ભરૂચમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા એક અનોખા વિરોધ પ્રદર્શનને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. શહેરના રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસના કાર્યકરોએ ‘મોંઘવારીની જેલ’ બનાવી સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો. આ પ્રદર્શનનું મુખ્ય કેન્દ્ર વધતી મોંઘવારી હતું, પરંતુ તેની સાથે બેરોજગારી, NEET પેપર લીક કૌભાંડ અને ખેડૂતોને પૂરતું ખાતર ન મળવાના મુદ્દાઓને પણ ઉઠાવવામાં આવ્યા હતા. ‘મોંઘવારીની જેલ’ બની ચર્ચાનો વિષય વિરોધને સામાન્ય સભા કે રેલી સુધી મર્યાદિત રાખવાના બદલે કોંગ્રેસે પ્રતિકાત્મક રીતે ‘મોંઘવારીની જેલ’ તૈયાર કરી હતી. કાર્યકરોનો દાવો હતો કે વધતી કિંમતોના કારણે સામાન્ય લોકો આર્થિક રીતે કેદ જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. પ્રદર્શન દરમિયાન કેટલાક કાર્યકરો લારી પર બેસીને પણ પહોંચ્યા હતા. તેમનું કહેવું હતું કે મોંઘવારી એટલી વધી ગઈ છે કે સામાન્ય માણસ માટે વાહન ચલાવવું અને રોજિંદો ખર્ચ ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે. સરકાર સામે કોંગ્રેસના આક્ષેપ કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર અને રાજ્ય સરકારો મોંઘવારીને કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહી છે. રોજિંદા જીવનની જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે મધ્યમવર્ગ અને ગરીબ પરિવારો પર સૌથી વધુ અસર પડી રહી છે. પક્ષે બેરોજગારીના વધતા દર અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને યુવાનો માટે રોજગારીની તકો વધારવાની માંગ કરી. NEET પેપર લીક અને ખેડૂતોના પ્રશ્નો પણ ઉઠાવાયા, વિરોધ દરમિયાન NEET પરીક્ષાના પેપર લીક મુદ્દે પણ સરકારની ટીકા કરવામાં આવી. કોંગ્રેસે કહ્યું કે પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થયા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. પોલીસે કરી અટકાયત વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે હસ્તક્ષેપ કરી વિરોધ કરી રહેલા કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે કાર્યવાહી કરતા સ્થળ પર થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના કારણે વિરોધ પ્રદર્શન માત્ર મોંઘવારીના મુદ્દે નહીં પરંતુ પોલીસ કાર્યવાહીને લઈને પણ ચર્ચાનો વિષય બન્યું છે. કોંગ્રેસે આ પ્રદર્શન દ્વારા સરકાર સામે જનતાના પ્રશ્નોને ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. ‘મોંઘવારીની જેલ’ જેવા પ્રતીક દ્વારા પક્ષે સામાન્ય લોકો પર વધી રહેલા આર્થિક બોજને રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે. જનતાના સળગતા સવાલો વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક નાગરિકોએ પણ સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. લોકોનું કહેવું હતું કે ચૂંટણી સમયે મોંઘવારી ઘટાડવા અને પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ હાલની સ્થિતિ તેના વિપરીત જોવા મળી રહી છે. નાગરિકોના જણાવ્યા અનુસાર એક સમય એવો હતો જ્યારે પેટ્રોલ 60થી 70 રૂપિયા પ્રતિ લિટરના દરે મળતું હતું અને અનાજના ભાવ પણ સામાન્ય લોકોની પહોંચમાં હતા, જેના કારણે ગરીબ પરિવારો સરળતાથી દિવસમાં બે વખત ભોજન મેળવી શકતા હતા. જોકે હાલમાં દૂધ, બ્રેડ સહિતની રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. લોકોનું માનવું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસરને કારણે પેટ્રોલ, ડીઝલ, CNG, PNG ગેસ સહિત ભારત દ્વારા આયાત કરવામાં આવતી અનેક જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. નાગરિકોએ આક્ષેપ કર્યો હતો કે આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા સામાન્ય જનતાને રાહત મળે તેવી યોજનાઓ લાવવી જોઈએ, પરંતુ તેના બદલે લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે અને વિકાસના નામે દેશની આર્થિક સ્થિતિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અમદાવાદ ફાયર બ્રિગેડના ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો, નિયમો તોડનારી કંપનીઓને થશે જેલ અને લાખોનો દંડ Post navigation Breaking News : અમદાવાદ એરપોર્ટ પર ‘CREW ફિલ્મ’ જેવા દ્રશ્યો, દુબઈથી આવેલી ફ્લાઇટમાં 4.26 કરોડથી વધારે કિંમતનું સોનું ઝડપાયું Canada PR : કેનેડાના 4 રાજ્યો જ્યા સેટલ થવું એકદમ સરળ, ભણીને PR મેળવવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ જાણો