ગીર-સોમનાથના ઉના નજીક દરિયામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વલસાડની માધવી નામની ફિશિંગ બોટ ભાથોડા વિસ્તારમાં પથ્થર સાથે અથડાતા ડૂબી ગઈ હતી. આ ઘટના ભારે પવન, વરસાદ અને ઉછળતા મોજાં વચ્ચે બની હતી, જેના કારણે બોટને મોટું નુકસાન થયું હતું અને તે ડૂબવા લાગી હતી. બોટ ડૂબી રહી હોવાનું જણાતા તેમાં સવાર કુલ 12 માછીમારોએ પોતાનો જીવ બચાવવા માટે દરિયામાં કૂદકો લગાવ્યો હતો. સદનસીબે, અકસ્માતની જાણ થતા જ આસપાસ ફિશિંગ કરી રહેલી અન્ય બોટો તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે દોડી આવી હતી. સમયસરના રેસ્ક્યૂ ઓપરેશનને કારણે તમામ 12 માછીમારોને દરિયામાંથી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને અન્ય બોટોમાં લાવવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે મરીન પોલીસ અને ફિશરીઝ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. બોટ કેવી રીતે પથ્થર સાથે અથડાઈ અને અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે કાર્યવાહી ચાલુ છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી તે એક રાહતની વાત છે. ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ Post navigation AI Skills for Career : AIના યુગમાં આ 6 સ્કિલ તમારી કારકિર્દી માટે બનશે સુપર પાવર, એક્સપર્ટે ભારતીયોને આપી સલાહ Gold Silver Rate In Ahmedabad : સોના-ચાંદીમાં ફરી તેજી, અમદાવાદમાં 24 કેરેટ સોનું ₹1.53 લાખ પહોંચ્યું, જાણો 22K નો આજનો નવો દર !