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા, સાંજે 6:30 વાગ્યે થશે. T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો Post navigation અમેરિકાની નંબર 1 સરકારી યુનિવર્સિટી કઈ છે? ફી જાણીને ચોંક્યા વિના નહીં રહો T20 WC Breaking : T20 World Cup વચ્ચે ICCના આ નિર્ણય પર ધમાલ મચી, ભારત છોડવા માગે છે આ ખેલાડી