વડોદરાના માંજલપુરમાં પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જેવો માહોલ સર્જાતા વિસ્તારમાં થોડા સમય માટે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા દ્રશ્યો વિશ્વામિત્રી સોસાયટી વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. માંજલપુર પેટાચૂટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે માથાકૂટ મળતી માહિતી મુજબ કોંગ્રેસના કેટલાક કાર્યકરો પક્ષના ખેસ પહેરીને મતદાન કેન્દ્રની બહાર બેઠા હતા. ભાજપના યુવા મોરચાના મહામંત્રી ઋત્વિક પુરોહિતે તેનો વિરોધ નોંધાવતા બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ માથાકૂટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લેવા માટે કોંગ્રેસના કાર્યકરોના ખેસ હટાવી મામલો થાળે પાડ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પ્રચાર સમય પૂર્ણ થઈ ગયા પછી પણ ભાજપના કાર્યકરો અનેક વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા. ભાજપના કાર્યકર પક્ષનો ખેસ પહેરીને બેઠાના આક્ષેપ કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીએ ભાજપ પર આચારસંહિતાના ભંગનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે ભાજપના કાર્યકરો ખુલ્લેઆમ ખેસ પહેરીને મત માગી રહ્યા હતા, છતાં ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેમણે ચૂંટણી પંચની કામગીરી પર પણ સવાલ ઉઠાવતા નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વીડિયો થયો વાયરલ બીજી તરફ, વાયરલ થયેલા વીડિયોને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, વીડિયોની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે પોલીસ તેમજ ચૂંટણી તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. હાલ પોલીસ સમગ્ર ઘટનાની વિગતો એકત્ર કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. Breaking News : ખેડા અને ભરુચની તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ જાહેર, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો Post navigation Junagadh Breaking : ગિરનારની સીડીઓ પર ફરી દેખાયા સિંહ! યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી મહત્વની સૂચના Hockey World Cup Team India jersey: ભારતીય હોકી ટીમની ઓરેન્જ જર્સી પર હોબાળો, પૂર્વ કેપ્ટને તેને શરમજનક ગણાવ્યું