કેનેડા જવાની ઈચ્છા રાખતા ભારતીયો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા વિઝા અરજીઓ માટેનો નવો પ્રોસેસિંગ ટાઇમ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા અપડેટ અનુસાર, ભારત અને પાકિસ્તાનથી આવતી વિઝા અરજીઓની પ્રક્રિયા પહેલા કરતા ઘણી ઝડપી બની છે. બીજી તરફ, નાઇજીરિયા અને અમેરિકા જેવા દેશોના અરજદારોએ હવે વિઝા મેળવવા માટે વધુ રાહ જોવી પડી શકે છે. જુદી-જુદી કેટેગરીમાં જાહેર થયેલો નવો પ્રોસેસિંગ ટાઇમ આ મુજબ છે. સુપર વિઝા: ભારતીયોને સૌથી મોટો ફાયદો: સુપર વિઝા કેટેગરીમાં ભારતીય અરજદારોને સૌથી મોટી રાહત મળી છે. ભારત માટે પ્રોસેસિંગ ટાઇમ 160 દિવસથી ઘટાડીને 117 દિવસ કરી દેવામાં આવ્યો છે, એટલે કે હવે ભારતીયોના સીધા 43 દિવસ બચશે. પાકિસ્તાન માટે આ સમય 107 દિવસથી ઘટીને 75 દિવસ થયો છે. જ્યારે અમેરિકાથી થતી અરજીઓનો સમય 103 દિવસથી વધીને 115 દિવસ થયો છે. સ્ટડી પરમિટ: ભારતનો સમય યથાવત: વિદ્યાર્થીઓ માટે સ્ટડી પરમિટની વાત કરીએ તો ભારત માટે પ્રોસેસિંગનો સમય 4 અઠવાડિયા (1 મહિનો) પર સ્થિર રાખવામાં આવ્યો છે. આ મામલે પાકિસ્તાનને મોટો ફાયદો થયો છે, જ્યાં સમય 11 અઠવાડિયાથી ઘટીને 7 અઠવાડિયા થઈ ગયો છે. નાઇજીરિયામાં આ સમય 5 અઠવાડિયાથી વધીને 6 અઠવાડિયા થયો છે. વિઝિટર વિઝા: થોડી વધુ રાહ જોવી પડશે: ટૂરિસ્ટ કે વિઝિટર વિઝા માટે ભારતીયોએ હવે થોડી વધુ રાહ જોવી પડશે. ભારત માટે આ સમય 27 દિવસથી મામૂલી વધીને 28 દિવસ થયો છે. અમેરિકા માટે 22 થી વધીને 25 દિવસ અને ફિલિપાઇન્સ માટે 18 થી વધીને 20 દિવસ થયો છે. કેનેડાની અંદરથી જ થતી અરજીઓનો સમય પણ 11 દિવસથી વધીને 16 દિવસ થયો છે. વર્ક પરમિટ: પાકિસ્તાનને રાહત, નાઇજીરિયાને ઝટકો: વર્ક પરમિટ માટે ભારતનો પ્રોસેસિંગ ટાઇમ 9 અઠવાડિયા પર સ્થિર છે. પાકિસ્તાન માટે આ સમય 8 અઠવાડિયાથી ઘટીને 6 અઠવાડિયા થયો છે. સૌથી મોટો ઝટકો નાઇજીરિયાને લાગ્યો છે, જ્યાં વર્ક પરમિટનો સમય સીધો 6 અઠવાડિયાથી વધીને 12 અઠવાડિયા થઈ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતીય પર મોટો ઉપકાર! કૃષિ અને ઔદ્યોગિક સાધનો પર ટેરિફ ઘટાડીને 15 ટકા કરી Post navigation Breaking News: વૈભવ સૂર્યવંશી જલ્દી કરશે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ? BCCI એ ચીફ સિલેક્ટર અગરકરને આપ્યો નિર્દેશ Breaking News: IPL 2026 ચેમ્પિયન બન્યા બાદ વૃંદાવન પહોંચેલા વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજ તરફથી ભેટમાં શું મળ્યું ?