રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના VRS કૌભાંડના ગંભીર આક્ષેપો, 127 કર્મચારીઓને અનફિટ બતાવી આચર્યુ કૌભાંડ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવા અંગે કૌભાંડ થયા હોવાનો આરોપ લાગ્યો છે. સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ આક્ષેપ લગાવ્યા છે. એક મહિનામાં 127 જેટલા સફાઈ કર્મચારીના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરી કરી દેવાયા. સ્વૈચ્છિક રાજીનામું મંજૂર કર્યા બાદ જે વારસદાર હોય છે તેને નોકરીની તક મળે છે. સિવિલ હોસ્પિટલ 127 સફાઈ કર્મચારીઓ ફિટ હોવાનો દાવો કર્યો હતો જ્યારે મનપાના આરોગ્ય કેન્દ્રએ તેમને અનફિટના સર્ટિફિકેટ આપી દીધા. ભાજપના આગેવાનો દ્વારા ખોટા સર્ટિફિકેટ બનાવ્યા હોવાનો આક્ષેપ થયો. વિજિલન્સ તપાસનો રિપોર્ટ આવ્યા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરાયાનો આરોપ લાગ્યા છે. જેના પર આક્ષેપ છે તે આગેવાનોએ રૂપિયા લઈને બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યાના આરોપ છે. પારસ બેડિયાએ ભાજપના આગેવાન મુકેશ પરમાર, દીપક વાઘેલા, શ્રવણ, ભગીરથ તેમજ લલિત નામના વ્યક્તિઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ  રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની સ્વૈચ્છિક નિવૃત્તિ માટે બોગસ મેડિકલ સર્ટિફિકેટ વપરાતા હોવાનો એક આક્ષેપ કરવામાં આવ્યો છે.

પારસ બેડિયાએ આ કૌભાંડમાં ભાજપના કેટલાક આગેવાનોના નામ પણ આપ્યા છે. તેમણે ભાજપના આગેવાન મુકેશ પરમાર, દીપક વાઘેલા, શ્રવણ, ભગીરથ અને લલિત નામના વ્યક્તિઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે કે તેઓએ રૂપિયા લઈને બોગસ દસ્તાવેજો અને ખોટા ફિટનેસ સર્ટિફિકેટ તૈયાર કરાવ્યા હતા. આ મામલે વિજિલન્સ તપાસનો રિપોર્ટ પણ આવી ગયો હોવા છતાં, અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, તેવો પણ પારસ બેડિયાનો દાવો છે.

આ આક્ષેપો અંગે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, ડૉક્ટર વાકાણીએ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આ સમગ્ર મામલે નિયમ મુજબ અને જનરલ બોર્ડના ઠરાવ મુજબ જ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે આક્ષેપોને રદિયો આપતા તમામ પ્રક્રિયા પારદર્શક હોવાનો દાવો કર્યો.

આ મામલો રાજકોટ RMC માં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે અને સફાઈ કર્મચારીઓ તથા તેમના પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિજિલન્સ રિપોર્ટ પછી પણ કોઈ કાર્યવાહી ન થવાના આક્ષેપોને કારણે આ મામલો વધુ ગરમાયો છે. આગામી સમયમાં આ સમગ્ર કૌભાંડમાં કયા પ્રકારની કાર્યવાહી થાય છે અને જવાબદારો સામે પગલાં લેવાય છે કે કેમ, તે જોવું રહ્યું.

Input Credit- Mohit Bhatt- Rajkot

 દેશની 1 લાખથી વધુ શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે! શું આ છે નવી શિક્ષણ વ્યવસ્થા?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *