IPL 2026 ને લઈને એક મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે. BCCI આવનારી સિઝનનું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરવાની તૈયારીમાં છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આસામમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે. પહેલા 2 થી 3 અઠવાડિયાના મેચોનું શેડ્યૂલ આવતી IPL સિઝન 26 માર્ચથી 31 મે વચ્ચે યોજાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. પરંતુ ચૂંટણીના કારણે સુરક્ષા વ્યવસ્થા અને આયોજનમાં મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે. તેથી BCCI પહેલા 2 થી 3 અઠવાડિયાના મેચોનું શેડ્યૂલ જાહેર કરશે અને ત્યારબાદ બાકીના મેચોની જાહેરાત કરશે. વિધાનસભા ચૂંટણીની અસર પ્રથમ તબક્કામાં આશરે 20 થી 25 મેચોનો સમાવેશ થવાની શક્યતા છે. આ મેચો એવા રાજ્યોમાં યોજાશે જ્યાં વિધાનસભા ચૂંટણી નક્કી નથી. ફેબ્રુઆરીના અંત સુધીમાં પ્રથમ તબક્કાનું શેડ્યૂલ જાહેર થઈ શકે છે. બીજા તબક્કાનું શેડ્યૂલ માર્ચમાં જાહેર થશે બીજા તબક્કાનું શેડ્યૂલ માર્ચના મધ્યમાં જાહેર થવાની શક્યતા છે. ચૂંટણી પંચ દ્વારા મતદાનની તારીખોની જાહેરાત થયા બાદ BCCI બાકીની મેચો માટે સ્થળ અને તારીખો નક્કી કરશે. આ રીતે ચૂંટણીવાળા રાજ્યોમાં સુરક્ષા સંબંધી સમસ્યાઓ ટાળી શકાય છે. ચૂંટણી દરમિયાન સુરક્ષા પૂરી પાડવી મુશ્કેલ ચૂંટણી દરમિયાન રાજ્ય પોલીસ પર વિશેષ જવાબદારી હોય છે. તેથી કોલકાતાના ઇડન ગાર્ડન્સ અને ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ જેવા મોટા મેદાનોમાં સુરક્ષા પૂરી પાડવી મુશ્કેલ બની શકે છે. આ કારણસર BCCI ચૂંટણીના દિવસોમાં આ સ્થળોએ મેચો યોજવાનું ટાળવા ઈચ્છે છે. આસામમાં પણ ચૂંટણી આ વખતે એક વધુ પડકાર એ છે કે, અગાઉ કોલકાતામાં કોઈ અવરોધ આવે ત્યારે આસામના ગુવાહાટીમાં બારસાપારા સ્ટેડિયમ વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતું હતું. પરંતુ આસામમાં પણ ચૂંટણી યોજાવાની હોવાથી આ વિકલ્પ મર્યાદિત બની શકે છે. T20 વર્લ્ડ કપ બાદ થોડા જ સમયમાં IPL ઉપરાંત, T20 વર્લ્ડ કપ 2026 પૂર્ણ થયા બાદ થોડા જ સમયમાં IPL શરૂ થવાની છે. તેથી મેદાનોને ફરી તૈયાર કરવા માટે સપોર્ટ સ્ટાફને પૂરતો સમય આપવો જરૂરી છે. તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને BCCI સુચિત આયોજન સાથે IPL 2026 માટે તૈયારી કરી રહ્યું છે. T20 WC Breaking : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ક્રિકેટર T20 વર્લ્ડ કપ અધવચ્ચે છોડીને ઘરે પાછો ફર્યો Post navigation 24 February 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો ચાંદીની વીંટી પહેરશે અને કોણ શહેરની બહાર મુસાફરી કરશે? Breaking News: લો બોલો…પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ આચર્યું ₹2.81 કરોડનું કૌભાંડ!