ટુ-વ્હીલર ચલાવતી વખતે બાઈક પર બેસેલા બંને યાત્રિકોને હેલમેટ પહેરવું જરુરી છે. માત્ર હેલમેટ પહેરવાથી કે ચલણ થી બચી શકો તેવું સંભવ નથી. કેટલાક લોકો હેલમેટ તો પહેરી લે છે પરંતુ યોગ્ય રીતે ન પહેરે અથવા યોગ્ય હેલમેટ ન પહેરે તો દંડ લાગી શકે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અનુસાર, હેલ્મેટનો યોગ્ય ઉપયોગ એટલો જ મહત્વપૂર્ણ છે જેટલું જ હેલ્મેટ પહેરવું. ચાલો કઈ પરિસ્થિતિઓમાં હેલ્મેટ પહેરવા છતાં પણ તમને દંડ થઈ શકે છે. જો તમે હેલમેટ તો પહેરી રાખ્યું છે પરંતુ તેની સ્ટ્રૈપ યોગ્ય રીતે બાંધી નથી. કે, યોગ્ય રીતે હેલમેટ પહેર્યું નથી. તો દુર્ઘટના જેવા સમયે હેલમેટ માથા પરથી નીકળી શકે છે. જેનાથી ગંભીર ઈજા થઈ શકે છે. ટ્રાફિક પોલીસ આવા કેસમાં મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડ ફટકારી શકે છે. બજારમાં અનેક જગ્યાએ સસ્તા હેલમેટ મળે છે. પરંતુ તમામ સલામતીના ધોરણોને પૂર્ણ કરતા નથી. ભારતમાં ટુ-વ્હીલર સવારોને BIS (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ) પ્રમાણિત હેલ્મેટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. BIS- માર્ક વિનાના અથવા નકલી હેલ્મેટનો ઉપયોગ કરવાથી પણ કાર્યવાહી થઈ શકે છે. બાઈક ચાલકની પાછળ બેસનાર રાઈડરને પણ હેલમેટ પહેરવું જરુરી છે. હેલમેટ યોગ્ય આકારનું હોવું જોઈએ. તેમજ હેલમેટની સ્ટ્રેપ બાંધવી જરુરી છે. ખુબ જુનુ હેલમેટ સુરક્ષા માટે યોગ્ય માનવામાં આવતું નથી. હેલમેટનો ઉદ્દેશ્ય માત્ર ચલણથી બચવાનો નથી પરંતુ દુર્ઘટના સમયે માથાની સુરક્ષા કરવાનો પણ છે. યોગ્ય ગુણવત્તાવાળું હેલમેટ અને યોગ્ય રીતે પહેરવાથી ગંભીર ઈજા કે જીવનો ખતરો ઓછો થાય છે. આ માટે હંમેશા સલામતીના ધોરણે પુરા કરનાર હેલમેટ પહેરવું જોઈએ. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI ) કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો Post navigation ડાયમંડ કે સોનું નહીં… શ્રાવણમાં મહિલાઓનું ભાગ્ય ચમકાવી શકે છે ‘લીલી કાચની બંગડી’, આ શણગાર પાછળ છુપાયેલું ‘અસલી રહસ્ય’ જાણો