Breaking News : ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરમાં 15 ઈંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

નડિયાદમાં 5 ઈંચથી વધુ વરસાદ

ભારે વરસાદ બાદ નાના કુંભનાથ રોડ, વાણિયાવાડ સર્કલ અને રબારીવાસ વિસ્તાર સહિત અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચારેય ગરનાળા પણ પાણીમાં ગરકાવ

વરસાદના કારણે શહેરના ચારેય ગરનાળા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પરિણામે પૂર્વ અને પશ્ચિમ નડિયાદને જોડતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયા છે, જ્યારે લોકોને વૈકલ્પિક માર્ગોનો સહારો લેવો પડી રહ્યો છે.

પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી

સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, સતત વરસાદ અને ભારે જળભરાવને કારણે સ્થિતિ સામાન્ય બનવામાં હજુ સમય લાગી શકે છે. તંત્રએ લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરી છે.

Breaking News : આખું અમદાવાદ પાણી-પાણી ! મેયર અને કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોચ્યાં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *