Breaking News : ઘુમામાં ગાડી નીચે દીપડો દેખાવાની અફવા પર પૂર્ણવિરામ, CCTV તપાસમાં બિલાડી હોવાનો ખુલાસો, જુઓ Video

અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં ફરી એક વખત દીપડો જોવા મળવાની ઘટના ખોટી છે. ગ્રીન સિટી સોસાયટી ઘુમામાં ગાડી નીચેથી દીપડો નીકળ્યાના વાયરલ વીડિયોના આધારે વન વિભાગની ટીમ ત્યાં પહોંચે છે અને તપાસ કરતાં પગલા બિલાડીના હોવાનું જણાય છે અને અન્ય ગાડી નીચેથી પણ બિલાડી જ બહાર નીકળી હતી, જેથી આ વિડીયો દીપડાનું નહીં પરંતુ બિલાડીનો જણાઈ આવે છે.

તેમજ વન વિભાગ દ્વારા વિનંતી કરવામાં આવી કે આવી કોઈ પણ પ્રકારની અફવા ફેલાવી નહીં તેમજ કોઈ પણ વન્યપ્રાણી બાબતની માહિતી, તરત જ 76000 09845 પર વન વિભાગનો સંપર્ક કરવો.

વાયરલ દીપડાની અફવા

અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં જ ફરી એકવાર દીપડો દેખાયો હોવાનો દાવો હાલ કરવામાં આવી રહ્યો છે. કાર નીચેથી દીપડો બહાર નીકળી રહ્યો હોવાના CCTV પણ વાયરલ થયા હતા. ત્યારે આ વીડિયો દીપડો નહી પરંતુ બિલાડીના હોવાનો સામે આવ્યો છે.

RFO હરેશ દેસાઈએ સ્પષ્ટ કર્યું

અમદાવાદ શહેરમાં ઘુમા પાસે દીપડા દેખાવા અંગે વન વિભાગે તપાસ કરી રહી છે. ગ્રીન સિટીમાં તપાસમાં દીપડો ના હોવાનું આવ્યું સામે છે. RFO હરેશ દેસાઈએ સ્પષ્ટ કર્યું કે તપાસમાં દીપડો દેખાય રહ્યો નથી. અમદાવાદની જનતાને અપીલ કે આવા ખોટા મેસેજ ફરતા ના કરે. વન વિભાગની ટીમ સ્થળ તપાસ કર્યા બાદ જે હશે એ જણાવશે. શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયો એ બાદ ક્યાંય દેખાયો નથી.જો કોઈ ખોટી માહિતી ફેલાવશે તો કાયદાકીય કાર્યવાહી કરાશે. સંભવિત વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે.

વન વિભાગની ટીમો આ વિસ્તારમાં જ બે દિવસથી શોધખોળ કરી રહી છે. ટીવી9 ગુજરાતી આ વાયરલ વીડિયો ક્યારનો છે તેને લઇને કોઇ પુષ્ટી કરતું નથી.

 

Breaking News : દીપડાનો પત્તો ન લાગતા વન વિભાગે સર્ચ ઓપરેશનનું સ્થળ બદલ્યું, જુઓ Video અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *