અમદાવાદ SOG એ ગેરકાયદે કફ સિરપની હેરાફેરી સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. શહેરના રિલીફ રોડ પોસ્ટ ઓફિસમાંથી ₹60 લાખની કિંમતનો 5000થી વધુ કફ સિરપ બોટલનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ કફ સિરપનો જથ્થો પોસ્ટ મારફતે પૂર્વોત્તરના રાજ્યો જેવા કે મિઝોરમ, ત્રિપુરા અને આસામ સુધી મોકલવામાં આવતો હતો. SOG એ તાત્કાલિક કાર્યવાહી કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે અને NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આટલો મોટો જથ્થો ઝડપાતા ગેરકાયદે દવા હેરાફેરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે. SOG હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને તેની પાછળ કોણ સંકળાયેલું છે, તે શોધવા માટે સઘન તપાસ ચલાવી રહી છે. પોસ્ટ ઓફિસ જેવા માધ્યમથી આટલો મોટો જથ્થો કેવી રીતે મોકલાતો હતો અને આ સિન્ડિકેટનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, તે અંગે પણ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. એનાલોગ પનીર પર પ્રતિબંધથી શુદ્ધ દૂધની માંગ વધશે, ખેડૂતોને સારા ભાવ મળશે: NDDB ચેરમેન – જુઓ Video Post navigation અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ, કયા વોર્ડને થશે અસર, જુઓ Video નિવૃત્તિ પછી તરત જ ન ઉપાડો PF ના તમામ પૈસા, શું મળતું રહેશે વ્યાજ? જાણી લો EPFO નો આ મહત્વપૂર્ણ નિયમ