અમદાવાદમાં વધુ એક વખત થાર ચાલકની બેદરકારી સામે આવી છે. ગત શુક્રવારની રાત્રે પોલીસ ચેકિંગ દરમિયાન એક થાર ચાલકે ભાગવાનો પ્રયાસ કરતાં અકસ્માત સર્જાયો હતો. હરિહરાનંદ સર્કલ નજીક પોલીસે વાહનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી રોકવાને બદલે સ્પીડમાં ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ, 23 વર્ષીય મોહિતસિંગ તોમર થાર કાર ચલાવી રહ્યો હતો. પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, થાર ચાલકે બેરિકેડિંગ સાથે કાર અથડાવી દીધી હતી અને ત્યારબાદ પૂરપાટ ઝડપે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસથી બચવા માટે ઝડપથી થાર હંકારી રહેલા ચાલકે થોડે આગળ જઈને કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ દરમિયાન થાર દિવાલ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ પોલીસે કારમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, થારમાંથી બહાર આવ્યા બાદ મોહિતસિંગ તોમર નશાની હાલતમાં લથડતો જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે થાર ચાલક મોહિતસિંગ તોમરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માત અને વાહન ચલાવવાની પરિસ્થિતિ અંગે પણ તપાસ હાથ ધરી છે. સામાન્ય ઓપરેશનના 3 કલાકમાં પરિવારનો ચિરાગ બુઝાયો, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુવકના મોતના મામલે ઘેરા સવાલો Post navigation શું રોહિત શર્માના કારણે અજિત અગરકરની થશે છુટ્ટી? ચીફ સિલેક્ટરના એક્સટેન્શન પર સસ્પેન્સ ક્યારેક 52 દરવાજાઓથી ઘેરાયેલું હતું આ ઐતિહાસિક શહેર, જાણો ભારતનું ‘સિટી ઓફ ગેટ્સ’ અને તેના દરવાજાઓનો રસપ્રદ ઇતિહાસ